Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Jalaram Jyot (India) – April 2011    << Back to Archive Home  


શ્રી સરલાબેન જે. ઉનડકટ; જૂનાગઢથી લખે છે: તેમનો પુત્ર B.B.A.{ÉÉ બીજા વર્ષમાં સારા માર્કસે પાસ થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માની ત્રણ ગુરુવારનું વ્રત રાખેલ. પૂ.બાપાની અનન્ય દયાથી તેમનો પુત્ર સારા માર્કસે ઉત્તિર્ણ થયેલ છે. વળી, પૂ. બાપાના નવ ગુરુવારના વ્રતના ફળસ્વરૂપ તેમના પતિની ચામડીની બીમારી પણ દૂર થઈ ગઈ.

શ્રી જ્યોત્સનાબેન ડી. દત્તાણી; પોરબંદરથી લખે છે: તેમના પુત્રનો અવાજ અચાનક બેસી ગયો હતો. ગળામાંથી અવાજ બહાર નીકળતો ન હતો. ડોક્ટર પાસે રીપોર્ટ કરાવ્યા તે બધા નોર્મલ આવ્યા. છતાં આ પરિસ્થિતિ ત્રણ મહિના સુધી રહી. આથી તેમણે પૂ. બાપાનું શરણ લઈ તેમના પુત્રને સારું થઈ જાય તે માટે પરચો છપાવવાની ટેક લીધી. પૂ. બાપાની દયાથી તેમના પુત્રને થોડા દિવસોમાં જ સારું થઈ ગયું.

શ્રીમતિ સવિતાબેન આર. સોલંકી; મહેસાણાથી લખે છે: તેમના પુત્રને લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરની નોકરીનો ઓર્ડર મળે તેમજ દીકરીના લગ્ન નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે પૂ. જલારામ બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની બંને મનોકામનાઓ પૂર્ણ થઈ.

શ્રી સુધાબેન મીરાણી; ધરમપુર (જિ.વલસાડ)થી લખે છે: તેમના ભાઈની બદલી ભુજથી વલસાડ થતા તેને આ નવા સ્થળે અનુકૂળતા આવતી ન હતી. તેની બદલી ફરીથી ભુજ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી આ કાર્ય સફળ થયું. બીજું, તેમની પુત્રવધૂને માથામાં દુ:ખાવો રહેતો હોવાથી સીટીસ્કેન કરાવવાનું હતું. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને માથાનું દર્દ પણ દૂર થયું. આ ઉપરાંત, તેમના સ્નેહીશ્રી રાજેશ્રીબેન મીરાણીના પિતાશ્રીને ડાયાબીટીસ વધી ગયું હતું. પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે તેઓનું ડાયાબીટીસ નોર્મલ થઈ ગયું.

શ્રી રેખાબેન એ. ઠક્કર; વડોદરાથી લખે છે: તેમને બીજી પ્રેગનન્સી વખતે તકલીફ હોવાથી આવનાર બાળકના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેતી હતી. ડીલેવરી હેમખેમ પાર પડે અને સ્વસ્થ બાળકની પ્રાપ્તિ થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમની ડીલેવરી હેમખેમ પાર પડી અને સુંદર, સ્વસ્થ કન્યારત્ન પ્રાપ્ત થયું.

શ્રી વિનોદરાય જી. પુરોહિત કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેઓ નવી જગ્યાએ રહેવા આવ્યા ત્યારે દલાલે થોડા વખતમાં પાણીની લાઈન આવી જશે તેવી ખાત્રી આપેલી. પરંતુ મહિનાઓ વીતી ગયા બાદ પણ મ્યુ.નું પાણી ન આવ્યું. તેમનાં પત્ની બીમાર, તેઓ બંને વયોવૃદ્ધ અને પુત્રવધૂને નાના બાળકો. પાણી વગર સૌ પરેશાન હતાં. છેવટે, તેમણે પૂ.બાપાને પોકાર્યા અને પાણીની તકલીફ દૂર થાય તે માટે પરચો માન્યો... ને જાણે પૂ.બાપાએ હાજરાહજૂર પરચો પૂર્યો. ત્રીજા જ દિવસે મ્યુ.નું પાણી 24 કલાક આવતું થઈ ગયું. ત્યાર બાદ તેમનાં પત્ની બે વખત મોટી બીમારીમાં સપડાયા. તે વેળા પણ પૂ.બાપાની કૃપા થઈ અને તેની તબિયત સુધારા પર આવી ગઈ. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.

શ્રીમતિ કોમલબેન એમ. કટારા; અમદાવાદથી લખે છે: તેમણે ડૉક્ટર તરીકેની ગવર્મેન્ટ જોબ માટે જી.પી.એસ.સી.ની ચાર પરીક્ષાઓ આપી. જે પાસ કર્યા બાદ ઈન્ટરવ્યૂમાં પણ પસંદગી થઈ ગઈ. બસ હવે જોબ માટેના કોલલેટરની રાહ જોવાતી હતી. ત્યાં જ અચાનક જી.પી.એસ.સી.માંથી માર્કસની ભૂલની ગણતરીને કારણે તેમને પડતા મુકાયાનો પત્ર આવ્યો. તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા. આ બાબતે તેમણે અને તેમના પતિએ ઘણી મહેનત કરી જી.પી.એસ.સી. પાસે ખુલાસો માગ્યો પણ કંઈ જ ન થયું. છેવટે, કોર્ટ કેસ દાખલ કરી, પૂ.બાપા પર શ્રદ્ધા રાખી અને સફળતા માટે પરચો માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. ચુકાદો તેમની તરફેણમાં આવ્યો અને તેમને આયુર્વેદ મેડીકલ ઓફિસર તરીકેની સરકારી જોબ મળી.

શ્રી ધનસુખભાઈ બી. રાણા; વલસાડથી લખે છે: અમેરિકામાં અભ્યાસ કરતી તેમની દીકરીને સ્કોલરશીપ મળે તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાના આશીર્વાદથી તેને સ્કોલરશીપ મળી ગઈ. આ ઉપરાંત, પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફલ સ્વરૂપ તેમના જમાઈનું થાઈરોઈડનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું. તેમના પત્નીને લોહીનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રી બાબુભાઈ એમ. પટેલ; પાટણ (જિ.મહેસાણા)થી લખે છે: તેમની પડોશનું મકાન વેચવાનું હતું. લેનાર વ્યક્તિ પ્રત્યે તેમને અણગમો હોવાથી આ સોદો રદ થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ.

શ્રી યાચીનભાઈ જે. પટેલ; કાસલા (જિ.સુરત)થી લખે છે: તેમના દીકરાને સરકારી નોકરી મળે તેવી તેમની ઈચ્છા હતી. એક સમયે તેને કોર્ટની નોકરી માટે ઈન્ટરવ્યુ આવ્યો. પણ નોકરી મળવી મુશ્કેલ હતી. આથી આ બાબતે તેમણે પૂ.બાપાને અંત:કરણપૂર્વક વિનવ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની મહેરથી તેમના પુત્રને કોર્ટમાં નોકરી મળી. તેમજ તેણે ખાતાકીય પરીક્ષા તેમજ સીનીયરની પરીક્ષા પણ પાસ કરી. પૂ.બાપાને કોટિ કોટિ વંદન.

શ્રીમતિ દક્ષાબેન રેશમવાલા; વીલેપાર્લે (મુંબઈ)થી લખે છે: તેમના દીકરાને લંડન યુનિવર્સીટીમાં એડમીશન મળી ગયું પણ વિઝા વગર જવાનું શક્ય ન હતું. તેને વિઝા મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો... ને જાણે ચમત્કાર થયો. એક જ કલાકમાં વિઝા મળી ગયા હોવાનો તે ઓફિસમાંથી ફોન આવી ગયો.

શ્રી પંકજભાઈ આર. ઓઝા; વડોદરાથી લખે છે: તેમના સાડા ચાર વર્ષના પૌત્રને એપેન્ડીક્ષનું ઓપરેશન કરવું પડ્યું હતું. ત્યારબાદ આંતરડાની આંટી વળી જતા ફરી ઓપરેશન કરાવેલ તે દરમ્યાન ઘરના સર્વે ખૂબ જ ચિંતિત હતા. આવી પડેલ મુશ્કેલ સમયે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પૌત્રના સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પરચો માન્યો હતો. જેના ફલ સ્વરૂપ તેને બિલકુલ સારું થઈ ગયું અને હવે શાળાએ પણ નિયમિત જતો થઈ ગયો.

શ્રીમતિ હંસાબેન જી. પટેલ; સુરેન્દ્રનગરથી લખે છે: તેમના પુત્રએ ધો.12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો હતો. પરંતુ જરૂરી ફીની સગવડ ન હતી તેથી સફળતાનો આધાર માત્ર જાત મહેનત જ હતી. પુત્ર પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને આજીજી કરી, પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાના આશીર્વાદથી તેમનો પુત્ર પાસ થઈ ગયો.

શ્રી દક્ષાબેન વી. ખેતીયા; ડોંબીવલી (મુંબઈ)થી લખે છે: તેમનો સોનાનો ચેન મંદિરના પુજારીના ઘરમાં ખોવાઈ ગયો હતો. તે મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની પરમ કૃપાથી તેમનો ચેન મળી ગયો. પૂ.બાપાના ચરણોમાં વંદન.

શ્રીમતિ રંજનબેન કે. નાગ્રેચા; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: તેમની દીકરીની ડીલેવરી સુખરૂપ પાર પડે તેમજ તેમના પતિની બંને આંખોનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની દયા થકી કાર્યો સુખરૂપ પાર પડી ગયા.

શ્રી રાધિકાબેન વી. કામત; બેંગ્લોર (કર્ણાટક)થી લખે છે: તેમની ઓફિસમાં તેમની કલીગની ભૂલથી એક ગ્રાહકની પોલિસીમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ. ગ્રાહકે ખૂબ ઝઘડો કરી કોર્ટમાં જવાની વાત કરી. જો આવું થાય તો તેમની નોકરી અને શાખ બંને તકલીફમાં આવે તેમ હતું. આ સમયે તેમના માતુશ્રીના કહેવાથી તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને સંકટ દૂર થાય તે માટે પરચો માન્યો. બીજે જ દિવસે ચમત્કાર થયો. પૂ.બાપાની કૃપાથી બધું જ શાંતિથી પાર પડી ગયું. ખરેખર, પૂ.બાપા હાજરાહજૂર છે.

શ્રીમતિ દેવાંગનાબેન વોરા; પાનીપાત (હરિયાણા)થી લખે છે: તેમની બી.એડ.ની પરીક્ષાના થોડા જ દિવસો અગાઉ તેમના સસરાનું અવસાન થયું. પરીક્ષાના દિવસે જ તેનું તેરમું હતું. જેથી તૈયારી સારી રીતે થઈ શકી ન હતી. આથી પાસ થઈ જવાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેઓ સારા માર્કસ મેળવી પાસ થયા.

શ્રી ગુણવંતભાઈ એમ. માધવાણી; થાણા (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમની મોટી દીકરીને પેટના દુખાવામાં બતાવતા પથરીનું નિદાન થયું. પૂ.બાપાના પરચાની ટેક થકી તેને બિલકુલ સારું થઈ ગયું. નાની દીકરીને છ વર્ષની વયમાં આર્થરાઈટીસની તકલીફ થઈ હતી. ઉપચાર બાદ સારું થયું પણ ફરીથી એ બીમારી વધી ગઈ. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી તેની તબિયતમાં સુધારો થતો જાય છે.

શ્રી હરિશભાઈ ડી. ટંડેલ; વ્યારા (જિ.સુરત)થી લખે છે: તેમની સાળીના દીકરાના લગ્નની આગલી રાત્રે તેમને પગમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો. ચાલી શકાતું પણ ન હતું. બીજા દિવસે તકલીફ વધી જવાની બીક હતી. આથી તમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પગમાં સારું થઈ જાય તેમજ આનંદથી મામી શકાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમને પગમાં બિલકુલ સારું થઈ ગયું અને પ્રસંગ પણ આનંદથી માણી શકાયો.

શ્રી સોમચંદભાઈ કે પટેલ; જાબચિતરીયા (જિ.સાબરકાંઠા)થી લખે છે: તેમની દીકરીને ગર્ભાશયમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવવાનું હતું. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેનું ઓપરેશન સફળ થયું. પરંતુ તે દરમ્યાન દીકરીના સાસરિયામાં કાકાજીની પુત્રવધૂ અને સસરા વચ્ચે ઝઘડો થતા વહુએ અજુગતું પગલું ભર્યું અને તેમાં તેના સસરા - સાસુ સાથે તેમના જમાઈ સામે પણ ખોટી રીતે ફરીયાદ થઈ. આ સંકટમાંથી તેમના જમાઈ હેમખેમ ઊગરી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના જમાઈ સામેની ફરિયાદ પાછી ખેંચાઈ ગઈ. આ ઉપરાંત, તેમના ભાણેજ અને પૌત્રીને એક મોટા અકસ્માતમાંથી પૂ.બાપાએ જ બચાવ્યા.

શ્રી પ્રદીપભાઈ શાહ; અમદાવાદથી લખે છે: તેઓ બેન્કની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ 9 વર્ષથી પેન્શનના લાભથી વંચિત હતા. માનસિક ચિંતા વધતી જતી હતી. પૂ.બાપાને શરણે જવાની પ્રેરણા 'જલારામ જ્યોત'ના વાંચનથી થઈ. પેન્શન વિકલ્પ વિના વિઘ્ને પાર પડે તે માટે પૂ.બાપાને વિનંતી કરી પરચો માન્યો... ને તુરત જ બીજા જ દિવસે સરકાર તરફથી, વિકલ્પ મળી ગયો હોવાની જાહેરાત થઈ અને તેમને પેન્શન મળવું શરૂ થઈ ગયું.

શ્રીમતિ હીનાબેન બી. રાજ્યગુરૂ; પીપલોદ (જિ.સુરત)થી લખે છે: તેમનો દીકરો એમ.એસ.ના અભ્યાસ માટે અમેરીકા ગયો ત્યારે તેની સફળતા માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાના કૃપા આશિષથી અમેરીકા પહોંચ્યાના એક જ સપ્તાહમાં તેને નોકરી મળી અને ટયૂશન ફી પણ માફ થઈ ગઈ. ત્યારબાદ તે સારા ગ્રેડ મેળવી પાસ થયો અને જે કંપનીમાં તે ઈન્ટરશીપ કરતો હતો ત્યાં જ તેને વિઝા પણ મળી ગયા.

શ્રીમતિ ખુશીબેન પટેલ; ગોરેગામ (મુંબઈ)થી લખે છે: તેમના ભાઈએ નાની ઉંમરે બાયપાસ સર્જરી કરાવેલ. પણ ત્યાર પછી એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણો પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના ભાઈને સારું થઈ ગયું. તેમની દીકરીને કમ્મરથી પગ સુધીની નસ જકડાઈ જવાથી સખત પીડા થતી હતી. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તેને પણ સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાએ કૃપા કરતા તેમની મોટી દીકરીના લેણાં નાણાં પરત મળી ગયા તેમજ નાના દીકરાને સગપણ બાદ સજાર્યેલું મનદુ:ખ દૂર થયું.

શ્રી નરેન્દ્રભાઈ એ. પટેલ; વડોદરાથી લખે છે: તેમને પથરીને કારણે ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. તે જ અરસામાં તેમના ભાભીને ડેન્ગ્યુની અસર થઈ અને પેટમાં દુ:ખાવો રહેતો. તેમના માતુશ્રીને પણ માથાનો દુ:ખાવો અને બહેરાશ આવી જવાની તકલીફ થઈ. આ તમામ સારીરિક તકલીફોમાંથી સોને સારું થઈ જાય તે માટે તેમના માતૃશ્રીએ પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી ટૂંક સમયમાં જ સૌને સારું થઈ ગયું.

શ્રી જયંતિભાઈ એન. પટેલ; વડોદરાથી લખે છે: તેઓ હાઉસીંગ બોર્ડના મકાનમાં રહે છે. અવારનવાર એક પછી એક મોટી આફતો આવતા તેઓ મકાનના હપ્તાની રકમ વર્ષો સુધી ન ભરી શક્યા. છેવટે, પૂ.બાપાને કરેલી પ્રાર્થના અને પરચો માન્યાના ફલ સ્વરૂપ નાણાંની સગવડ થઈ ગઈ અને પૂરેપૂરુ દેવું ભરપાઈ થઈ ગયું. તેમજ મકાનના પેપર્સ 30 દિવસમાં જ મળી ગયા. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમને લોન મળી ગઈ તેમજ તેમના ઈલે. વાયરીંગ અંગેના ધંધામાં પણ પૂ.બાપા મદદરૂપ થયા. તેમના કબાટની બે વર્ષથી ખોવાયેલી ચાવી પૂ.બાપાનું નામ સ્મરણ કરવાથી બે જ દિવસમાં મળી આવી.

શ્રી રશ્મિબેન એમ. વાસાણી; ભચાઉ (જિ.કચ્છ)થી લખે છે: તેમના જેઠને ટીબીની અસર થયેલી. ઘણી દવાઓ કરાવવા છતાં કોઈ ફેર ન પડ્યો. છેવટે, તેના સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમના જેઠ બિલકુલ સ્વસ્થ થઈ ગયા.

શ્રી જયવીરસિંહ એ. અયેદરિયા; વડોદરાથી લખે છે: તેમને ઘરની નજીક જ ઓફિસ - દુકાન મળી જાય તે માટે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાના શુભાશિષથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. ઘરની નજીક જ ઓફિસ - દુકાન મળી ગયા.

શ્રીમતિ કૈલાસબેન ડી. પટેલ; વલસાડથી લખે છે: તેમના માતુશ્રીને છાતીમાં ગાંઠ થયેલી. ઓપરેશન બાદ ઘરે આવ્યા પછી તેઓને સુગર ઘટી જવાથી લકવાની અસર થયેલી. તે જ સમયે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કરતા તેમના માતુશ્રીને 15 મિનિટમાં જ સારું થઈ ગયું. વધુમાં પૂ.બાપાના આશિષથી તેમના ભાઈ-બહેનના સંતાનો બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયા.

શ્રીમતિ સરોજબેન આર. રાવલ; ગાંધીનગર (જિ. અમદાવાદ)થી લખે છે: 'જલારામ જ્યોત'નું નિયમિત વાંચન તેમના માટે હંમેશા પ્રેરણાદાયક અને મનને શાંતિ આપનારું રહ્યું છે. તેમના જીવનમાં પણ પૂ.બાપાએ પરચા પૂર્યા છે. મુસાફરી દરમ્યાન તેમની દીકરીની બેગ બસ સ્ટેન્ડમાં રહી ગઈ હતી. વચ્ચે યાદ આવતા બસમાંથી ઊતરી ફરી બસ સ્ટેન્ડમાં ગયા અને પૂ.બાપાનું નામ-સ્મરણ કરી, તપાસ કરી. પૂ.બાપાની કૃપાથી તેની બેગ સહીસલામત મળી આવી. પૂ.બાપાની દયાથી તેમના દીકરાને બીજી સારી નોકરી મળી તેમજ તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થઈ. તેમની સંપૂર્ણ ભારતની તીર્થ યાત્રા પણ સફળતાપૂર્વક સંપન્ન થઈ.

શ્રી અમૃતલાલ બી. બારૈયા; દીવથી લખે છે: તેમની દુકાનોનું એન.ઓ.સી.નું કામ કોઈ કારણસર જલ્દીથી થતું ન હતું. આ કાર્ય આડેના વિઘ્નો દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાની પરમ કૃપાથી એન.ઓ.સી.નું કામ તુરત જ પાર પડી ગયું. તેમના દીકરાને શીપમાં નોકરી દરમ્યાન મુશ્કેલી ઊભી થઈ હતી. પૂ.બાપાને પ્રાર્થના કરવાથી તે મુશ્કેલી પણ દૂર થઈ.

શ્રીમતિ બીનાબેન બી. ગદી; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમના મોટા બહેનની દીકરીના સગપણમાં વિલંબ થતો હતો. આ બાબતે પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા ટૂંક સમયમાં જ તેનું સગપણ સારી જગ્યાએ થઈ ગયું. તેમની, તેમના બહેનની અને ભત્રીજીની તબિયત સારી ન રહેતા ડૉક્ટરે રીપોર્ટ કરાવવાનું કહ્યું હતું. પૂ.બાપાને યાદ કરવાથી રીપોર્ટ નોર્મલ આવ્યા અને તબિયત પણ સારી થઈ ગઈ. તેમના ભાઈની અને પતિની તબિયત પણ સારી થઈ ગઈ. પૂ.બાપાના આશીર્વાદથી તેમના ભાઈના દીકરા પરીક્ષામાં પાસ થયા.

શ્રી મોહનભાઈ એ. પાટીદાર; વડોદરાથી લખે છે: તેઓ મિત્રની દીકરીના લગ્ન પૂર્ણ કરી પૂનાથી સુરત આવી રહ્યા હતા. થોડે દૂર બસ પહોંચ્યા બાદ તેમના મિત્રને યાદ આવ્યું કે, એક અગત્યની એટેચી હોટલમાં જ રહી ગઈ છે. જેમાં પૈસા, કેન્યા જવાનો પાસપોર્ટ સહિત જરૂરી વસ્તુઓ હતી. બસ હોટલ તરફ પાછી વાળી. ત્યાં પહોંચીને બધા હોટલ તરફ દોડ્યા. પરંતુ તેમણે બસમાં જ બેસીને પૂ.બાપાને પ્રાર્થ્યા અને એટેચી મળી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના મિત્રની એટેચી, જ્યાં રાખી હતી ત્યાંથી જ સહીસલામત મળી આવી. પૂ.બાપાને તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે.

શ્રીમતિ લીલાવતીબેન એન. મોદી; મોસાલી (જિ. સુરત)થી લખે છે: તેમના પતિનો 24 વર્ષથી કોર્ટ કેસ ચાલતો હતો. જેમાં તેઓ નિર્દોષ જાહેર થાય તથા તેમના નવા મકાનનું બાંધકામ નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની પરમ કૃપાથી તેમની બંને ઈચ્છાઓ પૂર્ણ થઈ.

શ્રી શાંતિલાલ એસ. પટેલ; વાપી (જિ. વલસાડ)થી લખે છે: તેઓ નિવૃત્ત થયાના લાંબા સમય સુધી પેન્શન કાર્ય વિલંબમાં હતું. પેન્શન મંજૂર થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું રટણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સ્વીકારી અને પરચા સ્વરૂપે કાર્ય પાર પડ્યું. તેમને પેન્શન મળતું થઈ ગયું.

શ્રીમતિ ઉર્મિલાબેન એન. ભટ્ટ; બારડોલી (જિ. સુરત)થી લખે છે: તેમની દોહિત્રીનું સગપણ લાંબા સમયથી થઈ ગયું હતું. લગ્નની તૈયારી ચાલતી હતી. તેવામાં તેના શ્વસુરપક્ષે કંઈક ગરબડ થતા લગ્ન અટકી જાય તેવી સ્થિતિ સજાર્ઈ હતી. સતત ચિંતા વચ્ચે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને દોહિત્રીના લગ્ન નિર્વિઘ્ને પાર પડી જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી લગ્ન આનંદથી પાર પડ્યા. બીજું, વિદેશસ્થિત તેમના જમાઈની નોકરી છૂટી ગઈ હતી. પરંતુ પૂ.બાપાના પરચાની ટેક થકી તેને તે જ નોકરી ફરીથી મળી ગઈ.

શ્રી ભરતભાઈ વી. સોલંકી; પોરબંદરથી લખે છે: તેમને સારી નોકરી મળી જાય અને ઘરનું મકાન થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના શુભાશિર્વાદથી તેમને સારી નોકરી મળી અને ઘરનું મકાન પણ થઈ ગયું. પૂ.બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રી ગજેન્દ્રભાઈ પારેખ; વડોદરાથી લખે છે: તેમના દીકરાને નોકરી મળી પરંતુ નિમણૂં૱કપત્ર મળ્યો નહિ. 22 દિવસ થઈ ગયા. ઓર્ડર વગર પગાર મળે તેમ ન હતો. આથી તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને આ કાર્ય ત્વરિત પાર પડે તે માટે પરચો માન્યો... ને પૂ.બાપાએ તુરત જ કામ કર્યું. પરચો માન્યાની રાત્રે જ તેમના દીકરાનો નિમણૂં૱કપત્ર મળી ગયો હોવાનો ફોન આવી ગયો.

શ્રીમતિ સ્નેહલબેન સી. ઠક્કર; અમદાવાદથી લખે છે: તેમની સાડા ત્રણ વર્ષની દીકરીને કબજીયાતની ખૂબ જ તકલીફ હતી. સારવાર કરાવવા છતાં સારું થતું ન હતું. પરંતુ પૂ.બાપાને પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા તેની આ તકલીફ દૂર થઈ. તેમનો કમ્મરનો અને પગનો દુ:ખાવો પણ પૂ.બાપાએ મટાડ્યો.

શ્રીમતિ શારદાબેન એન. કાપડિયા; સુરતથી લખે છે: તેમને એક અકસ્માતમાં હાથમાં અને પાછળ મણકાની ગાદી ફાટી જવાથી ઓપરેશન કરાવેલ. તેમ છતાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. આ દર્દ દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની દયાદ્રષ્ટિથી તેમનું દર્દ ધીરે ધીરે ઓછું થઈ ગયું. વધુમાં, પૂ.બાપાના આશીર્વાદથી તેમના દીકરાના લગ્ન સારા પરિવારમાં આનંદ-મંગલથી થયા.

શ્રી ભાનુમતીબેન ટી. બારૈયા; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમના પૌત્રનો એક પગ જન્મથી વાંકો હતો અને ઘૂંટીનું હાડકું બહાર હતું. તેની સારવાર અસરકારક નીવડે અને પગમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના પૌત્રને પગમાં સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમનો પુત્ર ધો.12ની પરીક્ષામાં પાસ થઈ ગયો.

શ્રીમતિ મધુબેન એસ. પટેલ; આણંદથી લખે છે: તેમની પૌત્રી ધો.10માં બે વાર ફેઈલ થઈ. ત્રીજા પ્રયત્ને તે પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમની પૌત્રી ત્રીજા પ્રયત્ને પાસ થઈ ગઈ. તેમની ખોવાયેલી સોનાની ચૂંક પણ પૂ.બાપાને યાદ કરવાથી મળી આવી.
શ્રી જગદીશભાઈ ટંડેલ; કોલક (જિ. વલસાડ)થી લખે છે: જહાજની મુસાફરી દરમ્યાન ખૂબ જ મોટું દરિયાઈ તોફાન આવ્યું. જહાજ પણ જૂનું હોવાથી બચવાની કોઈ આશા ન હતી. આવા સમયે એક માત્ર પૂ.બાપાનો જ સહારો હતો. તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને આમાંથી હેમખેમ ઊગરી જવાય તે માટે અરજ કરી, પરચો માન્યો... પૂ.બાપા તુરત જ વ્હારે આવ્યા. થોડા જ કલાકોમાં તોફાન શમી ગયું અને તેઓ સૌ હેમખેમ બચી ગયા.

શ્રી ગણપતભાઈ એચ. પટેલ; કપાસી (જિ.સુરત)થી લખે છે: તેમના ખેતરમાં ડાંગરના પાકમાં પાણી સુકાતું ન હતું. પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કરતા ખેતરમાં પાણી સુકાઈ ગયું. તેમનો ખોવાઈ ગયેલો મોબાઈલ ફોન ઘણું શોધવા છતાં ન મળ્યો પણ પૂ.બાપાના પરચાની ટેકના પ્રતાપે ફોન મળી આવ્યો.

શ્રી રતિલાલ પી. લાડ; કોસ (જિ.સુરત)થી લખે છે: તેમના પુત્ર અને ચાર મિત્રો સહિત કુલ પાંચ વ્યક્તિઓએ નોકરી માટે વિદેશ જવા અંગે એજન્ટને કામ સોંપેલું. જેમાં ત્રણ વ્યક્તિઓના વિઝા આવ્યા ને બે ના ન આવ્યા. તેમાં તેમનો પુત્ર પણ હતો. આ બંનેના વિઝા આવી જાય અને પાંચેય મિત્રોને સાથે વિદેશ જવાનું થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી બીજા જ દિવસે વિઝા આવી ગયાનો ફોન આવ્યો અને પાંચેય સુખરૂપ વિદેશ પહોંચી, નોકરીએ લાગી ગયા તેમજ મુદતનો સમય સારી રીતે પૂર્ણ કર્યો.

શ્રી પુષ્પાબેન એમ. મજીઠીયા; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમનો નાનો ફ્લેટ ઘણાં સમયથી વેચાઈ ગયો હતો. પણ મોટો ફ્લેટ લેવામાં વિલંબ થતો હતો. આ કાર્ય પાર પાડવા તેમણે પૂ.બાપાને વિનંતી કરી પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના ભાઈએ પોતાનો ફ્લેટ તેમના નામે કરી દીધો. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમના ભાઈના વ્યાપાર-ધંધામાં તેજી આવી તેમજ તેમના પૌત્રને અભ્યાસમાં પડતી તકલીફ દૂર થઈ. પૂ. બાપાને આદર પ્રણામ.

શ્રીમતિ સુનીતાબેન વી. દેસાઈ; પલસાણા (જિ.સુરત)થી લખે છે: તેમનો મોટો પુત્ર માસ્ટર ડીગ્રીમાં અભ્યાસ કરે છે. તેને અચાનક નિરાશા વ્યાપી જતા ખૂબ જ ટેન્શનમાં આવી ગયો અને અભ્યાસની લાઈન બદલવા તૈયાર થયો. ઘણી સમજાવટ છતાં તેની નિરાશા દૂર થતી ન હતી. આ મુશ્કેલી દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી અને બધું સાનુકૂળ થઈ ગયું.

શ્રીમતિ આશાબેન વી. પટેલ; વરઈ (જિ. વલસાડ)થી લખે છે: તેમનો અભ્યાસ પૂર્ણ થાય પછી તુરત જ સરકારી નોકરી મળે તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ.બાપાના આશિષથી તેમનો બી.એડનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તુરત જ તેમને પાદરા ગામે વિદ્યા સહાયક તરીકેની નોકરી મળી ગઈ તેમજ ભાડાનું સારું રહેણાંક મકાન પણ મળી ગયું. વળી, શાળાએ જવા-આવવા માટે વાહનની વ્યવસ્થા પણ સરળતાથી થઈ ગઈ.

શ્રી મધુકાંતભાઈ આર. ઠક્કર; ચિંચવડ (પૂના)થી લખે છે: તેમનાં પત્ની બહારગામ જતા હતા તે દરમ્યાન અચાનક બેશુદ્ધ થઈ પડી ગયા. હોસ્પિટલમાં યોગ્ય નિદાન થઈ શકતું ન હતું. વીમાની મુદત પણ એક માસની જ હતી. જેથી તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પત્નીના દર્દનું નિદાન ત્વરિત થાય તેમજ વીમાનું કામ પણ થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની દયાથી નિદાન થઈ ગયું અને સારવાર કરાવતા તેમનાં પત્નીની તબિયત સુધારા પર આવી ગઈ.

શ્રી દિનેશભાઈ પી. ઢીંમર; સોનવાડી (જિ. નવસારી)થી લખે છે: તેમના ભત્રીજાએ પ્રાથમિક શાળામાં ઈન્ટરવ્યુ આપી આવ્યા બાદ નોકરીનો ઓર્ડર આવ્યો નહીં. આ બાબતે તેમણે પૂ.બાપાને અરજ કરી પરચો માનતા એક જ માસમાં ઓર્ડર આવી ગયો. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમના દીકરાને ખેંચ આવવાની તકલીફ દૂર થઈ. તેમના પાનના ગલ્લાની ખોવાયેલી ચાવી તેમજ બાના પગનું ખોવાયેલું ઝાંઝર પૂ.બાપાના નામ સ્મરણથી મળી આવ્યા. વધુમાં, તેમની દીકરીએ પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમની સીગારેટ પીવાની આદત છૂટી ગઈ.

શ્રી ગણેશભાઈ એ. પ્રજાપતિ; અમદાવાદથી લખે છે: તેમના પૌત્રને જીભ અચકાતી હોવાથી બોલવામાં તકલીફ પડતી હતી. તેની આ તકલીફ દૂર થાય તેમજ પુત્રને હરસ-મસા મટી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની અમી કૃપાથી તેમના પુત્રને હરસ-મસા મટી ગયા. તેમજ પૌત્ર સ્પષ્ટ રીતે બોલતો થઈ ગયો.

શ્રી છોટુભાઈ યુ. રાણા; વાપી (જિ. વલસાડ)થી લખે છે: તેમને ટી.બી.ની બીમારી દરમ્યાન મોંમાંથી લોહી પડતું હતું. દવાથી બીમારી દૂર થઈ પણ લોહી પડવું બંધ ન થયું. આ તકલીફમાંથી સારું થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમને બિલકુલ સારું થઈ ગયું. તેમજ છાતીમાં થતો દુ:ખાવો પણ દૂર થયો. તેમનો ગુમ થયેલો પુત્ર પૂ.બાપાના નામ સ્મરણ માત્રથી તુરત જ મળી આવ્યો.

શ્રી ચંદુલાલ પી. રાઠોડ; સાંતાકુઝ (મુંબઈ)થી લખે છે: તેમની પુત્રીને લાંબા સમયની સારવાર બાદ સારા દિવસો રહેલ. તેને સાતમા મહિને અચાનક તીવ્ર વેદના ઉપડતા ડૉક્ટરે સીઝેયરીનની ઈમરજન્સી જણાવતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા. આ સમયે પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેમની પુત્રીને જોડિયા પુત્રની પ્રાપ્તિ થઈ અને ડીલેવરી સુખરૂપ પાર પડી. પૂ.બાપાની દયાથી તેમનાં પત્નીને પણ મોતીયાની તકલીફમાં રાહત થઈ ગઈ.

શ્રીમતિ દક્ષાબેન જે. પટેલ; ભરૂચથી લખે છે: તેમની પુત્રી બીમારીમાંથી ઊગરી જાય અને તેને ડીગ્રી કોર્ષમાં નવસારીમાં એડમીશન મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની કૃપાથી તેમની બંને ઈચ્છાઓ પૂર્ણ થઈ.

શ્રી નરેન્દ્રભાઈ એમ. પોપટ; વેરાવળ (જિ. જૂનાગઢ)થી લખે છે: તેઓ તેમની તબીયત બતાવવા નાના ભાઈ સાથે રાજકોટ ગયા હતા. વળતા વીરપુર દર્શનાર્થે રોકાયા. ત્યાં અચાનક નાના ભાઈને છાતીમાં સખત દુ:ખાવો ઉપડતા તેને સારું થઈ જાય અને રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમના નાના ભાઈને તુરત જ સારું થઈ ગયું અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.

શ્રીમતિ રેણુબેન ડી. ઠક્કર; સુરેન્દ્રનગરથી લખે છે: તેમનો દીકરો S.Y.B.Com.{ÉÒ પરીક્ષા વેળાએ તૈયારી કરી શક્યો ન હતો. તેથી તેના સારા પરિણામ અંગે ચિંતા રહેતી. આ બાબતે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખતા તેમનો પુત્ર સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયો. ત્યાર બાદ સી.એ.ના પ્રથમ વર્ષની પરીક્ષામાં પણ પાસ થયો. તેમણે મોટી રકમ ક્યાંક મૂકી દીધી હતી. પરંતુ પૂ.બાપાનું નામ સ્મરણ કરવાથી એક કલાકમાં જ તે પૈસા મળી આવ્યા.

શ્રી નલિનીબેન જી. ચપર; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમની જૂની જગ્યાના વેચાણ બાબત તથા નવી જગ્યાના રજીસ્ટ્રેશન બાબત આવેલ સમસ્યાના યથાશીધ્ર નિવારણ માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમના બંને કાર્યો સરળતાથી પાર પડ્યા.

શ્રીમતિ નયનાબેન યુ. પટેલ; બારડોલી (જિ.સુરત)થી લખે છે: તેમની પુત્રીને ધો.12 બાદ મેડીકલ લાઈનમાં એડમીશન મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેને ખૂબ જ સરળતાથી એડમીશન મળી ગયું.

શ્રી સોનલબેન એસ. ઉનડકટ; રાજકોટથી લખે છે: તેમના જૂના કારખાનાની જગ્યા વેચાઈ જાય તેમજ બીજી નવી સારી જગ્યાએ કારખાનું ચાલુ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો હતો. પૂ.બાપાએ તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. પૂ.બાપાની કૃપાથી તેમના માતુશ્રીને કેડનો દુ:ખાવો દૂર થયો તેમજ તેમના પુત્રને યુરીનની તકલીફનું ઓપરેશન સફળ થયું. પૂ.બાપાના શુભાશિષથી તેમના બંને ભાઈઓની સગાઈ સારા પરિવારમાં થઈ અને લગ્ન પણ ધામધૂમથી થઈ ગયા.
મનોકામના પૂર્ણ થઈ છે

પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી

પ્રતીભાબેન પટેલ - અડાજણ;
પ્રફૂલ્લાબેન ઠક્કર - મહેસાણા;
ચંદાબેન પટેલ - હાવેરી;
તારાબેન પટેલ - મુંબઈ;
હિમાંશુબેન પટેલ - કનકપુર;
ધર્મિષ્ઠાબેન - જંત્રાલ;
અમીતભાઈ હિંડોચા - મુંબઈ;
નિર્ઝરીબેન રાણા - અમદાવાદ;
વિરૂમતિબેન ખમાર - હાંસોટ;
મધુકરભાઈ સેવક - મુંબઈ;
દિગ્વિજયસિંહ ચૌહાણ - ગુંદી;
મીતાબેન લાકડાવાણા - માંડવી;
નિર્મળાબેન સોની - કલકત્તા;
ધર્મેન્દ્રભાઈ કાપડીયા - મુંબઈ;
અરવિંદભાઈ ચંદારાણા - લાંબાબંદર;
જયંતભાઈ ભટ્ટ - અમદાવાદ;
વર્ષાબેન શુકલ - મુંબઈ;
રંજનબેન પટેલ - પાસોદરા;
નિરજકુમાર પટેલ - લીંબાસી;
અલ્પેશકુમાર પટેલ - લીંબાસી;
સંગીતાબેન પટેલ - લીંબાસી;
અમૃતલાલ માલી - ડુમલાવ;
જશુબેન પરમાર - મુંબઈ;
પરેશભાઈ મોદી - રાજકોટ;
નીલમબેન માલાણી - કલકત્તા;
સુરેશચંદ્ર લાડ - બીલીમોરા;
કમલભાઈ ભલાણી - બગુમરા;
સ્મીતાબેન ખત્રી - ધોળકા;
ગજેન્દ્રસિંહ કઠવાડિયા - કઠવાડા;
કામીનીબેન મીસ્ત્રી - અમદાવાદ;
જયંતિલાલભાઈ ઠક્કર - ડીસા;
પી. જે. ચૌહાણ - મુંબઈ;
કિશોરભાઈ મજેઠીયા - દ્વારકા;
મમતાબેન ઉદેશી - મુંબઈ;
જયાબેન ઉનડકટ - મુંબઈ;
કિશોરભાઈ શાહ - મુંબઈ;
મીનાબેન ઠક્કર - પાલનપુર;
કેશુભાઈ પટેલ - મુંબઈ;
વિજયભાઈ સીસોદરીયા - મુંબઈ;
નટવરલાલ ચાંદરાણી - ગોંડલ;
ભુમિકાબેન જરીવાલા - સુરત;
મણીલાલ પ્રજાપતી - આણંદ;
નિલેષભાઈ પટેલ - સુરત;
નિર્મળાબેન પટેલ - વલસાડ;
રાજેન્દ્રભાઈ બાલીયા - વડોદરા;
રતીલાલ જરીવાલા - સુરત;
હસમુખભાઈ પટેલ - ઓલપાડ;
રેખાબેન ઠક્કર - સુરત;
વૈશાલીબેન જરીવાલા - સુરત;
વિજયકુમાર રાણા - સુરત;
અંજનાબેન ઠક્કર - ધનબાદ;
વાસંતીબેન પટેલ - વાંકાનેર;
જ્યોતિબેન ચૌહાણ - આણંદ;
જ્યોતિબેન પટેલ - નવસારી;
દિપિકાબેન શર્મા - માંડવી;
રમેશભાઈ પ્રજાપતિ - ખોજપારડી;
વૈશાલીબેન મિસ્ત્રી - ખોજપારડી;
જાસ્મીનભાઈ મહેતા - મુંબઈ;
ધર્મિષ્ઠાબેન પટેલ - જંત્રાલકંપા;
જયશ્રીબેન શાહ - ઈન્દોર;
ધર્મેશભાઈ પંચાલ - બીલીમોરા;
સ્વજનોની બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના સ્વજનોની બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
વનીતાબેન પટેલ - આમધરા;
મોંઘીબેન પટેલ - અમદાવાદ;
હિનાબેન જોટંગીયા - નાલાસોપારા;
પુષ્પાબેન મોદી - સુરત;
જયશ્રીબેન સાદરાણી - અમદાવાદ;
નટુભા ચાવડા - ડારી;
અરૂણાબેન પંચાલ - વડોદરા;
રેખાબેન રોહિત - ગાંધીનગર;
જયાબેન પટેલ - રાયપુર;
નિરવકુમાર પટેલ - અમદાવાદ;
નયનાબેન પટેલ - અમદાવાદ;
ચિરાગભાઈ પ્રજાપતિ - રતનપુર;
આશાબેન પટેલ - મુંબઈ;
દિલીપભાઈ વશી - મોગરાવાડી;
અરવિંદભાઈ સષ્તુ - નાલાસોપારા;
રેખાબેન જરીવાલા - સુરત;
ગીરજાબેન ભટ્ટ - વિસાવદર;
પ્રવિણાબેન શાહ - મુંબઈ;
વનીતાબેન શાહ - મુંબઈ;
ચંદ્રીકાબેન સોમૈયા - કેશોદ;
શુશીલાબેન ઘનેરા - કેશોદ;
મીનાબેન ઠક્કર - પાલનપુર;
જે. પી. ખત્રી - અમદાવાદ;
જયશ્રીબેન શુકલ - અમદાવાદ;
સામાન્ય બીમારી દૂર થઈ છે
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની નાની-મોટી બીમારી દૂર થઈ છે: સર્વશ્રી
ચંચલબેન ફરિયા - મુંબઈ;
દમયંતીબેન દેસાઈ - બેંગ્લોર;
જ્યોત્સનાબેન વિઠલાણી - કેશોદ;
ઘનશ્યામભાઈ પટેલ - ઊંઝા;
કલાવતીબેન પટેલ - વડોદરા;
ભારતીબેન ખત્રી - વડોદરા;
વિપુલભાઈ પારેખ - મુંબઈ;
સવિતાબેન પટેલ - ફલધરા;
ડાહ્યાભાઈ રાઠોડ - સુરત;
કીરીટભાઈ પટેલ - મેથી-સીમળી;
છગનભાઈ પટેલ - મુંબઈ;
રાજેશ્રીબેન પટેલ - બારડોલી;
વિષ્ણુભાઈ પટેલ - આણંદ;
અમૃતભાઈ પટેલ - સુરત;
ગીરજાબેન પટેલ - નગાવામ;
દીપકભાઈ વંકાણી - પુને;
જયંતીભાઈ ધનેશા - મુંબઈ;
હીનાબેન શેઠ - મુંબઈ;
ખુશાલભાઈ મકવાણા - આમોદ;
ડાહ્યાભાઈ મકાવાણા - નાપાડ;
વડીલ પાસ
પૂ. જલારામ બાપાના આશીર્વાદથી નીચે મુજબના ભાવિકોના સંતાનો વિવિધ પરીક્ષામાં પાસ થયા છે: સર્વશ્રી
મહેન્દ્રભાઈ ચૌધરી - મઢી;
શ્રી કમુબેન પ્રજાપતી - બીલીમોરા;
જયશ્રીબેન સીમરીયા - દ્વારકા;
ભારતીબેન જાદવ - ભરૂચ;
વિણાબેન ઉપાધ્યાય - મુંબઈ;
વંદનાબેન સીંગાપુરી - સુરત;
મનુભાઈ પટેલ - ચેવલાબીડી;
ઉમેશભાઈ રાણા - ભરૂચ;
મેહુલાબેન શાહ - મુંબઈ;
એમ. સી. પટેલ - ગાંગડીયા;
કુમુદિનીબેન સોલંકી - નાંવેડ;
મંજુલાબેન પટેલ - ઊંડેરા;
નીતાબેન ઠક્કર - બેલ્લારી;
નટુભાઈ કલરવાળા - પોરબંદર;
અજિતસિંહ ગોહિલ - ભરૂચ;
દેવિબેન જાતી - સુરત;
રશ્મિબેન પટેલ - પુના;
રયજીભાઈ રાવલ - ભોટવા.
ખોવાયેલ વસ્તુ પરત મળી
પૂ. જલારામ બાપાની અમીમય નજરથી નીચે મુજબના ભાવિકોની ખોવાયેલ વસ્તુ પરત મળી છે: સર્વશ્રી
આશાબેન પજવાણી - મુંબઈ;
તુલસીદાસ સંઘવી - મુંબઈ;
દીનાબેન ભોજાણી - મુંબઈ;
રમેશભાઈ દેસાઈ - અમદાવાદ;
નટુભાઈ મશરૂ - રાજુલા;
મંગુભાઈ પટેલ - વડીયાકાઢ;
રમીલાબેન રાણા - વડોદરા;
રજનીકાંતભાઈ મહેતા - મુંબઈ;
કાન્તીલાલ પટેલ - કર્ણાટક;
ભારતીબેન દેસાઈ - અમદાવાદ;
હેમાંગકુમાર ત્રિવેદી - અમરેલી;
મધુબેન પ્રજાપતી - હિમ્મતનગર;
મીનાબેન ખત્રી - પુના;
દલસુખભાઈ ઉદાણી - ઈન્દોર;
સંજીવનીબેન વૈદ્ય - અમદાવાદ;
અમીબેન શાહ - મુંબઈ;
પરીતાબેન ભાવીન - પાંટુરના;
નિલાબેન સેજપાલ - રાજકોટ;
જ્યોતીબેન પરીખ - મુંબઈ;
કલાબેન ટેલર - વલસાડ;
વડીલ સંતાન
પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોના સંતાનને ઘેર ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ થઈ છે: સર્વશ્રી
ઝવેરીબેન પટેલ - રાનવેરી કલ્લા;
ભગવતીબેન પટેલ - બેલ્લારી;
રૂપલબેન મોદી - સુરત;
મનીષાબેન કારીયા - અમદાવાદ;
જયંતકુમાર છાયા - ગાંધીનગર;
દક્ષાબેન પરમાર - રાનવેરી કલ્લા;
ગીતાબેન ચેવલી - સુરત;
પદમાબેન નાયક - સુરત;
લીલાવતીબેન વાટવાલા - ભરૂચ;
રશ્મિબેન ઠક્કર - ઈન્દોર;
હેમલત્તાબેન ટેલર - ઉઘનાનહેર;
વસુધાબેન વરીના - ગોધરા;
કંચનબેન પટેલ - અંજલાવ;
કૈલાસબેન ભટ્ટ - મહાગૌભેશ્વરન;
ઠાકોરભાઈ મોદી - સામોર;
ગુણવંતરાય પરમાર - મોરબી;
હેમાંગિનીબેન પટેલ - પરતાપોર;
પ્રભાબેન લીંબાસીયા - સાબરમતી;
ઈચ્છિત સંતાન
પૂ. બાપાની બાપાની અમીદ્રષ્ટિથી નીચે મુજબના ભાવિકોના ઘેર ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ થઈ છે: સર્વશ્રી
જીતુભાઈ નેશનલવાળા - સુરત;
શ્રદ્ધાબેન ગાંધી - સુરત;
મહેશકુમાર વ્યારા - અમદાવાદ;
રેખાબેન પટેલ - ખંભાલીયા;
વિજયકુમાર સોમાણી - અમદાવાદ;
બી.આર. પટેલ - અબાસણા;
અનિતાબેન ભવસાર - વ્હેવલ;
આરતીબેન પટેલ - ઓંજલ;
ભાયાભાઈ ડાકી - તલોદ્રા;
પ્રતિજ્ઞાબેન ઈંટવાલા - બીલીમોરા;
અશ્વિનભાઈ પટેલ - ઉમરા;
શકુંતલાબેન ઠાકોર - સાંદાનીઠા;
જ્યોતિબેન ચૌહાણ - ચાપલધરા;
નેહલબેન માટલીવાલા - સુરત;
કાન્તીભાઈ પ્રજાપતી - બાકોર;
ચારૂબેન માનસતા - મોરબી;
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions