Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (International) – June – 2010    << Back to Archive Home

શ્રી ધર્મિષ્ઠાબેન પટેલ; લંડન (યુ.કે)થી લખે છે: તેમનું બોઈલર કામ કરતું ન હતું. તેથી ગરમ પાણી મેળવવામાં મુશ્કેલી સજાર્ઈ. શની-રવિના દિવસો એટલે કારીગર પણ મળે નહીં. આવા સમયે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને આ બાબતે પરચો માન્યો. ને તુરત જ પડોશમાંથી એક યુરોપિયન સજ્જન આવ્યા અને તેમનું બોઈલર વગર પૈસે રીપેર કરી આપ્યું. પૂ.બાપાની કૃપાથી જ આ શક્ય બન્યું.

શ્રી રંજનબેન લક્ષ્મણ; જર્મનીથી લખે છે: તેઓ એક મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. તેમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય ન સૂઝતા, તેમણે પૂ.બાપાનું શરણું લીધું અને મુશ્કેલી દૂર થાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાએ તેમની મુશ્કેલી દૂર કરી ચિંતામુક્ત કર્યા. દયાના સાગર એવા પૂ. જલારામ બાપાના ચરણોમાં વંદન.

શ્રી સુશીલાબેન ડી. ટેલર; બોલ્ટન (યુ.કે)થી લખે છે: ઈન્ડિયા ફરવા ગયા ત્યારે તેમની તબિયત બગડી જતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ચાલવામાં પણ તકલીફ પડતી હતી. સારા સ્વાસ્થયની પ્રાપ્તિ માટે તેમણે પૂ.બાપાને શ્રધ્ધાપૂર્વક પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અમીમય નજરથી તેમની તબિયત સારી થઈ ગઈ. તેમના પુત્રનું સ્વાસ્થય પણ નાદૂરસ્ત રહેતું હતું તેમજ પૌત્રીને હાથમાં ડાઘ થયો હતો. પૂ.બાપાના પરચાના પ્રતાપે બંનેને સારું થઈ ગયું.

શ્રી તુષારભાઈ ઝેડ. પટેલ; ન્યુજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમના સાસુમા બે વર્ષથી જોબની શોધમાં હતા પણ નિષ્ફળતા જ મળતી. તેઓને જોબ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો હોય તેમ તેજ દિવસે તેમના સાસુમાને કોન્ટ્રાક્ટ જોબ મળી ગઈ. બીજુ તેમને સર્જરી બાદ દવાના રીએક્શનને કારણે કબજિયાતની તકલીફ ઉભી થઈ. પરંતુ પૂ.બાપાની દયાથી તેમને રાહત થઈ ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપા થકી ઈન્ડિયામાં તેમના માતુશ્રીનું ઓપરેશન સફળ થયું અને તબિયત પણ સુધારા પર આવી ગઈ.

શ્રી ચંપાબેન; લંડન (યુ.કે)થી લખે છે: તેઓ દેશમાં ફરવા ગયા હતા ત્યાં ઘરની ચાવી ગુમ થઈ જવાથી ખૂબ જ ચિંતા થઈ. ઘરમાં ઘણું શોધ્યું પણ ચાવી ન મળી. છેવટે, તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. ત્યાર બાદ એક બેગમાંથી ચાવી મળી આવી. પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે.

શ્રી જયાબેન મોરઝરીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રને પગમાં ખૂબ જ સોજા ચઢતા હતા. તેમને પણ પગમાં અસહ્ય પીડા થતી હતી. માતા-પુત્ર બંનેને પગમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાએ તેઓ માતા-પૂત્ર બંનેની પગની તકલીફ દૂર કરી. પૂ.બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રીમતી શોભનાબેન પંચમતીયા; લંડન (યુ.કે)થી લખે છે: તેમની પૌત્રી રાત્રે પૂરતી ઊંઘ લેતી નહોતી. તે રાત્રે નિરાંતે-શાંતિથી સૂતી રહે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમની પૌત્રી રાત્રે શાંતીથી સૂતી રહે છે. તેઓ એક મોટી મુશ્કેલીમાં અટવાયા હતા પરંતુ પૂ. બાપાએ તેમની મુશ્કેલી દૂર કરી. દયાના સાગર પૂ. બાપાના ચરણોમાં ભાવપૂર્વક નમન.

શ્રી ભાનુબેન ડી. રાઠોડ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના મકાનનું બાંધકામ અટક્યું હતું. ભર શીયાળે કામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટર ઈન્ડિયા જતા રહ્યા. કામ ક્યારે પૂરું થશે તેની ચિંતા સતાવતી હતી. એવામાં અચાનક પૂ.બાપા યાદ આવ્યા અને મકાનનું કામ જલ્દીથી પૂર્ણ થાય તે માટે પરચો માન્યો ને પૂ. બાપાની કૃપા થઈ. કોન્ટ્રાક્ટરનો સામેથી જ ફોન આવ્યો અને ત્રણ અઠવાડિયામાં કામ પૂરું થઈ ગયું. બીજું, તેમના સંબંધીનો દારેસલામમાં બિલ્ડીંગ બાંધવા અંગેનો કેસ ચાલતો હતો તે ત્રણ વર્ષથી ઢીલમાં પડ્યો હતો. આ માટે પણ પૂ.બાપાનો પરચો માનતા તેઓ કેસ જીતી ગયા. વધુમાં, આ પરચા છપાવવા માટે 'જલારામ જ્યોત'નું એડ્રેસ ખોવાઈ ગયું હતું. પૂ.બાપા તેમના મનની વાત જાણી ગયા અને એક સત્સંગી બહેને આ બુક તેમને સામેથી આપતા તેઓ એડ્રેસ લઈ શક્યા.

શ્રી ઠાકોરલાલ દુર્લભભાઈ; સીડની (ઓસ્ટ્રેલિયા)થી લખે છે: અનેક પ્રયત્નો કરવા છતાં તેમની પૌત્રીને જોબ મળતી ન હતી. આ કાર્યમાં સફળતા મળે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની પૌત્રીને જોબ મળી ગઈ. તેમની તબિયત નરમગરમ રહેતી હતી. પરંતુ પૂ.બાપાને પ્રાર્થવાથી તેમને સારું થઈ ગયું અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. તેમના સ્નેહી શ્રી ધનુબહેનને નાદુરસ્ત તબિયતના કારણે બે વખત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પૂ.બાપાને અરજ કરવાથી તેની તબીયત પણ સારી થઈ ગઈ.

શ્રી જસોદાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર તેમને અતૂટ શ્રધ્ધા છે. કાર્ય સિધ્ધિ અર્થે પૂ.બાપાનું નામ સ્મરણ જ ઘણું થઈ રહે છે. તેમના જીવનમાં આવેલી દરેક મુશ્કેલીમાં પૂ.બાપા સહાયરૂપ બન્યા છે. તેમના પરીવારમાં કોઈને નાની-મોટી બીમારી હોય કે ક્યારેક જોબનો પ્રશ્ન હોય પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માનવાથી બધું સમુંનમું પાર ઊતરે છે. પૂ. બાપાના ચરણોમાં વારંવાર વંદન.

શ્રી રંજનબેન સી. મોદી; ન્યુજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ અન્ય દેશમાં ફરવા ગયા હતા. ત્યાંનો પ્રવાસ સુખરૂપ પૂર્ણ થાય અને સૌની તબિયત સારી રહે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની અપાર કૃપા થકી તેઓ કોઈપણ તકલીફ વિના સુખરૂપ ફરીને ઘરે આવી ગયા. પ્રવાસ દરમ્યાન સૌનું સ્વાસ્થય પણ સારું રહ્યું.

શ્રીમતી કલાબેન એન. પટેલ; કેલીફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: ઈન્ડિયાથી અહીં આવેલા તેમના જમાઈને જોબ મળતી ન હતી. તેમજ ઈન્ડિયામાં રહેતા તેમના પુત્રની જોબ છૂટી ગઈ હતી. બંનેને સારી જોબ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી બંનેને સારી જોબ મળી ગઈ. તેઓ દીકરીના લગ્ન માટે ઈન્ડિયા ગયા હતા. પૂ.બાપાના આશીર્વાદથી તેને મનપસંદ જીવનસાથી મળ્યો અને લગ્ન પણ આનંદોલ્લાસથી થઈ ગયા.

શ્રી રક્ષાબેન પટ્ટણી; મીડલસેક્સ (યુ.કે)થી લખે છે: તેમને કોઈ સાથે અણબનાવ થયો હતો. તે દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની અપાર કૃપાથી અણબનાવ દૂર થયો. પ્રાત:સ્મરણીય પૂ. જલારામ બાપાને વારંવાર વંદન.

શ્રીમતી ઈન્દુમતીબેન એન. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: અમેરિકા સ્થિત તેમની પુત્રવધૂ બીમાર રહેતી હતી. ડોક્ટરને કોઈ મોટી બીમારીની શંકા હોવાથી લોહીનો રીપોર્ટ કરાવવાનું કહ્યું. પુત્રવધૂના લોહીનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી રીપોર્ટ નાર્મલ આવ્યો અને તેની મોટી બીમારીની શંકા દૂર થઈ.

શ્રી નીરૂબેન ભક્ત; એરીઝોન (યુ.એસ.એ.)થી લખે છે: થોડા સમય પહેલા ડોક્ટરે તેમના પતિને ઓપરેશન કરાવવા જણાવ્યું હતું. આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી ઓપરેશન સફળ થયું અને હવે તેમના પતિ સર્વ રીતે કુશળ છે. તેમના સ્વજન શ્રી નટુભાઈના એક મિત્રના સંતાનના જીવનમાં એકાએક તકલીફ આવવાથી મિત્ર પરિવારની સ્થિતી કફોડી થઈ ગઈ હતી. આ સ્થિતીમાંથી મિત્રનો પરિવાર બહાર આવી જાય અને તેનો પુત્ર પણ સામાન્ય જીવન જીવતો થાય તે માટે તેમણે પૂ.બાપાને આર્તહૃદયે પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ. બાપાના કૃપા આશિષથી એ મિત્રનો પરિવાર સામાન્ય જીવન જીવતો થઈ ગયો છે.

શ્રી ભારતીબેન; સીંગાટોકા (ફીજી)થી લખે છે: તેમની દીકરીનું સગપણ સારી જગ્યાએ થાય તે માટે તેમણે તેમજ તેમની દીકરીએ (પોતા માટે) પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાના શુભાશીષથી તેમની દીકરીનું સગપણ સારા પરિવારમાં થયું. બીજું તેમના સ્નેહી એક ભાઈને આંખની તકલીફ હતી અને તેમના પોતાના પૌત્રની તબિયત નાદુરસ્ત રહેતી હતી. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે બંનેને સારું થઈ ગયું.

શ્રી ભારતીબેન પટેલ; એરીઝોના (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ ઈન્ડિયા ન્યૂયોર્કથી જવાના હતા. એરીઝોનાથી બેઠા ત્યારે પ્લેનમાં હેન્ડબેગ મૂકવાની જગ્યા ન રહેવાથી તેમની પાસેથી બેગ લઈ લેવામાં આવી અને કહેવામાં આવ્યું કે ન્યૂયોર્ક ઊતરશો ત્યારે મળી જશે. પણ પ્લેન ઊપડી ગયા પછી એમ કહેવામાં આવ્યું કે સીધી મુંબઈ જ મળશે. આ વાત સાંભળી તેઓ ગભરાઈ ગયા. કારણ કે તેમના પાસપોર્ટ, પ્લેનની ટીકીટ, કિંમતી ઘરેણાં વગેરે એ જ બેગમાં હતું. પાસપોર્ટ-ટીકીટ વગર એર ઈન્ડિયાના કાઉન્ટર ઊપર જવું શી રીતે? તેઓ 'જલારામ જ્યોત' નિયમિત વાંચતા. તેથી આ સમયે પૂ. જલારામ બાપા યાદ આવ્યા. બેગ સહીસલામત મળી જાય તે માટે તેમણે સાચા દિલથી પ્રાર્થના કરી અને પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી બેગ તેમને હેમખેમ મળી ગઈ. તેમાં બધી જ ચીજો સહીસલામત હતી. જીવનમાં પૂ.બાપાના પરચાના આ પ્રથમ અનુભવથી તેઓ ગદ્ગદિત થઈ ગયા. ત્યાર પછી બીજો પરચો પણ મળ્યો. તેમના નજીકના સબંધી ખોટી રીતે કોર્ટ કેસમાં ફસાયા હતા. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેમના સબંધી નિર્દોષ છૂટી ગયા.

શ્રી રમેશભાઈ એન. પટેલ; કેનેડાથી લખે છે: કેનેડા સ્થિત તેમની પુત્રીના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, તેનું દામ્પત્ય જીવન તૂટવાને આરે હતું. આ વાતની જાણ થતા તેમણે તુરત જ પૂ.બાપાને પ્રાર્થ્યા અને પુત્રીના જીવનની સમસ્યાનું નિરાકરણ થાય અને બંને વચ્ચે સમાધાન થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. તેમની પુત્રીનું વૈવાહિક જીવન પાટા ઉપર ચઢી ગયું.

શ્રી ભોજાભાઈ આર. ઓડેદ્રા; લીડ્ઝ (યુ.કે.)થી લખે છે: તેઓ સહપરિવાર વતનમાં ફરવા તથા ધાર્મિક કાર્યાર્થે ગયા હતા. સૌ આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની અપાર કૃપાથી તેઓ સૌ આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી ગયા.

શ્રી પ્રવિણભાઈ સોલંકી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: થોડા વખત પહેલા તેમને બેચેની જેવું રહેતું અને ગભરામણ થતી. આ તકલીફમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમને ધીરે ધીરે સારું થઈ ગયું. પૂ. બાપાએ તેમની નાની - મોટી અનેક મુશ્કેલીઓ દૂર કરી જીવનમાં રાહત આપી છે. મુશ્કેલીના સમયે વ્હારે આવનાર પૂ. જલારામ બાપાના ચરણોમાં હૃદયપૂર્વક નમન.

શ્રી વજુભાઈ ભરાણીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પુત્ર - પુત્રવધૂ વચ્ચેનો અણબનાવ વધી જવાથી છૂટાછેડા માટે અપીલ કરી હતી. પરંતુ પાંચ વર્ષ સુધી આ વાતનો નિવેડો નહિ આવતા તેમણે આ બાબતે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બધું વ્યવસ્થિત પાર પડી ગયું.

શ્રીમતિ કૈલાસબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપાએ તેમના નાના - મોટા અનેક કાર્યો પાર પાડ્યા છે. પૂ. બાપાની દયાથી તેઓ ઈન્ડિયાથી સહીસલામત અને કાંઈપણ તકલીફ વગર શોપીંગ કરીને સુખરૂપ ઘરે આવી ગયા. પૂ. બાપાના આશીર્વાદથી તેમની બંને દીકરીઓ એ.સી.સી.એ.ની પરીક્ષામાં પાસ થઈ. ઈન્ડિયાથી તેમણે એક પાર્સલ કરેલું હતું તે પણ પૂ. બાપાની દયાથી મળી ગયું. પૂ.બાપાને અગણિત નમસ્કાર.

શ્રી માલતીબેન ડી. ગોરાણીયા; ગ્રેટ હોલેન્ડ (યુ.કે.)થી લખે છે: તેઓ સહપરિવાર ઈન્ડિયા પુત્રના લગ્નમાં ગયા હતા. ત્યાં અચાનક પુત્રની તબિયત બગડી ગઈ. ડોક્ટરે મેલેરીયાની શંકા દર્શાવતા તેઓ સૌ ચિંતામાં ડૂબી ગયા. લગ્ન પ્રસંગને આડે ત્રણ જ દિવસ બાકી હતા. તેમણે પૂ. બાપાનું શરણું લીધું. અને પુત્રની તબિયત સારી થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમી કૃપાથી ડોક્ટરની દવા અસરકારક નીવડી અને બીજે જ દિવસે તબિયત સુધારા પર આવી ગઈ અને પ્રસંગ સમયે તેને સારું થઈ ગયું.

શ્રી દીવાળીબેન પાઉ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની સોનાની ચેઈન ક્યાંક મુકાઈ જતા ઘણું શોધવા છતાં મળતી ન હતી. ખૂબ પરેશાન થયા પછી પૂ. બાપાને યાદ કર્યા અને ચેઈન મળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાએ પ્રેરણા કરતા અચાનક યાદ આવી ગયું. તે ચેઈન ભગવાનના ઝૂલામાંથી મળી આવી. પૂ. બાપાએ તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે.

શ્રી ભાવિનીબેન પટેલ; દુબઈ (યુ.એ.ઈ.)થી લખે છે: તેમના માતુશ્રી બીમારીને કારણે તદ્દન તથારીવશ હતા. તેઓના સારા સ્વાસ્થ્ય માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કર્યું અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમના માતુશ્રીને થોડા જ સમયમાં સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું અને હવે તો હરતા - ફરતાં પણ થઈ ગયા છે.

શ્રીમતિ સવિતાબેન જે. પટેલ; લફબરો (યુ.કે.)થી લખે છે: તેમને એકાએક પગમાં પીડા ઉપડતા ચાલવાનું પણ મુશ્કેલ થઈ પડ્યું હતું. દવાઓ બિનઅસરકારક નીવડતી હતી. પગની પીડા શમી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના પગની પીડા શમી ગઈ. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપાથી તેમના પતિનું આંખનું ઓપરેશન સફળ થયું અને કેટલાક અગત્યના કાર્યો પાર પડ્યા. ઈન્ડિયામાં તેમનું મકાન ભાડૂઆત ખાલી કરતા ન હતા. પૂ. બાપાના પરચાના પ્રતાપે તે મકાન પણ ખાલી થઈ ગયું.

શ્રી સુનીલભાઈ એ. પટેલ; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: તેમના મોટા બહેનની ભાણીના વેવિશાળ માટે ઘણાં સમયથી પ્રયત્નો ચાલતા હતા પણ કામ વિલંબિત થતું. છેવટે, તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને એક મહિનામાં આ કાર્ય પાર પડે તે માટે પરચો માન્યો. પૂ. બાપાના આશીર્વાદથી એક જ મહિનામાં તેનું વેવિશાળ નક્કી થયું અને બાદમાં લગ્ન પણ આનંદથી સંપન્ન થયા. તે જ રીતે નાની ભાણીનું સગપણ લગ્ન પણ એકાએક પાર પડ્યું. આ ઉપરાંત પૂ. બાપાની કૃપા થકી તેમની બંને બહેનોના વિઝાનું કાર્ય પણ સરળતાથી પાર પડ્યું. પૂ. બાપાને કોટિ કોટિ પ્રણામ.

શ્રીમતિ વંદનાબેન; ફ્લોરન્સ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પુત્રને અહીંની કોલેજમાં એડમીશન મળી જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના આશીર્વાદથી તેમના પુત્રને કોલેજમાં એડમીશન મળી ગયું. પૂ. બાપાના ચરણોમાં અગણિત નમન.

શ્રીમતિ નિર્મળાબેન દત્તાણી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના ભાઈને માથામાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. તેનો એક્સ-રે રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની દયાથી તેમના ભાઈનો એક્સ-રે રીપોર્ટ નોર્મલ આવ્યો. આ ઉપરાંત, તેમના ભાભીનું હાથનું દર્દ પણ પૂ. બાપાએ મટાડ્યું.

શ્રીમતિ વાસંતીબેન એલ. ચૌહાણ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના વયોવૃદ્ધ માતૃશ્રી પડી જવાથી તેને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. પરંતુ પૂ.બાપા ઉપરની તેમની શ્રદ્ધા અને પરચાની ટેક થકી તેમના માતૃશ્રીને હાથમાં ઓપરેશનની જરૂર ન પડી અને ફક્ત પ્લાસ્ટરથી જ સારું થઈ ગયું. તેમના બનેવીને માઈલ્ડ સ્ટ્રોક આવ્યો હતો. હાલ તેઓનું બ્લડ પ્રેશર લો થઈ જવાથી અવારનવાર ચક્કર આવી જાય છે. તેઓની તબિયત પણ સારી થઈ જશે તેવી તેમને પૂ. બાપા ઉપર શ્રદ્ધા છે.

શ્રીમતિ ધનકુંવરબેન કે. ચૌહાણ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની પુત્રવધૂને ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની પરમ કૃપાથી તેમની પુત્રવધુને ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ થઈ. પૂ.બાપાએ તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે.

શ્રીમતિ નલિનીબેન; મોઝામ્બિક (આફ્રિકા)થી લખે છે: તેમના પતિ અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જતા સુલેહ કરવી અશક્ય લાગતી હતી. ઘણા ઉપાયો કર્યા પણ નિષ્ફળ નીવડ્યા. છેવટે, આ બાબતે તેમણે પૂ. બાપાને અંત:કરણથી પોકાર્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અપાર દયા થકી પિતા - પુત્ર બંને વચ્ચે સુલેહ થઈ ગઈ. પૂ. બાપાને શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના અવશ્ય ફળે છે.

શ્રીમતિ મંજુલાબેન પટેલ; (યુ.કે.)થી લખે છે: તેમના દીકરાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ડૉક્ટરે અસ્થમાની બીમારીનું નિદાન કરતા તેઓ ચિંતામાં ડુબી ગયા. પુત્રને આ બીમારીમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમના પુત્રને સારું થઈ ગયું. બીજું, તેમની તબિયત પણ અચાનક બગડી જતા યોગ્ય નિદાન થતું ન હતું. પૂ.બાપાને સ્મરી પરચો માન્યા બાદ તેમનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.

શ્રી સવિતાબેન; લંડન (યુ.કે.)થી લખે છે: તેઓ ઈન્ડિયા જવાના હતા. પણ તે માટે હોમઓફિસમાં મોકલેલો પાસપોર્ટ સમયસર આવ્યો ન હતો. પાસપોર્ટ વ્હેલી તકે આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી પાસપોર્ટ સમયસર આવી ગયો. બીજું, તેમના સ્નેહી શ્રી મનુબહેન પટેલના સ્વજનો શ્રી શશીકાંતભાઈ અને શ્રી રશ્મિબહેનની જોબ પરની મુશ્કેલી પૂ.બાપાનો પરચો માનવાથી દૂર થઈ.

શ્રીમતિ મનિષાબેન એસ. પટેલ; (ઓકલેન્ડ)થી લખે છે: તેમના બહેનના દિયરની ન્યુઝીલેન્ડની વર્ક પરમીટની મુદત વધારવાની હતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની મહેરથી તેની વર્ક પરમીટની મુદત બે વર્ષ માટે વધી ગઈ. આ ઉપરાંત, તેમના લોકરની ચાવી ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતી ન હતી. પરંતુ પૂ. બાપાનું સ્મરણ કરવાથી ચાવી તુરત જ મળી આવી. પૂ.બાપાએ તેમના અનેક કાર્યોમાં સહાય કરી છે.

શ્રી ભારતીબેન રાજા; સરબીટોન (યુ.કે.)થી લખે છે: તેમના ભાણેજની સગાઈ સારા કુટુંબમાં થાય તે માટે તેઓ પૂ. બાપાને પ્રાર્થના કરતા હતા. પૂ. બાપાના આશીર્વાદથી ભાણેજનું સગપણ ખૂબ જ સારા કુટુંબમાં થયું. ત્યાર બાદ પગલાનો પ્રસંગ ગોઠવ્યો. આ વેળાએ તેમના વડીલ માતુશ્રી, ભાઈ - ભાભી અને ભત્રીજી ઈન્ડિયા ગયા હતા. તેઓ અહીં આવવાના હતા પણ આઈસલેન્ડમાં જ્વાળામુખી ફાટવાને કારણે ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. તેથી તેઓ સૌ પ્રસંગમાં પહોંચી શકે તેવી સંભાવના ન હતી. પરંતુ પૂ.બાપાને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થી પરચાની ટેક રાખતા સૌ સ્વજનો પ્રસંગના ત્રણ કલાક અગાઉ અહીં હેમખેમ આવી પહોંચ્યા અને પગલાનો પ્રસંગ આનંદ - મંગલથી ઉજવાયો. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર છે.

શ્રીમતિ રમાબેન જે. ભટ્ટ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો પૌત્ર ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થઈ જાય તેમજ તેમની ખોવાયેલી અગત્યની વસ્તુ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની કૃપાથી તેમનો પૌત્ર ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થયો અને તેમની ખોવાયેલી વસ્તુ પણ બીજે જ દિવસે મળી આવી. વધુમાં, તેમની પુત્રવધૂ દેશમાં એકલી ફરવા ગઈ હતી. પૂ. બાપાની દયાથી તે પણ આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી ગઈ.

શ્રીમતિ ઈલાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રને મનપસંદ જોબ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને હૃદયપૂર્વક પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાના શુભાશિષથી તેમના પુત્રને મનપસંદ જોબ મળી ગઈ. તેમની સહેલીની પુત્રી ગંભીર બીમારીમાં સપડાઈ હતી. તેના માટે પણ પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે. પૂ. બાપાના પાવન ચરણોમાં વારંવાર વંદન.

શ્રી નારણભાઈ ડી. મીસ્ત્રી; લંડન (યુ.કે.)થી લખે છે: તેઓ ઈન્ડિયા જવાના હતા. પણ નાદુરસ્ત તબિયતને કારણે ડરતા હતાં. છતાં, પૂ. બાપાના પરચા પર શ્રદ્ધા રાખી તેઓ ઈન્ડિયા પહોંચ્યા. શરૂમાં બે સપ્તાહ તકલીફ રહી. પણ ત્યાર બાદ પૂ.બાપાની દયાથી ધીરે ધીરે તબિયત સારી થઈ ગઈ અને ત્યાં સુખરૂપ ફરીને હેમખેમ અહીં આવી પહોંચ્યા. પૂ. બાપાએ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી છે.

શ્રી ધવલભાઈ આર. પટેલ; ઓન્ટારીઓ (કેનેડા)થી લખે છે: તેમનો ઈમિગ્રેશન લેટર ખોવાઈ ગયો હતો, જે તેમને કેનેડાની સીટીઝનશીપ મેળવવા માટેના સોગંદ લેવા માટે જરૂરી હતો. આ પત્ર મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તે લેટર અઠવાડિયામાં જ મળી આવ્યો. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેઓ કોલેજની પરીક્ષામાં પાસ થયા.

શ્રી ભારતીબેન મહેતા; વેમ્બલી (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અટલ શ્રદ્ધા છે. પૂ. બાપાના કૃપા આશિષથી તેમના તેમજ તેમના કુટુંબના બધા જ કાર્યો સફળતાપૂર્વક પાર પડયા છે. જીવનમાં આવતી નાની-મોટી તમામ મુશ્કેલીઓમાંથી પૂ. બાપાએ તેમને બચાવ્યા છે અને સુખ - શાંતિ આપી છે. પરમ કૃપાળુ પૂ. બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રી નટુભાઈ ડી. પટેલ; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ દેશમાં જવા અહીંથી નીકળ્યા ત્યારે અચાનક સ્વાસ્થ્ય બગડી જતા તુરત જ પૂ. બાપાને યાદ કર્યા અને પ્રવાસ દરમ્યાન સ્વાસ્થ્ય સારું રહે તેમજ સુખરૂપ યુ.એસ.એ. આવી જવાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમી દ્રષ્ટિથી તેઓ સુખરૂપ ફરીને યુ.એસ.એ. પરત આવી ગયા. તેમના નાના - મોટા અનેક કાર્યો પૂ.બાપાના નામ - સ્મરણ માત્રથી નિર્વિઘ્ને પાર પડ્યા છે. ખરેખર, પૂ. બાપા તો કરૂણાના સાગર છે.

 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions