
શ્રી રીટાબેન જે પંડ્યા, નાલાસોપારા (જિ.થાણા)થી લખે છે: તેમના ભાઈને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતા આઈ.સી.યુ.માં દાખલ કર્યો હતો. તેની રક્ષા કાજે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની દયાદૃષ્ટિથી તેમના ભાઈને બિલકુલ સારું થઈ ગયું.
શ્રી જ્યોત્સનાબેન કે. સોની, નવસારીથી લખે છે: તેમની પુત્રવધૂ ખોટી રીતે પોલિસ કેસમાં ફસાઈ ગઈ હતી. જેને કારણે તેના સાંસારિક જીવનમાં ઓટ આવે તેવી સ્થિતી હતી. આ કેસમાં તેનો નિર્દોષ છૂટકારો થાય તે માટે તેમણે પૂ. બાપાને પોકાર્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ. બાપાએ તેમની અરજ સાંભળી. તેમની પુત્રવધૂ થોડા જ સમયમાં નિર્દોષ છૂટી ગઈ. પૂ. બાપાની દયાથી તેમના કાંડાનું ઓપરેશન પણ વિના તકલીફે થઈ ગયું.
શ્રી હિનલબેન મુકેશભાઈ, ગોરેગાંવ (મુંબઈ)થી લખે છે: તેમના ભાઈ અને બહેનનો - બંનેના દીકરાઓ વૈષ્ણોદેવી દર્શન કરી ઘરે પાછા ફરવા જમ્મુથી નીકળ્યા. જ્યા રસ્તામાં જલગાંવમાં તોફાન થતા ટ્રેન બંધ થઈ જવાથી બંને ફસાઈ ગયા. તેમને આ સમાચાર મળતા તુરત જ તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને બંને હેમખેમ ઘરે આવી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાથી બંને હેમખેમ ઘરે આવી ગયા. આ ઉપરાંત પૂ. બાપાના પરચાના પ્રતાપે તેમના પતિને સારી નોકરી મળી. બીજું તેમના સ્નેહી શ્રી લીનાબેન દેસાઈના નણંદના દીકરાને એન્જિ.માં એડમીશન મળ્યું. તેમજ તેઓના પતિની નોકરી પરની મુશ્કેલી દૂર થઈ.
શ્રીમતિ રેખાબેન વસાણી, કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમની દીકરી તેના તબીબી કોર્ષના બીજા વર્ષની પરીક્ષામાં સફળતા મેળવે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાના સુભાશિષથી તેમની દીકરીને પરીક્ષામાં સફળતા મળી. આ ઉપરાંત. પૂ.બાપાની દયાથી તેમની દીકરાના આરોગ્યની ચિંતામાંથી પણ મુક્તિ મળી.
શ્રી સંજયભાઈ એસ. મકવાણા, જગતપુર (જિ. અમદાવાદ)થી લખે છે: પ્રવાસ દરમ્યાન નાણાં વધુ પ્રમાણમાં ખર્ચાઈ જવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે ચમત્કારિક રીતે નાણાંની વ્યવસ્થા થઈ ગઈ. બીજું પૂ. બાપાની કૃપાથી તેમના ઘરે પુત્રનું પારણું ઝુંલતું થયું. તેમના પત્નીનો ખોવાયેલો સોનાનો દાગીનો પણ પૂ.બાપાની કૃપાથી મળી ગયો. પૂ.બાપા તેમના જીવનમાં ડગલે ને પગલે સહાયરૂપ બન્યા છે.
શ્રી કિશોરભાઈ પરીખ, અમદાવાદથી લખે છે: તેમના મૂક-બધિર પુત્રએ ધો-10ની પરીક્ષા આપી હતી. તેના પાસ થવાની કોઈ જ આશા ન હતી. શ્રદ્ધા હતી કેવળ પૂ.બાપા ઉપર... અને આ શ્રદ્ધા થકી પ્રેરણા મળી પૂ.બાપાનો પરચો છપાવવાની... ખરેખર, તેમની શ્રદ્ધા ફળી. પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર 42 ટકા મેળવી પાસ થયો.
શ્રી સુરેશભાઈ આર. દરજી, હિંમતનગર (જિ.સા.કાંઠા)થી લખે છે: તેઓ પોસ્ટખાતામાં બઢતી મેળવવા માટે છેલ્લા ચાર વર્ષથી પરીક્ષાઓ આપતા હતા. પણ નિષ્ફળતા જ મળતી. છેવટે. આ બાબતે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેમને બઢતી મળી.
શ્રી દીપકભાઈ ટી. બ્રહ્મભટ્ટ, અમદાવાદથી લખે છે: બેંકના ખુબ જ અગત્યના કાર્ડ, કાગળો ભરેલી તેમની બેગ નજરચૂકથી કોઈ વ્યક્તિ દ્વારા લઈ લેવાતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તે દિવસે શનિ-રવિવાર હતો. પરંતુ પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા બેંકમાંથી નાણાં સરળતાથી મળી ગયા. સંકટ સમયમાં પણ પૂ.બાપા પ્રગટ સ્વરૂપે પરચા પૂરે છે.
શ્રી મનોરમાબેન એસ. પૂજારા, અમદાવાદથી લખે છે: પૂ.બાપાના પરચા છપાવવાનો સંકલ્પ કરતા કૃપાની અનુભૂતિ અનેક વાર થઈ છે. તેમની નાની બહેનના શ્વસુર પક્ષે મિલ્કત વેચેલી. તેમાંથી બહેનને તેના હક્કના પૈસા સમયસર કોઈ મુશ્કેલી વિના મળી ગયા. બીજી બહેન ઘરનું મકાન લેવા ઈચ્છતી હતી. લગભગ અશક્ય લાગતું આ કાર્ય પણ પૂ.બાપાની કૃપાથી નિર્વિઘ્ને પૂર્ણ થયું. તેમનો કમ્મરનો અસહ્ય દુ:ખાવો પણ પૂ. બાપાએ મટાડ્યો.
શ્રી કંચનબેન કે. પરમાર, સુરતથી લખે છે: તેમની કિંમતી વસ્તુઓ ઘરમાં જ ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોઘવા છતાં મળતી ન હતી. પૂ.બાપાને પ્રાર્થી ટેક રાખતા પ્રેરણા મળી. તે સ્થાને તપાસ કરતા બધી જ વસ્તુઓ હેમખેમ મળી આવી. બીજું તેમણે ભાડે આપેલા ફ્લેટમાં દોઢ માસ સુધી ભાડુત રહેવા આવ્યા ન હતા. આ બાબતે પણ પૂ.બાપાને યાદ કરતા બે-ત્રણ દિવસમાં જ ભાડુત રહેવા આવી ગયા.
શ્રીમતિ રક્ષાબેન એમ. દેસાઈ, વિલેપાર્લે (મુંબઈ)થી લખે છે: તેમના જેઠ સહપરિવાર તેમના ઘરે રહેવા આવી ગયા હતા. અને લાંબા સમય સુધી જવાનું નામ લેતા ન હતા. તેઓ તેના ઘરે જતા રહે તે માટે તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પરચો માન્યો. પૂ.બાપાએ તેમની અરજ સાંભળી. તેમના જેઠનો પરિવાર તેના ઘરે જતો રહ્યો.
શ્રીમતિ કલાવતીબેન એસ. પપૈયાવાલા, સુરતથી લખે છે: તેમના પુત્રને કેનેડાનો પાસપોર્ટ મળે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાના આશીર્વાદથી તેમના પુત્રને કેનેડાનો પાસપોર્ટ મળી ગયો. તેમના વચેટ ભાઈની દીકરીને સંતાનસુખ ન હતું. પરંતુ પૂ.બાપાના પરચાની ટેક રાખતા તેને સારા દિવસો રહ્યા. પૂ.બાપાની કૃપાથી તેની ડીલેવરી હેમખેમ પાર પડી જશે તેવી તેમને શ્રદ્ધા છે. આ ઉપરાંત તેમની ખોવાયેલી સોનાની માળા પણ પૂ.બાપાનું સ્મરણ કરતા મળી આવી.
શ્રીમતિ હર્ષાબેન એ. ગગલાણી, મેહકર (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમના 10 વર્ષના દીકરાને ડાયાબીટીસ ખૂબ જ વધી જવાથી એક માસ સુધી દવા લેવા છતાં આરામ થતો ન હતો. પુત્રનું સ્વાસ્થ્ય નોર્મલ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને આજીજી કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાની અમીમય નજરથી તેમના દીકરાનું ડાયાબીટીસ નોર્મલ થઈ ગયું અને ઈન્સ્યુલીન દવા બંધ થઈ ગઈ.
શ્રી આલુબેન એફ. ટંપાલ, સુરતથી લખે છે: તેમનો મોટો દીકરો કોઈ અગમ્ય કારણોસર ઘરમાં કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો. અને મજુરનો દીકરો પણ ગુમ થઈ ગયો હતો. બંને હેમખમ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમનો દીકરો ઘરે પરત કર્યો અને મજુરનો દીકરો પણ હેમખેમ મળી આવ્યો. આ ઉપરાંત, તેમના પુત્રોની જનોઈનું કાર્ય પણ પૂ. બાપાની કૃપાથી સરળતાથી પાર પડ્યું.
શ્રીમતિ મયૂરીબેન સી. તન્ના, તીરપુર (તામિલાનાડુ)થી લખે છે: તેમના ચૌદ દિવસના દોહિત્રની તબિયત એકાએક બગડતા તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યો. તેના પગના હાડકામાં ઈન્ફેકશન હોવાનું નિદાન થતાં દોઢ મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડેલ. દરમ્યાન તેમણે દોહિત્રના સ્વાસ્થ્યની રક્ષા કાજે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની અમીનજરથી તેમના દોહિત્રને તદ્ન સારું થઈ ગયું. બીજું, તેમના પુત્રને કાર અકસ્માતમાં ઈજા થતાં, પૂ.બાપાની દયાથી તેના બંને ઓપરેશન પણ સફળ થયા અને તે હરતો-ફરતો થઈ ગયો.
શ્રી રાજેશભાઈ સોની, સુરતથી લખે છે: તેમના ફલેટનો ભાડુઆત ભાડું આપવામાં તેમજ ફલેટ ખાલી કરી આપવા બાબતે પરેશાન કરતો હતો. તેઓ શારીરિક રીતે નબળા હોવાથી આ બાબત સહી શકતા ન હતા. તેથી તેમણે પૂ.બાપાનું શરણું લીધું અને ફલેટ ખાલી થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી તેમનું કાર્ય પાર પડ્યું.
શ્રી મણીલાલ વોરિયા, કાનાલુસ (જિ.જામનગર)થી લખે છે: તેમણે જામનગરમાં બંધાવેલ મકાન વિસ્તાર સારો ન હોવાથી વેચવા મૂક્યું હતું. અનેક પ્રયત્નો કરવા છતાં આ કાર્યમાં સફળતા મળતી ન હતી. આખરે તેમણે આ કાર્ય પૂ.બાપાને સોપ્યું અને પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમનું મકાન એક જ મહિનામાં સારી કિંમતે વેચાઈ ગયું.
શ્રીમતિ ઉષાબેન પૂજારા, રાજકોટથી લખે છે: તેમની પુત્રી લગ્ન કરવા બાબતે અસંમત હતી. તે માની જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયાથી તેમની દીકરી લગ્ન માટે સંમત થઈ. સમયાંતરે તેને યોગ્ય જીવનસાથી મળી રહેશે તેવી તેમને પૂ.બાપા ઉપર અતૂટ શ્રદ્ધા છે.
શ્રી દિપાલીબેન કે. શાહ, અમદાવાદથી લખે છે: તેમના ભાઈનું બાઈક ફ્લેટના પાર્કિંગમાંથી ચોરાઈ ગયું હતું. તે મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. બીજે દિવસે પોલિસ સ્ટેશનમાં તપાસ કરતા તેમના ભાઈનું બાઈક મળી આવ્યું. પૂ. બાપાના ચમત્કારથી જ આ શક્ય બન્યું. બીજું તેમના ભાઈને કોલેજમાં પ્રોજેક્ટ કરવાનો હતો. અનેક પ્રયત્નો કરવા છતાં કોઈ કંપની તરફથી સ્પષ્ટ જવાબ મળતો ન હતો. પરંતુ પૂ. બાપાના પરચાની ટેક રાખતા ખૂબ જ જાણીતી કંપનીએ તેને પ્રોજેક્ટની અનુમતિ આપી.
શ્રી બંકિમભાઈ સી. તલાવિયા, બીલીમોરા (જિ. નવસારી)થી લખે છે: તેઓ બેંકમાં બ્રાંચ મેનેજર છે. તેમની બ્રાંચમાં ચાલતા એક લોન ખાતામાં લીમીટની ઉપરવટ જઈ પૈસા ઉપાડવામાં આવ્યા હતાં સરકારના ખાતા દ્વારા આપવામાં આવેલી ગેરંટીની તારીખ પણ પૂરી થઈ ગઈ હતી. આ પ્રશ્ને સુખદ ઉકેલ આવે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તે પ્રશ્નનો સુખદ ઉકેલ આવી ગયો. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેમની બદલી અટકી ગઈ અને તેમનો પુત્ર બી.એ.એમ.એસ.ના છેલ્લા વર્ષમાં પ્રથમ પ્રયત્ને જ ઉત્તીર્ણ થઈ ગયો.
શ્રી હીરાલાલ આર. મકવાણા, અમદાવાદથી લખે છે: ગામડાની સહિયારી જમીનના વેચાણ બાબતે કોઈ તકલીફ ઊભી ન થાય અને બધું હેમખેમ પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની પરમ કૃપાથી આ કાર્ય સરળતાથી પાર પડી ગયું.
શ્રીમતિ સ્મિતાબેન વોરા, હઝારીબાગ (ઝારખંડ)થી લખે છે: તેમના પતિ તથા ભાઈઓએ મળીને સપ્લાય કામનો ઓર્ડર લીધો હતો. તે મુજબ સમયસર માલ સપ્લાય કરી આપ્યો હતો. પરંતુ બીલનું પેમેન્ટ સમયસર ન મળતા તેમજ નજીકના સમયગાળા દરમ્યાન મળવાની શક્યતા ન જણાતા આ બાબતે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને આર્થિક પરેશાની ટળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી થોડા જ સમયમાં બીલનું પેમેન્ટ મળી ગયું.
શ્રી લાલુભાઈ સી. પ્રજાપતિ, કિલ્લા પારડી (જિ.વલસાડ)થી લખે છે: વર્ષોથી તેમનું કામ કરતો કારીગર અચાનક કામ છોડી જતો રહ્યો અને ફરી આવવાની ના કહેતો હતો. તે કામ પર પરત ફરે તે માટે તેમણે પૂ.બાપાને વિનવણી કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તે કારીગર ફરી કામ પર આવતો થઈ ગયો. બીજું, તેમના ઘરે પારણું બંધાય તે માટે તેમના પત્નીએ પૂ.બાપાને કરેલ પ્રાર્થના પણ ફળી.
શ્રી ઉદેસિંહ એમ. પરમાર, ગોલ્લાવ (જિ. પંચમહલ)થી લખે છે: તેમણે પાંચ વ્યક્તિઓ મળીને 13 વિધા જમીન વેચાતી લીધી હતી. ભાગલા પાડ્યા બાદ અમુક ટકા જમીન સહિયારી રાખી. પણ તે સહિયારી જમીન ત્રણ ભાગીદારોએ પોતાના નામે કરાવી લેતા આ બાબતે ઝઘડો થયો હતો. તેમને પોતાનો ભાગ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી સર્વે થઈ જતા તેમને સહિયારી જમીનમાંથી ભાગ મળી ગયો. બીજું, તેમના ઘરમાં અવારનવાર કંકાશ થતો. પણ પૂ. બાપાના પરચાના પ્રતાપે કંકાશ દૂર થતા શાંતિ થઈ ગઈ.
શ્રીમતિ જશોદાબેન એસ. ચૌહાણ, હિંમતનગર (જિ. સાબરકાંઠા)થી લખે છે:તેમના પુત્ર ડૉ. નિરવને સ્પેશ્યાલીસ્ટ થવા માટે એડમીશન મળે અને નાના પુત્ર ડૉ. કમલનું દાંતનું દવાખાનું સત્વરે શરૂ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાએ તેમની બંને ઈચ્છાઓ પૂર્ણ કરી. વધુમાં, તેમની બંને દીકરીઓના સ્વાસ્થ્ય અંગેની તકલીફો પણ પૂ. બાપાની દયાથી દૂર થઈ.
શ્રી હિતેષભાઈ એસ. વ્યાસ, અમદાવાદથી લખે છે: તેમણે સ્કૂટરની ચાવીથી કાન ખોતરતા અંદર ઘા થઈ ગયો હતો. થોડો દુ:ખાવો અને ઓછું સંભળાવું વગેરેથી તેઓ પિડાતા હતા. દવાથી ખાસ ફેર ન પડતા તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને કાનની તકલીફ દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમને કાનમાં બિલકુલ સારું થઈ ગયું હોવાનું ડોક્ટરે નિદાન કર્યું.
શ્રીમતિ નીલાબેન જે. ઠક્કર, નાસીક (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમના દિયર ઘરેથી દુકાને જવા નીકળ્યા હતા. પણ લાંબા સમય સુધી તેઓ ત્યાં પહોંચ્યા ન હતાં. તેમજ ક્યાં જતા રહ્યા તેની પણ કોઈને ખબર ન હતી. ઘણું શોધવા છતાં તેનો ક્યાંય પત્તો ન લાગ્યો. આખરે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને દિયરની ભાળ મળે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી છઠ્ઠા દિવસે તેઓનો પત્તો લાગ્યો.
શ્રી જીજ્ઞેશભાઈ ડી. ચૌધરી, માંડવી (જિ.સુરત)થી લખે છે: તેમના પુત્ર જન્મ બાદ રડ્યો ન હતો અને તેના ફેફસામાં પાણી ભરાઈ જવાથી બાળકોની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાંની સારવાર નાકામયાબ નીવડતા તેને સુરતની હોસ્પિટલમાં દાખલ કર્યો. પણ બચવાની આશા ઓછી હોવાનું ડૉક્ટરોએ જણાવેલ. આવા સમયે તેમણે પૂ. બાપા પર આસ્થા રાખી નવજાત બાળકની રક્ષા કાજે પરચાની ટેક રાખી. પૂ.બાપાએ તેમની અરજ સાંભળી. તેમના પુત્રનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું.
શ્રી મહેશભાઈ બી. ટેલર, સુરતથી લખે છે: એક બેંકની અસલામતીની અફવાએ તેમને ચિંતામાં ડુબાડી દીધા હતા. દરમ્યાન તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માનતા તે બેંક સલામત હોવાનું જાહેર થયું અને તેઓ અમુક રકમ બીજી બેંકમાં ટ્રાન્સફર કરી ચિંતામુક્ત થઈ શક્યા. બીજું શીરડીના પ્રવાસ દરમ્યાન તેમના પુત્રને તાવ આવતા તે સમયે પણ પૂ. બાપાનું સ્મરણ કરવાથી તેને તાવ ઊતરી ગયો.
શ્રી ભાવનાબેન એમ. અંબાસણા, રાજકોટથી લખે છે: તેમના મિત્રને ઘણાં સમયથી પેટમાં દુ:ખાવો થતો હતો. દવાઓથી ખાસ રાહત થતી ન હતી. તેનું પેટનું દર્દ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમના મિત્રને પેટનું દર્દ થયું અને હવે તબિયત પણ સારી રહે છે.
શ્રી પ્રકાશભાઈ પેન્ટર, કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેઓ મોટા કર્જમાં ડૂબેલા હતા. તેમાંથી ઊગરવા તેમણે પૂ.બાપાનું શરણું લીધું અને પરચો માન્યો... ને એક જ માસમાં જાણે ચમત્કાર થયો. તેઓ કર્જમુક્ત થઈ ગયા તેમજ સારી નોકરીની ઓફર આવી. આમ, પૂ. બાપાએ તેમનું આર્થિક સંકટ ટાળ્યું અને ઘરમાં ખુશીની લહેર છવાઈ ગઈ.
શ્રી જ્યોત્સનાબેન જી. પટેલ, હાંસોટ (જિ. ભરૂચ)થી લખે છે: તેમની ભાણેજને જીવલેણ ડેંગ્યૂ તાવ હતો. બે-ત્રણ દવાખાનાની સારવાર નિષ્ફળ નીવડતા તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંના ડોક્ટરોએ કેસ બચે તેમ ન હોવાનું જણાવી વડોદરા લઈ જવાનું કહ્યું. રાત્રીનો સમય હતો. વડોદરા કેમ પહોંચવું તેની ચિંતામાં હતાં. આવા સમયે તેમણે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને ભરૂચની હોસ્પિટલમાં જ તેની સારવાર શરૂ થઈ જાય અને તદ્ન સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. ડૉક્ટરોની આનાકાની વચ્ચે પણ તેને ત્યાંની હોસ્પિટલમાં સારવાર મળી. જે સફળ નીવડતા તેમની ભાણેજને નવજીવન મળ્યું. તે તદ્ન સ્વસ્થ થઈ ગઈ. ખરેખર, પૂ.બાપા હાજરાહજુર છે.
શ્રી દીપકભાઈ આર. પવાર, વડોદરાથી લખે છે: તેમની દીકરી બેંકમાં નોકરી કરે છે. એક વખત તેની ભૂલને કારણે નોકરી પર જોખમ તોળાતું હતું. ઘરના સૌ ખૂબ જ ચિંતામાં હતા. તેમ છતાં પૂ. બાપા ઉપર પૂરો ભરોસો રાખી દીકરીની નોકરી હેમખેમ રહે તે માટે પરચો માન્યો. પૂ. બાપા તેમની વ્હારે આવ્યા. તેમની દીકરીને કોઈપણ જાતની તકલીફ ન પડે તે રીતે ભૂલનું નિરાકરણ થઈ ગયું અને નોકરી સલામત રહી. પૂ.બાપાના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી બાબુભાઈ એમ. પટેલ, સોલધરા (જિ.નવસારી)થી લખે છે: તેમનાં પત્નીની બદલી તેમની નોકરીની નજીકના સ્થળે થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. તેમની ખોવાયેલી બેંક પાસબુક પૂ. બાપાને યાદ કરવાથી તુરત જ મળી આવી. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેઓ પતિ-પત્ની બંને કોમ્પ્યુટરની સી.સી.સી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
શ્રી નિર્મળાબેન સોની, કલકત્તા (પ.બંગાળ)થી લખે છે: તેમનો નાનો દીકરો કામ - ધંધાર્થે અઠવાડિયા માટે બહારગામ ગયો હતો. તેની કાર્ય સફળતા અને રક્ષા કાજે તેમણે પૂ. બાપાને કરેલી પ્રાર્થના ફળી. વધુમાં, પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમની છાતીની અને દાંતની પીડા પણ દૂર થઈ. તેમના પુત્રોને વિદેશમાં ઘણા સમયથી કોર્ટ કેસ ચાલતો હતો. પૂ. બાપાની કૃપાથી તેનો ચુકાદો પણ આવી ગયો. પૂ. બાપાએ તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે.
શ્રીમતિ વિમલાબેન એ. બ્રહ્મભટ્ટ, સુરતથી લખે છે: તેઓ 70 વર્ષથી જ્યાં રહેતા હતા, તે મકાન બારોબાર બિલ્ડરને વેચાઈ જતા મકાન ખાલી કરવા બાબતે ખૂબ જ દબાણ થતું. તાત્કાલિક નવું મકાન લેવું એ સ્વપ્ન જેવી વાત હતી. આ કાર્ય સરળતાથી પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના પુત્રની લોન પાસ થઈ ગઈ અને તેઓ મનપસંદ ફલેટ લઈ શક્યા. વિશેષમાં, તેમનું કમ્મરના મણકાનું દર્દ, પુત્રવધૂનું પેટનું-છાતીનું દર્દ તેમજ પુત્રનું હરસનું અસહ્ય દર્દ પણ પૂ. બાપાએ જ મટાડ્યું. તેમની પોતાની નોકરી બાબત, ખોવાયેલ મોબાઈલ અને પૌત્રના પુત્રના અભ્યાસ બાબતની વ્યથા પણ પૂ.બાપાએ જ દૂર કરી.
શ્રીમતી જયોત્સનાબેન એમ. ઉદેશી, કલકત્તા (પ. બંગાળ)થી લખે છે: તેમનો દીકરો અભ્યાસમાં મધ્યમ, 23 વર્ષની ઉંમરે તેણે સી.એ.ની પરીક્ષા આપી. આ પરીક્ષા ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પણ પાસ કરવી મુશ્કેલ હોય, તે ડરતો હતો. તેમણે પોતાના પુત્રને હિંમત આપી અને પૂ. બાપાની ઉપર શ્રદ્ધા રાખવા કહ્યું. તેના અમુક પેપર્સ અધૂરા પણ રહી ગયા હતા. પરિણામ આડેના બે-ત્રણ માસ ખૂબ જ ટેન્શનમાં ગયા છતાં પૂ.બાપા ઉપરની શ્રદ્ધા અટલ હતી. આખરે એ દિવસ આવી ગયો. પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર પાસ થયો... તે હર્ષાશ્રુ સાથે પૂ.બાપાના ચરણોમાં ઝૂકી પડ્યો.
શ્રીમતી નયનાબેન આર. રાયગગલા, ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: તેમના પતિએ પાર્ટનર સાથે મળીને એક બંગલો લીધો હતો. પરંતુ તેના અચાનક અવસાન બાદ પાર્ટનર તે બંગલો વેચવા માટે સહી કરવા તૈયાર ન હતા. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપા સમક્ષ ધા નાંખી. પૂ. બાપાએ તેમની વિનંતી સાંભળી બંગલામાં ફસાયેલા તેમના નાણાં તેમને મળી ગયા. આ ઉપરાંત, તેમની પાસબુકની ખોવાયેલી થેલી પણ મળી આવી.
શ્રી નટુભાઈ સી. બ્રહ્મભટ્ટ, વડોદરાથી લખે છે: તેમના પિતાશ્રીની તબિયત અચાનક લથડી ગઈ હતી. બી.પી. વધી જવાથી છાતીમાં દુ:ખાવો અને શ્વાસ લેવાની તકલીફ હતી. ડોકટરે કેસ લેવાની ના પાડી દીધી હતી. આવા સમયે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પિતાશ્રીને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેઓને આઈ.સી.યુ.ની સારવાર મળી અને ધીરેધીરે સારું થઈ ગયું.
શ્રી દોલતભાઈ ડી. પટેલ, અંભેટા (જિ. સુરત)થી લખે છે: તેમના નાના દીકરાની પત્નીને છૂટાછેડા આપવાનું કામ વિલંબમાં પડ્યું હતું. આ કામ પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તે કાર્ય સરળતાથી પાર પડ્યું. બીજું, તેમનાં પત્નીની તબિયત ગંભીર થઈ ગઈ હતી. પરંતુ આ સમયે પણ પૂ. બાપા વ્હારે આવ્યા અને બીજા ડોકટરની સારવાર સફળ નીવડતા તેને સારું થઈ ગયું.
શ્રી રમીલાબેન પટેલ, ધરાસણા (જિ. વલસાડ)થી લખે છે: તેઓ ધરાસણાના સરકારી દવાખાનામાં નર્સ તરીકે ફરજ બજાવે છે. એક દિવસ ભાગલના એક બહેન ડીલેવરી માટે ત્યાં આવ્યા. તેઓને 8 વર્ષથી બાળક ન હતું. અગાઉ 7મા માસે આવેલી એક દીકરી 13 દિવસ જ જીવી શકી. આથી આ વખતે તેના પતિ-સગાવ્હાલાં ખૂબ જ ટેન્શનમાં હતા. બાળક પગ-પાવરૂ હોવાથી તેઓ તે બહેનને વલસાડ હોસ્પિટલમાં લઈ જવા રવાના થયા. પરંતુ રસ્તામાં જ ડીલેવરી થઈ જાય તેવી સ્થિતી સજાર્તા તેમણે પૂ. બાપાનું નામ લઈ પરચા માની અર્ધે રસ્તે ગાડી ઊભી રખાવી આ કાર્ય પાર પાડ્યું. જન્મ બાદ બાળક રડતું ન હતું. આ માટે પણ ખૂબજ મહેનત કર્યા બાદ બાળક રડતું થઈ ગયું. પૂ. બાપાએ તેઓ સૌને મોટી મુસીબતમાંથી ઉગારી લીધી.
શ્રી ઝીણાભાઈ, ડુંગરી (જિ. વલસાડ)થી લખે છે: તેમના પુત્ર-પુત્રવધૂની તબિયત એક મહિનાથી સારી રહેતી ન હતી. પૂ. બાપાના પરચા વાંચી તેમને પણ પ્રેરણા મળી અને પુત્ર-પુત્રવધૂના સારા સ્વાસ્થ્ય માટે પરચો માન્યો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી બંનેની તબિયત સારી થઈ ગઈ.
શ્રીમતી અનિલાબેન આર. જોશી, પાલનપુર (જિ. બનાસકાંઠા)થી લખે છે: તેમને શ્રીલંકાના પ્રવાસે જવાનું હતું. વિમાનની ટીકીટો પણ બુક થઈ ગઈ હતી. પરંતુ તેમની તબિયત નરમગરમ રહેતી હતી. આથી તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પ્રવાસ સુખરૂપ પાર પડે તેમજ તેઓ પતિ-પત્નીની તબિયત સારી રહે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેઓ બંનેની તબિયત સારી રહી, શ્રીલંકાનો પ્રવાસ આનંદથી માણી સુખરૂપ પરત ફર્યા.
શ્રી મગનભાઈ પટેલ, સુરતથી લખે છે: પૂ. બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેમની કીડનીની બીમારી દૂર થઈ. તેમને ડાબી આંખે દેખાતું ન હતું. તેનું ઓપરેશન પણ સફળ થયું. પૂ.બાપાની દયાથી તેમની પુત્રવધૂને નોર્લમ ડીલેવરી થઈ. ખરેખર, પૂ.બાપા અંતર્યામી છે.
શ્રી વસંતલાલ બી. સોલંકી, અમદાવાદથી લખે છે: તેમનાં પત્નીને ચક્કર આવતા હતા. બાટલો ચડાવ્યો, દવા લીધી પણ ફેર ન પડ્યો. આથી, તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પત્નીના સ્વાસ્થ્યની રક્ષા કાજે પ્રાર્થના કરી બીજા સ્પેશ્યાલીસ્ટ ડોકટરની સારવાર ચાલુ કરી. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમનાં પત્નીને તુરત જ બે દિવસમાં જ ચક્કર આવતા બંધ થઈ ગયા. પૂ. બાપાએ તેમની નાની-મોટી અનેક તકલીફો દૂર કરી છે.
શ્રી જયશ્રીબેન વાય. બ્રહ્મભટ્ટ, ઉધના (જિ. સુરત)થી લખે છે: તેમની દીકરીને ડીલેવરીના આઠ દિવસ અગાઉ બાળકને ગળામાં નાળ વીંટળાયેલી હોવાનું ડોકટરે જણાવતા તેઓને ખૂબ જ ચિંતા હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા તેમની દીકરીની ડીલેવરી હેમખેમ પાર પડી. તેને તંદુરસ્ત પુત્રની પ્રાપ્તિ થઈ. પૂ. બાપાએ તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે. પૂ. બાપાને વંદન.
શ્રી લલિતાબેન બી. બીડજા, સાંઘીએર (જિ. સુરત)થી લખે છે: પૂ. બાપા ઉપરના શ્રદ્ધા- વિશ્વાસ થકી મળેલી કૃપાએ તેમને સદાય રક્ષિત રાખ્યા છે. તેમને બારણાની બારસાખ માથાના ભાગે એટલા જોરથી વાગી હતી કે તેઓ ચક્કર ખાઈને બેભાન થઈ ગયા હતા. આસપાસ કોઈ ન હતું. થોડી વાર બાદ ભાન આવ્યું. આ સમયે પૂ. બાપાએ જ તેમને બચાવ્યા. વિશેષમાં, તેમના સ્નેહી શ્રી કમલેશભાઈ પટેલના પત્નીને દર બે-ત્રણ મહિને લોહી ઓછું થઈ જવાની તકલીફ હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થવાથી હવે તેમને સારું છે. દયાના સાગર પૂ.બાપાને કોટિ કોટિ વંદન.
શ્રીમતી શાંતાબેન ડી. રાઠોડ, દાદર (મુંબઈ)થી લખે છે: પૂ. બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. સાઉથ આફ્રિકામાં રહેતા તેમના ભાઈને એકાએક હાર્ટ એટેક આવતા તેઓને બાયપાસ સર્જરી વગર સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમના ભાઈને એન્જિયોપ્લાસ્ટ સારવારથી સારું થઈ ગયું. તેમના રોકાયેલા નાણાં તેમજ ખોવાયેલી સોનાની બુટ્ટી પણ મળી આવ્યા. પૂ. બાપાની દયાથી તેમના જમાઈને લંડનના વિઝા મળ્યા. તેમજ તેનો પરિવાર સાથેનો વાદવિવાદ દૂર થયો. પૂ. બાપાની કૃપાથી તેમના પૌત્રનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.
શ્રી મનુભાઈ પી. પડ્યા, વીલેપાર્લા (મુંબઈ)થી લખે છે: તેમણે ધંધાર્થે લીધેલી બેન્ક લોન સમયસર ભરપાઈ ન થઈ શકતા બેન્ક તરફથી ખૂબ જ દબાણ થતું હતું. અનેક પ્રયત્નો કરવા છતાં કોઈ માર્ગ ન સૂઝતા તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને આ સંકટમાંથી ઊગરી જવાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેઓ આવેલ સંકટમાંથી હેમખેમ ઊગરી ગયા.
શ્રીમતી યોગીતાબેન એમ. તંબાકુવાલા, સુરતથી લખે છે: તેમના પતિને જડબાનું કેન્સર છે એ વાતની ખબર પડી ત્યારે કેન્સર બીજા સ્ટેજ પર હતું. તેઓનું ઓપરેશન સારી રીતે થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને હવે તેઓને ઘણું જ સારું રહે છે.
શ્રી શરદચંદ્ર સી. સુથાર, વડોદરાથી લખે છે: તેમના પુત્રને ડાબી બાજુથી છેલ્લી બે દાઢ નીચે જડબામાં ચામડી ઉપસી આવતા ડોકટરની સલાહ મુજબ દાઢ કઢાવી અને ચામડી કઢાવી બાયોપ્સી ટેસ્ટમાં રીપોર્ટ માટે મોકલાવી. રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અમીમય કૃપાથી તેમના પુત્રનો રીપોર્ટ નોર્મલ આવ્યો.
શ્રીમતી અનંતાબેન લાખાણી, પોરબંદરથી લખે છે: તેમની દીકરીઓને શ્વસુર પક્ષે તકલીફ હતી. તેઓને પિયરમાં આવવા દેતા ન હતા. આ બાબતે બધું સમુંનમું પાર ઊતરે તે માટે તેમણે પૂ. બાપાનો પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમની દીકરીઓ પિયરમાં આવતી થઈ ગઈ હતી.
શ્રી નરોત્તમભાઈ બી. પ્રજાપતિ, માણસા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમને જૂનું મકાન વેચી નવું મકાન ખરીદવું હતું. પરંતુ આ કાર્યમાં છેલ્લા બાર માસથી સફળતા મળતી ન હતી. છેવટે પૂ. બાપાનું શરણું લઈ પરચો માનતા નિયત સમય મર્યાદામાં જ તેમને પસંદગીના વિસ્તારમાં મનપસંદ મકાન મળી ગયું. એટલું જ નહિ પણ ત્યાર બાદ ખૂબ જ અલ્પ સમયમાં તેમનું જૂનું મકાન અપેક્ષિત કિંમતે વેચાઈ ગયું.
શ્રી સુધાબેન એચ. દેસાઈ, અમદાવાદથી લખે છે: તેઓ ચોથે માળે રહે છે. 1 વર્ષથી લીફટ બંધ હોવાને કારણે ઘણી હાલાકી ભોગવવી પડતી હતી. વળી તેમના ઘરે પ્રસંગ આવવાનો હતો. લીફટ વ્હેલી તકે ચાલુ થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી 1 મહિનામાં જ લીફટ ચાલુ થઈ ગઈ.
શ્રીમતી હંસાબેન આર. પટેલ, બોરિયા (જિ. સુરત)થી લખે છે: તેમની પુત્રીને ધો.10 પછી ડીપ્લોમા ઈલે. એન્જી.માં પ્રવેશ મળી જાય. પણ તેને ડીગ્રી કોર્ષ કરવાની ઈચ્છા હતી. પૂ. બાપાના પરચાના પ્રતાપે તેણીએ ડીપ્લોમાના અંતિમ સેમેસ્ટરમાં 73 ટકા મેળવી ડીગ્રીમાં એડમીશન મેળવ્યું. આ ઉપરાંત બીજી પુત્રીને પણ ધો. 12 વિ.પ્ર.માં ઓછા ટકા આવ્યા હોવા છતાં બી.ફાર્મમાં એડમીશન મળી ગયું. ત્યાર બાદ બી.ફાર્મના પ્રથમ સેમેસ્ટરમાં તે મુશ્કેલીભરી પરિસ્થિતીમાં પણ સારા માર્કસ સાથે ઊત્તીર્ણ થઈ. આ માટે તેણે (હિરલબહેને) પૂ. બાપાનો પરચો માન્યો હતો. હિરલબહેનના પિતાશ્રીની ખાંસીની તકલીફ પણ પૂ. બાપાએ મટાડી. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રી અમીતાબેન એન. મહેતા, સુરતથી લખે છે: તેમનું મંગળસૂત્ર રસ્તામાં ક્યાંક પડી ગયું હતું. બે-ત્રણ કલાક પછી તેમને જાણ થતા તુરત જ તેમણે પૂ. બાપાને સ્મર્યા અને મંગળસૂત્ર મળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બગીચાના એક ખૂણામાંથી મળી આવ્યું. બીજું, એક પ્રસંગમાં તેમના ભાભીની તબિયત બગડી જતા તેઓ તોતડું બોલતા થઈ ગયા હતા. પૂ. બાપાનો પરચો માનતા તેને તદ્ન સારું થઈ ગયું.
મનોકામના પૂર્ણ થઈ છે પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયો છે: સર્વશ્રી હર્ષદાબેન મંગે - મુંબઈ, ભગવતીબેન ઝવેરી - સુરત, જાગૃતિબેન ઓઝા - ભાવનગર, કાજલબેન મૈસુરીયા - મઢી, સુરેશભાઈ પટેલ - ઊંઝા, ભરતભાઈ દરજી - લીંબાસી, કંચનબેન ભટ્ટ - મુંબઈ, યશભાઈ વાયલા - સુરત, ઉષાબેન રંગવાલા - સુરત, સચીનભાઈ ગોસલીયા - મુંબઈ, ઉષાબેન ગોસલીયા - મુંબઈ, રાખીબેન ગોસલીયા - મુંબઈ, રમણલાલ સેવક - વણાકબોરી, એસ. કે. અવાશિયા - અમદાવાદ, નગીનદાસ સાગર - મુંબઈ, હેમાબેન લાડ - દેગામ, નીરૂબેન ચૌધરી- નળધરા, દિનેશભાઈ શાહ - અમદાવાદ, નારણભાઈ પટેલ - વડોદરા, ઈન્દુબેન તન્ના - મુંબઈ, કલ્પનાબેન મોદી - વડોદરા, અશોકભાઈ હળપતિ - સિંગોદ, રમણભાઈ પટેલ - પરબ, ચંદ્રકાંતભાઈ રાઠોડ - તામિલમાડુ, મયુરભાઈ પટેલ - લીંગડા, લલીતાબેન રાયચુરા - ખંભાલીયા, ઉર્મિલાબેન કારીયા - ભાવનગર, રેખાબેન ઓલપાડવાલા - મુંબઈ, સંગીતાબેન વોરા - સાંગલી, નીલાબેન પટેલ - રાનકુવા - નયનાબેન શાહ - મુંબઈ, નીલાબેન તન્ના જામનગર, મોહનભાઈ બામણીયા - દીવ, અમિતાબેન પટેલ - ઊંઝા, નિમિષાબેન પટેલ - ઊંઝા, રાજેશ્રીબેન ભાવસાર - ઊંઝા, જગદીશભાઈ પટેલ - સોંસક, ભરતભાઈ પટેલ - પુના, હેમાંગીબેન ગુપ્તા - વડાલા, પરમારભાઈ પટેલ - સંઘરી, સીતાબેન સોમૈયા - પાલનપુર, પ્રવિણભાઈ ઢીંમર - નવસારી, નિર્મલાબેન પટેલ - બીલીમોરા, નૈમીષાબેન સોલંકી - અમદાવાદ, છાયલભાઈ જરીવાલા - સુરત, મનીષાબેન ભગદેવ - રાજકોટ, અશોકભાઈ ઘીવાલા - ભરૂચ, રમણભાઈ પટેલ - પરબ, ભગવતીબેન ચૌધરી - સાયણ, કીર્તીબેન વાઘેલા - જલગાવ (મહારાષ્ટ્ર), સુધીરભાઈ શાહ - ભરૂચ.