
શ્રી રીધ્ધીબેન દાવડા; પોરબંદરથી લખે છે: તેઓને અકસ્માતે લાગી જતા ત્રણ-ચાર અલગ અલગ ડોક્ટરે ઓપરેશન કરાવવું જરૂરી જણાવેલ. ઓપરેશનનું નામ સાંભળતા તેઓ તથા ઘરના ગભરાઈ ગયેલ. આ સંકટ સમયે પૂ. જલારામ બાપાનું શરણ લઈ, ઓપરેશન ન કરાવવું પડે અને ફક્ત દવાથી સારું થઈ જાય તે માટે પરચો છપાવવાની માનતા રાખેલ. પૂ. જલારામ બાપાની અમીમય નજરથી તેમને ઓપરેશનની જરૂર પડી નહીં અને દવાથી જ સારું થઈ ગયું. પૂ. બાપાને શત કોટિ પ્રણામ.
શ્રીમતિ સવિતાબેન એમ. પટેલ; સોંઢલવાડા (જિ. વલસાડ)થી લખે છે: તેઓ તેમના પતિ સાથે મોટર સાઈકલ પર જતા હતા. દરમ્યાન રસ્તામાં વાહન ખાડામાં સ્લીપ થઈ જતા તેમને માથાના તથા પીઠના ભાગે સખત ઈજા થયેલી. જેથી તેઓ બેભાન થઈ ગયેલા પરંતુ જમીન પર પડવાના અંશ જણાઈ આવતા તુરત જ પૂ. બાપાનું નામ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક લીધેલ કે 'બાપા, મને ઉગારી લેજો.' કેવળ પૂ. બાપાનું નામ સ્મરણ ચમત્કાર કરી ગયું. તેમના માથાના સીટી સ્કેન રીપોર્ટ નોર્મલ આવ્યા અને તેઓ ખૂબ જ ઝડપથી સારા થઈ રહ્યા છે.
શ્રી પરાગભાઈ એમ. પરમાર; ગોધરા (જિ. પંચમહાલ)થી લખે છે: તેમનાં પત્નીને ખૂબ જ બ્લીંડીગ થતું હતું. તેને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાદ્રષ્ટિથી તેમનાં પત્નીને સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાની દયાથી તેમના પુત્ર અને પુત્રીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પૂ.બાપાએ તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ કરી છે.
શ્રી મોહનભાઈ ટી. કોટક; મલાડ (મુંબઈ)થી લખે છે: બે મહિના પહેલાં તેમના દીકરાને શરદી - ખાંસી થઈ જતા સ્વાઈન ફ્લૂની શંકાને લીધે સૌ ડરી ગયા હતા. ડૉક્ટરને બતાવવા જતા પહેલાં તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને દીકરાને કોઈ મોટી બીમારીનું નિદાન ન થાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમી કૃપાથી તેમના દીકરાને ત્રણ - ચાર દિવસમાં જ સામાન્ય દવાથી સારું થઈ ગયું. ઉપરાંત, પૂ.બાપાએ તેમને અનેક મુસીબતોમાંથી ઉગાર્યા છે.
શ્રીમતિ કાશીબેન કે. જરીવાલા; સુરતથી લખે છે: તેમને બેન્ક લોન ભરપાઈ ન થઈ શકવાને કારણે મકાન જપ્તીની કાર્યવાહી શરૂ થઈ હતી. પરંતુ પૂ.બાપા ઉપર શ્રદ્ધા રાખી આર્તહ્રદયે પ્રાર્થના કરવાથી લોન ભરપાઈ થઈ ગઈ અને તેમનું મકાન સહીસલામત રહ્યું. બીજું તેમના પરિવારનો બહારગામ ફરવા ગયા ત્યારે ત્યાં કોઈ સાથે ઝઘડો થયેલો. તેમને આ વાતની જાણ થતા આ સમયે પણ પૂ.બાપાનો પરચો માનવાથી ત્યાં સમાધાન થઈ ગયું. પૂ.બાપાની કૃપાથી તેમની દીકરીનું ગર્ભાશયનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું.
શ્રી બીનાબેન બી. ગદા; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમની દીકરીને સી.એ.માં આઈ.ટી ટ્રેનીંગ માટે નવેમ્બર મહિનો મળેલ. પરંતુ તે મહિનામાં પરીક્ષા હોવાથી ઓગષ્ટ મહિનામાં એડમીશન મળે તે માટે પૂ. બાપાને કરેલી પ્રાર્થના ફળી. તેમના ભાઈની દીકરીને ગોળી વગર ઊંઘ આવતી ન હતી. પૂ.બાપાનો પરચો માનતા તેની ગોળી લેવાની આદત છૂટી ગઈ. વધુમાં, પૂ.બાપાના આશીર્વાદથી તેમના દીકરા-દીકરી તેમજ ભાઈના બંને દીકરાઓ પરીક્ષામાં સફળ થયા, ભાઈની દીકરીએ એમ.બી.એ. ર્ફસ્ટ કલાસ મેળવ્યો. પૂ.બાપાની દયાથી તેમના ભાઈને મણકાની તકલીફમાં રાહત થઈ ગઈ.
શ્રી સુમિત્રાબેન બી. પટેલ; વડોદરાથી લખે છે: તેમનું ભાવનગરનું મકાન ભાડે આપેલ હતું. ત્રણ - ચાર વર્ષ સુધી ભાડું ન મળવાને કારણે મકાન ખાલી કરાવવા અંગે કોર્ટ કેસ કર્યો હતો. પૂ. બાપાની કૃપાથી તેઓ કેસ જીતી ગયા છતાં ભાડુઆત મકાનની ચાવી આપતો ન હતો. પરંતુ પૂ.બાપાને હ્રદયપૂર્વક યાદ કરી પરચો માનતા આ કાર્ય તુરત જ પાર પડી ગયું.
શ્રી જનકરાય વી. પંડ્યા; અમદાવાદથી લખે છે: તેમની દીકરીને પેટમાં ગરબડ રહેતી હોવાથી દવાઓ તથા વિવિધ ટેસ્ટ બાદ તેને મોટા આંતરડામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું. તેનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી, કૃપાદ્રષ્ટિ વરસાવી તેમની દીકરીનું ઓપરેશન સફળ થયું અને તબિયત પણ સારી થઈ ગઈ.
શ્રી નટવરભાઈ ઝેડ. પટેલ; મોગાર (જિ. નવસારી)થી લખે છે: તેમની પત્નીને પ્રથમ વખતે કસૂવાવડ થઈ હતી અને ત્યારબાદ લાંબા સમય સુધી સંતાનપ્રાપ્તિ ન થઈ. આથી તેમણે 'જલારામ જ્યોત'માં પરચો છપાવવાની તેમજ પરચો છપાવ્યા બાદ જ ભાત ખાવાની માનતા રાખી હતી. ત્યારબાદ નજીવી દાકતરી સારવારથી તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પૂ. બાપાને કોટિ કોટિ પ્રણામ.
શ્રી પ્રફુલસિંહ પી. મેઘાત; સણિયા હેમાદ (જિ. સુરત)થી લખે છે: તેઓએ તેમના એક મિત્રને વ્યાજે પૈસા આપ્યા હતા, જે પરત આવતા ન હતા. ઉપરથી તે મિત્ર પૈસા ન આપવાની ધમકી પણ આપતો હતો. તેઓ ખૂબ જ ચિંતામાં આવી જતા આવા સંકટ સમયે તેમણે પૂ. બાપાનું શરણ લઈ પરચો છપાવવાની બાધા રાખી હતી. પૂ. બાપાની પરમ કૃપાથી તેમને તે પૈસા વિના વિઘ્ને પરત મળી ગયા. ઉપરાંત, સરકારી નોકરીમાં એક પોલીસ કેસમાં પણ પૂ. બાપાની દયાથી તેઓને આગોતરા જામીન મળી ગયા.
શ્રી નવનીતભાઈ રાવલ; જમશેદપુર (ઝારખંડ)થી લખે છે: તેમની જમણી આંખમાં મોતીયો હોવાથી રાત્રે વાહન ચલાવવામાં તકલીફ થતી. સામેની ગાડીની લાઈટનો પ્રકાશ આંખમાં પડતાં અંધારા જેવું લાગતું. ઓપરેશન જરૂરી હતું, પણ ડર લાગતો. પૂ. બાપાના પ્રગટ પરચા વાંચી તેમને હિંમત મળી અને ઓપરેશનની સફળતા માટે પૂ.બાપાને પ્રાર્થ્યા... તેમની પ્રાર્થના ફળી. તેમની આંખનું ઓપરેશન સફળ થયું. પૂ.બાપાએ તેમને નવી દ્રષ્ટિ આપી.
શ્રી ચંચળબેન જી. પરમાર; પાદરા (જિ. વડોદરા)થી લખે છે: તેમના મોટા પુત્રની પુત્રીના સગપણ માટે ઘણાં દિવસથી પ્રયત્નો ચાલુ હતા. પણ તેના પ્રમાણમાં યોગ્ય પાત્ર મળતું ન હતું. પૌત્રીનું વેવિશાળ સારી જગ્યાએ થાય તે માટે તેમણે પૂ. બાપાને અરજ કરી પરચો માન્યો... ને થોડા જ દિવસમાં તેમની પૌત્રીનું વેવિશાળ સારી જગ્યાએ થયું. પૂ. બાપાના આશીર્વાદથી લગ્ન પણ આનંદથી પાર પડશે તેવી તેમને શ્રદ્ધા છે. આ ઉપરાંત, એક ટેન્ડર પ્રકરણમાં સામસામેના પ્રશ્નોમાં મુશ્કેલી સજાર્તા કોર્ટ કેસ થયેલ. આવા સમયે પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા ચુકાદો તેમના પક્ષની તરફેણમાં આવ્યો.
શ્રી રસિકભાઈ એસ. પટેલ; અબ્રામા (જિ. વલસાડ)થી લખે છેઃ તેમના જુના મકાનનાં વેચાણ માટે કલેક્ટર કચેરીએથી પરવાનગી મેળવવાના કાર્યમાં ખૂબ જ વિલંબ થતો હતો. આ બાબતે પૂ. બાપાના પરચાની ટેક રાખતા ટૂંક સમયમાં જ પરવાનગી મળી ગઈ. પૂ.બાપાની કૃપાથી તેમના પેટના દુ:ખાવા માટેનો રીપોર્ટ નોર્મલ આવ્યો, પત્નીના ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. આ ઉપરાંત, પૂ. બાપાના આશીર્વાદ થકી તેમનો પુત્ર ધો. 10માં સારાં ટકાએ ઉત્તીર્ણ થયો અને તેને મનપસંદ અભ્યાસક્રમમાં એડમીશન મળ્યું.
શ્રી મીનાક્ષીબેન પી. પટેલ; લુણાવાડા (જિ. પંચમહાલ)થી લખે છે: તેમનો પુત્ર કોઈને કહ્યા વગર એકાએક કેન્યા જતો રહ્યો. સૌ પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા. તેના કોઈ સમાચાર મળે તે માટે તેમણે પૂ. બાપાને આજીજી કરી અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. ને તુરત જ તેમના પુત્રનો ફોન આવતા તેઓ સૌ ચિંતામુક્ત થયા. પૂ. બાપાના આશીર્વાદથી તેને ત્યાં સારી જોબ પણ મળી ગઈ છે અને તે વ્યવસ્થિત સ્થાયી પણ થઈ ગયો છે.
શ્રી રાજેશભાઈ પટેલ; લક્ષ્મીપુરા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમના ખેતરના કૂવામાં છેલ્લા 25 વર્ષથી બિલકુલ પાણી ન જતું. જેને લીધે તેઓ ખૂબ જ પરેશાની અનુભવતા. કૂવામાં પાણી આવે તે માટે તેમણે પૂર્ણ શ્રદ્ધાથી પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી થોડા જ સમયમાં કૂવામાં પાણી આવી ગયું.
શ્રી ભાણજીભાઈ એસ. પટેલ; છત્રીસા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેઓની સંયુક્ત જમીનમાંથી તેમનું નામ તલાટીની શરતચૂકથી નીકળી ગયેલ. તેમનું નામ દાખલ થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને અરજ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ. બાપાની પરમ કૃપાથી આ કાર્ય પાર પડ્યું. પૂ. બાપાએ તેમના અનેક કાર્યો સિદ્ધ કર્યા છે.
શ્રીમતિ ભારતીબેન પંડ્યા; વડોદરાથી લખે છે: પૂ. બાપાના આશીર્વાદ થકી તેમની દીકરી એમ.બી.એ. થઈ અને સારી નોકરી મેળવી શકી. પરંતુ તેને પૂના ખાતે બદલી જોઈતી હતી. આ માટે તેણે પૂ.બાપાને યાદ કર્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપા આશિષથી તેમની દીકરીની પૂના બદલી થઈ ગઈ. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપાથી તેમનો દીકરો પણ વિદેશમાં પ્રથમ વર્ગમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી, સારી જોબ મેળવી શક્યો.
શ્રી દેવશીભાઈ પટેલ; રાયપુર (છત્તીસગઢ)થી લખે છે: તેમનો પ્લોટ એન.એ. કરાવવા માટે છેલ્લા છ મહિનાથી પ્રયત્નો ચાલતા હતા. બધા જ પેપર્સ પૂરા હતા પણ અધિકારી સહી કરતા ન હતા. અનેક કોશિષો કરવા છતાં કામ પાર પડતું ન હતું. પરંતુ પૂ.બાપાને વિનંતી કરી પરચો માનતા આઠ જ દિવસમાં કાર્ય પાર પડી ગયું.
શ્રીમતિ વર્ષાબેન એમ. દાવડા; નાસીક (મહારાષ્ટ્ર)થી લખે છે: 'જલારામ જ્યોત' મેગેઝીન તેઓ છેલ્લા 35 વર્ષથી નિયમિત વાંચે છે. તેમાં પ્રસિદ્ધ થતા પૂ. બાપાના પરચા વાંચી તેમની શ્રદ્ધા વધુ દ્રઢ બની છે. તેમની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધા ખૂબ જ 'ટફ' હતી - પ્રથમ/દ્વિતિય સ્થાન માટે. એક સેકન્ડમાં જ ફેસલો થવાનો હતો. તેમણે તુરત જ પૂ.બાપાને યાદ કર્યા અને દીકરીની સફળતા માટે પરચો માન્યો. ...ને પૂ.બાપાના આશીર્વાદથી તેમની દીકરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું.
શ્રી નવીનભાઈ કે. પરમાર; વડોદરાથી લખે છે: તેમને હાઈ બી.પી.ના કારણે બ્રેઈન એટેક આવ્યો હતો. આ મોટી બીમારીમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને પરચો માન્યો. પૂ. બાપાની અમીદ્રષ્ટિથી તેમને થોડા સમયમાં જ સારું થઈ ગયું. પૂ. બાપાના આશીર્વાદથી તેમના સંતાનો પરીક્ષામાં સારા ટકાથી પાસ થયા. પૂ. બાપાની કૃપાથી સર્વે કાર્યો સફળ થયા.
શ્રીમતિ જ્યોતિબેન એન. રાયચુરા; જામખંભાળિયા (જિ. જામનગર)થી લખે છે: તેમનું જૂનું મકાન વેચાઈ જાય અને નવા મકાનનું બાંધકામ સરળતાથી પાર પડે તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમનું જૂનું મકાન વેચાઈ ગયું. અને નવું મકાન સરળતાથી ચણાઈ ગયું. તેમના દીકરા - દીકરી ના વેવિશાળનું કાર્ય પણ પૂ. બાપા યોગ્ય સમયમાં જ પાર પાડશે તેવી તેમની શ્રદ્ધા અટલ છે.
શ્રીમતિ નીતાબેન બી. મહેતા; સાયન (મુંબઈ)થી લખે છે: તેમની દીકરી અભ્યાસાર્થે વિદેશ ગઈ છે. ત્યાં હમવતન વિદ્યાર્થીઓના ગૃપનો એક છોકરો તેમની દીકરીને ચાહવા લાગ્યો. પણ પછી તે તેના પ્રત્યે ખૂબ જ પઝેસીવ થઈ ગયો. તેમની દીકરી કોઈ બીજા સાથે વાત કરે તે તેને ગમતું નહિ અને તેને પરેશાન કરતો. તેમને આ વાતની જાણ થઈ. પણ તેઓ અહીં ઈન્ડિયામાં રહેતા હોય શું કરી શકે? તે દિવસે તેઓ 'જલારામ જ્યોત' વાંચતા હતા. અચાનક પ્રેરણા થઈ અને તેમની દીકરીને કોઈ પરેશાન ન કરે તે માટે પરચો માન્યો... આ વાતને એક વર્ષ ઉપર થઈ ગયું છે. પણ તેમની દીકરીને હવે કોઈ જ તકલીફ નથી. પૂ. બાપાની મહેરથી તે શાંતિથી અભ્યાસ કરી રહી છે.
શ્રી સુચેતાબેન ડી. શેઠ; વડોદરાથી લખે છે: તેમના મોટા બહેનને હૃદયની તકલીફ હોવાથી ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. બહેનને ફક્ત દવાથી જ સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ત્યાર બાદ હાર્ટ સ્પેશ્યાલીસ્ટને બતાવતા તેઓએ ઓપરેશનની જરૂર ન હોવાનું જણાવ્યું. અને તેઓની સારવારથી ફક્ત દવાથી જ બહેનને સારું થઈ ગયું. પૂ. બાપાએ તેમના બધા જ કાર્યો પાર પાડ્યા છે. તેમના બંને એન્જીનીયર પુત્રોને ખૂબ જ સારી કાયમી નોકરી મળી છે.
શ્રીમતિ શીતલબેન બી. પીઠવા; રતનપર (જિ. સુરેન્દ્રનગર)થી લખે છે: તેમના પુત્રની તબિયત જન્મ બાદ તુરત જ અત્યંત ખરાબ હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં 15 દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રાખ્યો હતો. અનેક ઉપચારો છતાં નવજાત શિશુના સ્વાસ્થ્યમાં કોઈ જ સુધારો જણાતો ન હતો. છેવટે, તેમણે પૂ. બાપાને પોકાર્યા અને પુત્રની તબિયત સારી થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની અમીદ્રષ્ટિથી તેમના પુત્રની તબિયત સારી થઈ ગઈ. તેમના નણંદના પુત્રની તબિયત પણ 1 મહિનાથી ખરાબ હતી. પૂ.બાપાની દયાથી તેને પણ સારું થઈ ગયું.
શ્રીમતિ કાંતાબેન આર. રાણા; અમદાવાદથી લખે છે: તેમના મોટા પુત્રના પુત્રની આંખ સારી ન હતી. તથા શરીર પણ અસાધ્ય રોગોથી ઘેરાયેલું રહેતું હતું. આવી સ્થિતીમાં તેમણે પૂ.બાપાને સ્મર્યા અને પૌત્રને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપા તેમની પ્રાર્થના સાંભળી સહાયરૂપ બન્યા. પૂ. બાપાને કોટિ કોટિ વંદન.
શ્રી દેવેશભાઈ ડી. ધોળકીયા; સિહોર (જિ. ભાવનગર)થી લખે છે: તેમનો પુત્ર સરકારી નોકરીમાં પસંદગી પામ્યો હતો. તેને અસલ પ્રમાણપત્રો બતાવવા જવાનું હતું. સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટમાં થોડી ભૂલને કારણે તે શાળામાં પરત આપીને સુધારા સાથેનું ડુપ્લીકેટ સર્ટી. કઢાવ્યું જેને કારણે નોકરીમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી આ કાર્ય સરળ રીતે પાર પડી ગયું.
શ્રીમતિ ગજરાબેન બી. ચૌહાણ; ગોધરા (જિ. પંચમહાલ)થી લખે છે: તેમના પતિને બીમારીમાંથી સારું થઈ જાય, પુત્રીની ડીલેવરી હેમખેમ પાર પડે તેમજ તેમને ડાયાબીટીસ, બી.પી., એસીડીટીની તકલીફમાં સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની અપાર કૃપાથી તેઓ પતિ - પત્ની બંનેનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું અને પુત્રીને નોર્મલ ડીલેવરી થઈ. બીજું, તેમની ગાડીમાં નુકશાન થયું હતું. પણ પૂ. બાપાની કૃપાથી ગાડી વિના ખર્ચ રીપેર થઈ ગઈ.
શ્રીમતિ ગંગાબેન ડી. પટેલ; ભેંસાણ (જિ. સુરત)થી લખે છે: તેમની આંખનું મોતીયાનું ઓપરેશન પૂ. બાપાના પરચાના પ્રતાપે સફળ થયું. તેમની દીકરીનું લોન અંગેનું અટકેલું કાર્ય પૂ. બાપાને યાદ કરવાથી તુરત જ પાર પડ્યું. પૂ. બાપાના આશીર્વાદથી મેચમાં તેમના દિયરના દીકરાની ટીમનો વિજય થયો. પૂ. બાપાની દયાથી તેમની પુત્રવધૂનું સિઝેરીયન હેમખેમ પાર પડ્યું અને તેને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
શ્રી ડાહ્યાભાઈ ટી. પટેલ; હિંમતનગર (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમને છાતીમાં કાયમ દુ:ખાવો રહેતો હતો. તેમજ તેમની પૌત્રીને સતત હેડકી આવતી હતી. પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખતા બંનેને સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના કૃપાઆશિષથી તેમની બંને પુત્રીઓને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેમની 12 વર્ષની દોહિત્રી જન્મથી જ બીમાર રહેતી હતી. પૂ. બાપાને પ્રાર્થવાથી તેનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.
શ્રી નિખિલભાઈ વ્યાસ; ખંભાત (જિ. ખેડા)થી લખે છે: તેમને એપ્રિલ 09માં હાર્ટ એટેક આવ્યો હતો. રીપોર્ટમાં કોલેસ્ટોરેલ 300 આસપાસ આવ્યું. ત્રણ મહિના દવા લીધી. પરંતુ અત્યંત નબળી આર્થિક પરિસ્થિતીને કારણે વધુ દવા થઈ શકે તેમ ન હતી. તેથી સ્વાસ્થ્યની રક્ષા કાજે પૂ.બાપાનો આશરો લીધો અને પરચો માન્યો. હાલ ઘણાં સમયથી દવા બંધ છે. છતાં કોઈ જ તકલીફ નથી તેમજ બધો જ ખોરાક લઈ શકાય છે. વાહ રે પૂ. બાપા, તમારી દયા!
શ્રી શાંતાબેન સી. નાયક; અમદાવાદથી લખે છે: તેમની પૂત્રીને હાડકાં પોચાં પડવાની બીમારી હતી. તેની સારવાર નિયમિત ન થાય તો વોકરથી ચાલવું પડે તેવી સ્થિતિ સજાર્ઈ હતી. આ વિપત્તિમાંથી પાર પડવા સહનશક્તિ કેળવાય તેવી શક્તિ આપવા તેમણે પૂ. બાપાને વિનવ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની અમીમય નજરથી તેમની પુત્રીને સારું થઈ ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના પરચાના પ્રતાપે તેમની પૌત્રીના દીકરાને કમળાની બીમારીમાંથી સારું થઈ ગયું. પૂ. બાપાના શુભાશિષથી તેમની પૌત્રીને બી.એસ.સી. બાયોટેકમાં એડમીશન મળી ગયું.
શ્રી અનિલભાઈ એન. ભાટીયા; અંધેરી (મુંબઈ)થી લખે છે: તેઓ સાથળની ગાંઠ અંગે કેમોથેરપીની સારવાર લેતા હતા. વજન ઊતરી ગયું હતું અને અશક્તિ હતી. સારવારના છઠ્ઠા સીટીંગ પછી તેમને સાઈડ ઈફેક્ટ થતા બી.પી. ઘટી ગયું. હેમોગ્લોબીન ઓછું થઈ ગયું અને આઠ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. દરમ્યાન પૂ. બાપાને પ્રાર્થના કરતા રહેવાથી ધીરે ધીરે તબિયત સારી થઈ ગઈ અને હવે તેઓ પહેલાંની જેમ જ બહાર અવર-જવર કરી શકે છે.
શ્રી રમેશભાઈ એસ. નિમાવત; જામબરવાળા (જિ. અમરેલી)થી લખે છે: તેઓ સહપરિવાર જૂનાગઢ જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સજાર્તા તમામને નાની- મોટી ઈજા થયેલી. પરંતુ નાની દીકરીને પેટમાં ઈજા થતા તેના આંતરડામાં પંકચર પડી ગયેલ. તેનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની દયા થકી તેમની દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું.
શ્રી ચંદાબેન જે. ટેન્કર; સુરતથી લખે છે: તેમના વિસ્તારના એક સગર્ભા બહેનને ડીલેવરી ફ્રીમાં થાય તે હેતુથી સરકારી યોજના વિશે જાણ કરી, ચિરંજીવી હોસ્પિટલમાં તેનું નામ નોંધાવ્યું. ડીલેવરીના એકાદ કલાક બાદ તે બહેનને ખૂબ જ બ્લીડીંગ થવા માંડ્યું. તેથી તેને સરકારી હોસ્પિટલમાં રીફર કરી. ત્યાં પણ તેની હાલતમાં સુધારો ન થતા તે બહેનના ઘરના તથા વિસ્તારના લોકો તેમને દોષિત માનવા લાગ્યા. આવા સંકટ સમયે તેમણે પૂ. બાપાને આર્તનાદ કર્યો અને પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી તે બહેનને સારું થઈ ગયું. બીજું, ત્રણેક ભૂલો થવાને કારણે તેમની નોકરીમાં મુશ્કેલી ઊભી થાય તેમ હતી. પરંતુ આ વેળાએ પણ પૂ. બાપાએ તેમને આબાદ બચાવી લીધા.
શ્રીમતિ ઉર્મિલાબેન એમ. જોશી; ખંભોળજ (જિ. આણંદ)થી લખે છે: 10મા ધોરણમાં અભ્યાસ કરતા તેમના ભાણાને શારીરિક તકલીફ થતા તે હાથેથી પેન પકડી શકતો ન હતો તેમજ ચાલી શકતો ન હતો. અનેક ઉપચારો કરવા છતાં તેને સારું થતું ન હતું. આથી તેમણે આ માટે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બીજા પ્રકારની દવાઓ અસર કરી જતા તેને સારું થઈ ગયું. તેમની દીકરીને ડીલેવરી વખતે બાળકના ધબકારા બંધ થઈ ગયા હતા. આ સમયે પણ પૂ. બાપાને યાદ કરવાથી માતા-બાળક બંને બચી ગયા. તેમની દીકરીને પગમાં હાડકું વધતું હતું અને તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેમના પતિને પણ પ્રોસ્ટેટની તકલીફ હતી. પૂ.બાપાને પ્રાર્થના કરતા ત્રણેયની શારીરિક તકલીફો દૂર થઈ.
શ્રીમતિ કેતકીબેન ડી. ખત્રી; સુરતથી લખે છેઃ તેમને છાતીમાં કેન્સરની ગાંઠ હતી. ઓપરેશન સફળ થાય અને ત્યાર બાદના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી હાલમાં તેમને ઘણું જ સારું છે. તેમના ભાઈના પુત્રની પુત્રીને માથામાં ઈજા થઈ હતી. પૂ. બાપાની દયાથી તેના સીટી સ્કેનના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. પૂ.બાપાના આશીર્વાદથી તેમના પુત્રના લગ્ન નિર્વિઘ્ને થઈ ગયા.
શ્રી કાંતિલાલ એમ. પટેલ; પ્રિયા પટના (કર્ણાટક)થી લખે છે: તેમની ફેક્ટરીમાં સરકારી સેલ્સ ઓફિસરોની એકાએક રેડ પડતા તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ આફતમાંથી ઊગરી જવા તેમણે પૂ. બાપાને અરજ કરી પરચો માન્યો. પૂ.બાપાએ તેમની ડુબતી નૈયા પાર ઉતારી દીધી. બીજું, એક લગ્ન પ્રસંગમાં તેમના પુત્રનો કિંમતી મોબાઈલ ગુમ થઈ ગયો હતો. આ બાબતે પણ પૂ. બાપાને પ્રાર્થના કરતા તેઓ જ્યાં સૂતા હતા તે જગ્યાએથી જ એક બોક્સમાંથી મોબાઈલ મળી આવ્યો.
શ્રી જશભાઈ એ. પટેલ; વાસદ (જિ. આણંદ)થી લખે છે: તેઓ હૃદયરોગ જેવી જીવલેણ બીમારીમાં સપડાયા હતા. પૂ. બાપા ઉપર શ્રદ્ધા રાખી દવા ચાલુ કરી અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમને સારું થઈ ગયું. આ ઉપરાંત તેમના ભાણાનું પેટનું દર્દ પણ પૂ. બાપાએ મટાડ્યું.
શ્રીમતિ ઉષાબેન એલ. જોગડીયા; સુરતથી લખે છે: તેમના સસરાના મકાનમાં ભાગ આપવા માટે તેમના દિયર તૈયાર ન હતા. અનેક વડિલોની સમજાવટ છતાં આ કાર્ય પાંચ વર્ષથી વિલંબમાં પડ્યું હતું. છેવટે, તેમણે પૂ.બાપાને પોકાર્યા અને બંને ભાઈઓ વચ્ચે સમાધાન થાય તેમજ દિયર જૂના મકાનમાં હિસ્સો આપવા સંમત થઈ જાય તે માટે પરચો માન્યો... ને પૂ. બાપાની કૃપાથી આ કાર્ય પાર પડી ગયું. તેમના પતિને સંયુક્ત મિલ્કતમાંથી હિસ્સો મળી ગયો.
શ્રીમતિ જયશ્રીબેન કે. ઠક્કર; અમદાવાદથી લખે છે: પૂ. બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમની ચોરાયેલી ગાડી પૂ.બાપાનો પરચો માનવાથી તે જ દિવસે સાંજે મળી આવી. પૂ. બાપાની દયાથી તેમની દીકરીને ઓપરેશન બાદ સારું થઈ ગયું. તેમની ચાર ધામની યાત્રા સફળ રહી, તેમજ તેમને સારી જગ્યાએ પ્રમોશન મળ્યું. પૂ. બાપાને યાદ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
શ્રી જી. એ. પ્રજાપતિ; અમદાવાદથી લખે છે: તેમના માત - પિતા પંદર વર્ષથી વિદેશ રહેતા હતા. ત્યાં તેમના માતૃશ્રી ખૂબ જ બીમાર રહેતા હોવાથી તેઓએ વતન પાછા ફરવાનો વિચાર કર્યો હતો. પણ બીમારીને કારણે આવી શકાતું ન હતું. પરંતુ પૂ. બાપાને અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કરતા તેમના માતા-પિતા બે મહિનામાં જ વતન હેમખેમ આવી ગયા.
શ્રી હરેન્દ્રસિંહ એન. ઠાકોર; વેલાછા (જિ. સુરત)થી લખે છે: તેમના ઘરે પુત્રજન્મ થાય તે માટે તેમણે પૂ. બાપા સમક્ષ અંત:કરણથી પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાના આશીર્વાદથી તેમના ઘરે પુત્રનું પારણું ઝુલ્યું. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રી વાસંતીબેન વાય. જોશી; વલસાડથી લખે છે: તેમના પતિને એકાએક હૃદયરોગનો હુમલો આવવાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરે છત્રીસ કલાક આપ્યા હતા. તેમના પતિના ખબર-અંતર પૂછવા આવનારાઓમાં તેમના એક સહકર્મચારી બહેને તેમને પૂ. બાપા પર શ્રદ્ધા રાખી પરચો માનવાનું સૂચન કર્યુ. તે મુજબ તેમણે પોતાના સુહાગની રક્ષા કાજે પૂ. બાપાને પોકાર્યા અને પરચો માન્યો. પૂ.બાપાએ તેમનો પોકાર સાંભળ્યો. તેમના પતિની તબિયત સુધારા પર આવી ગઈ હોવાનું ડૉકટરે જણાવતા તેઓ પૂ.બાપાને મનોમન વંદી રહ્યા.
શ્રી હસુમતીબેન સી. સાંગાણી; અંધેરી (મુંબઈ)થી લખે છે: તેમના દીકરી - જમાઈને અમેરીકાના વિઝા મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમના દીકરી-જમાઈને 10 વર્ષના વિઝા મળી ગયા. તેમના પુત્રની તબિયત અવાર-નવાર બગડી જતી હતી. પરંતુ પૂ. બાપાની દયાથી તેને પણ સારું થઈ ગયું.
શ્રી દામજીભાઈ એમ. સોલંકી. વેરાવળ (જિ. જૂનાગઢ)થી લખે છે: તેમને નાણાંની જરૂર હોવાથી પ્રોવિડન્ડ ફંડ ઉપાડવા માટેની અરજી કરી હતી. પણ તેમાં કોઈ કારણસર રૂકાવટ આવતી હોવાથી એલ.આઈ.સી.ની પોલિસી ઉપર લોન લેવા અરજી કરી. આ લોન તાત્કાલિક મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપાથી તેમને પોલિસી પર લોન તાત્કાલિક મળી ગઈ તેમજ પ્રોવિડન્ટ ફંડના નાણાં પણ ત્યાર બાદ તુરત જ મળી ગયા. આ ઉપરાંત, તેમનાં પત્નીની લાંબા સમયની પગની પીડા પણ પૂ. બાપાએ દૂર કરી.
શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી; જેસર (જિ. ભાવનગર)થી લખે છે: પૂ. બાપાની કૃપાની અનુભૂતિ તેમને અવારનવાર થતી રહી છે. પૂ. બાપાની દયાથી તેમના સસરાને બી.પી. કંટ્રોલમાં આવી ગયું અને એન્જિયોગ્રાફી ન કરાવવી પડી. તેમનું કાર લેવાનું સ્વપ્ન પણ પૂ. બાપાએ પૂરું કર્યું. સ્ટાફ મિત્ર તેમજ આચાર્ય સાથે બગડેલા સંબંધો પણ પૂ.બાપાની કૃપાથી સુધરી ગયા. તેમના પત્નીને અધિકારી તરફથી નોકરીમાં ઊભી થયેલી મુશ્કેલી પણ પૂ. બાપાએ દૂર કરી. બીજું, વીરપુર દર્શન કરી પાછા ફરતી વેળાએ કારમાં ફોલ્ટ સજાર્તા આ સમયે પણ પૂ. બાપાનું સ્મરણ કરવાથી નજીવા ચાર્જમાં કાર રીપેર થઈ ગઈ.
શ્રી મહેશભાઈ જી. પંડ્યા; વડોદરાથી લખે છે: તેમના મિત્રની કંપનીમાંથી દોઢ લાખનો માલ ચોરાઈ ગયો હતો. તેઓ ખૂબ જ પરેશાન હતા. તેમને આ વાતની જાણ થતા તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને મિત્રનો ચોરાયેલો માલ પરત મળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાના પરચાના પ્રતાપે ચોરાયેલ માલ ચાર દિવસમાં જ પરત મળી ગયો.
મનોકામના પૂર્ણ થઈ છે પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી નીચે મુજબના ભાવિકોની વિવિધ મનોકામના પૂર્ણ થઈ છે અથવા ધાર્યા કાર્યો પૂર્ણ થયા છે: સર્વશ્રી
અંજનાબેન પટેલ - વડોદરા;