Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (India) – May 2011    << Back to Archive Home  


શ્રી વિજયભાઈ બી. પટેલ; વલસાડથી લખે છે: તેઓ એલ.આઈ.સી. ઓફિસમાં સહાયક તરીકે ફરજ બજાવે છે. તેમણે ઉચ્ચ શ્રેણી સહાયક માટેના પર્સનલ ઈન્ટરવ્યુ પ્રમોશન માટે ઘણાં સમયથી આપેલા. જે ઘણા સરસ જવા છતાં પસંદગી થતી ન હતી. સાથે પ્રોગ્રામની પરીક્ષા બે વખત પાસ કરવા છતાં તે ફિલ્ડમાં પણ પસંદગી થતી ન હતી. જ્યારે પૂ.બાપાનું નામ લઈ, પરચો માની ફરી ઈન્ટરવ્યુ આપતા તેમનું પ્રમોશન થઈ ગયું. પૂ.બાપાના આશીર્વાદથી તેમના સાળાને પણ સારી કંપનીમાં મનપસંદ ફિલ્ડમાં નોકરી મળી. બીજું, તેમના માસીના દીકરાને ફેફસાંનો ટી.બી. હતો. પૂ.બાપાની દયા થકી તેનું જોખમી ઓપરેશન સફળ થયું અને સ્વાસ્થ્ય પણ ધીરે ધીરે તદ્ન સારું થઈ ગયું.

શ્રી રવિકાંત ઈશ્વરભાઈ પટેલ; મુંબઈથી લખે છે: તેમનો પુત્ર છેલ્લા બાર વર્ષથી અમેરિકામાં વસતો હોઈ, તેણે ગ્રીન કાર્ડ માટે અરજી કરેલ. પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાંય તેને ગ્રીન કાર્ડ મળતું ન હતું. આથી તેમણે પૂ. બાપાની પૂજા-અર્ચન કરી પરચો છપાવવાની માનતા માની. સર્વે ભક્તોની વહારે આવનાર પૂ. બાપાની અનન્ય દયાથી તેમના પુત્રને ચાર વીકમાં જ ગ્રીન કાર્ડ મળી ગયું.

શ્રીમતિ નિતાબેન એ. પટેલ; ભિનાર (જિ.નવસારી)થી લખે છે: તેમને સરકારી ક્વાટર મળી જાય તે માટે તેમણે પૂ. જલારામ બાપાનું શરણ લઈ, પરચો છપાવવાની ટેક તથા ટોપરું ખાવાની બાધા લીધી હતી. પૂ. બાપાની કૃપા દ્રષ્ટિથી તેમને સરકારી ક્વાટર મળી ગયું. વળી પૂ. બાપાની દયાથી તેમના પતિને હોઠમાંથી નીકળતું પાણી બંધ થઈ ગયું અને તેમના ભાઈનો ખોવાયેલ મોબાઈલ પરત મળી ગયો.

શ્રીમતિ મીનાક્ષીબેન એન. ચૌહાણ; બીલીમોરા (જિ.સુરત)થી લખે છે: તેમનો પુત્ર-પુત્રવધુ અમેરિકામાં સારી રીતે સેટ થઈ જાય અને પોતાનું ઘર થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય લીધો હતો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમની એ ઈચ્છા પરિપૂર્ણ થયેલ છે. તેમના દાદા-દાદીની અમેરિકા જવાની ઈચ્છા પણ સફળ થયેલ છે. પૂ. બાપાના ચરણોમાં આદર પ્રણામ.

શ્રી શારદાબેન આઈ. પટેલ; વક્તાપુરા (જિ.પંચમહાલ)થી લખે છે: તેમની ભાણીને પેટમાં તથા પેશાબમાં તકલીફ હોઈ ડોકટરે ઈન્ફેક્શન છે અને મટતા વાર લાગશે તેવું જણાવ્યું. આથી તેમણે પૂ. બાપાનું શરણ લઈ પરચો છપાવવાની માનતા માની. પૂ. બાપાની દયા થકી ડોક્ટરે જે લાંબા ગાળે મટશે તેવું કહ્યું હતું તે બીમારી ટૂંક સમયમાં જ મટી ગઈ.

શ્રી ભીખુભાઈ એન. મોદી; બીલીમોરા (જિ.સુરત)થી લખે છે: તેમની ભાણેજને હૃદયરોગની બીમારી હતી. થોડા સમય પહેલાં તેની તબિયત વધુ બગડતા સુરતની હાર્ટની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંના ડૉક્ટરે વાલ્વ ખરાબ હોવાનું જણાવી તબિયત નાજુક હોવાનું કહ્યું. ઓપરેશનનો ખર્ચ પણ મોટો થાય તેમ હતો. તેમ છતાં પૂ.બાપા ઉપર શ્રદ્ધા રાખી, પરચાની ટેક લઈ ઓપરેશન કરાવ્યું. જે પૂ.બાપાની કૃપાથી સફળતાપૂર્વક પાર પડ્યું. તબિયત ધીરે ધીરે સુધરતી ગઈ હાલ તે બિલકુલ સ્વસ્થ છે અને થોડું-ઘણું કામકાજ પણ કરી શકે છે.

શ્રી જયેશભાઈ કે. ત્રિવેદી; જુનાગઢથી લખે છે: તેમને ભાડુત સાથે થોડી બોલાચાલી થઈ જતા તેઓ તકલીફમાં આવી જાય તેમ હતું. આ બાબતે બધું સમુંનમું પાર ઊતરે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી ભાડુત કંઈપણ બોલ્યા વગર ભાડું આપી ગયા અને રાજીખુશીથી સમાધાન થઈ ગયું.

શ્રીમતિ હીરાબેન સી. ઠક્કર; નવસારીથી લખે છે: તેમને દશ વર્ષ અગાઉ થયેલ એક અકસ્માતમાં પગમાં મોટી ઈજા થતા સળિયો નાંખ્યો હતો. હાલમાં તે જ પગમાં ફરી, પડી જવાથી ઈજા થઈ. તે ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માનેલ. પૂ.બાપાની દયાથી ઓપરેશન સફળ થયું અને તેઓ બરાબર ચાલતા થઈ ગયા. તેમના પતિને પણ સ્કૂટર સ્લીપ થવાથી ફ્રેક્ચર થયેલ. પૂ.બાપાની કૃપાથી તેઓને પણ સારું થઈ ગયું.

શ્રી રેખાબેન ડી. ઓલપાડવાલા; ગોરેગાંવ (મુંબઈ)થી લખે છે: તેમના ફ્લેટમાં રીનોવેશન કરાવવાનું હતું પણ સોસાયટીની મંજૂરી અને નાણાકીય બાબતે થોડી અડચણો આવતી હતી. જે દૂર થાય અને રીપેરીંગ કામ સરળતાથી પાર પડી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયાથી તેમની તમામ અડચણો દૂર થઈ અને ફ્લેટનું રીપેરીંગ સરળતાથી થઈ ગયું.

શ્રી જાદવજી કે. રામાણી; કરીમનગર (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેમને ગળાની ઉપરના ભાગે અવારનવાર મસા થતા હતા. તેમના પુત્રને પણ પગમાં મસાની તકલીફ ઘણા સમયથી હતી. તેમનાં પત્નીને ટી.બી.ની ગાંઠને કારણે બે વર્ષથી ખાંસી સતાવતી હતી. ત્રણેયની શારીરિક તકલીફો દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેઓ ત્રણેયને બિલકુલ સારું થઈ ગયું.

શ્રી ગોવિંદલાલ એસ. દરજી; કાલોલ (જિ. પંચમહાલ)થી લખે છે: તેમની પુત્રવધૂ બાઈક પરથી પડી જવાથી ચહેરા ઉપર ગંભીર ઈજા થયેલી. તેના જડબાનો એક બાજુનો સાંધો છૂટો પડી ગયો અને કાનમાંથી લોહી નીકળતું હતું. આવા સમયે તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પુત્રવધૂને સારું થઈ જાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અમી દ્રષ્ટિથી પુત્રવધૂને બિલકુલ સારું થઈ ગયું.

શ્રી જયેશભાઈ ટી. ઠક્કર; અમદાવાદથી લખે છે: તેમણે એ.ટી.એમ. મશીનમાં રૂ. પંદર હજાર ઉપાડવાની પ્રોસેસ કરતા ફક્ત સાડા ચાર હજાર જ મળેલ. જે અંગે બેંકમાં રૂપિયા ઓછા મળ્યાની કરેલ ફરિયાદનો એક મહિના સુધી નિવેડો ન આવ્યો. આ પ્રશ્ન જલ્દીથી ઉકલે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી, પરચો માની બેન્કમાં વારંવાર રજુઆત ચાલુ રાખી. આ રકમ પરત મળે તેવું લાગતું ન હતું. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે આ રકમ મળી ગઈ.

શ્રી તિલકરામ જી. આચાર્ય; ચુડા (જિ. સુરેન્દ્રનગર)થી લખે છે: તેઓ પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમને પ્રમોશન મળતા ત્રીજું ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થયેલ. પરંતુ અનેક પ્રયત્નો અને ખર્ચ કરવા છતાં ઉપરી અધિકારી સહી કરતા ન હતાં. છેવટે, તેમણે આ કાર્ય પૂ.બાપાને સોપ્યું અને પરચો માન્યો. પૂ.બાપાની મ્હેરથી અધિકારીએ સહી કરી આપી.

શ્રી હેમલત્તાબેન એચ. લાડ; દેગામ (જિ. નવસારી)થી લખે છે: તેમની ભાણેજના લગ્ન પ્રસંગે મોસાળુ સારી રીતે થાય તેમજ દીકરાની નાદુરસ્ત તબિયત અંગેના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી મોસાળુ સારી રીતે થઈ ગયું અને દીકરાના રીપોર્ટ નોર્મલ આવ્યા તેમજ તેનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.

શ્રીમતિ સરયૂબેન જે. ઠક્કર; મહેસાણાથી લખે છે: તેમને દવાની આડઅસરથી બંને પગમાં સફેદ ડાઘ પડવા લાગ્યા હતા અને ધીમે ધીમે વધતા જતા હતા. સફેદ ડાઘ દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી ડાઘ સંપૂર્ણ મટી ગયા. બીજું, તેમની સોસાયટીનો રસ્તો કોઈએ બંધ કરી દેતા રહીશોને ઘણી જ મુશ્કેલી પડતી હતી. આ રસ્તો ખુલ્લો થાય તે માટે પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.
શ્રી અમૃતભાઈ એમ. રાવળ; પાટણ (જિ. મહેસાણા)થી લખે છે: તેમના ભાઈની અમદાવાદ સ્થિત ફેક્ટરી અન્ય સગા દ્વારા યેનકેન પ્રકારે લઈ લેવામાં આવી હતી. ફેક્ટરી તેમના ભાઈને પરત મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાએ તેમની અરજ સ્વીકારી ભાઈને ફેક્ટરી પરત મળી ગઈ. પૂ. બાપાને કોટિ કોટિ વંદન.

શ્રી ડી. ડી. પરમાર; જલગાંવ (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમના મિત્રએ વર્ષો પહેલાં બાયપાસ સર્જરી કરાવી હતી. હાલમાં તેને છાતીમાં દુ:ખાવો ઉપડતા એન્જ્યોગ્રાફી કરાવવાની સલાહ મળી. તેઓનો રીપોર્ટ નોર્મલ આવે અને આગળ પણ કોઈ તકલીફ ન થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી રીપોર્ટ તદ્ન નોર્મલ આવ્યો. તેમનાં પત્નીને પણ આરોગ્યને લગતી ઘણી તકલીફોમાં તદ્ન સારું થઈ જાય અને ફરી ડાયાલીસીસ ન કરાવવું પડે તે માટે તેમણે પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફલ સ્વરૂપ હાલમાં તેની તબિયત પણ ઘણી જ સારી છે.

શ્રી ઈન્દુમતીબેન બી. વ્યાસ; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમની દોહિત્રી તેની સહેલીના કહ્યામાં આવી ઘર છોડીને ચાલી ગઈ હતી. આ બનાવથી તેઓ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એ જ ક્ષણે તેમણે અને તેમના પુત્રએ પૂ.બાપાને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થી દોહિત્રીની કોઈ ભાળ મળે અને તે ઘરે હેમખેમ આવી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના પ્રયત્નો સફળ થયા અને બીજા જ દિવસે તેની ભાળ મળી ગઈ. તેને અને તેની સહેલીને ઘરે લઈ આવ્યા. હવે બધું હેમખેમ છે.

શ્રી દામોદરભાઈ સી. પંડ્યા; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેઓ પતિ-પત્ની પંદર દિવસની યુ.પી.-નેપાળ યાત્રાએ ગયા હતા. ત્યાં સખત ઠંડીના કારણે સાત દિવસ બાદ બન્નેની તબિયત બગડતા યાત્રા અધૂરી મૂકવી પડે તેવું લાગતું હતું. તેઓ બંનેએ પૂ.બાપાને યાદ કર્યા અને તબિયત સારી થઈ જાય તેમજ યાત્રા સુખરૂપ પૂર્ણ થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપા દ્રષ્ટિથી બંનેની તબિયત સારી થઈ ગઈ અને યાત્રા પણ સુખરૂપ પૂર્ણ થઈ.

શ્રીમતિ રમાબેન બી. પંડિત; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેઓ વલસાડ શિક્ષણ વિભાગમાં કામ કરે છે. તેમની બદલી સુરત થતા અવગડતા પડતી હતી. આ બદલી રદ થઈ ફરી વલસાડ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની બદલી ફરી વલસાડમાં થઈ ગઈ.

શ્રી સોમચંદભાઈ કે. પટેલ; શામળાજી (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમના ગામમાં સામૂહિક વિવાહનો પ્રસંગ રાખ્યો હતો. પરંતુ ખરા સમયે જ ઉપપ્રમુખ બીમાર થવાથી કાર્યક્રમની જવાબદારી તેમની શિરે આવી. આ પ્રસંગ નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની મ્હેરથી સમૂહ લગ્નનો પ્રસંગ રંગેચંગે સંપન્ન થયો.

શ્રીમતિ પૂર્ણિમાબેન એચ. ધારીવાલા; સુરતથી લખે છે: તેમના દીકરાનું સગપણ સંસ્કારી કન્યા સાથે થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી દીકરાનું સગપણ સારી જગ્યાએ સંસ્કારી કન્યા સાથે થયું અને લગ્ન પણ ધામધૂમથી થઈ ગયા. તેમની ભત્રીજીની દીકરીની બીમારી પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે દૂર થઈ. આ ઉપરાંત, પૌત્ર, પૌત્રી પણ પરીક્ષામાં પાસ થયા.

શ્રીમતિ જિજ્ઞાબેન વી. લાડ; અંધેરી (મુંબઈ)થી લખે છે: તેમના દેરાણીને બે વખત મીસ ડીલેવરી થઈ હતી. એને ફરી સારા દિવસો રહેતા તેમણે તુરત જ પૂ.બાપાને યાદ કરી આ વખતે બધું હેમખેમ પાર પડે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આ ઉપરાંત, જીવનની અનેક મુસીબતો અને અડચણો વખતે પૂ.બાપાની અસીમ કૃપા વરસી છે. તેમના પતિના ધંધામાં આવેલી મુશ્કેલીમાં પણ રાહત મળી છે.

શ્રીમતિ નયનાબેન એચ. પંડ્યા; અમદાવાદથી લખે છે: તેમના પુત્રનું બાઈક ચોરાઈ ગયું હતું. તે હેમખેમ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી બાઈક મળી આવ્યું. પરમ કૃપાળુ પૂ.બાપાના ચરણોમાં વારંવાર વંદન.

શ્રીમતિ ગીતાબેન એમ. મીસ્ત્રી; કોસંબા (જિ. વલસાડ)થી લખે છે: તેઓ તેમના પતિ - પુત્ર સાથે સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાર ઝડપે આવી રહેલ એક સ્કૂટર સ્વાર તેને અડફેટે લઈ ભાગી ગયો. ત્રણેયને ફ્રેકચર થયું. સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી ઓપરેશન બાદ ત્રણેયને સારું થઈ ગયું.

શ્રી ગીતાબેન જે. મહેતા; કોસંબા (જિ.વલસાડ)થી લખે છે: તેમના ભાઈના મકાન માટેનો કેસ છેલ્લા પાંચ વર્ષથી ચાલતો હતો. કાર્ય કોઈ રીતે પાર પડે એમ લાગતું ન હતું. આથી તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને કેસનો નિવેડો આવે તે માટે પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી ખૂબ જ ટૂંકા સમયગાળામાં જ મકાનનો કબ્જો મળી ગયો. અને કોર્ટમાં સામેની વ્યક્તિએ કરેલા કેસ પણ પાર પડી ગયા.

શ્રી નરેન્દ્રસિંહ સી. પઢિયાર; ભરૂચથી લખે છે: તેમના સસરાજીના અવસાન બાદ તેના નામે રહેલા બેંકના 100 શેર તેમના સાસુમાના નામે ફેરબદલ કરવા તેમણે 10 વર્ષ સુધી કાર્યવાહી કરી. પરંતુ કોઈને કોઈ કારણસર વિલંબ થતો. વકીલની સલાહ લેતા તેણે 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થશે તેવું જણાવ્યું. આખરે તેમણે પૂ.બાપા ઉપર શ્રદ્ધા રાખી અને કોઈ પણ ખર્ચ વિના આ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થાય તે માટે પરચો માન્યો. ...ને ખરેખર ચમત્કાર થયો. જે કાર્ય 10 વર્ષથી અપૂર્ણ હતું તે પૂ.બાપાની કૃપાથી ખૂબ જ ઓછા ખર્ચમાં અને ટુંક સમયમાં જ પૂર્ણ થઈ ગયું.

શ્રી ધનુબેન એ. પટેલ; ઈચ્છાપુર (જિ.સુરત)થી લખે છે: તેમની વિધવા દીકરીનું પેન્શન બંધ થઈ ગયું હતું. તેમજ પી.એફ.ની રકમ પણ અટકી હતી. બંને રકમ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેનું પેન્શન ચાલુ થઈ ગયું અને પી.એફ.ની રકમ પણ મળી ગઈ.
શ્રીમતિ ખીમાવંતીબેન જે. મોરયાણી; રાજકોટથી લખે છે: તેમની પુત્રવધૂ વીરપુર દર્શનાર્થે ગઈ હતી. જ્યાં તેને ડીલેવરીનો દુ:ખાવો ઉપડતા તાત્કાલિક રાજકોટ લઈ જવાની સલાહ મળી. પૂ.બાપાની દયાથી તે રાજકોટ હેમખેમ આવી અને સુખરૂપ ડીલેવરી થઈ. પરંતુ નવજાત શિશુ ખૂબ જ નબળું હતું. ત્યારે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા તેને પણ ધીરે ધીરે બિલકુલ સારું થઈ ગયું. તેમની પૌત્રીને શ્વસુરપક્ષે મનદુ:ખ હોવાથી તે ઘર છોડી નીકળી ગઈ તે વેળાએ પણ પૂ.બાપાએ તેની રક્ષા કરી અને પૌત્રી તેમના ઘરે સહીલામત આવી ગઈ. આ ઉપરાંત, તેમની દીકરીનું ચોરાયેલું સ્કુટી પણ પૂ.બાપાની કૃપાથી મળી આવ્યું. તેમના સ્નેહી શ્રી મનહરલાલભાઈ શેર બજારમાં મોટી મુસીબતમાં મુકાઈ ગયા હતા. પૂ.બાપાએ તેને પણ ઉગારી લીધા.
શ્રીમતિ દેવીબેન જે. સોલંકી; બીલીમોરા (જિ.વલસાડ)થી લખે છે: ટ્રેન પકડતી વખતે ભાણેજ જમાઈનો હાથ છટકી ગયો અને પ્લેટફોર્મ પર પડી ગયા. ડૉક્ટરે તાત્કાલિક સીટી સ્કેન વગેરે કાર્યવાહી ચાલુ કરી. તે રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયા થકી તેના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા. અને માથામાં પણ કોઈ તકલીફ ન રહી.

શ્રીમતિ રૂપલબેન કે. મહેતા; ભરૂચથી લખે છે: તેમના ઘરે પુત્રનું પારણું ઝુલે તે માટે તેમણે પૂ.બાપાનું શરણું લઈ પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાના આશીર્વાદથી તેમના ઘરે પુત્રનું પારણું ઝૂલતું થયું. તેમજ ઓપરેશન બાદના દુ:ખાવામાં પણ રાહત થઈ ગઈ. તેમના બહેનને મોંમાં વારંવાર ચાંદા પડતાં હતાં. દવાઓથી ફેર ન પડ્યો પણ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેને ધીરે ધીરે સારું થવા લાગ્યું.

શ્રીમતિ વર્ષાબેન પી. પટેલ; ખરોલી (જિ. નવસારી)થી લખે છે: તેમના પતિ હૃદયની બીમારીથી ત્રસ્ત હતા. સુરત સિવીલ હોસ્પિટલમાં દાખલ કરતાં ઓપરેશન કરાવવાનું જણાવેલ. ત્યારબાદ બીજી હોસ્પિટલમાં એન્જ્યોગ્રાફી કરાવી ત્યારે તેના નોર્મલ રીપોર્ટ માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી તેમના રીપોર્ટ નોર્મલ આવ્યા અને તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રી કાંતિલાલ ડી. ટંડેલ; બીલીમોરા (જિ.નવસારી)થી લખે છે: તેમના દીકરાને પરીક્ષા સમયે તાવ આવી જતા પેપર સારું લખાણું ન હતું. તે સારા માર્કસ મેળવી પાસ થાય તેમજ નાના દીકરાને પથરીનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની દયાથી તેમની બંને ઈચ્છા પૂર્ણ થઈ.

શ્રી નિકુંજભાઈ બી. ગાંધી; વીલેપાર્લે (મુંબઈ)થી લખે છે: તેમને પેન્શન સમયસર મળતું શરૂ થઈ જાય તેમજ દીકરીના લગ્ન ધાર્યા સમયની અંદર થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમનું પેન્શન ચાલુ થઈ ગયું અને દીકરીના લગ્ન પણ નિર્વિઘ્ને પાર પડ્યા.

શ્રી રજનીકાંતભાઈ આર. પટેલ; ઝાડેશ્વર (જિ. ભરૂચ)થી લખે છે: સાડા ત્રણ વર્ષ પહેલાં તેમને અકસ્માતે ઈલેકટ્રીક કરંટ લાગતા બંને પગ ઘૂંટણ નીચેથી કાપવા પડેલ તથા ઓપરેશન પ્લાસ્ટિક સર્જરી અને કૃત્રિમ પગ બનાવવાનો બધો ખર્ચ કંપનીએ ચૂકવેલ. ત્યાર બાદ હાલમાં નવા કૃત્રિમ પગ બનાવવાનો ખર્ચ આશરે રૂ. અઢી લાખ જેટલો થતો હોઈ, કંપનીમાં અરજી કરેલ. તે મંજૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માનેલ. પૂ.બાપાની અપાર કૃપાથી આંશિક ખર્ચની મંજૂરી મળી ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાની અમી દ્રષ્ટિથી તેમનાં પત્નીનું ગર્ભાશયનું મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.

શ્રી બળવંતસિંહ સી. ઝાલા; બોરીયા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમના ગામની દૂધ મંડળીમાં દૂધ ભરનારાઓએ દૂધ ભરવાનું બંધ કરી દીધું હતું. એક સજ્જ્નના કહેવા મુજબ તેમણે આ બાબતે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો... ને જોતજોતામાં તેમની મંડળીમાં 50 લીટર દૂધથી વધીને હાલ 250 લીટર દૂધ પહોંચી ગયું છે. આ પૂ.બાપાનો ચમત્કાર જ કહેવાય...!

શ્રી સોમાભાઈ આર. આહિર; પલસાણા (જિ. સુરત)થી લખે છે: તેમના પુત્રો શ્રી મનહરભાઈ તથા શ્રી પ્રવિણભાઈના સંયુક્ત નામે ચાલતી જમીનમાંથી શ્રી પ્રવિણભાઈએ પોતાનો હિસ્સો ઉઠાવી લીધો હતો. પરંતુ રેવન્યુ ખાતામાં નામ કમી કરવાના કામે ગૂંચવણ આવવાથી એન્ટ્રી નામંજુર કરવામાં આવી હતી. આ કાર્ય સરળતાથી પાર પડે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપા દ્રષ્ટિથી શ્રી મનહરભાઈના નામે જમીન થઈ ગઈ.

શ્રી શંકરભાઈ એમ. પટેલ; રામપુરા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમની દીકરી બે ભાણીયા મૂકીને દેવલોક પામતા પરિવાર નિરાધાર જેવો થઈ ગયો. આ બાબતે પૂ.બાપાને અરજ કરી, પરચો છપાવવાનો નિર્ણય કરતા છ માસમાં જ પૂ.બાપાની કૃપા વરસી. બંને ભાણીયાને સુસંસ્કારી માતા મળી ગઈ અને પરિવારમાં આનંદ છવાઈ ગયો. તેમના ડાબા પગની પીડા પણ પૂ.બાપાએ દૂર કરી.

શ્રી કાંતાબેન નાયક; નવસારીથી લખે છે: તેઓ અકસ્માતે પડી ગયા હતા. કોઈ ગંભીર ઈજા ન થઈ હોય અને ઓપરેશનની જરૂર ન પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની દયાથી તેમને કોઈ ગંભીર ઈજા ન થઈ.

શ્રી જયંતિભાઈ એસ. પટેલ; મોતીપુરા કંપા (જિ. સાબરકાંઠા)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમને પગમાં 6 માસથી દુ:ખાવો થતો હતો. પરંતુ પૂ.બાપાને પ્રાર્થવાથી બિલકુલ આરામ થઈ ગયો. પૂ.બાપાની કૃપાથી તેમની ભેંસ સારી કિંમતે વેચાઈ ગઈ અને પુત્રને પુત્રપ્રાપ્તિ થઈ. તેમની મોટી દીકરીને ગળામાં મસો થવાથી ડૉક્ટરે ઓપરેશનનું કહ્યું હતું. પરંતુ પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેને ફક્ત દવાથી જ સારું થઈ ગયું.

શ્રીમતિ છાયાબેન એસ. રવાણી; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમના માતુશ્રીને હૃદયની નળી બ્લોક થઈ જવાથી ડૉક્ટરે એન્જિયોપ્લાસ્ટ કરાવવાનું કહ્યું હતું. પરંતુ તેનો મોટો ખર્ચ ગજા બહારની વાત હતી. આ સંકટ સમયે તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને મૂંઝવણ દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની મૂંઝવણ દૂર થઈ. એન્જિયોપ્લાસ્ટ કરાવ્યા બાદ માતુશ્રીની તબિયત સારી થઈ ગઈ અને હરતા - ફરતા પણ થઈ ગયા.

શ્રીમતિ ચંદ્રિકાબેન બી. ઢેબર; વડોદરાથી લખે છે: તેમની દીકરીને ડોક, કમ્મર અને પડખામાં સખત દુ:ખાવો રહેતા ડૉક્ટરે મણકો ઘસાઈ ગયો હોવાનું નિદાન કર્યું. બે મહિના દવા લીધી પણ તેમાંથી પથરીનો દુ:ખાવો ઉપડ્યો. સતત ચિંતા સાથે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને દીકરીની શારીરિક તકલીફ દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અમી નજરથી દીકરીનું દર્દ દૂર થયું.

શ્રીમતિ ભક્તિબેન એમ. પટેલ; નડિયાદ (જિ. ખેડા)થી લખે છે: કંપનીમાં કામ કરતી વેળાએ ઝેરી ગેસ ગળતર થવાથી તેમનો નાનો પુત્ર ગંભીર હાલતમાં હતો. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમનો પુત્ર બચી ગયો અને બિલકુલ સ્વસ્થ થઈ ગયો. વધુમાં, પૂ.બાપાની દયાથી તેમના મોટા પુત્રનું એપેન્ડીક્ષનું ઓપરેશન સફળ થયું. પૂ.બાપાના નામ - સ્મરણ માત્રથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

શ્રીમતિ રક્ષાબેન એસ. છટીયાવાલા; સુરતથી લખે છે: પૂ. બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર ઈલે. એન્જિ.માં સારા માર્કસ મેળવી પાસ થયો. તેમજ તેમની તેમની પુત્રીને નોર્મલ ડીલેવરી થઈ. તેમને છાતીમાં ગાંઠ થઈ હતી, પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે ગાંઠ ઓપરેશન વગર દૂર થઈ. પૂ. બાપાએ તેમને કમળાની બીમારીમાંથી પણ ઉગારી લીધા.

શ્રીમતિ નિર્મળાબેન આર. કરંગિઆ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની દીકરીને પ્રેગનન્સી દરમ્યાન ડોક્ટરોને કોમ્પલીકેશન્સની આશંકા થતી હતી. આથી તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને દીકરીની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેને નોર્મલ ડીલેવરી થઈ. વળી, તેમના માતુશ્રીને પગમાં અસહ્ય દુ:ખાવો થતો હતો. દવાઓથી ખાસ રાહત થતી ન હતી. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી બીજા જ દિવસથી તેને રાહત થવા લાગી.

શ્રી કુસુમબેન એ. પટેલ; વાંસી (જિ. નવસારી)થી લખે છે: તેમની નાની દીકરીને બે વખત મીસ ડીલેવરી થઈ હતી. તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પ્રાત:સ્મરણીય પૂ.બાપાની પરમ કૃપાથી તેમની નાની દીકરીને સંતાનસુખ મળ્યું.

શ્રી રસિકભાઈ તેજુરા; બેંગ્લોર (કર્ણાટક)થી લખે છે: સિકંદ્રાબાદની એક બેંક એકાએક બંધ થઈ અને 2001ની સાલમાં લિકવીડેશનમાં ગઈ. રીઝર્વ બેન્ક ધારાધોરણ પ્રમાણે લિક્વીડેટર તરફથી વધુમાં વધુ રૂ. એક લાખ મળી શકે તે માર્ચ 2002માં મળ્યા. ત્યાર બાદ વર્ષો સુધી ખૂબ જ પ્રયત્નો છતાં, કોઈ જ જવાબ મળતો નહિ. 2010માં આર.ટી.આઈ. એક્ટની રૂએ પૂછાવતા જાણ્યું કે હજુ ફાઈનલ ઓડિટ થવામાં છે અને બાબત કોર્ટને આધિન છે. આથી પૂ.બાપાને પ્રાર્થ્યા અને કામ પરિપૂર્ણ થાય તે માટે પરચો માન્યો. તે જ વર્ષમાં કોર્ટ થકી પૂ.બાપાની કૃપાથી મુદ્લ રકમ મળી ગઈ.

શ્રીમતિ જશુબેન એમ. ચૌહાણ; મીરાં રોડ (મુંબઈ)થી લખે છે: તેમના નાના પુત્રને દાઢનું હાડકું અડધું તૂટી ગયું હોવાથી ખૂબ જ તકલીફ થતી હતી. ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશન અને બાયોપ્સી ટેસ્ટ જરૂરી હતા. આ ઓપરેશન સફળ થાય અને બોયોપ્સી ટેસ્ટનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી ઓપરેશન સફળ થયું અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.

શ્રી પૂર્ણિમાબેન એ. મણિયાર; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: તેમનો સુરતમાંનો ફ્લેટ દોઢ વર્ષથી વેચવા મૂક્યો હતો. તેની સામે નવા ફ્લેટના પૈસા ચૂકવવાના હતા. અનેક પ્રયત્નો કરવા છતાં ફ્લેટ વેચાતો ન હતો. આથી તેમણે પૂ.બાપાને ખૂબ વિનંતી કરી અને પરચો માન્યો... ને જાણે ચમત્કાર રૂપે બીજા જ દિવસે ફ્લેટની ટોકન રકમ મળી ગઈ. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર છે.

શ્રીમતિ ચંદ્રિકાબેન જે. ઠક્કર; અમદાવાદથી લખે છે: અમેરિકામાં રહેતા તેમના પુત્રના મગજની નસ ફાટી ગઈ હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની અપાર દયા અને સારવારથી તેમના પુત્રને નવજીવન મળ્યું. વળી, તે અહીં આવી સૌને મળીને પરત અમેરિકા પહોંચી ગયો. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમની ભત્રીજીની કિડનીનું ઓપરેશન સફળ થયું. કિડની લેનાર અને દેનાર બંને સંપૂર્ણ સ્વસ્થ છે. તેમની પુત્રવધૂનો પથરીનો દુ:ખાવો તથા ભાણિયાનું લાપોટિયું પૂ.બાપાએ જ મટાડ્યા. પૂ.બાપાના આશીર્વાદથી તેમના જમાઈને બીજી સારી નોકરી મળી ગઈ.

શ્રીમતિ મંજુલાબેન જે. સુરતી; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમની પુત્રીને વારંવાર મીસ ડીલેવરી થતી હતી. તેને સંતાનસુખ મળે તે માટે તેમણે પૂ.બાપાનું રટણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની અસીમ કૃપાથી દીકરીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેમને મોંમાં થયેલ ફોલ્લી તથા પડોશી બહેનને ગળામાં થયેલી ગાંઠ પૂ.બાપાની કૃપાથી મટી ગઈ.

શ્રી જયંતિભાઈ એમ. પટેલ; સુરતથી લખે છે: તેમનો જુનાગઢ ખાતેનો જમીનનો પ્લોટ તથા સુરત ખાતેની બાલભવન નગરી વેચાતી ન હતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાનું શરણ લઈ પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી બંને જગ્યાઓ પંદર જ દિવસમાં વેચાઈ ગઈ અને તેના નાણાં પણ રોકડા મળી ગયા.

શ્રી રાજેન્દ્રભાઈ સી. ગાંધી; સુરતથી લખે છે: અમેરિકા સ્થિત તેમના પુત્રએ એક સ્ટોરનો સોદો નક્કી કર્યો હતો. જેની લોન માટે છેલ્લી ઘડીએ પૈસા ન મળી શક્યા. ત્યાર બાદ અનેક જગ્યાએ કરેલા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. તેનું આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી કોઈ સજ્જને તેને પૈસાની મદદ કરી અને તેણે સ્ટોર ખરીદી ચાલુ કરી દીધો. વળી, તે ખૂબ જ સારો ચાલે છે.

શ્રી પ્રફુલભાઈ જી. પટેલ; નરસંડા (જિ. ખેડા)થી લખે છે: તેમના પુત્રના લગ્ન વિદેશી કન્યા સાથે થાય અને પુત્ર વિદેશ સ્થાયી થાય તે માટે તેમણે પૂ.બાપાને કરેલી પ્રાર્થના ફળી. લગ્નના નજીકના દિવસોમાં વયોવૃદ્ધ મોટા બાની તબિયત બગડતા પ્રસંગ બાબતે ચિંતા હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા બધું સમયસર પાર પડી ગયું.

શ્રી રમણભાઈ એમ. પરમાર; વડોદરાથી લખે છે: તેમની નબળી આર્થિક પરિસ્થિતીને કારણે પુત્રના સગપણમાં વિલંબ થતો હતો. વળી, નાણાંના અભાવે ઘરનું મકાન બનાવવાની ઈચ્છા પણ અધૂરી રહેતી હતી. આ બંને કાર્યો પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને વિનંતી કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી, પુત્રનું સગપણ - લગ્ન ટૂંક સમયમાં જ થયા અને નાણાંકીય મદદ મળી જતા મકાન બનાવવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ.

મનોકામના પૂર્ણ થઈ છે
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી
કુમુદબેન માવાણી - મુંબઈ;
હરિભાઈ પટેલ - લીમડીઆ;
રીટાબેન કુવાડીયા - સુરત;
ચંદુભાઈ પટેલ - ભુરાકોઈ;
મોહનલાલ શાહ - મુંબઈ;
હેતલબેન પટેલ - વલસાડ;
કેશુભાઈ પટેલ - મુંબઈ;
ઈચ્છાશંકર ભટ્ટ - મુંબઈ;
મહેન્દ્રભાઈ પટેલ - વેલુંક;
વર્ષાબેન ચૌધરી - રખીયલ;
ભાનુબેન પટેલ - આછવણી;
જયેશકુમાર ચૌધરી - મડુંવરીઆ;
રમણભાઈ પટેલ - પરબ;
ભાવનાબેન પાબારી - રાજકોટ;
ચારૂબેન ઉનડકટ - અંકલેશ્વર;
સુર્યકાંતભાઈ ટાંક - વડોદરા;
રમીલાબેન અમલાણી - મુંબઈ;
પુષ્પાબેન આહિર - સેલવાસ;
ભીખુભાઈ નાયક - કવોલી;
રમણલાલ મોદી - ભરૂચ;
ભાવનાબેન વૈદ્ય - ખેરાલું;
મફતભાઈ કાપડીયા - સમાદરા;
અનીલાબેન જોષી - પાલનપુર;
જશુબેન પટેલ - કોસંબા;
લક્ષ્મીબેન પઢીયાર - વલીપુરા;
જગદીશભાઈ ડાકી - તાલોદ્રા;
જયેશકુમાર શાહ - મુંબઈ;
હિનાબેન દેસાઈ - વલસાડ;
નેહલબેન નાયક - વાપી;
કિરીટભાઈ શાહ - રાજકોટ;
પાર્વતીબેન પટેલ - કુંભારી;
આર. સી. પારેખ - દોલતપુરા;
રમણભાઈ પટેલ - ચીખોદ્રા;
અનસુયાબેન ઝાલેરા - મોરબી;
ચંપાબેન ખલાસી - સુરત;
ભાનુબેન પટેલ - સુરત;
રાજેષભાઈ પટેલ - કનેરા;
જ્યોતિબેન ખત્રી - પુના;
હિનાબેન વખારીયા - સુરત;
પ્રદિપભાઈ વોરા - ભાવનગર;
મુક્તાબેન ઠક્કર - અમદાવાદ;
રવિભાઈ પટેલ - સુરત;
લતાબેન હરિશકુમાર - સુરત;
રાજેન્દ્રભાઈ પ્રજાપતી - વલસાડ;
પાર્વતીબેન પટેલ - મુંબઈ;
વિજયભાઈ જાની - અમદાવાદ;
વર્ષાબેન કારીયા - ભાવનગર;
મધુબેન વાળા - જુનાગઢ;
નીરૂબેન પોપટ - અમદાવાદ;
જગદીશભાઈ ડાકી - તાલોદ્રા;
ઉષાબેન સોપારીવાલા - સુરત;
મોહનભાઈ પરમાર - વિરમગામ;
સદાશિવભાઈ ભટ્ટ - અમદાવાદ;
સુકેતાબેન પટેલ - અમદાવાદ;
વિનોદભાઈ પટેલ - હડમતિયા;
અમૃતલાલ પારેખ - સુરત;
સુમનબેન વખારીયા - સુરત;
પ્રતીભાબેન જરીવાલા - સુરત;
બકુલાબેન વાપલા - સુરત;
હસમુખભાઈ વજરીયા - રાજકોટ;
લીનાબેન કોઠારી - મુંબઈ;
કૌશીકભાઈ ઠક્કર - નખત્રાણા;
રાજેષભાઈ ધાબલીયા - મુંબઈ;
મધુબેન ગોકાણી - રાજકોટ;
યુ. કે. દવે - વલસાડ;
ધર્મેશભાઈ પોપટ - વલસાડ;
કમળાબેન સોની - થાણા;
ક્રિષ્નાબેન ભટ્ટ - મુંબઈ;
નૈનેષભાઈ પટેલ - નાવલી;
જ્યોત્સનાબેન ચોકસી - વડોદરા;
સુમીત્રાબેન પટેલ - વડોદરા;
શાન્તાબેન રાઠોડ - મુંબઈ;
હંસાબેન ઠક્કર - ચાણા;
પાર્વતીબેન વસાવા - અલમાવાડી;
બાબુલાલ વી. દરજી - બોલુન્દ્રા;
બી. એ. પરમાર - રાનવેરીકલ્લા;
હસમુખભાઈ પટેલ - લીંગડા;
કનુભાઈ સુથાર - સામરખા;
હરીલાલ પટેલ - નાસીક;
કીર્તિબેન દેસાઈ - સુરત;
રમેશભાઈ પટેલ - મુંબઈ;
મંજુલાબેન શાહ - મુંબઈ;
ચેતનાબેન વેદાંત - મુંબઈ;
પુષ્પાબેન દવે - વડોદરા;
કુસુમબેન મૈસુરીયા - સાયણ;
રક્ષાબેન પટેલ - વડોદરા;
પ્રીતીબેન ભાટીયા - મુંબઈ;
ભદ્રીકાબેન શાહ - મુંબઈ;
અલ્કાબેન જાની - વડોદરા;
લીલાબેન કાંપડીયા - ખેરગામ;
ઈલાબેન ઝવેરી - સલાબતપુરા;
અજયભાઈ મહેતા - મુંબઈ;
ધવલકુમાર પટેલ - બોરડી;
જોઈતીબેન પ્રજાપતી - કુંકરવાડા;
પ્રતાપબા આટોદરીયા - ફીચવાડ;
શાંતાબેન નાયક - અમદાવાદ;
રાજેન્દ્રગિરી ગોસ્વામી - ભૈરવ;
મયુરભાઈ પટેલ - લીંગડા;
શંકરભાઈ જાદવ - થાણા;
અમીબેન કોડીયા - સુરત;
ભીખુભાઈ વાળંદ - ખડોદી;
રવજીભાઈ વાડીયા - માનકુવા.
સ્વજનોની બીમારી દૂર થઈ છે

પૂ. જલારામ બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના સ્વજનોની બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
તેજલબેન મહેતા - ભુજ-કચ્છ;
જયાબેન મિસ્ત્રી - હરસોલ;
સતીલાબેન ચૌધરી - વ્યારા;
મધુબેન દારૂવાલા - સુરત;
અરૂણાબેન પટેલ - મુંબઈ;
સુરેશભાઈ પટેલ - કરચીયા;
કોકિલાબેન પટેલ - નાપાડ;
જાગૃતીબેન શાહ - મુંબઈ;
રાજેશભાઈ સોની - સાઠંબા;
ઉષાબેન વડોદરીયા - પુના;
જલ્પાબેન નાગ્રેચા - મુંબઈ;
દુર્ગાબેન નાયક - ઈડર;
રાધાબેન પટેલ - દેવસર;
મંજુલાબેન અમલસાડ - નવસારી;
મંગુભાઈ પટેલ - ડુંગરી;
રામાભાઈ પ્રજાપતી - સેષપુર;
કરણભાઈ દરજી - વલસાડ;
દર્શનાબેન પુજારા - ધાંગધ્રા;
કાંતાબેન પટેલ - વડોદરા;
રાધાબેન જીણાવાળા - સુરત;
રંજનબેન ઠક્કર - નાગપુર;
જશુબેન ચૌધરી - મઢી;
હરેશકુમાર પટેલ - ત્રીચી;
દર્શનાબેન વસંત - પાચોરા;
રમાબેન દરજી - હાલોલ;
મધુબેન વિઠલાણી - વડોદરા;
ઉર્મિલાબેન પરમાર - કલીયારી;
ધીરૂભાઈ પટેલ - કોસંબા;
દક્ષાબેન પટેલ - સાયણ;
દેવાભાઈ આહિર - નવસારી;
વિનોદભાઈ ચૌહાણ - અમદાવાદ;
મધુબેન ભગત - અમલસાડ;
ઉર્મિલાબેન પરમાર - કલીયારી;
કુંજલતાબેન દરજી - વડોદરા;
વિનુભાઈ ઢેઢી - મેમનગર;
પાર્વતીબેન પટેલ - ખતલવાડી;
વિશાભાઈ પ્રજાપતી - સાઠંબા;
અર્જુનભાઈ પટેલ - સાઘણી;
મનહરલાલ કામલી - ફલસા;
હિતેશકુમાર પટેલ - ગુંડીચા;
કે. એસ. પટેલ - અમદાવાદ;
હિતેશકુમાર રાણા - ભરૂચ;
રંજનબેન જોષી - મુંબઈ;
રમેશભાઈ પાનવાલા - ચીખલી;
લીનાબેન સોઢા - મુંબઈ;
શીલાબેન ઠક્કર - અમરાવતી;
વિજયભાઈ કાનાબાર - કોડીનાર;
કોદારલાલ પંચાલ - પેપાપુર;
કોકીલાબેન પટેલ - વલસાડ;
હર્ષાબેન કીરી - અમરાવતી;
ઉષાબેન રાડીયા - હૈદરાબાદ;
વૈશાલીબેન રાણા - સુરત;
ચંદ્રિકાબેન - સુરત;
શાંતાબેન પટેલ - મુંબઈ;
જશુબેન નવાપરા - મોર;
ડાહ્યાભાઈ પટેલ - નવેરા.
સામાન્ય બીમારી દૂર થઈ છે

પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની નાની-મોટી બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
ગોવિંદભાઈ ગણાત્રા - પાટણ;
શરદભાઈ ત્રિવેદી - મુંબઈ;
પ્રદિપભાઈ તકવાણી - જામખંભાલીયા;
ભાવનાબેન દેસાઈ - મુંબઈ;
મહેન્દ્રભાઈ જોષી - વિદ્યાનગર;
કીરીટભાઈ મહેતા - મુંબઈ;
આર. જે. ત્રિપાઠી - અમદાવાદ;
હસુબેન પટેલ - ઉતરખંડા;
દિનેશભાઈ દરજી - અંજાર;
હિતેશકુમાર પટેલ - ગુંડીચા;
મીનાબેન પટેલ - હિમ્મતનગર;
જયેશભાઈ કોટેચા - અમદાવાદ;
શકુંતલાબેન પટેલ - કરાયા;
શાંતાબેન રાઠોડ - નવસારી;
કાંતાબેન ઠક્કર - પાટણ;
શારદાબેન પટેલ - ચાવડી;
ભીખુભાઈ વાળંદ - ખડોદી;
જશોદાબેન પટેલ - ફણસા;
કાંતાબેન પટેલ - વડોદરા;
ત્રિભોવનદાસ મિસ્ત્રી - ખાનકુવા;
કિરણબેન સોલંકી - વેલાછા;
મનુભાઈ મૈસુરીઆ - વલસાડ;
દિનેશભાઈ માખેચા - પોરબંદર;
ચિમનલાલ ઠક્કર - ઈન્દોર;
મગનભાઈ ગુજ્જર - ભરૂચ;
મંદાકિનીબેન ફણસે - વડોદરા;
પ્રવેશભાઈ ચૌધરી - જોગવેળ;
મણીબેન લીંબાણી - દાવણગીરી;
હરિલાલ પટેલ - નવસારી;
મધુબેન પંચાલ - ચીખોદ્રા;
સુંદરબેન સોલંકી - ચીખલી;
ધનજીભાઈ પ્રજાપતી - ચોરીવાડ;
મનહરલાલ રામાનંદી - બારડોલી;
સુભદ્રાબેન પટેલ - નાલાસોપારા;
રવિભાઈ પટેલ - વરાછા;
રેવીબેન ચૌહાણ - બાડોલ;
નિર્મળાબેન સોની - કલકતા;
લતાબેન પ્રજાપતી - વલસાડ;
કાંતાબેન ડોડિયા - દીવ;
પરેશભાઈ મોદી - રાજકોટ.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions