Parcha for Jalaram Jyot (India) – September 2011 << Back to Archive Home
શ્રી મંગુભાઈ એસ. પટેલ; કસ્બાપાર (જિ. નવસારી)થી લખે છે: તેમનાં
પત્નીને અકસ્માતે સોડા બોટલના કાચથી તેના પગમાં બે ઈંચ ઊંડો ઘા
પડી ગયો. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી
પરચો માન્યો. પૂ.બાપાની દયાથી ઘરગથ્થુ ઉપચારથી જ તેને સારું થઈ
ગયું. બીજા એક બનાવમાં તેને રીક્ષાનું ખૂંટડું વાગી જતા
હાડકામાં તિરાડ પડી ગઈ હતી. તેમજ લોહીની ખામીને કારણે બેચેની -
ચક્કરની તકલીફ રહેતી. પરંતુ પૂ.બાપાની દયાથી દવાઓથી સારું થઈ
ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમના મોટા પુત્રના લગ્ન
નિર્વિઘ્ને થઈ ગયા. તેમજ પુત્ર પુત્રવધૂને ન્યૂઝીલેન્ડના કાયમી
વિઝા મળી ગયા. તેમના ખોવાયેલા ચશ્મા પણ મળી આવ્યા.
શ્રી શબ્બીરહુસેનભાઈ વોહરા; અંજાર (કચ્છ)થી લખે છે: પૂ.બાપા ઉપર
તેઓ અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓ દેશમાં હોય કે વિદેશમાં કસોટીના
સમયમાં પૂ.બાપાને યાદ કરવાથી હાજરાહજૂર પરચા પૂરે છે. પૂ.બાપાની
અમી કૃપાથી તેમના જીવનમાં સુખ-શાંતિ છે. પરમકૃપાળુ સંતશ્રી
પૂ.બાપાને વારંવાર વંદન.
શ્રી એન. એસ. ભેદા; હૈદ્રાબાદ (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેમણે
સ્પીડ પોસ્ટ દ્વારા તેમની દીકરીને અમેરીકા એક પાર્સલ મોકલ્યું
હતું. પરંતુ 16 દિવસ સુધી તે ત્યાં ન પહોંચ્યું. પાર્સલ યોગ્ય
સ્થાને પહોંચી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો
માન્યો. પૂ. બાપાની કૃપાથી બીજા જ દિવસે તે પાર્સલ તેમની
દીકરીને મળી ગયું. આ ઉપરાંત, પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ
સ્વરૂપ તેમનો પુત્ર ઈરાકથી સુખરૂપ અહીં આવી ગયો.
શ્રી હર્ષદભાઈ એમ. ઠક્કર; કુચેડ (જિ. વલસાડ)થી લખે છે: અમેરિકા
સ્થિત તેમના પુત્રના જમણા પગમાં લીગામેન્ટ ફાટી જવાથી ખૂબ જ
તકલીફ થતી હતી. ઓપરેશનનો ખર્ચ ખૂબ થાય તેમ હતો. અને અહીં
ઈન્ડિયા બોલાવીને ઓપરેશન કરાવવું પણ અશક્ય હતું. આથી તેમણે
પૂ.બાપાને યાદ કર્યા અને પુત્રને ઓપરેશન વિના સારું થાય તે માટે
પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેને ઓપરેશન વિના જ સારું થઈ
ગયું. પૂ.બાપાની કૃપાથી અદ્ભુત અનુભૂતિ થઈ. તેમનો પુત્ર સંપૂર્ણ
સ્વસ્થ થઈ ગયો.
શ્રી શૈલેષભાઈ જે. દેસાઈ; શાંતાકુઝ (મુંબઈ)થી લખે છે: તેમનો
પુત્ર તથા તેનો મિત્ર એક મોટી કંપનીમાં સાથે જ જોડાયા હતા.
તેમના પુત્રની જોબ ત્યાં કાયમી થઈ ગઈ પણ મિત્રને 25 મહિના થવા
છતાં કાયમી કરતા ન હતા. તેના માટે પૂ.બાપાને પ્રાર્થના કરતા
બીજા જ મહિને તેની જોબ કાયમી થઈ ગઈ. તેઓ પતિ-પત્નીને નાની-મોટી
શારીરિક તકલીફો રહેતી. પૂ.બાપાની દયાથી બંનેને સારું થઈ ગયું. આ
ઉપરાંત, તેઓના મકાનનું વિલંબમાં પડેલું કામકાજ પૂ.બાપાની કૃપાથી
ચાલુ થઈ ગયું. તેમજ બંનેનો મોબાઈલ ફોન પણ બરાબર ચાલતો થઈ ગયો.
શ્રીમતિ અનિતાબેન ડી. સુખડીયા; સુરતથી લખે છે: અમેરિકા સ્થિત
તેમની દીકરીના ઘરે તેના પડોશીએ કોઈ કારણસર પોલિસ બોલાવી. અચાનક
આ બનાવથી દીકરી - જમાઈ બંને ગભરાઈ ગયા. તેમની દીકરીએ તુરત જ
પૂ.બાપાને પોકાર્યાં અને સંકટ દૂર કરવા વિનંતી કરી પરચો માન્યો.
ત્યાર બાદ તેણે પોલિસ સ્ટેશન જઈ સાચી વાત સમજાવી. પૂ.બાપાની
કૃપાથી પોલિસે કેસ દાખલ કર્યા વગર બંનેને ઘરે જવા દીધા. વધુમાં,
પૂ.બાપાના આશિષથી તેમનો દીકરો ધો.12માં ધાર્યા માર્કસ મેળવી પાસ
થયો.
શ્રીમતિ ઈચ્છાબેન જે. પટેલ; વાડ (જિ.નવસારી)થી લખે છે: તેમની
પૌત્રીના સગપણ માટે લાયક પાત્ર મળ્યું પણ છોકરાના પરિવારના
સભ્યો આનાકાની કરતા હતા. છોકરો-છોકરી એકબીજાને પસંદ કરતા હતા.
આથી આ સગપણ - લગ્ન થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી
પરચો માન્યો. પૂ.બાપાની મ્હેર થતા સામા પક્ષે રાજીપો દર્શાવ્યો
અને પૌત્રીના લગ્ન ખૂબ જ સારી રીતે થઈ ગયા.
શ્રી ભરતભાઈ બી. સિધ્ધપુરા; વડોદરાથી લખે છે: તેમને મોંમાં
તકલીફ થતા કેન્સરને લગતી બીમારીનું નિદાન થયું. આ અસાધ્ય
રોગમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો
માન્યો. ત્યારબાદ નાની સર્જરી કરાવી, જે સફળ થઈ. પૂ.બાપાની અમી
કૃપાથી હવે બિલકુલ સારું થઈ ગયું છે. વધુમાં, પૂ.બાપાના
આશીર્વાદથી તેમની દીકરી ધો.12ની પરીક્ષામાં અવ્વલ નંબર મેળળી
ઉત્તીર્ણ થઈ.
શ્રી ચંદ્રકાન્તભાઈ એચ. પટેલ; વડોદરાથી લખે છે: તેમનાં પત્નીને
જમણા સ્તનમાં ગાંઠ હોવાનો રીપોર્ટ આવતા બાયોપ્સી ટેસ્ટ કરાવ્યો.
આ ગાંઠ કેન્સરની ન હોય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો
માન્યો. પૂ.બાપાની દયાથી ગાંઠ સાદી હોવાનો રીપોર્ટ આવ્યો. આ
ઉપરાંત, તેમનો પુત્ર ધો.12માં સારા ટકા મેળવી વિદેશમાં સ્થાયી
થાય તેમજ દીકરીના લગ્ન સારા પરિવારમાં થાય તે માટે તેમનાં
પત્નીએ પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.
શ્રીમતિ પ્રભાવતીબેન સી. વાંસીયા; કડોદ (જિ.સુરત)થી લખે છે:
પૂ.બાપાએ તેમના ધાર્યા કાર્યો પાર પાડ્યા છે અને મુશ્કેલીઓ દૂર
કરી છે. તેમની સૌથી નાની દીકરીની તબિયત નરમગરમ રહેતી હતી. પરંતુ
પૂ.બાપાને નિત્ય પ્રાર્થના કરવાથી તેનું આરોગ્ય સારું થઈ ગયું.
બીજી દીકરીનો પુત્ર વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરી પરત આવી ગયો.
તેમજ તેના લગ્ન પણ ગ્રીનકાર્ડ ધરાવતી કન્યા સાથે થયા અને તે ફરી
વિદેશ જઈ ત્યાં જોબ પર લાગી ગયો. આ બધું પૂ.બાપાની કૃપાથી જ
શક્ય બન્યું.
શ્રી રમેશભાઈ એ. જોષી; અમદાવાદથી લખે છે: તેમના પુત્રની બદલી
મુંબઈ થવાથી તેના મોભા મુજબ સારા વિસ્તારમાં મકાન મળી જાય તેમજ
પૌત્રને સારી શાળામાં એડમીશન મળે તે માટે પૂ.બાપાને પ્રાર્થી
પરચો માન્યો હતો. પૂ.બાપાએ તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. બીજું,
તેમના પૌત્રને ખાંસી ખૂબ જ વધી ગઈ હતી. પરંતુ પૂ.બાપાને અરજ
કરતા તેને ધીરે ધીરે તદ્ન સારું થઈ ગયું.
શ્રી સુરેન્દ્રસિંહ સી. ચૌહાણ; પાટણથી લખે છે: તેમની
કારકિર્દીના ભાગરૂપ ઈન્ટર્નશીપની તાલીમ પૂરી થઈ ગઈ હોવા છતાં
લોગબુકમાં સહી-સિક્કા કરાવવાના બાકી રહી ગયા હતા. જેના કારણે
લોગબુક જમા થઈ શકી ન હતી. આ અટકેલું કાર્ય પાર પડે તે માટે
તેમણે પૂ.બાપાને પ્રાર્થના અને પરચો માન્યો. પૂ.બાપાની પરમ
કૃપાથી તેમનું અટકેલું કાર્ય થોડા જ સમયમાં પૂર્ણ થઈ ગયું.
શ્રી ગીતાબેન ડી. પંચાલ; માણજ (જિ. આણંદ)થી લખે છે: તેમના ભાઈને
એક અકસ્માતમાં પગમાં ઈજા થવાથી દવાઓથી કોઈ જ ફેર પડતો ન હતો.
પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા તેને સારું થઈ ગયું. તેમના
માથાનું દર્દ અને ચામડીની તકલીફ પણ પૂ.બાપાએ દૂર કરી. પૂ.બાપાની
મ્હેરથી તેમના ભાઈ-ભાભીને યૂ.કે.ના વિઝા તથા લંડનમાં જોબ મળી
તથા તેમના સહકર્મચારીની સગાઈ સારી જગ્યાએ થઈ.
શ્રી જયશ્રીબેન પટેલ; લીંબાસી (જિ. ખેડા)થી લખે છે: તેમનો દીકરો
કેનેડામાં જોબ કરતો હતો. પરંતુ કાકાના દીકરાએ સાથે ધંધો કરવાની
સલાહ આપતા તે અમેરિકા ગયો. બાદમાં તેને કેનેડામાં પી.આર. કાર્ડ
મળવાનું હોવાથી ફરી કેનેડા આવ્યા અને પછી અમેરિકા જવાનું બંધ
રહ્યું. આથી તેણે ધંધાર્થે ભાઈઓને આપેલા 30 હજાર ડોલર પાછા
માંગ્યા. પરંતુ તેઓ આપતા નહોતા. આ બાબતે પૂ.બાપાને હૃદયપૂર્વક
અરજ કરી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી ધીમે ધીમે બધી જ
રકમ પરત મળી ગઈ. બીજું, તેમના પુત્ર-પુત્રવધૂ વચ્ચે તથા તેમને
પણ ઘરના સ્વજન સાથે થયેલ મનદુ:ખ પૂ.બાપાની કૃપાથી દૂર થયું.
પૂ.બાપાના આશષિથી દીકરીના બંને બાળકો સારા ટકાએ પાસ થયા.
શ્રી વિમળાબેન એમ. કાપડિયા; સુરતથી લખે છે: તેમણે ભાડે આપેલ
કારખાનું અધવચ્ચેથી ખાલી થઈ ગયું. તે ફરીથી ભાડે અપાઈ જાય અને
વ્યવસ્થિત કરારથી ડીપોઝીટ-ભાડુ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી બધું કામ સુખરૂપ પાર
પડ્યું.
શ્રીમતિ નિર્મળાબેન જે. ગંદા; કલકત્તા (પ.બંગાળ)થી લખે છે: તેઓ
બીમારીને કારણે બે મહિનાથી હોસ્પિટલમાં હતા. ખોરાક-પ્રવાહી નળી
દ્વારા ચાલુ હતા અને બિલકુલ કોમા જેવી સ્થિતી હતી. તે સમયે
તેમના દીકરા તેમજ નાના બહેને પૂ.બાપાને સ્મરી તેઓને સારું થઈ
જાય તે માટે પરચો માન્યો હતો. પૂ.બાપાની અમીમય નજરથી તેમની
તબિયતમાં સુધારો થતા ઘરે આવી ગયા. હવે ધીરે ધીરે ચાલી શકાય છે
અને યાદશક્તિ પણ પાછી આવી ગઈ છે.
શ્રી કપિલાબેન એચ. ચૌહાણ; સુરતથી લખે છે: પૂ.બાપાએ તેમના
જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમને પથરીનું ઓપરેશન કરાવવાનું
હતું. પરંતુ પૂ.બાપાને પ્રાર્થવાથી ઓપરેશન વિના પથરી નીકળી ગઈ.
તેમના પગની એડીની તકલીફ પણ પૂ.બાપાએ દૂર કરી. આ ઉપરાંત,
પૂ.બાપાની દયા થકી તેમની પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ અને
તેમનું બાયપાસ ઓપરેશન સફળ થયું.
શ્રીમતિ અલ્કાબેન પટેલ; બોઈસર (જિ. થાણા)થી લખે છે: તેમના
પતિનું કમ્મરનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ જાય તેમજ પુત્રને
એન્જિનિયરીંગમાં એડમીશન મળે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી
પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની કૃપાથી આ બંને
કાર્યો સફળ થયા. પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર પ્રથમ વર્ષની
પરીક્ષામાં ઉત્તીર્ણ થયો.
શ્રીમતિ ઈન્દિરાબેન બી. ભટ્ટ; વલસાડથી લખે છે: પૂ.બાપાને કરેલી
દરેક પ્રાર્થના ફળી છે. પૂ.બાપાની મ્હેરથી તેમનો દીકરો
કેનેડામાં બેન્ક મેનેજર થયો તેમજ મોટા દીકરાને પણ ધંધામાં
પ્રગતિ થઈ. તેમના મકાનનું સમારકામ પણ સરળતાથી પૂર્ણ થયું, તેઓ
પતિ-પત્ની બંનેને કેનેડાના વિઝા પણ મળી ગયા. તેમના સંબંધીભાઈને
લકવો થયો હતો, પરંતુ પૂ.બાપાની કૃપા થતા તેઓ હાલતા-ચાલતા થઈ
ગયા.
શ્રી બ્રહ્મદત્ત પંડિત; બિલાસપુર (છત્તીસગઢ)થી લખે છે: તેઓ
બિલાસપુરના શ્રી જલારામ મંદિરમાં 20 વર્ષથી સેવા-પૂજા કરે છે.
પૂ.બાપા પરની અનન્ય શ્રધ્ધા થકી તેમને વીરપુર દર્શનની ઈચ્છા થઈ.
પરંતુ સહકાર વગર જઈ શકાય તેમ ન હતું. અનેક ભક્તોને તેઓ કહેતા પણ
સાથ ન મળતો. એક દિવસ પૂ.બાપાએ જ તેમની અરજ સાંભળી. એક ભક્તે
તેમને ગાડીનું રીઝર્વેશન કરાવી આપ્યું... ને તેઓની વીરપુર
દર્શનની ઈચ્છા પૂર્ણ થઈ.
શ્રી ધીરજલાલ એલ. ઠક્કર; અમદાવાદથી લખે છે: તેમના જમાઈની દુકાન
કપાતમાં આવવાની શક્યતા હતી. જેને કારણે સૌ ચિંતિત હતા. આવા સંકટ
સમયે તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને જમાઈની દુકાન સહીસલામત રહે
તે માટે પરચો માન્યો. દયાના સાગર પૂ.બાપાની અનન્ય કૃપાથી દુકાન
સલામત રહી ગઈ.
શ્રી કૌશિકભાઈ એ. ઠક્કર; નખત્રાણા - કચ્છથી લખે છે: તેમણે એક
રહેણાંકનો પ્લોટ રોકાણના હેતુસર લીધો હતો. જેની સુથી આપી દીધા
બાદ તે પ્લોટની એરીયા મુજબ કિંમત જલ્દી વધે તેમ લાગતું ન હતું.
જેથી તેઓ ફસાઈ ગયાની ભીતિથી સતત ટેન્શન અનુભવતા હતા. આ સમયે
પૂ.બાપાને પ્રાર્થી, દસ્તાવેજ બને તે પહેલાં પ્લોટ વેચાઈ જાય તે
માટે પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી દસ્તાવેજના 2 દિવસ
પહેલાં જ નફા સાથે પ્લોટ વેચાઈ ગયો. બીજું, તેમનાં પત્નીનાં
ભાભીને અઢી મહિનાની પ્રેગનન્સી દરમ્યાન તબિયત બગડી ગયેલી. તેણે
પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા ભાભીની તબિયત સારી થઈ ગઈ.
શ્રી કેતકીબેન પી. દામાણી; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમનું
જૂનું મકાન 30 વર્ષથી ભાડે હતું. તેનો કબજો મળી જાય તે માટે
તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમને
મકાનનો કબજો મળી ગયો અને તેઓ નવું મકાન લઈ શક્યા. પૂ.બાપાના
ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી ગોવિંદભાઈ એમ. પરમાર; અમદાવાદથી લખે છે: તેમને પગની
પાનીમાં અને સાંધામાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. તેમજ એક આંખમાં
અચાનક દ્રષ્ટિ જતી રહી. આ બંને શારીરિક તકલીફોમાંથી સારું થઈ
જવાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની
દયાથી તેમના પગની પીડા શમી ગઈ અને આંખમાં પણ સારું થઈ ગયું.
શ્રીમતિ ચંદનબેન એન. પાંચાલ; ફણસા (જિ.વલસાડ)થી લખે છે.
વૃદ્ધાવસ્થાને કારણે તેમને ખૂબ જ ચક્કર આવતા હતા. સારું થાય તે
માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની
અમી કૃપાથી તેમને ચક્કર આવતા બંધ થયા. તેમની ખોવાયેલી કંઠી પણ
પૂ.બાપાને યાદ કરવાથી તુરત જ મળી આવી.
શ્રીમતિ જયશ્રીબેન વાય. બ્રહ્મભટ્ટ; સુરતથી લખે છે: તેમના ઘરના
મીટરમાંથી વાયર છૂટો પડી જતા ત્રણ દિવસ પાવર સપ્લાય બંધ થઈ ગયો.
ફરિયાદ કરવા છતાં રીપેરીંગ માટે કોઈ દાદ દેતું ન હતું. આ બાબતે
પૂ.બાપાને પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા. જી.ઈ.બી.ના
કર્મચારીએ આવી રીપેરીંગ કરી પાવર સપ્લાય ચાલુ કરી દીધો. આવા તો
અનેક કાર્યો પૂ.બાપાએ પાર પાડ્યા છે.
શ્રી હીનલબેન એમ. પટેલ; ગોરેગાંવ (મુંબઈ)થી લખે છે: તેમની
ભત્રીજીના બે માસના દીકરાને ગાંઠ થઈ જતા ડૉક્ટરે દવા આપી, બીજે
દિવસે સારું ન થાય તો ઓપરેશનની શક્યતા દર્શાવી. તેને ઓપરેશન
વિના સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો
માન્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિ થતા બીજા જ દિવસે રીપોર્ટ નોર્મલ
આવ્યો અને ફક્ત દવાઓથી જ સારું થઈ ગયું.
શ્રી કનકસિંહ એન. ચૌધરી; સઠવાવ (જિ.સુરત)થી લખે છે: પૂ.બાપાએ
તેમના પર હંમેશા આશીર્વાદ વરસાવ્યા છે. તેમની પુત્રીની સગાઈ -
લગ્ન ધામધૂમથી સંપન્ન થયા તથા તે દિવસોમાં પાણીનો પ્રશ્ન પણ હલ
થઈ ગયો. પુત્રીને સારી નોકરી પણ મળી. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી
તેમનાં પત્નીને પેડુનો અને કાનનો દુ:ખાવો દૂર થયો તેમજ તેમની
આંખે મોતિયાનું ઓપરેશન સફળ થતા સારું થઈ ગયું.
શ્રીમતિ જ્યોતિબેન એસ. કાપડીયા; સુરતથી લખે છે: તેમના પતિ નજીવા
કારણોસર કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાયા હતા. તેઓને જામીન મળતા ન
હતા. આથી તેમણે પૂ.બાપાને આર્તહૃદયે પ્રાર્થી પતિને જામીન મળે
તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી જામીન મંજૂર થયા અને તેઓ
કોર્ટ-કચેરીમાંથી છૂટા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા. સર્વજનનું ભલુ
કરનાર પૂ.બાપાના ચરણોમાં વારંવાર પ્રણામ.
શ્રીમતિ મીનાબેન બી. પરમાર; બીલીમોરા (જિ.નવસારી)થી લખે છે:
તેમની દીકરી લગ્ન કરી વિદેશ ગઈ. પણ કોઈ કારણસર દીકરી જમાઈની
સાથે નહિ રહેતા તે સંબંધીના ઘરે રહેવા ચાલી ગઈ. તેનો ત્યાં જ
બીજી સારી જગ્યાએ લગ્ન થાય અને ત્યાંનો હક્ક મળી જાય તે માટે
તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની આ
ઈચ્છા પૂર્ણ થઈ. વધુમાં, તેમની બીજી દીકરી અને દીકરાના લગ્ન પણ
અહીં સુખરૂપ થઈ ગયા.
શ્રીમતિ પુષ્પાબેન કે. પટેલ; લોઅર પરેલ (મુંબઈ)થી લખે છે: તેમના
બહેનના ઘરેણાં ક્યાંક મૂકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતા ન હતા.
પરંતુ પૂ.બાપાને સ્મરી પરચો માનતા બધા જ ઘરેણાં તુરત જ મળી
આવ્યા. તેમના ભાણીયાનો અકસ્માત થયો હતો. પૂ.બાપાની દયાથી તેને
પણ સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના આશિષથી તેમના સંતાનો
બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા તેમજ તેમના
દિયરની દીકરીની એક મુશ્કેલી પણ દૂર થઈ. ઘરમાં વીજ બિલ બાબતે
આવેલું સંકટ પણ પૂ.બાપાએ દૂર કર્યું.
શ્રીમતિ કોકિલાબેન પી. પરમાર; કીમ (જિ.સુરત)થી લખે છે: તેમની
દીકરીના લગ્ન પ્રસંગના કામકાજની દોડાદોડીમાં રૂ. ત્રીસ હજાર
ઘરમાં ક્યાંક મુકાઈ ગયા હતા. જે ઘણું શોધવા છતાં ન મળતા
પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા. આ સમયે તેમણે પૂ.બાપાને
સ્મર્યા અને પૈસા મળી જાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો.
પૂ.બાપાના ચમત્કારથી પાંચ જ મિનિટમાં કબાટના એક ખૂણામાંથી પૈસા
મળી આવ્યા. જે પ્રસંગમાં કામ આવ્યા અને દીકરીના લગ્ન નિર્વિઘ્ને
સંપન્ન થયા.
શ્રીમતિ મનિષાબેન આર. મનાણી; મુલુંડ (મુંબઈ)થી લખે છે: તેમની
પુત્રીનું શરીર ઘણું વધારે હતું. દવા, કસરત અનેક ઉપચારો કરવા
છતાં શરીર ઘટતું ન હતું. છેવટે, આ બાબતે તેમણે પૂ.બાપાને યાદ
કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેનું શરીર ઓછું - મધ્યમ થઈ
ગયું અને તેનું સગપણ સારી જગ્યાએ થઈ ગયું. બીજું, તેમના પતિનો
ફ્લેટ મેળવવામાં કુટુંબના સભ્યો હેરાન કરીને વચ્ચે આવતા હતા. આ
સંકટ સમયે પણ પૂ.બાપા વ્હારે આવ્યા અને થોડા સમયમાં ફ્લેટ તેમના
નામે થઈ ગયો.
શ્રી હરીશભાઈ બી. અઢિયા; અમદાવાદથી લખે છે: તેમની નિવૃત્તિને
ચાર વર્ષ થઈ ગયા છતા કોઈ કારણોસર તેમનું પેન્શન તેમજ અન્ય
મળવાપાત્ર લાભ મળવામાં મુશ્કેલી અનુભવાતી હતી. અનેક પત્ર
વ્યવહાર કરવા છતાં કોઈ પ્રત્યુત્તર ન હતો. આખરે, પૂ. બાપાનું
શરણું લીધું અને કાર્ય સફળતા માટે પરચો માન્યો. પૂ.બાપાની અસીમ
કૃપાથી તેમનું પેન્શન ખૂબ જ અલ્પ સમયમાં બેન્ક ખાતામાં જમા થઈ
ગયું અને નિવૃત્તિના અન્ય લાભ પણ મળી ગયા.
શ્રીમતિ હર્ષિદાબેન ભાટીયા; વડોદરાથી લખે છે: પૂ.બાપા પરની અટલ
શ્રદ્ધા થકી તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે. મુશ્કેલ કાર્યો પણ
સરળતાથી પાર પડ્યા છે. પૂ.બાપાના આશીર્વાદથી તેમને નોકરીમાં
બઢતી મળી, તેમની પુત્રી મેડીકલના અભ્યાસમાં બીજા-ત્રીજા વર્ષમાં
સારા માર્કસ મેળવી પાસ થઈ. પુત્રીની નોકરી તથા યોગ્ય ઘર માટેની
મનોકામના પણ પૂર્ણ થઈ. પુત્રના લગ્ન પણ ધામધૂમથી થયા અને તેના
ઘરે સુંદર બાળકનું પારણું ઝૂલતું થયું. તેમને હૃદયરોગનો હુમલો
આવ્યો હતો. પરંતુ પૂ.બાપાની દયાથી ધીરે ધીરે સ્વસ્થતા મળી.
શ્રી મિતુલભાઈ લુહાર; વડોદરાથી લખે છે: અમુક કારણોસર તેમની
હોસ્ટેલ બંધ કરવી પડી હતી. ત્યારબાદ નવા કાયદા પ્રમાણે
હોસ્ટેલનું રજીસ્ટ્રેશન કરાવી લાયસન્સ લેવું પડે તેમ હતું.
પરંતુ તે માટે સમય લાગે તેમ હતો. આથી આ કામગીરી નિર્વિઘ્ને પાર
પડે અને ફરીથી હોસ્ટેલ પહેલાંની જેમ જ ચાલુ થઈ જાય તે માટે
તેમણે પૂ.બાપાનો પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની આ
ઈચ્છા જલ્દીથી પૂર્ણ થઈ. બીજા એક બનાવમાં, તેઓનું સ્કુટર ચાવી
સાથે પાર્ક થઈ ગયું હતું, જે બાબતે પૂ.બાપાને પ્રાર્થના કરવાથી
સ્કુટર તે જગ્યાએ જ સલામત હતું. તેમના માતુશ્રીને મોંમાં પડેલ
ચાંદાં પણ પૂ.બાપાની દયાથી મટી ગયા. તેમનાં પત્નીને પ્રેગનન્સી
બાદ તબિયત સારી રહેતી ન હતી. તથા દીકરી પણ 1 વર્ષની થઈ ત્યાં
સુધી રોજ રાત્રે ખૂબ જ રડતી. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી
માતા-પુત્રી બંનેને સારું થઈ ગયું.
શ્રીમતિ ગીતાબેન એમ. ઠક્કર; બેંગ્લોર (કર્ણાટક)થી લખે છે: તેમની
એક પરપ્રાંતિય સહેલીને લગ્નના 10 વર્ષ બાદ પણ સંતાનસુખ ન હતું.
તેને સંતાનસુખ મળે તે માટે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો
છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની સહેલીને પુત્રની
પ્રાપ્તિ થઈ. માતા-પુત્ર બંને સ્વસ્થ છે.
શ્રી વિજયસિંહ એન. ઝાલા; અમદાવાદથી લખે છે: વર્ષોથી જ પૂ.બાપા
પ્રત્યેની શ્રદ્ધા સંકટ સમયની સાંકળ રહી છે. તેમની એમ.ડી.ની
પરીક્ષા પહેલાં સતત માનસિક ડીપ્રેશનના કારણે ખૂબ જ ચિંતા રહેતી
હતી. પરંતુ પૂ.બાપાને યાદ કરી શ્રધ્ધા રાખી પરીક્ષા આપી... ને
પૂ.બાપાના આર્શીવાદથી તેઓ પાસ થયા. તેમની મનોકામના પૂર્ણ થઈ.
શ્રી કરશનભાઈ જી. વણકર; ભરૂચથી લખે છે: તેમના નાના દીકરાના
પુન:લગ્ન જલ્દીથી થઈ જાય અને બંનેનો સંસાર સુખમય રહે તે માટે
તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી
દીકરાના પુન:લગ્ન થઈ ગયા અને તેના ઘરે કન્યારત્નનું પારણું
ઝૂલતું થયું. તેમના મોટા પુત્રની બદલીની અટકળો ચાલતી હતી. પરંતુ
પૂ.બાપાને અરજ કરતા તેની બદલી મોકુફ રહી. તેમનો મોટો પુત્ર
માંદગીને કારણે માનસિક-આર્થિક તાણ અનુભવતો હતો. નાના પુત્રનું
વજન વધતું જતું હતું. તેમની તથા પત્નીની તબિયત પણ નરમ ગરમ રહેતી
હતી. પુત્રવધૂ પણ એકાએક બીમાર પડી ગઈ હતી. દરેક વેળા પૂ.બાપાને
પ્રાર્થી પરચો માનતા સૌ પરિવારજનોની તબિયત સારી થઈ ગઈ. તેમના
તથા પુત્રના મકાનનું કામકાજ પણ પૂ.બાપાની કૃપાથી નિર્વિઘ્ને પાર
પડ્યું. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમના નાના પુત્રના
લગ્ન સારી જગ્યાએ થયા તેમજ તેમનાં પત્નીને નાનાભાઈ સાથેનું
મનદુ:ખ દૂર થયું.
શ્રી ગોવિંદસિંહ એલ. ઠાકોર; ડભોઈ (જિ. વડોદરા)થી લખે છે: તેમના
નાના ભાઈએ મેજીસ્ટ્રેટની પરીક્ષા આપી હતી. તેમાં તેને સફળતા મળે
તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ધાર
કર્યો હતો. પૂ.બાપાની મ્હેરથી તેમનો નાનો ભાઈ સફળ થયો અને તેને
નોકરી પણ મળી ગઈ.
શ્રીમતિ વત્સલાબેન એસ. માછી; ભાયંદર (જિ. થાણા)થી લખે છે: તેમનો
મોટો દીકરો મા વૈષ્ણોદેવીના દર્શનાર્થે ગયો હતો. ત્યાંથી પરત
ફરતી વેળાએ ડુંગર ઊતરતા, અચાનક જોરદાર પવન સાથે વરસાદ આવતા તે
ફસાઈ ગયો. તેનો ફોનથી સંપર્ક પણ કપાઈ ગયો. દીકરાની રક્ષા કાજે
પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા થોડી જ વારમાં તોફાન શમી ગયું
હોવાના સમાચાર તેમને મળ્યા અને તે સુખરૂપ ઘરે પણ આવી ગયો.
શ્રીમતિ સાવિત્રીબેન ભાટિયા; ગામદેવી (મુંબઈ)થી લખે છે: દુબઈ
રહેતી તેમની પુત્રવધૂ દાંતની ડૉક્ટર છે. ત્યાં પ્રેકટીસ કરવા
માટે લેખિત અને મૌખિક પરીક્ષા આપવી પડે. જેમાં તે એક વખત ફેઈલ
થતા નિરાશ થઈ ગઈ. પરંતુ તેમણે પુત્રવધૂને હિંમત આપી ફરી પરીક્ષા
આપવા કહ્યું અને તેની સફળતા માટે પૂ.બાપાને પ્રાર્થી પરચા
માન્યો... પૂ.બાપાના આશીર્વાદથી તેમની પુત્રવધૂ બંને
પરીક્ષાઓમાં પાસ થઈ પ્રેક્ટીસ કરતી થઈ ગઈ.
શ્રીમતિ તારાબેન એસ. પટેલ; રૂમલા (જિ. નવસારી)થી લખે છે: તેમના
મોટા બહેનનો 15 વર્ષનો દીકરો અડધી રાત્રે ક્યાંક ચાલ્યો ગયો.
ઘણી જગ્યાએ તપાસ કરી પણ ક્યાંયથી તેનો પત્તો ન લાગ્યો. આવા સમયે
તેણે પૂ.બાપાને પોકાર્યા અને બહેનનો દીકરો સહીસલામત ઘરે આવી જાય
તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપા દ્રષ્ટિથી તે ઔરંગાબાદથી
સહીસલામત મળી આવ્યો. પૂ.બાપાએ તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ કરી
છે.
શ્રી સુરેશભાઈ આર. જોશી; અંધેરી (મુંબઈ)થી લખે છે: સને 2000માં
બેન્કોએ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવી. જેનો લાભ જે લોકોએ
પેન્શન સ્કીમ સ્વીકારી ન હતી તેઓએ પણ લીધો. પેન્શન ઓપ્શન
બેન્કોએ 2002માં વેતન સુધારણા વખતે ન આપતા ઘણાએ દુ:ખની લાગણી
અનુભવી. આવા સમયે તેમણે પૂ.બાપાને વ્હારે આવવા વિનંતી કરી પરચો
માન્યો. જેના ફળ સ્વરૂપ પછીના વેતન સુધારણા વખતે તેઓની ઈચ્છા
પૂર્ણ થઈ.
શ્રી હંસાબેન વી. ટંડેલ; બીલીમોરા (જિ.નવસારી)થી લખે છે: તેમની
દીકરીનું ધો. 12નું રીઝલ્ટ થોડું નબળું આવવાથી તેના એડમીશનની
ચિંતા હતી. પરંતુ પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેને
મનપસંદ ડેન્ટલ કોલેજમાં એડમીશન મળી ગયું. આ ઉપરાંત, પૂ.બાપાને
કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમના ભાઈનું કેન્સરની બીમારીને
લગતું ઓપરેશન સફળ થયું અને તેઓ કામકાજ કરતા થઈ ગયા.
શ્રીમતિ ભારતીબેન ટેલર; કીમ (જિ.સુરત)થી લખે છે: તેમના પતિનું
બાયપાસ ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો
છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની અમી કૃપાથી ઓપરેશન થયું અને
તેનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું. વધુમાં, પૂ.બાપાની દયાથી
તેમનો પુત્ર બોર્ડની પરીક્ષામાં પાસ થયો તેમજ તેમની અંગત
સમસ્યાનો પણ ઉકેલ આવી ગયો.
શ્રી રસિકભાઈ તેજુરા; બેંગ્લોર (કર્ણાટક)થી લખે છે: તેમનું સન
2008-09નું ઈન્કમટેક્ષ રીફંડ અટક્યું હતું. જે બહુ જ મહેનત બાદ
ઘણા સમયે અડધું જ મળ્યું. અપીલ કરી, પ્રયત્નો કર્યા પણ સાથે
પૂ.બાપાનું શરણું લઈ પરચો માન્યો... ને પૂ.બાપાની અસીમ કૃપાથી
અઠવાડિયાની અંદર બાકીનું રીફંડ વ્યાજ સાથે મળી ગયું. પૂ.બાપા
હાજરાહજૂર છે. સંતશ્રીની કૃપા-અનુભૂતિ વારંવાર થાય છે.
શ્રી નયનાબેન ડી. પઢિયાર; અમદાવાદથી લખે છે: તેમની જિલ્લાફેર
બદલી થઈ હતી. જે અનુકૂળ ન આવતા પહેલાંની શાળામાંજ ફરી બદલી થઈ
જાય તે માટે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો માન્યો. પૂ.બાપાએ
તેમની અરજ સ્વીકારી. કોઈપણ પ્રયત્ન વગર પહેલાંની શાળાનો ઓર્ડર
મળી ગયો. આ ઉપરાંત, તેમના પુત્રને ધો.12માં 80 ટકા ઉપર માર્કસ
આવે તે માટે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.
શ્રી રમેશભાઈ પીઠવા; મુંબઈથી લખે છે: તેમનાં માતુશ્રીને ચક્કર
આવતા પડી જવાથી પગમાં ગંભીર ઈજા થઈ હતી. ડૉક્ટરે તાત્કાલિક
ઓપરેશન કરાવવાનું કહ્યું. પરંતુ માતુશ્રી વયોવૃદ્ધ હોવાથી ચિંતા
થતી હતી. તેમ છતાં, પૂ.બાપા પર શ્રદ્ધા રાખી, પરચાની ટેક લઈ
ઓપરેશન કરાવવા સંમત થયા. પૂ.બાપાની કૃપા દ્રષ્ટિથી ઓપરેશન સફળ
થતા થોડા જ સમયમાં તેમના માતુશ્રી હરતાં ફરતાં થઈ ગયા.
શ્રીમતિ મીનાબેન કુંભરવાડિયા; અમદાવાદથી લખે છે: તેમની દીકરીને
પ્રેગનન્સી દરમ્યાન ગર્ભાશય નાનું હોવાનું અને જોડિયા બાળકો
હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. તેને ડીલેવરી હેમખેમ પાર પડે તે
માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી
દીકરીની ડીલેવરી હેમખેમ પાર પડી. માતા અને બંને બાળકો સ્વસ્થ
છે.
શ્રી નાથાભાઈ જે. પટેલ; રાજપુર વડાગામ (જિ. સાબરકાંઠા)થી લખે
છે: તેઓ હૃદયની તકલીફને કારણે બીમાર રહેતા હતા. બાયપાસ સર્જરી
સફળ થાય અને તબિયત સારી થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી
પરચો માન્યો હતો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી સર્જરી સફળ થતા
તેમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. પરમ કૃપાળુ પૂ.બાપાને
ભાવપૂર્વક નમન.
શ્રી વિરેન્દ્રસિંહ પી. ચાવડા; કરજણ (જિ. વડોદરા)થી લખે છે: તેઓ
આર્થિક સંકટમાં એવા ફસાયા હતા કે લોકોને ચૂકવવાના પૈસા પણ ન
હતા. એક માત્ર પૂ.બાપાનો જ સહારો હતો. શ્રધ્ધાપૂર્વક તેમણે
પૂ.બાપાને પોકાર્યા અને સંકટ હળવું થાય તે માટે પરચો માન્યો.
...ને જાણે ચમત્કાર થયો હોય તેમ બીજે જ દિવસે તેમના બેન્કમાં
રોકાયેલા પૈસા પરત આવી ગયા. સાનંદાશ્્્ચર્ય વચ્ચે તેમની આર્થિક
મુશ્કેલી હળવી થઈ ગઈ. પૂ.બાપાની કૃપાથી જ આ શક્ય બન્યું.
શ્રીમતિ કાજલબેન આર. શાહ; વડોદરાથી લખે છે: તેમના પતિ વિદેશ ગયા
બાદ તેમણે વિદેશ જવા માટેની ફાઈલ મૂકી. પણ કાર્ય સફળ ન થતા
તેમના પતિએ પરત આવવાનું નક્કી કર્યું. તેઓ સુખરૂપ આવી જાય તે
માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી
તેમના પતિ હેમખેમ અહીં આવી ગયા.
શ્રી નૈલેશભાઈ એસ. જાની; અમદાવાદથી લખે છે: તેઓ વિદેશ ગયા
ત્યારે તેમના નવા પાર્ટનરે તેમનો પાસપોર્ટ લઈ લેતા જલ્દીથી
ઈન્ડિયા આવી શકાય તેમ ન હતું. તુરત જ તેમણે પૂ.બાપાને સ્મર્યા
અને પાસપોર્ટ મળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી
પાર્ટનરે પાસપોર્ટ આપી દીધો અને તેઓ સુખરૂપ અહીં આવી ગયા.
બાદમાં, ગુજરાતમાં ક્યાંય પણ સારી નોકરી મળે તે માટે કરેલી
પ્રાર્થના પણ પૂ.બાપાએ સાંભળી. તેમને વડોદરામાં સારી કંપનીમાં
સારા પગારવાળી નોકરી મળી ગઈ. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી પ્રણવભાઈ મહેતા; લેમિંગ્ટન રોડ (મુંબઈ)થી લખે છે: તેમણે
ખરીદવા માટે જોયેલ મકાનોમાં એક મકાન પસંદ પડ્યું પણ તેનો કબજો
મેળવવામાં અનેક વિઘ્નો આવતા હતા. માલિકે બીજા ગ્રાહકોને મકાન
બતાવવાનું શરૂ કરી દીધું હતું. આવા સમયે તેમણે પૂ.બાપાને
સ્મર્યા અને તેમને તે જ મકાન મળી જાય તે માટે પરચો માન્યો.
પૂ.બાપાની અસીમ કૃપાથી વિઘ્નો દૂર થયા અને પંદર દિવસમાં જ તેમને
તે મનપસંદ મકાન મળી ગયું.
શ્રી જતીનભાઈ વી. ચાવડા; રાજકોટથી લખે છે: તેમને શાળામાં વિષય
ફાળવણીમાં ધો.7માં સામાજિક વિજ્ઞાન મળે તે માટે પૂ.બાપાનું
સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાએ તેમની આ ઈચ્છા પૂર્ણ કરી.
પૂ.બાપાને હૃદયપૂર્વક વંદન.
મનોકામના પૂર્ણ થઈ છે
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ
મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે:
સર્વશ્રી
સપનાબેન પટેલ - અમલસાડી;
કિશોરભાઈ પટેલ - કર્ણાટક;
હિતેનભાઈ બુચ - મુંબઈ;
જગદીશભાઈ ડાકી - તાલોદ્રા;
કાન્તાબેન પટેલ - આનંદપુરા;
હીનાબેન વખારીયા - પીપલોદ;
ડાહ્યાભાઈ પરમાર - મોડાસા;
પાર્વતીબેન પટેલ - વલસાડ;
શકરીબેન પ્રજાપતી - પુંઘરા;
કેશુભાઈ પટેલ - મુંબઈ;
યશવંતભાઈ ટેલર - સુરત;
ડિમ્પલબેન - સુરત;
રંજનબેન પટેલ - ઈચ્છાપોર;
શાન્તાબેન રાઠોડ - મુંબઈ;
રણજીતભાઈ ઠક્કર - ભુજ-કચ્છ;
ધનગૌરીબેન રાછ - અમદાવાદ;
એ. એમ. ભારતી - વ્યારા;
પુનમબેન પટેલ - સુરત;
નિરજકુમાર પટેલ - લીંબાસી;
અશ્વિનકુમાર ચૌહાણ - જામનગર;
ઉર્મિલાબેન કાનાબાર - ઝારખંડ;
વર્ષાબેન દક્ષીણી - મુંબઈ;
ઈશ્વરભાઈ પટેલ - હિંમતનગર;
ભાવનાબેન શુકલ - વલસાડ;
અનિલસિંહ ઠાકોર - કોચવાડા;
વર્ષાબેન ચૌધરી - મહુવરીઆ;
સીતાબેન ભીંડે - મુંબઈ;
કિશોરભાઈ ત્રિવેદી - ભાવનગર;
સંદિપભાઈ શાહ - દિલ્હી;
જયશ્રીબેન ચંદુલાલ - અમદાવાદ;
હરિભાઈ ટંડેલ - વ્યારા;
મોહનલાલ ટિલવાણી - ઉનાથી;
વિણાબેન પટેલ - સુરત;
હિનાબેન ઠક્કર - મુંબઈ;
પરસોત્તમભાઈ નાયી - દેવપર;
દેવરાજભાઈ ચૌધરી - ઝેકડા;
હેતલબેન જોષી - મુંબઈ;
અમીતાબેન ગાંવિત - વડખંભા;
ઉષાબેન ચીખલ - ગોવા;
પ્રફુલાબેન દેસાઈ - મુંબઈ;
જીજ્ઞાસુભાઈ યાજ્ઞિક - અમદાવાદ;
ભાવેશભાઈ દોઢિયા - ભીવંડી;
આશાબેન પરમાર - મુંબઈ;
મહેશભાઈ વરીઆ - કલોલ;
કોકિલાબેન પટેલ - નાપાડ;
તારાબેન પોપટ - જામ રાવલ;
ચંદ્રિકાબેન દેસાઈ - મદ્રાસ;
પ્રવિણાબેન મારૂ - ઘોઘા;
નિમિષાબેન ચૌહાણ - આણંદ;
રેખાબેન દોલપડવાલા - મુંબઈ;
મહેન્દ્રભાઈ ઠક્કર - વસો;
ડી. કે. પરમાર - ઉલ્લાસનગર;
શામજીભાઈ સીંઘવા - જુનાગઢ;
રેખાબેન દવે - મુંબઈ;
કોકિલાબેન પટેલ - નાનકવાડા;
નયનાબેન ગોડેલ - કઠલાલ;
અજયભાઈ મહેતા - મુંબઈ;
અશ્વિનભાઈ બ્રહ્મભટ્ટ - સુરત;
રમીલાબેન પટેલ - વલસાડ;
નંદુબેન રાઠોડ - સાંધીયેર;
મીનલબેન સુરતી - અમદાવાદ;
જગદીશચંદ્ર પટેલ - મઘરોલ;
ભાવેશભાઈ ગોસાલીયા - મુંબઈ;
પાર્થભાઈ પરીખ - મુંબઈ;
સરોજબેન મહેતા - ખંભાળીયા.
સામાન્ય બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની નાની-મોટી
બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
નવીનભાઈ શાહ - મુંબઈ;
વિષ્ણુભાઈ પટેલ - આણંદ;
જયપ્રકાશભાઈ પટેલ - સુરત;
નિર્મલાબેન ઠક્કર-મુંબઈ;
પ્રેમીલાબેન પટેલ-ડાકોર;
કુસુમબેન પારેખ - વડોદરા;
પ્રતીભાબેન જરીવાલા - સુરત;
ભાનુમતીબેન બારૈયા - મુંબઈ;
વિક્રમભાઈ મહેતા - મુંબઈ;
વનીતાબેન ગીતુવાલા - સુરત;
માણેકલાલ કાપડીયા - કલ્યાણ;
હર્ષાબેન - રાજકોટ;
સરોજબેન ચૌહાણ - મુંબઈ;
નરેન્દ્રભાઈ નાણાવટી - સુરત;
રશ્મિબેન ચૌહાણ - પુને;
લાલસિંગભાઈ પાડવી - ઉમરદા;
શિલાબેન પ્રજાપતી - ગુણસવેલ;
ઉર્મિલાબેન ત્રિવેદી - થાનગઢ;
ગોમાનભાઈ સોલંકી - કુંવારદા;
પ્રતિભાબેન તલાટી - મુંબઈ;
શિવાનીબેન બર્શી - બેંગ્લોર;
પ્રતિભાબેન કાપડિયા - અમદાવાદ;
જયંતિલાલ પટેલ - વિઠ્ઠલપુરા;
દિનેશચંદ્ર શાહ - અમદાવાદ;
પુર્ણિમાબેન ગોટાવાલા - સુરત;
કમલાબેન મોહનભાઈ - વલસાડ;
જીગરભાઈ કંથારીયા - અમદાવાદ;
દક્ષાબેન રાચ્છ - જુનાગઢ;
મહેન્દ્રકુમાર ઠક્કર - રાયગઢ;
અશ્વિનકુમાર પઢિયાર - ધનવસી;
વિજ્યાલક્ષ્મી વ્યાસ - ચેન્નાઈ.
સ્વજનોની બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના સ્વજનોની
બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
સુશિલાબેન મલકાણ - વડોદરા;
ધીરજલાલ રાઠોડ - મુંબઈ;
મધુબેન શાહ - ચેન્નાઈ;
સ્મિતાબેન આડમાર - ગીજરમ;
ગીતાબેન ખાટીવાળા - સુરત;
પ્રતીભાબેન જરીવાલા - સુરત;
મધુબેન અઢિયા - જુનાગઢ;
વસુધાબેન પરમાર - કાશીપુરા;
રેખાબેન મોદી - વડોદરા;
વૈશાલીબેન મણીયાર - હરિયાણા;
નલીનીબેન પટેલ - આણંદ;
અમૃતલાલ ઠક્કર - જોરાવરનગર;
કાન્તાબેન પાનસુરીયા - રાજકોટ;
સુમીત્રાબેન પટેલ - વડોદ;
હેમલતાબેન પંચાલ - મુંબઈ;
જે. ડી. ઓઝા - મુંબઈ;
શાંતાબેન રાઠોડ - અષ્ટગામ;
પરસોત્તમભાઈ લીંબાસીયા - સિધ્ધપુર;
હિનાબેન શાહ - સુરત;
અનંતકુમાર મકવાણા - નાપાડ;
હંસાબેન ગાંઘી - સુરત;
વિમળાબેન બ્રહ્મભટ્ટ - સુરત;
કુસુમબેન મહેતા - સુરત;
નિલમબેન મિસ્ત્રી - કરચેલીયા;
હેતલબેન ભક્ત - ધામણ;
રૂપલબેન સોલંકી - નવાગામ;
દક્ષાબેન રાજાણી - પોરબંદર;
જશુબેન ચૌધરી - મઢી;
હિરલબેન વાસુ - મુંબઈ;
મીનાબેન ભાયાણી - ઘાટકોપર;
નીરૂબેન વસાવા - જેસપોર;
હેમંતભાઈ પારેખ - બારડોલી;
વિક્રમસિંહ તડવી - ખોખરા;
સદાશિવભાઈ ભટ્ટ - અમદાવાદ;
છાયાબેન ભટ્ટ - ઉમરાળા;
મીનાબેન પટેલ - બોયાસણ;
મયુરીબેન કણીયા - સુરત;
હસમુખલાલ ઠક્કર - જોધપુર;
ધનવંતીબેન કારીયા - મુંબઈ;
ઉષાબેન દેસાઈ - નવસારી;
શારદાબેન પટેલ - ખુંઘ;
હેમલતાબેન જોષી - માંડવી-કચ્છ;
ચંપાબેન પટેલ - વિઠ્ઠલપુરા;
પ્રવિણાબા ચુડાસમા - જામનગર;
શીલાબેન ઢિંમ્મર - નવસારી;
રીંકુબેન પંચાલ - કાણિસા;
જાગૃતિબેન શાહ - મુંબઈ;
શંકરભાઈ વાળંદ - બામણવા;
રાહુલભાઈ પટેલ - ધમાસણા;
ક્રિષ્નાબેન પટેલ - થાણા;
મીનાબેન પટેલ - નાગપુર;
મંજુલાબેન ભટ્ટ - મુંબઈ;
ભીખાભાઈ પઢીયાર - હરણમાળ;
ચંપાબેન પટેલ - ખેતીવાડી કોલેજ.
વડીલ માંગલીક કાર્ય
પૂ. જલારામ બાપાના આશિષ થકી નીચે મુજબના ભાવિકોના માંગલિક
કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી
સુનિતાબેન - દિલ્હી;
ઈશ્વરભાઈ પરમાર - નડીયાદ;
રીટાબેન કાપડીયા - સુરત;
ધનુબેન યુ. પટેલ - સુરત;
કિરણબેન પટેલ - ચારણવાડા;
સવિતાબેન સુરતી - પારડી;
ભીખુભાઈ પટેલ - તરમાલીઆ;
રમણભાઈ રાવલ - પ્રેમપુર;
રીનાબેન મિસ્ત્રી - સાયણ;
વસંતભાઈ રૂપારેલ - મુંબઈ;
બિપીનચંદ્ર મૈસુરી - ચીખલી;
ભીખુભાઈ વાળંદ - ખડોદી;
મધુબેન સોજીત્રા - અંકલેશ્વર;
ભાનુબેન લાડ - બારડોલી;
ઉર્મિલાબેન પટેલ - ગોકુલફાર્મ;
આર. એન. જાની - રાજકોટ;
શાંતાબેન સારેગપાળી - સુરત;
ભારતીબેન કોટક - રાજપરા;
રસીકભાઈ ખખ્ખર - ભાડવા;
કેતકીબેન શાહ - મુંબઈ;
યશવંતભાઈ ટેલર - ખારવાસા;
મીરાબેન ગામીત - ડુંગરી;
ગોપાલભાઈ દત્તાણી - યવતમાલ.