Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (International) – October – 2011    << Back to Archive Home

શ્રીમતિ શાંતાબેન સી. શાહ; વેમ્બલી (યુ.કે.)થી લખે છે: તેઓ પરિવારસહ લેસ્ટર ગયા હતા. ચિ. રશ્મિ ડ્રાઈવીંગ કરતી હતી. ત્યાં પહોંચ્યાં બાદ ચાલતી વખતે રશ્મિને પગમાં અચાનક તકલીફ થતા ગાડી ચલાવવા અને વેમ્બલી પહોંચવા બાબતે ચિંતા થઈ. તુરત જ તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને સૌ હેમખેમ વેમ્બલી પહોંચી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી ફક્ત દશ જ મિનિટમાં રશ્મિને સારું થઈ ગયું અને તેણે ડ્રાઈવીંગ સંભાળી લેતા સૌ સુખરૂપ ઘરે આવી ગયા. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમના મોટા દીકરાને ગેસની તકલીફમાં ઘણી જ રાહત થઈ ગઈ. તેમજ તેમની સ્નેહી ચિ. મેઘના ફાર્માસીસ્ટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને તેને સારી કોલેજમાં એડમીશન મળી ગયું.

શ્રી જમનાદાસ સચાણીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને તથા તેમના માતુશ્રીને ખૂબ જ શરદી-કફ થતા હતા. બે મહિના સુધી ઘણી દવાઓ લીધી પણ બંનેને બિલકુલ ફેર ન પડયો. પૂ.બાપાનું શરણું લઈ બંનેને સારું થાય તે માટે પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયાથી તેઓ માતા-પુત્ર બંનેને અઠવાડિયામાં જ કફ - શરદીની તકલીફ દૂર થઈ ગઈ. પૂ.બાપાની કૃપા થકી અનેક કાર્યો સફળ થયા છે તથા નાની-મોટી શારીરિક તકલીફો દૂર થઈ છે. મુસીબતના સમયમાં પૂ.બાપા હંમેશા સહાયરૂપ બન્યા છે.

શ્રી મંજુલાબેન ટી. પટેલ; ટોરન્ટો (કેનેડા)થી લખે છે: તેમનો નવો જ ઈયરફોન ક્યાંય પડી ગયો હતો. ઘણી જગ્યાએ શોધ્યું પણ ક્યાંયથી ન મળ્યો. આથી પૂ.બાપાને યાદ કર્યા અને ઈયરફોન મળી આવે તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો... ને ત્યાર બાદ પાંચમે દિવસે ઈયરફોન મળી આવ્યો. પૂ.બાપાના ચરણોમાં શત્ શત્ વંદન.

શ્રી શકુબેન પટેલ; સસેક્સ (યુ.કે.)થી લખે છે: તેમને સગાંસંબંધીઓ સાથે થયેલ અણબનાવ દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી ત્રણ ગુરૂવારનું વ્રત અને પરચો માન્યો... વ્રત પૂરું થતાં જ બધી જ ગેરસમજ દૂર થઈ અને સંબંધો સારા થઈ ગયા. પૂ.બાપાના આશીર્વાદથી દીકરાના લગ્ન પણ આનંદથી થઈ ગયા. તેને સારી જોબ અને મનપસંદ મકાન પણ મળી ગયું. ક્રૂઝની મુસાફરી દરમ્યાન મધદરિયે શીપ ખૂબ જ હાલકડોલક થવા લાગી હતી. ત્યારે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા દરિયો તુરત જ શાંત થઈ ગયો અને સૌ સુખરૂપ ફરીને ઘરે આવી ગયા.

શ્રી તરૂબેન પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમને માથામાં સખત દુ:ખાવો થતો હતો. દવાઓથી ફેર પડતો ન હતો. આથી પૂ.બાપાને પ્રાર્થ્યા. માથાનું દર્દ દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમના માથાનું દર્દ દૂર થયું. પૂ.બાપાના ચરણોમાં ભાવપૂર્વક પ્રણામ.

શ્રીમતિ નયનાબેન ગાંધી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની દીકરી લોની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાના શુભાશિષથી તેમની દીકરી સારા માર્કસ મેળવી પાસ થઈ. પરમકૃપાળુ પૂ.બાપા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

શ્રી ઈન્દિરાબેન એમ. રૂપારેલીયા; ટાંઝાનીયા (દ.આફ્રિકા)થી લખે છે: પૂ.બાપા ઉપર તેમને અતૂટ શ્રદ્ધા - વિશ્વાસ છે. પૂ.બાપાએ તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે અને કરતા જ રહે છે. નામ-સ્મરણ માત્રથી પૂ.બાપા દરેક કાર્ય વખતે હાજરાહજૂર રહે છે અને મદદરૂપ થાય છે. તેમની એક મનોકામના છે, જે બાપા અવશ્ય પૂરી કરશે તેવી તેમની શ્રદ્ધા છે. પૂ.બાપાના ચરણકમળમાં કોટિ કોટિ વંદન.

શ્રીમતિ ઈલાબેન મહેન્દ્રભાઈ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમના પરિવારજનને કોઈ અસાધ્ય બીમારી આવી. અનેક ઉપચારો કરાવવા છતાં સારું ન થયું. આથી ચિંતા થઈ. એવામાં અચાનક 'જલારામ જ્યોત' વાંચવા મળી. તેમાંના પરચા વાંચી પ્રેરણા થઈ. પરિવારજનની બીમારી દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અમીદ્રષ્ટિથી તેને સારું થવા લાગ્યું છે.

શ્રીમતિ મીનાબેન જે. ગજ્જર; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: તેમનો મેમોગ્રામ અને સોનોગ્રામનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાની કૃપાથી બંને રીપોર્ટ નોર્મલ આવ્યા. વધુમાં, પૂ.બાપાની મ્હેરથી તેમની દીકરી ફાર્મસીમાં પાસ થઈ ગઈ.

શ્રી તૃપ્તિબેન એસ. દેસાઈ; ઓન્ટારીઓ (કેનેડા)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. અદભૂત ચમત્કારો કર્યા છે. પૂ.બાપાના આશીર્વાદથી તેમની બહેનને 15 વર્ષે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેની ડીલેવરી હેમખેમ પાર પડી અને માતા-પુત્ર બંનેનું સ્વાસ્થ્ય પણ સારું છે. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપા થકી તેમનું એક અગત્યનું કામ મુશ્કેલી વિના પાર પડ્યું તેમજ તેઓ અભ્યાસમાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા.
શ્રીમતિ શાંતાબેન શાહ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રને જલ્દીથી સારી જોબ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાના આશીર્વાદથી પુત્રને તુરત જ સારી જોબ મળી ગઈ. પૂ.બાપા ડગલે ને પગલે સહાયરૂપ બની કાર્ય સિધ્ધ કરે છે.

શ્રીમતિ મીનાબેન એમ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાનો આભાર તો માનીએ એટલો ઓછો છે. પૂ.બાપાએ કરેલો ચમત્કાર અવર્ણનીય છે. તેમનો પુત્ર ફાર્મસીમાં અભ્યાસ કરતો હતો. એનું છેલ્લું વર્ષ હતું. ને એ જ સમયે તેના લગ્ન લેવાયા. પ્રસંગ તો આનંદથી થઈ ગયો પણ તેનું રીઝલ્ટ આવ્યું ત્યારે બધા હતાશ થઈ ગયા. પૂ.બાપા સમક્ષ આંસુ ટપકી પડ્યાં. પરંતુ પૂ.બાપા પરની અતૂટ શ્રધ્ધાએ કૃપા વરસાવી. રીઝલ્ટમાં જે નંબર હતો તેમાં પરિણામ ખોટું હતું. પુત્રએ જ્યારે પોતાનો નંબર જોયો ત્યારે તે પાસ થયેલો હતો. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર છે.

શ્રી કાંતાબેન પી. પટેલ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાએ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી છે. સંકટ સમયે પૂ.બાપાએ હાજરાહજૂર રહી સૌ સારાંવાનાં કર્યા છે, કાર્ય સફળતા અપાવી છે. તેમના ભત્રીજા બાબતે પૂ.બાપાને કરેલી તેમની પ્રાર્થના પણ ફળી. પ્રાત: સ્મરણીય પૂ.બાપાને લાખ લાખ વંદન.

શ્રીમતિ સવિતાબેન બી. ભદ્રેશા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના દીકરાએ 50 માણસોનો જમણવાર ગોઠવ્યો હતો. ગાર્ડન મોટો હોવાથી ત્યાં બેસીને ભોજન લેવાનું હતું. પરંતુ અચાનક હવામાનમાં પલ્ટો આવતા વરસાદી વાતાવરણ થઈ ગયું. તુરત જ તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પ્રસંગ આનંદથી સંપન્ન થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. સૌએ ગાર્ડનમાં બેસીને આનંદથી ભોજન લીધું. વરસાદ ન આવ્યો. તેમના પતિનો 80મો જન્મદિન સૌએ ખૂબ જ રાજીખુશીથી ઊજવ્યો. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમની દોહિત્રી ડેન્ટીસ્ટની પરીક્ષામાં સમગ્ર યુ.કે.માંથી ર્ફસ્ટ આવી. તથા પૌત્રી પણ ડીસ્ટીંકશન માર્કસ સાથે ડૉક્ટર બની. બંનેને જોબ પણ મળી ગઈ.

શ્રી પલ્લવીબેન; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમના મિત્રો રેખા અને કૈલાશ ચંદનાણીની સમસ્યા હલ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી બંનેની સમસ્યા હલ થઈ ગઈ અને આવેલ મુસીબત ટળી ગઈ. પૂ. બાપાના ચરણોમાં પ્રણામ.

શ્રી સરસ્વતીબેન શાહ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને કેન્સર હોવાની શંકાથી ડૉક્ટરે વધુ તપાસ માટે એક્સ-રે અને સ્કેન માટે હોસ્પિટલમાં મોકલ્યાં. બંને રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી બંને રીપોર્ટ નોર્મલ આવ્યા. પૂ.બાપાના શરણે જનાર કોઈ નિરાશ થતું નથી.

શ્રી રાહુલભાઈ ડી. પટેલ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમને પેટમાં દુ:ખાવા સાથે બળતરા થતી હતી. આ તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયાથી તેમને સારું થઈ ગયું. બીજું, તેમનાં સ્નેહી શ્રી અનિલાબેન પટેલ પણ પૂ.બાપામાં દ્રઢ શ્રદ્ધા ધરાવે છે. તેમના પરિવારજનોની નાની-મોટી શારીરિક તકલીફો પૂ.બાપાના પરચાના પ્રતાપે દૂર થઈ છે. તેમજ અનેક કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યા છે.

શ્રીમતિ સુમિત્રા પ્રકાશ; લીઝબન (પોર્ટુગલ)થી લખે છે: તેમનો દોહિત્ર બીમાર પડી ગયો હતો. તેના મેડીકલ રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી દોહિત્રના રીપોર્ટ નોર્મલ આવ્યા. પૂ.બાપાને શ્રધ્ધાપૂર્વક કરેલી દરેક પ્રાર્થના ફળી છે.

શ્રી પ્રવિણાબેન આર. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને છાતી પાસે ખૂબ જ દુ:ખાવો થતો હતો. ડૉક્ટર પણ ચોક્કસ નિદાન કરી શકતા ન હતા. આથી રીપોર્ટ કરાવવાનું વિચાર્યું. રીપોર્ટ નોર્મલ આવે તે માટે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને છાતીનું દર્દ પણ દૂર થયું. તેમની અનેક મનોકામનાઓ દયાના સાગર પૂ.બાપાએ પૂર્ણ કરી છે.

શ્રી વિનોદભાઈ તન્ના; કોવેન્ટ્રી (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા પરની શ્રધ્ધા થકી કરેલી દરેક પ્રાર્થના સ્વીકાર્ય થઈ છે. પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે તેમની દીકરીને સારી જોબ મળી. તેમના માતુશ્રીના ઘૂંટણના ઓપરેશન સફળ થયા. હવે તેઓ બરાબર ચાલી શકે છે. તેમજ ર્વલ્ડ કંપની મેચમાં ભારત વિજયી બન્યું. બીજું, તેમની ફીકસ્ડ ડીપોઝીટની રસીદ રાજકોટ બેન્કમાં મોકલી હતી. જેનો કોઈ જવાબ ન હતો. ત્યારે પણ પૂ.બાપાનો પરચો માનતા તેમના ખાતામાં રકમ જમા થઈ ગઈ હોવાનું જાણવા મળી ગયું.

શ્રીમતિ ભાનુબેન આર. પંડ્યા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થઈ. પરમ કૃપાળુ સંતશ્રી પૂ.જલારામ બાપાને વારંવાર વંદન.

શ્રીમતિ મંજુબેન; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની ભત્રીજી - જમાઈ તથા તેની દીકરી અચાનક બીમાર પડી ગયા. દીકરીની તો બચવાની આશા પણ ન હતી. ત્રણેયના સ્વાસ્થ્યની રક્ષા કાજે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટીથી ત્રણેયની તબિયત સારી થઈ ગઈ. આ ઉપરાંત, તેમની નાની દીકરીની તબિયત પણ સારી ન હતી. પૂ.બાપાની કૃપાથી તેના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા અને સારું થઈ ગયું. મોટી દીકરીના જેઠનું ઓપરેશન પૂ.બાપાની કૃપાથી સફળ થયું.

શ્રીમતિ દર્શનાબેન મોરઝરીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. દાંતના દુ:ખાવાની એન્ટીબાયોટીક્સ દવાઓની આડઅસર થતા ડાયેરીયા અને હરસ થઈ ગયા. પીડા અસહ્ય હતી. તેઓ પણ કોઈ મોટા રોગની શંકાથી ચિંતિત હતા. પરંતુ તેમને પૂ.બાપા પર અટલ શ્રદ્ધા. પતિના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો નિર્ધાર કર્યો. પૂ.બાપાની અપાર કૃપા દ્રષ્ટિથી પતિના રીપોર્ટ નોર્મલ આવ્યા અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ ગયો.

શ્રી કિરણબેન મોદી; વેલિંગ્ટન (ન્યૂઝીલેન્ડ)થી લખે છે: તેમની બહેનને માથાના પાછળના ભાગે મોટી ગાંઠ હતી. તેનું મોટું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની અમી નજરથી બહેનનું ઓપરેશન સફળ થયું અને માથાના દર્દમાં પણ ઘણી જ રાહત થઈ ગઈ. પૂ.બાપાને ભાવપૂર્વક નમન.

શ્રીમતિ મેઘાબેન જે. પટેલ; કેન્ટ (યુ.કે.)થી લખે છે: એક સાંજે ગાડી પાર્ક કરતી વખતે ભૂલથી એકસીલેટર પર વધુ ભાર મુકાઈ જવાથી ગાડી આગળ ધસી જઈ લાઈટના થાંભલા સાથે અથડાઈ. ત્યાં ઊભેલા 10-12 બહેનોમાંથી એક પૂ.બાપાના પરમ ભક્ત. તેઓ સામેથી મદદે આવ્યા ને તેમને સહાયતા કરી ગાડીને બહાર કાઢી. ત્યારે તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હોવાથી રાત સુધી તેમની સાથે રહ્યા. ઈન્સ્યુરન્સ માટે જરૂરી ફોટા લઈ તેમની સાથે મોડે સુધી રહી સર્વ પ્રકારે મદદ કરી. પૂ.બાપા પરના શ્રધ્ધા ભક્તિભાવે તેમને આબાદ બચાવી લીધા. તે બહેને જ્યારે મદદ કરી ત્યારે પૂ.જલારામ બાપાની હાજરીની અનુભૂતિ થઈ. જય જલિયાણ!!!

શ્રીમતિ પુષ્પાબેન પટેલ; હોવીક (ન્યૂઝીલેન્ડ)થી લખે છે: તેમના દીકરાને જોબ પર મુશ્કેલી આવી હતી. તેને છૂટો કરવાના હતા. તેને લીધે સૌ પરિવારજનો ખૂબ જ ચિંતામાં હતાં. આ બાબતે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા, દીકરાની જોબ સલામત રહે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેની જોબ ચાલુ રહી. બીજું, તેમના પતિની તબિયત અચાનક બગડી જતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેઓના રીપોર્ટ નોર્મલ આવે તે માટે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી. બધું જ નોર્મલ હતું. ફક્ત ઈન્ફેક્શન થયું હતું જે થોડા દિવસોમાં દૂર થતા તેઓનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું.

શ્રીમતિ હંસાબેન સેદાણી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરી ખૂબ દુ:ખી હતી. તેના ડાયવોર્સ નિર્વિઘ્ને થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાથી આ કાર્ય સરળતાથી પાર પડી ગયું. તેમની દીકરીની જોબ છૂટી જવાની શક્યતા હતી. પણ પૂ.બાપાના પરચાના પ્રતાપે તેની જોબ સલામત રહી. તેમજ તેમની સહેલીના દીકરાને સારી જોબ મળી ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમના મેડીકલ રીપોર્ટ નોર્મલ આવ્યા તથા અન્ય એક સહેલીના પુત્રના લગ્ન નિર્વિઘ્ને થઈ ગયા. તેમના એક સ્નેહી બહેનની દીકરી પોતાની બાળકીને સાચવવા બેબીસીટીંગ શોધી રહી હતી. પૂ.બાપાની કૃપાથી તેનું કાર્ય પણ પાર પડ્યું.

શ્રીમતિ જયશ્રીબેન વી. મોદી; લાસવેગાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની મોટેલ ઘણી જ ખોટમાં ચાલતી હતી. આ સમયમાં મોટેલ વેચવી પણ મુશ્કેલ હતી. લેવા તૈયારી થયેલ એક પાર્ટીની લોન મંજૂર થતી ન હતી. આથી પૂ.બાપાને વિનંતી કરી. મોટેલ વેચાઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી થોડા જ સમયમાં મોટેલ વેચાઈ ગઈ. બીજું, તેમના વ્યાપારમાં સરકારી મુશ્કેલી ઊભી થઈ હતી. ત્યારે પણ પૂ.બાપા વ્હારે આવ્યા અને બધું સમુંનમું પાર પડી ગયું. પૂ.બાપાની મ્હેરથી તેમના નાના દીકરાને સંતાનસુખ મળ્યું. તેના ઘરે પુત્રનું પારણું ઝૂલતું થતા સમગ્ર પરિવારમાં ખુશીની લ્હેર છવાઈ ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમના નાના પુત્રની નાદુરસ્ત તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રીમતિ ભગવતીબેન પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાના નામ સ્મરણથી શાંતિ મળે છે. તેમની દીકરી યુનિવર્સીટીના ત્રીજા વર્ષની પરીક્ષામાં ઉચ્ચ વર્ગમાં સફળતા મેળવે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાના શુભાશિષથી તેમની દીકરીને ધારી સફળતા મળી. પૂ.બાપાએ તેમના અનેક કાર્યો સિધ્ધ કર્યા છે. પૂ. બાપાના ચરણોમાં ભાવભર્યા વંદન.

શ્રી સુશીલાબેન પટેલ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમની ઈચ્છા પૂર્ણ થાય તે માટે તેમણે પૂ.બાપાનું અંત:કરણથી સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની ઈચ્છા પૂર્ણ થઈ. કૃપાસિંધુ પૂ.બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રીમતિ તાન્યાબેન કુંદન; લીઝબન (પોર્ટુગલ)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમના બાના ગળાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું તેમજ રીપોર્ટ પણ નોર્મલ આવ્યા, તેમના પતિના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. પૂ.બાપાના શુભાશિષથી તેમનો દીકરો પાસ થયો અને તેને સારી યુનિવર્સીટીમાં એડમીશન પણ મળી ગયું.

શ્રીમતિ સવિતાબેન એ. ઘીવાલા; ફ્લોરીડા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની આંખમાં થયેલી તકલીફ દૂર થાય અને હંમેશા નોર્મલ દેખાતું રહે તેમજ તેમના પતિનું સ્વાસ્થ્ય સારું રહે તથા તેને ઘૂંટણનું દર્દ શમી જાય તે માટે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા તેઓ પતિ-પત્ની બંનેને સારું થઈ ગયું.

શ્રીમતિ હેમાબેન ખાટીવાલા; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમનો પરિવાર આર્થિક સંકડામણમાં હતો. અમુક દિવસોની અંદર બેન્કના નાણાં ચૂકવવાના હતા. સંકટની આ ઘડીમાં તેમણે પૂ.બાપાને પોકાર્યા અને વ્હારે આવવા વિનંતી કરી, પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી થોડા જ સમયમાં તેમની આર્થિક મુશ્કેલી દૂર થઈ અને બેન્કની સમસ્યા પણ હલ થઈ ગઈ. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર છે.

શ્રી કમળાબેન એન. પટેલ; યુનિયન (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપા તેમના જીવનના પ્રેરણાસ્ત્રોત છે. ઘણાં લાંબા સમયથી અટકેલા સામાજિક તથા ધાર્મિક કાર્યો પૂર્ણ થાય, તેમના દીકરાને અમેરીકાના વિઝા મળી જાય તેમજ તેમનો ઈન્ડિયાનો પ્રવાસ સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપા પરની અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ થકી તેમનાં બધા જ કાર્યો સારી રીતે પૂર્ણ થયા. દીકરાને વિઝા મળી જતા તે સુખરૂપ અમેરીકા આવી ગયો. તેમનો પ્રવાસ પણ સફળ થયો. અને પૂ.બાપાની કરૂણાથી અમેરીકાની ધરતી પર માતા પુત્રનું ભાઈ-બહેનનું અને સર્વ સ્નેહીજનનું અપૂર્વ મિલન થયું. તેમના જીવનના દરેક તાણાવાણામાં પૂ.બાપાના આશીર્વાદ સમાયેલા છે.

શ્રીમતિ નયનાબેન મીસ્ત્રી; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમની દીકરીને પ્રેગનન્સી દરમ્યાન લગભગ છ માસથી ડાયેરીયાની તકલીફ હતી. જે છેલ્લે ખૂબ જ વધી જતા સાથે લોહી પડવા લાગ્યું હતું. તેના બ્લડના રીપોર્ટ પરથી તકલીફ ગંભીર હોવાનું જણાતું હતું. તેની ડીલેવરી તો હેમખેમ પાર પડી પણ આ તકલીફ ચાલુ જ હતી. આથી તેના કોલોનોસ્કોપી ટેસ્ટ વખતે તેઓ ખૂબ જ મૂંઝવણ અનુભવતા હતા. રીપોર્ટ નોર્મલ આવે તે માટે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી નોર્મલ આવ્યો. કોઈ ગંભીર તકલીફ નથી. સારવાર અને કાળજીથી સારું થશે તેવી તેમને પૂ.બાપા પર શ્રદ્ધા છે.

શ્રીમતિ એમ. ચૌહાણ; લ્યૂટન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાનું શ્રદ્ધાપૂર્વક નામ-સ્મરણ દરેક કાર્ય પાર પાડે છે. તેમનો બસ પાસ અને નાનું પર્સ ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતા ન હતા. પરંતુ પૂ.બાપાને યાદ કરવાથી બંને વસ્તુઓ તુરત જ મળી આવી. પૂ.બાપાની કૃપાથી તેમનો ટ્રક વેચાઈ ગયો તેમજ તેમના પતિની નાની-મોટી શારીરિક તકલીફો દૂર થઈ. તેમનો દોહિત્ર પરીક્ષામાં પાસ થયો તથા તેમના મહત્ત્વનાં બે કાર્યો પણ સફળ થયા અને પૈસાની લગતી તકલીફ પણ દૂર થઈ.

શ્રીમતિ ધનગૌરીબેન વી. મીસ્ત્રી; કેન્યા (ઈ.આફ્રિકા)થી લખે છે: તેમને હૃદયમાં ઓચિંતો દુ:ખાવો થતા ઈન્ડોસ્કોપી કરાવી. હૃદય 40 ટકા જ કામ કરતું હોવાનો રીપોર્ટ આવ્યો. ત્યાંના ડૉક્ટરે ઈન્ડિયા જઈ ઈલાજ કરાવવાની સલાહ આપી. તે મુજબ તેઓ ઈન્ડિયા ગયા. અહીં તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને ઓપરેશન વિના સારું થાય તે માટે પરચો માન્યો. ત્યાર બાદ એન્જિયોગ્રાફી કરાવતા તે રીપોર્ટ બિલકુલ નોર્મલ આવ્યો. પૂ.બાપાની કૃપાથી જ આ શક્ય બન્યું. આ ઉપરાંત, તેમના પુત્રનો હાથનો દુ:ખાવો પણ પૂ.બાપાએ જ મટાડ્યો.

શ્રી દીવાળીબેન પાઉ; સાઉથોલ (યુ.કે.)થી લખે છે: તેમની સખી ખૂબ બીમાર રહેતી હતી. ડૉક્ટરો પણ દર્દનું ચોક્કસ નિદાન કરી શકતા ન હતા. તેના માટે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થના કરી, પરચાની ટેક રાખતા થોડા જ સમયમાં તેની માંદગી દૂર થઈ અને તદ્ન સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાની પરમ કૃપાથી તેમના અગત્યનાં ત્રણ કાર્યો સફળતાપૂર્વક પાર પડ્યા.

શ્રી ઈશ્વરભાઈ ટી. પટેલ; ઓન્ટારીયો (કેનેડા)થી લખે છે: તેમને છેલ્લા એકાદ વર્ષથી શરીરે ગરમી નીકળી હતી. ઘણી દવાઓ કરવા છતાં આ તકલીફ ચાલુ જ રહી. આ દરમ્યાન 'જલારામ જ્યોત'માં પ્રસિધ્ધ થયેલ પૂ.બાપાના પરચાની અનુભૂતિ પૈકી આવો જ એક પરચો તેમના વાંચવામાં આવ્યો... તેમણે પણ ગરમી મટી જાય તે માટે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયાથી તેમને થોડા જ સમયમાં બિલકુલ સારું થઈ ગયું. બીજું, તેમના પુત્રને આંતરડામાં ચાંદી થઈ હતી. તેને પણ દવાથી કોઈ જ ફેર ન પડ્યો. પરંતુ પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે ઘણી જ રાહત થઈ ગઈ.

શ્રી સંગીતાબેન એ. પટેલ; સાઉથ કેરોલીના (યુ.એસ.એ.)થી લખે છે: તેમના બહેન - બનેવીને તેના મિત્રની દીકરીના લગ્ન પ્રસંગે સહપરિવાર લંડન જવાનું હતું. તેઓને વિઝા મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની અનન્ય કૃપા થકી તેઓને વિઝા મળી ગયા.

શ્રીમતિ હંસાબેન એન. પટેલ; સેંટ ઓલબન (યુ.કે.)થી લખે છે: તેઓ તેમની દીકરીને ત્યાં અમેરીકા ફરવા ગયા હતા. ત્યાંથી સુખરૂપ અહીં આવી જવાય તથા તેમની દીકરીને અમેરીકામાં કાયમી રહેવાનું થઈ જાય અને તેનું આરોગ્ય તદ્દન સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ.

શ્રીમતિ કોકિલાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: મુસીબતના સમયમાં પૂ.બાપાએ હાજરાહજૂર રહી સહાય કરી છે. પૂ.બાપાના આશીર્વાદથી તેમના મોટા દીકરાના લગ્ન આનંદથી પૂર્ણ થઈ ગયા. તેમના પતિને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તે વેળાએ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેની તબિયત પણ સારી થઈ ગઈ. પૂ.બાપાને ભાવપૂર્વક વંદન.

શ્રીમતિ તારાબેન સી. પટેલ; કોલંબસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પૌત્રને તાવમાં ખેંચ આવવાથી બોલી શકતો ન હતો. તેને આ બીમારીમાંથી સારું થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી પૌત્રની તબિયત સારી થઈ ગઈ. બીજા પૌત્રને પણ કાનમાં વારંવાર તકલીફ થતી હતી. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેની તકલીફ પણ દૂર થઈ.

શ્રીમતિ જયશ્રીબેન પટેલ; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમનો પુત્ર કોલેજથી ઘરે આવવાનો હતો ત્યારે એરપોર્ટ પર ઘણું મોડું થઈ ગયેલું. પ્લેન ઉપડવાને 30 મીનીટની વાર હતી. ખૂબ જ લાંબી લાઈન. કોઈ પણ રીતે પહોંચી શકાય તેમ ન હતું. સાથે તે ફ્લાઈટ મીસ થાય તો બીજી ફલાઈટના 600 ડોલર આપવાના હતા. તેમને સમાચાર મળતા તુરત જ પૂ.બાપાને પ્રાર્થ્યા અને પુત્રની મદદે આવવા વિનંતી કરી, પરચો માન્યો. ત્યારબાદ એરલાઈનને ફોન કરતા તેણે નવી ટીકીટ ખરીદવાની ભલામણ કરી. બાદમાં પુત્રને ફોન કર્યો તો તે ઉપડવાના પ્લેનમાં બેસી ગયો હોવાનું જણાયું. તેમની પ્રાર્થના પૂ.બાપાએ તુરત જ સાંભળી. ...ને પુત્ર સમયસર ઘરે આવી ગયો.

શ્રી ભાનુબેન જે. જોબનપુત્રા; હૈદ્રાબાદ (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેઓ ખૂબ જ બીમાર હોવાથી ચાર દિવસ આઈ.સી.યુ.માં રહેવું પડ્યું હતું. ગળાની તકલીફને લીધે પાણી પણ ઊતરતું ન હતું. હાથ-પગમાં સોજા આવી ગયા હતા. સારું થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી તેઓનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. બીજું, તેમના ઘરની ચાવી, પર્સ સહિતની અગત્યની ચીજો મળતી ન હતી. પરંતુ પૂ.બાપાને યાદ કરવાથી તુરત જ બધી વસ્તુઓ મળી આવી.

શ્રી નવનીતરાય રાવલ; જમશેદપુર (ઝારખંડ)થી લખે છે: તેમનો ટ્રક જૂનો થઈ જતા ખર્ચો વધુ અને લાભ ઓછો મળતો હોવાથી તેને વેચવાનું નક્કી કર્યું હતું. છેલ્લા એક વર્ષથી અનેક પ્રયત્નો કરવા છતાં યોગ્ય કિંમતે ટ્રક વેચાતો ન હતો. આ બાબતે પૂ.બાપાનું સ્મરણ કરી પરચાની ટેક રાખતા એક જ માસમાં ટ્રક યોગ્ય કિંમતે વેચાઈ ગયો. પૂ.બાપાના અનેક પરચાઓ તેમણે અનુભવ્યા છે.

શ્રી કેતનભાઈ અમીન; વાલકેશ્વર (મુંબઈ)થી લખે છે: તેમના પરિવારના પાસપોર્ટ પોલીસ વેરીફીકેશન માટે ગયેલ હતા. પણ એક મહિનો થવા છતાં પાસપોર્ટ આવ્યા નહિ. આ બાબતે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખતા 7 દિવસમાં બે પાસપોર્ટ અને 15 મે દિવસે ત્રીજો પાસપોર્ટ વેરીફિકેશન થઈને આવી ગયો.

શ્રી કરશનભાઈ એસ. પરમાર; પીપલગ (જિ. ખેડા)થી લખે છે: તેમના મકાનનું છાપરું વાવાઝોડામાં ઊડી ગયું હતું. પરંતુ પૂ.બાપા પરની વર્ષોની અટલ શ્રદ્ધા-ભક્તિભાવ થકી ઘરમાં રહેલા લોકોને કશું જ ન થયું. પતરાં પણ આસપાસમાંથી મળી આવ્યા. બીજા વર્ષે પણ વાવાઝાડું ફુંકાયું પણ છાપરું અડગ રહ્યું. અને તેની મરામત પણ થઈ ગઈ. પૂ.બાપાનું નામ લેવાથી અવળા થતાં કાર્યો સવળા બની જાય છે.

શ્રીમતિ દમયંતીબેન સવજાણી; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમના પતિ ટી.બી.ની બીમારીથી પિડાતા હતા. તેઓને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમના પતિને બિલકુલ સારું થઈ ગયું. આ ઉપરાંત, અમેરીકા સ્થિત તેમના પુત્રને કોઈ બીમારીની શંકા હતી. તેના માટે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા તેના રીપોર્ટ નોર્મલ આવ્યા. પૂ.બાપાની કૃપા થકી તેમના આંખનું ઓપરેશન સફળ થયું, પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ તેમજ તેમના પુત્રને તેમના ભાઈના પુત્ર સાથે થયેલ મનદુ:ખ દૂર થયું. પૂ.બાપાએ કૃપા કરતા તેમના એક સ્નેહીને કોઈ અજાણી વ્યક્તિ તરફથી થતી હેરાનગતિ દૂર થઈ.

શ્રી બકુલભાઈ પી. પટેલ; બિલાસપુર (છતીસગઢ)થી લખે છે: તેમનાં પત્નીને ડીલેવરી સમયે ઓપરેશન કરાવતા બે જોડિયા બાળકોનો જન્મ થયો. જેમાંથી એકનું અવસાન થયું. બીજા બાળકની હાલત પણ ગંભીર હતી. સાથે તેમનાં પત્નીને પણ જીવનું જોખમ હતું. માતા-બાળક બંનેના જીવતદાન માટે તેમણે પૂ.બાપાને વિનંતી કરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી બંનેને જીવતદાન મળ્યું. બંનેની તબિયત ખૂબ જ ઝડપથી સારી થઈ ગઈ.

શ્રીમતિ રાધિકાબેન કામથ; બેંગ્લોર (કર્ણાટક)થી લખે છે: તેમને પોલિસી પેટે મળેલ ચેક ખોવાઈ જતા બીજો ચેક આપવા ગ્રાહકને વિનંતી કરી. પણ તેણે ના પાડી. આવી કફોડી સ્થિતીમાં પૂ.બાપા યાદ આવ્યા ને ચેક મળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી થોડા દિવસો બાદ તે ગ્રાહકના એજન્ટે તેને મનાવી બીજો ચેક મેળવી આપ્યો... ને તેમના પરનું સંકટ ટળી ગયું. બીજું, તેમના પતિની કંપનીમાં ઓડિટ આવતા અમુક કામકાજ સમયસર ન થવાને કારણે નોકરીમાં મુશ્કેલી આવે તેવી સ્થિતી હતી. ત્યારે પણ પૂ.બાપાનો પરચો માનતા તેમના પતિની મુશ્કેલી દૂર થઈ અને બધું સુખરૂપ પાર પડ્યું.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions