Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (International) – July – 2010    << Back to Archive Home

શ્રી રીટાબેન એસ. પટેલ; એટલાન્ટા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની 10 વર્ષની નોકરી બાદ અચાનક લે-ઓફના સમાચાર અપાયા. એક મહિનાની મુદત મળી. આ સમાચાર ખૂબ જ આઘાતજનક હતા કારણ કે થોડા વખત પૂર્વે જ તેમના કામની સારી ગણના કરવામાં આવી હતી. નિરાશાની કળ વળતાં જ તેમણે પૂ. બાપાનું સ્મરણ કર્યું અને તેમને લાયક, અનુકૂળ બધા જ બેનિફીટ સહિત બીજી જગ્યાએ કાયમી જોબ મળી રહે તે માટે પરયો માન્યો... સાથે સતત ચાર મહિના પ્રયત્નો કર્યા પણ મનપસંદ જોબ ન મળી. દિન પ્રતિદિન હતાશા વધતી ગઈ. આવા સમયે પૂ.બાપાએ જ તેમને પ્રેરણા કરી - માર્ગદર્શન સૂઝાડ્યું... ને તેમણે તેમના પૂર્વના એક મેનેજરનો સંપર્ક સાધ્યો. અતિ આશ્્્ચર્ય! તે જ દિવસે વાતચીત થઈ અને બીજા જ અઠવાડિયાથી જોબ મળી ગઈ. કશા ઈન્ટરવ્યૂ કે મથામણ વગર પૂ.બાપાના પરચાના પ્રભાવથી તેમને જોબ મળી. સમયાંતર કાયમી જોબ મળશે તેવી તેમની શ્રદ્ધા અટલ છે.

શ્રી તુલસીભાઈ ડી. ભક્ત; પનામા (સેન્ટ્રલ અમેરીકા)થી લખે છે: પૂ.બાપા ઉપરની શ્રદ્ધા-વિશ્વાસ થકી તેમનું દરેક કાર્ય સફળ થયું છે. તેમના દીકરાને અમેરીકાના ઈમીગ્રન્ટ વીઝા વિના તકલીફે મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની પરમ કૃપાથી તેને સરળતાથી વીઝા મળી ગયા. પ્રાત: સ્મરણીય પૂ.બાપાને અગણિત વંદન.

શ્રી ચારૂબેન વિભાકર; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: ઈન્ડિયા સ્થિત તેમના માતુશ્રી રસ્તામાં પડી જવાથી શરીરના જમણા ભાગમાં સોજા સાથે સખત દુ:ખાવો થતો હતો. તેમને આ સમાચાર મળતા તુરત જ પૂ. બાપાને પ્રાર્થ્યા અને માતુશ્રીના એક્સ-રે રીપોર્ટમાં ફેક્ચરનું નિદાન ન થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાથી એક્સ-રે રીપોર્ટમાં કોઈ મોટી તકલીફ ન હોવાનું નિદાન થયું. એક નાના હાડકામાં ફેક્ચર આવ્યું જે ઓપરેશન કે લાંબી સારવાર વિના મટી જશે તેવું ડૉક્ટરે જણાવ્યું. પૂ. બાપાએ તેમના માતુશ્રીને હેમખેમ બચાવી લીધા. હવે તેઓના શરીરનો દુ:ખાવો ઓછો થવા લાગ્યો છે અને તેઓ ધીમે ધીમે ચાલી શકે છે. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.

શ્રીમતિ ધનુબેન જી. પટેલ; લ્યૂટન (યુ.કે.)થી લખે છે: અગાઉ તેઓ ઈન્ડિયા ગયા હતા ત્યારે બન્ને પગનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યાંથી આવ્યાને બે મહિના થયા ત્યાં ફરી ઈન્ડિયા જવાનું અચાનક ગોઠવાયું. ત્યાં આનંદથી ફરીને હેમખેમ અહીં આવી જવાય તે માટે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયાથી તેઓ સુખરૂપ અહીં આવી ગયા. બીજું, પૂ. બાપાના આશીર્વાદથી તેમની દીકરીને સારી જોબ મળી ગઈ. પૂ.બાપાની કૃપાથી તેમના ધાર્યા કાર્યો પાર પડ્યા છે.

શ્રીમતિ લીલાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિના લોહીનો પ્રથમ રીપોર્ટ નોર્મલ ન આવતા તેઓ ચિંતામાં ડૂબી ગયા. તેઓનો બીજો રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમના પતિનો બીજો રીપોર્ટ નોર્મલ આવ્યો. તેમની ડીપ્રેશનની બીમારી પૂ.બાપાએ દૂર કરી. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપાથી તેઓ ઈન્ડિયા સારી રીતે ફરીને સુખરૂપ અહીં આવી ગયા.

શ્રી દક્ષાબેન પટેલ; ઈલ્ફોર્ડ (યુ.એસ.એ.)થી લખે છે: તેમને જોબ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમને જોબ મળી ગઈ. પૂ. બાપા ઉપરની શ્રદ્ધા અને વિશ્વાસ થકી તેમને દરેક કાર્યમાં મદદ મળી છે. પરમ કૃપાળુ પૂ. બાપાને વારંવાર વંદન.

શ્રીમતિ જયાબેન વી. સોલંકી; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની મોટેલના અમુક કાર્યો ઘણાં સમયથી અટવાયેલા હતા. ફાયનાન્સ બાબતે પણ થોડા પ્રશ્નો હતા. આ બધી બાબતે સમુનમુ પાર ઊતરે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની મોટેલના કાર્યો પાર પડ્યા અને પ્રશ્નો પણ ઉકેલાઈ ગયા. બીજું, તેમના પુત્રને કોઈ કન્યા પસંદ પડતી ન હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તે સફળ થયો અને તેના લગ્ન પણ ઈન્ડિયામાં આનંદથી થઈ ગયા.

શ્રી મંજુબેન લાખાણી; નાઈરોબી (કેન્યા)થી લખે છે: તેમની બિલ્ડીંગના ત્રણ ફ્લેટ એક સાથે ખાલી થતા હતા. તેમજ ઓસ્ટ્રેલીયામાં પણ તેમની એક જગ્યા ખાલી પડી હતી. આ માટે ભાડુત મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમના બધા જ ફ્લેટ - જગ્યા ભાડે અપાઈ ગયા. આ ઉપરાંત, 6 મહિનાથી ખાલી પડેલ તેમની દીકરીનો ફ્લેટ પણ ભાડે અપાઈ ગયો. તેમની દીકરીના ફ્લેટની ઉપરના ફ્લેટના બાથરૂમમાંથી પાણી લીકેજનો પ્રશ્ન હતો. પૂ. બાપાની કૃપાથી તે પ્રશ્ન પણ હલ થઈ ગયો. તેમની નાની બહેનનું મંગલસૂત્ર ખોવાઈ ગયું હતું. પૂ.બાપાને યાદ કરવાથી તે પણ મળી આવ્યું. પૂ. બાપાના શુભાશિષથી તેમની બહેનના દીકરાનું સગપણ મનપસંદ કન્યા સાથે થયું.

શ્રીમતિ સુશીલાબેન કે. ભારદિયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીની તબિયત ડીલેવરી સમયે બગડી ગઈ હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખતા તેને નોર્મલ ડીલેવરી થઈ અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પૂ. બાપાએ તેમના બધા જ કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે.

શ્રી શાંતાબેન ગાંધી; લાફબરો (યુ.કે.)થી લખે છે: તેમની ગાડીનો અકસ્માત થયો હતો. પોલિસ કેસ થવાને કારણે તેઓ મુશીબતમાં મુકાઈ ગયા હતા. સંકટની આ ઘડીમાં તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને મુસીબતમાંથી ઊગરી જવાય તે માટે પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. પોલિસ કેસ પાછો ખેંચાઈ ગયો અને તેઓ પર આવેલ સંકટ ટળી ગયું. પૂ. બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રી અશોકભાઈ પટેલ; વેલિંગ્ટન (ન્યૂઝીલેન્ડ)થી લખે છે: તેમની દુકાન સારી રીતે વેચાઈ જાય અને તમામ કાર્યો સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની દુકાન સારી રીતે વેચાઈ ગઈ અને બધા જ કાર્યો સફળતાપૂર્વક પાર પડ્યા. ખરેખર, પૂ. બાપા હાજરાહજૂર છે.

શ્રીમતિ સરલાબેન કોટેચા; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના નાના પુત્રને જોબમાં તકલીફ હતી. તેમજ પરીક્ષા પણ ખૂબ જ અઘરી લાગતી હતી. આ બાબતે પૂ. બાપાને શ્રદ્ધાપૂર્વક યાદ કરી પરચો છપાવવાની ટેક રાખતા તેની જોબ પરની મુશ્કેલી દૂર થઈ અને ચડતી થઈ તેમજ તે પરીક્ષામાં પણ પાસ થઈ ગયો. આ ઉપરાંત, તેમના મોટા પુત્રના જીવનમાં આવેલી મુશકેલી પણ પૂ.બાપાએ દૂર કરી.

શ્રી હીરાલાલ જે. મહેતા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અતૂટ શ્રદ્ધા છે. ધાર્યા કાર્યોની સફળતા માટે તેમજ મનોકામના પૂર્ણ થાય તે માટે તેમણે જ તે સમયે માનેલા પૂ. બાપાના બધા જ પરચા ફળ્યા છે. તેમના કુટુંબીજનો ઉપર પણ પૂ.બાપાના આશીર્વાદ સદાય રહ્યા છે.

શ્રીમતિ મીનાબેન ડી. ગાંધી; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: તેમની દીકરી ચિ. ઉર્વી મેડીકલમાં અભ્યાસ કરે છે સાથે રેસીડેન્સી પણ કરે છે. તેનો મિત્ર ચિ. વિનય પણ તબીબી શાખામાં અભ્યાસ કરે છે. વિનય યુ.એસ.એમ.એલ.ઈ.2 પરીક્ષામાં એક માર્કસ માટે ફેઈલ થવાથી તેના છ મહિના તો બગડ્યા. પણ હવે જો ફરી પાસ થાય તો પણ કોઈ હોસ્પિટલ સાથે અનુકૂળ થવું ખૂબ જ મુશ્કેલ પડે. અને કોઈ પણ હિસાબે તેને રેસીડેન્સી ન મળે. ઉર્વી અને વિનય બંનેને 'શું કરવું?' તે પ્રશ્ન મૂંઝવતો હતો. પરંતુ વિનયે પૂ. બાપાને યાદ કરી પરચાની ટેક રાખી, હિંમત કરીને ફરી પરીક્ષા આપી. ખૂબ જ સારા માર્કસ સાથે તે પાસ થયો. ચાર હોસ્પિટલમાંથી ઈન્ટરવ્યૂ આવ્યા અને એકમાં તે પસંદ થઈ ગયો. તેમજ ત્યાં તેને રેસીડેન્સી પણ મળી ગઈ. આ છે પૂ. બાપાના પરચાનો પ્રતાપ! જેને પૂ.બાપા ઉપર શ્રદ્ધા છે. તેના અવળા કામ પણ પૂ. બાપા સવળા કરે છે. પૂ. બાપાની કૃપાથી તેમના દીકરા ચિ. જિગરને પણ સારી જોબ મળી.

શ્રી શાંતાબેન શાહ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમને કમ્મરમાં તેમજ પગમાં તકલીફ હતી. ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહેતા તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમને ફક્ત દવાથી જ સારું થઈ ગયું. સંકટના સમયમાં પૂ.બાપાએ ડગલે ને પગલે મદદ કરી છે.

શ્રી જગદીશભાઈ આર. પટેલ; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની નાની દીકરીને પેટમાં સખત દુ:ખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેને કીડનીમાં પથરી હોવાનું નિદાન થતા ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાનું રટણ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમની દીકરીનું પથરીનું ઓપરેશન સફળ થયું અને હવે તેનું સ્વાસ્થ્ય પણ સારું છે. પૂ.બાપાએ તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ કરી છે.

શ્રીમતિ ગીતાબેન પી. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે. તેમના દીકરાને અમેરીકામાં નિર્વિધ્ને રી.એન્ટ્રી તેમજ પરમીટ મળી જાય અને તે મેડીસીનના છેલ્લા વર્ષની પરીક્ષામાં પાસ થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. તેને ઈન્ટરશીપ કરવાનું પણ લંડનની નજીક મળી ગયું. બીજું, તેમના જમાઈને એક કોર્ટ કેસ ચાલતો હતો. પરંતુ પૂ. બાપાને વિનંતી કરતા તેઓ આ કેસમાંથી સરળતાથી બહાર આવી ગયા. પૂ. બાપાએ તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરી છે.

શ્રીમતિ ચંદ્રિકાબેન ઠક્કર; કાલગરી (કેનેડા)તી લખે છે: અમેરીકા સ્થિત તેમની પુત્રીને ત્યાંનું ગ્રીનકાર્ડ (કાયમી વસવાટ) મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને હ્રદયપૂર્વક પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અપાર કૃપા થકી તેને ગ્રીનકાર્ડ મળી ગયું. પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે.

શ્રી જયંતીભાઈ ઘાયલ; ઈલ્ફોર્ડ (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપા તેમની દરેક મુશ્કેલીમાં સહાયરૂપ બન્યા છે. પૂ.બાપાના આશીર્વાદથી ગત વર્ષે તેમની ધર્મયાત્રા સારી રીતે પાર પડી હતી. યાત્રાના ત્રણ સપ્તાહ દરમ્યાન સૌની તબિયત સારી રહી તેમજ ક્યાંય કોઈ પણ મુશ્કેલી ન નડી અને ન માની શકાય તેવા બધા જ કાર્યો આપમેળે પાર પડ્યા. પૂ.બાપા તેમના જીવનમાં હાજરાહજૂર હોય તેવું તેઓ અનુભવે છે.

શ્રી સંગીતાબેન એ. પટેલ; સાઉથ કેરોલીના (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપા ઉપર તેમને અનન્ય શ્રદ્ધા છે. નાની - મોટી અનેક મુશ્કેલીમાંથી પૂ.બાપાએ તેમને હેમખેમ ઉગાર્યા છે. તેમનું એક અગત્યનું કાર્ય સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાના આશીર્વાદથી તેમનું તે કાર્ય સફળ થયું. પરમકૃપાળુ પૂ.બાપાના ચરણોમાં ભાવપૂર્વક નમન.

શ્રી લીલાબેન પાંઉ; લંડન (યુ.કે.)થી લખે છે: નાની એવી ભૂલને કારણે તેમના ભાઈને જોબ પરથી છૂટા કરવામાં આવ્યા હતા. તેને ફરીથી જોબ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની મહેરથી તેમના ભાઈને ફરી જોબ મળી ગઈ. પૂ.બાપાની કૃપાથી તેમના અનેક કાર્યો સિદ્ધ થયા છે.

શ્રી નીલાબેન પી. પટેલ; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પિતાશ્રીને બે વખત હાર્ટએટેક આવ્યા હતા. તેઓને બાયપાસ સર્જરી વિના સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અમી નજરથી તેમના પિતાશ્રીને બાયપાસ સર્જરી વગર સારું થઈ ગયું. આ ઉપરાંત, તેમની પુત્રવધૂને ડ્રાઈવીંગ લાયસંસ મળી જાય તે માટે પણ પૂ.બાપા સહાયરૂપ બન્યા અને કાર્ય પાર પડ્યું.

શ્રી મંજુલાબેન બી. પટેલ; ગ્લેન એલનવેલી (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ. બાપાની કૃપા થકી તેમનો ઈન્ડિયાનો પ્રવાસ સુખરૂપ પૂર્ણ થયો, તેમના ભાઈના પુત્રને ડ્રીંક્સ લેવાનું વ્યસન છૂટી ગયું, તેમની બહેનની દીકરીને તંદુરસ્ત પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અને તેમની બહેનના પુત્રના છૂટાછેડાને લગતો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો. તેમની જોબને લગતો એક પત્ર ઘરે આવતા તેઓ ચિંતામાં મૂકાયા હતા. પરંતુ, પૂ.બાપાનો પરચો માનતા સૌ સારાવાનાં થયા.

શ્રી શકુંતલાબેન; લંડન (યુ.કે.)થી લખે છે: જીવનના એક સમયગાળામાં તેમના માથે ઘણું દુ:ખ આવી પડ્યું હતું. છુટાછેડા લીધા પછી ત્રણ અનેક મુશ્કેલીઓ ઘેરી વળી હતી. તે સમયે પૂ.બાપાના સતત નામસ્મરણથી હિંમત મળી અને ધીરે ધીરે બધી જ મુશ્કેલીઓ, ચિંતાઓ દૂર થઈ. પૂ.બાપાની કૃપાથી હવે જીવનમાં સુખ શાંતિ છે.

શ્રીમતિ મંજુલાબેન ચૌહાણ; લ્યૂટન (યુ.કે.)થી લખે છે: તેઓને ઈન્ડિયા જવાનું હતું. પણ દાંતના દર્દને કારણે ચિંતા થતી હતી. આથી તેણે પૂ.બાપાને યાદ કર્યા અને ઈન્ડિયાના પ્રવાસ દરમ્યાન દાંતમાં પીડા ન થાય અને સુખરૂપ ઘરે આવી જવાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેઓને કોઈ જ તકલીફ ન પડી અને સૌ આનંદથી ફરીને ઘરે આવી ગયા. દરમ્યાન એરપોર્ટ પર તેમની પૌત્રીની સૂટકેસ ગુમ થઈ ગઈ હતી. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે બે દિવસ બાદ તેમને પરત મળી ગઈ. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપાથી તેમના પતિનું બી.પી. નોર્મલ થઈ ગયું તેમજ તેઓનો લોહીનો રીપોર્ટ નોર્મલ આવ્યો, તેમના કાનની તકલીફ પણ દૂર થઈ. તેમનો દોહિત્ર પરીક્ષામાં પાસ થયો. તેમના દીકરી - જમાઈનું અગત્યનું કાર્ય પાર પડ્યું અને તેમના મકાનનું રંગકામ પણ સરળતાથી પાર પડ્યું.

શ્રી શ્રદ્ધાબેન એસ. નથવાણી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પિતાશ્રીને સારવાર અર્થે ઈન્ડિયા લઈ ગયા હતા. ત્યાંથી ઘરે પરત આવવાનું નક્કી થયું ત્યારે તેઓની નાદુરસ્ત તબિયતના કારણે ડૉક્ટરે વિમાનની મુસાફરી કરવાની મનાઈ કરી. છતાં તેઓ આવવા ઈચ્છતા હતા. સફર લાંબી હતી. તેઓ દારેસલામ સહીસલામત પહોંચી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી તેઓ કોઈપણ તકલીફ વિના દારેસલામ ઘરે પહોંચી ગયા અને ત્યાં પરિવારજનોને મળી હર્ષવિભોર બન્યા.

શ્રી વસુબેન મીસ્ત્રી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની એક અગત્યની વસ્તુ ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતી ન હતી. આ બાબતે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખતા તે વસ્તુ બે દિવસમાં જ મળી આવી. આ ઉપરાંત, તેમની દીકરીનું અભ્યાસને લગતું એક કાર્ય પણ પૂ.બાપાએ નિર્ધારીત સમયમાં પાર પાડ્યું.

શ્રીમતિ કૈલાસબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રનું ડ્રાઈવીંગ લાયસન્સ સહીસલામત પરત મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપાથી લાયસન્સ સહીસલામત મળી ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના શુભાશિષથી તેમની પુત્રીની લગ્નની માટલી સારા મૂહૂર્તે આવી ગઈ. પૂ.બાપાએ તેમના ધાર્યા કર્યો પાર પાડ્યા છે અને મનોકામનાઓ પૂર્ણ કરી છે. પૂ. બાપાને શત્ કોટિ પ્રણામ.

શ્રીમતિ ગુલાબબેન દત્તાણી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના પતિ ખૂબ જ બીમાર હતા. એવામાં ઈન્ડિયા જવાનું નક્કી થયું. સૌ સુખરૂપ ફરીને હેમખેમ યુ.કે. આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી તેઓ સૌ ઈન્ડિયા આનંદપૂર્વક ફરીને સુખરૂપ યુ.કે. આવી ગયા. પ્રવાસ દરમ્યાન તેમના પતિનું સ્વાસ્થ્ય પણ સારું રહ્યું. તેઓની વીરપુર દર્શનની ઈચ્છા પણ પૂર્ણ થઈ. બીજું તેમની દીકરીના સીમંતના પ્રસંગમાં હાજરી આપવાની તેઓ સૌની ઈચ્છા પણ પૂ.બાપાએ પૂર્ણ કરી. પૂ.બાપાની કૃપાથી તેને પુત્રપ્રાપ્તિ થઈ. આ ઉપરાંત, પૂ. બાપાના કૃપા આશિષથી તેમની પુત્રવધૂ ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થઈ તેમજ તેમના વેવાઈની તબિયત પણ સારી થઈ ગઈ. પૂ.બાપા પરથી આસ્થા થકી તેઓ પણ નાની - મોટી બીમારીમાંથી હિંમતભેર પસાર થઈ ગયા.

શ્રી અનસૂયાબેન મોહનરામજી; લંડન (યુ.કે.)થી લખે છે: તેઓ પૂ.બાપા ઉપર અટલ શ્રદ્ધા - વિશ્વાસ ધરાવે છે. પૂ. બાપાનું નામ સ્મરણ કરતાંની સાથે જ સર્વે ચિંતાઓ દૂર થઈ જાય છે. તેમના કુંટુંબના સભ્યોને પણ પૂ. બાપાએ સ્મર્યે સહાય કરી છે. ભક્તોની વ્હારે આવનાર પૂ.બાપાને વારંવાર વારંવાર વંદન.

શ્રી પ્રવિણભાઈ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને સાયનસના ઓપરેશન પછી પણ થોડી ઘણી તકલીફ લાગતી હતી. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે આરામ થઈ ગયો. તેમના મિત્રનો કાર અકસ્માત થતા તેને પણ તકલીફ થઈ હતી. પૂ.બાપાને પ્રાર્થના કરતા તેને પણ સારું થઈ ગયું. ઈન્ડિયા સ્થિત તેમના મામાના દીકરાનું લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને તબિયત પણ બિલકુલ સારી થઈ ગઈ. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર છે.

શ્રી નયનાબેન મહેતા; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની ટ્રાફિક ટીકીટને લગતું અગત્યનું કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાએ તેમનું કાર્ય પાર પાડ્યું. પૂ. બાપાના પાવન ચરણોમાં હ્રદયપૂર્વક વંદન.

શ્રી વિજ્યાબેન બી. એમ.; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના વેવાણને અચાનક કેન્સરની બીમારીનું નિદાન થતા તેઓનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની અમી નજરથી તેઓનું ઓપરેશન સફળ થયું. તેમના ભાઈની તબિયત પણ સારી થઈ ગઈ. તેમની ખોવાયેલી અગત્યની વસ્તુ પણ પૂ.બાપાના નામ સ્મરણ માત્રથી મળી આવી. પૂ.બાપાએ તેમના દરેક કાર્યોમાં સહાય કરી છે.

શ્રી સંતોષીબેન મશરૂ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની નાની બહેનની આંખોના દર્દનું ચોક્કસ નિદાન થતું ન હોવાથી તેને હોસ્પિટલમાં લઈ જઈ તપાસ કરાવવાનું સ્થાનિક ડૉક્ટરે જણાવ્યું. આ ચિંતા દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ત્યાર બાદ હોસ્પિટલમાં બહેનની આંખોના દર્દનું નિદાન કરાવતા રીપોર્ટ તદ્ન નોર્મલ આવ્યો. થોડા સમય પહેલાં તેમને પણ ઝાંખપ જણાતી હતી. પરંતુ પૂ.બાપાનું શરણું લેતા સારું થઈ ગયું.

શ્રીમતિ સ્મિતાબેન દશરથ; સેનફ્રાન્સીસ્કો (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાએ તેમના બધા જ કાર્યો સિદ્ધ કર્યા છે. તેમના પતિએ જમીનનો પ્લોટ ખરીદયો હતો. પૂ. બાપાની કૃપાથી તે પ્લોટ તેઓના નામ પર થઈ ગયો. પૂ. બાપાના આશીર્વાદ થકી તેમની મોટી દીકરી ચિ. શ્રધ્ધાને યુ.કે.ની લેસ્ટર યુનિવર્સિટીમાંથી બાયોઈન્ફોર્મેટીક્સમાં એમ.એસ.સી.ની ડીગ્રી સારી રીતે મળી ગઈ તેમજ તેને જોબ પણ મળી. આ ઉપરાંત, તેને યુ.કે.માં બે વર્ષ રહેવા માટે વર્ક પરમીટના વીઝા મેળવવા માટેનો માન્ય પત્ર પણ મળી ગયો. પૂ.બાપાની દયાથી તેમને પણ સારી જોબ અને સુંદર રહેણાંક મકાન મળ્યું.

શ્રી ચિરાગભાઈ રાઠોડ; ઓન્ટારીયો (કેનેડા)થી લખે છે: તેમનાં પત્ની અને માતુશ્રી વચ્ચે ઘણાં સમયથી અણબનાવ રહેતો હતો. જેના કારણે તેઓ પતિ - પત્ની વચ્ચે પણ ઝઘડા થતા. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પરંતુ તેઓએ પૂ.બાપા પર શ્રદ્ધા રાખી ઘરમાં શાંતિ રહે અને સાસુ - વહુ વચ્ચેનો અણબનાવ-ઝઘડા દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ કૃપા કરી. તેમના માતા અને પત્ની વચ્ચેનો અણબનાવ દૂર થઈ સંબંધો સુધરી ગયા અને તે થકી તેમનું દામ્પત્યજીવન પણ પાટે ચઢી ગયું.

શ્રીમતિ જયાબેન જી. શાહ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમનું ઈન્ડિયાનું જૂનું મકાન વેચી નવું લેવાનું હતું. આ કાર્ય સરળતાથી પાર પડી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમનું જૂનું મકાન વેચાઈ ગયું અને નવું મકાન ખરીદવાનું કામ પણ સરળતાથી પાર પડ્યું. બીજું, તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી દવાખાને જતા પહેલા તેમણે પૂ.બાપાને યાદ કર્યા હતા. પૂ. બાપાની દયાથી તેમના બધા રીપોર્ટ નોર્મલ આવ્યા. હજુ થોડી અશક્તિ વર્તાય છે પણ ધીમે ધીમે તદ્દન સારું થઈ જશે તેવી તેમની શ્રદ્ધા અટલ છે.

શ્રીમતિ મુક્તાબેન ભગદેવ; માન્ચેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમને અને તેમના ભાઈને સાઈટીકાની તકલીફના કારણે ખૂબ જ દુ:ખાવો રહેતો હતો. દવાઓથી કોઈ જ ફેર પડતો ન હતો. પરંતુ પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખતા તેઓ બંનેને દર્દમાં ઘણી જ રાહત થઈ ગઈ. બીજું, તેમની પૌત્રી બે વર્ષની થઈ હોવા છતાં બોલતા શીખી ન હતી. આ માટે પણ પૂ. બાપાને વિનંતી કરતા થોડા જ સમયમાં તે વ્યવસ્થિત બોલતા શીખી ગઈ.

શ્રી દર્શનાબેન પ્રજાપતિ; ઓન્ટારીયો (કેનેડા)થી લખે છે. તેમને માથામાં અસહ્ય દુ:ખાવો થતો હતો. અનેક ઉપચારો કરવા છતાં બિલકુલ રાહત થતી ન હતી. છેવટે, તેમણે પૂ.બાપાને સ્મર્યા અને માથાનું દર્દ શમી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમને સારું થઈ ગયું. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ.

 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions