Parcha for Jalaram Jyot (India) – February – 2011 << Back to Archive Home
શ્રીમતિ ગીતાબેન એન. પટેલ; ગાડુકંપાથી લખે છે: તેમના સાસુને
છાતીમાં કેન્સરની ગાંઠ થઈ હતી. તેનું ઓપરેશન કર્યા બાદ તેઓની
સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. આવા સંકટ સમયે તેમણે પૂ. જલારામ બાપાને
યાદ કરી તેમના સાસુના જીવનની રક્ષા કાજે પૂ. બાપાનું ત્રણ
ગુરુવારનું વ્રત તથા પરચો છપાવવાની માનતા માની. પૂ. બાપાની અસીમ
કૃપાથી તેમની સાસુને ધીમે ધીમે સુધારો થતો ગયો અને હાલ એક વર્ષ
બાદ તેમની તબિયત એકદમ સારી છે.
શ્રીમતિ પ્રેમીલાબેન ડી. ઠક્કર; ભુજ (કચ્છ)થી લખે છે: તેમના
પુત્રના ઘરમાં સાપ નિકળતા સાપ પકડનારને બોલાવ્યો. તેણે સાપ તો
પકડી લીધો પરંતુ તેની આંગળીમાં કરડતા સૌ ગભરાઈ ગયા હતા. તુરત જ
તેમણે પૂ.બાપાના નામ-જાપ ચાલુ કર્યા અને તેના જીવનની રક્ષા કાજે
પરચો છપાવવાની ટેક રાખી તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં
તેને યોગ્ય સારવાર મળતા અને પૂ.બાપાની દયા થતા તબિયત સારી થઈ ગઈ
અને તે જ રાત્રે ઘરે પણ આવી ગયા.
શ્રી દુલભભાઈ કે. ભલાણી; બગુમરા (જિ. સુરત)થી લખે છે: તેઓ ચાર
ધામની યાત્રાએ ગયા હતા. ત્યાં અચાનક રસ્તા બંધ થઈ જતા તેઓ
મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ વેળાએ પૂ.બાપાનું સ્મરણ કરતા થોડી
જ વારમાં આ મુશ્કેલી દૂર થઈ અને યાત્રા સુખરૂપ પૂર્ણ થઈ.
પૂ.બાપાએ તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે.
શ્રી રતિલાલ જે. મહેતા; સાવરકુંડલા (જિ. ભાવનગર)થી લખે છે:
તેમની પુત્રીની તબિયત દોઢ માસથી સારી રહેતી ન હતી. તેની બીમારી
દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો.
પૂ.બાપાની અપાર દયા થકી તેમની પુત્રીનું સ્વાસ્થ્ય સારું થઈ
ગયું. ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમની એક પૌત્રી ધો.10ની
પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થઈ તેમજ બીજી પૌત્રીને
ડીગ્રી એન્જિ.માં મનપસંદ શહેર- કોલેજમાં એડમીશન મળી ગયું.
શ્રીમતિ કલાવતીબેન આર. પટેલ; ધરમપુર (જિ. વલસાડ)થી લખે છે:
તેમની દીકરી પરીક્ષા સમયે બીમાર પડી જતા પી.ટી.સી.નું પ્રથમ
વર્ષ બીમારીને કારણે બગડ્યું. આથી બીજા વર્ષની પરીક્ષા તે સારી
રીતે આપી શકે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો.
પૂ.બાપાના આશીર્વાદથી તે સ્વસ્થ રીતે પરીક્ષા આપી શકી અને 84
ટકા મેળવી ઉત્તીર્ણ થઈ.
શ્રી ધીરૂભાઈ ડી. પરમાર; જલગાંવ (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમણે
તેમના બંને પૌત્રના આગ્રહથી એક કૂતરો પાળ્યો હતો. શરૂઆતમાં ઠીક
રહ્યું પણ થોડા સમય બાદ તે અચાનક બીમાર પડી જતા હરવા-ફરવાનું
બંધ થઈ ગયું. તબીબી સારવાર આપવા છતાં તેને સારું ન થયું. આથી
તેમના પૌત્રને પૂ.બાપાને પ્રાર્થી શ્વાનના સારા સ્વાસ્થ્ય માટે
પરચાની ટેક રાખી. ત્યારબાદ તેની તબિયત સુધરવા લાગી અને
પૂ.બાપાની દયાથી ધીરે ધીરે તે તદ્દન સ્વસ્થ થઈ ગયો.
શ્રીમતિ ભાનુબેન ડી. માલી; સુરતથી લખે છે: તેમના ભાઈને છાતીમાં
દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં એન્જિયોગ્રાફી કરાવ્યા
બાદ જોખમી ઓપરેશન કરાવવાનું નક્કી થયું. આ વેળાએ તેમણે પૂ.
બાપાને પોકાર્યા અને ઓપરેશન સફળ થાય તે માટે પરચો માન્યો.
પૂ.બાપાની અમી કૃપાથી ઓપરેશન સફળ થયું અને તબિયત પણ સુધારા પર
આવી ગઈ.
શ્રીમતિ મીરાબેન એમ. ચુડાસમા; અમરોલી (જિ. સુરત)થી લખે છે:
પૂ.બાપા પરની અટલ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વકની પ્રાર્થના તથા
પરચાની ટેક થકી તેમના દરેક કાર્યો પાર પડ્યા છે. તેમના
દીકરી-જમાઈને જુની ઉઘરાણી પૂરી થતા તેઓ સંકટમાંથી ઊગરી ગયા,
મોટા દીકરાને હાથમાં ફેક્ચર થયું હતું તેને પણ સારું થઈ ગયું,
નાના દીકરી-જમાઈની ખોવાયેલી ગાડી પણ મળી આવી. નાનો દીકરો
પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થયો તેમજ તેમના પડોશીને પણ
નાણાની મુશ્કેલી દૂર થઈ. પૂ.બાપાના શુભાશિષથી તેમના ઘરમાં
સુખ-શાંતિ છે. પરમ કૃપાળુ સંતશ્રી જલારામ બાપાને અગણિત નમસ્કાર.
શ્રી દક્ષાબેન ગાંધી; ચર્ની રોડ (મુંબઈ)થી લખે છે: તેમને
ચાઈનાની ટૂરમાં જવાનું હતું. પરંતુ પગમાં થોડો દુ:ખાવો રહેતો.
તેમજ દાંતની પણ તકલીફ રહેતી. પ્રવાસ સુખરૂપ સંપન્ન થાય તે માટે
તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ. બાપાના
કૃપા આશિષથી તેમનો પ્રવાસ સુખરૂપ સંપન્ન થયો.
શ્રી કિર્તીબેન બી. ભાવસાર; નવસારીથી લખે છે: પૂ.બાપાએ તેમના
જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમના પિતાશ્રી હોસ્પિટલમાં સવા
મહિના સુધી દાખલ હતા. એક સમયે વેન્ટીલેટર પર હતા. તે વેળાએ
તેમણે પૂ.બાપાને સતત પ્રાર્થના કરતા તેઓની તબિયત સારી થઈ ગઈ. આ
ઉપરાંત, તેમના માતા-પિતા બંનેનો હાથનો દુ:ખાવો પણ પૂ.બાપાએ
મટાડ્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેમને સારો ફ્લેટ મળ્યો. દીકરીએ
પણ બાયોટેકનોલોજીમાં માસ્ટર ડીગ્રી મેળવી. તેમજ તેનું સગપણ સારી
જગ્યાએ થયું. તેમની શારીરિક-માનસિક બીમારી પણ પૂ.બાપાએ દૂર કરી.
શ્રી નરેન્દ્રસિંહ એમ. પરમાર; વસાઈ (મહેસાણા)થી લખે છે: તેમની
ભેંસને ઘણી દવાઓ કરાવવા છતાં ગાંભણ થતી ન હતી. આ માટે પૂ.બાપાના
પરચાની ટેક રાખતા ભેંસ ગાંભણ થઈ. બીજું, તેમની ભાણીને ગળામાં
કાકડા ફૂલી, તેમાં પરૂ થઈ જતા ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું
હતું. પરંતુ પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માનવાથી ભાણીને ગળામાં
ઓપરેશન વિના સારું થઈ ગયું.
શ્રી અરવિંદભાઈ પી. પટેલ; નવા કાંસિયા (જિ. ભરૂચ)થી લખે છે:
તેમના લગ્નજીવનના પાંચ વર્ષ બાદ સંતાનસુખની આશા બંધાણી હતી.
પરંતુ પત્નીને પ્રેગનન્સી દરમ્યાન બાળકને જઠરનો ભાગ ન હોવાનું
સોનોગ્રાફી રીપોર્ટમાં આવેલ. તેથી ડીલેવરી બાદ બાળકનું ઓપરેશન
કરાવવાનું ડૉક્ટરે કહેતા તેઓ ચિંતામાં પડી ગયા. તેમણે પૂ.બાપાને
યાદ કર્યા અને આવનાર બાળક તંદુરસ્ત હોય તેમજ પત્નીને નોર્મલ
ડીલેવરી થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના
સાંભળી, બધી જ ચિંતાઓ દૂર કરી. બીજું, તેમના મોટાભાઈ અને બહેનના
લગ્ન પ્રસંગ અગાઉ તેમના દાદાની તબિયત વધુ બગડી જતા પ્રસંગ બાબતે
ચિંતા હતી. પરંતુ પૂ.બાપાને પ્રાર્થવાથી પ્રસંગ આનંદથી પાર
પડ્યો અને દાદાની તબિયત પણ સારી થઈ ગઈ.
શ્રી કુસુમબેન જી. પારેખ; વડોદરાથી લખે છે: તેમની પૌત્રીને
હાથ-પગમાં દુ:ખાવો થતા શાળાએ જઈ શકતી ન હતી. તેને લખવામાં પણ
તકલીફ પડતી. અનેક ડૉક્ટરોની દવા કરાવી. રીપોર્ટ નોર્મલ આવ્યો પણ
દર્દમાં રાહત ન થઈ. છેવટે, પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા
તેના હાથ-પગની પિડા દૂર થઈ. પૂ.બાપાની દયાથી તેમની આંખનો મોતીયો
પણ સરળતાથી ઊતરી ગયો.
શ્રી નવિનભાઈ કે. ઠાકોર; બ્રાહ્મણવાડા (જિ. મહેસાણા)થી લખે છે:
તેમની સરકારી નોકરી પૂરી થવાને છ માસ જેટલો સમય બાકી છે.
પૂ.બાપાના આશીર્વાદથી તેઓ સુખરૂપ નિવૃત્તિ મેળવવાની તૈયારીમાં
છે. તેમણે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે માનેલ પૂ.બાપાનો પરચો
પણ ફળ્યો. તેમના નાના-મોટા અનેક કાર્યો પૂ.બાપાએ સફળતાપૂર્વક
પાર પાડ્યા છે. પૂ.બાપાના આશિષથી તેમના પુત્રને પણ સરકારી નોકરી
મળી.
શ્રી હોમી નરીમાન; વાડીયા બાગ (મુંબઈ)થી લખે છે: હોસ્પિટલની
સારવાર લીધાના એક વર્ષ બાદ તેમની પુત્રવધૂની તબિયત ફરીથી બગડી
જતા અનેક રીપોર્ટ કરાવ્યા. તેના પેટનાં દર્દનું નિદાન થઈ શકતું
ન હતું. સતત ચિંતા સાથે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને
પુત્રવધૂને ઓપરેશન વગર સારું થઈ જાય તે માટે પરચો માન્યો.
પૂ.બાપાની પરમ કૃપાથી તેનો છેલ્લો રીપોર્ટ બિલકુલ નોર્મલ આવ્યો
અને પેટનું દર્દ પણ દૂર થઈ ગયું.
શ્રીમતિ વિજ્યાબેન કે. પટેલ; ચેન્નઈ (તામિલનાડુ)થી લખે છે:
તેમના પતિનું બાયપાસ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે
પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની
દયા દ્રષ્ટિથી તેમના પતિનું બાયપાસ ઓપરેશન સફળ થયું. ઓપરેશનના
થોડા સમય બાદ તેઓને છાતીમાં ખૂબ જ દુ:ખાવો ઉપડ્યો હતો. આ વેળાએ
પણ પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેઓને સારું થઈ ગયું. આ ઉપરાંત,
પૂ.બાપાની કૃપા થકી તેમની પુત્રવધૂની ડીલેવરી હેમખેમ પાર પડી
અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
શ્રી રતિલાલ જે. મહેતા; સાવરકુંડલા (જિ. અમરેલી)થી લખે છે:
તેમની પુત્રીને કમળો થઈ ગયો હતો. તેને જલ્દીથી સારું થઈ જાય તે
માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની દયા
થકી તેમની પુત્રીની તબિયત સારી થઈ ગઈ. વધુમાં, પૂ.બાપાને કરેલી
પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમની પૌત્રી પરીક્ષામાં ર્ફસ્ટ કલાસ પાસ
થઈ.
શ્રીમતિ જશુબેન બી. પ્રજાપતિ; માણેકપુર (જિ. નવસારી)થી લખે છે:
તેમના નાના દીકરાના લગ્ન વિદેશની કન્યા સાથે થાય તે માટે તેમણે
પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાએ
મ્હેર કરતા તેમના દીકરાના લગ્ન યુ.કે.ની કન્યા સાથે આનંદ -
મંગલથી થઈ ગયા. પૂ. બાપાના ચરણોમાં વંદન.
શ્રી વિનોદભાઈ કે. શાહ; ડોંબીવલી (મુંબઈ)થી લખે છે: તેમણે તેમના
સાઢુભાઈ સાથે ભાગીદારીમાં દુકાન ચાલુ કરેલી. પરંતુ કંઈ વાંધો
પડતા તે દુકાન તેણે પચાવી પાડી. સાથે બીજી ત્રણ દુકાન
ભાગીદારીના જોઈન્ટ નામમાં હતી. જેના માટે લાંબા સમયથી કેસ ચાલતો
હતો. તેનો ચુકાદો જલ્દીથી આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની અસીમ કૃપાથી કેસનો ચુકાદો
આવી ગયો.
શ્રીમતિ રીંકુબેન આર. ગદાણી; થાણા (મુંબઈ)થી લખે છે: તેમનો અઢી
વર્ષનો પુત્ર ગંભીર બીમારીમાં સપડાયો હતો. તેને મગજમાં તાવ ચઢી
જતા 15 દિવસ હોસ્પિટલમાં રાખવો પડ્યો હતો. તે સમયે તેમણે
પૂ.બાપાને હૃદયપૂર્વક પ્રાર્થી પુત્રના સારા સ્વાસ્થ્યની
પ્રાપ્તિ અર્થે પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની અમી
દ્રષ્ટિ થતા તેમના પુત્રનું સ્વાસ્થ્ય બિલકુલ સારું થઈ ગયું. આ
ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમના નાનીમાની તબિયત પણ સારી થઈ ગઈ
અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા.
શ્રી રક્ષાબેન એન. બારોચ; મરોલી બજાર (જિ.નવસારી)થી લખે છે:
તેમની પુત્રી સાથે સગાઈ થયેલ જમાઈ જજની પરીક્ષા આપવાના હતા. તેઓ
તેમાં સફળ થઈ જજ બની જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી
પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાએ આશીર્વાદ વરસાવતા તેમના
જમાઈને પરીક્ષામાં સફળતા મળી અને જજ બની ગયા. પૂ. બાપાને કોટિ
કોટિ વંદન.
શ્રી નાગરભાઈ પી. પટેલ; કપાસી (જિ.સુરત)થી લખે છે: તેમના
પૌત્રના અગત્યના સર્ટીફિકેટ ખોવાઈ ગયા હતા. ઘણું શોધ્યા પછી પણ
ન મળતાં આ બાબતે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો.
પૂ. બાપાની પરમ કૃપાથી સર્ટીફિકેટ મળી આવ્યા. બીજું, તેમની
પુત્રી બોર્ડની પરીક્ષાઓમાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થાય તે
માટે તેમનાં પત્નીએ માનેલ પૂ.બાપાનો પરચો પણ ફળ્યો. તેમની
પુત્રીની ખોવાયેલી સાયકલ પૂ.બાપાની કૃપાથી મળી આવી. પૂ.બાપાના
કૃપા આશિષથી તેમના પત્નીના બનેવીની બદલી મનપસંદ સ્થળે થઈ તેમજ
તેની ભત્રીજીના લગ્ન સારી જગ્યાએ થઈ ગયા.
શ્રીમતિ મધુબેન વી. સોજીત્રા; અંકલેશ્વર (જિ.ભરૂચ)થી લખે છે:
તેમના પતિને મણકાની નસમાં સોજો આવવાથી પીઠમાં કાયમ દુ:ખાવો
રહેતો અને કામકાજમાં તકલીફ થતી. તેઓને દવાઓથી બિલકુલ સારું થઈ
જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ
કૃપાથી તેમના પતિને બિલકુલ સારું થઈ ગયું. તેઓને કંપનીમાં
કરાવેલ મેડીકલ ચેક-એપમાં ડાયાબીટીસનું નિદાન થયેલું. પરંતુ
પૂ.બાપાને પ્રાર્થી ફરીથી રીપોર્ટ કરાવતા તે નોર્મલ આવ્યો.
પૂ.બાપાના આશીર્વાદથી તેમના પતિને ઓફિસરની પોસ્ટ મળી તેમજ તેમના
બનેવીને નોકરી મળી અને ઘરનું મકાન પણ થઈ ગયું.
શ્રી મંજુલાબેન જી. પરમાર; ભરૂચથી લખે છે: તેમની પુત્રીના સગપણ
આડે અનેક વિઘ્નો આવતા હતા. તેને સારું-સંસ્કારી ઘર મળે તેમજ
લગ્ન નિર્વિઘ્ને થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો
માન્યો હતો. પૂ.બાપાના શુભાશિષથી તેમની દીકરીના લગ્ન સારી
જગ્યાએ નિર્વિઘ્ને થઈ ગયા. વઘુમાં, પૂ.બાપાના કૃપા આશિષથી તેમના
પુત્રને સારી કંપનીમાં નોકરી મળી અને તેને ટ્રેનીંગ માટે વિદેશ
જવાની મંજૂરી પણ મળી ગઈ સાથે તેમના પતિને પણ પ્રમોશન મળ્યું.
શ્રી કૌશિકભાઈ કે. ધનેશા; રાજકોટથી લખે છે: તેમણે ધંધા માટે
જમીનનો મોટો પ્લોટ લીધો હતો. પરંતુ કોઈ કારણસર ધંધો ચાલુ ન થયો.
તેથી જમીન વેચવા મૂકી. તેમાં પણ બે-ત્રણ વખત સોદો કેન્સલ થતા
ખૂબ જ ચિંતા થતી હતી. આ સમયે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને
જમીનનો પ્લોટ વેચાઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ
કૃપાથી પ્લોટ ખૂબ જ સારી કિંમતે વેચાયો અને તેમણે તેમાં
ફ્લેટનું બુકીંગ પણ કરાવી લીધું.
શ્રી શૈલેષભાઈ જે. પારેખ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની
સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી. ઘણું શોધ્યા પછી ન મળતા તેમણે
પૂ.બાપાને સ્મર્યા અને વીંટી મળી જાય તે માટે પરચો માન્યો.
પૂ.બાપાની કૃપાથી વીંટી તુરત જ ઘરમાંથી મળી આવી. બીજું, તેમના
ભાભીને ઘણાં વર્ષોથી ચામડીની તકલીફ હતી. અનેક ઉપચારો કરાવવા
છતાં સારું થતું ન હતું. પરંતુ આ બાબતે પૂ.બાપાને પ્રાર્થી પરચો
માનતા તેમને ઘણી જ રાહત થઈ ગઈ.
શ્રી હેમલબેન એચ. સૂચક; મહુવા (જિ. ભાવનગર)થી લખે છે: તેમના
ભાભીને પ્રેગનન્સી દરમ્યાન અનેક અડચણો આવતી હતી. તે દૂર થાય અને
આવનાર બાળકને થેલેસેમીયા ન હોય તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી ભાભીને નોર્મલ
ડીલેવરી થઈ અને સ્વસ્થ-સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ.
શ્રી રણછોડભાઈ વી. પટેલ; અમદાવાદથી લખે છે: તેમને મોતીયાના
ઓપરેશન વખતે પેટમાં ગેસ થવાથી સુવામાં તકલીફ પડતી હતી. આથી
તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને ઓપરેશન સફળતાપૂર્વક થઈ જાય તે
માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમનું મોતીયાનું ઓપરેશન
સફળતાપૂર્વક થઈ ગયું.
શ્રીમતિ ગીતાબેન પાટવાણી; ગોધરા (જિ. પંચમહાલ)થી લખે છે: તેમના
ફસાયેલા નાણાં છૂટા થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી
પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના
સાંભળી. તેમના નાણાં ખૂબ જ જલ્દીથી મળી ગયા. આ ઉપરાંત,
પૂ.બાપાની કૃપાથી તેમની જમીન અંગેનો પ્રશ્ન હલ થઈ ગયો તેમજ
તેમના દીકરાની પથરીની તકલીફ દૂર થઈ.
શ્રી અમૃતલાલ એ. પટેલ; અમદાવાદથી લખે છે: તેમની દીકરીને 34
વર્ષની ઉંમરે હાઈ બી.પી.ને કારણે બ્રેઈન એટેક આવ્યો હતો. તેને
ઓપરેશન વગર સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો
માન્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી તેને થોડા સમયમાં જ સારું થઈ
ગયું.
શ્રીમતિ પુષ્પાબેન વી. આહિર; સરીગામ (જિ. વલસાડ)થી લખે છે:
તેમના લગ્નજીવનના ત્રણ વર્ષ પછી સારા દિવસો જણાતાં તેમણે બે
હોસ્પિટલ અને બે લેબોરેટરીમાં ચેક કરાવ્યું. ત્યાં પ્રેગનન્સી ન
હોવાનું નિદાન થયું. ત્યારબાદ ઘરે આવી તેમણે પૂ.બાપાને
પ્રાર્થ્યા અને સંતાનસુખની આશા ફળે તે માટે પરચો માન્યો.
પૂ.બાપાની અસીમ કૃપાથી તેમને પૂરા નવ માસે સુંદર પુત્રરત્નની
પ્રાપ્તિ થઈ. બીજું, તેમના સસરાજીને પડી જવાથી હાથ-પગમાં
ફ્રેક્ચર થયું હતું. પૂ.બાપાની કૃપાથી તેઓને પણ સારું થઈ ગયું.
શ્રી સુમનબેન એ. મોદી; સુરતથી લખે છે: તેમના પુત્રની બદલી
અન્યત્ર થતા ચાલુ જગ્યાએથી છૂટો કરી દેવાયો હતો. નવી જગ્યાએ
જવું શક્ય ન હોવાથી આ સમસ્યા દૂર કરવા તેમણે પૂ.બાપાને વિનંતી
કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના પુત્રની બદલી રદ થઈને
ફરી અસલ જગ્યાએ જ નિમણુક થઈ ગઈ. આ ઉપરાંત, તેમના નાના પુત્રની
ધંધાકીય ગૂંચવણો પણ પૂ.બાપાએ દૂર કરી.
શ્રીમતિ અનિતાબેન આર. પરમાર; વડોદરાથી લખે છે: તેમને લગ્નના 16
વર્ષ બાદ પ્રેગનન્સી રહી. દરમ્યાન પાંચ માસ બાદ લોહી ઘટી જતા,
ડૉક્ટરે પ્રેગનન્સી ટર્મીનેટ કરવા જણાવ્યું. પરંતુ તેમના
પિતાશ્રીએ પૂ.બાપાને આરાધ્યા અને પરચો માન્યો. તો બીજા જ દિવસે
તબિયત સુધરવા લાગી. એકાદ માસ બાદ ફરી તબિયત બગડેલી તથા તેમને
ટ્વીન્સમાંથી એક બેબી અંદર જ મૃત્યુ પામી હતી તે વેળાએ તેમણે
પૂ.બાપાને પ્રાર્થી બીજા બાળકને બચાવી લેવા અને પોતાના
સ્વાસ્થ્યની રક્ષા કરવા પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી ડીલેવરી
હેમખેમ થતા બીજું બાળક બચી ગયું અને તેમની તબિયત પણ સુધારા પર
છે.
શ્રી કલ્પનાબેન એસ. પટેલ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમના
માતુશ્રીને પેરાલીસીસનો એટેક આવતા હોસ્પિટલની સારવાર બાદ ઘરે
જવાની રજા મળી. પરંતુ તેની સેવા માટે કોઈ વ્યવસ્થા ન થવાથી
હેલ્પીંગ હેન્ડકેરમાં મૂકી આવ્યા હતા. ત્યાં તેઓને ફાવતું ન
હોવાથી ઘરે આવવાની જીદ કરતા હતા. તેને સાચવવા માટે કોઈ બહેન મળી
જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો.
પૂ.બાપાની કૃપાથી એક બહેનની વ્યવસ્થા થઈ ગઈ અને તેમના માતુશ્રી
ધીમે ધીમે ચાલતા પણ થઈ ગયા.
શ્રી ઈન્દિરાબેન પટેલ; વાલોડ (જિ.તાપી)થી લખે છે: તેમને
ગર્ભાશયના મુખનું કેન્સર હોવાનું નિદાન થતા ખૂબ જ મુંઝાઈ ગયા.
આર્તહૃદયે પૂ.બાપાને પ્રાર્થ્યા અને ઓપરેશન સફળ થાય તે માટે
પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમનું ઓપરેશન સફળ થયું અને
ત્યારબાદના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. હાલ તેઓ સ્વસ્થતાપૂર્વક
બધું જ કામકાજ કરી શકે છે.
શ્રી નયનભાઈ એચ. જરીવાલા; સુરતથી લખે છે: તેમણે કાપડની ફેક્ટરી
ચાલુ કરી હતી. પરંતુ છ માસ વહી જવા છતાં કોઈ કારણસર ફેક્ટરી
બરાબર ચાલતી ન હતી. આ બાબતે પૂ.બાપાને કરેલી પ્રાર્થના અને પરચો
માન્યાના ફળસ્વરૂપ ચમત્કારિક રીતે બીજા જ અઠવાડિયાથી
ફ્રેક્ટરીના બધાં જ મશીન ધમધોકાર ચાલવા લાગ્યા. બીજું, તેમની
ગાડીના ઈન્સ્યોરન્સના પેપર્સ મળતા ન હતા. પૂ. બાપાને યાદ કરવાથી
તે પણ મળી આવ્યા. તેમના ત્રણ વર્ષના દીકરાની માંદગી પણ પૂ.બાપાએ
દૂર કરી.
શ્રી પ્રેમીલાબેન ડી. ઠક્કર; ભુજ (કચ્છ)થી લખે છે: તેમના
પુત્રને પેટમાં દુ:ખાવો થતા પથરી હોવાનું નિદાન થયું. તેને
સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની
ટેક રાખી. પૂ.બાપાની અમી કૃપાથી તેને બીજે જ દિવસે પથરી આપમેળે
નીકળી ગઈ.
શ્રીમતિ નલિનીબેન એમ. દેસાઈ; ગુણસદા (જિ. સુરત)થી લખે છે: તેમની
દીકરીને મનપસંદ શાળામાં નોકરી મળે તે માટે તેમણે પૂ.બાપાને યાદ
કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની મહેરથી તેને મનપસંદ
શાળામાં નોકરી મળી. તેમના પતિને પ્રોસ્ટેટની તકલીફ હતી.
પૂ.બાપાની દયાથી તેઓને પણ ઓપરેશન વિના સારું થઈ ગયું અને
રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. આ ઉપરાંત, તેમના ભાઈનો પાંચ વર્ષનો
પુત્ર બોલતો ન હતો. પૂ.બાપાનો પરચો માનવાથી તે પણ થોડું થોડું
બોલતો થઈ ગયો.
શ્રી કાંતિલાલ એચ. પલાસ; દાહોદ (જિ.પંચમહાલ)થી લખે છે: તેમની
મોટી દીકરીએ નોકરી માટે ઈન્ટરવ્યુ આપ્યો હતો. પરંતુ સરકારી
ગૂંચને કારણે ઓર્ડર વિલંબમાં પડેલ. આ બાબતે પૂ.બાપાને પ્રાર્થી
પરચાની ટેક રાખતા તેને ઓર્ડર મળી ગયો અને નોકરી ઉપર હાજર થઈ ગઈ.
બીજું, પૂ.બાપાની કૃપાથી એ જ દીકરીને નોર્મલ ડીલેવરી થઈ અને
પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
શ્રી ધનસુખભાઈ પી. માસ્તર; સાયણ (જિ. સુરત)થી લખે છે: એક રાત્રે
એકાએક તેમને આખા શરીરે શીળસ નીકળતા સતત ખંજવાળ આવવા લાગી અને
ચહેરા ઉપર ચાઠાં પડી ગયા. બીજે દિવસે તેમને લગ્ન પ્રસંગે જવાનું
હોય, ચહેરો બિહામણો બની જવાથી ગભરાઈ ગયા. આ વેળાએ તેમણે
પૂ.બાપાને પ્રાર્થ્યા અને સવાર સુધીમાં બિલકુલ સારું થઈ જાય તે
માટે પરચો માન્યો. સામાન્ય રીતે શીળસની તકલીફમાં ત્રણ દિવસે
ચાઠા મટે છે. પરંતુ પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમને સવાર સુધીમાં
તદ્ન સારું થઈ ગયું.
શ્રી રમણભાઈ મંગળભાઈ; બોરીઆવી (જિ.આણંદ)થી લખે છે: તેમના
ભત્રીજાવહુ નહેરમાં ગરબો પધરાવી ઘેર જવા ગયા બાદ ત્યાં પહોંચ્યા
નહોતા. કોઈએ કહ્યું કે 'નહેર બાજુ ગયા છે.' ત્યાર પછી લગભગ સોએક
જેટલા છોકરાઓએ બધે શોધ્યું પણ તેનો પત્તો ન લાગ્યો. છેવટે,
તેમણે તેમજ તેમના પુત્રવધૂએ પૂ.બાપાને પ્રાર્થ્યા અને
ભત્રીજાવહુ સવાર સુધીમાં હેમખેમ મળી જાય તે માટે પરચો માન્યો.
પૂ.બાપાની દયાથી સવારે તે હેમખેમ મળી આવ્યા.
શ્રી સુરેખાબેન મહેતા; કલકત્તા (પ.બંગાળ)થી લખે છે: તેમની
આંખનું ઓપરેશન સરળતાથી થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને સ્મરી
પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની અમી કૃપાથી તેમની આંખનું
ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમની
દીકરી તેમજ પૌત્રીની તબિયત સારી થઈ ગઈ.
શ્રી કિશોરીબેન શેઠ; ગોરેગાંવ (મુંબઈ)થી લખે છે: તેમના મકાન
માલિક મકાન ખાલી કરવા બાબતે અનેક પ્રયત્નો કરતા હતા. 6 વર્ષથી
કોર્ટ કેસ પણ ચાલુ હતો. આ બાબતે તેમના પારિવારીક બહેને પૂ.બાપા
ઉપર શ્રદ્ધા રાખી આગળ વધવા જણાવ્યું. મકાન માલિકે આખું મકાન એક
બિલ્ડરને વેચી દીધું. છતાં પણ તે બિલ્ડર મંત્રણા દ્વારા તેમને
યોગ્ય વળતર અપાવવા મકાન માલિકને વારંવાર મનાવતા. એક દિવસ
પૂ.બાપાની મહેર થઈ. અને તેણે ધાર્યા કરતાં પણ વધુ કિંમત આપી
તેમજ કોર્ટ કેસ પણ પાછા ખેંચી લીધા અને ઘણાં વર્ષોનું ચડત ભાડું
પણ માફ કરી દીધું. ખરેખર, આ ચમત્કાર પૂ.બાપાની કૃપાથી જ થયો
હતો.
શ્રીમતિ ડિમ્પલબેન એન. પોપટ; રાજકોટથી લખે છે: તેમને પ્રથમ
પ્રેગનન્સી વખતે ગર્ભાશયમાં ગાંઠ હોવાનું અને બાળકના વિકાસ સાથે
ગાંઠ પણ મોટી થતી હોવાનું ડૉક્ટરે જણાવતા ચિંતામાં ડુબી ગયા. આ
ગાંઠ ક્યાંય નડતરરૂપ ન થાય અને સ્વસ્થ પુત્રની પ્રાપ્તિ થાય તે
માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની
કૃપાથી ગાંઠ એક બાજુ રહી ગઈ અને સ્વસ્થ પુત્રની પ્રાપ્તિ થઈ. આ
પરચો તેમના માતુશ્રી પ્રફૂલાબહેને પણ માન્યો હતો.
શ્રી પ્રવિણભાઈ ડી. પટેલ; વસઈ (જિ. થાણા)થી લખે છે: વસઈ સ્પોર્ટ
કલબમાં તેમના દીકરાએ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
તેના ગૃપમાં એનો પ્રથમ નંબર આવે તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાએ તેમની મનોકામના પૂર્ણ કરી.
બીજું, તેમનું એક અગત્યનું ડોક્યુમેન્ટ ઘરમાં જ ક્યાંક મુકાઈ
ગયું હતું. ઘણું શોધ્યા પછી તે ન મળ્યું. પરંતુ પૂ.બાપાને
પ્રાર્થના કરવાથી બીજે જ દિવસે મળી આવ્યું.
શ્રી પ્રકાશભાઈ જી. મીસ્ત્રી; સુરતથી લખે છે: તેમની દીકરીને
એર્લજીની તકલીફને કારણે લોહી નીકળી જાય તેવી ખંજવાળ આવતી હતી
સાથે તેને પેટની પણ તકલીફ હતી. 'જલારામ જ્યોત'નું નિયમિત વાંચન
થતું હોવાથી તેમાંના પરચાએ તેમણે પણ પ્રેરણા કરી. દીકરીને સારું
થઈ જાય તે માટે તેમણે પણ પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો.
પૂ. બાપાએ અમીદ્રષ્ટિ કરતા તેમની દીકરીને ઘણી જ રાહત થઈ ગઈ.
શ્રીમતિ ક્રિષ્ણાબેન એ. જોશી; ઉમરગામ (જિ. વલસાડ)થી લખે છે:
તેમનો પુત્ર વેવિશાળ માટે સતત આનાકાની કરતો હતો. એક માતા તરીકે
તેમનું મન આ બાબતે સતત ચિંતાતુર રહેતું હતું. આ સમસ્યાના નિવારણ
માટે તેમણે પૂ.બાપાને આજીજી કરી અને પરચો છપાવવાનો સંકલ્પ
કર્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર માની ગયો અને ટૂંક
સમયમાં જ તેનું વેવિશાળ સારી જગ્યાએ થઈ ગયું.
શ્રી મહેન્દ્રસિંહ બી. ઠાકોર; વાડી (જિ. સુરત)થી લખે છે: તેમના
લોહીમાં હિમોગ્લોબીન પ્રમાણ કરતાં ઘણું વધી ગયું હતું. બલ્ડ
ડોનેટ કર્યા પછી પણ કોઈ ફેર પડતો ન હતો. પેટના યુ.જી.સી.
ટેસ્ટમાં લીવરમાં ગાંઠ હોવાનું નિદાન થયું. આ માટેના વધુ નિદાન
માટે લીવરના બલ્ડનો ટ્યૂમર ટેસ્ટ તેમજ સીટી સ્કેન કરાવવાનો હતો.
તે વેળાએ પૂ.બાપાનું સ્મરણ કરી પરચાની ટેક રાખતા ટ્યૂમર ટેસ્ટ
નેગેટીવ આવ્યો અને સીટી સ્કેન રીપોર્ટ નોર્મલ આવ્યો. પૂ.બાપાને
વારંવાર વંદન.
શ્રી મોહનલાલ ટી. કોટક; મલાડ (મુંબઈ)થી લખે છે: હરિદ્વારની
યાત્રા દરમ્યાન એક મંદિરે દર્શન કરવામાં વધુ સમય નીકળી જતાં
તેમની બસ ઊપડી ગઈ. બસમાં તેમની રૂા. પાંચ હજાર રોકડા તથા કપડાં
ભરેલી થેલી અને ચાવી હતા. ઘણી તપાસ કર્યા બાદ પણ બસનો પત્તો ન
લાગતા તેઓ ગભરાઈ ગયા. પૂ.બાપાને મનોમન સ્મર્યા અને મદદે આવવા
પ્રાર્થના કરી પરચો માન્યો. દરમ્યાન તેમની જેમ બીજા બે યુગલ પણ
રહી ગયા હતા. તેમાંના એક સજ્જને દોડાદોડી કરી બસનો પત્તો
મેળવ્યો. બસ ત્યાંના ડેપોમાં ખાલી થઈ ગઈ હતી. ત્યાં પહોંચીને
પૂછપરછ કરતા ડ્રાઈવર પાસેથી તેમની બેગ સહીસલામત મળી આવી ત્યારે
ચોક્કસ થયું કે ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર રહી ભક્તોની વ્હારે
આવે જ છે.
શ્રી નરેન્દ્રભાઈ ડી. દેસાઈ; વડોદરાથી લખે છે: તેમની દીકરીના
સગપણ માટે અનેક પ્રયત્નો બાદ પૂ.બાપાની કૃપાથી સફળતા મળી. તેના
લગ્ન સારી જગ્યાએ ધામધૂમથી થયા. સાસરે શરૂઆતમાં થોડો ખટરાગ હતો,
પૂ.બાપાની કૃપાથી તે પણ દૂર થયો. થોડા સમય પહેલા દીકરીના
ગર્ભાશયમાં ગાંઠો નીકળી હતી. પૂ.બાપાની દયાથી તેનું ઓપરેશન પણ
સુખપૂર્વક પાર પડ્યું અને હવે કોઈ તકલીફ નથી. પૂ.બાપાના પરચાના
પ્રતાપે દરેક કાર્યો સફળ થાય છે.
શ્રીમતિ મૂર્તિબેન પી. દેસાઈ; વડોદરાથી લખે છે: તેમના પતિનું
અચાનક અવસાન થતા તેમણે મકાન વેચી નાખ્યું. ત્યાર બાદ દોઢ વર્ષ
સુધી બીજું મકાન ન મળ્યું અને ભાવ ખૂબ જ વધી જવાથી નિરાશ થઈ
ગયા. આ બાબતે પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા ટૂંક સમયમાં
જ તેમને પોતાનું સુંદર મકાન મળી ગયું. તેને લગતા વધારાના પૈસા
અને લોનની સગવડ પણ થઈ ગઈ. બીજું, તેમણે નોકરીમાંથી વી.આર.એસ.
લીધો હતો. પરંતુ પતિના અવસાન બાદ કંપનીએ તેમને ફરી બોલાવીને
નોકરી આપી. આ પણ પૂ. બાપાની કૃપાનો જ ચમત્કાર છે.
શ્રી રૂક્ષ્મણીબેન આર. પરમાર; સુરતથી લખે છે: પૂ.બાપાની કૃપા
તેમના કુટુંબીજનો ઉપર સર્વદા રહી છે. પૂ.બાપાના આશીર્વાદથી
તેમના પતિ કોર્પોરેટર બન્યા. તેઓની ચક્કર આવવાની તકલીફ પણ
પૂ.બાપાએ દૂર કરી. પૂ.બાપાના શુભાશિષથી તેમનો દીકરો
એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં તેમજ ભાઈનો દીકરો અને બહેનની
દીકરી પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા.
શ્રી રામાભાઈ ડી. પ્રજાપતિ; હડાદ (જિ.બનાસકાંઠા)થી લખે છે:
તેમના દીકરાને આરોગ્ય ખાતામાં નોકરી મળ્યાના 11 માસ બાદ છૂટો
કરેલ. તેને ફરીથી નોકરીમાં લેવામાં આવે તે માટે તેમણે પૂ.બાપા
ઉપર શ્રદ્ધા રાખી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાના
શુભાશિષથી તેમના દીકરાને ફરી નોકરીનો ઓર્ડર મળી ગયો.
શ્રીમતિ જ્યોતિબેન આર. આચાર્ય; જુનાગઢથી લખે છે: તેમની
સોસાયટીના રહેવાસીઓને વર્ષો જુના સરકારી લેણા બાબતે નોટીસ આપી
મોટી રકમ ભરવાની જાણ કરી, કોર્ટ કેસ કરવામાં આવેલ. તેમના
મકાનનું લેણું બાકી ન હોવા છતાં તેમને પણ નોટીસ મળેલ. વળી,
આર્થિક સ્થિતી પણ નબળી હોવાથી ખૂબ જ ચિંતા થતી હતી. આ સમસ્યાના
નિવારણ માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની
પરમ કૃપાથી ચુકાદો સોસાયટીની તરફેણમાં આવ્યો અને તેમને કોઈ રકમ
ભરવાની ન થઈ. બીજું, તેઓ પડી જવાથી માથામાં ઈજા થતા છ ટાંકા
આવ્યા હતા. આ વેળાએ પણ પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ
તેમને મગજમાં ગંભીર ઈજા ન થઈ અને થોડા જ સમયમાં બિલકુલ સારું થઈ
ગયું. તેમના પુત્રની કમળાની બીમારી પણ પૂ.બાપાએ દૂર કરી.
શ્રીમતિ વિજ્યાબેન આર. સોલંકી; તરાજ (જિ. સુરત)થી લખે છે: તેમની
નાની પુત્રીને ડીલેવરીના બે માસ બાદ માથાના પાછળના ભાગે સખત
દુ:ખાવો થતો અને તે બેભાન થઈ ગઈ. તેના શરીરમાં બીજી પણ ગંભીર
અસરો થઈ. દીકરીને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ
કર્યા અને પરચો માન્યો. પૂ.બાપાએ અમી દ્રષ્ટિ કરતાં તેમની દીકરી
અઠવાડિયામાં જ બિલકુલ સ્વસ્થ થઈ ગઈ. આ સિવાય પણ તેમના અનેક
દુ:ખદર્દ પૂ.બાપાએ દૂર કર્યા છે.
શ્રીમતિ સરોજબેન આર. જોશી; ઈન્દોર (મધ્યપ્રદેશ)થી લખે છે: તેમને
ઘણા સમયથી મોટો ફલેટ ખરીદવાની ઈચ્છા હતી. પરંતુ નાણાકીય સગવડના
અભાવે મેળ પડતો ન હતો. આ માટે પૂ.બાપાને શ્રદ્ધાપૂર્વક
પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા તે જ બિલ્ડીંગમાં નીચે ત્રણ
બેડવાળો સુંદર ફ્લેટ તેમને મળી ગયો. સાથે ભાગીદારીમાં દુકાન પણ
મળી ગઈ. તેમના પતિને હાર્ટ એટેક આવ્યો હતો. પૂ.બાપાને પ્રાર્થના
કરવાથી તેઓને પણ સારું થઈ ગયું.
શ્રી ઉષાબેન પી. મહીડા; તળાવ (બું.) (જિ.સુરત)થી લખે છે: તેમના
ભાઈઓને સામા પક્ષેથી જમીનના મુદ્દે ભીડવવામાં આવ્યા હતા. જેથી
સૌના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સંકટ ટળી જાય અને ભાઈઓ સહી સલામત
ઘરે આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો.
પૂ.બાપાની અપાર દયા થકી તેમના ભાઈઓ થોડા જ દિવસોમાં સહીસલામત
ઘરે આવી ગયા.
મનોકામના પૂર્ણ થઈ છે
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ
મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે:
સર્વશ્રી
મીનાબેન શાહ - મુંબઈ;
મફતભાઈ કાપડીયા - ખેડા;
અંજલીબેન ઠક્કર - મુંબઈ;
દોલતભાઈ પટેલ - અંભેટા;
ચંદાબેન પટેલ - રંગેરી;
ડી. જે. પરમાર - ઉલ્લાસનગર;
સુકેતાબેન પટેલ - અમદાવાદ;
વનીતાબેન ઉપાધ્યાય - લીંભોઈ;
લત્તાબેન વણજારા - મુંબઈ;
રસીલાબેન પરમાર - મુંબઈ;
જાગૃતીબેન શાહ - મુંબઈ;
જયાબેન ઠક્કર - નલીયા;
કલ્પનાબેન પટેલ - નડીયાદ;
નાનજીભાઈ પટેલ - આમારા;
રૂચીતાબેન ઠક્કર - સાણંદ;
જગદીશભાઈ ટાકી - તાલોદ્રા;
ઉમેશચંદ્ર ટંડેલ - મેઘર;
ધનજીભાઈ પટેલ - પીપલગાંવ;
બેચરભાઈ પટેલ - મુંબઈ;
હિતેષભાઈ પોપટ - થાણા;
રમણભાઈ પટેલ - પરબ;
લક્ષ્મીબેન ઠક્કર - ઝારખંડ;
દક્ષાબેન પટેલ - બરોડી;
રાકેશભાઈ પટેલ - ડુંગરી;
શારદાબેન પ્રજાપતી - રાસ;
જશુબેન પરમાર - મુંબઈ;
પ્રકાશભાઈ પટેલ - નડીયાદ;
રેખાબેન ચોલેરા - વડોદરા;
શંકરભાઈ વાળંદ - બામણવા;
નટુભાઈ નાયક - નવસારી;
બકુલાબેન કાયસ્થ - માંડવી;
મિનાબેન વોરા - ભાવનગર;
યામીનીબેન જરીવાલા - સુરત;
ચંદુભાઈ પટેલ - એરથાણ;
પુષ્પાબેન પટેલ - વાડ;
ભાવનાબેન પટેલ - પીપોદરા;
જયશ્રીબેન પટેલ - ખરેલ;
કેતનભાઈ રાયચુરા - જામખંભાળિયા;
ઉષાબેન વડોદરીયા - પુના;
ચેતનાબેન સફારી - સુરત;
પ્રિતીબેન ભાટીયા - મુંબઈ;
વનીતાબેન - ઝારખંડ;
એક બહેન - મુંબઈ;
ગીતાબેન દેસાઈ - અતુલ;
કલ્પનાબેન પટેલ - સંબલપુર;
હેમંતભાઈ દેસાઈ - સુરત;
દિપાબેન શેઠ - જલગામ;
શારદાબેન પટેલ - નાંદરવા;
જ્યોત્સનાબેન પટેલ - છત્રાલ;
મોનાબેન ગજ્જર -રાજકોટ;
કુસુમબેન પંચાણી - વડોદરા;
પ્રવીણકુમાર પંચાલ - વડોદરા;
દિપકભાઈ કારીયા - બ્રાહ્મનવાડી;
મનુભાઈ રાવલ - મુંબઈ;
વર્ષાબેન જરીવાલા - સુરત;
મનુભાઈ દેસાઈ - સેલવાસા;
માલતીબેન જોષી - હિંમતનગર;
લીલાવતીબેન કોટક - શીરડી;
જયાબેન પટેલ - એરથાણ;
મધુબેન સોજીત્રા - અંકલેશ્વર;
ઉષાબેન ચેવલી - સુરત;
કીરીટભાઈ શાહ - રાજકોટ;
હસુમતીબેન જાજલ - ભાવનગર;
નયનાબેન પટેલ - મુંબઈ;
ભવનાથજીભાઈ રાઠોડ - થાણા;
જયશ્રીબેન રાયઠઠ્ઠા - વેરાવળ;
વિનોદભાઈ પટેલ - વડોદરા;
કોકીલાબેન પટેલ- નાપાડ;
દિલીપકુમાર પરમાર - કણીયારી;
લાલસિંહ પરમાર - જીતપુરા;
હર્ષાબેન શાહ - સુરત;
હરેશભાઈ પટેલ - સુરત;
ઉમંગભાઈ રાયઠઠ્ઠા - વેરાવળ;
તારાબેન પટેલ - સુણાવ;
દિલસુખભાઈ ઉદાણી - ઈન્દોર;
રેખાબેન બાકસવાલા - સુરત;
ચંદુભાઈ પટેલ - એથાણ;
જયંતીલાલ વોરા - રાજકોટ;
ચારૂબેન માનસત્તા - મોરબી;
મધુબેન પંડ્યા - જમશેદપુર.
સ્વજનોની બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના સ્વજનોની
બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
નમ્રતાબેન ઉપાધ્યાય - સુરત;
ભાવનાબેન પારેખ - ઘાટકોપર;
કિરિટભાઈ દેસાઈ - બારડોલી;
શકુંતલાબેન માવાણી - મુંબઈ;
ચારૂબેન ઉનડકટ - અંકલેશ્વર;
જીતેન્દ્રભાઈ દત્તાણી - પોરબંદર;
મંજુલાબેન માલી - કિલ્લાપારડી;
પ્રવિણકુમાર ઠક્કર - કોલકત્તા;
કોકિલાબેન ચદરાવાલા - ભરૂચ;
શારદાબેન પ્રજાપતી - રાસ;
મનોહરભાઈ કદમ - વડોદરા;
જમુબેન પટેલ - વાલોડ;
જયશ્રીબેન દવે - અમદાવાદ;
સીતાબેન સોમૈયા - પાલનપુર;
નિરંજનાબેન શાહ - વડોદરા;
ફુલાભાઈ બારૈયા- આંતરોલી;
દત્તાબેન સારંગ - સુરત;
વિજયભાઈ સોલંકી - રાજપીપલા;
વિરબાડાબેન ઠક્કર - ઉલ્લાસનગર;
સુશીલાબેન મલહાણ - વડોદરા;
સોનલબેન પટેલ - ગાંધીનગર;
નટવરલાલ તળાવીયા - દેગામ;
હંસાબેન ગીલાતરા - સુરત;
એમ. વી. ચુડાસમા - જામનગર;
જાગૃતીબેન મજેઠીયા - દ્વારકા;
દક્ષાબેન બારોટ - થાણા;
દિપાબેન શેઠ - જલગાંવ;
સોનિયાબેન સાગર - જામનગર;
પુરુષોત્તમદાસ ઠાકોર - અમદાવાદ;
નેહાબેન તન્ના - મુંબઈ;
સુનીતાબેન ઠક્કર - નાસીક;
ઉષાબેન મહિડા - સુરત;
અનસુયાબેન વ્યાસ - અમરોલી;
કલ્પેશભાઈ પટેલ - પીલગભાણ;
મનુભાઈ દેસાઈ - સેલવાસ;
કાન્તાબેન રાંદેરીયા - સુરત;
જ્યોત્સનાબેન ભાણાભગવાનવાલા - સુરત;
વિનોદબાળા દવે - મોરબી;
દયાબેન આસરા - કલકત્તા;
મંગુભાઈ પટેલ - એંદરગોટા;
ભાવિકાબેન ગોહિલ - બોટાદ;
કુમુદબેન માવાણી - મુંબઈ;
ભાવનાબેન વજાણી - મુંબઈ;
જીતેન્દ્રકુમાર સોની - દહિસર;
જયસુખલાલ પંચમતીયા - નાગપુર;
અંજલીબેન પરમાર - મુંબઈ;
ચાંદનીબેન બારાઈ - જામખંભાળીયા;
રમેશભાઈ વ્યાસ - જુનાગઢ;
ફાલ્ગુનીબેન ચૌહાણ - ચપલધરા;
કિર્તીબેન ટાંક - સીકોલાભાટા;
પ્રસન્નાબેન પેક - દુર્ગ;
દિલીપભાઈ પરમાર - કલીયારી;
દિલીપભાઈ મશરૂ - જામરાવલ;
રેખાબેન પટેલ - રામપુરા;
સુરેશચંદ્ર ખજાનચી - મુંબઈ;
કલાવતીબેન નાઈ - સાયણ;
રામસિંહ ચાવડા - સૈપાત;
કંકુબેન ચૌધરી - અરઠી;
દેવિકાબેન પરમાર - ચેન્નાઈ;
વિજ્યાલક્ષ્મી દાસ - ચેન્નાઈ;
મનુબેન પરમાર - દોલતપુરા;
મગનભાઈ પરમાર - વછનાછ;
હસુમતીબેન - સીયાણ;
જાગૃતીબેન શાહ - મુંબઈ;
લાડુબેન પટેલ - ખડસુયા બોર્ડીંગ.
સામાન્ય બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની નાની-મોટી
બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
સંગીતાબેન પટેલ - કાવિકા;
ભારતીબેન જાદવ - ભરૂચ;
ગોપાલભાઈ ભંડારી - ખડકીભાગડા;
નિર્મલાબેન ઠક્કર - મુંબઈ;
જીજ્ઞાબેન દેસાઈ - મુંબઈ;
માલતીબેન સોની - બોરસદ;
નિરીક્ષાબેન ખત્રી - નવસારી;
સત્યાબેન અડીએચા - વડોદરા;
મીનાબેન લાખાણી - ઊના;
વિલાસબેન પટેલ - લીંગડા;
અલ્કાબેન દવે - ગીરગઢડા;
નયનાબેન મહેતા - અમદાવાદ;
રમણભાઈ આટોદરીયા - આટોદરા;
અલ્પેશભાઈ પટેલ - સુરત;
વિજયસિંહ પરમાર - વાંદરવેલા;
શંકરભાઈ પ્રજાપતી - રૂપાલ;
હસમુખભાઈ ઠક્કર - દિલ્હી;
કાંતાબેન રાણા - વડોદરા;
પિયુષકુમાર ભટ્ટ - ભિલાડ;
લીનાબેન કાપડીયા - પુના;
ડી. એસ. ચૌહાણ - ગોંડીયા;
ગુલાબબેન ચૌહાણ - ચપલધરા;
ઈન્દુબેન ગોર - આનંદનગર;
યામિનીબેન જરીવાલા - સુરત;
દક્ષાબેન ચૌહાણ - કુકેરી;
રાજેશભાઈ શાહ - નાલાસોપારા;
પ્રવિણકુમાર પંચાલ - વડોદરા;
કલ્પનાબેન આણંદપુરા - અંકલેશ્વર;
રસીલાબેન અઘેરા - રાજકોટ;
નરેશભાઈ બુંદેલા - સુરત;
ઘનશ્યામભાઈ પટેલ - ઊંઝા;
જગદીશભાઈ ઠક્કર - જામનગર;
અલ્પેશભાઈ શાહ - કસુબાડ;
વિનુભાઈ નાઈ - સામણ;
આર. પી. વ્યાસ - બીલીમોરા;
પિન્કીબેન માલવાવાલા - સુરત;
પરસોત્તમભાઈ ગામીત - પાતલ;
રમેશભાઈ નાગર - ન્યુ દિલ્હી;
સોમીબેન બારોટ - મહેસાણા;
પ્રિતીબેન રૂપારેલ - મુંબઈ;
એ. બી. પટેલ - સાધલી.