Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (International) – April – 2010    << Back to Archive Home

શ્રીમતિ જયશ્રીબેન એસ. પટેલ; કનેટીકટ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના દીકરાનું ક્રેડીટકાર્ડ કોઈ કંપનીએ એક્ટીવેટ કરાવીને 150 ડોલરનું બિલ મોકલી આપ્યું હતું. તેમની પાસે કાર્ડ નહિ ને બિલ જોઈને ટેન્શનમાં આવી ગયા. આ પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો. ત્યાર બાદ તેમના દીકરાએ કંપની સાથે વાતચીત કરતા અઠવાડિયામાં આ પ્રશ્ન ઉકેલાઈ ગયો. બીજું, તેમને ડાયબીટીસ હોવાથી મોતીયાનું ઓપરેશન સફળ થશે કે નહિ તે બાબતે ચિંતા હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરતા તેમને મોતીયાના ઓપરેશન બાદ નવી દ્રષ્ટિ મળી, તેમના પતિનું મોતીયાનું ઓપરેશન પણ સફળ થયું. પૂ. બાપાની દયાથી તેમના પુત્રવધૂને સારા દિવસો રહ્યા. તેમને બંને હાથની આંગળીઓમાં તકલીફ હતી, તે પણ પૂ. બાપાએ દૂર કરી.

શ્રીમતિ શીતલબેન રાજાણી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના ઉપર આવી પડેલ આફત દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાનું શરણું સ્વીકારી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની પરમ દયાથી તેમના ઉપર આવેલ આફત દૂર થઈ ગઈ. આ ઉપરાંત, પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેમની તબિયત પણ સારી થઈ ગઈ. પૂ. બાપાના પરચાનો પ્રતાપ જોઈ - અનુભવી આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઉઠે છે.

શ્રીમતિ તારાબેન સી. પટેલ. કોલંબસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પતિના મિત્રને ગ્રીનકાર્ડ ધરાવતી કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. આ માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમના પતિના મિત્રને ગ્રીનકાર્ડ ધરાવતી કન્યા મળી ગઈ. તેમના નાના દીકરા ચિ. તુષારને પેટમાં દુ:ખાવો રહેતો. તેમજ તેમના પતિને પેટમાં નાની ગાંઠ હતી. પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માનતા બંનેના રીપોર્ટ નોર્મલ આવ્યા. પૂ. બાપાની કૃપા થકી તેમની રેસ્ટોરન્ટ હોટલ વેચાઈ ગઈ. બીજું, તેમની ભાણીના સસરાને લોહીની ઊલ્ટી થતા તેના બચવાની આશા ન હતી. પરંતુ પૂ. બાપાને અરજ કરતા તેની તબિયત સુધારા પર આવી ગઈ. તેમની દીકરીના સસરા સીટીઝનશીપ માટેના ઈન્ટરવ્યૂમાં પાસ થાય તે માટે તેમના પતિ શ્રી ચીમનભાઈએ માનેલ પૂ.બાપાનો પરચો પણ ફળ્યો.

શ્રીમતિ જેકુવરબેન બી. ભોવાન; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનો નાનો દીકરો પાંચ વર્ષથી જોબની શોધમાં હતો પણ નિષ્ફળતા જ મળી. તેને સારી જોબ મળે તે માટે તેમણે પૂ. બાપાને વિનંતી કરી પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેને ટુંક સમયમાં જ સારી જોબ મળી ગઈ. તેમના મોટા દીકરાને કાન પાસે ગાલમાં ગાંઠ થઈ છે. પૂ. બાપાની કૃપાથી તેનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો છે. આ ઉપરાંત, પૂ. બાપાની દયાથી તેમને પેટના ઓપરેશન બાદ સારું રહે છે.

શ્રીમતિ વિમળાબેન વી. મીસ્ત્રી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના જમાઈને હાથમાં મોટી ઈજા થઈ હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અમી કૃપાથી તેમના જમાઈને હાથમાં સારું થઈ ગયું. તેમની દીકરી અને તેના સંતાનો કાયમ બીમાર રહેતા હતા. પૂ. બાપાની કૃપાથી હવે બધાનું સ્વાસ્થ્ય સારું રહે છે.

શ્રીમતિ રશ્મિકાબેન બી. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરી ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમની દીકરી ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થઈ ગઈ. આ ઉપરાંત, પૂ. બાપાના કૃપા આશિષથી તેમનો દીકરો ડેન્ટીસ્ટની ચોથા વર્ષની પરીક્ષામાં તેમજ દીકરી પ્રથમ વર્ષની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. જીવનમાં આવતી નાની-મોટી મુશ્કેલીમાં પૂ. બાપાના નામસ્મરણ માત્રથી હાજરાહજૂર રહે છે અને સહાયરૂપ બને છે.

શ્રીમતિ મંજુબેન જોબનપુત્રા; માન્ચેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમનો દીકરો માન્ચેસ્ટર સુખરૂપ આવી પહોંચે અને પરિવાર સાથે આનંદથી રહે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. તેમના મોટા બહેનને પગમાં સોજા ચઢ્યા હતા. પૂ. બાપાની દયાથી તેને પણ રાહત થઈ ગઈ.

શ્રીમતિ ઉર્મીલાબેન કે. પટેલ; ટેકસાસ (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અખૂટ શ્રદ્ધા - વિશ્વાસ છે. મુશ્કેલીના સમયમાં પૂ. બાપા હંમેશા મદદરૂપ બન્યા છે. પૂ. બાપાનો પરચો માનવાથી તેમના અનેક કાર્યો સરળતાથી સફળ થયા છે. પરમકૃપાળુ પૂ. બાપાના પાવન ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રીમતિ દીનાબેન શાહ; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: તેમના દીકરાને ડોક્ટરની પરીક્ષાનો છેલ્લો પ્રયત્ન હતો. તે પાસ થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને અંત:કરણથી યાદ કરી પરચો માન્યો અને વિરપૂર દર્શનની માનતા માની. પૂ.બાપાના શુભાશિષથી તેમનો દીકરો પાસ થઈ ગયો.

શ્રીમતિ સવિતાબેન બી. ભદ્રેશા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનું બાયબાસ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમનું બાયપાસ ઓપરેશન સફળ થયું અને તબિયત પણ ઘણી સારી છે. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપાથી તેમનો ત્રીજો દીકરો ઈન્ડિયા સુખરૂપ ફરીને યુ.કે. આવી ગયો. પૂ. બાપાએ તેમને હંમેશા સહાય કરી છે અને કરતા રહેશે તેવી શ્રદ્ધા અતૂટ છે.

શ્રી ચુનીલાલ ભીખાભાઈ; લીસબન (પોર્ટુગલ)થી લખે છે: તેમની ઈચ્છા પરદેશમાં દુકાન કરવાની હતી. બે વખત જુદી જુદી બેન્કોમાં લોનની માંગણી કરી પણ સફળતા ન મળી. ત્યાર બાદ પૂ. બાપાને પ્રાર્થી, પરચાની ટેક રાખી ત્રીજી વખત અન્ય બેન્કમાં કોશિષ કરી, જે સફળ થઈ. પૂ.બાપાની કૃપાથી લોન મંજૂર થઈ જતા દુકાન લેવાઈ ગઈ. બીજું, તેમના પુત્રને વિદેશમાં ગળામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ માટે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા ફકત બે જ કલાકમાં તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.

શ્રી સવિતાબેન સોનગરા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને કૈલાસ માન સરોવરની યાત્રા કરવાની ખૂબ જ ઈચ્છા હતી. પરંતુ ગોઠણની તકલીફને કારણે તેઓ મુંઝાતા હતા. ગોઠણનું દર્દ મટી જાય અને યાત્રા નિર્વિઘ્ને થઈ ઘરે સુખરૂપ આવી જવાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની પરમ કૃપાથી તેમની આ શુભ ઈચ્છા પૂર્ણ થઈ. તેમની યાત્રા કોઈપણ તકલીફ વિના સુખરૂપ સંપન્ન થઈ ગઈ.

શ્રી અલ્પાબેન કટારીઆ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને મકાન બદલવાના સંજોગો ઊભા થયા હતા. એક મકાન ખાલી કરી બીજા મકાનમાં રહેવા જવાનું કામ ટુંકા સમયગાળામાં જ કરવાનું હોય, મુશ્કેલ લાગતું હતું. બંને કાર્યો સરળતાથી પાર પડી જાય તે માટે તેમણે પૂ.બાપને વિનવ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી આ કાર્ય સરળતાથી પાર પડી ગયું.

શ્રી રક્ષાબેન પટાની; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને કેન્સરની બીમારીનું નિદાન થયું. ઓપરેશન સારી રીતે થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું હૃદયપૂર્વક સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને હવે તબિયત પણ સારી છે. થોડા સમય પહેલાં તેમની આંખનું મોતીયાનું ઓપરેશન પણ પૂ. બાપાની દયાથી સારી રીતે પાર પડ્યું હતું.

શ્રી મુક્તાબેન ગોસાઈ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને ડબલ હાર્ટએટેક આવ્યા હતા. તેમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાની અમી કૃપાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમના ગુમ થયેલા નાણાં પણ પૂ.બાપાને યાદ કરવાથી તુરત જ મળી આવ્યા. તેમના કુટુંબની એક વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે પૂ. બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી. આ ઉપરાંત, તેમના સ્નેહી શ્રી હર્ષદભાઈ ગોસાઈનાં હાથ સોજી જતા હતા અને ખૂબ જ દર્દ થતું હતું. તેઓએ પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા હાથમાં સારું થઈ ગયું. તેનાં પત્નીની શારીરિક તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી.

શ્રીમતિ નીરલબેન પટેલ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમનો બાબો ફીંડીગ છોડતો ન હતો તેમજ ઘરમાં પણ થોડી મુશ્કેલીઓ હતી. બધી બાબતે સમુનમું પાર ઊતરે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાએ તેમની બધી જ મુશ્કેલીઓ દૂર કરી. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.

શ્રીમતિ રમાબેન ડી. કાનાબાર; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના દોહિત્રને પેટમાં સખત દુ:ખાવો રહેતો હતો અને ઊલ્ટી થતા ખોરાક - પ્રવાહી પણ લઈ શકાતા ન હતા. તેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમના દોહિત્રને બિલકુલ સારું થઈ ગયું. આ ઉપરાંત, તેમનો પેનીનો દુ:ખાવો પણ પૂ.બાપાએ મટાડ્યો.

શ્રીમતિ ભારતીબેન ઠાકોરભાઈ પટેલ; (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અખૂટ શ્રદ્ધા છે. તેમની અનેક મુશ્કેલીઓ પૂ. બાપાએ દૂર કરી છે અને બધાં જ કાર્યો સફળ કર્યા છે. તેમનો માથાનો અને છાતીનો દુ:ખાવો પૂ. બાપાનો પરચો માનવાથી દૂર થયો. તેમની દીકરીની પુત્રપ્રાપ્તિની ઈચ્છા પણ પૂ. બાપાએ પૂર્ણ કરી પૂ. બાપાના આશીર્વાદથી તેમના પરિવારમાં સુખ શાંતિ છે.

શ્રીમતિ ભારતીબેન એમ. પટેલ; માન્ચેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમનો ભાણેજ ઓફિસની બહાર અચાનક પડી જવાથી તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સોનોગ્રાફી રીપોર્ટમાં તેની કેડમાં બ્લડ લોક થઈ જતા ઓપરેશન જરૂરી બન્યું. તેમાં પણ તેના પગ પર જોખમ હતું. ઓપરેશન થયું પણ તેનો કમ્મરથી નીચેનો ભાગ અપંગ થઈ ગયો. આવા સમયે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને ભાણેજ ચાલતો થઈ જાય તે માટે પરચો મન્યો. પૂ. બાપાની અમી દ્રષ્ટિ તેમના ભણેજ પર પડી. ધીમે ધીમે તેના પગમાં ચેતન આવ્યું. પગ હલનચલન કરવા લાગ્યા, ધીરે ધીરે પથારીમાંથી વીલચેરમાં બેસી શકાયું અને એ રીતે છ - સાત મહિનામાં તે ઘોડીના આધારે ચાલવા લાગ્યો. પૂ. બાપાએ અશક્ય શક્ય બનાવ્યું. આ ઉપરાંત, પૂ. બાપાએ તેમના પરિવારને એક મોટી મુસીબતમાંથી હેમખેમ ઉગારી લઈ સૌને ચિંતામુક્ત કર્યા.

શ્રીમતિ અનીલાબેન આઈ. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના પરિવારને પૂ.બાપા ઉપર અનન્ય શ્રદ્ધા છે. પૂ. બાપાના કૃપા આશિષ થકી તેમના નાના - મોટા અનેક કાર્યો સિદ્ધ થયા છે. નાની - મોટી બીમારીમાં પણ પૂ. બાપાનું સ્મરણ કરવાથી રાહત અનુભવાય છે તેમજ હિંમત મળે છે. ખેરખર, પૂ. બાપા દયાના સાગર છે.

શ્રી હેતલબેન ગાંધી; નાઈલ્સ (યુ.એસ.એ.)થી લખે છે: તેમનાં માતૃશ્રીના અવસાન બાદ તેમના પિતાશ્રીના મનમાં બીજા લગ્ન કરવાના વિચાર આવતા હતા. આવું કંઈ ન બને તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની કૃપાથી તેમના પિતાશ્રીનો આ વિચાર બદલાઈ ગયો અને તેઓ ચિંતામુક્ત થયા. આ ઉપરાંત, તેમની બહેન અને પિતાશ્રીને વિદેશના કાર્યમાં વિઘ્ન નડતા હતા, તે પણ પૂ. બાપાએ દૂર કર્યા અને કાર્ય સફળતા અપાવી.

શ્રી જીજ્ઞાબેન એ. પટેલ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમના ધાર્યા કાર્યો નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની કૃપાથી તેમના તમામ કાર્યો જેવા કે, ભજન - કિર્તન, ઘરનું કામકાજ વિગેરે પાર પડ્યા. તેમનો ભાણો ગ્રેજ્યુએટ થઈ ગયો તેમજ તેમના જોબ પરનું કામ પણ સારી રીતે પાર પડ્યું. તેમની દાઢની તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. પૂ. બાપા નામ સ્મરણ માત્રથી સહાયરૂપ બની સર્વે ચિંતાઓ દૂર કરે છે.

શ્રીમતિ સુશીલાબેન દત્તાણી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની દીકરી મકાન લેવાના કામકાજ અંગે મૂંઝવણમાં હતી. મોરગેજ માટે ખૂબ દોડધામ કરતી હતી. તેનું આ કાર્ય સફળ થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી તેમની દીકરીનું મકાન બાબતેનું કાર્ય સફળ થયું. ખરેખર, પૂ. બાપા હાજરાહજૂર છે.

શ્રી સરલાબેન કે. પટેલ; પીટર્સબર્ગ (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાબાએ તેમના જીવનમાં હાજરાહજૂર પરચા પૂર્યા છે. અંત:કરણપૂર્વક સ્મરણ કરવાથી પૂ. બાપા વિના વિલંબે વ્હારે આવ્યા છે. થોડા સમય પહેલાં એક કાર્ય વિપત્તિમાં આવી પડતા પાર પડવું અસંભવ લાગતું હતું. પરંતુ પૂ.બાપાના શરણે જવાથી વિપત્તિ ટળી ગઈ અને કાર્ય સિદ્ધ થયું. પૂ. બાપા પ્રત્યેની શ્રદ્ધા- ભક્તિ અવિરત વ્હેતી રહેશે.

શ્રીમતિ લલિતાબેન જે. વિઠ્ઠલાણી; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમના પૌત્રનો પાસપોર્ટ મળતો ન હતો. આ માટે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખતા તુરત જ પાસપોર્ટ મળી આવ્યો. તેમની પારિવારિક મુશ્કેલી પણ પૂ. બાપાએ દૂર કરી. પૂ.બાપાના ચરણોમાં ભાવપૂર્વક નમન.

શ્રીમતિ મંજુલાબેન પી. પટેલ; હંસલો (યુ.કે.)થી લખે છે: તેમની પૌત્રી ઈન્ડિયા છે. તેનું સગપણ અહીંના (યુ.કે.)ના છોકરા સાથે નક્કી કરેલ અને રજીસ્ટર પણ થઈ ગયેલ. પરંતુ તેના લગ્ન થાય તે પહેલાં તેઓને છોકરાના ચારિત્ર્ય બાબતે જાણવા મળતા લગ્ન કેન્સલ કર્યા અને સૌ ખૂબ ભાંગી પડ્યા. આવા સમયે તેમણે અને તેમના ભત્રીજા શ્રી પંકજભાઈએ પૂ.બાપા સમક્ષ પ્રાર્થના કરી અને લગ્નની જે તારીખ નક્કી થઈ હતી ત્યાં સુધીમાં પૌત્રીને કોઈ સારો જીવનસાથી મળી જાય અને તે જ દિવસે લગ્ન થઈ જાય તે માટે પરચો માન્યો. ને ખરેખર, પૂ. બાપાએ તેમની આજીજી સાંભળી. તેમની પૌત્રીનું સગપણ પહેલાં કરતાં પણ ખૂબ જ ઉચ્ચ કુટુંબમાં થયું અને અગાઉ નક્કી કરેલ દિવસે જ લગ્ન પણ થઈ ગયા. પૂ. બાપાનો આ અદભુત પરચો અનુભવી તેઓ ભાવવિભોર બની ગયા.

શ્રી મનસુખભાઈ મીસ્ત્રી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની નોકરી પરનું કામકાજ ખૂબ જ લંબાતું હતું. આ કામકાજ સારી રીતે પાર પડે તે માટે તેમણે પૂ. બાપાનું રટણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમનું કામકાજ થોડા સમયમાં જ પાર પડી ગયું.

શ્રીમતિ નીલાબેન શાહ; નાઈરોબી (કેન્યા)થી લખે છે: તેમની પુત્રીને ઝાડા - ઊલટી થયા હતા, ને બીજે દિવસે તેમને બહારગામ જવાનું હતું. પ્લેનની મુસાફરી દરમ્યાન તેને કોઈ તકલીફ ન પડે અને તબિયત સુધારા પર આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમની પુત્રીની તબિયત સુધારા પર આવી ગઈ અને મુસાફરીમાં પણ કોઈ તકલીફ ન પડી, આ ઉપરાંત, તેમનું એક ધાર્મિક કાર્ય પણ પૂ.બાપાની કૃપા થકી નિર્વિઘ્ને પાર પડ્યું.

શ્રી મયુરભાઈ એમ. કારીયા; લંડન (યુ.કે.)થી લખે છે: એક વખત તેમને દૈનિક અને સામાજિક કાર્યોના બોજ હેઠળ સરકારી લેણાં ભરપાઈ કરવામાં મોડું થઈ ગયું. આ બાબતે લંડન સરકારશ્રીની નોટિસ મળતા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. સંકટની વેળાએ તેમણે પૂ. બાપાનું શરણું સ્વીકાર્યું અને કોઈ પણ અડચણ વિના કાર્ય સરળતાથી પાર પડી જાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમના પર આવેલ સંકટ ટળી ગયું અને કાર્ય નિર્વિઘ્ને પાર પડયું.

શ્રી રજનીકાંતભાઈ પટેલ; પ્રેસ્ટન (યુ.કે.)થી લખે છે: આઠ વર્ષ પહેલાં તેમનાં પત્નીને મીસકેરેજ થતા તે હિંમત હારી ગઈ હતી. એ વખતે 'જલારામ જ્યોત'માંના પરચા વાંચી તેમનામાં નવી આશા જાગી. તેમણે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને સંતાનસુખની ઈચ્છા ફળે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી સમયાંતરે તેમના ઘરે પુત્રનું પારણું ઝુલ્યું. જન્મ બાદ તેને જોન્ડીસ થતા, ત્યારે પણ પૂ. બાપાની દયાથી તેને તુરત જ સારું થઈ ગયું હતું. ત્યાર બાદ પૂ. બાપાના આશીર્વાદથી તેમને બીજા બે પુત્રરત્નો પ્રાપ્ત થયા. તે વેળાએ તેમનાં પત્નીને ડાયબીટીસ થયું હતું. પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા તેને સારું થઈ ગયું.

શ્રી રેશમાબેન લાખાણી; પર્થ (ઓસ્ટ્રેલિયા)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને દ્રઢ શ્રદ્ધા છે. પૂ. બાપાના નામ સ્મરણ માત્રથી તેમની તમામ તકલીફો દૂર થઈ જાય છે. સંકટના સમયમાં પૂ. બાપાનું નામ હિંમત આપે છે. દયાના સાગર પૂ. જલારામ બાપાને વારંવાર વંદન.

શ્રીમતિ મનીષાબેન એમ. ચૌહાણ; વેલિંગ્ટન (ન્યુઝીલેન્ડ)થી લખે છે: તેમનો મોટો દીકરો 6 વર્ષનો હતો ત્યારે તેને એપેલેપ્સીની બીમારી થઈ હતી. કંઈ સમજણ પડતી ન હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ત્યાર બાદ થોડો વખત દવા કરી અને આ દવા તેમજ પૂ. બાપાની દુઆથી તેને તદ્દન સારું થઈ ગયું. પૂ. બાપાએ તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે.

શ્રી જશવંતીબેન પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની નાની બહેનને લીસબનથી અહીં લેસ્ટર આવવા માટેના હક્કો મળી જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાની કૃપા થકી તેમની બહેનને તે હક્ક મળી ગયો. હાજરાહજુર પૂ. બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રીમતિ મીનાબેન જે. ગજ્જર; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: તેમના પતિની જોબ મુશ્કેલીમાં હતી. જેથી તેઓ બંને ખૂબ જ ચિંતિત હતા. તેમને પૂ. બાપા ઉપર ખૂબ જ શ્રદ્ધા હોય તેમના પતિની જોબ સલામત રહે તે માટે તેમણે પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. તેમના પતિની જોબ સલામત રીતે ચાલે છે.

શ્રીમતિ નીલાબેન પરીખ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: પૂ. બાપા તેમના જીવનમાં હાજરાહજૂર હોય તેવું તેઓ અનુભવે છે. તેમની દીકરી ઘણાં સમયથી તેમને મળી ન હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરતા તે સહપરિવાર મળવા આવી. આ ઉપરાંત, તેમના દીકરાના ચહેરા પરના કાળા ડાઘ ઓછા થઈ ગયા. સમય જતાં તે ડાઘા બિલકુલ જતા રહેશે તેવી તેમને પૂ.બાપા ઉપર શ્રદ્ધા છે.

શ્રી સંગીતાબેન એ. પટેલ; સાઉથ કેરોલીના (યુ.એસ.એ.)થી લખે છે: તેમને પગમાં ઘણી તકલીફ હતી. દવાઓ કરાવવા છતાં કોઈ જ ફેર પડતો ન હતો. આથી તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને પગની તકલીફ દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમી દ્રષ્ટીથી તેમને પગમાં સારું થઈ ગયું. જીવનમાં આવતી નાની - મોટી મુશ્કેલીઓ વેળાએ પૂ. બાપા હિંમત આપી સહાયરૂપ બને છે.

શ્રીમતી જયશ્રીબેન બોરડ; લોસ એન્જલસ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની પુત્રી ઘરથી ઘણે દૂર હતી, તે વખતે આચાનક તોફાની પવન સાથે વરસાદ વરસતા અનેક રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમની પુત્રી એકલી હતી અને 250 માઈલ ડ્રાઈવીંગ કરીને પહોંચવાનું હતું. કાર નાની હતી. આવા સમયે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પુત્રી સહી સલામત ઘરે આવી પહોંચે તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ તેમની પુત્રીની રક્ષા કરી. તે હેમખેમ ઘરે આવી પહોંચી.

શ્રીમતિ કમળાબેન બી. પટેલ; વેલિંગ્ટન (ન્યુઝીલેન્ડ)થી લખે છે: તેમની પુત્રીને નોર્મલ ડીલેવરી થાય અને તંદુરસ્ત, સ્વસ્થ બાળકનો જન્મ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપા થકી તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થઈ અને તંદુરસ્ત, સુંદર કન્યારત્ન પ્રાપ્ત થયું. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેમના પુત્રની સગાઈ મનપસંદ કન્યા સાથે થઈ. પૂ. બાપાએ તેમના ધાર્યા કાર્યા પાર પાડ્યા છે.

શ્રીમતિ વિજ્યાબેન જે. પટેલ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમની સોનાની બંગડી ક્યાંક મુકાઈ ગઈ હતી. જે ઘણું શોધવા છતાં મળતી ન હતી. બંગડી મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમની બંગડી મળી આવી.

શ્રીમતિ રમીલાબેન બાંભણીયા; વેમ્બલી (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાની કૃપાદ્રષ્ટિથી તેમની તેમજ તેમના પરિવારજનોની નાની- મોટી શારીરિક તકલીફો દૂર થઈ છે. તેમના માથામાં ફોલ્લીઓ થતી અને વાળ ખરતા હતા. પરંતુ પૂ. બાપાનો પરચો માનવાથી થોડા જ સમયમાં સારું થઈ ગયું. તેમની પિતરાઈ બહેનની ચામડીની બીમારી પણ પૂ. બાપાએ મટાડી, તેમના અને તેમના મોટા દીકરાના મેડીકલ રીપોર્ટ નોર્મલ આવશે તેવી તેમને પૂ.બાપા ઉપર શ્રદ્ધા છે.

શ્રી ઉષાબેન એસ. શાહ; મિચીગન (યુ.એસ.એ.)થી લખે છે: તેમના એપાર્ટમેન્ટની ચાવી ખોવાઈ જતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ચાવી મળી આવે તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની અસીમ કૃપાથી ચાવી બે દિવસમાં જ મળી આવતા તેઓ મોટા ખર્ચમાંથી ઊગરી ગયા. આ ઉપરાંત, તેમનું ખોવાયેલું પર્સ પણ પૂ.બાપાની કૃપાથી મળી આવ્યું.

શ્રીમતિ ભક્તિબેન કે. પટેલ; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં ડગલે ને પગલે પરચા પૂર્યા છે. તેમને તથા તેમના મોટા બહેનને છાતીમાંથી પાણી નીકળતું હતું. પૂ. બાપાની દયાથી બંનેના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા. તેમની દેરાણીના મેડીકલ રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. તેઓ પતિ સાથે ઈન્ડિયા ગયા હતા. પૂ.બાપાની દયાથી ત્યાંથી પણ તેઓ આનંદથી ફરીને આવી ગયા અને ત્યાં સુધીમાં દુકાન પણ સલામત રહી. બીજું, તેમની દીકરી ખોટી સંગતે ચડી ગઈ હતી. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તે પણ યોગ્ય માર્ગે વળી ગઈ. આ ઉપરાંત, પૂ. બાપાએ તેમની દીકરીને એક ભયંકર અકસ્માતમાંથી ઉગારી લીધી. પૂ. બાપાના આશીર્વાદથી તેમની ભાણીને સંતાનસુખ મળ્યું. તેમની જોબ પરની મુશ્કેલી દૂર થઈ અને જોબ સલામત રહી.

શ્રી સુમિત્રાબેન પ્રકાશભાઈ; પોર્ટેલા (લીસબન)થી લખે છે: તેમને ડોક્ટર પાસે વિઝીટ હતી. બધા જ ટેસ્ટ કરાવ્યા હતા. તેના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા.

શ્રી હસ્મિતાબેન દેવજીભાઈ; મીડેક્ષ (યુ.કે.)થી લખે છે: તેમની બહેનને મકાન લેવા માટે ડીપોઝીટના નાણાંની સગવડ થતી ન હતી. અને મોરગેજ મળવા બાબતે પણ ચિંતા હતી. આ બાબતે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કરતા કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું. તેમના દીકરાની પથરીની તકલીફ ઓપરેશન વિના દૂર થશે અને જરૂરી નાણાંની વ્યવસ્થા થઈ જશે તેવી તેમને પૂ. બાપા ઉપર શ્રદ્ધા છે.

શ્રી રક્ષાબેન પટાની; મીડલેક્ષ્સ (યુ.કે.)થી લખે છે: તેમની નાની બહેનની તબિયત સારી રહેતી ન હતી. અનેક ડોક્ટરોની સારવાર કરાવી પણ કોઈ જ ફેર ન પડ્યો. અંતે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને તેમની બહેનને કોઈ સારી દવા અસર કરી જાય અને તબિયત સારી થઈ જાય તે માટે પરચો માન્યો. ત્યાદ બાદ તે ઈન્ડિયા ગઈ અને ત્યાંના સારા વૈદની દવા અસર કરી જતા તેનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું.

શ્રીમતિ પ્રીતિબેન ડી. રૂપારેલ; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે: તેમની 25 દિવસની પૌત્રીને ગેસ અને ઊલ્ટીની તકલીફ થતા ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કરવાનું કહ્યું હતું. રીપોર્ટમાં કંઈ બીમારી આવે તો માઈનોર સર્જરીની પણ સંભાવના હતી. તેમણે ચિંતિત મને પૂ. બાપાને વિનવ્યા અને રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમની પૌત્રીનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને તેની તબિયત પણ સારી થઈ ગઈ. પૂ. બાપા દયાળુ છે. જ્યારે પણ પૂ.બાપાને યાદ કર્યા છે ત્યારે વ્હારે આવ્યા છે. અને સૌની રક્ષા કરી છે. આ પરચો તેમની પુત્રવધૂએ (પોતાની બાળકી માટે) પણ માન્યો હતો.

શ્રી હંસાબેન વી. અમીન; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપા ઉપર તેમને અખૂટ શ્રદ્ધા છે. પૂ. બાપાની કૃપાથી તેમના બધાં જ કાર્યો સફળતાપૂર્વક પાર પડ્યા છે અને મનોકામનાઓ પૂર્ણ થઈ છે. પ્રાત:સ્મરણીય પૂ. બાપાના ચરણોમાં શત્ કોટિ પ્રણામ.

શ્રી મનીષાબેન એસ. પટેલ; ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ)થી લખે છે: તેમનાં ભાભી ડીલેવરી બાદ બેભાન થઈ ગયા હતા. પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખતા પાંચ મીનીટમાં તે ભાનમાં આવી ગયા. તેમના બહેનના દિયરને ડાયાબીટીસ કંટ્રોલમાં ન હતું. પૂ. બાપાની દયાથી તેને પણ સારું થઈ ગયું. તેમના ધાર્યા કાર્યા પૂ.બાપાએ પાર પાડ્યા છે.

શ્રીમતિ ઈલાક્ષીબેન એસ. પટેલ; ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ)થી લખે છે: તેઓ તેમના દીકરાના તેમજ જેઠના દીકરાના લગ્ન માટે ઈન્ડિયા ગયા હતા. કાર્યની સફળતા માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના ભત્રીજાના લગ્ન ઈન્ડિયામાં ધામધૂમથી સંપન્ન થયા અને તેમના દીકરાના લગ્ન ફીજીમાં આનંદથી થયા.

શ્રી દિવ્યાબેન માંડલિયા; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ. બાપાના નામ સ્મરણથી મનને શાંતિ મળે છે. મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા સાંપડે છે. શારીરિક બીમારી, મૂંઝવણ કે ભૌતિક મુશ્કેલી - ગમે તે હોય, પૂ. બાપાના પરચાના પ્રતાપે બધી બાબતે સારું થઈ જાય છે. પૂ. બાપાનું નામ તન - મનમાં નવી શક્તિ પૂરે છે, સંકટ સામે લડવાનું પીઠબળ પૂરું પાડે છે.

શ્રી તરૂબેન પી. પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર તેમને અપાર શ્રદ્ધા છે. પૂ. બાપાએ તેમના જીવનનો મોટામાં મોટો પ્રશ્ન હલ કરી તેમને ચિંતામુક્ત બનાવ્યા છે. મુશ્કેલી આવતા પહેલા જ પૂ.બાપાએ તેમને બચાવી લીધા અને તે મુશ્કેલીનો અંત આણ્યો. સંકટ સમયે વ્હારે આવનાર પૂ. બાપાને અગણિત નમસ્કાર.

 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions