Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (India) – January 2011    << Back to Archive Home  

શ્રી મોહનભાઈ ડી. પટેલ; ગણેશપુરા કંપા (જિ.સાબરકાંઠા)થી લખે છે: તેમનો દીકરો સ્પેરપાર્ટસની દુકાનમાં નોકરી કરતો હતો. આ દુકાન તેને વેચાતી લેવાનો વિચાર આવ્યો. પરંતુ ભાગીદારો આ વાત માનશે કે નહિ તે અંગ દ્વિધા હતી. તેમણે તેમના પુત્રને પૂ.બાપા ઉપર વિશ્વાસ રાખી પરચો માનવા કહ્યું. તે મુજબ કરતા જાણે ચમત્કાર થયો હોય તેમ દુકાન વેચાણ આપવાની છે તેમ સામેથી કહેવામાં આવ્યું. આમ, પૂ.બાપાની કૃપાથી તેમનું ધાર્યું કાર્ય પાર પડી ગયું. વધુમાં, પૂ.બાપાની દયાથી તેમની ભેંસની બીમારી દૂર થઈ તેમજ નાના પુત્રને સારી જોબ મળી ગઈ.

શ્રીમતિ સુધાબેન એન. ઠાકર; અમદાવાદથી લખે છે: તેમના પુત્રએ વડોદરામાં લીધેલ મકાનના બે માળના કામકાજ અંગે બબ્બે કોન્ટ્રાક્ટરો બદલ્યા છતાં કામ પૂરું થતું ન હતું. આથી તેમણે પૂ. બાપાનું સ્મરણ કર્યું અને આ કામ વ્હેલી તકે પૂર્ણ થાય તે માટે પરચો માન્યો. જે કામ એક વર્ષથી અટકતું હતું તે પૂ.બાપાની કૃપા થકી માત્ર 10 દિવસમાં જ પૂર્ણ થઈ ગયું.

શ્રી મૃગેશભાઈ ભટ્ટ; વાઘેલા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેઓ બે સહ કર્મચારીઓ સાથે સુરત ઓડીટમાં ગયેલા. કામ પૂરું થતા અમદાવાદ આવવા સવારે 5:30ની બસમાં જવાનું નક્કી કરેલું. આ બસ આગલા દિવસ દરરોજ 6 વાગ્યે આવી જઈ નાઈહોલ્ટ કરતી. પણ તે દિવસે 7 વાગ્યા સુધી આ બસ ન આવતા તેઓ મુંઝાયા અને બસ આવી જાય તે માટે પૂ.બાપાનો પરચો માન્યો. તેઓને એ જ બસમાં જવાનું હતું. પૂ.બાપાની કૃપાથી રાત્રે 8 વાગ્યે તે બસ આવી ગઈ ને તેમની ચિંતા દૂર થઈ.

શ્રીમતિ ચંદ્રિકાબેન જે. ઠક્કર; ડોંબીવલી (જિ. થાણા)થી લખે છે: તેમની પુત્રીને ડીલેવરી પહેલાં કંઈ ને કંઈ તકલીફ થતી હોવાથી સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ હતી. તેની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી દીકરીની ડીલેવરી હેમખેમ પાર પડી અને પુત્રપ્રાપ્તિ થઈ. આ ઉપરાંત પૂ.બાપાના શુભાશિષથી તેમને તેમના નાના બજેટમાં સારી રહેણાંક જગ્યા મળી ગઈ.

શ્રી ભીખુભાઈ એન. મોદી; બીલીમોરા (જિ.વલસાડ)થી લખે છે: તેમને ડાબા કાનમાં મસો થયો હતો. દર્દ અસહ્ય હતું. ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહેતાં તેમણે પૂ.બાપાને યાદ કરી ઓપરેશનથી સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમને સારું થઈ ગયું. તેમના દોહિત્રને ભ્રમર પાસે થયેલ સફેદ ડાઘ પણ મટી ગયો. પૂ.બાપાના આશીર્વાદથી તેમની દીકરીને બેન્કમાં પ્રમોશન મળ્યું અને બદલી પણ નજીકના શહેરમાં થઈ.

શ્રી અરૂણભાઈ જી. શિંદે; વડોદરાથી લખે છે: તેમના દીકરાને પીઠમાં તેમજ ડોકમાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. સાથે નોકરી માટેના પ્રયત્નોમાં નિષ્ફળતા મળતા નાસીપાસ થઈ ગયો હતો. બે-ત્રણ ડૉક્ટરોની દવાઓથી થોડી રાહત થઈ ગઈ. પણ નોકરી માટેની હતાશા યથાવત હતી. તેને નોકરી મળે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાએ કૃપા કરતા તેને નોકરી મળી ગઈ.

શ્રી એસ. એમ. રાઠોડ; ગુલબર્ગ (કાશ્મીર)થી લખે છે: તેમના જરૂરી કાગળની ફાઈલ વકીલની ઓફિસમાં 4-5 વર્ષથી રહી ગઈ હતી. જરૂર પડ્યે ફાઈલ શોધાવતા તે ન મળી. એજ પ્રમાણે ઘરમાં એક રૂમાલમાં પૈસા રાખ્યા હતા તે રૂમાલ પણ મળતો ન હતો. ઉપરોક્ત બંને અગત્યની ચીજો મળી જાય તે માટે પૂ.બાપાનો પરચો માનતા ફાઈલ અને પૈસાનો રૂમાલ બંને મળી ગયા. વધુમાં, તેમની તબિયત પણ પૂ.બાપાની દયાથી સારી થઈ ગઈ.

શ્રી દિલીપભાઈ જોશી; ન્યૂ દિલ્હીથી લખે છે: પૂ.બાપા પરની શ્રદ્ધા થકી તેમના દરેક કાર્યો પાર પડ્યા છે. પૂ. બાપાના આશીર્વાદથી તેમની 'ઘરનું મકાન' કરવાની ઈચ્છા પૂર્ણ થઈ. પાણીની સમસ્યા નિવારવા નવી પાઈપ લાઈન લેવી કઠિન હતી. પરંતુ પૂ.બાપાની કૃપા થતા આ કાર્ય પણ પાર પડ્યું. તેમનાં પત્નીની પગની પિડા દુર થઈ અને હવે ચાલવામાં પણ તકલીફ નથી. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમનાં બાળકો પરીક્ષામાં સારા માર્કસે પાસ થયા.

શ્રી હરગોવિંદભાઈ ડી. રામી; રતલામ (એમ.પી.)થી લખે છે: બાબરા-અમરેલી રહેતી તેમની દોહિત્રી નેહલબેન મીઠાપરાને પુરા માસે નોર્મલ ડીલીવરી થાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમને એ ઈચ્છા પરિપૂર્ણ થઈ છે. પૂ. બાપાને કોટિ કોટિ વંદન.

શ્રી શરદભાઈ આઈ. મહેતા; નડિયાદથી લખે છે: તેમની દીકરી પૂના નોકરી કરે છે. તે ચાલુ પગારે ત્રણ મહિનાની મેટરનીટી લીવ લઈને નડિયાદ આવી હતી. સીઝેરીયન થવાથી તેને સાત મહિના રજા પર રહેવું પડ્યું. દરમ્યાન જમાઈની નોકરી જતી રહી. આવી સ્થિતીમાં તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને દીકરીની નોકરી ચાલુ રહે તેમજ જમાઈને બીજી સારી - સ્થિર નોકરી મળે, બંનેને સાથે રહેવાનું થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી આ બધું શક્ય બન્યું. ટૂંક સમયમાં જ તેઓ તેના પુત્ર સાથે પોતાના મકાનમાં રહેવા જતા રહ્યા.

શ્રી પરેશભાઈ પ્રજાપતિ; નવસારીથી લખે છે: તેમની કંપની માટે ઓર્ડર મળે તેમજ મનપસંદ જગ્યાએ ઓફિસ મળે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની કંપની માટે ઓર્ડર મળ્યો તથા પેમેન્ટ પણ મળી ગયું તેમજ મનપસંદ ઓફિસ પણ મળી ગઈ. પૂ.બાપા સામાજિક કાર્યો સાથે આર્થિક કાર્યોમાં પણ મદદ કરે છે.

શ્રીમતિ દેવીલાબેન વી. ભલગામડિયા; નડિયાદથી લખે છે: તેમને એક બાળક બાદ છ વર્ષ સુધી બીજું બાળક ન હતું. 'જલારામ જ્યોત'ના પરચા વાંચી પ્રેરણા મળતા તેમણે પણ બીજા સંતાનની પ્રાપ્તિ માટે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની કૃપા થતા તેમને બીજા પુત્રની પ્રાપ્તિ થઈ. પૂ.બાપાના ચરણોમાં ભાવપૂર્વક પ્રણામ.

શ્રીમતિ નિરૂબેન ગાંધી; વડોદરાથી લખે છે: તેમના હાથમાં ફેકચર થયું હતું. ઓપરેશન બાદ પણ બળતરા બિલકુલ ઓછી ન થતા બે મહિના બાદ ડૉક્ટરે ફરીથી ઓપરેશન કરાવવાનું કહ્યું. ફરીથી ઓપરેશન કરાવવું ન પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમને ઓપરેશન વગર ફક્ત દવાથી જ સારું થઈ ગયું. બીજું, તેમના પુત્રને મોંમાં ઈન્ફેકશન થવાથી રસી થયા હતા. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેને પણ સારું થઈ ગયું. પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પૌત્ર એસ.એસ.સી.માં સારા માર્કસ મેળવી પાસ થયો.

શ્રીમતિ નીતાબેન એન. ભટ્ટ; અંધેરી (મુંબઈ)થી લખે છે: તેમના ભાઈને કેન્સરની બીમારી હતી. નવ માસની સારવાર દરમ્યાન જીંદગીની તમામ કમાણી વપરાઈ ગઈ. ભાઈનું સ્વાસ્થ સારું થઈ જાય તે માટે આખરી ઉપાય તરીકે તેમણે પૂ.બાપાનો આશરો લીધો અને પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમના ભાઈને સારું થઈ ગયું અને રીપોર્ટ પણ કેન્સર મુક્ત થયાનો આવ્યો. તેને જીવનનિર્વાહ માટે યોગ્ય નોકરી મળી રહેશે તેવી તેમને પૂ.બાપા પર શ્રદ્ધા છે.

શ્રી ભાનુબેન જે. જોબનપુત્રા; હૈદરાબાદ (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેઓ ખૂબ જ બીમાર પડી જવાથી આઈ.સી.યુ.માં દાખલ કર્યા હતા. ગળામાંથી પાણી ઊતરતું ન હતું. હાથ-પગમાં સોજા તથા યુરીન બંધ થઈ ગયું હતું. આવી સ્થિતીમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાએ તેમને મોતના મુખમાંથી બચાવી જીવતદાન આપ્યું. બીજું, એક વખત અગત્યની ચીજો ભરેલું તેમનું પર્સ તથા સાચા હીરાની વીંટી ક્યાંક મુકાઈ જવાથી મળતા ન હતા. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરતા બંને કિંમતી ચીજો મળી આવી. આ ઉપરાંત, તેમના સ્નેહી શ્રી સંગીતાબેન રાયઠઠ્ઠાના ભાઈ માટે જમીનની વાત ચાલતી હતી. તેઓએ પણ પૂ.બાપાનો પરચો માનતા આ કાર્યમાં સફળતા મળી.

શ્રીમતિ જ્યોતિબેન જે. ખગ્રામ; મલાડ (મુંબઈ)થી લખે છે: તેઓ વડોદરાથી અહીં પિયરમાં રોકાવા આવ્યા હતા. દરમ્યાન તેમના પતિ ઘરની દેખભાળ માટે ત્યાં હતા. એક દિવસ તેઓ ઘરનો પાછળનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હોવાનો તેમના પડોશીનો ફોન આવતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા. ઘરમાં જોખમ ઘણું હતું. તેમના ઘરની રક્ષા કાજે તેમના માતુશ્રીએ પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો, જે ફળ્યો. જ્યારે તેઓ વડોદરા ગયા ત્યારે ઘરની બધી જ ચીજો અકબંધ હતી. પૂ.બાપાએ તેમના ઘરની રક્ષા કરી.

શ્રી રસિકભાઈ એસ. પટેલ; લીંગડા (જિ. આણંદ)થી લખે છે: કૌટુંબિક ઝઘડાને કારણે તેમણે જમીન વેચવા મૂકી હતી. જે સારી કિંમતે વેચાઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમની જમીન સારા ભાવે વેચાઈ ગઈ.
શ્રીમતિ દક્ષાબેન એસ. પટેલ; વડોદરાથી લખે છે: તેમની દીકરીને આંખોની પાંપણ ઉપર ખોડો થયો હતો. જે લાંબા સમય સુધી ન મટતા તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની દીકરીને પાંપણ પરનો ખોડો ટુંક સમયમાં જ દૂર થઈ ગયો.

શ્રી શુક્કરભાઈ એમ. પટેલ; આંબાયાણી (જિ.નવસારી)થી લખે છે: તેમના પરિણીત દીકરાએ વાહનને લગતા અસલ કાગળો કોઈને કહ્યા વગર ઘરમાંથી લઈ અન્યત્રે ગીરો મૂકી નાણાં મેળવી લીધેલ. ઘણી જ તપાસ કર્યા બાદ પત્તો ન મળવાથી તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને કિંમતી કાગળો મળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તે કાગળો તેમને મળી ગયા.

શ્રીમતિ નીતિજ્ઞાબેન ડી. તલાવિયા; અબ્રામા (જિ. વલસાડ)થી લખે છે: તેમને શ્વાસની ખૂબ જ તકલીફ હતી. તેમાં થોડી રાહત થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાની કૃપા દ્રષ્ટિથી તેમને શ્વાસની તકલીફમાં ઘણી જ રાહત થઈ ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર ધો. 10માં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયો.

શ્રી અમરસિંહ જે. ટાંટોડ; ભેટાસી (જિ. આણંદ)થી લખે છે: તેમના એક મિત્રને સામાન્ય બીમારીની સારવારમાં સારું ન થતા ડૉક્ટરે અમદાવાદ જવાનું કહ્યું. ત્યાં પ્રાથમિક તબક્કે કેન્સરનું નિદાન થયું. તેઓનો બીજો રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમના મિત્રનો બીજો રીપોર્ટ નોર્મલ આવ્યો અને હાલમાં પણ તે સ્વસ્થ જીવન વિતાવી રહ્યા છે. બીજું, પૂ.બાપાના શુભાશિષથી તેમની દીકરીના લગ્ન સારી જગ્યાએ થયા અને તેને પુત્રપ્રાપ્તિ પણ થઈ.

શ્રી સુભાષભાઈ રૂઘાણી; અમદાવાદથી લખે છે: તેમને ગોડાઉનની તાત્કાલિક જરૂર ઊભી થતા આ બાબતે પૂ.બાપાને અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાએ તેમનું કાર્ય તુરત જ પાર પાડ્યું. તેમને ગોડાઉન મળી ગયું. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.

શ્રી આશિષભાઈ વી. ઠક્કર; વલસાડથી લખે છે: તેમના પિતાશ્રીને તેમના ભાગીદારે ધંધામાંથી ઉતારી દેતા તેઓ ત્રણ વર્ષથી વ્યાપાર - ધંધા વગરના થઈ ગયા હતા. તેમના પિતાશ્રી પૂ.બાપાને દરરોજ વિનંતી કરતા. દરમ્યાન તેમના માતુશ્રીએ તેઓનો સ્વતંત્ર ધંધો થાય તે માટે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની કૃપા વરસી. તેમનો ધંધો સ્વતંત્ર થયો. જે ખૂબ જ સારો ચાલતા આર્થિક સ્થિતી સધ્ધર થઈ ગઈ. બીજું, તેમનો પુત્ર જન્મ્યો ત્યારે ખૂબ જ નબળો હોવાથી ડૉક્ટરોએ ત્રણ જ દિવસની મુદત આપી હતી. પરંતુ પૂ.બાપાના આશીર્વાદથી તે ખૂબ જ સ્વસ્થ છે.

શ્રી વિપુલભાઈ એચ. ગણાત્રા; કલ્યાણ (જિ.થાણા)થી લખે છે: તેમનું કામ કેન્વાસીંગ એજન્ટનું છે. તેમના ભરોસા પર બહારગામની પાર્ટી પાસેથી જથ્થાબંધ માલ લઈને અહીંની લોકલ પાર્ટીને આપવાનો થતો. લોકલ પાર્ટી પૈસા ન ભરે તો તેઓને ભરવા પડે. એક વખત અહીંની લોકલ પાર્ટીની સ્થિતી ખરાબ થઈ જતા તેમના રૂા. સાડા ત્રણ લાખ ફસાઈ ગયા. જે પાછા મળવા અસંભવ લાગતા હતા. પરંતુ પૂ. બાપાનું શરણું લઈ પરચાની ટેક રાખતા બે જ માસમાં પૈસા પરત મળી ગયા. એક વખત તેમને ધંધામાં મોટી ખોટ જતા દુકાન-ઘર-ગોડાઉન બધું વેચી નાખવું પડ્યું હતું. આવી કપરી સ્થિતીમાં તેમનાં પત્નીએ હિંમત ન હારતા પૂ.બાપા પર શ્રદ્ધા રાખી અને આર્થિક સધ્ધરતા માટે પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી ધીરે ધીરે બધું થાળે પડી ગયું. અને પરિસ્થિતી સુધરી ગઈ.

શ્રી પરિમલભાઈ એ. દેસાઈ; અબ્રામા (જિ. વલસાડ)થી લખે છે: તેમને ગત વર્ષે કરોડરજ્જુ તેમજ માથામાં ખૂબ જ બળતરા થતા કરોડરજ્જુની M.R.I. કરાવેલ. પૂ.બાપાની કૃપાથી રીપોર્ટ નોર્મલ આવેલ. તેમ છતા આ વર્ષે ફરી એ જ તકલીફ થઈ. પૂ.બાપાને પ્રાર્થના કરતા સારું થઈ ગયું. પણ માથાની M.R.I. કરાવવાનું નક્કી થયું. આ વખતે કોઈ મોટો રોગ ન નીકળે તે માટે પૂ.બાપાનો પરચો માન્યો. પૂ.બાપાની દયાથી રીપોર્ટ નોર્મલ આવ્યો.

શ્રી કીર્તિભાઈ એન. પટેલ; પાર્લા (મુંબઈ)થી લખે છે: તેમના ભાઈ નિવૃત થયા બાદ તેના રિટાયર્ડમેન્ટના બેનીફીટ કંપનીએ અટકાવ્યા હતા. તે મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી બેનીફીટની રકમ મળી ગઈ.

શ્રી વસંતભાઈ એચ. ધકાણ; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમનું રાજકોટનું મકાન વેચાતું ન હતું. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનું નક્કી કર્યું. પૂ. બાપાની અપાર કૃપાથી તેમનું મકાન વેચાઈ ગયું. પૂ. બાપાના ચરણોમાં વારંવાર વંદન.

શ્રીમતિ હંસાબેન આર. બનીઆ; જામનગરથી લખે છે: તેમના પતિને નાના દીકરા સાથે મનદુ:ખ થતા બંને વચ્ચે અબોલા થઈ ગયા હતા. આ વાતથી તેઓ ટેન્શનમાં હતા. પૂ.બાપા પર શ્રદ્ધા રાખી પિતા-પુત્ર વચ્ચેના અબોલા તૂટે એ માટે પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી બંને વચ્ચે સમાધાન થઈ જતા અબોલા તૂટી ગયા. બીજું, તેમના મોટા દીકરાને ધંધામાં સરખાઈ ન હતી. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે બધું સમુંનમું પાર પડ્યું. તેમજ તેના મકાનનું કામ પણ નિર્વિઘ્ને થઈ ગયું.

શ્રી ચંપાબેન જે. અઢીયા; વિલેપાર્લા (મુંબઈ)થી લખે છે: તેમના પૌત્રને આઠમા ધોરણમાં શાળા- શિક્ષકો પ્રત્યે મન ઊઠી જતા તે ડીપ્રેશનમાં આવી ગયો હતો. તેની દિનચર્યા અનિયમિત થઈ ગઈ હતી. આ તકલીફમાંથી તે બહાર આવે અને અભ્યાસમાં તેનું મન પરોવાય તે માટે તેમણે પૂ.બાપાનો પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી પૌત્રનું મન ધીરે-ધીરે અભ્યાસ-શાળા તરફ વળવા લાગ્યું. અને ધો. 8 પાસ કરી નવમા ધોરણમાં વ્યવસ્થિત અભ્યાસ કરતો થઈ ગયો.

શ્રી કાંતિભાઈ શ્રીમાળી; વડોદરાથી લખે છે: તેમને ગળામાં દુ:ખાવો થતો હતો તેમજ મોંમાં ફોલ્લા થયેલા. સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમને બિલકુલ સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમની પુત્રીના લગ્ન નવસારીમાં આનંદ-મંગલથી થઈ ગયા.

શ્રીમતિ જ્યોતિબેન દેસાઈ; (મુંબઈ)થી લખે છે: તેમના દીકરાને કંપનીએ એક વર્ષ માટે નેધરલેન્ડ મોકલ્યો હતો. પરંતુ તે સમયે મંદીનું વાતાવરણ હોવાને કારણે તેને કંપની તરફથી બે જ માસમાં ભારત પરત ફરવાનું કહેવામાં આવ્યું. પૂર્વ નિર્ધારીત મુદત મુજબ તેની જોબ ચાલુ રહે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેની જોબ ચાલુ રહી.

શ્રીમતિ ધનલક્ષ્મીબેન એસ. પટેલ; હાથરવાકંપા (જિ. સાબરકાંઠા)થી લખે છે: વડોદરા સ્થિત તેમના પુત્રને કોઈ કામકાજ મળતું ન હોવાથી તે હતાશ થઈ ગયો હતો. તેને યોગ્ય ધંધાની લાઈન મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેને લેબર કન્સ્ટ્રકશનનું સારું એવું કામ મળી ગયું. જે ખૂબ જ સારું ચાલે છે.

શ્રીમતિ જયશ્રીબેન એ. પાટીલ; બીલીમોરા (જિ. નવસારી)થી લખે છે: તેમની દીકરીને ધો.10માં 59 ટકા આવ્યા. તેને સાયન્સમાં પોતાની શાળામાં એડમીશન જોઈતું હતું પણ 80 ટકાએ એડમીશન અટક્યું હોવાથી ખૂબ જ તકલીફ પડતી હતી. એક માસ સુધી ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. છેવટે, આ કાર્ય માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી માત્ર એક જ કલાકની અંદર તેને ડોનેશન વિના એડમીશન મળી ગયું. પૂ.બાપાએ તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે.

શ્રીમતિ ખુશ્બુબેન એચ. શાહ; અમદાવાદથી લખે છે: તેમના લગ્નને એક વર્ષ થયું હતું. પરંતુ સારા દિવસોની આશા ન હતી. તેમને માસિકને લગતી તકલીફ હોવાથી ઘણી દવા કરી પણ સફળતા ન મળી. ડૉક્ટરે લેપ્રોસ્કોપી કરાવવાનું કહ્યું. જેનો ખર્ચ પણ ઘણો હતો. પરંતુ તેમણે પૂ. બાપા પર શ્રદ્ધા રાખી વધુ એક મહિનો રાહ જોઈ. સારા દિવસો રહે તે માટે પૂ.બાપાનો પરચો માન્યો... ને તેમની ઈચ્છા પૂરી થઈ. સમયાંતરે તેમને જોડિયા સંતાનોનું સુખ મળ્યું. ખરેખર, પૂ. બાપા હાજરાહજૂર છે.

શ્રી નરોત્તમભાઈ વી. આશર; ગુન્ટુર (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેમની દોહિત્રી સવા વર્ષની થઈ હોવા છતાં પકડી - પકડીને જ ચાલતી હતી. તેમજ થોડું ચાલીને બેસી જતી. તે જલ્દીથી ટેકા વગર ચાલતા શીખી જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ.બાપાની અમીમય નજરથી તેમની દોહિત્રી વ્યવસ્થિત ચાલતા શીખી ગઈ.

શ્રીમતિ શાંતાબેન એમ. રાઠોડ; નવસારીથી લખે છે: તેમના દીકરી - જમાઈ વચ્ચે અણબનાવ થતા વારંવાર ઝઘડા થતા હતા. તેઓનું દામ્પત્ય જીવન શાંતિ-સુમેળભર્યું રહે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાની અપાર કૃપાથી બંને વચ્ચે સુમેળ થઈ ગયો. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમને તાવ-ઝાડા-ઉલ્ટીની બીમારીમાંથી પણ સારું થઈ ગયું.

શ્રી મીરાબેન એન. ટાંક; અંધેરી (મુંબઈ)થી લખે છે: તેમના ડાબા સ્તનમાં ગાંઠ હોવાનો રીપોર્ટ આવતા તેને બાયોપ્સી ટેસ્ટ માટે મોકલાવ્યો. આ ગાંઠ કેન્સરની ન નીકળે તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી ગાંઠ સાદી હોવાનો અને ઓપરેશનની પણ જરૂર ન હોવાનો રીપોર્ટ આવ્યો. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ.

શ્રી પ્રવિણચંદ્ર આઈ. જરીવાલા; સુરતથી લખે છે: એક અકસ્માતમાં તેમના હાથના પંજામાં ફ્રેક્ચર થવાથી ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને પાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની દયાથી તેમનું ઓપરેશન સફળ થયું અને હાથનો પંજો પહેલાં જેવો જ કામ કરતો થઈ ગયો. આ ઉપરાંત, તેમને પગમાં થયેલ તકલીફ તેમજ શરીર પર નીકળેલ ગરમી પણ પૂ. બાપાની કૃપાથી દૂર થઈ. પૂ.બાપાને પ્રાર્થવાથી તેમના કામકાજમાં સરકારી ખાતા તરફથી કોઈ મુશ્કેલી ન આવી. તેમજ તેમનો લોહીનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો. પૂ.બાપાના પરચાના પ્રતાપે તેમની પુત્રવધૂની આંખનું ઓપરેશન સફળ થયું તેમજ તેમના પૌત્રને બે વર્ષ જુની પેટના દુ:ખાવાની તકલીફ દૂર થઈ.

શ્રીમતિ રંજનબેન વી. બ્રહ્મભટ્ટ; વડોદરાથી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેમના મોટા પુત્રનો છાતીનો દુ:ખાવો દૂર થયો, પૌત્રને ગળામાં થયેલ ગાંઠ તેમજ પૌત્રીને કરોળીયા મટી ગયા, તેમજ પતિની મગજની બીમારી તેમજ તેમના ગળાની બળતરા દૂર થઈ, બીજા પુત્રને પગમાં ઓપરેશન વિના જ સારું થઈ ગયું. અને નાના પુત્રને હીસ્ટીરીયાની તકલીફમાંથી સારું થઈ ગયું. તેમના પુત્રવધૂનો હાર ક્યાંક મુકાઈ જવાથી મળતો ન હતો. પરંતુ પૂ.બાપાને યાદ કરવાથી તે હાર સાડીમાંથી જ મળી આવ્યો.

શ્રીમતિ વિમળાબેન એ. બ્રહ્મભટ્ટ; સુરતથી લખે છે: તેમને પગમાં રાત્રે ખૂબ જ દુ:ખાવો થતો, શરીરે ખંજવાળ આવતી અને એસીડીટી વધી જવાથી અનિદ્રાની તકલીફ રહેતી. આ બાબતે પૂ.બાપા પર શ્રદ્ધા રાખી પરચો માનતા તેમને બધા જ દર્દમાંથી ઘણી રાહત થઈ ગઈ. તેમના વચલા પુત્રને વારંવાર કંઈક લાગી જવાથી ઈજા થતી. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કર્યા પછી છેલ્લા બે માસથી તેને બિલકુલ ઈજા થઈ નથી. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમની બંને પૌત્રીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, પૌત્રની બદલી સુરતમાં થઈ ગઈ અને તેમની સોસાયટીમાં વરસાદનું પાણી ભરાવાની સમસ્યા દૂર થઈ.

શ્રી પાર્થિવભાઈ એમ. દેસાઈ; સુરતથી લખે છે: તેમને થયેલ એક અસાધ્ય બીમારીમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવવાનું હતું. જે ખૂબ જ ખર્ચાળ હતું. આ બાબતે પૂ.બાપાને આર્તહ્રદયે વિનંતી કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની અપાર દયાથી રૂા. પાંત્રીસ લાખની વ્યવસ્થા થઈ ગઈ અને લીવર આપવા માટે તેમના બહેન તૈયાર થઈ ગયા. દિલ્હીની હોસ્પિટલમાં ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને આમ પૂ.બાપાએ તેમને નવી જિંદગી બક્ષી.

શ્રી હસમુખરાય એસ. વજરીયા; રાજકોટથી લખે છે: તેમના મોટાભાઈની માનસિક સ્થિતી ખરાબ હોવાથી સૌને મનદુ:ખ થાય, કુટુંબ કલેશ થાય તેવું વાતાવરણ સજાર્યુ હતું. આ સમસ્યાના નિવારણ માટે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા તેમના ભાઈની માનસિક સ્થિતીમાં સુધારો થયો તેમજ કુટુંબમાં પણ શાંતિ થઈ ગઈ. બીજું, તેમના મોટાભાઈનો સર્વિસ કેસ કોર્ટમાં પાંત્રીસ વર્ષથી અટવાયો હતો. પૂ.બાપાની દયાથી તેનો ચૂકાદો ભાઈની તરફેણમાં આવ્યો. વધુમાં, પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેમના નાના પુત્રને બિહામણાં સ્વપ્નો આવતા બંધ થઈ ગયા.

શ્રી અમૃતલાલ ડી. બ્રહ્મભટ્ટ; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમનો જૂનો ફ્લેટ વેચીને નવો ખરીદવો હતો. પરંતુ ત્રણ વર્ષથી ફ્લેટ વેચાતો ન હતો. છેવટે, આ કાર્ય માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની મ્હેરથી એક જ માસમાં જૂનો ફ્લેટ વેચાઈ ગયો અને નવો ફ્લેટ લેવાઈ ગયો. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપા થકી તેમની દીકરીના મગજની નસનું ઓપરેશન સફળ થયું તેમજ તેમને દુકાન રીપેરીંગ માટે મંજુરી મળી જતા દુકાન નવી બની ગઈ.

શ્રીમતિ પરિમળા બી. સાવકાર; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની દીકરી બધી રીતે યોગ્ય હોવા છતાં તેના સગપણમાં વિલંબ થતો હતો. તેને યોગ્ય જીવનસાથી મળે તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાના કૃપા આશિષથી દીકરીના લગ્ન ટૂંક સમયમાં જ સારા કુટુંબમાં થઈ ગયા. તેમની ભત્રીજીને ફાર્મસીમાં એડમીશન મેળવવું હતું, પણ એક જ સીટ બાકી હતી. પૂ.બાપાએ આ વેળાએ પણ મદદ કરી ને તેને છેલ્લી સીટમાં એડમીશન મળી ગયું.

શ્રીમતિ ચંપાબેન કે. પટેલ; વિજલપુર (જિ. નવસારી)થી લખે છે: તેમના દીકરાને મસ્કત - ગલ્ફમાં જવા માટે વિઝા, ટીકીટ આવી ગયા હતા. તે તેનો મિત્રો સાથે એરપોર્ટ પર ગયો. જ્યાં તપાસ દરમ્યાન તેના વિઝા સાથેનો કાગળ મૂકવાનો બાકી રહી જવાથી એ લોકોને મસ્કત જવાની ના કહેવામાં આવી. દીકરાએ મુંબઈથી ફોન પર આ વાત જણાવતા તેમણે તુરત જ પૂ.બાપાને સ્મર્યા અને બધું સમું પાર ઊતરે તે માટે પરચો માન્યો... ને બીજે જ દિવસે ઓફિસમાંથી વિઝાનો કાગળ મળી ગયો અને તેઓ સૌ મસ્કત રવાના થઈ હેમખેમ ત્યાં પહોંચી ગયા.

શ્રી દક્ષાબેન ગાંધી; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમણે જૂનું મકાન વેચીને નવા મકાન માટે ટોકન આપ્યું હતું. પરંતુ 6 મહિના સુધી મકાન તો ન મળ્યું પણ ટોકન પણ પરત ન મળતા તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમને ટોકનની રકમ પરત મળી જતા મોટી મુશ્કેલીમાંથી ઊગરી ગયા. પૂ.બાપાના ચરણોમાં અગણિત નમન.

શ્રી નરેન્દ્રભાઈ એમ. પોપટ; વેરાવળ (જિ. જૂનાગઢ)થી લખે છે: તેઓ તેમની તબિયત બતાવવા નાના ભાઈ સાથે રાજકોટ ગયા હતા. ત્યાંથી પરત ફરતા નાના ભાઈને છાતીમાં સખત દુ:ખાવો ઊપડતા તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને ભાઈને સારું થઈ જાય તેમજ રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી ભાઈનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને દર્દ પણ દૂર થઈ ગયું.

શ્રી અરવિંદભાઈ બી. ખમાર; દહેગામ (જિ. અમદાવાદ)થી લખે છે: તેમને સારણગાંઠનું ઓપરેશન કરાવવાનું હતું. પરંતુ ખૂબ જ ડર લાગતો હતો. આ માટે હિંમત મળે અને ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયાથી તેમનું ઓપરેશન સફળ થયું અને તબિયત પણ સારી રહે છે.

શ્રી કાંતિભાઈ ચૌધરી; માંડવી (જિ.સુરત)થી લખે છે: તેમના મિત્રનાં પત્ની નોકરીએ ગયા પછી બીજે દિવસે સવાર સુધી ઘરે ન આવ્યા. ઘણી જગ્યાએ તપાસ કરી પણ કશા સગડ મળ્યા નહિ. તેને ત્રણ વર્ષનો પુત્ર પણ છે. આ સમયે અચાનક તેમને 'જલારામ જ્યોત'માં પ્રગટ થતા પરચાનું સ્મરણ થયું અને તેમણે પણ મિત્રનાં પત્ની હેમખેમ ઘરે આવી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી બે કલાકમાં જ તે હેમખેમ હોવાના સમાચાર મળ્યા.

શ્રીમતિ ઉષાબેન રંગવાલા; સુરતથી લખે છે: તેમના દીકરી-જમાઈને અમેરીકાના વિઝા મળે અને તેઓ અમેરીકા સુખરૂપ પહોંચી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. બીજા દીકરી-જમાઈએ નવું કિલનીક ખોલ્યું હતું. તેઓનું કાર્ય પણ સરળતાથી પાર પડે અને બેન્ક લોનમાંથી જલ્દીથી મુક્ત થાય તે માટે માનેલ પૂ.બાપાનો પરચો પણ ફળ્યો. આ ઉપરાંત, તેમની તબિયત સારી રહેતી ન હતી. પૂ.બાપાને પ્રાર્થવાથી તેમના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા.

શ્રીમતિ રમાબેન ગણાત્રા; અમરાવતી (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમને માથામાં સખત દુ:ખાવો રહેતા ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશન તાત્કાલિક કરાવવું પડે તેમ હતું. ઓપરેશન સફળ થાય તે માટે પૂ.બાપાને પ્રાર્થી માનેલો પરચો ફળ્યો. હવે તેમને ઘણું જ સારું છે. તેમની દેરાણીના પગની પીડા પણ પૂ.બાપાએ દૂર કરી.
શ્રી પ્રવિણભાઈ જે. ઠક્કર; કોલકત્તા (પ.બંગાળ)થી લખે છે: તેમના માતુશ્રીની તબિયત લથડી જતા આઈ.સી.યુ.માં દાખલ કર્યા હતા. માતુશ્રીની બીમારી અંગે તેઓ ખૂબ જ મૂંઝવણમાં હતા. પરંતુ પૂ.બાપા ઉપર શ્રદ્ધા રાખી માતુશ્રીના સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની અમીકૃપાથી માતુશ્રીની તબિયત સારી થતા જ ઘરે પણ આવી ગયા.

શ્રી દામોદરભાઈ સી. પંડ્યા; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની દીકરીના સાસરિયામાં વ્યાપાર - ધંધા માટે દુકાન લેવાની હતી. પરંતુ દુકાન જમાઈના મોટાભાઈના નામે લેવી અને તેનું કર્જ બંને ભાઈઓએ ચૂકવવાનું તેના સાસુ-સસરાએ નક્કી કર્યું, ત્યારે તેમણે આ બાબતે ન્યાય મેળવવા પૂ.બાપા પાસે ઘા નાંખી, પરચો માન્યો. પૂ. બાપાએ ચમત્કાર કરતા એગ્રીમેન્ટ થવાની આગલી રાત્રે જ દીકરીના સાસુ- સસરાએ તેમના જમાઈનું (નાના દીકરાનું) નામ પણ તેમાં નાંખવાનું નક્કી કર્યું જે વાત છેલ્લી ઘડી સુધી અશક્ય લાગતી હતી તે પૂ.બાપાએ શક્ય કરી તેમની દીકરીને ન્યાય આપ્યો.

શ્રીમતિ રંજનબેન પંચાલ; સુરતથી લખે છે: તેમની દીકરીને પેટનું દર્દ અને ડાયેરીયા મટાડવા માટે ઘણી દવાઓ કરી, આંતરડા ચેક કરાવ્યા પણ કોઈ જ ફેર ન પડ્યો. છેવટે, તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને દીકરીને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અમીમય નજરથી બીજા ડૉક્ટરની દવા-સારવાર અસર કરતા તેને બિલકુલ સારું થઈ ગયું. બીજું, તેમના મોટા દીકરા-પુત્રવધૂ ચાર ધામની યાત્રા દરમ્યાન તોફાનમાં ફસાઈ ગયા હતા. તેના માટે પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા તેઓ તોફાનમાંથી હેમખેમ બચી ગયાના સમાચાર મળ્યા.

શ્રી કાંતિભાઈ એસ. પટેલ; અમદાવાદથી લખે છે: તેમના જમાઈ બીમાર પડી ગયા હતા. ડૉક્ટરો પણ ચોક્કસ નિદાન કરી શકતા ન હતા. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયા થતા તેમના જમાઈને આરામ થઈ ગયો. બીજું, તેમની ભાણીને લગ્ન બાદ લંડન જવાની ઈચ્છા હતી. તે પણ પૂ. બાપાએ પૂર્ણ કરી.

શ્રીમતિ દેવિકાબેન યાજ્ઞિક; અમદાવાદથી લખે છે: તેમના પુત્રને સી.એ.-બીજા ગૃપની પરીક્ષામાં 20 માર્કસનું પેપર છૂટી ગયું હતું. પરંતુ પૂ.બાપા પરની શ્રદ્ધાના બળે કરેલી પ્રાર્થના અને પરચો માન્યાના ફળ સ્વરૂપ તેણે ગૃપ બી ક્લિયર કરી નાખ્યું. પૂ.બાપાના ચરણોમાં શત્ શત્ વંદન.

શ્રી ડાહીબેન એચ. પટેલ; પાલ (સુરત)થી લખે છે: તેમને હાથ-પગ-તળિયામાં ચીરા પડતા અને તેમાંથી લોહી પણ નીકળતું હતું. આ તકલીફ દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી તેમને બિલકુલ સારું થઈ ગયું.
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી

મહેશભાઈ શાહ - મુંબઈ;
મોહનભાઈ નારણભાઈ - કરંજવેરી;
હેમંતભાઈ પટેલ - કોલકત્તા;
રેખાબેન સોલંકી - મુંબઈ;
યામીનીબેન જરીવાલા - સુરત;
અનસુયાબેન વ્યાસ - અમ્રોલી;
મંજુલાબેન પટેલ - વસો;
ઉર્વીબેન કટારમલ - અમદાવાદ;
વર્ષાબેન દક્ષીણી - મુંબઈ;
ભાવનાબેન રાઠોડ - કલ્યાણ;
નીમીષાબેન ચૌહાણ - આણંદ;
ધીરેન્દ્રભાઈ ઠકરાર - પોરબંદર;
વિશાલભાઈ જોષી - વિથોણ;
કલ્પનાબેન પટેલ - પરીઆ;
જયેશભાઈ તન્ના - મુંબઈ;
તરૂણભાઈ ભાડા - જામનગર;
પ્રવિણાબેન જોષી - મુંબઈ;
કોકીલાબેન પટેલ - અમદાવાદ;
જતીનકુમાર આહિર - દેગામ;
કમલેશભાઈ પાટીલ - આહવા;
રીટાબેન પંડ્યા - નાલાસોપારા;
યોગીનીબેન સોની - વડોદરા;
હંસાબેન પટેલ - સુરત;
મંજુલાબેન હલ્લાણી - પારડી;
નિરૂબેન ઠાકોર - જોળવા;
ભૃગુલત્તાબેન કીકાણી - નાગરવાડા;
ભાવનાબેન ઠાકોર - જોળવા;
સુષ્માબેન પોપટ - અમદાવાદ;
કલ્પનાબેન પટેલ - ભીનાર;
સંધ્યાબેન દેસાઈ - એરૂ;
કોકીલાબેન પટેલ - વલસાડ;
કેતનભાઈ રાયચુરા - જામખંભાળીયા;
નલીનીબેન કામાની - મુઆર;
વિઠ્ઠલદાસ ઠાકોર - ચેન્નાઈ;
પ્રકાશચંદ્ર પટેલ - વહેવલ;
વસંતભાઈ પાટીલ - વાલ્મિકી વિદ્યાલય;
મેહુલાબેન શાહ - મુંબઈ;
અરવિંદભાઈ ચંદારાણા - કલ્યાણપુર;
સંદિપસિંગ - દિલ્હી;
રસીકભાઈ પટેલ - કોઠારીયારોડ;
પ્રિતીબેન રૂપારેલ - મુંબઈ;
નર્મદાબેન સોની - વિથોણ;
પ્રભાબેન પાલન - પુના;
ગીતાબેન શાહ- નવરંગપુરા;
રાધાબેન ઠક્કર - કર્ણાટક;
સોમાભાઈ આહીર - ધામડોદ;
મીતાલીબેન વૈદ્ય - સુરત;
ત્રીજાબેન પટેલ - સરાળ;
રામીબેન આહિર - ટીંબરવા;
પ્રવિણભાઈ રાણા - અંકલેશ્વર;
ઈશ્વરભાઈ દીવાની - બેંગ્લોર;
અનંતરાય માઘવાણી - સાવરકુંડલા;
ગીતાબેન પટેલ - નવસારી;
કોકીલાબેન પટેલ - મહેળાવ;
અર્જુનસિંહ ઝાબાના - સલાલ;
વી. એમ. પ્રજાપતી - સાઠંબા;
ઉષાબેન બુદ્ધપટ્ટી - ભુજ(કચ્છ);
પ્રવિણભાઈ સમાણી - મુંબઈ;
રાકેશભાઈ પટેલ - ઝાલોદ;
મનુસિંહ મોરી - વડોદરા;
પ્રફુલાબેન પટેલ - વડોદરા;
એન. ડી. પટેલ - ઓડ;
રાજુભાઈ જોબનપુત્રા - વેરાવળ;
કનુભાઈ પટેલ - અમદાવાદ;
મીનાબેન ગાંધી - બીલીમોરા;
નિકિતાબેન શાહ - ફતેપુરા;
કલ્પનાબેન પંચાલ - મુંબઈ;
રેખાબેન દેસાઈ - બીલીમોરા;
જયશ્રીબેન સુરતી - સુરત;
કેશુભાઈ પટેલ - મુંબઈ;
નિતાબેન ખલાસી - સુરત;
કપિલાબેન ધકાણ - બોરીવલી;
સાવિત્રીબેન ભારીયા - મુંબઈ;
જસવંતીબેન પરમાર - મુંબઈ;
ચંદુભાઈ પટેલ - એરથાણ;
ચંચળબેન પટેલ - કોસ;
જીતેન્દ્રભાઈ ખારવા - થાણે;
છગનભાઈ પરમાર - ઈડર;
પ્રફુલભાઈ ઠક્કર - મહેસાણા;
નયનાબેન પટેલ - ધાવટ.
વડીલ પાસ

પૂ. જલારામ બાપાના આશીર્વાદથી નીચે મુજબના ભાવિકોના સંતાનો વિવિધ પરીક્ષામાં પાસ થયા છે: સર્વશ્રી
મણીબેન આર. પરમાર - માટીએડ;
હિરલબેન સુથાર - વડોદરા;
જયશ્રીબેન ધરાવત - મુંબઈ;
જયાબેન પટેલ - ડભાલી;
જગદીશભાઈ વસાણી - કોમના;
નિતાબેન ભવસાર - કરચેલીઆ;
ગીતાબેન નાયક - કરજગામ;
દક્ષાબેન પટેલ - અતુલ;
ભગુભાઈ પટેલ - અતુલ;
રૂપમાબેન જોષી - ઉદવાડા;
રજનીકાંતભાઈ પટેલ - ઉવારણ;
અનીલભાઈ ત્રિવેદી - મુંબઈ;
કમળાબેન પટેલ - બેંગ્લોર;
મહેશભાઈ રાણા - સુરત;
માયાબેન વસાણી - ચેન્નાઈ;
હંસાબેન વલેરા - વડોદરા;
મુકુન્દભાઈ શાહ - મુંબઈ;
જયાબેન ગામીત - ડુંગરી;
રીટાબેન પટેલ - ભીલાડ;
જયંતિભાઈ ગાંભત - વડખામાં;
ભાણજીભાઈ સાકરીયા - માતાનામઢ;
ઠાકોરભાઈ પટેલ - સોનવાડા;
હિનાબેન વખારીયા - સુરત;
હિનાબેન ચંદે - કોચીન;
હેમલતાબેન પંચાલ - ભરૂચ;
ભગવાનદાસભાઈ - રાજકોટ;
હિતેન્દ્રભાઈ ગાંધી - નવસારી;
માલતીબેન સોલંકી - ચાપલધરા;
બીનીતાબેન પટેલ - વડોદરા;
લીલાબેન પટેલ - વડોદરા;
બિંદુબેન ભાનુશાળી - જામનગર;
કિરીટભાઈ શાહ - રાજકોટ;
સંજયભાઈ મોદી - કોસંબા;
મનોજભાઈ ઠક્કર - અમદાવાદ;
પ્રભુભાઈ પટેલ - હજાત;
રતીલાલ ઠક્કર - ચીધેરી.
ખોવાયેલ વસ્તુ પરત મળી
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની ખોવાયેલ વસ્તુ પરત મળી છે: સર્વશ્રી
જ્યોતિબેન દવે - રાજકોટ;
રણછોડભાઈ પટેલ - કલાઈ;
સુનીતાબેન ગામીત - ખુશાલપુરા;
તારાબેન પટેલ - ઉમરગામ;
પ્રાચીબેન પટેલ - ભિલાડ;
આંબાલાલ પટેલ - અમદાવાદ;
અરૂણાબેન સાંગાણી - મુંબઈ;
ઈન્દિરાબેન ટેલર - સુરત;
ગીતાબેન ઠક્કર - અમદાવાદ;
જાગૃતીબેન શાહ - મુંબઈ;
મનીષાબેન શેઠ - વસઈ-વે;
ધીરજભાઈ દરજી- વિથોણ;
મીનાબેન મહેતા - અમદાવાદ;
પ્રભાબેન માનસત્તા - ભાયંદર;
નરેન્દ્રભાઈ મકવાણા - મુંબઈ;
પ્રવિણકુમાર પટેલ - વિજલપુર;
શીતલબેન સરવૈયા - મુંબઈ;
શ્વેતાબેન પટેલ - ઐદરગોટા;
નિરૂબેન શાહ - અમદાવાદ;
દર્શનાબેન જોષી - મુંબઈ;
જયેશકુમાર ચૌધરી - મહુવરીઆ;
કિંજલબેન પટેલ - ભિલાડ;
કાંતીલાલ શેઠીયા - બોલીપંચતન;
દિલીપભાઈ દેસાઈ - સુરત;
ચૈતાલીબેન અભાણી - જામનગર;
ભગવાનદાસ ગોકાણી - થાણા;
લલ્લુભાઈ પટેલ - આછવણી;
રમેશભાઈ સરવૈયા - મુંબઈ;
મહેશભાઈ પરમાર - વડોદરા;
મણીબેન ડાહ્યાભાઈ - સુરત;
પ્રફુલચંદ્ર પરમાર - અમદાવાદ;
જયશ્રીબેન પટેલ - બાલીહાવડા;
શારદાબેન પંચાલ - વડોદરા;
સુધાબેન ઠક્કર - અમદાવાદ;
મંજુલાબેન ચૈહાણ - કરણાકુવા;
ભગુભાઈ પટેલ - અતુલ;
રસીકભાઈ પટેલ - લીંગડા;
જયશ્રીબેન વછીપાત - સુરત;
સતીષભાઈ પટેલ - વડોદરા;
જયંતિલાલ પંડ્યા - દિંગસ;
દેવજીભાઈ મકવાણા - ઈખર;
રામકુંવરબેન રાઠોડ - અમદાવાદ;
સુશીલાબેન સુચક - મુંબઈ;
હંસાબેન પટેલ - ડેમાઈ;
હર્ષાબેન પરમાર - સુરેન્દ્રનગર;
રતનસી પટેલ - નાસીક;
પદમાબેન પંડ્યા - મુંબઈ;
ધનુબેન પટેલ - પીખલી;
અરૂણાબેન શાહ - સરભાણ;
શ્રી રામજીભાઈ શર્મા - સુણેલ;
મિનાક્ષીબેન પટેલ - વડસર.
નોકરી મળી
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબનાં ભાવિકોએ પોતે અથવા વડીલ - સ્વજનોએ તેમના માટે મનપસંદ નોકરી મળી જાય તે માટે માનેલી માનતા ફળીભૂત થઈ છે: સર્વશ્રી
પરીમલભાઈ માછી - થાણે;
મંજુલાબેન પટેલ - સાડદવેલ;
જયાબેન સોલંકી - અરેઠ;
જતીનભાઈ પંડ્યા - જલગાંવ;
સ્વાતીબેન ડાકોરકર - વડોદરા;
ભારતીબેન પટેલ - બામરોલી;
મગનભાઈ પટેલ - ઊભરાટ;
જશોદાબેન વણકર - અમદાવાદ;
વાસંતીબેન ખલાસી - ડુમસ;
મીનાબેન ગોર - નવી શીણોલ;
હિતેષભાઈ પ્રજાપતી - કુડા;
મયુરકુમાર પટેલ - લીંગડા;
ચેતનાબેન પ્રજાપતી - પીલવાઈ;
દર્શનાબેન ગોર - ભુજ-કચ્છ;
વિનોદભાઈ પટેલ - પલાસવાડા;
નલીનીબેન ઠક્કર - ગાંધીનગર;
આંબાલાલ નાયી - ચાંડપ;
સુમિત્રાબેન પટેલ - વડોદરા;
વી. એમ. મહેતા - અમદાવાદ;
પ્રદિપસિંહ જાડેજા - રાજકોટ;
નિર્મળાબેન પટેલ - ધરમપુર;
સદગુણાબેન પટેલ - વડથલ;
ઉમાબેન અમીન - ઔરંગાબાદ;
ભાનુબેન આહિર - અમલસાડ;
જયશ્રીબેન કનોજીયા - મુંબઈ;
હંસાબેન શોતી - સાઠંબા;
પુષ્પાબેન ભિંડે - વડોદરા;
તરૂણાબેન વસાણી - વલસાડ;
સંગીતાબેન મહેતા - વસઈ-વે
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions