Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Khodiyar Jyot June – 2010    << Back to Archive Home

શ્રી ભરતભાઈ એસ. વિવેક; પાદરા (જિ. ડુંગરપુર-રાજસ્થાન)થી લખે છે: તેમને મકાન બાંધવાની ઘણી ઈચ્છા હતી. કામકાજ જલ્દીથી ચાલુ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો માન્યો. મા ખોડલના કૃપા આશિષથી મકાન બાંધકામમાં માળખું ઊભું થઈ ગયું છે. બાકીનું કામ પણ માની દયાથી ઝડપથી પૂર્ણ થશે તેમજ જીવનની ચિંતાઓ દૂર થઈ સુખ શાંતિ મળશે તેવી તેમની શ્રદ્ધા અટલ છે.

શ્રીમતિ ગીતાબેન ચૌહાણ; અમદાવાદથી લખે છે: તેમનો પુત્ર ધો. 12ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલના આશિષ થકી તેમનો પુત્ર સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયો. ભક્તો પર સદાય કૃપાદૃષ્ટિ કરનારા આઈશ્રી ખોડિયારને ભાવપૂર્વક નમન.

શ્રી ધીરજલાલ એમ. સનુરા; રાજકોટથી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અપાર શ્રદ્ધા - વિશ્વાસ છે. માએ તેમના અનેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. એક બિલ્ડર પાસેથી લેણા નીકળતા તેમના નાણાં મા ખોડલના પરચાના પ્રતાપે મળી ગયા. હાજરાહજૂર પરચા પૂરનારા દેવી શ્રી ખોડિયારને અગણિત નમસ્કાર.

શ્રીમતિ મીનાબેન એસ. રામી; સંજાયા (જિ. આણંદ)થી લખે છે: તેમના દીકરાને સારી નોકરી મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો હતો. મા ખોડલની મહેરથી તેમના દીકરાને આર.પી.એફ. રેલ્વેમાં નોકરી મળી. તેમની દીકરીને માથામાં રસોળી થઈ હતી. તેનું તેમજ તેમના માતૃશ્રીનું મોતીયાનું ઓપરેશન માની કૃપાથી સફળતાપૂર્વક પાર પડ્યું. તેમના પેઢાનું અને ઢીંચણનું દર્દ પણ મા ખોડલે મટાડ્યું. મા ખોડિયારના આશીર્વાદથી તેમના બંને દીકરાઓ તેમજ પડોશના કાકાની દીકરી સૌ સારા ટકાએ પાસ થયા. મા ખોડિયારે તેમના જીવનમાં ડગલે ને પગલે પરચા પૂર્યા છે.

શ્રીમતિ અલ્કાબા જાડેજા; અમદાવાદથી લખે છે: તેમના બંને પુત્રો દસમા ધોરણમાં સારા માર્કસ મેળવી પાસ થાય, તેમના મોટા ભાઈને નોકરીમાં સારી પોસ્ટ મળે તેમજ ઘરમાં સુખ - શાંતિ રહે તેવી પ્રાર્થના તેમણે મા ખોડલ સમક્ષ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલે તેમની પ્રાર્થના સ્વીકારી, બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી.

શ્રી કાશીરામ કે. શાસ્ત્રી; પાટણ (જિ. મહેસાણા)થી લખે છે: તેમની બેનના દીકરાની દોઢ વર્ષની દીકરીને સાપ કરડી જવાથી આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું હતું. ડૉક્ટરે અમદાવાદ લઈ જઈ સારવાર કરાવવાનું કહેતા તેમણે તુરત જ મા ખોડિયારને આર્તહૃદયે પ્રાર્થ્યા અને નાની દીકરી ચિ. ઝીલના જીવનની રક્ષા કાજે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડિયારે ઝીલને નવજીવન આપ્યું. ઝેર ઊતરી ગયું અને ધીરે ધીરે તબિયત સારી થતા તે ફરી હસતી - રમતી થઈ ગઈ.

શ્રી ડાહ્યાભાઈ જે. સેનમા; લુણાસણ (જિ. મહેસાણા)થી લખે છે: તેમને નોકરી દરમ્યાન મેનેજર તરફથી હેરાનગતિ થતી હતી. આ તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને વિનંતી કરી અને પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમને નોકરીમાં થતી હેરાનગતિ દૂર થઈ. આ ઉપરાંત તેમના સ્વજન શ્રી મેહુલભાઈને પેટના દુ:ખાવામાં દવાથી સારું ન થતા મા ખોડલને યાદ કર્યા... ને માની દયાથી તેઓને સારું થઈ ગયું.

શ્રી મણીભાઈ કે. રોહિત; પેટલાદ (જિ. આણંદ)થી લખે છે: તેમના પુત્રને નોકરી માટે એક ખાસ લાયસન્સની ખૂબ જ જરૂરિયાત હતી. તે ન મળે તો નોકરી પણ ન મળે તેવું હતું. આ કાર્ય માટે તેમનાં પત્નીએ મા ખોડલને સ્મરી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમના દીકરાને તે લાયસન્સ મળી ગયું અને બોમ્બે એરપોર્ટ ઉપર નોકરી પણ મળી. તેમના પુત્રનું ખોવાઈ ગયેલું ચૂંટણીકાર્ડ પણ મા ખોડલના પરચાના પ્રતાપે મળી આવ્યું. બીજું, તેમના બનેવીની તબિયત સારી રહેતી ન હતી. આ માટે તેમના બહેને (પોતાના પતિ માટે) મા ખોડલનો પરચો માનતા તેઓની તબિયત પણ સારી થઈ ગઈ.

શ્રીમતિ મધુબેન વી. રોહિત; નડિયાદ (જિ. આણંદ)થી લખે છે: તેમનો પુત્ર ધો.12ની પરીક્ષામાં સારા ટકાએ ઉત્તીર્ણ થાય તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના શુભાશિષથી તેમનો પુત્ર બોર્ડની પરીક્ષામાં સારી ટકાવારી સાથે પાસ થયો.

શ્રી હંસાબેન આર. પાડલ્યા; પોરબંદરથી લખે છે: તેમના નાના ભાભીને ડાયાબીટીસ હોવાથી પગમાં પાક થતો હતો. તેનો અસહ્ય દુ:ખાવો જોઈ શકાતો ન હતો. ડૉક્ટરે જરૂર પડ્યે પગ કાપવાનું કહેતા તેમણે મા ખોડિયારને યાદ કર્યા અને તેમના ભાભીને પગમાં સારું થઈ જાય તેમજ ડાયાબીટીસ કંટ્રોલમાં આવી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયા અને થોડી પરેજી દવાથી, તેને ડાયાબીટીસ કંટ્રોલમાં આવી ગયું અને અઠવાડિયાના પાટાપિંડી બાદ પગમાં પણ રુઝ આવી જતા બિલકુલ સારું થઈ ગયું.

શ્રી ભાનુબેન ડી. ભાલાળા; વેરાવળ (જિ. જૂનાગઢ)થી લખે છે: તેમના મકાનનું સમારકામ ચાલતું હતું. તેમાં એક દિવાલ ડેમેજ હતી. તેને લીધે કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. આઈ શ્રી ખોડલની કૃપાથી કોઈપણ તકલીફ કે નુકશાન વગર મકાનનું સમારકામ થઈ ગયું. આઈ શ્રી ખોડલના ચરણોમાં વારંવાર વંદન.

શ્રી જીજ્ઞેષાબેન એસ. પટેલ; ભુવેલ (જિ. આણંદ)થી લખે છે: મા ખોડલ ઉપરની અટલ શ્રદ્ધા થકી તેમની મનોકામનાઓ અને ધાર્યા કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થયા છે. તેમના ભાઈ-ભાભી, બહેન-બનેવી તેમજ બંનેના સંતાનોને અમેરીકાના વિઝા વ્હેલી તકે મળી જાય તેમજ તેઓને ત્યાં સારી જોબ મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. માની પરમ કૃપાથી તેઓને વિઝા મળી જતા સૌ અમેરીકા સુખરૂપ પહોંચી ગયા અને સારી જોબ પણ મળી ગઈ.

શ્રીમતિ લીલાબેન એમ. દોંગા; અમદાવાદથી લખે છે: તેમના પતિના પગમાં અચાનક મચકોડ થવાથી ખૂબ જ દુ:ખાવો થતો હતો. અનેક ડૉક્ટરોની દવા-પાટાપિંડી કરવા છતાં સારું થતું ન હતું. આખરે, તેમણે આઈ શ્રી મા ખોડલનો પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની દયાદ્રષ્ટિથી તેમના પતિને પગમાં બિલકુલ સારું થઈ ગયું.

શ્રી મોહનભાઈ કે. પરમાર; ડેરોલ (જિ. પંચમહાલ)થી લખે છે: એક રાત્રે તેમની ખૂબ જ કિંમતી સોનાની વીંટી ઘરથી થોડે દુર રોડ ઉપર ખોવાઈ ગઈ. સવારે હાથમાં વીંટી ન જોઈ ત્યારે ખ્યાલ આવ્યો. ચિંતા તો થઈ પણ વર્ષોથી આઈ શ્રી ખોડિયાર ઉપર શ્રદ્ધા હોય વીંટી મળી જાય તે માટે તેમણે માને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ત્યાર બાદ રોડ પર તપાસ કરતા ત્યાંથી જ વીંટી હેમખેમ મળી આવી. મા મોડલના ચમત્કારથી જ આ શક્ય બન્યું.

શ્રીમતિ અનસૂયાબેન પટેલ; ગોંડલ (જિ. રાજકોટ)થી લખે છે: તેમની બંને દીકરીઓ એસ.એસ.સીની પરીક્ષામાં સારા ટકા મેળવી પાસ થાય તેમજ બંનેને સારી જગ્યાએ એડમીશન મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલે તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. ભક્તો પર સદાય કૃપાવૃષ્ટિ કરનારા મા ખોડલને અગણિત નમસ્કાર.

શ્રી શીલાબેન પી. પટેલ; અમદાવાદથી લખે છે: મા ખોડલની કૃપાથી તેમના બધા જ કાર્યો પાર પડ્યા છે. તેમના પિતાશ્રીને જમીનના કેસમાં સફળતા મળે તે માટે તેમણે મા ખોડલને અરજ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. માની પરમ કૃપાથી તેમના પિતાશ્રીને જમીનના કેસમાં ધાર્યા સમયમાં જ સફળતા મળી ગઈ.

શ્રી પ્રકાશભાઈ સી. પટેલ; ભુવેલ (જિ. આણંદ)થી લખે છે: તેમના પુત્રના લગ્નનો પ્રસંગ આનંદથી નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડિયારના આશીર્વાદથી પુત્રના લગ્નનો પ્રસંગ ધામધૂમથી સંપન્ન થયો. પરમ કૃપાળુ મા ખોડિયારને શત્ શત્ પ્રણામ.

શ્રી જીવનલાલ જી. ચૌહાણ; જૂનાગઢથી લખે છે: તેમનું મકાન અનેક પ્રયત્નો કરવા છતાં વેચાતું ન હતું. આ કાર્ય પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની કૃપાથી તેમનું મકાન પૂરી અને સંતોષકારક કિંમતમાં વેચાઈ ગયું.

શ્રી પ્રવિણભાઈ એચ. શિરોયા; માલપુર (જિ. આણંદ)થી લખે છે: તેમના પિતાશ્રીને ઘૂંટણમાં દુ:ખાવો થતો હતો. ડૉક્ટરે ઘૂંટણની ગાદી ઘસાઈ ગઈ હોવાનું નિદાન કરી ઓપરેશનની સલાહ આપી. પરંતુ તેમણે મા ખોડલ ઉપર શ્રદ્ધા રાખી, પિતાશ્રીના ઘૂંટણનું દર્દ મટી જાય તે માટે માને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી ફક્ત બે જ દિવસમાં તેઓના ઘૂંટણનું દર્દ શમી ગયું અને વ્યવસ્થિત ચાલતા પણ થઈ ગયા.

શ્રીમતિ પિનલબેન પી. પટેલ; કરચીયા (જિ. વડોદરા)થી લખે છે: તેમનો ભાઈ લંડનમાં વ્યવસ્થિત સ્થાયી થઈ જાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થના કરી પરચો માન્યો હતો. મા ખોડલની અસીમ કૃપાથી તેમનો ભાઈ લંડનમાં વ્યવસ્થિત સ્થાયી થઈ ગયો અને ત્યાં સારી જોબ મળી ગઈ. આ ઉપરાંત, માના આશીર્વાદથી તેમના પુત્રને સારી સ્કૂલમાં એડમીશન પણ મળી ગયું. તેમના સ્નેહી શ્રીમતિ કોકિલાબહેને પોતાના પૌત્રને સ્કૂલમાં એડમીશન મળે તેમજ પૌત્રીને પેટનું દર્દ દૂર થાય તે માટે મા ખોડિયારને કરેલી પ્રાર્થના પણ ફળી.

શ્રી ભારતબા જી. ચૌહાણ; ખંભરા (જિ. કચ્છ)થી લખે છે: તેમના ભાણીબાને એક રાત્રે અચાનક શારીરિક પીડા ઊપાડતા તે જ સમયે દવાખાને જવું પડે તેમ સ્થિતી હતી. પરંતુ તેમણે મા ખોડલને સ્મર્યા ને ભાણીબાને સવાર સુધીમાં રાહત થઈ જાય તેમજ દવાખાને રીપોર્ટ કરાવતા તે નોર્મલ આવે તે માટે પરચો માન્યો. માની અપાર દયાથી સવારે દવાખાને લઈ જતા ત્યાં તેના રીપોર્ટ નોર્મલ આવ્યા અને દર્દ પણ શમી ગયું.

શ્રી મૃદુલાબેન બી. જોષી; અમદાવાદથી લખે છે: તેમના જમાઈના મકાન સંતોષકારક કિંમતે વેચાઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને શ્રધ્ધાપૂર્વક પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની કૃપા આશિષથી તેમના જમાઈના મકાન સંતોષકારક કિંમતે અને શાંતિથી વેચાઈ ગયા.

શ્રી વિમળાબેન જે. પટેલ; ભુવેલ (જિ. આણંદ)થી લખે છે: અમેરિકામાં રહેતા તેમનાં દીકરાની દીકરી ખૂબજ બીમાર પડી ગઈ હતી. તેમને આ સમાચાર મળતા તુરંત જ તેમણે મા ખોડિયારને યાદ કર્યા અને પૌત્રીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તેમની પૌત્રીની બીમારી થોડા જ દિવસોમાં દૂર થઈ અને તે પહેલાં જેવી જ તંદુરસ્ત, હસતી - રમતી થઈ ગઈ.

શ્રી સતીષભાઈ આર. પટેલ; ધોડા (જિ. પંચમહાલ)થી લખે છે: આઈ શ્રી ખોડલ ઉપરની અનન્ય શ્રદ્ધા થકી તેમની દરેક પ્રાર્થના ફળી છે. માના આશીર્વાદથી તેમને સારી નોકરી મળી અને તેમના ત્રણેય સંતાનો સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયા. મા ખોડલની દયાથી તેમની તબિયત સારી થઈ ગઈ. પુત્રને માથામાં ઈજા થઈ હતી તેમજ પુત્રીને પગમાં ફ્રેક્ચર થયું હતું. મા ખોડલનો પરચો માનવાથી બંનેને સારું થઈ ગયું. મા ખોડિયારની પરમ કૃપાથી તેમની પુત્રી સુખરૂપ યુ.કે. પહોંચી ગઈ અને તેને ત્યાં સારી જોબ પણ મળી ગઈ.

શ્રી જીવાબેન વી. ભગત; નાની ખડોલ (જિ. ખેડા)થી લખે છે: મા ખોડલ ઉપર તેમને અતૂટ શ્રદ્ધા - વિશ્વાસ છે. માના આશિર્વાદથી તેમના જીવનમાં સુખ - શાંતિ છે. ઘણી વિકટ પરિસ્થિતીઓમાંથી મા ખોડિયારે તેમને ઉગાર્યા છે. દયાળુ દેવી આઈ શ્રી ખોડિયારને વારંવાર વંદન.

શ્રી હસમુખભાઈ વી. પટેલ; લીંગડા (જિ. આણંદ)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર જ્યોત તેઓ નિયમિત વાંચે છે. માના પરચા વાંચી તેમની શ્રદ્ધા વધુ દ્રઢ બની છે. તેમની પ્રથમ પુત્રીએ એમ.એ.ની તથા બીજી પુત્રીએ ધો.12ની અને પુત્રએ ધો.10ની પરીક્ષા આપી હતી. ત્રણેય સંતાનો સારા ટકા મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના શુભાશિષથી તેમના ત્રણેય સંતાનો સારા ટકા મેળવી પાસ થયા.

શ્રી પ્રભુદાસભાઈ વી. પટેલ; મહેસાણાથી લખે છે: મા ખોડિયારના નામસ્મરણ માત્રથી તેમની તમામ તકલીફો દૂર થઈ જાય છે. તેમની પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થાય તેમજ આવનાર બાળક તંદુરસ્ત હોય તે માટે મા ખોડલને કરેલી પ્રાર્થના ફળી. તેમના મોટા પુત્રને ચહેરા પર થયેલ એર્લજીમાં દવાઓથી ખાસ ફેર પડતો ન હતો. પરંતુ મા ખોડલના પરચાના પ્રતાપે તેને એર્લજી મટી ગઈ.

શ્રી અતુલભાઈ એસ. અમલાણી; સૂરજકરાડી (જિ. જામનગર)થી લખે છે: મા ખોડિયારે તેમની દરેક પ્રાર્થના સાંભળી છે. તેમના પુત્ર તથા પુત્રીની તબીયત જ્યારે બગડી છે ત્યારે ત્યારે મા ખોડલનો પરચો માનવાથી બંનેને તંદુરસ્તી મળી છે. અનેક વિકટ કાર્યો મા ખોડલની કૃપાથી સરળ બની ગયા છે. નોકરી તથા પરીક્ષા જેવી મુશ્કેલ બાબતોમાં પણ મા ખોડલે સરળતાથી સફળતા અપાવી છે. તેમનો માથાનો દુ:ખાવો પણ મા ખોડિયારે મટાડ્યો છે.

શ્રી રમણભાઈ એસ. પટેલ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની મોટી દીકરીના મોટા દીકરાને લંડન અભ્યાસ સાથે જોબ મળે તે માટે ઘણી મહેનત કરી પણ કંઈ વળ્યું નહિ. મા ખોડિયારને આ બાબતે પ્રાર્થના કરી પરચો માનતા તેને સારી જોબ મળી ગઈ. ભાવનગરમાં તેમના સાળાના ઘરે હવન રાખ્યો હતો. તેમનાં પત્નીને ત્યાં જવા માટેનું રીઝર્વેશન પણ માની દયાથી મળી ગયું. આ ઉપરાંત, તેમની પુત્રવધૂની અલ્સરની તકલીફ તેમજ ભત્રીજીની શારીરિક તકલીફ માટે ઓપરેશનની જરૂર ન રહેતા ફક્ત દવાથી સારું થઈ ગયું. તેમની પૌત્રીને અવારનવાર થતો માથાનો દુ:ખાવો તેમજ તેમના ભત્રીજાની બીમારી પણ મા ખોડલે દૂર કરી. આ ઉપરાંત, માની દયાથી દેશમાંથી તેમનો સામાન સહી સલામત આવી ગયો.

શ્રી વિલાસબેન આર. પટેલ; ઘુંટેલી (જિ. આણંદ)થી લખે છે: અમેરીકા સ્થિત તેમના બનેવી અચાનક બીમાર થઈ જતા હૃદયનું ઓપરેશન કરવાનું થયું. ડોક્ટરે 72 કલાકની મુદત આપી દીધી હતી. તેઓના બચવાની શક્યતા ન હતી. પરંતુ મા ખોડલ ઉપરની અતૂટ શ્રદ્ધાએ તેઓને નવજીવન આપ્યું. મા ખોડલના પરચાના પ્રતાપે તેઓનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. બીજું, તેમને જીભમાં વારંવાર ગરમી નીકળતી. મા ખોડિયારને પ્રાર્થના કરવાથી તેમને પણ સારું થઈ ગયું. આ ઉપરાંત, બબ્બે ગંભીર અકસ્માતોમાં પણ કોઈપણ શારીરિક ઈજા કે નુકશાન વિના મા ખોડિયારે તેમને હેમખેમ ઉગારી લીધા. આઈ શ્રી ખોડિયારને ભાવપૂર્વક નમન.

શ્રી હંસાબેન સી. કવા; ઉના (જિ. જૂનાગઢ)થી લખે છે: મા ખોડિયારના પરચાના પ્રતાપે તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ થઈ છે. આઈ શ્રી ખોડિયારના શુભાશિષથી તેમના પુત્રના લગ્ન ધામધૂમથી થયા તેમજ એક મોટો પ્રસંગ પણ નિર્વિઘ્ને સંપન્ન થયો. તેમના વેવાઈ અને તેઓના વેવાઈનો પ્રસંગ પણ આનંદમંગલથી પૂર્ણ થયો. તેમના પુત્રને પગમાં તથા ગોઠણમાં દુ:ખાવો થતો હતો તેમજ સાથળમાં ધાધર થઈ હતી. પુત્રવધૂને પગની નસ દુ:ખતી હતી તથા પતિને પણ નાની-મોટી શારીરિક પિડાઓ રહેતી. તેમનો દોહિત્ર ખૂબજ બિમાર રહેતો તથા ભાઈની દીકરીની તબિયત પણ નાદુરસ્ત રહેતી. આઈ શ્રી ખોડિયારને પાર્થી પરચાની ટેક રાખતા બધા જ સ્વજનોને સારું થઈ ગયું. તેમની ત્રીજી પુત્રીને ઉંઘમાં ભાસ થતો હતો. મા ખોડલની કૃપાથી તેને પણ સારું થઈ ગયું.

શ્રી એ. એમ. ભટ્ટી; રાજકોટથી લખે છે: તેમણે જમીનનો પ્લોટ ખરીદયો હતો. પરંતુ એ ખ્યાલ ન્હોતો કે પ્લોટ સરકારી (ખાલસા) છે. પ્લોટ વેચવા માટે છાપાઓમાં જાહેરાત આપ્યા બાદ બીજા જ દિવસે ઉક્ત જમીન સરકારી ખરાબો છે તેવું સરકારશ્રી તરફથી જણાવવામાં આવેલ અને જમીન વેચાય તો તેમના તરફથી કાયદેસર કાર્યવાહી થાય તેવું હતું. આ બાબતે મીડીયા દ્વારા પણ તેમને ખોટા ચિતરવામાં આવેલ. તે જ ગાળામાં અમુક લેણદારોએ કડક ઉઘરાણી કરી મુશ્કેલી ઊભી કરી. આવા સંકટની વેળાએ માત્ર આઈશ્રી ખોડિયારનો જ આશરો હતો. જમીન બાબતે તો નિર્દોષતા પુરવાર કરવા તેઓ સક્ષમ હતા પરંતુ લેણદારોને આપવાની થતી રકમ અચાનક ક્યાંથી લાવવી? આ વ્યવસ્થા તાત્કાલિક થઈ જાય તે માટે તેમણે મા ખોડલને આર્તહૃદયે પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડિયારે તેમનો પોકાર સાંભળ્યો... ને માત્ર નવ જ દિવસમાં એક સબંધી દ્વારા આ રકમ મળી જતા બધાને હેમખેમ ચુકવી આપ્યા. મા ખોડલે કોઈ અલૌકિક શક્તિથી મદદ કરી તેમના કુટુંબની મોટી પેઢીની આબરૂ જતા બચાવી લીધી. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં નત મસ્તક પ્રણામ.

શ્રી ડી. આર. શાહ; પેટલાદ (જિ. ખેડા)થી લખે છે: તેમના અગત્યના કાગળ ખોવાઈ ગયા હતા. તે મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અપાર કૃપાથી તે કાગળ મળી ગયા. આ ઉપરાંત, માના આશીર્વાદથી તેમની પુત્રી ધો. 10ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થઈ.

શ્રી રાજેશભાઈ એસ. પણસાળા; લાઠી (જિ. અમરેલી)થી લખે છે: તેમને નોકરી બાબતે ખૂબ જ અડચણો આવતા જોખમ ઊભું થયું હતું. પરંતુ આઈ શ્રી ખોડિયારને શરણે જવાથી આ બાબતે બધું સરળતાથી સમુંનમું પાર પડી ગયું. બીજું, મા ખોડિયારના કૃપા આશિષથી તેમના ભત્રીજાને ધો.10માં સારા માર્કસ મળ્યા અને વધુ અભ્યાસ અર્થે એડમીશન પણ મળી ગયું. એક રાત્રે તેમને શારીરિક તકલીફ થયેલ પરંતુ મા ખોડલને પ્રાર્થના કરવાથી તેમને બિલકુલ સારું થઈ ગયું.

શ્રી પ્રતિક્ષાબેન એમ. રાઠોડ; ડેમલી (જિ. પંચમહાલ)થી લખે છે: તેઓ ધો. 10ની પરીક્ષામાં સારા ટકા મેળવીને ઉત્તીર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના શુભાશિષથી તેઓ 72 ટકા મેળવી ઉત્તીર્ણ થયા. મા ખોડિયારનું નામ સ્મરણ કરવાથી અનેક કાર્યો સિધ્ધ થાય છે અને સંકટમાંથી હેમખેમ ઉગરી જવાય છે.

શ્રીમતિ શારદાબેન આર. ગોદીયા; માણાવદર (જિ. જૂનાગઢ)થી લખે છે: તેમના પતિની તબિયત ઘણાં સમયથી નાદુરસ્ત રહેતી હતી. તેઓને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડિયારની દયા દ્રષ્ટિથી તેમના પતિની તબિયત સારી થઈ ગઈ. આઈ શ્રી ખોડલને શત શત પ્રણામ.

શ્રી નાગરભાઈ એમ. ચૌહાણ; અમદાવાદથી લખે છે: તેમને કમ્મરમાં સખત દુ:ખાવો થતો હતો. દવાઓ લીધી પણ દર્દ વધુ અસહ્ય બન્યું. એવામાં એક વખત 'ખોડિયાર જ્યોત'નો અંક તેમને વાંચવા મળ્યો. તેમાંના પરચામાંથી પ્રેરણા થતા તેમણે પણ મા ખોડિયારને સ્મર્યા અને કમ્મરનું દર્દ શમી જાય તે માટે પરચો માન્યો. મા ખોડિયારની પરમ કૃપાથી થોડા જ દિવસોમાં તેમને તદ્દન સારું થઈ ગયું.

શ્રી કેશવભાઈ એફ. વ્યાસ; વાંઠવાળી (જિ. ખેડા)થી લખે છે: તેમની મોટી પુત્રી ખૂબ જ બીમાર રહેતી હતી. દર્દનું યોગ્ય નિદાન થતું ન હતું. આથી તેમણે મા ખોડલને અંત:કરણથી યાદ કર્યા અને પુત્રીના દર્દનું ચોક્કસ નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તેમજ તેનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અમીમય નજરથી પાંચ જ દિવસમાં દર્દનું નિદાન થઈ ગયું અને ઓપરેશન સફળતાપૂર્વક પાર પડતા તેમની પુત્રીનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. વધુમાં, તેમની પુત્રી શ્રી પન્નાબેન પુરોહિતે (મુંબઈ) પણ પોતાનો પુત્ર ઈલે. એન્જિ.ના છેલ્લા વર્ષની પરીક્ષામાં સફળતા મેળવે તે માટે માનેલ મા ખોડલનો પરચો પણ ફળ્યો.

શ્રી દશરથભાઈ એફ. પારેખ; મહિજ (જિ. ખેડા)થી લખે છે: તેમનાં પત્નીને પગમાં તકલીફ હોવાથી ચાલી શકાતું ન હતું. પગ લંઘાતો હતો, અનેક ઉપચારો કરવા છતાં તેને સારું થતું ન હતું. છેવટે, આ બાબતે તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની અપાર દયાથી તેમનાં પત્નીને પગની તકલીફ દૂર થઈ અને હવે બરાબર ચાલી શકાય છે.

શ્રી પલ્લવીબેન એમ. રાઠોડ; ભરૂચથી લખે છે: તેમના પતિને આંખ પર દડો લાગવાથી આંખને ગંભીર ઈજા થઈ હતી. કીકી ફાટી ગઈ અને દ્રષ્ટિ જતી રહી. અનેક ડોક્ટરોને બાતાવ્યું. ઓપરેશન જરૂરી હતું પણ આંખની રોશની પાછી નહિ આવે તેવું બધાએ જણાવ્યું. આવી કપરી ઘડીમાં તેમણે મા ખોડિયારને યાદ કર્યા અને પતિની આંખનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે અને રોશની પાછી આવે તે માટે પરચો માન્યો. આઈશ્રી ખોડલની અમીદ્રષ્ટિથી તેમના પતિની આંખનું ઓપરેશન સફળ થયુ અને દ્રષ્ટિ પણ પાછી મળી. મા ખોડલે અશક્યને શક્ય બનાવ્યું. આ સિવાય પણ મા ખોડલે તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે.

શ્રી લક્ષ્મીબેન પી. સોલંકી; વલાસણ (જિ. ખેડા)થી લખે છે: તેમના એકના એક પુત્ર ચિ. વિશાલને ઘણાં સમયથી બંને કાનમાં રસી આવતા હતા. ઘણી દવાઓ કરાવી છતાં કોઈ ફેર ન પડ્યો. ડોક્ટરે તેના બંને કાનના પડદામાં કાણા હોવાનું જણાવતા તેઓ મુંઝાઈ ગયા. એવા સમયે તેમના બહેને તેમને મા ખોડિયારનો પરચો શ્રદ્ધાપૂર્વક માનવા સૂચન કર્યું. તે મુજબ તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને પુત્રની કાનની તકલીફ દૂર થાય તે માટે પરચો માન્યો... ને ખૂબ જ ટૂંકા સમયમાં તેમના પુત્રને કાનમાં તદ્દન સારું થઈ ગયું. જે કામ દવાથી ન થયું તે માની દુઆથી થયું.

શ્રી વિનુભાઈ પી. પરમાર; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમના પુત્રની નોકરી એકાએક છૂટી ગઈ હતી. તેમજ તેને ગુટકા ખાવાની આદત પડી ગઈ હતી. આઈ શ્રી ખોડિયારને અંત:કરણપૂર્વક પ્રાર્થી પરચો માનતા તેને ફરી નોકરી મળી ગઈ અને તેની ગુટકા ખાવાની ટેવ પણ છૂટી ગઈ. માના ચરણોમાં વારંવાર વંદન.

શ્રી ડાહ્યાભાઈ એચ. પટેલ; ખુટેલાવ (જિ. પંચમહાલ)થી લખે છે: તેમની પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થાય તેમજ માતા-બાળક બંને સ્વસ્થ રહે તે માટે અને તેમના પુત્રનો ધંધો સારો ચાલે તે માટે તેમણે આઈશ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અપાર કૃપાથી તેમની પુત્રવધૂને નોર્મલ ડીલેવરી થઈ અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. માતા-પુત્ર બંને તંદુરસ્ત છે. માના શુભાશિષથી તેમના પુત્રનો એમ્બ્રોઈડરીનો ધંધો કારમી મંદીમાં પણ વ્યવસ્થિત ચાલે છે.

શ્રી સાંકલેશ્વર એ. મહેતા; આગીયોલ (જિ. સાબરકાંઠા)થી લખે છે: આઈશ્રી ખોડલની કૃપા તેમના ઉપર સદા રહી છે. મુશ્કેલીના સમયમાં મા ખોડલને યાદ કરવાથી તુરંત જ મુશ્કેલી દૂર થઈ જાય છે. તેમનાં પત્નીને નાદુરસ્ત તબિયતને કારણે દવાખાનામાં દાખલ કર્યા હતા. ત્યાં અચાનક લો બી.પી. થઈ જવાથી સ્થિતી ખૂબ ગંભીર બની ગઈ. આવા સમયે તેમણે મા ખોડિયારને શ્રધ્ધાપૂર્વક યાદ કર્યા અને પરચાની ટેક રાખી... ને થોડા જ સમયમાં તબિયત સારી થઈ ગઈ.

શ્રી મીનાબેન ગઢવી; રાજકોટથી લખે છે: તેમની બહેનના 11 તોલા જેટલા સોનાના ઘરેણાં ઘરમાં જ ક્યાંક મુકાઈ ગયા હતા. ઘણું શોધવા છતાં તે ન મળ્યા. ઘરના સૌ પરેશાન હતા. બહેનના દાગીના મળી જાય તે માટે તેમણે મા ખોડલને સ્મરી પરચો માન્યો. આઈ શ્રી ખોડલની કૃપાથી ત્રીજે જ દિવસે મુંબઈથી તેમના સ્વજનના ઘરે આ ઘરેણાં હોવાનો ફોન આવી ગયો. આમ મા ખોડલે તેઓ સૌને ચિંતામુક્ત કર્યા.

શ્રી અશોકભાઈ વી. ભટ્ટ; હાંસોટ (જિ. ભારૂચ)થી લખે છે: તેમની દીકરી ધો. 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય અને તેને હોમીયોપેથીક કોલેજમાં એડમીશન મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. આઈ શ્રી ખોડલે તેમની આ મનોકામના પૂર્ણ કરી.

શ્રી બીપિનભાઈ એમ. પટેલ; ચાણસ્મા (જિ. પાટણ)થી લખે છે: તેમના દીકરા ચિ. યશને ખૂબ જ શરદી - ઉધરસ થયા હતા. દવા લેવા છતાં ખાસ ફેર પડ્યો ન હતો. છેવટે, તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પુત્રને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અમીદ્રષ્ટિથી ચિ. યશને અઠવાડિયામાં જ શરદી - ઉધરસ મટી ગયા.

શ્રી અનિલભાઈ એમ. પ્રજાપતિ; મહેમદાવાદ (જિ. ખેડા)થી લખે છે: તેમને પથરીનો દુ:ખાવો થતો હતો. રીપોર્ટ નોર્મલ આવે અને દર્દ શમી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કર્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અપાર દયાથી તેમનો પથરીનો દુ:ખાવો દૂર થયો અને આ અંગેનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.

શ્રી કનુભાઈ સી. ભોઈ; ચકલાસી (જિ. ખેડા)થી લખે છે: તેમના પુત્ર - પુત્રી તથા ભત્રીજીઓના સગપણ બાબતે તેઓ ઘણાં સમયથી પ્રયત્નો કરતા હતા પણ ક્યાંય મન ઠરતું ન હતું. છેવટે, તેમણે આ કાર્ય મા ખોડિયારને સોંપ્યું અને પરચો છપાવવાની ટેક રાખી. આઈ શ્રી ખોડિયારે તેમની મનોભાવના પૂર્ણ કરી. માના આશીર્વાદથી બધા સંતાનોના સગપણ લગ્ન સારા પરિવારમાં આનંદ મંગલથી થઈ ગયા.

 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions