Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Khodiyar Jyot June – 2011    << Back to Archive Home
શ્રી ગીતાબેન વિનોદભાઈ સોની; બોટાદથી લખે છે: તેમના બાળકો ખુબ જ બિમાર થઈ જતા તેમણે પૂ.મા ખોડિયારનું શરણું લઈ પરચો છપાવવાની માનતા રાખી હતી. પૂ. માની કૃપાથી તેમના બાળકો સ્વસ્થ થઈ ગયા. પરમ કૃપાળુ આઈ શ્રી ખોડિયારના ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રી માનાભાઈ કે. સોલંકી; જાફરાબાદ (તા.ગોધરા) થી લખે છે: તેમણે એક ગામની જમીનનો પ્લોટ વેચાણ પેટે રાખેલ હતો. આ બાબતે વેચાણ આપનારના પૌત્રોનો વિરોધ હતો અને અન્ય લોકો તેને સાથ આપી મદદ કરતા હતા. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન સૂઝતા તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણ લીધું અને વિઘ્ન દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલના આશીર્વાદથી વિઘ્ન દૂર થઈ સવળું ઊતરી ગયું. બીજું, તેમના ત્રણ વર્ષના પૌત્રને કમળાના રોગથી વધુ પડતી અસર થઈ હતી અનેક ઈલાજો કરાવવા છતાં આરામ થતો ન હતો પરંતુ મા ખોડલનું સ્મરણ કરી પરચો માનતા પૌત્રની તબિયત સારી થઈ ગઈ.
શ્રી કીર્તિબાળા આર. ફીચડીયા; અમદાવાદથી લખે છે: તેમના કૌટુંબિક સબંધોમાં થોડા મતભેદો હતા, તે દૂર થઈ સૌને મનમેળ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલે કૃપા કરતા થોડા જ દિવસોમાં મતભેદો દૂર થયા અને મનમેળ થઈ ગયો. તેમને કીડનીમાં થતો દુ:ખાવો તથા પગની એડી, ઘૂંટણમાં થતો દુ:ખાવો પણ મા ખોડલે મટાડ્યો.
શ્રી ગૌરીબેન આર. પરમાર; મોસાલી (જિ.સુરત)થી લખે છે: તેમના પિતાનો ટુવ્હીલર પરથી અકસ્માત થયા બાદ ડોકટરે બધું નોર્મલ જણાવેલ. પરંતુ ત્યાર બાદ એક મહિના પછી તેઓને અનેક શારીરિક તકલીફો થવા લાગી. તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓનું લોહી ઘટ્ટ થઈ જવાથી હૃદય સુકાવા લાગ્યું છે અને સ્થિતિ ખૂબજ ગંભીર છે. આવા સમયે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પિતાજીને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેઓને ધીરે ધીરે સારું થઈ ગયું. હાલ તેઓ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
શ્રીમતિ નીતાબેન આર. સોળીયા; રાજકોટથી લખે છે: મા ખોડલ ઉપર તેમને અતૂટ શ્રધ્ધા-ભક્તિભાવ છે. તેમની મોટી બહેનને ધંધામાં લાભ થાય અને બહેનને પુત્રરત્નની પ્રાપ્તિ થાય, દિયરની સગાઈ થાય, તેમના ધંધામાં લાભ થાય અને બીજી દુકાન વ્યવસ્થિત ચાલુ થઈ જાય તેમજ તેમના સાસુમાને કાનની પીડા દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની પરમ દયાથી તેમની બધીજ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ ગઈ.
શ્રી મોહનભાઈ બી. ભાલીયા; કંબોલા (જિ.વડોદરા)થી લખે છે: એક દિવસ તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા. તેમાંથી ઉગરવાનો કોઈ ઉપાય સુઝતો ન હતો. તે સમયે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને મુશ્કેલી દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલે તેમની મુશ્કેલી દૂર કરી કાર્ય સિધ્ધ કર્યુ. મા ખોડિયાર તેના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.
શ્રીમતિ વિદ્યાબેન ભોઈ; ચકલાસી (જિ.ખેડા)થી લખે છે: અનેક પ્રયત્નો કરવા છતાં તેમની દીકરીના સગપણમાં વિલંબ થતો હતો. દીકરીને લાયક ભણેલો-સારો જીવનસાથી મળતો ન હતો. આ બાબતે આઈ શ્રી ખોડિયારને વારંવાર અરજ કરી પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તેમની દીકરીનું સગપણ મનપસંદ યુવક સાથે થોડા જ સમયમાં થઈ ગયું અને લગ્ન પણ આનંદથી સંપન્ન થયા.
શ્રી સોમાભાઈ એ. પટેલ; ધંધોડી (જિ.ખેડા)થી લખે છે: તેમના ઘરની સુખ-શાંતિ માટે, સૌ પરિવારજનોની શારીરિક સ્વસ્થતા માટે તેમજ તમામ બાળકોને પરદેશ સ્થાયી થવા અંગે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની આ મનોકામના પૂર્ણ કરી. આઈ શ્રી ખોડિયારને શત્ શત્ વંદન.
શ્રી ગણપતસિંહ યુ. રાજ; આંકલાવ (જિ.આણંદ)થી લખે છે: તેમના પત્નીને ડીલેવરી સમયે ઓપરેશનની શક્યતા હતી. તેને નોર્મલ ડીલેવરી થાય તે માટે સૌ પરિવારજનોએ મા ખોડલને પ્રાર્થી પરચો માનેલ. મા ખોડલની અપાર દયાથી તેમના પત્નીને નોર્મલ ડીલેવરી થઈ અને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ.
શ્રીમતિ નીલાબેન વી. પટેલ; ગોરવા (જિ.વડોદરા)થી લખે છે: તેમની દીકરીનો દીકરો ફીડીંગ છોડી ઉપરનો ખોરાક લેતો થઈ જાય અને તેની માતા વગર રહેતો થઈ જાય તે માટે તેમણે મા ખોડલને કરેલી પ્રાર્થના ફળી. બીજું તેમને ગળામાં રસોળી જેવું થયું હતું. ડોક્ટરે ઓપરેશનનું કહેતા તેમને ચિંતા થઈ. પરંતુ મા ખોડલને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેમને ઓપરેશન વગર રસોળી મટી ગઈ. આ ઉપરાંત, આઈ શ્રી ખોડિયારે તેમની તેમજ તેમના સ્નેહી શ્રી અંકિતાબહેનની મનોકામના પૂર્ણ કરી.
શ્રી લલિતાબેન પરમાર; વેરાવળ (જિ.જૂનાગઢ)થી લખે છે: તેમને ઘણા સમયથી ગળામાં દુ:ખાવો થતો હતો. અનેક ઉપચારો કરવા છતાં કશો જ ફેર પડતો ન હતો. આથી તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને ગળાનું દર્દ શમી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયાથી તેમને બિલકુલ સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં વારંવાર પ્રણામ.
શ્રી મુકેશભાઈ પી. ત્રિવેદી; વેરાવળ (જિ.જૂનાગઢ)થી લખે છે: તેમના પડોશી શ્રી મંજુબેનને ઘણાં સમયથી ગળા-નાકમાંથી થોડું થોડું લોહી નીકળતું હતું. તેઓની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી શ્રી મંજુબહેનને તદ્ન સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારને શત્ શત્ પ્રણામ.
શ્રી નંદાબેન ડી. વોરા; ઉમરખાડી (મુંબઈ)થી લખે છે: તેમના ભાણેજની દીકરી ચાલતા શીખી ત્યારે બંને પગની આંગળીઓના ટેકે ચાલતી હતી. તે બરાબર ચાલતી થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની અપાર દયાથી ભાણેજની દીકરી બરાબર ચાલતી થઈ ગઈ.
શ્રી કેસરબેન જી. પરમાર; ચેમ્બુર (મુંબઈ)થી લખે છે: તેમના ભત્રીજી-ભત્રીજાના લગ્ન નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારના આશીર્વાદ માંગી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલે કૃપા આશિષ વરસાવતા બંને સંતાનોના લગ્નનો પ્રસંગ ધામધૂમથી પાર પડ્યો. તેમજ ભત્રીજાના ઘરે પૂ.માની મ્હેરથી પુત્રનું પારણું ઝુલતું થયું.
શ્રી મેહુલભાઈ એચ. ગાંધી; વડોદરાથી લખે છે: તેમના માતુશ્રીને પીઠમાં અસહ્ય પીડા થતી હતી. આ દર્દ તેને ઘણા સમયથી સતાવતું હતું. અનેક દવાઓ કરાવી, છતાં પીડામાં કોઈ જ રાહત ન થઈ. ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું. જેનો ખર્ચ પચાસ હજાર રૂપિયા જેટલો આવે તેમ હતો. પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે આ શક્ય ન હતું. આવા સમયે એક માત્ર આઈ શ્રી ખોડલનો સહારો હતો. તેમણે માને પ્રાર્થ્યા અને માતુશ્રીને ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની અમી કૃપા થતા તેમના માતુશ્રીને પીઠના દર્દમાં ઓપરેશન વિના જ ઘણી રાહત થઈ ગઈ.
શ્રી હીરાલાલભાઈ જી. મકવાણા; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમના ઘરમાં કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી થઈ જતા વાતાવરણ અશાંત થઈ ગયું હતું. ઘરમાં શાંતિ રહે અને વાત આગળ ન વધે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાથી તેમના ઘરમાં શાંતિ થઈ ગઈ. દયાના દેવી મા ખોડિયારના ચરણોમાં વંદન.
શ્રી સનાભાઈ કે. રાવળ; ધનાવશી (જિ.આણંદ)થી લખે છે: તેમને કાનમાં પાક થવાથી ખૂબજ દુ:ખાવો થતો હતો. દવાઓથી કશો જ ફેર પડતો ન હતો. આથી સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમને કાનમાં બિલકુલ સારું થઈ ગયું.
શ્રી પલ્લવીબેન મહેતા; લેમિંગ્ટન રોડ (મુંબઈ)થી લખે છે: તેમના એક અંગત સ્નેહીને શરીર પર ગાંઠો નીકળતા કેન્સરનું નિદાન થયું. રોગ આગળ પ્રસરે નહિ તે માટે ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી. આ બાબતથી સ્નેહી ખૂબજ ચિંતિત હતા. તેમનું ઓપરેશન સફળ થાય અને રોગ વધુ પ્રસરે નહિ તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનો પરચો માન્યો. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમનાં સ્નેહીનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને તબિયત પણ ઘણી સુધારા પર છે. તેમના પગની પીડા પણ મા ખોડલે દૂર કરી.
શ્રી રાજેશભાઈ સી. દવે; અમદાવાદથી લખે છે: તેમને પગમાં સોજો આવતા અનેક ડોક્ટરોની સારવાર લીધી. ઓર્થો. સર્જનને બતાવી તેની દવાઓ પણ લીધી પરંતુ પગમાં બિલકુલ રાહત ન થઈ. એ સમયે કોઈ માઈ ભક્તે તેમને આઈ શ્રી ખોડિયાર પર શ્રધ્ધા રાખી પરચો માનવા પ્રેર્યા... તે મુજબ તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને પગમાં સારું થઈ જાય તે માટે પરચો માન્યો... ને બસ થોડા જ સમયમાં સોજો ઊતરી ગયો. પગમાં પહેલા જેવું જ તદ્દન સારું થઈ ગયું.
શ્રીમતિ યામિનીબેન એચ. પાઠક; થાનગઢ (જિ.સુરેન્દ્રનગર)થી લખે છે: તેમનો પુત્ર બી.કોમ.- અંગ્રેજી માધ્યમની પરીક્ષામાં સારા માર્કસ મેળવી સફળ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની મ્હેરથી તેમનો પુત્ર સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયો. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી મફતભાઈ એસ. વૈદ; સમાદરા (જિ.ખેડા)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેઓ અનન્ય ભક્તિભાવ ધરાવે છે. તેમના મકાનને લગતું કામકાજ નિર્વિઘ્ને-સમયસર પૂર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલે કૃપા કરતાં મકાનનું કામ બે જ માસમાં નિર્વિઘ્ને પૂર્ણ થઈ ગયું. ખરેખર, પૂ.માની લીલા અપરંપાર છે.
શ્રી નટવરભાઈ સી. રાવલ; ભરૂચથી લખે છે: તેમના ભત્રીજાને પગમાં ફ્રેક્ચર થતાં ઓપરેશન કરી સળીયો નંખાવ્યો. પરંતુ છ મહિના વીતી ગયા હોવા છતાં હાડકું સંધાયું નહિ. ત્યાર બાદ ફરીથી વડોદરાની હોસ્પિટલમાં ચેક-અપ કરાવ્યું. ત્યાં બીજું ઓપરેશન કરાવવાની સલાહ મળી. આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચાની ટેક રાખી તેનું બીજું ઓપરેશન કરાવ્યું. માની દયાથી તે સફળ થયું. ભત્રીજાના પગનું હાડકું સંધાઈ ગયું અને તે સારી રીતે ચાલતો થઈ ગયો.
શ્રી પ્રવિણાબેન વી. વેકરીયા; સુરતથી લખે છે: તેમના પુત્ર-પુત્રી પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય, માતા-પિતાની બિમારી દૂર થઈ તેઓને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય તેમજ તેમના દિયરનો બંધ થયેલ ધંધો ફરીથી ચાલુ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલે તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી.
શ્રીમતિ પન્નાબેન વી. મહેતા; ભરૂચથી લખે છે: તેમના પતિને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો હતો. ઘણી દવાઓ કરાવી, પણ ફેર ન પડ્યો. રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. છેવટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણ લીધું અને પતિના પેટનું દર્દ દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેઓનું દર્દ એકાએક ઓછું થઈ ગયું અને ધીરેધીરે તદ્ન ગાયબ થઈ ગયું. બીજું, તેમની ખોવાયેલી સોનાની વીંટી ઘણું શોધવા છતાં ન મળી. પરંતુ મા ખોડલનું નામ સ્મરણ કરવાથી ગણત્રીના કલાકોમાં જ વીંટી મળી આવી.
શ્રીમતિ વર્ષાબેન આર. માવાણી; થાણાથી લખે છે: તેમની દીકરીની તબિયત સારી રહેતી ન હતી. તેની બીમારી દૂર થઈ, તેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમની દીકરીને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું. દયાળુ દેવી આઈ શ્રી ખોડિયારના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રી વિજયભાઈ જે. પુરોહિત; રાજપીપળા (જિ.ભરૂચ)થી લખે છે: તેમના લગ્ન લેવાયા હતા. પરંતુ પ્રસંગ આડે અનેક મુસીબત બાધારૂપ થાય તેમ હતી. લગ્ન નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો. મા ખોડલના શુભાશિર્વાદથી તેમના લગ્ન આનંદ-મંગલથી સંપન્ન થઈ ગયા. પૂ. માને આદર પ્રણામ.
શ્રી નટુભાઈ પી. પટેલ; નવાગામ-રામોલ (જિ.ખેડા)થી લખે છે: તેમના ભત્રીજાના પત્નીને આંખના ઓપરેશન બાદ પણ ખામી રહી ગઈ હતી. બીજી આંખ ચેક કરાવવા જતી વખતે તેમણે મા ખોડિયારને સ્મર્યા અને તેનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની દયા દ્રષ્ટિથી ભત્રીજાવહુની આંખનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને ખામી પણ દૂર થઈ.
શ્રીમતિ પૂર્ણિમાબેન ભટ્ટ; ફોરજેટ હીલ (મુંબઈ)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપરની અટલ શ્રધ્ધાને કારણે, જીવનમાં આવતી દરેક મુશ્કેલીનું સમાધાન સરળતાથી મળ્યું છે. થોડા દિવસો પહેલા થયેલી ખોટી ગેરસમજને કારણે તેમના દીકરાનું લગ્નજીવન વિચ્છેદને આરે હતું. પરંતુ સંકટની આ ઘડીઓમાં આઈ શ્રી ખોડિયારને અંત:કરણપૂર્વક પ્રાર્થી પરચાની ટેક રાખતા અશક્ય શક્ય બન્યું અને નિર્વિઘ્ને સમસ્યાનું સમાધાન થયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં ભાવપૂર્વક વંદન.
શ્રી એસ. પી. ખસેટિયા; પોતા (જિ.બનાસકાંઠા)થી લખે છે: 'આઈ શ્રી ખોડિયાર જ્યોત' પરચા વાંચી તેમની શ્રધ્ધા વધુ દ્રઢ બની છે. તેમને પેટ તથા માથામાં વારંવાર દુ:ખાવો થતો હતો. આ શારિરીક તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લઈ પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલે કૃપા દ્રષ્ટિ કરતાં તેમની શારિરીક તકલીફ દૂર થઈ.
શ્રી હરજીવનભાઈ ડી. રત્નોત્તર; આણંદ (જિ.અમદાવાદ)થી લખે છે: તેઓ સેન્ટ્રલ એક્સાઈઝમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. એક દિવસ કોઈ પાર્ટીનું મોટી રકમનું રીબેટ ક્લેઈમ તેમની ભૂલથી ખોટા સ્થળે રજી.એડી. થઈ ગયું. ત્રણ માસ બાદ પાર્ટીએ રીબેટ ક્લેઈમ ન થવા અંગે રજૂઆત કરી. હવે શું કરવું? તેની વિમાસણમાં તેઓ હતા. તુરતજ આઈ શ્રી ખોડિયારનું સ્મરણ થયું. તેમણે માને પ્રાર્થ્યા અને રીબેટ ક્લેઈમ 20 દિવસમાં પરત મળી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી તે રીબેટ ક્લેઈમ ધારેલા સમયમાં પરત મળી ગયો. બીજું, એક યાત્રા-પ્રવાસ માટે તેમને 900 પ્રવાસીઓનો સમાવેશ થાય તેવી ધર્મશાળાનું બુકીંગ કરાવવાનું હતું. મા ખોડલે સહાય કરતા તેમનું આ કાર્ય પણ સરળતાથી થઈ ગયું.
શ્રી છગનભાઈ એલ. નીસરતા; હીરોલા (જિ.દાહોદ)થી લખે છે: કોઈ ને કોઈ વિઘ્ન આવવાથી તેમની દીકરીના સગપણમાં વિલંબ થતો હતો. તેમનું સગપણ સારી જગ્યાએ થાય અને લગ્ન પણ નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મર્યા અને પરચો માન્યો. મા ખોડલના આશીર્વાદથી દીકરીનું સગપણ ટૂંક સમયમાં જ સારી જગ્યાએ થયું અને લગ્ન પણ નિર્વિઘ્ને આનંદથી પાર પડ્યા.
શ્રી હિતેશભાઈ એમ. રાઠોડ; ઈચ્છાપોર (જિ.નવસારી)થી લખે છે: તેમના માટે કલંક લાગે તેવી પરિસ્થિતી અચાનક ઊભી થતાં તેઓ ચિંતામાં મુકાઈ ગયા. તુરતજ તેમણે આઈ શ્રી ખોડલનું શરણ લીધું અને રક્ષા કરવા વિનંતિ કરી, પરચો છપાવવાની ટેક રાખી. આઈ શ્રી ખોડિયારે ક્ષણના પણ વિલંબ વિના તેમને હેમખેમ બચાવી લીધા. હાજરાહજૂર દેવી આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ પ્રણામ.
શ્રી સંજયભાઈ વી. ત્રિવેદી; કોઠડી (જિ.ખેડા)થી લખે છે: તેમને પથરીની અસર જણાતી હતી સાથે કમળાની અસર પણ હતી. સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમને બે જ દિવસમાં આરામ થઈ ગયો. અને ખોરાક પણ લેવાતો થઈ ગયો. દયાના દેવી આઈ શ્રી ખોડિયારને વારંવાર નમન.
શ્રીમતિ રત્નબેન મર્ચન્ટ; વિક્રોલી (મુંબઈ)થી લખે છે: તેમને ડાયેરીયા થઈ ગયા હતા. દવાઓ લેવા છતાં આરામ થતો ન હતો. આથી તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને તબિયત સારી થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયાથી તેમની તબિયત સારી થઈ ગઈ. તેમના હાથ-પગની કળતર પણ મા ખોડલે દૂર કરી. તેમની દોહિત્રીનું ખોવાઈ ગયેલું સીમકાર્ડ પણ મા ખોડલને ભાવપૂર્વક યાદ કરવાથી તુરત જ મળી આવ્યું.
શ્રીમતિ મીતાબેન બી. ઠાકોર; વેડા (જિ.ગાંધીનગર)થી લખે છે: તેમની 7 વર્ષની દીકરીને ઘૂંટણમાં ફ્રેક્ચર આવ્યા બાદ તેમાં પાક થઈ ગયો. 9 માસ સુધી દવાઓ કરી પણ કોઈ જ ફેર ન પડ્યો. છેવટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને દીકરીને ઘૂંટણમાં રસી બંધ થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની પરમ કૃપાથી ફક્ત 15 દિવસમાં જ તેને બિલકુલ સારું થઈ ગયું. બીજું, તેમના સ્નેહી શ્રી બાબુજી ઠાકોરના પુત્રને કાંડા પર રસોળી થતાં ઓપરેશનની સલાહ મળી હતી. પરંતુ તેમણે પણ મા ખોડલના પરચાની ટેક રાખતાં પુત્રને ઓપરેશન વગર રસોળી મટી ગઈ. આ ઉપરાંત, તેમના અન્ય સ્નેહી શ્રી ભરતજી ઠાકોરના પુત્રની શરદી-કફની બીમારી પણ મા ખોડલે દૂર કરી.
શ્રીમતિ જયાબેન એમ. ચૌહાણ; જામનગરથી લખે છે: તેમના જમાઈના ઘણાં સમયથી કોઈ સમાચાર ન હતા. તેના ખુશીખબર મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની કૃપાથી તેમના જમાઈના ખુશી સમાચાર મળ્યા. પરમ કૃપાળુ આઈ શ્રી ખોડિયારના ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રીમતિ લક્ષ્મીબેન પી. સોલંકી; વલાસણ (જિ.ખેડા)થી લખે છે: તેમના પુત્રને બંને કાનનાં પડદામાં કાણા પડ્યા હતા. ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કહેતા તેમને ચિંતા થઈ. તુરતજ તેમણે મા ખોડિયારને સ્મર્યા અને પુત્રને કાનમાં ઓપરેશન વિના જ સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેને ઓપરેશન વિનાજ સારું થઈ ગયું.
શ્રી શર્મિલાબેન એન. પટેલ; જેતપુર (જિ.રાજકોટ)થી લખે છે: આઈ શ્રી ખોડિયારને કરેલી પ્રાર્થના અને પરચાની ટેકના પ્રતાપે તેમણે બી.સી.એ.ની પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કરી અને ત્રણેય સેમેસ્ટરમાં સારા માર્કસ મળ્યા. માના આશીર્વાદથી તેમને નોકરી મળી અને તેમનો ભાઈ પણ ધો.10ની પરીક્ષામાં પાસ થયો. તેમના માતૃશ્રીની ચક્કર આવવાની તકલીફ પણ મા ખોડલે દૂર કરી.
શ્રી આશિષભાઈ એસ. સોની; જસદણ (જિ.રાજકોટ)થી લખે છે: તેમનો ભત્રીજો ધો.12ની અને ભત્રીજી ધો.10ની પરીક્ષામાં સારા ટકા મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી બંને બાળકો સારા ટકાએ ઉત્તીર્ણ થયા. આ પરચો બાળકોના માતુશ્રી તોરલબહેને પણ માન્યો હતો.
શ્રી મહાદેવભાઈ એ. ચીખલીયા; રાજકોટથી લખે છે: તેમના પુત્રને એમ.ફાર્મસીમાં એડમીશન મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તેમના પુત્રને એમ.ફાર્મસી - રાજકોટમાં જ એડમીશન મળી ગયું. દયાના દેવી મા ખોડિયારના ચરણોમાં વંદન.
શ્રી રાવજીભાઈ કે. પટેલ; ખેડાથી લખે છે: તેમની પૌત્રી ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં સારા ટકા મેળવી પાસ થઈ, કોમ્પ્યુટર એન્જી.માં એડમીશન મેળવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલની અપાર કૃપાથી પૌત્રી સારી ટકાવારી સાથે પાસ થઈ અને ધારેલી જગ્યાએ તેને એડમીશન પણ મળી ગયું.
શ્રી એસ. વી. કોડીયાતર; પોરબંદરથી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ છે. તેમણે માનેલ માનતા પૂ. માની કૃપાથી ફળેલ છે. આઈ શ્રી ખોડિયારને શત્ શત્ પ્રણામ.
શ્રી કાંતિભાઈ સી. ભરવાડ; ભેંસાલ (જિ.પંચમહાલ)થી લખે છે: તેમની આંખમાં સખત ગરમી નીકળતા કીકીઓ પર નાની નાની ફોલ્લીઓ થઈ હતી. જેથી દ્રષ્ટિ જતી રહે તેવું લાગ્યું. આંખમાં તદ્ન સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમને દવા વગર આંખમાં સારું થઈ ગયું. વધુમાં, મા ખોડલની કૃપાથી તેમના કાકાના પેટનું ઓપરેશન સફળ થયું. નાના ભાણીયાની બીમારી દૂર થઈ તેમજ ભેંસની પાડી મોતના મુખમાંથી બચી ગઈ.
શ્રીમતિ નિર્મળાબેન બી. માદવિયા; નાગપુર (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમના દીકરાને ત્રણ વર્ષના વિઝા મળી ગયા હતા પણ વિદેશ જવા માટેની વાત અટકતી હતી. 'ખોડિયાર જ્યોત'માંના પરચામાંથી પ્રેરણા લઈ તેમણે પણ પુત્રને વિદેશ જવાનો માર્ગ ખૂલ્લો થાય તે માટે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી તેમના દીકરાને બે જ મહિનામાં વિદેશ જવાનું નક્કી થયું અને તે સુખરૂપ ત્યાં પહોંચી ગયો.
શ્રી કમલેશભાઈ એમ. દોંગા; અમદાવાદથી લખે છે: મા ખોડલ ઉપરની અતૂટ શ્રદ્ધા થકી તેમના દરેક કાર્યો સફળ થયા છે. તેમના દીકરાનો મેડીકલેઈમ પાંચ મહિનાથી મંજુર થતો ન હતો. પરંતુ મા ખોડલને પ્રાર્થી પરચાની ટેક રાખતા મેડીકલેઈમ થોડા સમયમાં જ મંજુર થઈ ગયો તથા દીકરાની તબિયત પણ સારી થઈ ગઈ. માના આશીર્વાદથી તેમના ભાઈના લગ્ન નિર્વિઘ્ને થઈ ગયા. તેમજ તેમણે મુંબઈમાં રાખેલ મકાનનું પઝેશન જલ્દીથી મળી ગયું.
શ્રીમતી ભારતીબેન શાસ્ત્રી; અમદાવાદથી લખે છે: તેમના અગત્યના કાગળ ખોવાઈ જતા ઘણું શોધવા છતાં મળતા ન હતા. પરંતુ આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માનતા કાગળ તુરત જ મળી આવ્યા. માની કૃપાથી તેમની પુત્રવધૂને પગની પીડામાં ઘણી જ રાહત થઈ ગઈ. બીજું, પુત્રવધૂની બહેનના સંબંધીનો દીકરો બીમારીને કારણે કોમામાં જતો રહ્યો હતો. તેના માટે પણ મા ખોડલને પ્રાર્થના કરતા તેની તબિયત સારી થઈ ગઈ.
શ્રી નિલેષભાઈ પી. પટેલ; કપડવંજ (જિ.ખેડા)થી લખે છે: તેમની મોટી પુત્રીનું પાનકાર્ડ કઢાવ્યું હતું. તે પોસ્ટમાં ખોવાઈ ગયું. ઘણી રાહ જોઈ પણ ન આવ્યું. છેવટે, તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને પુત્રીનું પાનકાર્ડ આવી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અપાર કૃપાથી ફક્ત અઠવાડિયામાં જ પાનકાર્ડ આવી ગયું.
શ્રીમતિ કાંતાબેન ટી. પટેલ; અમદાવાદથી લખે છે: તેમનો ભાણેજ ધો.12ની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું રટણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તે સારા ટકાએ પાસ થયો. બીજું, વિદેશ સ્થિત તેમની નાની પુત્રીનું સ્વાસ્થ્ય નરમગરમ રહેતું હતું. પરંતુ માને પ્રાર્થના કરવાથી તેને પણ સારું થઈ ગયું.
શ્રીમતિ હીરાબેન ડી. રાઠોડ; અંજાર (કચ્છ)થી લખે છે: તેમના પૌત્રનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડિયારની અમી દ્રષ્ટિથી પૌત્રનું ઓપરેશન સફળ થયું અને તબિયત પણ સારી થઈ ગઈ.
શ્રીમતિ સવિતાબેન પટેલ; કલકત્તા (પં.બંગાળ)થી લખે છે: તેમની દીકરીની ડીલેવરી સુખરૂપ પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલે કૃપા કરતા દીકરીની ડીલેવરી સુખરૂપ પાર પડી અને પુત્ર પ્રાપ્તિ થઈ.
શ્રી ગીતાબેન તન્ના; વાઈ (જિ.સતારા)થી લખે છે: તેમને માથામાં અને આંખોમાં સખત દુ:ખાવો રહેતો હતો. આ દર્દ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમને એક જ દિવસમાં સારું થઈ ગયું. માની દયાથી તેમની દોહિત્રીને ખંજવાળ આવવાની તકલીફ દૂર થઈ.
શ્રીમતિ નિમિષાબેન આર. ગાંગાણી; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમને કેટલાક સમયથી ઉધરસ થઈ હતી. આ તકલીફમાંથી સારું થઈ જાય તેમજ પુત્રને તેનું ઈન્ફેકશન ન લાગે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમને ઉધરસ મટી ગઈ. આઈ શ્રી ખોડિયારને વારંવાર વંદન.
શ્રી યોગિતાબેન એસ. સોલંકી; જોખા (જિ.સુરત)થી લખે છે: તેમના ભાભીને વાલ્વની તકલીફ હોવાથી ડૉક્ટરોએ ડીલેવરી કરાવવાની ના કહી દીધી હતી. આવા સમયે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને ભાભીની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે પરચો માન્યો. મા ખોડલની અપાર કૃપાથી તેની ડીલેવરી સફળ ઓપરેશન દ્વારા હેમખેમ પાર પડી. બીજું, તેમના સ્નેહી શ્રી અર્પિતાબહેનના પિતાશ્રીને પગમાં થયેલી ઈજામાં ડાયાબીટીસને કારણે પસ થઈ ગયા હતા. તેનું ઓપરેશન સફળતાપૂર્વક થાય તે માટે તેમણે મા ખોડલને કરેલી પ્રાર્થના પણ ફળી. માની કૃપાથી અર્પિતાબહેનની દીકરી દૂધ પીતી થઈ ગઈ.
શ્રીમતિ કમળાબેન જી. સોલંકી; જોખા (જિ.સુરત)થી લખે છે: અહીંની તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં તેમના ગામના ઉમેદવાર વિજયી બને તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો માનતા તેમના મનપસંદ ઉમેદવાર વિજયી બન્યા. બીજું, તેમની પુત્રવધૂની સોનાની બુટ્ટી ખોવાઈ ગઈ હતી તે મળી જાય તેમજ તેના પી.એફ.ના પૈસા સમયસર આવી જાય તે માટે તેમણે તેમજ તેમની પુત્રવધૂએ મા ખોડલને કરેલી પ્રાર્થના ફળી. આ ઉપરાંત, માની કૃપાથી નાની પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ તેમજ વચલા પુત્ર-પુત્રવધૂ વચ્ચેનો અણબનાવ દૂર થઈ સુલેહ થઈ ગઈ.
શ્રી કલ્યાણીબેન વી. પરમાણી; પૂના (મહારાષ્ટ્ર)થી લખે છે: મા ખોડલના આશીર્વાદથી તેમનું વેવિશાળ લંડન સ્થિત સારા પરિવારમાં થયું પણ ત્યાં જવાના વિઝા રીજેક્ટ થયા. વિઝા મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલના કૃપા આશિષથી તેમને વિઝા મળી ગયા.
શ્રી ઉષાબેન એચ. મહેતા; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: તેમના મકાનના પેપર્સ તેમના નામે કરાવવા માટે ઘણાં સમયથી પ્રયત્નો કરતા હતા. પણ કાર્ય અટકતું હતું. છેવટે, આ બાબતે આઈ શ્રી ખોડિયારને શ્રદ્ધાપૂર્વક સ્મરી પરચો છપાવવાની ટેક રાખતા ટૂંક સમયમાં જ તેમનું કાર્ય સફળ થયું. આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ વંદન.
શ્રી મંછાબા વી. સરવૈયા; વાલર (જિ.ભાવનગર)થી લખે છે: તેમના પિતાશ્રીને પગની આંગળીમાં પાક થતો હતો. તેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમના પિતાશ્રીને પગમાં બિલકુલ સારું થઈ ગયું.
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions