
શ્રીમતિ સરલાબેન ઉપાધ્યાય; ભિલાડા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમના બન્ને પુત્રોના લગ્ન માટે વારંવાર અડચણ આવતી હતી તેમજ તેમના નોકરી-ધંધાનું પણ કંઈ ગોઠવાતું નહોતું. આથી તેમણે પૂ. જલારામ બાપાનું શરણું સ્વીકારી પરચો છપાવવાની માનતા માનેલ. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી મોટા દિકરાના લગ્ન તુરંત ગોઠવાઈ ગયા અને બાદમાં નાના દિકરાના લગ્ન પણ થઈ ગયા. ઉપરાંત, મોટા પુત્રને ત્યાં બાબાનો જન્મ થયો તેમજ પૂ. બાપાના આશીર્વાદથી બન્ને દિકરાના ધંધા પણ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા.
શ્રીમતિ ભારતીબેન બી. પરમાર; વડોદરાથી લખે છે: તેમનું જૂનું મકાન વેચાઈ, બીજું નવું મનપસંદ મકાન મળી જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની આ ઈચ્છા ફળી. આ ઉપરાંત, પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમને વારંવાર ખંજવાળ આવતી બંધ થઈ ગઈ અને તેમના પતિની પથરીની તકલીફ દૂર થઈ.
શ્રી શીતલબેન આર. પારેખ; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમના માતુશ્રીના ફ્લેટનું કામ બિલ્ડર તરફથી ઝડપથી પૂર્ણ થાય અને તેમના ભાઈનું કોર્ટ અંગેનું કામકાજ સરળતાથી પાર પડે તે માટે તેમણે પૂ.બાપાનું રટણ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની દયાથી આ કાર્યો ટૂંક સમયમાં જ પાર પડ્યા અને બીજો ફ્લેટ લેવાઈ પણ ગયો.
શ્રી કુંવરબેન એસ. ઠક્કર; ડેર (જિ. પાટણ)થી લખે છે: તેમને લકવાની તકલીફ થઈ તથા તેમના સ્વજન શ્રી શંકરજીભાઈને ઉધરસ થઈ હતી. બંનેને દવાઓથી બિલકુલ ફેર પડતો ન હતો. પરંતુ પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કરતા બંનેને બિલકુલ સારું થઈ ગયું.
શ્રીમતિ જ્યોતિબેન પી. ઉપાધ્યાય; નાલાસોપારા (જિ. થાણા)થી લખે છે: તેમના પુત્રને સારી નોકરી મળે અને તેનું સગપણ સારા પરિવારમાં થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાના આશીર્વાદથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. લગ્ન પણ આનંદથી થઈ ગયા. પ્રસંગમાં તેમના પુત્રની સોનાની બે વીંટી ખોવાઈ ગઈ હતી. પરંતુ પૂ.બાપાના નામ-સ્મરણ માત્રથી તે મળી આવી. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપાથી તેમની પુત્રીને નોર્મલ ડીલેવરી થઈ અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
શ્રી કાંતાબેન વી. ઠક્કર; દિલ્હીથી લખે છે: તેમનો દોહિત્ર અચાનક અભ્યાસ પ્રત્યે ઉદાસીન થઈ જતા તેના ભવિષ્ય માટે નિરાશા વ્યાપી ગઈ હતી. તે અભ્યાસ પ્રત્યે ફરી અભિરૂચિ કેળવે તે માટે તેમણે પૂ.બાપાને વિનંતી કરી પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમનો દોહિત્રને પ્રેરણા થઈ અને હાલ તે બીજા કોર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.
શ્રીમતિ ઉષાબેન એન. થાનકી; બોખીરા (જિ. પોરબંદરથી)થી લખે છે: તેમના દીકરાને અભ્યાસાર્થે લંડન જવાનું હોવાથી આ અંગેના ફાઈલ પેપર્સ તેમના લંડન સ્થિત એક સંબંધી બહેન લઈ ગયા હતા. પરંતુ ત્યાંના પ્રયત્નો નિષ્ફળ તો ગયા પણ બધા પેપર્સ ગોટાળે ચઢી ગયા. તમામ પેપર્સ ફાઈલ પરત મળી જાય તે માટે તેમના જ એક સ્વજને પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી થોડા જ સમયમાં તમામ પેપર્સ ફાઈલ પરત મળી ગયા અને તેમનો દીકરો લંડન પહોંચી પણ ગયો.
શ્રીમતિ હીરાબેન ડી. ચંદારાણા; ધ્રોલ (જિ.રાજકોટ)થી લખે છે: તેમના દોહિત્રને નાની ઉંમરમાં શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ આવતો હતો. તેને આ તકલીફમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમના દોહિત્રને બિલકુલ સારું થઈ ગયું.
શ્રીમતિ મીનાબેન આર. ગાંધી; બીલીમોરા (જિ.નવસારી)થી લખે છે: તેમની પુત્રીએ ધો.12ની પરીક્ષા સફળતાપૂર્વક અને આત્મ-વિશ્વાસથી આપી હતી. અભ્યાસમાં સારો દેખાવ, છતાં ક્યારેક શિક્ષણ બોર્ડમાં થતા છબરડાને કારણે તેના પરિણામમાં મુશ્કેલી સજાર્તી હોય છે. આ માટે પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેમની દીકરીને ધારી સફળતા મળી.
શ્રી ઠાકોરભાઈ વી. શાહ; ચેન્નઈ (તમિલનાડુ)થી લખે છે: તેમની બે બહેનો સહપરિવાર અહીં ફરવા આવવાની હતી. પરંતુ તેમાં વિઘ્ન આવે તેમ હતું. આ વિઘ્ન દૂર થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી વિઘ્ન દૂર થયું અને સૌએ દક્ષિણ ભારતમાં પ્રવાસ આનંદથી પૂર્ણ કર્યો. આ ઉપરાંત, તેમના ભાણેજને વડોદરામાં નોકરી મળી. તેમની એક એફ.ડી. રીન્યુ કરવાની ભુલાઈ ગઈ હતી, પરંતુ પૂ. બાપાની કૃપાથી પૂરા વ્યાજ સાથે એફ.ડી. રીન્યુ થઈ ગઈ. તેમની દુકાન, ગોડાઉન અને ઘરના કોર્ટ કેસમાં કટોકટી સજાર્ઈ હતી. પરંતુ પૂ.બાપાને અરજ કરવાથી કેસ હાઈકોર્ટમાં એડમીટ થઈ ગયો.
શ્રી ડીમ્પલબેન એન. પોપટ; રાજકોટથી લખે છે: તેમના ભાઈને શરદી તાવની તકલીફમાં દવાથી બિલકુલ રાહત ન થતા ડૉક્ટરે સ્વાઈન ફ્લૂ કે ડેન્ગ્યુની શંકા દર્શાવી રીપોર્ટ કરાવવાનું કહ્યું. રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની દયાથી બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા. તેને કમળાની અસર હતી જે દવાથી દૂર થતા બિલકુલ સારું થઈ ગયું.
શ્રી ધીરેન્દ્રભાઈ બી. ઠકરા; પોરબંદરથી લખે છે: તેમની દીકરીને મધરાતે, ભારે વરસાદના સમયે પ્રસૂતિ પીડા ઉપડતા તેમણે તુરત જ પૂ. બાપાને પ્રાર્થ્યા અને બધુ સમુંનમું પાર પડે તે માટે પરચો માન્યો. પૂ. બાપા તુરત જ વ્હારે આવ્યા. તાત્કાલિક વાહનની વ્યવસ્થા થઈ અને હોસ્પિટલમાં સમયસર પહોંચી જવાથી યોગ્ય સારવાર મળતા નોર્મલ ડીલેવરી થઈ અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
શ્રી મીનાક્ષીબેન એ. ઠક્કર; વડોદરાથી લખે છે: તેઓ સરકારી નોકરી કરે છે. તેમનાથી ઓફિસમાં પૈસા ભૂલથી બહાર રહી ગયા હતા. બીજે દિવસે ઓફિસે આવ્યા બાદ ખ્યાલ આવ્યો. તુરત જ તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને પૈસા મળી જાય તે માટે પરચો માન્યો... ને તે ફળ્યો. એક સજ્જન સહકાર્યકરે આ પૈસા યોગ્ય જગ્યાએ સાચવીને મૂક્યા હતા. જે તેમને પરત આપી દીધા. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર છે.
શ્રીમતિ લીનાબેન કે. કાપડીયા; પુના (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમના પુત્રને તેના એચવન-બી વિઝા પર યુ.એસ.એ.ની સ્ટેમ્પ સરળતાથી અને સમયસર પ્રાપ્ત થાય તેમજ તેનો કોલિફોર્નીયાનો પ્રવાસ સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ.
શ્રી જે. ડી. મહેતા; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: તેમના પુત્રનો નોકરી અંગેનો પ્રશ્ન ઉકેલાઈ જાય અને તેમના પત્નીના ઘૂંટણનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાની અસીમ કૃપાથી પુત્રનો નોકરીનો પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો અને પત્નીનું ઓપરેશન પણ સફળ થયું. તેમને સતત 20 દિવસથી હેડકી ઉપડી હતી. પૂ.બાપાના પરચાના પ્રતાપે બે જ દિવસમાં મટી ગઈ.
શ્રી અજયભાઈ આર. ભક્ત; રૂપવાડા (જિ.તાપી) થી લખે છે: તેમના અમેરીકાના પેપર્સ અમેરીકા પોસ્ટ અને ઈ-મેઈલ બંનેમાં અટવાયા હતા. જો તે ન મળે તો વકીલ રોકીને કાર્યવાહી કરવી પડે તેમ હતી. આથી પેપર્સ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી, પરચો માન્યો. પૂ. બાપાના ચમત્કારથી માત્ર 24 કલાકની અંદર જ તે પેપર્સ અમેરીકા મુકામે ઈ-મેઈલ દ્વારા મળી ગયા.
શ્રી મહેશભાઈ જી. પંડ્યા; વડોદરાથી લખે છે: તેઓ સવારે મોર્નિંગ વોકમાંથી ઘરે આવ્યા તે દરમ્યાન તેમનાં પત્નીને તેમના ચેઈનનું પેડલ મળ્યું. ચેઈન ઘરમાંથી ક્યાંય ન મળ્યો. ત્રીસ હજારની કિંમતનો ચેઈન ખોવાઈ જતા ખૂબ જ ચિંતા થઈ. આ માટે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ત્યાર બાદ ફરી બહારની જગ્યાએ તપાસ કરતા તેમની દુકાનના શટર પાસેથી આ કિંમતી ચેઈન મળી આવ્યો. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ.
શ્રી કીર્તિબેન વી. દેવાણી; વડોદરાથી લખે છે: તેમના પિતાશ્રીને અન્નનળીનું કેન્સર થયું હતું. ખોરાક પ્રવાહી લેવાનું બંધ થતા નબળાઈ આવી ગઈ અને ચાલવાનું પણ બંધ થઈ ગયું. તેઓને આ અસહ્ય રોગમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અમી દ્રષ્ટિથી તેમના પિતાશ્રી ધીરે ધીરે ખાતા - પીતા અને હરતા - ફરતા થઈ ગયા. તેઓનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.
શ્રી દિનેશભાઈ એમ. વડેરા; રાજકોટથી લખે છે: તેમનાં પત્નીની તબિયત બગડી ગઈ હતી. તેના સારા સ્વાસ્થ્ય માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ. બાપાની અપાર દયાથી તેમનાં પત્નીની તબિયત સારી થઈ ગઈ અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. પૂ.બાપાના પાવન ચરણોમાં વારંવાર પ્રણામ.
શ્રી છોટાલાલભાઈ સી. ઠક્કર; અમદાવાદથી લખે છે: તેમને ડાયાબીટીસની બીમારી હતી. પૂ. બાપાનું સ્મરણ કરી પરચાની ટેક રાખી દેશી દવા ચાલુ કરી... ને સમયાંતરે પૂ. બાપાની કૃપાથી તેમને ડાયાબીટીસની બીમારી બિલકુલ નાબૂદ થઈ ગઈ. તેમના ઢીંચણનો દુ:ખાવો પણ પૂ.બાપાએ મટાડ્યો. બીજું, તેમના દીકરાના લગ્નના થોડા જ દિવસો પહેલાં તેમના વેવાઈને ડાયાબીટીસ કાબૂમાં આવતું ન હતું. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેઓને પણ સારું થઈ ગયું અને પ્રસંગ આનંદથી સંપન્ન થયો.
શ્રી પ્રવિણાબા એમ. ચુડાસમા; જામનગરથી લખે છે: તેમના માતુશ્રીને ઉધરસ ક્યારેય બંધ નહીં થાય તેમ દરેક ડોક્ટરે જણાવ્યું હતું. પરંતુ પૂ. બાપાને કરેલી પ્રાર્થના અને પરચાની ટેકના પ્રતાપે માતુશ્રીની ઉધરસ થોડા જ દિવસોમાં બિલકુલ બંધ થઈ ગઈ. તેમનાં પેનીનો દુ:ખાવો પણ પૂ. બાપાએ દૂર કર્યો. વધુમાં, તેમના એક સ્નેહી-કુટુંબ સાથે સબંધ બગડવાની નોબત આવી ગઈ હતી. આ વેળા પણ પૂ. બાપા વ્હારે આવ્યા ને બીજે જ દિવસે ત્યાંથી શુભ સમાચાર મળ્યા.
શ્રી જગદીશચંદ્ર પી. પટેલ; રંગાઈપુરા (જિ. આણંદ)થી લખે છે: પૂ. બાપાએ તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે. તેમની તેમજ તેમનાં પત્નીની નોકરી, સંતાનોના અભ્યાસ, ઘરનું મકાન, વિદેશ ફરવા જવું વિગેરે દરેક કાર્યો પૂ. બાપાએ સફળ કર્યા છે. આ ઉપરાંત, કોઈ નવું કાર્ય આદર્યું હોય કે કોઈ મુશ્કેલી હોય દરેક સમયે પૂ.બાપા સહાયરૂપ બન્યા છે.
શ્રી જયંતિભાઈ આર. પટેલ; ગોધરા (જિ. પંચમહાલ)થી લખે છે: એક તોલાથી પણ વધુ વજનવાળી તેમની સોનાની વીંટી ક્યાંક મુકાઈ ગઈ હતી. ઘણું શોધવા છતાં ન મળી. આથી તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને વીંટી મળી જાય તે માટે પરચો માન્યો... ને બીજે દિવસે અચાનક યાદ આવી ગયું. તેમના શર્ટના ખીસ્સામાં તપાસ કરતા વીંટી મળી આવી.
શ્રીમતિ સુશીલાબેન કે. પલાસ; દાહોદથી લખે છે: તેમની બહેનને સરકારી નોકરી મળે તેમજ પુત્રી પીટીસીની પરીક્ષામાં સારા ટકા મેળવી પાસ થાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાના આશીર્વાદથી તેમની બંને ઈચ્છાઓ પૂર્ણ થઈ. તેમના માતુશ્રી પડી જવાથી પગમાં ઈજા થઈ હતી. પૂ. બાપાને પ્રાર્થવાથી તેઓનું ઓપરેશન સફળ થયું અને ચાલતા પણ થઈ ગયા. તેમની દીકરીને પણ નોર્મલ ડીલેવરી થઈ.
શ્રી છત્રસિંહ પી. પઢિયાર; ભરૂચથી લખે છે: તેમની ભાણેજે વર્ષો પહેલાં લીધેલ ઈન્જેક્શન વારંવાર પાકતું હતું. બે વખત ઓપરેશન કરાવવા છતાં આ તકલીફ ચાલુ જ હતી. તેને બિલકુલ સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તેને ઈન્જેક્શન પાકતું બંધ થઈ ગયું. બીજું, તેમનાં પત્નીને નાકમાંથી લોહી પડતું અને માથાના વાળ ખૂબ જ ખરતા હતા. પૂ. બાપાનો પરચો માનવાથી તેની પણ આ તકલીફો દૂર થઈ.
શ્રી મનુભાઈ જી. પટેલ; નડિયાદ (જિ. ખેડા)થી લખે છે: તેમના પિતાશ્રીને પગની ઘૂંટી આગળના હાડકામાં તિરાડ સાથે ઊંડો ઘા પડ્યો હતો. 92 વર્ષની ઉંમર અને ડાયાબીટીસના ઊંચા પ્રમાણને કારણે તેઓને સારું થવાની શક્યતા ન હતી. છતાં પૂ. બાપા પર શ્રધ્ધા રાખી પરચો માની ઓપરેશન કરાવ્યું. જે સફળ થયું. પૂ. બાપાની દયાથી ત્રણ માસની અંદર જ તિરાડ સંધાઈ ગઈ અને ઘા રૂઝાઈ ગયો તેમજ તેઓ હરતા- ફરતા થઈ ગયા.
શ્રી બાબુભાઈ ટી. પટેલ; બાલીસણા (જિ. પાટણ)થી લખે છે: તેમનાં પત્નીને લાંબા સમયથી ડાયેરીયાની તકલીફ હતી તેમજ છ મહિનાથી તાવ આવતો હતો. ડોક્ટરની સારવાર લીધી પણ તાવ દૂર ન થયો. પત્નીના સારા સ્વાસ્થ્ય કાજે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માનતા માત્ર ચાર - પાંચ દિવસમાં તેને તાવ ઊતરી ગયો. તેમનું ખોવાયેલું સોનાનું ઘરેણું પૂ. બાપાને યાદ કરતાં જ મળી આવ્યું તેમજ બંધ પડેલ ગ્લુકોમીટર પણ ચાલુ થઈ ગયું. બીજું, તેમની નોકરીની શરૂઆતમાં વર્ણપટશાસ્ત્ર શીખવવાની ફરજ પડતા તેઓ મુંઝાઈ ગયા હતા. પરંતુ પૂ. બાપાને યાદ કરી મદદ માંગતા તે વિષયમાં સારી એવી સૂઝ પડી અને તેઓ વ્યવસ્થિત શીખવી શક્યા.
શ્રી ડાહ્યાભાઈ ટી. ઠાકોર; ગુંદેલ (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમની ભાણી તથા ભાણીયાને જન્મ બાદ સવા માસમાં જ માથામાં પાણી ભરાતા મોટા ઢીમણાં થઈ ગયા હતા. ઘરના સૌ ચિંતિત હતા. બંને બાળકોને સારું થઈ જાય તે માટે તેમનાં પત્નીએ પૂ. બાપાને પાર્થી પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો. બંને બાળકોને સવાર સુધીમાં ઢીમણાં સંપૂર્ણ બેસી ગયા અને તદ્ન સારું થઈ ગયું. હાલ બંને આનંદ - કિલ્લોલ કરે છે.
શ્રીમતિ રમીલાબેન સી. પટેલ; છાપર (જિ. નવસારી)થી લખે છે: તેઓ સહિયારા - જર્જરીત મકાનનાં ચોથા ભાગમાં 20 વર્ષથી રહેતા હતા. બીજા ભાઈઓ અન્ય સ્થળે રહેતા હતા છતાં આ મકાન પૂર્વજોનું હોવાનું જણાવી તે તોડીને બીજું બાંધવાની મંજૂરી આપતા ન હતા. આ માટે કરેલા દરેક પ્રયત્નો નિષ્ફળ જતા તેમણે પૂ. બાપાને અરજ કરી પરચો માન્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેમને તેમનો હક્ક મળી ગયો અને જુનું મકાન તોડી નવું બાંધકામ કરવાની સંમતિ મળી ગઈ. આ ઉપરાંત, તેમને સરકારી સહાય યોજનામાં પણ મકાન મળ્યું.
શ્રી પ્રતાપભાઈ મજેઠીયા; કૂચ બેહાર (પ.બંગાળ)થી લખે છે: તેમના ઘરમાં ગેસનો પાઈપ લીક થવાથી આગ લાગી હતી. બે સિલિન્ડર ભરેલા હતા. જે બહાર કાઢવા જોખમી હતા. આ વેળાએ પૂ. બાપા વ્હારે આવ્યા. પૂ. બાપાએ કરેલી યોગ્ય પ્રેરણાથી તેમના દીકરાએ આગવાળું સિલિન્ડર સૂઝબૂઝથી બહાર કાઢી ફેંકી દીધું. આ ઉપરાંત, પૂ. બાપાની દયાથી તેમની એક શારીરિક તકલીફ ઓપરેશન વિના દૂર થઈ.
શ્રી ધર્મેન્દ્રભાઈ સી. શાહ; રાજકોટથી લખે છે: તેમના સંયુક્ત કુંટુંબમાં ચાલીસ વર્ષથી વ્યાપાર ધંધા પણ સંયુક્ત ચાલે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી કોઈ ને કોઈ બાબતે વધી ગયેલા વિઘ્નને કારણે વ્યાપાર- ધંધા સ્વતંત્ર કરવા સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી. દરમ્યાન તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને સંયુક્ત વ્યાપાર પહેલાંની જેમ જ એકબીજાની સમજણ - શાંતિથી ચાલતો રહે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી 15 દિવસમાં જ બધું વ્યવસ્થિત થઈ ગયું અને સંયુક્ત પરિવારમાં આનંદ છવાઈ ગયો.
શ્રીમતિ નીલાબેન લધ્ધા; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમને છેલ્લા દશ મહિનાથી કમ્મર તથા પગની પીડા રહેતી હતી. ડાબો પગ ખેંચીને ચાલવું પડતું. ગરદન ઝુંકી ગયેલી. મણકા નીચેની નસ દબાતી હોવાનો રીપોર્ટ આવ્યો. ઓપરેશનથી બચવા તેમણે પૂ.બાપાનું શરણું લીધું અને દવા કસરતથી સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. દવા -કસરત ચાલુ છે અને દર્દમાં પણ ઘણી જ રાહત થઈ ગઈ છે.
શ્રી મંગળભાઈ એસ. પટેલ; જીતપુર (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમના ઘરે કામ કરતાં મજૂરના દીકરાને ગળામાં કેન્સર જેવી ગાંઠ થઈ હતી. જેના બે ઓપરેશન નિષ્ફળ ગયા હતા. ત્રીજું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી ઓપરેશન સફળ થયું અને તેને બે વર્ષ થઈ ગયા. હવે કોઈ જ તકલીફ નથી. તે જ રીતે અન્ય એક મજુરના મામાને પણ કેન્સર હતું. પૂ.બાપાના પરચાના પ્રતાપે તેની બીમારી ઓપરેશન વિના દૂર થઈ. આમ, પૂ. બાપાની કૃપાથી કેન્સર જેવો અસાધ્ય રોગ પણ મટી ગયો. તેમની પુત્રવધૂની બદલી મનપસંદ સ્થળે થઈ જશે તેવી તેમને પૂ.બાપા ઉપર શ્રદ્ધા છે.
શ્રી નાનજીભાઈ એચ. બામણિયા; દીવથી લખે છે: તેમના પુત્રને શરીરમાં નાની - મોટી ગાંઠો નીકળી હતી. સ્થાનિક ડૉક્ટરે રોગની શંકા દર્શાવી રાજકોટ સારવાર કરાવવા કહ્યું. સતત ચિંતા સાથે તેમણે પૂ.બાપાનું શરણું લીધું અને પુત્રના રીપોર્ટ નોર્મલ આવે તેમજ ગાંઠો મટી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અમીદ્રષ્ટિથી તેમના પુત્રના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા તેમજ તેને સારું થઈ ગયું. તેમની નાની દીકરીને પણ ગળા પાસે થયેલ ગાંઠ પૂ.બાપાની કૃપાથી મટી ગઈ.
શ્રીમતિ દૂધીબેન એમ. પટેલ; વાડા (જિ. નવસારી)થી લખે છે: તેમની દીકરીએ ઈંગ્લેન્ડથી મોકલેલ પાર્સલ 4-5 મહિના થયા હોવા છતાં તેમને મળ્યું ન હતું. પાર્સલ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાના ચમત્કારથી એક જ અઠવાડિયામાં પાર્સલ મળી ગયું. તેમના મોંમાં થયેલ તકલીફ પણ પૂ.બાપાએ દૂર કરી.
શ્રી હરીશભાઈ જી. માહ્યાવંશી; બારડોલી (જિ.સુરત)થી લખે છે: તેમને માઈનોર હાર્ટ એટેક આવતા ડૉક્ટરે એક નળી બ્લોક હોવાનું નિદાન કરી ઓપરેશનની સલાહ આપી. ઓપરેશનનો ડર અને ખર્ચ-બંનેની ચિંતા હતી. પૂ. બાપા પરની શ્રદ્ધા થકી તેઓ પરચો માનવા પ્રેરાયા. તેમની પ્રાર્થના ફળી. પૂ.બાપાની અમી કૃપાથી સારી હોસ્પિટલમાં ઈ.એસ.આઈ.સી.ના સહયોગથી મફત ઓપરેશન અને સમયસરની યોગ્ય સારવાર મળતા હાર્ટની બીમારી દૂર થઈ અને ખર્ચની ચિંતા પણ ન રહી.
શ્રી મનુભાઈ ડી. દેસાઈ; સેલવાસ (દાદરાનગર હવેલી)થી લખે છે: તેમના બિલ્ડીંગના બોરમાં પાણી બંધ થઈ ગયું હતું. આ બાબતે પૂ. બાપાના પરચાની ટેક રાખી બોરની સફાઈ કરી. પૂ. બાપાની દયાથી ત્યાર બાદ વિપુલ પ્રમાણમાં પાણી મળવા લાગ્યું છે. બીજું, તેમના સ્વજન શ્રી જિજ્ઞાબેન દેસાઈનો ભત્રીજો નવમા ધોરણની બે પરીક્ષાઓમાં નબળું પરિણામ લાવ્યો હતો. વાર્ષિક પરીક્ષામાં તેના પાસ થવાની શક્યતા ન હતી. પરંતુ પૂ. બાપાના આશીર્વાદથી તે પાસ થઈ ગયો.
શ્રી કમલેશભાઈ આર. પરમાર; સંતરોડ (જિ. પંચમહાલ)થી લખે છે: તેમનું ચાલુ સ્થિતીનું કોમ્પ્યુટર સફાઈ કર્યા બાદ બંધ થઈ ગયું હતું. ગામડાનો વિસ્તાર એટલે તાત્કાલિક કોઈ કારીગર મળી શકે તેમ ન હોવાથી તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને કોમ્પ્યુટર 24 કલાકમાં ચાલુ થઈ જાય તે માટે પરચો માન્યો... ને માત્ર 6 કલાકમાં જ ગોધરાથી તેમનો મિત્ર આવી કોમ્પ્યુટર ચાલુ કરી ગયો. સાચા દિલથી કરેલી પ્રાર્થના પૂ.બાપા જરૂર સાંભળે છે.
શ્રી બંકિમભાઈ પી. દેસાઈ; એરૂ (જિ. નવસારી)થી લખે છે: એમ.બી.એ. થયેલ તેમના દીકરાની નોકરી છૂટી ગઈ હતી. ત્રણ મહિના સુધી કરેલા બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. છેવટે, તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પુત્રને નોકરી મળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેમના પુત્રને માત્ર 20 દિવસમાં જ ખૂબ જ ઊંચા પગારવાળી નોકરી મળી. આ ઉપરાંત, પૂ. બાપાના શુભાશિષથી તેમના મોટા દીકરાના લગ્ન સારા પરિવારમાં થઈ ગયા.
શ્રીમતિ નીતાબેન રાચ્છ; માંડવી (કચ્છ)થી લખે છે: તેમને પ્રેગનન્સી દરમ્યાન મોટી તકલીફ થવાથી ડૉક્ટરે પણ હાથ ધોઈ નાખ્યા હતા. સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમને તુરત જ રાહત થઈ ગઈ. ત્યાર બાદ સારવાર દરમ્યાન લીધેલ ઈંજેક્શનમાં ગાંઠો થઈ હતી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી બીજે જ દિવસે ગાંઠો ઓગળી ગઈ. પૂ.બાપાએ તેમને દરેક મુશ્કેલીમાંથી ઉગાર્યા છે.
શ્રી શોભાબેન જી. રાણા; નવસારીથી લખે છે: તેમનો પૌત્ર ખૂબ જ બીમાર પડી ગયો હતો. ઉલ્ટીઓ બંધ ન થવાથી પેટમાં પાણી પણ રહેતું ન હતું. આવી સ્થિતીમાં તેમણે પૂ. બાપાને પોકાર્યા અને પૌત્રના સ્વાસ્થ્યની રક્ષા કાજે પરચો માન્યો. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેની તબિયત સુધરવા લાગી અને બીજે જ દિવસે તે હસતો - રમતો થઈ ગયો. તેમના પતિ અને બે દીકરીઓ તથા બનેવી જુદી જુદી શારીરિક તકલીફથી પિડાતા હતા. પૂ.બાપાના શરણે જવાથી ત્રણેયને સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ. બાપાના કૃપા આશિષથી તેમના બંને દીકરાઓના લગ્નનો પ્રસંગ નિર્વિઘ્ને આનંદ-મંગલથી સંપન્ન થયો અને વિદેશસ્થિત તેમના નાના ભાઈને સારી નોકરી મળી.
શ્રી નિર્મલાબેન એચ. રાયચુરા; મોશી (જિ. અમરાવતી)થી લખે છે: તેમનું બાઈક રાત્રે બહાર રહી જવાથી કોઈ લઈ ગયું. સવારે ખૂબ તપાસ કરી પણ ક્યાંયથી ન મળ્યું. છેવટે, પૂ.બાપાને યાદ કરી પરચાની ટેક રાખી પોલિસ સ્ટેશને રીપોર્ટ આપવા ગયા. ....ને ત્યાં જ તેમનું બાઈક પડેલુ જોયું. પૂ.બાપાની કૃપા થકી જ તેમનું વાહન સહીસલામત મળી આવ્યું.
શ્રી પ્રિયાબેન પી. ચવ્હાણ; અમદાવાદથી લખે છે: તેમણે ભાડે આપેલું મકાન ભાડુઆત કોઈની ઉશ્કેરણીથી ખાલી કરતો ન હતો. આ કાર્ય કોઈપણ કંકાશ વગર પાર પડી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી ભાડુઆતે બીજા જ અઠવાડિયે મકાન ખાલી કરી આપ્યું અને ચાવી પણ આપી દીધી.
શ્રીમતિ દક્ષાબેન કે. કાપડીયા; અડાજણ (જિ. સુરત)થી લખે છે: તેમની પુત્રી સી.એ.ની પરીક્ષામાં પાસ થઈ જાય અને તેનું સગપણ સુસંસ્કારી પરિવારમાં થાય તેમજ તેને મનપસંદ જીવનસાથી મળે તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાએ તેમની આ મનોકામના પૂર્ણ કરી.
શ્રી એ. વી. પારેખ; અમદાવાદથી લખે છે: તેમની દીકરીને ચાર વર્ષની દીકરી છે. તેને બીજું સંતાન પુત્રરૂપે મળે તેવી સૌની તીવ્ર ઈચ્છા હતી. ખાસ કરીને શ્વસુર પક્ષેથી એબોર્શન કરાવી નાંખવા દબાણ થતું. પરંતુ તેમની દીકરી મક્કમ રહી. તેણે તથા તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ અર્થે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની દીકરીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. બીજું, અમરનાથ યાત્રા વેળાએ તેઓ પરિવારથી છૂટા પડી ગયા હતા. આ વેળાએ પણ પૂ.બાપા વ્હારે આવ્યા અને ત્રણ દિવસે સૌનો ભેટો થઈ ગયો.
શ્રીમતિ દર્શનાબેન શાહ; વડોદરાથી લખે છે: તેમની દીકરીએ એન્જી.ના પ્રથમ વર્ષની પરીક્ષા આપી હતી. તે હોંશિયાર હતી. પરંતુ અભ્યાસનું માધ્યમ બદલી જવાથી પરીણામમાં એટીકેટી આવવાનો ડર હતો. તે ફુલ્લી પાસ થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ...ને સૌના આશ્્્ચર્ય વચ્ચે તેમની દીકરી ર્ફસ્ટ ક્લાસ પાસ થઈ. પૂ. બાપાના આશીર્વાદ થકી જ આ શક્ય બન્યું.
શ્રી મોહનલાલ ટી. કોટક; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમના દીકરાને ખૂબ જ શરદી - ઉધરસ થયા હતા. તે સમયે સ્વાઈન ફ્લૂનો વાવર હતો. સામાન્ય દવાથી તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયાથી તેમના દીકરાને સામાન્ય દવાથી જ સારું થઈ ગયું.
શ્રીમતિ લીનાબેન પી. ઓઝા; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની મોટી પુત્રવધૂને પથરીની તકલીફ હતી સાથે ગાયનેક પ્રોબ્લેમ પણ હતો. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાએ કૃપા કરતાં તેમની પુત્રવધૂની બધી જ તકલીફો દૂર થઈ. તેમની નાની પુત્રવધૂનું સીઝેરીયેન ઓપરેશન પણ હેમખેમ પાર પડ્યું અને પુત્રજન્મ થયો. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમના નાના પુત્રને પગની પીડામાં રાહત થઈ ગઈ અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા.
શ્રીમતિ નિર્મળાબેન જે. ગંદા; કલકત્તા (પં.બંગાળ)થી લખે છે: તેમના વયોવૃદ્ધ પતિને વ્હેલી સવારે અચાનક ઠંડી ચઢતા તેઓના હાથ - પગ ધ્રૂજવા લાગ્યા. તેઓ મુંઝાઈ ગયા. ડૉક્ટર પાસે જવું ન પડે અને આપમેળે તેઓની તબિયત સારી થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અમી નજરથી બે કલાકમાં જ તેઓની તબિયત નોર્મલ થઈ ગઈ.
શ્રી રણછોડભાઈ વી. પટેલ; અમદાવાદથી લખે છે: તેમને આંખમાં ઝામર અને મોતીયો - બંને તકલીફો હતી. ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અમીમય નજરથી તેમની આંખના બંને ઓપરેશન સફળ થયા અને નવી દ્રષ્ટિ મળી.
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી