
શ્રીમતિ કિરણબેન મોદી; વેલિંગ્ટન (ન્યુઝીલેન્ડ)થી લખે છે: પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માનવાથી તેમની દરેક ઈચ્છા પૂર્ણ થઈ છે. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમની ભાડુતી પ્રોપર્ટીનું કામકાજ કોઈપણ મુશ્કેલી વગર સારી રીતે થઈ ગયું. તેમના દીકરાને સારી સ્કૂલમાં એડમીશન મળ્યું તથા તેમના માથાના વાળ ખરતા બંધ થયા. તેમના પરિવાર ઉપર પૂ. બાપાની કૃપા અવિરત વહેતી રહે છે.
શ્રીમતિ દમયંતીબેન જે. પટેલ; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: તેમનું અને તેમના પતિનું બોડી ચેકઅપ કરાવવાનું હતું. તેમને છાતીમાં દુ:ખાવો થતો હોવાથી રીપોર્ટ અંગે ચિંતા હતી. બંનેના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેઓ બંનેના રીપોર્ટ નોર્મલ આવતા બંને ચિંતામુક્ત થયા. પૂ. બાપાના ચરણોમાં શત્ કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ નર્મદાબેન શાહ; નાઈરોબી (દ. આફ્રિકા)થી લખે છે: તેમની દીકરીની આંખોમાં દ્રષ્ટિની ખામી હતી. જેથી તે સ્પષ્ટ જોઈ શકતી ન હતી. તેની આંખોનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અમી કૃપાથી ઓપરેશન સફળ થયું અને તેમની દીકરીને નવી દ્રષ્ટિ મળી. તેમની તેમજ તેમના જમાઈની શારીરિક તકલીફ પણ પૂ.બાપા મટાડશે તેવી તેમને શ્રદ્ધા છે.
શ્રીમતિ સરલાબેન દાસાણી; નાઈરોબી (દ. આફ્રિકા)થી લખે છે: પૂ.બાપા તેમને દરેક કાર્યમાં સહાય કરે છે. પૂ. બાપાના નામ સ્મરણ માત્રથી મનોકામના પૂર્ણ થાય છે. પૂ. બાપાના આશીર્વાદથી તેમના દીકરાના લગ્ન પંજાબ (ઈન્ડિયા)માં નિર્વિઘ્ને થઈ ગયા. તેમની દીકરીને બીજા પુત્રની પ્રાપ્તિ થઈ, માતા - પુત્ર બંનેની તબિયત પણ સારી છે. આ ઉપરાંત, પૂ. બાપાની દયાથી તેમના વેવાણની આંખનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું.
શ્રીમતિ પૂજાબેન પી. માધવાણી; નાઈરોબી (દ. આફ્રિકા)થી લખે છે: તેમને તેમના દીકરાના અભ્યાસના કાર્ય અંગે લંડન જવાનું હતું. પરંતુ વિઝા મળતા ન હતા. આ બાબતે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખતા તેમને થોડા સમયમાં જ વિઝા મળી ગયા. પરમ કૃપાળુ પૂ. બાપાને ભાવપૂર્વક નમન.
શ્રીમતિ તરૂણાબેન એસ. વોરા; નાઈરોબી (દ. આફ્રિકા)થી લખે છે: તેમની નાની દીકરી ઉપર અચાનક સંકટ આવી પડ્યું હતું. આ સંકટ દુર થાય તે માટે તેમણે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેનું સંકટ દૂર થયું અને બધું સમુંનમું પાર પડ્યું. બીજું, તેમની દીકરી ચિ. છાયાના ઘરમાં સુખ - શાંતિ રહે, તેની તબિયત સારી રહે અને વ્યાપાર - ધંધામાં પણ બરકત રહે તે માટે પૂ. બાપાને પ્રાર્થના કરતા તેને પણ બધી રીતે સારું થઈ ગયું.
શ્રી નિરંજનાબેન ખત્રી; ફીજી (આયલેન્ડ)થી લખે છે: ન્યુઝીલેન્ડથી ફીજી પરત આવતી વેળાએ પ્લેનમાં તેમના સબપ્રવાસીની હેન્ડબેગ તેમની હેન્ડબેગ જેવી જ હતી. એરપોર્ટ પર બંને બેગ બદલાઈ ગઈ. તેમણે એનાઉન્સમેન્ટ પણ કરાવ્યું છતાં બેગ મળી નહિ. વળી તે બેગ એક સંપેતરારૂપે હતી. તે બીજી વ્યક્તિને પહોંચાડવાની હતી, તેથી વધુ ચિંતા હતી. બાદમાં, ઈન્કવાયરી કરતાં જે ભાઈ પાસે તેમની બેગ હતી તેનો કોન્ટેકટ નંબર મળી ગયો ને તુરત જ તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને બેગ મળી જાય તે માટે પરચો માન્યો. ...ને પૂ.બાપાએ ચમત્કાર કર્યો. મંગળવારે સાંજે ખોવાયેલી હેન્ડબેગ શનિવારે સાંજે હેમખેમ પરત મળી આવી. આ ઉપરાંત, હાલમાં આવેલા તોફાનમાં પણ પૂ. બાપાએ તેઓ સૌની રક્ષા કરી.
શ્રીમતિ હંસાબેન તન્ના; હેરો (યુ.કે.)થી લખે છે: તેઓ બાળપણથી જ પૂ.બાપામાં શ્રદ્ધા ધરાવે છે. વિદેશની ધરતી પર પણ પૂ. બાપા તેમની સાથે જ હોય તેવું તેઓ સતત અનુભવે છે. એક વખત તેમની સાચા હીરાની બંગડી ખોવાઈ ગઈ. ઘણું શોધવા છતાં તે ન મળતા તેમણે પૂ. બાપાને અંત:કરણથી યાદ કર્યા અને પરચો માન્યો... ને પૂ. બાપાની કૃપાથી આ કિંમતી બંગડી તુરત જ ઘરમાંથી મળી આવી. તેમની નાની પુત્રવધૂને ચાર વર્ષ પહેલાં પ્રથમ ડીલેવરી વખતે થોડી તકલીફ ઊભી થતા ડોકટરે પણ ગંભીરતા જણાવી હતી. પરંતુ આ વેળાએ પૂ.બાપાને પોકારતા સૌના આશ્્્ચર્ય વચ્ચે તેમના પરિવારમાં આનંદ - કિલ્લોલ વચ્ચે લક્ષ્મીજીનું અવતરણ થયું. માતા - બાળકીને સહેજ તકલીફ ન પડી. પૂ. બાપાની કૃપા દ્રષ્ટિ તેમના પરિવાર ઉપર સદાય રહી છે.
શ્રીમતિ નયનાબેન ચૌહાણ; આસ્ટન, અન્ડર-લેન (યુ.કે.)થી લખે છે: મુસીબતના સમયમાં પૂ. બાપાએ સ્મર્યે સહાય કરી છે અને અનેક પરચા પૂર્યા છે. તેમના દીકરાના લગ્ન આનંદથી થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાના શુભાશિષથી તેમના દીકરાના લગ્ન ધામધુમથી સંપન્ન થયા પૂ. બાપાના ચરણોમાં વારંવાર વંદન.
શ્રી ગુલાબબેન પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના બંને પગમાં ઘૂંટણના ઓપરેશન થયા હતા. તેમાં જમણા પગમાં ખામી રહી ગઈ હતી. પગમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કર્યા ને પરચો માન્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમને પગમાં સારું થઈ ગયું. તેમના ગળાની કંઠી ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં ન મળી. પણ પૂ. બાપાને યાદ કરવાથી કંઠી તુરત જ મળી આવી. આ ઉપરાંત, તેમના દીકરી શ્રી હેમાબહેનને બગલમાં ગાંઠ થઈ હતી. પૂ. બાપાનો પરચો માનવાથી ગાંઠ આપમેળે ઓગળી ગઈ અને તદ્દન સારું થઈ ગયું. હેમાબહેનના નણંદને પણ પેટમાં ગાંઠ હતી. પૂ. બાપાની કૃપાથી તેઓનું ઓપરેશન સફળ થયું અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.
શ્રી તરૂબેન આર. સંઘાણી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના કુટુંબમાં મકાન બાબતનો પ્રશ્ન વર્ષોથી અણઉકેલ હતો. કંઈ સમજ પડતી ન હતી. છેલ્લે કોર્ટમાં કેસ જવાની તૈયારી હતી... ને પૂ. બાપા પરની શ્રદ્ધાએ કૃપા કરી કેસ કોર્ટમાં જતા પહેલાં જ તેમના વકીલે બહારથી જ બધું સમુંનમું પાર પાડી દીધું અને મકાન તેમની પાસે જ રહ્યું. તેમજ સામા પક્ષને કંઈ પણ આપવું ન પડયું. બીજું, કંપની બંધ થવાને કારણે તેમના દીકરા - દીકરીની જોબ જતી રહી હતી. બે વર્ષ સુધી પ્રયત્નો કર્યા પણ ક્યાંય સરખાઈ ન આવી. છેવટે, પૂ. બાપાને પ્રાર્થના કરતા ટુંક સમયમાં જ બંનેને મનપસંદ જોબ મળી ગઈ. ભારતમાં તેમને એક અગત્યનું કાર્ય પાર પાડવાનું હતું પરંતુ તે વિલંબમાં પડ્યું હતું. પૂ. બાપાનું સ્મરણ કરવાથી વિઘ્ન દુર થયું અને તેઓને બે જ દિવસમાં ભારત જવાનું નક્કી થયું. કાર્ય પૂર્ણ કરી તેઓ સુખરૂપ યુ.કે. આવી ગયા.
શ્રીમતિ તરૂબેન પી. પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમને બંને પગમાં તથા માથામાં સખત દુ:ખાવો થતો હતો. આ દર્દ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કર્યા ને પરચો માન્યો. પૂ. બાપાની અમી કૃપાથી તેમના પગની અને માથાની પીડા દૂર થઈ. બીજું, તેમના દીકરાને જોબ મળતી ન હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરતા તેને સારી જોબ મળી ગઈ. પૂ.બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી લીલાબેન ભક્ત; ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની સહેલીનો મેડીકલ રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાની પરમ કૃપા થકી તેમની સહેલીનો મેડીકલ રીપોર્ટ નોર્મલ આવ્યો. પૂ. બાપાએ તેમના નાના - મોટા દરેક કાર્ય સફળ કર્યા છે. દયાના સાગર પૂ. બાપાને વારંવાર વંદન.
શ્રીમતિ પદ્માબેન મહેતા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિના ગોઠણનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણપૂર્વક યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી ઓપરેશન સફળ થયું. ત્યારબાદ ત્રણ મહિના પછી તેઓ વીરપુર પૂ. બાપાના દર્શન પણ કરી આવ્યા તેવી તબિયત સારી રહી. બીજું, તેમના વતનમાં તેમના ઘરે કામ કરતા રસોઈયા બહેનના કુટુંબનો દીકરો ગુમ થયો હતો. તેમને આ વાતની જાણ થતા તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા... ને તે દીકરો વીરપુરમાંથી જ મળી આવ્યો. ખરેખર, પૂ. બાપા હાજરાહજૂર છે.
શ્રીમતિ પન્નાબેન બી. પંડ્યા; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ અમેરીકાની સીટીઝનશીપ મેળવવા માટેના કાર્યાર્થે જઈ રહ્યા હતા. દરમ્યાન ટ્રાફિકમાં ફસાઈ જવાથી સમયસર પહોંચી શકાયું નહિ. તુરત જ તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને કાર્ય નિર્વિઘ્ને પાર પડી જાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અસીમ કૃપા થકી કાર્ય ખૂબ જ સરળતાથી પાર પડી ગયું. ...ને તેમની પૂ. બાપા પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની. તેમના જમાઈની મુશ્કેલી પણ પૂ. બાપાએ દૂર કરી.
શ્રીમતિ પ્રિતીબેન રૂપારેલ; ન્યુજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમના દીકરાને મકાન બદલવાનું હતું. સામાન ફેરવવા માટે ટ્રક આવી ગયો હતો. પણ ટ્રકને પાર્ક કરવા માટેની પોલીસ પરમીશન લેતા તેઓ ભૂલી ગયા હતા. ખૂબ જ મૂંઝવણ વચ્ચે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ...ને તુરત જ પાર્કોની જગ્યામાંથી એક કાર નીકળી અને ત્યાં ટ્રક પાર્ક થઈ જતા મુશ્કેલી દૂર થઈ. ત્યાર બાદ સોફો જુના ઘરમાંથી નીકળતો ન હતો અને નવા ઘરમાં જઈ શકતો ન હતો. આ વેળા પણ પૂ.બાપાને યાદ કરવાથી કામ થઈ ગયું અને નવા ઘરમાં વ્યવસ્થિત સેટ થઈ ગયા. બીજું, તેમની જ્વેલરી ઈન્ડિયાથી એક્સપોર્ટ થઈ યુ.એસ.એ. આવવાની હતી. કસ્મટમને કંઈક વિગતો જોઈતી હતી. હજારો ડોલરનો માલ પરત જાય તેમ હતો. આ સમયે પણ પૂ. બાપા વ્હારે આવ્યા... 3-4 દિવસની મહેનત બાદ માલ કસ્ટમમાંથી છૂટી ગયો. પૂ.બાપાની કૃપાથી તેઓ ઈન્ડિયાથી અમેરીકા સુખરૂપ આવી ગયા, તેમની પુત્રવધૂની ડીલેવરી હેમખેમ પાર પડી. તેમની પૌત્રીને જન્મના એક સપ્તાહ બાદ કમ્મરના ભાગે લાલ ચાટાં પડી ગયા હતા. બળતરાથી તે પિડાતી હતી. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેને પણ સારું થઈ ગયું. તેમના પતિની ઘુંટણની પીડા પણ પૂ. બાપાએ મટાડી. આ બધા જ પરચા તેમની પુત્રવધૂ અને પુત્રએ પણ માન્યા હતા.
શ્રી હસ્મિતાબેન દેવજીભાઈ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ બાપા ઉપર તેમને અતૂટ શ્રદ્ધા છે. જીવનમાં આવેલી નાની - મોટી અનેક મુશ્કેલીમાંથી પૂ. બાપાએ તેમને પાર ઉતાર્યા છે. તેમના ઘર બાબતે આવેલ મોટી વ્યાધિ પણ પૂ. બાપાએ દૂર કરી અને લાજ રાખી. બીજું, તેમની બહેનને કેન્સરનું ઓપરેશન થયા બાદ રીપોર્ટ માટે પ્રથમ વાર ડૉક્ટર પાસે ગયા. તેને કીમોથેરેપીની સારવાર ન લેવી પડે અને રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો હતો. પૂ.બાપાની દયાથી તેમની બહેનનો રીપોર્ટ નોર્મલ આવ્યો. સમયાંતરે તેમની નાણાંભીડ દૂર થશે અને પુત્રનું સ્વાસ્થ્ય પણ સારું થઈ જશે તેવી પૂ. બાપા પરની તેમની આસ્થા અટલ છે.
શ્રી મંજુલાબેન જી. પંડ્યા; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના મોટા પુત્રને આંખમાં તકલીફ હોવાથી સૌ ચિંતિત હતા. ઓપરેશન આંખની અંદરથી કરવાનું હતું. તેમજ ગંભીર હતું. ડૉક્ટરે આંખ સારી થતા લાંબો સમય લાગશે તેમજ કદાચ સારી ન પણ થાય તેવું જણાવ્યું હતું. પરંતુ આ બાબતે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માનવાથી ચમત્કાર સજાર્યો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી ઓપરેશન બહારથી જ થઈ ગયું. ડૉક્ટરને પણ આશ્્્ચર્ય થયું. થોડીવારમાં તેઓ પુત્ર સાથે ઘરે પણ આવી ગયા. આ ઉપરાંત, પૂ. બાપાનો પરચો માનવાથી તેઓ ઈન્ડિયાથી લંડન સુખરૂપ આવી ગયા. તેમજ ત્યાંથી લાવવામાં આવેલું પવિત્ર જળ પણ નિર્વિઘ્ને ડેમેજ વિના લંડન આવી ગયું.
શ્રીમતિ પદ્માબેન ખત્રી; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં ડગલે ને પગલે પરચા પૂર્યા છે. તેમના પતિની કિંમતી ઘડિયાળ ખોવાઈ ગઈ હતી. તેમજ તેમના કલાયંટની ચાવી અને ઘરની ચાવી પણ મળતી ન હતી. પણ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી બધી જ વસ્તુઓ મળી આવી. તેમની પુત્રીને માથામાં ઈજા થઈ હતી. પૂ.બાપાની દયાથી તેને પણ સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેમના ભાઈની દીકરીને જોબ મળી ગઈ. તેમજ તેમની પુત્રીને પણ પાર્ટ ટાઈમ જોબ મળી છે. ભવિષ્યમાં તેને પણ સારી જોબ મળશે તેવી તેમને પૂ. બાપા ઉપર શ્રદ્ધા છે. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ ઈન્દુબેન એસ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રની તબિયત સારી રહેતી ન હતી. ડૉક્ટરે પ્રાથમિક નિદાનમાં કેન્સરની શરૂઆત જણાવતા તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પુત્રને કોઈ મોટી બીમારી ન હોય તે માટે પરચો માન્યો. ત્યાર બાદ ફરી ચેકઅપ કરાવતા આવી કોઈ બીમારી ન હોવાનું નિદાન થયું અને તેની તબિયત પણ સારી થઈ ગઈ. તેમના જમાઈની નાદુરસ્ત તબિયત પણ પૂ. બાપાની કૃપાથી સારી થઈ ગઈ. તેમને પગની પીડાને કારણે ચાલવામાં તકલીફ પડતી હતી, પરંતુ પૂ.બાપાને યાદ કરવાથી હવે બરાબર ચાલી શકાય છે. વધુમાં તેમની દોહિત્રીને યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવા છતાં ઓક્ષ્ફર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એડમીશન મળતું નથી. આ કાર્ય પણ સફળ થશે તેવી તેમને પૂ. બાપા ઉપર આશા છે.
શ્રી પ્રફુલાબેન ગાથા; ટાન્ઝાનીયા (પૂર્વ આફ્રિકા)થી લખે છે: તેઓએ ઓસ્ટ્રેલિયાના વિઝા માટે અપીલ કરી હતી. પૂ. બાપાની પરમ કૃપાથી તેમને અને તેમના પતિને ત્રણ વર્ષ માટે એક સાથે વિઝા મળી ગયા. તેઓ આફ્રિકાથી ઈન્ડિયા એકલા જવાના હતા. પરંતુ પૂ.બાપાની દયાથી તેમની સહેલીનો સથવારો મળી જતા તેઓ સુખરૂપ ઈન્ડિયા પહોંચી ગયા. આ ઉપરાંત, ઈન્ડિયાથી ઓસ્ટ્રેલીયા જતી વેળાએ તેમની ભાણેજ વહુ સાથે મળી જતા ત્યાં પણ સુખરૂપ પહોંચી ગયા. તેઓ મુંબઈ હતા ત્યારે ટીકીટ લેતી વેળાએ રૂા. પસાચ હજાર ઓછા હતા. પણ પૂ. બાપાનો પરચો માનવાથી ફરી ઘરે જઈ તપાસ કરતા ઘરમાંથી જ પૈસા મળી આવ્યા. તેમના પતિ શ્રી બીમલભાઈની જોબ પરની મુશ્કેલી પૂ. બાપાએ દૂર કરી. તેમની પુત્રી ચિ. પરિતાને તાવ ઊતરતો ન હતો. પરંતુ પૂ. બાપાનું શરણું લેતા તેને તદ્દન સારું થઈ ગયું. આ પરચો શ્રી બીમલભાઈએ માન્યો હતો.
શ્રીમતિ તારાબેન સી. પટેલ; કોલંબસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના દીકરાને પાંચ વર્ષની દીકરી છે. પુત્રવધુને ફરી સારા દિવસો રહેતા તેને પુત્રરત્નની પ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા હતા. પૂ.બાપાની કૃપાથી તેને પુત્ર પ્રાપ્તિ થઈ. પૂ.બાપાએ તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરી છે. બીજું તેમની ભાણી ખુરશી પરથી પડી જવાથી તેને માથામાં તથા છાતીમાં દુ:ખાવો થતો હતો. પૂ. બાપાના પરચાના પ્રતાપે તેનો રીપોર્ટ નોર્મલ આવ્યો.
શ્રી વસુબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને ઘણાં સમયથી પૂંઠમાં દુ:ખાવો રહેતો હતો. અનેક ઉપચારો કરવા છતાં કોઈ જ ફેર પડતો ન હતો. આથી તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમને દર્દમાં રાહત થઈ ગઈ. વધુમાં તેમના ઘરેણાંની નાની પોટલી ક્યાંક મુકાઈ જવાથી મળતી ન હતી. પરંતુ પૂ. બાપાના નામ - સ્મરણ માત્રથી તે મળી આવી.
શ્રી પુષ્પાબેન શાહ; વેમ્બલી (યુ.કે.)થી લખે છે: તેઓ ઈન્ડિયા હેમખેમ પહોંચી જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની પરમ કૃપાથી તેઓ કોઈ પણ તકલીફ વિના સુખરૂપ ઈન્ડિયા પહોંચી ગયા. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેમનો ભત્રીજો પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. પૂ. બાપાના પાવન ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ હસુમતિબેન કટારીયા; ઓન્ટારીયો (કેનેડા)થી લખે છે: તેમને તેમજ તેમના પરિવારજનોને પૂ. બાપા ઉપર અખૂટ શ્રદ્ધા છે. પૂ. બાપાના પરચા ફળ્યા હોય તેવા અનેક પ્રસંગો છે. પરિવારજનોની નાની - મોટી બીમારીમાં પૂ. બાપાનું સ્મરણ કરવાથી તુરત જ સારું થઈ જાય છે. તેમની પુત્રવધુએ પોતાનું અગત્યનું કાર્ય પાર પડે તે માટે પૂ.બાપાનો પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેનું કાર્ય સફળ થયું. બીજું, પૂ. બાપાની કૃપાથી તેમની પુત્રવધૂ અને પૌત્ર વતનમાં સુખરૂપ ફરીને અહીં આવી ગયા.
શ્રી ડી. પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના ધંધામાં ટેક્સ બાબતે ઝીણવટભરી તપાસ આવી હતી. બધું સમુંનમું પાર ઊતરે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અપાર દયાથી આ બાબતે બધું સમુંનમું પાર પડી ગયું. પૂ.બાપાના ચરણોમાં ભાવભર્યા વંદન.
શ્રી નરેન્દ્રભાઈ એસ. પંચાલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના ડ્રાઈવીંગ લાયસન્સનું કાર્ય સરળતાથી પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમને ડ્રાઈવીંગ લાયસન્સ મળી ગયું તેમજ મનપસંદ કાર પણ મળી ગઈ. તેમની દરેક ઈચ્છા અને દરેક કાર્ય પૂ. બાપા જ પૂર્ણ કરે છે. તેમના સ્વજન શ્રી અનીતાબહેનને અને તેના ભાઈને પૂ. બાપાના આશીર્વાદ થકી જ નોકરી મળી. તેના માતૃશ્રીનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું. પરંતુ પૂ.બાપાનો પરચો માનવાથી થોડા જ દિવસોમાં તેઓને સારું થઈ ગયું.
શ્રીમતિ કાશીબેન એલ. પટેલ; વેસ્ટ મીડલેન્ડસ (યુ.કે.)થી લખે છે: તેમની બે દીકરીઓના સગપણ બાબતે તેઓ ખુબ જ ચિંતિત હતા. આ શુભ કાર્ય યોગ્ય સમયમાં પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને હ્રદયપૂર્વક પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ. બાપાના શુભાશિષથી બંને દીકરીઓના સગાઈ - લગ્ન થઈ ગયા અને બંને સુખી છે. સંત શિરોમણી પૂ. બાપાને વારંવાર વંદન.
શ્રી નીરૂબેન ચૌહાણ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: ઈન્ડિયાથી પરત આવવાના આગલા દિવસે તેઓ બીમાર પડી ગયા હતા. તેથી સુખરૂપ યુ.કે. પહોંચી જવાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાએ તેમની અરજ સાંભળી. તેઓ સુખરૂપ યુ.કે. આવી ગયા અને તબિયત પણ સારી થઈ ગઈ. તેમને બીજો જે ભય હતો, તેવું કંઈ પણ ન થયું. પૂ. બાપાને આદર સાથે કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ સરસ્વતીબેન આર.; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના બંને પુત્રો યુનિવર્સીટીમાં સારા ગ્રેડ સાથે ડીગ્રી મેળવે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના આશીર્વાદથી તેમના બંને પુત્રો ડીગ્રી મેળવી જોબ પર લાગી ગયા. બીજું, બે મહિના પહેલાના તેમના એક્સ-રે રીપોર્ટમાં ડૉક્ટરે કેન્સરની શક્યતા દર્શાવી હતી. ફરી રીપોર્ટ કરાવતી વખતે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા ને પૂ. બાપાની દયાથી તેમનો બીજો રીપોર્ટ નોર્મલ આવ્યો.
શ્રી નયનાબેન એ. હિરાણી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમને ગોઠણમાં અસહ્ય દુ:ખાવો થતો હતો. સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમના ગોઠણનું દર્દ દૂર થયું. પૂ. બાપાએ તેમના નાના - મોટા અનેક કાર્યો પાર પાડ્યા છે. તેમજ મનોકામનાઓ પૂર્ણ કરી છે.
શ્રી કમલેશભાઈ સુરતી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેઓ જોબ પરના ઈન્ટરવ્યૂમાં પાસ થઈ જાય ત માટે તેમણે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની મહેરથી તેઓ ઈન્ટરવ્યૂમાં સફળ થયા. શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના પૂ.બાપા જરૂર સાંભળે છે.
શ્રીમતિ ઈલાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના ઘરની ચાવી ઘરમાં જ રહી ગઈ અને દરવાજો લોક થઈ ગયો. આ મુશ્કેલીમાંથી બહાર આવવા તેમણે પૂ.બાપાને અરજ કરતા બધું સમુંનમું પાર પડ્યું. બીજું, તેમના પુત્રએ નવું મકાન ખરીદયું હતું, તેનું કામકાજ પણ પૂ. બાપાની કૃપાથી સરળ રીતે પાર પડી ગયું. પૂ. બાપા નામ-સ્મરણ માત્રથી સહાય કરવા દોડી આવે છે.
શ્રી જીતેન્દ્રભાઈ ઝવેરી; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપા ઉપરની અખૂટ શ્રદ્ધા થકી તેમના બધા જ કાર્યો પાર પડ્યા છે. તેમના સ્ટોરમાં લેબર ડીપોર્ટમેન્ટમાં એક પ્રશ્ન હતો. પરંતુ આ બાબતે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કરતા આ કાર્ય સારી રીતે પાર પડી ગયું. પૂ.બાપાના ચરણોમાં ભાવભર્યા પ્રણામ.
શ્રીમતિ લાભુબેન લોઢિયા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેઓ દેશમાં ગયા હતા. ત્યારે તેમના ભાઈના દીકરાને હાર્ટએટેક આવ્યો હતો. તેમજ તેમની પુત્રવધૂ પડી ગઈ હતી. બંનેના સારા સ્વાસ્થ્ય માટે પૂ.બાપાને વિનંતી કરી પરચો માન્યો. પૂ.બાપાની અમીમય નજરથી બંનેને સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ. બાપાના કૃપા આશિષથી તેમની દોહિત્રીને જોબ મળી ગઈ.
શ્રીમતિ કાંતાબેન કાનાબાર; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિને શારીરિક તકલીફ થઈ હતી. જેના નિવારણ માટે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી યોગ્ય માર્ગ સૂઝતા તેઓની તકલીફનું નિવારણ થઈ ગયું. પૂ. બાપા ઉપર વિશ્વાસ રાખવાથી તેમના દરેક કામ પાર પડે છે અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
શ્રી કમલેશભાઈ પટેલ; ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની ભાણીને પ્રેગનન્સી સમયે તકલીફ હોવાથી ડૉક્ટરે બેડરેસ્ટની સલાહ આપતા કુટુંબમાં સૌ ચિંતિત હતા. તેની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમની ભાણીની ડીલેવરી હેમખેમ પાર પડી. બીજું, તેમનો પુત્ર ધો. 12ની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થાય તે માટે પૂ. બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.
શ્રીમતિ લલિતાબેન વી. નથવાણી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમની પૌત્રીને વીરપુર પૂ.બાપાને પગે લગાડવાની ઈચ્છા હતી. જે પૂ. બાપાની દયાથી પૂર્ણ થઈ. તેમજ પૂ.બાપાનો પરચો માનવાથી તેમના અન્ય સંતાનો ચિ. મીશાલ અને ચિ. સાહિલને સારી યુનિવર્સીટીમાં એડમીશન મળી ગયું. પૂ. બાપાની કૃપાદ્રષ્ટિ તેમના પરિવાર ઉપર સદાય રહી છે.
શ્રી નિર્મળાબેન વી. લાખાણી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: દેશમાંથી આવ્યા બાદ તેમને ડાયેરીયા થઈ ગયા હતા. એક દિવસ યુરીનમાં લોહી પણ પડ્યું. તેથી તેઓ ડરી ગયા. તુરત જ તેમણે પૂ. બાપાને સ્મર્યા અને તબિયત સારી થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમને થોડા જ દિવસોમાં તદ્દન સારું થઈ ગયું. તેમના દાદીમાની નાદુરસ્ત તબિયત પણ સારી થઈ ગઈ. તેમના ખાતાના કાર્ડ તથા દાગીનાની ચાવી ક્યાંક મુકાઈ જતા મળતા ન હતા. પરંતુ પૂ. બાપાને યાદ કરવાથી બધી જ વસ્તુઓ તુરત જ મળી આવી. તેમનું એક અગત્યનું કાર્ય પણ પૂ. બાપાએ પાર પાડ્યું.
શ્રીમતિ વિનોદબેન રાડીયા; નાઈરોબી (કેન્યા)થી લખે છે: તેમના દીકરાઓ સંયુક્ત ધંધામાં હતા. તેઓ પોતાનો સ્વતંત્ર ધંધો કરે તેવી તેમની ઈચ્છા હતી. આ બાબતે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખતા બધું જ કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું. બીજું, તેમની દીકરીને શારીરિક પીડા થતી હતી. પરંતુ પૂ. બાપાના પરચાના પ્રતાપે તેને ઘણી રાહત થઈ ગઈ અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા.
શ્રીમતિ પ્રવિણાબેન બી. પટેલ; ગ્રીનફર્ડ (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીને પગમાં મોટી તકલીફ થઈ હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ. બાપાની અપાર દયાથી તેમની દીકરીને પગમાં ઘણું સારું થઈ ગયું. તેમના જમાઈને જીભમાં ફોલ્લો થયો હતો. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેનું ઓપરેશન પણ સફળ થયું અને સારું થઈ ગયું. પૂ.બાપાના પુનિત ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રીમતિ જયાબેન એમ. મકવાણા; મીડેક્ષ (યુ.કે)થી લખે છે: તેમના પતિને હાર્ટમાં પેસમેકર બેસાડ્યું હતું, તે બદલવાનું હતું. પેસમેકર બરાબર ચેન્જ થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ. બાપાની અમીકૃપાથી પેસમેકર બરાબર ચેન્જ થઈ ગયું. તેમના ગોઠણનો દુ:ખાવો પણ પૂ. બાપાએ મટાડ્યો તેમજ તેમની પૌત્રીને તાવની બીમારીમાંથી સારું થઈ ગયું. તેમના વર્કશોપમાં ચેકીંગ આવવાનું હતું. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તે કાર્ય પણ યોગ્ય રીતે પાર પડી ગયું. તેમની ત્રણેય દીકરીઓ વચ્ચે થયેલી ગેરસમજ પણ પૂ. બાપાએ દૂર કરી.
શ્રીમતિ મંજુલાબેન ટી. પટેલ; લાફબરો (યુ.કે.)થી લખે છે: તેઓ પતિ - પત્ની બંને પાસે જોબ ન હતી. બંનેને નોકરી મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સ્વીકારી. તેઓ બંનેને નોકરી મળી ગઈ. પૂ.બાપાના શુભાશિષથી તેમના ઘરમાં સુખ - શાંતિ છે.
શ્રીમતિ ચંચળબેન જે. મીસ્ત્રી; લાફબરો (યુ.કે.)થી લખે છે: તેમના બંને દીકરાઓ અને તેઓ ફરવા ગયા હતા. સૌ આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અસીમ કૃપાથી તેઓ સો આનંદથી ફરીને કોઈપણ તકલીફ વગર ઘરે આવી ગયા. ત્યાર બાદ નાની - મોટી અનેક મુશ્કેલીઓ આવી, પણ પૂ.બાપાના નામસ્મરણ માત્રથી દૂર થઈ ગઈ. તેમના પગની તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી. પૂ. બાપાના પાવન ચરણોમાં હ્રદયપૂર્વક નમન.
શ્રીમતિ પુષ્પાબેન પટેલ; ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ)થી લખે છે: તેમના દીકરાને સારી જોબ મળે તેમજ એક અગત્યનું કાર્ય સફળ થાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના દીકરાને સારી જોબ મળી ગઈ તેમજ અગત્યનું કાર્ય પણ સફળતાપૂર્વક પાર પડ્યુ. કૃપાસિંધુ પૂ.બાપાના ચરણોમાં વારંવાર વંદન.
શ્રીમતિ લલિતાબેન પી. રાયચુરા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો પુત્ર સહપરિવાર દેશમાં ફરવા ગયો હતો. તેઓ સૌ આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાની અપાર કૃપા થકી તેઓ સૌ આનંદથી ફરીને હેમખેમ લંડન આવી ગયા. રસ્તામાં કોઈને ક્યાંય તકલીફ ન પડી. નામસ્મરણ માત્રથી સહાયરૂપ બનનારા પૂ. બાપાને લાખ લાખ પ્રણામ.
શ્રી જયશ્રીબેન ટેલર; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો પુત્ર જી.સી.ઈ.ની પરીક્ષામાં સારા ગ્રેડ સાથે ઉત્તીર્ણ થાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના શુભાશિષથી તેમનો પુત્ર પરીક્ષામાં સારા ગ્રેડ મેળવી ઉત્તીર્ણ થયો. આ ઉપરાંત, પૂ. બાપાના કૃપા આશિષથી તેમના દીકરી - જમાઈ નવું મકાન ખરીદી શક્યા.
શ્રી મગનભાઈ રૂઘાણી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને પેટમાં તકલીફ થવાથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે દરમ્યાન તેમણે પૂ. બાપાને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરી અને પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાએ તેમની અરજ સ્વીકારી. અનેક રીપોર્ટ અને યોગ્ય સારવાર બાદ તેમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. પૂ. બાપાનાં ચરણોમાં કોટિ કોટિ વંદન.