Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (India) – February – 2010    << Back to Archive Home Parcha for Jalaram Jyot – February – 2010 (Domestic) Converted Part-1

શ્રીમતિ રશ્મિબેન ચૌહાણ; પૂના (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમના પતિને કમ્પ્યુટરની જોબમાં મંદી આવતા સારો પ્રોજેક્ટ તથા વિદેશનું કામ મળતું ન હતું. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માનતા તેઓને તુરત જ વિદેશનું કામ મળ્યું. પૂ. બાપાના પાવન ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રી રમણભાઈ બી. ઢીંમર; ચીખલી (જિ. વલસાડ)થી લખે છે: તેમના પૌત્રને વધુ અભ્યાસાર્થે ઓસ્ટ્રેલિયા જવાનું હતું. સરકારી અધિકારી દ્વારા બધી ચકાસણી થઈ. ડૉક્ટરી થઈ. ટીકીટનું બુકીંગ પણ કોલેજના સંચાલકોના કહેવાથી થઈ ગયું. પણ વિઝા ન આવ્યા. પૂ. બાપાને સહાયરૂપ થવા વિનંતી કરી. 14મી ઓગષ્ટે પ્લેન હતું ને વિઝા બાકી. પૂ. બાપાએ ચમત્કાર કર્યો. 12 મી ઓગષ્ટે વિઝા આવી ગયા. પૌત્ર હેમખેમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો. બીજું, તેમની પૌત્રીને ઓછા ટકા હોવાથી કોઈપણ કોલેજમાં પ્રવેશ મળવો મુશ્કેલ હતો. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરતા તેને ફાર્મસીમાં ડોનેશન વિના પ્રવેશ મળી ગયો. તેમજ બીજી પૌત્રી ધો. 10 માં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થઈ.

શ્રી ધનસુખભાઈ સી. પટેલ; કુંડી (જિ. વલસાડ)થી લખે છે: તેમના પત્નીને આઠ વર્ષથી કમ્મરના પાંચ મણકાની ગાદી દબાયેલી હતી. ઓપરેશન સિવાય છૂટકો ન હોવાથી તારીખ પણ નક્કી થઈ ગયેલી. પરંતુ તેઓ સૌ ડરતા હતા. આથી તેમણે પૂ. બાપાનો આશરો લીધો અને પત્નીને ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે પરચો માન્યો... ને નક્કી થયેલા દિવસે કુદરતી તોફાનને કારણે ડૉક્ટર હોસ્પિટલ આવી શક્યા નહિ અને ઓપરેશન રદ થયું. ત્યારબાદ પૂ. બાપાની કૃપાથી સામાન્ય પટ્ટીના ઉપચારથી તેમનાં પત્નીનું કમ્મરનું દર્દ દૂર થયું. બીજું, તેમની વાડીમાં કરાવેલ બે બોર ફેઈલ જતા પૂ.બાપાને પ્રાર્થના કરી ત્રીજો બોર કરાવતા ભર ઉનાળામાં 70 ફૂટે પુષ્કળ પાણી આવ્યું.

શ્રી અંજુબેન બચકાનીવાલા; સુરતથી લખે છે: તેમના પિતાશ્રીને કારખાનું વેચવું હતું. તે માટે કોઈ સારી પાર્ટી દ્વારા રોકડથી સોદો થાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. પૂ. બાપાને લાખ લાખ વંદન.

શ્રી ચંદ્રકાંતભાઈ બી. ઉપાધ્યાય; વડોદરાથી લખે છે: તેમના પુત્રને કંપની સાથે વાંધો પડતા નોકરી છૂટી ગઈ. ઘરમાં કંકાશ થવા માંડ્યો. પતિ-પત્ની છુટા થવા સુધી આવી ગયા. આવા સમયે પૂ.બાપાનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખતા બે માસમાં જ તેને બીજી નોકરી મળી ગઈ અને ઘરમાં ઉપસ્થિત અશાંતિ શમી ગઈ. આ ઉપરાંત; પૂ.બાપાને પ્રાર્થી નવો ધંધો શરૂ કરતા તેમાં પણ સફળતા મળી.

શ્રી પાર્થ ટોપીયા; રાજકોટથી લખે છે: ધો. 12 પછી તેમને સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમીશન મળ્યું હતું. ત્યાર પછી એક સરકારી ફાર્મસી કોલેજમાં પણ એડમીશન મળતા સે.ફા. કોલેજ તેમના ઓરીજનલ પેપર્સ પરત આપવા તૈયાર ન હતી. આ માટેના બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. પણ પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા થોડા જ દિવસોમાં સેલ્ફ ફાઈ. કોલેજે તેમના ઓરિજનલ પેપર્સ પરત આપી દીધા

શ્રી રોનક આર. પરમાર; નડિયાદ (જિ. ખેડા)થી લખે છે: તેમના માતુશ્રીના નિધન બાદ તેના પી.એફ. અને વિમાની લેણી રકમ મળવામાં ઘણી અડચણો આવતી હતી. છ મહિના વીતી ગયા પણ ચેક નહોતા મળ્યા. છેવટે, તેમણે આ કાર્ય પૂ. બાપાને સોપ્યું અને પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી ફક્ત દોઢ મહિનામાં જ ચેક મળી ગયા અને નાણાંકીય અગવડ દૂર થઈ.

શ્રીમતિ કોકિલાબેન બાબુભાઈ; ભરૂચથી લખે છે: તેમની પ્રથમ ડીલેવરી વખતે ખૂબ જ તકલીફ પડી હતી. બાળકીને જન્મ બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી હતી. શું થશે; તેવી ગભરાહટ હતી. એવામાં અચાનક પૂ.બાપાના પરચા યાદ આવ્યા. તુરત જ તેમણે પણ પુત્રીને જીવતદાન મળે તે માટે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અમીમય નજરથી તેમની પુત્રી બરાબર શ્વાસ લેતી થઈ અને રડવાનો અવાજ આવ્યો. આજે તેઓ બે પુત્રી અને બે પુત્રો સાથે ખુશી-આનંદમાં છે.

શ્રી મીનાક્ષીબેન કાકરડીયા; થાણાથી લખે છે: મંદીના સમયમાં તેમના નાણાં એક બિલ્ડર પાસે ફસાઈ ગયા હતા; જે પરત મેળવવા ખૂબ જ મુશ્કેલ હતા. આ બાબતે પૂ.બાપાનો પરચો માનતા નાણાં મળી ગયા. તેમના ભાઈને ડીપ્રેશન થઈ ગયું હતું. તે ડૉક્ટર પાસે જવા તૈયાર ન હતો. પરંતુ પૂ.બાપાને અરજ કરતા તે માની ગયો અને દવાથી સારું થઈ ગયું. બીજું, પૂ. બાપાની કૃપાથી તેમની દુકાન ભાડે અપાઈ ગઈ. ગણપતિ ઉત્સવ સમયે તેમના કુટુંબી વડિલની તબિયત ખૂબ જ ખરાબ હતી. પરંતુ પૂ. બાપાનું સ્મરણ કરતા ગણેશોત્સવ નિર્વિઘ્ને સંપન્ન થયો.

શ્રી ભીખાભાઈ બી. પંચાલ; દહેગામડા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમના ડ્રાઈવરનો અકસ્માત અંગેનો કેસ છેલ્લા 16-17 વર્ષથી ચાલતો હતો. છેવટે, થાકીને તેમણે પૂ.બાપાનો આશરો લીધો અને કેસનો ચુકાદો તેમની તરફેણમાં જલ્દીથી આવી જાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાની કૃપાથી ટુંક સમયમાં જ નિવેડો આવી ગયો અને ચુકાદો તેમની તરફેણમાં આવ્યો.

શ્રી કિશોરીબેન એમ. જડીયા; નડિયાદ (જિ. ખેડા)થી લખે છે: પૂ. બાપાએ તેમને અનેક મુસીબતોમાંથી ઉગારી કાર્ય સફળતા અપાવી છે. તેમનો સોનાનો હાર ખોવાઈ જતા તિજોરીમાં ત્રણ ચાર વખત શોધ્યું પણ ન મળ્યો. પરંતુ પૂ. બાપાનો પરચો માની શોધતા તિજોરીમાંથી જ હાર મળી આવ્યો. એક વખત ડૉક્ટરે તેમને પેટમાં ગાંઠ હોવાનું નિદાન કરતા તે માટે પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા ગાંઠ આપમેળે મટી ગઈ. બીજું, તેમને પડી જવાથી થયેલ કમ્મરનો દુ:ખાવો પણ પૂ.બાપાએ જ મટાડ્યો.

શ્રી બળવંતસિંહ સી. રાઠોડ; સુદાસણા (જિ. મહેસાણા)થી લખે છે: તેમને મળમાં તકલીફ થયેલ. પૂ.બાપાના પરચાની ટેક રાખતા તે વખતે વગર દવાએ સારું થઈ ગયેલ. ત્યારબાદ થોડા વર્ષો પછી આવી જ તકલીફ થતા, ડૉકટરે ભગંદરનું નિદાન કરતા ઓપરેશન કરાવ્યું. તેમ છતાં તકલીફ ચાલુ રહી. આ સમયે તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમની તકલીફ તુરત જ દૂર થઈ. હાલ તેઓ સંપૂર્ણ રોગમુક્ત છે.

શ્રી રાજેન્દ્રભાઈ એસ. પ્રજાપતિ; બોડેલી (જિ. વડોદરા)થી લખે છે: તેમને કમ્મરમાં ચોથા અને પાંચમાં મણકામાં ગાદી બહાર આવી ગઈ હતી. જેથી ત્યાંથી પસાર થતી નસને દબાણ થતા લોહી પગ સુધી પહોંચતું ન હોવાથી પગમાં તેમજ કમ્મરમાં સખત દુ:ખાવો રહેતો. ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપતા તેમણે પૂ.બાપાને સ્મરી ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમને ઓપરેશન વિના જ સારું થઈ ગયું.

શ્રી મીનાબેન એ. ગાંધી; બીલીમોરા (જિ. નવસારી)થી લખે છે: વિદેશ સ્થિત તેમના દીકરાને ફાર્મસીમાં એડમીશન મેળવવા માટે કોઈ સામાજિક કારણોસર તકલીફ પડતી હતી. આ કાર્યમાં સફળતા મળે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેને ફાર્મસીમાં એડમીશન એક જ માસમાં મળી ગયું. પૂ. બાપાના નામ - સ્મરણ માત્રથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ધારેલા કાર્યો સફળ થાય છે.

શ્રી જેઠાભાઈ સુથાર; વડોદરાથી લખે છે: મુંબઈમાં રહેતા તેમના કાકાના દીકરા ગણેશ ઉત્સવ દરમ્યાન ગુમ થઈ ગયેલા. તેઓ વૃદ્ધ હોય, યાદશક્તિ ઓછી અને કમજોર હોવાથી સૌ ચિંતામાં હતા. સગા-સ્નેહી, હોસ્પીટલ, પોલિસ સ્ટેશને બધે તપાસ કરી પણ ક્યાંય ભાળ ન મળી. તેમને આ સમાચાર મળતા તુરત જ તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને કાકાના દીકરા મળી આવે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી ત્રણ દિવસ બાદ એક કોલેજિયનને તે મળી આવ્યા. તેણે પોલિસ સ્ટેશને પહોંચાડી દેતા તેઓ હેમખેમ ઘરે આવી ગયા.

શ્રી રમેશભાઈ ઠાકર; બાંદ્રા (મુંબઈ)થી લખે છે: તેમણે મકાન રીપેરીંગ કરાવ્યું ત્યારે બધા સામાનની સાથે અગત્યના શેર સર્ટીફિકેટની ફાઈલ ક્યાંક મુકાઈ ગઈ હતી. ત્રણ ચાર મહિનાની શોધખોળ પછી પણ ફાઈલ ન મળી. છેવટે, તેમણે પૂ.બાપાની મદદ માગી. થોડા જ દિવસમાં એ ફાઈલ બીજી ફાઈલની નીચેથી મળી આવી. પૂ.બાપાની કૃપાથી જ આ શક્ય બન્યું. બીજું, તેમનાં પત્નીને વિચિત્ર પ્રકારનો ફ્લૂ થતાં ત્રણ-ચાર દિવસ ભારે ગયા. પણ પૂ.બાપાને પ્રાર્થના કરતા તેને ધીમે ધીમે તદ્ન સારું થઈ ગયું.

શ્રી રૂપલબેન કે. મહેતા; ભરૂચથી લખે છે: તેમના પિતાના નાણાં એક બેન્કમાં ફસાઈ ગયા હતા. બેન્ક બંધ થવાથી નાણાં મળી શકે તેમ ન હતા. આ અશક્ય જણાતું કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમના પિતાને નાણાં મળી ગયા. બીજું; તેમની આંખની તકલીફ નિવારવા દવા કરાવવા છતાં ઝાંખપ વળતી હતી. પરંતુ પૂ.બાપાના પરચાના પ્રતાપે તેમને આંખમાં સારું થઈ ગયું.

શ્રી ભાઈલાલભાઈ એસ. ભાવસાર; અમદાવાદથી લખે છે: તેઓ વિકલાંગ હોય કોર્ટ કમ્પાઉન્ડમાં છેલ્લા ત્રીસ વર્ષથી S.T.D. P.C.O. ચલાવે છે. મોબાઈલની સુવિધા વધવાથી તેમના ધંધા પર માઠી અસર થયેલી. છેલ્લા બે વર્ષથી તેમણે કોર્ટના પ્રિન્સિપાલ જજ સાહેબને ઝેરોક્ષ મશીન મૂકવા અરજી કરેલી. પરંતુ વારંવાર રજુઆત તેમજ અનેક ધક્કા ખાવા છતાં પરમીશન મળતી ન હતી. પૂ.બાપાના એક ભક્તના કહેવાથી કાર્ય સફળતા માટે તેમણે પણ પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો. 24 કલાકમાં જ જજ સાહેબ સામેથી તેમની દુકાને આવીને પરમીશન આપી ગયા. તેમજ ઝેરોક્ષ મશીન મુકાઈ જવાથી તેમની રોજી ચાલુ થઈ ગઈ. પૂ.બાપાના પાવન ચરણોમાં વારંવાર વંદન.

શ્રીમતિ દર્શનાબેન વી. ઠક્કર; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: લગ્ન બાદ શરૂઆતમાં ખૂબ જ તકલીફ પડવાથી તેમનું દામ્પત્ય જીવન ભાંગી પડવાના આરે હતું. આવા સંકટ સમયે પૂ.બાપાનો આશરો લઈ પરચો માનતા તમામ તકલીફો દૂર થઈ ગઈ. આજે તેઓ તેમના ત્રણ સંતાનો સાથે ખૂબ જ સુખી છે. બીજું, તેમની દીકરી ઝીલ મોટી થયા બાદ પણ પથારી પલાળતી હતી. દવાઓથી તેની આદત ન છુટી પણ પૂ. બાપાનો પરચો માનતા તેની આ આદત છૂટી ગઈ.

શ્રી મીનલબેન ટી. રૂપારેલ; અમદાવાદથી લખે છે: તેઓ એક કાનૂની કેસમાં ખોટી રીતે ફસાઈ ગયા હતા. તેમાંથી જામીન મળી જાય અને કોઈને પણ પોલિસ કચેરીમાં રહેવાનો વારો ન આવે તે માટે તેમણે પૂ.બાપાનું શરણું લઈ પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાએ તેમની આજીજી સાંભળી. તેઓને જામીન મળી ગયા અને કોઈને પણ તકલીફ ન પડી.

શ્રી રતિલાલ બી. વસાણી; નાગપુર (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમને એક અકસ્માતમાં ડાબી આંખની આસપાસ તથા જમણા ગોઠણમાં સખત ઈજા થયેલી. પૂ. બાપાના સતત નામ સ્મરણના કારણે બે-ત્રણ સજ્જનોની મદદ મળી અને તેઓને નજીકના દવાખાને પહોંચાડ્યા. જ્યાં સારવાર દરમ્યાન તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને આંખ સલામત રહે તેમજ પગમાં ફેક્ચર ન હોય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બે મહિનાની સારવાર બાદ તેમને આંખ અને પગમાં સંપૂર્ણ સ્વસ્થતા મળી.

શ્રી સવિતાબેન એચ. પટેલ; વડોદ (જિ. ખેડા)થી લખે છે: તેમણે બે ખેતરો વેચવા મૂક્યા હતા. ગ્રાહકો પણ હતા, પરંતુ કામ વિલંબમાં પડ્યું હતું. આ કાર્ય જલ્દીથી પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અસીમ કૃપાથી ખેતરો વેચાઈ ગયા અને દસ્તાવેજ પણ થઈ ગયા. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.

શ્રી નરેશભાઈ એન. પટેલ; સુરતથી લખે છે: તેમના ઘરમાંથી ચોરી થઈ હતી. પોલિસ ફરિયાદ કરવા છતાં કોઈ પરિણામ ન આવ્યું. છેવટે, તેમણે પૂ.બાપાનું સ્મરણ કર્યું અને ચોરાઈ ગયેલું ધન પાછું મળે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી ચોરાયેલ ધનના બદલામાં તેથી પણ વધુ પ્રમાણમાં ધન તેમને બીજી રીતે મળી ગયું. આ સિવાય પૂ. બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે.

શ્રી જોગેશભાઈ કે. વશી; અમદાવાદથી લખે છે: જ્ઞાતિમંડળની કામગીરી અંગે બહાર જતા રસ્તામાં તેમની એક થેલી પડી ગયેલી. જેમાં 40 વિદ્યાર્થીઓની માર્કશીટ અને અગત્યના પત્રો હતા. આ થેલી સમયસર ન મળે તો સમાજના એક કાર્યક્રમમાં મુશ્કેલી ઊભી થાય તેમ હતી. થેલી મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી 36 કલાકમાં જ થેલી હેમખેમ પરત મળી ગઈ. બીજું, તેમના પુત્રને અભ્યાસાર્થે વિદેશ જવાના પ્રયત્નોમાં અનેક મુશ્કેલીઓ આવતી હતી. પરંતુ પૂ. બાપાના સતત સ્મરણથી આ કાર્ય પણ સફળ થયું.

શ્રી શંકરભાઈ યુ. જાદવ; વિરાર (જિ. થાણા)થી લખે છે: તેમના નાના જમાઈને વજન ઉંચકવા જતા કમ્મરમાં ખૂબ જ દુ:ખાવો ઊપડ્યો. ડૉક્ટરે મણકાની ગાદી ખસી ગઈ હોવાનું અને જીવનભર આમ જ રહેશે તેવું જણાવેલ. પરંતુ પૂ.બાપાનો પરચો માનતા તેમના જમાઈને સારું થઈ ગયું. તેમનું ચોરાયેલું બાઈક પણ પૂ.બાપાએ મેળવી આપ્યું. તેમની બેબીની તકલીફ પણ પૂ.બાપાએ દૂર કરી.

શ્રીમતિ જયશ્રીબેન આર. બ્રહ્મભટ્ટ; વડોદરાથી લખે છે: તેમના નણદોઈને હૃદયનું ઓપરેશન કરાવ્યા પછી ડાયાબીટીસના લીધે ઘણી તકલીફ થયેલી. તેનો અંગૂઠો કપાવવો ન પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માનતા તેઓ આ મુશ્કેલીમાંથી ઊગરી ગયા. તેમની ખોવાયેલી સોનાની બુટ્ટી પણ પૂ.બાપાની કૃપાથી મળી આવી. તેમના મોટા પુત્રને પગની આંગળીઓમાં થયેલ ફુંગસ પણ પૂ.બાપાની કૃપાથી મટી ગયું.

શ્રીમતિ કુસુમબેન એસ. ગુંસાઈ; ભુજ-કચ્છથી લખે છે: તેમના પતિ અચાનક બીમાર પડી જતા નોકરી કરી શકતા ન હતા. જેથી આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલી પડતી હતી. દરમ્યાન 'જલારામ જ્યોત'માં પ્રગટ થતા પૂ.બાપાના પરચા તેમણે વાંચતા તુરત જ પ્રેરણા થઈ. ક્યાંકથી આર્થિક સહાય મળી જાય તે માટે પૂ.બાપાને આર્તહૃદયે વિનંતી કરી... ને બીજે જે દિવસે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. નોધારાના આધાર એવા પૂ.બાપાને શત્ કોટિ પ્રણામ.

શ્રી લક્ષ્મીબેન જે. પરમાર; વડોદરાથી લખે છે: તેઓ જે શાળામાં નોકરી કરે છે ત્યાં એક બહેન; બગસરાના ઘરેણાં વેચવા આવ્યા. બંગડીઓ જોતા જોતા તેમની સોનાની બંગડી ભૂલમાં પેલી નકલી બંગડીઓની સાથે જતી રહી. તે બહેનને ફોન દ્વારા પૂછયું પણ તે માનવા તૈયાર ન હતા. છેવટે; તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને સોનાની બંગડી મળી જાય તે માટે પરચો માન્યો. બીજે દિવસે તે બહેન આવ્યા પણ એકના બે થતા ન હતા. છેવટે, બધાએ ધાકધમકી આપતા સાંજ સુધીમાં તેણે પોતાના ઘરેથી બંગડી લાવીને તેમને પરત કરી. પૂ.બાપાની કૃપાથી જ આ શક્ય બન્યું.

શ્રીમતિ અંકિતાબેન એન. નાયક; સુરતથી લખે છે: તેમના પ્રેગનન્સીના દિવસો દરમ્યાન કોઈને કોઈ અડચણો આવતી હતી. ડીલેવરી હેમખેમ પાર પડે અને પુત્રપ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ. બાપાનું ધ્યાન ધર્યું અને પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની ડીલેવરી સુખરૂપ પાર પડી અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. બીજું નવજાત બાળકને આંખની કીકીમાં તકલીફ થતા આ વેળાએ પણ પૂ.બાપાનો પરચો માનતા તેને તુરત જ સારું થઈ ગયું. તેમના પતિની ખોવાયેલી ચંદ્રની વીંટી પૂ. બાપાને યાદ કરતા બીજે જ દિવસે મળી આવી.

શ્રીમતિ પ્રફુલ્લાબેન એમ. ઠક્કર; મહેસાણાથી લખે છે: તેમના જમાઈ શ્રી નરેન્દ્રભાઈ પથરીના દુ:ખાવાને કારણે નોકરી પર ન જઈ શકતા તેઓની નોકરી છૂટી ગઈ. તેઓનું પથરીનું દર્દ દૂર થાય અને બીજી નોકરી જલ્દીથી મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી તેમના જમાઈને પથરીનું દર્દ શમી ગયું અને બીજી નોકરી પણ મળી ગઈ. પૂ. બાપાએ તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે.

શ્રી રસીકભાઈ ડી. પટેલ; બામણીયા (જિ. ખેડા)થી લખે છે: તેમના ટ્રેક્ટર માટેની સબસીડી મંજૂર થઈ જાય તે માટે તેમણે તેમજ તેમનાં પત્ની શ્રીમતિ સુધાબહેને પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની અસીમ કૃપાથી ટ્રેક્ટર માટેની સબસીડી મંજૂર થઈ ગઈ. બીજું, તેમનાં પત્નીને કાનમાંથી અવાજ આવતો હતો. દવાઓથી ફેર ન પડ્યો. પરંતુ પૂ. બાપાના પરચાના પ્રતાપે કાનમાંથી અવાજ આવતો બંધ થઈ ગયો.

શ્રી મિતુલભાઈ લુહાર; વડોદરાથી લખે છે: તેઓ તેમનાં પત્ની અને સાત માસની બેબીને લઈને અમદાવાદ તરફ એક્સપ્રેસ હાઈવે પર રાત્રે સાડા સાત વાગ્યે જઈ રહ્યા હતા. અચાનક ગાડીમાં પંકચર પડ્યું. જેથી ગાડી અંધારામાં અજાણી જગ્યાએ ઊભી રાખવી પડી. તેમને ટાયર બદલતા ફાવતું ન હતું. આવા સમયે તેમણે પૂ. બાપાને સહાય માટે પોકાર્યા અને પરચો માન્યો. તેમનાં પત્ની બેબીને લઈને હાઈવે પર મદદ માટે ઊભાં રહ્યાં તે સમયે એક મારૂતિવાન ઊભી રહી અને તેમાંથી ત્રણ વ્યક્તિઓએ ટાયર બદલી આપ્યું. એ ત્રણેય વ્યક્તિઓ તેમના માટે પૂ.બાપાના દૂત સમાન હતા ત્યારબાદ તેઓ નિર્વિઘ્ને અમદાવાદ પહોંચી ગયા.

શ્રીમતિ ભાવનાબેન સાદરાણી; પનવેલ (જિ. રાયગઢ)થી લખે છે: તેમની સોસાયટીના રીપેરીંગના ખર્ચા પેટે રૂા. પાંચ હજાર તેમણે ખજાનચીને આપ્યા હતા. તે રૂપિયા ખજાનચી ભૂલી ગયા. આ વાત તેમને યાદ આવે તે માટે તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પરચો માન્યો... ને તે જ દિવસે પૂ. બાપાએ પ્રેરણા કરી ખજાનચીને સદર રકમની યાદ અપાવી. તેની રસીદ પણ તેમને મળી ગઈ.

શ્રી અંબાલાલ સી. પ્રજાપતિ; ભેંસાવાડ (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમની બીજી પુત્રીને એક સાથે ત્રણ બાળકીઓનો જન્મ થયેલ પરંતુ ત્રણેય યોગ્ય સારવાર મળવા છતાં બચી ન શકી. ફરી તેને પ્રેગનન્સી રહેતા માતા - બાળકની રક્ષા કાજે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની દીકરીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આ ઉપરાંત, તેમની અન્ય એક પુત્રીને તેમજ પુત્રવધૂને પૂ. બાપાની કૃપાથી પુત્રપ્રાપ્તિ થઈ. પૂ.બાપાની દયાથી તેમનું પ્રોસ્ટેટનું ઓપરેશન સફળ રીતે પાર પડ્યું.

શ્રીમતિ દેવિકાબેન એચ. યાજ્ઞિક; અમદાવાદથી લખે છે: તેમના પુત્રને સી.એ.ની પરીક્ષામાં એક પેપર લાંબુ હોવાથી 20 માર્કસનું લખાણ રહી ગયું હતું. જેથી ઓછા માર્કસ મળવાની સંભાવનાએ તે નિરાશ થઈ ગયો હતો. તેમણે તુરત જ પૂ. બાપાને યાદ કર્યા અને સારું પરિણામ આવે તે માટે પરચો માન્યો. પૂ. બાપાના ચમત્કારથી જે પેપરમાં 20 માર્કસનું લખાયું ન હતું તેમાં પૂરા માર્કસ આવ્યા.

શ્રીમતિ ઉષાબેન આઈ. પટેલ; વલસાડથી લખે છે: તેમની દીકરીને પ્રેગનન્સીના ત્રીજા મહિનાથી અનેક તકલીફો થતા સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ અપાયેલ હતી. માતા - બાળકના સ્વાસ્થ્યની રક્ષા કાજે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી નોર્મલ ડીલેવરી થાય તે માટે પરચો પણ માન્યો. દરમ્યાન તેમના સાસુમાની તબિયત પણ ચિંતાજનક હતી. પરંતુ પૂ. બાપાએ બંને ચિંતા દૂર કરી. તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થઈ અને તંદુરસ્ત પુત્રની પ્રાપ્તિ થઈ તેમજ તેમના સાસુમાનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.

શ્રી સુંદરલાલ એમ. વસાવા; સુરતથી લખે છે: દક્ષિણ ભારતના પ્રવાસે જવાના સમયે તેમની દીકરીની તબિયત અચાનક બગડી જતા પ્રવાસ ટાળવો પડે તેવી સ્થિતી સંજાર્ઈ હતી. પરંતુ પૂ.બાપાને આ બાબતે પ્રાર્થના કરી પરચો માનતા દીકરીની તબિયત સારી થઈ ગઈ અને તેમનો પ્રવાસ પણ સુખરૂપ પૂર્ણ થયો. એક રાત્રે અચાનક તેમનું મંદિર સળગવા લાગ્યું પરંતુ પૂ. બાપાની કૃપાથી કોઈ મોટી હાનિ ન થઈ. પૂ. બાપાએ તેમને દરેક મૂશ્કેલીમાંથી ઉગાર્યા છે.

શ્રી સુશીલાબેન કે. ઠક્કર; અમદાવાદથી લખે છે: અમેરીકા ગયા પછી તેમના દીકરાની જોબ થોડા જ સમયમાં મંદીને કારણે છુટી ગઈ. તેથી તે ભારત પરત ફર્યા. અહીં પણ મંદીની અસર હતી. તેને અહીં સારી નોકરી મળે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો... તે પૂ. બાપાના આશીર્વાદથી થોડા જ સમયમાં તેને સારા પગારની નોકરી મળી ગઈ. બીજું, તેમના પતિને ડાયાબીટીસની અસર કીડની પર થવા લાગી હતી. પરંતુ પૂ.બાપાની દયાથી તેઓના કીડની; હાર્ટના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા.

શ્રીમતિ જયશ્રીબેન એચ. જોષી; દહેગામ (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમની પુત્રીએ ધો.10ની પરીક્ષા સફળતાપૂર્વક અને આત્મ-વિશ્વાસથી આપી હતી. અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર, છતાં શિક્ષણબોર્ડમાં થતા છબરડાને કારણે તેના પરિણામ અંગે તેમને ચિંતા હતી. તેમની દીકરી ધારી સફળતા મેળવે તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો. પૂ. બાપાના શુભાશિષથી તે 90 ટકા મેળવી ઉત્તીર્ણ થઈ.

શ્રીમતિ દમયંતીબેન જે. ગોહેલ; સુરતથી લખે છે: તેમના પતિને મગજની બીમારી હોવાથી ઘરની વ્યક્તિઓ તરફથી માનસિક ત્રાસ હતો. તે દરમ્યાન તેમના મોટા દીકરાને એક ગંભીર અકસ્માત થયો. તેઓ પતિ - પત્ની ખૂબ જ ગભરાઈ ગયા હતા. આવી સ્થિતીમાં તેમના પડોશીએ આ બધી ચિંતામાંથી મુક્ત થવા પૂ.બાપાના શરણે જવા સૂચન કર્યું... ને તે મુજબ તેમણે પૂ. બાપાને આપવીતી વર્ણવી અને તકલીફો દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ. બાપા તેમની વ્હારે આવ્યા. તેમની બધી જ મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થઈ. તેમના દીકરાને નવજીવન મળ્યું. હાલ તેઓ દીકરા વહુઓ સાથે ખૂબ જ સુખી છે.

શ્રી ઉદેસિંહ કે. જાદવ; આથમણા (જિ. પંચમહાલ)થી લખે છે: તેમના પૌત્રને ઘરે પુત્ર જન્મ થાય તે માટે પૂ. બાપાનો પરચો છપાવવાનો સંકલ્પ સવારની પ્રાર્થનામાં કરેલ હતો. ને સાંજે આ શુભ સમાચાર મળતા પરિવારમાં આનંદ છવાઈ ગયો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના ભાણીબાના લગ્ન સારા કુટુંબમાં આનંદ મંગલથી થઈ ગયા. પૂ.બાપાની આરાધના કરવાથી નાના - મોટા દરેક કાર્યોમાં સફળતા મળી છે.

શ્રી ધનસુખભાઈ ટી. પ્રજાપતિ; માટીએડ (જિ. ભરૂચ)થી લખે છે: તેમનાં માતુશ્રીને મણકાનો અસહ્ય દુ:ખાવો થતો હોવાથી ચાલી શકતા ન હતા. મોટી ઉંમરને કારણે ઓપરેશન અશક્ય હતું. છતાં પૂ. બાપા ઉપર શ્રદ્ધા રાખી અને પરચાની ટેક રાખી ઓપરેશન કરાવ્યું. ઓપરેશન એટલી સરળતાથી થઈ ગયું કે ડૉક્ટર પણ ચમત્કાર માનવા લાગ્યા. પૂ.બાપાની દયાથી તેમના માતુશ્રીનું મણકાનું દર્દ દૂર થયું અને તેઓ ચાલતાં પણ થઈ ગયા. આ ઉપરાંત; તેમનાં પત્નીને પણ ઝેરી મેલેરીયા અને કમળાની બીમારીમાંથી પૂ.બાપાએ જ ઉગાર્યા.

શ્રી હરીશભાઈ ડી. ટંડેલ; વ્યારા (જિ. તાપી)થી લખે છે: પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. અમેરીકા સ્થિત તેમની દીકરીની કારકિર્દી બાબતે પૂ.બાપાને પ્રાર્થના કરતા તે કાર્ય પાર પડ્યું. પૂ.બાપાની કૃપાથી તેમનો દીકરો ગોવા સુખરૂપ ફરીને ઘરે આવી ગયો. તેમનાં પત્નીની પથરીની તકલીફ દવાઓથી ન મટતા પૂ.બાપાને પ્રાર્થી, પરચો માની ઓપરેશન કરાવતા તે સફળતાપૂર્વક પાર પડ્યું. પૂ. બાપાને વારંવાર વંદન.

શ્રી વિનુભાઈ એફ. પટેલ; સુરતથી લખે છે: તેમનો ભાણો ખૂબ જ બીમાર પડી ગયો હતો. ડૉક્ટરે મોટી બીમારીની શંકા દર્શાવી રીપોર્ટ કરાવવાનું કહેતા સૌ ગભરાઈ ગયા. તેના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ. બાપાને સ્મર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા અને સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું. બીજું, વડોદરાથી પરત આવતા બસમાં તેમનું પાકીટ ગુમ થઈ ગયું હતું. પૂ.બાપાના પરચાના પ્રતાપે બીજે જ દિવસે પાકીટ મળી ગયું. જે સજ્જનને પાકીટ મળ્યું હતું તેઓએ તેમના કાર્ડ પરથી ફોન કરી પાકીટ પરત કર્યું.

શ્રી ગંગદાસભાઈ ડી. પરમાર; અમદાવાદથી લખે છે: તેમનાં બે પ્લોટ તેમના નામે થવામાં ખૂબ જ વિલંબ થતો હતો. પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માનતા બંને પ્લોટ ટુંક સમયમાં જ તેમના નામે થઈ ગયા. બીજું, તેમને બે ત્રણ વર્ષથી પેટમાં દુ:ખાવો રહેતો હતો. દવાઓ બિનઅસરકારક નિવડતી હતી. છેવટે, પૂ.બાપાને અરજ કરતા થોડા સમયમાં જ તેમનું પેટનું દર્દ દૂર થયું.

શ્રી પુષ્પાબેન સરૈયા; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમણે લંડનના વિઝા મેળવવા માટે અરજી કરી હતી. પણ ઘણાં લાંબા સમય સુધી તેનો કોઈ જ જવાબ ન હતો. આ કાર્ય પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અપાર કૃપાથી તેમને વિઝા મળી ગયા. વધુમાં, તેમના નાના ભાઈનાં પત્નીને ડીલેવરી સમયે અસહ્ય તકલીફ હતી. ત્યારે પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા તેની ડીલેવરી હેમખેમ પાર પડી.

શ્રી લક્ષ્મીબેન એચ. જોષી; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમની દીકરીને છાતીમાં ગાંઠ થઈ હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની અમી કૃપાથી તેમની દીકરીને ઓપરેશન વિના ગાંઠ મટી ગઈ. આ ઉપરાંત, તેમની બીજી દીકરીનું પર્સ ચોરાઈ જતા તેમાંનું એટીએમ કાર્ડ ગુમ થયું હતું. ત્યારે પણ પૂ. બાપા મદદે આવ્યા ને તેના ખાતાના પૈસા બચી ગયા. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.

શ્રીમતિ સુધાબેન આઈ. ખેતાણી; નાગપુર (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમના પતિને હાર્ટ, કીડની, લીવર વિ. બીમારીને કારણે તબિયત દિન પ્રતિદિન લથડતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટના દવાખાને દાખલ કર્યા હતા. ત્યાં આઈ.સી.યુ.માં સારામાં સારી સારવાર બાદ પણ તબિયતમાં સુધારો જણાતો ન હતો. એક ક્ષણે તો ડૉક્ટરે પણ 24 કલાકની મુદત આપી દીધેલી. અપાર હતાશા વચ્ચે એક માત્ર પૂ. બાપાનો જ આશરો હતો. પતિના સ્વાસ્થ્યની રક્ષા કાજે તેમણે પૂ. બાપાને આર્તહ્રદયે પ્રાર્થ્યા અને પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો. તે દરમ્યાન શ્રી જલારામ સત્સંગ મંડળ તરફથી શ્રી જલારામ જયંતિમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું અને દિવસે - દિવસે તેમના પતિની તબિયતમાં સુધારો થયો. દવાખાનામાંથી રજા મળી ને જલારામ જયંતિના ઉત્સવમાં હાજરી આપી દર્શન કરી કૃતાર્થ બન્યા.

શ્રીમતિ મણીબેન પંચાલ; મુંબઈથી લખે છે: તેમના પૌત્રને નોકરી મળી જાય તે માટે પૂ. જલારામ બાપાનું શરણ લઈ તેમણે પરચો માન્યો હતો. પૂ. બાપાની દયાથી તેને સારી નોકરી મળી ગઈ અને સારું કમાતો થઈ ગયો.

મનોકામના પૂર્ણ થઈ છે
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી

મગનલાલ પટેલ - મંગવાણા;
બાબુભાઈ ગામીત - ડુંગરી;
વંદનાબેન ઓંધીઆ - ખંડગપુર;
કંચનબેન સુતરીયા - અમદાવાદ;
જયાબેન ગાલા - મુંબઈ;
અરવિંદભાઈ ચંદારાણા - લાંબાબંદર;
ગણપતભાઈ પટેલ - કપાસી;
ભવ્યાબેન પંડ્યા - અમદાવાદ;
સુશીલાબેન ઈન્જીનીયર - મુંબઈ;
શિતલબેન સરવૈયા - મુંબઈ;
રતનબેન પટેલ - વરસડા;
ભગુભાઈ પટેલ - મગોદ;
જનુબેન પોળ - સુરત;
વર્ષાબેન જરીવાલા - સુરત;
કિરણબેન અધિકારી - ભુજ-કચ્છ;
કિશોરીબેન બોઘાવાલા - સુરત;
સાધનાબેન પટેલ - સ્યાદલા;
હર્ષાબેન શાહ - સુરત;
કલ્પનાબેન મોદી - સુરત;
બેચરભાઈ પટેલ - ડોંબીવલી (વે);
જેકોરબેન મિસ્ત્રી - બીલીમોરા;
કુંદનબેન નાગ્રેચા - હૈદ્રાબાદ;
ખંડુભાઈ ઠાકોર - બોરડી;
છાયાબેન હિંગુ - વડોદરા;
આશાબેન છેડા - મુંબઈ;
માણેકલાલ પટેલ - કૈયલ;
ગૌરીબેન - મુંબઈ;
મનુભાઈ પટેલ - નિઝામાબાદ;
ગુણવંતીબેન યાદવ - મીઠાપુર;
રીટાબેન જરીવાલા - સુરત;
ડાયાભાઈ ચૌધરી - સરાલ;
દર્શનાબેન શર્મા - અકલાચા;
અરુણાબેન પંચાલ - વડોદરા;
હસુબેન પટેલ - ઉતરખંડા;
નીલાબેન પારેખ - બેંગ્લોર;
મૌસમીબેન વખારીઆ - સુરત;
શ્રી દેવબાલા ડુમાસીયા - ન્યુ દિલ્હી;
જ્યોતિબેન સિધનાની - અમદાવાદ;
મધુબેન પટેલ - વડોદરા;
સુધાબેન જે. પટેલ - વડોદરા;
તારાબેન ચાંપાનેરી - મુંબઈ;
શારદાબેન પ્રજાપતિ - અંબાસણ;
ધીરજલાલ પઢીયાર - છતીસગઢ;
દક્ષાબેન વડેરા - જામ-ખંભાળીયા;
કેશુભાઈ પટેલ - મુંબઈ;
પૂર્ણિમાબેન ચેવલી - સુરત;
પ્રવિણાબેન પટેલ - બોરડી,
ભરતકુમાર પટેલ - દેવનગર;
મોહનભાઈ પરમાર - વિરમગામ;
કલ્યાણીબેન લેખડીયા - સુરત;
સુમિત્રાબેન જાની - મુંબઈ;
મહેશભાઈ પટેલ - વલ્લભ વિદ્યાનગર;
જીજ્ઞેશકુમાર પરમાર - ડાસરા;
કમળાબેન ભટ્ટ - અમદાવાદ;
દિન્તાબેન વડેરા - મુંબઈ;
મુક્તાબેન સોની - લિંબાસી;
ઉર્મિલાબેન પરમાર - કલીયારી;
હિતેન્દ્રભાઈ શાહ - બોડેલી;
ફાલ્ગુનીબેન વ્યાસ - બારડોલી;
તરુલાબેન દેસાઈ - અમદાવાદ;
ઈશ્વરલાલ દિવાણી - બેંેગ્લોર;
વિપુલભાઈ દેસાઈ - વાંકલ;
જશવંતીબેન લેખડીઆ - સુરત;
રક્ષાબેન પટેલ - ખાંધલી;
વૈશાલીબેન મોતા - ભુજ-કચ્છ;
હેમંતભાઈ પટેલ - દેગામ;
જયશ્રીબેન દોશી - થાણા;
જશુબેન પરમાર - મુંબઈ;
સીમાબેન રાચાણી - જામ-ખંભાળીયા;
દિવ્યેશભાઈ પટેલ - પાટી;
સોનાબેન રાઠોડ - મુંબઈ;
ગોવિંદભાઈ રાઠોડ - ભાવનગર;
હિતેશભાઈ ખિમાસીયા - ભિવંડી;
ભાનુબેન પટેલ - સચીન;
જ્યોતિબેન રાઠોડ - ગાંધીધામ;
કેતનભાઈ પંચાલ - કડોદ;
મયુરભાઈ પટેલ - લીંગડા;
છાયાબેન સોલંકી - ખરવાસા;
નટુભાઈ પોલ - સારવણી;
હરીશભાઈ પરમાર - ઈડર.
સ્વજનોની બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના સ્વજનોની બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
સાધનાબેન પોપટ - મુંબઈ;
ધનગૌરીબેન ઝવેરી - ભારતનગર;
કોકીલાબેન પટેલ - નાપાડ;
હર્ષાબેન શાહ - સુરત;
કુસુમબેન મહેતા - સરીગામ;
મહેશભાઈ વણકર - ગાંઠીયોલ;
ડાયાભાઈ ચૌધરી - સરાલ;
પુજાબેન ફાફડીયા - પોરબંદર;
સવિતાબેન ઢીમર - ધરમપુર;
જસ્મીનબેન - સુરત;
સુનીતાબેન પટેલ - વલસાડ;
ખંડુભાઈ ઠાકોર - બોરડી;
મમતાબેન ઉદ્દેશી - મુંબઈ;
દક્ષાબેન રાજાણી - પોરબંદર;
મહેન્દ્રસિંહ દોડીયા - ચાપલધરા;
નીતાબેન વાઢેળ - નવી મુંબઈ;
ડીમ્પલબેન પોપટ - રાજકોટ;
ઉર્મિલાબેન જોષી - વેરાબર;
ધનબેન પટેલ - મુંબઈ;
ઈન્દુબેન વ્યાસ - મુંબઈ;
રંજનબેન ઠક્કર - રાજકોટ;
અમૃતલાલ પંડ્યા - અમરાવતી;
ચેતનકુમાર પટેલ - અંભેટી;
ઉષાબેન પટેલ - સુરત;
જાગૃતિબેન શાહ - મુંબઈ;
મોહનભાઈ પરમાર - વિરમગામ;
ચતુરલાલ ભગત - બેંગ્લોર;
રુક્ષ્મણીબેન ચૌધરી - નખત્રાણા;
વિપુલભાઈ શાહ - વડોદરા;
મોહીનીબેન ભાટીયા - મુંબઈ;
સાવિત્રીબેન દેસાઈ - ઉમરગામ;
સંગીતાબેન પારેખ - જેબલપુર;
કેતનભાઈ રાયચુરા - જામ- ખંભાળીયા;
ફાલ્ગુનીબેન જરીવાલા - ભેસ્તાન.
સામાન્ય બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની નાની-મોટી બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
મનોહરલાલ કદમ - વડોદરા;
પ્રેમીલાબેન સોની - માધાપર;
સોનાબેન રાઠોડ - જોગેશ્વરી (મુંબઈ);
ચંચલબેન પરમાર - કલીયારી;
નિલમબેન પટેલ - ગોકુલફાર્મ;
શશીકાંત રેશમવાલા - સુરત;
હેમાંગીનીબેન ભટ્ટ - નવસારી;
ઈન્દુમતીબેન ત્રિવેદી - મુંલુંદ (મુંબઈ);
અમરતબેન પરમાર - ઉકાઈ;
રમણીકભાઈ લાલ - જામ-ખંભાળીયા;
શ્રી મધુબેન ગાંધી - બાલાસોર (ઓરીસા);
જિજ્ઞાબેન ધરમશી - ડોંબીવલી;
ઈન્દીરાબેન સાગલાણી - કલકત્તા;
આશાબેન છેડા - મુંબઈ;
વનિતાબેન ગીતુવાલા - સુરત;
ઉપેન્દ્રભાઈ પટેલ - આણંદ;
શ્રી પ્રભુદાસ દેવાણી - વેરાવળ;
મંજુબેન જોષી - અમદાવાદ;
મુળજીભાઈ પરમાર - ઉમિયાપુર;
નંદુબેન ગોહિલ - અંદાડા.
નોકરી મળી
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબનાં ભાવિકોએ પોતે અથવા વડીલ - સ્વજનોએ તેમના માટે મનપસંદ નોકરી મળી જાય તે માટે માનેલી માનતા ફળીભૂત થઈ છે: સર્વશ્રી
જગદીશચંદ્ર કાપડીયા - સુરત;
હર્ષિદાબેન સોલંકી - ભાટસર;
ધર્મેશભાઈ પંચાલ - તાલોધ;
મીનાબેન ટેલર - ઉકાઈ;
કમળાબા રહેવર - બોલુદરા;
સુરજબેન દેસાઈ - કઠવાડા;
જશોદાબેન પટેલ - શારદાપુર;
વસંતરાય શુકલ - રાજસીતાપુર;
હેમલતાબેન દાળવાળા - સુરત;
હંસાબેન પટેલ - વડોદરા;
રમણભાઈ પટેલ - પાદરા;
હિનાબેન પારેખ - મુંબઈ;
ધનસુખભાઈ રાણા - વલસાડ;
મહેશભાઈ વણકર - ગાંઠીયોલ;
વિશાલભાઈ જોષી - નાનાઅંગીયા;
કનકબેન રાચ્છ - ભુજ;
પ્રિતિબેન કોટેચા - પોરબંદર;
જયશ્રીબેન સરવૈયા - ભાવનગર;
લીલાબેન ચૌધરી - વ્યારા;
જશુબેન ચૌધરી - મઢી;
હેમલતાબેન ભેંસદડીયા - માઘુના;
જશુબેન સરૈયા - સરીબુજરંગ;
શૈલેષભાઈ મીસ્ત્રી - નાલાસોપારા;
સોમાભાઈ પટેલ - સોનગઢ;
શિતલબેન પટેલ - સારતા;
આંબાલાલ પંચાલ - બાકોર;
જી. પી. નથવાણી - જામનગર;
જશવંતસિંહ ચાવડા - ગાંધીનગર;
પ્રભુભાઈ પટેલ - વલસાડ;
નયનાબેન દેસાઈ - સુરત;
રામજીભાઈ પરમાર - રાજપીપળા;
વિજ્યાલક્ષ્મી વાસ - ચેન્નાઈ.
વડિલ માંગલીક કાર્ય
પૂ. જલારામ બાપાના આશિષ થકી નીચે મુજબના ભાવિકોના માંગલિક કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી
વસંતલાલ કેનીઆ - ડોમ્બીવલી;
લીલાબેન ચાંપાનેરી - પાંડેસરા;
રક્ષાબેન છટીવાવાલા - સુરત;
નટવરલાલ રાઠોડ - એરૂ;
દિપીકા મહેતા - મુંબઈ;
ડી. એ. દેસાઈ - બેંગ્લોર;
જીજ્ઞેશ કટકર - મુંબઈ.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions