Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (International) – September – 2011    << Back to Archive Home

શ્રી અન્નપૂર્ણાબેન બી. ટંડેલ; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ અમેરીકા આવ્યા પછી ઘણો સમય વિતવા છતાં જોબ ન મળી. આથી આ બાબતે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી પ્રથમ ગુરૂવારે ઈન્ટરવ્યૂ અપાયું અને બીજા ગુરૂવાર પહેલાં તેમને જોબ મળી ગઈ. ત્યાર બાદ ડ્રાઈવીંગ લાયસન્સ માટે લેસન લીધા પણ મનમાં ડર રહેતો. તેઓ નિયમાનુસાર ગાડી ચલાવતા શીખ્યા ન હતા. આથી લાયસન્સ મળી જાય તે માટે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો અને સૌના આશ્્્ચર્ય વચ્ચે હિંમતપૂર્વક ડ્રાઈવીંગ ટેસ્ટ આપી... ને પૂ.બાપાના આશીર્વાદથી તેઓ પ્રથમ પ્રયત્ને જ પાસ થઈ ગયા. લાયસન્સ પણ મળી ગયું.

શ્રીમતિ શીતલબેન પી. રાજાણી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના પતિનું પાકીટ શોપીંગ દરમ્યાન ક્યાંક ખોવાઈ ગયું. તેઓ બંનેએ ઘણું શોધ્યું પણ પાકીટ ન મળ્યું. તેમાં બેંક કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ વિગેરે અગત્યની ચીજો હતી. પાકીટ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો... પૂ.બાપાએ હાજરાહજૂર પરચો પૂર્યો. કોઈ સજ્જન તેમના ઘરે આવીને પાકીટ આપી ગયા. પૂ.બાપા મુશ્કેલીના સમયે અચૂક મદદ કરે છે.

શ્રીમતિ શેતલબેન એ. ભગત; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પર આવી પડેલ મોટી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ સૂઝતો ન હતો. તેઓ જે મકાનમાં રહેતા હતા તે 15 દિવસમાં જ ખાલી કરવાનું હતું. અનેક પ્રયત્નો કરવા છતાં બીજું મકાન મળતું ન હતું. તેમને નાનું બાળક હોવાથી કોઈ જગ્યાએ મકાન આપતા ન હતા. આવા સમયે તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને તાત્કાલિક આ કાર્ય પાર પડે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તુરત જ સારું મકાન મળી જતા તેમની મુશ્કેલી દૂર થઈ. આ ઉપરાંત, પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમના મેડીકલ રીપોર્ટ નેગેટીવ આવ્યા તેમજ તેમના ઘરમાં બંધ થેયલું ઈન્ટરનેટ કનેકશન ફરી ચાલુ થઈ ગયું.

શ્રી કૈલાસ ચંદનાણી; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની દુકાનની લગતી બાબતમાં સફળતા મળે તેમજ તેમના સ્નેહી શ્રી પલ્લવીબેન મહેતાની સખીના દીકરાને જોબ મળી જાય તે માટે બંનેએ પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અસીમ કૃપાથી બંને કાર્યો સફળ થયા. પરમ કૃપાળુ પૂ.બાપાને કોટિ કોટિ વંદન.

શ્રી કામીનીબેન જી. પટેલ; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની બહેનના લગ્ન ધાર્યા સમયની અંદર, મનપસંદ પાત્ર સાથે આનંદથી થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના આશીર્વાદથી બહેનના લગ્ન નિર્ધારીત સમયમાં, મનપસંદ જીવનસાથી સાથે નિર્વિઘ્ને થઈ ગયા. આ ઉપરાંત, તેમના મોટા બહેનને સારા દિવસો રહે તેમજ તેની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી. પૂ.બાપાએ તેમના અગણિત કાર્યો સિધ્ધ કર્યા છે.

શ્રીમતિ કલ્પનાબેન જે. સોલંકી; ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ)થી લખે છે: તેમની દીકરી ચિ.ત્રીસાના લગ્નનું દરેક કાર્ય સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાનું હૃદયપૂર્વક સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ધાર કર્યો હતો. પૂ.બાપાના આશીર્વાદથી લગ્ન પ્રસંગનું દરેક કાર્ય ખૂબ જ સારી રીતે પાર પડ્યું. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન.

શ્રીમતિ ઈલાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના એક મિત્ર સરકારી કામકાજ અંગે મુશ્કેલીમાં ફસાયા હતા. તેમાંથી તેઓ સરળતાથી ઊગરી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેઓ મુશ્કેલીમાંથી ઊગરી ગયા. બીજું, એક વખત જોબ પર જતી વેળાએ તેમની કાર બગડી ગઈ. અનેક પ્રયત્નો કરવા છતાં ચાલુ થતી ન હતી. પરંતુ આ સમયે પણ પૂ.બાપાને પ્રાર્થવાથી કાર તુરત જ ચાલુ થઈ ગઈ. ઘર હોય કે પરિવાર, કોઈ પણ મુશ્કેલી પૂ.બાપાના નામ- સ્મરણ માત્રથી દૂર થઈ જાય છે અને બધાં જ કાર્યો સારી રીતે ઉકલી જાય છે.

શ્રીમતિ પ્રીતીબેન મેવાવાળા; દેલાવર (યુ.એસ.એ.)થી લખે છે: તેમના દીકરાને અમેરીકા ગ્રીનકાર્ડ પર પહોંચ્યા પછી પણ દરેક કાર્યોમાં મુશ્કેલી આવતી હતી. ડ્રાઈવીંગ લાયસન્સ મળતું ન હતું. તેમજ ઈન્ડિયાથી એન્જી.નું એક વર્ષ પાસ કર્યું હોવા છતાં યુ.એસ.ની યુનિવર્સીટીમાં તેની ક્રેડીટ ટ્રાન્સફર થતી ન હતી. તેથી કોલેજ ફરીથી પહેલા વર્ષથી શરૂ કરવી પડે તેમ હતી. આ બધાં કાર્યો માટે પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા તેને ઘરઆંગણાની સારી યુનિવર્સીટીમાં ઈન્ડિયાની ક્રેડીટ સાથે એડમીશન મળી ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના આશિષથી તેમના પતિને સારી જોબ મળી.

શ્રીમતિ રમાબેન જે. ભટ્ટ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. ભારે વરસાદને લીધે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. પરંતુ પૂ.બાપાને યાદ કરવાથી વરસાદ બંધ થઈ ગયો અને પાણી ઓસરી ગયું. તેમનો દાંતનો દુ:ખાવો તથા પુત્રવધૂનો પગનો દુ:ખાવો દૂર થયો. પૂ.બાપાની દયાથી તેમની બહેનની દીકરીનું મોટું ઓપરેશન સફળ થયું, બહેનની મનોકામના પૂર્ણ થઈ, પુત્રવધૂની પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થઈ તેમજ પૌત્રીને મનપસંદ યુનિવર્સીટીમાં એડમીશન મળી ગયું. તેમના પુત્રની તબિયત ઓપરેશન બાદ વધુ બગડી ગઈ હતી. પરંતુ પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે તેને નવજીવન મળ્યું.

શ્રી એચ. ચૌહાણ; (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેમની દરેક મુસીબત દૂર થઈ છે. પૂ.બાપાના આશીર્વાદથી તેમનો વતનનો પ્રવાસ ખૂબ સરળતાથી - આનંદથી પૂર્ણ થયો. તેમના બાની તબિયત બગડી હતી. પણ તેઓએ પૂ.બાપાનો પરચો માનતા તબિયત સારી થઈ ગઈ. દરેક નાના-મોટા પ્રસંગો પૂ.બાપાનું સ્મરણ કરવાથી આસાન થઈ જાય છે.

શ્રી રંજનબેન મદલાણી; હેરો (યુ.કે.)થી લખે છે: તેમના ભાઈને બે દીકરીઓ હોવાથી પુત્રપ્રાપ્તિની ઈચ્છા હતી. તેની આ ઈચ્છા પૂર્ણ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના આશીર્વાદથી તેમના ભાઈના ઘરે પુત્રનું પારણું ઝૂલતું થયું. પૂ.બાપાને અગણિત નમસ્કાર.

શ્રી શોભનાબેન એચ. શાહ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની મોટી દીકરીના સાસુ તથા સસરા અચાનક બીમાર પડી ગયા. બંનેને વારંવાર હોસ્પિટલમાં જવું પડતું હતું. તેમના પતિને પણ વાંસામાં થયેલ ગૂમડું દવાઓથી મટતું ન હતું. સૌ સ્નેહીજનોને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી સૌની શારીરિક તકલીફ દૂર થઈ, સારું થઈ ગયું. બીજું, પૂ.બાપાના આશીર્વાદથી તેમના દોહિત્ર - દોહિત્રી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. જીવનમાં આવેલી નાની-મોટી અનેક સમસ્યાઓ પૂ.બાપાએ હલ કરી છે.

શ્રીમતિ સંગીતાબેન પટેલ; સાઉથ કેરોલીના (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પેટ્રોલપંપની અમુક બાબતમાં તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમાંથી બહાર નીકળવું ઘણું અઘરું હતું. સંકટની આ ઘડીમાં તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને મુસીબતમાંથી હેમખેમ ઊગરી જવાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી થોડા જ સમયમાં તેઓ મુસીબતમાંથી હેમખેમ ઊગરી ગયા. બીજું, તેમના પતિને દાંતમાં અસહ્ય દર્દ રહેતું હતું. ડૉક્ટરે દાંત કઢાવી નાંખવાનું કહેલું. પરંતુ પૂ.બાપાનો પરચો માનવાથી તેઓનું દર્દ શમી ગયું અને દાંત કઢાવવો ન પડ્યો. તેમના દીકરાને પણ પીઠનું દર્દ દૂર થયું અને રીપોર્ટ નોર્મલ આવ્યા.

શ્રીમતિ બી. કે. પંડ્યા; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમને જમણા પગમાં સખત દુ:ખાવો થતા ચાલવામાં તકલીફ પડતી હતી. તેમના પતિને કમ્મરમાં પીડા રહેતી. પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા બંનેને સારું થઈ ગયું. શિયાળામાં તેમના પરિવારના તમામ સભ્યો તથા દીકરા અને તેના પરિવારને ફ્લુની બીમારી લાગુ પડેલી ત્યારે પણ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી બધાને સારું થઈ ગયું હતું. તેમની દીકરીની ઉધરસની તકલીફ તથા દોહિત્રને પેઢાનું દર્દ પણ પૂ.બાપાએ જ દૂર કર્યા. આ ઉપરાંત, તેમના નાના દીકરાની અને જમાઈની મનોકામના પણ પૂ.બાપાએ પૂર્ણ કરી.

શ્રી સરલાબેન મશરૂ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: એક સવારે તેમના નાના ભાઈને અચાનક ચક્કર આવ્યા. સામાન્ય તકલીફ જાણી તેમણે ઘરગથ્થુ ઈલાજ કર્યા પણ કોઈ જ ફેર ન પડતા થોડી ચિંતા થઈ. તુરત જ પૂ.બાપા યાદ આવ્યા. ભાઈને સારું થાય તે માટે પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની અમીદ્રષ્ટિથી બપોર સુધીમાં તેને બિલકુલ સારું થઈ ગયું.

શ્રી કે. જે. દેસાઈ; ફ્લોરીડા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની મોટેલ વેચાઈ જાય અને નવો ધંધો વ્યવસ્થિત ચાલતો થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. વધુમાં, પૂ.બાપાના કૃપા- આશિષથી તેમના બંને બાળકોને સારી જગ્યાએ એડમીશન મળ્યા અને દીકરી પણ ગ્રેજ્યુએટ થઈ ગઈ.

શ્રી રમાબેન એલ. પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમને સારા વિસ્તારમાં મનપસંદ મકાન મળે તે માટે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાએ તેમની આ મનોકામના પૂર્ણ કરી. તેમને સારા વિસ્તારમાં પસંદગી મુજબનું મકાન મળી ગયું. પૂ.બાપાની દયાથી નાના-મોટા અસંખ્ય કાર્યોમાં સફળતા મળી છે. જીવનમાં સુખ-શાંતિ છે.

શ્રીમતિ નયનાબેન મીસ્ત્રી; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમની દીકરીની ડીલેવરી હેમખેમ પાર પડે તથા માતા-બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપાથી દીકરીની ડીલેવરી હેમખેમ પાર પડી અને માતા પુત્ર બંનેનું સ્વાસ્થ્ય સારું છે. તેમને ગળામાં થયેલ ચામડીની એર્લજી પણ પૂ.બાપાએ મટાડી. તેમની નાની બહેને બાયોપ્સી ટેસ્ટ કરાવ્યો હતો, પૂ.બાપાને પ્રાર્થના કરતા તેનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો. આ ઉપરાંત, તેમની ભાણેજ નર્સીંગની છેલ્લી પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ થાય તે માટે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.

શ્રી હેતલબેન એમ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના માતા-પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેઓને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ.બાપાને શ્રદ્ધાપૂર્વક સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી વડીલોની તબિયત સારી થઈ ગઈ અને હરતાં - ફરતાં થઈ ગયા. ચિરસ્મરણીય પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.

શ્રી હીરાલાલ જે. મહેતા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર તેમને અનન્ય શ્રદ્ધા છે. પૂ.બાપાના નામ-સ્મરણ અને પરચાની ટેકના પ્રતાપે ધાર્યું દરેક કાર્ય સફળ થયું છે, મનોકામના પૂર્ણ થઈ છે. સંત શિરોમણી પૂ.જલારામ બાપાને ભાવપૂર્વક વંદન.

શ્રી અરવિંદભાઈ પટેલ; ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ)થી લખે છે: તેમના દીકરાને મોં પર સફેદ ડાઘ જેવું દેખાતા ડૉક્ટરને બતાવ્યું. પણ નિરાશાજનક જવાબ મળતા દીકરો હતાશ થઈ ગયો. તેને ડાઘ મટી જાય તે માટે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપા થતા તેને ડાઘ મટી ગયો. આ ઉપરાંત, બીજા દીકરાને સારી જોબ મળે તે માટેની પ્રાર્થના પણ પૂ.બાપાએ સ્વીકારી.

શ્રીમતિ જ્યોતિબેન એ. પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીના લગ્ન આનંદથી થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના આશીર્વાદથી દીકરીના લગ્ન નિર્વિઘ્ને - આનંદથી થઈ ગયા. તેમજ બંને ખૂબ જ સુખી છે. બીજું, તેમની તબિયત સારી રહેતી ન હતી તથા મોંમાં લાંબા સમયથી ચાંદા પડ્યાં હતાં પરંતુ પૂ.બાપાને વિનંતી કરવાથી તેમને તદ્ન સારું થઈ ગયું. પૂ.બાપાનું સ્મરણ કરવાથી તમામ ચિંતાઓ દૂર થઈ શાંતિ મળે છે.

શ્રી પ્રીતીબેન રૂપારેલ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમના જીવનમાં જ્યારે જ્યારે સંકટ આવ્યું છે ત્યારે પૂ.બાપાએ હાજરાહજૂર રહી પરચા પૂર્યા છે. થોડા સમય પહેલાં તેમને અચાનક યુરીનમાં બ્લડ આવ્યું. તેઓ ગભરાઈ ગયા, તુરત જ પૂ.બાપાનો પરચો માન્યો. ...ને ત્યાર બાદ કરેલા ઉપચાર અસરકારક નીવડતા સારું થઈ ગયું. પૂ.બાપાની દયાથી તેમને કીડનીના દુ:ખાવામાં પણ રાહત થઈ ગઈ.

શ્રી જયંતિભાઈ સૂચક; ટાન્ઝાનીયા (આફ્રિકા)થી લખે છે: પૂ.બાપા ઉપર તેઓ દ્રઢ શ્રધ્ધા - વિશ્વાસ ધરાવે છે. જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવી છે કે મોટું સંકટ આવ્યું છે ત્યારે પૂ.બાપા વ્હારે આવ્યા છે, તમામ મુશ્કેલીઓ - સંકટો દૂર કરી શાંતિ આપી છે. દયાના સાગર પૂ.બાપાના ચરણકમળમાં શત્ શત્ પ્રણામ.

શ્રીમતિ તૃપ્તિબેન એસ. દેસાઈ; ઓન્ટેરીયો (કેનેડા)થી લખે છે: તેમના અભ્યાસક્રમમાં કોર્સ સારી રીતે પૂર્ણ થાય અને એસાઈમેન્ટ બરોબર અપાઈ જાય તેમજ તેમની બહેનનો સીમંતનો પ્રસંગ આનંદ - મંગલથી થઈ જાય તે માટે તેમણે પૂ.બાપા પાસે આશીર્વાદ માંગી પરચો માન્યો હતો. પૂ.બાપાએ તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. બીજું, તેમના પુત્રની ખોવાઈ ગયેલી એક ચોપડી પણ પૂ.બાપાને યાદ કરવાથી મળી આવી.

શ્રી ભારતીબેન મહેતા; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાએ તેનાં પરિવારને દુ:ખના દરિયામાંથી તાર્યા છે. લંડનમાં તેઓ સૌને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેથી તેમનો સંસાર વેરવિખેર થઈ ગયો હતો. આવા સમયે તેમણે પૂ.બાપાનું શરણું લઈ સૌ સારાંવાનાં થાય તે માટે પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી સર્વે સંકટો ધીરે ધીરે દૂર થયા, કાર્યો પાર પડતા ગયા અને સુખ-શાંતિ મળી. વધુમાં, પૂ.બાપાની દયાથી તેમની બહેનનું હૃદયનું ઓપરેશન સફળ થયું તેમજ તેમના પિતાશ્રી લાકડીના ટેકા વગર ચાલતા થઈ ગયા. પૂ.બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રીમતિ પ્રવિણાબેન તન્ના; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિને કેન્સરની બીમારીનું નિદાન થતા ખૂબ જ ચિંતા થઈ. તુરત જ પૂ.બાપાનું શરણું લીધું ને પતિનું ઓપરેશન સફળ થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અમીદ્રષ્ટિથી પતિનું ઓપરેશન સફળ થયું. રેડિયોથેરેપીમાં પણ કંઈ તકલીફ ન પડી અને તબિયતમાં પણ સુધારો થયો. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમના દીકરાને જોબ પરની મુશ્કેલી દૂર થઈ, દિકરીને જોબ મળી તેમજ બંને દોહિત્ર પરીક્ષામાં પાસ થયા.

શ્રી જશભાઈ એફ. પટેલ; સારલોટ (યુ.એસ.એ.)થી લખે છે: તેમને જમણા પગમાં દુ:ખાવો થતો હોવાથી ચાલવામાં તકલીફ પડતી હતી. પગની પીડા દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયાથી તેમના પગની પીડા શમી ગઈ અને હવે ચાલવામાં સ્હેજ પણ તકલીફ નથી. પૂ.બાપાનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે.

શ્રીમતિ સાધનાબેન એમ. મોદી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીનો ડીલેવરીનો સમય ઓવરડ્યૂ થઈ જતા પરિવારજનો ચિંતામાં હતા. તેની ડીલેવરી સુખરૂપ પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની પરમ કૃપાથી બે-ત્રણ દિવસમાં જ તેને નોર્મલ ડીલવેરી થઈ ગઈ. પૂ.બાપાની દયાથી માતા-પુત્ર બંનેનું સ્વાસ્થ્ય પણ સારું છે.

શ્રી મંદાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેઓ ખૂબ જ બીમાર પડી ગયા હતા. પૂરતો શ્વાસ પણ લેવાતો ન હતો અને હૃદયમાં તકલીફ જણાતી હતી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને સ્વાસ્થ્ય સારું થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી અઠવાડિયામાં જ તેમની તબિયત સારી થઈ ગઈ અને હોસ્પિટલમાંથી રજા મળતા સુખરૂપ ઘરે આવી ગયા.

શ્રીમતિ મંજુલાબેન પી. પટેલ; હંસલો (યુ.કે.)થી લખે છે: તેમના મોટા ભાઈની દીકરીને માથામાં ઊંદરી પડી હતી. વાળ ખૂબ જ ખરતા હોવાથી શરમ અનુભવતા હતા. અહીં ઘણી દવાઓ કરાવી પણ કોઈ જ ફેર ન પડ્યો. તેને વાળ ખરતા બંધ થાય અને ઊંદરીની જગ્યાએ ફરી નવા વાળ આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. ત્યાર બાદ તેને કોઈ કારણસર ઈન્ડિયા જવાનું થયું. ત્યાંના ડૉક્ટરની સારવાર અસરકારક નીવડતા તેના વાળ ખરતા બંધ થઈ ગયા અને પૂ.બાપાની કૃપાથી પહેલાં જેવાં જ નવા વાળ આવી ગયા.

શ્રીમતિ શાંતાબેન તન્ના; પ્રીટોરીયા (આફ્રીકા)થી લખે છે: તેમની મોટી દીકરીને ગાંઠ દેખાતા તેઓ ટેન્શનમાં આવી ગયા. તેનો રીપોર્ટ નોર્મલ આવે અને ફક્ત દવાઓથી સારું થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ધાર કર્યો. પૂ.બાપાની અમી કૃપાથી દીકરીનો ગાંઠનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને ફક્ત દવાથી સારું થઈ ગયું. બીજું, તેમના પતિ વૃધ્ધાવસ્થાને કારણે એક મહિનાથી પથારીવશ હતા. તે સમયે પણ સતત પૂ.બાપાના નામ-સ્મરણને કારણે તેઓ શાંતિથી દેવલોક પામ્યા.

શ્રીમતિ ભારતીબેન એસ. ઠક્કર; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાના નામ સ્મરણ માત્રથી નાની-મોટી મુસીબતો સરળતાથી દૂર થઈ જાય છે. તેમના મોટા ભાઈ ડૉક્ટર છે. તેની સાથે બીજા છ ડૉક્ટરને અચાનક જ ક્લિનીકમાંથી નિવૃત્તિ મળી ગઈ. જેની સામે તેઓએ સ્થાનિક તથા સુપ્રિમ કોર્ટમાં ધા નાખી. મુદત પર મુદત પડતી ગઈ પણ કેસનો નિવેડો ન આવ્યો. છેવટે, પૂ.બાપાનું શરણું લીધું અને કેસમાં સફળતા મળે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી ખૂબ જ અલ્પ સમયમાં કેસનો નિવેડો આવી ગયો. તેઓને ફરીથી તે જ જગ્યાએ તબીબી સેવામાં લઈ લેવામાં આવ્યા. પૂ.બાપાના નામ-જાપથી આપત્તિના વાદળ વિખેરાઈ જાય છે. અને પૂ.જલારામ બાપાની શતબાવની વાંચવાથી મનને શાંતિ મળે છે.

શ્રીમતિ મનીષાબેન એસ. પટેલ; ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ)થી લખે છે: પૂ.બાપાએ તેમના ધાર્યા કાર્યો પૂર્ણ કર્યા છે. તેમનું પેન્ડન્ટ જોબ પર ખોવાઈ ગયું હતું, જે ઘણું શોધવાથી ન મળ્યું પણ પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે તે મળી આવ્યું. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમની દેરાણીને ગર્ભાશયનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું તથા તેને ભાડાનું મકાન પણ મળી ગયું, તેમની દીકરીને ડ્રાઈવીંગ લાયસન્સ મળી ગયું. અગત્યના કાર્યોમાં પૂ.બાપા સહાય કરે છે.

શ્રીમતિ તારાબેન સી. પટેલ; કોલંબસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમને દાંત કઢાવીને બીજા ફીટ કરવાના હતા. ખૂબ જ ડર લાગતો હોવાથી તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને આ કાર્ય તકલીફ વિના થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમને હિંમત મળી અને જૂના દાંત સરળતાથી નીકળી નવા દાંત સારી રીતે ફીટ થઈ ગયા. પૂ.બાપાને કોટિ કોટિ નમસ્કાર.

શ્રી મંજુલાબેન ટી. પટેલ; લફબરો (યુ.કે.)થી લખે છે: દર મહિને 'જલારામ જ્યોત'ના વાચનથી ખૂબ જ આનંદ મળે છે. તેમાંના પરચા વાંચી પૂ.બાપા પ્રત્યેની શ્રધ્ધા વધુ ને વધુ દ્રઢ બનતી જાય છે. પૂ.બાપાને કરેલી પ્રાર્થના અને પરચાની ટેકના પ્રતાપે તેઓ ઈન્ડિયા આનંદથી ફરીને સુખરૂપ અહીં આવી ગયા. તેમજ તેમનો એક્સ-રે રીપોર્ટ નોર્મલ આવ્યો. ખરેખર, પૂ.બાપા ઈશ્વરનું સ્વરૂપ છે.

શ્રીમતિ ચંદ્રિકાબેન તલાટીયા; (મલેશિયા)થી લખે છે: પૂ.બાપાએ તેમની બધી જ આશાઓ પૂર્ણ કરી છે. પૂ.બાપાના શુભાશિષથી તેમનું મકાન સારી કિંમતે વેચાયું. પૌત્ર-પૌત્રી તથા દોહિત્રીઓ પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા, પૌત્રની બીમારીના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા તથા બીજી થોડી - ઘણી તકલીફો પણ દૂર થઈ ગઈ. પૂ.બાપા હાજરાહજૂર હોય તેવું તેઓ સતત અનુભવે છે.

શ્રી વિનોદભાઈ લાડ; વેમ્બલી (યુ.કે.)થી લખે છે: તેમનાં પત્ની બે વર્ષથી બીમાર હતા. એક્સ-રે રીપોર્ટમાં કંઈ જ આવતું ન હતું. તે જે કંપનીમાં જોબ કરતા હતા ત્યાંથી ખૂબ જ દબાણ થતું. જોબ છૂટી જાય તેવા સંજોગો ઊભા થયા હતા. આવા સમયે તેમણે પૂ.બાપાનો સહારો લીધો અને બધું સમુંસૂતરું પાર પડે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપા થતા બધુ હેમખેમ પાર પડી ગયું. બીજું, તેમના સ્નેહી શ્રી ભારતીબહેનના દીકરાનું સગપણ સુસંસ્કારી કન્યા સાથે થાય તે માટે તેણે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.

શ્રીમતિ મંજુલાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના ફ્રેન્ડને દુકાન ખરીદવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી. તેના કાર્યની સફળતા માટે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની કૃપાથી તેનું કાર્ય સફળ થયું. વધુમાં, તેમના દીકરાને જોબ બાબતે ચિંતા હતી, તે પણ પૂ.બાપાએ દૂર કરી. તેને સારી જોબ મળી ગઈ.

શ્રીમતિ પુનિતાબેન એમ. ઓહિયો (યુ.એસ.એ.)થી લખે છે: તેમની પુત્રવધૂ બે નાના બાળકો સાથે ઈન્ડિયા ફરવા ગઈ હતી. તે સુખરૂપ અહીં આવી જાય તથા દીકરીને માંદગીમાંથી સારું થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ધાર કર્યો હતો. પૂ.બાપાની અપાર કૃપાથી પુત્રવધૂ ઈન્ડિયાથી સુખરૂપ આવી ગઈ અને દીકરીની તબિયત પણ સારી થઈ ગઈ. તેમનો દોહિત્ર અભ્યાસમાં ધ્યાન આપતો ન હતો. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તે વ્યવસ્થિત અભ્યાસ કરતો થઈ ગયો તથા સારા ગ્રેડ મેળવી પાસ થયો. તેમના જમાઈ પણ સીટીઝનશીપની પરીક્ષામાં પાસ થયા.

શ્રીમતિ ભાવનાબેન પટેલ; ટોરોન્ટો (કેનેડા)થી લખે છે: તેમના ભાભીની ડીલેવરી હેમખેમ પાર પડે, તેમની બીમારી દૂર થઈ સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય તેમજ તેમના પતિને હૃદયરોગની તકલીફમાંથી સારું થાય તે માટે તેમણે પૂ.બાપાનું રટણ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની દયા થકી ભાભીની ડીલેવરી સુખરૂપ પાર પડી તેમજ તેઓ પતિ-પત્નીને પણ સારું થઈ ગયું. પૂ.બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રીમતિ મીનાબેન જે. ગજ્જર; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પતિની જોબ મુશ્કેલીમાં હતી. તેઓના સહકાર્યકરે તેમના પતિની વિરૂધ્ધ બોસને વાત કરી હતી. તેથી તેમના પતિ ખૂબ જ ચિંતામાં હતા. પરંતુ આ બાબતે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કરતા તેમના પતિની જોબ સલામત રહી. બીજું, તેમની તબિયત ચાર મહિનાથી સારી રહેતી ન હતી. ડૉકટરે બધા જ રીપોર્ટ કરાવવાનું કહ્યું. પણ પૂ.બાપાને યાદ કરવાથી રીપોર્ટ નોર્મલ આવ્યા અને તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રીમતિ મૃદુલાબેન રાણીંગા; નોટીંગહામ (યુ.કે.)થી લખે છે: તેઓ તેમના પતિ સાથે ઈન્ડિયા ગયા હતા. ત્યાં બે મહિનાના રોકાણમાં પતિની તબિયત સારી રહેતી ન હતી. સાથે એક યાત્રા - પ્રવાસ દરમ્યાન અકસ્માત પણ નડ્યો હતો. પરંતુ પૂ.બાપા પરની અનન્ય શ્રધ્ધા થકી તેઓ બચી ગયા. ઈન્ડિયાથી ફરીને સુખરૂપ અહીં આવી ગયા બાદ પણ પતિની તબિયત નરમગરમ રહેતી હતી. તેમને પણ અવારનવાર ચક્કર આવતા. સર્વેના દુ:ખ દૂર કરનાર પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેઓ પતિ-પત્ની બંનેને ધીરે ધીરે સારું થઈ ગયું.

શ્રીમતિ મણીબેન કસ્બાવાલા; કનેક્ટીકટ (યુ.એસ.એ.)થી લખે છે: તેમને ડાબા પગના ઘૂંટણમાં ઘણાં સમયથી દર્દ રહે છે. એક વખત દર્દ અસહ્ય બન્યું. સાથે કમ્મરનો દુ:ખાવો પણ ઉપડ્યો. દર્દમાં રાહત થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમને ધીરે ધીરે દર્દમાં રાહત થઈ ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમની દોહિત્રી મેડીકલની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થઈ. ઘરમાં નાની-મોટી વસ્તુઓ ક્યાંક આડી અવળી મુકાઈ જતા નથી મળતી ત્યારે પૂ.બાપાને યાદ કરવાથી તે વસ્તુ તુરત જ મળી આવે છે. તેમના દરેક મુશ્કેલ કાર્યમાં પૂ.બાપાની મદદ મળતી રહી છે.

શ્રીમતિ તેજલબેન પટેલ; પશેઈક (યુ.એસ.એ.)થી લખે છે: બે વર્ષ પહેલાં તેમણે એક સ્ટોર ખરીદયો હતો. તે સમયે ખૂબ જ સારો ચાલતો હતો. પણ દેશની મંદીની અસર તેમના ધંધામાં પણ આવી. આથી તેમણે સ્ટોર વેચવા મૂક્યો. પરંતુ નજીવી કિંમતે પણ તેને લેવા કોઈ તૈયાર ન હતું. તેથી તેમણે પૂ.બાપાને અરજ કરી, સ્ટોર વેચાઈ જાય તે માટે પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો હોય તેમ સ્ટોર વેચાઈ ગયો. પૂ.બાપા જ વ્હારે આવ્યા... બીજે જ દિવસે તેમના પતિને સારી જોબ પણ મળી ગઈ. કરૂણાસાગર પૂ.બાપાના પાવન ચરણોમાં ભાવપૂર્વક નમન.

શ્રીમતિ અનસૂયાબેન દેસાઈ; એટલાન્ટાથી લખે છે: તેમની દોહિત્રીને શાળામાં એક શિક્ષક તરફથી હેરાનગતી થતી હતી. તે દૂર થાય તેમજ તેની આંખની તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની અમી કૃપાથી દોહિત્રીને આંખની તકલીફ તથા શાળામાં થતી હેરાનગતી દૂર થઈ. પૂ.બાપાને લાખ લાખ પ્રણામ.

શ્રી ચારૂબેન વિભાકર; ઈલ્ફોર્ડ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના માતુશ્રી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે જ તેમની ગાડીના ડ્રાઈવરે ગાડી રીવર્સમાં લેતા માતુશ્રીને ધક્કો લાગી ગયો અને પડી ગયા. તેમને આ સમાચાર મળતા, તુરત જ પૂ.બાપાને પ્રાર્થ્યા અને માતુશ્રીને ક્યાંય ફ્રેક્ચર ન થાય તેમજ સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેને કોઈ મોટી ઈજા ન થઈ. એક નાના હાડકામાં ફ્રેક્ચર થયું હતું જે ધીરે ધીરે બિલકુલ સારું થઈ જતા તેઓ પહેલાંની જેમ જ હરતાં -ફરતાં થઈ ગયા.

શ્રીમતિ કાન્તાબેન; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની પૌત્રીને કોલેજમાં એડમીશન મળતું ન હતું. આ કાર્યમાં સફળતા મળે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની મ્હેરથી તેને એડમીશન મળી ગયું. તેમના સ્નેહી શ્રી ભીખુભાઈના દીકરાને મનપસંદ જોબ તથા જીવનસાથી મળશે તેવી તેમની પૂ.બાપા પરની શ્રધ્ધા અટલ છે.

શ્રીમતિ ચંદ્રિકાબેન રાઠોડ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના ભાઈનો લોહીનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અમી દ્રષ્ટિ થતાં તેનો રીપોર્ટ નોર્મલ આવ્યો. પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે.

શ્રીમતિ હંસાબેન એલ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિ ફરવા ગયા હતા. ત્યાં પડી જવાથી કેડમાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. તેઓનું આ દર્દ શમી જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની દયાથી તેઓને કેડનું દર્દ શમી ગયું. કૃપાસિંધુ પૂ.જલારામ બાપાને અંત:કરણથી શત્ શત્ પ્રણામ.

શ્રી સ્મિતાબેન આર. જોબનપુત્રા; મીડલેક્ષ (યુ.કે.)થી લખે છે: તેના મમ્મીને ગળાની તકલીફ થતા પાણી પણ ગળેથી ઉતરતું ન હતું અને તેમને હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. આવા કપરા સમયે તેમણે પૂ.બાપાનું શરણ લઈ પરચો છપાવવાની બાધા રાખી. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમના મમ્મીને એકદમ સારૂ થઈ ગયું. દુખિયાના બેંલી પૂ.બાપાની લીલા અપરંપાર છે.

શ્રી પ્રભાબેન કે. મહેતા; ન્યુર્યાકથી લખે છે: 2003ની સાલમાં તેઓ ઓફિસેથી છુટીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં ખુબ જ બરફ પડવા લાગ્યો. તેઓ બસની રાહ જોતા હતા પરંતુ બસ ન આવતા ખુબ જ ચિંતામાં પડી ગયા. એવામાં તેમણે પૂ.બાપાને મનોમન યાદ કરી, પ્રાર્થના કરી. પૂ.બાપાની કૃપાથી એક અજાણી વ્યક્તિ બહેને તેમને સહારો આપી તેમની ગાડીમાં તેમના ઘરે મુકી ગયા. ઉપરાંત તેમની તથા તેમના બહેનની તબીયત પણ પૂ.બાપાની દયાથી સારી થઈ ગઈ. બીજું, તેમની ગાડી પણ પૂ.બાપાની કૃપાથી વેચાઈ ગઈ. ખરેખર, પૂ.બાપાની લીલા અપરંપાર છે.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions