Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (India) – May – 2010    << Back to Archive Home

શ્રી નટુભાઈ કાળુભાઈ પ્રજાપતિ; મોરદેવી (જિ. તાપી)થી લખે છે: એક દિવસ વિદ્યુત થાંભલા પરથી અકસ્માતે પડી જવાથી તેઓને કરોડરજ્જુના મણકામાં ગંભીર ઈજા થઈ હતી. જેનું ઓપરેશન કરાવ્યું, પણ ડૉક્ટરે ચાલી શકાય તેમ નથી એવું નિદાન કરતા તેઓએ પૂ. જલારામ બાપાને પ્રાર્થી છ માસમાં ચાલતા થઈ જાય તો પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની અસીમ કૃપાથી તેઓ ચાલતા થઈ ગયા.

શ્રી અનંતરાય એચ. મહેતા; બોરીવલી (મુંબઈ)થી લખે છે: એક રાત્રે અચાનક તેમને યુરીનની તકલીફ થતા, ઈલાજ રૂપે પ્રોસ્ટેટ ગ્રંથિનું ઓપરેશન કરાવ્યું. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ બીજે દિવસે આખા શરીરે ઈન્ફેકશન થઈ જતા તબિયત ખૂબ જ બગડી ગઈ. આવા સમયે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમને બીજા જ દિવસથી સારું થવા લાગ્યું અને ધીરે ધીરે બધું નોર્મલ થઈ ગયું.

શ્રીમતિ રૂચિતાબેન ડી. ઠક્કર; સાણંદ (જિ. અમદાવાદ)થી લખે છે: તેમને પ્રેગનન્સી દરમ્યાન બાળકના ધબકારા સંભળાતા ન હોવાનું અને આ બાબતે અઠવાડિયું રાહ જોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. ગર્ભસ્થ શિશુની રક્ષા કાજે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી અઠવાડિયા બાદ બધા જ તબીબ રીપોર્ટ નોર્મલ આવ્યા. આ પરચો તેમના માતુશ્રી કલાવતીબહેને (પોતાની દીકરી માટે) પણ માન્યો હતો.

શ્રી પ્રવિણસિંહ એન. કુંપાવત; મણિયોર (જિ.સાબરકાંઠા)થી લખે છે: તેમને કુવા ઉપર નવો બોર કરાવવો હતો. પણ આસપાસમાં 800 ફુટ સુધી કરાવેલા બોર કોરા ગયેલા. તેમણે પૂ. બાપા ઉપર શ્રદ્ધા રાખી બોરનું કામ શરૂ કરાવ્યું... ને 325 ફૂટે પાણી મળી આવ્યું. બીજું, તેમના પેટની કાયમી બીમારી દવાથી ન મટે તો અમદાવાદ જઈ સારવાર લેવાનું ડૉક્ટરે કહ્યું હતું. આ બાબતે પણ પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માનતા તેમને ફક્ત દવાથી સારું થઈ ગયું.

શ્રી ઉદેસિંહ એસ. રાઉલજી; વેજપુર (જિ. વડોદરા)થી લખે છે: બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ઉમેદવારી કરવા તેમના દીકરા શ્રી કુલદીપસિંહ માટે કોંગ્રેસમાંથી ટીકીટની માંગણી કરી હતી. પણ ટીકીટ ન મળી. તેથી તેમણે પૂ. બાપા ઉપર શ્રદ્ધા રાખી, પરચાની ટેક લઈ તેમના દીકરા અને અન્ય એક વ્યક્તિએ અપક્ષ ઉમેદવારી કરી. સદર ચૂંટણીમાં બંને અપક્ષ ઉમેદવારો ઘણા સારા મતો મેળવી વિજયી બન્યા. પૂ. બાપાના આશીર્વાદથી જ આ શક્ય બન્યું.

શ્રી દક્ષાબેન પટેલ; બારડોલી (જિ. સુરત)થી લખે છે: તેમના દેરાણીએ તેમને સોનાનો સેટ સાચવવા આપ્યો હતો. તેમણે લોકરમાં મૂક્યો, બાદમાં આ વાત તેઓ ભૂલી ગયા. જ્યારે જરૂર પડી ત્યારે તેમણે ઘરમાં બધે શોધ્યું પણ ક્યાંય સેટ ન મળતા પૂ. બાપાને યાદ કર્યા... ને ત્યાર બાદ લોકરમાં ચેક કરતા ત્યાંથી સેટ મળી આવ્યો. વધુમાં, પૂ. બાપાની કૃપા થકી તેમને અમેરીકાના વિઝા મળી ગયા.

શ્રી દશરથભાઈ એન. રબારી; છેટાસણા (જિ. મહેસાણા)થી લખે છે: તેમની ભત્રીજીને કાનમાંથી રસી નીકળતા હતા. તેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમની ભત્રીજીને કાનમાં સારું થઈ ગયું.

શ્રીમતિ શારદાબેન કે. પટેલ; ગોરેગામ (મુંબઈ)થી લખે છે: તેમનો દોહિત્ર સવા બે વર્ષનો થયો હોવા છતાં બોલી શકતો ન હતો. હાવભાવથી જ વાતો કરતો. તે વ્યવસ્થિત બોલતો થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો માન્યો. પૂ. બાપાની અમી કૃપાથી તેમનો દોહિત્ર બોલતો થઈ ગયો. તેમને તથા તેમના પતિ અને સાસુમાને ખાંસી, શરદી, તાવ ઘણાં સમયથી મટતા ન હતા. પણ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી ત્રણેયને સારું થઈ ગયું. વધુમાં તેઓ તેમના વતનથી અને તેમના પતિ ગોવાથી ક્ષેમકુશળ પાછા ફર્યા. પૂ. બાપાએ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી છે.

શ્રીમતિ ધનગૌરીબેન પી. પટેલ; ગોધરા (જિ. પંચમહાલ)થી લખે છે: તેમની પુત્રીની તબિયત સારી રહેતી ન હતી. તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો... ને થોડા જ દિવસમાં પૂ.બાપાની કૃપા વરસી, પુત્રીનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. બીજું, તેમના પુત્રની ગાડીની ચાવી ખોવાઈ ગઈ હતી. તે પણ પૂ. બાપાના નામ સ્મરણ માત્રથી મળી આવી.

શ્રી રાજેન્દ્રભાઈ વી. પટેલ; ડાકોર (જિ.ખેડા)થી લખે છે: તેઓએ એક જૂનું ટ્રેક્ટર ખરીદવું હતુ. પરંતુ તેની બુક મળતી ન હોવાથી આ બાબતે બધું બરાબર થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. ત્યાર બાદ દલાલ દ્વારા જૂનું ફેક્ટર પરત અપાઈ ગયું અને પૂ. બાપાની દયાથી પૂરેપૂરી રકમ પરત મળી ગઈ. પૂ.બાપાની કૃપાથી ત્યાર પછી બીજું મનપસંદ ટ્રેક્ટર મળી ગયું. આ ઉપરાંત, તેમના સ્વજન શ્રી પારૂલબહેનના બહેનને લગ્ન જીવનના પાંચ વર્ષ થવા છતાં સંતાનસુખ ન હતું. પૂ. બાપાને વિનંતી કરવાથી તેને ત્યાં જોડિયા સંતાનોનો જન્મ થયો. પૂ.બાપાની કૃપાથી તેમના પુત્રની એર્લજીની કાયમી દવા બંધ થઈ ગઈ અને સારું થઈ ગયું.

શ્રી કંચનબેન વી. ઠક્કર; મઝગાંવ (મુંબઈ)થી લખે છે: તેમના ભાઈને અચાનક હૃદયરોગનો હુમલો આવતા ડોક્ટરે તાત્કાલિક બાયપાસ સર્જરી કરાવવાનું કહ્યું હતું. તેઓ સૌ ખૂબ જ ચિંતિત હતા. પરંતુ પૂ.બાપાને આ ચિંતા સોંપી અને પરચો માન્યો. પૂ. બાપાની અમીમય નજરથી બાયપાસ જેવું મોટું ઓપરેશન કોઈપણ તકલીફ વગર સફળતાપૂર્વક પાર પડ્યું અને હવે ભાઈનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે.

શ્રી ગોવિંદભાઈ બી. મૈસુરિયા; મોરા (જિ. સુરત)થી લખે છે: થોડા દિવસો પહેલાં ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અગ્ર સચિવશ્રી આવનાર હતા. તેને કારણે તકલીફ થાય એમ હતી. સચિવ ન આવે તે માટે તેમણે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો... ને ખરેખર, સવારે સંદેશો મળ્યો કે સચિવશ્રી આવનાર નથી. જેથી તેમને શાંતિ મળી. સમયાંતરે તેમના દીકરાનું વેવિશાળ સારી જગ્યાએ થશે તેવી તેમને પૂ. બાપા ઉપર શ્રદ્ધા છે.

શ્રી જયાબેન ભમ્મર; વડોદરાથી લખે છે: તેમની ઉંમર પ્રમાણે દાંતનો દુ:ખાવો અસહ્ય બન્યો હતો. કોઈપણ તકલીફ વગર દાંત નીકળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી દાંત સરળતાથી નીકળી ગયો અને બિલકુલ સારું થઈ ગયું. તેમના ભાઈને થયેલી તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી. આ ઉપરાંત, પૂ. બાપાનાં શુભાશિષથી તેમના સંતોનોના લગ્ન નિર્વિઘ્ને પાર પડ્યા.

શ્રીમતિ ભાનુબેન વી. ઠક્કર; વડોદરાથી લખે છે: તેઓ ભાવનગરમાં 34 વર્ષ સરકારી કવાટર્સમાં રહ્યા. વડોદરામાં 'ઘરનું ઘર' થાય તેવી ઈચ્છાની પૂર્તિ માટે તેમણે પૂ. બાપાને વિનવ્યા અને પરચો માન્યો. પૂ. બાપાએ તેમની ઈચ્છા પૂર્ણ કરી. વડોદરામાં તેમના 'ઘરના ઘરનું' સ્વપ્ન સાકાર થયું. બીજું, તેમના સ્વજન શ્રી વજુભાઈના મિત્રના પત્ની (લંડન)નું પર્સ ગુમ થઈ ગયું હતું. તેના માટે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા તે પર્સ એક સજ્જનને મળતા તેણે હેમખેમ પરત કરી દીધું.

શ્રીમતિ નીલમબેન એન. પટેલ; નાવલી (જિ. આણંદ)થી લખે છે: તેમના ભાઈના લગ્ન નિર્વિઘ્ને પાર પડે અને તેમનો દીકરો ધો.12ની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમની બંને મનોકામનાઓ પૂર્ણ થઈ.

શ્રી મીનાક્ષીબેન પી. ટેલર; સુરતથી લખે છે: તેમના શરીર પરના સફેદ ડાઘ વધવા લાગ્યા હતા. હાથ પર પણ ફેલાતા હતા. ડાઘ મટી જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી થોડા જ સમયમાં તેમના હાથ પરના સફેદ ડાઘ મટી ગયા. પૂ. બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર બી.એચ.એમ.એસ.ના બીજા વર્ષમાં પાસ થઈ ગયો. તેમની દીકરીને વિદેશ સ્થિત જીવનસાથી જોઈતો હતો. પૂ. બાપાએ તેની ઈચ્છા પણ પૂર્ણ કરી.

શ્રી જીતેન્દ્રભાઈ વી. કતીરા; ભાવનગરથી લખે છે: તેમનું જૂનું મકાન ભાડુત ખાલી કરતા ન હતા. તેથી મકાન વેચાતું ન હતું. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને વિનંતી કરી પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી જૂનું મકાન વેચાઈ ગયું અને બીજું નવું મનપસંદ મકાન મળી પણ ગયું.

શ્રી જશવંતરાય જે. ગોરડીયા; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: તેમનો પુત્ર સહપરિવાર 7-8 વર્ષથી એચ-1 વિઝા ઉપર અમેરીકા ગયેલ છે. તેઓના ગ્રીનકાર્ડ માટે કરેલ અરજી જલ્દીથી સ્વીકારાઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની મહેરથી ગ્રીનકાર્ડ પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની મહેરથી ગ્રીનકાર્ડ માટેના ઈન્ટરવ્યૂનો લેટર આવી ગયો છે. પૂ. બાપાને કોટિ કોટિ વંદન.

શ્રી શીતલબેન બી. સોમૈયા; રાજકોટથી લખે છે: તેમનો પુત્ર તેમના મામાના ઘરે ગયો હતો. ત્યાં તે અગાશી પરથી પડી જતા ઘણી ઈજા થઈ હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને અંત:કરણથી યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમના પુત્રને અઠવાડિયામાં જ સારું થઈ ગયું.

શ્રી ધીરજલાલ એન. દેસાઈ; પલસાણા (જિ. સુરત)થી લખે છે: તેમને કુતરું કરડ્યું હતું. તેઓને સારું થઈ જાય તે માટે તેમના પત્નીએ (પોતાના પતિ માટે) પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની કૃપાથી સમયસર તબીબી સારવાર મળી જતા તેમને સારું થઈ ગયું. પૂ. બાપાએ તેમનાં અનેક કાર્યો પાર પાડ્યાં છે.

શ્રી રમણભાઈ મંગળભાઈ; બોરીઆવી (જિ. આણંદ)થી લખે છે: તેમનાં ધંધામાં ભાગીદારનું અવસાન થતા તેના વારસોએ ભાગીદારી છૂટી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આ કાર્ય શાંતિથી પાર પડે અને તેમને વ્યાજબી કિંમત મળે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાએ તેમને સંભાળ્યા. ધંધો તેમને મળ્યો અને કાર્ય શંતિથી પાર પડી ગયું. બીજું, તેમની દીકરીએ ચોમાસામાં મકાન રીપેરીંગનું કામ શરૂ કરાવ્યું હતું. પૂ. બાપાની કૃપાથી તે કાર્ય પણ નિર્વિઘ્ને પૂર્ણ થયું અને જરૂરી નાણાંની સગવડ પણ થઈ ગઈ.

શ્રી પ્રિતેશભાઈ ડી. વ્યાસ; માણસાથી લખે છે: તેઓ ગાંધીનગરમાં જિલ્લા મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે. તેમની ગાંધીનગરની કોર્ટ બંધ થતાં નવી કોર્ટ અથવા નવા સાહેબ આવવાની રાહ જોતા હતા, તે માટે પૂ. બાપાને પ્રાર્થ્યા. તેમજ ગુજરાત સરકાર દ્વારા નોકરીની નિમણૂ૱ક બાબતે પણ પ્રાર્થના કરી. પૂ.બાપાની પરમ કૃપાથી બંને કાર્યો સફળ થયા.

શ્રી હેમાંગિની કે. ઠક્કર; અમદાવાદથી લખે છે: તેમના ભાઈનું અવસાન થતા તેની જગ્યાએ તેમના ભાભીને નોકરી મળે તે માટે તેમણે પૂ.બાપાને હૃદયપૂર્વક પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી સંસ્થાએ દરખાસ્ત કરી આ અંગેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજું, તેમના માતુશ્રીને ત્રણ વર્ષથી ડાયેરીયાની બીમારી હતી. પૂ.બાપાની કૃપાથી તેઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો.

શ્રીમતિ હર્ષિદાબેન બી. મકવાણા; સુરતથી લખે છે: તેમના પુત્રને મંગળ હોવાથી તેના સગપણમાં વિલંબ થતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી અથાક મહેનત છતાં નિષ્ફળતા મળતા તેઓ નિરાશ થઈ ગયા હતા. છેવટે, તેમણે પૂ. બાપાનો આશરો લીધો ને પુત્રનું સગપણ જલ્દીથી થાય તે માટે પરચો માન્યો... ને ખૂબ જ અલ્પ સમયમાં તેનું સગપણ થઈ ગયું. કન્યાપક્ષ ઘર જોવા આવેલ, અને બે જ કલાકમા વાત નક્કી થઈ જતા તાત્કાલિક સગાઈ પણ થઈ ગઈ.

શ્રી ઈલાબેન બી. જોષી; ભાયંદર (જિ. થાણા)થી લખે છે: તેમના બિલ્ડીંગની સામેની વિંગમાં એક મોટી જગ્યા હતી. તે લેવાની તેમની ઘણી જ ઈચ્છા હતી. આ કાર્યમાં સફળતા મળે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમને તે જગ્યા મળી અને તેઓ ત્યાં રહેવા આવી ગયા. પૂ. બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે.

શ્રી ભીમભાઈ પી. નાયક; ઈચ્છાપોર (જિ. નવસારી)થી લખે છે: તેમનાં પત્નીને એક અકસ્માતમાં ખભામાં ગંભીર ઈજા થઈ હતી. ખભામાં તિરાડ સાથે હાથ ખસી ગયો. હોસ્પિટલમાં ડૉક્ટરે સારાવાર આરંભી. તે સાથે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા, દર્દીને ઓપરેશન વિના કે પ્લેટ મૂક્યા વિના જલ્દીથી સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમનાં પત્નીને ઓપરેશન કે પ્લેટ મૂક્યા વિના સારું થઈ ગયું. તેમના કુટુંબની અન્ય તકલીફો પણ પૂ. બાપાએ દૂર કરી છે.

શ્રીમતિ મીનાબેન આર. માયાવંશી; કંબોપા (જિ. ખેડા)થી લખે છે: તેમને અચાનક છાતીમાં નાની ગાંઠ જેવું લાગ્યું. દુ:ખાવા સાથે ચિંતા જેવું જણાતા તેમણે પૂ. બાપાને પ્રાર્થી ગાંઠ મટી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમી કૃપાથી ગાંઠ આપોઆપ ઓગળી ગઈ. આ ઉપરાંત, માથાના જમણા ભાગે થતો દુ:ખાવો દવાથી ન મટતા પૂ. બાપાનો પરચો માનવાથી દૂર થયો અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.

શ્રીમતિ સુભદ્રાબેન એન. ઠક્કર; ખેતવાડી (મુંબઈ)થી લખે છે: તેમના કામકાજ સંબંધી કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસ તેઓ હારી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળતા તુરત જ તેમણે પૂ. બાપાને આર્તહૃદયે વિનંતી કરી અને પૂ. બાપાના ચમત્કાર રૂપે લંચબ્રેક પછી કેસનો ચુકાદો તેમની તરફેણમાં આવ્યો. તેઓ જીતી ગયા. પરમ કૃપાળુ પૂ. બાપાએ સત્યને ન્યાય અપાવ્યો. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેમની દીકરી સી.એ.ની ફાઈનલ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને તેનું સગપણ પણ સારી જગ્યાએ થયું. તેમની આંખમાં મોતીયાના ઓપરેશન વખતે થયેલી તકલીફ પણ પૂ. બાપાએ દૂર કરી.

શ્રીમતિ ભાવનાબેન કે. કટારીવાલા; સુરતથી લખે છે: તેમની દેરાણીને એક દીકરી બાદ બાર વર્ષ સુધી બીજું સંતાનની આશા ન ફળતા તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને દેરાણીને સારા દિવસો રહે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તેને બીજા મહિનાથી જ સારા દિવસો રહ્યા અને પૂર્ણ સમયે સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.

શ્રી બાબુભાઈ એમ. પટેલ; પુનાટ (જિ. વલસાડ)થી લખે છે: તેમણે ભિલાડ ગામે રૂા. 51 હજારમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. પરંતુ 1 માસ પછી તેમની ઈચ્છા વતનની નજીક પ્લોટ ખરીદવાની થતા તેમણે પેલા ફ્લેટનું બુકીંગ રદ કરાવ્યું. પણ બિલ્ડર તે રકમ પરત કરવામાં આનાકાની કરતા હતા. આવા સમયે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને ફ્લેટના બુકીંગની રકમ પૂરેપૂરી જલ્દીથી પરત મળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપા થતાં તે રકમ તેમને 10 દિવસમાં જ મળી ગઈ.

શ્રીમતિ લલિતાબેન એમ. ચૌધરી; તીતવા (જિ. તાપી)થી લખે છે: નવેમ્બર માસમાં તેમના પુત્રનો લગ્ન પ્રસંગ ગોઠવ્યો હતો. પરંતુ તે સમય દરમ્યાન કમૌસમી વરસાદ ચાલુ થઈ જતા ખૂબ જ મુંઝવણ થઈ. આ વેળાએ તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પુત્રનો લગ્ન પ્રસંગ નિર્વિઘ્ને - ધામધૂમથી પાર પડે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અપાર કૃપાથી બીજા જ દિવસથી વરસાદી વાદળો વિખેરાઈ ગયા. પ્રસંગ ધામધૂમથી પરિપૂર્ણ થયો.

શ્રીમતિ બેબીબેન ડી. તલાવિયા; અબ્રામા (જિ. વલસાડ)થી લખે છે: તેમની પુત્રીને પોલિયો થઈ ગયો હતો. અનેક ઉપચારો કરવા છતા તે ચાલી શકતી ન હતી. છેવટે, ઓપરેશનનું નક્કી થતાં, તે સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અમી દ્રષ્ટિથી ઓપરેશન સફળ થયું અને તેમની પુત્રી ચાલતી થઈ ગઈ.

શ્રી ચંદ્રકાંતભાઈ આર. પરીખ; તારદેવ (મુંબઈ)થી લખે છે: તેમણે રૂા. 1070ની રકમનો ચેક બેન્કમાં નાખ્યો હતો. બાદમાં ત્રણ દિવસ બેન્કમાં રજા હોઈ, કોઈ ગુન્હા ટોળકીએ ડ્રોપબોક્ષ તોડીને તેમનો ચેક લઈ જઈ તેમાં છેકછાક કરી 4,77,880/- કરી દીધા. તેમને જ્યારે ખબર પડી ત્યારે તુરત જ ફરિયાદ કરી. જે પાર્ટીએ આ ચેક તેમને આપ્યો હતો, તેના ખાતામાંથી આ રકમ ઓછી થતા તેમણે જાણ કરી. પણ આ રકમ મળવી મુશ્કેલ હતી. આથી આ બાબતે પૂ. બાપાને વિનંતી કરી પરચો માન્યો... ને એકાદ વર્ષમાં પૂરેપૂરી રકમ પરત મળી ગઈ. પૂ. બાપાની કૃપાથી જ આ શક્ય બન્યું.

શ્રીમતિ ભાવનાબેન પી. પટેલ; દેલવાડા (જિ. તાપી)થી લખે છે: તેમના દીકરાને માથામાં અસહ્ય દુ:ખાવો રહેતો. અનેક ડૉક્ટરોની સારવાર લેવા છતાં સારું ન થયું. આથી તેમણે પૂ. બાપાને યાદ કરી પુત્રને માથાની પીડા દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમના પુત્રને તદ્દન સારું થઈ ગયું. બીજું, તેમણે મકાનનું બાંધકામ શરૂ કર્યું ત્યારે પાયો નંખાય એટલી જ નાણાકીય સગવડ હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થવાથી પહેલી છત સરળતાથી ભરાઈ ગઈ ત્યાં સુધી બાંધકામ થઈ ગયું. પૂ.બાપાની કૃપાથી તેમના પતિનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. તેમની બધી જ ઈચ્છાઓ પૂ. બાપાએ પૂર્ણ કરી છે.

શ્રી જયંતિલાલ એચ. સોલંકી; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમના પુત્રના વેવિશાળ માટે અનેક કન્યાઓ જોઈ. પરંતુ પુત્ર દરેક કન્યાને નાપસંદ કરતો હતો. અંતે તેમણે આરાધ્ય દેવ પૂ. બાપાને સ્મર્યા અને દીકરો કંઈક નિર્ણય લ્યે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના દીકરાને કન્યા પસંદ પડી ગઈ અને નિર્ણય લેવાઈ ગયો. પૂ.બાપાએ આશીર્વાદ વરસાવ્યા.

શ્રી હેમલતાબેન એ. વૈદ્ય; સુરતથી લખે છે: પ્રગતિની લાલચમાં આવીને કોઈકના પર વિશ્વાસ રાખી તેમણે મોટી રકમનું રોકાણ કર્યું હતું. પાછળથી ખબર પડી કે આ બધી છેતરપિંડી હતી અને તેમના નાણાં ફસાઈ ગયા હતા. જે પાછા મળવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. પરંતુ પૂ. બાપા પરની શ્રદ્ધાએ તેમને પરચો માનવા પ્રેર્યા... ને ખરેખર, અશક્ય કાર્ય શક્ય બની ગયું. તેમનાં ફસાયેલા નાણાં તેમને પરત મળી ગયા. પૂ. બાપાના પરચાનો ચમત્કાર અનુભવી તેઓ ભાવવિભોર બની ગયા.

શ્રી મનુભાઈ એમ. બુચ; વીલેપાર્લે (મુંબઈ)થી લખે છે: તેમનો દીકરો એક હીરા કંપનીમાં રફ હીરાનું સોર્ટીગ કરવાનું કામ 15-20 વર્ષથી કરતો હતો. નોકરીમાં બે જ વર્ષ બાકી હતા. પરંતુ મંદીના કારણે કંપનીએ અનેક માણસોને છૂટા કરતા તેમનાં દીકરાને પણ છૂટો કરાયો. 58 વર્ષની ઉંમરે તેને બીજે ક્યાંય નોકરી મળે તેવી શક્યતા ન હતી. છતાં પૂ. બાપાને પ્રાર્થના કરી પ્રયત્નો ચાલુ કર્યા... ને પૂ. બાપાની પરમ કૃપા થતાં તેમના દીકરાને અઠવાડિયામાં જ એક કંપનીમાં એક મહિનાના પ્રોબેશન માટે નોકરી મળી. અને બીજે મહિને તેને કાયમી કરી દેવાયો. આવી છે પૂ. બાપાની મ્હેર...!

શ્રીમતિ જયશ્રીબેન વાય. શાહ; ઈન્દોર (મધ્યપ્રદેશ)થી લખે છે: તેમના પુત્રને મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. કન્યાના માતા-પિતા સબંધ માટે રાજીપો દર્શાવે અને પ્રસંગ ધામધૂમથી પાર પડે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાના શુભાશિષથી કન્યાના વડિલોએ ખુશી દર્શાવી અને પુત્રનો લગ્ન પ્રસંગ આનંદ મંગલથી પાર પડ્યો.

શ્રીમતિ દિપાલીબેન એ. પંચાલ; કોસ (જિ.સુરત)થી લખે છે: તેમને બે પુત્રીઓ બાદ પુત્રપ્રાપ્તિની ઈચ્છા હતી. પરંતુ ડૉક્ટરના કહેવા મુજબ ગર્ભાશયમાં નળી બંધ થઈ ગઈ હોવાથી ઓપરેશન જરૂરી હતું. પણ તેમને તો પૂ.બાપામાં શ્રદ્ધા હતી. તેથી ઓપરેશન વિના નળી ખૂલી જાય અને પુત્રેચ્છા ફળે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમને ઓપરેશન કરાવવું ન પડ્યું અને સમયાંતરે પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થઈ.

શ્રીમતિ પુષ્પાબેન બી. પંચાલ; માંગરોળ (જિ. સુરત)થી લખે છે: પૂ. બાપા પરની અતૂટ શ્રદ્ધા થકી તેમના બધાં જ કાર્યો પાર પડ્યા છે, અનેક મુશ્કેલીઓ દૂર થઈ છે. તેમની દીકરી અને પુત્રવધૂને એક માસના અંતરે સારા દિવસો હતા. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી બંનેને નોર્મલ ડીલેવરી થઈ અને સુંદર-સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ. પૂ.બાપાના આશીર્વાદથી તેમની નાની દીકરીને પી.ટી.સી.માં એડમીશન મળી ગયું. તેમના દીકરાની બીમારી દૂર થઈ. બીજું, તેમની દીકરી રાજપીપળા ખાતે સર્વિસ કરતી હોઈ, ત્યાં તેની બાળકીને સાચવવાવાળું કોઈ મળતું ન હતું. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી આ વ્યવસ્થા થઈ જતા ચિંતા દૂર થઈ.

શ્રીમતિ પન્નાબેન ડી. વ્યાસ; ધરમપુર (જિ. વલસાડ)થી લખે છે: તેમના મોટા પુત્રને કોલેજમાં એક વર્ષનું એક્ષ્ટેન્શન મળે તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી તેને એક્ષ્ટેશન મળ્યું. વધુમાં, નાના પુત્રએ સી.એ.ના બીજા ગૃપમાં ચાર ટ્રાય આપી હોવા છતાં નજીવા માર્કસ માટે નિષ્ફળ થતો. તેના માટે પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા, ત્યાર બાદની પરીક્ષામાં તે પાસ થઈ ગયો.

શ્રી દિલીપભાઈ કે. રૂપારેલ; મહુવા (જિ. ભાવનગર)થી લખે છે: તેમની દીકરીને ગાયનેક પ્રોબ્લેમ હતો. તે દૂર થાય અને પોઝીટીવ રીઝલ્ટ આવે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી પોઝીટીવ રીઝલ્ટ આવ્યું. હાલ તેને સારા દિવસો છે. પૂ. બાપા સૌ સારાંવાનાં કરશે તેવી તેમને દ્રઢ શ્રદ્ધા છે.

શ્રીમતિ ચારૂબેન એ. ખખ્ખર; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમના પુત્રને અભ્યાસાર્થે વિદેશ જવાના પ્રયત્નોમાં મુશ્કેલી આવી હતી. પરંતુ પૂ. બાપાના સતત નામ - સ્મરણ અને પરચાની ટેક રાખતા મુશ્કેલી ટળી ગઈ અને કાર્ય સફળ થયું. પુત્રના વિદેશ જવાની નક્કી થયેલી તારીખના એક દિવસ અગાઉ બધા જરૂરી કાગળ, વિઝા આવી ગયા. પૂ. બાપાના ચરણોમાં અગણિત નમન.

શ્રી બાબુભાઈ વી. દરજી; બોલુન્દ્રા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમની પૌત્રીનો લગ્નપ્રસંગ ઘરે નિરધાર્યો હતો. તેમાં ઘણાં વિઘ્નો આવે તેવી સંભાવના હતી. આથી પ્રસંગ શાંતિથી પૂર્ણ થાય તે માટે તેમણે પૂ. બાપાનું શરણું લઈ પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી લગ્નપ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. બીજું તેમની પૌત્રવધૂને બંને પગમાં ચિકનગુનીયાની અસર થઈ ગઈ હતી. દવાથી કોઈ ફેર પડતો ન હતો. પરંતુ પૂ. બાપાના પરચાની ટેક રાખતા તેને તદ્દન સારું થઈ ગયું.

શ્રી પ્રભાતસિંહ ડી. સોલંકી; કુંભાર પાલ્લી (જિ. પંચમહાલ)થી લખે છે: તેમના પુત્રનો થ્રી વ્હીલ ટેમ્પો વેચાતો ન હતો. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી થોડા જ દિવસોમાં ટેમ્પો રોકડેથી વેચાઈ ગયો. મનમાં કંઈક મૂંઝવણ થાય છે ત્યારે પૂ. બાપાનું સ્મરણ કરવાથી તુરત જ ઉકેલ મળી જાય છે અને કાર્ય અવશ્ય પાર પડે છે.

શ્રી હિતેશભાઈ એસ. દેસાઈ; તલીયારા (જિ. નવસારી)થી લખે છે: તેમની પાસે જર્સી ગાયનો વાછરડો હતો. સામાન્ય રીતે આવા વાછરડાને ડાંગ-આહવા જિલ્લામાંથી આવતા આદિવાસીઓને વેચી દેવામાં આવતાં હોય છે. બે-ચાર આદિવાસીઓ, મહારાષ્ટ્રના ગાલ્લાવાઓને પણ કહેવા છતાં વાછરડાને લેવા કોઈ આવતું ન હતું. ત્યાર બાદ તેમની વાડી પટે રાખતા ભાઈ પાસે મોબાઈલવાન હોય, તેમાં વાછરડાને ખડસૂયા પાંજરાપોળ મૂકી આવવા, તેમણે જણાવ્યું. પણ દોઢેક માસ સુધી તેનો મેળ પણ ન પડ્યો. છેવટે, તેમણે પૂ. બાપાને વિનંતી કરી અને પરચો છપાવવાની ટેક રાખી... ને પૂ. બાપાની કૃપાથી અઠવાડિયામાં જ પેલા ભાઈ વાછરડાને ખડસૂયા મૂકી આવ્યા.

મનોકામના પૂર્ણ થઈ છે
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી
ગીતાબેન મહેતા - મુંબઈ;
વિષ્ણુપ્રસાદ દવે - મોરબી;
મંજુલાબેન જોષી - અમદાવાદ;
મીનાબેન નાયક - નવસારી;
ધનંજયભાઈ ખત્રી - સુરત;
આશાબેન પટેલ - રાજકોટ;
જ્યોતિબેન જરીવાલા - સુરત;
કેશુભાઈ પટેલ - મુંબઈ;
હંસાબેન લુક્કા - પોરબંદર;
મયુરભાઈ પટેલ - લીંગડા;
રંજનબેન પટેલ - વડોદરા;
ધીરજલાલ રાઠોડ - મુંબઈ;
શૈલેષભાઈ ઠક્કર - નવસારી;
જીતેન્દ્રભાઈ ઝવેરી - કતારગામ;
શોભનાબેન ઘીવાલા - નવસારી;
રમીલાબેન પરમાર - કોચરવા;
મધુબેન વિઠલાણી - વડોદરા;
નચિકેતભાઈ નાયક - સુરત;
જે. ડી. તન્ના - ખંભાળિયા;
અશોકભાઈ સોની - વડોદરા;
કમલાબેન ઠક્કર - ઝારખંડ;
અલ્પેશકુમાર ઠક્કર - ખરેટીં;
ભગવતીબેન પટેલ - વિહારા;
ઉષાબેન પટેલ - નવસારી;
કલ્પનાબેન પાનવાળા - સુરત;
રમીલાબેન પ્રજાપતિ - ભારવાડ;
અરવિંદભાઈ ઠક્કર - અમદાવાદ;
માધુરીબેન પટેલ - મુંબઈ;
મીનાબેન ચોલેરા - રાજકોટ;
પંકજભાઈ પટેલ - જુના દીવા;
પુષ્પાબેન લાખાણી - કોલકત્તા;
ગોવિંદભાઈ પટેલ - બોદાલી;
વિભાબેન મહેતા - સુરત;
નિતાબેન ચૌહાણ - સુરત;
વંસતકુમાર રાય - ડભોઈ;
પદમાબેન જૈન - વડોદરા;
ભારતીબેન જાદવ - ભરૂચ;
શારદાબેન ડમલાઈ - ચાલીસગામ;
સંગીતાબેન પટેલ - ખોડાઆંબા;
કૈલાસબેન કંસારીવાલા - સગરાજાપુરા;
જીતેન્દ્રભાઈ પરમાર - ગોધરા;
હર્ષાબેન શાહ - સુરત;
વર્ષાબેન પટેલ - સુરત;
પદમાબેન ગોસાઈ - થાણા;
મીતાબેન લહેરુ - મુંબઈ;
જશુબેન ચૌધરી - મઢી;
ભાવનાબેન દેસાઈ - બારડોલી;
આશિષકુમાર - પ્રેમપુર;
લલીતાબેન રાયચુરા - જામખંભાળીયા;
ઉર્વશી; પ્રતીભા; પિયુષ - સલાબતપુરા;
ભીખાભાઈ પરમાર - આમ્રન્દ્ર;
ધર્મેશકુમાર પટેલ - ગણેશપુરાકંપા;
કમલેશકુમાર વસાવા - સોલીય;
ચંદ્રેશભાઈ ઠક્કર - મહેમદાવાદ;
શારદાબેન પટેલ - કંથારીયા;
કાશીબેન કાન્તીલાલ - વાંસદા;
યુ. એ. શાહ - સુરત;
હંસાબેન રાવ - ઈન્દોર;
સ્મીતભાઈ પવાણી - કર્ણાટક;
વિજ્યાલક્ષ્મીબેન દાસ - ચેન્નઈ;
નટુભાઈ મશરૂ - રાજુલા;
દિનેશભાઈ પટેલ - ઓડ;
છત્રસિંહ ચૌહાણ - ઉમરેઠ;
એચ. એ. ટાંક - પૂણે;
નયનાબેન ઠક્કર - ભાવનગર;
ઉષાબેન ગૌશલ્યા - મુંબઈ (બોરીવલી);
વંસતભાઈ ઠક્કર - ચાકણ;
રંજનબેન પટેલ - વડોદરા;
કરસનભાઈ સોલંકી - સલાદરા;
મયુરીબેન ચતવાણી - જામનગર;
શૈલેષકુમાર; સોલંકી - ગોડથલ;
વીણાબેન લાપવાળા - મુંબઈ;
જગદીશકુમાર પરમાર - દિગેન્દ્રનગર;
જયશ્રીબેન દવે - બેંગ્લોર;
રાધાબેન રાઠોડ - જુનાગઢ;
કવિતાબેન દેસાઈ - બાલદા;
સોમાભાઈ પટેલ - રેઠવાણીઆ;
જગદીશભાઈ ઠક્કર - આણંદ;
કાશ્મીરાબેન પટેલ - અમદાવાદ;
જશુબેન પરમાર - મુંબઈ.
સ્વજનોની બીમારી દૂર થઈ છે

પૂ. જલારામ બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના સ્વજનોની બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
કુંજલતાબેન જરીવાળા - સુરત;
હેતલબેન કોટેચા - ભાણવડ;
અરખીબેન પ્રજાપતિ - દેશોતર;
માધુરીબેન પરીખ - તામીલનાડુ;
નિરૂબેન પટેલ - મુંબઈ;
કલ્પનાબેન પટેલ - નડિયાદ;
નટુભાઈ બારોટ - વડોદરા;
જ્યોતીબેન મહેતા - મુંબઈ;
લલીતાબેન સોલંકી - વાંસદા;
ગુલાબબેન પટેલ - પરવટ;
મધુબેન વિઠલાણી - વડોદરા;
નિરૂબેન પોપટ - અમદાવાદ;
મેઘનાબેન મહેતા - વડોદરા;
પ્રકાશભાઈ મિરાણી - ધરમપુર;
ઉષાબેન નાયક - ભીમપોર;
જયશ્રીબેન પટેલ - લાલીહાવડા;
જયશ્રીબેન ધોરાવાલા - સુરત;
સવિતાબેન ઢીંમર - ધરમપુર;
મંજુલાબેન ટેલર - વાંધલઘરા;
ઉફાબેન પટેલ - બુટવાડા;
રાજેશભાઈ છાયા - નાનીદમણ;
બાલુભાઈ મહ્યાવંશી - ખોજપારડી;
ઉર્મિલાબેન ચૌધરી - મોરીઠા;
ભાવેશભાઈ ભાનુશાલી - કલ્યાણ (વે);
હંસાબેન મૌસુરીયા - સહયોગનગર;
નરેન્દ્રભાઈ ત્રિવેદી - જેસર;
ગીતાબેન શાહ - હૈદરાબાદ;
લલ્લુભાઈ પટેલ - હાંસાપોર;
સંજયભાઈ રાજા - અમદાવાદ;
ઉષાબેન દેસાઈ - દામડાહા;
જિમ્મીબેન કાંગરીવાલા - સુરત;
એસ. બી. પટેલ - વડોદરા;
આર. કે. જોષી - હિમ્મતનગર;
કિરીટભાઈ શાહ - રાજકોટ;
નયનાબેન પટેલ - ધામણ;
ધનવંતિબેન સિંધા - સોનગઢ;
ચંદુભાઈ પટેલ - એરથાણ;
નિશાબેન જાદવ - સુરત;
ભારતીબેન ચૌધરી - મહુવરીઆ;
રમેશભાઈ પટેલ - લીંબાસી.
સામાન્ય બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની નાની-મોટી બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
જતીનકુમાર ઠક્કર - ગાંધીનગર;
દક્ષાબેન ચેવલી - સુરત;
કેતનભાઈ રાયચુરા - જામખંભાળીયા;
લલીતાબેન પટેલ - રાજકોટ;
ચીમનભાઈ ચૌધરી - અંધાત્રી;
રમેશભાઈ પારેખ - માલપુર;
ચંદ્રિકાબેન ત્રિવેદી - મુંબઈ;
વિમલાબેન જોષી - મુંબઈ;
ધીરજલાલ તન્ના - મુંબઈ;
હંસાબેન મકવાણા - નાના વડાળા;
માધુરીબેન પરીખ - તામીલનાડું;
કલ્પનાબેન પટેલ - અમદાવાદ;
જનકરાય રાવલ - સુ'નગર;
દર્શનાબેન હંસાર - ભુજ;
ચંદ્રિકાબેન ચેવલી - સુરત;
ગોદાવરીબેન હાપડીયા - મુંબઈ;
ભુપતલાલ જીવાણી - નાગપુર;
કુંવરબેન ઠક્કર - ડેર;
સત્યાબેન અડીએચા - વડોદરા;
શામજીભાઈ શર્મા - ચુણેલ;
અંજલીબેન પરમાર - મીરારોડ;
દેવજીભાઈ મકવાણા - ઈખર;
નિમિષાબેન પટેલ - આછવણી;
ચંદનબેન પરમાર - નાગપુર;
અમિષાબેન પટેલ - જામનપાડા;
જશભાઈ પટેલ - દાવોલ;
વસંતબેન પાનસુરીયા - સુરત;
તરૂણીકાબેન જરીવાલા - સુરત;
વલ્લભભાઈ ભંડારી - વલસાડ;
રંજનબેન ઠાકોર - સાપણ;
કલમકુમાર વસાવા - સોલીપા;
લક્ષ્મીબેન પટેલ - બેલગામ;
નટુભાઈ પટેલ - નવાગામ;
જપંતીલાલ જોષી - બારડોલી;
જયશ્રીબેન પટેલ - બાલીહાવડા;
હંસાબેન ચરોતરીયા - દાંવરીયા;
મોહનભાઈ નામણીયા - દીવ;
એલ. કે. શર્મા - અમદાવાદ.
વડીલ માંગલીક કાર્ય
પૂ. જલારામ બાપાના આશિષ થકી નીચે મુજબના ભાવિકોના માંગલિક કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી
શિલ્પાબેન ચૌહાણ - બેલગામ;
બાબુભાઈ પટેલ - બામરોલી;
કાંતિભાઈ રાજપુત- વલસાડ;
કરમસિંહભાઈ પટેલ - પેટલાદ;
વાર્ષિકાબેન વાઘેલા - મોટીદમણ;
કલ્પનાબેન ખત્રી - પુના;
કમળાબેન મિસ્ત્રી - વડોલી;
રંજનાબેન ગોહિલ - થનબાદ;
નિર્મળાબેન દેસાઈ - ઊવા;
નાથુભાઈ ચૌધરી - ગાંધીનગર.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions