Parcha for Jalaram Jyot (India) – August 2011 << Back to Archive Home
શ્રી ભૃગુલતાબેન જે. કીકાણી; વાસાવડ (જિ. રાજકોટ)થી લખે છે:
તેમની આંખમાં મોતીયાનું ઓપરેશન કરાવવાનું હતું. મોતીયો હાર્ડ થઈ
ગયો હોવાથી કદાચ કણી રહી જાય તો ફરી ઓપરેશન કરાવવું પડે તેમ
ડૉકટરે જણાવ્યું. પરંતુ ઓપરેશન દરમ્યાન તેમણે પૂ.બાપાનું
નામસ્મરણ સતત ચાલુ રાખ્યું... ને ઓપરેશન સંપૂર્ણ સફળ થયું.
ત્યાર બાદ બીજી આંખમાં થોડી તકલીફ થઈ હતી. પરંતુ પૂ.બાપાની
દયાથી વિઝનમાં વાંધો ન આવ્યો અને તકલીફ પણ દૂર થઈ.
શ્રી જગદીશચંદ્ર જી. પટેલ; મઘરોલ (જિ.આણંદ)થી લખે છે: અમેરિકા
સ્થિત તેમની દીકરી નર્સિંગની પરીક્ષામાં પાસ થાય તેમજ લંડનમાં
રહેતા તેમના પુત્રના સ્ટુડન્ટ વિઝાની મુદતમાં વધારો થાય તે માટે
તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો.
પૂ.બાપાની કૃપાથી આ બંને કાર્યો સિદ્ધ થયા. પૂ.બાપાની
અમીદ્રષ્ટિથી તેમના પૌત્રને પેટની પીડા દૂર થઈ.
શ્રી નવિનભાઈ કે. ભટ્ટ; વડોદરાથી લખે છે: તેમનાં પત્નીનું
બાયપાસ ઓપરેશન સફળ થયા બાદ તબિયત ધીમે ધીમે સારી થવા લાગી. પણ
ત્રણ મહિના પછી પગના ઉપરના બે ટાંકામાંથી પરૂ નીકળતા ચિંતા થઈ.
તેને સારું થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો
માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી રીપોર્ટ નોર્મલ આવ્યો અને સારું
થઈ ગયું.
શ્રી કલ્પેશભાઈ એમ. પટેલ; પીપલગભાણ (જિ.નવસારી)થી લખે છે: તેમને
યુ.એસ.એ.ના વિઝા મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો
માન્યો. પૂ.બાપાના આશિષથી તેમને વિઝા મળી ગયા. બીજું, તેમનાં
પત્ની એક વર્ષથી બીમારીથી પરેશાન હતા. તેમના સારા સ્વાસ્થ્ય
માટે પણ પૂ.બાપાને વિનંતી કરતા તેમનાં પત્ની થોડા જ સમયમાં
બીમારીમુક્ત થયા.
શ્રી ડાહ્યાભાઈ પી. પટેલ; નવસારીથી લખે છે: તેમના પુત્રના
લગ્નના આડે વિઘ્નો આવવાથી પ્રસંગ વિલંબમાં પડ્યો હતો. આ શુભ
કાર્ય જલ્દીથી પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો
માન્યો. પૂ.બાપાના આશિષથી પુત્રના લગ્નનો પ્રસંગ નિર્વિઘ્ને પાર
પડ્યો. તેમનાં પત્નીને હાથ-પગના તળિયામાં ચીરા પડ્યા હતા.
પૂ.બાપાને અરજ કરવાથી તેને પણ સારું થઈ ગયું.
શ્રી વનીતાબેન જે. કેસરીયા; મુલુંડ (મુંબઈ)થી લખે છે: તેમને
અચાનક નસકોરી ફુટતા ખૂબ જ લોહી નીકળવા લાગ્યું. પરંતુ
પૂ.બાપાનું સ્મરણ કરતા તુરત જ સારું થઈ ગયું. તેમના બા પડી
જવાથી પગમાં સોજા ચડી ગયા હતા, ભાઈને ખાંસી થઈ હતી તેમજ ભાણેજની
તબિયત સારી રહેતી ન હતી. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી દરેકની
શારીરિક તકલીફ દૂર થઈ.
શ્રી જયવીરસિંહ એ. અયેદરીયા; વડોદરાથી લખે છે: તેઓ પતિ-પત્ની
બંનેને યુ.એસ.એ.ના વિઝા મળી જાય તે માટે તેમણે પૂ.બાપાનું રટણ
કરી પરચો છપાવવાનો સંકલ્પ કરેલ. પૂ.બાપાના આશીર્વાદથી બંનેને 10
વર્ષના વિઝા મળી ગયા. આ ઉપરાંત, તેમના પુત્રને H1B વિઝા રીન્યુ
થાય તે માટે તેમના પત્નીએ પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી.
શ્રી ચંદ્રિકાબેન એમ. ત્રિવેદી; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે:
તેમની ચાલીમાં ઉપરવાળા ફ્લેટની ગટર ઉભરાતી હતી. બે-ત્રણ વર્ષથી
અસહ્ય ગંદકીના ત્રાસથી કંટાળી ગયા હતા. આ બાબતે ઘણું કહેવા છતાં
પાઈપલાઈન રીપેર થતી ન હતી. છેવટે, થાકીને તેમણે પૂ.બાપાને અજીજી
કરી અને આ ત્રાસ દૂર થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાના
ચમત્કારથી તુરત જ ફ્લેટના રહેવાસીએ પ્લમ્બર બોલાવી પાઈપ બદલાવી
નાખતા ગંદકીનો ત્રાસ દૂર થયો. જે કામ ત્રણ વર્ષમાં ન થયું તે
પૂ.બાપાના પરચાના પ્રતાપે ફક્ત ત્રણ જ દિવસમાં થઈ ગયું.
શ્રી દેવરાજભાઈ જી. પટેલ; સરાણ (જિ. બનાસકાંઠા)થી લખે છે: તેમના
ખેતરમાં બાંધેલી ભેંસોમાંથી બે ભેંસો અચાનક ખૂંટાથી છુટી પડી
સામસામે બાથડી પડતાં બંનેના શિંગડા એકબીજામાં પરોવાઈ ગયા.
બંનેને છૂટી પાડવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. આથી પૂ.બાપાને યાદ
કરી પરચો માન્યો.... ને તુરત જ અદ્ભુત ચમત્કારરૂપે બંને ભેંસોના
શિંગડા છૂટી ગયા.
શ્રીમતિ તરૂણાબેન એલ. પંડત; વેરાવળ (જિ.જૂનાગઢ)થી લખે છે:
પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમની પૌત્રીને
જન્મથી જ હૃદયની બીમારી હતી. પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો
માનવાથી તેનું ઓપરેશન સફળ થયું અને તબિયત પણ સારી થઈ ગઈ. તેમના
પુત્ર તથા પૌત્રને વાહન અકસ્માતમાં ઈજા થયેલી, પરંતુ પૂ.બાપાની
દયાદ્રષ્ટિથી બંનેને તદ્દન સારું થઈ ગયું. વધુમાં, પૂ.બાપાની
કૃપાથી તેમની પુત્રી અને પૂત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ તેમજ
પુત્રને ખૂબ જ સારી નોકરી મળી.
શ્રીમતિ નર્મદાબેન ઠક્કર; ચેન્નઈ (તમિલનાડુ)થી લખે છે: તેમનું
હૃદય નબળું પડી ગયું હોવાથી ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. આ
બાબતે તેઓ ચિંતિત હતા. તેથી ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે
તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અમી
દ્રષ્ટિથી તેમને ઓપરેશન વિના સારું થઈ ગયું. આ ઉપરાંત,
પૂ.બાપાની કૃપાથી તેમના દીકરાનું મોતીયાનું ઓપરેશન સફળ થયું અને
નવી દ્રષ્ટિ મળી.
શ્રી કાળુસિંહ એમ. રાઉલ; દેવગઢ બારીયા (જિ. દાહોદ)થી લખે છે:
થોડા સમય પહેલાં મુંબઈમાં સમાયેલ વિશ્વકપના ફાઈનલ મેચ દરમ્યાન
એક તબક્કે ભારતના જીતવાની આશા નહિવત્ થઈ ગઈ હતી. આવા સમયે તેમણે
ભારતના વિજય માટે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો હતો, જે
ફળ્યો હતો.
શ્રી રમણભાઈ સી. પ્રજાપતિ; ભરૂચથી લખે છે: તેમના પોસ્ટ ઓફિસમાં
ચાર લાખ અટવાયા હતા. અનેક ધક્કા ખાવા છતાં આ કાર્ય પાર પડતું ન
હતું. આમ ને આમ એક માસ પસાર થઈ ગયો. છેવટે, તેમણે પૂ.બાપાને
સ્મર્યા અને નાણાં છૂટા થાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની પરમ
કૃપાથી બે જ દિવસમાં કાર્ય પાર પડી ગયું. તેમને પૂરેપૂરી રકમનો
ચેક મળી ગયો.
શ્રીમતિ રેખાબેન એલ. પાઠક; વેરાવળથી લખે છે: તેમના નાના પુત્રની
યાદશક્તિ ઓછી થઈ ગયેલ. આ બાબતે પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા
તેની યાદશક્તિમાં સુધારો થયો અને તે અભ્યાસમાં રસ લેતો થઈ ગયો.
આ ઉપરાંત, પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળસ્વરૂપ તેમના નાના
પુત્રની પરીક્ષા અને મોટા પુત્રના લગ્નની તારીખો જુદી જુદી આવી.
પુત્રવધુને ખીલની તકલીફ દૂર થઈ, મોટા પુત્રના લગ્ન આનંદથી
સંપન્ન થયા તેમજ ક્યાંક મુકાઈ ગયેલા તેમના સોનાના પાટલા મળી
આવ્યા.
શ્રીમતિ ઈન્દિરાબેન એ. પટેલ; વલસાડથી લખે છે: તેમના બંને
પુત્રોની જીભ બોલવામાં સ્હેજ અટકતી હતી. પરંતુ પૂ.બાપાને
શ્રદ્ધાપૂર્વક સ્મરી પરચો માનતા આ તકલીફ દૂર થઈ અને બંન્નેને
સ્પષ્ટ વાચા મળી. ત્યારબાદ પૂ.બાપાના આશીર્વાદની વર્ષા થતા
સમયાંતરે બંને પુત્રોનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો. જયેષ્ઠ
પુત્રને અમેરીકાના H1 વિઝા મળી ગયા તેમજ બંનેના સગપણ સારા
પરિવારમાં થયા. પૂ.બાપાના પાવન ચરણોમાં ભાવપૂર્વક કોટિ કોટિ
નમન.
શ્રી વિનુભાઈ ટી. પટેલ; દુધિયા (જિ.દાહોદ)થી લખે છે: તેમને
પેટમાં પથરી હોવાથી રીપોર્ટ કરાવ્યા, જેમાં 10 એમ.એમ.ની પથરી
નળીમાં ફસાઈ ગઈ હોવાનું નિદાન થયું. ડૉક્ટરે દવાઓ આપી. પરંતુ
તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને ઓપરેશન વિના ફક્ત દવાઓથી જ પથરી
નીકળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી થોડા જ
દિવસોમાં પથરી નીકળી ગઈ. પૂ.બાપાને યાદ કરીને પ્રારંભેલા કાર્યો
અચૂક સફળ થયા છે.
શ્રીમતિ કલ્પનાબેન એસ. પટેલ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની
દીકરી ગુજરાતમાં શાળામાં નોકરી કરે છે. ત્યાં તેને મુશ્કેલી આવી
પડતાં નોકરી છૂટી જવાની શક્યતા હતી. પરંતુ પૂ.બાપાને આ બાબતે
પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા તેની નોકરી સલામત રહી અને
મુશ્કેલી દૂર થઈ. પૂ.બાપાના આશીર્વાદથી તેમના દોહિત્ર -
દોહિત્રીને સારી શાળામાં એડમીશન મળી ગયું તેમજ તેમના પતિને નવું
પેન્શન મંજૂર થયાનો પત્ર પણ આવી ગયો.
શ્રી જયંતિભાઈ વી. બારૈયા; વડોદરાથી લખે છે: તેમને મોતીયાના
ઓપરેશનથી ખૂબ જ ડર લાગતો હતો. પૂ.બાપાને સ્મરી પરચાની ટેક રાખતા
તેમને હિંમત મળી અને બંને આંખોના મોતીયાનું ઓપરેશન સફળતાપૂર્વક
થઈ ગયું. ત્યાર બાદ થોડા દિવસ પછી બી.પી.માં વધ-ઘટ થયા કરતી હતી
તેમજ એક આંખમાં સખત દુ:ખાવો થતો હતો. આ સમયે પણ પૂ.બાપાને યાદ
કરવાથી બી.પી. નોર્મલ થઈ ગયું અને આંખનું દર્દ પણ સામાન્ય દવાથી
દૂર થઈ ગયું.
શ્રી અલ્કાબેન કે. ઠક્કર; અમદાવાદથી લખે છે: તેમના પિતાશ્રીના
મકાનના રીપેરીંગ વખતે સોસાયટીના સભ્યોએ વિરોધ કરી તોડી પાડવાની
વાત કરી હતી. આ વેળા પૂ.બાપાનું શરણ લઈ બધું સમુંનમું પાર પડે
કે માટે તેમણે પરચો માન્યો. પૂ.બાપાની કૃપા થતા વિરોધ શમી ગયો
અને મકાનનું કામકાજ સારી રીતે પાર પડ્યું. આ ઉપરાંત, પૂ.બાપાના
આશીર્વાદથી તેમના ભાઈના ઘરે પુત્રનું પારણું ઝૂલતું થયું તેમજ
તેમના દીકરાને સારી નોકરી મળી.
શ્રી સુચેતાબેન ડી. શેઠ; વડોદરાથી લખે છે: તેમને એક અકસ્માતમાં
ઘૂંટણમાં ગંભીર ઈજા થતા ઓપરેશન કરાવવું પડ્યું. 6 મહિના બાદ
ચાલી શકાશે તેવું સગાં-સ્નેહીઓ કહેતા હતા. ખૂબ જ વ્યથિત મનથી
તેમણે પૂ.બાપાને પોકાર્યા અને વ્હેલી તકે ચાલતા થઈ જવાય તે માટે
પરચો માન્યો. બે મહિના બાદ ડૉક્ટરે એક્સ-રે લઈ પગ નીચે મૂકવાનું
કહ્યું... ને દવાખાનામાંથી જ તેઓ ચાલતા બહાર આવ્યા. પૂ.બાપાએ
તેમની પ્રાર્થના સાંભળી.
શ્રીમતિ કંચનબેન કે. સુતરીયા; અમદાવાદથી લખે છે: તેમની મોટી
દીકરીને ખોરાકની ઝેરી અસર થતા પેટમાં પાણી પણ રહેતું ન હતું.
બે-ત્રણ દિવસ દવા લીધી પણ ફેર ન પડ્યો. છેવટે, તેમણે પૂ.બાપાને
યાદ કર્યા અને દીકરીને સારું થઈ જાય તે માટે પરચો માન્યો.
પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેને બિલકુલ સારું થઈ ગયું. નાની
દીકરીને નાકમાંથી લોહી નીકળતું હતું. તેમજ તેમના પતિને
હાથ-પગમાં વાની તકલીફ થયેલી. પૂ.બાપાને પ્રાર્થના કરતા બંનેને
સારું થઈ ગયું.
શ્રી ભીખાભાઈ કે. જોષી; ધરપલ્લી (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેમનો
મોટો દીકરો અચાનક પડી જઈ બેભાન થઈ જતો, તેમનાં પત્નીને ઢીંચણમાં
દુ:ખાવાને કારણે બેસવા-ઉઠવામાં તકલીફ પડતી તેમજ તેમણે પણ બંને
પગમાં ઓપરેશન કરાવ્યા બાદ ચાલી શકાતું ન હતું. સૌની શારીરિક
તકલીફના નિવારણ માટે પૂ.બાપાને પ્રાર્થતા ત્રણેયને રાહત થઈ ગઈ.
પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે નાના દીકરાને સારી કંપનીમાં
નોકરી મળી.
શ્રીમતિ મંજુલાબેન વાય. ખબરીયા; બોરીવલી (મુંબઈ)થી લખે છે:
પૂ.બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ.બાપાના
આશીર્વાદથી તેમના દીકરાના લગ્ન ધામધૂમથી થઈ ગયા તેમજ આવેલા
મહેમાનોની સગવડ પણ ખૂબ જ સારી રીતે સચવાઈ ગઈ. યુ.એસ.થી આવતી
વેળાએ તેમના દીકરાની બેગ ગુમ થઈ ગઈ હતી. પૂ.બાપાની કૃપાથી તે પણ
સહી સલામત મળી આવી. પુત્રવધૂને વિઝા મળવાથી તે પણ દીકરા પાસે
સુખરૂપ ત્યાં પહોંચી ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમના
દોહિત્રને મનપસંદ શાળામાં એડમીશન મળ્યું તેમજ બીજો દોહિત્ર
પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. તેમના ઘરનું લાઈટ બીલ પણ તેમના નામે
થઈ ગયું. તેમના અગત્યના કાર્યો પૂ.બાપાએ સફળતાપૂર્વક પાર પાડ્યા
છે.
શ્રીમતિ નિશાબેન એચ. જાદવ; સુરતથી લખે છે: તેમના પિતાજીની એક
કીડની ફેઈલ છે. અને બીજી કીડની માત્ર 25 ટકા જ કામ કરે છે.
ડૉક્ટરની દવાથી તેઓને રાહત રહે અને વધુ તકલીફ ન થાય તે માટે
તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેઓને
રાહત રહે છે. બીજું, તેમના સાસુમા પડી જવાથી કમ્મરમાં ઈજા થઈ
હતી. પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેઓને પણ ઘણું સારું
થઈ ગયું.
શ્રીમતિ દેવાંગનાબેન એસ. કાનાણી; થાણા (મહારાષ્ટ્ર)થી લખે છે:
તેમના પુત્રને ઘણાં સમયથી મનપસંદ જોબ મળતી ન હતી. આ બાબતે
પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માનતા તેને થોડા જ સમયમાં મનપસંદ જોબ
મળી ગઈ. તેમની મકાન અંગેની મનોકામના પણ પૂ.બાપાએ પૂર્ણ કરી.
તેમના સ્નેહી શ્રીમતિ મેઘાબહેનના પતિની પણ મનપસંદ જોબ મેળવવાની
ઈચ્છા પૂ.બાપાએ પૂર્ણ કરી.
શ્રી દિનેશભાઈ એલ. સુડાસમા; રાજકોટથી લખે છે: બસમાં ચડતી વખતે
તેમનું પાકીટ ચોરાઈ ગયેલ. તે મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને
સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની કૃપાથી સાંજે જ તેમનું
પાકીટ મળી ગયાનો ફોન આવ્યો. જે તેમણે મેળવી લીધું અને તેમાંથી
બધી જ ચીજો સલામત હતી. પૂ.બાપાના કૃપા આશિષથી તેમની દીકરીના
લગ્ન નિર્વિઘ્ને આનંદ-મંગલથી થઈ ગયા.
શ્રી ગાયત્રીબેન એસ. સેજપાલ; અમદાવાદથી લખે છે: તેમના ભાઈ અને
પડોશીનો કોર્ટ કેસ બે વર્ષથી ચાલતો હતો. તેનો જલ્દીથી નિવેડો
આવે અને બંને નિર્દોષ છૂટી જાય તે માટે તેમણે પૂ.બાપાને
અંત:કરણથી પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી બંને
નિર્દોષ છૂટી ગયા અને કેસ પણ પૂરો થઈ ગયો.
શ્રીમતિ દક્ષાબેન જરીવાલા; સુરતથી લખે છે: તેઓના મહિલા મંડળે
સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસનું આયોજન કર્યુ હતું. પરંતુ તેમાં એકમત
ન હતો. આ આયોજનની સફળતા માટે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો
સંકલ્પ કરતા કાર્ય સફળ થયું. મંડળના 37 બહેનો સૌરાષ્ટ્ર્ દર્શન
કરી સુખરૂપ સુરત આવી ગયા.
શ્રી હંસાબેન વી. ઠક્કર; અમદાવાદથી લખે છે: તેમના માતુશ્રી પડી
જવાથી હાથમાં ફ્રેક્ચર થયું હતું. આ તકલીફમાંથી તેઓને જલ્દીથી
સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો.
પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેઓને થોડા સમયમાં જ સારું થઈ ગયું.
તેમના સ્નેહી શ્રી સોનલબહેન ઠક્કરે નોર્મલ ડીલેવરી થાય તે માટે
પૂ.બાપાને કરેલી પ્રાર્થના પણ ફળી. તેઓને પુત્રરત્નની પ્રાપ્તિ
થઈ.
શ્રી વનિતાબેન વી. કેળાવાળા; વલસાડથી લખે છે: તેમના બે વર્ષના
પૌત્રને હૃદયનું ઓપરેશન કરાવવાનું હતું. પૂ.બાપાને કરેલી
પ્રાર્થનાના ફળ સ્વરૂપ ઓપરેશન સફળ થયું અને તે ધીરે ધીરે બિલકુલ
સ્વસ્થ થઈ ગયો. તેમની દીકરી મણકાના અસહ્ય દર્દથી પિડાતી હતી.
પૂ.બાપાની દયાથી તેને પણ આરામ થઈ ગયો. દોહિત્રીને યુવાન વયે
અકસ્માત નડ્યો. મોટું ઓપરેશન કરાવવું પડ્યું. પૂ.બાપાની દયાથી
તેને પણ કોઈ ખોડખાંપણ ન રહી. વિદેશ સ્થિત બીજી દીકરીની ડીલેવરી
હેમખેમ પાર પડી. પૂ.બાપાની દયાથી દીકરાનું પથરીનું દર્દ ઓપરેશન
વિના દૂર થયું. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ.
શ્રી પ્રાણલાલભાઈ વી. ટાંક; અમદાવાદથી લખે છે: વર્ષો પહેલાં
તેમના અભ્યાસકાળ દરમ્યાન તેમને 'પૂ.જલારામ બાપા' પુસ્તક ભેટ
રૂપે મળેલ. તે વાંચ્યા બાદ પૂ.બાપા પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ
બની. પૂ.બાપાએ અનેક મુશ્કેલીમાં સહાય કરી પગતિના પંથે વાળ્યા
છે. તેમના મોટા પુત્રને લગ્નજીવનના પાંચ વર્ષ સુધી સંતાનસુખ ન
હતું. આ બાબતે પૂ.બાપાને અરજ કરી, પરચાની ટેક રાખતા તેના ઘરે બે
પુત્રોના પારણા ઝુલતા થયા. પૂ.બાપા હાજરાહજુર છે.
શ્રીમતિ દક્ષાબેન એચ. પટેલ; વડોદરાથી લખે છે: ઓસ્ટ્રેલિયામાં
તેમની દીકરી જ્યાં રહેતી હતી ત્યાં પૂરની સ્થિતી ગંભીર બનતા તેઓ
ખૂબ જ ચિંતિત હતા. દીકરીનો ફોનથી સંપર્ક પણ બંધ થઈ ગયો હતો. આખી
રાત પૂ.જલારામ બાપાનું નામ સ્મરણ અને બાવની બોલતા બોલતા પસાર
કરી અને દીકરીની કુશળતા માટે પ્રાર્થના કરી... ને વ્હેલી સવારે
જ દીકરીનો રાજીખુશીનો ફોન આવી ગયો. પૂ.બાપાના ચરણોમાં શત્ શત્
પ્રણામ....
શ્રી કમળાબેન એલ. જોરાવીયા; સુરતથી લખે છે: તેમણે નવા મકાનના
સોદા પેટે અડધા ચૂકવી દીધા હતા. બીજી અડધી રકમની વ્યવસ્થા પ્લોટ
વેચીને કરવાની હતી. આથી આ કાર્ય સમયસર પાર પડે તે માટે તેમણે
પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની પરમ
કૃપાથી પ્લોટ વેચાઈ ગયો અને તે રકમથી નવા મકાનનો કબ્જો મળી ગયો.
શ્રી બીનલબેન આર. દરજી; અમદાવાદથી લખે છે: તેમની બે વર્ષની ભાણી
ચિ. ઋત્વા એક મહિનાથી બીમાર હતી. તેના શરીરમાં ઓક્સિજન ખૂટી
ગયું હોવાનું અને ફેફસાંમાં પરૂ થયા હોવાનું નિદાન થયું. તેનું
ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો.
પૂ.બાપાની અમી દ્રષ્ટિથી ઓપરેશન સફળ થયું. ચિ. ઋત્વા
અઠવાડિયામાં જ ઘરે આવી ગઈ અને હસતી રમતી થઈ ગઈ.
શ્રીમતિ ભારતીબેન આર. પટેલ; અબ્રામા (જિ.વલસાડ)થી લખે છે: તેમના
પતિને નોકરી બાબતે થયેલ મુશ્કેલી દૂર થાય તે માટે તેમણે તેમજ
તેમના પતિએ પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી.
પૂ.બાપાની કૃપાથી તેમના પતિની નોકરી બાબતની મુશ્કેલી દૂર થઈ.
પૂ.બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર ધો.10માં સારા ટકા મેળવી
ઉત્તીર્ણ થયો.
શ્રી સુરેશભાઈ બી. પટેલ; વાડોલી (જિ.આણંદ)થી લખે છે: મુંબઈ
સ્થિત તેમના મોટા દીકરાને મકાનની વ્યવસ્થા થતી નહોતી. તેને મકાન
વેચાતું મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો.
પૂ.બાપાની કૃપાથી થોડા જ દિવસોમાં તેને મકાન વેચાતું મળી ગયું.
અને તેના નામ પર પણ થઈ ગયું. બીજું, તેમની નાની પુત્રવધૂને
કમ્મરનો દુ:ખાવો રહેતો. દવાઓથી બિલકુલ ફેર ન પડ્યો પણ પૂ.બાપાના
પરચાની ટેકના પ્રતાપે તેને તદ્ન સારું થઈ ગયું.
શ્રીમતિ શારદાબેન બી. પટેલ; આગરવા (જિ. ખેડા)થી લખે છે: પૂ.બાપા
પરની અનન્ય શ્રદ્ધા અને પરચાની ટેકના ફળસ્વરૂપ તેમની બધી જ
ઈચ્છાઓ પૂર્ણ થઈ છે. પૂ.બાપાના કૃપા આશિષથી તેમના બીજા પુત્રનું
સગપણ મનપસંદ કન્યા સાથે થયું અને લગ્ન પણ નિર્વિઘ્ને થઈ ગયા
તેમજ ભાણીનું સગપણ સારી જગ્યાએ થયું. તેમની બહેનની બીમારી પણ
પૂ.બાપાએ દૂર કરી.
શ્રી શશીકાંતભાઈ ટી. રેશમવાલા; સુરતથી લખે છે: તેમના
કારખાનામાંથી મશીનના અગત્યના દાગીના ચોરાઈ ગયા હતા. જવાબદારી
તેમની હોવાથી આરોપ તેમના પર આવવાની શક્યતા હતી. આ મુશ્કેલીમાંથી
હેમખેમ પાર ઊતરી જવાય તે માટે તેમણે પૂ.બાપાનું શરણું લઈ પરચો
માન્યો. પૂ.બાપાની કૃપાથી મશીનરી લઈ જનાર વ્યક્તિની ભાળ મળી ગઈ
ને તેમની મુશ્કેલી દૂર થઈ.
શ્રી રાજુભાઈ સોની; રાજકોટથી લખે છે: એક મિત્રને આપવાના
રૂા.5000/- સાથે લીધા હોવાનું માની તેઓ બજારમાં ગયા. થોડી ખરીદી
કરી, તે વસ્તુઓના રૂપિયા ચૂકવ્યાં પછી અચાનક યાદ આવ્યું કે બીજા
ખિસ્સામાં રૂા.5000/-નથી. ઘણી તપાસ કરી પણ રૂપિયા ન મળ્યા. આથી
પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો... ને ઘરે આવ્યા બાદ
જોયું તો રૂપિયા જ્યાં રાખ્યા હતા ત્યાંથી જ સહીસલામત મળી
આવ્યા.
શ્રી જયલતાબેન ડી. જરીવાલા; સુરતથી લખે છે: તેમણે મકાન વેચવા
મૂકેલું. લેનાર વ્યક્તિ બાનાની રકમ આપી ગયેલી. ત્યાર બાદ તેમણે
બીજું મકાન લેવા ઘણાં પ્રયત્નો કર્યા પણ અનૂકુળ ન આવવાથી મકાન
વેચવાનો વિચાર માંડી વાળ્યો. લેનાર વ્યક્તિને બાનાની રકમ પરત
લેવા વિનંતી કરી પણ તે આનાકાની કરતો હતો. આથી આ કાર્ય તેમણે
પૂ.બાપાને સોંપ્યું અને પરચો માન્યો. પૂ.બાપાએ તેમનું કાર્ય
સરળતાથી પાર પાડ્યું.
શ્રીમતિ નરગીસબેન; વડોદરાથી લખે છે: છેલ્લા 35 વર્ષથી તેઓ
'જલારામ જ્યોત' નિયમિત વાંચે છે. તેમાંના પરચા વાંચી તેમની
શ્રદ્ધા વધુ દ્રઢ બની છે. તેમના પતિને લીવરમાં નાની બે ગાંઠ
હોવાથી મુંબઈના ડૉક્ટરની સારવાર ચાલતી હતી. તે દરમ્યાન તેમણે
પૂ.બાપાને યાદ કરી પતિને સારું થઈ જાય તે માટે પરચો છપાવવાની
ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપાથી છેલ્લા ચેકઅપમાં બંને ગાંઠ ઓગળી
ગઈ હોવાનો રીપોર્ટ આવ્યો.
શ્રીમતિ મંજુલાબેન એચ. કાલાવડિયા; વાપી (જિ. વલસાડ)થી લખે છે:
તેઓ 26 વર્ષથી કમ્મરના દર્દથી પિડાતા હતા. અનેક ડૉક્ટરોની દવા
લીધી પણ બિલકુલ ફેર ન પડતા ઓપરેશનનું નક્કી થયું. ઓપરેશન સફળ
થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો.
પૂ.બાપાની પરમ કૃપાથી ઓપરેશન સફળ થયું અને કમ્મરનું દર્દ પણ દૂર
થયું. આ ઉપરાંત પૂ.બાપાના આશિષથી તેમના મોટા દીકરાને
પુત્રપ્રાપ્તિ થઈ.
શ્રીમતિ હર્ષાબેન ડી. પટેલ; નાની દમણ (જિ. વલસાડ)થી લખે છે:
તેમના પતિ બીજાની ઓફિસમાં બેસી એકાઉન્ટનું કામકાજ કરતા હતા.
તેઓને ઓછા બજેટમાં સ્વતંત્ર ઓફિસ મળી જાય તે માટે તેમણે
પૂ.બાપાને અરજ કરી પરચો માન્યો. પૂ.બાપાની મ્હેરથી તેમના પતિને
સારા વિસ્તારમાં મનપસંદ ઓફિસ સસ્તી કિંમતે મળી ગઈ. પૂ.બાપાની
કૃપાથી તેમના અનેક કાર્યો પાર પડ્યા છે.
શ્રી નિશાંતભાઈ કે. પટેલ; વીલેપાર્લે (મુંબઈ)થી લખે છે: તેમણે
લાઈફ ઈન્સ્યુરન્સનું પ્રિમિયમ ઓનલાઈનથી ભર્યું હતું. પરંતુ
કોમ્પ્યુટરની ખામીને કારણે પ્રિમિયમ ત્રણ વખત ભરાઈ ગયું. રીફંડ
જલ્દીથી પરત મળે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો.
પૂ.બાપાની કૃપાથી તેમને 10 દિવસમાં જ રીફંડ મળી ગયું. પૂ.બાપાએ
તેમના સ્નેહી શ્રી ભારતીબહેન પટેલની મનોકામનાઓ પણ પૂર્ણ કરી છે.
શ્રી કુસુમબેન ડી. ઠક્કર; વડોદરાથી લખે છે: તેમના ભાણેજનો ચાર
વર્ષનો પુત્ર પડી જવાથી આંખમાં ઈજા થઈ. આંખ ખૂબ જ ફૂલી ગઈ ને
પાંપણથી ઢંકાઈ ગઈ. ડૉક્ટરોની દવા લીધી પણ બીજે દિવસે સોજો વધી
જતા બીજી આંખ પણ પાંપણથી ઢંકાઈ ગઈ. ડૉક્ટરે ફરી દવા આપી અને બે
દિવસ રાહ જોવાનું કહ્યું. તે દરમ્યાન તેમણે પૂ.બાપાને સ્મર્યા
અને ભાણેજના પુત્રને આંખોમાં સારું થાય તે માટે પરચો માન્યો.
પૂ.બાપાની કૃપા દ્રષ્ટિથી બીજે દિવસે સોજો ઓછો થઈ ગયો અને
અઠવાડિયામાં તદ્ન સારું થઈ ગયું. વર્ષો પહેલાં તે જ ભાણેજ
બાળપણમાં બીમાર પડી જતા કોઈ જ દવા અસર કરતી ન હતી. તેના જીવવાની
આશા પણ ન હતી. ત્યારે પણ પૂ.બાપા જ વ્હારે આવેલા અને તેને મોતના
મુખમાંથી ઉગારી નવજીવન આપ્યું હતું. આ ઉપરાંત, તેમના કાકાના
બંને પુત્રોની શારીરિક તકલીફ પણ પૂ.બાપાએ દૂર કરી.
શ્રી સુરેશભાઈ ભાવસાર; બારડોલી (જિ. સુરત)થી લખે છે: તેમના
પુત્ર બાબતે તેઓ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયા હતા. પરંતુ આ બાબતે
પૂ.બાપાને અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કરતા પહાડ જેવી
મુશ્કેલી પળવારમાં દૂર થઈ ગઈ. પૂ.બાપાનું નામ સ્મરણ કરવાથી દરેક
કાર્યો પાર પડી જાય છે.
શ્રી મમતાબેન ડી. કડીવાલા; સુરતથી લખે છે: તેઓ નવા મકાનમાં
નિર્વિઘ્ને રહેવા જઈ શકે અને ત્યાં સુખ-શાંતિ મળે તે માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાએ તેમની આ ઈચ્છા
પૂર્ણ કરી. આ ઉપરાંત, પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ
તેમનું જૂનું કારખાનું સારી કિંમતે વેચાઈ ગયું અને બીજી જગ્યાએ
નવા કારખાનાનું બાંધકામ નિર્વિઘ્ને પાર પડ્યું.
શ્રીમતિ તરૂબેન પી. ઉમરાણીયા; રાજકોટથી લખે છે: તેમના દોહિત્રને
છ મહિનાથી શરદી-ઉધરસ થયા હતા. અનેક ઉપચારો કરાવવા છતાં ફેર પડતો
ન હતો. સતત ચિંતા સાથે તેમણે પૂ.બાપાનું સ્મરણ કર્યું અને
દોહિત્રને શરદી-ઉધરસની તકલીફમાંથી સારું થાય તે માટે પરચો
માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી થોડા જ સમયમાં તેને બિલકુલ
સારું થઈ ગયું.
શ્રીમતિ રીટાબેન એસ. માખેચા; રાજકોટથી લખે છે: તેમની દીકરી
સી.એ.ની પી.સી.સી.ની પરીક્ષામાં સારા માર્કસ મેળળી ઉત્તીર્ણ થાય
તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો.
પૂ.બાપાના આશીર્વાદથી તે સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થઈ.
શ્રીમતિ ઈલાબેન વી. પટેલ; વડોદરાથી લખે છે: તેઓ યુ.એસ.એ.ના એક
મીલમાં ઈમીટેશન જવેલરી વિભાગમાં ગયા હતા. ત્યાં ખોટા પાટલા
પહેરીને ઉતારતી વખતે સાથે સોનાની બંગડીઓ પણ નીકળી ગઈ તેનું
ધ્યાન ન રહ્યું. બંને ઘરેણાં જે તે જગ્યાએ મૂકી દીધા હતા. ઘરે
આવ્યા બાદ અડધી રાત્રે અચાનક ખબર પડી કે હાથમાં બંગડીઓ નથી.
તૂરત જ પૂ.બાપાને પ્રાર્થ્યા અને સોનાની બંગડીઓ મળી જાય તે માટે
પરચો માન્યો. બીજે દિવસે ત્યાં જઈ જોયું તો પાટલા સાથે સોનાની
બંગડીઓ ત્યાં સલામત પડી હતી. જે તેમણે મેળવી લીધી.
શ્રી ચંપાબેન એમ. પટેલ; વડોદરાથી લખે છે: તેમનું મકાન એક
વ્યક્તિને 10-12 વર્ષથી ભાડે આપ્યું હતું. અવારનવાર કહેવા છતાં
તેઓ મકાન ખાલી કરતા ન હતા. આખરે, થાકીને તેમણે પૂ.બાપાને યાદ
કર્યા અને આ કાર્ય પાર પડે તે માટે પરચો માન્યો. પૂ.બાપાની
કૃપાથી ટૂંક સમયમાં જ મકાન ખાલી થઈ ગયું. ખરેખર, પૂ.બાપા
હાજરાહજૂર છે.
શ્રી ડી. વી. જોષી; નાના આંગીયા (જિ. કચ્છ)થી લખે છે: પૂ.બાપા
ઉપર તેમને અતૂટ શ્રદ્ધા છે. પૂ.બાપાની કૃપા થકી તેમની આર્થિક
મુશ્કેલી દૂર થઈ. બીજું, તેમને હાઈ બી.પી. સંધિયો વા, પગમાં
ચામડીનો રોગ તથા મોંમાં ચાંદાં પડવા વિગેરે શારીરિક તકલીફો હતી.
પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે તમામ શારીરિક તકલીફો દૂર થઈ
સારું થઈ ગયું.
શ્રીમતિ જિગિષાબેન પી. પટેલ; વાંસદા (જિ. નવસારી)થી લખે છે:
તેમના લગ્નના દિવસના થોડા જ સમય પહેલાં તેમના સસરાને અચાનક
છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કર્યા. તેઓને સારું થઈ
જાય અને લગ્નપ્રસંગ નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે તેમણે
પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી સસરાની તબિયત
સારી થઈ ગઈ અને તેમના લગ્ન પણ આનંદથી થઈ ગયા. વધુમાં, પૂ.બાપાના
શુભાશિષથી તેમનો ભાઈ અને બહેન બોર્ડની પરીક્ષામાં સારી ટકાવારી
સાથે પાસ થયા.
શ્રી પ્રતિભાબેન આર. શાહ; દહીંસર (જિ. થાણા)થી લખે છે: તેમના
ડાબા ઘૂંટણમાં કાયમી દુ:ખાવો રહેતો હોવાથી જમણી બાજુ ઝુકીને
ચાલવું પડે છે. જેના કારણે જમણા પગની નસ દબાઈને સાંકડી થઈ ગઈ
અને અસહ્ય દર્દ થતું હતું. પગની પિડા શમી જાય તે માટે તેમણે
પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયાથી તેમના પગની
પિડા શમી ગઈ અને ઘરમાં હરતા-ફરતા થઈ ગયા.
શ્રી રાજેન્દ્રસિંહ ડી. ચૌહાણ; બાવળીયા (જિ.વડોદરા)થી લખે છે:
તેમના મોટા પુત્રએ લગ્નના ચાર માસ બાદ કોઈ કારણસર અવળું પગલું
ભરી લેતા તેની હાલત ગંભીર હતી. ડૉક્ટરોએ પણ તેના બચવાની આશા
છોડી દીધી હતી. પૂ.બાપા સિવાય કોઈનો આશરો સૂઝતો ન હતો. પુત્રના
જીવનની રક્ષા કાજે તેમણે આર્તહૃદયે પૂ.બાપાને પોકાર્યા,
પ્રાર્થ્યા ને પરચો માન્યો. થોડી જ વારમાં ચમત્કાર થયો હોય તેમ
પુત્રના શરીરમાં ચેતના આવી. તેની યાદશક્તિ ચાલી ગઈ હતી પરંતુ
અઠવાડિયામાં બધું જ સારું થઈ ગયું. બીજું, તેમની ભત્રીજીના લગ્ન
પ્રસંગ મહેમાનો ધાર્યા કરતાં વધી જતા રસોઈ ખૂટવાની ચિંતા હતી.
પરંતુ પૂ.બાપાને પ્રાર્થવાથી રસોઈ ખૂટી નહિ. તેમના નાના પુત્રની
ટી.બી.ની બીમારી તેમજ તેમની દાઢની પીડા પૂ.બાપાએ દૂર કરી.
પૂ.બાપાની કૃપાથી તેમના અનેક કાર્યો પાર પડ્યા છે.
શ્રી શારદાબેન એમ. ગોસ્વામી; વડોદરાથી લખે છે: તેમના પુત્રનું
સગપણ નજીવા કારણોસર તૂટવાની અણીએ હતું. પુત્રની ગેરસમજ દૂર થાય
અને લગ્ન એ જ કન્યા સાથે થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી
પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી પુત્રની ગેરસમજ દૂર થઈ અને એ
જ કન્યા સાથે તેના લગ્ન ધામધૂમથી થઈ ગયા. બીજું, તેમના માસીના
જમાઈનો અકસ્માત થતા તેના બચવાની આશા ન હતી. પરંતુ પૂ.બાપાને
પ્રાર્થના કરી પરચો માનતા તેને નવજીવન મળ્યું. આ ઉપરાંત,
પૂ.બાપાની કૃપાથી તેમનો પુત્ર એક અગત્યની પરીક્ષામાં પાસ થયો
તેમજ તેમને કીડનીમાં રહેલી પથરી નીકળી ગઈ.
શ્રી ફૂલવાબેન પી. પટેલ; ભાયલી (વડોદરા)થી લખે છે: તેમણે લંડનના
વિઝા માટે ખૂબ પ્રયત્ન કરેલ પરંતુ વિઝા આવતા ન હતા. આથી તેમણે
પૂ.બાપાનું શરણ લઈ, બે દિવસમાં વિઝા આવી જાય તે માટે પરચો
માન્યો. પૂ.બાપાની અનન્ય દયા થકી પરચો માન્યાના બે દિવસમાં જ
વિઝા મળી ગયા.
મનોકામના પૂર્ણ થઈ છે
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ
મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે:
સર્વશ્રી
ઉમેશકુમાર ઠક્કર-જારખંડ;
જયેશભાઈ વ્યાસ-મુંબઈ;
ગીતાબેન ઈનામદાર - વલ્લભવિદ્યાનગર;
રૂબીબેન કાપડીયા - સુરત;
ગીતાબેન ખાંટ - ઓરીસા;
વર્ષાબેન ઈટવાલા - બીલીમોરા;
રશ્મિકાંતભાઈ વસાણી - કોમના;
પારૂલબેન સોલંકી - દેલાડ;
કાંતાબેન ગોહિલ - મુંબઈ;
પુનમભાઈ પટેલ - નરસંડા;
લલીતાબેન સોલંકી - વાંસદા;
ગુણવંતીબેન યાદવ - માધાપર;
ડી.એચ. પટેલ - ધોરાજી;
નારણભાઈ પટેલ - વડોદરા;
કૈલાશબેન જરીવાલા - સુરત;
જગદીશભાઈ ડાકી - તાલોદ્રા;
ડી. કે. પરમાર - થાણે;
નિરૂબેન પંડીત - પોરબંદર;
મણિબેન પટેલ - માંદરીયા;
પુનમબેન કારીયા - રાજકોટ;
શીતલબેન સરવૈયા - મુંબઈ;
કોકીલાબેન પટેલ - અમદાવાદ;
દુર્લભભાઈ પટેલ - આસરમા;
જ્યોતિબેન સિઘનામી - અમદાવાદ;
નરેશભાઈ પટેલ - ઓરિસ્સા;
જયાબેન પટેલ - એરથાણ;
કમલેશભાઈ દક્ષીણી - વિરપુર;
મંજુલાબેન - તરસાલી;
સુમનબેન વાઘેલા - વાંઠા;
દિપાબેન ગાંધી - સરીબુંજગ;
મનસુખભાઈ પ્રજાપતિ - અમરાપર;
શિલાબેન મહેશભાઈ - બીલીમોરા;
સવિતાબેન ગાંધી - નવસારી;
રસીલાબેન પરમાર - મુંબઈ;
નિરવભાઈ પટેલ - અમદાવાદ;
રાજુભાઈ ભાલિયા - નવસારી;
હસમુખભાઈ પટેલ - વડોદરા;
ઈલાબેન સરૈયા - સાવરકુંડલા;
વિરબાળાબેન પટેલ - સોજીત્રા;
ધીરજભાઈ કારોલીયા - મુંબઈ;
મીરાબેન ચુડાસમા - અમરોલી;
પ્રવિણસિંહ ચૌહાણ - દાહોદ;
પ્રતીબેન પટેલ - ભરૂચ;
યુ. કે. દવે - વલસાડ;
ચંદ્રકાંતભાઈ પટેલ - કરમસદ;
રાજેષભાઈ શાહ - જામનગર;
ચંચળબેન પરમાર - પાદરા;
જશુબેન પરમાર - મુંબઈ;
મંજુલાબેન ગાંધી - ચીખલી;
કાશ્મીરાબેન પટેલ - મુંબઈ;
હેતલબેન ભટ્ટ - અશા;
રીટાબેન પરચીગર - મુંબઈ;
હર્ષાબેન શાહ - સુરત;
ધીરજલાલ રાઠોડ - મુંબઈ;
એમ. જે. છાયા - ભુજ-કચ્છ;
નવિનચંદ્ર સંઘાણી - અમ્રાવતી;
મહેશકુમાર - કોસંબા;
અશોકભાઈ સુતરીયા - દેવગઢબારેલા;
જયશ્રીબેન પંખીવાલા - પુના;
આર. જે. ઠક્કર - રાજકોટ;
અરૂણાબેન રૂપારેલીયા - અમદાવાદ;
હિનાબેન દેસાઈ - વલસાડ;
મિનાબેન તન્ના - અમદાવાદ;
કાંતાબેન ચગાસના - કોઠારા;
મનીષભાઈ પંચોલી - મુંબઈ;
પ્રિતીબેન લેખડીયા - સુરત;
ગુલાલબેન વશી - સીસોદરા;
યામીનીબેન જરીવાલા - સુરત;
દિપ્તીબેન રાઠોડ - વડોદરા;
સુમિત્રાબેન પટેલ - વડોદરા;
રમેશભાઈ પટેલ - લુસવાડા;
અલ્પેશકુમાર પટેલ - લીંબાસી;
ચંપાબેન પટેલ - વિઠ્ઠલપુરાણા;
ભદ્રેષભાઈ શેઠ - સુરત;
જાગૃતીબેન મોદી - અમદાવાદ;
આર. એમ. ઠક્કર - ગાંધીધામ;
અમૃતભાઈ પટેલ - મટવાડ;
સુરેશભાઈ પોપટ - મુંબઈ;
કાશ્મીરાબેન મરોલીયા - વાપી;
મણીબેન પટેલ - સુરત;
મધુબેન પટેલ - તરસાલી;
રસીકલાલ પટેલ - વગડીયા;
મેહુલભાઈ શાહ - મુંબઈ;
મીરાબેન ચુડાસમા - અમરોલી;
જયંતીલાલ ઠકરાર - પોરબંદર;
અજયભાઈ ઓઝા - અમદાવાદ;
ચંદ્રિકાબેન ત્રિવેદી - મુંબઈ;
એચ. જે. ઠાકોર - છાપી;
ઝલકબેન ઠક્કર - અમદાવાદ;
હંસાબેન પટેલ - વંકાલ;
ધનલક્ષ્મીબેન હળયાણી - અમદાવાદ;
ઉષાબેન રડીયા - હૈદરાબાદ;
દિવ્યાબેન પંડ્યા - અષ્માબાદ;
રવિન્દ્રભાઈ સેજપાલ - બિલખા;
હીનાબેન ઠક્કર - ધોલકા;
લલીતાબેન ચૌધરી - વ્યારા;
કુંદનબેન જરીવાલા - સુરત;
હેમરાજભાઈ - વલસાડ;
કિષ્નાબેન જાથી - મુંબઈ;
રસીકભાઈ વજીભાઈ - ભાડવા;
અશોકકુમાર ઠક્કર - ભુજ-કચ્છ;
રવજીભાઈ વાડીયા - માનકુવા.
સ્વજનોની બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના સ્વજનોની
બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
તારાબેન માણેક - આણંદ;
ડી. જે. મહેતા - મુંબઈ;
આર. વી. રાજ્યગુરૂ - અમદાવાદ;
યજ્ઞેશભાઈ સોની - દહેગામ;
કેતનભાઈ પરમાર - વ્યારા;
ચંચળબેન પટેલ - સિણદાઈ;
સોનાબેન રાઠોડ - મુંબઈ;
પ્રવિણભાઈ દેસાઈ - વડોદરા;
અંજનાબેન ઠક્કર - વડોદરા;
રાજેષભાઈ સંઘવી - ઝારોલા;
જ્યોત્સનાબેન મોડીયા - ચંદ્રપુર;
રેખાબેન વિઠલાણી - જુનાગઢ;
મણીભાઈ પઢિયાર - રઢિયાપુરા;
રીટાબેન શાહ - મુંબઈ;
શેખરભાઈ અઢિયા - સુરેન્દ્રનગર;
લલ્લુભાઈ પટેલ - હાસાપોર;
અંજનીબેન મહેતા - અમદાવાદ;
હેતલબેન ભટ્ટ - વડોદરા;
વિનોદભાઈ દરજી - અમદાવાદ;
પરેશભાઈ સોની - બારડોલી;
ઈશ્વરભાઈ પરમાર - ઓથવડ;
એસ. એન. ગોહેલ - જુનાગઢ;
અંજલીબેન પરમાર - મુંબઈ;
કાશ્મીરાબેન પટેલ - મુંબઈ;
ડિમ્પલબેન પોપટ - રાજકોટ;
પ્રફુલાબેન પોપટ - રાજકોટ;
શિલ્પાબેન - ખંભાત;
મનીષાબેન વર્ધન - મેંગ્લોર;
દેવિકાબેન ઝીણાવાણ - સુરત;
કિશોરકુમાર ચંદારાણા - રાજકોટ;
મધુબેન ભાટીયા - મુંબઈ;
અનીલકુમાર પટેલ - ઘેજ;
લતાબેન ચૌધરી - વ્યારા;
આશાબેન દેસાઈ - નિપોલ;
મોહનભાઈ પરમાર - વિરમગામ;
જયેશકુમાર શાહ - સુરત;
ગીતાબેન મહેતા - મુંબઈ;
વજેસિંહ રાણા - કઠવાડા;
મહેશભાઈ વણકર - ગાંઠીપોલ;
જગદીશચંદ્ર વસાવા - ભરૂચ;
ઈન્દિરાબેન પટેલ - વસા;
જાગૃતીબેન પટેલ - વિરાર;
એન. કે. પાંચાણી - વડોદરા;
જયશ્રીબેન શુકલ - અમદાવાદ;
દમયંતિબેન પરમાર - મુંબઈ;
પ્રતીમાબેન ચૌહાણ - મુંબઈ;
એચ. જે. ગજ્જર - વલસાડ;
કેતકીબેન શાહ - મુંબઈ;
ધનલક્ષ્મીબેન હળપાણી - અમદાવાદ;
નિખીલભાઈ ઠક્કર - ભાવનગર;
હર્ષાબેન મગીયા - ડુંગરી;
નીરૂપાબેન પટેલ - નવસારી;
લીલાબેન ચૌધરી - વેલાઠા.
સામાન્ય બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની નાની-મોટી
બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
વિશ્વાબેન પટેલ - વડોદરા;
જમનાબેન પરમાર - રાનવેરીકલ્લા;
કિરીટભાઈ શાહ - રાજકોટ;
મંજુલાબેન કોટેચા - રાજકોટ;
જે. કે. સોની - ભુજ-કચ્છ;
ગંગાબેન પટેલ - કુંજરાવ;
સવિતાબેન હળપતિ - ગોડસંબા;
શશીકાંતભાઈ રેશમવાળા - સુરત;
નીરૂબેન ગાંધી - વડોદરા;
વિવેકભાઈ કાનાબાર - રાજકોટ;
વિમળાબેન બ્રહ્મભટ્ટ - ઉધના;
યજવંતસિંહ રાઉલજી - છાલીપોર;
દિલીપચંદ્ર ટેલર - સુરત;
અનસુયાબેન પેવીવાળા - સુરત;
માયાબેન ખંડવાણી - ભરૂચ;
અજમેલજી સોલંકી - જીતપુર;
મીનાબેન પટેલ - આગરવા;
શાંતાબેન પટેલ - દશકોઈ;
બાબુભાઈ પટેલ - નાંદેજ;
રેણુકાબેન જરીવાલા - વડોદરા;
અર્ચનાબેન ઠક્કર - અમદાવાદ;
હરિલાલ ઠકરાર - જામનગર;
યાત્રીબેન શુકલ - દરિયાપુર;
તારાબેન વખારીયા - સુરત;
પ્રિતિબેન દવે - પાલડી;
અમૃતભાઈ પંડ્યા - અમ્રાવતી;
તારાબેન પટેલ - બીલપુડી;
જશવંતસિંહ - ઊનડા;
ઠાકોરભાઈ પટેલ - પાળીયાપુર;
સરલાબેન ઉદાણી - અમદાવાદ;
મગનભાઈ રાઠોડ - મુંબઈ;
ભારતીબેન પરમાર - બાબુનગર;
હરિપ્રસાદ જોષી - વડોદરા;
સુષ્માબેન પોપટ - અમદાવાદ;
નીલમબેન પટેલ - ગોકુળ ફાર્મ;
આરતીબેન મહેતા - કોલ્હાપુર;
શાંતાબેન સોની - લુણાવાડા;
પુનમભાઈ મકવાણા - ભાદણ;
મનીષાબેન ઠક્કર - ઘોડાસર.