
શ્રીમતિ વસુબેન એમ. ઓગાયતા; મલાવી ( )થી લખે છે: તેમનો પૌત્ર ચિ. પ્રણવ ખાવા-પીવામાં ખૂબ જ હેરાન કરતો. અપૂરતા ખોરાકને કારણે તેનો શારીરિક બાંધો નબળો હતો. તે વ્યવસ્થિત ખોરાક લેતો થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની પરમ કૃપાથી તેમનો પૌત્ર વ્યવસ્થિત ખોરાક લેતો થઈ ગયો અને તેની શારીરિક નબળાઈ પણ દૂર થઈ.
શ્રી તૃપ્તિબેન પટેલ; સીમ્પ્સનવીલે (યુ.એસ.એ.)થી લખે છે: તેમના બનેવીને મોટેલ માટે નાણાંની જરૂર હતી. બેન્કમાંથી લોન મળી શકે તેમ ન હતી. આથી આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેમના બનેવીને એના મિત્ર પાસેથી જરૂરી નાણાં મળી ગયા. બીજા બનેવીને થાઈરોઈડનું ઓપરેશન કરાવવાનું હતું. અહીંના ડૉક્ટરોએ આખી થાઈરોઈડ ગ્રંથી દૂર કરવી પડશે તેવું જણાવ્યું હતું. પરંતુ પૂ. બાપાનું શરણું લેતા ઈન્ડિયામાં તેઓનું ઓપરેશન સરળતાથી પાર પડી ગયું અને તબિયત પણ સુધારા પર આવી ગઈ. બીજું તેમના મામાની તબિયત ખૂબ જ બગડી જતા ડૉક્ટરોએ પણ આશા છોડી દીધી હતી. પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા તેઓને નવજીવન મળ્યું.
શ્રી ડાહ્યાભાઈ બી. ભક્ત; ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની પૌત્રીની પહેલી ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમનાં પત્નીએ પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની પૌત્રીનું સીઝેરીયન ઓપરેશન હેમખેમ પાર પડ્યું અને તંદુરસ્ત પુત્રનો જન્મ થયો. માતા - પુત્ર બંનેની તબિયત પણ ખૂબ જ સારી છે. વધુમાં તેમને બંને ઘૂંટણમાં અને જમણા થાપામાં દુ:ખાવો રહેતો હતો. પૂ.બાપાના પરચાના પ્રતાપે આ દર્દ પણ ઓછું થઈ ગયું હતું. ધીરે ધીરે સંપૂર્ણ સારું થઈ જશે તેવી તેમને શ્રદ્ધા છે. પૂ. બાપાએ તેમના નાના - મોટા અનેક કાર્યો પાર પાડ્યા છે.
શ્રીમતિ પ્રેમિલાબેન આર. મગન; પર્થ (ઓસ્ટ્રેલિયા)થી લખે છે: તેમની દીકરી - જમાઈને પર્થમાં તેની માલિકીનું મનપસંદ મકાન લેવાઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાના શુભાશિષથી તેમના દીકરી-જમાઈને પોતાની માલિકીનું મનપસંદ મકાન લેવાઈ ગયું. ત્યાનું કામકાજ પણ સારી રીતે પાર પડી ગયું અને તેઓ રહેવા પણ આવી ગયા. પૂ.બાપાના ચરણોમાં શત્ કોટિ પ્રણામ.
શ્રી ભોજાભાઈ આર. ઓડેદરા; લાફબરો (યુ.કે.)થી લખે છે: તેમનો પૌત્ર ક્રિસ વાળ કપાવતી વખતે શાંતિથી બેસતો નહિ અને ખૂબ જ રડ્યા કરતો. આ મુશ્કેલી દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાથી હવે તે શાંતિથી બેસી, વાળ કપાવે છે અને રડતો પણ નથી. પૂ. બાપાના ચરણોમાં વારંવાર નમસ્કાર.
શ્રીમતિ તારાબેન સી. પટેલ; કોલંબસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની મોટી પુત્રવધૂને પ્રેગનન્સી દરમ્યાન પેટમાં દુ:ખાવો થતા ડૉક્ટરે પથરી હોવાનું નિદાન કરી દવા આપી. પણ દવાથી કોઈ ફેર ન પડતા ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપી રીપોર્ટ કરાવવાનું કહ્યું. આવા સમયે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને મોટી પુત્રવધૂનો રીપોર્ટ નોર્મલ આવે તેમજ તેનું ગર્ભસ્થ શિશુ પણ હેમખેમ હોય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની પુત્રવધૂનો રીપોર્ટ નોર્મલ આવ્યો. આ ઉપરાંત પૂ.બાપાની જન્મ જયંતિએ હવામાન સારું રહ્યું અને કોઈ અડચણ ન આવતા પ્રસંગ આનંદ-ઉલ્લાસથી ઉજવાયો. વધુમાં, તેમની દીકરીની ખોવાયેલી કિંમતી વસ્તુ મળી જાય તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સ્વાઈન ફ્લૂની બીમારીમાંથી સારું થઈ જાય તે માટે તેમના પતિ શ્રી ચીમનભાઈએ માનેલ પરચો પણ ફળ્યો. તેમના રેસ્ટોરન્ટનો બીઝનેસ વેચાઈ જાય તે માટે તેમના પતિએ પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.
શ્રી સુશીલાબેન ભારદીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની બેન્કની અગત્યની પહોંચ તથા પૈસા ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતા ન હતા. પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માનવાથી પહોંચ તથા પૈસા તુરત જ મળી આવ્યા. પૂ.બાપાએ તેમના દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. પૂ. બાપાની કૃપા તેમના પર હંમેશા રહે તેવી તેમની અંતરની લાગણી છે.
શ્રીમતિ સાવિત્રીબેન આર. દવે; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો પુત્ર ઘણાં સમયથી સારી જોબની શોધમાં હતો. આ અંગેના પ્રયત્નો નિષ્ફળ જતા તેમણે પૂ.બાપાનું શરણું સ્વીકાર્યું અને પૌત્રને સારી જોબ મળે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી ટુંક સમયમાં જ તેને મનપસંદ જોબ મળી ગઈ. આ બનાવથી પૂ. બાપા હાજરાહજુર છે તેવી પ્રતિતિ થઈ.
શ્રી સરલાબેન મશરૂ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેઓ નવા વર્ષે ખૂબ જ કિંમતી સોનાની વીંટી પહેરી લેસ્ટરના બધા જ મંદિરોમાં અન્નકુટના દર્શન કરવા નીકળ્યાં હતા. દરમ્યાન ક્યાંક વીંટી આંગળીમાંથી સરકી ગઈ. ગાડીમાં બેઠા પછી ખબર પડી ક્યાં અને ક્યારે વીંટી સરકી ગઈ તેની ખબર ન રહી. બધા જ મંદિરોમાં તપાસ કરી. પણ હજારો ભક્તોની ભીડમાં વીંટી મળવી અશક્ય જણાઈ. છેવટે, તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને વીંટી મળી આવે તે માટે પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો. રામમંદિરમાંથી વીંટી મળ્યાનો ફોન આવ્યો. તેઓ બીજે દિવસે મંદિરની ઓફિસમાંથી વીંટી લઈ આવ્યા. ખરેખર પૂ.બાપા હાજરાહજુર છે.
શ્રી નીલાબેન શાહ; નાઈરોબી (કેન્યા)થી લખે છે: તેઓ જે મકાનમાં રહેતા હતા તે એક મહિનાની અંદર ખાલી કરવા મકાનમાલિકે નોટીસ આપી હતી. દરમ્યાન તેમના નવા મકાનનું બાંધકામ અધૂરું હતું. આ બાબતે પૂ.બાપાને અરજ કરી પરચો છપાવવાની ટેક રાખતા મકાનમાલિકે વધુ એક મહિનો રહેવાની પરવાનગી આપી. વધુમાં, પૂ. બાપાની દયાથી તેમનું હવનનું કાર્ય પણ નિર્વિઘ્ને પાર પડ્યું. પૂ. બાપાની કૃપાથી નાના-મોટા સર્વે કાર્યો સરળતાથી પાર પડી જાય છે.
શ્રીમતિ રમીલાબેન ગાંધી; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપા પરની અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ થકી તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ છે અને અનેક કાર્યો પાર પડ્યા છે. તેમની બંને આંખોમાં મોતિયો આવવાથી ઓપરેશન કરાવવાનું હતું. તેઓ ખૂબ જ ડરતા હતા. ઓપરેશન હેમખેમ પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમને હિંમત મળી અને ઓપરેશન પણ સફળતાપૂર્વક પાર પડ્યું તેમજ નવી દ્રષ્ટિ મળી. પૂ. બાપા તેમને સ્મરણ માત્રથી સહાયરૂપ બને છે.
શ્રી મીનાબેન જે ગજ્જર; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: તેમના ભાઈના પુત્રને પગમાં થોડી તકલીફ હોવાથી સૌ પરિવારજનો ચિંતિત હતા. ડૉક્ટરની સારવારથી સારું થતું ન હતું. આથી તેમણે પૂ.બાપાનું શરણું લઈ તેમના ભત્રીજાને પગમાં સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી તેમના ભત્રીજાને પગમાં સારું થઈ ગયું. હવે તો તે દોડતો પણ થઈ ગયો છે. આ ઉપરાંત, પૂ. બાપાની દયા થકી તેમના પણ બધા જ મેડીકલ રીપોર્ટ નોર્મલ આવ્યા. પૂ.બાપા તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.
શ્રી જી. એસ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેઓ એક વ્યક્તિને પૈસા આપવા ગયા હતા. ત્યાંથી પરત ઘરે આવીને કેરીયર બેગમાં જોયું તો પાકીટ ન મળ્યું. આ પાકીટમાં ચેકબુક, ક્રેડીટકાર્ડ વિગેરે સહિત અગત્યની ચીજો હતી. તુરત જ પૂ.બાપાનું સ્મરણ કર્યું અને પાકીટ મળી જાય તે માટે પરચો માન્યો. ને તુરત જ યાદ આવ્યું કે સંભવત: પૈસા આપતી વખતે પાકીટ નીચે પડી ગયું હોય. કલાક પછી તે જગ્યાએ તપાસ કરતા એક કાર નીચેથી પાકીટ સહીસલામત મળી આવ્યું.
શ્રીમતિ ઈન્દુબેન મીસ્ત્રી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના સંતાનો પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના સંતાનો સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા. પૂ.બાપાના પાવન ચરણોમાં વારંવાર વંદન.
શ્રીમતિ સુશીલાબેન જે. સૂચક; ટાન્ઝાનીયા (પૂર્વ આફ્રીકા)થી લખે છે: પૂ.બાપાની કૃપાથી તેમના અનેક કાર્યો સિદ્ધ થયા છે. મુસીબતના સમયમાં પૂ.બાપા હંમેશા મદદરૂપ બન્યા છે અને સૌની રક્ષા કરી છે. તેમની નાની-મોટી શારીરિક તકલીફો પૂ. બાપાના નામ સ્મરણ માત્રથી દૂર થઈ છે. તેમના પૌત્રના લગ્ન સમયે જ તેમનો ભાઈ અને ભત્રીજો બીમાર થઈ જતા તેઓ માટે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી બંનેને સારું થઈ ગયું અને પૌત્રને લગ્નપ્રસંગ આનંદથી સંપન્ન થયો.
શ્રી મીતાબેન એસ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપાના નામ સ્મરણ માત્રથી તેમના બધા જ કાર્યો સફળ થયા છે. તેમના નાના ભાઈને ઘરે નવ વર્ષ બાદ પુત્રનો જન્મ થયો. તે અધૂરે માસે જન્મ્યો હોવાથી નબળો હતો. વજન ન વધવું, શ્વાચ્છોશ્વાસની તકલીફથી હેરાન થતો હતો. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી તેમનો ભત્રીજો ટૂંક સમયમાં જ તંદુરસ્ત થઈ ગયો અને હસતો રમતો થઈ ગયો.
શ્રીમતિ જ્યોતિબેન આર. મીસ્ત્રી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની પુત્રીની આંખમાં ઈન્ફેકશન થઈ જવાથી તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની અમી કૃપાથી તેમની પુત્રીને આંખમાં સારું થઈ ગયું અને દ્રષ્ટિ હેમખેમ રહી. વધુમાં, પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર પરીક્ષામાં સારા ગ્રેડ મેળવી પાસ થયો. પૂ.બાપાએ તેમની નાની - મોટી અનેક ચિંતાઓ દૂર કરી છે.
શ્રીમતિ જ્યોતિબેન પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીને શાળામાં કોઈ સાથે અણબનાવ થવાથી થોડી ચિંતામાં હતી. તેની ચિંતા દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને અરજ કરી અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બધું સમુંનમું પાર ઊતર્યું અને તેમની દીકરીની ચિંતા દૂર થઈ. પૂ.બાપાને અગણિત નમસ્કાર.
શ્રીમતિ નીરૂબેન ભક્ત; ગીલાબેન્ડ (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપા પરમ હિતકારી છે. સારા હૃદયથી કરેલી પ્રાર્થના તેઓ જરૂર સાંભળે છે. તેમના એક સંતાનના જીવનમાં મોટું સંકટ આવવાથી સૌ પરેશાન હતા. સંકટ ટળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી આવેલ સંકટ ટળી ગયું અને તેમના સંતાનનું જીવન ફરી હળવું થઈ ગયું.
શ્રીમતિ શાંતાબેન આર. પટેલ; ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના ઘૂંટણનું ઓપરેશન સફળ થાય તેમજ તેમના પુત્રને કીડનીનું દર્દ મટી જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અમીમય નજરથી તેમના ઘૂંટણનું ઓપરેશન સફળ થયું અને પુત્રને પણ કીડનીનો દુ:ખાવો મટી ગયો. બીજું, તેમનું પર્સ એક સ્ટોરમાં ભુલાઈ ગયું હતું. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તે પણ બીજે દિવસે સહિસલામત મળી આવ્યું.
શ્રીમતિ રેવાબેન આર. પટેલ; ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની પુત્રવધૂ પિયર ચાલી ગઈ હતી. તે ઘરે પરત ફરે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થની પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમની પુત્રવધૂ ઘરે આવી ગઈ. બીજું તેમનો દીકરો ડ્રીંક્સ લેતો હોવાથી બીમાર પડી ગો હતો. તેના માટે પણ પૂ. બાપાને અરજ કરતા તેની ડ્રીંક્સ લેવાની આદત છૂટી ગઈ અને તબિયત પણ સારી થઈ ગઈ. તેમના પુત્રની હાથ-પગની પીડા પણ પૂ.બાપાની દયાથી ઓછી થઈ ગઈ.
શ્રી નીલાબેન રાજા; નાઈરોબી (કેન્યા)થી લખે છે: મલાવીમાં રહેતી તેમની દીકરી ચિ.મીતાને વાંસામાં સખત દુ:ખાવો થતો હોવાથી તે અહીં દવા કરાવવા આવી હતી. તેને સારું થઈ જાય અને રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમની દીકરીના રીપોર્ટ તદ્ન નોર્મલ આવ્યા અને અઠવાડિયામાં જ વાંસાનું દર્દ ગાયબ થઈ ગયું. તે સુખરૂપ તેના ઘરે પહોંચી પણ ગઈ. પૂ. બાપાએ તેમની અનેક ઈચ્છાઓ પૂર્ણ કરી છે.
શ્રીમતિ વર્ષાબેન મોદી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીનું સગપણ સારા પરિવારમાં થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના આશીર્વાદથી દીકરીનું સગપણ સારા પરિવારમાં થયું. તેની ખુશાલીમાં યોજેલ બંને કુટુંબ અને સગાં - સ્નેહી - સંબધીઓનો મિલનનો કાર્યક્રમ પણ ખૂબ જ સારી રીતે પાર પડ્યો. પૂ.બાપાએ તેમના ધાર્યા કાર્યો સફળ કર્યા છે.
શ્રી મંજુબેન લાખાણી; કેન્યા (આફ્રીકા)થી લખે છે: પૂ.બાપાના મંદિર માટે પાર્કિંગની જગ્યા લેવાની હતી. જેના ત્રણ શેર લેવાઈ ગયા હતા. ચોથો શેર જે વ્યક્તિ પાસેથી લેવાનો હતો તેને પૂ.બાપાએ પ્રેરણા કરતા તે શેર પણ મંદિરના નામે ટ્રાન્સફર થઈ ગયો. આ બાબતે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો હતો જે ફળ્યો. બીજું, તેમણે ઈન્ડિયાથી મંગાવેલ શ્રી સંતોષી માતાજીની મૂર્તિ લંડન તેમની દીકરીને પહોંચાડવાની હતી. આ માટે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા મૂર્તિ સહીસલામત રીતે ઈન્ડિયાથી આવી અને હેમખેમ લંડન પહોંચી ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાના મંદિરમાં યથાશક્તિ દાન કરવાની તેમની ઈચ્છા પણ પૂર્ણ થઈ.
શ્રી રમાબેન ભટ્ટ; લંડન (યુ.કે.)થી લખે છે: તેઓ સ્પેનથી ફરીને આવ્યા બાદ પગમાં ખૂબ જ સોજા ચડ્યા હતાં. દવાઓથી કોઈ જ ફેર પડતો ન હતો. પરંતુ તેમણે તેમજ તેમની પુત્રવધૂએ (પોતાના સાસુમા માટે) પૂ. બાપાનો પરચો માનતા અઠવાડિયામાં જ સોજા ઊતરી ગયા. પૂ. બાપાની દયાથી તેમના વાળ ખરતા પણ બંધ થઈ ગયા. તેમની પુત્રવધૂ ચિ. દેવયાનીબહેનને ઘૂંટણમાં અસહ્ય દર્દ થતું હતું. ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપી હતી. પરંતુ પૂ. બાપાની દયાથી તેને ઓપરેશન વિના જ સારું થઈ ગયું. તેમની ભાણેજ ભાવનાબેન પંડ્યાને જોબ છુટી જવાની શક્યતા હતી. પરંતુ પૂ. બાપાને અરજ કરતા તેની જોબ ચાલુ રહી. આ ઉપરાંત, તેમના સ્વજન શ્રી જેમીનીબેન જોશી પૂ.બાપાના આશીર્વાદથી એસ.એસ.સી.ની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી પાસ થયા. તેમની પુત્રવધૂના ભાઈના ઘરે, દર સોમાસામાં પાણી ભરાઈ જતા. પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા તેઓની આ મૂશ્કેલી દૂર થઈ.
શ્રીમતિ શાંતાબેન બી. મકવાણા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિને અહીં યુ.કે. બોલાવવા માટે તેમણે ફાઈલ મૂકી હતી. પણ તે અપીલમાં ગઈ અને તેમના પતિના યુ.કે. આવવાના ચાન્સ ઓછા થઈ ગયા. આ અંગે પૂ.બાપાને પ્રાર્થના કરતા તુરત જ પરચો મળ્યો. અહીંના ગ્રીનફર્ડમાં પૂ. બાપાના મંદિરે એક સજ્જન વ્યક્તિની મુલાકાત થઈ અને તેઓને રજુઆત કરતા તે સફળ નીવડી તેઓ કેસ જીતી ગયા. હાલમાં તેઓ તેમના પતિ સાથે યુ.કે.માં છે. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી કાર્ય સફળતા અપાવી.
શ્રીમતિ મધુબેન સી. જણસારી; મોન્ટ્રીયલ (કેનેડા)થી લખે છે: તેમના દીકરાની જોબ છૂટી જતા તેને બીજી જોબ જલ્દીથી મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાના શુભાશિષથી તેમના દીકરાને પહેલાં કરતાં પણ સારી જોબ ટુંક સમયમાં જ મળી ગઈ. આ અગાઉ પણ તેમના બધાં જ કાર્યો પૂ. બાપાએ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. પૂ.બાપાને વારંવાર વંદન.
શ્રીમતિ દક્ષાબેન કાનાણી; હેવરહીલ (યુ.કે.)થી લખે છે: તેઓ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. ખાસ કરીને, તેમના પતિની નાદુરસ્ત તબિયતના કારણે ખૂબ જ વ્યાધિ થતી હતી. પરંતુ પૂ. બાપા ઉપર શ્રદ્ધા રાખી, સાચા હૃદયથી પ્રાર્થના કરી પરચો માનતા તેમની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ અને તેમના પતિનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું. પ્રાત:સ્મરણીય પૂ. બાપાને કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ સવિતાબેન બી. ભદ્રેશા; લંડન (યુ.કે.)થી લખે છે: સ્વીમીંગ સેન્ટરમાં તેમનો મોબાઈલ ફોન ક્યાંક પડી જવાથી ઘણું શોધવા છતાં ન મળ્યો. પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી તે સ્થળે ફોન કરતા ત્યાં મેનેજરને કોઈ સજ્જન ફોન આપી ગયાનું જાણવા મળ્યું. આમ, પૂ. બાપાની કૃપાથી તેમનો મોબાઈલ મળી આવ્યો. આ ઉપરાંત, તેમનું ખોવાઈ ગયેલું પાકીટ પણ પૂ. બાપાની કૃપાથી મળી આવ્યું. બીજું તેમની પુત્રવધૂને ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે અચાનક જવાનું થયું. રાજકોટ એક જ વીકમાં જવાનું હતું. તેમની પૌત્રીના પાસપોર્ટ માટે પુત્રવધૂએ (પોતાની દીકરી માટે) પરચો માનતા પૂ. બાપાની કૃપાથી પાસપોર્ટ સમયસર મળી ગયો. તેમનું બાયપાસનું ઓપરેશન પણ સફળતાપૂર્વક પાર પડશે તેવી તેમને પૂ.બાપા ઉપર શ્રદ્ધા છે.
શ્રીમતિ શાંતિબેન પટેલ; પેરિસ (ફ્રાન્સ)થી લખે છે: તેમના ઘરમાં કામ કરતા એક ભાઈને ઈન્ડિયાથી આવતા કોઈ કારણસર પોલિસે પકડી લીધા હતા. તેણે ફ્રાન્સ પહોંચવાની આશા છોડી દીધી હતી. તેમને આ સમાચાર મળતા તુરત જ પૂ. બાપને પ્રાર્થ્યા અને તે ભાઈ નિર્દોષ છૂટી અહીં હેમખેમ આવી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તુરત 4 દિવસની અંદર જ આ કામ સફળ થયું. બીજું, તેમના દીકરાને લીધે સમગ્ર પરિવાર ઉપર મોટી આફત આવી હતી. અનેક પ્રયત્નો અને પૈસા ખર્ચવા છતાં કામ પાર ન પડ્યું. કેવળ, પૂ. બાપાને પ્રાર્થના કરતા તુરત જ આફત ટળી ગઈ. તેમની પૌત્રીની માનસિક તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી પૂ. બાપાના આશીર્વાદથી તેમની પૂત્રવધૂ ચિ.લીના ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થઈ. વધુમાં, પૂ.બાપાની દયાથી તેમની મોટી પુત્રવધૂની બીમારી ઓપરેશન વિના દૂર થઈ.
શ્રીમતિ પન્નાબેન બી. પંડ્યા; પેન્સિલવેનીયા (અમેરીકા)થી લખે છે: પૂ.બાપાની કૃપાથી તેમના ધાર્યા બધાં જ કાર્યો પાર પડ્યાં છે. તેમની બંને દીકરીઓને માલિકીના મકાન લેવાની ઈચ્છા હતી. પૂ.બાપાએ તેઓની આ મનોકામના પૂર્ણ કરી. તેમના દીકરી - જમાઈ બધાની મુશ્કેલ કાર્યો પૂ.બાપાએ આસાનીથી પાર પાડ્યા છે. નોધારાના આધાર એવા પૂ. બાપાને અગણિત નમસ્કાર.
શ્રીમતિ જયાબેન આડતીયા; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના કુટુંબી ભાઈના દીકરા શ્રી મહેન્દ્રભાઈ આડતીયાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી શ્રી મહેન્દ્રભાઈનું ઓપરેશન સફળ થયું અને તેઓનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું. તેમની ભત્રીજીની દીકરીને ડીલીવરી માટે આપેલ તારીખ ઉપર વધુ દિવસ થવાથી તેની પણ ચિંતા હતી. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે તેની ડીલેવરી હેમખેમ પાર પડી. વધુમાં, તેમનો દોહિત્ર કોલેજની પરીક્ષામાં પાસ થઈ સારી યુનિવર્સિટીમાં એડમીશન મેળવે તે માટે તેમણે તેમની દીકરી ચિ. સુજાતા બહેને માનેલ પૂ. બાપાનો પરચો પણ ફળ્યો. આ ઉપરાંત, તેમના સ્નેહી શ્રી મંજુબેનના પગનું ઓપરેશન પણ સફળ થશે તેવી તેમને પૂ.બાપા ઉપર શ્રદ્ધા છે.
શ્રીમતિ નિમિષાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના માતૃશ્રીનો દેહાંત થતા તેમણે તેમના પિતાશ્રીને સ્પોન્સર કરી લંડન એક મહિના માટે ફરવા બોલાવવાનો વિચાર કર્યો. પરંતુ તેને વિઝા ન મળ્યા. તેમાં એ પણ શરત હતી કે તેમના પિતા શ્રી બચુભાઈ 10 વર્ષ સુધી યુ.કે. જઈ શકશે નહિ. પરંતુ તેમણે પૂ.બાપા ઉપર શ્રદ્ધા રાખી પરચો માની અપીલ કરી. તેમાં પૂ.બાપાની કૃપા થકી તેઓ જીતી ગયા અને તેમના પિતાશ્રીને યુ.કે. આવવાની પરવાનગી મળી ગઈ.
શ્રીમતિ નીરૂબેન પી. આડતીયા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની બે દીકરીઓ ચિ. એકતા અને ચિ. કાજલ બીમાર પડી જતા તેના સારા સ્વાસ્થ્ય માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અમી દ્રષ્ટિથી તેમની બંને દીકરીઓની તબિયત તદ્દન સારી થઈ ગઈ. પૂ. બાપાને કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ હીરાબેન ભોગીલાલ; મુનસ્ટર (અમેરીકા)થી લખે છે: તેમના દીકરી - જમાઈ પરિવારસહ અહીં આવ્યા બાદ નવા મકાનની શોધમાં હતા. એક વિસ્તારમાં મકાન પસંદ પડ્યું પણ કોઈ કારણસર તે ન લઈ શકાયું. તેઓની ઈચ્છા તે જ વિસ્તારમાં રહેવાની હોય મનપસંદ બીજુ મકાન મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી દસ જ દિવસમાં તે જ વિસ્તારમાં મનપસંદ મકાન મળી ગયું. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર છે.
શ્રી મંજુલાબેન ટી. પટેલ; લાફબરો (યુ.કે.)થી લખે છે: તેમની સોનાની ચેઈન અને બસનો પાસ ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતા ન હતાં. બંને વસ્તુઓ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની બંને વસ્તુઓ ઘરમાંથી જ મળી આવી. પૂ.બાપાના આશીર્વાદથી તેમના જીવનમાં હંમેશા સુખ-શાંતિ રહે છે.
શ્રી ટીકુબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર તેમને અનન્ય શ્રદ્ધા છે. તેમના દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પડવામાં પૂ.બાપા જ સહાયરૂપ બન્યા છે. કોઈપણ કાર્યનો પ્રારંભ પૂ.બાપાની પ્રાર્થનાથી કરવાથી કાર્ય સફળતા અચૂક મળે છે. નાની - મોટી શારીરિક તકલીફો પણ પૂ. બાપાના નામ - સ્મરણ માત્રથી દૂર થઈ જાય છે. દયાળુ દેવ પૂ.બાપાના પાવન ચરણોમાં વારંવાર વંદન.
શ્રી હર્ષાબેન પટેલ; કેલિફોર્નિયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમના માતૃશ્રીની તબિયત અચાનક બગડી ગઈ. પરિવારજનો સૌ ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેઓને બીજા સ્ટેટમાં લઈ જવાના હતા. પ્લેનમાં કોઈ જ તકલીફ ન થાય અને સુખરૂપ ઘરે પહોંચી જવાય તેમજ તેના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમના માતૃશ્રી હેમખેમ ઘરે આવી ગયા અને બાદમાં તેઓના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા.
શ્રીમતિ શીતલબેન પી. રાજાણી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમને બેક પેઈન થતું હતું. ડૉક્ટરે લોહી ટેસ્ટ કરાવવાનું કહેતા ચિંતા થઈ. આવા સમયે તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને લોહીનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી તેમનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને ચિંતા દૂર થઈ.
શ્રીમતિ વર્ષાબેન મોદી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના પતિની તબિયત અચાનક બગડી જતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેઓનું સ્વાસ્થ્ય સારું થઈ જાય અને સુખરૂપ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપા થકી તેમના પતિની તબિયત સારી થઈ ગઈ અને સુખરૂપ ઘરે પણ આવી ગયા. બીજું, તેમની દીકરી ગ્રેજ્યુએટ થયા પછી તેને સારી જોબ મળે તે માટે પણ પૂ. બાપાને અરજ કરતા તેની આ ઈચ્છા પણ પૂર્ણ થઈ. પૂ. બાપાના આશીર્વાદથી તેમના ધાર્યા કાર્યો સફળ થયા છે અને મનોકામનાઓ પૂર્ણ થઈ છે.
શ્રીમતિ અંજનાબેન તેજુરા; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના દીકરાની આંખમાં પાછળના ભાગે પાણી સુકાઈ જતું હોવાનું સ્પેશ્યાલીસ્ટ ડૉકટરે કહ્યું હતું. તેની આંખનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની અમીમય નજરથી તેમના દીકરાની આંખનો રીપોર્ટ નોર્મલ આવ્યો. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ રમાબેન દોશી; ફ્લોરીડા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની દીકરીને પ્રેગનન્સી દરમ્યાન થયેલ ગંભીર શારીરિક અને માનસિક તકલીફના નિવારણ માટે તેમણે પૂ. બાપાને વિનંતી કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાએ તેમની અરજ સાંભળી. પૂ. બાપાએ માતા- બાળક બંનેની રક્ષા કરી. પૂ. બાપાના માન સ્મરણ માત્રથી બધા જ કર્યો પાર પડી જાય છે.
શ્રીમતિ નયનાબેન મીસ્ત્રી; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમની આંખ ખૂબ જ સોજી ગઈ હતી અને દુ:ખાવો પણ થતો હતો. અગાઉ પણ એ જ આંખમાં તકલીફ થયેલી. આંખમાં કોઈ મોટી તકલીફ ન હોય અને ડૉકટર પાસે ગયા વગર સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમને વગર દવાએ આપમેળે જ સારું થઈ ગયું. બીજુ, તેમની દીકરીના લગ્ન પ્રસંગ અગાઉ તેમનો પગ મચકોડાઈ ગયો હતો. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે પગમાં સારું થઈ ગયું અને લગ્નના કામકાજમાં કોઈ તકલીફ ન પડી. પૂ. બાપાના આશીર્વાદથી પ્રસંગ પણ ખૂબ જ આનંદ - મંગલથી ઉજવાયો. આ ઉપરાંત પૂ. બાપાની કૃપાથી તેમની, બહેનનું ઓપરેશન સુખરૂપ પાર પડ્યું અને ત્યાર બાદ તેના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. તેમની પૌત્રીનો હાથ વારંવાર કોણીએથી જકડાઈ જતો અને દરેક સમયે હોસ્પિટલમાં ઈમરજન્સીમાં સારવાર લેવી પડતી. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરતા તેની આ તકલીફ સદંતર દૂર થઈ ગઈ. દયાના સાગર પૂ.બાપાને અગણિત નમસ્કાર.