Parcha for Jalaram Jyot (International) – August – 2011 << Back to Archive Home
શ્રી જીગરભાઈ પાનવાલા; ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ)થી લખે છે: ગયા
વર્ષે તેમના પારિવારિક સંબંધમાં થોડી મુશ્કેલી આવી પડી હતી. તે
મુશ્કેલી દૂર થાય અને તેઓ જીવનમાં પહેલાની માફક શાંતીથી સૌ સાથે
રહી શકે તે માટે તેમણે પૂજ્ય બાપાનું શરણ લઈ પરચો માન્યો હતો.
પૂ.બાપાની કૃપાથી તેમના મતભેદ -મનભેદ દૂર થયા અને આનંદપૂર્વક
પૂર્વવત સાથે રહેવા લાગ્યા. પૂ.બાપાને લાખો નમસ્કાર!!
શ્રીમતિ સવિતાબેન ડી. પટેલ; કેન્ટ (યુ.કે.)થી લખે છે: તેઓ
સહપરિવાર ઈન્ડિયા ગયા હતા. ત્યાં કસ્ટમ ઓફિસમાં તેમનું પર્સ રહી
ગયું હતું. પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માનવાથી થોડીવાર બાદ
એક વ્યક્તિ તેમને પર્સ આપી ગઈ. તેમાંની બધી જ ચીજ-વસ્તુઓ
સહીસલામત હતી. પૂ.બાપાના આશીર્વાદથી તેઓ આનંદથી ફરીને યુ.કે.
આવી ગયા. તેમનું ખોવાઈ ગયેલું લૂઝ પણ પૂ.બાપાને યાદ કરવાથી તુરત
જ ઘરમાંથી મળી આવ્યું. પૂ.બાપાએ તેમના અનેક કાર્યો પૂર્ણ કર્યા
છે. તેમના ભત્રીજાવહુની મનોકામના પણ પૂ. બાપાએ પૂર્ણ કરી.
શ્રીમતિ ઈન્દુબેન પાબારી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના
દીકરાની એ-લેવલની પરીક્ષા નજીક હતી તે સમયે એની તબિયત ખરાબ થઈ
જતા વાંચેલું કશું યાદ રહેતું ન હતું. તેથી તે ખૂબ ચિંતામાં
હતો. તેને સારું થાય અને સ્વસ્થ થઈને પરીક્ષા આપી શકે તે માટે
તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેને
સારું થઈ ગયું અને સ્વસ્થ રીતે પરીક્ષા આપી પાસ થયો. તેમજ
લંડનની જ સારી કોલેજમાં તેને એડમીશન પણ મળી ગયું. પૂ.બાપાના
ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ ઈલાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના અગત્યના
ડોક્યુમેન્ટસ ઈન્ડિયામાં કરાવવાના હતા તેમાં અનેક અડચણો આવતી
હતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો
છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમનું કાર્ય
સરળતાથી પાર પડી ગયું. તેમના પુત્રના પાસપોર્ટનું કામ પણ થઈ
ગયું. પૂ.બાપાનું નામ સ્મરણ કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય
છે.
શ્રીમતિ દક્ષાબેન કાનાણી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પતિ
અને દીકરીની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. બંનેના સારા સ્વાસ્થ્ય
માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ધાર
કર્યો. પૂ. બાપાની દયા થકી બંનેનું સ્વાસ્થ્ય થોડા જ દિવસોમાં
સારું થઈ ગયું. પૂ. બાપાના આશીર્વાદથી તેમના ઘરમાં સુખ-શાંતિ
પ્રવર્તે છે.
શ્રીમતિ મધુબેન કે. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને અને
તેમના સાસુમાને પૂ.બાપા ઉપર અખૂટ શ્રદ્ધા-વિશ્વાસ છે. તેઓ
અમેરીકા ફરવા ગયા હતા. ત્યાં આનંદથી ફરીને સુખરૂપ લંડન આવી જવાય
તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી
તેઓ સૌ આનંદથી ફરીને સુખરૂપ યુ.કે. આવી ગયા. બીજું, તેમના
સાસુમાનું સોનાની વીંટી રાખેલું બોક્ષ ક્યાંક મુકાઈ જવાથી ઘણું
શોધવા છતાં મળતું ન હતું. પરંતુ પૂ.બાપાનું સ્મરણ કરવાથી તે
બોક્ષ તુરત જ મળી આવ્યું.
શ્રીમતિ લક્ષ્મીબેન ડી. ટંડેલ; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે
છે: તેમની ચાર દીકરી અને દીકરાના પરિવારને વિઝા મળી જાય તે માટે
તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો.
પૂ.બાપાના શુભાશીર્વાદથી પરિવારના તમામ 22 સભ્યોને વિઝા મળી
ગયા. મોટી દીકરીના પરિવારમાં બે સંતાનોની ઉંમર વધી ગઈ હતી.
પરંતુ તેને પણ વિઝા મળી ગયા અને બધાં અમેરીકા સુખરૂપ આવી ગયા.
તેમના જમાઈને હાર્ટએટેક આવ્યો હતો. પણ પૂ.બાપાની દયાથી તેની
તબિયત સારી થઈ ગઈ. તેમની શ્રદ્ધા પૂ.બાપા ઉપર અટલ રહી છે અને
રહેશે. તેમના દીકરાનું વ્યસન પણ છૂટી જશે, તેનો વિશ્વાસ તેમને
પૂ.બાપા પર છે.
શ્રીમતિ દિપ્તીબેન ચૌહાણ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો પુત્ર
બાળપણથી જ બીમાર રહેતો. જન્મના થોડા સમય બાદ તેને કમળો થઈ ગયો
હતો. ત્યાર બાદ ડાયેરીયા, શરદી, ઉધરસની તકલીફ થતા તે ખોરાક લઈ
શકતો ન હતો. તેના મોં અને આંખની નીચે સફેદ ડાઘ જેવું થઈ ગયું
હતું. તેની દરેક બીમારી વખતે તેમણે પૂ.બાપાને પ્રાર્થી સારા
સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પરચો માન્યો હતો. પૂ.બાપાની દયા
દ્રષ્ટિથી તેને સારું થઈ ગયું. તેમને પણ ડાબા હાથમાં તથા
વાંસામાં દુ:ખાવો થતો હતો. શ્વાસ લેતી વખતે છાતીમાં પણ દર્દ
થતું. દવા-મસાજથી ખાસ રાહત ન થઈ. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના
કરવાથી બિલકુલ સારું થઈ ગયું. તેમનો પગનો દુ:ખાવો તથા તાવ -
ઉધરસની તકલીફ પણ પૂ.બાપાએ દૂર કરી.
શ્રી અજીતાબેન મજીઠીયા; ટાન્ઝાનીયા (પૂર્વ આફ્રિકા)થી લખે છે:
તેમના નાના ભાભીના ભાઈની તબિયત એકાએક બગડી ગઈ. તેને ત્રણ સિવીયર
હાર્ટ એટેક આવ્યા હતા. દોઢ વર્ષમાં ફરી ઉથલો ન મારે તેની
તકેદારી રાખવા ડૉક્ટરે કહ્યું હતું. તેઓને આવી તકલીફ ન થાય તે
માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાએ
તેની રક્ષા કરી ને દોઢ વર્ષ હેમખેમ પસાર થઈ ગયું. હાલ તેની
તબિયત સ્વસ્થ છે. બીજું, તેમના કાકાની અગત્યની ફાઈલ ઘરમાં જ
ક્યાંક મુકાઈ જવાથી ચાર-પાંચ દિવસ શોધવા છતાં ન મળી. પરંતુ
પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા પાંચ મિનિટમાં જ ફાઈલ મળી
આવી.
શ્રીમતિ પ્રફુલાબેન ગાથા; ટાન્ઝાનીયા (પૂર્વ આફ્રિકા)થી લખે છે:
તેમના પૌત્ર ચિ.જૈમીનની સારવાર દરમ્યાન યુરીન બંધ થઈ ગયું હતું.
ડૉક્ટરે બાર વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. તે પહેલાં તેની તકલીફ
દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો.
પૂ.બાપાની દયાથી તેની તકલીફ દૂર થઈ અને ધીરે ધીરે સારું થઈ
ગયું. પૂ.બાપા પરના અતૂટ શ્રદ્ધા-ભક્તિભાવ થકી બધી જ મુશ્કેલીઓ
દૂર થઈ જાય છે. તેમનો પુત્ર ઓફિસના કામ અર્થે સુદાન ગયો હતો.
પૂ.બાપાની દયાથી તે સુખરૂપ ઘરે આવી ગયો. ત્યાં તે બીમાર પડી ગયો
હતો. પણ પૂ.બાપાની દયાથી તેના રીપોર્ટ નોર્મલ આવ્યા.
શ્રીમતિ જડીબેન સેતા; પીટરબરો (યુ.કે.)થી લખે છે: તેમની
પુત્રવધૂ ચિ. કલ્પના મોટી બીમારીમાં પટકાઈ હતી. તેની બીમારી દૂર
થઈ, સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ.બાપાનું
શરણું લઈ પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાએ તેમની
પ્રાર્થના સાંભળી. પુત્રવધૂ મોટી બીમારીમાંથી ઊગરી ગઈ. તેનું
સ્વાસ્થ્ય બિલકુલ સારું થઈ ગયું.
શ્રીમતિ શાંતાબેન ગાંધી; લાફબરો (યુ.કે.)થી લખે છે: ઈન્ડિયા
ફરીને આવ્યા બાદ તેમની દીકરીને પેટમાં સખત દુ:ખાવો ઊપડ્યો. ઘણી
દવાઓ કરાવી પણ કોઈ જ ફેર ન પડ્યો. છેવટે, પૂ.બાપાનો આશરો લીધો.
તેના પેટનું દર્દ શમી જાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો.
પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમની દીકરીને પેટનું દર્દ દૂર થયું.
પૂ.બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ રતનબેન શાહ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની પુત્રવધૂને
ઈન્ડિયાથી અહીં આવવા માટે વિઝા મળતા ન હતા. તેમજ તેમના દીકરાને
જોબ મળતી ન હતી. બંને કાર્યોની સફળતા માટે તેમણે પૂ.બાપાને
અંત:કરણથી પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની પરમ
કૃપાથી પુત્રવધૂને વિઝા મળી ગયા અને પુત્રને જોબ મળી ગઈ.
પૂ.બાપાને અગણિત નમસ્કાર.
શ્રીમતિ નિર્મળાબેન લાખાણી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની
ભાણેજના લગ્નમાં તેઓ ઈન્ડિયા ગયા હતા. ત્યાં પ્રસંગ તો આનંદથી
પૂર્ણ કર્યો. પરંતુ ત્યાર બાદ તેમને ડાયેરીયાની તકલીફ થઈ ગઈ.
સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો
માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી તેમને બિલકુલ સારું થઈ ગયું અને
સૌ સુખરૂપ યુ.કે. આવી ગયા. પૂ.બાપાને યાદ કરવાથી તેમના પૈસાનું
ખોવાયેલ કવર સહીસલામત મળી આવ્યું. આ ઉપરાંત, પૂ.બાપાના
શુભાશિષથી તેમના સ્નેહી શ્રી રોહિણીબેન રાજોરૂની નાની બહેનના
લગ્ન આનંદ-મંગલથી સંપન્ન થયા.
શ્રી શૈલેષભાઈ દેસાઈ; ઈલીનોય (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાનું
નામ-સ્મરણ કરવાથી દરેક મુશ્કેલી પળવારમાં જ દૂર થઈ જાય છે.
તેમના બહેન-બનેવી અને ભાઈને વિઝા મળી જાય અને સૌ અહીં આવી જાય
તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો.
પૂ.બાપાની અસીમ કૃપાથી વિઝા મળી ગયા અને તેઓ સૌ અહીં તકલીફ વિના
આવી ગયા. બીજું, તેઓ ઘણાં સમયથી નવા મકાનની શોધમાં હતા પણ કાર્ય
અટકતું હતું. આ બાબતે પણ મનપસંદ મકાન મળી જતા પૂ.બાપાને કરેલી
પ્રાર્થના ફળી.
શ્રીમતિ સંગીતાબેન એ. પટેલ; સાઉથ કેરોલીના (યુ.એસ.એ.)થી લખે છે:
તેમના પતિનો પડોશી સાથે કોઈ કારણસર કોર્ટ કેસ ચાલતો હતો. આ
બાબતે બધું સમુંનમું પાર ઊતરે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી
પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયાથી કોર્ટ કેસ બાબતેનું
કામ સમુંનમું પાર પડી ગયું. બીજું, તેમની અગત્યની ચાવીઓ ખોવાઈ
ગઈ હતી. જે ન મળે તો મુશ્કેલીમાં મુકાઈ જવાય તેવી સ્થિતી હતી.
પણ પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા ચાવીઓ તુરત જ મળી આવી.
પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રીમતિ જયાબેન ટી. શીંગડીયા; નાઈરોબી (કેન્યા)થી લખે છે:
પૂ.બાપાના આશીર્વાદ તેમના પરિવાર પર હંમેશા વરસતા રહ્યા છે.
તેમના દીકરાના ઘરે સુંદર કન્યાના આગમનથી પરિવારમાં ખુશી છવાઈ
ગઈ. લંડન સ્થિત તેમની ભાણેજની દીકરીની તબિયત સારી રહેતી ન હતી.
પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા તેને સારું થઈ ગયું. આ ઉપરાંત,
પૂ.બાપાની મ્હેરથી તેમના દીકરાને જોબ મળી ગઈ તેમજ પુત્રવધૂને
ગાડી ચલાવતા આવડી ગઈ.
શ્રીમતિ ભાવનાબેન સોમૈયા; ડરબી (યુ.કે.)થી લખે છે: તેઓ મેટરનીટી
લીવ ઉપર હતા. જોબ ફૂલ ટાઈમ હતી. પણ દીકરીના જન્મ બાદ તેઓ આખા
દિવસને બદલે થોડા જ કલાકોની જોબ ઈચ્છતા હતા. જ્યાં જોબ ચાલુ હતી
ત્યાં જ પાર્ટ ટાઈમ જોબ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી
પરચો માન્યો... ને તુરત જ ઈન્ટરવ્યૂ આવ્યો. પૂ.બાપાની કૃપાથી
તેમને મનપસંદ જોબ મળી ગઈ. વધુમાં, તેમની સખીની બહેનને નવ
અઠવાડિયા વ્હેલું બાળક આવવાથી માતા-પુત્ર બંનેની તબિયત સારી રહે
અને વ્હેલી તકે ઘરે આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને કરેલી
પ્રાર્થના પણ ફળી.
શ્રીમતિ નીતાબેન વી. પટેલ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ
વર્ષો પહેલાં અમેરીકા આવ્યા ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો
પડ્યો હતો. દરેક સમયે પૂ.બાપા તેમની વ્હારે આવ્યા છે. એક વખત
તેમને સફેદ ડાઘ થયો હતો. દવા અસર કરતી ન હતી. પરંતુ પૂ.બાપાના
પરચાની ટેક રાખતા ડાઘ મટી ગયો. તેમનો દીકરો બીમાર હોવાથી દવાઓ
ચાલુ હતી. દવાઓની આડઅસરથી તેને તકલીફ થતી અને આ સમસ્યાનો કોઈ જ
ઈલાજ ન હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. પરંતુ પૂ.બાપાને કરેલી
અરજના ફળ સ્વરૂપ તેમના દીકરાને દર્દમાં રાહત થઈ ગઈ.
શ્રીમતિ કોકિલાબેન આઈ. પટેલ; (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પતિની
અમેરીકન સીટીઝનશીપની પરીક્ષા હતી. તેમાં તેઓ પાસ થઈ જાય તે માટે
તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો.
પૂ.બાપાના આશિષથી તેમના પતિ પ્રથમ પ્રયત્ને જ પાસ થઈ ગયા. પરમ
કૃપાળુ પૂ.બાપાના ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રીમતિ જયાબેન પોપટ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમને મોમાં
ચાંદાં પડ્યા હતા. ગાલ પર ગૂંમડું થયું હતું તેમજ પૌત્રને
યુરીનની તકલીફ હતી. ત્રણેયની શારીરિક તકલીફો દૂર થાય તે માટે
તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની
દયા દ્રષ્ટિથી તેઓ ત્રણેયને તદ્દન સારું થઈ ગયું. ખરેખર,
પૂ.બાપા સ્મર્યે સહાય કરે છે.
શ્રી સુરેન્દ્રભાઈ પટેલ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમનાં
પત્ની રસોડામાં કામ કરતી વેળાએ પડી જવાથી કમ્મરની નીચે સખત માર
પડ્યો હતો. તેના હાડકામાં નાની ક્રેક થઈ હોવાનું નિદાન થયું.
પત્નીને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો
માન્યો. પૂ. બાપાની અમી કૃપાથી તેને ઘણી જ રાહત થઈ ગઈ.
શ્રી અનિલાબેન શાહ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમની નાની
બહેનને હૃદયની તકલીફના કારણે દર મહિને લોહી ચઢાવવું પડતું. તેની
ત્રીજી વખત ઓપન હાર્ટ સર્જરી વખતે તેમણે પૂ.બાપાને
અંત:કરણપૂર્વક પ્રાર્થી બહેનને સારું થાય તે માટે પરચો છપાવવાનો
નિર્ધાર કર્યો હતો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી ઓપરેશન બાદ તેની
તબિયત ઘણી સારી થઈ ગઈ અને હવે લોહી પણ ચઢાવવું પડતું નથી.
પૂ.બાપાને વારંવાર વંદન.
શ્રીમતિ તારાબેન સી. પટેલ; કોલંબસથી લખે છે: તેમના નાના દીકરાનો
દીકરો ઈન્ડિયા ગયો હતો. ત્યાં તે ખૂબ જ રડતો હતો અને કોઈની પાસે
રહેતો ન હતો. તે બીમાર ન પડે અને હેમખેમ અહીં આવી જાય તે માટે
તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી
તેમનો પૌત્ર સ્વસ્થ રીતે અહીં આવી ગયો. તેમનો પુત્ર ઈન્ડિયા ગયો
ત્યારે તેને દાંતની તથા એસીડીટીની તકલીફ થઈ હતી. પૂ.બાપાની
દયાથી ત્યાં તેની સારવાર પણ સારી રીતે થઈ ગઈ અને અહીં તે હેમખેમ
આવી ગયો. પૂ.બાપાએ તેમની દેરાણીની બીમારી પણ દૂર કરી, સારું
સ્વાસ્થ્ય આવ્યું.
શ્રી મંજુલાબેન; માડાગાસ્કર (આફ્રિકા)થી લખે છે: પૂ.બાપાના
નામ-સ્મરણ માત્રથી તેમના બધાં જ કાર્યો સરળતાથી પાર પડ્યા છે.
તેમની સોનાની કંઠી ખોવાઈ ગઈ હતી. ઘણું શોધવા છતાં ન મળી. જે
પર્સમાં રાખી હતી તેમાં પણ જોયું. આથી કંઠી મળી જાય તે માટે
તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. ને ફરી તે જ
પર્સમાં જોયું તો તેમાંથી મળી આવી. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર
છે.
શ્રી ભારતીબેન પટેલ; એરીઝોના (યુ.એસ.એ.)થી લખે છે: તેમની બહેનના
દીકરાનું સગપણ કરવાનું હતું. તેને સારી અને ગુણિયલ કન્યા મળી
જાય તેમજ લગ્ન પ્રસંગનું કાર્ય નિર્વિઘ્ને પાર પડે તે માટે
તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો.
પૂ.બાપાના આશીર્વાદથી તેમના ભાણેજનું સગપણ ગુણિયલ કન્યા સાથે
થયું અને લગ્ન પણ આનંદથી સંપન્ન થયા.
શ્રી રસીકાન્તાબેન આર. ટેલર; કેન્યા (આફ્રિકા)થી લખે છે: તેમના
પગની નસ ખેંચાતી હોવાથી અસહ્ય પીડા થતી હતી. પગ વાળવામાં તેમજ
ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી. સાથે જમણા હાથની હથેળીમાં પણ
દુ:ખાવો થતો હતો. દવાઓની સાથે પૂ.બાપાનું નામસ્મરણ પણ ચાલુ
રાખ્યું. પીડા શમી જાય તે માટે પરચો માન્યો... પૂ.બાપાની
અમીદ્રષ્ટીથી તેમને દર્દમાં ઘણી જ રાહત થઈ ગઈ.
શ્રીમતિ મંજુલાબેન લાખાણી; નાઈરોબી (કેન્યા)થઈ લખે છે: તેમની
ભત્રીજીના ઘરે ધાર્મિક પ્રસંગ ઉજવવાનો હતો. પ્રસંગના આગલા
સપ્તાહે તે ખૂબ જ બીમાર પડી ગઈ. તેમની નાની બહેનના ઘરે પણ લગ્ન
પ્રસંગ સમયે બનેવી બીમાર પડી ગયા. બંનને સારું થાય અને બંને
ઘરના પ્રસંગો સમયસર નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાએ કૃપા કરતા બંને ઘરના
પ્રસંગો આનંદથી પાર પડ્યા તેમજ ભત્રીજી અને બનેવીની તબિયત પણ
સવેળા સારી થઈ ગઈ. તેમની ભત્રીજીના દીકરાનો લગ્ન પ્રસંગ પણ
આનંદ-મંગલથી પાર પડ્યો. પૂ.બાપાની દયાથી તેમના પતિ અને દિયરની
શારીરિક તકલીફ દૂર થઈ. વળી, પૂ.બાપાને યાદ કરવાથી તેમના પતિના
અવળે હાથે મૂકાયેલ પૈસાનું પેકેટ સહીસલામત મળી આવ્યું.
શ્રી અનસૂયાબેન એમ. રામજી; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર
તેઓ અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ ધરાવે છે. મુશ્કેલીના સમયમાં
નામ-સ્મરણ માત્રથી પૂ.બાપા વ્હારે આવે છે અને યોગ્ય માર્ગ બતાવે
છે. પૂ.બાપાના શુભાશિષ થકી તેમના બંને બાળકો પરીક્ષામાં પાસ થયા
અને તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ છે.
શ્રી જયંતિલાલ પટેલ; બર્મિંગહામ (યુ.કે.)થી લખે છે: તેમના
પૌત્રને કાકડાનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેઓને ચિંતા થતી હતી.
ઓપરેશન સફળ થાય અને તેને બોલવામાં કોઈ તકલીફ ન પડે તે માટે
તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો.
પૂ.બાપાની અમી કૃપાથી પૌત્રનું કાકડાનું ઓપરેશન સફળ થયું અને
બોલવામાં પણ કોઈ જ તકલીફ નથી. પૂ.બાપાના પુનિત ચરણોમાં કોટિ
કોટિ પ્રણામ.
શ્રીમતિ નયનાબેન જે. આહિર; પનામા (પૂર્વ અમેરીકા)થી લખે છે:
તેમને પ્રથમ સંતાન પુત્રી છે. બીજી પ્રેગનન્સી વખતે
પુત્રપ્રાપ્તિની ઈચ્છા સાથે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો
છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાના આશીર્વાદથી તેમની આ ઈચ્છા
પૂર્ણ થઈ. તેમના ઘરે પુત્રનું પારણું ઝુલતું થયું. તેમના પતિ એક
મોટી મુશ્કેલીમાં ફસાયા છે. પૂ.બાપા તેઓની મુશ્કેલી પણ દૂર કરશે
તેવી તેમની શ્રદ્ધા અટલ છે.
શ્રી ચિત્તરામ વી. પટેલ; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે:
સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શરણે જનાર ભકતને મોટી
મુસીબતમાંથી પણ પૂ.બાપા હેમખેમ ઉગારી લ્યે છે. બગડતી, બગડેલી કે
અટપટી બાજીને પૂ.બાપા તુરત જ સવળી કરી ભક્તનું સર્વ રીતે કલ્યાણ
કરે છે. તેઓને ઈન્ડિયા જઈ ઘણી ગૂંચવણભર્યા અને અઘરાં કાર્યો
કરવાના હતા. ભારે ચિંતા હતી. આ બાબતે પૂ.બાપાને પ્રાર્થી પરચાની
ટેક રાખી. પૂ.બાપાની પરમ કૃપાથી સઘળા કાર્યો સરળતાથી થઈ ગયા.
સર્વની સુખાકારી રહી અને સમગ્ર મુસાફરી નિર્વિઘ્ને પૂરી કરી
સુખરૂપ ઘરે આવી ગયા. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમને લાંબા
સમયની બીમારીમાંથી પણ સારું થઈ ગયું.
શ્રીમતિ સવિતાબેન આર. ખાખરીયા; ઓન્ટારીઓ (કેનેડા)થી લખે છે:
તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય અને કાર્યો સફળ થાય તે માટે
પૂ.બાપાને શરણે જઈ પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાએ કૃપા
વરસાવતા તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ અને કાર્યો પણ સફળતાપૂર્વક
પાર પડ્યા. જ્યારે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે પૂ.બાપા
હાજરાહજૂર રહી પરચા પૂરે છે.
શ્રી કુસુમબેન નાયક; ડલાસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પતિને
હાર્ટ એટેક આવ્યો હતો. તેઓનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે
તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની
દયા દ્રષ્ટિથી તેમના પતિનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. તેમના
દોહિત્રજમાઈ અને દોહિત્રવહુ જલ્દીથી અમેરીકા આવી જાય તે માટે
પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી તેમજ તેમના સ્વજન ભારતીબેન
દેસાઈએ તેમની પુત્રવધૂને વિઝા મળી જાય તે માટે અન્નદાનની રાખેલી
માનતા પણ પૂર્ણ થઈ. પૂ.બાપાને શત કોટિ પ્રણામ.
શ્રીમતિ જયાબેન તન્ના; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના દીકરા
ચિ.નીલને સારી સ્કૂલમાં એડમીશન મળી જાય તે માટે તેમણે
પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ધાર કર્યો હતો.
પૂ.બાપાના કૃપા આશિષથી તેને સારી સ્કૂલમાં એડમીશન મળી ગયું.
તેમના સાસુમાની ઈચ્છા પણ પૂ.બાપાએ પૂર્ણ કરી. પૂ.બાપાએ તેમના
બધાં જ કાર્યો સિદ્ધ કર્યા છે.
શ્રી દુલારીબેન શાહ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમનો
દીકરો વર્ષોથી દવાઓ પર હતો. તે રાત્રે ઊંઘી શકતો પણ ન હતો. તેની
બીમારી દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને આર્તહૃદયે પ્રાર્થી
પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની પરમ કૃપાથી તેમના
દીકરાને બીમારીમાં ઘણી જ રાહત થઈ, દવાઓ બંધ થઈ અને રાત્રે
શાંતિથી ઊંઘ લેતો થઈ ગયો. એક દિવસ તેને હૃદયમાં દુ:ખાવો ઊપડ્યો.
બી.પી. અને ડાયાબીટીસ વધી ગયું. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના
કરવાથી તુરત જ સારું થઈ ગયું. બીજું, પૂ.બાપાની દયાથી તેમની
સખીનું ઓપરેશન પણ સફળ થતા તબિયત સારી થઈ ગઈ. પૂ.બાપાનું નામ
સ્મરણ જ સંકટો હરી લે છે.
શ્રી અંજનાબેન રૂપારેલીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના
માતુશ્રીની આંખનું મોટું ઓપરેશન કરાવવાનું હતું. તેને
બ્લડપ્રેશર સાથે બીજી ઘણી તકલીફ હોવાથી ચિંતા થતી હતી. ઓપરેશન
સફળતાપૂર્વક થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને
પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી
માતુશ્રીની આંખનું ઓપરેશન સફળ થયું. દુ:ખિયાના બેલી પૂ.જલારામ
બાપાના ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રી વૃંદાવન ઠકરાર; કેલિફોર્નીયા (યુ.એસ.એ.)થી લખે છે: મિલ્કત
અંગેના કામકાજ માટે ભારત જવાનું થયું. તમામ કાર્યો સફળ થાય તથા
પ્રવાસ દરમ્યાન આરોગ્ય કે વાહન વ્યવહારની કોઈ સમસ્યા ન નડે તે
માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની
કૃપાથી ખૂબ જ કઠિન અને જટીલ એવા મિલ્કત અંગેના કાર્યો માની ન
શકાય તેટલી ઝડપથી, સરળતાથી સંપન્ન થયા. તેમના એક સંબંધીને બ્લડ
કેન્સરનું નિદાન થતા આ કપરા સમયે પણ પૂ.બાપાને કરેલી પ્રાર્થના
ફળી. તેઓની સારવાર અસરકારક નીવડી અને તબિયતમાં ઘણો જ સુધારો
થયો. બીજું, તેઓ પુત્ર સાથે વીરપુર દર્શને ગયા ત્યારે તેમના
પુત્રએ મંદિરના ઓટલા પર રાખેલી હેન્ડબેગ વળતા ભૂલી ગયા. આરતી
બાદ યાદ આવતા ખૂબ જ ગભરામણ થઈ. તે બેગમાં પાસપોર્ટ, ક્રેડીટ
કાર્ડ તથા ડોલર સહિતની કિંમતી ચીજો હતી. અસંખ્ય માણસોની
ગિરદીમાં બેગ મળવાની શક્યતા જણાતી ન હતી. પરંતુ પૂ. બાપાને
અંત:કરણથી પ્રાર્થના કરી... ને જાણે ચમત્કાર થયો. બીજી જ પળે
હેન્ડબેગ એ જ સ્થિતીમાં, તેમાંની બધી ચીજો સહીસલામત સાથે મળી
આવી. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર છે.
શ્રી કનુભાઈ એન. પટેલ; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે:
તેમની દીકરીને કાયમ માથાનો દુ:ખાવો રહેતો. દવાઓ કરાવવા છતાં
દર્દ દૂર થતું ન હતું. તેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી તેમની
દીકરીને માથાનું દર્દ દૂર થયું.
શ્રી ગીતાબેન એસ. પટેલ; બ્રેડફોર્ડ (યુ.કે.)થી લખે છે: વધુ પડતી
ઠંડીના કારણે તેમના ગેરેજના પાઈપ ફાટી જવાથી ઘણું નુકસાન થયું
હતું. તે માટેનો ઈન્સ્યુરન્સ પાસ થઈ જાય તેમજ પાઈપનું સમારકામ
સરળતાથી થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો
હતો. પૂ.બાપાની કૃપાથી બંને કાર્યો પાર પડી ગયા. તેમની બહેન
ઈન્ડિયાથી અહીં ફરવા આવવાની હતી. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી
તેને પણ વિઝા મળી ગયા. પૂ.બાપાએ તેમને અનેક મુસીબતોમાંથી પાર
ઉતાર્યા છે.
શ્રીમતિ ચંદ્રિકાબેન એમ. કંટાડીયા; લંડન (યુ.કે.)થી લખે છે:
તેમની નાની બહેનની તબિયત લથડી જવાથી તેને પાંચ મહિના
હોસ્પિટલમાં રાખી હતી. તબિયત વધુ ને વધુ બગડતી જતી હતી. આવા
સમયે તેમણે પૂ.બાપાને આર્તહૃદયે અરજ કરી, બહેનના જીવનની રક્ષા
કાજે પરચો માન્યો. તે તેના પતિ - બાળકો સાથે સારી રીતે જીવન
ગુજારી શકે તે માટે પ્રાર્થના કરી. પૂ.બાપાએ તેમની અરજ
સ્વીકારી. બહેનની તબિયત સારી થતા તે ઘરે આવી ગઈ. પૂ.બાપાને લાખ
લાખ વંદન.
શ્રીમતિ પ્રભાબેન વી. પરમાર; હેરો (યુ.કે.)થી લખે છે: તેમના
પુત્ર - પુત્રવધૂને સંતાનસુખ મળે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી
પરચો છપાવવાની ટેક રાખી હતી. તેઓ 13 વર્ષથી સંતાનસુખ ઝંખતા હતા.
પૂ.બાપાએ તેની આશા પૂર્ણ કરી. તેઓને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
કલ્યાણકારી સંત શ્રી જલારામ બાપાના ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રી વિશાલભાઈ વી. પટેલ; લોસ એન્જલસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના
માતુશ્રીને બ્રેઈન સ્ટ્રોક આવવાથી તબિયત લથડી ગઈ હતી. તેની
દ્રષ્ટિ પણ ઓછી થઈ ગઈ હતી. તેઓના સારા સ્વાસ્થ્ય માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની અસીમ
કૃપાથી માતુશ્રીની તબિયતમાં સુધારો થયો અને ઝાંખપ પણ દૂર થઈ.
તેમની ભાણીને જન્મના થોડા જ દિવસોમાં કમળો થઈ જતા સૌ પરિવારજનો
ચિંતિત હતા. પરંતુ પૂ.બાપાને અરજ કરી પરચો માનતા તેનું
સ્વાસ્થ્ય સારું થઈ ગયું. તેમની ખોવાયેલી વીંટી પણ પૂ.બાપાને
યાદ કરવાથી તુરત જ મળી આવી. તેમની દીકરીના શરીરે નીકળેલ ગરમી પણ
પૂ.બાપાએ મટાડી દીધી.
શ્રીમતિ સવિતાબેન એ. ઘીવાલા; ફ્લોરીડા (યુ.એસ.એ.)થી લખે છે:
તેમના પતિને ઘૂંટણમાં દુ:ખાવો થતો હોવાથી ચાલવામાં તેમજ પગથિયા
ચઢવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. ઉપરાંત, આંખોમાં મોતીયાની અસર
અને બીજી બીમારીઓ - તેઓની તમામ તકલીફો ઓપરેશન વિના દૂર થાય તે
માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી.
પૂ.બાપાની અમી કૃપાથી તેઓને દિન-પ્રતિદિન સારું થઈ ગયું. બીજું,
તેમના દોહિત્રને એના લાયક જોબ મળે અને અભ્યાસમાં આગળ વધે, તેમની
આંખનું પ્રેશર નોર્મલ રહે તેમજ પાસપોર્ટ - વિઝાનું કામ સરળતાથી
પાર પડે તે માટે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.
શ્રીમતિ તરૂબેન પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના પતિની
તબિયત સારી રહેતી ન હોવાથી તેઓના સારા સ્વાસ્થ્ય માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ધાર કર્યો. પૂ.બાપાની અમી
દ્રષ્ટિથી તેમના પતિનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. દયાળુ દેવ
પૂ.જલારામ બાપાને અગણિત નમસ્કાર.
શ્રી રશ્મિકાબેન પટેલ; નોર્થ કેરોલીના (યુ.એસ.એ.)થી લખે છે:
પૂ.બાપા ઉપરના અનન્ય શ્રદ્ધા - ભક્તિભાવ થકી તેમની બધી જ ઈચ્છાઓ
પૂર્ણ થઈ છે. તેમની મોટેલનો બિઝનેસ સારો ચાલે તે માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પરમ વંદનીય પૂ.જલારામ
બાપાના આશીર્વાદથી તેમની મોટેલનો બિઝનેસ ઘણો જ સારો ચાલે છે.
શ્રી રતિભાઈ આર. જોશી; લંડન (યુ.કે.)થી લખે છે: વતનમાં તેમની
બંગલા સાથેની જમીન વેચવાની હતી. બે વર્ષથી પ્રયત્નો કરતા હતા.
પણ ભાવ બાબતે કામ અટકી જતું. આથી આ કાર્ય જલ્દીથી પાર પડે તે
માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની
કૃપાથી તેમની જમીન તુરંત જ ધાર્યા કરતા વધુ કિંમતે સરળતા અને
શાંતિથી વેચાઈ ગઈ. એ જ રીતે તેમના પૌત્રને કોલેજના બીજા વર્ષ
ઈન્ટરશીપમાં જોબ સાથે અભ્યાસ શક્ય બનતો ન હતો. જેને લીધે
કોલેજમાંથી એડમીશન રદ થવાની તૈયારી હતી. આ બાબતે પણ પૂ.બાપાને
પ્રાર્થના કરતા બે જ કલાકમાં મનપસંદ જોબ અને એડમીશન મળી ગયા.
શ્રી પ્રિતીબેન રૂપારેલ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે:
બહારગામથી પરત આવતી વેળાએ તેમની ફ્લાઈટ ખૂબ જ જમ્પ કરતી હતી.
શિકાગો ન ઉતરીને કેન્સાસ લઈ જવામાં આવી. ઊંચક જીવે તેમણે
પૂ.બાપાને પ્રાર્થ્યા અને બધા નિર્વિઘ્ને ન્યૂજર્સી પહોંચી જાય
તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ પરચો પૂર્યો. 6 કલાકની મુસાફરીને
બદલે 16 કલાકે અને રાત્રે 4-30 વાગ્યે ન્યૂજર્સી પહોંચ્યા. મોડા
મોડા પણ પહોંચી ગયા. બીજા એક પ્રવાસમાં પણ તેઓ 8 સભ્યો 15 દિવસ
ડ્રાઈવીંગ કરીને નીકળ્યા હતા. ત્યારે પણ પૂ.બાપાની કૃપાથી સૌ
હેમખેમ ઘરે પહોંચી ગયા. એક વખત તેઓ દીકરા સાથે કારમાં નીકળ્યા.
ત્યારે સ્પીડ ફાસ્ટ હોવાથી પોલિસે પીછો કર્યો. દીકરા પાસે
લાયસન્સ ન હતું. ત્યારે પણ પૂ.બાપાને યાદ કરતા થોડીવાર પછી
પોલિસ ચાલી ગઈ. બીજા એક બનાવમાં તેઓ દૂર જવા નીકળ્યા પણ કારનો
સર્વિસ ટાઈમ પૂરો થયો હોવાથી સફર અડધેથી અટકે તેમ હતી. રાતનો
સમય, સખત ઠંડી અને નાનું બાળક સાથે હોવાથી ચિંતા થતી હતી. પરંતુ
આ વેળા પણ પૂ.બાપા વ્હારે આવ્યા. ને તેઓ હેમખેમ ઘરે પહોંચી ગયા.
વધુમાં ઘરમાં જ ક્યાંક મુકાઈ ગયેલું તેમનું 8 લાખનું બ્રેસ્લેટ
ને પેન્ડલ પૂ.બાપાનું સ્મરણ કરતા તુરત જ મળી આવ્યું.
શ્રી ભારતીબેન ગાંધી; વેલિંગ્ટન (ન્યૂઝીલેન્ડ)થી લખે છે:
પૂ.બાપા પરની અખૂટ શ્રદ્ધા થકી તેમની મનોકામનાઓ અને કાર્યો
સિદ્ધ થયા છે. પૂ. જલારામ બાપાએ તેઓ સૌની વિકટ પરિસ્થિતીમાં
રક્ષા કરી છે. અને મુશ્કેલીમાં સહાય કરીને કોઈ ને કોઈ સરળ માર્ગ
બતાવ્યો છે. પરમ કૃપાળુ પૂ.બાપાના ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રીમતિ સવિતાબેન પટેલ; સ્ટેનમોર (યુ.કે.)થી લખે છે: તેમને ઘણાં
લાંબા સમયથી ઉધરસની તકલીફ હતી. સારું થઈ જાય તે માટે તેમણે
પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેને ઉધરસ મટી
ગઈ. તેમના પુત્રને લાંબા સમયથી સારી જોબ ન હતી. પરંતુ પૂ.બાપાના
આશીર્વાદથી તેને ફાવે તેવી મનપસંદ જોબ મળી ગઈ.
શ્રી નિર્મળાબેન આર. જોબનપુત્રા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની
કારની ડુપ્લીકેટ ચાવી સાચવીને મૂકી હતી. પણ જરૂર પડયે ઘણું
શોધવા છતાં ન મળી. નવી ચાવી કરાવવાનો ખર્ચ વધુ અને તેની વિધિ પણ
લાંબી અને કંટાળાજનક હતી. આથી ચાવી મળી જાય તે માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી
તેમની ચાવી મળી આવી. આવા અસંખ્ય કાર્યો પૂ.બાપાએ પાર પાડ્યા છે.
શ્રી રાજેન્દ્રભાઈ એન. રાણા; મેસેચ્યુએટ્સ (યુ.એસ.એ.)થી લખે છે:
પૂ.બાપાની કૃપા થકી તેમના કુટુંબના અનેક કાર્યો સિદ્ધ થયા છે.
પૂ.બાપાના શુભાશિષથી તેમની દીકરીઓના વિવાહ આનંદ-મંગલથી થયા. તેઓ
તેમના પરિવાર સાથે યુ.એસ.એ. સુખરૂપ આવી ગયા. પૂ.બાપાની દયાથી
તેમનાં પત્નીને સારી તંદુરસ્તી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાત:
સ્મરણીય પૂ. જલારામ બાપાને વારંવાર વંદન.
શ્રી હંસાબેન વી. અમીન; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર
તેમને અટલ શ્રદ્ધા છે. પૂ.બાપા અંતર્યામી છે. નામ-સ્મરણ કરતાં જ
વ્હારે આવે છે અને મુશ્કેલીઓ હરે છે. તેમના જીવનમાં પૂ.બાપાની
કૃપા હંમેશા રહી છે. તેમના સઘળાં કાર્યો પાર પડ્યાં છે.
પૂ.બાપાની મ્હેરથી તેઓ સુખી છે.
શ્રી શાંતાબેન મોદી; મોઝામ્બિક (આફ્રિકા)થી લખે છે: તેમને
નાકમાં અને મગજમાં તકલીફ હતી. તેમાંથી સારું થઈ જાય તે માટે
તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની
અમી દ્રષ્ટિથી તેમને ઘણી જ રાહત થઈ ગઈ. દયાના સાગર પૂ.જલારામ
બાપાને કોટિ કોટિ પ્રણામ.
શ્રી રસિલાબેન એમ. ગોસાઈ; કેટરીંગ (યુ.કે.)થી લખે છે: તેમના
સોનાના ઘરેણાં ક્યાંક મુકાઈ ગયા હતા. ઘણી જગ્યાએ જોયું પણ ન
મળ્યા. આથી તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને ઘરેણાં મળી આવે તે
માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તુરત જ કિંમતી ઘરેણાં
મળી આવ્યા.
શ્રી સવિતાબેન સોનગરા; મીડક્ષ (યુ.કે.)થી લખે છે: તેમને
નાની-મોટી અનેક શારીરિક તકલીફો રહેતી. માથામાં ખંજવાળ આવી વાળ
ખૂબ જ ખરતા, ગોઠણમાં દુ:ખાવો થતો. દાઢમાં પણ દર્દ રહેતું.
ક્યારેક જીભ ત્રાંસી થઈને બહાર નીકળી જતી. ડાબા પગની ઘૂંટીમાં
ઈજા થઈ હતી વિગેરે અનેક તકલીફોમાં સારું થાય તે માટે પૂ.બાપાને
સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાની અમીમય નજરથી તેમની તમામ
તકલીફો દૂર થઈ, સારું થઈ ગયું. આ ઉપરાંત તેમના સ્નેહી શ્રી
નયનાબહેના કાનની પીડા પણ પૂ.બાપાએ મટાડી. શ્રી મીનાબહેનને
ઉલ્ટી-ઉબકાની તકલીફ હતી, મોંમાં ચાંદા પડ્યાં હતાં અને તાવ પણ
આવતો હતો. પૂ.બાપાની કૃપાથી તેને પણ સારું થઈ ગયું. તેમના ચારસો
પૌંડ ક્યાંક મુકાઈ ગયા હતા. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તે પણ
મળી આવ્યા. તેમનો ઈન્ડિયાનો પ્રવાસ પણ સુખરૂપ પૂર્ણ થયો.