
શ્રીમતિ વિજ્યાબેન વી. મીસ્ત્રી, લંડન (યુ.કે.)થી લખે છે; તેમની પૌત્રીને યોગ્ય જીવનસાથી મળે તે માટે તેમજ તેની સગાઈનો પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણપૂર્વક પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના આશીર્વાદથી તેમની પૌત્રીનું સગપણ સારા પરિવારમાં થયું. અને પ્રસંગ પણ આનંદથી પાર પડ્યો. તેના લગ્ન નક્કી થઈ ગયા છે. પૂ. બાપાના આશિષથી લગ્નપ્રસંગ પણ સરળતાથી પાર પડશે તેવી તેમને શ્રદ્ધા છે.
શ્રીમતિ પ્રભાબેન કે. જોગીયા, સીડની (ઓસ્ટ્રેલિયા)થી લખે છે; તેમના પતિને પગમાં એક નસ દુ:ખતી હોવાને કારણે તેઓને સુવા - બેસવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. તેઓનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી ઓપરેશન સફળ થયું અને તેમના પતિને પગમાં બિલકુલ સારું થઈ ગયું.
શ્રીમતિ શાંતાબેન પટેલ, લંડન (યુ.કે.)થી લખે છે; તેમની પુત્રવધૂની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની પુત્રવધૂની ડીલેવરી હેમખેમ પાર પડી અને જોડિયા બાળકોના જન્મ થયો. માતા - બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. બીજું, તેમને આંખની નીચે મસા તથા નાક પર લાલ ડાઘ થયા હતા. પરંતુ પૂ. બાપાના પરચાના પ્રતાપે દવા વગર સારું થઈ ગયું. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રી મૂલજીભાઈ ગોકાણી, ચેલ્ટનહામ (યુ.કે.)થી લખે છે; તેમના દીકરા ચિ. ભાવેશના જીવનમાં થોડી મુશ્કેલી આવી હતી જે દૂર થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાએ તેમના દીકરાની મુશ્કેલી દૂર કરી. હાજરાહજૂર પૂ.બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી પ્રવિણાબેન કોટક, લેસ્ટર (યુ.કે.)થી લખે છે; તેમના પૌત્ર ચિ. માનસને ટોઈલેટ કરવાની તકલીફ હતી. તે ખૂબ જ ગભરાતો હતો. તેને સારું થઈ જાય તે માટે તેમની પુત્રવધૂ નિશાબહેને (પોતાના પુત્ર માટે) પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની દયાથી તેમના પૌત્રને તુરત જ સારું થઈ ગયું.
શ્રીમતિ સરલબેન એન. પરીખ, કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે; તેમના પુત્રને જન્મ સમયે કમળો થયો હતો. નવજાત શિશુને આ ગંભીર બીમારીમાંથી ઉગારવા તેમણે પૂ.બાપાનું શરણું લીધું અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. તેમના પુત્રને બીજે જ દિવસથી કમળો ઓછો થવા લાગ્યો અને ધીમે ધીમે તદ્ન સારું થઈ ગયું. દયાના સાગર પૂ. બાપાને વારંવાર વંદન.
શ્રીમતિ કમળાબેન ડી. પરમાર, લંડન (યુ.કે.) થી લખે છે; તેમના પતિને હૃદયની તકલીફ હોવાને કારણે તબિયત સારી રહેતી ન હતી. તેઓના સારા સ્વાસ્થ્ય માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ. બાપાની અપાર દયાથી તેમના પતિના સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો થયો. પૂ.બાપાએ તેમને અનેક મુસીબતોમાંથી ઉગાર્યા છે. ભક્તો પર સદાય કૃપા દ્રષ્ટિ વરસાવનારા પૂ. બાપાને શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ લીનાબેન એમ. દવે, ઓહાયો (કેનેડા)થી લખે છે; પૂ.બાપાના પરચા વિશે તેમના સાસુમા શ્રી વીણાબેન દવે પાસેથી ઘણી જ વાતો સાંભળેલી. તેઓની પૂ.બાપા પરથી આસ્થા જોઈ તેમને પણ શ્રદ્ધા જાગી. તેમના ભાઈ હિમાંશુને છ મહિનાથી નોકરી છૂટી ગઈ હતી. તેને સારી નોકરી મળે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેને એક જ મહિનામાં નોકરી મળી ગઈ. બીજું, તેના પુત્ર ચિ. ધ્યાનમને ખૂબ જ નાની વયે હૃદયનું ઓપરેશન કરાવવાનું થયું ત્યારે પણ પૂ. બાપાએ તેમની અરજ સાંભળી. ઓપરેશન સફળ થયું અને પુત્રની તબિયત સારી થઈ ગઈ.
શ્રીમતિ ગીતાબેન પી. પટેલ, લંડન (યુ.કે.)થી લખે છે; તેઓ જે મકાનમાં રહેતા હતા તે મકાન તેમની માલિકીનું થઈ જાય તેમજ નવો કોન્ટ્રાક્ટ સાઈન થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપાથી તેમની આ ઈચ્છા ફળી. તેમનો પુત્ર મેડીકલના ચોથા વર્ષમાં છે. પરીક્ષામાં તેના પેપર્સ ખૂબ જ અઘરા ગયા હતા. તેના માટે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા તે પાસ થઈ ગયો. પૂ.બાપાના આશીર્વાદથી અમેરીકામાં રહેતી તેમની નાની દીકરી પણ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ. વધુમાં, તેમને હોસ્પિટલમાં જુદા જુદા ટેસ્ટ કરાવવાના હતા. પૂ. બાપાની કૃપાથી તેમના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા. તેઓ દુકાનમાં એકલા હાથે વ્યાપાર ધંધો સંભાળે છે. પણ પૂ.બાપા હાજરાહજૂર રહી સહાયરૂપ બને છે અને ધંધો પણ સારો ચાલે છે.
શ્રીમતિ શાંતાબેન એચ. ભગત, અલાબામા (યુ.એસ.એ.)થી લખે છે; તેમના પૌત્રને દૂધની એર્લજી હતી. દૂધ કે દૂધની કોઈપણ વાનગી તે ખાઈ-પી શકતો ન હતો. તેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમનો પૌત્ર દૂધ તેમજ દૂધની વાનગી ખાતો - પીતો થઈ ગયો. પૂ. બાપાને કોટિ કોટિ સાદર પ્રણામ.
શ્રી શારદાબેન પરમાર, સેરસબેગન (સ્વીડન)થી લખે છે; તેમનો નાનો દીકરો બીમાર પડી ગયો હતો. તેનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી તેમના પુત્રની બીમારી દૂર થઈ ગઈ અને સ્વાસ્થ્ય તદ્ન સારું થઈ ગયું.
શ્રી લાભુબેન લોઢિયા, લેસ્ટર (યુ.કે.)થી લખે છે; તેમણે હોસ્પિટલમાં અમુક ટેસ્ટ કરાવ્યા હતા. જેના રીપોર્ટ લઈ જવા માટે ડૉક્ટરે ફોન કરી તેમને દવાખાને બોલાવતા ખૂબ જ ચિંતા થઈ. તુરત જ તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમના રીપોર્ટ નોર્મલ આવ્યા. અને ચિંતા દૂર થઈ.
શ્રીમતિ દિપ્તીબેન ચૌહાણ, આસ્ટન (યુ.કે.)થી લખે છે; તેઓ બીજા સંતાન માટે ચાર વર્ષથી પ્રયત્નો કરતા હતા. ડૉક્ટરોની સલાહ લીધી અને રીપોર્ટ પણ બધા જ નોર્મલ આવ્યા. તેમ છતાં કોઈ સંકેતો દર્શાતા ન હતા. છેવટે, તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને સારા દિવસો રહે તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ તેમની વિનંતી સાંભળી. તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. પૂ.બાપાનું નામ લઈ કરેલ સંકલ્પ અવશ્ય પૂર્ણ થાય છે.
શ્રીમતિ નિર્મળાબેન જોબનપુત્રા, લંડન (યુ.કે.)થી લખે છે; તેમના ઘરે ધાર્મિક કાર્ય કરવાનું હતું પરંતુ તેમની તબિયત સારી રહેતી ન હતી. આથી તેમણે પૂ. બાપાનું સ્મરણ કર્યું અને ધાર્મિક કાર્ય સારી રીતે પાર પડે તેમજ તે દરમ્યાન તબિયત સારી રહે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમનું કાર્ય સારી રીતે પાર પડ્યું અને તબિયત પણ સ્વસ્થ રહી. બીજું, તેમને આંખમાં અવારનવાર તકલીફ થતી. તેમજ પગ પકડાઈ જતા અને પડખામાં ઠંડી લાગી જવાથી સૂઈ શકાતું ન હતું. દરેક સમયે પૂ.બાપાને યાદ કરતા તુરત જ સારું થઈ ગયું. તેમની શારીરિક કે કૌટુંબિક કોઈપણ તકલીફ વખતે પૂ. બાપા ડગલે ને પગલે મદદરૂપ બન્યા છે. અગણિત કાર્યો સરળતાથી પાર પડ્યા છે. તેમના પુત્રની ધંધાકીય મુશ્કેલી પણ પૂ. બાપા દૂર કરશે તેવી તેમને શ્રદ્ધા છે.
શ્રીમતિ નલિનીબેન અમીન, લંડન (યુ.કે.)થી લખે છે; તેમની દીકરીને પ્રેગનન્સી દરમ્યાન અવારનવાર બ્લીડીંગ થતા તેની ડીલેવરી અંગે સતત ચિંતા રહેતી. તેની આ તકલીફ દૂર થાય તેમજ ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તેમની દીકરીને સારું થઈ ગયું. તેની ડીલેવરી હેમખેમ પાર પડી અને માતા-પુત્રની તબિયત પણ સારી રહે છે. બીજું, તેમના જમાઈનો ગેસ્ટ હાઉસનો ધંધો થોડો મંદ પડી ગયો હતો. પરંતુ પુ. બાપાના પરચાના પ્રતાપે તેના ધંધામાં પણ તેજી આવી.
શ્રીમતિ સવિતાબેન ભદ્રેશા, લંડન (યુ.કે.)થી લખે છે; તેમનું બાયપાસ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની કૃપાથી તેમનું બાયપાસ ઓપરેશન સફળ થયું અને ધીમે ધીમે તબિયત પણ સારી થઈ ગઈ. પૂ.બાપાના આશીર્વાદથી તેમના બહોળા પરિવારમાં સંપ-સ્નેહ પ્રવર્તે છે. નાના-મોટા તમામને પૂ. બાપા ઉપર અપાર શ્રદ્ધા છે.
શ્રી ગોવિંદભાઈ પટેલ, બ્રામ્પ્ટન (કેનેડા)થી લખે છે; તેમનાં પત્ની જોબ કરતા હતા. અચાનક મંદી આવવાના કારણે તેની જોબ છૂટી ગઈ. ત્યાર બાદ લાંબા સમય વિતવા છતાં તેની લેણી રકમ અને લીઓફના પૈસા મળતા ન હતા. આ રકમ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમનાં પત્નીને પૈસા મળતા થઈ ગયા. બીજું, તેમના શરીર પર નીકળેલા સફેદ ડાઘ પણ પૂ.બાપાએ મટાડ્યા.
શ્રી પ્રવિણાબેન આર. પટેલ, લંડન (યુ.કે.)થી લખે છે; તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી અને છાતીમાં ગભરામણ થતી. ડૉક્ટરને ત્રણ વખત બતાવ્યું. ઈમરજન્સી સારવાર પણ લીધી છતાં કંઈ નિદાન ન થયું અને તકલીફ ચાલુ જ રહી. છેવટે, તેમણે ચિંતિત હૃદયે પૂ. બાપાને યાદ કર્યા અને શ્વાસની તકલીફમાંથી સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમી કૃપાથી તેમને તદ્ન સારું થઈ ગયું. તેમની નાની-મોટી મુશ્કેલીઓ પૂ. બાપાના નામસ્મરણ માત્રથી દૂર થઈ જાય છે.
શ્રી મંજુલાબેન ટી. પટેલ, લાફબરો (યુ.કે.)થી લખે છે; પૂ.બાપા ઉપર તેમને અનન્ય શ્રદ્ધા છે. પૂ.બાપાનું નામ સ્મરણ તમામ મુશ્કેલીઓ દૂર કરી મનને શાંતિ આપે છે, વિકટ પરિસ્થિતીમાં યોગ્ય માર્ગ સુઝાડે છે અને કાર્ય સફળતા અપાવે છે. તેમના માટે તો પૂ. બાપા જ ઈશ્વર છે.
શ્રીમતિ નયનાબેન આચાર્ય, લંડન (યુ.કે.)થી લખે છે; તેમના દીકરાને નોકરીની ચિંતા હતી. જેના કારણે તેઓ પણ ટેન્શનમાં રહેતા. આ બાબતે તેમણે પૂ. બાપાને અરજ કરી પરચો માનતા તેમના દીકરાની નોકરી અંગેની ચિંતા દૂર થઈ. આ ઉપરાંત, તેમની દીકરીના જીવનમાં પણ અણબનાવ સજાર્તા આ સમયે પણ પૂ. બાપા વ્હારે આવ્યા અને સૌ સારાવાના થયા. ખરેખર, પૂ. બાપા હાજરાહજૂર છે.
શ્રી નીપાબેન રાયચુરા, ઓન્ટારીયો (કેનેડા)થી લખે છે; પૂ. જલારામ બાપા ઉપર તેમને અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. તેમના જીવનમાં આવતી દરેક મુશ્કેલી પૂ.બાપા દૂર કરે છે અને કાર્ય સિદ્ધ કરે છે. દયાના સાગર પૂ. બાપાના ચરણમાં શત્ કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ નિર્મળાબેન એચ. પટેલ, મોન્ટ્રીય (કેનેડા)થી લખે છે; તેમના દીકરાએ એક નવું મકાન ખરીદયા પછી થોડા જ દિવસોમાં મોટી તકલીફમાં મુકાઈ ગયો. તેની તબિયત ખરાબ થઈ જતા તેઓ સૌ પરિવારજનોએ કેટલાક સમય ખૂબ જ ચિંતામાં પસાર કર્યા. દરમ્યાન પૂ. બાપાનું સ્મરણ થતા પૂરી શ્રદ્ધા સાથે દીકરાના સ્વાસ્થ્યની રક્ષા કાજે તેમણે પરચો માન્યો... ને પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમના દીકરાની તબિયતમાં ચમત્કારિક રીતે સુધારો થવા લાગ્યો. થોડા જ દિવસોમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. પૂ. બાપાએ તેમના નાના - મોટા અનેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
શ્રીમતિ શાંતાબેન ચીમનલાલ, લંડન (યુ.કે.)થી લખે છે; તેમની દીકરીઓના પાસપોર્ટ વિઝા માટે કેન્યા મોકલ્યા હતા. જે લાંબા સમય સુધી આવ્યા ન હતા. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને વિનવ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અપાર કૃપાથી તેમની દીકરીઓના પાસપોર્ટ આવી ગયા. બીજું, તેમને એક અગત્યના કાર્ય માટે ઈન્ડિયા જવાનું હતું. કાર્ય સફળતાપૂર્વક પાર પડી સૌ સુખરૂપ લંડન આવી જાય તે માટે પૂ. બાપાને કરેલ પ્રાર્થના પણ ફળી. તેમનો પોપટ બીમાર થઈ ગયો છે. પૂ. બાપાની દયાથી તેને પણ સારું થઈ જશે તેવી તેમની શ્રદ્ધા છે.
શ્રીમતિ ઈલાબેન વાઘેલા, લંડન (યુ.કે.)થી લખે છે; તેમનો પુત્ર પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થઈ યુનિવર્સિટીની ડીગ્રી મેળવે તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થઈ. તેમનો પુત્ર સારા માર્કસ મેળવી પાસ થયો અને તને યુનિવર્સિટીની ડીગ્રી પણ મળી ગઈ. પૂ.બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રીમતિ લીલાબેન એન. પટેલ, ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે;તેઓ તેમના પતિ સાથે યુરોપ ફરવા ગયા હતા. ઈટાલી પહોંચ્યા બાદ ખબર પડી કે તેમની બેગ ગુમ થઈ છે. ત્રણ વખત તપાસ કરી પણ બેગ ન મળી. છેવટે, તેમણે પૂ.બાપાને સ્મર્યા અને બેગ મળી જાય તે માટે પરચો માન્યો. બાદમાં, તેમના પતિ ફરી તે જ જગ્યાએ જોવા ગયા તો ત્યાંથી જ બેગ મળી આવી. આ પૂ. બાપાનો ચમત્કાર જ કહેવાય!
શ્રી પ્રજ્ઞાબેન ખંડેરીયા, મીડેક્ષ (યુ.કે.)થી લખે છે; પૂ. બાપા ઉપર તેમને અટલ શ્રદ્ધા- વિશ્વાસ છે. સંકટના સમયમાં પૂ.બાપાએ ડગલે ને પગલે મદદ કરી છે. તેમના બાને પણ પૂ.બાપા ઉપર અખૂટ શ્રદ્ધા છે. દેશ હોય કે પરદેશ, કોઈપણ સ્થળ કે કાળે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના પૂ.બાપા પાસે અવશ્ય પહોંચે છે ને પૂ.બાપા તે સ્વીકારે છે. દયાળુ દેવ પૂ.બાપાને ભાવભરી વંદના.
શ્રીમતિ મણીબેન વિઠ્ઠલભાઈ, કનેકટીકટ (યુ.એસ.એ.)થી લખે છે; તેમને નાની - મોટી અનેક શારીરિક તકલીફો રહેતી હતી. ડાબા પગના ઘૂંટણમાં દુ:ખાવો, પેટની તકલીફ, ચક્કર આવવા, ગળાનું દર્દ વિગેરેથી પિડાતા હતા. પૂ.બાપા પરની શ્રદ્ધાએ તેમને પરચો માનવા પ્રેર્યા અને તે સાથે પ્રાર્થના કરતા તેમને ઘણી જ રાહત થઈ ગઈ. નાની-નાની વસ્તુઓ ઘરમાં ક્યાંક મુકાઈ જાય છે ત્યારે પૂ. બાપાના નામ- સ્મરણ માત્રથી તુરત જ મળી આવે છે. પૂ.બાપાને અંત:કરણથી યાદ કરતા તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. અને મનોકામના પૂર્ણ થાય છે.
શ્રી રૂપેશભાઈ શાહ, નાઈરોબી (કેન્યા)થી લખે છે; તેઓ જોબને કારણે છેલ્લા ત્રણ વર્ષથી નાઈરોબીમાં એકલા રહેતા હતા. તેમનો પરિવાર તેમની સાથે અહીં રહેવા આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની આ ઈચ્છા પૂરી થઈ. તેમનો પરિવાર નાઈરોબી તેમની સાથે રહેવા આવી ગયો. પૂ. બાપાની કૃપા અનેક વાર વરસી છે.
શ્રીમતિ દેવુબેન પી. સોલંકી, મીડેક્ષ (યુ.કે.)થી લખે છે; પૂ.બાપા ઉપરની અપાર શ્રદ્ધાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. કાર્ય સિદ્ધ અર્થે પૂ. બાપાનું નામ-સ્મરણ જ ઘણું થઈ રહે છે. તેમના પરિવારજનો જ્યારે મુસીબતમાં હોય ત્યારે પૂ. બાપા જ મદદરૂપ બને છે. તેમની પગની પીડા પણ પૂ. બાપા જરૂર મટાડશે તેવી તેમની આસ્થા અટલ છે.
શ્રીમતિ નીલુબેન કે. જોષી, લંડન (યુ.કે.)થી લખે છે; તેમને બીજી પ્રેગનન્સી દરમ્યાન થોડું બ્લીડીંગ થતા ચિંતામાં હતા. તુરત જ પૂ. બાપાને યાદ કર્યા અને પૂરા સમય સુધી સ્વાસ્થ્ય સારું રહે અને કોઈ તકલીફ ન પડે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમને સારું રહે છે. પૂ.બાપાની મહેરથી તેમના ધાર્યા કાર્યો પાર પડ્યા છે તથા મનોકામના પણ પૂર્ણ થઈ છે. પૂ. બાપાને કોટિ કોટિ વંદન.
શ્રીમતિ પાયલબેન પારેખ, લંડન (યુ.કે)થી લખે છે; લંડન આવ્યા બાદ તેમને એક મહિનામાં સારી જોબ મળી જાય અને તેમના પતિ લંડન જલ્દીથી આવી જાય તેમજ તેમના ભાઈને પણ લંડનના સ્ટુડન્ટ વિઝા મળી જાય અને તેમના ઘરની સુખ-શાંતિ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાએ તેમની આ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. તેમને સારી જોબ મળી અને તેમના પતિ તથા ભાઈને વિઝા મળી ગયા તેમના પરિવારની સુખ-શાંતિ પણ જળવાઈ રહી છે. પૂ. બાપાએ તેમની બધી જ મુશ્કેલીઓ દૂર કરી છે.
શ્રીમતિ લીલાવતીબેન સી. પટેલ, મીડેક્ષ (યુ.કે.)થી લખે છે; પૂ. બાપાએ તેમના જીવનમાં ડગલે ને પગલે પરચા પૂર્યા છે તેમના પુત્રની જોબ છુટી ગઈ હતી અને તેમના ભાણેજનો પુત્ર પાયલોટ થઈ ગયો હોવા થતાં તેને નોકરી મળતી ન હતી. પણ પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માનતા બંનેને નોકરી મળી ગઈ. તેમણે કરેલ બીજા મકાનનું બાંધકામ કાઉન્સીલ તરફથી મંજૂર થતું ન હતું. પૂ. બાપાને યાદ કરતા આ કાર્ય પણ સફળ થયું. પૂ. બાપાની દયાથી તેમનો એન્જીયોગ્રાફી રીપોર્ટ નોર્મલ આવ્યો. બીજું, એક બર્થ-ડે પાર્ટીમાં તેમની મોટી પુત્રવધૂની વેડીંગ રીંગ ક્યાંક પડી ગઈ હતી. પૂ. બાપાનું નામ સ્મરણ કરતા બીજે દિવસે તે મળી આવી. તેમની ભાણેજ વહુના લંડનના વિઝા વિલંબમાં પડ્યા હતા. પૂ.બાપાને પ્રાર્થના કરતા તુરત જ વિઝા મળી ગયા અને તે લંડન આવી ગઈ. પૂ.બાપાની દયાથી તેમની મોટી પુત્રવધૂનું છાતીનું ઓપરેશન સફળ નીવડ્યું. વધુમાં, તેમની નાની દીકરી તેના બે બાળકોને લઈને કેલિફોર્નીયાથી અહીં આવી હતી. પરત ફરતી વેળાએ તેના ત્રણેય પાસપોર્ટ ગુમ થઈ જતા ફલાઈટ પણ ગુમાવવી પડી. આ બાબતે પૂ. બાપાનો પરચો માનતા એક જ દિવસમાં નવા પાસપોર્ટ તૈયાર થઈ ગયા અને તે તેના ઘરે સુખરૂપ પહોંચી ગઈ. પૂ. બાપાને ભાવભરી વંદના.
શ્રી જયશ્રીબેન મોદી, લાસવેગાસ (યુ.એસ.એ.)થી લખે છે; તેમના મકાનમાં પાણી લીક થવાની મુશ્કેલી વારંવાર સજાર્તી. તેને કારણે તેઓ હેરાન થઈ ગયા હતા. આ મુશ્કેલી દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની આ મુશ્કેલી થોડી હળવી થઈ. બીજા એક કામકાજમાં તેમને ગવર્મેન્ટ તરફથી ઘણી જ પરેશાની થતી હતી. પણ પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થના કરી પરચો માનતા તે કામ સરળતાથી પાર પડી ગયું. પૂ. બાપાના ચરણોમાં સ્નેહભર્યા નમન.
શ્રીમતિ ચંદ્રિકાબેન તારટીયા, (મલેશીયા)થી લખે છે; તેમની દીકરીને દાંતમાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. અનેક ડૉક્ટરોના ઈલાજ કર્યા પણ થોડો સમય સારું રહેતું ફરી એ જ સ્થિતી સજાર્તી. છેવટે, તેમણે પૂ. બાપાને સ્મર્યા અને દીકરીનું દાતનું દર્દ શમી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમની દીકરીનું દાંતનું દર્દ બિલકુલ દૂર થઈ ગયું.
શ્રીમતિ સુમનબેન ડી. વાંકાવાલા, ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે; તેમને દિવસે કે રાત્રે બિલકુલ ઊંઘ આવતી ન હતી. લગભગ અઠવાડિયાથી આવું બનતું હતું. અનિદ્રાની તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તેઓ હવે પૂરતી ઊંઘ લઈ શકે છે. બીજું, તેમની પૌત્રીને તબીબી શાખામાં એડમીશન ન મળતા સૌ નિરાશ થઈ ગયા હતા. પરંતુ પૂ. બાપાના પરચાના પ્રતાપે તેને એડમીશન મળી ગયું અને ઘરમાં ખુશીની લ્હેર છવાઈ ગઈ.
શ્રીમતિ મંજુલાબેન આર. પંડ્યા, એસેક્સ (યુ.કે.)થી લખે છે; તેમનું લંડનનું એક જુનું મકાન ઘણા સમયથી વેચવા મૂક્યું હતું. પરંતુ કીચન નાનું હોવાથી તે વેચાતું ન હતું. આ કાર્ય જલ્દીથી પાર પડે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કર્યું અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમનું મકાન ખૂબ જ અલ્પ સમયમાં વેચાઈ ગયું. પરમ કૃપાળુ પૂ. બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.