Parcha for Jalaram Jyot (International) – January – 2011
<< Back to Archive Home
શ્રીમતિ પ્રફૂલાબેન ગાથા; દારેસલામ (ટાન્ઝાનીયા)થી લખે છે:
તેમના ભાઈ - ભાભી લંડનથી અહીં ફરવા આવ્યા હતા. ભાભીની તબિયત
બગડી જતા તેઓને સારું થઈ જાય અને સૌ સુખરૂપ તેના ઘરે પહોંચી જાય
તે માટે તેમણે પૂ.બાપાનો પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેઓ
સુખરૂપ લંડન પહોંચી ગયા. બીજું, તેમની દોહિત્રી ચિ.પૂજાની નવી
સ્કૂલ દૂર હોવાથી આવવા જવાની મુશ્કેલી હતી. પરંતુ પૂ.બાપાને
પ્રાર્થવાથી તે મુશ્કેલી પણ દૂર થઈ. આ ઉપરાંત, પૂ.બાપાના કૃપા
આશિષથી તેમની બીજી દોહિત્રી ચિ.મિત્તલને નવી સ્કૂલમાં એડમીશન
મળી ગયું. તેમનો પુત્ર એમ.બી.એ.માં પાસ થઈ ગયો. અને તેમને
મેલેરીયાની બીમારીમાંથી સારું થઈ ગયું.
શ્રીમતિ મંગળાબેન ભરાણીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને
ધાર્મિક કાર્ય કરવા માટે કોઈ પંડિત મળતા ન હતા. પરંતુ પૂ.બાપાના
પરચાની ટેક રાખતા પંડિત મળી ગયા અને કાર્ય નિર્વિઘ્ને પાર પડી
ગયું. તેમની આંખોની તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી. તેમના મોટા
પુત્રને અમુક ખોરાક માફક આવતો ન હતો. પતિને પગમાં તથા નાના
પુત્રને કમ્મરમાં દુ:ખાવો થતો હતો. પૂ.બાપાનો પરચો માનવાથી
ત્રણેયને સારું થઈ ગયું. તેમના ભાઈની તબિયત સારી રહેતી ન હોવાથી
હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેને
પણ સારું થઈ ગયું અને સુખરૂપ ઘરે આવી ગયા.
શ્રીમતિ મીનાબેન ડી. ગાંધી; ન્યુયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે:
તેમના દીકરી - જમાઈએ ઈન્ડિયા જવાનું નક્કી કર્યું હતું પરંતુ તે
સમયે ત્યાં ભારે વરસાદને કારણે મલેરીયાનો રોગચાળો વકર્યો હતો.
તેમની દીકરી પ્રેગનન્ટ હતી તેથી વધુ ચિંતા હતી. તેઓની તબિયત
સારી રહે અને ફરીને સુખરૂપ અહીં આવી જાય તે માટે પૂ.બાપાને
પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમના દીકરી - જમાઈ
આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી ગયા. તેમને પણ કીડનીમાં દુ:ખાવો
થતો હતો. પૂ.બાપાને પ્રાર્થવાથી તેમનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.
શ્રી ઉષાબેન શાહ; હંસલો (યુ.કે.)થી લખે છે: તેમને કેન્સર જેવી
અસાધ્ય બીમારી હતી. તેનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે
પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની
અમી કૃપાથી તેમનું ઓપરેશન સફળ થયું અને હવે તબિયત પણ સારી છે.
પ્રાત: સ્મરણીય પૂ.બાપાને વારંવાર વંદન.
શ્રીમતિ રોહિણીબેન; હંસલો (યુ.કે.)થી લખે છે: તેમનો દીકરો ખૂબ જ
ખરાબ સોબતે ચડી ગયેલો. તેમજ અભ્યાસમાં પણ ધ્યાન આપતો ન હતો. આ
બાબતે તેમણે પૂ.બાપાને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થ્યા અને દીકરો સારા
માર્ગે વળે તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના
સાંભળી. તેમના દીકરાએ ખરાબ સોબત છોડી દીધી. અને ખૂબ જ વ્યવસ્થિત
થઈ ગયો. તેમજ અભ્યાસમાં પણ બરાબર ધ્યાન આપતા યુનિવર્સીટીની
પરીક્ષામાં ઉત્તીર્ણ થયો.
શ્રીમતી શિલ્પાબેન આર. પટેલ; કીંગસ્ટન (યુ.કે.)થી લખે છે: તેમના
પતિનું આખું શરીર સતત હલતું રહેતું. ઘણી દવાઓ કરાવી પણ ફેર ન
પડ્યો. છેવટે, તેમણે પૂ.બાપાને પ્રાર્થી પતિને સારું થઈ જાય તે
માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી ફક્ત બે જ માસમાં તેમના પતિ
પહેલાની જેમ જ બિલકુલ સ્વસ્થ થઈ ગયા.
શ્રી નિલેશભાઈ આર. પટેલ; સરે (યુ.કે.)થી લખે છે: તેમણે
યુનિવર્સીટીની પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી હતી. ધારી સફળતા
મેળવવા તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો છપાવવાની
ટેક રાખી. પૂ.બાપાની મ્હેરથી તેઓ સારા ગ્રેડ મેળવી પાસ થઈ ગયા.
ખરેખર, પૂ.બાપાની કૃપા અસીમ છે.
શ્રી સંતોકબેન ગીલ; હંસલો (યુ.કે.)થી લખે છે: તેમના
કુટુંબીજનોનો દેહાંત થતા તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા હતા. જેને કારણે
અનિદ્રાની તકલીફ થઈ ગઈ હતી. આવા સમયે હિંમત મળે અને અનિદ્રાની
તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો.
પૂ.બાપાની કૃપાથી તેમને હિંમત મળી અને અનિદ્રાની તકલીફ દૂર થતા
મનને શાંતિ મળી.
શ્રી શશીબેન પંજાબી; સાઉથ હોલ (યુ.કે.)થી લખે છે: તેમને મોંની
અંદર ગાંઠ થઈ હતી. ડૉક્ટરે કેન્સરની ગાંઠ હોવાનું પ્રાથમિક
નિદાન કરતા તેઓ ગભરાઈ ગયા. બીજી વખત ટેસ્ટ કરાવવા જતી વખતે
તેમણે પૂ.બાપાને સ્મર્યા અને રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો
માન્યો. પૂ. બાપાની દયાથી રીપોર્ટ નોર્મલ આવ્યો. તે ગાંઠ
સામાન્ય હોવાનું નિદાન થયું અને ધીરે ધીરે તેમને સારું થઈ ગયું.
શ્રી હસુબેન આર. પટેલ; હંસલો (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રના
લગ્ન સારી જગ્યાએ થાય અને બીજા નાના-મોટા કાર્યો સફળ થાય તે
માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો.
પૂ.બાપાના આશીર્વાદથી તેમના દીકરાના લગ્ન ખૂબ જ સારી જગ્યાએ થયા
અને બીજા કાર્યો પણ સિદ્ધ થયા. પૂ.બાપાના ચરણોમાં વારંવાર વંદન.
શ્રી મનુભાઈ એ. પટેલ; હંસલો (યુ.કે.)થી લખે છે: તેમનાં પત્નીને
કાન પાસે ગાંઠ થઈ હતી. જેનું ઓપરેશન કરાવ્યા બાદ કેન્સર હોવાનું
અને તેની અસર મગજ સુધી થઈ હોવાનું નિદાન થયું. પત્નીને બિલકુલ
સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થી
પરચાની ટેક રાખી બીજી વખત ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું.
પૂ.બાપાની અમી કૃપાથી તે સફળ થતા તેમનાં પત્નીને સારું થઈ ગયું.
શ્રી સુશીલાબેન કે. શાહ; હંસલો (યુ.કે.)થી લખે છે: તેમને
ગર્ભાશય કેન્સર હોવાનું માલૂમ પડતા તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા હતા.
આ વેળાએ એક માત્ર પૂ.બાપાનો જ સહારો હતો. તેમણે પૂ.બાપાને
અંત:કરણથી પ્રાર્થ્યા અને ઓપરેશન સફળ થાય તે માટે પરચો માન્યો.
પૂ. બાપાની અપાર દયાથી તેમનું ઓપરેશન સફળ થયું અને હવે ઘણું જ
સારું રહે છે.
શ્રી વિમુબેન એચ. પટેલ; વેમ્બલી (યુ.કે.)થી લખે છે: તેમની
ભાણીના લગ્ન નિર્વિઘ્ને-ધામધૂમથી થઈ જાય તેમજ કુટુંબમાં
સુખ-શાંતિ રહે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો
છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાના આશિષથી ભાણીના લગ્ન
આનંદ-મંગલથી સંપન્ન થયા તેમજ તેમના અન્ય કાર્યો પણ સરળતાથી પાર
પડ્યા.
શ્રી સંજયભાઈ એમ. પટેલ; બોસ્ટન (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાએ
તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. મુશ્કેલીના સમયે પૂ.બાપાના
નામનું સ્મરણ જ પૂરતું થઈ રહે છે. છેલ્લા દોઢ વર્ષથી તેમને જોબ
મળતી ન હતી. તેમજ તેમના અમેરીકન સીટીઝનશીપનું કામ પણ અવરોધાયું
હતું. પરંતુ પૂ.બાપા પરની અસીમ શ્રદ્ધાના પ્રતીકરૂપ બંને કાર્યો
એક જ અઠવાડિયામાં સિદ્ધ થયા. યોગ્ય અને મનપસંદ જોબ મળી તેમજ
સીટીઝનશીપનું કાર્ય પણ પાર પડ્યું. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ.
શ્રી શાંતિલાલભાઈ પરમાર; હેબો (સ્વીડન)થી લખે છે: તેમના મિત્રની
પુત્રવધૂ અચાનક ખૂબ જ બીમાર પડી જતા તે પથારીવશ થઈ ગઈ હતી.
તેનું ઓપરેશન સફળ થાય અને તબિયત સારી થઈ જાય તે માટે તેમણે
પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની દયા
દ્રષ્ટિથી ઓપરેશન સફળ થયું અને હવે તે ચાલી પણ શકે છે.
શ્રીમતિ કૈલાસબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના ઘરમાં
સારો પ્રસંગ આવવાનો હતો. પરતું તેમને શારીરિક તકલીફ હોવાથી
ચિંતા હતી. આ વેળાએ પૂ.બાપાના પરચાની ટેક રાખતા તેમને પ્રસંગ
સમયે બિલકુલ સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી
તેમની મોટી પુત્રીના લગ્ન નિર્વિઘ્ને થઈ ગયા તેમજ આણું પણ સારી
રીતે પૂર્ણ થયું. નાની પુત્રીને છાતીમાં દર્દ રહેતું હોવાથી
ખાવા-પીવામાં તકલીફ થતી હતી. પરંતુ પૂ.બાપાના પરચાની ટેકના
પ્રતાપે તેને ટૂંક સમયમાં જ સારું થઈ ગયું. તેમના બહેનની પાસબુક
ક્યાંક મુકાઈ જવાથી મળતી ન હતી. પણ પૂ.બાપાને યાદ કરવાથી પાસબુક
તુરત જ મળી આવી. પૂ.બાપાએ તેમના જીવનની દરેક મુશ્કેલી દૂર કરી
કાર્ય સફળતા અપાવી છે.
શ્રીમતિ ભાનુમતીબેન એન. ટેલર; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના
પતિનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાનું
સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અમી
કૃપાથી તેમના પતિનું ઓપરેશન સફળ થયું અને સુખરૂપ ઘરે આવી ગયા.
પૂ.બાપાના ચરણોમાં વારંવાર વંદન.
શ્રીમતિ અરૂણાબેન બી. ગોંધિયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની
દીકરીને બે દીકરી બાદ ત્રીજી પ્રેગનન્સી હતી. તેને પુત્રરત્નની
પ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની
ટેક રાખી. પૂ.બાપાની કૃપાથી તેમની દીકરીને પુત્રપ્રાપ્તિ થઈ.
બીજું. તેમના પતિ બીમાર પડી ગયા હતા ત્યારે પણ પૂ.બાપા વ્હારે
આવ્યા. તેઓની તબિયત સારી થઈ ગઈ અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા.
તેમનો બ્લડનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.
શ્રીમતિ શાંતાબેન એમ. ગાંધી; લાફબરો (યુ.કે.)થી લખે છે: તેમના
દીકરી જમાઈના ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટ થઈ જાય તે માટે તેમણે પૂ.
બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાની પરમ
કૃપાથી તેઓના ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટ આવી ગયા. પૂ.બાપાના
ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રી ભાવનાબેન કારા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર
તેમને અખૂટ શ્રદ્ધા વિશ્વાસ છે. પૂ.બાપાની કૃપાથી તેમના ધાર્યા
સર્વે કાર્યો પૂર્ણ થયા છે. તેમની શારીરિક તકલીફના કારણે
ડૉક્ટરે ટેસ્ટ કરાવવાનું કહેતા રીપોર્ટ નોર્મલ આવે તે માટે
તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની પરમ
કૃપાથી તેમનો રીપોર્ટ નોર્મલ આવ્યો. બીજું, તેઓ ઈન્ડિયા આવવાના
હતા પરંતુ કુદરતી આફતનો ડર હતો. આ સમયે પણ પૂ.બાપાની કૃપા થઈ
અને તેમનો પ્રવાસ સુખરૂપ સંપન્ન થયો.
શ્રીમતિ સાધનાબેન એમ. મોદી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની
બહેનને ડીલેવરીનો સમય થઈ ગયો હતો. બે દિવસથી હોસ્પિટલમાં હતી પણ
ખૂબ જ તકલીફ પડતી હતી. તેને સુખરૂપ ડીલેવરી થઈ જાય તે માટે
તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી
થોડા જ સમયમાં તેને સુખરૂપ ડીલેવરી થઈ. આ ઉપરાંત, તેમના પતિને
જોબ પરની તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી. પૂ.બાપાને પ્રાર્થના
કરવાથી તેમની બધી જ મનોકામના પૂર્ણ થઈ છે.
શ્રી મધુબેન રૂપારેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના બહેનના
દીકરાને અભ્યાસ પૂર્ણ થયા બાદ તેની યોગ્યતા મુજબનું કામ મળતું ન
હતું. ઘણી જગ્યાએ કોશિષ કરી પણ સફળતા ન મળી છેવટે, આ બાબતે
તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો. ...ને
પૂ.બાપાની મહેરથી તેમના ભાણેજને થોડા જ દિવસોમાં સારામાં સારી
મનપસંદ જોબ મળી ગઈ.
શ્રી જયશ્રીબેન મોદી; લાસ વેગાસ (યુ.એસ.એ.)થી લખે છે: એક સરકારી
મામલામાં તેમનાથી થોડી ભૂલ થઈ ગઈ હતી. આ કામ સમુંનમું પાર પડે
તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી.
પૂ.બાપાએ તેમની ઈચ્છા પૂર્ણ કરી. તેમનું કામકાજ સરળતાથી પાર પડી
ગયું. પૂ.બાપાને શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના અવશ્ય ફળે છે.
શ્રીમતિ સુમનબેન પટેલ; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પતિ
ઈન્ડિયાથી સુખરૂપ અહીં આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને
પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની અપાર કૃપાથી તેમના પતિ
અહીં સુખરૂપ આવી ગયા. તેમના સંતાનો અહીં અવાર-નવાર અવર-જવર કરે
છે પરંતુ પૂ.બાપાએ દરેક સમયે તેઓ સૌથી રક્ષા કરી પ્રવાસ સફળ
બનાવ્યો છે. તેમના જીવનમાં આવેલ સંકટો પૂ.બાપાએ દૂર કર્યા છે.
શ્રી સ્મિતાબેન પી. વ્યાસ; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે:
તેમનું જૂનું મકાન વેચવા મૂક્યું હતું. માર્કેટમાં ખૂબ જ મંદી
હોવાથી ચિંતા હતી. પરંતુ પૂ.બાપાને કરેલી પ્રાર્થનાનાં ફળ
સ્વરૂપ મકાન વેચાઈ ગયું અને નવા મકાનનું બાંધકામ પણ શાંતિથી થઈ
ગયું. તેમજ રહેવા પણ આવી ગયા. તેમનો પૌત્ર ઊંધા માથે પડી જવાથી
નાકમાંથી લોહી નીકળતું હતું. પૂ.બાપાની કૃપાથી યોગ્ય સારવાર મળી
જતા તેને પણ સારું થઈ ગયું. તેમને હાથમાં ખૂબ જ દુ:ખાવો થતો
હતો. પૂ.બાપાની કૃપાથી તેનો એક્સ-રે રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.
તેમજ બ્લડ રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.
શ્રીમતિ મીનાક્ષીબેન એમ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની
પુત્રવધૂ ઈન્ડિયાથી અહીં નિર્વિઘ્ને સુખરૂપ આવી જાય તે માટે
તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો.
પૂ.બાપાની પરમ કૃપાથી તે લંડન ખૂબ જ સરળતાથી આવી ગઈ. કોઈપણ
ઈમીગ્રેશન પ્રોબ્લેમ વગર સ્ટુડન્ટ વિઝા પર તે અહીં આવી પહોંચી.
પૂ.બાપાએ તેમના દરેક સંકટ દૂર કરી જીવનમાં સુખ-શાંતિ આપ્યા છે.
શ્રીમતિ પુષ્પાબેન જે. પટેલ; વેલિંગ્ટન (યુ.કે.)થી લખે છે: તેઓ
તેમની દીકરીઓના પરિવાર સાથે સ્પેન ફરવા જવાના હતા. તેના એક
સપ્તાહ અગાઉ તેઓ ખૂબ જ બીમાર પડી ગયા. તેઓ ન જાય તો બધાનું
જવાનું રદ થાય અને રીફંડ પણ ન મળે. આથી તબિયત વ્હેલી તકે સારી
થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો.
પૂ.બાપાની દયાથી તેમને બે જ દિવસમાં સારું થઈ ગયું. તેમને
છાતીમાં દુ:ખાવાને કારણે ચેક-એપ કરાવવાનું હતું. પરંતુ મશીન પર
સ્થિર સુઈ શકાય એમ ન હતું. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેઓ 20
મિનિટ સુધી સ્થિર સૂઈ શક્યા. તેમની આંખની, પગની તકલીફ પણ
પૂ.બાપાએ દૂર કરી. તેમની દોહિત્રી પગથિયા પરથી પડી ગઈ હતી.
પૌત્રને આંગળીમાં દડો વાગ્યો હતો. પુત્રવધુ બીમાર પડી ગઈ હતી
અને તેમની સખીને પગમાં પીડા થતી હતી. પૂ.બાપાના પરચાના પ્રતાપે
સૌને સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમનો પાસ નવો
આવી ગયો. તેમજ દોહિત્રીને મનપસંદ શાળામાં એડમીશન મળી ગયું.
શ્રી કામિનીબેન જી. પટેલ; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે:
તેમની જોબ છૂટી ગઈ હતી. બીજી જોબ માટે બે - ત્રણ મહિના પ્રયત્નો
કર્યા પણ નિષ્ફળ ન નીવડ્યા. છેવટે, તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા
અને જલ્દીથી જોબ મળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાના
આશીર્વાદથી તેમને તે જ સપ્તાહના બીજા દિવસે ઈન્ટરવ્યૂ કોલ આવ્યો
અને જોબ મળી ગઈ. આ ઉપરાંત, તેમણે અનએમ્પ્લોમેન્ટ એપ્લીકેશન ફાઈલ
કરી હતી. આ મુશ્કેલ કામ પણ પૂ.બાપાની કૃપાથી પાર પડ્યું. તેજ
અઠવાડિયામાં અનએમ્પ્લોયમેન્ટ એપ્રૂવ થઈ ગયું.
શ્રી વસુબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનાં ઘરેણાંનો
ડબ્બો ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં ન મળ્યો. 'જલારામ
જ્યોત'માંના પરચા વાંચ્યા બાદ પ્રેરણા મળતા તેમણે પણ ઘરેણાંનો
ડબ્બો મળી આવે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તે
ડબ્બો મળી આવ્યો.
શ્રી લલિતાબેન જે. વિઠ્ઠલાણી; મીડક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના
દોહિત્રના કાનનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ, તેને સારું થઈ જાય તે
માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની
અમી દ્રષ્ટિથી દોહિત્રના કાનનું ઓપરેશન સફળ થયું અને તેને સારું
પણ થઈ ગયું. તેમના દોહિત્રનો ખોવાઈ ગયેલો પાસપોર્ટ પણ પૂ.બાપાને
પ્રાર્થના કરવાથી મળી આવ્યો. આ ઉપરાંત, પૂ.બાપાની દયા થકી તેમના
ઘરની અશાંતિ દૂર થઈ.
શ્રી વિજ્યાબેન જે. પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની એક
અગત્યની વસ્તુ ક્યાંક મુકાઈ ગઈ હતી. બધી જગ્યાએ શોધવા છતાં તે
ક્યાંયથી ન મળી. પરંતુ પૂ.બાપાને કરેલી હૃદયપૂર્વકની પ્રાર્થના
અને પરચાની ટેક થકી તે વસ્તુ મળી આવી. વધુમાં, તેમના પતિની
બીમારી પૂ.બાપાએ દૂર કરી. પૂ.બાપાની કૃપાથી તેમના દોહિત્રને
સારી જોબ મળી ગઈ.
શ્રી રજનીકાંતભાઈ પટેલ; કિંગસ્ટન (યુ.કે.)થી લખે છે: તેઓ
ધંધાકીય મુસીબતમાં ફસાઈ ગયા હતા. જેમાંથી હેમખેમ ઊતરી જવાય તે
માટે તેમણે પૂ.બાપાને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થ્યા અને પરચો
છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી અને
મુસીબતમાંથી બચાવી લીધા. ધંધામાં મોટું નુકશાન થવાની સંભાવના
હતી પણ પૂ.બાપાએ લાજ રાખી. પરમ કૃપાળુ સંત શ્રી જલારામ બાપાને
અગણિત નમસ્કાર.
શ્રીમતિ વિભાબેન જોબનપુત્રા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો
પુત્ર તેની જોબ કોન્ટ્રાક્ટની શોધમાં હતો. તેને કામ મળી જાય તે
માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાના કૃપા
આશિષથી બધું જ વેળાસર ગોઠવાઈ ગયું.
શ્રી ભાનુબેન ટેલર; મોમ્બાસા (કેન્યા)થી લખે છે: તેમની મોટી રકમ
ક્યાંય મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતી ન હતી. પૂ.બાપાને
પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કરતા તે રકમ અચાનક મળી આવી.
તેમના બીજાં કાર્યો પણ પૂ.બાપા અવશ્ય પાર પાડશે તેવી તેમની
શ્રદ્ધા અટલ છે.
શ્રીમતિ જયાબેન પોપટ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમને મોંમાં ખૂબ
જ બળતરા થતી હતી, દીકરાને એક પગમાં સોજો આવવાથી દુ:ખાવો રહેતો
હતો, મોટી દીકરીના દીકરાની તબિયત સારી રહેતી ન હતી અને બીજી
દીકરીને કિડનીની બીમારી હતી. બધાના સારા સ્વાસ્થ્ય માટે
પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા દરેકની શારીરિક તકલીફ દૂર થઈ અને
સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ.
શ્રીમતિ નીરૂબેન બી. પ્રજાપતિ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના
મોટા પુત્રને ગાલમાં ગૂમડાં જેવું થયું હતું. તેનું ઓપરેશન સફળ
થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી
હતી. પૂ.બાપાની દયાથી ઓપરેશન સફળ થયું અને તે હેમખેમ ઘરે આવી
ગયો. તેમના ઘૂંટણનો દુ:ખાવો પણ પૂ.બાપાએ દૂર કર્યો. બીજું,
પૂ.બાપાની કૃપાથી તેમના મોટા પુત્રને ઘરે સુંદર કન્યારત્નનું
પારણું ઝૂલતું થયું.
શ્રી એસ. ડી. પટેલ; ક્રેવલી (યુ.કે.)થી લખે છે: તેમને પગમાં
ફ્રેક્ચર થયું હતું. ચાલી શકાય તેવી આશા પણ ન હતી. પરંતુ આ
બાબતે પૂ.બાપા ઉપર શ્રદ્ધા રાખી, પગમાં સારું થઈ જાય તે માટે
પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમને પગમાં બિલકુલ સારું થઈ
ગયું અને વ્યવસ્થિત ચાલી પણ શકાય છે. ખરેખર, પૂ. બાપાની લીલા
અપરંપાર છે.
શ્રીમતિ નયનાબેન મહેતા; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે:
પૂ.બાપાની કૃપાથી તેમની બધા જ કાર્યો મુશ્કેલી વિના પાર પડ્યા
છે. તેમના બાળકોના અભ્યાસ અર્થે જ્યારે પણ પૂ.બાપાને પ્રાર્થના
કરી છે ત્યારે ફળી છે. પૂ.બાપા દરેક સમયે વ્હારે આવ્યા છે અને
તેમના પરિવાર પર આશિર્વાદ વરસાવ્યા છે.
શ્રીમતિ ભારતીબેન ઈન્દ્રવદનભાઈ; ફ્રીજી (આઈલેન્ડ)થી લખે છે:
તેમની પુત્રીને નોર્મલ ડીલેવરી થાય અને તેમના પૌત્રની તબિયત
સારી થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની
ટેક રાખી હતી. પૂ.બાપાની દયાથી પુત્રીને નોર્મલ ડીલેવરી થઈ અને
પૌત્રની તબિયત પણ સારી થઈ ગઈ.
શ્રીમતિ ભારતીબેન સી. દોસાણી; લ્યૂટન (યુ.કે.)થી લખે છે: તેમના
નાના દીકરાનો અકસ્માત એક સાયકલ સવાર સાથે થયો હતો. આ સમાચાર
મળતા તુરત જ તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને બંનેને કોઈ ઈજા ન
થઈ હોય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી બંનેને બિલકુલ
ઈજા થઈ ન હતી. બંને હેમખેમ રહ્યા.
શ્રી ગીતાબેન એસ. પટેલ; બ્રાડફોર્ડ (યુ.કે.)થી લખે છે: તેઓની
ઈચ્છા ઈન્ડિયા ફરવા જવાની હતી. આ માટે જોબ પરથી રજા મળે તે માટે
તેમણે પૂ.બાપાનું સ્મરણ ખરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો.
પૂ.બાપાની પરમ કૃપાથી તેમને રજા મળી ગઈ અને ઈન્ડિયા જઈ ત્યાં
તેમના અગત્યના કાર્યો પણ નિર્વિઘ્ને પૂર્ણ થયા. ખરેખર, પૂ.બાપા
હાજરાહજૂર છે.
શ્રીમતિ શાંતાબેન વ્યાસ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમના મોટા
દીકરાની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ડૉક્ટરની દવા ચાલુ હતી. પણ
ખાસ ફેર જણાતો ન હતો. તેનો બ્લડનો રીપોર્ટ નોર્મલ આવે અને
સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો
માન્યો. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી રીપોર્ટ નોર્મલ આવ્યો અને
તેની તબિયત પણ સારી થઈ ગઈ. તેમની નાની-મોટી બધી ચિંતાઓ પૂ.બાપાએ
દૂર કરી છે.
શ્રીમતિ નલિનીબેન પરીખ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમને
અને પરિવારજનોને પૂ.બાપા ઉપર અટલ શ્રદ્ધા છે. પૂ.બાપાને
શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. તેમની
દીકરીની લાંબા સમયની જોબ પૂરી થઈ જતાં પૂ.બાપાએ તેને તાત્કાલિક
બીજી જોબ અપાવી દીધી. તેમના વાળ ખૂબ જ ઊતરતા હતા. પૂ.બાપાને
પ્રાર્થના કરવાથી તે પણ બંધ થઈ ગયા. પૂ.બાપાના ચરણોમાં
ભાવપૂર્વક નમન...
શ્રીમતિ લાભુબેન લોઢિયા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેઓ દેશમાં
ફરવા ગયા ત્યારે તેમના ભત્રીજાને હૃદયરોગનો હુમલો આવ્યો. તેને
સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો.
પૂ.બાપાની અમી કૃપાથી ભત્રીજાને સારું થઈ ગયું. તેમનો મોટો
દીકરો પણ દેશમાંથી ફરીને આવ્યા બાદ તુરત જ બીમાર થઈ ગયો હતો.
પૂ.બાપાએ તેની બીમારી પણ દૂર કરી. આ ઉપરાંત, પૂ.બાપાની પરમ
કૃપાથી તેમના દીકરાના લગ્ન મનપસંદ કન્યા સાથે થયા, તેમનું
ધાર્યું કાર્ય સફળ થયું, તેમની પુત્રવધૂને વિઝા મળી ગયા તેમજ
તેમના જૂના પડોશીના હાથનું દર્દ દૂર થયું. પૂ. બાપાને સાદર
વંદન.
શ્રીમતિ જયાબેન આડતીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો દોહિત્ર
કોઈ કારણસર રિસાઈ ગયો હતો. તેનું મનદુ:ખ દૂર થાય તે માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી
દોહિત્રનું મનદુ:ખ દૂર થયું. બીજું, તેમનો દાગીનો ક્યાંક મુકાઈ
જવાથી ઘણું શોધવા છતાં મળતો ન હતો. પરંતુ પૂ.બાપાને પ્રાર્થવાથી
દાગીનો મળી આવ્યો. પૂ.બાપાના કૃપા આશિષથી તેમના દિયરના દીકરાને
જોબ મળી ગઈ.
શ્રીમતિ શકુંતલાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેઓ ઈન્ડિયા
ગયા ત્યારે તેમના પતિની આંગળી અચાનક વાંકી થઈ ગઈ. ડૉક્ટરે
ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. પરંતુ તેમણે પૂ.બાપાના પરચાની
ટેક રાખતા તેમના પતિની આંગળી પહેલાં જેવી જ સીધી થઈ ગઈ. તેઓ
રજાઓમાં ફરવા ગયા હતા. જ્યાં તેમના પતિને તાવ આવી ગયો.
પૂ.બાપાને પ્રાર્થના કરવાથી ત્યારે પણ તેને સારું થઈ ગયું અને
તેમનો પ્રવાસ સુખરૂપ સંપન્ન થયો. વધુમાં, પૂ.બાપાને કરેલી
પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમના મકાન માટે સારા ભાડુઆત મળી ગયા,
તેમને ગાડી પાર્ક કરવા માટે પરમીટ મળી ગઈ તેમજ તેમના પેપરબોયના
જીવનમાં આવેલી મુશ્કેલી પણ દૂર થઈ.
શ્રીમતિ તારાબેન સી. પટેલ; કોલંબસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના
નાના દીકરા તુષારને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેને સારું
થઈ જાય અને રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થના કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની મ્હેરથી તેમના
દીકરાનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને શ્વાસ લેવાની તકલીફ પણ દૂર
થઈ.
શ્રીમતિ ભારતીબેન વી. પટેલ; કોલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે:
પૂ.બાપાએ તેમના જીવનમાં ડગલે ને પગલે પરચા પૂર્યા છે. તેમના
પગમાંથી અચાનક સળિયો ખસી જતા ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું.
પરંતુ પૂ.બાપાનો પરચો માન્યાના ત્રીજા જ દિવસે સળિયો આપમેળે
બરાબર બેસી ગયો અને તેઓ ફરી વ્યવસ્થિત ચાલતા થઈ ગયા. પૂ.બાપાની
કૃપાથી ઈન્ડિયાના પ્રવાસ દરમ્યાન તેમની તબિયત સારી રહી. તેમના
ગળામાં થયેલી ગાંઠ અને એડીમાં થતો દુ:ખાવો પણ પૂ.બાપાએ જ
મટાડ્યા. તેમનો ડ્રાઈવર કામ છોડીને જવાનું કહેતો હતો. પરંતુ
પૂ.બાપાની કૃપાથી તે ફરી કામ પર આવી ગયો. તેમના પતિએ પણ દાઢની
પીડા શમી જાય તે માટે માનેલ પૂ.બાપાનો પરચો પણ ફળ્યો.
શ્રીમતિ કોકિલાબેન એન. પટેલ; ટેનીસી (યુ.એસ.એ.)થી લખે છે:
પૂ.બાપા ઉપર તેમને અખૂટ શ્રદ્ધા - વિશ્વાસ છે. તેમને થયેલી
શારીરિક તકલીફ પૂ.બાપાનો પરચો માનવાથી દૂર થઈ. તેમના તથા તેમના
પતિ અને પુત્રોના જીવનમાં આવેલી અનેક મુશ્કેલ સમસ્યાઓ પૂ.બાપાના
નામ-સ્મરણ માત્રથી દૂર થઈ છે અને કઠિન કાર્યો પાર પડ્યા છે.
પૂ.બાપાના શુભાશિષથી તેમના પુત્રોને ખૂબ જ સારી જોબ છે. તેમના
પૌત્ર-પૌત્રીઓ અભ્યાસમાં હોશિયાર છે. પૂ.બાપાએ તેમની ઈચ્છા
પ્રમાણે સુંદર જીવન-વ્યવસ્થા કરેલ છે. પરમ કૃપાળુ સંત શ્રી
જલારામ બાપાના ચરણોમાં નત મસ્તક વંદન.
શ્રીમતિ નયનાબેન મિસ્ત્રી; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે:
તેમના દીકરી - જમાઈ તેનું પ્રથમ ઘરનું મકાન લેવા માટે પ્રયત્નો
કરતા હતા. એક મકાન ગમ્યું. ઓફર મૂકી, પાસ થઈ ગઈ. પણ પછીથી કંઈક
પોબ્લેમ થતા તે મકાન ન મળે એવું લાગ્યું. જેથી બધા ખૂબ જ હતાશ
થઈ ગયા. આ સમયે પૂ.બાપાને યાદ કરી ગમે તેમ કરીને આ મકાન મળી જાય
તે માટે પ્રાર્થના કરી પરચો માન્યો... તે થોડા જ દિવસોમાં 'હા'
થઈ ગઈ.
પૂ.બાપાની સહાયથી જ આ શક્ય બન્યું. બીજું, તેમના 86 વર્ષના બાની તબિયત ખૂબ જ
બગડી ગઈ. પરંતુ પૂ.બાપાને પ્રાર્થવાથી ચમત્કારિક રીતે તેને
સારું થઈ ગયું. તેમના દીકરાને થોડા વર્ષ પહેલાં ગંભીર બીમારી થઈ
હોવાથી દર વર્ષે ચેકઅપ કરાવવાનું હતું. પણ છેલ્લા બે વર્ષથી
તેણે ચેક-અપ ન કરાવતા રીપોર્ટ અંગે ચિંતા હતી. આ વેળા પણ
પૂ.બાપાનો પરચો માનતા તેનો રીપોર્ટ નોર્મલ આવ્યો. તેનો
એમ.આર.આઈ.નો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો. આ ઉપરાંત, પૂ.બાપાની
દયાથી તેમની દીકરી અને પુત્રવધૂને સારા દિવસો રહ્યા છે.
પૂ.બાપાને વારંવાર વંદન...
શ્રી મયુરભાઈ એમ. કારીયા; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપાના
પ્રેરણાદાયક જીવનથી તેઓ ખૂબજ પ્રભાવિત થયેલ છે. પૂ. જલારામ
બાપામાં તેઓ અનન્ય શ્રદ્ધા-વિશ્વાસ ધરાવે છે. જ્યારે પણ જીવનમાં
કોઈ મુશ્કેલી આવી પડે છે ત્યારે ખરા હૃદયથી પૂ. બાપાને યાદ
કરવાથી તેઓ અવશ્ય મદદ કરે છે. તેઓ જે કંપનીમાં નોકરી કરતા હતા
ત્યાંથી તેઓને છૂટા કરવાની નોટિસ મળતા તેઓ સંકટમાં મૂકાઈ ગયેલ.
તેઓ જ્યારે નવા મકાન ખરીદવાની તજવીજ કરી રહ્યા હતા તે સમયે જ આ
નોટિસ આવતાં તેમણે પૂ.બાપાનું શરણ લઈ, બે ગુરુવારના
પૂજા-અર્ચન-ઉપવાસનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અનન્ય દયાથી તેના
બીજા ગુરુવારના જ તેમની નોકરીની નોટિસ પાછી ખેંચાઈ અને
પગારવધારા સાથે બીજી કંપનીમાં નવો ઓડર્ર મળી ગયો. તેમજ તેમનું
નવું મકાન ખરીદવાની ઈચ્છા પણ પરિપૂર્ણ થઈ.