
શ્રીમતિ જ્યોત્સાનાબેન ઠાકર, વાપી (જિ. વલસાડ)થી લખે છે: તેમના પતિની શારીરિક તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અપાર દયા થઈ અને તેમના પતિની શારીરિક તકલીફ દૂર થઈ તેઓને સારું થઈ ગયું.
શ્રીમતિ આર. બી. વીઠા, વાશી (નવી મુંબઈ)થી લખે છે: તેમના દોહિત્ર - દોહિત્રી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી બંને બાળકો પાસ થઈ ગયા.
શ્રી રોનક વી. પારેખ, અમદાવાદથી લખે છે: તેમનો ચિ. બ્રિજેશ ધો. 10માં સારા માર્કસ મેળવી ઉતીર્ણ થાય તે માટે તેમણે મા ખોડલનો પરચો માન્યો હતો. આઈ શ્રી ખોડલના આશિષથી તે 72 ટકા મેળવી પાસ થયો તેમજ તેણે ડીપ્લોમાં એન્જિ.ની મીર્કનીકલ બ્રાંચમાં સફળતાપૂર્વક પ્રવેશ મેળવ્યો. માના આશીર્વાદથી તેમના કાકાની દીકરી પણ ધો. 10માં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થઈ.
શ્રી મૃદુલાબેન બી. જોશી, અમદાવાદથી લખે છે: તેમના સંબંધીનો દીકરો અમેરિકામાં પાયલોટનો અભ્યાસ કરતો હતો. તેને ત્યાં જ જોબ મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અસીમ કૃપાથી તેને ત્યાં જ જોબ મળી ગઈ. તેની બહેનની તબિયત નરમગરમ રહેતી હતી. માના પરચાના પ્રતાપે તેને પણ સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં વારંવાર વંદન.
શ્રીમતિ ઉષાબેન એસ. પટેલ, ધોરાજી (જિ. રાજકોટ)થી લખે છે: તેમના દીકરાને હૃદયમાં કાણું હોવાથી ડૉક્ટરે ઈકો - કાર્ડિયોગ્રામ કરાવવાનું કહ્યું હતું. તે રીપોર્ટમાં તેના ધબકારા અનિયમિત જણાતા બે માસ બાદ ફરી આ જ રીપોર્ટ કરાવવાની સલાહ આપી. આવા સમયે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને તેમના દીકરાના હૃદયનું કાણું બૂરાઈ જાય તેમજ તેને કોઈ જ તકલીફ ન થાય તે માટે પરચો માન્યો. આઈ શ્રી ખોડલની દયાદ્રષ્ટિથી તેમના દીકરાને સારું થઈ ગયું.
શ્રી રમાબેન જી. રાઠોડ, મઝગાંવ (મુંબઈ)થી લખે છે: તેમની પેન્શન બુક ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતી ન હતી. છેવટે, તેમણે આઈ શ્રી ખોડિયારનું શ્રધ્ધાપૂર્વક સ્મરણ કર્યું અને પેન્શન બુક મળી જાય તે માચે પરચો છપાવવાનો નિર્ણય કર્યો. આઈ શ્રી ખોડલની પરમ કૃપાથી કબાટના ડ્રોઅરમાંથી જ બુક મળી આવી.
શ્રી પ્રાણશંકર જે. રાજ્યગુરૂ, દાદર (મુંબઈ)થી લખે છે: તેમને પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવાનું હતું. પણ કંઈ ને કંઈ શારીરિક તકલીફને કારણે ઓપરેશન અટકતું હતું. આ બાબતે આઈ શ્રી ખોડિયારનું શરણું લઈ પરચો માનતા તેમનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું અને હવે સ્વાસ્થ્ય પણ સારું રહે છે. બીજું તેમની દીકરીને હિમોગ્લોબીન ઘટી જતા તબિયત નરમગરમ રહેતી હતી. તેના માટે પણ મા ખોડલને પ્રાર્થના કરતા તેની તબિયત પણ સારી થઈ ગઈ.
શ્રી રમેશભાઈ આર. કારાવદરા, સોઢાણા (જિ. પોરબંદર)થી લખે છે: તેમને અઠવાડિયાથી ખૂબ જ તાવ સાથે માથામાં દુ:ખાવો રહેતો હતો. તેમજ નાની - નાની શારીરિક પીડાઓ પણ સતાવતી હતી. સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમની તમામ શારીરિક તકલીફો દૂર થઈ અને સ્વાસ્થ્ય બિલકુલ સારું થઈ ગયું.
શ્રી પિનલબેન પી. પટેલ, કરચીયા (જિ. વડોદરા)થી લખે છે: તેમનો ભાઈ સુખરૂપ લંડન પહોંચી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. માના આશીર્વાદથી તેમનો ભાઈ લંડન સુખરૂપ પહોંચી ગયો. આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ પ્રણામ.
શ્રી બી. એસ. રામી, અમદાવાદથી લખે છે: તેમનાં પત્નીને પડખામાં દુ:ખાવો રહેતો હતો. તેનું આ દર્દ દૂર થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડિયારની અમીદ્રષ્ટિથી તેમનાં પત્નીનું પડખાનું દર્દ દૂર થયું.
શ્રીમતિ નંદાબેન ડી. વોરા, ઉમરખાડી (મુંબઈ)થી લખે છે: તેમનો પુત્ર ધો.10માં સારા ટકા મેળવી ઉતીર્ણ થાય અને તેને સારી કોલેજમાં એડમીશન મળે તે માટે તેમણે મા ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડિયારે તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. તેમની કાનની પીડા પણ મા ખોડલે મટાડી. બીજું તેઓ પતિ - પત્નીને માનસિક ત્રાસ રહેતો. પરંતુ માના શરણે જવાથી તેમાં પણ રાહત થઈ ગઈ.
શ્રીમતિ ઉષાબેન ટી. રાજપૂત, વડોદરાથી લખે છે: તેમના પતિને છ મહિનાથી હાથીપગાની તકલીફ હતી. તેઓના શરીરની તાસીર ગરમ હોવાથી એલોપથી દવાઓ લઈ શકતા ન હતા. આયુર્વેદિક ઉપચાર સફળ થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાથી તેમના પતિને પગમાં સારું થઈ ગયું. આ ઉપરાંત, તેમના મોટા દીકરાને કીડનીમાં પથરી હતી. પણ માની કૃપાથી દવા કરવાથી પથરી નીકળી ગઈ. માના આશીર્વાદથી તેમનો નાનો દીકરો નવમા ધોરણમાં બીજા ક્રમાંકે પાસ થયો.
શ્રી ભીખાભાઈ એન. ગઢવી, નાના માલપરા (જિ. ભાવનગર)થી લખે છે: તેઓને બોર્ડની પરીક્ષામાં પાસ થવા અંગે શંકા હતી. પાસ થઈ જવાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણ પૂર્વક યાદ કર્યા અને પરચો માન્યો. મા ખોડલના શુભાશિષથી તેઓ પાસ થઈ ગયા. અને બાદમાં સારી શાળામાં એડમીશન પણ મળી ગયું.
શ્રી હરકિશનદાસ ટી. ચૌહાણ, કોસંબા (જિ. સુરત)થી લખે છે: તેમનું એક અગત્યનું કાર્ય પાર પડે તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની પરમ કૃપાથી તેમનું કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું. અન્ય એક કોર્ટ કેસમાં પણ સફળતા મળશે તેવી તેમને મા ઉપર શ્રધ્ધા છે. માના આશીર્વાદથી તેમના પુત્રને અભ્યાસાથે સુરતની સંસ્થામાં પ્રવેશ મળી ગયો.
શ્રી દમયંતીબેન એસ. પટેલ, પીંપળગામ (જિ. નાસીક)થી લખે છે: તેમની પગની તકલીફ તેમજ તેમના પડોશી શ્રી નીતાબહેનની શારીરિક તકલીફ દૂર થાય તે માટે તેમણે મા ખોડલને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડિયારની દયાથી બંનેની તકલીફો દૂર થઈ. આઈ શ્રી ખોડલના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી દીપકભાઈ ડી. પરમાર, કોસંબા (જિ. સુરત)થી લખે છે: તેમના નાના પુત્ર ચિ. રાજવીને ન્યૂમોનીયા અને ફેફ્સાંના ઈન્ફેકશનની બીમારીમાંથી મા ખોડિયારે જીવતદાન આપ્યું હતું. પરંતુ આ પછી થોડા મહિના બાદ ફરી પાછા તે જ લક્ષણો દેખાતા તેના બધા રીપોર્ટ નોર્મલ આવે અને તદ્દન સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થના કરી હતી. પૂ. આઈ શ્રી ખોડિયારની અમીમય નજરથી તેમનો પુત્ર સંપૂર્ણ તંદુરસ્ત થઈ ગયો. મા ખોડલે તેમના પરિવારને અનેક આફતોમાંથી ઉગાર્યા છે.
શ્રી સોમાભાઈ બી. પટેલ, લાડોલ (જિ. મહેસાણા)થી લખે છે: તેમની પુત્રી ધો. 10ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય તેમજ તેને મનપસંદ કોલેજમાં એડમીશન મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. આ ઉપરાંત, માએ તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ કરી છે.
શ્રીમતિ નિર્મળાબેન ડી. પટેલ, લીમડી (જિ. દાહોદ)થી લખે છે: તેમના દીકરાના લગ્નનો પ્રસંગ નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલના આશીર્વાદ માંગ્યા હતા. મા ખોડલની પરમ કૃપાથી તેમના પુત્રના લગ્ન આનંદ-મંગલથી થઈ ગયા. આ ઉપરાંત, તેમની પગની પીડા પણ મા ખોડિયારે દૂર કરી.
શ્રી બાબુભાઈ આઈ. પટેલ, હસનપુર (જિ. મહેસાણા)થી લખે છે: તેમના ભાણીયાને હ્રદયમાં કાણું હોવાનું તબીબી નિદાન થયું હતું. તેને આ તકલીફમાંથી તદ્દન સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને શ્રધ્ધાપૂર્વક પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તેમના ભાણીયાને હૃદયમાંનું કાણું મટી ગયું હોવાનો રીપોર્ટ આવ્યો.
શ્રી હેમાબેન એમ. પટેલ, રણોલી (જિ. આણંદ)થી લખે છે: તેમના ભાઈને છેલ્લા છ માસથી છાતી તથા હાથ - પગમાં વેદના થતી હતી. ક્યારેક રાત્રે સતત બે કલાક દર્દ તથા બેચેની રહેતા. અનેક દવાઓ કરાવવા છતા કોઈ ફેર પડતો ન હતો. છેવટે, તેમણે મા ખોડિયારનું શરણું લીધું અને ભાઈના સારા સ્વાસ્થ્ય માટે પરચો માન્યો. દર્દ દૂર થયું. બીજું માના શુભાશિષથી તેમનો પુત્ર સારા ટકા મેળવી પાસ થયો અને વધુ અભ્યાસાર્થે એડમીશન પણ મળી ગયું.
શ્રીમતિ વીણાબેન એચ. પટેલ, સુરતથી લખે છે: તેમને માસિકની તકલીફના ઓપરેશન વખતે લોહી ચઢાવવાની જરૂર હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. વધારાના લોહીની જરૂર ન પડે અને ઓપરેશન સફળતાપૂર્વક થઈ જાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો માન્યો હતો. માની દયાથી તેમની પ્રાર્થના ફળી.
શ્રી રવાજી બી. ઠાકોર, આંબાપુરા (જિ. પાટણ)થી લખે છે: તેમનાં પત્ની શ્રીમતિ ચંદાબહેનને ઉધરસ આવતી હતી. સાથે પેટમાં દુ:ખાવો અને અન્ય તકલીફ પણ રહેતા તેને તદ્દન સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અમી કૃપાથી તેમનાં પત્નીને તદ્ન સારું થઈ ગયું.
શ્રી કાનજીભાઈ એ. જાદવ, વાલંદાપુરા (જિ. આણંદ)થી લખે છે: તેમના લગ્નજીવનને પાંચ વર્ષ થયા હતા. છતાં શેર માટીની ખોટ હતી. સંતાનસુખની ઈચ્છા ફળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારના શરણે જઈ પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડિયારે તેમની આશા પૂરી કરી. આઈ શ્રી ખોડલના પાવન ચરણોમાં શત્ કોટિ પ્રણામ.
શ્રી અરવિંદભાઈ બી. ભટ્ટ, અમરેલીથી લખે છે: તેમના પુત્રની નોકરી છૂટી જવાથી સૌ ચિંતામાં હતા. તેને તાત્કાલિક બીજી નોકરી મળી જાય તે માટે તેમણે મા ખોડલને શ્રધ્ધા પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલના આશીર્વાદથી પરચો માન્યાની સાંજે જ તેને બીજી નોકરી મળી ગઈ.
શ્રીમતિ દક્ષાબેન પી. સાધુ, સાંતલપુર (જિ. પાટણ)થી લખે છે: તેમના બંને પુત્રો ધો. 12 અને ધો. 10ની પરીક્ષામાં સારા ગુણાંકથી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે મા ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. માના આશીર્વાદથી તેમના બંને પુત્રો બોર્ડની પરીક્ષામાં સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ થયા. આ ઉપરાંત, માની મહેરથી તેમના મોટા પુત્રને નજીકના સ્થળે સરકારી કોલેજમાં એડમીશન પણ મળી ગયું.
શ્રી કિશનસિંહ આર. પઢિયાર, ધનાવસી (જિ. આણંદ)થી લખે છે: મા ખોડિયાર ઉપર તેમને અતૂટ શ્રધ્ધા છે. દયાના દેવી શ્રી ખોડિયાર ભક્તોની વ્હારે તુરત જ દોડી આવે છે. તેમને મરડાની તકલીફમાં દવાઓ બિનઅસરકારક નીવડતી હતી. પરંતુ મા ખોડલના પરચાની ટેક રાખતા તેમને તુરત જ સારું થઈ ગયું.
શ્રી કુસુમબેન એચ. પટેલ, અમદાવાદથી લખે છે: તેમને મસા થયા હતા. દવાઓથી સારું ન થતાં તેમણે મા ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની કૃપાથી તેમને મસા મટી ગયા. તેમનું ખોવાયેલું મંગલસૂત્ર પણ માને યાદ કરવાથી મળી આવ્યું. વિશેષમાં, તેમના માતૃશ્રીને છાતીમાં દુ:ખાવો થતા તેઓનો એન્જિયોગ્રાફી રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમના મોટા બહેને માનેલ પરચો પણ ફળ્યો. માના શુભાશિષથી તેમના મોટા બહેનના દીકરો-દીકરી બોર્ડની પરીક્ષામાં ર્ફસ્ટ ક્લાસ મેળવી પાસ થયા.
શ્રી ઉર્મિલાબેન પી. પરમાર, ક્લીયારી (જિ. ભરૂચ)થી લખે છે: તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણપૂર્વક સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી, મનોકામના પૂર્ણ કરી. આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ વંદન.
શ્રી વાલીબેન પી. ચૌધરી, મહેસાણાથી લખે છે: તેમના કુટુંબ ઉપર મા ખોડલની અમી નજર હંમેશા રહી છે. સંકટના સમયે મા ખોડલ હાજરાહજૂર રહે છે. એક વખત તેમને પગમાં તથા દાઢમાં અસહ્ય દુ:ખાવો ઊપડ્યો. પરંતુ મા ખોડલને પ્રાર્થી પરચો માનવાથી તેમને અઠવાડિયામાં જ બિલકુલ સારું થઈ ગયું.
શ્રી જી. પી. નથવાણી, જામનગરથી લખે છે: તેમનો ધંધાકીય પ્રશ્ન નિર્વિઘ્ને ઉકેલાઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડિયારની અપાર કૃપાથી તેમનો ધંધાકીય પ્રશ્ન ઉકેલાઈ ગયો.
શ્રી કાંતિભાઈ સી. ભરવાડ, ભેંસાલ (જિ. પંચમહાલ)થી લખે છે: એક રાત્રે અચાનક ગભરામણ થવા લાગી, મૂંઝારો એટલી હદે હતો કે જીવ નીકળી જશે તેવું લાગતું હતું. આવા સમયે તેમણે તુરત મા ખોડલના જાપ જપવા ચાલુ કર્યા અને માની દયાથી ફક્ત પાંચ જ મીનીટમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા... આ ઉપરાંત, માને પ્રાર્થવાથી તેમના જિલ્લામાં વરસાદ સારા પ્રમાણમાં પડ્યો. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં વંદન.
શ્રી રૂચિરભાઈ એચ. પટેલ, પેટલાદથી લખે છે: તેઓ મધ્યમ ગતિએ બાઈક ચલાવતા હતા પણ રસ્તો ક્રોસ કરવા એક 4-5 વર્ષનું બાળક અચાનક દોડી આવતા તેમના બાઈક સાથે અથડાઈ પડી ગયું. તે બાળકને ડાબી બાજુ કાન પર ઈજા થઈ હતી. સરકારી દવાખાનામાં તેને ડ્રેસીંગ કરાવ્યા બાદ થોડીવારે ખેંચ ઉપડતા ત્યાંથી નડિયાદ હોસ્પિટલમાં લઈ જવા જણાવાયું. તેઓ બાળકના પિતા સાથે ત્યાં ગયા. પણ ત્યાંના ડૉક્ટરોએ બ્રેઈન હેમરેજની શક્યતા દર્શાવી અમદાવાદ જવાનું કહ્યું. બાદમાં ખાનગી હોસ્પિટલના ખર્ચો તેમને ભોગવવાની શરતે ત્યાં સારવાર ચાલુ કરાવી. જ્યાં બાળકને મગજની ડાબી સાઈડ પર ફેક્ચર હોવાનું નિદાન થયું. આવા સમયે તેમણે મા ખોડલને પોકાર્યા અને બાળકને બચાવી લેવા યાચના કરી. મા ખોડલે તેમનો પોકાર સાંભળ્યો. સાંજે તેની તબિયત સુધારા પર આવી ગઈ. પાંચ દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. તેમના માટે ખર્ચો આપીને ખસી જવું તેના કરતા બાળકનું બચી જવું વધુ જરૂરી હતું. મા ખોડલે તે બાળકને નવજીવન આપ્યું. બીજું, આ બાબતે સંભવિત પોલિસ કેસમાંથી પણ તેઓ હેમખેમ બચી ગયા. ખરેખર, આઈ શ્રી ખોડિયાર હાજરા હજૂર દેવી છે.
શ્રી કમલેશભાઈ સી. મૈસુરીયા, મસાડ (જિ. સુરત)થી લખે છે: તેમનાં પત્નીની તબિયત ઘણાં સમયથી નાદુરસ્ત રહેતી હતી. અનેક ડૉક્ટરોની સારવાર કરાવી પણ રાહત ન થઈ. છેવટે, તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી તેમનાં પત્નીની તબિયત સારી થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમનાં પત્નીને સારું થઈ ગયું.
શ્રી મનસુખલાલ એન. દરજી, પોરબંદરથી લખે છે: તેમના પત્નીને પેટમાં સખત દુ:ખાવો રહેતો હતો. દવાઓથી કોઈ ફેર ન પડતા ડૉક્ટરે એક્સ-રે કરાવવાનું કહ્યું. તેનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમનાં પત્નીનો રીપોર્ટ નોર્મલ આવ્યો. માની દયાથી તેમના દીકરાનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.
શ્રીમતિ સીતાબેન બી. પટેલ, હસનપુર (જિ. મહેસાણા)થી લખે છે: તેમની દીકરીનું સગપણ સારી જગ્યાએ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના શુભાશિષથી તેમની દીકરીનું સગપણ ટૂંક સમયમાં જ સારી જગ્યાએ થઇ ગયું.
શ્રી ગિરીશભાઈ સી. સોની, બારીયા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમને હાથમાં ઈજા થવાથી સોજો રહેતો હતો. સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમને હાથમાં સારું થઈ ગયું. આઈ શ્રી ખોડલના પુનિત ચરણોમાં વારંવાર વંદન.
શ્રી શંકરલાલ બી. પટેલ, મહેસાણાથી લખે છે: તેમની ભાણીને સારી શાળામાં એડમીશન મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારના આશીર્વાદ માગી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની કૃપાથી તેને સારી અને મનપસંદ શાળામાં એડમીશન મળી ગયું.
શ્રી કનૈયાલાલ એમ. વરીયા, અલીન્દ્રા (જિ. ખેડા)થી લખે છે: તેમનાં ભાભી શ્રી અમરતબહેન માથામાં ગરમી અને ગૂમડાંની તકલીફથી પિડાતા હતા. ડૉક્ટરની દવાઓ સાથે તેમણે મા ખોડલ પાસે દુઆ પણ માંગી અને ભાભીનું માથાનું દર્દ દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમનાં ભાભીને માથામાં સારું થઈ ગયું. બીજું, તેમના સ્વજન શ્રી જ્યોત્સનાબહેનના બહેનનો દીકરો ઉંમરલાયક થયો હોવા છતાં તેના વેવિશાળમાં વિલંબ થતો હતો. પરંતુ તેઓએ મા ખોડલને પ્રાર્થના કરતા ટૂંક સમયમાં જ તેનું સગપણ થઈ ગયું.
શ્રી કનુભાઈ સી. વ્યાસ, ઉત્તરસંડા (જિ. ખેડા)થી લખે છે: તેની બહેનના દીકરા ચિ. આનંદને યુ.કે. - લંડનમાં અભ્યાસાથે વિઝા મળી જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલના શુભાશિષથી તેને વિઝા મળી ગયા. વિશેષમાં, તેમના પત્ની શ્રીમતિ મધુબહેનને ઘણાં સમયથી છાતીમાં ગભરામણ રહેતી તેમજ માનસિક બીમારી પણ રહેતી. પરંતુ મા ખોડલના પરચાના પ્રતાપે તેને બિલકુલ સારું થઈ ગયું.
શ્રી મનીષાબેન એન. વાઘેલા, મુંબઈથી લખે છે: તેમનો દીકરો હોટેલ મેનેજમેન્ટના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મંદીના કારણે તેને નોકરી મળવી મુશ્કેલ જણાતી હતી. તેને પરીક્ષા બાદ સારી નોકરી તુરત જ મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કરી પરચો માન્યો. મા ખોડલના શુભાશિષથી તેમના દીકરાની ફાઈનલ પરીક્ષા પૂરી થવાના બીજે જ દિવસે ફાઈવ સ્ટાર હોટેલમાં નોકરી મળી ગઈ. માની કૃપાથી તેમના પતિનું અગત્યનું કામ પાર પડ્યું. અને તેમના ઘરમાંથી માંકડનો ત્રાસ પણ દૂર થયો. આ ઉપરાંત, મા ખોડિયારની અમી દ્રષ્ટિથી તેમના પતિ માનસિક બીમારીમાંથી સ્વસ્થ થઈ ગયા અને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ.
શ્રી પ્રહલાદભાઈ જે. લિમ્બચીયા, કલ્યાણ (જિ. થાણા)થી લખે છે: તેઓ ખૂબ જ બીમાર પડી જવાથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ડૉક્ટરોના કહેવા મુજબ કેસ ગંભીર લાગતો હતો. તેઓ ત્યારે ભાનમાં આવ્યા ત્યારે તુરત જ મા ખોડિયારને યાદ કર્યા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી પરચો માન્યો. મા ખોડલની અમીમય નજરથી તેમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા.
શ્રી ભગવાનભાઈ આર. મુછાળા, ખંઢેરી -ગીર (જિ. જૂનાગઢ)થી લખે છે: મા ખોડલ ઉપર તેમને અનન્ય શ્રધ્ધા - વિશ્વાસ છે. મા ખોડલની કૃપાથી તેમના પરિવારના અનેક કપરાં કાર્યો સરળતાથી પાર પડ્યાં છે. માના કૃપા - આશિષથી તેમને હાઈસ્કૂલમાં નોકરી મળી. તેમજ એક મોટી આફતમાંથી મા ખોડલે જ તેમને ઉગાર્યા. આઈ શ્રી ખોડિયારને લાખ લાખ વંદન.
શ્રી ઉદયસિંહ આર. સોલંકી, અટલાદરા (જિ. વડોદરા)થી લખે છે: તેમના કચેરીના કાર્યકાળ દરમ્યાન કામગીરી અંગે થયેલી ભૂલોના નિવારણ બાબતે ઘણી ચિંતા સતાવતી હતી. તેમનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ, ચિંતા દૂર થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. માના આશીર્વાદથી તેમના દીકરા-દીકરીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, તેમના કુટુંબમાં પણ સુખ - શાંતિ પ્રવર્તે છે. તેમજ ભાઈ-બહેનો સાથે મેળાપ પણ થયેલ છે.
શ્રી રમણભાઈ એસ. પટેલ, બોરીવલી (મુંબઈ)થી લખે છે: મા ખોડિયારે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. માની અપાર કૃપાથી તેમના મકાનનું કામકાજ નિર્વિઘ્ને અને સમયસર પૂર્ણ થયું. ત્રીજા અને ચોથા નંબરના જમાઈની બીમારી દૂર થઈ અને બંનેને સંપૂર્ણ સ્વસ્થતા મળી. તેમના ભત્રીજાના વેવિશાળમાં વિલંબ થતો હતો. પરંતુ મા ખોડલના પરચાના પ્રતાપે તેના લગ્ન નિર્વિઘ્ને અને ધામધૂમથી થઈ ગયા. માના આશીર્વાદથી તેમના પુત્ર-પુત્રીના સંતાનો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી પાસ થયા.
શ્રીમતિ નર્મદાબેન પટેલ, બૈરકપુર (કલકત્તા)થી લખે છે: તેમણે જમીનનો એક પ્લોટ લીધા બાદ મૂંઝવણમાં મુકાયા હતા. આ મૂંઝવણ દૂર થાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી, મૂંઝવણ દૂર કરી.
શ્રી હીરાભાઈ કે. પરમાર, મોટી જહેર (જિ. ખેડા)થી લખે છે: તેમના ડાબા પગમાં વાઢિયા ચીરાવાથી પાક થઈ ગયો હતો. ડાયાબીટીશ હોવાથી પગમાં પાક મટી જાય તેમજ કોઈ હેરાનગતિ ન થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમને પગમાં તદ્દન સારું થઈ ગયું.
શ્રીમતિ શારદાબેન એમ. પટેલ, ગડત (જિ. નવસારી)થી લખે છે: તેમનો પુત્ર તથા મિત્રની પુત્રી ધો. 12 સાયન્સમાં સારા માર્કસ મેળવી પાસ થાય તેમજ બંનેને પસંદગીના અભ્યાસક્રમમાં - કોલેજમાં એડમીશન મળે તે માટે તેમણે મા ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ.
શ્રીમતિ કૃષ્ણાબા એ. રાણા, રાજકોટથી લખે છે: તેમના પુત્રનું સગપણ સારી જગ્યાએ થાય તેમજ લગ્ન પ્રસંગ આનંદ મંગલથી સંપન્ન થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શ્રધ્ધાપૂર્વક સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તેમની આ મનોકામના પૂર્ણ થઈ.
શ્રી શંકરભાઈ જે. રબારી, પેટલાદ (જિ. આણંદ)થી લખે છે: તેમના દીકરા ચિ. વિપુલના લગ્ન જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. પરંતુ થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ સજાર્તા મુશ્કેલીઓ ઊભી થયેલ પરંતુ મા ખોડલના પરચાના પ્રતાપે સદર મુશ્કેલીઓ દૂર થઈ અને બંને પતિ-પત્ની જ્ઞાતિના રિવાજ મુજબ રાજીખુશીથી છૂટા પડી ગયા.
શ્રી રમેશચંદ્ર જી. રાવલ, ગવાડા (જિ. મહેસાણા)થી લખે છે: તેમની પૌત્રી ચિ. મૌલિકા ધો. 12ની પરીક્ષામાં સારા ટકા મેળવે તેમજ પી.ટી.સી.માં તેને ડોનેશન વગર પ્રવેશ મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પાર્થી પરચો માન્યો હતો. મા ખોડલના શુભાશિષથી ચિ. મૌલિકા 74 ટકા મેળવી ઉત્તીર્ણ થઈ અને તેને ડોનેશન વિના ગામની નજીકની કોલેજમાં જ એડમીશન મળી ગયું.
શ્રી ધનસુખલાલ એન. મીસ્ત્રી, સુરતથી લખે છે: તેઓ ઘણાં સમયથી સારા મકાનની શોધમાં હતા. આ કાર્ય જલ્દીથી પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અપાર કૃપાથી તેમને ફક્ત 20-25 દિવસમાં જ સારી લોકાલીટીવાળા વિસ્તારમાં મનપસંદ મકાન મળી ગયું. માના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી મનસુખભાઈ એ. કિચડીયા, મોરબી (જિ. રાજકોટ)થી લખે છે: તેમનો દીકરો ચિ. અમીત એમ.બી.એ.ના છેલ્લા સેમેસ્ટરમાં સારા ગુણાંક મેળવી ઉત્તીર્ણ થાય તેવી મનોકામના સાથે તેમણે મા ખોડલને પ્રાર્થના કરી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની આ મહેચ્છા પૂર્ણ કરી. આઈ શ્રી ખોડિયારને સહપરિવાર વંદન.
શ્રી શીતલબેન કે. ગોસ્વામી, મહેસાણાથી લખે છે: તેમના માતૃશ્રીને કમ્મરના તથા થાપાના બોલના ઘસારાને કારણે અસહ્ય પીડા થતી હતી. તેઓ પથારીવશ થઈ ગયા હતા. તેઓને ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે તેમણે તેમજ તેમના માતૃશ્રીએ (પોતાના માટે) આઈ શ્રી ખોડલનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમના માતૃશ્રીને ઓપરેશન વિના ઘણો જ આરામ થઈ ગયો. આ ઉપરાંત, માની દયાથી તેમનો ફ્લેટ સારી કિંમતે વેચાઈ ગયો. તેમને દીકરીના જન્મ બાદ ધાવણ માટે મોટી સમસ્યા સજાર્ઈ હતી. મા ખોડલે તે પણ દૂર કરી.
શ્રી નિલેશભાઈ આર. ભાભોર, સાગવાડા (જિ. પંચમહાલ)થી લખે છે: તેમણે નોકરી મેળવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ નીવડ્યા. આખરે, કાર્ય સફળતા માટે તેમણે મા ખોડલને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. આઈ શ્રી ખોડલના શુભાશિષથી તેમને થોડા જ સમયમાં નોકરી મળી ગઈ. આ ઉપરાંત, મા ખોડલે તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ કરી છે.
શ્રીમતિ મીનાબેન જી. છેડા, ડોંબીવલી (જિ. થાણા)થી લખે છે: તેઓ ભાડેથી રહેતા હતા તે બિલ્ડીંગ તૂટવાની હતી. આથી તેમણે તાત્કાલિક બીજા સ્થળે નવી જગ્યા ખરીદી. પણ તેમાં થોડા નાણાં ઘટતા હતા. આ માટેની લોન જલ્દીથી પાસ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલે તેમની માગણી સ્વીકારી. તેમની લોન પાસ થઈ જતા નવા ઘર અંગેનું કામકાજ પૂરું થયું.
શ્રી સામતસિંહ જી. સોલંકી, ઝીલોડ (જિ.આણંદ)થી લખે છે: તેમના પુત્રને ગળા તથા મોંના ભાગે સોજો આવી ગયો હતો. દવાખાને જતા પહેલાં તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મર્યા અને પુત્રને સારું થઈ જાય તેમજ રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. મા ખોડિયારની અમીમય નજરથી તેમના પુત્રનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને સોજો પણ ઊતરી ગયો.
શ્રી સુમનબેન આઈ. મીસ્ત્રી, માંગરોલ (જિ. ભરૂચ)થી લખે છે: તેમને ડાબા પગના ઘૂંટણમાં અસહ્ય દુ:ખાવો થતો. પગના તળિયે બળતરા થતી આંગળા ખેંચાતા ખાલી ચઢી જતી અને બેસવા - પલાંઠી વાળવામાં ખૂબ જ તકલીફ પડતા અનેક ડૉક્ટરોના ઈલાજ કરાવ્યા પણ રાહત ન થઈ. 'ખોડિયાર જ્યોત'માં પ્રગટ થતા માના પરચા તેઓ નિયમિત વાંચે છે. તેમાંથી પ્રેરણા લઈ તેમણે માનું સ્મરણ કર્યું અને પગની તમામ પીડા શમી જાય તે માટે પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડેલે દયા કરતા તેમને ટૂંક સમયમાં જ સારું થઈ ગયું. તેમની નાની - મોટી બીમારી પણ મા ખોડલે દૂર કરી.
શ્રીમતિ લક્ષ્મીબેન વી. પ્રજાપતિ, વડોદરાથી લખે છે: તેમની પુત્રવધૂ ઘણાં સમયથી બીમાર હતી. દવાઓ, માથાના એક્સ-રે વિગેરે અનેક ઈલાજો કર્યા પણ કોઈ જ ફેર ન પડવાથી ઘરના સૌ ચિંતિત હતા. આવા સમયે મા ખોડલ જ સહાયરૂપ બન્યા. માને હ્રદયપૂર્વક પ્રાર્થના કરી પરચો માનવાથી તેમની પુત્રવધૂની બીમારી થોડા સમયમાં જ સદંતર દૂર થઈ ગઈ.
શ્રી અંજનાબેન વી. ગોજીયા, જામનગરથી લખે છે: તેમને પેડુમાં ખૂબ જ દુ:ખાવો રહેતો હોવાથી પેટમાં ગાંઠ થઈ હોવાની શંકાથી ખૂબ જ ચિંતા થતી હતી. દરમ્યાન તેઓ આઈ શ્રી ખોડિયાર માના મંદિરે દર્શને જતા, ત્યાં ખોડિયાર જ્યોત તેમને મળી જતા તેમાંના પ્રગટ પરચા વાંચી તેમને પણ પ્રેરણા થઈ અને પેડુના દર્દમાં રાહત થાય તેમજ રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની દયાથી તેમનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને દર્દમાં પણ રાહત થઈ ગઈ. મા ખોડલે તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે.
શ્રીમતિ પુષ્પાબેન આર. જોષી, વિસનગર (જિ. મહેસાણા)થી લખે છે: તેમની પુત્રવધૂને ડીલેવરી સમયે બે બાળકો હોવાનું ડૉક્ટરે જણાવતા તેને નોર્મલ ડીલેવરી થાય અને બંને બાળકો તંદુરસ્ત હોય તે માટે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડિયારની અમી કૃપાથી તેમની પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ અને બંને બાળકો પણ સ્વસ્થ છે. વધુમાં, તેમની દીકરીને પણ નોર્મલ ડીલેવરી થઈ અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
શ્રીમતિ ધીરજબા બી. સીસોદીયા, ધોળકા (જિ. અમદાવાદ)થી લખે છે: તેમનો પુત્ર ધો. 12 સાયન્સમાં પ્રથમ વર્ગમાં પાસ થયો. તેના એડમીશન બાબતે તેઓ ચિંતિત હતા. કોઈ ડોનેશન આપી એડમીશન લેવાની તો કોઈ રાજ્ય બહાર જવાની સલાહ આપતું. આ મૂંઝવણ ઉકેલવા તેમણે મા ખોડલનું શરણું લીધું અને પુત્રનો આગળ અભ્યાસના પ્રવેશ અંગેનો પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલના આશીર્વાદથી તેમના પુત્રને ગાંધીનગરની ગર્વમેન્ટ એન્જિ. કોલેજમાં એડમીશન મળી ગયું.
શ્રી બાબુભાઈ કે. રાવલ, અમદાવાદથી લખે છે: મા ખોડિયાર ઉપરની અટલ શ્રધ્ધાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. કેનેડા સ્થિત તેમના પુત્ર - પુત્રવધૂ - પૌત્રનો મોટો કાર અકસ્માત થયેલ ગાડીને ખૂબ નુકશાન થયું પણ એ ત્રણેયનો ચમત્કારિક બચાવ થયો. મા ખોડલે ત્રણેયને ફૂલની જેમ સાચવી લીધા. તેમની બીજી પુત્રવધૂ અમેરીકામાં ખૂબજ બીમાર હતી. તેની જૂની, ગંભીર બીમારી પણ મા ખોડલે જ દૂર કરી. હાલ તે સંપૂર્ણ સ્વસ્થતા સાથે નોકરી પણ કરે છે. તેમની બીમારી પણ મા ખોડલના નામ સ્મરણ માત્રથી દૂર થઈ. તેમનો પુત્ર નાનો હતો ત્યારે ખોવાઈ ગયો હતો. તે સમયે તે હેમખેમ મળી આવ્યો હતો. આ ઉપરાંત, તેમના સંતાનોના બાળકોના ડ્રાઈવીંગ લાયસન્સ - એડમીશન - રજીસ્ટેશન વિગેરે અશક્ય લાગતા કાર્યો પણ મા ખોડલે સહજતાથી કરી આપ્યા.
શ્રી હરદાનભાઈ એસ. ગઢવી, નગરાસણ (જિ. મહેસાણા)થી લખે છે: તેમના મિત્રના માતૃશ્રી વયોવૃદ્ધ અવસ્થામાં પડી જવાથી ત્રણ માસ સુધી કોમામાં રહ્યા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પણ ખૂબ જ રીબાતા હતા. તેઓની દયનીય હાલત જોઈ તેમનું હ્રદય દ્વવી ઊઠ્યું. તેઓને આ પીડામાંથી છૂટકારો થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો... ને પંદર દિવસમાં જ મિત્રના માતૃશ્રી પીડામુક્ત થઈ દેવલોક પામ્યા. તેમની પગની પિડા પણ મા ખોડલે મટાડી.