
શ્રીમતિ મંજુલાબેન પી. ચૌહાણ; મંડોરણા (જિ. જુનાગઢ)થી લખે છે: તેમના વચલા દીકરાને સંતાનમાં પાંચ દીકરીઓ છે. તેના ઘરે પુત્રનું પારણું ઝુલે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની પરમ કૃપાથી તેમના દીકરાને ઘરે પુત્રનું પારણું ઝૂલતું થયું. હાજરાહજૂર આઈ શ્રી ખોડિયારને ભાવભર્યા નમન.
શ્રી જેસાભાઈ ડોસાજી; માનગઢ (જિ. કચ્છ)થી લખે છે: તેમના પૌત્ર-પૌત્રીના લગ્ન પ્રસંગના બે દિવસ અગાઉ તેમને ગળામાં સખત દુ:ખાવો ઉપડ્યો. પાણી પીવામાં પણ તકલીફ પડતી હતી. આવા સમયે તેમણે મા ખોડલને યાદ કર્યા અને ગળામાં સારું થઈ જાય તેમજ પ્રસંગ આનંદથી માણી શકાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમને તુરત જ સારું થઈ ગયું. તેઓ પ્રસંગ પણ આનંદથી માણી શક્યા.
શ્રી નીલાબેન વી. પટેલ; ગોરવા (જિ. વડોદરા)થી લખે છે: તેમની દીકરીની ડીલેવરી નોર્મલ થાય તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનું નક્કી કર્યું હતું. મા ખોડલની અસીમ કૃપાથી તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થઈ અને પુત્ર-પ્રાપ્તિ થઈ. મા ખોડલના પરચાના પ્રતાપે તેમની બહેનનો દીકરો ઓસ્ટ્રેલિયા સુખરૂપ પહોંચી ગયો. મા ખોડલે તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે.
શ્રીમતિ ભાવનાબેન બી. પટેલ; વડોદરાથી લખે છે: તેમની દીકરીનો મેડીકલ રીપોર્ટ નોર્મલ આવે તેમજ તેને પાસપોર્ટ - વિઝા સરળતાથી મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અસીમ કૃપાથી તેમની દીકરીનો રીપોર્ટ નોર્મલ આવ્યો. અને તેના પાસપોર્ટ- વિઝા પણ સરળતાથી મળી ગયા.
શ્રી મોહનભાઈ બી. ભાલીયા; કંબોલા (જિ. વડોદરા)થી લખે છે: તેમને હાથ - પગમાં અચાનક દુ:ખાવો ઊપડ્યો હતો. દર્દમાં રાહત થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની અમી કૃપાથી તેમને હાથ - પગના દર્દમાં ઘણી જ રાહત થઈ ગઈ. આઈ શ્રી ખોડિયારને વારંવાર વંદન.
શ્રી લવજીભાઈ પરમાર; અમદાવાદથી લખે છે: તેમના એક અંગત સ્વજનને પૈસાની જરૂર હોવાથી તેમણે બીજેથી સગવડ કરીને સ્વજનને મદદ કરી હતી. એક વર્ષ બાદ નાણાંની માગણી કરતા તે વ્યક્તિએ ઉદ્ધત વર્તન કરી પૈસા આપવાની સાફ ના કહી દીધી. આવા સંકટ સમયે તેમણે આઈ શ્રી ખોડલનો આશરો લીધો અને લેણી રકમ મળી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમને તેમના પૈસા ટૂંક સમયમાં જ મળી ગયા. આ ઉપરાંત, તેમના મિત્રને કરેલી નાણાંકીય મદદમાં પણ તેમને પુરા પૈસા પરત મળી ગયા. વધુમાં એક કૌંટુબિક ઝઘડામાં પોલિસ કેસ સુધી વાત પહોંચી ગઈ હતી. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરતા તેમને ન્યાય મળ્યો અને આવેલ સંકટ ટળી ગયું. માના આશીર્વાદથી તેઓ સારા વિસ્તારમાં ઘરનું મકાન ખરીદી શક્યા.
શ્રીમતિ હંસાબેન ડી. સેજપાલ; પાર્લા (મુંબઈ)થી લખે છે: તેમના પતિને શરદી થઈ હતી. તેઓને સારું થઈ જાય અને રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો. માની દયાદ્રષ્ટિથી તેમના પતિના રીપોર્ટ નોર્મલ આવ્યા અને શરદીમાં રાહત થઈ ગઈ. તેમને માથામાં આવતી ખંજવાળ પણ મા ખોડલે મટાડી.
શ્રી અનિતાબેન બી. મહેતા; વડોદરાથી લખે છે: મા ખોડલ ઉપર તેમને અતૂટ શ્રદ્ધા છે. તેમને મનપસંદ નોકરી મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલના આશીર્વાદથી તેમને મનપસંદ નોકરી મળી ગઈ. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં શત્ કોટિ પ્રણામ.
શ્રી હંસાબેન આર. સોલંકી; પોરબંદરથી લખે છે: તેમને અચાનક શારીરિક તકલીફ થઈ જતા આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમને સારું થઈ ગયું. મા ખોડલે તેમના અનેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
શ્રી અરૂણાબેન ડી. શાહ; બોરસદ (જિ. આણંદ)થી લખે છે: તેમના પુત્રએ એક વ્યક્તિને હાથ ઉછીના નાણાં આપ્યા હતા. ઘણો સમય થવા છતાં અને અનેક વખત માગણી કરવા છતાં તે વ્યક્તિ રકમ પરત કરવા અંગે વાયદા કરતી હતી. છેવટે, થાકીને તેમણે આ કાર્ય મા ખોડલને સોંપ્યું અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અપાર કૃપાથી તેમને પૈસા પરત મળી ગયા. બીજી જગ્યાએથી પણ લેણી રકમ પરત મળી ગઈ. હાજરાહજૂર આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ કુંદનબેન જી. ગોહિલ; સુરેન્દ્રનગરથી લખે છે: તેમનો પુત્ર ચિ. મેહુલ અને ભત્રીજો ચિ. નિરવ ધો. 12 સાયન્સમાં સારા માર્કસ મેળવી પાસ થાય તેમજ બંનેને સારી સરકારી કોલેજમાં એન્જિનીયરીંગમાં એડમીશન મળી જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની આ ઈચ્છા પૂર્ણ કરી.
શ્રીમતિ જયશ્રીબેન પી. બોરીચા; સાયન (મુંબઈ)થી લખે છે: આઈ શ્રી ખોડિયારે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. માની દયાથી તેઓ કુંટુબથી વિભક્ત થઈ બીજા ઘરમાં વ્યવસ્થિત સ્થાયી થઈ ગયા હતા. પરંતુ ત્યાર બાદ સંજોગાવશાત્ ફરી સંયુક્ત કુટુંબમાં રહેવાની ઈચ્છા થઈ. પણ તેમના પતિ આ બાબતે તૈયાર ન હતા. તેઓ માની જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની દયાથી તેમના પતિ માની ગયા અને તેમની ઈચ્છા ફળી. આ ઉપરાંત, માની કૃપાથી તેમને ડીલેવરી સમયે ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું તેમજ તંદુરસ્ત સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ - તેમના ખોવાયેલા ચશ્મા ઘણું શોધવા છતાં ન મળ્યા પણ માની દયાથી તેમને એ ચશ્માની જરૂર જ પડતી નથી. ખરેખર, મા ખોડલ હાજરાહજુર છે.
શ્રીમતિ ઈંદુબેન એસ. પંડ્યા; નડિયાદથી લખે છે: તેમના પુત્ર એન્જિનિયરીંગમાં તથા તેમની બેબીને એમ.બી.એ.માં પ્રવેશ મળી જાય તેમજ તેમનો પોતાનો પગનો દુ:ખાવો મટી જાય તે માટે તેમણે આઈશ્રી ખોડિયાર માનો પરચો માન્યો હતો. મા ખોડલની અસીમ કૃપાથી તેમને દરેક કાર્યમાં સફળતા મળી છે. પૂ. માને કોટિ કોટિ વંદન.
શ્રી દેવરામભાઈ પટેલ; રાણાઘાટ (પ. બંગાળ)થી લખે છે: બંગાળના દેલગામથી કલકત્તા પાછા ફરતી વેળાએ તેમના મોટા સાળા રસ્તામાં પાનના ગલ્લા પર મોબાઈલ ફોન ભૂલી ગયા. જે કોઈપણ રીતે મળી શકે તેમ ન હતો. તેમને આ વાતની જાણ થઈ. ત્યાં આવતા-જતા ફોન લઈ આવવા તેમના સાળાએ જણાવ્યું. દરમ્યાન તેમના પિતાશ્રીને કલક્તા જવાનું થયું, ત્યારે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કર્યા અને સાળાનો ફોન મળી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપા થકી તેમના પિતાશ્રીને તે દુકાનદાર પાસેથી ફોન મળી ગયો. આઈ શ્રી ખોડલને શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ મીનલબેન એ. પઢિયાર; ધનાવસી (જિ. આણંદ)થી લખે છે: તેમના પતિને ખૂબ જ ઉધરસ થઈ હતી. તેમને સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમના પતિને તદ્ન સારું થઈ ગયું. માના ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી અરશીભાઈ વી. ઓડેદરા; ભાણવડ (જિ. જામનગર)થી લખે છે: તેમને ખેતીની જમીન બાબતે વાંધો પડતાં ખુબ જ મુશ્કેલી ઊભી થઈ હતી. સાથે તેમના પૌત્રની તબિયત પણ સારી રહેતી ન હોવાથી ચિંતા વધતી જતી હતી. આવા સમયે તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કર્યું અને પૌત્રનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તેમજ ખેતીની જમીનનો પ્રશ્ન ઉકેલાઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અપાર કૃપાથી તેમની બંને ઈચ્છા પૂર્ણ થઈ. મા ખોડલ ભક્તોના કાર્યો અવશ્ય સિદ્ધ કરે છે.
શ્રી નીલાબેન બી. પંડ્યા; દહીંસર (મુંબઈ)થી લખે છે: તેમના નવા મકાનમાં વાસ્તુપૂજન અને શ્રી સત્યનારાયણની કથા રાખી હતી. જેમાં રાત્રે દર્શનાર્થે અને પ્રસાદ માટે સ્નેહીજનોને આમંત્રિત કર્યા હતા. આ શુભ કાર્ય સારી રીતે પાર પડે તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડિયારના શુભાશિષથી નિજ કાર્ય આનંદથી સંપન્ન થયું. જીવનમાં આવતી નાની-મોટી તકલીફો મા ખોડલના નામ-સ્મરણ માત્રથી દૂર થઈ જાય છે.
શ્રી કૃપાબેન જે. મેઘાણી; વેરાવળ (જિ. જુનાગઢ)થી લખે છે: તેમના ભાઈના સગપણમાં વિલંબ થતો હતો. આ કાર્ય સમયસર પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલના આશીર્વાદથી તેમના ભાઈનું સગપણ ટુંક સમયમાં જ થઈ ગયું અને ત્યારબાદ લગ્ન પણ આનંદથી પાર પડ્યા. આઈ શ્રી ખોડલની કૃપા અપાર છે.
શ્રીમતિ મધુબેન જે. રાવલ; સાઠંબા (જિ. સાબરકાંઠા)થી લખે છે: મા ખોડલ ઉપર તેમને અતૂટ શ્રદ્ધા છે. માની દયાથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ છે. તેમના પુત્રના અભ્યાસલક્ષી પરિણામ, સારી નોકરી તથા તેની શારીરિક સુખાકારી માટે સમયાન્તરે મા ખોડલને કરેલી દરેક પ્રાર્થના ફળી છે. મા ખોડિયારના પાવન ચરણોમાં વારંવાર વંદન.
શ્રી હરદાનભાઈ એસ. ગઢવી; નગરાસણ (મહેસાણા)થી લખે છે: તેમના મિત્રનો ભાણીયો એક કેસમાં ફસાઈ જતા તે કેદમાં હતો. તે છૂટી જાય તે માટે તેમણે મા ખોડલને સ્મર્યા અને પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી તે જામીન પર છૂટી ગયો. આ ઉપરાંત, તેમની ભેંસની બીમારી પણ મા ખોડલે દૂર કરી તેમના અનેક કાર્યો મા ખોડલે પાર પાડ્યા છે. મા ખોડલનું સ્મરણ કરવાથી સંકટમાંથી ઊગરી જવાય છે.
શ્રી જે. આર. ગજેરા; હડમતીયા (જિ. જુનાગઢ)થી લખે છે: મા ખોડિયારે તેમનાં જીવનમાં ડગલે ને પગલે પરચા પૂર્યા છે. તેમના અગત્યના કાર્યો માની દયાથી સફળતાપૂર્વક પાર પડ્યા છે. મા ખોડલના આશીર્વાદથી તેમની દીકરીને સારી ફાર્મસી કોલેજમાં એડમીશન મળી ગયું. અવળા હાથે મુકાઈ ગયેલી તેમની અગત્યની વસ્તુ માના પરચાના પ્રતાપે મળી આવી તેમના સ્વજન શ્રી બી. આર. ગજેરાને ધો. 12ની પરીક્ષામાં ફીઝીક્સનું પેપર નબળું ગયું હતું. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરવાથી તેને સારા માર્કસ આવ્યા અને પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. ત્યારબાદ સારી કોલેજમાં એડમીશન પણ મળી ગયું. આ ઉપરાંત, તેમના બીજા સ્નેહી શ્રી એમ.ડી. વિરાણીના દિયરનો ધંધો મંદ થઈ ગયો હતો. માનો પરચો માનવાથી તેને પણ સારું કામકાજ મળી ગયું.
શ્રીમતિ દેહીબેન ડી. ચૌહાણ; સાયન કોલીવાડા (મુંબઈ)થી લખે છે: તેમની દીકરી ચિ. લત્તાના લગ્ન નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થના કરી પરચો માન્યો હતો. મા ખોડલના કૃપા આશિષથી તેમની દીકરીના લગ્ન આનંદ - મંગલથી પાર પડ્યા. પ્રસંગ અગાઉ તેમના પતિ અને દીકરાનું સ્વાસ્થ્ય સારું ન હતું પરંતુ માનો પરચો માનવાથી બંનેને સારું થઈ ગયેલું. આઈ શ્રી ખોડિયાર તેમના દરેક કાર્યમાં સહાયરૂપ બન્યા છે.
શ્રી રમેશભાઈ એચ. પટેલ; અમદાવાદથી લખે છે: તેમનો પુત્ર ધો. 12 સાયન્સમાં સારા ટકા મેળવી ડીગ્રી એન્જિનિયરીંગમાં એડમીશન મેળવે તે માટે તેમણે મા ખોડલને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડિયારના આશીર્વાદથી તેમનો પુત્ર સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ થયો અને તેને બી.ઈ. (ઈલે.)માં એડમીશન પણ મળી ગયું.
શ્રીમતિ ગીતાબેન કે. રામી; અમદાવાદથી લખે છે: તેમની બહેનને કેન્સરની ગાંઠનું ઓપરેશન સફળ થાય અને તેને રોગ પ્રસરે નહિ તેમજ તેમના દીકરાના લગ્ન સારી રીતે પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલની કૃપાથી તેમની બંને ઈચ્છા પૂર્ણ થઈ. પરમ કૃપાળુ આઈ શ્રી ખોડિયારને અગણિત નમસ્કાર.
શ્રી એન. બી. માડલીયા; નાગપુર (મહારાષ્ટ્ર)થી લખે છે: 'આઈ ખોડિયાર જ્યોત'માંના પરચા વાંચી પ્રેરણા થતા તેમણે પણ માનું સ્મરણ કરી પુત્રને નોકરીમાં બઢતી મળે તે માટે પરચો માન્યો હતો. મા ખોડલના શુભાશીર્વાદથી તેમના પુત્રને નોકરીમાં બઢતી મળી અને પગાર પણ વધ્યો. તેની પ્રગતિ અર્થે વિદેશ જવાની વાતચીત ચાલે છે તે પણ સફળ થશે તેવી તેમને મા ઉપર પૂર્ણ શ્રદ્ધા છે.
શ્રી દર્શનાબેન પી. ચૌધરી; મેવડ (જિ. મહેસાણા)થી લખે છે: તેમને તથા તેમના ભાઈને ચહેરા પર ખૂબ જ ખીલ થતા હતા. બંનેને ખીલ મટી જાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. આઈ શ્રી ખોડિયારની દયાથી બંને ભાઈ - બહેનને ખીલ મટી ગયા. આ ઉપરાંત પણ, મા ખોડલે તેમના અટકેલા કાર્યો પાર પાડ્યા છે.
શ્રી ફતેસંગભાઈ જે. સોલંકી; અલારસા (જિ. આણંદ)થી લખે છે: તેમના બનેવી અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેની સ્થિતી કોમામાં આવી જાય તેવી હતી. તેઓ ભાનમાં આવતા જ ન હતાં. દોઢ મહિનાની સારવાર છતાં તેની હાલતમાં કોઈ જ સુધારો જણાતો ન હતો. છેવટે, તેઓની રક્ષા કાજે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની અમીમય નજરથી તેમના બનેવીની હાલતમાં સુધારો થતો ગયો અને ધીરે ધીરે તેઓ ભાનમાં આવ્યા અને બોલતા-ચાલતા થઈ ગયા.
શ્રી લાભુબેન બી. સાગર; જુના સાવર (જિ. ભાવનગર)થી લખે છે : મા ખોડલ ઉપર તેઓ અનન્ય શ્રદ્ધા ધરાવે છે. 'આઈ શ્રી ખોડિયાર જ્યોત'માં પ્રગટ થતા માના પરચા વાંચી તેમને પણ પ્રેરણા થઈ. તેમની વર્ષો જૂની ગેસની તકલીફ દૂર થાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. માની દયાથી તેમની ગેસની તકલીફ દૂર થઈ.
શ્રીમતિ કોકિલાબેન પી. પટેલ; લાલપુર (જિ. ખેડા)થી લખે છે: આઈ શ્રી ખોડિયારે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. તેમના ભાઈનું કેન્સરની બીમારીમાં ઓપરેશન થવાનું હતું, મા ખોડલને પ્રાર્થના કરવાથી તેનું ઓપરેશન સફળ થયું. તેમના ભાભીની હૃદયની તકલીફ પણ મા ખોડલે દૂર કરી. માના આશીર્વાદથી તેમની મોટી દીકરી ધો. 12 અને પી.ટી.સી.ની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થઈ, તેમનો મોટો દીકરો પણ બોર્ડની પરીક્ષામાં સારી ટકાવારી સાથે પાસ થયો. માની કૃપાથી તેમની મોટી દીકરીની સગાઈ સારી જગ્યાએ થઈ ગઈ.
શ્રી અશ્વિનભાઈ આર. પઢિયાર; ધનાવસી (જિ. આણંદ)થી લખે છે: તેમને પેટમાં એક બાજુ ખૂબજ દુ:ખાવો થતો હતો. પેટનું દર્દ દૂર થાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમના પેટનું દર્દ દૂર થયું. આઈ શ્રી ખોડિયારની કૃપાથી તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ થઈ છે. મા ખોડલના ચરણોમાં લાખ લાખ વંદન.
શ્રી રવિલાલ એસ. વાડીયા; માનકુવા (જિ. ભુજ - કચ્છ)થી લખે છે: તેમના દોહિત્રને તાવની બીમારીમાંથી સારું થઈ જાય તેમજ તેમના પગની પીડા શમી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમના દોહિત્રની તાવની બીમારી દૂર થઈ. તેમને પણ પગમાં તદ્દન સારું થઈ ગયું. ખરેખર, મા ખોડિયાર દયાના સાગર છે.
શ્રી નીતાબેન બી. પટેલ; અમદાવાદથી લખે છે: તેમના ઘરમાં ઘણા સમયથી કજીયો- કંકાશ ચાલતા હતા. પુત્ર માતા - પિતાથી અલગ રહેવા જવાનો હતો. ઘરમાં શાંતિ થઈ જાય અને સૌ સંપીને પ્રેમપૂર્વક રહે તે માટે તેમણે મા ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલે તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. તેમના ઘરમાં સૌ સારાંવાનાં થયાં.
શ્રી પરબતસિંહ બી. સોલંકી; રાયગઢ (જિ. સાબરકાંઠા)થી લખે છે : તેમને એક સેવાભાવી ટ્રસ્ટ માટે ગાડીની જરૂર હતી. જેની લોન માટે અનેક બેંકમાં તથા ફાયનાન્સ કંપનીમાં પ્રયત્નો કર્યા પણ કોઈ લોન આપવા તૈયાર ન હતું. છેવટે, આ કાર્ય માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડિયારના અદભુત ચમત્કારથી થોડા જ દિવસોમાં લોન મંજૂર થઈ ગઈ અને ત્યાર બાદ ગાડી પણ લેવાઈ ગઈ. આઈ શ્રી ખોડલ હાજરાહજૂર દેવી છે.
શ્રી બી. સી. ઉપાધ્યાય; ઉમરાળા (જિ. ભાવનગર)થી લખે છે: મા ખોડલ ઉપર તેમને અખૂટ શ્રદ્ધા છે. માની કૃપાથી તેમના અનેક કાર્યો પાર પડ્યાં છે. માના આશીર્વાદથી તેમનો પુત્ર એલ.આઈ.સી.માં કાર્યનો ટારગેટ પૂરો થતા કરોડપતિ થયેલ છે. તેમજ ચાર પૌત્રો - પૌત્રીઓ પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થયેલ છે. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં વારંવાર વંદન.
શ્રી ડાહ્યાભાઈ જુહાભાઈ; લુણાસણ (જિ. મહેસાણા)થી લખે છે: તેમના એક સ્નેહી શ્રી રમેશભાઈ મોટા સંકટમાં આવી ગયા હતા. તેઓ પોલિસ કેસમાં ફસાઈ ગયા હતા. તેનો છૂટકારો થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને અતં:કરણથી પ્રાર્થના કરી પરચો છપાવવાની માનતા માની. મા ખોડલની અપાર કૃપાથી તેનો નિર્દોષ છૂટકારો થયો.
શ્રીમતિ કૈલાસબેન પારેખ; અમદાવાદથી લખે છે: તેમની દીકરી S.Y.B.C.A.{ પરીક્ષા આપે તેની કોઈ શક્યતા ન હતી. પરંતુ મા ખોડલ સમક્ષ પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કરતા તે પરીક્ષા આપી શકી અને માના શુભાશિષથી તે પ્રથમ વર્ગમાં ઊત્તીર્ણ થઈ. મા ખોડિયારે તેમની મનોકામનાઓ પૂર્ણ કરી છે.
શ્રી બળવંતસિંહ પી. પરમાર બોગદરા (જિ.ભરૂચ)થી લખે છે: તેઓ એક મહિનાથી બીમાર હતા. જેને કારણે ખૂબ જ તકલીફ પડતી. કોઈને કહી શકાતું ન હતું અને સહી શકાતું પણ ન હતું. છેવટે, આ દર્દ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તેમની બીમારી દૂર થઈ.
શ્રી રામસંગભાઈ એન. ગોહિલ; કરમાડ (જિ. ભરૂચ)થી લખે છે: તેમની પુત્રી ચિ. મીનાને બે મહિનાથી પેડુમાં દુ:ખાવો થતો હતો. ડૉક્ટરની ઘણી દવાઓ લેવા થતાં કોઈ જ ફેર પડતો ન હતો. આખરે, તેમણે મા ખોડલનું શરણું લીધું અને પુત્રીને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયા થઈ. તેમની પુત્રીનું પેડુનું દર્દ ફક્ત ત્રણ જ દિવસમાં દૂર થઈ ગયું. મા ખોડિયારે તેમના ધાર્યા કાર્યો પાર પાડ્યાં છે.
શ્રીમતિ અલ્પાબેન આર. રાજ્યગુરૂ; ભાવનગરથી લખે છે: તેમના પુત્રને નાની એવી ગાંઠ થઈ હતી. જેથી, સૌ ટેન્સનમાં હતા. તેને ગાંઠ મટી જાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડિલની દયાદ્રષ્ટિથી તેમના પુત્રને સારું થઈ ગયું અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.
શ્રી જગદીશભાઈ જે. શાહ; બેંગ્લોર (કર્ણાટક)થી લખે છે: તેમનાં પત્ની મુંબઈ જવા માટે સ્ટેશન પર પહોંચ્યા પણ ટીકીટ સાથેનું પર્સ ઘરે રહી ગયું. ટ્રેન ઊપડવાને ફક્ત 20 મીનીટ જ બાકી હતી. કટોકટીના સમયમાં તેમનો પુત્ર મા ખોડિયારનું નામ લઈ સ્કૂટર પર રવાના થયો અને બરાબર ગાડી ઉપડવાના સમયે તે પર્સ લઈને આવી ગયો. દરમ્યાન તેમનાં પત્ની પણ મા ખોડલનું રટણ કરતા હતા. માની કૃપાથી જ આ કાર્ય શક્ય બન્યું. બીજું, એક વખત તેમને લો બી.પી. થઈ જતા ચક્કર આવતા હતા. પરંતુ માનું નામસ્મરણ કરવાથી ધીરે ધીરે તબિયત સારી થઈ ગઈ. તેમને દાંતના દુ:ખાવામાં દવા લેવાથી રાહત થતી પણ ફરી દુ:ખાવો ઉપડતો. પરંતુ મા ખોડિયારને યાદ કરવાથી દાંતનું દર્દ સદંતર દુર થયું.
શ્રી બળવંતરાય વી. પંચાલ; વડોદરાથી લખે છે: તેમના પુત્રની એકાએક ઈન્દોરથી મદ્રાસ બદલી થઈ. ત્યાર બાદ છ માસ જેવા ટુંકા સમયમાં ગુજરાતમાં બદલી કરી આપવા તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલે તેમની અરજ સ્વીકારી. તેમના પુત્રની ગુજરાતમાં બદલી થઈ ગઈ. આ ઉપરાંત, માના આશીર્વાદથી તેમને મનપસંદ વિસ્તારમાં સારું મકાન પણ મળી ગયું.
શ્રીમતિ સરોજબેન આર. પરમાર; અમદાવાદથી લખે છે: તેમનો પુત્ર જી.ઈ.બી. કચ્છમાં નોકરી કરતો હતો. તેણે કેન્દ્ર સરકારની ડી.આર.ડી.ઓ.ની. પરીક્ષા, ઈન્ટરવ્યુ બંને પાસ કર્યા હતા. તેનો કોલલેટર ગેરવલ્લે ન ચઢે તે માટે તેણે અમદાવાદનું ઘરનું સરનામું આપ્યું હતું. પરંતુ પોસ્ટમેન 1 મહિનાની રજા પર હોવાથી કોલલેટર ગેરવલ્લે જાય તેવી શક્યતા હતી. તેથી આ બાબતે તેમણે માને અરજ કરી અને પરચો માન્યો. માની અસીમ કૃપાથી કોલલેટર આપમેળે જ કચ્છ પહોંચ્યો. જો આમ ન બન્યું હોત તો તેમના દીકરાના સ્વપ્ના રોળાઈ જવાના હતા. પણ મા ખોડલ ભક્તોને હંમેશા સહાયરૂપ બને છે. માએ તેમના નાના-મોટા અનેક સંકટો દૂર કર્યા છે.
શ્રી કાંતીભાઈ એમ. વણકર; બેરણા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમની બંને આંખોનું મોતીયાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તેમજ સારી દ્રષ્ટિ મળે તે માટે તેમણે પૂ.મા ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અમીકૃપાથી તેમની આંખોનું ઓપરેશન સફળ થયું અને નવી દ્રષ્ટિ પણ મળી. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રીમતિ દમયંતીબેન જે. રાણા; સુરતથી લખે છે: તેમની દીકરી સંતાનસુખથી વંચિત હતી. પરંતુ મા ખોડલ ઉપર તેમને અટલ શ્રદ્ધા હોવાથી દીકરીના ઘરે પારણું બંધાય તે માટે માને પ્રાર્થ્યા અને પરચો માન્યો... ને માએ તેમની આશા પૂરી કરી. સમયાંતરે તેમની દીકરીને સંતાનસુખ મળ્યું. બંનેની તબિયત પણ સારી છે. મા ખોડિયારે તેમની નાની-મોટી દરેક મનોકામના પૂર્ણ કરી છે.
શ્રીમતિ ઈલાબેન એન. પટેલ; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ સીટીઝનની પરીક્ષામાં એક વખત ફેઈલ થતા બીજી વખત પરીક્ષા આપતી વેળાએ તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પાસ થઈ જવાય તે માટે પરચો માન્યો. મા ખોડલના કૃપા આશિષથી તેઓ પાસ થયા. આ ઉપરાંત માના આશીર્વાદથી તેમને મનપસંદ જોબ પણ મળી ગઈ. સંકટના સમયમાં આઈ શ્રી ખોડિયાર વ્હારે આવે છે અને કાર્ય સફળતાપૂર્વક પાર પાડે છે.
શ્રી કામીનીબેન પટેલ; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમનો ભાઈ જીવનસાથીની શોધમાં ટુંક સમય માટે ઈન્ડિયા ગયો હતો. તેના લગ્ન જલ્દીથી થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો... ને પરચો માન્યાના ત્રણ જ દિવસ પછી તેના લગ્ન નક્કી થયાના ફોન દ્વારા સમાચાર મળ્યા. બાદમાં, માના આશીર્વાદથી તેના લગ્ન આનંદથી પાર પડ્યા. બીજું, તેમના માતૃશ્રી ઘરમાં પડી જવાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેઓના એમ.આર.આઈ. સહિતના રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે મા ખોડલનો પરચો માનતા બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા અને તબિયત પણ સારી થઈ ગઈ.
શ્રી પ્રવિણાબેન બી. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમનું ઓપરેશન સફળ થાય અને સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પર્ચો માન્યો હતો. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમનું ઓપરેશન સફળ થયું અને સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું. મા ખોડલના પાવન ચરણોમાં ભાવભર્યા નમન.
શ્રીમતિ શીતલબેન ઠક્કર; હેરો (યુ.કે.)થી લખે છે: મા ખોડિયાર ઉપરની અતૂટ શ્રદ્ધાને કારણે દરેક ઈચ્છા પૂર્ણ થઈ છે. બે વર્ષ પહેલાં તેમને ઈન્ડિયા યાત્રા માટે જવાનું નક્કી થયું. તે સમયે તેમની તબિયત સારી રહેતી ન હતી. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરી પરચો માનવાથી તબિયતમાં સુધારો થયો. અને યાત્રા પણ સુખરૂપ પૂર્ણ કરી યુ.કે. પરત આવી ગયા. તેમના પતિને નોકરીમાં થોડી મુશ્કેલી થતા બીજી સારી નોકરી મળી ગઈ. તેમની નાની દીકરીને પણ જોબ મળી ગઈ. મોટી દીકરીને ડીલેવરી સમયે ખૂબ જ તકલીફ હતી. પરંતુ મા ખોડલનું સ્મરણ કરવાથી ઓપરેશન સફળ થયું અને પુત્રની પ્રાપ્તિ થઈ. તેમના પાંચ વર્ષના પૌત્રને અઠવાડિયામાં બે દિવસ સાચવવાનો લાભ તેમને જોઈતો હતો. તેથી તેમને જોબમાં બે દિવસની રજા મળે તેવું ગોઠવાઈ જાય તે માટે મા ખોડલને કરેલી પ્રાર્થના પણ ફળી.
શ્રી રૂપલબેન જી. પટેલ; હટફિલ્ડ (યુ.એસ.એ.)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર તેમને સ્મર્યે સહાય કરે છે. 'શ્રી ખોડિયાર જ્યોત'માં પ્રસિદ્ધ થતા પરચા વાંચી પ્રેરણા થતા તેમણે માનું સ્મરણ કરી ભાઈનું વેવિશાળ સારી જગ્યાએ થાય તે માટે પરચો માન્યો. મા ખોડલના આશીર્વાદથી ભાઈના સગાઈ - લગ્ન સારી જગ્યાએ થયા. તેમની ખોવાયેલી બેગ પણ માની કૃપાથી મળી આવી. સમયાંતરે તેમના લગ્ન પણ થઈ જશે એવી મા ખોડલ ઉપર શ્રદ્ધા છે.
શ્રીમતિ તરૂબેન પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમને બંને પગમાં તથા માથામાં સખત દુ:ખાવો થતો હતો. અનેક ઉપચારો કરવા છતાં કોઈ જ ફેર પડતો ન હતો. પગની તથા માથાની આ પીડા દૂર થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની દયાદ્રષ્ટિથી તેમને તદ્દન સારું થઈ ગયું અને હવે ચાલવામાં પણ કોઈ જ તકલીફ નથી. વધુમાં, અનેક પ્રયત્નો કરવા છતાં તેમના દીકરાને જોબ મળતી ન હતી. પરંતુ મા ખોડલને અરજ કરવાથી તેને ટૂંક સમયમાં જ સારી જોબ મળી ગઈ. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં કોટિ કોટિ વંદન.