
શ્રીમતિ નીલાબેન બોદાલીયા; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ ડીપ્રેશનમાં આવી ગયા હોવાથી બેચેની સાથે ગભરાટ થતો. આ તકલીફમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની અપાર દયા થકી તેમને બિલકુલ સારું થઈ ગયું. તેમની દેરાણીને દવાની આડઅસરથી મોંમાં ચાંદા પડી ગયા હતા. પૂ. બાપાની કૃપાથી તેને પણ સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેમના સાસુના પગનું ઓપરેશન સફળ થયું અને દુ:ખાવો દૂર થયો. તેમજ તેમની દીકરીને કોલેજમાં એડમીશન મળી ગયું.
શ્રી યશવંતભાઈ પોપટ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમના માતૃશ્રીની તબિયત સારી રહેતી ન હતી. ખોરાક ન લેવાના કારણે વજન ઘટતું જતું હતું. તેમજ તેઓને પેટમાં હરનીયા હોવાથી રાત્રે ખૂબજ હેડકી ઉપડતી. જેથી નીંદર પણ ઓછી થતી. તેઓને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમના માતૃશ્રીને તદ્દન સારું થઈ ગયું અને હવે તેઓ ખોરાક પણ લઈ શકે છે તેમજ રાત્રે આરામથી ઊંઘી પણ શકે છે. તેઓનું ડાયાબીટીસ પણ કંટ્રોલમાં આવી ગયું. પૂ. બાપાની કૃપાથી બાના બંને ગોઠણના ઓપરેશન સફળ થયા અને નાક ઉપર તલ નીકળવાથી થતો દુ:ખાવો પણ દૂર થયો.
શ્રીમતિ હંસાબેન એમ. કાપડીઆ; ટોરેન્ટા (કેનેડા)થી લખે છે: તેમના પતિને ઘણા સમયથી પાર્કીન્ઝનો પ્રોબ્લેમ હતો. જેથી તેનો એક હાથ સતત ધ્રૂજતો રહેતો. તેઓને આ તકલીફમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમના પતિનો હાથ ધ્રૂજતો બંધ થઈ ગયો અને હવે ઘણું જ સારું છે. બીજુ, તેમની દીકરીનું એક મહત્વનું પેપર ખોવાઈ ગયું હતું. પૂ. બાપાનું સ્મરણ કરતા તે પણ મળી આવ્યું. મુશ્કેલીના સમયમાં સહાય કરનારા પૂ. બાપાને વારંવાર વંદન.
શ્રી દીવાળીબેન પાઉં; મીડલસેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના અગત્યના બે કાર્યો સરળતાથી પાર પડી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમના અગત્યના બંને કાર્યો સરળતાથી સફળતાપૂર્વક પાર પડ્યા. પૂ. બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રી નટુભાઈ ટેલર; લ્યૂટન (યુ.કે.)થી લખે છે: તેમને પગમાં ખૂબજ દુ:ખાવો થતો હતો. આ દર્દ શમી જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. તેમને પગના દર્દમાં ઘણી જ રાહત થઈ ગઈ. ધીરે ધીરે બિલકુલ સારું થઈ જશે તેવી તેમને શ્રદ્ધા છે.
શ્રી શાંતાબેન એમ. તન્ના; પ્રીટોરીયા (દ.આફ્રિકા)થી લખે છે: તેમને કફ ખૂબ જ નીકળતો હોવાથી ગળામાં કાંટા જેવું ખૂંચતું. જે અસહ્ય બનતા આંખ અને નાકમાંથી પાણી નીકળતા. દવાઓથી બિલકુલ ફેર ન પડ્યો. કેન્સર, ટી.બી. અંગેના રીપોર્ટ કરાવ્યા પણ કંઈ જ ન આવ્યું. આખરે, પૂ. બાપાનું શરણું સ્વીકાર્યું અને ગળાની બીમારીમાંથી સારું થઈ જાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાએ તુરત જ તેમની વિનંતી સાંભળી. ધીરે ધીરે રાહત થવા લાગી અને થોડા જ સમયમાં તેમને ગળામાં બિલકુલ સારું થઈ ગયું. ખરેખર, પૂ. બાપા હાજરાહજુર છે.
શ્રીમતિ ભાવનાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અખૂટ શ્રદ્ધા છે. તેમણે જે કાર્યો પૂ. બાપાનું નામ લઈ કર્યા છે, તે તમામ કાર્યો સરળતાથી પાર પડ્યા છે. તેમના સાસુમા શ્રીમતિ મધુબહેન પણ પૂ. બાપામાં દ્રઢ શ્રદ્ધા - વિશ્વાસ ધરાવે છે. તેમના નાના-મોટા કાર્યો પણ પૂ. બાપાના નામસ્મરણથી પૂર્ણ થયા છે. પૂ.બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી રામભાઈ કોટેચા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો દીકરો અનેક મુશ્કેલીઓથી ઘેરાઈ ગયો હતો, તેમાંથી બચવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. આવા સંકટના સમયમાં એક માત્ર પૂ. બાપાનો જ આશરો હતો. દીકરાની મુશ્કેલીઓ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો... ને થોડા જ સમયમાં પૂ.બાપાએ તેમના દીકરાની બધી જ મુશ્કેલીઓ દૂર કરી તેઓને ચિંતામુક્ત કર્યા.
શ્રીમતિ નલિનીબેન જરીવાળા; બોલ્ટન (યુ.કે.)થી લખે છે: તેમની પુત્રી જી.સી. એસ.સી.ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે પૂ. બાપાને અંત: કરણથી પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાના આશીર્વાદથી તેમની પુત્રી સારા ગ્રેડ મેળવી ઉત્તીર્ણ થઈ. તેમના પગની પીડા પણ પૂ. બાપાની કૃપાથી દૂર થઈ. પૂ. બાપાએ તેમના અનેક કાર્યો સિદ્ધ કર્યા છે. અને મુશ્કેલીના સમયમાં સહાય કરી જીવનમાં સુખ-શાંતિ આપ્યા છે.
શ્રી મહેશભાઈ દેસાઈ; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: સીટીમાંથી તેમના પ્લાન પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને શ્રદ્ધાપૂર્વક યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાની મહેરથી તેમના પ્લાન પાસ થઈ ગયા. તેમની દરેક ઈચ્છા પૂ. જલારામ બાપાએ પૂર્ણ કરી છે. દયાના સાગર પૂ. બાપાના પાવન ચરણોમાં કોટિ કોટિ નમન.
શ્રીમતિ વીણાબેન સી. દવે; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પુત્રને એક જરૂરી કામ માટે ખૂબ જ બરફ પડતા વાતાવરણમાં આઠ કલાક ડ્રાઈવીંગ કરીને ન્યૂજર્સી આવવાનું હતું. તેઓ આ બાબતે ચિંતાગ્રસ્ત હતાં. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માનવાથી તેમના પુત્રનું અહીં આવવાનું કેન્સલ થયું. બીજું, તેઓ સીડી પરથી પડી જવાથી પડખામાં ભારે ઈજા થઈ હતી. પૂ. બાપાનો પરચો માનવાથી ફ્રેક્ચર ન થયું અને થોડા જ દિવસોમાં સારું થઈ ગયું. તેમની બે મહિનાની પૌત્રી દરરોજ રાત્રે રડતી હતી. પૂ. બાપાની દયાથી તે પણ શાંતિથી ઊંઘ લેતી થઈ ગઈ.
શ્રીમતિ કૈલાસબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા ઉપરની અતૂટ શ્રદ્ધા થકી તેમના અનેક કાર્યો પાર પડ્યા છે. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી અશક્ય કાર્ય પણ સફળતાપૂર્વક પાર પડી જાય છે. સંકટની ઘડીએ વ્હારે આવનાર પૂ. જલારામ બાપાને શત્ કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ હંસાબેન પટેલ; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: તેમને જોબ પર ઘણી મુશ્કેલીઓ હતી. તે દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાએ તેમના જોબ પરની મુશ્કેલીઓ દૂર કરતા બધી બાબતે સારું થઈ ગયું. તેમના નાના દીકરાને હાથમાં ફ્રેક્ચર થયું હતું. પૂ. બાપાને પ્રાર્થવાથી તેને પણ સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેમનો મોટો દીકરો એમ.ડી.ની પરીક્ષામાં પાસ થયો. ખરા હૃદયથી કરેલી પ્રાર્થના પૂ. બાપા જરૂર સાંભળે છે.
શ્રી ભાનુમતીબેન એન. ટેલર; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના બેંન્કના પેપર્સ ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતા ન હતા. પરંતુ પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખતા પેપર્સ તુરત જ મળી આવ્યા. આ ઉપરાંત, તેમનું એક અગત્યનું કામ ગૂંચવાયેલું હતું. પૂ. બાપાએ તેમાંથી પણ મુક્ત કર્યા. પૂ. બાપાના નામ સ્મરણ માત્રથી દરેક કાર્યો પાર પડી જાય છે.
શ્રીમતિ પ્રવિણાબેન દેસાઈ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરી ચિ. પૂજાના લગ્ન તેની મનપસંદ જગ્યાએ થાય અને પ્રસંગ નિર્વિઘ્ને આનંદથી પાર પડે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમની દીકરીના લગ્ન તેની મનપસંદ જગ્યાએ અમેરીકામાં આનંદથી થઈ ગયા. અમેરીકાની ટૂર પણ શાંતિમય રહી. આ ઉપરાંત, પૂ.બાપાના શુભાશિષથી તેમની નાની દીકરી ચિ. મેઘાને સારી જગ્યાએ જોબ મળી. પૂ.બાપાએ હંમેશા મુશ્કેલ ઘડીમાં ઉગાર્યા છે અને ડગલે ને પગલે સહાય કરી છે.
શ્રીમતિ પાયલબેન કે. ભરૂચા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને ડ્રાઈવીંગ લાયસન્સ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના કૃપા આશિષથી તેમને થોડા જ સમયમાં ડ્રાઈવીંગ લાયસન્સ મળી ગયું. બીજું, પૂ. બાપાની કૃપાથી તેમના નણંદને નોર્મલ ડીલેવરી થઈ અને પુત્રપ્રાપ્તિ થઈ.
શ્રી વર્ષાબેન ઠક્કર; લંડન (યુ.કે.)થી લખે છે. તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે તેમણે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની પરમ કૃપા થકી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ. પૂ. જલારામ બાપા ઉપર શ્રદ્ધા - વિશ્વાસ રાખનારા ક્યારેય નિરાશ થતા નથી.
શ્રીમતિ ધનુબેન આઈ. ટેલર; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેના સારા સ્વાસ્થ્ય માટે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા ટૂંક સમયમાં જ તેને બિલકુલ સારું થઈ ગયું. પૂ. બાપાએ તેમની શારીરિક તકલીફ પણ દૂર કરી. પરમ કૃપાળુ પૂ. બાપાને ભાવપૂર્વક નમન.
શ્રીમતિ શેતલબેન એ. ભગત; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની સખીને તેના પતિ તરફથી ખૂબ જ હેરાનગતિ થતી હતી. નાની નાની બાબતમાં ઝઘડાથી તે કંટાળી ગઈ હતી. છેવટે, વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. 24 કલાકમાં જ નિર્ણય લેવાનો હતો. આવા સમયે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને આ તૂટતા જતા દામ્પત્ય જીવનને બચાવી લેવા પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો હોય તેમ બીજે જ દિવસે તેના પતિએ બધી ભૂલો સ્વીકારી માફી માગી. પૂ. બાપાની કૃપાથી બંને દામ્પત્યજીવનમાં ખુશીથી રહે છે. આ જ રીતે તેમના નણંદના લગ્ન-જીવનમાં બન્યુ હતું. વડિલોની બોલાચાલીને કારણે તેના દામ્પત્યજીવનમાં પણ તિરાડ પડે તેવી સ્થિતી સજાર્ઈ હતી. પરંતુ પૂ.બાપાને શરણે જવાથી બધા વચ્ચે સુલેહ થઈ ગઈ અને એક મોટો અનર્થ થતો અટકી ગયો. આ ઉપરાંત, પૂ. બાપાની દયાથી તેમને નોર્મલ ડીલેવરી થઈ અને પુત્રપ્રાપ્તિ થઈ. ડીલેવરી બાદ સ્તનનો દુ:ખાવો અને હરસની તકલીફ પણ પૂ. બાપાની કૃપાથી દૂર થઈ.
શ્રી પ્રમિલાબેન આર. મગન; પર્થ (ઓસ્ટ્રેલીયા)થી લખે છે: તેમની ભત્રીજીને માથાનું ઓપરેશન કરવાનું ડૉક્ટરે કહ્યું હતું. ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અમી દ્રષ્ટિથી ભત્રીજીના માથાનું ઓપરેશન સફળ થયું. હવે તેને ઘણું જ સારું છે.
શ્રીમતિ પ્રિતીબેન રૂપારેલ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમને બહુ મોટો ઓર્ડર મળ્યો હતો. પરંતુ તેનું એડવાન્સ નહોતું મળ્યું. તદ્ઉપરાંત, જૂના એકાઉન્ટમાં પણ પૈસા લેણાં નીકળતા હતા. એ ગ્રાહકને ત્યાં જ્યારે જવાનું થયું ત્યારે બધું બરાબર પાર પડી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપની અસીમ કૃપાથી આ બાબતે બધું સમુંનમું પાર ઊતર્યું. તેઓ સંગીતના કલાસમાં પ્રથમવાર પરફોર્મ કરવાના હતા. આ વેળાએ પણ પૂ. બાપાએ પરચો પૂર્યો. પરફોર્મન્સ ખૂબ જ સરસ રીતે થયું. એક વખત તેમના દીકરાને ઘરે આવવામાં ખૂબ જ મોડું થતાં તેઓ ચિંતિત હતા. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તે 10 મીનીટમાં જ ઘરે આવી પહોંચ્યો.
શ્રીમતિ જશુબેન એચ. પટેલ; ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની નાની દીકરીને લગ્નજીવનમાં તકલીફ હોવાથી તેને ડાયવોર્સ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની દીકરીને ડાયવોર્સ મળી ગયા. ત્યાર બાદ થોડા સમયમાં જ તેના પુન:લગ્ન સારી જગ્યાએ થયા. હાલ તે ખૂબ સુખી છે. તેમની બીજી દીકરીને દામ્પત્યજીવનના 10 વર્ષ બાદ પણ સંતાનસુખ ન હતું. આ માટે પણ પૂ.બાપાને કરેલી પ્રાર્થના ફળી. તેના ઘરે પુત્રનું પારણું ઝૂલતું થયું. વધુમાં, પૂ. બાપાની દયાથી તેમના અને તેમના પતિના તેમજ દીકરીઓના મેડીકલ રીપોર્ટ નોર્મલ આવ્યા પૂ. બાપાના આશીર્વાદથી તેઓ બંનેને સીટીઝનશીપ મળી.
શ્રીમતિ મીનાબેન ડી. ગાંધી; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: થોડા વખતથી તેમને બગલમાં નાની ગાંઠ જેવું નીકળ્યું હતું. દુ:ખાવો બિલકુલ નહોતો. કોઈ મોટી બીમારીની શંકાથી ડૉક્ટર પાસે જતા તેણે સોનોગ્રાફી તથા મેમોગ્રાફી કરાવવાનું કહ્યું. બંને ટેસ્ટ કરાવ્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેઓ પૂ. બાપાને દરરોજ આર્તહૃદયે પ્રાર્થના કરતા. પૂ. બાપાની કૃપાથી તેમના બંને રીપોર્ટ નોર્મલ આવ્યા. પૂ. બાપાની કૃપા એટલી વરસે છે કે અહોભાવથી શીશ ઝૂકી જાય છે.
શ્રીમતિ દક્ષાબેન આડતીયા; મીડેક્ષ (યુ.કે)થી લખે છે: તેમના દીકરાને જોબ તો મળતી પણ તેમાં તેને ખાસ ફાવતું ન હતું. થોડો સમય કામ કરતો અને જોબ બદલી નાખતો. તેને મનપસંદ જોબ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાના આશીર્વાદથી તેમના દીકરાને ઘરની નજીકમાં જ મનપસંદ જોબ મળી ગઈ.
શ્રી ચુનીભાઈ વી. પટેલ; કેલીફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની ગાડીની ચાવીઓ ગુમ થઈ ગઈ હતી. ઘરની અને ગેરેજની ચાવીઓ પણ તેની સાથે હતી. આઠ દિવસ સુધી ઘણી તપાસ કરી પણ ચાવીઓ ન મળી. છેવટે, આ બાબતે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તુરત જ તમામ ચાવીઓ મળી આવી. તેમના પેટની તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી. પૂ. બાપાના પાવન ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રીમતિ પન્નાબેન બી. પંડ્યા; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ પતિ - પત્ની બંનેને સીટીઝનશીપ માટેની પરીક્ષા આપવાની હતી. ખૂબ ટેન્શન લાગતું હતું. પાસ થઈ જવાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાના આશીર્વાદથી તેઓ બંને પાસ થઈ ગયા. પૂ. બાપાની કૃપા થકી તેમના બધા જ કાર્યો સિદ્ધ થાય છે.
શ્રી સંજીતભાઈ બી. મદલાણી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમને સંતાનસુખ મળે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. જલારામ બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. તેમના ઘરે પુત્રનો જન્મ થયો. પૂ. બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી રમીલાબેન સોલંકી; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા ઉપરની અખૂટ શ્રદ્ધા થકી તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ છે અને તમામ કાર્યો સફળતાપૂર્વક પાર પડ્યા છે. કોઈ જરૂરી ચીજ - વસ્તુ ખોવાઈ જાય છે ત્યારે પૂ. બાપાના નામ સ્મરણ માત્રથી તે મળી આવે છે. પૂ. બાપા ઉપર શ્રદ્ધા રાખનારા ક્યારેય નિરાશ થતા નથી.
શ્રીમતિ રસીલાબેન પીત્રોડા; રીચમન્ડ (કેનેડા)થી લખે છે: તેમના માતૃશ્રીનું ઓપરેશન તકલીફ વગર થઈ જાય તેમજ ત્યારબાદના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી ઓપરેશન સફળ થયું. તેમની આંખનો દુ:ખાવો પણ પૂ. બાપાએ મટાડ્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના પુત્રને મનપસંદ જોબ મળી. પૂ. બાપાએ તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે અને નાની મોટી મુશ્કેલીઓ દૂર કરી છે.
શ્રી ચીમનભાઈ પટેલ; કોલંબસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના સ્ટોરમાં થોડી ગરબડ ઊભી થઈ હતી. જેથી તેમનો દીકરો ગભરાઈ ગયો હતો. સ્ટોરને તેમજ દીકરાને કશું ન થાય અને બધું સમુનમુ પાર ઊતરે તે માટે તેમણે પૂ. બાપાના શરણે જઈ પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી બધું સમુનમુ પાર પડી ગયું. તેમની મોટી દીકરીને સંતાનસુખ મળે તેવી પ્રાર્થના પણ પૂ. બાપા જરૂર સાંભળશે. પૂ.બાપાને વારંવાર પ્રણામ.
શ્રીમતિ આર. પટેલ; વેલિંગ્ટન (ન્યુઝીલેન્ડ)થી લખે છે: તેમનો દીકરો જે છોકરી સાથે ફરતો હતો તે તેમને પસંદ ન હતું. તેની આ સંગત છૂટી જાય અને બીજી સારી કન્યા સાથે તે લગ્ન કરે તે માટે તેમણે પૂ. જલારામ બાપાને પ્રાર્થના અને પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમના છોકરાએ તે છોકરીને છોડી દીધી અને બાદમાં બીજી સારી કન્યા સાથે તેના લગ્ન થઈ ગયા. તે બંનેને થતી અશાંતિ પણ દૂર થઈ અને બધું બરાબર થઈ ગયું. આ ઉપરાંત, તેમનો માથાનો તથા ગરદનનો દુ:ખાવો પણ પૂ.બાપાએ મટાડ્યો.
શ્રી ઉષાબેન એસ. શાહ; મીડગન (યુ.એસ.એ.)થી લખે છે: તેમની જોબ દરમ્યાન ભૂલથી ખોટો પાર્ટસ નંખાઈ જતા જોબ છૂટી જવાનો ડર હતો. જોબ સલામત રહે તે માટે તેમણે પૂ. બાપાને પાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમની જોબ સલામત રહી. પૂ. બાપાની કૃપાથી તેમની દીકરી ચિ. તેજલનું પણ બધું જ સારું થઈ રહ્યું છે. કૃપા આશિષ વરસાવનારા પૂ. બાપાને વારંવાર વંદન.
શ્રી જયશ્રીબેન સી. પંચમતીયા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના ભાઈની દીકરીના લગ્ન હતા. તે માટે અમુક સામાન બીજા દેશમાંથી મંગાવ્યો હતો. તે કસ્ટમમાં આવી તો ગયો હતો પણ લગ્નનો એક જ દિવસ બાકી હોવા છતાં તે સામાન છૂટતો ન હતો. કસ્ટમ બંધ થવાને એક કલાકની જ વાર હતી ને તેમણે તુરંત જ પૂ. બાપાને યાદ કર્યા, બધો જ સામાન હેમખેમ છૂટી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાના ચમત્કારથી 10 મીનીટમાં જ માલ છૂટી ગયો. ખરેખર, પૂ. બાપા હાજરાહજૂર રહી પરચા પુરે છે.
શ્રી સંજયભાઈ એમ. પટેલ; બોસ્ટન (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપા પરની અપાર શ્રદ્ધાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. કાર્ય સિદ્ધિ અર્થે પૂ. બાપાનું નામ સ્મરણ જ પૂરતું થઈ રહે છે. તેમનાં પત્નીને બીજી પ્રેગનન્સી વખતે બાળક નોર્મલ હોવા અંગે ઘણી જ શંકાકુશંકાઓ રહેતી. પરંતુ પૂ. બાપાના શરણે જવાથી તેને નોર્મલ ડીલેવરી થઈ અને સુંદર, સ્વસ્થ કન્યાનો જન્મ થયો. આ ઉપરાંત, તેમની સ્વતંત્ર માલિકીનું મકાન લેવાની ઈચ્છા પણ પૂ.બાપાએ પૂર્ણ કરી.
શ્રી ઠાકોરભાઈ વી. હરિ; લેનએસીયા (ઈ.આફ્રિકા)થી લખે છે: તેમની પુત્રવધૂને ઓપરેશન કરાવવા તાત્કાલિક ઈન્ડિયા જવું પડ્યું હતું. તેનું ઓપરેશન સફળ થાય અને હેમખેમ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની દયાથી તેમની પુત્રવધૂનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને બાદમાં તે સ્વસ્થ થઈ જતા સહીસલામત ઘરે આવી ગઈ. પૂ. બાપાની દયાથી તેમના જમાઈનું ઓપરેશન પણ સફળ થયું. પૂ.બાપાના પાવન ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રી વિજ્યાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીના દીકરાને શ્વાસની બીમારી હતી. તે જડમૂળથી દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમના દોહિત્રની શ્વાસની બીમારી જડમૂળથી દૂર થઈ ગઈ અને તે તદ્ન સ્વસ્થ થઈ, હસતો-રમતો થઈ ગયો. પૂ. બાપાના ચરણોમાં શત કોટિ પ્રણામ.
શ્રી સુધાબેન એસ. પટેલ; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપાએ તેમના જીવનમાં હાજરાહજુર પરચા પૂર્યા છે. પૂ.બાપાના આશીર્વાદથી તેમના દીકરાના લગ્ન નિર્વિઘ્ને અને આનંદથી પાર પડ્યા તેમજ દીકરીની ડીલેવરી પણ સુખરૂપ પાર પડી. દીકરીની એસીડીટી અને માથાના દર્દની તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી. પૂ. બાપાના કૃપા-આશિષથી તેમના બહેનની દીકરીને સારો જીવનસાથી મળતા તેના લગ્નનો પ્રસંગ પણ આનંદોલ્લાસથી સંપન્ન થયો. પૂ. બાપા અને પૂ. વીરબાઈ માને વારંવાર વંદન.
શ્રીમતિ તારાબેન સી. પટેલ; કોલંબસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમનો નાનો દીકરો ચિ. તુષાર ઈન્ડિયા ગયો હતો. ત્યાંથી પરત આવતી વેળાએ હવામાન ખરાબ હોવાના કારણે પ્લેન મોડું થવાની શક્યતા હતી. તેને કસ્ટમમાં કોઈ તકલીફ ન પડે અને સમયસર તે ઘરે આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમનો દીકરો કોઈપણ તકલીફ વિના સમયસર ઘરે આવી ગયો. તેમના જમાઈને જીભમાં થતો દુ:ખાવો પણ પૂ. બાપાએ મટાડ્યો.
શ્રીમતિ માલતીબેન ડી. વીશા; બ્રેકનેલ (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રની તબિયત સારી રહેતી ન હતી. દવાઓથી કોઈ જ ફેર ન પડતા તેમણે પૂ. બાપાનું સ્મરણ કર્યું ને પુત્રના સારા સ્વાસ્થ્ય માટે પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની અપાર દયાથી તેમના પુત્રની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને ત્રણ અઠવાડિયામાં તો તેને તદ્ન સારું થઈ ગયું. બીજું તેમનું પર્સ તથા બ્રીફકેસ ક્યાંક મુકાઈ ગયા હતા. કબાટ સહિત બધી જગ્યાએ શોધ્યું પણ ક્યાંયથી તે ન મળ્યા. પરંતુ પૂ. બાપાના પરચાની ટેક રાખી ફરીથી કબાટમાં જોયું તો તેમાંથી જ બંને મળી આવ્યા.
શ્રીમતિ કમળાબેન આર. સોઢા; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અટલ શ્રદ્ધા છે. પૂ. બાપાએ તેમને સ્મર્યે સહાય કરી છે. તેમના જમાઈ શ્રી ધીરજલાલની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેઓ ખૂબજ ચિંતિત હતા. પરંતુ પૂ. બાપાનું શરણ લઈ પરચો છપાવવાનો સંકલ્પ કરતા જમાઈની તબિયત બિલકુલ સારી થઈ ગઈ.
શ્રી નયનાબેન મહેતા; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમના માનેલા ભાઈને કેન્સર જેવા અસાદ્ય રોગમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને આર્તહૃદયે પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાએ તેમના ભાઈને કેન્સરમુક્ત કર્યા. પરમ કૃપાળુ પૂ. બાપાને વારંવાર વંદન.
શ્રીમતિ જીજ્ઞાબેન જે. પટેલ; કેન્યા (પૂર્વ આફ્રિકા)થી લખે છે: તેમનાં સાસુમાને શરીરમાં ખૂબજ સોજા સાથે ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાર બાદ તેમને પણ યુરીનમાં તકલીફ થતા ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. આ ઓપરેશન સફળ થાય તેમજ સાસુમાને પણ સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની પરમ કૃપાથી બંનેને હોસ્પિટલની સારવારથી સારું થઈ ગયું.
શ્રી નીરૂબેન ટેલર; લફબરો (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીને માથામાં સતત દુ:ખાવો રહેતો સાથે આંખોમાં પ્રેશર રહેતું હતું. તેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અમીમય નજરથી તેમની દીકરીની શારિરીક તકલીફ દૂર થઈ તેમજ તે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ પણ થઈ ગઈ.
શ્રીમતિ મંજુબેન લાખાણી; નાઈરોબી (કેન્યા)થી લખે છે: તેમનો પુત્ર બંને પૌત્રીઓને લઈ પ્રથમ વાર લંડન ફરવા જવાનો હતો. ડીસેમ્બરમાં લંડનમાં ખૂબ જ ઠંડી પડે અને આ વખતે બરફ વર્ષા થવાથી તેમને ખૂબ ચિંતા હતી, તેઓ ત્રણેય સુખરૂપ ફરીને ઘરે આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ. બાપાની મહેરથી તેઓ આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી ગયા. તેમની ભાણેજવહુને પ્રેગનન્સી દરમ્યાન સાતમે મહિને તબિયત બગડી ગઈ હતી. પૂ.બાપાનો પરચો માનતા ઓપરેશન સફળ થયું અને માતા - બાળક બંનેની તબિયત સારી છે. તેમના જમાઈને લંડનમાં બે મહિનાથી કામ ન હતું. તેઓએ ઓસ્ટ્રેલીયા પણ જોબ માટે અરજી કરી હતી. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી બંને જગ્યાએથી ઓફર આવી. લંડનમાં તેઓને મનપસંદ કામ મળી ગયું.
શ્રી રામનારાયણભાઈ સી. પટેલ; ન્યુજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમની દીકરી ઘણે દૂરથી પોતાના એક વર્ષના પુત્ર સાથે અહીં આવી હતી. પુત્ર અચાનક બીમાર પડતા દવાખાનામાં દાખલ કરવો પડ્યો. તેને તાવ ઉપરાંત બગલમાં પાણીની ગાંઠ હોવાનું નિદાન થતા ઓપરેશન જરૂરી બન્યું. તેને ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. ને ત્યારથી જ તેને ધીમે ધીમે સારું થવા લાગ્યું. બગલની ગાંઠ આપમેળે ઓગળી ગઈ. પૂ. બાપાને શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના અચૂક ફળે છે.
શ્રી શાંતાબેન મહેતા; સ્ટેનમોર (યુ.કે.)થી લખે છે: તેઓ તેમના સંતાનો સાથે ઈન્ડિયા ફરવા ગયા હતા. પ્રવાસ આનંદદાયક રહે અને સૌ સુખરૂપ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અપાર દયાથી તેઓ સૌ આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી ગયા.