Parcha for Jalaram Jyot (International) – February – 2011
<< Back to Archive Home
શ્રી સુશીલાબેન કોટેચા; મિડલેક્સ (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા
ઉપર તેઓ અનન્ય શ્રદ્ધા-વિશ્વાસ ધરાવે છે. પૂ. બાપા નાની-મોટી
દરેક મુશ્કેલીમાં સહાયતા કરે છે. તેમના નાના જમાઈની તબિયત બગડતા
પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખતા તેમને સારું થઈ
ગયું. વળી, તે જમાઈના નાના પુત્રની તબિયત, તેમની દોહિત્રીની
તબિયત, તેમના જમાઈના મોટાભાઈની કીડની ફેઈલ જતાં તે વેળા, નાની
પુત્રીની ઈચ્છા પરિપૂર્ણ થાય, તેમની પોતાની વીરપુર દર્શનનું
કાર્ય - દરેક વેળાએ પૂ. બાપા હાજરાહજૂર રહી તેમની વ્હારે આવ્યા
છે.
શ્રી પ્રફુલાબેન ગાથા; દારેસલામ (ટાન્ઝાનીયા)થી લખે છે: તેમનો
પુત્ર ઓફિસના કામ અંગે સુદાન ગયો હતો. ત્યાંથી તે સુખરૂપ ઘરે
આવી જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો.
પૂ.બાપાની કૃપાથી તેમનો પુત્ર સુદાનથી સુખરૂપ આવી ગયો. બીજું,
તેમને વારંવાર મેલેરીયા અને ઈન્ફેક્શન થતું હોવાથી શરીર નબળું
પડી ગયું હતું. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેમની તબિયત
હવે સારી રહે છે. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમની પુત્રવધૂની
ડીલેવરી પાર પડી. તેનો છાતીનો દુ:ખાવો અને પૌત્રીની તાવ-ઉધરસની
બીમારી પણ દૂર થઈ. પૂ.બાપાની મ્હેરથી તેમના પુત્ર અને પૌત્રીને
દુબઈના વિઝા મળી ગયા.
શ્રીમતિ મંજુલાબેન પટેલ; ગ્લેન એલન (યુ.એસ.એ.)થી લખે છે:
પૂ.બાપા ઉપરની અપાર શ્રદ્ધા થકી તેમના બધા જ કાર્યો પાર પડ્યા
છે અને તમામ તકલીફો દૂર થઈ છે. ભારતમાં રહેતી તેમની એક
ભત્રીજીને મિલ્કત બાબતે તકરાર ચાલતી હતી. પૂ.બાપાનો પરચો
માનવાથી ટૂંક સમયમાં જ તેનો યોગ્ય નિકાલ આવી ગયો. તેમની બીજી
ભત્રીજીને હૃદયના ધબકારા ઘટી ગયા હતા. પૂ.બાપાને પ્રાર્થના
કરવાથી તેના ધબકારા નોર્મલ થઈ ગયા. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી
તેમની અન્ય એક ભત્રીજીનો કમ્મરનો દુ:ખાવો ઓપરેશન સફળ થતા દૂર
થયો. તેમની ખોવાયેલી વીંટી અને ચેકબુક પણ પૂ.બાપાને યાદ કરવાથી
તુરત જ મળી આવી. વધુમાં, તેમના સ્નેહી શ્રી ભાલચંદ્રભાઈની
કબજિયાતની તકલીફ અનેક ઉપચારો કરવા છતાં દૂર થતી ન હતી.
પૂ.બાપાનો પરચો માનવાથી તેઓની આ તકલીફ દૂર થઈ. પૂ.બાપાની દયાથી
તેઓને મનપસંદ જોબ તથા ખોવાયેલ ચેકબુક મળી ગઈ.
શ્રી પ્રીતીબેન પટેલ; હોમરગ્લેન (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાએ
તેમના તમામ કાર્યો નિર્વિઘ્ને સફળ કર્યા છે. પૂ.બાપાના આશીર્વાદ
થકી તેમના પુત્ર-પુત્રી પરીક્ષાઓમાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ
થયા અને તેમને કોઈ પણ તકલીફ વિના સારી જોબ પણ મળી ગઈ. તેમના
પતિનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું હતું. પરંતુ પૂ.બાપાના પરચાની
ટેકના પ્રતાપે તેઓને પણ સારું થઈ ગયું.
શ્રીમતિ પદમાબેન આર. પસ્તાકિયા; શિકાગો (યુ.એસ.એ)થી લખે છે:
તેમની પુત્રીને અમેરિકાના વિઝા મળી જાય તે માટે તેમણે
પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના
શુભાશિષથી તેમની પુત્રીને વિઝા મળી ગયા. તેની શારીરિક તકલીફ પણ
પૂ.બાપાએ દૂર કરી. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી સવિતાબેન એ. પટેલ; વેલિંગ્બરો (યુ.કે.)થી લખે છે: તેમની
દીકરીનો પાસપોર્ટ મળી જાય અને તે લેસ્ટરથી અહીં આવી જાય તે માટે
તેમણે પૂ.બાપાનું રટણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો.
પૂ.બાપાની પરમ કૃપાથી તેમની દીકરીનો પાસપોર્ટ મળી ગયો અને તે
અહીં આવી સ્થાયી થઈ ગઈ તેમજ તેના દીકરાને સારી સ્કૂલમાં એડમીશન
પણ મળી ગયું. ઉપરાંત, તેમના દીકરાની નાદુરસ્ત તબિયત પૂ.બાપાની
કૃપાથી સારી થઈ ગઈ.
શ્રીમતિ મંજુલાબેન લાખાણી; નાઈરોબી (કેન્યા)થી લખે છે:
સત્સંગમાંથી પાછા ફરતી વેળાએ તેમની સખી તેમને ગાડીમાં મુકવા
આવી. ઘરે પહોંચ્યા બાદ ગાડી બંધ થઈ ગઈ. અનેક પ્રયત્નો કર્યા પણ
ચાલુ જ ન થઈ. તેમની સખીને બીજે દિવસે જોબ પર જવાનું હોવાથી ગાડી
લઈને પોતાના ઘરે પહોંચવું જરૂરી હતું. આથી તેમણે પૂ.બાપાને
પ્રાર્થ્યા અને ગાડી ચાલુ થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ
કંઈક પ્રેરણા કરતા તેમના પતિએ બીજી બેટરી લગાવી અને ગાડી ચાલુ
થઈ જતા તેમની સખી તકલીફ વિના ઘરે પહોંચી ગઈ. થોડા સમય પછી તેમના
ઘરે સત્સંગ રાખ્યો હતો. પરંતુ તેમને વાની તકલીફ હોવાથી ચિંતા
થતી હતી. આ સમયે પણ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેમની તબિયત
સારી રહી અને સત્સંગ સારી રીતે સંપન્ન થયો. તેમનું ફ્રીજ બગડી
ગયું હતું. પરંતુ પૂ.બાપાની કૃપાથી સારો કારીગર મળી જતા ફ્રીજ
રીપેર થઈ ગયું. તેમની ખોવાયેલી બે ચાવીઓ પણ પૂ.બાપાને યાદ
કરવાથી મળી આવી.
શ્રી પારૂલબેન મીસ્ત્રી; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાને
શરણે જવાથી તેમને દરેક કાર્યમાં સફળતા મળી છે. તેમની દીકરી
ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી
પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાના આશિષથી તેમની દીકરી
પ્રથમ પ્રયત્ને જ પાસ થઈ ગઈ.
શ્રી સરલાબેન મશરૂ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની નાની
બહેનને ખૂબ જ ડાયેરીયા થઈ ગયા હતા. ઘરગથ્થુ ઉપચારો કરતા કોઈ ફેર
ન પડ્યો એટલે હોસ્પિટલમાં દાખલ કરી. ત્યાં બાર દિવસની સારવાર
દરમ્યાન તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને બહેનના સારા
સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પરચો માન્યો. પૂ.બાપાની અમી
દ્રષ્ટીથી તેમની બહેનની તબિયત સારી થઈ ગઈ. બીજું, તેમનો કમ્મરનો
અને પગનો દુ:ખાવો પણ પૂ.બાપાએ દૂર કર્યો.
શ્રીમતિ લક્ષ્મીબેન એન. પટેલ; ફલોરીડા (યુ.એસ.એ.)થી લખે છે:
તેમના પુત્રના ઘરે પુત્રજન્મ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ
કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમની એ
ઈચ્છા પૂર્ણ થઈ. પૂ.બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી રક્ષિતાબેન પી. સૂચક; મ્વાન્ઝા (ટાન્ઝાનીયા)થી લખે છે:
તેમના દીકરાને જોબ પર મુશ્કેલી ઊભી થઈ હતી. આ બાબતે કોઈ વિઘ્ન ન
આવે અને મુશ્કેલીનું હેમખેમ નિવારણ થાય તે માટે તેમને પૂ.બાપાને
યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપાથી આ બાબતે
બધું હેમખેમ પાર પડી ગયું. બીજું, તેમની નાની દીકરીને યુનિ.માં
એડમીશન માટે તકલીફ પડતી હતી. પૂ.બાપાની કૃપાથી તેને પણ મનપસંદ
કોર્સમાં એડમીશન મળી ગયું.
શ્રીમતિ હંસાબેન એલ. પટેલ; મીડક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના
કાકાની દીકરી બહેનને કેન્સરની બીમારી હોવાથી તે ખૂબ જ અશક્ત થઈ
ગઈ હતી. તે બેસી કે ચાલી શકતી ન હતી. તેની પીડા ઓછી થાય અને
ચાલતી થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક
રાખી હતી. પૂ. બાપાની દયા દ્રષ્ટિ થતાં તેને દર્દમાં રાહત થઈ ગઈ
અને હવે તે ચાલી પણ શકે છે. પૂ.બાપાએ તેમની બીમારી પણ દૂર કરી.
શ્રીમતિ જયાબેન મકવાણા; મીડક્ષ (યુ.કે.)થી લખે છે: તેઓ લગ્ન
પ્રસંગ માટે અમેરિકાના શિકાગો શહેર જઈ રહ્યા હતા. ત્યારે કેનેડા
નજીક રસ્તામાં ગાડી સ્લીપ થઈ ગઈ. પરંતુ પૂ.બાપા પરની અટલ
શ્રદ્ધા અને ભક્તિભાવ થકી કોઈને સ્હેજે ઈજા ન થઈ. પૂ.બાપાએ તેઓ
સૌની રક્ષા કરી અને પ્રસંગ આનંદથી પૂર્ણ કરી લંડન સુખરૂપ આવી
ગયા. પૂ.બાપાની કૃપાથી ઈન્ડિયામાં પણ તેમના દિયરના દીકરાના લગ્ન
ધામધૂમથી સંપન્ન કરી ફરી લંડન હેમખેમ આવી ગયા. પૂ. બાપાની દયાથી
તેમના દીકરાનો મેડીકલ રીપોર્ટ નોર્મલ આવ્યો.
શ્રી જયકુમાર એ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: થોડા દિવસો
પહેલાં તેમને તેમનાં પત્ની અને મિત્રો સાથે ઝઘડો થયો હતો. આ
બાબતે બધું સમુનમું પાર ઊતરે અને સબંધો પહેલાં જેવાં જ સામાન્ય
થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક
રાખી હતી. પૂ.બાપાની પરમ કૃપાથી બધું સમુનમું પાર ઊતરી ગયું.
શ્રીમતિ રેણુકાબેન ઠક્કર; ડ્રેટોઈટ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના
દીકરાનું બધું કામકાજ સારી રીતે પૂર્ણ થાય તે માટે તેમણે
પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.
બાપાએ તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ
પ્રણામ.
શ્રી રસીકાન્તાબેન આર. ટેલર; કેન્યા (પૂર્વ આફ્રિકા)થી લખે છે:
તેમના માથામાં સખત ખંજવાળ આવતી હતી અને લોહી નીકળતું હતું. બીજી
પણ નાની-મોટી શારીરિક તકલીફો હતી. સારું થઈ જાય તે માટે તેમણે
પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાની દયા
થકી તેમની બધી જ તકલીફો દૂર થઈ અને તદ્ન સારું થઈ ગયું.
શ્રી સંતોષી મશરૂ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમને પગમાં તકલીફ
થતા ચાલી શકાતું ન હતું. પગની પીડા શમી જાય તે માટે તેમણે
પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયા
દ્રષ્ટિથી તેમના પગની પીડા શમી ગઈ.
શ્રી શાંતિલાલ જી. પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેઓ દાદર
ઉપરથી નીચે ઊતરતા બે પગથિયા ચૂકી ગયા અને પડી જવાથી ગરદનમાં
ફ્રેક્ચર થયું. આ દર્દમાં ઝડપથી સારું થઈ જાય તે માટે તેમણે
પૂ.બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી
ટૂંક સમયમાં જ તેમને સંપૂર્ણ આરામ થઈ ગયો.
શ્રી શાંતાબેન એન. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને તેમજ
તેમની સહેલીઓ શ્રી જશોદાબેન અને શ્રી વિરાજબેનને પૂ.બાપા ઉપર
અટલ શ્રદ્ધા વિશ્વાસ છે. તેઓના જીવનમાં આવેલી નાની-મોટી અનેક
મુશ્કેલીઓ પૂ.બાપાના નામ સ્મરણ માત્રથી દૂર થઈ છે. પૂ.બાપાના
આશીર્વાદથી તેઓ સૌના અનેક કાર્યો સફળ થયા છે. પરમ કૃપાળુ સંત
શ્રી પૂ.બાપાને વારંવાર વંદન.
શ્રીમતિ પુષ્પાબેન પટેલ; ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ)થી લખે છે: તેમના
પતિની તબિયત અચાનક બગડી જતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં
તેના બે મોટા ઓપરેશન થવાના હતા. બંને ઓપરેશન સફળ થાય તે માટે
તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાની અમીદ્રષ્ટીથી
બંને ઓપરેશન સફળ થયા અને તેની તબિયત પણ સુધારા પર આવી ગઈ.
શ્રીમતિ ગંગાબેન વી. પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેઓ પડી
જવાથી પગમાં ઈજા થઈ હતી. દસ અઠવાડીયા માટેનું પ્લાસ્ટર આવ્યું
હતું. પગમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી
પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયાથી તેમને પગમાં તદ્ન સારું થઈ
ગયું. આ ઉપરાંત, પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમના
દીકરાને સારી જોબ મળી.
શ્રીમતિ હંસાબેન તન્ના; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની બંને
દીકરીઓને નોર્મલ ડીલેવરી થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી
પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપાથી તેમની બંને
દીકરીઓને નોર્મલ ડીલેવરી થઈ. દયાના સાગર પૂ.જલારામ બાપાને
ભાવપૂર્વક નમન.
શ્રીમતિ દીનાબેન તન્ના; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિની
તબિયત અચાનક બગડી જતા તેના સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે
તેમણે પૂ.બાપાનું શરણું લઈ પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી
તેમના પતિના સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો થયો. આ ઉપરાંત,
પૂ.બાપાની મહેરથી તેમના દીકરાના લગ્નનો પ્રસંગ આનંદ-મંગલથી પાર
પડ્યો.
શ્રી ચંદ્રકાંતભાઈ જોગીયા; નેધરલેન્ડથી લખે છે: તેમને આંતરડામાં
સોજો જણાતા મોટી હોસ્પિટલમાં ઊંડી તપાસ કરવા છતાં ચોક્કસ નિદાન
થઈ શક્યું નહિ. ત્યાર બાદ ઓપરેશન સફળ થયું. છતાં ચાર દિવસ પછી
ઈન્ફેકશન થઈ જતા આઈ.સી.યુ.માં દાખલ થવું પડ્યું. પણ ત્યાં
કોમામાં સરકી પડ્યા. આવા સમયે પૂ.બાપા પરની શ્રદ્ધા અને પરચાની
ટેકના પ્રતાપે તેઓ દોઢ માસ બાદ કોમામાંથી બહાર આવ્યા. અને તેર
માસ હોસ્પિટલમાં રહી હેમખેમ ઘરે પરત ફર્યા. પૂ.બાપાની કૃપાથી
તેમને કોઈ જ ખોડ ખાંપણ નથી અને સ્વાસ્થ્ય પણ સારું છે.
શ્રીમતિ ભારતીબેન પંડ્યા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની
દીકરીને બીજી ડીલેવરી વખતે તબિયત સારી ન રહેતા તેને નોર્મલ
ડીલેવરી થાય અને માતા - બાળક બંનેની તબિયત સારી રહે તે માટે
પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની દીકરીને
નોર્મલ ડીલેવરી થઈ અને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. પૂ.બાપાની
કૃપાથી તે જ દીકરી પ્રેગનન્સી પીરીયડમાં પણ પરીક્ષામાં સારા
માર્કસ મેળવી ઉત્તીર્ણ થઈ હતી. આ ઉપરાંત, તેમની સખીને પગની
એડીમાં ઈજા થઈ હતી. પૂ.બાપાને પ્રાર્થના કરતા તેનું ઓપરેશન પણ
સફળ થયું અને તે બરાબર ચાલી શકે છે. પૂ.બાપાના શુભાશિષથી તેમની
નાની બહેનની દીકરીના લગ્ન ઈન્ડિયામાં ધામધૂમથી સંપન્ન થયા તેમજ
સૌથી નાની બહેનના દીકરાને સારી નોકરી મળી.
શ્રીમતિ જસ્મિનાબેન વાય. મિસ્ત્રી; વેસ્ટ મીડલેન્ડ (યુ.કે.)થી
લખે છે: તેમનો દીકરો ઈન્ટરવ્યૂમાં પાસ થઈ જાય અને તેને નવી જોબ
મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો.
પૂ.બાપાના કૃપા આશિષથી તેમના દીકરાને ઈન્ટરવ્યૂમાં સફળતા મળી,
સાથે નવી જોબ પણ મળી.
શ્રીમતિ દીવાળીબેન પાઉ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો પૌત્ર
પડી જવાથી પગમાં ઈજા થઈ હતી. પગ બિલકુલ કામ કરતો ન હતો. સારું
થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી
પૂ.બાપાની અમીદ્રષ્ટિથી તેમના પૌત્રને પગમાં સારું થઈ ગયું અને
તે હરતો-ફરતો થઈ ગયો.
શ્રી રમેશભાઈ દેવાણી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો દીકરો સારા
વિસ્તારમાં મકાનની શોધમાં હતો. પરંતુ યોગ્ય મકાન મળતું ન હતું.
છેવટે, આ કાર્યની સફળતા માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને
પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી તેને થોડા જ સમયમાં મનપસંદ
મકાન મળી ગયું. પૂ.બાપાએ તેમના બધાં જ કાર્યો નિર્વિઘ્ને પાર
પાડ્યા છે.
શ્રીમતિ સવિતાબેન એ. ઘીવાલા; ફ્લોરીડા (યુ.એસ.એ.)થી લખે છે:
તેમની પુત્રવધૂને અંગત મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેનું યોગ્ય
નિવારણ થાય તેમજ પુત્રને સારી જોબ મળે અને તેનો પરિવાર
ફલોરીડામાં સારી રીતે સ્થાયી થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને
યાદ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમની આ ઈચ્છાઓ
પૂર્ણ થઈ. બીજું, તેમને પગથિયા ચડવામાં ઘૂંટણમાં તકલીફ થતી હતી.
તેમજ પૌત્રને લાંબા સમયથી ઉધરસ મટતી ન હતી. પૂ.બાપાને પ્રાર્થના
કરવાથી તેઓ બંનેના રીપોર્ટ નોર્મલ આવ્યા. પૂ.બાપાની કૃપાથી
તેમની નાની-મોટી મુશ્કેલીઓ સરળતાથી દૂર થઈ છે.
શ્રીમતિ મનિષાબેન એસ. પટેલ; ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ)થી લખે છે:
તેમના દિયરને છાતીમાં દુ:ખાવો થતા દવાખાનામાં દાખલ કરવા પડ્યા
હતા. તેના સારા સ્વાસ્થ્ય માટે પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક
રાખતા, બીજે જ દિવસે તેની તબિયત સારી થઈ ગઈ અને દવાખાનામાંથી
રજા મળી ગઈ. તેના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. પૂ.બાપાએ તેમના અનેક
કાર્યો પાર પાડ્યા છે.
શ્રી શાંતાબેન મહેતા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના મોટા બહેન
બીમાર થઈ જતા ચાલી શકતા ન હતા. નાઈરોબીની હોસ્પિટલમાં તેને
બે-ત્રણ અઠવાડિયા રાખવા પડ્યા હતા. સારવાર બાદ પણ તેની તકલીફ
કાયમની રહેશે તેવું ડૉક્ટરે જણાવતા તેમણે પૂ.બાપાનું શરણું
લીધું અને મોટા બહેનને સારું થઈ જાય તે માટે પરચો માન્યો.
પૂ.બાપાની અમી દ્રષ્ટિથી તેમના મોટા બહેનની તબિયત ઘણી જ સારી થઈ
ગઈ.
શ્રી ડિમ્પલબેન વી. ભાવસાર; સુવા (ફીજી)થી લખે છે: તેઓ અહીં
પંદર વર્ષથી સ્થાયી થયા છે. ફેક્ટરીનું કામ છોડ્યા પછી તેઓ
પોતાની દુકાન ચાલુ કરવા ઈચ્છતા હતા. પરંતુ નાણાંની સગવડના અભાવે
કામ અટકતું હતું. દુકાન લેવાની ઈચ્છા પૂર્ણ થાય તે માટે તેમણે
પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી નાણાંની
સગવડ થઈ ગઈ અને તેમણે દુકાન લઈ લીધી. બીજી વખત પણ કોઈ અડચણ આવતા
પૂ.બાપાને યાદ કર્યા અને અડચણ દૂર થઈ, કામ પૂર્ણ થયું.
શ્રી હસ્મિતાબેન; લંડન (યુ.કે.)થી લખે છે; તેમના દીકરાને ઓપરેશન
પછી પણ દુ:ખાવો થતો હતો. સાથે શરદી અને બીજી બીમારી પણ થઈ હતી.
તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને પરચો
માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી તેમના દીકરાને તુરત જ સારું થવા
લાગ્યું. અને તેના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. તેમના પગની અને
દાંતની પીડા પણ પૂ.બાપાએ દૂર કરી. પૂ.બાપાની કૃપાથી તેમના ઘરની
અશાંતિ દૂર થઈ. તેમજ અનેક મુશ્કેલીઓ પણ દૂર થઈ.
શ્રી સરોજબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમણે બીમારી અંગે
કરાવેલ નિદાનમાં કેન્સર હોવાની શંકા ડૉક્ટરે કરતા તેઓ મુંઝાયા.
બીજી વખત ટેસ્ટ કરાવવા જતી વખતે તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને
રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી
તેમનો રીપોર્ટ તદ્ન નોર્મલ આવ્યો. પૂ.બાપાએ તેમને અસાધ્ય બીમારી
હોવાની શંકા દૂર કરી.
શ્રીમતિ વર્ષાબેન મોદી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમની
દીકરીની સગાઈ, કોર્ટ વેડીંગ અને રીસેપ્શન તેમજ ઈન્ડિયામાં લગ્ન
પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી
પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી બધા જ
પ્રસંગો આનંદથી સંપન્ન થયા. બીજું, દીકરીની સગાઈમાં લંડન આવવા
માટે તેમના માતુશ્રી અને ભાઈને સ્પોન્સરના લેટર્સ સમયસર મળી જાય
તેમજ વિઝા પણ મળી જાય અને પ્રસંગમાં સમયસર હાજરી આપી શકે તે
માટે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.
શ્રી નંદુબેન; ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ ઈન્ડિયા જઈ
રહ્યા હતા. તે દરમ્યાન અનેક મુસીબતો આવી પણ પૂ.બાપા પરની
શ્રદ્ધા-ભક્તિભાવ થકી તેઓ હેમખેમ મુંબઈ પહોંચી ગયા. રવાના થતી
વખતે ટેકસાસથી પ્લેન 1 કલાક લેઈટ હતું. જેથી ન્યૂયોર્કથી
મુંબઈનું પ્લેન મળવું અશક્ય હતું. છતાં પ્લેન મળી ગયું. એ જ
અરસામાં તેમને બાયપાસ સર્જરીનો દુ:ખાવો ઉપડ્યો. મોંમાં સ્પ્રે
લઈ પૂ.બાપાનું અખંડ નામ સ્મરણ ચાલુ રાખ્યું. પૂ.બાપાની કૃપાથી
26 કલાકની મુસાફરી હેમખેમ પાર પડી. બીજું, નવા પાસપોર્ટમાં વિઝા
ન હતા. પરંતુ જૂના પાસપોર્ટ બતાવતા અડચણ ન આવી. રસ્તામાં ચોર
લૂંટારા, ટ્રાફિકની સમસ્યા છતાં પૂ.બાપાની કૃપા થકી તેઓ સુખરૂપ
ઘરે પરત આવી ગયા.
શ્રી પ્રવિણાબેન તન્ના; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની એક
સમસ્યાનો વર્ષોથી ઉકેલ આવતો ન હતો. એક પછી એક વ્યાધિ વધતી જતી
હતી. આવા સમયે પૂ.બાપાનું શરણું લઈ પરચાની ટેક રાખતા સમસ્યા,
વ્યાધિઓ દૂર થઈ. પૂ. બાપાના આશીર્વાદથી તેમના દીકરાને સારી જોબ
મળી તેમજ દીકરીનું કેન્સરનું ઓપરેશન સફળ થતા તેનું સ્વાસ્થ્ય
સારું થઈ ગયું.
શ્રી ધીરજલાલ પટેલ; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાની
પરમ કૃપાથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ છે અને ધાર્યા
કાર્યો સફળતાપૂર્વક પાર પડ્યા છે. પૂ. બાપા તેમના જીવનમાં
હાજરાહજૂર હોય તેવી અનુભૂતિ સતત થયા કરે છે. પરમ કૃપાળુ સંતશ્રી
પૂ.જલારામ બાપાને ભાવપૂર્વક નમન.
શ્રી અલ્પાબેન કટારીયા; હેરો (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાએ તેમના
જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ.બાપાની મહેરથી તેમનું દરેક
કાર્ય સફળ થયું છે. તેમના ભાઈની તબિયત બગડી ગઈ હતી. બે વખત
હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેના સારા સ્વાસ્થ્ય માટે
પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા ભાઈની તબિયત થોડા જ સમયમાં
સારી થઈ ગઈ.
શ્રીમતિ નીરૂબેન એલ. પટેલ; ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ)થી લખે છે:
તેમને પેટમાં પથરી હોવાથી અસહ્ય દુ:ખાવો થતો હતો. ઓપરેશન જરૂરી
હતું. પણ તેમનું હૃદય નબળું હોવાથી અને પહોળું થઈ ગયું હોવાથી
ડૉક્ટર ઓપરેશન સમયે બેભાન કરવાનું જોખમ લેવા માંગતા ન હતા. આથી
તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પથરીની પીડા આપમેળે ઓછી થઈ જાય
તે માટે પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયા થતા તેમને
પથરીની પીડા ઓછી થઈ ગઈ. બીજું, પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમના
પગના ઘૂંટણનું ઓપરેશન સફળ થયું.
શ્રી હસુમતિબેન ભગવાનદાસ; ટોરન્ટો (કેનેડા)થી લખે છે: પૂ.બાપા
ઉપર તેમને અનન્ય શ્રદ્ધા છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના પૂ.
બાપાએ સાત સમંદર પારથી પણ સાંભળી છે અને વિકટ સમયે તેમને બચાવી,
રક્ષા કરી, આશા પૂર્ણ કરી છે. પૂ.બાપાને અગણિત નમસ્કાર.
શ્રીમતિ ભાનુબેન જે. મીસ્ત્રી; બ્રેડફોર્ડ (યુ.કે.)થી લખે છે:
તેમના નાના દીકરાને જોબ પરથી છૂટો કરવાના હતા. તેની જોબ સલામત
રહે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની
અસીમ કૃપાથી તેમના દીકરાની જોબ સલામત રહી. બીજું, તેમના સ્નેહી
શ્રી કમુબેન મીસ્ત્રીને ગરમી નીકળી હતી. સાથે ઘણી નાની-નાની
તકલીફો પણ હતી. તેણે પણ આ બાબતે પૂ.બાપાનું સ્મરણ કરી પરચાની
ટેક રાખતા થોડા જ સમયમાં સારું થઈ ગયું.
શ્રી હરીશભાઈ આર. પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની કારની
ચાવી કારમાં જ રહી ગઈ હતી. હવે એને કાઢવા કાચ તોડવા પડે તેમ હતા
અને તે માટે 200 પાઉન્ડનો ખર્ચ થાય તેમ હતો. આ મુશ્કેલી સરળતાથી
પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો.
પૂ.બાપાની કૃપા થકી આ કાર્ય વિના મૂલ્યે થઈ ગયું.
શ્રીમતિ સવિતાબેન એસ. પટેલ; હોટ સ્પ્રીંગ્ઝ (યુ.એસ.એ.)થી લખે
છે: તેમની પુત્રીને સાતમે મહિને તાત્કાલિક ડીલેવરી કરવી પડી.
પુત્રજન્મનો થયો. પરંતુ તકલીફના કારણે પુત્રના પેટમાં પાણી ભરાઈ
જવાથી પેટ મોટું થઈ ગયું હતું. તેને બે માસ સ્પેશ્યલ
હોસ્પિટલમાં રાખ્યો. જ્યાં તેમણે દોહિત્રના જીવનની રક્ષા કાજે
પૂ.બાપાને સતત સ્મર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયા
દ્રષ્ટિથી દોહિત્રને ચાર વીકમાં જ બિલકુલ સારું થઈ ગયું. બીજું,
તેમને ઘૂંટણના ઓપરેશન બાદ પણ દુ:ખાવો ચાલુ રહેતા અને ચાલવાનું
મુશ્કેલ બનતા ચિંતા થઈ. એ અરસામાં બે મહિના પછી જલારામ જયંતિ
હતી. તે પહેલાં જ તેઓ ચાલતા થઈ જાય તે માટે પૂ.બાપાને વિનવ્યા
અને પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેઓ સમયસર ચાલતા થઈ ગયા
અને જલારામ જયંતિ આનંદ-ભક્તિભાવથી ઊજવી.
શ્રી મંજુલાબેન આર. ઠકરાર; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર
તેમને અખૂટ શ્રદ્ધા-વિશ્વાસ છે. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની
દરેક મુશ્કેલી દૂર થઈ છે. અને અનેક કાર્યો પાર પડ્યા છે.
પૂ.બાપાના ચરણોમાં અંત:કરણપૂર્વક પ્રણામ.
શ્રીમતિ અનામિકાબેન વી. પટેલ; ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ)થી લખે છે:
તેમના પતિના મિત્રને લગ્નજીવનના ઘણાં વર્ષો બાદ પણ સંતાનસુખ ન
હતું. તેના ઘરે પારણું બંધાય તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી તેમના પતિના
મિત્રના ઘરે સુંદર કન્યાનું પારણું ઝૂલતું થયું. તેમનો ભાઈ ઘણાં
સમયથી મકાનની શોધમાં હતો પણ મેળ પડતો ન હતો. પરંતુ પૂ.બાપાના
પરચાની ટેક રાખતા તેને મુશ્કેલી વિના મકાન વેચાઈ ગયું. આ
ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમના સસરાને લકવાની બીમારીમાંથી
સારું થઈ ગયું અને તે હરતા-ફરતા થઈ ગયા. તેમજ તેમના માતા-પિતા
સુખરૂપ ઈન્ડિયા પહોંચી ગયા.
શ્રીમતિ શીતલબેન એ. ભગત; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિને
નોકરીમાંથી છૂટા કરાય અથવા તો પાર્ટ ટાઈમ કરાય એવું હતું. તેઓની
જોબ સલામત રહે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો.
પૂ.બાપાની અપાર કૃપાથી તેમના પતિની જોબ પહેલાંની જેમ જ સલામત
રહી. તેમના ઘરમાં અચાનક બંધ થયેલ ઈન્ટરનેટ પણ પૂ.બાપાના સ્મરણથી
ચાલુ થઈ ગયું. પૂ.બાપાની દયાથી તેમના બધાં જ કાર્યો સરળતાથી પાર
પડ્યા છે, તેમના પુત્રની તબિયત પણ સારી છે.
શ્રીમતિ નીલાબેન શાહ; નાઈરોબી (કેન્યા)થી લખે છે: તેમના પતિના
પૈસાનું પાકીટ એમના ટ્રાઉઝરમાંથી પડી ગયું હતું. ઘરે આવ્યા
ત્યારે વાતની ખબર પડી. ત્યાર પછી એમની ગાડી- ઘરમાં બધે જ
શોધ્યું પણ પાકીટ મળ્યું નહિ. છેવટે, તે મળી જાય તે માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી... ને તુરત જ
પાકીટ મળી ગયું હોવાનો તેઓ જ્યાં મિટીંગમાં ગયા હતા ત્યાંની
ઓફિસમાંથી ફોન આવ્યો.
શ્રીમતિ વંદનાબેન પટેલ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમના
પતિનું ડ્રાઈવીંગ લાયસન્સ ખોવાઈ ગયું હતું. તે મળી જાય તે માટે
તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની
કૃપાથી લાયસન્સ તુરત જ મળી આવ્યું. પૂ.બાપાએ તેમની બધી જ
મનોકામનાઓ પૂર્ણ કરી છે.
શ્રીમતિ ચંદનબેન કે. હરી; વેલિંગ્ટન (ન્યૂઝીલેન્ડ)થી લખે છે:
તેમના પુત્રની શોપ ઘણાં સમયથી વેચવા મૂકી હતી. પરંતુ વેચાતી ન
હતી. આથી આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને અરજ કરી અને
પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી શોપ વેચાઈ
ગઈ અને તેઓ તેમાંથી મુક્ત થયા. પૂ.બાપાએ તેમનાં બીજાં ઘણાં
કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
શ્રી સવિતાબેન સોનગરા; લંડન (યુ.કે.)થી લખે છે: કાઉન્સીલવાળા
તેમના મકાનમાંથી હીટીંગ કાઢી ગયા પછી આઠ માસથી નાખવા આવતા ન
હતા. નવે.ડિસે.ની સખત ઠંડી અસહ્ય હતી. પણ એ લોકો જવાબ આપતા ન
હતા. આ વેળા એકાએક પૂ.બાપા યાદ આવ્યા અને આ કામ જલ્દીથી પાર પડે
તે માટે પરચો માન્યો... ને પૂ.બાપાએ કૃપા કરતા ફક્ત આઠ જ
દિવસમાં નવું હીટીંગ ફીટ થઈ ગયું. બીજું, એક યાત્રા દરમ્યાન
તેમણે કિંમતી ગરમ કપડાં - દવાઓ ભરેલી હેન્ડબેગ દિલ્હીની હોટલમાં
લોકરરૂમમાં રાખી હતી. વળતા બેગ ભૂલી ગયા અને લંડન પહોંચ્યા બાદ
ત્રણ - ચાર દિવસે યાદ આવ્યું. આ બાબતે પણ પૂ.બાપાને પ્રાર્થી
પરચો માન્યો. ત્યારબાદ બે વર્ષે ફરી ઈન્ડિયા આવવાનું થતા
દિલ્હીથી આ હેન્ડબેગ હેમખેમ મળી આવી. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર
છે. વધુમાં, તેમને ચક્કર આવવાની તકલીફમાં દવા લેવાથી રીએક્શન
આવી જતા જીભ બહાર નીકળી ગઈ. આ વેળાએ પણ પૂ.બાપાને સ્મર્યા અને
પૂ.બાપાની દયાથી ત્રણ-ચાર કલાકમાં જીભ ફરી અંદર આવી ગઈ.
શ્રીમતિ ઉષાબેન પી. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના
પુત્રના લગ્ન બાબતે તેમને ઘણી ચિંતા હતી. ખૂબ જ મૂંઝવણભર્યા મને
તેમણે પૂ.બાપાનું સ્મરણ કર્યું અને પુત્રના લગ્ન થઈ જાય તે માટે
પરચો માન્યો. પૂ.બાપાની અમીદ્રષ્ટિ થતાં તેમના પુત્રના લગ્ન ખૂબ
જ શાંતિથી પાર પડ્યા.
શ્રી વાસંતીબેન ચૌહાણ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રની,
ભત્રીજાવહુની તથા ભત્રીજીની નોકરી છૂટી ગઈ હતી. પૂ.બાપાને
પાર્થી પરચાની ટેક રાખતા ત્રણેયને ટૂંક સમયમાં જ બીજી નોકરી મળી
ગઈ. પૂ.બાપાએ તેમના બધા જ કાર્યોમાં સહાય કરી છે. બીજું, તેમના
ભત્રીજાવહુ શ્રી સોનલબેન ચૌહાણે તેનું એક ધાર્મિક કાર્ય સરળતાથી
પાર પડે તે માટે પૂ.બાપાનો પરચો માન્યો હતો. પૂ.બાપાના કૃપા
આશિષથી તેઓનું આ કાર્ય ધાર્યા કરતાં પણ સારી રીતે પાર પડ્યું.
શ્રીમતિ લક્ષ્મીબેન કોટેચા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: ઘણા
સમયથી તેમની તબિયત સારી રહેતી ન હતી. બે-ત્રણ બીમારીથી તેઓ
ઘેરાયેલા હતા. આ બીમારીઓ દૂર થઈ તંદુરસ્તી મળે તે માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમને
સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ.
શ્રીમતિ નીરૂબેન મીસ્ત્રી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના
પિતાશ્રી બીમાર રહેતા હતા. તેઓના મગજની નસમાં લોહી જામી ગયું
હતું. તેઓને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા
અને પરચો માન્યો. પૂ.બાપાની અમીકૃપાથી થોડા જ દિવસોમાં તેમના
પિતાશ્રીને સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમની
દીકરીની પેટની બીમારી દૂર થઈ.
શ્રી નીપાબેન બીસરામ; ડરબન (આફ્રિકા)થી લખે છે: તેમની ત્રણ
પરીક્ષાઓમાંથી એક પેપર ખૂબ જ નબળું લખાયું હતું. પાસ થવાની કોઈ
જ આશા ન હતી. પૂ.બાપાને દિલની વાત કરી અને પાસ થઈ જાય તે માટે
પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેઓ ત્રણેય પેપર્સમાં સારા
માર્કસથી પાસ થયા. વળી, આ શુભ સમાચાર તેમને ગુરૂવારના દિવસે જ
મળ્યા. તેમના અગણિત કાર્યો પૂ.બાપાએ સિધ્ધ કર્યા છે. આ ઉપરાંત,
પૂ.બાપાના શુભાશિષથી તેમના પતિ સ્પેશ્યાલિસ્ટ ફીઝીશ્યન થઈ ગયા.
શ્રી ચંદ્રકાંતભાઈ એસ. પટેલ; (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ
પતિ-પત્નીને ફેક્ટરીમાંથી કામ પરથી છૂટા કરતા તેમણે પૂ.બાપાનું
શરણું લીધું અને બંનેને ફરીથી અહીં જ કામ મળી જાય તે માટે પરચો
માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. થોડા સમય પછી તેઓ
બંનેને તે જ ફેક્ટરીમાં કામ પર લઈ લેવામાં આવ્યા. પૂ.બાપાએ
તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે.
શ્રીમતિ રંજનબેન દેસાઈ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિનું
અવસાન થતા તે અંગેનું બધું જ કામકાજ કોઈપણ અડચણ વગર પાર પડે તે
માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની
કૃપાથી બધું જ કામ સરળતાથી થઈ ગયું. બીજું, તેમના દીકરાને
નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેને સારું
થઈ જાય અને જલ્દીથી ઘરે આવી જાય તેમજ પોતાનું બધું કામકાજ
સંભાળી શકે તે માટે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી. વધુમાં,
તેમના દીકરાની એક મિત્ર તેમના ઘરમાં રહેતી હતી. જે તેમને ગમતું
ન હતું. આ બાબતે પણ પૂ.બાપાને અરજ કરતા તેમની ઈચ્છા પૂર્ણ થઈ.
પૂ.બાપાએ તેમને નાની-નાની બાબતોમાં સહાય કરી છે.
શ્રી દક્ષાબેન એસ. મહેતા; એમ્બુ (કેન્યા)થી લખે છે: તેમને
સાથળમાં ચાર ગાંઠો હતી. તેના બાયોપ્સી ટેસ્ટનો રીપોર્ટ નોર્મલ
આવે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી
હતી. પૂ.બાપાની પરમ કૃપાથી તેમના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા.
પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી નયનાબેન અમલાણી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર
તેઓ અતૂટ શ્રદ્ધા - વિશ્વાસ ધરાવે છે. તેઓ જ્યારે ઈન્ડિયાથી
યુ.કે. આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં તેમને પૂ.બાપાના અનેક પરચા
મળ્યા છે. પૂ.બાપાએ તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે. અને અનેક
કાર્યો પાર પાડ્યા છે.
શ્રીમતિ શાંતાબેન ગાંધી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના
પુત્રની પુત્રવધૂને લંડન લાવવા માટેના વિઝા મેળવવા માટેની ફાઈલ
મૂકી હતી. પરંતુ એક-બે કાગળ ઘટવાથી આ કામ ફેઈલ થયું હતું.
ત્યારબાદ કાર્ય સફળતા માટે પૂ.બાપાને પ્રાર્થી, પરચાની ટેક રાખી
ફરી ફાઈલ મૂકી. ને પૂ.બાપાની કૃપાથી તે કામ ટૂંક સમયમાં જ થઈ
ગયું.
શ્રીમતિ નયનાબેન મહેતા; કેલિફોર્નિયા (યુ.એસ.એ.)થી લખે છે:
તેમના પતિને છાતીમાં દુ:ખાવો થતા ઈમરજન્સીમાં દાખલ કરવા પડ્યા
હતા. તેઓના બધા જ રીપોર્ટ નોર્મલ આવે અને કોઈ ઓપરેશન ન કરવું
પડે તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થના કરી પરચો
માન્યો હતો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી તેમના પતિને બિલકુલ સારું
થઈ ગયું અને હોસ્પિટલમાંથી ઘરે પણ આવી ગયા.