Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Khodiyar Jyot October – 2011    << Back to Archive Home

શ્રીમતિ નયનાબેન વી. મારવીયા; નિકાવા (જિ. જામનગર)થી લખે છે: તેમના પતિને ધાર્યા મુજબ વ્યાપાર - ધંધો ચાલુ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની કૃપાથી તેમના પતિની ઈચ્છા પૂર્ણ થઈ. બીજું, તેમના નણંદના દામ્પત્યજીવનમાં અણબનાવથી મનદુ:ખ સજાર્યું હતું. પરંતુ મા ખોડલને અરજ કરવાથી મનદુ:ખ દુર થયું. આઈ શ્રી ખોડિયારને શત્ શત્ પ્રણામ.

શ્રી સોમાભાઈ આર. આહિર; ધામડોદ (જિ. સુરત)થી લખે છે: તેમના પૌત્રને માથામાં અસહ્ય દુ:ખાવો થતો હોવાથી ડૉક્ટરે સીટીસ્કેન કરાવવાનું કહ્યું. તેનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી પૌત્રનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને માથાનું દર્દ પણ દૂર થઈ ગયું. તેમની યુરીનની તકલીફ પણ દૂર થઈ. આ ઉપરાંત, મા ખોડલના આશીર્વાદથી તેમના સમાજમાં સમૂહ- લગ્નનો કાર્યક્રમ નિર્વિઘ્ને પાર પડ્યો.

શ્રીમતિ કોકિલાબેન કે. ગોર; પંડોળી (જિ.આણંદ)થી લખે છે. તેમની દીકરી ગટરમાં પડી જવાથી ઘણી ઈજા થઈ હતી. પેટમાં મૂંઢમારને કારણે લોહીની ગાંઠ થઈ ગઈ હતી. દવાઓથી સારું ન થતા ઓપરેશન કરાવ્યું. તે વેળાએ તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મર્યા અને દીકરીને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની પરમ કૃપાથી તેને બિલકુલ સારું થઈ ગયું. દયાના સાગર આઈ શ્રી ખોડિયારને વારંવાર વંદન.

શ્રી રમેશચંદ્ર જી. ભટ્ટ; જામનગરથી લખે છે: તેમને હરસ-મસાની તકલીફને કારણે ખૂબ જ પીડા થતી હતી. ઓપરેશન સફળ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડેલની દયાથી ઓપરેશન સફળ થયું અને પીડા પણ શમી ગઈ. મા ખોડલે તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે. પૂ. માના ચરણોમાં વંદન.

શ્રી નયનાબેન એસ. પટેલ; કોલકી (જિ. રાજકોટ)થી લખે છે: તેઓ અવારનવાર નાની-મોટી શારીરિક તકલીફોથી પિડાતા હતા. જેને કારણે ભય, ચિંતા રહેતી. ખોટા વિચારો આવતા. ક્યારેક ફેફસાંમાં દુ:ખાવો - બળતરા થતી, તો ક્યારેક છાતીમાં સબાકા આવતા. ક્યારેક માથાના પાછળના ભાગે તથા ડોકમાં દર્દ રહેતું. પરંતુ દરેક વખતે મા ખોડલને પ્રાર્થી પરચાની ટેક રાખતા થોડા જ દિવસોમાં બિલકુલ સારું થઈ ગયું. તેમજ બધા જ રીપોર્ટ પણ નોર્મલ આવ્યા ને ભય, ચિંતા દૂર થઈ માનસિક શાંતિ થઈ ગઈ.

શ્રી જલ્પાબેન વી. શિરોયા; માલપુર (જિ. આણંદ)થી લખે છે: તેમને ખૂબ જ તાવ આવતો હતો. પેટમાં પણ દુ:ખાવો રહેતો. દવાઓથી રાહત ન થતા તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણ લીધું અને સારું થઈ જાય તે માટે પરચો છપાવવાની ટેક રાખી. આઈ શ્રી ખોડિયારની દયા દ્રષ્ટિથી તેમનું સ્વાસ્થ્ય તદ્ન સારું થઈ ગયું.

શ્રી સોનલબેન જે. પટેલ; વનોડા (જિ. ખેડા)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અતૂટ શ્રદ્ધા છે. તે થકી જ તેમને મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થઈ છે. તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. માના આશીર્વાદથી તેમની મનોકામના પૂર્ણ થઈ. મા ખોડલ ભક્તોની વ્હારે આવે છે અને જીવનમાં સુખ-શાંતિ આપે છે.

શ્રીમતિ ચંદનબેન ડી. પટેલ; રસુલપુર - પડાલ (જિ.ખેડા)થી લખે છે: મા ખોડલે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમના બંને સંતાનોના લગ્ન નિર્વિઘ્ને થઈ જાય અને જમાઈ - પતિ વચ્ચે સારા સંબંધો થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના શુભાશિષથી લગ્નપ્રસંગો આનંદથી થયા અને સંબંધો પણ સુધરી ગયા.

શ્રી જશુભાઈ એસ. પરમાર; ખારોલ (જિ. પંચમહાલ)થી લખે છે: તેમની ભેંસની બીમારી દૂર થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડની કૃપા દ્રષ્ટિ થતાં ભેંસની બીમારી દૂર થઈ. તે સ્વસ્થ થઈ ગઈ. કલ્યાણકારી મા ખોડલને શત્ શત્ પ્રણામ.
શ્રી ભાનુબેન દેસાઈ; અમદાવાદથી લખે છે: તેમના ભાઈને ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી. ઊભા રહી શકાતું ન હતું તેમજ ખોરાક પણ લઈ શકાતો ન હતો. તેઓને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખેલી. મા ખોડલની અપાર દયાથી તેમના ભાઈની તબિયત સુધારા પર આવી ગઈ. તે ખોરાક લેતા થઈ ગયા તેમજ થોડું થોડું હરતાં - ફરતાં થઈ ગયાં.

શ્રીમતિ અરૂણાબેન શેઠ; અમદાવાદથી લખે છે: તેમના દીકરાને સારું મકાન બની જાય તેમજ કુટુંબમાં સૌને મનમેળ થઈ જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. આઈ શ્રી ખોડિયારના આશીર્વાદથી દીકરાને સારું મકાન મળી ગયું તેમજ કુટુંબમાં પણ મનમેળ થઈ ગયો. પરમ કૃપાળુ દેવી આઈ શ્રી ખોડિયારને લાખ લાખ વંદન.

શ્રીમતિ જયાબેન આર. ગજેરા; હડમતિયા-ગીર (જિ.જુનાગઢ)થી લખે છે: આઈ શ્રી ખોડિયારનું નામ-સ્મરણ કરવાથી તેમની અનેક મુશ્કેલી દૂર થઈ છે. તેમના જીવનમાં પૂ.માએ ડગલે ને પગલે પરચા પૂર્યા છે. તેમના જેઠાણીની શ્વાસની તકલીફ તથા નણંદના હાથ - પગનો દુ:ખાવો મા ખોડલની કૃપાથી દૂર થયા. મા ખોડલની મ્હેરથી તેમની દીકરી ધો.12માં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થઈ તેમજ ફાર્મસીના ત્રણેય સેમેસ્ટરમાં પણ સારા ગુણાંક મળ્યા, પુત્ર પણ ધો. 10ની પરીક્ષામાં ખૂબ જ ઊંચી ટકાવારી સાથે પાસ થયો તથા બહેનના દીકરાના લગ્ન આનંદ - મંગલથી થયા.

શ્રીમતિ નયનાબેન બી. દોઢિયા; ભિવંડી (જિ.થાણા)થી લખે છે: તેમને ફ્લેટ લેવાનો હતો પણ કોઈને કોઈ અડચણ આવવાથી કાર્ય અટકતું હતું. કાર્ય સફળતા મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને વિનંતી કરી પરચો માન્યો. મા ખોડલની મ્હેરથી થોડા જ સમયમાં તેમને ફ્લેટ લેવાઈ ગયો. બીજું, તેમના નણંદના સગપણમાં પણ વિલંબ થતો હતો. પરંતુ મા ખોડલને અરજ કરવાથી ટૂંક સમયમાં જ સારી જગ્યાએ તેનું સગપણ થઈ ગયું. તેમની નાની-મોટી અનેક મુશ્કેલીઓ તથા બીમારીઓ મા ખોડલે દૂર કરી, શાંતિ આપી છે.

શ્રી ભારતીબેન શાસ્ત્રી; અમદાવાદથી લખે છે: તેમના એક સંબંધીને તેના મિત્રની સાથે પૈસાની બાબતમાં મુશ્કેલી ઊભી થયેલી. આ સમસ્યાનો શાંતિથી ઉકેલ આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની અસીમ કૃપાથી સમસ્યાનું નિવારણ શાંતિથી થઈ ગયું.

શ્રી ટપુભાઈ કે. લુહાર; અમદાવાદથી લખે છે: તેમની ભાણી હીરલને કેનેડા જવા માટેના વિઝા મેળવવાની ફાઈલ મૂકી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઈ જવાબ ન હતો. આથી તેને વિઝા મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા ખોડલની પરમ કૃપાથી તુરત જ વિઝા મળી ગયા. આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ પ્રણામ.

શ્રીમતિ મંજુલાબેન જી. પારેખ; ડાકોર (જિ. ખેડા)થી લખે છે: તેમની સખીના પુત્રએ ધો.12 પાસ કર્યા પછી બી.બી.એ.માં જવાની હઠ પકડી હતી. અનેક સમજાવટ છતાં માનતો ન હતો અને નાસી જવાની ધમકી આપતો હતો. આ બાબતે મા ખોડલને વિનંતી કરી પરચાની ટેક રાખતા તેને સદ્બુદ્ધિ મળી અને પ્રશ્નનો ઉકેલ આવી ગયો. આ ઉપરાંત, મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમની દીકરીના લગ્ન સારી રીતે થઈ ગયા, બીજી દીકરીને પુત્ર પાપ્તિ થઈ, તેમના પુત્રની, પતિની તથા પુત્રવધૂની શારિરીક તકલીફો તથા એક સ્નેહી ઉર્વશીબહેનની દીકરીની માનસિક તકલીફ દૂર થઈ. તેમના માતુશ્રીનું મોતીયાનું ઓપરેશન સફળ થયું. તેમના અન્ય સ્નેહી શ્રી સવિતાબહેનનું મોતિયાનું ઓપરેશન સારી રીતે થઈ ગયું તેમજ તેના પૌત્રની પગની તકલીફ દૂર થઈ.

શ્રી નિર્મળાબેન બી. જાદવ; જેતલસર (જિ. રાજકોટ)થી લખે છે: તેમને ઘણાં સમયથી આંખોમાં ઝામરની અસર હોવાથી ખટકા આવતા હતાં. સારું થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમને આંખોમાં સારું થઈ ગયું. ખટકા આવતા બંધ થઈ ગયા. આઈ શ્રી ખોડિયારને અગણિત નમસ્કાર.

શ્રીમતિ જયાબેન જી. શિરોયા; માલપુર (જિ. આણંદ)થી લખે છે: તેમના પુત્રને પેટમાં દુ:ખાવો થતો હતો. દવા લેવાથી પણ આરામ થતો ન હતો. તેમને પણ મળમાર્ગમાં અને કાનમાં દર્દ રહેતું. માતા, પુત્રના દર્દ મટી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા ખોડલની દયાથી તેઓ માતા-પુત્ર બંનેના શારીરિક દર્દ દૂર થયા.

શ્રી મધુકાંતભાઈ કે. ત્રિવેદી; મીરજાપર (જિ. કચ્છ)થી લખે છે: તેમના ઘરમાં અવારનવાર માંદગીને કારણે અશાંતી જેવું વાતાવરણ રહેતું હતું. આ બાબતે કરેલા અનેક ઉપાયો નિષ્ફળ જતા તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લીધું અને સારું થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અમી કૃપા થતાં અઠવાડિયામાં જ ફેરફાર જણાવ્યો. માંદગી જતી રહી અને ઘરમાં શાંતિનું વાતાવરણ છવાઈ ગયું.

શ્રીમતિ ગીતાબેન ઠક્કર; વાઈ (મહારાષ્ટ્ર)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપરની અનન્ય શ્રદ્ધા તથા ભક્તિભાવ થકી તેમની દરેક ઈચ્છા પૂર્ણ થઈ છે. તેમને કોલેસ્ટ્રોલની તકલીફ હતી. જે દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયાથી તેમની આ તકલીફ દૂર થઈ.

શ્રી ઉષાબેન એસ. પટેલ; વડોદરાથી લખે છે: તેમની ભાણેજને ધો.10માં 70 ટકા આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી તે 74 ટકા મેળવી ઉત્તીર્ણ થઈ. વધુમાં, મા ખોડલની કૃપાથી તેમના બીજા ભાણાને પણ સારા ટકા આવ્યા તેમજ તેને સારી શાળામાં એડમીશન પણ મળી ગયું.

શ્રી જયવદનભાઈ બી. ત્રિવેદી; વડોદરાથી લખે છે: બેન્કમાં ઘણાં સમયથી રોકાયેલા તેમના નાણાં આઈ શ્રી ખોડિયારની કૃપાથી પરત મળ્યા. ત્યાર બાદ તેમને અચાનક હાર્ટએટેક આવતા બાયપાસ સર્જરી કરાવવાની જરૂર પડી. તે સમયે પણ મા ખોડલ વ્હારે આવ્યા. ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું અને હાલ તેઓ હરતાં - ફરતાં થઈ ગયા છે. વિકટ સમયે મા ખોડલે તેમની રક્ષા કરી અને પરિવારજનોને પણ હિંમત આપી, દુ:ખમાં સહાય કરી. ખરેખર, મા ખોડિયાર હાજરાહજૂર છે.

શ્રીમતિ વાલીબેન પી. ચૌધરી; મહેસાણાથી લખે છે: તેમના પુત્રના લગ્ન નિર્વિઘ્ને પાર પડે, દાદાની બીમારી દૂર થઈ તેને સારી તંદુરસ્તી મળે તમજ તેમના દાંત - દાઢની પીડા દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો છપાવવાનો નિર્ધાર કર્યો હતો. મા ખોડલે તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી.

શ્રી પુષ્પાબેન એસ. સુથાર; મહેસાણાથી લખે છે: તેમના પુત્રએ ધો.10ની પરીક્ષા આપી હતી. તેમાં તે સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય તેવી તેમની ઈચ્છા હતી. આ માટે મા ખોડલને પ્રાર્થી પરચાની ટેક રાખતા પુત્ર સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયો. આઈ શ્રી ખોડલના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ કુસુમબા એલ. ચુડાસમા; હેબતપુર (જિ.અમદાવાદ)થી લખે છે: તેમના પુત્ર અને પૌત્રને આંખોમાંથી પાણી ઝરતું હતું. બંનેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણ લઈ પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી બંનેને ઓપરેશન વિના જ સારું થઈ ગયું.

શ્રી કાળુસિંહ બી. રાઠોડ; ખાંડા (જિ. પંચમહાલ)થી લખે છે: તેઓ ઉપર એક મુશ્કેલી આવી પડી હતી. જેમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય સૂઝતો ન હતો. છેવટે, તેમણે મા ખોડલનું શરણું લીધું ને સમસ્યાનું સમાધાન નિર્વિઘ્ને થઈ, મુશ્કેલીમાંથી ઊગરી જવાય તે માટે પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી, સમસ્યાનું નિરાકરણ આવી ગયું ને તેઓ ઊગરી ગયા. સંકટહરિણી મા ખોડલને ભાવપૂર્વક નમન.

શ્રી ભાનુપ્રસાદ એન. પટેલ; અમદાવાદથી લખે છે: તેઓ અવારનવાર બીમાર પડી જાય છે. પ્રવાસ ઓફિસ કે કોઈના ઘરે જવાનું હોય, રસ્તામાં અચાનક તબિયત બગડી જાય છે. ગભરામણ બેચેની જેવું જણાય, શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી. દરેક સમયે મા ખોડલનું નામ સ્મરણ કરી પરચાની ટેક રાખતા તુરત જ રાહત થઈ, થોડીવારમાં સારું થઈ જાય છે. તેમજ બહારના કામકાજ સરળતાથી પૂર્ણ કરી સુખરૂપ ઘરે આવી જવાય છે. ખરેખર, મા ખોડલ હાજરાહજુર છે.

શ્રી બંસરીબેન જે. ગજ્જર; અમદાવાદથી લખે છે: ધો.10ની પરીક્ષાના અગાઉના દિવસોમાં તેમણે મા ખોડિયારને સ્મરી પાસ થઈ જવાય તે માટે પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદ વરસતા તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. મા ખોડલે તેમની મનોકામના પૂર્ણ કરી.

શ્રી માધવસંગ એમ. રાઠોડ; લીંબડી (જિ. સુરેન્દ્રનગર)થી લખે છે: તેમના જમાઈને માનસિક તકલીફ થયાના સમાચાર મળતા તેમણે તુરત જ મા ખોડિયારને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થ્યા. જમાઈને સારું થઈ જાય તે માટે પરચો છપાવવાનો નિર્ણય કર્યો. આઈ શ્રી ખોડિયારની અમી દ્રષ્ટિથી બે જ દિવસમાં જમાઈની માનસિક તકલીફ દૂર થઈ અને તદ્દન સારું થઈ ગયું.

શ્રી કુષ્ણદેવસિંહ કે. ચુડાસમા; અણીયાળી - ભીમજી (જિ. અમદાવાદ)થી લખે છે: આઈ શ્રી ખોડલ ઉપર તેમને દ્રઢ શ્રદ્ધા છે. માના આશીર્વાદથી તેમનો પુત્ર શિક્ષણ કાર્યમાં પૂરતું ધ્યાન આપે છે. મુશ્કેલ સમયમાં મા ખોડલનું નામ-સ્મરણ યોગ્ય માર્ગ સુઝાડે છે. ખેતી વિષયક પ્રશ્નો હોય, પશુઓની માંદગી હોય, કોઈપણ સમસ્યા કે દુ:ખ-દર્દ, મા ખોડલના પરચાના પ્રતાપે સૌ સારાંવાનાં થાય છે.

શ્રી ભાવેશભાઈ ડી. ભીલ; મહુવા (જિ. ભાવનગર)થી લખે છે: તેમના પુત્ર શિવમ્ને બે વર્ષથી આંચકી આવતી હતી. તેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની અપાર કૃપાથી તેમના પુત્રને આંચકી બંધ થઈ ગઈ. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રીમતિ મીનાક્ષીબેન એચ. મિસ્ત્રી; અંકલેશ્વર (જિ. ભરૂચ)થી લખે છે: તેમનો પુત્ર મયૂર ધો. 10ની પરીક્ષામાં સારા માર્ક સાથે સફળતા મેળવે તે માટે તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલના શુભાશિષથી પુત્ર સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયો. મા ખોડલે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે.

શ્રી રમણીકલાલ આર. ગોહિલ; ઝુંડાળા (જિ. રાજકોટ)થી લખે છે: દૂર તથા નજીકના જોઈન્ટ નંબરવાળા તેમના કિંમતી ચશ્મા ધોધમાર વરસાદમાં ખિસ્સામાંથી પડી ગયા. એક કલાક બાદ જરૂર પડી ત્યારે આ વાતની ખબર પડી. પણ ભારે કાદવ, કીચડમાં ચશ્મા મળવાની કોઈ જ આશા ન હતી. તેથી તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા. ચશ્મા મળી આવે તે માટે પરચો માન્યો. બીજે દિવસે સવારે (લગભગ 15 કલાક બાદ) તે જ રસ્તે શોધતાં ઘણે દૂર ચાલ્યા બાદ ચશ્મા બિલકુલ સહીસલામત હાલતમાં મળી આવ્યાં. ખરેખર, આ તો મા ખોડિયારની કૃપાનો ચમત્કાર જ ગણાય!

શ્રીમતિ જાનુબેન આર. ડોડિયા; જોરાવરનગર (જિ. સુરેન્દ્રનગર)થી લખે છે: તેમના પતિનો સ્વભાવ શાંત થાય, તેના કુસંગો છૂટી ઘરે નિયમિત આવતા-જતા થાય તે માટે તેમણે મા ખોડિયારને હૃદયપૂર્વક અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલની અપાર દયાથી ઘણો ફેર પડી ગયો છે. તેમના ઘરમાં પણ શાંતિ થઈ છે. ભવિષ્યમાં બધું જ સારું થશે તેવી તેમની મા ખોડલ પરની શ્રદ્ધા અટલ છે.

શ્રીમતિ શારદાબેન સી. સોનારા; સુરેન્દ્રનગરથી લખે છે: તેમના પુત્રને તાવ ઊતરતો ન હતો. તેમને ગળામાં તકલીફ હતી. સાથે ઉનવા થયો હતો. પૂંઠ-પેટમાં પણ દર્દ થતું હતું. તેમજ દીકરીને શરીર ધોવાતું હતું. સૌને સારું થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અપાર કૃપાથી તેઓ સૌની શારીરિક તકલીફો દૂર થઈ તદ્ન સારું થઈ ગયું. આ ઉપરાંત, માના આશીર્વાદથી તેમની દીકરી બી.એડ.માં ખૂબ જ સારા ટકા મેળવી ઉત્તીર્ણ થઈ તથા તેની નાદુરસ્ત તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રી કનુભાઈ કે. બારોટ; રામોલ (જિ. આણંદ)થી લખે છે: તેમના પૌત્રો પાર્થ અને શિવ અનુક્રમે ધો.12 અને ધો.10ની પરીક્ષામાં સારા ટકાએ પાસ થાય તેમજ પાર્થને સારી કોલેજમાં એડમીશન મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલની મ્હેરથી બંને પૌત્રો બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયા તેમજ પાર્થને સારી કોલેજમાં એડમીશન મળી ગયું.

શ્રીમતિ લક્ષ્મીબેન જે. પટેલ; નાની કકરાડ (જિ. નવસારી)થી લખે છે: તેમની પુત્રવધૂની સંતાનસુખની ઈચ્છા ફળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણપૂર્વક પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલની પરમ કૃપાથી પુત્રવધૂને સારા દિવસો જઈ રહ્યા છે. સમયાંતરે તેની સંતાનસુખની ઈચ્છા ફળશે તેવી મા ખોડલ ઉપર પૂર્ણ શ્રદ્ધા છે.

શ્રી કમળાજી આર. ઠાકોર; સોજા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમના શરીરે મોટી ગાંઠ થઈ હતી. ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહેતા તેમણે મા ખોડિયારને સ્મર્યા ને ઓપરેશન વિના ગાંઠ મટી જાય તે માટે પરચો માન્યો. મા ખોડેલની કૃપાથી ચાર જ દિવસમાં ગાંઠ ફાટી જતા તેમને સારું થઈ ગયું. તેમના એક સ્નેહી શ્રી સૂર્યાબહેનને ઘઉં વાઢતી વખતે મોંમાં છોતરું જતા ગળામાં ફસાઈ ગયું. ત્યારે પણ મા ખોડલની કૃપા થઈ. થોડી વારે છોતરું નીકળી ગયું. તેમના અન્ય સ્નેહી શ્રી મીતાબહેન (વેઠા)ની ભેંસ ગોળની સાથે કોથળી પણ ખાઈ ગઈ. માને પ્રાર્થના કરવાથી તે કોથળી નીકળી ગઈ અને ભેંસ હેમખેમ રહી.

શ્રી લતાબેન એ ગોસ્વામી; બગસરા (જિ. અમરેલી)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અતૂટ શ્રદ્ધા - વિશ્વાસ છે. મા ખોડિયારે તેમને અનેક મુશ્કેલીઓમાં સહાય કરી, કાર્ય સફળતા આપી છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી, જીવનમાં સુખ-શાંતિ બક્ષ્યા છે. કૃપાસિંધુ મા ખોડલને ભાવપૂર્વક નમસ્કાર.

શ્રી મધુબેન ડી. જાની; મહુવા (જિ. ભાવનગર)થી લખે છે: તેમના બે સંબંધી ભાઈઓની શિક્ષિત દીકરીઓને તેના અભ્યાસ ડીગ્રીને સમક્ષ જીવનસાથી તથા સારો પરિવાર મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલના આશીષથી બંને બહેનો ઘણાં જ સુખી સંપન્ન પરિવારને પામી. બંનેના વેવિશાળ આનંદોલ્લાસથી સંપન્ન થયા.

શ્રી હીરાબેન જોષી; મહુવા (જિ. ભાવનગર)થી લખે છે: તેમના પૌત્રને પગમાં કપાસી થવાથી બે વખત ઓપરેશન કરાવ્યા. પણ દુ:ખાવો અસહ્ય બનતો જતો હતો. તેના પગની પીડા દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને વિનંતી કરી પરચો માન્યો. મા ખોડલની અમી દ્રષ્ટિ થતાં પૌત્રના પગની પીડા શમી ગઈ. જે દર્દ દવાથી નથી મટતું તે મા ખોડલની દયાથી મટે છે.

શ્રી ચેતનાબેન વી. પરમાર; અમદાવાદથી લખે છે: તેમના રોકાયલા નાણાં કોઈપણ સંજોગોમાં પરત મળે તેમ ન હતાં. જ્યારે નાણાંની સખત જરૂર પડી ત્યારે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લીધું અને રોકાયેલા નાણા છૂટા થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમના રોકાયેલા નાણાં મળી ગયા. અશક્ય શક્ય બન્યું ને તેમના સઘળા કાર્યો સફળ થયા. મા ખોડલ સ્મર્યે સહાયરૂપ બને છે.

શ્રીમતિ કામીનીબેન જી. સોની; બારીયા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમના પતિને બરડામાં દુ:ખાવો થતો હતો. તેઓનું આ દર્દ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો નિર્ધાર કર્યો. મા ખોડલની અપાર દયાથી તેમના પતિને બરડાનું દર્દ દૂર થયું.

શ્રીમતિ ભાવનાબેન વી. નાયક; પાંચોટ (જિ. મહેસાણા)થી લખે છે: આઈ શ્રી ખોડિયારે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. મા ખોડલની મ્હેરથી તેમની મોટી દીકરીના લગ્ન ધામધૂમથી થઈ ગયા તેમજ નાની દીકરીનું સગપણ સારી જગ્યાએ મનપસંદ પાત્ર સાથે થયું, પુત્ર એમ.બી.એ.માં સફળ થયો અને તેને નોકરી પણ મળી ગઈ. તેમને નાકમાંથી પાણી પડતું તે પણ માની દયાથી બંધ થઈ ગયું. તેમની તથા તેમના પતિની નાદુરસ્ત તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રીમતિ ભાનુબેન જે. પટેલ; ભાત (જિ. અમદાવાદ)થી લખે છે: તેમના પુત્રએ મકાન માટે લીધેલી લોન સમયસર ચૂકતે થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની કૃપાથી લોન ચૂકતે થઈ ગઈ. આઈ શ્રી ખોડલને વારંવાર વંદન.
શ્રીમતિ જશોદાબેન પ્રજાપતિ; વડોદરાથી લખે છે: તેમની પુત્રવધૂને શાળામાં નોકરી મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલના આશીર્વાદથી પુત્રવધૂને શાળામાં નોકરી મળી ગઈ. તેમના પગની પીડા પણ મા ખોડલે દૂર કરી. તેમના નોકરને પગમાં સોજા ચડ્યા હતા. માની દયાથી તેને પણ સારું થઈ ગયું.

શ્રી અર્જુનભાઈ પટેલ; દેવપર (જિ. કચ્છ)થી લખે છે: તેમના પૌત્રને વીમાની મુદત પૂરી થતા વીમાની રકમ મળવામાં ખૂબ જ વિલંબ થતો હતો. આ કામકાજમાં જુદી જુદી ખામીઓ બતાવી, સમય પસાર કરાતો હતો. આખરે, થાકીને તેમણે મા ખોડલનું શરણું લીધું ને વીમાનું કામ પાર પડે તે માટે પરચો માન્યો. મા ખોડલની પરમ કૃપાથી આ કામ સુપેરે પાર પડી ગયું.

શ્રી મધુબેન શાહ; ચેન્નઈ (તમિલનાડુ)થી લખે છે: તેમના પુત્રનું ઓપરેશન નિર્વિઘ્ને સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો હતો. દયાના દેવી મા ખોડલની કૃપાથી ઓપરેશન સફળ થયું. મા ખોડલ પરની શ્રદ્ધા થકી કરેલી પ્રાર્થના અચૂક ફળે છે.

શ્રી જે. બી. મહેતા; અમદાવાદથી લખે છે: તેમના મોટા દીકરાની મોટી દીકરીને હાથના પંજામાં તકલીફ હોવાને કારણે ઓપરેશન કરાવેલ. પરંતુ તેમાં કંઈક ખામી રહી જવાથી તે લોટ બાંધી શકતી ન હતી તેમજ વજન પણ ઊંચકી શકતી ન હતી. તેની આ તકલીફ દૂર થાય તે માટે કરેલી પ્રાર્થના મા ખોડલે સાંભળી પૌત્રીને હાથમાં સારું થઈ ગયું. તેની બીજી દીકરીના પુત્રને આંખોમાં તકલીફ હતી. માને પ્રાર્થના કરવાથી તેને પણ સારું થઈ ગયું. વધુમાં, મા ખોડલના આશીર્વાદથી તેમની પૌત્રી બી.બી.એ.ના છેલ્લા વર્ષમાં સારા માર્કસથી પાસ થઈ તેમજ પૌત્ર કોલેજના પ્રથમ વર્ષની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. તેના પગની બળતરા પણ મા ખોડલે દૂર કરી.

શ્રી મણીભાઈ એન. પટેલ; રાજપુર (જિ.ખેડા) થી લખે છે: તેમના બે પૌત્રોએ એ.ટી.ડી.ના બીજા વર્ષની પરીક્ષા આપી હતી. બંને સારા ટકા મેળવી પાસ થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડિયારના શુભાશિષથી બંને બાળકો સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયા.

શ્રી ઉદેસિંહ એફ. ડાભી; અમદાવાદથી લખે છે: તેમની ગેસની પાસબુક ખોવાઈ ગઈ હતી. બે ત્રણ દિવસ તપાસ કરી પણ ક્યાંયથી ન મળી. તેથી આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પાસબુક મળી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપાથી પાસબુક તુરત જ મળી આવી. બીજું, તેમને એક સંબંધી સાથે મનમેળ ન હતો. પરંતુ માની કૃપાથી સમાધાન થઈ ગયું. આઈ શ્રી ખોડલના ચરણોમાં લાખ લાખ પ્રણામ.

શ્રી નટુભાઈ પી. પટેલ; નવાગામ-રામોલ (જિ. ખેડા)થી લખે છે: કેનેડા સ્થિત તેમના ભત્રીજાના પુત્રને ઘણા સમયથી પેટની તકલીફને કારણે મોટા આંતરડામાં ચાંદા પડી ગયા હતા. તેથી લોહીના ઝાડા થતા હતા. આ ગંભીર બીમારીમાંથી તેને સારું થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અરજ કરી પરચો માન્યો. મા ખોડલની દયાથી તેની તબિયતમાં ઘણો જ સુધારો થઈ ગયો. બીજું, તેમના મોટાભાઈના કૂવે ડી.પી. ખસેડવા માટે જી.ઈ.બી.માં અરજી કરેલી. આ માટેનો ખર્ચ ઓછો થાય અને કામ પૂર્ણ થાય તે માટે મા ખોડલને કરેલી પ્રાર્થના પણ ફળી, યોગ્ય ખર્ચમાં ડી.પી. ટ્રાન્સફર થઈ ગયું. માના આશીર્વાદથી તેમની પુત્રી S.Y.B.Com.©ÉÉÅ સારા માર્કસથી પાસ થઈ.

શ્રી હંસાબેન એન. ધંધુકીયા; અમદાવાદથી લખે છે: તેમને એક એવો રોગ છે કે ચાલતી વખતે ઘણીવાર પડી જવાય છે. પરંતુ મા ખોડલ ઉપરની અતૂટ શ્રદ્ધા તેમને હેમખેમ બચાવી લ્યે છે. ચાલુ વાહને પણ ઘણી વખત પડી જવાય છે પણ મા ખોડિયાર આંચ આવવા દેતા નથી. હાથ-પગમાં સ્હેજ ઈજા થતી નથી. ખરેખર, મા ખોડિયાર હાજરાહજૂર છે.

શ્રી દલસુખભાઈ એચ. મકવાણા; વીંછણ (જિ. અમદાવાદ)થી લખે છે: તેમના પુત્રના પગની પિંડીમાં સતત દુ:ખાવો રહેતો હતો. તેનું આ દર્દ શમી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી પુત્રને પિંડીનું દર્દ દૂર થયું. આ ઉપરાંત, માના શુભાશિષથી પુત્ર બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થયો. મા ખોડલે તેમના અનેક કાર્યો સફળ કરી પરચાની મહાનતા પૂરવાર કરી છે.

શ્રીમતિ હર્ષાબેન પી. બ્રહ્મભટ્ટ; ગાંધીનગર થી લખે છે: તેમની દોહિત્રી અમુક શબ્દો તોતડો બોલતી હતી. ખાસ કરીને 'ક'ને 'ત' બોલતી હતી. તેની વાચા ચોખ્ખી થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની અમીમય નજરથી દોહિત્રી ચોખ્ખું બોલતી થઈ ગઈ. વધુમાં, માની કૃપાથી તેમની દીકરીને એર્લજીની તકલીફ દૂર થઈ તેમજ તેમના પતિને રીટાયર્ડમેન્ટ પછી નોકરી પણ મળી ગઈ.

શ્રીમતિ મણીબેન વી. પટેલ; નવસારીથી લખે છે: તેમની દીકરીની દીકરીઓ તથા દીકરો પૌત્ર - બધા જ પરીક્ષામાં સારા માર્કસથી સફળ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો હતો. મા ખોડલની દયાથી બધાં જ બાળકો સારા માર્કસ મેળવી પાસ થયા.

શ્રી સવિતાબેન આર. ભારતી; સચીન (જિ. સુરત)થી લખે છે: તેમના શરીરે સ્નાયુઓ ખેંચાઈ જતા કમ્મરથી ઉપરના ભાગે ખૂબ જ દુ:ખાવો થતો હતો. શ્વાસ લેવામાં પણ તકલીફ થતી. દવાઓ કરાવી, પણ કોઈ જ ફેર ન પડ્યો. વળી, દવાઓની આડઅસર થતા શરીર ધીરે ધીરે નબળું પડતું હતું. આવી સ્થિતીમાં તેમણે મા ખોડલનું શરણું લીધું અને સારું થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમને ઘણી જ રાહત થઈ ગઈ.

શ્રી રમણભાઈ એસ. પટેલ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની બીજા નંબરની દીકરીને પરીક્ષા આપવા પૂના જવાનું હતું. સ્થળ અજાણ્યું હોય ચિંતા થતી હતી. તે પરીક્ષા સફળતાપૂર્વક આપી સુખરૂપ ઘરે આવી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તેમની દીકરી પૂના જઈ ત્યાંથી સુખરૂપ ઘરે આવી ગઈ. તેમની મોટી દીકરીના પુત્રને ક્રિકેટ રમતાં હાથમાં ઈજા થઈ હતી. માની દયાથી તેને પણ સારું થઈ ગયું. બીજા નંબરની દીકરીનું વેવિશાળ બહારગામ ગોઠવ્યું હતું. આ વેળા પણ માની કૃપા થતા આવવા જવાનું રીઝર્વેશન મળી ગયું. આ ઉપરાંત માની કૃપા દ્રષ્ટિથી તેમના જમાઈની બીમારી દૂર થઈ તેમજ તેમના પડોશીની દીકરી બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ.

શ્રી મીનાબેન એચ. પટેલ; નરસંડા (જિ.ખેડા)થી લખે છે: યુ.એસ.એ. સ્થિત તેમના પુત્રને સ્વતંત્ર ધંધો થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તેમના પુત્રને મનપસંદ જગ્યાએ સ્વતંત્ર વ્યાપાર - ધંધો શરૂ થઈ ગયો.

શ્રી ભાવનાબેન બી. કેલૈયા; વલ્લભ વિદ્યાનગર (જિ.આણંદ)થી લખે છે: તેમની મકાન લેવાની ઈચ્છા હતી. પરંતુ મર્યાદિત બજેટને કારણે કોઈ આશાનું કિરણ દેખાતું ન હતું. તેઓ જે ફ્લેટમાં ત્રણ વર્ષથી ભાડે રહેતા હતા. તે માફક આવી જતા, તે લઈ લેવાનું વિચાર્યું. તેના માલિક વિદેશ રહેતા હતા. તેને વારંવાર વાત કરી પણ ફલેટ વેચવા તેઓ રાજી ન હતા. આથી ફરી નિરાશા મળી. એક દિવસ તેમણે મા ખોડલને પ્રાર્થ્યા, ને આ જ ફ્લેટ મળી જાય તે માટે પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો. બીજા જ અઠવાડિયે મકાનમાલિકનો સામેથી ફોન આવ્યો. જેમાં તેણે ફ્લેટ વેચવા સંમતિ દર્શાવી. એટલું જ નહિ તેમણે ધારેલ કિંમતમાં જ તે ફ્લેટ તેમના નામે થઈ ગયો. સાક્ષાત્ જગદંબા મા ખોડલને શત્ શત્ નમન.

શ્રી અમીતાબેન પાઠક; ફલોરીડા (યુ.એસ.એ.)થી લખે છે: તેમનું મનપસંદ મકાન ધારેલી કિંમતમાં મળી જાય તે માટે તેમણે મા ખોડેલને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલે તેમની ઈચ્છા પૂર્ણ કરી. તેમને મનપસંદ મકાન ખૂબ જ વાજબી કિંમતે મળી ગયું.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions