Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (International) – February – 2010    << Back to Archive Home

શ્રી કામીનીબેન પટેલ; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે. તેમનો ભાઈ જીવનસાથીની શોધમાં ટુંક સમય માટે ઈન્ડિયા ગયો હતો. તેના લગ્ન જલ્દીથી થઈ જાય તે માટે તેમણે પૂ. જલારામ બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો... ને પરચો માન્યાના ત્રણ જ દિવસ પછી તેના લગ્ન નક્કી થયાના ફોન દ્વારા સમાચાર મળ્યા. બાદમાં પૂ. બાપાના આશીર્વાદથી તેના લગ્ન આનંદથી પાર પડ્યા. આ પરચો તેમના માતૃશ્રી મંજુલાબહેને પણ (પોતાના પુત્ર માટે) માન્યો હતો. બીજું, તેમના માતૃશ્રી ઘરમાં પડી જવાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેઓના એમ.આર.આઈ. સહિતના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા અને તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રીમતિ તરૂણાબેન પટેલ; ન્યૂઝીલેન્ડથી લખે છે: તેમને તેમજ તેમના પરિવારજનોને પૂ.બાપા ઉપર અતૂટ શ્રદ્ધા છે. તેમના પતિને સુપર માર્કેટમાં ફુલટાઈમ જોબ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના આશીર્વાદથી તેમના પતિને ફુલટાઈમ જોબ મળી ગઈ. પૂ. બાપાના પાવન ચરણોમાં શત્ કોટિ પ્રણામ.

શ્રીમતિ જયાબેન બી. રાણા; પશેઈક (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમની તથા પરિવારજનોની નાની - મોટી શારીરિક તકલીફો પૂ. બાપાના પરચાના પ્રતાપે દૂર થઈ છે. પૂ.બાપાની દયાથી તેમનો તથા તેમના પતિનો પગનો દુ:ખાવો દૂર થયો. તેમના દીકરાને, પતિને તેમજ તેમને છાતીમાં તકલીફ હોવાથી રીપોર્ટ કરાવવાના હતાં. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેઓ સૌના રીપોર્ટ નોર્મલ આવ્યા. આ ઉપરાંત, તેમની પુત્રવધૂ અને પુત્રનો લોહીનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેમની બંને દીકરીઓ પરીક્ષામાં પાસ થઈ ગઈ. તેમનો પૌત્ર નિયમિત શાળાએ જતો થઈ ગયો. તેમનું એક અગત્યનું કાર્ય પણ પૂ.બાપાએ પાર પાડ્યું.

શ્રી ચંપાબેન રાજાણી; હેરો (યુ.કે.)થી લખે છે. તેમનાં બહેન શ્રી લલિતાબેન નથવાણીને હૃદયનું ઓપરેશન કરાવેલ અને તેઓ ગંભીર હાલતમાં હતા. તેના સ્વાસ્થ્યની રક્ષા કાજે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની પરમ કૃપાથી તેમનાં બહેનની તબિયત સુધારા પર આવી ગઈ. એ જ રીતે, તેમનાં વેવાણ મુક્તાબેન ભગદેવ પણ બીમાર અવસ્થામાં કોમામાં આવી ગયા હતા. પૂ.બાપાનો પરચો માનતા તેના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો. તેઓના ભાઈ તેમજ પૌત્રીની તબિયત પણ પૂ.બાપાની દયાથી સારી થઈ ગઈ.

શ્રીમતિ ચંપાબેન; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના જમાઈનો પાસપોર્ટ ઘરમાં જ ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતો ન હતો. પરંતુ પૂ. બાપાનું નામ - સ્મરણ કરી પરચાની ટેક રાખતા તુરત જ પાસપોર્ટ મળી આવ્યો. તેમની દીકરીની નાદુરસ્ત તબિયત સારી થઈ જાય તે માટે માનેલ પૂ.બાપાનો પરચો પણ ફળ્યો. પૂ.બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રી નયનાબેન ડી. ગાંધી; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં હાજરાહજૂર પરચા પૂર્યા છે. પરિવારના અન્ય સભ્યોને નોકરી મળવામાં નિષ્ફળતા જ મળતી હતી. કાર્ય સફળતા માટે તેમણે પૂ. બાપાનું શરણુ લીધું અને પરચો માન્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના પુત્ર અને પુત્રવધૂને ટુંક સમયમાં જ નોકરી મળી ગઈ.

શ્રીમતિ છાયાબેન વૈદ્ય; કેન્યા (પૂર્વ આફ્રિકા)થી લખે છે: તેમના પતિને ગાલમાં એક વર્ષથી ગૂમડું થયું હતું. અનેક ઉપચારો કરવા છતાં મટતું ન હોવાથી ઈન્ડિયા જઈ સારવાર લેવાનું નક્કી કર્યું. તેઓના રીપોર્ટ નોર્મલ આવે અને ગૂમડું મટી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનું નક્કી કર્યું. પૂ.બાપાની દયાથી રીપોર્ટ નોર્મલ આવ્યા અને નાના ઓપરેશનથી ગૂમડું મટી ગયું. આ ઉપરાંત પૂ.બાપાની કૃપાથી તેમના મેડીકલ રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. પૂ.બાપાએ તેમને ડગલે ને પગલે સહાય કરી છે. અને અનેક મનોકામનાઓ પૂર્ણ કરી છે. પૂ. બાપાને શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના અવશ્ય ફળે છે.

શ્રી સંગીતાબેન એ. પટેલ; સાઉથ કેરોલીના (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અખૂટ શ્રદ્ધા છે. તેમની દરેક મુશ્કેલીમાં પૂ. બાપા સહાયરૂપ બન્યા છે. પૂ. બાપા તેમના જીવનમાં હાજરાહજૂર હોય તેવું તેઓ અનુભવે છે. પરમ કૃપાળુ બાપાના પાવન ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રી તેજસભાઈ જે. સોમૈયા; સીડની (ઓસ્ટ્રેલીયા)થી લખે છે: તેમને નવી જોબ મળતા આવેલી અડચણ દૂર થાય અને જોબ સલામત રહે તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણથી યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાએ તે અડચણો દૂર કરી અને તેમની જોબ સલામત રહી. પરમ વંદનીય પૂ. બાપાને કોટિ કોટિ વંદન.

શ્રી સવિતાબેન ખાખરીયા; ઓન્ટારીઓ (કેનેડા)થી લખે છે: પૂ. બાપાના શરણે જવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. શ્રદ્ધા અને વિશ્વાસને સાથે રાખીને કરેલી પ્રાર્થના પૂ.બાપા અવશ્ય સ્વીકારે છે. જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ પૂ. બાપાના નામ- સ્મરણ માત્રથી ટળી જાય છે. પૂ. બાપાના પરચાનો પ્રતાપ અનેરો છે.

શ્રીમતિ અરૂણાબેન પટેલ; ક્રોલી (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રને જોબ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી, તેમના પુત્રને જોબ મળી ગઈ. પૂ. બાપાએ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી છે.

શ્રીમતિ મનીષાબેન પટેલ; પર્થ (ઓસ્ટ્રેલિયા)થી લખે છે: તેઓ અહીં - પર્થ રહેવા આવ્યા ત્યારે એમ હતું કે તુરત જ નોકરી - ધંધો મળી જશે. પરંતુ મંદીના માહોલમાં ત્રણ મહિના સુધી અથાગ પ્રયત્નો કરવા છતાં નોકરી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા. છેવટે, આ બાબતે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી અને પરચો માન્યો... ને તુરત જ તેઓ પતિ - પત્ની બંનેને નોકરી મળી ગઈ. ખરેખર, પૂ. બાપાની કૃપા અપાર છે.

શ્રી શોભનાબેન એચ. શાહ; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના પતિનો દાંત તૂટી જવાથી તેમાં સોજા સાથે સેપ્ટીક થઈ ગયું હતું. તેઓનું ઓપરેશન સારી રીતે થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની દયાથી ઓપરેશન થઈ ગયું અને તેમના પતિને સારું પણ થઈ ગયું. બીજું, તેમના જેઠાણી પગથિયાં પરથી પડી જવાથી પગમાં સોજા આવ્યા હતા. એવામાં અચાનક છાતીમાં દુ:ખાવો શરૂ થતા તુરત જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ વેળાએ પણ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેમના જેઠાણીને થોડા જ દિવસોમાં સારું થઈ ગયું અને હેમખેમ ઘરે આવી ગયા. પૂ.બાપાના શુભાશિષથી તેમની દીકરીના બંને બાળકો પરીક્ષામાં પાસ થયા.

શ્રી મંજુબેન આર. પારેખ; કોવેન્ટ્રી (યુ.કે.)થી લખે છે: તેમના સ્વજન શ્રી મમતાબેન પારેખ ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના કૃપા આશિષથી શ્રી મમતાબેન પાસ થયા. પૂ. બાપાએ તેમના નાના - મોટા અનેક કાર્યો પાર પાડ્યા છે.

શ્રીમતિ કલ્પનાબેન જે. એસ; કીટવે (ઝામ્બિયા)થી લખે છે:તેઓ જે મકાનમાં રહેતા હતા તે ઘરધણીના પુત્રને રહેવા માટે જોઈતું હતું. તેમણે ખાલી કરવું પડ્યું. તે વેચાતું લેવાની ઓફર કરી પણ તેઓ માન્યા નહિ. ત્યારબાદ બીજા નવા મકાનમાં ઘરધણી વિદેશ હોઈ નિરાંત હતી. પણ અન્ય સંબંધીઓએ તેમને જણાવ્યા વગર તે મકાન વેચવા મૂકી દીધું. તેઓએ ઓફર મૂકી પણ કિંમત ઘણી વધુ હોવાથી 6-8 મહિનામાં તેમને ખાલી કરવું પડ્યું. ત્યાર બાદ ત્રીજા મકાનમાં રહેવા ગયા ને આઠેક મહિના થયા ને તે પણ વેચવા મુકાયું. તેઓ થાક્યા ને પૂ. બાપાનું શરણું લીધુ. હવે કોઈ મકાન બદલવું ન પડે તે માટે પરચો માન્યો... ને ખરેખર, પૂ. બાપાની કૃપા વરસી. તે મકાન તેમને સારી કિંમતે મળી ગયું. હવે મકાન બાબતની કોઈ જ મુશ્કેલી નથી રહી.

શ્રી નયનાબેન મીસ્ત્રી; ક્લીફટન (અમેરીકા)થી લખે છે: તેમના બનેવીએ એક નાનો સ્ટોર લીધો હતો. જે બરાબર ચાલતો ન હતો. કેટલાંયે વર્ષથી અઠવાડિયાના સાતેય દિવસ 12 કલાક કામ કરવા છતાં આવક દેખાતી ન હતી. સ્ટોર વેચવા મૂક્યો તો કોઈ લેવા તૈયાર ન હતું. જેથી તેઓ ખૂબ જ ચિંતામાં હતા. છેવટે, તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને ઓછા નફાએ પણ સ્ટોર વેચાઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાએ તેમના અંત:કરણની પ્રાર્થના સાંભળી તે સ્ટોર વેચાઈ ગયો અને ચિંતા દૂર થઈ.

શ્રી ઈલાબેન કારીયા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમને પગમાં સખત દુ:ખાવો રહેતો. હલન - ચલનમાં પણ તકલીફ પડતી. પૂ.બાપાને પ્રાર્થી પરચો માનવાથી તેમના પગની પીડા દૂર થઈ. તેમની પુત્રવધૂને પણ શારીરિક તકલીફ હોવાથી બાયોપ્સી ટેસ્ટ કરાવેલ. પૂ. બાપાની દયાથી તેનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો અને હવે કોઈ પણ તકલીફ નથી. પૂ. બાપાની કૃપાથી તેમના પતિનું મોટું ઓપરેશન પણ સફળ થયું અને તબિયત સુધારા પર આવી ગઈ. પૂ. બાપાના આશીર્વાદથી તેમના દીકરાને મનપંસદ ધંધો મળી ગયો.

શ્રી હસુમતીબેન એ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપાની કૃપાથી તેમના અનેક કાર્યો પાર પડ્યા છે. તેમના જમાઈને જોબ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાની અપાર કૃપા થકી તેમના જમાઈને જોબ મળી ગઈ. બીજું, તેમના પતિને યુરીનની તકલીફ હોવાથી તેઓનું ઓપરેશન સફળ થાય તે માટે પૂ.બાપાને કરેલી પાર્થના પણ ફળી. હવે તેઓની તબિયત સારી છે.

શ્રી કાંતિલાલ ડી. ટંડેલ; સીંગાપોરથી લખે છે: તેઓ સાઉથ આફ્રિકાથી સીંગાપોર આવી રહ્યા હતા ત્યારે વહાણમાં ખાધા-ખોરાકીનો સામાન સીંગાપોર સુધી ચાલે તેમ ન હતો. આ માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી ખાધા-ખોરાકીમાં સીંગાપોર સુધી વાંધો આવ્યો નહીં.

શ્રીમતિ કુસુમબેન આર. ગાંધી; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પુત્રને ઘણી કોશિષ કરવા છતાં સારું મકાન મળતું ન હતું. તેને મનપસંદ મકાન મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તેમના દીકરાને યોગ્ય કિંમતમાં મનપસંદ મકાન મળી ગયું. તેમની પુત્રીનો હાથનો દુ:ખાવો પણ પૂ.બાપાએ મટાડ્યો. તેમની દેરાણીના ઘરેણાં ક્યાંક મુકાઈ જવાથી મળતા ન હતા. પરંતુ પૂ. બાપાને યાદ કરવાથી ઘરેણાં મળી ગયા. વધુમાં તેમનું ડ્રાઈવીંગ લાયસન્સ રીન્યુ કરાવવાનું હતું પણ તે મળતું ન હતું. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી રીન્યુ કરાવવાના આગલા દિવસે જ અચાનક લાયસન્સ મળી આવ્યું.

શ્રીમતિ કાંતાબેન ડી. વારીયા; હેરો (યુ.કે.)થી લખે છે: તેમની ચાવી ખોવાઈ ગઈ હતી. આખો દિવસ શોધવા છતાં ન મળી. પૂ. બાપા પરની અતૂટ શ્રદ્ધાએ આ ચાવી જોબ પર પડી હશે તેવી પ્રેરણા કરી. ને ત્યાં જઈ તપાસ કરતા ત્યાંથી જ ચાવી મળી આવી. તેમના દોહિત્રના હાથના મણીયા ખોવાઈ ગયા હતા. તે પણ પૂ.બાપાનું નામ લેતા જ મળી આવ્યા. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમના બહેનના પૌત્રની તબિયત સારી થઈ ગઈ તેમજ તેમની નાદુરસ્ત તિબયતમાં સુધારો થયો અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. પૂ. બાપાની કૃપાથી તેઓ તેમના બહેનની દીકરીને મળી શક્યા.

શ્રીમતિ હંસાબેન દિક્ષિત; ઓહાઈઓ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પૌત્રનો પગ ચાલુ મોટર સાઈકલમાં આવી ગયો હતો. તેને ઈજા થઈ હતી. પૌત્રને પગમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની દયાથી પૌત્રને પગમાં સારું થઈ ગયું. તેમના દોહિત્રને પણ ફ્લૂની બીમારીમાંથી સારું થઈ ગયું. તેમની દીકરીને પ્રેગનન્સી દરમ્યાન ડીહાઈડ્રેશન થતા તે સમયે પણ પૂ. બાપાને યાદ કરવાથી તેની ડીલેવરી હેમખેમ પાર પડી. તેમની ગાડીની ચાવી ક્યાંક મુકાઈ જવાથી મળતી ન હતી. પરંતુ પૂ. બાપાને યાદ કરવાથી તુરત ચાવી મળી આવી. પૂ.બાપાએ તેમની નાની-મોટી દરેક મુશ્કેલીઓ દુર કરી છે.

શ્રીમતિ ધનુબેન જી. પટેલ; લ્યુટન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરી વિદેશથી ફરીને સુખરૂપ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની દીકરી આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી ગઈ. તેમની તબિયત બગડતી જતી હતી. તેમજ દીકરીની તબિયત પણ સારી ન હતી. પરંતુ પૂ.બાપાને પાર્થના કરવાથી બંનેનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. તેમની દીકરીની જોબ છૂટી ગઈ હતી. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેને બીજી જોબ મળી ગઈ.

શ્રીમતિ નંદુબેન એસ. પટેલ; ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: ચાઈના ટુરમાં જવાના પ્રથમ દિવસે જ તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો. ઘરના સર્વે ગભરાઈ ગયા. પરંતુ તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પ્રવાસ સફળ થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેઓ સુખરૂપ ફરીને આવી ગયા. ત્યાર બાદ યુરોપની ટુર પણ સફળ રહી. તે પછી તેમના શ્વસુર પત્રની તમામ 68 વ્યક્તિઓ જમાઈકા ક્રુઝમાં સફર કરી આવ્યા. સર્વે યાત્રામાં તેમને પૂ. બાપાની કૃપાની ઝાંખી થઈ. આ ઉપરાંત, તેમની મોટેલની તેમજ ધંધાકીય મુશ્કેલી પણ પૂ.બાપાએ દૂર કરી છે.

શ્રીમતિ સવિતાબેન એ. ઘીવાળા; ફોન્ડ ડ્યૂ લેક (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપા તો દયાના સાગર છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના પૂ. બાપા જરૂર સાંભળે છે. તેમના પતિના ઘૂંટણનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ જાય અને તેઓ વ્યવસ્થિત ચાલતા થઈ જાય, વેવાણની નાદુરસ્ત તબિયત સારી થઈ જાય અને તેમનો પુત્ર બીજા સ્ટ્રેટની પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ. આ ઉપરાંત, તેમના અનેક કાર્યો પૂ. બાપાએ પાર પાડ્યા છે.

શ્રીમતિ મધુબેન આર. પંડ્યા; લ્યુટન (યુ.કે.)થી લખે છે: તેમને તેમના ભાઈઓ સાથે ભર ઉનાળામાં ઈન્ડિયા જવાનું જરૂરી બન્યું હતું. ત્યાં બધાંની તબિયત સારી રહે અને સૌ સુખરૂપ ઘરે પરત આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ. બાપાની પરમ કૃપાથી બધાની તબિયત સારી રહી એને સૌ હેમખેમ ઘરે આવી ગયા.

શ્રી જશવંતીબેન વિઠ્ઠલાણી; સીડની (ઓસ્ટ્રેલીયા)થી લખે છે: તેઓ ફીજી ફરવા જવાના હતા. પ્રવાસમાં કોઈ તકલીફ ન પડે અને સુખરૂપ ફરીને પરત આવી જવાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમનો ફીજીનો પ્રવાસ નિર્વિધ્ને પૂર્ણ થયો અને સૌ સુખરૂપ સીડની આવી ગયા.

શ્રી અંજનાબેન રૂપારેલીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના ડ્રાઈવીંગ લાયસન્સમાં થોડી મુશ્કેલી ઊભી થઈ હતી. તે મુશ્કેલી દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની કૃપાથી તેમને નવું લાયસન્સ મળી ગયું. દુ:ખિયાના બેલી પૂ.બાપાને અગણિત નમન.

શ્રીમતિ જે. મહેતા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની બહેનના એક પગમાં સોજો આવી ગયો હતો. જે કોઈપણ દવાથી ઊતરતો જ ન હતો. ડૉક્ટરે બધા જ ટેસ્ટ કરાવવાનું કહ્યું. તે વેળાએ તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને બહેનને પગમાં સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેને તુરત જ સારું થઈ ગયું. તેમની દાંતની તકલીફ પણ પૂ.બાપાએ મટાડી.

શ્રીમતિ પ્રફુલાબેન ગાથા; ટાન્ઝાનીયા (પૂ.આફ્રિકા)થી લખે છે: તેઓ તેમજ તેમના ભાઈ - બહેન (લંડનથી) એમ સૌ સાથે મળીને ઈન્ડિયા ફરવા ગયા હતા. ત્યાં કોઈને કંઈ તકલીફ ન પડે અને મુસાફરી સુખરૂપ પૂર્ણ થઈ, સૌ પોતાના ઘરે હેમખેમ પહોંચી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેઓ સૌએ નાની - મોટી યાત્રાઓ કરી અને ઈન્ડિયા ફરીને સુખરૂપ પોતાના ઘરે પહોંચી ગયા. દરમ્યાન તેમના ભાઈને ડાયેરીયા થઈ જતા પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેની તબિયત તુરત જ સારી થઈ ગઈ હતી.

શ્રીમતિ જયોતિબેન પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા ઉપરની અખૂટ શ્રદ્ધા થકી તેમના અનેક કાર્યો પાર પડયા છે. તેમની દીકરી માટેનું એક કાર્ય સમુંનમું પાર ઊતરે તે માટે પૂ. બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી. પૂ. બાપાના નામ - સ્મરણ માત્રથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શાંતિ મળે છે. પરમ કૃપાળુ પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.

શ્રી મીનાબેન ગાંધી; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: 'જલારામ જ્યોત'માં પ્રસિદ્ધ થતા પરચાના પ્રસંગો વાંચી પૂ. બાપા પ્રત્યેની તેમની શ્રદ્ધા વધુ દ્રઢ બની છે. તેમણે 7 વીક ઈન્ડિયા ફરવા જવાનું વિચાર્યું હતું. રાજસ્થાનન, ગુજરાત, બેંગ્લોર અનેક જગ્યાએ જવાનું હતું. ખૂબ શ્રદ્ધાથી પૂ.બાપાને પ્રાર્થ્યા અને ઈન્ડિયામાં સૌની તબિયત સારી રહે તેમજ પ્રવાસ આનંદથી પૂર્ણ થાય તે માટે પરચો માન્યો. ....ને ખરેખર પૂ. બાપા પરની શ્રદ્ધા સાથે રાખી તેઓ ઈન્ડિયામાં 7 વીક આનંદથી ફરીને ખૂબ જ સ્વસ્થ તબિયતે ફરી યુ.એસ.એ. આવી ગયા. બાંસઠ વરસની ઉંમરે આટલા સ્થળોની મુસાફરી... પૂ.બાપાની કૃપા થકી જ શક્ય બની. પૂ.બાપા સાથે હોય એટલે કાર્ય સફળતા અચૂક મળે જ.

શ્રીમતિ લાભુબેન તન્ના; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના પતિએ ઓપરેશન કરાવ્યું હતું. તેઓને હાર્ટની તકલીફ વધી ગઈ હતી. ધબકાર થયા કરતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી. રાત્રે સૂઈ શકાતું પણ ન હતું. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માનતા તેમના પતિની તબિયતમાં ઘણો જ સુધારો થયો. દયાના સાગર પૂ. બાપાને ભાવભર્યા વંદન.

શ્રીમતિ શકુંતલાબેન પી. પટેલ; બ્રાયટન (યુ.કે.)થી લખે છે: તેમના જમાઈની જોબ છુટી જવાની તૈયારી હતી. પરંતુ પુ.બાપાને પ્રાર્થના કરી, પરચો છપાવવાની ટેક રાખતા તેની જોબ સલામત રહી. તેઓ ઈન્ડિયા ગયા હતા ત્યારે રૂમનું બારણું લોક થઈ ગયું હતું. પૂ. બાપાને યાદ કરવાથી તુરત જ ખૂલી ગયું. ઈન્ડિયામાં શોપીંગ કરવામાં પણ તેમને કોઈ મુશ્કેલી ન પડી. તેમની ખોવાયેલી હીરાની વીંટી પણ પૂ.બાપાનું સ્મરણ કરવાથી મળી આવી. તેમના નાના- મોટા અનેક કાર્યો પૂ. બાપાએ સફળતાપૂર્વક પાર પાડ્યા છે.

શ્રી ઈશ્વરભાઈ ટી. પટેલ; ઓન્ટારીઓ (કેનેડા)થી લખે છે: તેઓ તેમનાં પત્ની સાથે ઈન્ડિયા જવાના હતાં. ઘરેથી નીકળતી વેળાએ તેમનાં પત્નીની તબિયત અચાનક બંગડી જતા ટીકીટ કેન્સલ કરાવવી પડે તેવી સ્થિતી હતી. તેમનાં પત્નીની તબિયત સારી થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમનાં પત્નીને સારું થઈ ગયું અને તેઓ બંને સારી રીતે ઈન્ડિયા પહોંચી ગયા.

શ્રીમતિ સુમનબેન જી. ટેલર; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમણે નાના - મોટા અનેક કાર્યોની સફળતા માટે પૂ. બાપાના પરચા માન્યા હતા. પૂ. બાપાએ તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. પૂ. બાપાના આશીર્વાદથી તેમની દીકરીના લગ્ન આનંદથી થઈ ગયા. તેમની દીકરીને જોબ પર હેરાનગતિ થતી હતી. પૂ. બાપાએ તે પણ દૂર કરી અને તે જોબમાં વ્યવસ્થિત સેટ થઈ ગઈ. તેમજ તેને મનપસંદ મકાન પણ મળી ગયું. પૂ. બાપાની અમી દ્રષ્ટિથી તેમના દીકરાને થાઈરોડની બીમારીમાંથી સારું થઈ ગયું, તેના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા અને તેને જોબ પણ મળી ગઈ. પૂ. બાપાના પાવન ચરણોમાં વારંવાર પ્રણામ.

શ્રી સુમીબેન આર. પટેલ; સર્રે (યુ.કે.)થી લખે છે: તેમના જેઠની દીકરીનું સગપણ સારા પરિવારમાં થાય અને તેને યોગ્ય જીવનસાથી મળે તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના આશીર્વાદથી તેમની ભત્રીજીના લગ્ન યોગ્ય જીવનસાથી સાથે સારા પરિવારમાં થયાં. તેમના મોટા બહેનની બીમારી પણ પૂ.બાપાએ દૂર કરી. તેમની દીકરીને પેટમાં દુ:ખાવો થતો હતો. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેને પણ સારું થઈ ગયું અને રીપોર્ટ નોર્મલ આવ્યા. ખરેખર, પૂ.બાપા હાજરાહજુર છે. પૂ.બાપાના નામ- સ્મરણ માત્રથી દરેક આશા પૂર્ણ થાય છે.

શ્રી રમેશભાઈ પઢારિયા; ટોરેન્ટો (કેનેડા)થી લખે છે: તેમનાં પત્નીને પૂ.બાપા ઉપર અતૂટ શ્રદ્ધા છે. તેના ફળ સ્વરૂપે તેમને પૂ. બાપાનો અવિસ્મરણીય પરચો મળ્યો. 1996ના વર્ષમાં તેમના હૃદયના ઓપરેશન વખતે ડાબા પગમાંથી નસો કાઢી હતી, ત્યારથી તે પગ કમજોર થઈ ગયેલો. હાલમાં તે પગમાં અસહ્ય પીડા ઉપડતા ડૉક્ટરે ફીઝીઓની ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપી. દરમ્યાન તેમણે ઈન્ડિયા જવાની ટીકીટ કઢાવી હતી. તેમનાં પત્નીએ પૂ.બાપાનો પરચો માનવા કહ્યું. તે મુજબ તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને ઈન્ડિયા જતાં પહેલાં પગમાં સારું થઈ જાય તે માટે પરચો માન્યો... ને ખરેખર, પૂ. બાપાએ શું ચમત્કાર કર્યો કે તેમના પગનો દુ:ખાવો ત્રણ મહિનાની સારવાર પછી પૂર્ણરૂપે મટી ગયો.

શ્રી નર્મદાબેન દાસાણી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના નાના દીકરાને સાઈનસની બીમારીમાંથી તેમજ બીજા દીકરાને પગની પીડામાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની અમીમય નજરથી તેમના બંને પુત્રોને શારીરિક તકલીફમાં રાહત થઈ ગઈ. ધીમે ધીમે બંનેને તદ્દન સારું થઈ જશે તેમજ તેમની નાની પુત્રવધૂને જોબ મળી જશે તેવી તેમને પૂ. બાપા ઉપર શ્રદ્ધા છે.

શ્રી વિનોદીનીબેન વી. શેઠ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની ઈચ્છા પૂર્ણ થાય તે માટે તેમણે પૂ. બાપાને શ્રદ્ધાપૂર્વક યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમની ઈચ્છા પૂર્ણ થઈ. પ્રાત: સ્મરણીય પૂ. બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રીમતિ પ્રવિણાબેન દેસાઈ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરી ચિ. પૂજાના લગ્ન માટે પાંચ વર્ષથી પ્રયત્નો કરતા હતા. તેમજ તેમના ભાઈને મનપસંદ મકાન મળે તે માટે પણ અનેક પ્રયત્નો કરતા હતા. પરંતુ બંને કાર્યમાં નિષ્ફળતા મળતી. છેવટે, તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને દીકરીના લગ્ન થઈ જાય તેમજ ભાઈને મનપસંદ મકાન મળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બંને કાર્યો ટુંક સમયમાં જ સફળતાપૂર્વક પાર પડ્યા. આ ઉપરાંત, ઈન્ડિયાની યાત્રા સફળ રહે, ધાર્યું કાર્ય પાર પડે તેમજ દીકરીના લગ્ન માટે હોલ મળી જાય તે માટે માનેલ પૂ. બાપાનો પરચો પણ ફળ્યો.

શ્રી બાબુભાઈ કે. મકવાણા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનું ભારતમાંનું કચ્છ ખાતેનું મકાન ધરતીકંપમાં ખતમ થઈ ગયું હતું. આ વર્ષે ફરી તેઓ કચ્છ આવ્યા ત્યારે નવું મકાન બનાવવાનું વિચાર્યું ને પૂ. બાપાનું નામ લઈ કામકાજ ચાલુ કર્યંુ. યોગ્ય સમયની અંદર બાંધકામ પૂરું થઈ ગયું અને તેઓ પતિ - પત્ની બંને સુખરૂપ લંડન આવી ગયા. પૂ. બાપાની કૃપાથી તેમને કોઈ વિઘ્ન ન નડ્યું.

શ્રીમતિ ઉષાબેન એસ. શાહ; (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપા ઉપર તેમને અપાર શ્રદ્ધા છે. પૂ. બાપાની કૃપાથી તેમની દીકરીના મેમોગ્રાફીના રીપોર્ટ નોર્મલ આવ્યા તેમજ તેમના મેડીકલ રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. આ ઉપરાંત પૂ. બાપાની દયાથી ઈન્ડિયામાં રહેતી તેમની દીકરીને યુ.એસ.એ.ના વિઝા મળી ગયા.

શ્રી તૃપ્તિબેન એસ. દેસાઈ; ઓન્ટારીઓ (કેનેડા)થી લખે છે: ભક્તોની મનોવ્યથા પૂ.બાપા જ જાણે છે. પૂ.બાપા ઉપર શ્રદ્ધા રાખવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પૂ. બાપાના કૃપા આશિષથી તેમના પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે છે. પૂ. બાપાના ચરણોમાં ભાવભર્યા પ્રણામ.

શ્રી મીનાબેન; ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ)થી લખે છે: તેઓ બે વર્ષથી જોબની શોધમાં હતા. પણ સફળતા નહોતી મળતી. છેવટે, તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને સારી જોબ મળી જાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેમને મનપસંદ જોબ મળી ગઈ. પૂ. બાપાએ તેમના અનેક મનોરથ પૂર્ણ કર્યા છે.

શ્રીમતિ પુષ્પાબેન ડી. મીસ્ત્રી; ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ)થી લખે છે: તેમના પુત્રના ઘરે પારણું બંધાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સ્વીકારી તેમના પુત્રના ઘરે સુંદર કન્યા રત્નનો જન્મ થયો. ખરેખર, પૂ.બાપાની કૃપા અપાર છે.

શ્રી એચ. જમનાદાસ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: ઈન્ડિયાથી ફરીને આવ્યા બાદ તેમને ચામડીમાં શીળસ જેવી એર્લજી નીકળી હતી. ડૉક્ટરની દવાથી કશો જ ફેર પડતો ન હતો. આથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો મન્યો. પૂ.બાપાની અમીદ્રષ્ટિથી તેમને સ્કીન એર્લજી બિલકુલ મટી ગઈ. આ બારામાં તેમનાં પત્નીએ પણ પૂ. બાપાનો પરચો માન્યો હતો. સૌના તારણહાર પૂ.બાપાને કોટિ કોટિ વંદન.

શ્રીમતિ નયનાબેન મહેતા; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમના મોટા દીકરાની પરીક્ષા વખતે તેમણે પૂ. બાપાને પ્રાર્થી તે સારા માર્કસે પાસ થાય તે માટે પરચો માન્યો હતો. જે દિવસે રીઝલ્ટ આવવાનું હતું તે દિવસે તેમણે પ્રભુને ફરી પ્રાર્થ્યા અને 'જલારામ બાવની'નું પઠન શરૂ કર્યું. ...ને જેવું પઠન પૂરું થયું કે તુરત જ સમાચાર મળ્યા કે, દીકરો સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયો છે. પૂ. બાપા પ્રત્યેની શ્રદ્ધા દિનપ્રતિદિન વધતી જાય છે.

શ્રીમતિ ઈન્દિરાબેન પંડ્યા; હર્ટઝ (યુ.કે.)થી લખે છે: મુશ્કેલીના સમયમાં પૂ.બાપા હંમેશા સહાયરૂપ બન્યા છે અને અનેક પરચા પૂર્યા છે. તેમની નાની દીકરીનું મકાન બદલવાનું કામકાજ પૂ. બાપાની દયાથી સરળતાથી પાર પડી ગયું. તેની ઉધરસની તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી. આ ઉપરાંત, પૂ. બાપાના પરચાના પ્રતાપે તેમના પિતાશ્રીની પગની તકલીફ- પીડા દૂર થઈ અને હવે તેઓ વ્યવસ્થિત ચાલી શકે છે. તેમની દીકરીના સંતાનોની નાદુરસ્ત તબિયત સારી થઈ ગઈ.

શ્રીમતિ હસુમતિબેન આચાર્ય; હંસલો (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા પરની શ્રદ્ધા થકી તેમના બધાં જ કાર્યો સફળતાપૂર્વક પાર પડ્યાં છે. તેમના સંતોનો પણ પૂ.બાપામાં આસ્થા ધરાવે છે. પૂ. બાપાના શુભાશિષથી તેમની દીકરીનું સગપણ સારા પરિવારમાં થયું. તેના લગ્ન પણ નિર્વિઘ્ને થઈ જશે તેમજ નાના દીકરાને સારી નોકરી મળી જશે તેવો તેમને પૂ.બાપામાં વિશ્વાસ છે.

શ્રીમતિ કનકબેન એ. મોદી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીને ડીલેવરી સમયે ખુબ જ તકલીફ પડતી હતી. પરંતુ પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખતા તુરત જ બાળકનો જન્મ થઈ ગયો. વર્ષો પહેલાં તેઓ આ તકલીફમાંથી પસાર થયા હતા ત્યારે પણ પૂ. બાપાએ કૃપા કરી હતી. પૂ. બાપાનું શરણું સ્વીકારવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે.

શ્રીમતિ મંજુલાબેન મહેતા; વીનીપેગ (યુ.કે.)થી લખે છે: તેમના દીકરાના લગ્નનો પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની પરમ કૃપાથી દીકરીના લગ્ન આનંદમંગલથી સંપન્ન થયા. પૂ. બાપાએ તેમની બધી જ મનોકામના પૂર્ણ કરી છે અને સર્વે કાર્યો પાર પાડ્યા છે.

શ્રીમતિ સરલાબેન માણેક; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પુત્રને મનપસંદ જોબ મળે તે માટે તેમણે પૂ. બાપાને હૃદયપૂર્વક પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના દીકરાને મનપસંદ અને સારી જોબ મળી ગઈ. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપા થકી તેમનો ઈન્ડિયાનો પ્રવાસ સુખરૂપ પૂર્ણ થયો.

 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions