
શ્રી ઠાકોરભાઈ જે. સાયણવાલા,; દહીંસર મુંબઈ;થી લખે છે: સુરતથી મુંબઈ આવતી વેળાએ તેમનું પર્સ રીક્ષામાં રહી ગયું હતું. તે મળી જાય તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો. જે તુરત જ ફળ્યો. ટ્રેનમાં બેઠાં કે તુરત જ એક સજ્જનનો પર્સ મળી ગયાનો ફોન આવ્યો. અને તેઓ પર્સ મેળવી શક્યા. તેમની દીકરી તથા દોહિત્રના સારા સ્વાસ્થ્ય માટે પૂ. બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી. આ ઉપરાંત, તેમનું મોતીયાનું ઓપરેશન પણ સફળતાપૂર્વક પાર પડ્યું.
શ્રીમતી મંજુલાબેન એ. સુથાર,; વડોદરા;થી લખે છે: તેમને બે દીકરીઓ હોય, ત્રીજુ સંતાન પુત્રરૂપે મળે તેવી ઈચ્છાથી તેમણે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમને પુત્રપ્રાપ્તિ થઈ. તેમની દીકરીને ગળફામાં લોહી પડતા ખૂબ જ ચિંતા થતી હતી. પણ પૂ. બાપાના પરચાના પ્રતાપે તેનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો. તેમની ખોવાયેલી સોનાની બુટ્ટી પણ પૂ. બાપાએ યાદ કરવાથી તુરત જ મળી આવી.
શ્રી મેઘનાબેન શાહ,; કોલ્હાપુર; (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમને મલેશીયાની ટુર ગીફટમાં મળી હતી. જેના માટે ટીકીટ-વિઝા બધું તૈયાર થઈ ગયું હતું. મુંબઈ જવા રવાના થયા બાદ અડધે રસ્તે ફોન આવ્યો કે કોઈ કારણસર કંપનીએ ટુર અટકાવી દીધી છે. ત્યારે તેમના સાસુમાએ તુરત જ પૂ. બાપાને પ્રાર્થ્યા અને આ બાબતે પરચો માન્યો... ને તેઓ મુંબઈ પહોંચે તે પહેલાં જ ટુર ફાઈનલ હોવાનો ફોન આવી ગયો. પૂ. બાપાના આશીર્વાદથી તેઓ મલેશીયા આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી ગયા.
શ્રીમતી નીતાબેન બી. ઠક્કર,; બેલ્લારી; (કર્ણાટક)થી લખે છે: તેમનો દીકરો ધો. 10ની પરીક્ષા જે શાળામાં આપવાનો હતો તે શાળા કોપી કરવા માટે ખૂબજ પ્રખ્યાત છે. ક્યારેક હોંશિયાર વિદ્યાર્થીના પેપર લઈને નબળા વિદ્યાર્થીને લખવા આપી દેવાતા. આથી તેમનો દીકરો ખૂબ જ મુંઝાતો હતો. તેને પરીક્ષા દરમ્યાન કોઈ અડચણ ન આવે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો... ને માનવામાં ન આવે તેવી વાત બની. આખી સ્કૂલમાં દરેક કલાસમાં કોપી થતી હતી પણ તેમના પુત્રના કલાસમાં કડક સુપરવાઈઝર આવતા તે પરીક્ષા ખૂબ જ સારી રીતે આપી શકયો અને 88 ટકા સાથે ઉત્તીર્ણ થયો. તેને સારી કોલેજમાં એડમીશન પણ મળી ગયું.
શ્રી શાંતિલાલ યુ. પટેલ,; નાના નોગામા; (જિ. સુરત)થી લખે છે: તેમના દીકરાના વેવિશાળમાં વિલંબ થતો હતો પરંતુ પૂ. બાપાને પ્રાર્થી પરચો માનતા ટૂંક સમયમાં જ તેના સગાઈ-લગ્ન થઈ ગયા. ત્યાર બાદ પુત્રવધૂને ત્રણ વર્ષ સુધી સારા દિવસો ન રહ્યા. ત્યારે પણ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેને સમયાંતરે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. ડીલેવરી સમયે સીઝેરીયનનું જોખમ હતું પણ પૂ. બાપાની દયાથી તેને નોર્મલ ડીલેવરી થઈ.
શ્રી નિર્મળાબેન જે. ગંદા,; કલકત્તા; (પ. બંગાળ)થી લખે છે: તેમનો દીકરો ઘરેથી કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો. મોટા શહેરમાં તેને શોધવો મુશ્કેલ હતો. ઘરમાં પણ તેને શોધવા જઈ શકે તેવું બીજું કોઈ ન હતું. આથી તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને પુત્રના કોઈ સમાચાર મળે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી ત્રીજા જ દિવસે તેમના દીકરાનો ફોન આવી ગયો અને તે ઘરે પણ આવી ગયો.
શ્રી પુરૂષોત્તમભાઈ જે. પટેલ,; પાંડવણીયા; (જિ. ખેડા)થી લખે છે: ડાકોરની કોર્ટમાં તેમનો દાવો લાંબા સમયથી ચાલતો હતો. પરિણામના છેલ્લા તબક્કામાં તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને ચૂકાદો તેમની તરફેણમાં આવે તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની કૃપાથી ચૂકાદો તેમની તરફેણમાં જ આવ્યો.
શ્રી સવિતાબેન વી. શાહ,; ભુજ-કચ્છ;થી લખે છે: તેમની પૌત્રીના સીમંતના પ્રસંગના થોડા દિવસો પહેલાં સતત બ્લીડીંગ ચાલુ થઈ જતા સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ હતી. વધતી જતી ચિંતાઓ વચ્ચે તેમણે પૂ. બાપાને યાદ કરી બધું હેમખેમ પાર પડે તે માટે પરચો માન્યો... ને આઠમે માસે તેને ડીલેવરી થઈ. જન્મ સમયે પુત્રનું વજન ઓછું હતું. પરંતુ પૂ. બાપાની દયાથી થોડા જ દિવસોમાં માતા, પુત્ર બંનેનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું.
શ્રી જશોદાબેન જે. વણકર,; અમદાવાદ;થી લખે છે: પૂ. બાપાની અસીમ કૃપા તેમના પર સદાય રહેલી છે. તેઓનો દાર્જિલીંગ-ગંગટોકનો પ્રવાસ સુખરૂપ પૂર્ણ થાય અને બિલ મંજૂર થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની અપાર કૃપા થકી તેમનો પ્રવાસ વિના તકલીફે આનંદથી પૂર્ણ થયો અને બિલ પણ મંજૂર થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમનો દીકરો ધો.12 સાયન્સમાં ઉચ્ચ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયો.
શ્રી અરૂણભાઈ એસ. પટેલ,; અમદાવાદ; લખે છે: તેમને તાવ આવવાથી ખાવા-પીવાનું બંધ થઈ ગયું હતું. દવા શરૂ કરી પણ દર્દનું ચોક્કસ નિદાન ન થયું. છેવટે, ડોકટરે ઓપરેશનની સલાહ આપી. પરંતુ તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને દવાથી સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમીમય નજરથી તેમને વગર ઓપરેશને દર્દમાંથી મુક્તિ મળી.
શ્રી રામુભાઈ આર. પટેલ,; કીકરલા; (જિ. વલસાડ)થી લખે છે: તેમના સિલેકશન ગ્રેડના કપાતના નાણાં મળવામાં વિલંબ થતો હતો. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને હ્રદયપૂર્વક પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાની પરમ કૃપા થકી તેમને કપાત થયેલા નાણાં ટૂંક સમયમાં જ મળી ગયા.
શ્રી શીતલબેન સી. શાહ,; વડોદરા;થી લખે છે: તેઓ મંદિરના ટ્રસ્ટના મકાનમાં ભાડેથી રહેતા હતા. વર્ષો જૂના મકાનને રીપેરીંગની જરૂર હતી. પણ કોઈ દાદ મળતી ન હતી. આ બાબતે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માનતા તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. આ ઉપરાંત, પૂ. બાપાના શુભાશિષથી તેમની બહેનનો દીકરો બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થયો.
શ્રીમતી રેખાબેન એમ. મદનાની,; દહીંસર મુંબઈ;થી લખે છે: તેમની પુત્રીની ડીલેવરી માટે અમેરીકા જવાનું હતું. પણ તેવામાં ઘૂંટણનો અસહ્ય દુ:ખાવો ઉપડતા ડોકટરે ઘૂંટણમાં પાણી ભરાયું હોવાનું કહી ઓપરેશનનું સૂચન કર્યું. ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમને ઘૂંટણમાં આપમેળે સારું થઈ ગયું. અને નોકરીમાં રજા પણ મંજૂર થઈ ગઈ.
શ્રી રશ્મિબેન આર. કોટક,; સિકંદરાબાદ; (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેમનો પુત્ર સી.એ.ની ફાઈનલ પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સ્વીકારી. તેમનો પુત્ર પાસ થયો અને તેને સારી નોકરી પણ મળી ગઈ.
શ્રી કુસુમબેન જી. ચૌધરી,; વ્યારા; (જિ. સુરત)થી લખે છે: તેઓ મહિલા મંડળમાંથી પ્રવાસે ગયા હતા. જ્યાં ચોટીલા દર્શન કરી આગળ જતી વેળાએ મંજુલાબહેન નામના પ્રવાસી ત્યાં જ રહી ગયા અને બસ ઉપડી ગઈ. વીરપુર જવાના અર્ધે રસ્તે આ વાતની ખબર પડી. બધે તપાસ કરી, કરાવી પણ તે બહેનનો પત્તો ન લાગ્યો. આથી તેઓની રક્ષા કાજે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની પરમકૃપાથી શ્રી મંજુલાબહેન હેમખેમ ઘરે પહોંચી ગયા હતા.
શ્રીમતી નયનાબેન બી. મહેતા,; સુરત;થી લખે છે: તેમની પુત્રી ચિ. હેતલે બી.ઈ. ઈલે. એન્ડ કોમ્યુનિકેશન બ્રાંચમાં ડીસ્ટીંકશન માર્કસ મેળવ્યા બાદ તેને અનુરૂપ જીવનસાથી શોધવા બે વર્ષ સુધી પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી. છેવટે, આ કાર્ય તેમણે પૂ.બાપાને સોંપી 'જલારામ જ્યોત'માં પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાના આશિષથી તેમની દીકરીને યોગ્ય જીવનસાથી મળતા તેના લગ્ન થઈ ગયા. હાલમાં બંને બેંગ્લોરમાં ખુશી-આનંદમાં છે.
શ્રીમતી નલીનીબેન એમ. દેસાઈ,; કિલ્લાપારડી;થી લખે છે: તેમના નાના જમાઈને મોઢું અને આંખ એકાએક વાંકા થઈ જતાં સૌ ખૂબ જ ચિંતિત હતા. ડોકટરે હળદીયો વા હોવાનું કહ્યું. જમાઈને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો માન્યો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમના જમાઈને થોડા જ સમયમાં સારું થઈ ગયું. મોઢું અને આંખ ધીમે ધઈમે પૂર્વવત થઈ ગયા. બીજું, તેમના ચાર વર્ષ જૂના બોરમાં ડહોળું પાણી આવતું હતું. રીપેરીંગ કરવાવાળા ભાઈએ પણ આમાં કશું જ ન થઈ શકે તેમ જણાવ્યું પણ આ બાબતે પૂ. બાપાને વિનંતી કરતા બે મહિનામાં જ ચોખ્ખું પાણી આવવા લાગ્યું.
શ્રી દિલીપભાઈ એસ. પટેલ,; ઓડ; (જિ. ખેડા)થી લખે છે: પૂ. બાપા ઉપરની અતૂટ શ્રદ્ધા થકી તેમને જીવનના દરેક તબક્કે સફળતા મળી છે અને અશક્ય કાર્યો શક્ય બન્યા છે. તેમના પુત્ર ચિ. પ્રતીકે રાજકોટ એરોનોટિકલ કોલેજમાં ડીપ્લોમાં ઈન ઈ.સી.ની ડીગ્રી સારા માર્કસ સાથે મેળવી તથા તેને વધુ અભ્યાસાથે લંડન મોકલવા હિતેચ્છુઓ પાસેથી નાણાંની વ્યવસ્થા સરળ રીતે થઈ ગઈ. હાલ તે લંડનમાં અભ્યાસ સાથે જોબ પણ કરે છે. આ બધુ પૂ.બાપાના કૃપાઆશિષથી જ શક્ય બન્યું છે. પૂ.બાપાને કોટિ કોટિ વંદન.
શ્રી કૈલાસબેન બી. ઠક્કર,; અમદાવાદ;થી લખે છે: તેમના દીકરાની બંને કીડની ફેઈલ થઈ ગઈ હતી. કીડની આપવા ડોનર તૈયાર હતા પરંતુ પુત્રને તાવ ઉતરતો ન હતો. એક વખત તો તેને આઈ.સી.યુ.માં દાખલ કરવો પડ્યો હતો. આવા સમયે એક માત્ર તારણહાર પૂ. બાપાનું શરણું લઈ તેમણે પુત્રના જીવનની રક્ષા કાજે આર્તનાદ કર્યોં અને પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાએ તેમનો પોકાર સાંભળ્યો. પુત્રને તુરત જ તાવ ઊતરી ગયો અને કીડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. પૂ. બાપાની અપાર દયાથી તેમના પુત્રને નવજીવન મળ્યું.
શ્રી ગીતાબેન ભટ્ટ,; બારડોલી; (જિ. સુરત)થી લખે છે: તેમના ભાભી લંડન પ્હોંચ્યા બાદ તેમના સામાનમાંથી એક બેગ ગુમ થઈ ગઈ હતી. ઘણાં પ્રયત્નો કરવા છતાં બેગનો પત્તો ન લાગ્યો. તેઓની બેગ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમના ભાભીની બેગ મળી આવી. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેમની દીકરીના લગ્ન નિર્વિઘ્ને આનંદથી પાર પડ્યા.
શ્રી દમયંતીબેન પી. ટોપીવાલા,; નવસારી;થી લખે છે: તેમના પુત્રને લગ્નજીવનના 4 વર્ષ થયા હતા. પરંતુ સંતાનસુખ ન હતું. તેના ઘરે પારણું બંધાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના પુત્રના ઘરે સુંદર કન્યાનું પારણું ઝૂલતું થયું. બીજું, તેમના દોહિત્રને આખા શરીરે લાલ ચાઠા જેવા ડાઘ પડી ગયા હતા. દવાઓથી તે ન મટ્યા પણ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તે ડાઘ મટી ગયા.
શ્રી ચંદ્રકાંતભાઈ વી. મહેતા,; બેંગલોર; (કર્ણાટક)થી લખે છે: સ્કૂટર ચલાવતી વખતે તેમના પગમાં મોચ આવી જતા ત્રણ-ચાર દિવસ સુધી ભારે દુ:ખાવો થયો. ઘરના સૌએ ફેકચર થયાની શંકા કરી એક્સ-રેની સલાહ આપી. આવા સમયે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી એક્સ-રે રીપોર્ટ નોર્મલ આવ્યો. અને પગમાં પણ બે જ દિવસમાં તદ્દન સારું થઈ ગયું. બીજું તેમના બોડી ચેક-અપ વખતે પણ હૃદયમાં તકલીફ હોવાની આશંકા જણાવી ડૉક્ટરે વધુ રીપોર્ટ કરાવવાનું કહ્યું હતું. આ સમયે પણ પૂ. બાપાને યાદ કરતા તેમનો હૃદય અંગેનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.
શ્રી તરૂલત્તાબેન એસ. શાહ,; વડોદરા;થી લખે છે: પૂ. બાપાએ તેમને અનેક બીમારીઓમાંથી ઉગાર્યા છે. પગનું ઓપરેશન, ત્યાર પછી એજ પગમાં ફ્રેકચર, એન્જિયોપ્લાસ્ટી, મણકાનું દર્દ, થાઈરોઈડ, પ્રોટીનની ઊણપ, હાથનું ફ્રેક્ચર વગેરે નાની-મોટી અનેક શારીરિક તકલીફોમાંથી પૂ.બાપાની કૃપાથી જ સારું થયું છે. પૂ.બાપાને શત્ પ્રણામ.
શ્રીમતિ નિશાબેન એચ. જાદવ,; સુરત;થી લખે છે: તેમના પરિવારજનો બાબા અમરનાથની યાત્રાએ ગયા હતા. પણ ત્યાં ભારે હિમવર્ષા અને તોફાનને કારણે યાત્રાનો મુખ્ય રસ્તો બંધ હતો. તેઓને દર્શનલાભ મળવા અંગે તેમને ખૂબ જ ચિંતા હતી. આથી તેમણે પૂ.બાપાનું શરણું અને પરિવારજનો ને અમરનાથ બાબાના દર્શન નિર્વિઘ્ને થાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાએ તેમની યાચના સાંભળી. તેમના પરિવારજનો બાલતાલવાળા રસ્તેથી જઈ બાબા અમરનાથના દર્શનનો લાભ મેળવી શક્યા. ખરેખર પૂ. બાપા હાજરાહજૂર છે.
શ્રીમતિ તરૂણાબેન પી. રાણા,; વડોદરા;થી લખે છે: તેમની દીકરીને સંતાનસુખ મળે તે માટે તેમણે પૂ. બાપાને અંત:કરણપૂર્વક પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની અપાર દયાથી તેમની દીકરીને સુંદર કન્યારત્નની પ્રાપ્તિ થઈ.
શ્રી કૌશિકભાઈ એ. ઠક્કર,; નખત્રાણા; (જિ. કચ્છ)થી લખે છે: તેમણે એરંડાનું બિયારણ મંગાવવા એક વેપારીને રૂા. દોઢ લાખ મોકલાવેલ. 8-10 દિવસ સુધી બિયારણ ન મળતા પત્નીના સૂચન મુજબ તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને બિયારણ મળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બે જ કલાકમાં તે વેપારીનો બિયારણ મોકલવા અંગેનો ફોન આવી ગયો. બીજું તેમને પગની એડીમાં કાળો ડાઘ થયો હતો. ધંધાકીય વ્યસ્તતાને કારણે તેઓ ડૉક્ટર પાસે જઈ શક્યા નહિ. ડાઘ વધતો ગયો. ત્યારે પણ તેમનાં પત્નીએ પૂ. બાપાને પ્રાર્થના કરતા તેઓને ડાઘ વગર દવાએ મટી ગયો.
શ્રી કનકસિંહ એન. ચૌધરી,; સઠવાવ; (જિ. સુરત)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમની કંપનીમાં 11 તાલિમાર્થીઓનું વતન સિવાયના અન્ય જિલ્લાઓમાં પોસ્ટીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ પૂ. બાપાને સ્મરી પરચો માનતા જે તે વ્યક્તિને પોતાના જિલ્લામાં જ પોસ્ટીંગ મળી ગયું. તેમની નાની પૌત્રી છાતીના ભાગે દાઝી ગઈ હતી. પૂ.બાપાની દયાદૃષ્ટિથી તેને પણ સારું થઈ ગયું. તેની ચામડી પણ પહેલાં જેવી થઈ જશે તેવી તેમને પૂ. બાપા પર શ્રદ્ધા છે. આ ઉપરાંત તેમની પુત્રીની તબિયત પણ પૂ.બાપાની દયાથી સુધારા પર આવી ગઈ.
શ્રીમતી ઉર્મિલાબેન જે. કાનાબાર,; બોકારો થર્મલ; (ઝારખંડ)થી લખે છે: તેમના નણંદના પુત્રને પેટમાં અસહ્ય દુ:ખાવો ઊપડતા તે બેશુદ્ધ થઈ ગયો હતો. બધા જ મેડીકલ ટેસ્ટ બાદ તેના એક સાથે ત્રણ ઓપરેશન તાત્કાલિક કરવા જરૂરી બન્યા. સંકટની આ પળોમાં તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને નણંદના પુત્રના ઓપરેશન સફળ થાય તેમજ તે તદ્ન સ્વસ્થ થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમીમય નજરથી બધી જ સારવાર સફળ નીવડી અને તે તદ્ન સ્વસ્થ થતા નિયમિત શાળાએ જતો પણ થઈ થયો. આ ઉપરાંત પૂ. બાપાના આશીર્વાદથી તેમનું એક ધાર્મિક કાર્ય પણ નિર્વિઘ્ને પાર પડ્યું.
શ્રીમતિ કૌશિકાબેન પી. મોદી,; વડોદરા;થી લખે છે: તેમના મકાનનાં વેચાણના નાણાં રોકાયેલા હતાં તે જલ્દીથી મળી જાય તેમજ તેમના દીકરાને ઓસ્ટ્રેલિયાના વિઝા સરળતાથી મળી જાય અને ત્યાં પહોંચી તેને સારી જોબ મળે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની આ ઈચ્છાઓ પૂર્ણ થઈ. આ ઉપરાંત, પૂ. બાપાની દયા થકી તેમના પતિ કેન્સરના ઓપરેશન બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા અને વ્યવસ્થિત ખોરાક લેતા થયા, તેમના બહેનની દીકરી અને તેમની પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ, તેમને થયેલ પથરી પણ ઓપરેશન વગર નીકળી ગઈ અને પગની પીડા પણ ઓછી થઈ ગઈ.
શ્રી કેશુભાઈ કે. પટેલ,; દાદર; (મુંબઈ)થી લખે છે: તેમના ક્ન્સ્ટ્રકશન કામમાં ઝૂંપડાવાસીઓના કારણે ભારે અડચણ આવતી હતી. તેઓને સમજાવવાના બિલ્ડર્સના પ્રયત્નો નિષ્ફળ જતા હતા. એ અરસામાં અચાનક તેમને પૂ. બાપા યાદ આવ્યા અને આ કાર્ય નિર્વિઘ્ને જલ્દીથી પાર પડે તે માટે પરચો માન્યો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. આ બાબતે તેમનું 90઼ કાર્ય પૂર્ણ થઈ ગયું. બાકીનું પણ પાર પડી જશે તેવી તેમની શ્રદ્ધા અટલ છે.
શ્રી ચંદ્રકાંત બી. દોશી,; નવસારી;થી લખે છે: તેમણે તેમના મિત્રને રૂા. બે લાખ ઉછીના આપ્યા હતાં. જેના બદલામાં તેણે બાહેંધરી રૂપે રૂા. બે લાખનો તારીખ વિનાનો ચેક આપ્યો હતો. સમયાંતરે મિત્રનો ધંધો મંદીમાં સપડાયો અને તે નાણાં પરત ન કરી શક્યો. મિત્રના માતા-પિતાએ આ રકમ મળવાની આશા છોડી દેવા જણાવ્યું. મુશ્કેલીની આ ઘડીમાં કોઈ માર્ગ ન સૂઝતાં તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી, પરત થયેલ ચેકના આધારે મિત્ર સમક્ષ દાવો માંડ્યો. જેનો ચૂકાદો તેમની તરફેણમાં આવતા તેમના નાણાં તેમને થોડા થોડા સમયના અંતરે પરત મળી ગયા. આ બધુ પૂ. બાપાની કૃપાથી જ શક્ય બન્યું.
શ્રીમતિ પ્રેમીલાબેન ડી. ઠક્કર,; ભુજ - કચ્છ;થી લખે છે: તેમનો નાનો પુત્ર પોલિસ કેસમાં ફસાઈ જાય તેવી શક્યતા હતી. પોલિસ સ્ટેશન પાસે બેસીને જ તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પુત્ર પર આવનાર સંકટ ટળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાએ તેમની લાજ રાખી. પુત્ર પર આવનાર સંકટ ટળી ગયું. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી સાધનાબેન કે. પંડ્યા,; વડોદરા;થી લખે છે:તેમના સાસરિયામાં વારસાઈ મિલ્કતના ભાગ પાડવાના સમયે તેમના જેઠ (પોતાની બહેનને) તેમના નણંદને હિસ્સો આપવા અંગે આનાકાની કરતા હતા. આ બાબતે સુખદ ઉકેલ આવે તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના નણંદને તેનો હિસ્સો રાજીખુશીથી મળી ગયો. અને ભાઈ-બહેનના સંબંધ પણ સુધરી ગયા. તેમનો ભત્રીજો અને નાની બહેનનો દીકરો સમયસર ઘરે ન પહોંચતા તે વેળા પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા બંને સહીસલામત ઘરે આવી ગયા. આ ઉપરાંત, પૂ.બાપાની અમીદ્રષ્ટિથી તેમના નણંદના દીકરાનું ઘૂંટણનું ઓપરેશન સફળ થયું.
શ્રીમતિ નિર્મળાબેન આર. પટેલ,; પલસાણા; (જિ.સુરત)થી લખે છે:તેમના પતિનું બાયપાસનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની અપાર દયાથી તેમના પતિનું ઓપરેશન સફળ થયું અને ત્યાર બાદ તેઓને કોઈ જ તકલીફ નથી. પૂ. બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી ભાનુમતીબેન ટી. બારૈયા,; બોરીવલી; (મુંબઈ)થી લખે છે: તેમના મોટા ભાઈને ડાબા પગની નસ બ્લોક થઈ જતા તાત્કાલિક ઓપરેશન કરાવવાની જરૂર હતી. જેના ખર્ચના રૂા. પંચોત્તેર હજાર ભેગા કરવા સુધીમાં દર્દ વધી જતા પગમાં સડો લાગી ગયો. આવા સમયે તેમણે પૂ.બાપાને પોકાર્યા અને જરૂરી નાણાંની સગવડ થઈ જાય તેમજ ભાઈના પગનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી નાણાંની સગવડ થઈ ગઈ અને ઓપરેશન સફળ થતા ભાઈને સારું થઈ ગયું.
શ્રી કૈલાસબેન એમ. ઠક્કર,; વસો; (જિ. ખેડા)થી લખે છે: એક રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે તેમના ઘરના પતરા ઊડી ગયા હતાં. સૌ પરિવારજનો ભયભીત થઈ ગયા હતા. સંકટની આ ઘડીઓમાં તેમણે પૂ.બાપાને સ્મર્યા અને સૌની રક્ષા કરવા પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી થોડી જ વારમાં ઝંઝાવાત શાંત થઈ ગયો અને તેઓ મોટી આફતમાંથી હેમખેમ ઊગરી ગયા.
શ્રીમતિ હીનાબેન જે. મીસ્ત્રી,; આણંદ;થી લખે છે: તેમનું સગપણ થવામાં વિલંબ થતા તેઓ ચિંતિત હતા. આ શુભ કાર્ય યોગ્ય સમયની અંદર પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાના શુભાશિષથી તેમના લગ્ન ખૂબ જ સારી જગ્યાએ થયા. સમયાંતરે તેમને નોર્મલ ડીલેવરી થઈ અને સંતાનસુખ પણ મળ્યું.
શ્રી સરોજબેન બી. ઝવેરી,; કોચી; (કેરાલા)થી લખે છે: તેમની દુકાનના જૂના બે ભાડુત દુકાન ખાલી કરી આપે તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની અસીમ કૃપાથી એક ભાડુતે સામેથી જ દુકાન ખાલી કરી આપી. બીજા ભાડુત પણ ખાલી કરી આપશે તેવી તેમને પૂ. બાપા ઉપર શ્રદ્ધા છે.
શ્રીમતિ ચંદ્રિકાબેન જે. ઠક્કર,; અમદાવાદ;થી લખે છે: તેમના જમાઈને ઘણાં સમયથી સારી નોકરી મળતી ન હતી. પરંતુ પૂ.બાપાના પરચાની ટેક રાખવાથી ખૂબ જ અલ્પ સમયમાં તેને સારી નોકરી મળી. તેમના બંને પગની નસનું ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતી હતી. પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા ઓપરેશન વગર સારું થઈ ગયું. આ ઉપરાંત પૂ.બાપાની દયા થકી તેમના દોહિત્રને લાપોટીયું મટી ગયું, તેમની પુત્રવધૂનો પથરીનો દુ:ખાવો તથા પૌત્રનો પેટનો દુ:ખાવો દૂર થયો.
શ્રી મંગુભાઈ એસ. પટેલ,; સોઢલવાડા; (જિ.વલસાડ)થી લખે છે: તેમના ફળિયામાં બનાવવામાં આવેલ 10 જેટલા બોરમાં પાણી દુષિત નીકળ્યું. છેલ્લે એક બોર પૂ. બાપાના મંદિરના પટાંગણમાં બનાવી આપવા સરકારમાં અરજી આપેલ. જે પૂ. બાપાની કૃપાથી મંજૂર થઈ જતા સદર બોરમાં વિપુલ પ્રમાણમાં પાણી મળી આવ્યું છે. ગામના અનેક લોકોને આ પાણી પાઈપલાઈનથી પૂરું પાડવાની યોજના પૂ. બાપાની કૃપાથી સફળ થઈ છે.
શ્રી આશિષભાઈ એસ. પટેલ,; અંધેરી; (મુંબઈ)થી લખે છે: શેરબજારમાં નુકશાન થવાના કારણે તેમનું બ્લડપ્રેશર વધી ગયું અને ગભરામણ સાથે હૃદયના ધબકારા પણ વધી ગયા. આવા સમયે તેમણે પૂ.બાપાનું સ્મરણ કર્યું અને માનસિક શાંતિ મળે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમને તુરત જ શાંતિ થઈ ગઈ અને શારીરિક સ્વસ્થતા પણ અનુભવી.
શ્રી હરિશભાઈ કે. પટેલ,; ફણસવાડા; (જિ. વસલાડ)થી લખે છે: તેમને ભાઈઓ સાથે જમીન બાબતે ઝઘડો થવાથી નવું મકાન બનાવવું અશક્ય જણાતું હતું. મકાન બનાવવાની ઈચ્છા પૂર્ણ થયા તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બધી જ અડચણો દૂર થઈ ગઈ અને તેમના મકાનનું બાંધકામ પૂર્ણ થયું. તેઓ નવા મકાનમાં સ્થાયી પણ થઈ ગયા. એક વખત લાંબા અંતરેથી ઘરે આવતી વેળાએ તેમની બેબી ખૂબ જ રડવા લાગી. ત્યારે પણ પૂ.બાપાને યાદ કરતા તે તુરત જ શાંત થઈ ગઈ અને તેઓ સુખરૂપ ઘરે આવી ગયા.
શ્રી વિમલભાઈ આર. પટેલ,; કંસારીયા; (જિ.નવસારી)થી લખે છે: પૂ.બાપાના આશીર્વાદથી તેમને સરકારી નોકરી મળી અને મનપસંદ કન્યા સાથે લગ્ન પણ નિર્વિઘ્ને થયા. તેઓ પતિ-પત્નીના નોકરીના સ્થળ વચ્ચે 350 કિમી જેટલું અંતર હોવાથી અવર-જવરમાં ખૂબ જ મુશ્કેલી પડતી. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ. હાલ તેઓ એક જ તાલુકામાં નોકરી કરી રહ્યા છે.
શ્રી હર્ષદભાઈ એમ. ઠક્કર,; અમદાવાદ;થી લખે છે: તેઓ તથા તેમના સહકાર્યકર બહેન - બંને અગાઉ જ્યાં નોકરી કરતા હતા ત્યાં આર્થિક મુશ્કેલી ઊભી થતા છેલ્લા 6 માસના પગારની રકમ રોકાઈ હતી. નોકરી પણ છૂટી ગઈ હતી. બંનને લેણી રકમ મળી જાય તેમજ બીજી જગ્યાએ સારી નોકરી મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ.
સ્વજનોની બીમારી દૂર થઈ છે