Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (India) – October – 2011    << Back to Archive Home
 

શ્રી ભાનુબેન જે. જોબનપુત્રા; હૈદ્રાબાદ (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેઓ ખૂબ જ બીમાર હોવાથી ચાર દિવસ આઈ.સી.યુ.માં રહેવું પડ્યું હતું. ગળાની તકલીફને લીધે પાણી પણ ઊતરતું ન હતું. હાથ-પગમાં સોજા આવી ગયા હતા. સારું થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી તેઓનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. બીજું, તેમના ઘરની ચાવી, પર્સ સહિતની અગત્યની ચીજો મળતી ન હતી. પરંતુ પૂ.બાપાને યાદ કરવાથી તુરત જ બધી વસ્તુઓ મળી આવી.

શ્રી નવનીતરાય રાવલ; જમશેદપુર (ઝારખંડ)થી લખે છે: તેમનો ટ્રક જૂનો થઈ જતા ખર્ચો વધુ અને લાભ ઓછો મળવાથી તેને વેચવાનું નક્કી કર્યું હતું. છેલ્લા એક વર્ષથી અનેક પ્રયત્નો કરવા છતાં યોગ્ય કિંમતે ટ્રક વેચાતો ન હતો. આ બાબતે પૂ.બાપાનું સ્મરણ કરી પરચાની ટેક રાખતા એક જ માસમાં ટ્રક યોગ્ય કિંમતે વેચાઈ ગયો. પૂ.બાપાના અનેક પરચાઓ તેમણે અનુભવ્યા છે.

શ્રી કેતનભાઈ અમીન; વાલકેશ્વર (મુંબઈ)થી લખે છે: તેમના પરિવારના પાસપોર્ટ પોલીસ વેરીફીકેશન માટે ગયેલ હતા. પણ એક મહિનો થવા છતાં પાસપોર્ટ આવ્યા નહિ. આ બાબતે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખતા 7 દિવસમાં બે પાસપોર્ટ અને 15 મે દિવસે ત્રીજો પાસપોર્ટ વેરીફીકેશન થઈને આવી ગયો.

શ્રી કરશનભાઈ એસ. પરમાર; પીપલગ (જિ. ખેડા)થી લખે છે: તેમના મકાનનું છાપરું વાવાઝોડામાં ઊડી ગયું હતું. પરંતુ પૂ.બાપા પરની વર્ષોની અટલ શ્રદ્ધા-ભક્તિભાવ થકી ઘરમાં રહેલા લોકોને કશું જ ન થયું. પતરાં પણ આસપાસમાંથી મળી આવ્યા. બીજા વર્ષે પણ વાવાઝાડું ફુંકાયું પણ છાપરું અડગ રહ્યું. અને તેની મરામત પણ થઈ ગઈ. પૂ.બાપાનું નામ લેવાથી અવળા થતાં કાર્યો સવળા બની જાય છે.

શ્રીમતિ દમયંતીબેન સવજાણી; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમના પતિ ટી.બી.ની બીમારીથી પિડાતા હતા. તેઓને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમના પતિને બિલકુલ સારું થઈ ગયું. આ ઉપરાંત, અમેરીકા સ્થિત તેમના પુત્રને કોઈ બીમારીની શંકા હતી. તેના માટે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા તેના રીપોર્ટ નોર્મલ આવ્યા. પૂ.બાપાની કૃપા થકી તેમના આંખનું ઓપરેશન સફળ થયું, પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ તેમજ તેમના પુત્રને તેમના ભાઈના પુત્ર સાથે થયેલ મનદુ:ખ દૂર થયું. પૂ.બાપાએ કૃપા કરતા તેમના એક સ્નેહીને કોઈ અજાણી વ્યક્તિ તરફથી થતી હેરાનગતિ દૂર થઈ.

શ્રી બકુલભાઈ પી. પટેલ; બિલાસપુર (છતીસગઢ)થી લખે છે: તેમનાં પત્નીને ડીલેવરી સમયે ઓપરેશન કરાવતા બે જોડિયા બાળકોનો જન્મ થયો. જેમાંથી એકનું અવસાન થયું. બીજા બાળકની હાલત પણ ગંભીર હતી. સાથે તેમનાં પત્નીને પણ જીવનું જોખમ હતું. માતા-બાળક બંનેના જીવતદાન માટે તેમણે પૂ.બાપાને વિનંતી કરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી બંનેને જીવતદાન મળ્યું. બંનેની તબિયત ખૂબ જ ઝડપથી સારી થઈ ગઈ.

શ્રીમતિ રાધિકાબેન કામથ; બેંગ્લોર (કર્ણાટક)થી લખે છે: તેમને પોલિસી પેટે મળેલ ચેક ખોવાઈ જતા બીજો ચેક આપવા ગ્રાહકને વિનંતી કરી. પણ તેણે ના પાડી. આવી કફોડી સ્થિતીમાં પૂ.બાપા યાદ આવ્યા ને ચેક મળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી થોડા દિવસો બાદ તે ગ્રાહકના એજન્ટે તેને મનાવી બીજો ચેક મેળવી આપ્યો... ને તેમના પરનું સંકટ ટળી ગયું. બીજું, તેમના પતિની કંપનીમાં ઓડિટ આવતા અમુક કામકાજ સમયસર ન થવાને કારણે નોકરીમાં મુશ્કેલી આવે તેવી સ્થિતી હતી. ત્યારે પણ પૂ.બાપાનો પરચો માનતા તેમના પતિની મુશ્કેલી દૂર થઈ અને બધું સુખરૂપ પાર પડ્યું.

શ્રીમતિ શિવાનીબેન ડી. વૈદ્ય; અમદાવાદથી લખે છે: તેમના પતિના અચાનક દેહાંત બાદ સરકારી ડોક્યુમેન્ટસ તેમના નામે કરવામાં અનેક અડચણો આવતી હતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી થોડા જ દિવસોમાં ડોક્યુમેન્ટસ તેમના નામે થઈ ગયા.

શ્રી જશવંતભાઈ પી. પટેલ; દેવધા (જિ. નવસારી)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ.બાપાના આશિષથી તેમની પુત્રી પરીક્ષામાં પાસ થઈ, પુત્રીની ડીલેવરી પણ સુખરૂપ પાર પડી. નાની બેબીની તબિયત પણ સારી છે. તેમનો અકસ્માત થવાથી ફ્રેક્ચર થયું હતું. પૂ.બાપાની દયાથી ઓપરેશન સફળ થયું અને બિલકુલ સારું થઈ ગયું.

શ્રીમતિ કાન્તાબેન એચ. રાણા; વડોદરાથી લખે છે: તેમની દીકરીને પ્રેગનન્સી દરમ્યાન ઘણી તકલીફ હતી. તેથી આવનાર બાળકના સ્વાસ્થ્યની સતત ચિંતા રહેતી. તેની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી દીકરીની ડીલેવરી સુખરૂપ પાર પડી અને તેને તંદુરસ્ત પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.

શ્રીમતિ અલ્કાબેન ડી. ધકાણ; જામ-ખંભાળીયા (જિ.જામનગર)થી લખે છે: રાજકોટમાં ફ્લેટ લેવાની તેમની ઈચ્છા પૂર્ણ થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમને સારા વિસ્તારમાં ફ્લેટ મળી ગયો. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમના માતુશ્રીના પગની પીડા દૂર થઈ અને સાસુમાની તબિયત સારી થઈ ગઈ.

શ્રી અંબાલાલ પરમાર; મોટા સાંજા (જિ. ભરૂચ)થી લખે છે: પી.ટી.સી.ના બીજા વર્ષની પરીક્ષામાં તેમની પુત્રીનું એક પેપર નબળું લખાયું હોઈ તે પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાના પરચાની ટેક રાખી હતી. પૂ.બાપાના કૃપા આશિષથી તેમની પુત્રી પાસ થઈ ગઈ. બીજું, તેમનાં સ્નેહી શ્રી લલિતાબેનના ભાઈનો પુત્ર જન્મ સમયે ઓક્સિજન પર હતો. તેના બચવાની આશા ઓછી હતી. તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા ભાઈના પુત્રને નવજીવન મળ્યું.

શ્રીમતિ રંજીતાબેન એમ. ચૌહાણ; તરાજ (જિ. સુરત)થી લખે છે: તેમના પતિએ કરેલી લોન્ડ્રીની નવી દુકાનમાં વીજ કનેકશન મળતું ન હતું. જેથી ઘણી મુશ્કેલી પડતી હતી. આ બાબતે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી થોડા જ સમયમાં વીજ કનેકશન મળી ગયું. આ ઉપરાંત, નવું મકાન લેવાનું કામકાજ પણ નિર્વિઘ્ને પાર પડી ગયું.

શ્રી રોમાબેન એ. પટેલ; સુરતથી લખે છે: તેમના માતુશ્રીને માથાના પાછળના ભાગે સતત દુ:ખાવો રહેતો હતો. તેઓનું આ દર્દ શમી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી માતુશ્રીને માથાનું દર્દ દૂર થયું. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમની નાની બહેન બી.સી.એ.માં પાસ થઈ ગઈ અને તેમના એક સગાનું સાયબર કાફે વ્યવસ્થિત ચાલવા લાગ્યું.

શ્રી રમીલાબેન એમ. અમલાણી; મુલુંડ (મુંબઈ)થી લખે છે: પૂ.બાપાએ તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે. તથા નાની-મોટી અનેક મુશ્કેલીઓ દૂર કરી છે. તેમની નાની દીકરીના દીકરાને સારી કોલેજમાં એડમીશન મળી જાય તે માટે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી પૂ.બાપા ડગલે ને પગલે મદદરૂપ બન્યા છે.

શ્રીમતિ મીનાક્ષીબેન આઈ. ઘંટીવાલા; સુરતથી લખે છે: તેમની દીકરીના લગ્ન સારી જગ્યાએ થાય તે માટે તેમણે પૂ.બાપાનું રટણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના શુભાશિષથી દીકરીના લગ્ન સારી જગ્યાએ નિર્વિઘ્ને થઈ ગયા. પૂ.બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રી સુશીલાબેન બી. બારોટ; કુકરવાડા (જિ. મહેસાણા)થી લખે છે: તેમના મોટા દીકરાને એસ.ટી.માં વારસદાર તરીકે નોકરી મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. ઓળખાણ આપવા સહિતના અનેક પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. છેવટે, પૂ.બાપાને અરજ કરી પરચો માનતા થોડા જ દિવસોમાં તેને નોકરી મળી ગઈ. વધુમાં, તેમનો નાનો પુત્ર અભ્યાસમાં મધ્યમ હતો. પરંતુ પૂ.બાપાના આશીર્વાદથી તે પી.ટી.સી. થઈ નોકરી મેળવી શક્યો અને તેના લગ્ન પણ થઈ ગયા. તેમનો ફ્લેટ પણ વેચાઈ ગયો.

શ્રીમતિ રંજનબેન ડી. તન્ના; રાજકોટથી લખે છે: તેમના જેઠાણીને ગરદનમાં સખત દુ:ખાવો થતો હતો. તેને સારું થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમના જેઠાણીને ગરદનનું દર્દ દૂર થયું. તેમના જમાઈને ગલોફામાં કેન્સર થયેલું. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેને પણ સારું થઈ ગયું. પૂ.બાપાના આશીર્વાદથી તેમના ઘરની સુખ-શાંતિ સમૃદ્ધિમાં વધારો થયો છે.

શ્રી શૈલેષભાઈ એન. રેશમવાલા; સુરતથી લખે છે: તેમણે કરેલો એક સોદો રદ થતા ડીપોઝીટના નાણાં પરત મળતા ન હતા. આ બાબતે પૂ.બાપાને અરજ કરી પરચાની ટેક રાખતા થોડા જ દિવસોમાં નાણાં પરત મળી ગયા. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમના કારખાના માટે સારા ભાડુઆત મળી ગયા અને આવક પણ સારી મળવા લાગી છે. તેમના પત્નીની ખોવાયેલી બુટ્ટીઓ પણ મળી આવી. પૂ.બાપાએ તેમના અનેક પ્રશ્નો ઉકેલ્યા છે.
શ્રી મનુબેન વી. પટેલ; સુરતથી લખે છે: તેમની મોટી પુત્રીને એક દીકરી બાદ આઠ વર્ષ સુધી બીજું સંતાન ન હતું. તેને પુત્ર પ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની દીકરીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેમના દીકરાના લગ્નમાં વિલંબ થતો હતો. પરંતુ પૂ.બાપાને અરજ કરવાથી થોડા જ સમયમાં તેના લગ્ન થઈ ગયા.

શ્રી સુરેશભાઈ રાયચુરા; અંધેરી (મુંબઈ)થી લખે છે: ઈન્ટરનેટના માધ્યમથી કોઈએ તેમનો પાસવર્ડ ચોરીને બેંકના ખાતામાંથી રૂ.છવ્વીસ હજાર ઉપાડી બીલના પેમેન્ટ કરી દીધા. બેન્ક ખૂલતાં જ ફરિયાદ નોંધાવી તથા કોપી સાઈબર ક્રાઈમ બ્રાંચને આપી. પરંતુ બેંકના કહેવા મુજબ આ પૈસા પરત મળી શકે તેમ ન હતા. થોડા દિવસ રાહ જોઈ પણ કંઈ ન વળ્યું. આથી તેમણે પૂ.બાપાનું શરણ લીધું અને પૈસા પરત મળે તે માટે વિનંતી કરી પરચો માન્યો. બે દિવસ પછી રૂ. બાવીસ હજાર અને દસ દિવસ પછી બાકીની રકમ મળી ગઈ હોવાનો બેંકમાંથી ફોન આવ્યો. પૂ.બાપાની કૃપાથી જ આ શક્ય બન્યું.

શ્રી કાંતિભાઈ સી. પટેલ; સુરતથી લખે છે: તેઓ છેલ્લા પાંચ વર્ષથી ધંધામાં ખોટ આવવાથી દેવામાં ડુબી ગયા હતા. વ્યાજે લીધેલ નાણાંની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈ આત્મહત્યા સુધીનો વિચાર કરી લીધો હતો. પરંતુ પૂ.બાપા પરની શ્રધ્ધાએ તેમનો આ અશુભ વિચાર દૂર કર્યો. આખરી ઉપાય તરીકે પૂ.બાપાના પરચાની ટેક રાખી. ...ને પૂ.બાપાની પરમ કૃપા થતા ધીરે ધીરે બધાં જ કાર્યો પાર પડવા લાગ્યા અને કરજમાંથી મુક્તિ મળી. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ.

શ્રી દીપકભાઈ સી. પટેલ; બાવળા (જિ. અમદાવાદ)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમની જમીન તેમના નામે થાય તે માટે તેમણે પૂ.બાપાનું રટણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપાથી બે જ દિવસમાં જમીન તેમના નામે થઈ ગઈ.

શ્રી કનુભાઈ બી. જોષી; ડભોઈ (જિ. વડોદરા)થી લખે છે: તેમની નોકરી ચાલુ હતી. એક જ શાખામાં 4 વર્ષ પૂરા થઈ ગયા હતા. અહીં વધુ 1 વર્ષ પૂરું થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાની મ્હેરથી વધુ 1 વર્ષ સુખરૂપ પૂરું થઈ ગયું.

શ્રી પરભુભાઈ એમ. મીસ્ત્રી; બીલીમોરા (જિ. નવસારી)થી લખે છે: તેમના મોટા ભાઈના દીકરાને જમણા પગમાં અચાનક નસમાં કમજોરી આવી જવાથી પગ કામ કરતો બિલકુલ બંધ થઈ ગયો. તેનો ધો.12 સાયન્સનો અભ્યાસ, ટ્યૂશન અનિયમિત થઈ ગયા. ડૉક્ટરની સલાહ લઈ એમ.આર.આઈ. રીપોર્ટ કરાવવા ગયા ત્યારે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી રીપોર્ટ નોર્મલ આવે અને દવાથી પગમાં સારું થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી રીપોર્ટ નોર્મલ આવ્યો અને એક જ મહિનામાં એ ચાલતો થઈ જતા અભ્યાસ પણ ન બગડ્યો. પરીક્ષામાં તે સારા માર્કસ મેળવી પાસ પણ થયો.

શ્રીમતિ કમળાબેન સી. સોની; વિરાર (જિ. થાણા)થી લખે છે: તેમની પુત્રીએ નવો ફ્લેટ ખરીદવા માટે લોન મેળવવા બેન્કમાં અરજી કરી હતી. પરંતુ કંઈ ને કંઈ બહાના હેઠળ લોન મંજુર થતી ન હતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી દસ દિવસમાં જ લોન મંજૂર થઈ ગઈ.

શ્રી રેવાબેન એન. પટેલ; સુરતથી લખે છે: તેમની ટ્રાવેલ્સની બે બસ અમરનાથ યાત્રાએ ગઈ હતી. તે સુખરૂપ યાત્રા પૂર્ણ કરી અહીં આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાના કૃપા આશિષથી બંને બસ આનંદથી યાત્રા પૂર્ણ કરી સુખરૂપ અહીં આવી ગઈ.

શ્રી આરતસિંહ કે. બારીઆ; નાગલોદ (જિ. પંચમહાલ)થી લખે છે: તેમના બાવળના ઝાડ કપાતા હતા ત્યારે અમુક વિરોધીઓએ ફોરેસ્ટ ખાતામાં અરજી કરી. આ બાબતે બધુ સમુંનમું પાર ઊતરે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી ઝાડ વેચાઈ ગયા અને બીજી કોઈ અડચણ પણ ન આવી.

શ્રીમતિ લક્ષ્મીબેન આર. પટેલ; ઉનાઈ (જિ. નવસારી)થી લખે છે: તેમના પતિનું બાયપાસ ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની દયાથી ઓપરેશન સફળ થયું. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમની પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ તેમજ તેમનો કમ્મરનો દુ:ખાવો દૂર થયો.

શ્રી હિનલબેન એમ. પટેલ; ગોરેગાંવ (મુંબઈ)થી લખે છે: તેમની સહેલીના સગામાં એક બહેનને દીકરીના જન્મ પછી પતિનું અવસાન થયું. નાની ઉંમરની યુવતીને આ હાલતમાં જોઈ દુ:ખ થતું. તેના પુન:લગ્ન થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી થોડા જ સમયમાં તેના પુન:લગ્ન થઈ ગયા. વધુમાં, પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમની ભત્રીજીના સાસુની નાદુરસ્ત તબિયત સારી થઈ ગઈ તથા ભત્રીજી ઓસ્ટ્રેલિયા તેના ઘરે સુખરૂપ પહોંચી ગઈ.

શ્રી ગજેન્દ્રભાઈ પારેખ; વડોદરાથી લખે છે: બહારગામથી આવેલો ચેક ભૂલથી બીજી બેંકમાં જમા થઈ જતા બીજે દિવસે પરત આવ્યો. ચેક પર બંને બાજુએ તે બેંકના સહી-સિક્કા - લખાણ થઈ ગયા હતા. ત્યાર પછી જે બેંકમાં જમા કરવાનો હતો તે બેંકમાં ચેક કલીયરીંગમાં નાંખ્યો. પ્રથમ સહી સિક્કાને કારણે ચેક અસ્વીકાર્ય થવાનો ડર હતો. પરંતુ પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા ત્રીજે દિવસે ચેકની રકમ ખાતામાં જમા થઈ ગઈ.
શ્રીમતિ મીનાક્ષીબેન એન. ચૌહાણ; બીલીમોરા (જિ. વલસાડ)થી લખે છે: તેમના પુત્ર-પુત્રવધૂ અમેરિકામાં સ્થાયી થઈ જાય તેમજ તેને પોતાનું મકાન થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ધાર કર્યો હતો. પૂ.બાપાની કૃપાથી પુત્ર-પુત્રવધૂ અમેરીકા સ્થાયી થઈ ગયા. મકાન પણ વસાવી લીધું તેમજ તેના દાદા-દાદીની ત્યાં જવાની ઈચ્છા પણ પૂરી થઈ.

શ્રી લીનાબેન એચ. બલસારા; નાનકવાડા (જિ. વલસાડ)થી લખે છે: પૂ.બાપા પરના અટલ શ્રધ્ધા - ભક્તિભાવ થકી મળેલા આશીર્વાદથી તેમનું મનપસંદ મકાન બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થયું. સતત બે-અઢી વર્ષ દરમ્યાન ચાલેલા કાર્યમાં કોઈ જ વિઘ્ન ન આવ્યું તથા વખતોવખત નાણાંની સગવડ પણ થઈ ગઈ. સાથે વાસ્તુપૂજા પ્રસંગ પણ આનંદ અને સંતોષકારક રીતે પૂર્ણ થયા.

શ્રી પ્રફુલભાઈ આર. ચૌધરી; પરવટ (જિ. સુરત)થી લખે છે: તેમની તલાટીની નોકરી દરમ્યાન ઈ-રજીસ્ટ્રેશનની કામગીરી સોંપવામાં આવી હતી. પણ કોમ્પ્યુટર બેદરકારીને લીધે કામગીરી નહિવત્ પ્રમાણમાં થઈ હતી. તે જ સમયગાળામાં કલેક્ટરની વીઝીટ આવતા નોકરીની સલામતી માટે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી આ સમસ્યા સારી રીતે હલ થઈ ગઈ.

શ્રી વસુબેન એસ. સંઘરાજકા; મુલુંડ (મુંબઈ)થી લખે છે: તેઓ નવો ફ્લેટ લેવા માટે ઘણાં સમયથી પ્રયત્નો કરતા હતા પરંતુ મેળ પડતો ન હતો. આ બાબતે પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા થોડા જ દિવસોમાં મનપસંદ ફ્લેટ મળી ગયો. તેમજ જૂનો ફ્લેટ સમયસર વેચાઈ જતા નવા ફ્લેટનું ચૂકવણું પણ થઈ ગયું.

શ્રી શામજીભાઈ કે. પટેલ; સુરતથી લખે છે: તેમણે ખીલી બનાવવાનું કારખાનું ચાલુ કર્યું. તેમાં ખીલી બનાવ્યા પછી પોલિશ કરી સફેદ કરવી પડે. પરંતુ કોઈક ભૂલથી 500 કિલો ખીલી લાલ થઈ ગઈ. કારીગરના કહેવા પ્રમાણે સફેદ થવાની શક્યતા નહિવત હતી. તુરત જ તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને કામ સમુંનમું પાર ઊતારે તે માટે પરચો માન્યો. ને તેઓ કામકાજમાં લાગી ગયા. ...અંતે પૂ.બાપા પરની અતૂટ શ્રધ્ધા થકી વરસેલી કૃપાથી તેમનું કામ સફળ થયું.

શ્રીમતિ નીલાબેન એસ. મીસ્ત્રી; નવસારીથી લખે છે: તેમના દીકરાના લગ્ન આનંદથી થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી દીકરાના લગ્ન આનંદોલ્લાસથી થઈ ગયા. વળી, તેની મરડાની તકલીફ પણ દૂર થઈ. પૂ.બાપાના આશિષથી તેમનો દોહિત્ર સારા માર્કસથી પાસ થયો.

શ્રીમતિ રંજનબેન એમ. પટેલ; પાસોદરા (જિ. સુરત)થી લખે છે: તેમના ભાણાને જીભમાં કેન્સર થયું હતું. મુંબઈ ઓપરેશન કરાવ્યું. ઓપરેશન બાદના તેના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી રીપોર્ટ નોર્મલ આવ્યો. બીજું, તેમની સામે રહેતા કાકાને લોહીની ઉણપને કારણે હરનીયાનું ઓપરેશન કરાવવું જોખમી હતું. પરંતુ પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેનું ઓપરેશન સફળ થયું અને તબિયત પણ સુધારા પર આવી ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમની પૌત્રી ધો. 12માં પાસ થઈ ગઈ. તેમજ તેમની દીકરીના ઘરનો કંકાશ દૂર થઈ, શાંતિ થઈ ગઈ.

શ્રી ચિરાગભાઈ એમ. પ્રજાપતિ; અમદાવાદથી લખે છે: તેમના ઘરે પુત્રનું પારણું ઝુલતું થાય તે માટે તેમણે પૂ.બાપાને હૃદયપૂર્વક પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થઈ. પૂ.બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ
શ્રી જયોત્સનાબેન એમ. માટે; અથણી (કર્ણાટક)થી લખે છે: તેમની દીકરી વી.ટી.થી મુલુંડ આવતી વખતે તેના અગત્યના ડીગ્રી સર્ટીફિકેટની ફાઈલ ટ્રેનમાં ભૂલી ગઈ. તેની આ ફાઈલ હેમખેમ પરત મળી જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. ...ત્યાર બાદ પંદર મીનીટ પછી ટ્રેન ફરી થાણાથી મુલુંડ આવતા તેમની દીકરીએ ટ્રેનમાં તપાસ કરતા તે ફાઈલ સહીસલામત મળી આવી. પૂ.બાપાની કૃપાએ જ આ ચમત્કાર સર્જયો.

શ્રી વૈશાલીબેન કે. ભાયાણી; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમના ભાઈને કેન્સર હોવાનું પ્રાથમિક નિદાન થતા તેના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને વિનંતી કરી પરચો માન્યો. પૂ.બાપાએ તેમના ભાઈની રક્ષા કરી. ભાઈનો રીપોર્ટ નોર્મલ આવ્યો. બીજું, તેમની દીકરીને ડીલેવરી સમયે સિઝેરીયનની સ્થિતી ઊભી થઈ. આ સમયે પણ પૂ.બાપાની કૃપા થઈ. ઓપરેશન હેમખેમ પાર પડ્યું અને દીકરીને પુત્રપ્રાપ્તિ થઈ.

શ્રી ભાણાભાઈ પી. પટેલ; વડોદરાથી લખે છે: તેમને હાર્ટએટેક આવતા ઘણી ખરી નસો બંધ થયેલી. વળી, મોટા આંતરડાની અંદર કેન્સરની ગાંઠ હોવાથી મળ રોકાઈ જતા વેદના થતી હતી. ઓપરેશન ખૂબ જ જોખમી હતું. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરી. પરચાની ટેક રાખી ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. ...ને જાણે ચમત્કાર રૂપે ઓપરેશન સફળ થયું. પૂ.બાપાએ તેમના તમામ શારીરિક દુ:ખો દૂર કર્યા. હવે તેઓ સ્વસ્થ રીતે જીવન વ્યતિત કરી રહ્યા છે.

શ્રી દોલતસિંહ જી. મહીડા; દણસોલી (જિ. ભરૂચ)થી લખે છે: પેટ્રોલપંપ પર તેમનાથી એક ગ્રાહકને થોડા પૈસા વધુ અપાઈ ગયા હતા. ઘરે આવીને હિસાબ કર્યો ત્યારે ખબર પડી. વધારાના પૈસા પરત મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી બીજા જ દિવસે તેમને પૈસા પરત મળી ગયા.

શ્રી ઈન્દ્રવદન એ. મીસ્ત્રી; અમદાવાદથી લખે છે: થોડા સમય પહેલાં તેમને શારીરિક તકલીફ થતા ચિંતા થતી હતી. સારું થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચાની ટેક રાખતા ત્રણ જ દિવસમાં દવા વગર બિલકુલ આરામ થઈ ગયો. પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમની દીકરીનું સગપણ - લગ્ન સારી જગ્યાએ થયું તેમજ એક મકાન લઈને વેચતા તેમાં પણ સારા પ્રમાણમાં નફો થયો.

શ્રીમતિ ગીતાબેન દામાણી; સાંગલી (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમને પ્રેગનન્સી દરમ્યાન પાંચમે મહિને બ્લીડીંગ થતા આવનાર બાળકના સ્વાસ્થ્ય અંગે ચિંતા હતી. આ બાબતે પૂ.બાપાનું સ્મરણ કરી પરચાની ટેક રાખતા તેમની ડીલેવરી હેમખેમ પાર પડી અને તંદુરસ્ત પુત્રની પ્રાપ્તિ થઈ. બીજું, તેમના નાના દીકરાને માલિશ કરતી વખતે હાથ ખેંચાઈ જતા તે ખૂબ જ રડતો હતો. હાથ કોણીથી છૂટો પડી ગયો હોય એવું લાગતું હતું. હાથ બરાબર થઈ જાય તે માટે પૂ.બાપાનો પરચો માન્યો. પૂ.બાપાની દયાથી કલાકમાં જ તે હસતો - રમતો થઈ ગયો.

શ્રી મનુપ્રસાદ એસ. ભટ્ટ; મુલુંડ (મુંબઈ)થી લખે છે: તેમના બે ભાણાની બે દીકરીઓ બસમાં બેસી નડિયાદ જવા નીકળી. ત્યાં સ્ટેશન પરથી ગુમ થઈ ગઈ. બે દિવસ સુધી તેની ભાળ ન મળી. બંને દીકરીઓ સલામત મળી આવે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી બંને દીકરીઓ શિરડીમાંથી હેમખેમ મળી આવી. બીજું, તેમણે લીધેલ કારનો વીમો તેમના નામ પર થાય તેમ ન હોવાથી કાર વેચવા મૂકી હતી. પૂ.બાપાને પ્રાર્થના કરતા થોડા દિવસોમાં કાર વેચાઈ ગઈ.

શ્રીમતિ જાગૃતિબેન પારેખ; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: અમેરીકા અભ્યાસ કરતી તેમની પુત્રી વેકેશનમાં અહીં આવી હતી. તેનો પાસપોર્ટ રીન્યુ કરાવવાની વિધિમાં એક ઓફિસરની ભૂલ થતા રદ થઈ ગયો. જેને લીધે આગળનો પ્રવાસ અને તેની કારકીર્દીમાં મુશ્કેલી આવે તેમ હતું. સમસ્યાના ઉકેલ માટે પૂ.બાપાને અરજ કરી પરચો માનતા થોડા જ દિવસોમાં નવો પાસપોર્ટ આવી ગયો. તેની ખોવાયેલી સોનાની વીંટી પણ મળી આવી.

શ્રીમતિ કોકિલાબન એમ. ચદરવાલા; ભરૂચથી લખે છે: તેમનો પુત્ર પ્રમાણિકપણે નોકરી કરતો હોવા છતાં નોકરી છૂટી જવાનો ડર હતો. તેનો પગાર વધારો પણ અટકી ગયો હતો. સતત ચિંતામાં દિવસો પસાર થતા હતા એવામાં તેમણે પૂ.બાપાનું શરણું લીધું. પુત્રની નોકરીમાં સૌ સારાંવાનાં થાય તે માટે પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી અશક્ય શક્ય બન્યું. પુત્રની નોકરી સલામત રહી.

શ્રી ઈન્દિરાબેન જે. સુરતી; સુરતથી લખે છે: તેમની ભત્રીજીની એસ.એસ.સી.ની પરીક્ષા વખતે ઘરના વડિલનું અવસાન થવાથી તેને વાંચવાનો સમય મળ્યો ન હતો. પૂરી તૈયારી ન થવાથી ફેઈલ થવાનો ડર હતો. તે પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેમની ભત્રીજી પાસ થઈ ગઈ.

શ્રી મનુભાઈ આર. ટંડેલ; ધોલાઈ (જિ. નવસારી)થી લખે છે: તેમનો દીકરો સી-મેનની ટ્રેનીંગમાં પાસ થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના આશીર્વાદથી તે ટ્રેનીંગમાં પાસ થયો અને તેને સારી શીપ કંપનીમાં નોકરી મળતા અમેરીકા સુખરૂપ પહોંચી ગયો. બીજું, એક મોટી બેંકમાં તેમના નાણાં ફસાયા હતા. પૂ.બાપાને અરજ કરવાથી થોડા પૈસા મળી ગયા અને બાકીના પણ મળી જશે તેવી શ્રધ્ધા છે. આ ઉપરાંત, પૂ. બાપાની મ્હેરથી તેમની દીકરીના લગ્ન સારી જગ્યાએ થયા તેમજ બીલીમોરામાં ફ્લેટ લેવાની તેમની ઈચ્છા પણ પૂર્ણ થઈ તેમના પગની પીડા પણ પૂ.બાપાએ દૂર કરી.

શ્રીમતિ પ્રભાબેન જે. પટેલ; વડોદરાથી લખે છે: તેમનો દીકરો 6 મહિનાથી બીમાર હતો. સીટીસ્કેન કરાવતા તેના શરીરમાં ત્રણ નાની ગાંઠો હોવાનો રીપોર્ટ આવ્યો. તેનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી ઓપરેશન સફળ થયું અને પુત્રને બિલકુલ સારું થઈ ગયું. તેમની દીકરીને પણ લાંબા સમયથી માથામાં દુ:ખાવો રહેતો હતો. રીપોર્ટ નોર્મલ આવતો હતો. દવાઓ અસર કરતી ન હતી. પરંતુ પૂ.બાપાના પરચાની ટેક રાખતાં તેના માથાનું દર્દ દૂર થઈ ગયું.

શ્રીમતિ વિજ્યાબેન કે. અગ્રાવત; રાવલ (જિ. જામનગર)થી લખે છે: તેમને કેન્સરની બીમારી લાગુ પડેલી. બે વર્ષ સુધીની સારવારમાં ઓપરેશન કરાવેલ, શેક લીધેલ. પૂ.બાપા પરની અતૂટ શ્રધ્ધા અને પરચાની ટેક થકી તેઓ અસાધ્ય રોગમાંથી મુક્ત થયા. ત્યાર બાદ દવાઓની આડઅસરથી આંતરડાની બીમારી લાગુ પડેલી. ત્યારે પણ પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી અને સંપૂર્ણ સ્વસ્થતા મળી. આ પરચો તેમના પતિએ પણ માન્યો હતો.

મનોકામના પૂર્ણ થઈ છે
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી
મીરાબેન પારેખ - મુંબઈ;
દિગ્વીજયસિંહ રાવતજી - ધરમપુર;
રમણભાઈ પટેલ - પરબ;
હેમલબેન રાણા - ભરૂચ;
જોઈતીબેન પ્રજાપતી - વિજાપુર;
રૂપાબેન પારેખ - કલકતા;
હિનાબેન ગાંધી - અમદાવાદ;
ધનગૌરીબેન ઝવેરી - સુરત;
પ્રિતીબેન રૂપારેલ - મુંબઈ;
ગ્રીષ્માબેન પટેલ - સુરત;
નલીનભાઈ લવાણી - ચેન્નાઈ;
કલ્પનાબેન મોદી - સુરત;
કેશુભાઈ પટેલ - મુંબઈ;
વી. એસ. સોઢા - જામનગર;
માયાબેન ખંડવાણી - ભરૂચ;
રંજનબેન કાલીયા - રાજકોટ;
કિશોરભાઈ તન્ના - વેરાવળ;
યુ.એલ.જોગડીયા - સુરત;
પ્રિતીબેન મહેતા - જામનગર;
જ્યોત્સનાબેન જોબનપુત્રા - તાલાલા;
કલાવતીબેન પપૈયાવાલા - સુરત;
ઊર્મિલાબેન જાદવ - મુંબઈ;
દક્ષાબેન વાડેરા - જામખંભાળીયા;
હેમંતભાઈ પટેલ - વલસાડ;
રવજીભાઈ વાડીયા - માનકુવા;
અંજનાબેન પટેલ - ભરૂચ;
નલીનીબેન દેસાઈ - ગુણસદા;
મિનાબેન ગણાત્રા - મુંબઈ;
જે. સી. દવે - દરિયાપુર;
પ્રવિણકુમાર સોલંકી - મુંબઈ;
હસુબેન પટેલ - ઉતરસંડા;
અરિહંત કોમર્શીયલ સેન્ટર - ઓરીસ્સા;
જ્યાબેન પારેખ - શુકલતીર્થ;
જયાબેન રાવલ - મુંબઈ;
નિલેષભાઈ સોમૈયા - જામનગર;
કાન્તાબેન વડાલીયા - રાજકોટ;
નવિનચંદ્ર કાપડીયા - નવસારી;
વર્ષાબેન મોદી - અંઘડા;
પલ્લવીબેન પટેલ - શિનોર;
દેવાંગભાઈ જાની - રાજકોટ;
જીતેન્દ્રકુમાર ચૌધરી - સુરત;
પદમાબેન કાંગરીવાલા - સુરત;
ભાનુમતીબેન ભટ્ટ - ભુજ-કચ્છ;
સુનીતીબેન અંજારીયા - મુંબઈ;
જયેશભાઈ ત્રિવેદી - જુનાગઢ;
સુધીરભાઈ જોષી - મેસર;
વનીતાબેન ઉપાધ્યાય - લીંભોઈ;
નયનાબેન દોઢિયા - ભીવંડી;
કોમલબેન તથા શારદાબેન જોષી - મેસર;
મથુરભાઈ મકવાણા - પુના;
વિપુલભાઈ શાહ - વડોદરા;
દિપ્તીબેન રાઠોડ - વડોદરા;
કિર્તીલાલ ઠક્કર - રાજકોટ;
નીતાબેન જસાણી - જુનાગઢ;
શ્રેયાબેન પટેલ - નાપાડ;
કનુભાઈ પટેલ - સાકંબા;
કુંજલતાબેન જરીવાલા - સુરત;
વાસંતીબેન પટેલ - સોનૈયા;
વીણાબેન ઉપાધ્યાય - મુંબઈ;
આશિષભાઈ પંચમતીયા - નાગપુર;
રણજીતસિંહ વસાવા - સેલંબા;
ઈશ્વરભાઈ પટેલ - મોડાસા;
રાજાભાઈ નાગર - સુરેન્દ્રનગર;
તૃપ્તીબેન પિત્રોડા - જલગાંવ;
અમૃતલાલ માલી - ડુમલાવ;
શારદાબેન જોષી - મેસર;
મિનાબેન ખત્રી - પુને;
રસીકભાઈ - ભાડવા;
ધીરજલાલ પટેલ - ગાંધીનગર;
કલ્પેશભાઈ પટેલ - વડોદરા;
અરૂણાબેન પટેલ - દઢાલ;
ગજેન્દ્રસિંહ કઠવાડિયા - કઠવાડા;
મનીષકુમાર ભવસાર - સુરત;
અરૂણભાઈ ચૌધરી - સુરઈ;
મનુભાઈ ચૌહાણ - નવસારી;
ગીતાબેન ઠક્કર - અમદાવાદ;
કલ્પનાબેન પટેલ - વાંસદા;
હીનાબેન ઠક્કર - બરમાણા;
કામાક્ષી માટલીવાલા - સુરત;
વર્ષાબેન પટેલ - સુરત;
લલીતાબેન પરમાર - વડોદરા;
નરેન્દ્રભાઈ ત્રિવેદી - વાળુકડ;
રક્ષાબેન બારોટ - મરોલીબજાર;
ભીખુભાઈ વાળંદ - ખડોદી;
છબીલભાઈ કોટેચા - અમદાવાદ;
બચુભાઈ જાદવ - સાપરા;
ધવલભાઈ પટેલ - ચોરીવાડ;
ચંદનબેન પંચાલ - વેજલપુરા;
મનહરલાલ કીમીયાગર - સુરત;
છગનભાઈ પટેલ - મગોલ;
જ્યોતિબેન ચૌહાણ - વ.વી.નગર;
હંસાબેન કાંતીભાઈ - સુરત;
જયેશકુમાર ટંડેલ - કોસંબા.
નોકરી મળી
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબનાં ભાવિકોએ પોતે અથવા વડીલ - સ્વજનોએ તેમના માટે મનપસંદ નોકરી મળી જાય તે માટે માનેલી માનતા ફળીભૂત થઈ છે: સર્વશ્રી
સુભાષભાઈ રાઠોડ - બેડા;
પ્રભાબેન ઉપાધ્યાય - સુરત;
ભાનુબેન ખાખરીયા - થાણા;
બલવંતભાઈ જરીવાલા - સુરત;
ઈન્દુમતીબેન પારેખ - ઝાડેશ્વર;
હિતેષભાઈ માવાણી - થાણા;
દિનેશભાઈ પંચાલ - મુંબઈ;
રશ્મિબેન બિલ્વે - મુંબઈ;
વર્ષાબેન ચેવલી - સુરત;
ભારતીબેન પટેલ - ગોધરા;
જયશ્રીબેન જાદવ - નડિયાદ;
પ્રવિણભાઈ શાહ - ભુજ-કચ્છ;
ધીરજલાલ મોદી - રાણાવાવ;
પ્રવિણભાઈ મહેતા - મુંબઈ;
મહેશભાઈ પટેલ - વલ્લભવિદ્યાલય;
નયનાબેન દત્તાણી - જામખંભાળીયા;
રશ્મિબેન પારેખ - મુંબઈ;
નિવેદીતાબેન શેઠ - મુંબઈ;
દલપતસિંહ રાઉલજી - ગોધરા;
શિલાબેન વશી - નવસારી;
મણીબેન ગામીત - કસવાવ;
કૃષ્ણકુમાર પારડીવાલા - મુંબઈ;
રેખાબેન કાપડીયા - સુરત;
મીતાબેન કોટેચા - સીમોગા;
સવિતાબેન પટેલ - ઉમલ્લા;
સુશીલાબેન લાડ - બુરહાનપુરા;
આશાબેન ચેવલી - ઉધના;
ધર્મિષ્ઠાબેન જાદવ - ભરૂચ;
કંચનબેન કેથારીયા - સુરત;
પિન્કીબેન ત્રિવેદી - ભીલાઈ.
ખોવાયેલ વસ્તુ પરત મળી
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની ખોવાયેલ વસ્તુ પરત મળી છે: સર્વશ્રી
કલ્પનાબેન પટેલ - નડિયાદ;
નવીનભાઈ પટેલ - નવસારી;
વિપુલભાઈ પારેખ - મુંબઈ;
વિણાબેન સામરાણી - છત્તીસગઢ;
ઈન્દિરાબેન ટેલર - સુરત;
હિનાબેન શાહ - સુરત;
રણછોડભાઈ પટેલ - કણાઈ;
પાર્વતીબેન ધોળુ - બેંગ્લોર;
જયશ્રીબેન દવે - અમદાવાદ;
હેમલતાબેન રાણા - ભરૂચ;
જેમિનીબેન જરીવાલા - સુરત;
હસુમતીબેન પટેલ - સુરત;
ભરતકુમાર મિસ્ત્રી - સિધ્ધપુર;
સવિતાબેન પટેલ - વડોદ;
છગનભાઈ પરમાર - ઈડર;
નીનાબેન વાડેરા - મુંબઈ;
હર્ષાબેન કાઢીવાળા - સુરત;
ઈન્દીરાબેન ઠક્કર - અમદાવાદ;
સુધાબેન દેસાઈ - અમદાવાદ;
અનીતાબેન પરમાર - વડોદરા;
નરપતભાઈ ચાવડા - વાઘોડિયા;
દિનેશભાઈ ભાટિયા - મુંબઈ;
ઈલાબેન ભટ્ટ - મુંબઈ;
મીનાબેન રાજ - કીમ;
ઈન્દિરાબેન ટેલર - સુરત;
છાયાબેન લેખડીયા - સુરત;
દિવ્યાબેન ગાંધી - નવસારી;
પ્રિતેશભાઈ પટેલ - વંકાલ;
મીનાક્ષીબેન રૂપાવાલા - સુરત;
કૌશલ્યાબેન ધનવાણી - રાજકોટ;
સુશીલાબેન સુરક - મુંબઇ;
સી. આર. ભાલીયા - રવાલિ;
ખીમજીભાઈ પટેલ - હરસોલા;
હંસાબેન ભટ્ટ - વડોદરા;
હંસાબેન ચાવડા - મુંબઈ;
જીતેન્દ્રભાઈ સોલંકી - બોરીવલી;
વિપુલભાઈ ભટ્ટ - રાજકોટ;
રૂક્ષમણીબેન પટેલ - સુરત;
સપનાબેન ઠક્કર- નાગપુર;
રાધિકાબેન હાથી - મુંબઈ;
કિરીટભાઈ શાહ - રાજકોટ;
આર. આર. દેસાઈ - માણેકપુર
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions