
શ્રી કાદમ્બરીબેન કે. પંડ્યા, લંડન (યુ.કે.)થી લખે છે: તેઓ 2005માં કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા. તે સમયે ખરાબ હવામાનને કારણે ભગવાન શ્રી મુક્તિનાથના દર્શન તેઓ ન કરી શક્યા. ગયા વર્ષે 2008માં ફરી પ્રયત્ન કર્યો. પરંતુ ત્યાં જઈને પરત ફર્યા. ત્યારે પણ તેઓ દર્શનથી વંચિત રહ્યા. આ વર્ષે યાત્રાએ જતાં પહેલાં તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને દર્શનલાભની ઈચ્છા ફળે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી હવામાન સાનુકૂળ રહ્યું અને હેલીકોપ્ટરની સુવિધા સરળ બનતા તેઓ મુક્તિનાથના દર્શન કરી શક્યા. ત્યાં 108 કુંડની ધારામાં સ્નાન કરતાં જ પૂ.બાપાના આશીર્વાદ મળ્યાનો આભાસ થયો. રસ્તામાં એક સત્સંગી બહેનની તબિયત બગડી જતા તે સમયે પણ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેઓ તે બહેનને હેમખેમ લંડન પહોંચાડી શક્યા.
શ્રી રમેશચંદ્ર ખાટીવાલા, ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમને ડાબા હાથમાં અસહ્ય દુ:ખાવો થતો હતો. તબીબી સારવાર સાથે તેમણે પૂ.બાપાને પણ પ્રાર્થ્યા અને હાથની પીડા દુર થાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમને હાથમાં બિલકુલ સારું થઈ ગયું. પૂ. બાપાના ચરણોમાં વંદન.
શ્રીમતિ લીલુબેન બી. ઓડેદ્રા, લફબરો (યુ.કે.)થી લખે છે: તેમને થયેલ ગૂમડું ઓપરેશન વિના મટી જાય તેમજ તેમના પતિને તાવ - શરદીની તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેઓ બંનેને સારું થઈ ગયું. પૂ.બાપાની કૃપાથી તેમના પરિવારજનોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
શ્રીમતિ ભાનુબેન ટેલર, મોમ્બાસા (કેન્યા)થી લખે છે: તેમના દીકરી જમાઈની તકલીફ દૂર થાય તેમજ દીકરીના સંતાનને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો હતો. પૂ. બાપાની દયાથી તેમની પ્રાર્થના ફળી. વધુમાં પૂ. બાપાની કૃપા થકી તેમના પૌત્રનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું, દીકરાની દુકાન અને તેમાંનો માલ વેચાઈ ગયા તેમજ તેને સારી જોબ પણ મળી ગઈ. બીજી નાની-મોટી તકલીફો પૂ. બાપા અવશ્ય દૂર કરશે તેવી તેમને શ્રદ્ધા છે.
શ્રી મીનાબેન જે. ગજ્જર, ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અતૂટ શ્રદ્ધા છે. પૂ. બાપાની કૃપાથી તેમના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા. તેમના દરેક કાર્યોમાં પૂ. બાપા સહાયરૂપ બને છે અને કાર્ય સફળતા અપાવે છે. પૂ. બાપાના પાવન ચરણોમાં શત્ કોટિ પ્રણામ.
શ્રી કાંતાબેન જે. વણકર, બોલ્ટોન (યુ.કે.)થી લખે છે: જીવનમાં અનેક પ્રસંગો એવા બનતા હોય છે કે જેમાં મન અને હ્રદયને ઈશ્વર કૃપાની - સહાયની જરૂર પડે છે. તેમની સર્વે મનોકામના પૂર્ણ થાય તે માટે તેમણે પૂ.બાપાનું અંત:કરણથી સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ.
શ્રીમતિ જ્યોતિબેન ડી. દેસાઈ, જ્હોનીસબર્ગ (સાઉથ આફ્રિકા)થી લખે છે: તેમના પુત્ર-પુત્રી એસ.એસ.સીની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના આશીર્વાદથી તેમના બંને સંતાનો સારા માર્કસ મેળવી પાસ થયા.
શ્રી લલિતાબેન એચ. પટેલ, લંડન (યુ.કે.)થી લખે છે: તેમના દોહિત્રએ સીવીલ એન્જિ.ની ફાઈનલ પરીક્ષા આપી હતી. પરંતુ પેપર્સ ખૂબ જ અઘરા ગયા હોવાથી તેને પાસ થવા અંગે ચિંતા હતી. તે સતત ટેન્શનમાં રહેતો. દરમ્યાન તેના માતૃશ્રીએ પુત્રને હિંમત આપી અને તેની સફળતા માટે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાના શુભાશિષથી તે પાસ થઈ ગયો. તેમના ઘણાં મુશ્કેલ કાર્યોમાં પૂ. બાપા મદદરૂપ બન્યા છે.
શ્રીમતિ મુક્તાબેન પાઉ, વેલિંગ્બરો (યુ.કે.)થી લખે છે: તેઓ વયોવૃધ્ધ છે. એક વખત તેમને હાય ઈન્ફેકશન થતા તુરત જ તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમીમય નજરથી તેમને સારું થઈ ગયું.
શ્રી ગોદાવરીબેન તન્ના, સ્ટેનમોર (યુ.કે.)થી લખે છે:તેઓ પાંચ મહિનાથી પથારીવશ હતા. તબિયત સારી થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને લાકડીના ટેકા વગર ચાલતા થઈ ગયા. ત્યાર બાદ ફરી પડી જવાથી પાંચ સપ્તાહ હોસ્પિટલમાં રહેવું પડેલ. પૂ. બાપાની દયાથી તે સમયે પણ ઓપરેશન સફળ થયું.
શ્રીમતિ ઈલાબેન પટેલ, લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિની ખોવાયેલી અગત્યની વસ્તુ મળી જાય તેમજ ભત્રીજીને ડ્રાઈવીંગ લાયસન્સ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની પરમ કૃપાથી તેમનો પરચો ફળ્યો. પૂ.બાપાના નામ-સ્મરણ માત્રથી મુશ્કેલ કાર્ય આસાનાથી પાર પડી જાય છે.
શ્રી શાંતાબેન એમ. ગાંધી, લફબરો (યુ.કે.)થી લખે છે: તેમના પગમાં સોજો ચડ્યો હતો. પાંચેક ડોક્ટરોની સારવાર કરાવી પણ કોઈ જ ફેર પડ્યો નહીં. છેવટે, ફરી બીજા ડોક્ટર પાસે જતા પહેલાં તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પગમાં સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી નવી દવા અસરકારક નીવડતા તેમને પગમાં તદ્દન સારું થઈ ગયું.
શ્રી ગીતાબેન એસ. પટેલ, બ્રેડફોર્ડ (યુ.કે.)થી લખે છે: તેમના માસીની દીકરીના લગ્ન તેના મનપસંદ યુવક સાથે નિર્વિઘ્ને થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના કૃપા આશિષથી તેમની માસીની દીકરીના લગ્ન નિર્વિઘ્ને થયા. બાદમાં તેઓની ઈન્ડિયા જવાની ઈચ્છા પણ ફળી.
શ્રીમતિ શીતલબેન રાજાણી, લંડન (યુ.કે.)થી લખે છે: થોડા દિવસો પહેલાં તેમની તબિયત સારી ન હતી. સારા સ્વાસ્થ્ય માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. પૂ. બાપા આટલા દૂર સુધી પણ તેમના ભક્તોની પ્રાર્થના સાંભળે છે તેવા વિચારથી આંખો હર્ષાશ્રુથી છલી જાય છે.
શ્રી રમીલાબેન સોલંકી, કેન્ટન (યુ.કે.)થી લખે છે: તેમને છાતીમાં ડાબી બાજુ આગળ- પાછળ દુ:ખાવો થતો હતો. આ દર્દ દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમનું છાતીનું દર્દ દૂર થયું. આ ઉપરાંત, પૂ. બાપાનું નામ- સ્મરણ કરવાથી તેમની ખોવાયેલી વસ્તુ મળી આવી અને મનોકામના પણ પૂર્ણ થઈ.
શ્રીમતિ મંજુલાબેન બી. પટેલ, એલન (અમેરીકા)થી લખે છે: ભારતમાં રહેતા તેમના ભત્રીજાએ દેવું કરી જમીન ખરીદી હતી. વ્યાજના ભારણને કારણે તેમને તેની ચિંતા રહેતી. તેને આર્થિક મદદ કરવાની ઈચ્છા હતી પણ તેમના પતિ સહમત ન હતા. આ બાબતે પૂ. બાપાને અરજ કરી પરચો માનતા તેમના પતિ સહમત થઈ ગયા અને આર્થિક મદદ મોકલતા તેમના ભત્રીજાનું જમીનનું કાર્ય સરળતાથી પૂર્ણ થઈ ગયું. વધુમાં, તેમને જોબમાં રાત્રે તથા શનિ-રવિ જવું પડતું હતું. પૂ.બાપાને પ્રાર્થના કરતા તેમના અનુકૂળ સમયની જોબ થઈ ગઈ. તેમને પાંપણ ઉપર થયેલ મસો પણ દવા વિના આપોઆપ ખરી ગયો. પૂ. બાપાની દયાથી તેમની ભત્રીજીને કેન્સરની બીમારીમાંથી ઘણું જ સારું થઈ ગયું.
શ્રી પદમાબેન આર. પસ્તાકીઆ, શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપા ઉપર તેમને અનન્ય શ્રદ્ધા છે. પૂ. બાપાએ તેમની દરેક મહેચ્છા પૂર્ણ કરી છે. મુશ્કેલીના સમયમાં પૂ.બાપાનું નામ-સ્મરણ કરવાથી સહાયતા મળી જાય છે. દયાના સાગર પૂ. બાપાના ચરણોમાં શત્ કોટિ પ્રણામ.
શ્રીમતિ રસીલાબેન પિત્રોડા, રીચમન્ડ (કેનેડા)થી લખે છે: તેમનો પુત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તે કોઈપણ તકલીફ વગર તેમાંથી ઊગરી જાય તે માટે તેમણે પૂ.બાપાનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાએ તેમના પુત્રને મુશ્કેલીમાંથી હેમખેમ ઉગારી લીધો. બીજું તેમના પતિને માથામાં ઈજા થઈ હતી. પૂ. બાપાની કૃપાથી તેઓને પણ બિલકુલ સારું થઈ ગયું. પૂ. બાપાએ તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે.
શ્રીમતિ પ્રજ્ઞાબેન એમ. પાઉં, લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની બહેનનો પાસપોર્ટ સ્ટેમ્પ માટે મોકલાવ્યો હતો. તે સમયસર આવી જાય તેમજ તેમની દીકરી સ્કૂલની પરીક્ષામાં પાસ થઈ સારી કોલેજમાં એડમીશન મેળવે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની પરમ કૃપાથી તેમના બંને કાર્યો પાર પડ્યા.
શ્રી ભારતીબેન પટેલ, બ્રેડફોર્ડ (યુ.કે.)થી લખે છે: તેમનો પૌત્ર બોટલથી દુધ પીતો ન હતો. તેમજ રાત્રે પૂરતી ઊંઘ પણ કરતો ન હતો. આ બાબતે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માનતા તે બોટલથી દુધ પીતો થઈ ગયો અને રાત્રે પણ પૂરતી ઊંઘ લેતો થઈ ગયો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના પુત્રનો નવો બિઝનેશ સારો ચાલે છે. પૂ. બાપાના પાવક ચરણોમાં વારંવાર વંદન.
શ્રી સ્મિતાબેન પટેલ, લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીએ એ લેવલની પરીક્ષા આપી હતી. પરંતુ પેપર્સ થોડા અઘરા હોવાથી સારા માર્કસ મળવા અંગે ચિંતા હતી. તે ઊંચો ગ્રેડ મેળવી ઉતીર્ણ થાય અને ડેન્ટીસ્ટ્રીમાં તેને એડમીશન મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની કૃપા તેના પર વરસી. ખરેખર, આશ્્્ચર્યજનક પરિણામ આવ્યું. તે સારા ગ્રેડ મેળવી પાસ થઈ અને તેને ડેન્ટીસ્ટ્રીમાં એડમીશન પણ મળી ગયું.
શ્રીમતિ તારાબેન સી. પટેલ, કોલંબસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના દેરાણીના ભાભીની દીકરી ચિ. જેસિકા અમેરીકાથી ઈન્ડિયા (વડોદરા) ફરવા ગઈ હતી. ત્યાં તે અચાનક બીમાર પડી ગઈ. તેને કમળામાંથી કમળી થતા સ્થિતી ગંભીર હતી. તેમને આ સમાચાર મળતા તુરત જ પૂ.બાપાને સ્મર્યા અને ચિ. જેસિકાની રક્ષા કરવા પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની મહેરથી જેસિકાની તબિયત ધીરે ધીરે સારી થઈ ગઈ. પૂ. બાપા તથા માતૃશ્રી વીરબાઈમાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ પ્રફુલાબેન ગાથા, ટાન્ઝાનીયા (પૂર્વ આફ્રિકા)થી લખે છે: તેમની પુત્રીને સેન્ટ્રલીંગના પૈસાની જે પ્રોસેસ ચાલતી હતી તે પૂરી થઈ જાય તેમજ તેને પૈસા મળતા થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને અરજ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તે પ્રોસેસ પૂરી થઈ ગઈ અને પૈસા મળવા અંગેની નિશ્્્ચિતતા સજાર્ઈ છે. બીજું પૂ. બાપાના આશિષથી તેમનો પુત્ર એમ.બી.એ.ની વધુ એક પરીક્ષામાં સફળ થયો છે.
શ્રીમતિ કાન્તાબેન મીસ્ત્રી, લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના દીકરાના લગ્ન નિર્વિઘ્ને થઈ જાય અને પુત્રવધુ ઈન્ડિયાથી અહીં સુખરૂપ આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણપૂર્વક સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પરમ કૃપાળુ પૂ.બાપાના અમી આશિષથી તેમના દીકરાના લગ્ન આનંદમંગલથી સંપન્ન થયા અને પૂત્રવધૂ પણ સુખરૂપ યુ.કે. આવી ગઈ.
શ્રી જયશ્રીબેન બી. પટેલ, ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની સોનાની ચેઈન ખોવાઈ ગઈ હતી. તે મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાના ચમત્કારથી તેમની ચેઈન મળી આવી. પૂ.બાપાના નામ-સ્મરણ માત્રથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
શ્રી બાબુભાઈ કે. પટેલ, મોન્ટ્રીઅલ (કેનેડા)થી લખે છે: તેમના નવા ઘરની ચાવી તેમના જ વિસ્તારમાં ક્યાંક પડી ગઈ હતી. ઘણું શોધવા છતાં તે ન મળી. જો ચાવી ન મળે તો ત્રણ લોક બદલવા પડે સ્થિતી હતી. તથા લોક બદલવાનો ખર્ચ પણ મોટો હતો. આથી તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને ચાવી મળી જાય તે માટે પરચો છપાવવાની ટેક રાખી... ખરેખર, ચમત્કાર થયો. બીજે દિવસે કોઈ તેમના પોસ્ટના ડબ્બા ઉપર ચાવી મૂકી ગયું. પૂ. બાપાની કૃપાથી તેમના પેન્શનને લગતા પ્રશ્નો પણ હલ થઈ ગયા અને પેન્શન નિયમિત મળવા લાગ્યું.
શ્રી ચંદ્રિકાબેન પટેલ, લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો પગનો અને કમ્મરનો દુ:ખાવો દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમના પગનું અને કમ્મરનું દર્દ દૂર થયું.
શ્રી ધનલક્ષ્મીબેન લાડ, ઓન્ટારીઓ (કેનેડા)થી લખે છે: તેમની દીકરીની છેલ્લી માસ્ટર ડીગ્રીની પરીક્ષા વખતે તેમને ખૂબ જ ચિંતા થતી હતી. તે સારા માર્કસ મેળવી પાસ થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમની દીકરી પાસ થઈ ગઈ. બીજું પૂ. બાપાની દયાથી તેમના પતિનું હર્નિયાનું બીજું ઓપરેશન પણ સફળતાપૂર્વક પાર પડ્યંુ. પૂ. બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી માલતીબેન કે. રાણા તથા તેમની સહેલીઓ, પશેઈક (યુ.એસ.એ.)થી લખે છે: તેમની કંપની વેચાઈ જવાથી તેઓ સાત સહેલીઓને એક સાથે જોબ પરથી છૂટા કરવામાં આવી હતી. નવી કંપની નવા ઓનરથી ચાલુ થવાની હતી. તેઓ સૌને ફરી એ જ કંપનીમાં જોબ મળી જાય તે માટે તેઓએ પૂ. બાપાને સામુહિક રીતે પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના કૃપા આશિષથી તેઓ સાતે સાત સહેલીઓને આ નવી કંપનીમાં જોબ મળી ગઈ. પૂ. બાપા તેમના શ્રદ્ધાળુ ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.
શ્રીમતિ સવિતાબેન બી. ભદ્રેશા, લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો બીજો દીકરો સહપરિવાર નેપાળ ફરવા ગયો હતો. ત્યાં ખૂબ જ વરસાદ હોવાના વાવડ તેમને મળતા તેમણે પૂ. બાપાને સ્મરી સૌ આનંદથી ફરીને સુખરૂપ લંડન આવી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તેઓ સૌ આનંદથી ફરીને સુખરૂપ લંડન આવી ગયા. પૂ. બાપા તેમના અગત્યના દરેક કાર્યમાં મદદરૂપ બને છે. પૂ. બાપાના આશીર્વાદથી તેમના પરિવારમાં સુખ - શાંતિ છે.
શ્રીમતિ અરૂણાબેન ડી. ચૌહાણ, પ્રેસ્ટન (યુ.કે.)થી લખે છે: તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થઈ પૂ. બાપાએ તેમના અનેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
શ્રીમતિ ભારતીબેન સી. દાસાણી, લ્યૂટન (યુ.કે.)થી લખે છે: તેમના દીકરા ચિ. દીપેશનો ટ્રેઈનીંગ કોન્ટ્રાકટ પૂરો થઈ જાય અને તે સોલિસીટર બની જાય તેમજ તેમની દેરાણીનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની બંને ઈચ્છાઓ ફળી. આ ઉપરાંત પૂ.બાપાની અમી કૃપાથી તેમની જોબ સલામત રહી અને તેમની દીકરીને સારી જોબ મળી તેમજ મનપસંદ ડીગ્રી મેળવવામાં તે સફળ થઈ.
શ્રીમતિ રેશમાબેન લાખાણી, પર્થ (ઓસ્ટ્રેલીયા)થી લખે છે: તેમની દીકરીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની અમીમય નજરથી તેમની દીકરીની તબિયત સારી થઈ ગઈ. બીજું તેમનું અક મહત્વનું કાર્ય પાર પડતું ન હતું. પરંતુ પૂ.બાપાને યાદ કરવાથી તે કાર્ય સરળતાથી પાર પડી ગયું.
્રીમતિ જયશ્રીબેન ટેલર, લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દુકાન વેચાઈ જાય, તેમના પતિનો માથાનો દુ:ખાવો દુર થાય તેમજ તેમના ઈ.સી.જી. રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની પ્રાર્થના ફળી. પૂ. બાપાએ તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. પૂ. બાપાના ચરણોમાં શત્ પ્રણામ.
શ્રી જયાબેન પોપટ, હેરો (યુ.કે.)થી લખે છે: તેમનું ગોઠણનું ઓપરેશન સારી રીતે થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમનું ગોઠણનું ઓપરેશન તકલીફ વિના સફળતાપૂર્વક થઈ ગયું. બીજું એક રાત્રે અચાનક તેમને ખૂબ જ હેડકી ઊપડી. ત્યારે પણ પૂ. બાપાને યાદ કરવાથી તુરત જ હેડકી મટી ગઈ.
શ્રી નટુભાઈ ડી. પટેલ, કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમને વર્ષો જુની શરદીની તકલીફ હતી. ઘણી દવાઓ કરાવી પણ કોઈ જ ફેર પડતો ન હતો. અંતે, થાકીને તેમણે પૂ.બાપાનું શરણું લીધું અને શરદીની જૂની બીમારી દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાએ તેમની અરજ સાંભળી. તેમની શરદીની બીમારી દૂર થઈ ગઈ. બીજુ તેમણે એક આંખે મોતીયાનું ઓપરેશન કરાવ્યું હતું. તેમાં થયેલી તકલીફ પણ પૂ.બાપાએ દૂર કરી.
શ્રીમતિ સરોજબેન મીસ્ત્રી, લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિને હોસ્પિટલમાં ચેક-અપ માટે જવાનું હતું. તેઓના બધા જ રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમના પતિના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા.
શ્રી સુધાબેન જોબનપુત્રા, લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અટલ શ્રદ્ધા છે. તેમની દરેક મનોકામના પૂ. બાપાએ પૂર્ણ કરી છે. પૂ.બાપા અને પૂ.વીરબાઈમાના પુનિત ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ મધુરીબેન ઠાકર, પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે: કોઈ પ્રતિકૂળ સંજોગોને કારણે તેમના પુત્રથી મોટી ભૂલ થઈ ગઈ હતી. તે પકડાઈ ગયો અને સજા પણ થઈ. બાદમાં તેને પાતોની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. આવા સંકટ સમયમાં સૌના રક્ષણહાર પૂ.બાપા આવતાં જ તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી. તેને મુસીબતમાંથી ઉગારવા પરચો માન્યો. પૂ. બાપા વ્હારે આવ્યા. અઠવાડિયામાં જ તે સજામુક્ત થયો. આ બધું પૂ. બાપા પરની શ્રદ્ધા અને વિશ્વાસ થકી જ શક્ય બન્યું.
શ્રી દેવચંદભાઈ કે. આમલીવાલા, બર્મિંગહામ (યુ.કે.)થી લખે છે: તેમના બંને પગમાં ખુબ જ ખંજવાળ આવતી હતી. ખરજવું થવાનો ડર હતો. પગમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમને પગમાં ખંજવાળ મટી ગઈ. આ ઉપરાંત પૂ. બાપાએ તેમનાં અનેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
શ્રી દક્ષાબેન સી. પટેલ, ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પિતાશ્રીને ડીપ્રેશનની બીમારી લાગું પડતા ડોક્ટરોની દવા લીધી. પણ બિનઅસરકારક નીવડી. તેઓનું માનસિક સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ. બાપાની દયાથી બીજા ડોકટરોની દવા સારવાર અસરકારક નીવડી અને તેઓને ધીમે ધીમે સારું થવા લાગ્યું. ત્યાર બાદ તેઓને થયેલ આંખની તકલીફ પણ પૂ. બાપાએ મટાડી. આ ઉપરાંત, નાની - મોટી અનેક તકલીફોમાં પૂ. બાપાનો સાથ સાંપડ્યો છે.
શ્રીમતિ અનસૂયાબેન દેસાઈ, એટલાન્ટા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ જાય અને તેને આરામ થઈ જાય તેમજ તેને મનપસંદ નોકરી મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમની દીકરીનું ઓપરેશન સફળ થયું અને ત્યારબાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ તેમજ તેને મનપસંદ જોબ પણ મળી ગઈ. પૂ. બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી ભાનુબેન કાનાણી, લંડન (યુ.કે)થી લખે છે: તેમને મોંમાં તકલીફ થવાથી ઘણી દવાઓ કરાવી પણ કોઈ જ ફેર ન પડ્યો. છેવટે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને મોંમાં સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમને મોંમાં તદ્દન સારું થઈ ગયું. હાજરાહજુર પૂ. બાપા તેના ભક્તોની સદાય રક્ષા કરે છે.
શ્રી સંગીતાબેન એ. પટેલ, સાઉથ કેરોલીના (યુ.એસ.એ.)થી લખે છે: તેમની સહેલી અમેરીકામાં વર્ક પરમીટ પર હતી. તેણે ગ્રીનકાર્ડ મેળવવા માટે અરજી કરી હતી. પણ તેમાં ઘણી અડચણો આવતી હતી. તેને ગ્રીનકાર્ડ સરળતાથી મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાના આશીર્વાદથી તેને ગ્રીનકાર્ડ સરળતાથી મળી ગયું.
શ્રી રક્ષિતાબેન પી. સુચક, ટ્રાન્ઝાનીયા (દ.આફ્રિકા)થી લખે છે: પૂ. બાપા પરની અનન્ય શ્રદ્ધા થકી તેમના ધાર્યાં કાર્યો સફળતાપૂર્વક પાર પડ્યા છે. પૂ. બાપાના આશીર્વાદથી તેમના દીકરાના લગ્ન વડીલોની ઉપસ્થિતીમાં ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા. લગ્ન અંગેનું તમામ કામકાજ નિર્વિઘ્ને પર પડવું. પૂ. બાપાના પાવન ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ હંસાબેન કાપડીઆ, ટોરોન્ટો (કેનેડા)થી લખે છે: તેઓ આફ્રિકા ફરવા જવાના હતા. મુસાફરી દરમ્યાન તેમની તથા તેમના પતિની તબિયત સારી રહે તેમજ પ્રવાસ આનંદદાયક રહે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેઓ બંને આનંદથી ફરીને સુખરૂપ કેનેડા આવી ગયા. ત્યાર બાદ તેમના પરિવારની ભારત યાત્રા પણ સફળ રહી. પૂ. બાપાની દયાથી તેમની બહેનના પગનું ઓપરેશન સારી રીતે થઈ ગયું.
શ્રીમતિ દક્ષાબેન ખાટીવાલા, ન્યુ જર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમના દીકરાને મળમાં છેલ્લા એક વર્ષથી લોહી પડતું હતું. ઘણા ઉપચારો કર્યા પણ નિષ્ફળ નીવડ્યા. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમના દીકરાની તબિયતમાં સુધારો થયો. ધીમે ધીમે તેને તદ્દન સારું થઈ જશે તેવી તેમને શ્રદ્ધા છે. પૂ.બાપાના પરચાના પ્રતાપે તેમના દોહિત્ર પરનું સંકટ પણ ટળી ગયું.
શ્રીમતિ હંસાબેન ધીરજલાલ, ટોરોન્ટો (કેનેડા)થી લખે છે: તેમણે મકાનની મરામતનું કામ એક કોન્ટ્રાકટરને સોંપ્યું હતું. તેણે અગાઉથી જ પૈસા લઈ લીધેલા પરંતુ સોંપેલું કાર્ય તેણે નિશ્્્ચિત સમય મર્યાદામાં પૂરું ન કર્યું અને અધૂરું મૂકી જતો રહ્યો. ત્યાર બાદ અનેક વખત તેને જાણ કરી પણ કોઈ જવાબ ન મળ્યો. છેવટે, તેમણે પૂ.બાપાને અરજ કરી. અને અટકેલું કામ પૂરું થાય તે માટે પરચો માન્યો. ને ખરેખર પૂ.બાપાએ પ્રેરણા કરી. તે કોન્ટ્રાકટરે અધૂરું કાર્ય પૂરું કરી આપ્યું. બીજું તેમના પતિના મોતીયાના ઓપરેશન વખતે બ્લડ પ્રેસર વધી જવાથી છાતીમાં દુ:ખાવો ઉપડ્યો અને તુરત જ તેને આઈ.સી.યુ.માં લઈ જવાયા. આવા સમયે પણ પૂ. બાપા વ્હારે આવ્યા. એક કલાકમાં જ તેઓની તબિયતમાં સુધારો થઈ ગયો.
શ્રીમતિ નીપાબેન બીસરામ, ડર્બન (સાઉથ આફ્રિકા)થી લખે છે: તેઓ તેમના પતિ સાથે ઓસ્ટ્રેલિયા ફરવા જવાના હતા તે સ્વાઈન ફ્લૂના વાવડથી ખૂબ જ ડર લાગતો હતો. બુકીંગ કોઈપણ હિસાબે કેન્સલ થઈ શકે તેમ ન હતું. ઓસ્ટ્રેલિયાથી સહીસલામત આવી જવાય તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેઓ બંને આનંદથી ફરીને હેમખેમ આફ્રિકા આવી ગયા. તેમના મકાનમાં ઉપર રહેતા પડોશી રાત્રે ખૂબ જ અવાજ કરતા હતા. પૂ.બાપાને પ્રાર્થવાથી તેઓ બીજે રહેવા જતાં રહ્યા. આ ઉપરાંત, પૂ.બાપાની અમીદ્રષ્ટિથી તેમના દાંતનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. તે દરમ્યાન તેઓ એક મોટા સંકટમાંથી પણ બચી ગયા. પૂ. બાપાના આશીર્વાદથી તેઓ એલ.એલ.બી.ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થયા અને તેમના પિતાશ્રી ટેક્ષ ભરવામાંથી ઊગરી ગયા. પૂ. બાપાએ તેમના દરેક કાર્ય સરળતાથી પાર પાડ્યા છે.