
શ્રી જયાબેન એમ. ચૌહાણ; જામનગરથી લખે છે: તેમના ચશ્મા ખોવાઈ ગયા હતા. ઘણું શોધ્યા પછી ન મળતા તેમણે મા ખોડલને યાદ કરી પરચો માન્યો... ને માના પરચાના પ્રતાપે ચશ્મા તુરત જ મળી આવ્યા. પરમ કૃપાળુ આઈ શ્રી ખોડલના પાવન ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી જીબાબેન વી. ભગત; નાની ખડોલ (જિ. ખેડા)થી લખે છે: આઈ શ્રી ખોડિયારે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. માએ તેમને અનેક વિકટ પરિસ્થિતિમાંથી ઉગાર્યા છે. માના આશીર્વાદ થકી તેમના ઘરમાં સુખ - શાંતિ પ્રવર્તે છે. મનોકામના પૂર્ણ કરનારા અને કાર્ય સિદ્ધ કરનારા દેવી આઈ શ્રી ખોડિયારને અગણિત નમસ્કાર.
શ્રી મણીભાઈ એમ. પટેલ; ધમાસણાથી લખે છે: કળિયુગમાં મા ખોડિયાર હાજરા-હજૂર રહી પરચા પૂરે છે. વિકટ પરિસ્થિતીમાં મા ખોડલ નામ સ્મરણ માત્રથી સહાયરૂપ બને છે. તેમને કીડની અને પગના સાંધાની બીમારીમાં સતત દુ:ખાવો રહેતો હતો. પરંતુ મા ખોડલનું શરણું લઈ પરચો માનતા તેમને ઘણી જ રાહત થઈ ગઈ. દુ:ખદર્દહર્તા મા ખોડલને શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ દીપિકાબેન બી. પટેલ; ચાણસ્મા (જિ. પાટણ)થી લખે છે: તેમના પુત્ર ચિ. યશને શરદી, ઉધરસની એર્લજી હતી. તેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડિયારની અમીદ્રષ્ટિથી તેમના પુત્રને એર્લજીની તકલીફ દૂર થઈ.
શ્રી શિવજીભાઈ કે. જીંજાળા; રાજુલા (જિ. અમરેલી)થી લખે છે: તેમની ઈચ્છા અનુસાર નોકરી-ધંધો મળી રહે અને તેમાં વ્યવસ્થિત સ્થાયી થઈ જવાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તેઓ નોકરીમાં સ્થાયી થઈ ગયા. આ ઉપરાંત, તેમના સ્નેહી શ્રી દયાબહેને પણ પોતાના તેમજ ભાઈ - બહેનના લગ્ન નિર્વિઘ્ને થઈ જાય તે માટે મા ખોડલને પ્રાર્થના કરતા તેની ઈચ્છા પણ પૂર્ણ થઈ.
શ્રી અનસૂયાબેન એમ. પટેલ; ગાંધીધામ (જિ. કચ્છ)થી લખે છે: તેમની દીકરીની ટ્યૂશન ટીચરની પુત્રી સગાઈ માટે ત્રણ વર્ષથી આનાકાની કરતી હતી. તેમણે મા ખોડલના પરચાની વાત કરી. ને તેજ વેળાએ તે શિક્ષિકાબહેને મા ખોડલને પ્રાર્થ્યા અને દીકરી સગપણ માટે રાજી થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલે કૃપા કરી. તે બહેનની દીકરી ત્રણ દિવસમાં જ સગાઈ માટે રાજી થઈ ગઈ. તેમના પડોશી બહેનના પતિને પેટમાં દુ:ખાવો રહેતો હતો. સોનોગ્રાફી એક્સ-રે રીપોર્ટમાં નિદાન થતું નહતું. તેઓએ પણ મા ખોડલનો પ્રાર્થી પરચો માનતા તેના પતિને ધીમે ધીમે સારું થઈ ગયું. વધુમાં, તેમના ટ્યૂશનમાં આવતા ચોથા ધોરણના વિદ્યાર્થીને વાંચતા પણ નહોતું આવડતું. પરંતુ મા ખોડલની કૃપાથી તે વાંચતા-લખતાં શીખી ગયો.
શ્રી મુકેશભાઈ ચોવટીયા; ગાંધીધામ (જિ.કચ્છ)થી લખે છે: તેમની બાળકી રાજકોટની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતી. અનેક ઉપચારો છતાં તેની તબિયતમાં સુધારો થતો ન હતો. વર્ષો પહેલા તેમણે 'ખોડિયાર જ્યોત'માં વાંચેલા પરચા અચાનક યાદ આવ્યા... ને તુરત જ તેમણે આઈ શ્રી ખોડિયારને પુત્રીના સ્વાસ્થ્યની રક્ષા કાજે અરજ કરી, પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની અમીમય નજરથી તેમની દીકરીની તબિયત સારી થઈ ગઈ અને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ.
શ્રીમતિ ઈન્દિરાબેન પી. દલવાડી; નડિયાદ (જિ. ખેડા)થી લખે છે: તેમની દીકરીને બે વખત ડીલેવરી ફેઈલ થયેલ. ત્રીજી વખત તેને સ્વસ્થ બાળક પ્રાપ્ત થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની અપાર કૃપાથી તેમની દીકરીને સ્વસ્થ બાળક પ્રાપ્ત થયું. વધુમાં, તેમને ઢીંચણમાં બે વખત ફેક્ચર થયેલ પણ મા ખોડલના પરચાના પ્રતાપે સારું થઈ ગયું.
શ્રીમતિ સોનલબેન પીઠવા; નાગપુર (મહારાષ્ટ્ર)થી લખે છે: આઈ શ્રી ખોડલના પરચાના પ્રતાપે તેમની દરેક મુશ્કેલી દૂર થઈ છે. માના આશીર્વાદથી તેમની દીકરી મેરીટમાં આવી ગઈ. મા ખોડલે તેમના પગની પીડા મટાડી દીધી અને ઘરમાં આવેલી મુશ્કેલી દૂર કરી. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં શત્ કોટિ પ્રણામ.
શ્રીમતિ ગીતાબેન બી. જોષી; ધરપલ્લી (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેમના દીકરાને નોકરી બરાબર ન હતી. તેને બીજી સારી નોકરી મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલના શુભાશિષથી તેમના દીકરાને ટૂંક સમયમાં જ બીજી સારી નોકરી મળી ગઈ. બીજું, તેમના પતિને બંને પગમાં ઓપરેશન કરાવ્યા બાદ અતિશય દુ:ખાવો રહેતો. સાથે કમ્મરની પીડા પણ રહેતી. તેના માટે પણ માને પ્રાર્થના કરતા તેઓને પણ દર્દમાં રાહત થઈ ગઈ. તેમના અનેક કાર્યો મા ખોડલે સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
શ્રીમતિ વર્ષાબેન એસ. રાઠોડ; ભાવનગરથી લખે છે: તેમને હરસની તકલીફ હતી. ઘણી દવાઓ કરાવી પણ કોઈ ફેર ન પડતા ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપી. મા ખોડિયાર ઉપર તેમને અનન્ય શ્રદ્ધા - ભક્તિભાવ હોય, આ તકલીફમાંથી સારું થઈ જાય તે માટે તેમણે પરચો છપાવવાનો નિર્ણય કર્યો. આઈ શ્રી ખોડિયારની દયાથી તેમને તદ્દન સારું થઈ ગયું. આ ઉપરાંત, તેમના દીકરાને આંખોમાં દુ:ખાવો રહેતો હોવાથી નંબર આવ્યા હોવાનું પ્રાથમિક નિદાન થયેલ. પરંતુ મા ખોડલને પ્રાર્થી, પરચો માની બીજી વખત નિદાન કરાવતા તેને નંબર ન હોવાનો રીપોર્ટ આવ્યો અને આંખોનો દુ:ખાવો પણ દૂર થયો.
શ્રી ભારતીબેન પી. દેસાઈ; વલસાડથી લખે છે: તેમની અઢી વર્ષની ભત્રીજીએ રમતા-રમતાં નાકમાં પેન નાંખી દીધી. ઘરે ખૂબ જ પ્રયત્નો કર્યા પણ પેન ન નીકળી. આથી સૌ મુંઝાણા. તુરત જ તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કર્યું અને પેન સરળતાથી નીકળી જાય તેમજ કંઈ જ તકલીફ ન થાય તે માટે પરચો માની તાત્કાલિક દવાખાને પહોંચ્યા. જ્યાં ડૉકટરે તેના નાકમાંથી સરળતાથી પેન કાઢી નાંખી અને તેને કંઈ તકલીફ પણ ન થઈ. ગત ચોમસામાં ભયંકર વાવાઝોડું ફુંકાતા તેઓ ખૂબ જ ડરતા હતા. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરતા તોફાન તુરત જ શમી ગયું. તેમના પરિવારજનોની નાની-મોટી બીમારીઓ મા ખોડલનો પરચો માનવાથી દૂર થઈ છે. તેમના ભત્રીજાને અછબડા નીકળ્યા હતા સાથે તાવ પણ હતો, પિતાશ્રી ને શરદી-ઉધરસની તકલીફ હતી, ભાણેજને આધાશીશીના કારણે માથાનું દર્દ રહેતું. ભત્રીજી પણ બીમાર હતી. જીજાજી પડી જવાથી શરીરમાં દુ:ખાવો થતો હતો તેમજ તેમને પણ ખંજવાળ આવવાની તકલીફ હતી. તેઓ સૌની આ શારીરિક તકલીફો મા ખોડલના પરચાના પ્રતાપે દૂર થઈ અને બિલકુલ સારું થઈ ગયું.
શ્રીમતિ મંજુલાબેન આર. પંચાલ; ગોરવા (જિ. વડોદરા)થી લખે છે: તેમની દીકરીના એક વર્ષના દીકરાને જન્મથી જ હૃદયની નીચે કાણું હતું. એક દિવસ તેને ઊલટી થઈ અને આંખો ખેંચાવા લાગી. ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કરાવવાનું કહેતા તેઓ ચિંતામાં ડુબી ગયા. ઓપરેશન સફળ થાય અને તેને વ્હેલી તકે સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડિયારે કૃપા દૃષ્ટિ વરસાવી. તેમના દોહિત્રનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને તે વ્હેલી તકે સ્વસ્થ થઈ ગયો. આઈશ્રી ખોડિયારે તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે.
શ્રીમતિ ઈલાબેન ડી. પટેલ; મહોરેલ (જિ. ખેડા)થી લખે છે: તેમની દીકરી નર્સના અભ્યાસક્રમની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી તેમની દીકરી ઉત્તીર્ણ થઈ. આ ઉપરાંત, તેમના પિતાશ્રીની ઉધરસની અને કીડનીની બીમારી પણ મા ખોડલે દૂર કરી. આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ વંદન.
શ્રી રામુભાઈ બી. પરમાર; મોસાલી (જિ. સુરત)થી લખે છે: છેલ્લા બે માસથી પાણીની મોટર બોરમાં ફસાઈ ગઈ હતી. જે કોઈ પણ સંજોગોમાં બહાર નીકળી શકે તેમ ન હતી. છેલ્લા પ્રયત્ન રૂપે તેમણે મા ખોડલને યાદ કરી પરચાની ટેક રાખી, કારીગરોને બોલાવી કામ ચાલુ કરાવ્યું... ને માની કૃપાથી એક કલાકની મહેનતને અંતે મોટર સલામત બહાર નીકળી ગઈ તથા ફરી નીચે ઉતારી ચાલુ કરતા પાણી પણ સારા પ્રમાણમાં નીકળતું થયું. બીજું તેઓ નિવૃત્ત થયા બાદ નવા પગાર ધોરણ પ્રમાણે પગાર ફિકસેશન કરવાનું, તેને મંજૂર કરાવવાનું તથા ગાંધીનગર મોકલી હુકમ કરાવવાનું કામ બાકી હતું. મા ખોડલનું નામ લઈ કાર્યવાહી ચાલુ કરતા નવા ધોરણ મુજબનું પેન્શન મંજુર થઈ મળી ગયેલ છે. તેમજ તફાવત સહિતની સારી એવી રકમ મળી ગયેલ છે. આ બધું મા ખોડલની મ્હેરથી જ થયું છે.
શ્રી કમળાબેન આર. સોલંકી; અલારસા (જિ. આણંદ)થી લખે છે: તેમને ડાબા હાથમાં ઝણઝણાટી થઈ ખાલી ચઢી જતી ને અસહ્ય દુ:ખાવો થતો હતો. અનેક ઉપચાર કરવા છતાં સારું થતું ન હતું. છેવટે, તેમણે આઈ શ્રી ખોડલને યાદ કર્યા અને પરચો માન્યો. માની કૃપાથી તેમના હાથની બધી જ તકલીફો દૂર થઈ. પરદુ:ખભંજન મા ખોડલને શત્ શત્ પ્રણામ.
શ્રી ભરતભાઈ કે. પટેલ; મહેસાણાથી લખે છે: તેમના પૌત્રને વારંવાર બાથરૂમ જવાની તકલીફ હતી, પુત્રવધૂને પણ પગમાં તકલીફ હતી. બંનેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલે તેમના બંને સ્વજનોની શારીરિક તકલીફો દૂર કરી.
શ્રી રામદેવસિંહ ડી. ઝાલા; અલમપર ફાટક (જિ. ભાવનગર)થી લખે છે: આઈ શ્રી ખોડિયારે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમના પિતાશ્રીની તબિયત અચાનક બગડી જતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સમયે મા ખોડલને સ્મરી પરચો માનવાથી ટુંકી સારવારમાં જ તેઓની તબિયત સારી થઈ ગઈ. માની દયાથી તેમનાં માસીનું કેન્સરનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. આ ઉપરાંત, મા ખોડલના શુભાશિષથી તેમની બંને બહેનોના લગ્નનો પ્રસંગ ઉલ્લાસપૂર્ણ સંપન્ન થયો. હાજરાહજુર દેવી મા ખોડિયારને ભાવપૂર્વક વંદન.
શ્રી જયાબેન ગોરધનભાઈ; માલપુર (જિ. આણંદ)થી લખે છે: તેઓ બીમાર પડી ગયા હતા. દવાથી પણ રાહત થતી ન હતી. પરંતુ મા ખોડલનું સ્મરણ કરી, સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે પરચાની ટેક રાખતા તેમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. તેમના દીકરાની અને ભાણીયાની બીમારી પણ માની કૃપાથી દૂર થઈ. બીજું, તેમની ગાય વાછડાને જન્મ આપ્યા બાદ બીમાર પડી ગઈ હતી. દવાઓથી તેની બીમારી દૂર ન થઈ પણ મા ખોડલના પરચાની ટેક રાખતા ગાયને સારું થઈ ગયું અને તે હરતી-ફરતી થઈ ગઈ.
શ્રી હેમાલીબેન એન. પટેલ; ડુમરાલ (જિ. ખેડા)થી લખે છે: તેમના માતૃશ્રીને હાથમાં દુ:ખાવો થતો હતો. ડૉક્ટરે ગાંઠ હોવાનું જણાવતા તેમને કેન્સરની શંકા થઈ. ચિંતિત મને તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને માતૃશ્રીને હાથમાં થયેલ ગાંઠ મટી જાય અને કોઈ મોટી બીમારી ન હોય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમના માતૃશ્રીને હાથમાંથી ગાંઠ ઓગળી ગઈ અને બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા.
શ્રીમતિ નીરૂબેન ડી. ટંડેલ, નૂતનનગર (જિ. વસલાડ)થી લખે છે: તેમના પતિને ચાર-પાંચ વર્ષથી હાથ-પગમાં ખાલી ચઢવાની તકલીફ હતી. 'ખોડિયાર જ્યોત'માં પ્રગટ થતા માના પરચા વાંચી તેમને પણ પ્રેરણા થઈ. પતિની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે પણ માનું સ્મરણ કરી પરચો માન્યો... ને માની કૃપાથી તેમના પતિને રાહત થઈ ગઈ. સમયાંતરે તેઓને બિલકુલ સારું થઈ જશે તેવી તેમને શ્રદ્ધા છે.
શ્રીમતિ રંજનબેન એસ. બરવાળીયા; વેરાવળ (જિ. જૂનાગઢ)થી લખે છે: તેમની દેરાણીને નોર્મલ ડીલેવરી થાય તે માટે તેમણે તથા તેમના સાસુમાએ આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની દયાથી તેમની દેરાણીને નોર્મલ ડીલેવરી થઈ. બીજું, તેમની દેરાણીના ભાભીને ડીલેવરી સમયે તબિયત બગડી જતા આઈ.સી.યુ.માં રાખ્યા હતા. પરંતુ મા ખોડલને યાદ કરવાથી તેની તબિયત પણ સુધારા પર આવી ગઈ. મા ખોડલે બંનેને સુંદર કન્યારત્ન આપ્યું.
શ્રી લાભુબેન બી. સાગર; મીરાં રોડ (મુંબઈ)થી લખે છે: તેમને ઘણાં વર્ષોથી ગેસની તકલીફ હતી. જે દૂર થાય તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની અમી કૃપાથી તેમની વર્ષોની ગેસની તકલીફ દૂર થઈ. તેઓ હાલ મુંબઈમાં રૂમ રાખીને રહે છે. માની કૃપાથી તેઓ સુખ - શાંતિથી રહી શકશે તેવી તેમને શ્રદ્ધા છે.
શ્રી ગણપતભાઈ કે. પટેલ; નવા વણઝર (જિ. )થી લખે છે: તેમને પગમાં સખત દુ:ખાવો રહેતો હતો. સાથે શરીરના ઘણાં અંગોમાં દર્દ રહેતું. દવાઓ લેવાથી થોડો સમય રાહત થતી પણ ફરી એ જ સ્થિતી સજાર્તી. તેથી આ પીડા દુર થાય તે માટે તેમણે મા ખોડલનું શરણું લઈ પરચો માન્યો. મા ખોડલની અપાર દયા થકી તેમને થોડા જ દિવસોમાં દર્દમાં રાહત થઈ ગઈ.
શ્રીમતિ સુમનબેન બી. છાસટીયા; વડોદરા (જિ. આણંદ)થી લખે છે: તેમને ઘણાં વખતથી ગળામાં મસા નીકળતા હતા. આ તકલીફના નિવારણ માટે તેમણે તેમના પતિનાં કહેવાથી મા ખોડલને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી, તેમને થોડા જ સમયમાં મસા મટી ગયા.
શ્રીમતિ કોકિલાબેન પટેલ; દેવા (જિ. આણંદ)થી લખે છે: તેમની પુત્રવધુની ડીલેવરી નોર્મલ થાય તે માટે તેમણે મા ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. આઈ શ્રી ખોડલની કૃપાથી તેમની પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ અને તંદુરસ્ત બાળકની પ્રાપ્તિ થઈ. માની દયાથી તેમના અનેક કાર્યો સિદ્ધ થયા છે.
શ્રી કિર્તનલાલ એ. શાહ; કપડવંજ (જિ. ખેડા)થી લખે છે: તેમના પગમાં ફોલ્લા થયા હતા. જે કોઈપણ ઉપચારથી મટતા ન હતા. આથી તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ને થોડા દિવસોમાં તેમને સારું થઈ ગયું. ઉપરાંત, તેમની પેટની તકલીફ તેમજ તાવની બીમારી પણ માની કૃપાથી દૂર થઈ.
શ્રી સી. કે. પટેલ; બેંગ્લોર (કર્ણાટક)થી લખે છે: તેમનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે તેમણે મા ખોડલને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. આઈ શ્રી ખોડિયારના આશીર્વાદથી તેમનું આ સ્વપ્ન સાકાર થયું. તેમની સ્વતંત્ર માલિકીનું મકાન થઈ ગયું.
શ્રી મિતલબેન એન. પટેલ; ડેમોલ (જિ. ખેડા)થી લખે છે: તેમનો નાનો ભાઈ ચિ. રિતેશ વારંવાર બીમાર પડી જતો. ઘણી દવાઓ કરાવી પણ ખાસ ફેર ન પડ્યો. આઈ શ્રી ખોડિયારની કૃપા અને પરચા વિશેની વાત સાંભળી તેમણે પણ માને આર્તહ્રદયે પ્રાર્થ્યા અને નાના ભાઈના સ્વાસ્થ્યની રક્ષા કાજે પરચો માન્યો... ને ખરેખર, માની કૃપા વરસી. તેમના ભાઈની બીમારી દૂર થઈ ને બિલકુલ સારું થઈ ગયું. આ પરચો તેમના માતૃશ્રી માલતીબહેને (પુત્ર માટે) પણ માન્યો હતો. તેઓનો માથાનો દુ:ખાવો પણ મા ખોડલે મટાડ્યો.
શ્રી ધીરૂભા જે. ગોહિલ; ઓદરકા (જિ. ભાવનગર)થી લખે છે: તેમણે નવો કૂવો ગળાવતી વખતે સારું પાણી નીકળે તે માટે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. આઈ શ્રી ખોડિયારની કૃપાથી તેમના કૂવામાં સારા પ્રમાણમાં પાણી આવ્યું. વધુમાં, તેમનાં ધર્મપત્ની શ્રીમતિ મનહરબાની દાંતની પીડા દવાથી દૂર ન થઈ પરંતુ મા ખોડલના પરચાની ટેક રાખતા તુરત જ સારું થઈ ગયું.
શ્રીમતિ કાશીબેન એફ. સાકરીયા; પરબવાવડી (જિ. જૂનાગઢ)થી લખે છે: તેમની દીકરીએ નોકરી છોડી દીધી હતી. તેની ફેક્ટરી ફરીથી ચાલુ થઈ જાય તે માટે તેણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલની અસીમ કૃપાથી ફેક્ટરી ફરી ચાલુ થઈ ગઈ. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ ચંપાબેન કે. સોલંકી; નડિયાદથી લખે છે: તેમના નાના નણંદનો સીમંતનો પ્રસંગ હતો. તેમના સમાજના રિવાજ મુજબ આ પ્રસંગે તમામ દાગીના તથા વાસણો આપવાના હોય છે. પણ તેઓની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી આ બાબતે ખૂબ જ ચિંતા હતી. આઈ શ્રી ખોડલ સિવાય કોઈ સહારો ન હતો. પ્રસંગ સારી રીતે સચવાઈ જાય અને વધુ દેવું કરવું ન પડે તે માટે તેમણે માને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમના નણંદના સીમંતનો પ્રસંગ ખૂબ જ સારી રીતે સચવાઈ ગયો. તેઓ આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરતા. પરંતુ માને પ્રાર્થના કરવાથી તેમને વર્કર તરીકેનો ઓર્ડર મળી ગયો. આ ઉપરાંત, માના આશીર્વાદથી તેમના મોટા ભાઈના લગ્ન સુસંસ્કારી કન્યા સાથે થયા અને તેને સુંદર પુત્રીરત્ન પ્રાપ્ત થયું.
શ્રી કોકિલાબેન પી. શુકલ; અમદાવાદથી લખે છે: બેન્ક વ્યવહારમાં સામે પક્ષે આપેલ એક ચેક પરત ફરતા આ બાબતની જાણ કરવામાં આવી ત્યારે તે પક્ષે ચેક પોતાનો ન હોવાનું જણાવ્યું. તુરત જ તેમણે મા ખોડલને સ્મર્યા અને આ પ્રશ્ન ઉકેલાઈ જાય તે માટે પરચો માન્યો... ને બીજે જ દિવસે તે પાર્ટીએ ચેક પોતાનો હોવાનું કબૂલી લીધું. મા ખોડિયારની કૃપાથી જ આ કાર્ય સફળ થયું.
શ્રી લવજીભાઈ બી. પરમાર; અમદાવાદથી લખે છે: તેઓ પોતાની સ્વતંત્ર માલિકીનું મકાન લેવા માટે 6 માસથી પ્રયત્નો કરતા હતા. પણ ક્યાંય મન માનતું ન હતું. છેવટે, આ કાર્ય પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને પરચો માન્યો. મા ખોડલના આશીર્વાદથી તેમને શ્રી ખોડિયાર મંદિરની પાસે જ સુંદર મનપસંદ મકાન મળી ગયું. માએ તેમની મનોકામના પૂર્ણ કરી. આ ઉપરાંત, માની દયાથી તેમની દીકરીની ડીલેવરી હેમખેમ પાર પડી અને તેને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
શ્રીમતિ અર્ચનાબેન બારોટ; વલસાડથી લખે છે: તેમના 10 વર્ષના દીકરાને આંખ પાસે અને પીઠ ઉપર સફેદ ડાઘ થયો હતો. તે દૂર થાય તે માટે તેમણે મા ખોડિયારને સ્મરી પરચો માન્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમના દીકરાને સફેદ ડાઘ દૂર થયો. સંકટના સમયમાં મા ખોડલ હંમેશા સહાયરૂપ બન્યા છે. માના પરચાના ચમત્કારો સાંભળી અનુભવી હૃદય ગદ્ગદ્ થઈ જાય છે.
શ્રીમતિ કિર્તીબેન એ. પટેલ; ભીજ (જિ. ખેડા)થી લખે છે: તેમના બહેનની દીકરી લંડન સ્ટુડન્ટ વિઝા પર ગઈ હતી. તેને ત્યાં સારી નોકરી મળી જાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. માના શુભાશિષથી ભાણી અને જમાઈ બંનેને સારી નોકરી મળેલ છે. બીજું, તેમના પતિને પોતાનું મકાન બનાવવાની ઈચ્છા હતી. આ માટે તેઓએ પણ મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. માના આશીર્વાદથી તેમનું જૂનું મકાન વેચાતા નવું મકાન વગર મૂડીએ બની ગયું; અને તમામ કાર્યો નિર્વિઘ્ને પાર પડ્યા.
શ્રી કલ્પેશભાઈ એમ. રાણા; સુરતથી લખે છે: તેમની દીકરી વ્યવસ્થિત રીતે બોલતી થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. માની કૃપાથી તેમની દીકરીને વાચા મળી. તે વ્યવસ્થિત બોલતી થઈ ગઈ.
શ્રી કિશોરભાઈ એમ. ગજેરા; અમદાવાદથી લખે છે: તેમના ભાગીદારના પુત્રને અચાનક મગજમાં તાવ ચઢી જતાં તેને બેભાન હાલતમાં બકવાસ ઉપડયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને તેને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તે બે કલાકમાં જ સભાન અવસ્થામાં આવી ગયો અને તબિયત સુધારા પર આવી ગઈ. મા ખોડલે તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે.
શ્રીમતિ ઉર્વીબેન બ્રહ્મભટ્ટ; ગાંધીનગર (જિ. અમદાવાદ)થી લખે છે: તેમના પતિની તબિયત ડીપ્રેશનના કારણે સારી રહેતી ન હતી. તેઓને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કર્યા અને પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમના પતિનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં લાખ લાખ પ્રણામ.
શ્રી અક્ષિતાબા વી. દહિયા; ચિત્રોડ (જિ. ભુજ-કચ્છ)થી લખે છે: તેમને હાથમાં સફેદ ડાઘ થયો હતો. જે દિવસે ને દિવસે વધતો જતો હતો. ડાધ મટી જાય તે માટે તેમણે મા ખોડલને યાદ કર્યા અને પરચો માન્યો. માની અમીનજરથી તેમને સફેદ ડાઘ મટી ગયો. તેમની હરસની તકલીફ પણ મા ખોડલની દયાથી વગર દવાએ દૂર થઈ. મા ખોડલના પરચાના પ્રતાપે તેમની મનોકામના પણ પૂર્ણ થઈ.
શ્રી કાન્તાબેન એસ. બારોટ; અમદાવાદથી લખે છે: તેમનો ભત્રીજો ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો. તે હેમખેમ ઘરે પરત ફરે તે માટે તેમણે આઈ શ્રી ખોડલનું શરણું લીધું ને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડિયારની પરમ કૃપા થકી તેમનો ભત્રીજો સહીસલામત ઘરે પાછો ફર્યો.
શ્રી સુધાબેન ઓડેદરા; લંડન (યુ.કે.)થી લખે છે: વર્ષો પહેલાં તેમને ઈંગ્લેન્ડ આવવાની ખૂબ જ ઈચ્છા હતી. તે સમય મુશ્કેલી ભર્યો હતો. કાર્ય સફળતા માટે તેમણે મા ખોડલ ઉપર શ્રદ્ધા રાખી પરચો માન્યો હતો. મા ખોડલની મહેરથી તેઓ ઈંગ્લેન્ડ આવી ગયા અને ધીમે ધીમે બધું સમુંનમું પાર ઊતરતું ગયું. હાલ માના આશીર્વાદથી તેઓના જીવનમાં સુખ - શાંતિ છે.
શ્રી દક્ષાબેન એચ. મહેતા; ન્યૂયોર્ક (યુ.એસ.એ.)થી લખે છે: તેમના ભાઈના લગ્નજીવનને અગિયાર વર્ષ થયા હોવા છતાં તેને સંતાનસુખ ન હતું. ભાઈના ઘરે પારણું બંધાય તે માટે તેમણે મા ખોડલને વિનંતી કરી પરચો માન્યો. માએ તેમની પ્રાર્થના સાંભળી. તેમના ભાઈના ઘરે સુંદર કન્યારત્નનો જન્મ થયો. લક્ષ્મીરૂપ દીકરીના અવતરણથી ઘરમાં ખુશી છવાઈ ગઈ.
શ્રીમતિ વંદનાબેન તેલી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: મા ખોડલ ઉપરની શ્રદ્ધા થકી તેમના બધા જ કાર્યો સફળતાપૂર્વક પાર પડે છે. કાર્યારંભ કરતા પહેલાં તેઓ માને હંમેશા યાદ કરે છે. તેઓ ડ્રાઈવીંગની પરીક્ષામાં પાસ થાય તેમજ નોર્મલ ડીલેવરી થાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની આ બંને ઈચ્છાઓ પૂર્ણ કરી.સમયમાં સહાય કરનારા આઈ શ્રી ખોડિયારને ભક્તિભાવપૂર્વક પ્રણામ.