Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (India) – January – 2010    << Back to Archive Home

શ્રી જશવંતસિહ એચ. ચાવડા, ગાંધીનગરથી લખે છે; તેમના પુત્રને નિરમા યુનિવર્સિટી-અમદાવાદમાં ક્લાર્કની નોકરી માટે ઈન્ટરવ્યૂ આવ્યો હતો. તેમાં તે પાસ થઈ નોકરી મેળવે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના પુત્રને સફળતા મળી, તે નોકરીમાં હાજર પણ થઈ ગયો.

શ્રી સુભાષભાઈ એ. ત્રિવેદી, મલાડ (મુંબઈ)થી લખે છે; તેમણે ICICI અને CITY BANK{ÉÉ ક્રેડીટ કાર્ડથી ખરીદી કરી પેમેન્ટ બરાબર કર્યું હતું. પણ કોઈ કારણસર બેન્કથી પેમેન્ટ મોડું થયું. ICICI અને CITY BANK દર મહિને પેનલ્ટી અને બીજા ચાર્જીસ ઉમેરી સ્ટેટમેન્ટ મોકલતી તેનું પેમેન્ટ તેમણે એક વર્ષ સુધી ન કર્યું. ICICI સાથે તો વાતચીતથી પતી ગયું પણ CITY BANK©ÉÉÅoÉÒ રૂા.5200/-નું બીલ આવ્યું. આ બાબતે પૂ.બાપાનો પરચો માનતા ઓછી રકમમાં સેટલમેન્ટ થઈ ગયું.

શ્રી મૂળજીભાઈ કે. પરમાર, ડભાસી (જિ. આણંદ)થી લખે છે; તેમનાં પત્નીને પગમાં ગેંગરીન થયું હોવાથી ઢીંચણથી નીચે પગ કપાવી કૃત્રિમ પગ બેસાવડાવ્યો. પણ ચાલી શકાતું ન હતું. તે બરાબર ચાલી શકે તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો માન્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમના પત્ની ધીમે ધીમે ચાલતાં થઈ ગયા.

શ્રી નલિનીબેન આર. ઠક્કર, દાદર (મુંબઈ)થી લખે છે; તેમના પતિને ગળાની અંદર કેન્સરની ગાંઠ થઈ હતી. તેઓને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ. બાપાની અમીકૃપાથી તેમના પતિને કેન્સરની ગાંઠ ઓગળી ગઈ. હવે તેઓ બિલકુલ સ્વસ્થ છે.

શ્રી જયંતિભાઈ ડી. ઠક્કર, અમદાવાદથી લખે છે; એક રીક્ષા ચાલકે તેમને અડફેટે લેતા તેઓ બેભાન થઈ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ ભાનમાં આવતા ચા-નાસ્તો ખાતા તુરત જ ઉલ્ટી થઈ. ફરી બેભાનાવસ્થામાં મુકાઈ ગયા. હોસ્પિટલમાં તેમના પત્નીએ પૂ. બાપાને યાદ કરી પોતાના પતિના જીવનની રક્ષા કાજે પરચો માન્યો. પૂ. બાપાએ તેમની રક્ષા કરી. થોડાક દિવસોમાં તેઓ તદ્દન સ્વસ્થ થઈ ગયા.

શ્રી રમણલાલ એસ. ઠક્કર, અમદાવાદથી લખે છે; લંડન સ્થિત તેમના પુત્રની જોબ છૂટી ગઈ હતી. ત્રણ માસથી નવી જોબ મળતી ન હતી. તેને ફરી જૂની જોબ મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને વિનંતી કરી પરચો માનતા તેને ફરી તે જ જોબ મળી ગઈ. બીજા પુત્રને પેટ-છાતી તથા ફેફસામાં દુ:ખાવો રહેતો હતો. તેના રીપોર્ટ નોર્મલ આવે અને તકલીફ દૂર થાય તે માટે તેમના પત્નીએ (પોતાના પુત્ર માટે) પૂ.બાપાનો પરચો માનેલ. પૂ. બાપાની કૃપાથી રીપોર્ટ નોર્મલ આવ્યા અને તેની તકલીફ પણ દૂર થઈ. આ ઉપરાત, પૈસાની લેતી-દેતીમાં સગા-સ્નેહી સાથે બગડેલા સંબંધો પણ પૂ.બાપાની કૃપાથી સુધરી ગયા.

શ્રી રાકેશભાઈ જી. પટેલ, ઝાલોદ (જિ. દાહોદ)થી લખે છે; તેમનું કોમ્પ્યુટર અચાનક કામ કરતું બંધ થઈ ગયું. બે કલાક મહેનત કરવા છતાં ચાલુ ન થયું. છેવટે, પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. બાદમાં મિકેનીકના અથાગ પ્રયત્નો સફળ થયા અને પૂ. બાપાની કૃપાથી કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું.

શ્રી વિભૂતિબેન ડી. સાયાણી, અમદાવાદથી લખે છે; તેમના ઘરમાં ધંધા તથા ભાગીદારી છુટી થવા બાબતે ખૂબ જ ચિંતા રહેતી. આવા સમયે પૂ.બાપાનું શરણું લઈ આ પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી ધંધાનું પણ ગોઠવાઈ ગયું અને ભાગીદારી છૂટી થઈ ગઈ. ચિંતા દૂર થતા સૌ સારાવાના થયા.

શ્રીમતિ ચેતનાબેન એસ. ઠક્કર, અમદાવાદથી લખે છે; તેમને પ્રેગનન્સી દરમ્યાન ટ્વીન્સ હોવાનું ડોકટરે જણાવતા તેઓ ખૂબ જ ડરતા હતા. ડીલેવરી સમયે તેમણે મનોમન પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા દશ જ મીનીટમાં નોર્મલ ડીલેવરી થઈ ગઈ. બંને બાળકો સાથે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.

શ્રી દિલીપભાઈ બી. પટેલ, બીલીમોરા (જિ. નવસારી)થી લખે છે; તેમની ભત્રીજીને શ્વસુર પક્ષે થોડી તકલીફ હોવાથી તે પિયરમાં હતી. તેને સાસરિયા તેડી જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાએ તેમની અરજ સાંભળી. તેમની ભત્રીજીને સાસરિયા તેડી ગયા. પૂ.બાપા તેને ખૂબ જ સુખી કરશે તેવી તેમને શ્રધ્ધા છે.

શ્રી રમેશભાઈ બી. પટેલ, બાદરપુરા (જિ. સાબરકાંઠા)થી લખે છે; તેમની સિમેન્ટની દુકાનમાંથી રૂા. પાંત્રીસ હજાર ભરેલી બેગ ચોરાઈ જતા તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા હતા. ઘણી તપાસ કરવા છતાં બેગ મળી નહિ. છેવટે, તેમણે પૂ. બાપાને સ્મરી સહાયરૂપ થવા વિનંતી કરી અને પરચો માન્યો. પૂ. બાપાના ચમત્કારથી થોડા જ દિવસોમાં બધા જ પૈસા પરત મળી ગયા.

શ્રી જતીનભાઈ એમ. ઓઝા, વલ્લભ વિદ્યાનગર (જિ. ખેડા)થી લખે છે; તેમની નાની પૌત્રીને એકાએક પેટમાં સખત દુ:ખાવો ઉપડ્યો. પ્રાથમિક સારવારથી ફેર ન પડતા ડોક્ટરે એપેન્ડીક્ષ અને હર્નીયાની તકલીફ હોવાનું નિદાન કરી ઓપરેશનની સલાહ આપી. આંતરડામાં ચેપ લાગી જવાથી ઓપરેશન ગંભીર હતું. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માનતા બંને ઓપરેશન સફળ થયા અને તેમની પૌત્રી સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે આવી ગઈ.

શ્રી નરેન્દ્રભાઈ બી. બારિયા, સુરતથી લખે છે; તેમના પુત્રએ ડીપ્લોમામાં એડમીશન મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં એડમીશન ન મળતા તેમણે પૂ. બાપાને પ્રાર્થી કોઈપણ કોલેજમાં તેને એડમીશન મળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેને બીજા રાઉન્ડમાં એડમીશન મળી ગયું. આ ઉપરાંત, પૂ. બાપાની દયાથી ચૂંટણી અંગેની તેમની કામગીરી પણ સારી રીતે પૂર્ણ થઈ.

શ્રીમતિ ઈન્દિરાબેન સી. ઠક્કર, કરોલી (જિ. ખેડા)થી લખે છે; તેમના પૌત્રને વ્યાપાર ધંધામાં ફાવટ આવી જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેમના પૌત્રને ધંધામાં ફાવટ આવી ગઈ. થોડા સમય પહેલાં તે તીખું ખાઈ શકતો ન હતો. પણ પૂ.બાપાની દયાથી હવે તે તીખું ખાઈ શકે છે.

શ્રી નાથુભાઈ આર. ચૌધરી, ગાંધીનગરથી લખે છે; એસ.ટી.માં ઘણાં સમયથી સરકારી ક્વાટરની ફાળવણી થઈ ન હતી. તેમને સરકારી ક્વાટર મળે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમને સરકારી ક્વાટર મળી ગયું અને તેમાં રહેવા પણ આવી ગયા. પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર ધો.10માં ઉત્તીર્ણ થયો. બીજું તેમના સ્નેહી શ્રી ગીતાબેન ચૌધરીના સહેલીના પતિની બદલી થતી ન હતી. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે તેઓની ગાંધીનગર બદલી થઈ ગઈ. બીજા સ્નેહી શ્રી શકરાભાઈ ચૌધરી (વાવ)ના પત્નીને મણકાનો દુ:ખાવો પૂ. બાપાએ જ મટાડ્યો. અન્ય સ્નેહી શ્રી વર્ષાબેન ચૌધરી (રખિયાણ)ની નાની બહેનને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.

શ્રી પારૂલ પુરંદરે, ડોંબીવલી (મુંબઈ)થી લખે છે; તેમણે નવો ફ્લેટ લીધો હતો. પણ સોસાયટી તરફથી શેર સર્ટીફિકેટ મળતા ન હતા. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમને શેર સર્ટીફિકેટ મળી ગયા.

શ્રીમતિ જ્યોતિબેન જી. દવે, રાજકોટથી લખે છે; તેમના પતિની અગાઉની નોકરી છૂટી જવાથી છેલ્લા માસનો પગાર અટવાયો હતો. અનેક પ્રયત્નો કરવા છતાં પગાર ન મળતા તેમણે આ કાર્ય પૂ.બાપાને સોંપ્યું અને પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી થોડા જ દિવસોમાં તેમના પતિને પગારની રકમ મળી ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમની બેબી ચાલતા શીખી ગઈ. વધુમાં એક વખત ગામડેથી રાજકોટ આવવા માટે રાત સુધી તેમને એક પણ બસ ન મળી. આ વેળાએ પણ પૂ.બાપા વ્હારે આવ્યા. તેમનો પડખાનો દુ:ખાવો પણ પૂ.બાપાએ મટાડ્યો. તેમની 10 માસની બેબીને અચાનક ઉલ્ટીઓ થતા પૂ.બાપાને યાદ કરવાથી તેને તુરત જ સારું થઈ ગયું.

શ્રી પૂર્ણિમાબેન એન. વ્યાસ, વીલેપાર્લે (મુંબઈ)થી લખે છે; તેમણે જાણીતા બિલ્ડર પાસેથી નાલાસોપારામાં બ્લોક લીધો હતો પણ વર્ષોથી તેમના નામ પર થતો ન હતો; બ્લોક એગ્રીમેન્ટ સાથે તેમના નામ પર થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને વિનવ્યા અને પરચો માન્યો. પૂ. બાપાના ચમત્કારથી અલ્પ સમયમાં જ આ કાર્ય સિદ્ધ થઈ ગયું.

શ્રી ચેતનભાઈ આર. ગઢિયા, કાંદિવલી (મુંબઈ)થી લખે છે; તેમના વયોવૃધ્ધ માતૃશ્રીને ભારે ભીડમાં કોઈનો ધક્કો લાગતા છાતીના હાડકામાં ઈજા થઈ હોવાનો ડર હતો. અસહ્ય વેદના પણ થતી હતી. દવાથી ખાસ રાહત ન થતા તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી દવાઓ અસરકારક નીવડી અને તેમના માતૃશ્રીને ધીરે ધીરે સારું થઈ ગયું.

શ્રી આશાબેન ડી. રાયપુરા, કાંદિવલી (મુંબઈ)થી લખે છે; તેમને પગમાં તકલીફ થવાથી ચાલી શકાતું ન હતું. ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી ઓપરેશન સફળ થતા તેમને પગમાં સારું થઈ ગયું. તેમના પિતાશ્રીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં હાલત ગંભીર હતી. પરંતુ પૂ.બાપા વ્હારે આવ્યા અને તેઓનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. વળી, પૂ.બાપાના આશિષથી તેઓ મોટી રહેણાંક જગ્યા લઈ શક્યા.

શ્રી કેશુભાઈ પટેલ, દાદર (મુંબઈ)થી લખે છે; તેમનું બાંધકામને લગતું કામકાજ છેલ્લા એક વર્ષથી અટક્યું હતું. સાઈટ પર ઉંબરાનું પવિત્ર દેવવૃક્ષ બાંધકામની વચ્ચે આવતું હતું. પરંતુ પૂ.બાપાની કૃપાથી મ્યૂનિસિપાલટીએ તેનું સ્થળાંતર કરવાની મંજૂરી આપી દીધી. બીજું, મ્યુનિસિપલ લેવલે એક એન.ઓ.સી.ની કાર્યવાહી ઘણાં સમયથી ઠેલાતી હતી. પૂ.બાપાની કૃપાથી આ કામ પણ પાર પડ્યું.

શ્રી રાજેશભાઈ કે. શાહ, અમદાવાદથી લખે છે; તેમનાં પત્નીનો હ્રદયનો વાલ્વ ફેઈલ થઈ જવાથી તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. જેનો અંદાજિત ખર્ચ રૂા. સવા લાખ જેવો હતો. આટલી મોટી રકમની તાત્કાલિક સગવડ થવી અશક્ય હતું. આવા સમયે કેવળ પૂ.બાપાનો જ સહારો હતો. તેમણે બધી જ જવાબદારી પૂ.બાપાને સોંપી... ને પૂ.બાપાએ સાક્ષાત પરચો પૂર્યો. તેમણે જેઓને જાણ નહોતી કરી ત્યાંથી પણ મદદ મળી. જેટલી મદદ મળી તે બધી ગુરૂવારે જ મળી. અને ઓપરેશન પણ ગુરૂવારે જ સફળતાપૂર્વક પાર પડ્યું. સગા-સ્નેહીઓએ તન, મન, ધન એમ ત્રણેયથી સેવા કરી. જે પૂ. બાપાની કૃપાથી જ શક્ય બન્યું.

શ્રીમતિ સોનલ એમ. તન્ના, ગાંધીધામ - કચ્છથી લખે છે; તેમના સસરા જે કંપનીમાં જોબ કરે છે ત્યાં અમુક વ્યક્તિઓને વિદેશ જવાની તક મળતી. ઘણા પ્રયત્ને તેમના સસરાને આ તક સાંપડી પણ તેઓના મેડીકલ ને પાસપોર્ટને લગતા પેપર્સ ક્લીયર નહોતા થયા. આથી આ કાર્ય માટે તેમણે પૂ. બાપાનો પરચો માનતા તમામ પેપર્સ કલીયર થઈ ગયા અને તેઓને વિદેશ જવાની તક મળી.

શ્રી રાજશ્રીબેન આર. રાજપરા, ધ્રોલ (જિ. જામનગર)થી લખે છે; ચાંદીકામના ધંધા દરમ્યાન તેમનાથી અને તેમના ભાઈથી લગભગ 250 ગ્રામ જેટલું ચાંદી ખોવાઈ ગયું હતું. ઘરમાં દુકાનમાં બધી જગ્યાએ શોધ્યું પણ ચાંદી ન મળ્યું. ખુબ જ ચિંતા થઈ. આખરે, પૂ. બાપાનું શરણું લઈ ખોવાયેલ ચાંદી મળી જાય તે માટે પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો. વેપારીની દુકાનમાં ચાંદી ભુલાઈ ગઈ હતી તેમણે તુરત જ પરત કર્યું. આ પૂ.બાપાની કૃપાથી જ શક્ય બન્યું.

શ્રીમતિ પુષ્પાબેન વસંત, હૈદ્રાબાદ (આંધ્રપ્રદેશ)થી લખે છે; તેમને શ્રીમદ્ ભાગવત કથા કરવાની હતી. પરંતુ પુત્રવધૂની નાદુરસ્ત તબિયતને કારણે આ કાર્ય વિલંબમાં પડ્યું હતું. તેની તબિયત સારી થઈ જાય અને ધાર્મિક કાર્ય નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની પુત્રવધૂની તબિયત સારી થઈ ગઈ અને ભાગવત કથાનું કાર્ય નિર્વિઘ્ને પાર પડ્યું.

શ્રીમતિ સુધાબેન પી. ઝવેરી, ભુજ-કચ્છથી લખે છે; તેઓ તેમની તબિયત બતાવવા મુંબઈની હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં તેમની દીકરીનો મોબાઈલ ક્યાંક ભુલાઈ ગયો. હોસ્પિટલ હોવાથી મોબાઈલ સાયલેન્ટ મોડ પર હતો અટલે રીંગ પણ વાગી શકે તેમ ન હતી. હોસ્પિટલમાં બધે શોધી વળ્યા પણ ન મળ્યો. છેવટે, તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને મોબાઈલ મળી જાય તે માટે પરચો માન્યો. તુરત જ પૂ.બાપાએ સુઝાડ્યું. તેમની દીકરી ડૉક્ટરની કેબીનમાં ગઈ તો ત્યાં ખુરશી પરની કાળી ગાદી પર કાળો મોબાઈલ હાથાની નીચે પડ્યો હતો જ્યાં કોઈની નજર ન પડે તે રીતે સહી સલામત મોબાઈલ મળી આવ્યો.

શ્રી શીતલબેન સી. શાહ, વડોદરાથી લખે છે; તેઓ 15 વર્ષથી ખાનગી કંપનીમાં જોબ કરે છે. આથી પી.એફ.ની રકમ સારી એવી મળે તેમ હતી. પણ સરકારી ધોરણે આ રકમ પાંચ - સાત વર્ષથી અટવાઈ હતી. લેણી રકમ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમને ત્રણ મહિનામાં જ પૈસા મળી ગયા. તેમનું જૂનું સ્કૂટી સારા ભાવથી વેચાઈ જાય તે માટે માનેલ પરચો પણ ફળ્યો.

શ્રીમતિ દિપિકાબેન કે. પ્રજાપતિ, અમદાવાદથી લખે છે; સ્કૂટરમાં ભરાવેલું તેમનું પર્સ ક્યાંક પડી ગયું હતું. ઓફિસે ગયા પછી ખબર પડી, તેમાં સોનાની માળા, બુટ્ટી, કાર્ડ રોકડ સહિત 8 થી 10 હજારની વસ્તુઓ હતી. તુરત તો કંઈ ન સૂઝ્યું. પરંતુ ઘરેથી નીકળતી વખતે 'જલારામ જ્યોત'માં પૂ.બાપાનો ફોટો જોયો હતો. તેથી પૂ.બાપા યાદ આવ્યા અને પર્સ મળી જાય તે માટે પ્રાર્થના કરી પરચો માન્યો. ઘરે પહોંચ્યા બાદ કોઈ સજ્જનને તેમનું પર્સ મળ્યું હોવાના સમાચાર મળ્યા. ત્યાંથી તેમણે પર્સ મેળવી લીધું અને તેમાંની બધી જ વસ્તુઓ સહી સલામત હતી. બીજું તેમનો પુત્ર ધો. 10માં બે વખત ફેઈલ થયો હતો. તેના માટે પણ પૂ.બાપાનો પરચો માનતા તે પાસ થઈ થયો.

શ્રી સ્મિતાબેન આર. જોબનપુત્રા, હૈદ્રાબાદ (આંધ્ર પ્રદેશ)થી લખે છે; તેમના માતૃશ્રીની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમના માતૃશ્રીનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. પૂ. બાપાના પાવન ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રી વૈશાલીબેન પંચમતીયા, કાંદિવલી (મુંબઈ)થી લખે છે; ગત વર્ષે શરૂઆતમાં ઘણો ઓછો વરસાદ થયો હોવાથી પાણી બાબતે અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. તે સમયે તેમણે સારા વરસાદ માટે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થી પરચો માન્યો હતો. બાદમાં પૂ.બાપાની કૃપાથી ફરી સારા પ્રમાણમાં વરસાદ થયો અને પાણીની સમસ્યા હળવી થઈ ગઈ.

શ્રી શીતલબેન આર. માધવાણી, સુરતથી લખે છે; તેમના એક સંબંધી ઘરમાંથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. અનેક જગ્યાએ તપાસ કરાવવા છતાં તેઓની કોઈ જ ભાળ ન મળી. તેઓ હેમખેમ ઘરે પાછા ફરે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તે ભાઈ પંદર દિવસમાં હેમખેમ ઘરે પરત ફર્યા.

શ્રીમતિ શારદાબેન કે. અસાણી, નાસિક (મહારાષ્ટ્ર)થી લખે છે; તેમની આર્થિક પરિસ્થિતી નબળી હોવાને કારણે મકાન વેચવું પડ્યું હતું. ભાડેથી રહેવા માટે દુકાનની નજીક બીજું મકાન મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમને દુકાનની નજીકમાં જ ભાડાનું મકાન મળી ગયું.

શ્રી વસુબેન બી. દેસાઈ, સુરતથી લખે છે; તેમના સંબંધીનો પુત્ર ધો. 12ના રીઝલ્ટના દિવસે જ ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો. તેનું રીઝલ્ટ સારું આવ્યું પણ તેનો પત્તો ન લાગ્યો. તે હેમખેમ ઘરે પરત આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી તે બે જ દિવસમાં ઘરે આવી જતાં તેના પરિવારજનોને શાંતિ થઈ ગઈ.

શ્રી અમૃતલાલ આર. મહેતા, સુરતથી લખે છે; પૂ.બાપા ઉપરની અતૂટ શ્રદ્ધા અને અટલ વિશ્વાસ થકી તેમને મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થઈ છે. સારી જગ્યાએ મનપસંદ ફલેટ મેળવવા તેમણે પૂ.બાપાને હ્રદયપૂર્વક પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમને મનપસંદ ફ્લેટ મળી ગયો. પૂ.બાપા તેના ભક્તોની વ્હારે આવે જ છે અને મુસીબતો દૂર કરી જીવનમાં સુખ - શાંતિ આપે છે.

શ્રી નર્મદાબેન આર. પટેલ, કાનપુરાકંપા (જિ. સાબરકાંઠા)થી લખે છે; તેમને મસાની તકલીફ થઈ હતી તેમજ તેમની પુત્રવધૂને પેટમાં પાણી ભરાતું હતું. બંનેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી પરચો માન્યો. પૂ. બાપાની અપાર દયાથી બંનેની શારીરિક તકલીફો દૂર થઈ. બીજું, તેમના સ્નેહી શ્રી રવજીભાઈ પટેલના ઘરની પાછળ કરાવેલ બોરમાં પાણી ઘટી ગયું હતું. આ માટે શ્રી રવજીભાઈએ પૂ.બાપાનો પરચો માનતા પાણી પૂરતા પ્રમાણમાં આવતું થયું.

શ્રી તુલસીદાસ આર. પટેલ, રણાસન (જિ. સાબરકાંઠા)થી લખે છે; દિવાળીના તહેવારો અગાઉ તેમનો સિમેન્ટ પ્રોડક્ટસનો ધંધો બિલકુલ બંધ જેવો થઈ ગયો હતો. તાળા લાગવાની તૈયારી હતી. તહેવાર કઈ રીતે ઉજવવા તેની ચિંતા હતી. એક દિવસ પૂ.બાપાને સ્મરી દીવો કરી પ્રાર્થના કરી આપવીતી વર્ણવી અને પરચો માન્યો. ...ને ધનતેરસથી પડવાના દિવસ સુધી એટલી બધી ગ્રાહકી વધી કે સૌ દંગ રહી ગયા. આ દિવસોમાં કપડાં, મીઠાઈ, ફટાકડા જેવી બજારમાં ભીડ જોવા મળે પણ તેમને ત્યાં પણ એટલા ગ્રાહક આવ્યા કે તેમણે દિવાળી પૂ.બાપાને નમન કરી ખૂબ ધામધૂમથી ઉજવી.

શ્રીમતિ ડાહીબેન બી. પ્રજાપતિ, લક્ષ્મીપુરા (જિ. સાબરકાંઠા)થી લખે છે; તેમનું હૃદયનું ઓપરેશન મુશ્કેલી વિના સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમનું હૃદયનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને તબિયત પણ સારી થઈ ગઈ. પૂ. બાપાની દયાથી તેમના સસરાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

શ્રી મોહનભાઈ એન. બીલીમોર્યા, બીલીમોરા (જિ. સુરત)થી લખે છે; તેમની પુત્રવધૂને ડીલેવરી સમયે સ્થિતી ગંભીર બનતા તેમણે પૂ.બાપાનું શરણું લઈ બધું હેમખેમ પાર પડે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી તેમની પુત્રવધૂની ડીલેવરી સુખરૂપ પાર પડી. અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ.

શ્રી નવિનભાઈ કે. ભટ્ટ, વડોદરાથી લખે છે; તેમને પેરેલીસીસનો હુમલો આવતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આવા સમયે તેમણે પૂ.બાપાનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કર્યું અને બીમારીમાંથી સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમીમય નજરથી હવે તેમને ઘણું જ સારું છે. દયાના સાગર પૂ.બાપાના પાવન ચરણોમાં વારંવાર વંદન.

શ્રી નીલાબેન એસ. દાસ, અમદાવાદથી લખે છે; તેમને સહિયારૂં મકાન વેચીને નવું સ્વતંત્ર મકાન લેવાનું હતું. બંને કાર્ય માટેના અથાગ પ્રયત્નો છતાં નિષ્ફળતા મળતી. અનેક મુશ્કેલીઓ નડતરરૂપ બનતી. છેવટે, તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને મકાન લે-વેચનું કાર્ય સરળતાથી પાર પડે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમના બંને કાર્યો સફળતાપૂર્વક પાર પડ્યા.

શ્રી મેહુલાબેન કે. શાહ, બાંદ્રા (મુંબઈ)થી લખે છે; પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમના બંને બાળકો ટર્મીનલ પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાના શુભાશિષથી બંને બાળકો સારા માર્કસ મેળવી પાસ થયા. તેમના દાંતનું દર્દ પણ પૂ.બાપાએ મટાડ્યું. પૂ. બાપાની દયાથી તેમના પતિનો વ્યાપાર ધંધો સારો ચાલવા લાગ્યો.

શ્રી કાંતીલાલ બી. પરમાર, ચીખલી (જિ. વલસાડ)થી લખે છે; તેમના દીકરાની ભાગીદારી કંપનીના એક પાર્ટનર દોઢ વર્ષથી છૂટા થઈ ગયા હતા. પણ પાર્ટનરશીપ છૂટી કરવાના દસ્તાવેજ પર સહી કરતા ન હતા. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને અરજ કરતા તે પાર્ટનરે સહી કરી આપી. બીજું, લંડન સ્થિત તેમની દીકરીને જોબ મળતી ન હતી. પરંતુ પૂ. બાપાના પરચાના પ્રતાપે તેને જોબ મળી ગઈ.

શ્રી વાસુદેવભાઈ ચૌહાણ, ભિલાઈ (છત્તીસગઢ)થી લખે છે; તેમનું પર્સ ટ્રેનમાં ભુલાઈ ગયું હતું. તેમાં મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓ હતી. પર્સ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. અડધા કલાકમાં જ કોઈ સજ્જને પર્સ મળી ગયાની તેમને ફોનથી જાણ કરી. આગળના સ્ટેશને તેમના કોઈ સબંધીએ ઓળખાણ આપી પર્સ મેળવી તેમને પહોંચતું કરી દીધું. પુ. બાપા તેમને અનેકવાર સહાયરૂપ બન્યા છે.

શ્રી કમળાબેન સી. પટેલ, નડિયાદ (જિ. ખેડા)થી લખે છે; તેમનું મકાન વર્ષો જૂનું હોવાથી ભોંયતળિયેથી અંદર ઊતરી જતું હતું. અને જોખમી બની ગયું હતું. તેઓ એકલા હોય નવું બાંધકામ તેમજ ત્યાં સુધી રહેવાની મુશ્કેલી અંગે ખુબ જ ચિંતા હતી. પૂ. બાપાને પ્રાર્થની કરી પરચો છપાવવાની ટેક રાખતા મકાનનું કામકાજ સહજતાથી પાર પડી ગયું. પૂ.બાપાને શત્ કોટિ પ્રણામ.

શ્રી નલિનીબેન એમ. દેસાઈ, કિલ્લાપારડી (જિ. વલસાડ)થી લખે છે; તેમની દીકરીને પ્રેગનન્સી દરમ્યાન બી.પી. અને પગમાં સોજાની તકલીફ થતા તેની ડીલેવરી હેમખેમ પાર પડે અને પુત્રરત્નની પ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ડીલેવરી સમયે તેને ખેંચ પણ આવી. પણ પૂ.બાપાએ તેની રક્ષા કરી. તેનું સીઝેરીયન હેમખેમ પાર પડ્યું અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.

શ્રી રમણભાઈ સી. ચૌહાણ, અંધેરી (મુંબઈ)થી લખે છે; તેમનો દીકરો બેન્કમાં ઈન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા બાદ બીજી ટેસ્ટમાં એનું કામ અટકી ગયું. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાથી થોડા જ દિવસોમાં કામ પાર પડ્યું અને તેમના પુત્રને બેન્કમાં નોકરી મળી ગઈ.

શ્રી રજનીબેન ડી. જાડેજા, વાંકાનેર (જિ. રાજકોટ)થી લખે છે; તેમના એક સબંધીની દીકરી સખત બીમાર પડી હતી. તેના આંતરડાનું ઓપરેશન કરાવવું પડે તેમ હતું. પરંતુ તે નાની ઉંમરની હોય ઘરના સૌ ચિંતિત હતા. તેના સારા સ્વાસ્થ્ય માટે પૂ. બાપાને પ્રાર્થના કરતા તેને ઓપરેશન વિના જ સારું થઈ ગયું. આ ઉપરાંત, તેમની અને તેમના માતૃશ્રીની નાદુરસ્ત તબિયત પણ પૂ.બાપાની દયાથી સારી થઈ ગઈ. બીજું, તેમના સબંધી વડિલ આઈ.સી.યુ.માં ઓક્સિજન પર હતા. પૂ.બાપાએ તેઓને પણ નવજીવન આપ્યું. અન્ય એક સ્વજનને ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો હતો. પરંતુ તેના ઘરના સંજોગો સાનુકૂળ ન હોવાથી તેઓની ટ્રાન્સફર મુલતવી રહે તે માટે પૂ.બાપાને કરેલ પ્રાર્થના પણ ફળી. થોડા સમય બાદ સાનુકૂળ સંજોગો થયા પછી જ તેઓની ટ્રાન્સફર થઈ.

શ્રીમતિ ભારતીબેન વખારીઆ, પીપલોદ (જિ. સુરત)થી લખે છે; તેમની નાની બે પુત્રીઓના લગ્ન થઈ ગયા હતા. પણ સૌથી મોટી પુત્રી માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. કાર્યસફળતા મળે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેમની મોટી દીકરી માટે યોગ્ય જીવનસાથી મળતા તેના લગ્ન થઈ ગયા. પૂ.બાપાની દયાથી તેમનો પુત્ર અભ્યાસ પૂરો કરી નોકરીએ લાગી ગયો તેમજ તેમની બીજા નંબરની દીકરીની ડીલેવરી હેમખેમ પાર પડી.

શ્રી ઉમેશચંદ્ર એલ. ટંડેલ, મેંધર (જિ. નવસારી)થી લખે છે; તેમનાં પત્નીને એક રાત્રે અચાનક ગેસ્ટ્રો થઈ જતા ડૉક્ટરની પ્રાથમિક સારવારથી બિલકુલ રાહત ન થઈ. તબિયત વધુ બગડતા સવાર સુધીમાં હાલત ગંભીર થઈ ગઈ. એવામાં પરમ કૃપાળુ પૂ.બાપાને યાદ કર્યા... ને તુરત જ માર્ગ સૂઝ્યો. 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો. સમયસર હોસ્પિટલમાં પહોંચી જવાથી સારવાર મળી અને ધીમે ધીમે તેની તબિત સુધરી ગઈ. સાચી રાહ ચીંધનાર તથા અપાર કૃપા વરસાવનાર પૂ. બાપાને કોટિ કોટિ વંદન.

શ્રીમતિ ભાનુબેન જી. ઠાકોર, જોળવા (જિ. સુરત)થી લખે છે; પંચગીનીમાં અભ્યાસ કરતા તેમના પૌત્રને ત્યાં સ્વાઈન ફ્લૂનો વાવર આવતાં તે પણ શંકાસ્પદ દર્દી - વિદ્યાર્થીઓમાં આવી ગયો. તેમને આ સમાચાર મળતા તેમણે તુરત જ પૂ.બાપાને પોકારી તેના રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમના પૌત્રના રીપોર્ટ નોર્મલ આવ્યા અને તે નિર્વિઘ્ને અહીં આવી ગયો.

શ્રીમતિ હંસાબેન બી. પ્રજાપતિ, બીલીમોરા (જિ. વસલાડ)થી લખે છે; પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. અમદાવાદથી અહીં આવ્યા બાદ તેમનું પોતાનું મકાન નહોતું. પરંતુ, પૂ.બાપાએ કૃપા વરસાવતા તેમનું પોતાની માલિકીનું મકાન થઈ ગયું. પૂ.બાપાના આશીર્વાદથી તેમના પતિને વિદેશમાં સારી જોબ મળી ગઈ અને તેમની દીકરીના લગ્ન પણ સારી જગ્યાએ થયા. પૂ.બાપાની કૃપાથી તેમની આર્થિક પરિસ્થિતિ સારી છે. અનેક કાર્યો પૂ.બાપાએ નિર્વિઘ્ને પાર પાડ્યા છે.

શ્રી તરૂલત્તાબેન શાહ, વડોદરાથી લખે છે; તેમના મોટા બહેનની પૂ.બાપા પ્રત્યેની ભક્તિ જોઈ તેમને દ્રઢ શ્રદ્ધા જાગી. એક પછી એક મોટી બીમારીઓમાંથી પૂ. બાપાએ જ તેમને ફરી ઊભા કર્યા. પૂ. બાપાના આશીર્વાદથી તેઓ હરતા ફરતા થયા છે. દયાના સાગર પૂ. બાપાને વારંવાર પ્રણામ.

શ્રી વિક્રમસિંહ જે. વશી, દેશાડ (જિ. ભરૂચ)થી લખે છે;તેમના અનુજ ભાઈને અચાનક એપેન્ડીક્ષનો દુ:ખાવો ઉપડતા ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કરાવવાનું કહ્યું. તેને ઓપરેશન વિના ફક્ત દવાથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હોસ્પિટલમાં તેને દાખલ કરી દવા ચાલુ કરી. તે જ રાત્રે તેમનાં પત્નીને પણ ચક્કર આવી જવાથી તેને પણ દાખલ કર્યા. પણ પૂ.બાપાની અમી કૃપાથી બંનેને સારું થઈ ગયું.

શ્રી ચંદાબેન વાછાણી, રાજકોટથી લખે છે; તેમનું મકાન તેમના નામે ચડાવવા સામે ભાઈઓએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે આ કાર્ય સફળ થયું. બીજું, તેમના ભાઈને અકસ્માતમાં પગમાં ફેક્ચર થવાથી અસહ્ય પીડા થતી હતી. પણ પૂ.બાપાને પ્રાર્થવાથી તેની પીડા પણ શમી ગઈ. પૂ.બાપાએ તેમના અધૂરા બધાં જ કાર્યો પાર પાડ્યા છે.

શ્રીમતિ ઉષાબેન જે. હલાટવાલા, કલકત્તા (પ.બંગાળ)થી લખે છે; તેમના ભાઈ અચાનક બીમાર પડી જતા તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી ગયું હતું. તે વારંવાર બેહોશ થઈને પડી જતા. તેને સારું થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની અમીમય નજરથી તેમના ભાઈને તુરત જ સારું થઈ ગયું. અને તેના સીટી સ્કેન સહિતના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા. બીજું, તેમનો પુત્ર સી.એ.ની ઈન્ટર પરીક્ષામાં ફેઈલ થયેલ. પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા બીજી ટ્રાયમાં તે પાસ થઈ ગયો.

શ્રી રામલાલ બી. બાંભણીયા, જુનાગઢથી લખે છે; તેઓ એસ.ટી. ડેપો વેરાવળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. વેરાવળથી તેમના એક સબંધીએ તેમને કિંમતી દાગીનાનું સંપેતરૂ પહોંચાડવા આપ્યું હતું. પણ તેઓ કામકાજમાં ક્યાંક ભૂલી ગયા. જૂનાગઢ પહોંચ્યા બાદ યાદ આવ્યું. આ સંપેતરૂ કિંમતી તેમજ અગત્યનું હોય તે સહી સલામત મળી આવે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. ત્રીજે દિવસે સ્ટાફના એક ભાઈએ આ સંપેતરૂ તેની પાસે સહીસલામત હોવાની ફોન દ્વારા જાણ કરી.


મનોકામના પૂર્ણ થઈ છે
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી
મગનલાલ પટેલ - મંગવાણા;
બાબુભાઈ ગામીત - ડુંગરી;
વંદનાબેન ઓંધીઆ - ખંડગપુર;
કંચનબેન સુતરીયા - અમદાવાદ;
જયાબેન ગાલા - મુંબઈ;
અરવિંદભાઈ ચંદારાણા - લાંબાબંદર;
ગણપતભાઈ પટેલ - કપાસી;
ભવ્યાબેન પંડ્યા - અમદાવાદ;
સુશીલાબેન ઈન્જીનીયર - મુંબઈ;
શિતલબેન સરવૈયા - મુંબઈ;
રતનબેન પટેલ - વરસડા;
ભગુભાઈ પટેલ - મગોદ;
જનુબેન પોળ - સુરત;
વર્ષાબેન જરીવાલા - સુરત;
કિરણબેન અધિકારી - ભુજ-કચ્છ;
કિશોરીબેન બોઘાવાલા - સુરત;
સાધનાબેન પટેલ - સ્યાદલા;
હર્ષાબેન શાહ - સુરત;
કલ્પનાબેન મોદી - સુરત;
બેચરભાઈ પટેલ - ડોંબીવલી (વે);
જેકોરબેન મિસ્ત્રી - બીલીમોરા;
કુંદનબેન નાગ્રેચા - હૈદ્રાબાદ;
ખંડુભાઈ ઠાકોર - બોરડી;
છાયાબેન હિંગુ - વડોદરા;
આશાબેન છેડા - મુંબઈ;
માણેકલાલ પટેલ - કૈયલ;
ગૌરીબેન - મુંબઈ;
મનુભાઈ પટેલ - નિઝામાબાદ;
ગુણવંતીબેન યાદવ - મીઠાપુર;
રીટાબેન જરીવાલા - સુરત;
ડાયાભાઈ ચૌધરી - સરાલ;
દર્શનાબેન શર્મા - અકલાચા;
અરુણાબેન પંચાલ - વડોદરા;
હસુબેન પટેલ - ઉતરખંડા;
નીલાબેન પારેખ - બેંગ્લોર;
મૌસમીબેન વખારીઆ - સુરત;
શ્રી દેવબાલા ડુમાસીયા - ન્યુ દિલ્હી;
જ્યોતિબેન સિધનાની - અમદાવાદ;
મધુબેન પટેલ - વડોદરા;
સુધાબેન જે. પટેલ - વડોદરા;
તારાબેન ચાંપાનેરી - મુંબઈ;
શારદાબેન પ્રજાપતિ - અંબાસણ;
ધીરજલાલ પઢીયાર - છતીસગઢ;
દક્ષાબેન વડેરા - જામ-ખંભાળીયા;
કેશુભાઈ પટેલ - મુંબઈ;
પૂર્ણિમાબેન ચેવલી - સુરત;
પ્રવિણાબેન પટેલ - બોરડી,
ભરતકુમાર પટેલ - દેવનગર;
મોહનભાઈ પરમાર - વિરમગામ;
કલ્યાણીબેન લેખડીયા - સુરત;
સુમિત્રાબેન જાની - મુંબઈ;
મહેશભાઈ પટેલ - વલ્લભ વિદ્યાનગર;
જીજ્ઞેશકુમાર પરમાર - ડાસરા;
કમળાબેન ભટ્ટ - અમદાવાદ;
દિન્તાબેન વડેરા - મુંબઈ;
મુક્તાબેન સોની - લિંબાસી;
ઉર્મિલાબેન પરમાર - કલીયારી;
હિતેન્દ્રભાઈ શાહ - બોડેલી;
ફાલ્ગુનીબેન વ્યાસ - બારડોલી;
તરુલાબેન દેસાઈ - અમદાવાદ;
ઈશ્વરલાલ દિવાણી - બેંેગ્લોર;
વિપુલભાઈ દેસાઈ - વાંકલ;
જશવંતીબેન લેખડીઆ - સુરત;
રક્ષાબેન પટેલ - ખાંધલી;
વૈશાલીબેન મોતા - ભુજ-કચ્છ;
હેમંતભાઈ પટેલ - દેગામ;
જયશ્રીબેન દોશી - થાણા;
જશુબેન પરમાર - મુંબઈ;
સીમાબેન રાચાણી - જામ-ખંભાળીયા;
દિવ્યેશભાઈ પટેલ - પાટી;
સોનાબેન રાઠોડ - મુંબઈ;
ગોવિંદભાઈ રાઠોડ - ભાવનગર;
હિતેશભાઈ ખિમાસીયા - ભિવંડી;
ભાનુબેન પટેલ - સચીન;
જ્યોતિબેન રાઠોડ - ગાંધીધામ;
કેતનભાઈ પંચાલ - કડોદ;
મયુરભાઈ પટેલ - લીંગડા;
છાયાબેન સોલંકી - ખરવાસા;
નટુભાઈ પોલ - સારવણી;
હરીશભાઈ પરમાર - ઈડર.
સ્વજનોની બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના સ્વજનોની બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
સાધનાબેન પોપટ - મુંબઈ;
ધનગૌરીબેન ઝવેરી - ભારતનગર;
કોકીલાબેન પટેલ - નાપાડ;
હર્ષાબેન શાહ - સુરત;
કુસુમબેન મહેતા - સરીગામ;
મહેશભાઈ વણકર - ગાંઠીયોલ;
ડાયાભાઈ ચૌધરી - સરાલ;
પુજાબેન ફાફડીયા - પોરબંદર;
સવિતાબેન ઢીમર - ધરમપુર;
જસ્મીનબેન - સુરત;
સુનીતાબેન પટેલ - વલસાડ;
ખંડુભાઈ ઠાકોર - બોરડી;
મમતાબેન ઉદ્દેશી - મુંબઈ;
દક્ષાબેન રાજાણી - પોરબંદર;
મહેન્દ્રસિંહ દોડીયા - ચાપલધરા;
નીતાબેન વાઢેળ - નવી મુંબઈ;
ડીમ્પલબેન પોપટ - રાજકોટ;
ઉર્મિલાબેન જોષી - વેરાબર;
ધનબેન પટેલ - મુંબઈ;
ઈન્દુબેન વ્યાસ - મુંબઈ;
રંજનબેન ઠક્કર - રાજકોટ;
અમૃતલાલ પંડ્યા - અમરાવતી;
ચેતનકુમાર પટેલ - અંભેટી;
ઉષાબેન પટેલ - સુરત;
જાગૃતિબેન શાહ - મુંબઈ;
મોહનભાઈ પરમાર - વિરમગામ;
ચતુરલાલ ભગત - બેંગ્લોર;
રુક્ષ્મણીબેન ચૌધરી - નખત્રાણા;
વિપુલભાઈ શાહ - વડોદરા;
મોહીનીબેન ભાટીયા - મુંબઈ;
સાવિત્રીબેન દેસાઈ - ઉમરગામ;
સંગીતાબેન પારેખ - જેબલપુર;
કેતનભાઈ રાયચુરા - જામ- ખંભાળીયા;
ફાલ્ગુનીબેન જરીવાલા - ભેસ્તાન.
સામાન્ય બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની નાની-મોટી બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
મનોહરલાલ કદમ - વડોદરા;
પ્રેમીલાબેન સોની - માધાપર;
સોનાબેન રાઠોડ - જોગેશ્વરી (મુંબઈ);
ચંચલબેન પરમાર - કલીયારી;
નિલમબેન પટેલ - ગોકુલફાર્મ;
શશીકાંત રેશમવાલા - સુરત;
હેમાંગીનીબેન ભટ્ટ - નવસારી;
ઈન્દુમતીબેન ત્રિવેદી - મુંલુંદ (મુંબઈ);
અમરતબેન પરમાર - ઉકાઈ;
રમણીકભાઈ લાલ - જામ-ખંભાળીયા;
શ્રી મધુબેન ગાંધી - બાલાસોર (ઓરીસા);
જિજ્ઞાબેન ધરમશી - ડોંબીવલી;
ઈન્દીરાબેન સાગલાણી - કલકત્તા;
આશાબેન છેડા - મુંબઈ;
વનિતાબેન ગીતુવાલા - સુરત;
ઉપેન્દ્રભાઈ પટેલ - આણંદ;
શ્રી પ્રભુદાસ દેવાણી - વેરાવળ;
મંજુબેન જોષી - અમદાવાદ;
મુળજીભાઈ પરમાર - ઉમિયાપુર;
નંદુબેન ગોહિલ - અંદાડા.
નોકરી મળી
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબનાં ભાવિકોએ પોતે અથવા વડીલ - સ્વજનોએ તેમના માટે મનપસંદ નોકરી મળી જાય તે માટે માનેલી માનતા ફળીભૂત થઈ છે: સર્વશ્રી
જગદીશચંદ્ર કાપડીયા - સુરત;
હર્ષિદાબેન સોલંકી - ભાટસર;
ધર્મેશભાઈ પંચાલ - તાલોધ;
મીનાબેન ટેલર - ઉકાઈ;
કમળાબા રહેવર - બોલુદરા;
સુરજબેન દેસાઈ - કઠવાડા;
જશોદાબેન પટેલ - શારદાપુર;
વસંતરાય શુકલ - રાજસીતાપુર;
હેમલતાબેન દાળવાળા - સુરત;
હંસાબેન પટેલ - વડોદરા;
રમણભાઈ પટેલ - પાદરા;
હિનાબેન પારેખ - મુંબઈ;
ધનસુખભાઈ રાણા - વલસાડ;
મહેશભાઈ વણકર - ગાંઠીયોલ;
વિશાલભાઈ જોષી - નાનાઅંગીયા;
કનકબેન રાચ્છ - ભુજ;
પ્રિતિબેન કોટેચા - પોરબંદર;
જયશ્રીબેન સરવૈયા - ભાવનગર;
લીલાબેન ચૌધરી - વ્યારા;
જશુબેન ચૌધરી - મઢી;
હેમલતાબેન ભેંસદડીયા - માઘુના;
જશુબેન સરૈયા - સરીબુજરંગ;
શૈલેષભાઈ મીસ્ત્રી - નાલાસોપારા;
સોમાભાઈ પટેલ - સોનગઢ;
શિતલબેન પટેલ - સારતા;
આંબાલાલ પંચાલ - બાકોર;
જી. પી. નથવાણી - જામનગર;
જશવંતસિંહ ચાવડા - ગાંધીનગર;
પ્રભુભાઈ પટેલ - વલસાડ;
નયનાબેન દેસાઈ - સુરત;
રામજીભાઈ પરમાર - રાજપીપળા;
વિજ્યાલક્ષ્મી વાસ - ચેન્નાઈ.
વડિલ માંગલીક કાર્ય
પૂ. જલારામ બાપાના આશિષ થકી નીચે મુજબના ભાવિકોના માંગલિક કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી
વસંતલાલ કેનીઆ - ડોમ્બીવલી;
લીલાબેન ચાંપાનેરી - પાંડેસરા;
રક્ષાબેન છટીવાવાલા - સુરત;
નટવરલાલ રાઠોડ - એરૂ;
દિપીકા મહેતા - મુંબઈ;
ડી. એ. દેસાઈ - બેંગ્લોર;
જીજ્ઞેશ કટકર - મુંબઈ.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions