Parcha for Khodiyar Jyot May – 2011 << Back to Archive Home
શ્રી સરોજબેન પટેલ; ધોળકા (જિ. અમદાવાદ)થી લખે છે: આઈ શ્રી
ખોડલે તેમના પર અપાર કૃપા વરસાવી છે. માના આશીર્વાદથી તેમની લોન
મંજૂર થઈ ગઈ તેમજ દીકરો પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. તેમના દિયરની
દીકરીએ બારમા ધોરણમાં એક વિષયની પરીક્ષા આપી હતી. માની દયાથી તે
પણ પાસ થઈ ગઈ. મુશ્કેલીના સમયમાં મા ખોડલ સ્મરણ માત્રથી સહાયરૂપ
બને છે, મૂંઝવણ દૂર કરી, માર્ગ સુઝાડે છે અને સંકટ દૂર કરે છે.
આઈ શ્રી ખોડિયારના ચરણોમાં વારંવાર વંદન.
શ્રી ટી. ડી. જોશી; માંડવી (જિ.સુરત)થી લખે છે: તેઓ પતિ-પત્ની
સાથે પુત્રને ઝઘડો થયો હતો. પુત્ર માની જાય અને મનદુ:ખ દૂર થાય
તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો
સંકલ્પ કર્યો. મા ખોડલની અપાર કૃપાથી તેમનો પુત્ર માની ગયો અને
મનદુ:ખ દૂર થયું.
શ્રી મહેશભાઈ બી. રાદડિયા; હાજાણી પીપીળીયા (જિ. જુનાગઢ)થી લખે
છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને બાળપણથી જ અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ
છે. મા ખોડલના નામ સ્મરણથી મુસીબત દૂર થઈ જાય છે. તેમના પરિવાર
પર એક ગંભીર આફત આવી પડી હતી. જેમાંથી ઊગરવાનો કોઈ માર્ગ સૂઝતો
ન હતો. પરંતુ મા ખોડલના શરણે જઈ પરચાની ટેક રાખતા ટૂંક સમયમાં જ
ધાર્યા મુજબ કાર્ય પાર પડી ગયું.
શ્રીમતિ નંદાબેન ડી. વોરા; ઉમરખાડી (મુંબઈ)થી લખે છે: તેમને
સ્વાસ્થ્યને લગતી તકલીફો તેમજ માથાનું દર્દ દૂર થાય તે માટે
તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી.
મા ખોડલની દયાથી તેમની બંને તકલીફો દૂર થઈ, સારું થઈ ગયું.
શ્રી કરણસિંહ બી. ડાભી; પેથાપુર (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમના
બંને દીકરાને પેટમાં દુ:ખાવા સાથે ડૂંટીમાંથી પરૂ નીકળતા
ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કરાવવાની સલાહ આપેલ. આ સમયે મા ખોડલને
સ્મરી પરચાની ટેક રાખતા બંને દીકરાને બિલકુલ સારું થઈ ગયું તેમજ
બંનેના સોનાગ્રાફી રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. તેમની દીકરીને
છાતીમાં નીકળેલ ગાંઠનું ઓપરેશન માની કૃપાથી સફળ થયું અને
રીપોર્ટ પણ નોર્મલ આવ્યો. વધુમાં માની પરમ કૃપાથી તેમના મોટા
દીકરાને સારી કંપનીમાં નોકરી મળી અને તેમના કુટુંબ પર આવેલ આફત
ટળી ગઈ.
શ્રીમતિ હંસાબેન એન. સાવલિયા; સુરતથી લખે છે: તેમને કાયમ માટે
શરદી રહેતી હતી. આ તકલીફમાંથી સારું થઈ જાય તે માટે તેમણે આઈ
શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની
દયા દ્રષ્ટિથી તેમને બિલકુલ સારું થઈ ગયું. માના શુભાશિષથી
તેમના બંને પુત્રો પરીક્ષામાં ખૂબ જ સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ
થયા. પૂ. માને હૃદયપૂર્વક વંદન.
શ્રીમતિ નીતાબેન આર. સોળીયા; રાજકોટથી લખે છે: તેમના દિયરને
અચાનક તાવ આવી ગયો. સાથે માથામાં સખત દુ:ખાવો અને નબળાઈ પણ હતી.
ડૉક્ટરે રીપોર્ટ કરાવવાનું કહેતા સૌ ચિંતામાં ડૂબી ગયા. તુરત જ
તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મર્યા અને રીપોર્ટ નોર્મલ આવે તેમજ
દિયરનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની
પરમ કૃપાથી રીપોર્ટ નોર્મલ આવ્યા અને દિયરને તદ્ન સારું થઈ
ગયું. મા ખોડલના આશીર્વાદથી તેમનો વ્યાપાર-ધંધો ખૂબ જ સારો ચાલે
છે.
શ્રીમતિ વિરલબેન જી. સોલંકી; ગોધરા (જિ. પંચમહાલ)થી લખે છે:
તેમના ત્રણ વર્ષના પુત્રને કમળો થઈ ગયો હતો. દવાઓ કરાવવા છતાં
આરામ થતો ન હતો. આથી તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લીધું અને
પુત્રની બીમારી દૂર થાય તે માટે પરચો છપાવવાની ટેક રાખી. મા
ખોડલની અમી દ્રષ્ટિથી પુત્રનું સ્વાસ્થ્ય બિલકુલ સારું થઈ ગયું.
શ્રીમતિ ભાવનાબેન બી. પટેલ; વડોદરાથી લખે છે: તેમનો પુત્ર
પરીક્ષામાં પાસ થઈ ડીગ્રી મેળવે તે માટે તેમણે આઈ શ્રી
ખોડિયારને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલની
કૃપાથી પુત્ર પાસ થયો અને ડીગ્રી પણ મળી. આઈ શ્રી ખોડલના પાવન
ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ ઉષાબેન આર. શાહ; અમદાવાદથી લખે છે: તેમની પુત્રીના
લગ્નનો પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે આઈ શ્રી
ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના
આશીર્વાદથી દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી સારી જગ્યાએ થયા. તેમની
ખોવાઈ ગયેલી ઘડિયાળ પણ માને યાદ કરવાથી તુરત જ મળી આવી. આ
ઉપરાંત, મા ખોડલના આશિષથી તેમનો પુત્ર ધો.12માં અને ત્યાર બાદ
એન્જિ.માં સારા ટકા મેળવી પાસ થયો.
શ્રી કિરણબેન જી. જાની; અમદાવાદથી લખે છે: તેમની ભાણેજને
કોલેજમાં એડમીશન મળતું ન હતું. આ કાર્યમાં સફળતા મળે તે માટે
તેમણે મા ખોડિયારને સ્મરી પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની કૃપા
થકી તેને કોલેજમાં તુરત જ એડમીશન મળી ગયું. મા ખોડિયારના
ચરણોમાં વંદન.
શ્રીમતિ વિજ્યાબેન એમ. સાદરાણી; અમદાવાદથી લખે છે: તેમના
પૌત્રને ગળામાં ગાંઠ હોવાથી ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું
હતું. પૌત્રની ઉંમર નાની હોવાથી તેઓ મુંઝાતા હતા. આ વેળાએ
'ખોડિયાર જ્યોત'માંના પરચાનું તેમને એકાએક સ્મરણ થયું અને તેમણે
પણ માને પોતાની મૂંઝવણ જણાવી પરચો છપાવવાની ટેક રાખી... ને મા
ખોડલે ત્રણ જ દિવસમાં પરચો પૂર્યો. પૌત્રને ઓપરેશનની જરૂર ન
હોવાનું ડૉક્ટરે જણાવ્યું અને ધીરે ધીરે તેને બિલકુલ સારું થઈ
ગયું.
શ્રી કિશોરભાઈ જે. પટેલ; અમદાવાદથી લખે છે: તેમના દીકરી, જમાઈ
અને દોહિત્ર લંડનમાં સ્થાયી થયા હતા. તેઓને લંડન અથવા કેનેડાના
કાયમી વિઝા મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી
પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલની અસીમ કૃપાથી તેઓને
કેનેડાના કાયમી વિઝા મળી ગયા.
શ્રીમતિ મીનાબેન જે. પરમાર; મુલુંડ (મુંબઈ)થી લખે છે: તેમના
માતુશ્રીને છ મહિનાથી શરીરમાં ધ્રુજારી આવતી હતી. તેમજ મોટા
બહેનના પુત્રને ઘૂંટણમાં સંધિવા થયો હતો. બંનેને સારું થઈ જાય
તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અરજ કરી પરચો માન્યો. મા
ખોડલની અપાર દયાથી બંનેને સારું થઈ ગયું.
શ્રી ગણપતભાઈ એ. પટેલ; મારૂસણા (જિ. અમદાવાદ)થી લખે છે: તેમની
દોઢ વર્ષની પૌત્રી વારંવાર બીમાર થઈ જતી. તેની બીમારી દૂર થાય
તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા
ખોડલની દયા દ્રષ્ટિથી પૌત્રીની તબિયત સારી થઈ ગઈ. બીજું, તેમના
પુત્રની દુકાનમાં કોઈ વાહનચોર બાઈક મૂકી ચાલ્યો ગયો હતો. જેના
કારણે તેમનો દીકરો મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી સંભાવના હતી.
પરંતુ આ બાબતે મા ખોડલને અરજ કરી પરચો માનતા તેમનો દીકરો આબાદ
બચી ગયો. માની કૃપાથી તેમની દીકરીની ડીલેવરી સુખરૂપ પાર પડી.
શ્રીમતિ જમકુબેન જે. ઘડુક; ખીરસરા (જિ. જુનાગઢ)થી લખે છે: તેમના
પુત્રને દુકાન શરૂ કરવાની હતી. તેમાં તેને સફળતા મળે તે માટે
તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો. મા ખોડલની પરમ
કૃપાથી દીકરાને વ્યાપાર - ધંધામાં સફળતા મળી. તેની દુકાન સારી
રીતે ચાલતી થઈ ગઈ. ખરેખર, પૂ.માની લીલા અપરંપાર છે.
શ્રી ભરતભાઈ એસ. મેરાવડા; વેરાવળ (જિ. જુનાગઢ)થી લખે છે: તેમનાં
પત્નીને મોં પર પેરેલીસીસની અસર થઈ ગઈ હતી. દવાઓ ચાલુ હતી. પણ
સાથે તેમણે મા ખોડલ પાસે દુઆ માંગી, પત્નીને સારું થઈ જાય તે
માટે પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારે દયાદ્રષ્ટિ કરતા પત્નીને
તદ્ન સારું થઈ ગયું. અને હવે કોઈ તકલીફ નથી. તેમને પણ યુરીનમાં
લોહી આવતું હતું. દવાથી ફેર પડતો ન હતો. પરંતુ મા ખોડલના પરચાની
ટેક થકી તેમને દવા વગર સારું થઈ ગયું.
શ્રીમતિ શકુંતલાબેન એ. બ્રહ્મભટ્ટ; વડોદરાથી લખે છે: તેમનો
દોહિત્ર ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સારા ટકાએ પાસ થઈ
સારી કોલેજમાં એડમીશન મેળવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને
અંત:કરણથી પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલે
તેમની આ મનોકામના પૂર્ણ કરી.
શ્રીમતિ નીલાબેન ડી. શાહ; વડોદરાથી લખે છે: તેમના ભાઈને પૈસાની
તકલીફ હતી. લીધેલી લોનનું વ્યાજ ઘણું ચૂકવવું પડતું હતું. તેનું
જૂનું મકાન વેચાઈ જાય અને આર્થિક સંકટ દૂર થાય તે માટે તેમણે આઈ
શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમના
ભાઈનું જૂનું મકાન વેચાઈ ગયું અને તેનું આર્થિક સંકટ દૂર થયું.
શ્રી ભાવનાબેન પી. વાળંદ; અમદાવાદથી લખે છે: ઘરમાં ચાલતા-ચાલતા
જ અચાનક તેમના પગમાં મોચ આવી ગઈ સાથે સોજો પણ ચડ્યો. ડૉક્ટરે
આંગળીમાં ફેક્ચર હોવાનું જણાવી દવા - સારવાર કરી પણ થોડો થોડો
દુ:ખાવો ચાલુ જ હતો. પગનું દર્દ સંપૂર્ણ દૂર થાય તે માટે તેમણે
આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલે કૃપા કરતા
પગનું દર્દ તદન દૂર થઈ ગયું. તેમની કમ્મરની પીડા પણ મા ખોડલે
દૂર કરી. માના આશીર્વાદથી તેઓ સુખમય જીવન વિતાવી રહ્યા છે.
શ્રી મુકેશભાઈ ડી. બારોટ; ચેલા (જિ.જામનગર)થી લખે છે: તેમની
પુત્રવધૂને તાવ - ઊલ્ટી જેવી તકલીફ થતા તેઓને ખૂબ ચિંતા થતી
હતી. દવાઓથી તેની તબિયત સારી થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી
ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી
પુત્રવધૂને દવાઓ અસર કરી જતા ધીરે ધીરે બિલકુલ સારું થઈ ગયું.
આઈ શ્રી ખોડિયારના ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રી જશવંતભાઈ ડી. પટેલ; કાલોલ (જિ. પંચમહાલ)થી લખે છે: તેમનો
નાનો પુત્ર અમદાવાદની એન્જિ. કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે
છે. તેની ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું પરીણામ સારું આવે તે માટે
તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી
હતી. મા ખોડલની મ્હેરથી તે 82 ટકા મેળવી ઉત્તીર્ણ થયો.
શ્રીમતિ કાશ્મીરાબેન વ્યાસ; અમદાવાદથી લખે છે: તેમના પતિની
નોકરી છૂટી ગઈ હતી. જેથી આર્થિક રીતે ખૂબ જ તકલીફ પડતી હતી.
તેઓને ફરીથી તે જ નોકરી પર બોલાવવામાં આવે તે માટે તેમણે આઈ
શ્રી ખોડિયારને શ્રદ્ધાપૂર્વક યાદ કરી પરચો માન્યો. મા ખોડલની
પરમ કૃપાથી તેમના પતિને ફરીથી જૂની નોકરી મળી ગઈ.
શ્રી જે. ડી. સોલંકી; અલારસા (જિ. આણંદ)થી લખે છે: તેમના
બનેવીને રાજકારણ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જેને કારણે ઘરના
કામકાજમાં ઓછું ધ્યાન અપાતું. તેઓનું રાજકારણ પ્રત્યેનું આકર્ષણ
ઘટી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો.
મા ખોડલની દયાથી તેનું રાજકારણ પ્રત્યેનું આકર્ષણ ઓછું થઈ ગયું.
શ્રી મનસુખભાઈ એન. દરજી; પોરબંદરથી લખે છે: તેમનાં પત્નીને
છાતીમાં અસહ્ય દુ:ખાવો થતો હતો. દવાઓથી કોઈ જ ફેર પડતો ન હતો.
તેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો
માન્યો. મા ખોડલની દયાથી તેમનાં પત્નીનું છાતીનું દર્દ દૂર
થયું. તેમજ તેને ડાયાબીટીસની તકલીફમાં પણ રાહત થઈ ગઈ. મા ખોડલે
તેમને પણ અનેક સંકટમાંથી બચાવ્યા છે.
શ્રી પલ્લવીબેન મહેતા; લેમિંગ્ટન રોડ (મુંબઈ)થી લખે છે: ઘણાં
સમયથી તેમની તબિયત સારી રહેતી ન હતી. એક બીમારી મટે ને બીજી શરૂ
થઈ જતી હતી. શારીરિક તકલીફમાં આરામ થાય તે માટે તેમણે આઈ શ્રી
ખોડલને યાદ કરી પરચો માન્યો. મા ખોડલે તેમની પર કૃપા વરસાવી અને
તેમને ઘણી જ રાહત થઈ ગઈ.
શ્રીમતિ જડીબેન એન. પરમાર; મોરબી (જિ. રાજકોટ)થી લખે છે: તેમના
પૌત્ર ચિ. જયેશને સારણગાંઠનો દુ:ખાવો રહેતો હતો. તેનું દર્દ શમી
જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા
ખોડલે તેમના પૌત્રનું દર્દ દૂર કર્યું. આઈ શ્રી ખોડિયારના પાવન
ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રી એન. એચ. ચુડાસમા; રાજકોટથી લખે છે: તેમના ભાઈને કાનમાં રસી
થતા હતા. તેનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને
સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડિયારની અમી કૃપાથી
ઓપરેશન સફળ થતા ભાઈને કાનમાં તદ્ન સારું થઈ ગયું. આઈ શ્રી ખોડલે
તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. માના આશીર્વાદથી તેઓ બોર્ડની
પરીક્ષામાં પાસ થયા.
શ્રી રમેશભાઈ સી. પટેલ; અલિન્દ્રા (જિ. ખેડા)થી લખે છે: તેમને
પગમાં રસી થઈ જતા ડૉકટરે પગ કાપવાની વાત કરી હતી. પરંતુ તેમને
આઈ શ્રી ખોડિયાર ઉપર અતૂટ શ્રદ્ધા હોવાથી માને શરણે જઈ પરચાની
ટેક રાખતા થોડા જ સમયમાં પગમાં સારું થઈ ગયું. મા ખોડલની કૃપા
દ્રષ્ટિથી તેમના અનેક કાર્યો સિદ્ધ થયા છે.
શ્રી મુકેશભાઈ; પીખોર (જિ. જુનાગઢ)થી લખે છે: તેમનાં પત્નીને
તાવ આવવાથી કાનમાં બહેરાશ આવી ગઈ હતી. અનેક ઉપચારો - દવાઓ
કરાવવા છતાં તેને સારું થતું ન હતું. છેવટે, તેમના પિતાશ્રીએ આઈ
શ્રી ખોડલને સ્મરી પોતાની પુત્રવધૂને કાનની બહેરાશ દૂર થાય તે
માટે પરચો માન્યો. મા ખોડલની અપાર કૃપાથી તેની બહેરાશ દૂર થઈ. આ
ઉપરાંત, તેમના પિતાશ્રીએ મા ખોડલને કરેલી પ્રાર્થનાના ફળસ્વરૂપ
તેમના ભાઈનાં પત્નીને પણ ઉધરસની તકલીફ દૂર થઈ. તેમના સ્નેહી
શ્રી કારાભાઈ દેવાભાઈનાં પત્નીને પણ ઉધરસ મટતી ન હતી. તેમજ તેના
દીકરી અને દોહિત્રની તબિયત સારી રહેતી ન હતી. પરંતુ, મા ખોડલને
પ્રાર્થના કરતા ત્રણેયને સારું થઈ ગયું.
શ્રીમતિ જયબાળાબેન આર. પટેલ; સિદ્ધપુર (જિ.પાટણ)થી લખે છે:
તેમના પુત્રને ધો.12ની પરીક્ષામાં પાસ થવાની કોઈ જ આશા ન હતી.
તેથી તે પાસ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને વિનંતી કરી
પરચો માન્યો. સાથે તેમની પુત્રી પણ ધો. 10ની પરીક્ષામાં સારા
માર્કસ મેળવે તે માટે પ્રાર્થના કરી. માના શુભાશિષથી બંને
સંતાનો સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયા.
શ્રી હુલાસબા જી. જાડેજા; સાણંદ (જિ. અમદાવાદ)થી લખે છે: તેમના
જીવનમાં આવી પડેલ આપત્તિ કહેવી કે સહેવી મુશ્કેલ હતી. પરંતુ મા
ખોડલનું શરણું સ્વીકારી, અરજ કરી પરચાની ટેક રાખતા અણીના સમયે
લાજ રહી ગઈ. મા ખોડલે તેમને આપત્તિમાંથી આબાદ બચાવી લીધા.
ખરેખર, આઈ શ્રી ખોડિયાર હાજરાહજૂર છે.
શ્રી નયનાબેન જે. પટેલ; ઊંઝા (જિ. મહેસાણા)થી લખે છે: તેમની
ઈચ્છા ઘરનું મકાન લેવાની હતી. સારી જગ્યાએ ઓછી કિંમતવાળું સારું
મકાન મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી
પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. આઈ શ્રી ખોડલે તેમની
પ્રાર્થના સાંભળી, ઈચ્છા પૂર્ણ કરી. તેમને સારા વિસ્તારમાં
ધારેલી કિંમતે સુંદર મકાન મળી ગયું.
શ્રીમતિ દેવયાનીબેન ડી. પારેખ; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમને
હૃદયમાં ખૂબ જ દુ:ખાવો રહેતો હતો. હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું
હતું અને ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતી હતી. આવા સમયે તેમણે
મા ખોડલને સ્મર્યા અને ઓપરેશન વિના હૃદયનું દર્દ દૂર થાય તે
માટે પરચો માન્યો. મા ખોડલની દયાથી તેમના બધા જ રીપોર્ટ નોર્મલ
આવ્યા અને ઓપરેશનની જરૂર ન રહી.
શ્રી બાબુલાલ વી. દરજી; બોલુન્દ્રા (જિ. સાબરકાંઠા)થી લખે છે:
તેમનો પૌત્ર ધો. 12માં સારા ટકાએ પાસ થયેલ હોવા છતાં તેને
મુંબઈમાં નોકરી મળતી ન હતી. આ બાબતે મા ખોડલને વિનંતી કરી પરચો
માનતા તેને ટૂંક સમયમાં જ સારી નોકરી મળી ગઈ. બીજું, તેમની
આંખમાં મોતીયાનું ઓપરેશન કરાવવાનું હતું પણ અનુકૂળતા આવતી ન
હતી. ત્યારે પણ મા ખોડલને પ્રાર્થના કરતા થોડા જ સમયમાં
મોતીયાનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું.
શ્રીમતિ મધુબેન કે. પટેલ; શાહપુર (જિ. આણંદ)થી લખે છે: તેમનો
કાનનો અને માથાનો દુ:ખાવો દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી
ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની કૃપાથી
તેમનું દર્દ દૂર થયું. દયાના દેવી આઈ શ્રી ખોડિયારને વારંવાર
નમન.
શ્રી સબુરભાઈ એસ. વરીઆ; હાલોલ (જિ. પંચમહાલ)થી લખે છે: તેમની
પૌત્રીને યુરીનનું ઈન્ફેક્શન થયું હતું. તેને દવાથી આરામ થઈ જાય
તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક
રાખી. મા ખોડલની અપાર દયાથી તેને દવાથી આરામ થઈ ગયો.
શ્રી રાજુભાઈ એમ. રાઠોડ; લીંબાસી (જિ. આણંદ)થી લખે છે: તેમના
દીકરાને ડીપ્લોમામાં એડમીશન મળી જાય તે માટે તેમણે આઈ શ્રી
ખોડિયારને પ્રાર્થના કરી પરચાની ટેક રાખેલ. માના શુભાશિષથી તેને
સરળતાથી એડમીશન મળી ગયું. બીજું, તેમને નાકમાંથી પાણી પડતું
હતું તેમજ પત્નીને દાંતમાંથી પરૂ નીકળતા હતા. મા ખોડલને
પ્રાર્થના કરવાથી તેઓ બંનેને સારું થઈ ગયું.
શ્રી સતીશભાઈ આર. પટેલ; ધોડા (જિ. પંચમહાલ)થી લખે છે: આઈ શ્રી
ખોડિયારે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. માના આશીર્વાદથી
તેમના ત્રણેય સંતાનો પરીક્ષામાં સારા માર્કસ મેળવી સફળ થયા તેમજ
ત્રણેયને સારી નોકરી મળી ગઈ. મોટી પુત્રીને યુ.કે.ના વિઝાની
મુદત પૂરી થઈ ગઈ હતી. પરંતુ મા ખોડલની કૃપાથી તેને વધુ 1 વર્ષની
મુદત મળી. તેની તેમજ તેમની ભત્રીજીની દીકરીની નાદુરસ્ત તબિયત પણ
માની કૃપાથી સારી થઈ ગઈ.
શ્રી મંગળદાસ કે. પ્રજાપતિ; અમદાવાદથી લખે છે: તેમની પુત્રીના
છૂટાછેડા બાદ પુન:લગ્ન માટે ત્રણ - ચાર વર્ષ સખત પ્રયત્નો કર્યા
પણ નિષ્ફળ નીવડ્યા. છેવટે આ કાર્ય પાર પડે તે માટે તેમણે આઈ
શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારના
આશિષથી દીકરીના પુનર્લગ્ન ટુંક સમયમાં જ સારી જગ્યાએ થયા. તેમના
મકાન અને લોન અંગેનું કામ પણ સફળ થશે તેવી તેમને મા ખોડલ ઉપર
શ્રદ્ધા છે.
શ્રી ગોપાલભાઈ પી. દેસાઈ; વલ્લભ વિદ્યાનગર (જિ. આણંદ)થી લખે છે:
થોડા દિવસો અગાઉ તેમના જીવનમાં ખૂબ જ કરૂણ અને આંચકાજનક બનાવ
બન્યો હતો. તેમના અંગત સ્વજને તેમને સામાજિક અને કૌટુંબિક રીતે
પરેશાન કરી દેતા તેઓ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા હતા. આવા સમયે તેમણે
આઈ શ્રી ખોડિયારનું શરણું લઈ તેમની સામાજિક સ્થિતી યથાવત હેમખેમ
જળવાઈ રહે તેવી કરૂણાસભર વિનંતી કરી પરચો માન્યો. મા ખોડલે
તેમની પ્રાર્થના સાંભળી. તેમની બગડેલી સ્થિતી સુધારી અને સહાયતા
કરી.
શ્રીમતિ રમાબેન બી. સોલંકી; રાજકોટથી લખે છે: તેમના પતિને ઘણાં
સમયથી કમ્મરનો દુ:ખાવો રહેતો હતો. દવાઓથી ખાસ રાહત થતી ન હતી.
તેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી
પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અમી કૃપાથી તેમના પતિને
કમ્મરનું દર્દ શમી ગયું.
શ્રી જગદીશભાઈ બી. મહેતા; અમદાવાદથી લખે છે: તેમના મામીને બ્લડ
પ્રેશરની બીમારી હોવાથી ક્યારેક પ્રેશર ખૂબ જ વધી જતું અને
ક્યારેક ઘટી જતું. તેઓનું બી.પી. નોર્મલ રહે તે માટે તેમણે આઈ
શ્રી ખોડલને યાદ કરી પરચો માન્યો. મા ખોડિયારની અપાર કૃપાથી
તેમના મામીને બી.પી.ની તકલીફમાં રાહત થઈ ગઈ. પૂ. માના ચરણોમાં
કોટિ કોટિ વંદન.
શ્રીમતિ તારાબેન જે. ચૌહાણ; સાંતાકુઝ (મુંબઈ)થી લખે છે: મા
ખોડલની મ્હેરથી તેમના ધાર્યા કાર્યો સફળ થયા છે. તેમના બાળકો
ઉપર પણ માની કૃપા સદા વરસતી રહી છે. તેમના પતિને ચાલવામાં તકલીફ
પડતી હતી. માની દયાથી તેમાં તેઓને રાહત થઈ ગઈ. હવે થોડું થોડું
ચાલી શકે છે. તેમની શારીરિક તકલીફ પણ મા ખોડલે દૂર કરી. સંકટ
હરનારા મા ખોડલને શત્ શત્ પ્રણામ.
શ્રી સંજયભાઈ મોવલિયા; રાજકોટથી લખે છે: બારમા ધોરણની વિજ્ઞાન
પ્રવાહની પરીક્ષામાં તેમને નિષ્ફળતા મળી હતી. બીજા વર્ષે
પરીક્ષામાં સફળતા મેળવવા તેમણે મા ખોડિયારને અંત:કરણથી
પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. આઈ શ્રી ખોડિયારના
આશિષથી તેઓ પાસ થયા.
શ્રી દિનકરરાય એન. ભટ્ટ; ડુંગર (જિ. અમરેલી)થી લખે છે: તેમનો
પુત્ર ખૂબ જ બીમાર પડી ગયો હતો. તેની તબિયત સારી થઈ જાય તે માટે
તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો. મા ખોડલની
અપાર દયાથી પુત્રની બીમારી દૂર થતા. સ્વાસ્થ્ય બિલકુલ સારું થઈ
ગયું.
શ્રીમતિ જયપ્રભાબેન ચુડગર; કોલકતા (પ.બંગાળ)થી લખે છે: તેમની
પૌત્રીને સારી કોલેજમાં એડમીશન મળે તેવી ઈચ્છા સાથે તેમણે આઈ
શ્રી ખોડિયારને પ્રાર્થના કરી, પરચો છપાવવાની ટેક રાખી હતી. મા
ખોડલના આશીર્વાદથી પૌત્રીને મનપસંદ કોલેજમાં એડમીશન મળી ગયું.
તેમણે મા ખોડિયારને જ્યારે યાદ કર્યા છે ત્યારે તેમના દરેક
કાર્યો અચૂક પાર પડ્યા છે.
શ્રી બી. સી. ઉપાધ્યાય; ઉમરાળા (જિ. ભાવનગર)થી લખે છે: આઈ શ્રી
ખોડિયાર ઉપરની શ્રદ્ધા તથા ભક્તિભાવ થકી તેમનું દરેક કાર્ય સફળ
થતું રહ્યું છે. માના આશીર્વાદથી તેમના પૌત્રો - પૌત્રીઓ
પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થયા તેમજ નાના પુત્રને ઘરે
પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આઈ શ્રી ખોડલની મ્હેરથી તેમના
કુટુંબમાં સુખ-શાંતિ છે.
શ્રી શિવાભાઈ એમ. સુથાર; ઝાંઝરવા (જિ. અમદાવાદ)થી લખે છે: તેમને
ઓપરેશન બાદ પણ અવારનવાર દુ:ખાવો થતો. તેમજ તેમનાં પત્નીને પણ
ઓપરેશન બાદ પેટની તકલીફ રહેતી હતી. દવાઓથી કોઈ જ ફેર ન પડતા
તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી તેઓ પતિ - પત્ની બંનેને સારું થઈ
જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેઓ પતિ -
પત્ની બંનેને સારું થઈ ગયું.
શ્રી જગદીશભાઈ વસાણી; કોમના (ઓરિસ્સા)થી લખે છે: તેમનો મોટો
પુત્ર ચિ. મયંક બી.સી.એ.ના બીજા વર્ષની પરીક્ષામાં તથા નાનો
પુત્ર ચિ. મિતેષ નવોદયની પરીક્ષામાં સફળ થાય તે માટે તેમણે આઈ
શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના
શુભાશિષથી તેમના બંને પુત્રો સફળ થયા.
શ્રીમતિ વિદ્યાબેન કે. પટેલ; સોખડાખુર્દ (જિ. વડોદરા)થી લખે છે:
તેમને શ્વાસની બીમારીમાંથી સારું થઈ જાય તે માટે આઈ શ્રી
ખોડિયારનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખી હતી. થોડા જ સમયમાં
મા ખોડલે તેમની શ્વાસની બીમારી દૂર કરી. આઈ શ્રી ખોડિયારના
ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી ઘનશ્યામસિંહજી કે. ચુડાસમા; ભડિયાદ - પીર (જિ. અમદાવાદ)થી
લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપરની અખૂટ શ્રદ્ધા થકી તેમની દરેક
મનોકામના પૂર્ણ થઈ છે. તેમના પુત્રનું તેમજ મોટા ભાઈની
પુત્રીનું વેવિશાળ સવેળા સારી જગ્યાએ થઈ જાય તે માટે તેમણે આઈ
શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલે કૃપા
દ્રષ્ટિ કરતા બંને સંતાનોનું વેવિશાળ તુરત જ સારી જગ્યાએ થઈ
ગયું. આ ઉપરાંત, માની કૃપાથી તેમની શારીરિક તંદુરસ્તી પણ સારી
થઈ ગઈ.
શ્રી કલ્પનાબેન એ. ચૌહાણ; જામનગરથી લખે છે: થોડા સમય પહેલાં
તેમનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. તે મળી જાય તે માટે તેમણે આઈ
શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા
ખોડલની અપાર કૃપાથી તેમનો પાસપોર્ટ સહીસલામત જગ્યાએથી જ મળી
આવ્યો. પરમ કૃપાળુ આઈ શ્રી ખોડિયારના ચરણોમાં વંદન.
શ્રી પોપટલાલ ખોડાભાઈ; ખેડાથી લખે છે: આઈ શ્રી ખોડિયારના નામ
સ્મરણ માત્રથી રાહત થઈ જાય છે. તેમને જ્યારે પણ શારીરિક તકલીફ
થાય છે ત્યારે દવાથી આરામ નથી થતો, પણ મા ખોડલનું સ્મરણ અને
પરચાની ટેક થકી થોડા જ સમયમાં આરામ થઈ જાય છે. કોઈ વસ્તુ ક્યાંક
મુકાઈ જતા નથી મળતી, ત્યારે પણ મા ખોડલને યાદ કરવાથી તે વસ્તુ
તુરત જ મળી આવે છે. આઈ શ્રી ખોડિયાર સ્મર્યે સહાયરૂપ બને છે.
શ્રીમતિ તરૂબેન પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમને માથામાં
અસહ્ય દુ:ખાવો થતો હતો. દવા લેવાથી બિલકુલ ફેર પડતો ન હતો. આથી
તેમણે આઈ શ્રી ખોડિયારને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા અને માથાનું
દર્દ શમી જાય તે માટે પ્રાર્થના કરી, પરચો માન્યો. ...ને જાણે
ચમત્કાર થયો હોય તેમ માથાના દર્દમાં તુરત જ રાહત થઈ ગઈ, અને
ધીરે ધીરે તદ્ન સારું થઈ ગયું. હાજરાહજૂર દેવી આઈ શ્રી ખોડિયારે
તેમના અનેક કાર્યો સિદ્ધ કર્યા છે. મા ખોડલના પાવન ચરણોમાં
ભાવપૂર્વક વંદન.
શ્રી પાયલબેન પંડ્યા; ફ્લોરીડા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની
સોનાની બુટ્ટી ખોવાઈ ગઈ હતી. તે મળી જાય તે માટે તેમણે આઈ શ્રી
ખોડલને સ્મરી પરચો માન્યો. મા ખોડલની અપાર કૃપાથી બુટ્ટી અણધારી
જગ્યાએથી મળી આવી. તેમની એક સહેલીને મકાન લેવા માટે લોન
મેળવવામાં અડચણ આવતી હતી. તેના માટે પણ મા ખોડલને પ્રાર્થના
કરતા બીજે જ દિવસે તેની લોન મંજુર થઈ ગઈ. તેમના સ્ટોરનું કૂલર
બંધ થઈ ગયું હતું. પરંતુ મા ખોડલનો પરચો માનવાથી તે ઓછા ખર્ચે
રીપેર થઈ, ચાલુ થઈ ગયું. આ ઉપરાંત, આઈ શ્રી ખોડિયારના શુભાશિષથી
તેમની સહેલીની દીકરીને મેડીકલના અભ્યાસ ક્રમમાં એડમીશન મળી
ગયું.
શ્રી નિર્મળાબેન કણક; અમરેલીથી લખે છે: તેમના પુત્રને પોતાની
દુકાન લેવાની ઈચ્છા હતી. તે લેવાઈ જાય તે માટે તેમણે પૂ. મા
ખોડિયારને હૃદયપૂર્વક પ્રાર્થના કરી માનતા રાખી. પૂ.માની અસીમ
કૃપાથી તેમના પુત્રને સારી એવી દુકાન લેવાઈ ગઈ. તેમજ, પૂ.માની
દયાથી તેમના પુત્રને ઘેર પુત્રરત્નની પ્રાપ્તી થઈ. ખરેખર,
પૂ.માની દયા અપરંપાર છે.
શ્રી ભગવાનસિંહ પ્રતાપસિંહ દરબાર; કનીજ (જિ.ખેડા)થી લખે છે:
તેમના પત્નીની તબીયત સારી ન રહેતી હોવાથી ડૉક્ટરને બતાવતા તેમના
વાલમાં જગ્યા હોવાને કારણે તેનું ઓપરેશન કરાવવાનું કહ્યું હતું.
તેમનું ઓપરેશન સારી રીતે થઈ જાય તે માટે તેમણે પૂ.મા ખોડલને
આર્તહૃદયે પ્રાર્થના કરી માનતા રાખી. પૂ.માની અમીનજરથી તેમની
પત્નીનું વાલનું ઓપરેશન સારી રીતે થઈ ગયું અને તબીયત પણ સારી
રહેવા લાગી. પૂ.માની લીલા અપરંપાર છે.
શ્રી અજીતકુમાર આર. સોલંકી; બેટાવાડા (જિ.ખેડા)થી લખે છે: તેમની
પુત્રીને આખા શરીરે કરોળીયા જેવા નિશાન થયા હતા. તે મટી જાય તે
માટે તેમણે આઈ શ્રી ખોડિયારની ટેક રાખી. પૂ.માની કૃપાથી તેમની
પુત્રીને સારું થઈ ગયું. ઉપરાંત તેમના સ્નેહીશ્રી ઉષાબેન
ધનવંતસિંહના હાથ-પગના નખ બાબતે માનેલ માનતા પણ પૂ.માની દયાથી
પરિપૂર્ણ થઈ.