Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (India) – June – 2010    << Back to Archive Home

શ્રી અમીતભાઈ વી. ખંધેડીયા; રાજકોટથી લખે છે: તેમને ત્યાં પુત્રનો જન્મ થાય તે માટે તેમણે પૂ. જલારામ બાપાની માનતા રાખેલ. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમના ઘેર પુત્રરત્નનો જન્મ થયો. ખરેખર, પૂ.બાપાની લીલા અપરંપાર છે.

શ્રીમતિ રેખાબેન એચ. ખરવર; ખારઘર (નવી મુંબઈ)થી લખે છે: તેઓ તેમની પુત્રવધૂ સાથે દુકાનમાંથી કિંમતી સાડીઓ ખરીદીને ટેક્ષી મારફત ઘરે ગયા. ઉતરતી વેળાએ સાડી ભરેલી બેગ ટેક્ષીમાં જ ભૂલી ગયા. ઘણી તપાસ કરી પણ ટેક્ષીવાળાનો પત્તો ન લાગ્યો. છેવટે, તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને બેગ હેમખેમ પરત મળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાએ પ્રેરણા કરતા ત્રીજે જ દિવસે તે ઈમાનદાર ટેક્ષીવાળો ઘર શોધીને તેમને બેગ પરત આપી ગયો. આ અશક્ય કાર્ય પૂ.બાપાએ જ શક્ય બનાવ્યું.

શ્રી વિનોદભાઈ પી. પટેલ; અમદાવાદથી લખે છે: તેઓની ભાગીદારી પેઢી બંધ કરવાની થઈ ત્યારે તેમના પાર્ટનરે ઉઘરાણી તથા અન્ય ચૂકવણા પૂરા ન થાય ત્યાં સુધી દરરોજ ઓફિસે આવવાનું કહ્યું. જે ઘરથી 70 કિ.મી. દૂર હતી. દરરોજ અપડાઉન કરવાનું અનિવાર્ય થઈ પડ્યું. આ તકલીફ હળવી થાય તે માટે તેમણે પૂ. બાપાનું શરણું લીધું ને પરચો માન્યો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. તેમના પાર્ટનરે બધી બાબતો સંભાળી લીધી અને તેમને અઠવાડિયે એક વખત ઓફિસે આવવું તેવી સમજૂતી થતા, તેમને રાહત થઈ ગઈ.

શ્રી વિજયભાઈ સી. પટેલ; વડોદરાથી લખે છે: તેમના મકાનમાં એક ભાડૂત 20 વર્ષથી રહેતા હતા. અને મકાન ખાલી કરવાની ના કહેતા હતા. આ સમસ્યાના નિવારણ માટે તેમણે પૂ. બાપાને હૃદયપૂર્વક પ્રાર્થ્યા અને પરચો માન્યો ને પૂ. બાપાએ અદ્ભુત ચમત્કાર કર્યો. ભાડૂઆતે તેમના માટે તેમના મકાનની નજીકના જ વિસ્તારમાં મોટું અને ખૂબજ સારું મકાન યોગ્ય કિંમતમાં શોધી આપ્યું તથા તેમનું મકાન યોગ્ય કિંમત આપીને ખરીદી લીધું. બીજું તેમના મોટા પુત્રએ એન્જિ.માં ત્રીજા વર્ષની પરીક્ષાના પાંચ અને બીજા વર્ષની એટીકેટીના ત્રણ પેપર મળીને આઠ વિષયોની પરીક્ષા આપી હતી. પેપર્સ અઘરા હોવાથી પાસ થવાની આશા ન હતી. પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા તે બધા જ વિષયોમાં પાસ થઈ ગયો.

શ્રી સુશીલાબેન એસ. પંચોલી; નવસારીથી લખે છે: તેમના જમાઈને દુકાન બાબતે તકરાર થઈ હતી. તેમાં સરળતાથી સમાધાન થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી સમાધાન થઈ ગયું અને દુકાન પણ સારી ચાલે છે. આ ઉપરાંત, પૂ. બાપાની દયાથી તેમની તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રીમતિ સીમાબેન ડી. શ્રોફ; કણજરી (જિ. ખેડા)થી લખે છે: તેમના ફસાયેલા નાણાં છૂટા થાય તેમજ ભત્રીજો ડોક્ટરની ડીગ્રી મેળવે અને તેમનાં બંને સંતાનો બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવે તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ.

શ્રી વિજયભાઈ એ. પટેલ; અમદાવાદથી લખે છે: તેમને કપાળમાં ઈજા થવાથી આંખમાં લોહી ફરી વળ્યું હતું. આંખમાં સંપૂર્ણ સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની અમીદ્રષ્ટિથી અઠવાડિયામાં જ તેમની આંખ પહેલા જેવી જ ચોખ્ખી થઈ ગઈ અને બિલકુલ સારું થઈ ગયું.

શ્રીમતિ નિર્મળાબેન એન. ઠક્કર; નાશીક (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમના દીકરાને રહેણાંક માટેની સારી જગ્યા મળી જાય અને લોન મંજૂર થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેને સારા વિસ્તારમાં જગ્યા મળી અને તે માટેની લોન પણ મંજૂર થઈ ગઈ. તેમની પૌત્રીનો દોઢ માસનો દિકરો કમળાની બીમારીમાં ફસાયો હતો. બે હોસ્પિટલોની સારવાર બાદ પણ સારું થતું ન હતું. પરંતુ પૂ. બાપાનું શરણું લેવાથી તેનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. તેમની સહેલીની બીમારી પણ પૂ. બાપાએ દૂર કરી.

શ્રીમતિ ધર્મિષ્ઠાબેન પી. પટેલ; વડોદરાથી લખે છે: પૂ. બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેમના ભાઈના કૂવામાં મીઠું પાણી આવ્યું, તેમના પતિનું પથરીનું ઓપરેશન સફળ થયું અને પીડા દૂર થઈ, તેમના પુત્રને બી.ઈ. ઈલે.માં એડમીશન મળ્યું, તેમને પગમાં સફેદ ડાઘ જેવું થયું હતું. પૂ. બાપાના પરચાના પ્રતાપે તે ડાઘ પણ મટી ગયો.

શ્રીમતિ હંસાબેન એસ. ભટ્ટ; વડોદરાથી લખે છે: તેમના નાકમાં સોનાની ચૂક સજ્જડ ભરાઈ ગઈ હતી. ખૂબ પ્રયત્નો કરવા છતાં નીકળતી ન હતી. પરંતુ પૂ. બાપાને યાદ કરવાથી સોનીએ તે ચૂંક મહામહેનતે કાઢી આપી. ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદથી તેમના દોહિત્ર - દોહિત્રીના લગ્નનો પ્રસંગ આનંદ-મંગલથી સંપન્ન થયો.

શ્રી કાંતિલાલ સી. મોઢીયા; દાહોદથી લખે છે: તેમના જમાઈ વડોદરામાં ઘરનું મકાન લેવા માટે દશ માસથી પ્રયત્નો કરતા હતા. પરંતુ સફળતા નહોતી મળતી. તેને મનપસંદ મકાન મળી જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમના જમાઈને મનપસંદ મકાન મળી ગયું.

શ્રી દિવ્યપ્રભાબેન સી. પટની; કોચીન (કેરળ)થી લખે છે: તેમના મોટા દીકરાનો દીકરો પડી જવાથી તેને હાથમાં ફ્રેકચર થયું હતું. ડોક્ટરે એકસ-રે રીપોર્ટ જોઈ ઓપરેશન કરાવવાનું કહ્યું. તેને ઓપરેશન વિના હાથમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો. ત્યાર બાદ બીજા ડોક્ટરની સલાહ લેતા તેને ઓપરેશનની જરૂર ન રહી અને દવાથી જ સારું થઈ ગયું. તેમને પગમાં પડેલ ચીરા પણ પૂ. બાપાની કૃપાથી મટી ગયા.

શ્રીમતિ પુષ્પાબેન લખલાણી; કલકતા (પ.બંગાળ)થી લખે છે: તેમના દીકરાનો કિંમતી મોબાઈલ ફોન ગુમ થઈ ગયો હતો. ઘણું શોધવા છતાં તે ન મળ્યો. છેવટે તેમણે પૂ. બાપાને સ્મર્યા અને ફોન મળી જાય તે માટે પરચો માન્યો. ને તે જ દિવસે ફોન લેનાર વ્યક્તિએ પોતાની ભૂલ કબૂલી અને ફોન પરત કરી આપ્યો. આમ, પૂ. બાપાએ હાજરાહજૂર પરચો પૂર્યો.

શ્રી સોમાભાઈ સી. પ્રજાપતિ; આમન્ડેરા (જિ. સુરત)થી લખે છે: તેમની મોટી પુત્રી અને નાના પુત્રની તબિયત સારી રહેતી ન હતી. બંનેના સારા સ્વાસ્થ્ય માટે તે સમયે તેમના સ્વ. ધર્મપત્ની શ્રી કમુબહેને પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની અમીમય નજરથી બંને સંતાનોની તબિયત સારી થઈ ગઈ હતી. પૂ. બાપાના ચરણોમાં શત કોટિ કોટિ પ્રણામ.

શ્રીમતિ કૌશિકાબેન પી. મોદી; વડોદરાથી લખે છે: તેમના જૂના ગોડાઉનમાં વારંવાર ઘણું નુકશાન થતું હતું. આ બાબતે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા તે ગોડાઉન વેચાઈ ગયંે અને દુકાનની નજીક બીજું ગોડાઉન સારી કિંમતે મળી ગયું. આ ઉપરાંત, તેમના અટવાયેલા નાણાં પૂ.બાપાની કૃપાથી પુન: પ્રાપ્ત થયા. પૂ. બાપાના શુભાશિષથી તેમના નાના પુત્રને ઓસ્ટ્રેલિયા જવા માટેના વિઝા મળી ગયા, તેમની મોટી પુત્રવધૂને નોર્મલ ડિલેવરી થઈ અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.

શ્રીમતિ હર્ષાબેન એચ. ખગ્રામ; ગોંડલ (જિ. રાજકોટ)થી લખે છે: તેમના દીકરાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની અપાર દયાથી તેમના દીકરાનું ઓપરેશન સફળ થયું અને તેનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું. દયાના સાગર પૂ. બાપાને વારંવાર વંદન.

શ્રીમતિ પુષ્પાબેન એ. રાઠોડ; રાજકોટથી લખે છે: તેમના પુત્રનું સગપણ યોગ્ય પરિવારમાં થાય અને તેને મનપસંદ કન્યા મળે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાના આશીર્વાદથી તેમના પુત્રનું સગપણ સારા પરિવારમાં મનપસંદ કન્યા સાથે ટૂંક સમયમાં જ થયું અને લગ્ન પણ આનંદોલ્લાસથી થયા. ત્યારબાદ પુત્રના ઘરે પુત્રજન્મ થાય તે માટે તેમના પતિએ પૂ.બાપાનો માનેલ પરચો પણ ફળ્યો.

શ્રીમતિ કોકિલાબેન દેસાઈ; નાની દમણથી લખે છે: તેમના પુત્રને અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થવાથી અહીં ઓપરેશન કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે મુંબઈ લઈ ગયા. ત્યાં તેમના પુત્રને માથાના આગળના ભાગમાં લોહી જામી જવાથી એ ભાગ કાઢી નાંખી બે-ત્રણ મહિના બાદ પછી એ જગ્યાએ હાડકું બેસાડવું પડશે તેવું ડોક્ટરે જણાવ્યું. તેમના દીકરાને વધુ પીડા ન ભોગવવી પડે અને ફરી ઓપરેશન ન કરવા પડે તે માટે તેઓ પૂ. બાપાને આર્તહ્રદયે સતત પ્રાર્થતા રહ્યા અને તે માટે પરચો પણ માન્યો... ને એ માતૃહ્રદયની વ્યથા - પોકાર પૂ. બાપાએ સાંભળી. ઘરે આવ્યા બાદ બે મહિના પછી ફરી મુંબઈ ગયા ત્યારે એનું માથું તપાસી ડોક્ટર પણ આશ્્્ચર્ય પામી ગયા. ઓપરેશનની જરૂર ન હોવાથી અને પુત્રનું માથું તદ્ન સ્વસ્થ હોવાનું તેઓએ કહ્યું. આ ચમત્કાર અનુભવી તેમનું શીશ પૂ. બાપાના ચરણોમાં શત શત વંદનાર્થે ઝૂકી પડ્યું.

શ્રી નિર્મળાબેન એમ. ઠકરાર; કલકત્તા (પ.બંગાળ)થી લખે છે. તેઓ 38 વર્ષથી જેમાં ભાડે રહે છે તે મકાન ખાલી કરવા માટે ઘણી જ માથાકુટ થતી હતી. માલિક કોઈપણ રીતે માનતા ન હતા. તેઓ વયોવૃધ્ધ અને એકલદોકલ જીવન વિતાવતા હોવાથી હવે ક્યાં જવું? તે સમસ્યા હતી. છેવટે, તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અપાર દયાથી આ બાબતે સમાધાન થઈ ગયું. હવે તેઓ શાંતિથી રહી શકશે તેવી તેમને પૂ.બાપા ઉપર શ્રદ્ધા છે.

શ્રી મહેશભાઈ ગણાત્રા; પુના (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમને બાળપણથી જ ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. પણ કમનસીબે ટ્રાવેલ્સનું કામ સ્વીકારવું પડ્યું. સારો પગાર, સારી નોકરી છતા મન તો ડૉક્ટર બનવા જ ઝંખતું હતું. તેઓ વર્ષો સુધી પૂ. બાપાને સતત પ્રાર્થતા રહ્યા.. ને વર્ષો બાદ પૂ. બાપાની કૃપાથી સ્પર્શ ચિકિત્સક બન્યા. પણ હજુ નામ આગળ ડૉક્ટર લખી શકાતું ન હતું. બીજા સાત વર્ષ વીત્યા. પૂ.બાપાએ એમ.ડી.નો કોર્સ કરવાની તક આપી. 54 વર્ષની વયે તેમણે એમ.ડી.ની પરીક્ષા આપી અને પૂ.બાપાના આશીર્વાદથી તેઓ સારા નંબરથી પાસ થયા. આમ. પૂ.બાપાએ તેમની મનોકામના પર્ણ કરી.

શ્રી છાંયલાભાઈ સી. પટેલ; કુકેરી (જિ. નવસારી)થી લખે છે: તેમના ત્રણ વર્ષના દોહિત્રને એક રાત્રે સખત તાવ ચઢતા ઘરગથ્થુ ઉપચારથી કોઈ જ ફેર ન પડ્યો. ગામડામાં મધરાતે તબીબી સારવાર મળવી અશક્ય હતી. આવા સમયે એક માત્ર પૂ.બાપાનો જ સહારો હતો. દોહિત્રને બીમારીમાં રાહત થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેને તુરત જ આરામ થઈ ગયો. અને હોસ્પિટલ લઈ જતા ત્યાંની સારવારથી તેને તદ્દન સારું થઈ ગયું. બીજું, તેમની દોહિત્રી એમ.બી.બી.એસ.માં બે વર્ષથી એક વિષયમાં નાપાસ થતી હતી. પરંતુ પૂ.બાપાના પરચાની ટેક રાખતા તે પાસ થઈ ગઈ.

શ્રી વિનોદભાઈ દોશી; હૈદ્રાબાદ (આંધ્રપ્રદેશ)થી લખે છે. તેમને શ્વાસની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તાત્કાલિક સારવાર મળી જતા તબિયત સુધારા પર આવી ગઈ અને આ માટેના મેડીકલેમ હોસ્પિટલ તરફથી કંપનીને મોકલવામાં આવ્યો. તે મંજુર થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તે મેડીકલેમ મંજૂર થઈ ગયો. વધુ બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું જેથી બીજો મેડીકલેમ મોકલાવાયો. પૂ. બાપાની કૃપાથી તે પણ મંજૂર થઈ ગયો અને તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રી લક્ષ્મીબેન એલ. માકાણી; પોલાચી (તામિલનાડુ)થી લખે છે: તેઓની ઉંમર 70 વર્ષની છે. તેઓના બાળપણના સમયમાં ભણતરનું ખાસ મહત્વ ન હોવાથી તેઓ ભણી શક્યા ન હતા. પણ 'જલારામ જ્યોત' કે અન્ય પુસ્તિકાઓની વાર્તાઓ અન્ય પાસેથી સાંભળીને જાતે વાંચવાની ઝંખના જાગી. પૂ. બાપાના પરચા સાંભળીને તેમણે પણ પૂ. બાપાને પ્રાર્થ્યા અને ફક્ત વાંચતા આવડી જાય તે માટે પચ્ચો છપાવવાનો નિર્ણય કર્યો. ...ને પૂ. બાપાની મ્હેરથી ટુંક સમયમાં જ શરૂઆતમાં થોડું થોડું અને હવે તો તેઓ બધું જ બરાબર વાંચતા શીખી ગયા છે. 'જલારામ જ્યોત'માંની વાર્તાઓ અને પરચાઓ પ્રેરણારૂપ છે, જે વાંચવાનો અનેરો આનંદ તેઓ મેળવી રહ્યા છે.

શ્રી આશિષભાઈ એચ. વ્યાસ; બારડોલી (જિ. સુરત)થી લખે છે: માર્ચ મહિનામાં એલ.આઈ.સી.ની 50 પોલિસી મૂકવાનું તેમનું લક્ષ્ય હતું. 24 તારીખ સુધીમાં 45 પોલિસી થઈ ગઈ. બાકીના 6 દિવસમાં પાંચ પોલિસી મૂકવાની હતી. પરંતુ બે જ દિવસ બાકી હતા, કામ ન થયું. છેવટે, આ બાબતે તેમણે તથા તેમનાં પત્નીએ પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની કૃપા થકી તેમનું લક્ષ્ય પર્ણ થઈ ગયું.

શ્રી સંજયભાઈ એમ. મોદી; રાજકોટથી લખે છે: તેમનો ભત્રીજો 13 વર્ષનો થયો હોવા છતાં તેને રાત્રે પથારી પલાળવાની તકલીફ હતી. આ કારણે તે ક્યાંય જઈ શકતો નહિ. તેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમના ભત્રીજાની આ તકલીફ દૂર થઈ. બીજું, તેમને ઈન્ટરનેટનું બિલ વપરાશ વગર પણ ખૂબ જ વધારે આવતું. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરતા પહેલાની જેમ જ ઓછામાં ઓછું બિલ આવતું થઈ ગયું.

શ્રીમતિ સુભદ્રાબેન એન. શાહ; ચેન્નઈ (તામિલનાડુ)થી લખે છે: તેમનો પૌત્ર બે વર્ષનો થયો હોવા છતાં બોલતા શીખ્યો ન હતો. માત્ર ઈશારાથી વાતો કરતો. તે બરાબર થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અમીકૃપાથી તેમનો પૌત્ર વ્યવસ્થિત બોલતો થઈ ગયો.

શ્રીમતિ પાર્વતીબેન એન. ચાંપાનેરી; ધેજ (જિ. નવસારી)થી લખે છે: તેમની દીકરીના છૂટાછેડા થઈ ગયા બાદ તેના પુન:લગ્ન બહારગામ થાય તેવું તેઓ ઈચ્છતા હતા. તે મુજબ બહારથી આવેલ એક છોકરાને તેમની દીકરી પસંદ પડી ગઈ હોવા છતાં પંદર દિવસ સુધી તેના તરફથી કોઈ પ્રત્યુત્તર નહોતો. તેથી તેમણે ચિંતાવશ પૂ.બાપાને પ્રાર્થી યોગ્ય પ્રત્યુત્તર મળે તે માટે પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી કાર્યસફળતા મળી. તેમની પુત્રીના પુન:લગ્ન થઈ ગયા અને તે બહારગામ સુખરૂપ પહોંચી ગઈ.

શ્રી દક્ષાબેન જી. બારોટ; વસઈ (જિ.થાણા)થી લખે છે: તેમનો ભાઈ કહ્યા વગર ઘરમાંથી ચાલ્યો ગયો હતો. તે હેમખેમ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બીજે દિવસે તેમનો ભાઈ હેમખેમ ઘરે આવી ગયો. આ ઉપરાંત, પૂ.બાપાના કૃપા આશિષથી તેમના લગ્ન નિર્વિઘ્ને થઈ ગયા અને ભાઈ સાથે થયેલ અણબનાવ દૂર થયો.

શ્રીમતિ રીટાબેન વી. કાનાબાર; મુલુંડ (મુંબઈ)થી લખે છે: તેમની પુત્રવધૂને પ્રેગનન્સી દરમ્યાન બે વખત તબિયત બગડી ગઈ હતી. તેની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની પરમ કૃપાથી તેમની પુત્રવધૂની ડીલેવરી હેમખેમ પાર પડી અને માતા - બાળક બંને તંદુરસ્ત છે. આ ઉપરાંત, તેમને અકસ્માતમાં પગમાં ઈજા થઈ હતી. પરંતુ પૂ. બાપાની દયાથી ફ્રેકચર ન આવ્યું અને સામાન્ય દવાથી જ આરામ થઈ ગયો.

શ્રી પ્રવિણભાઈ દોશી; કટક (ઓરિસ્સા)થી લખે છે: તેઓ જે કંપનીના માલનું માર્કેટીંગ કરતા હતા તેમાં અહીંની એક પાર્ટીએ વચ્ચે આવીને તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. અમુક માલનું માર્કેટીંગ પોતે કરવા બાબતે કંપનીને સમજાવેલ. પરંતુ તેમને પૂ.બાપા ઉપર અટલ શ્રદ્ધા હોવાથી તેમના ધંધાને આંચ ન આવી. પૂ. બાપાની કૃપાથી કંપનીએ તે પાર્ટીની વાત માન્ય ન રાખી અને તેમનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યું. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપાથી તેમના મકાનનું રજીસ્ટ્રેશન તથા દુકાનનું નવું એગ્રીમેન્ટ યોગ્ય સમયે થઈ ગયું. વધુમાં, એક દિવસ તેમની હાર્ટની બીમારીની ગોળી ભૂલથી તેમના દીકરાએ ખાઈ લીધી હતી. પરંતુ પૂ.બાપાનો પરચો માનવાથી તેમના દીકરાને કોઈ જ તકલીફ ન થઈ. પૂ.બાપાએ તેઓની નાની-મોટી બીમારી દૂર કરી છે.

શ્રીમતિ અરૂણાબેન એમ. ધનેશા; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમની દીકરીના ઘરમાં ઘણા સમયથી અશાંતિ રહેતી હતી. બધા ખૂબ જ તકલીફમાં હતા. તેના પરિવારમાં સુખ-શાંતિ રહે અને તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની આ શુભ ઈચ્છા ફળી. બીજું, તેમના ભત્રીજાને મગજમાં તકલીફ થઈ હતી. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે તેના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા અને તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રી રવજીભાઈ પી. વેકરીયા; લુણાગરા (જિ. રાજકોટ)થી લખે છે: પૂ. બાપાએ તેમને બે વખત બીમારીમાંથી હેમખેમ ઉગારી લીધા. બીજી વખત તો કેન્સર થયું હતું. પરંતુ પૂ. બાપાને શરણે જઈ પરચો છપાવવાની ટેક રાખતા તેમને બિલકુલ સારું થઈ ગયું. હાલ 80 વર્ષની ઉંમરે તેઓ તદ્દન સ્વસ્થ છે. બીજું, તેમની પુત્રવધૂને ડીલેવરી વખતે ખૂબ જ તકલીફ હતી. આ વેળાએ પણ પૂ. બાપાને પ્રાર્થવાથી તેની ડીલેવરી હેમખેમ પાર પડી અને પુત્રજન્મ થયો.

શ્રીમતિ પ્રફુલાબેન એમ. ઠક્કર; મહેસાણાથી લખે છે: અહીંના એસ.ટી. સ્ટેન્ડમાં આવેલ તેમની દુકાન બાબતે વર્ષોથી કોર્ટ કેસ ચાલતો હતો. તેમાં સફળતા મળે તે માટે તેમણે પૂ.બાપાને સતત પ્રાર્થતા રહ્યા અને પરચો પણ માન્યો. પૂ. બાપાના કૃપા આશિષથી તેઓ કેસ જીતી ગયા. તેમનું કિંમતી ઘરેણું ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતું ન હતું. પરંતુ પૂ. બાપાને યાદ કરવાથી તે ઘરેણું તુરત જ મળી આવ્યું.

શ્રીમતિ ઉર્મિલાબેન ઝેડ. ચૌધરી; રૂમલા (જિ.નવસારી)થી લખે છે: તેમના મોટા દીકરાને ગાલ ઉપર કેન્સરની ગાંઠ થઈ હતી. તેનું ઓપરેશન નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયાથી તેમના દીકરાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને તેનું સ્વાસ્થ્ય પણ બિલકુલ સારું થઈ ગયું.

શ્રી જગદીશભાઈ એન. પટેલ; વાસદ (જિ. આણંદ)થી લખે છે: ગામના વડીલો દ્વારા ઉત્તર ભારતના રાજ્યોમાં પ્રવાસ યોજાયો હતો. બસ વારંવાર ખોટકાઈ જતાં ખૂબ સમય બગડતો. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કર્યા બાદ બસ વ્યવસ્થિત નિર્વિઘ્ને નિરંતર ચાલી. આગળ અજમેરમાં એક વડીલ ખોવાઈ ગયા હતા. આ વેળાએ પણ પૂ. બાપાનો પરચો માનવાથી થોડા જ સમયમાં તેઓ પરત આવી ગયા. આમ, પૂ.બાપાએ તેઓનો પ્રવાસ નિર્વિઘ્ને પૂર્ણ કર્યો.

શ્રી અમિતભાઈ પી. મહેતા; વડોદરાથી લખે છે: તેમના જમણા પગની નસ ખેંચાઈ જવાથી બેસવા - ચાલવામાં તથા વાહન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડતી. પગમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી ડોક્ટરના કહેવા કરતા પણ જલ્દીથી સારું થઈ ગયું. બીજું તેમના સ્વજન શ્રી પ્રતિક્ષાબેન મહેતાને ડીલેવરી સમયે ઘણી તકલીફો હતી. પરંતુ પૂ. બાપાનો પરચો માનતા તેમની બંને ડીલેવરી નોર્મલ થઈ.

શ્રીમતિ મેહુલાબેન કે. શાહ; બાંદ્રા (મુંબઈ)થી લખે છે: તેમના પતિને ડાયાબીટીસ, ફિશર અને મરડાની તકલીફ એકાએક વધી ગઈ. તેઓના સારા સ્વાસ્થ્ય માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમના પતિને ડાયાબીટીસ કંટ્રોલમાં આવી ગયું અને મરડો તથા ફિશર મટી ગયા. બીજું, તેમની સોસાયટીનો ખજાનચી માસિક ખર્ચનું બિલ આપવામાં આનાકાની કરતો હતો. પરંતુ પૂ.બાપાને અરજ કરતાં હવેથી તે સમયસર બીલ આપતો થઈ ગયો.

શ્રી શાંતાબેન સી. નાયક; અમદાવાદથી લખે છે: તેમના દીકરાને હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તેના સ્વાસ્થ્યની રક્ષા કાજે તેમણે પૂ. બાપાને આર્તહૃદયે પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તાત્કાલિક સારવાર મળી જતા તેમના દીકરાને રાહત થઈ ગઈ. તેમની પૌત્રીને પ્રેગનન્સી સમયે તકલીફ હતી. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે તેને યોગ્ય સમયે નોર્મલ ડીલેવરી થઈ.

શ્રીમતિ પુષ્પાબેન બી. રાજાણી; સુરતથી લખે છે: તેમના નાના દીકરાને વારંવાર ખેંચ આવતી. ક્યારેક તે બેભાન પણ થઈ જતો. અનેક ઉપચારો કરવા છતાં તેની આ તકલીફ ચાલુ જ રહી. છેવટે, તેમણે પૂ. બાપાનું સ્મરણ કર્યું ને પુત્રને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેની તબિયતમાં ઘણો જ સુધારો થયો છે. ધીરે ધીરે તેને બિલકુલ સારું થઈ જશે તેવી તેમની પૂ. બાપા પરની શ્રદ્ધા અટલ છે. બીજું, તેમના મોટા દીકરાને નોકરી છુટી ગઈ હતી. બીજી નોકરી શહેરની બહાર મળી. જેથી અપડાઉન કરવામાં મુશ્કેલી પડતી. આ માટે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા તેને સુરતમાં જ મનપસંદ નોકરી મળી ગઈ.

શ્રી છનાભાઈ ડી. પવાર; વ્યારા (જિ.તાપી)થી લખે છે: પેન્શન બાબતેનો તેમનો ગૂંચવાયેલો પ્રશ્ન ક્યારેય નહિ ઉકેલાય તેવો ભય સતાવી રહ્યો હતો. તેઓ હિંમત હારી ગયા હતા છતાં પૂ. બાપા ઉપર વિશ્વાસ રાખી પરચાની ટેક રાખી... ને બસ, થોડા જ સમયમાં પેન્શન બાબતેનો પ્રશ્ન સફળતાપૂર્વક હલ થઈ ગયો.

શ્રીમતિ શીતલબેન સરવૈયા; જુહુ (મુંબઈ)થી લખે છે: વિપત્તિના સમયમાં પૂ.બાપા હંમેશા મદદે આવ્યાં છે. થોડા સમય પહેલાં તેમના પતિએ એક બિઝનેસ ડીલમાં ખૂબ જ મહેનત કરી હતી. પણ તે ડીલ તૂટવા પર હતી. તેઓ નિરાશ થઈ ગયા હતા. આ બાબતે બધું સમુંનમું પાર ઊતરે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની મ્હેરથી અડચણો દૂર થઈ અને કાર્ય સફળ થયું.

શ્રીમતિ હિંદબાળાબેન જે. બુકસેલર; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમના પુત્રને પ્રમોશન ડ્યુ થયેલ હતું, પરંતુ જલ્દી મળતું ન હતું. તેને પ્રમોશન મળી જાય તે માટે તેમણે તથા તેમના પુત્રવધૂએ (પોતાના પતિ માટે) પૂ. બાપાનો પરચો માન્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના પુત્રને પ્રમોશન મળી ગયું. તેમના પૌત્રની બીમારી દૂર થાય તે માટે તેમના પુત્રવધૂએ (પુત્ર માટે) માનેલ પરચો પણ ફળ્યો. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપાથી તેમની દીકરીનો જૂનો ફ્લેટ વેચાઈ ગયો અને નવો મનપસંદ ફ્લેટ મળી ગયો.

શ્રીમતિ રાધાબેન ડી. પટેલ; દેવસર (જિ. નવસારી)થી લખે છે: તેમની પુત્રવધૂને ડીલેવરી સમયે વધુ તકલીફ હોવાથી ડૉક્ટર પણ મૂંઝવણમાં હતા. આવા સમયે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને બધું હેમખેમ પાર ઊતરે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી સફળ સિઝેરિયન દ્વારા કન્યારત્નનો પ્રાવિર્ભાવ થયો. માતા બાળકી બંને ભયમુક્ત બન્યા.

શ્રીમતિ ભૈરવીબેન રાડીયા; પોરબંદરથી લખે છે: તેમનો પરિણીત દીકરો અવળી લાઈને ચડી ગયો હતો. પરંતુ પૂ.બાપાનો પરચો માનવાથી તે સુધરી ગયો. તેમના પૌત્રનો એક પગ જન્મથી જ વાંકો હતો. પૂ. બાપાને પ્રાર્થી પરચો માનતા તેનો પગ થોડા સમયમાં જ સીધો થઈ ગયો. આ ઉપરાંત, પૂ. બાપાની પરમ કૃપા થકી તેમને તથા તેમના પતિને લંડન જવાના વિઝા મળી ગયા તેમજ લંડન સ્થિત તેમના દીકરાને સ્વતંત્ર માલિકીનો ફ્લેટ થઈ ગયો.

શ્રીમતિ તારાબેન એન. ઉપાધ્યાય; રાજકોટથી લખે છે: હૈદ્રાબાદ સ્થિત તેમના જમાઈને કેન્સરની બીમારી હતી. આ ગંભીર દર્દમાંથી તેઓને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની દયાથી તેમના જમાઈ કેન્સરમુક્ત બન્યા અને હવે રાબેતા મુજબ કામકાજ કરી શકે છે.

શ્રી પ્રવિણભાઈ કે. કડીયા; અમદાવાદથી લખે છે: તેમના ભાણીયાના છૂટાછેડા નિર્વિઘ્ને થઈ જાય તેમજ તેમના પુત્ર-પુત્રી કૉલેજની પરીક્ષામાં સારા ટકા મેળવી પાસ થાય તે માટે તેમણે પૂ. બાપાનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની કૃપાથી તેમની બંને ઈચ્છાઓ પૂર્ણ થઈ.

મનોકામના પૂર્ણ થઈ છે
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી સોમાભાઈ પ્રજાપતિ - ગેગડીયા;
સુમીત્રાબેન પટેલ- વડોદરા;
કલ્પેશભાઈ ગોંડલીયા - મહાગૌભશ્વર નગર;
પ્રીતિબેન પંચાલ - કિલ્લાપારડી;
કિશોરીબેન કાપડિયા - ઊધના;
વર્ષાબેન શુકલ - મુંબઈ;
વિરેન્દ્રકુમાર પરમાર - ભરૂચ;
સંજયકુમાર પટેલ - ઓડ;
નિલેષભાઈ જોષી - મુંબઈ;
પ્રફુલ્લાબેન ભાયાણી - થાણા;
કાજલબેન ગાલા - દહાણું;
ભારતીબેન પટેલ - સમરોલી;
દિપકભાઈ સવાણી - રાજકોટ;
ધીરજલાલ રાઠોડ - મુંબઈ;
જયશ્રીબેન દુબલ - મુંબઈ;
અરવિંદભાઈ પટેલ - બોરસદ;
બાલીબેન પટેલ - પુના;
અંકિતાબેન બિલિમોરીયા - સુરત;
બકુલાબેન પટેલ - પાટી;
વિશ્વાબેન પટેલ - બરોડા;
મયુરકુમાર પટેલ - લીંગડા;
એંજલબેન મહેતા - અમદાવાદ;
રતિલાલ ગાંવિત - લાકડબારી;
પ્રેમિલાબેન પટેલ - નવી શિણોલ;
હેતલબેન ડાભી - સાંઢોસી;
નીતીનભાઈ ઠક્કર - વડોદરા;
નીતાબેન મહેતા - મુંબઈ;
ધનુબેન ચૌહાણ - ચાપલધર;
માલતીબેન મહેતા - વસઈ;
સુધાબેન કોટેચા - સુરત;
કેતનભાઈ રાયચુરા - જાંમખંભાળીયા;
દિલિપભાઈ દેસાઈ - સુરત;
ગાયત્રીબેન ઠક્કર - અબલૌવટ;
જયશ્રીબેન દવે - અમદાવાદ;
કમળાબેન પરમાર - ભુજ (કચ્છ);
ઉષાબેન મોદી - અંકલેશ્વર;
મનલબેન વંશી - કંઘોલ;
હિરાલાલ ચૌહાણ - પુના;
નિર્મલાબેન પટેલ - કંડોલપાડા;
મંજુલાબેન દેસાઈ - જમશેદપુર;
અજીતભાઈ મડગાંવ - ગોવા;
કાન્તાબેન ચૌહાણ - અટોદરા;
અનસુયાબેન પટેલ - ખેડા;
નવનીતભાઈ સેલવાસ - વલસાડ;
ખેમજીભાઈ ખાંટ - શેલા;
ડી. એમ. રાઠોડ - વડોદરા;
પ્રફૂલ્લકુમાર ચૌધરી - પરવટ;
પાર્વતીબેન પટેલ - મોહોને;
પારૂલબેન પટેલ - વિસનગર;
મંગળભાઈ પટેલ - બામણવા;
કે. એમ. ચાવડા - ભાણવડ;
ન્યુટનચંદ્ર પવાર - ખરેગામ;
નરેન્દ્રભાઈ મિસ્ત્રી - પુણે;
જયશ્રીબેન શાહ - ઈન્દોર;
કાજલબેન કાપડિયા - સુરત;
મધુબેન વિઠલાણી - વડોદરા;
વિણાબેન ચૌહાણ - સુરત;
મનીષાબેન પટેલ - વિસનગર;
નીમીષાબેન ચૌહાણ - આણંદ;
જગદીશભાઈ ડાકી - વાલોદ;
મંજુલાબેન સૂર્તી - નાગપુર;
હેતલબેન કોટેચા - ભાણવડ;
ભગવતીબેન પ્રજાપતી - સુંદરપુર;
રતિલાલ ગઢિયા - નાંદેડ;
સુરેશભાઈ જરીવાલા - સુરત;
શર્મિષ્ઠાબેન પટેલ - અમદાવાદ;
વર્ષાબેન ચેવલી - સુરત;
મનીષાબેન ચેવલી - સુરત;
પરીનબેન - મુંબઈ;
બી. જે. ભટ્ટ - મુંબઈ;
લલ્લુભાઈ પટેલ - ઊંટિયા;
ભીખીબેન પટેલ - આમધરા;
કિરિટભાઈ શાહ - રાજકોટ;
રેશમાબેન લવગવાલા - સુરત;
શારદાબેન મિસ્ત્રી - પુણી;
પરેશભાઈ દેસાઈ - મુંબઈ;
ચંદુભાઈ પટેલ - નડીયાદ;
રમણભાઈ ઠક્કર - અમદાવાદ;
સ્નેહાબેન પંડ્યા - વસલાડ;
રાજેન્દ્રસિંહ ઠાકોર - કલોલ;
રેખાબેન પટેલ - ડેરોલગામ.
સ્વજનોની બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના સ્વજનોની બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
ધીરજલાલ રાણપરીયા - મુંબઈ;
કૌશલ મહેતા - વસઈ;
પિયુષભાઈ ભટ્ટ - ભિલાકમાંડા;
રાજેષભાઈ પટેલ - સોલસુંબા;
આશાબેન ધારીવાલા - સુરત;
જ્યોત્સનાબેન ગોનાવાલા - સુરત;
નીનાબેન ભટ્ટ - કરજણ;
રમણલાલ દરજી - ભિવંડી;
દક્ષાબેન પટેલ - અંબાચી;
મગનભાઈ બારજોડા - રાયપુર;
કંચનબેન પટેલ - વડોદરા;
સુનિલભાઈ ત્રિવેદી - સુરત;
ઈન્દિરાબેન ત્રિવેદી - મુંબઈ;
ગૌરીબેન રાજપોપટ - મુંબઈ;
સંજયકુમાર બારીઆ - એરંડી;
પ્રજ્ઞેશભાઈ ઢિમ્મર - બારડોલી;
મનસુખલાલ કાનાબાર - મુંબઈ;
કીકુભાઈ લાડ - વડોદરા;
કેશવલાલ ઠક્કર - મુંબઈ;
જયાબેન દાવડા - મુંબઈ;
હર્ષાબેન સેજપાલ - બીલખા;
મિતેશભાઈ પરમાર - બહારી;
ઉર્મિલાબેન પટેલ - ઊંઝા;
મધુબેન નેગાંધી - મુંબઈ;
ધનસુખભાઈ રાણા - વલસાડ;
રમેશભાઈ જાની - ભરૂચ;
ગુલાબભાઈ ગરાસીયા - કાકડવેરી;
ભાવિનભાઈ વડગામા - રાજકોટ;
બકુલભાઈ મોઢા - પોરબંદર;
ઘનશ્યામભાઈ પટેલ - ઊંઝા;
ગીતાબેન વારીયા - ભીવંડી;
જયપ્રકાશભાઈ ગાંધી - નવસારી;
હેમાબેન સુથાર - કપડવંજ;
કવિતાબેન મહેતા - મીરારોડ;
જયશ્રીબેન પરમાર - ખંભાત;
વિપુલભાઈ શાહ - વડોદરા;
સુમિત્રાબેન - કડોદ.
વડીલ પાસ
પૂ. જલારામ બાપાના આશીર્વાદથી નીચે મુજબના ભાવિકોના સંતાનો વિવિધ પરીક્ષામાં પાસ થયા છે: સર્વશ્રી
અમૃતલાલ મિશ્રા - ગાંધીનગર;
ભરતભાઈ ગજ્જર - રાજકોટ;
નંદુબેન માઠી - ગોધરા;
શાન્તાબેન કાકુ - મુંબઈ;
ઈન્દુબેન પટેલ - અલવા;
ઈલાબેન ગણાત્રા - મુંબઈ;
પ્રવિણભાઈ અંજુદીયા - ગોંડલ;
હેમિબેન પરીખ - સરભોગ;
હંસાબેન ચેવલી - મહિંધરપુરા;
રમીલાબેન પટેલ - દેવસર;
કનુબેન સોલંકી - સુરત;
સુરેશભાઈ પટેલ-વાંકાનેર;
આર. જે. ઠક્કર - શિહોરી;
અરૂણાબેન પટેલ - મુંબઈ;
પુષ્પાબેન વસંત - હૈદરાબાદ;
પ્રવિણભાઈ પ્રજાપતી - બેલપુડી;
રવિન્દ્રભાઈ મહેતા - પુને;
બીનીતાબેન પટેલ - વડોદરા.
ખોવાયેલ વસ્તુ પરત મળી
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની ખોવાયેલ વસ્તુ પરત મળી છે: સર્વશ્રી
બુધાભાઈ પરમાર - વાંઘરોલી;
નંદલાલભાઈ પંડ્યા - રાજકોટ;
મંગુભાઈ પટેલ - વાડીયાકાઢ;
પુષ્પાબેન પટેલ - વાપી;
ચંચળબેન પરમાર - કલીયારી;
આર. ડી. કોટેચા - મોરબી;
ગીતાબેન થેલી - વડોદરા;
કેશરભાઈ પટેલ - અંકલેશ્વર;
મધુકાન્તભાઈ સાધુ - માંડવી;
અરૂણભાઈ પટેલ - વ.વિ.નગર;
દીપકભાઈ પરમાર - કુંવારદા;
કિરણભાઈ શાહ - રાજકોટ;
એમ. જી. પટેલ - વિશાખાપટનમ;
મનીષાબેન રાયઠઠ્ઠા - નુર્ગાલી;
આર. બી. પટેલ - અટકપારડી;
કોકીલાબેન દેસાઈ - નવસારી;
ચંદ્રકુમાર એસ. રૂપારેલ - મુંબઈ;
એન. એસ. પ્રજાપતિ - ઊંઝા;
કાનજીભાઈ પટેલ - આણંદ;
મુકેશભાઈ પાબારી - જામગઢકા;
સુરેશભાઈ જરીવાલા - સુરત.

 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions