
શ્રી બાબુલાલ વી. દરજી; બોલુન્દ્રા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમની પૌત્રીનો લગ્ન - પ્રસંગ ઘર આંગણે યોજવાની ઈચ્છા હતી. પણ તેમાં અનેક અડચણો આવતી હતી. આ બાબતે મા ખોડલને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખતા પૌત્રીનો લગ્ન પ્રસંગ નિર્વિઘ્ને - શાંતિથી ઉજવાઈ ગયો. બીજું, તેમની પૌત્રવધૂને બંને પગમાં ચિકુનગુનિયાની અસર થઈ જવાથી ચાલી શકાતું ન હતું. દવાઓ બિનઅસરકારક નીવડતી હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને યાદ કર્યા અને પરચો માન્યો. માની અપાર દયાથી તેમની પૌત્રવધૂને થોડા જ સમયમાં બિલકુલ સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારે તેમના દરેક કાર્યમાં સફળતા અપાવી છે.
શ્રીમતિ પૂનમબેન એમ. નાયક; બારડોલી (જિ. સુરત)થી લખે છે: તેમની દીકરી ધો. 10ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તેમની દીકરી 80 ટકા મેળવી ઉત્તીર્ણ થઈ. તેમના ભાઈના દીકરો - દીકરી પણ સારી ટકાવારી સાથે પાસ થયા.
શ્રીમતિ નયનાબેન જે. પટેલ; ઉંઝા (જિ. મહેસાણા)થી લખે છે: તેમનો પુત્ર ધો. 5ની છ માસિક તેમજ વાર્ષિક પરીક્ષામાં સારા ટકા મેળવી પાસ થાય તેવી તેમની ઈચ્છા હતી. આ ઈચ્છાપૂર્તિ માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલે તેમની આ ઈચ્છા પૂર્ણ કરી.
શ્રી હિંમતભાઈ પોરીયા; જામનગરથી લખે છે: તેમને વર્ષોથી મોઢાની બીમારી હતી. એનેક ઉપચારો કરવા છતાં કોઈ જ ફેર પડતો ન હતો. છેવટે, ડૉક્ટરે કેન્સર પ્રથમ સ્ટેજમાં હોવાનું નિદાન કરતા તેમણે આંચકો અનુભવ્યો. મા ખોડિયાર ઉપર અપાર શ્રદ્ધા હોઈ, તેમણે માનું હૃદયપૂર્વક સ્મરણ કર્યું અને આ અસાધ્ય બીમારી દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તેમને ચાર-પાંચ મહિનામાં જ બિલકુલ સારું થઈ ગયું. તેમના મોટાભાઈની તબિયત પણ ગંભીર હતી. પરંતુ માના પરચાના પ્રતાપે તેઓ પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. એક વખત મોટી મુશ્કેલી આવી પડતા તેઓ ખૂબ જ પરેશાન હતા. કોઈ જ ઉપાય સૂઝતો ન હતો. પરંતુ મા ખોડલના શરણે જવાથી તેમની મુશ્કેલી દૂર થઈ.
શ્રી જગદીશભાઈ આર. શર્મા; અમદાવાદથી લખે છે: તેમનું બાઈક ચોરાઈ ગયું હતું. તે મળી આવે તે માટે તેમણે મા ખોડિયારને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની પરમ કૃપાથી તેમનું બાઈક અઠવાડિયામાં જ મળી આવ્યું. બીજું, તેમનો દીકરો ધો.8 અને 9માં ગણિતની પરીક્ષામાં નાપાસ થાય તેવી શક્યતા હતી. પરંતુ તેમનાં પત્નીએ મા ખોડલનો પરચો માનતા તે સારા માર્કસ મેળવી પાસ થયો.
શ્રીમતિ હંસાબેન એન. જોષી; ગરબાડા (જિ. દાહોદ)થી લખે છે: તેમના નાના દીકરાના સગપણમાં વિલંબ થતો હતો. વાત ચાલતી પણ કોઈ કારણસર અટકી જતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. માના આશીર્વાદથી તેમના દીકરાનું સગપણ ટુંક સમયમાં જ સારી જગ્યાએ થયું. તેમને છાતીમાં થતો અસહ્ય દુ:ખાવો પણ મા ખોડલે દૂર કર્યો. આઈ શ્રી ખોડિયારને વારંવાર પ્રણામ
શ્રીમતિ પદમાબેન બિજ્જુમોન; અંજાર-કચ્છથી લખે છે: તેમના નાના પુત્રનું એપેન્ડીક્ષનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે અને તે સ્વસ્થ થઈ વ્હેલી તકે ઘરે આવી જાય તે માટે તેમણે શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. માની અમીદ્રષ્ટિથી તેમના પુત્રનું ઓપરેશન સફળ થયું અને તેની તબિયત સારી થતા ઘરે પણ આવી ગયા.
શ્રી માનસંગભાઈ જી. બારડ; મીતલી (જિ. આણંદ)થી લખે છે: તેમના સંતાનો સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. માના આશીર્વાદથી તેમના સંતાનો સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થયા. મા ખોડલની કૃપાથી તેમના કુટુંબીજનોની તબિયત સારી રહે છે. આઈ શ્રી ખોડિયારને શત્ પ્રણામ.
શ્રીમતિ શીલાબેન આર. મહીડા; પીજ (જિ.ખેડા)થી લખે છે: તેમના પુત્રનો એક વર્ષ પહેલાં અકસ્માત થયેલો. તેમાં તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી. તમામ સારવાર નિષ્ફળ નીવડ્યા બાદ ડૉક્ટરે પગ કપાવવા સુધીનો નિર્ણય લઈ લીધો હતો. પરંતુ આવું ન બને અને તેમના પુત્રને પગમાં સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને આર્તહૃદયે પોકાર્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલે તેમનો પોકાર સાંભળ્યો... ને જાણે ચમત્કાર થયો. તેમના પુત્રને પગમાં ધીરે ધીરે સારું થવા લાગ્યું અને તે ચાલતો પણ થઈ ગયો. ખરેખર, મા ખોડિયાર હાજરાહજૂર દેવી છે.
શ્રી રસિલાબેન એલ. વઘાસિયા; ધોરાજી (જિ. રાજકોટ)થી લખે છે: તેમના શરીરમાં બે-ત્રણ જગ્યાએ સફેદ ડાઘ થયા હતા. તે મટી જાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમને સફેદ ડાઘ મટી ગયા. મા ખોડલે તેમની મનોકામના પણ પૂર્ણ કરી છે.
શ્રી દીપિકાબેન એન. પંચાલ; વડોદરાથી લખે છે: તેમને પ્રેગનન્સી દરમ્યાન આઠમા માસે દુ:ખાવો ઉપડતા તુરત જ તેમણે મા ખોડિયારને યાદ કર્યા અને પૂરા માસે ડીલેવરી થાય તે માટે પ્રાર્થના કરી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમને પૂરા માસે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આ ઉપરાંત, માના આશીર્વાદથી તેમના બીજા ભાઈના લગ્ન યોગ્ય કન્યા સાથે આનંદમંગલથી થયા. વધુમાં, તેમના નણંદના પુત્રને હૃદયમાં તકલીફ હોવાથી ઓપરેશન કરાવવાનું હતું. માની દયાથી તેનું ઓપરેશન પણ સફળ થયું અને તબિયતમાં સુધારો થયો.
શ્રીમતિ સરોજબેન પટેલ; અમદાવાદથી લખે છે: તેમનો દીકરો પદયાત્રા સંઘમાં ખોડિયાર-રાજપરા અને બહુચરાજી ગયો હતો. યાત્રા પ્રવાસ દરમ્યાન તેને કોઈ તકલીફ ન પડે અને તે સુખરૂપ ઘરે આવી જાય તે માટે તેમણે મા ખોડિયારને સ્મરી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમનો દીકરો સુખરૂપ ઘરે આવી ગયો. તેમના પતિની કુળદેવીના દર્શન કરવાની ઈચ્છા પણ મા ખોડલે પૂર્ણ કરી. મા ખોડલની દયાથી તેમની દીકરીની ટ્યૂશન ફી માટે નાણાંની વ્યવસ્થા થઈ ગઈ. મા ખોડલે તેમની અનેક મુશ્કેલીઓ દૂર કરી છે.
શ્રી મફતભાઈ ડી. સોલંકી; ભાદરણ (જિ. આણંદ)થી લખે છે: તેમના ઘરમાં સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી. ઘણું શોધવા છતાં ન મળતા તેમણે મા ખોડલનું સ્મરણ કર્યું અને વીંટી મળી આવે તે માટે પરચો માન્યો. મા ખોડિયારની પરમ કૃપાથી અઠવાડિયામાં જ વીંટી મળી આવી. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં વારંવાર વંદન.
શ્રી રામજીભાઈ એમ. ચૌધરી; કાતરા (જિ. પાટણ)થી લખે છે: તેમના નાના ભાઈને ગળામાં ચાંદા પડ્યા હતા. તેનો બાયોપ્સી રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. આઈ શ્રી ખોડિયારની અમીમય નજરથી રીપોર્ટ નોર્મલ આવ્યો. મા ખોડલે તેમના અનેક મુશ્કેલ કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
શ્રીમતિ મમતાબેન એચ. યાદવ; રાજકોટથી લખે છે: તેમના લગ્નજીવનને સાત વર્ષ થયા હતા છતાં સંતાનસુખથી તેઓ વંચિત હતાં. આ માટે કરેલા દરેક ઉપચારો નિષ્ફળ નીવડ્યા. છેવટે, તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને સંતાનસુખ મળે તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલે તેમની અરજ સાંભળી. પરચો માન્યાના બીજા માસથી જ તેમને સારા દિવસો રહ્યા અને સમયાંતરે તેમના ઘરે પુત્રનું પારણું ઝૂલતુ થયું.
શ્રી પુષ્પાબેન એમ. વાઘેલા; રાજકોટથી લખે છે: તેમને ગળામાં સ્વરપેટી સુધી ચાંદાં પડ્યા હતા. તકલીફ વધતી જતી હતી. સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલનું શરણું લીધું અને પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમને ગળામાં બિલકુલ સારું થઈ ગયું. તેમની બીજી શારીરિક તકલીફ પણ દૂર થઈ.
શ્રી રમીલાબેન જે. ઘેડિયા; ઘોઘલા (દીવ)થી લખે છે: છેલ્લા બે-ત્રણ મહિનાથી તેમની તબિયત સારી રહેતી ન હતી. ડૉક્ટરની દવા લેવા છતાં તકલીફ વધતી જતી હતી. મા ખોડલ ઉપર તેમને અતૂટ શ્રદ્ધા હોવાથી સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે તેમણે પ્રાર્થના કરી પરચો માન્યો... ને માની અપાર દયા થકી અઠવાડિયામાં જ તેમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું.
શ્રીમતિ ચંદ્રિકાબેન જે. ત્રિવેદી; અમદાવાદથી લખે છે: તેમને ઓસ્ટ્રેલીયા જવાનું હતું. પરંતુ પગમાં સખત દુ:ખાવો રહેતો હતો. પ્રવાસ સુખરૂપ પૂર્ણ થાય અને રસ્તામાં કોઈ તકલીફ ન પડે તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. આ ઉપરાંત, માના કૃપાઆશિષથી તેમના દીકરાને યુ.કે.માં નોકરી મળી અને ઓસ્ટ્રેલિયામાં તેમની દીકરીનું એક અગત્યનું કાર્ય પણ પાર પડી ગયું.
શ્રીમતિ વંદનાબેન બી. દવે; અમદાવાદથી લખે છે: તેમની મોટી બહેનને છેલ્લા 4 વર્ષથી માનસિક બીમારી જેવું થઈ ગયું હતું. દવાઓ ચાલુ હોવા છતાં તેને સતત નકારાત્મક વિચારો જ આવતા. તેના માટે મા ખોડલને પ્રાર્થના કરી પરચો માનતા તેની માનસિક હાલતમાં ઘણો સુધારો થયો છે. તેમના સાસુમા પણ દોઢ વર્ષથી પગની તકલીફને લીધે પથારીવશ હતા. પરંતુ મા ખોડલના પરચાના પ્રતાપે તેઓને પણ સારું થઈ ગયું અને હવે તેઓ ઊભા થઈને પોતાનું કામ જાતે કરી શકે છે.
શ્રીમતિ શારદાબેન પી. વીરાણી; અમદાવાદથી લખે છે: તેમના પતિ ગંભીર બીમારીમાં સપડાયા હતા. ઘણી જ દવાઓ કરાવી, રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. છતાં તબિયતમાં સુધારો થતો ન હતો. તેઓને સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાથી તેમના પતિની તબિયત સુધારા પર આવી ગઈ. માના આશીર્વાદથી તેમનો વ્યાપાર-ધંધો સારો ચાલે છે. તેમજ તેમની દીકરીને નોકરી પણ મળી ગઈ. બીજું, તેમની દીકરીને કાનમાંથી પાણી નીકળતું અને દુ:ખાવો થતો. પરંતુ મા ખોડલનો પરચો માનતા તેની કાનની પિડા શમી ગઈ.
શ્રીમતિ કિરણબેન કે. મહેતા; ભરૂચથી લખે છે: તેમના પુત્રના લગ્નનો પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલના શુભાશિષથી તેમના પુત્રનો લગ્ન પ્રસંગ નિર્વિઘ્ને અને ધામધૂમથી સંપન્ન થયો. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી ચંદુભાઈ બી. રાદડીયા; ખાખરીયા (જિ. રાજકોટ)થી લખે છે: તેમને પેટમાં દુ:ખાવો રહેતો હતો. દર્દના નિવારણ માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કર્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અમી કૃપાથી તેમના પેટનું દર્દ દૂર થયું. મા ખોડલને શત્ શત્ પ્રણામ.
શ્રીમતિ સોનલબેન જે. પટેલ; વનોડા (જિ. ખેડા)થી લખે છે: તેમને પ્રેગનન્સી દરમ્યાન ખૂબ જ દુ:ખાવો રહેતો તેમજ ગર્ભસ્થ શિશુને પણ ખૂબ જ તકલીફ હતી. નોર્મલ ડીલેવરી અને આવનાર બાળકની રક્ષા કાજે તેમણે મા ખોડિયારને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની કૃપાથી તેમની ડીલેવરી હેમખેમ પાર પડી અને તેમનો પુત્ર પણ સંપૂર્ણ સ્વસ્થ છે. મા ખોડલે તેમને અનેક વિકટ સમસ્યામાંથી ઉગાર્યા છે. માના આશીર્વાદથી તેમનું દામ્પત્ય જીવન સુખ-શાંતિથી ચાલે છે.
શ્રી સુનીતાબેન પટેલ; કડાચી (કર્ણાટક)થી લખે છે: તેમના જીવનમાં સુખ - શાંતિ થાય તેમજ મનોકામના પૂર્ણ થાય તે માટે તેમણે આઈ ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના કૃપાઆશિષથી સમયાંતરે બધું બરાબર થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના પુનિત ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રી મીનલબેન એ. પઢિયાર; ધનાવશી (જિ.આણંદ)થી લખે છે: તેમને ખૂબ જ તાવ આવતો હતો. તેમજ તેમના પિતાશ્રી અને બહેનની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી. સૌના સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કર્યું અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. માની દયાથી તેઓ સૌનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. તેમને સારું રહેણાંક મકાન મળતું ન હતું પરંતુ મા ખોડલને પ્રાર્થના કરતા મનપસંદ મકાન મળી ગયું.
શ્રી મુકેશભાઈ ડી. બારોટ; ચેલા (જિ. જામનગર)થી લખે છે: તેમના મોટાભાઈ શ્રી રમેશભાઈને એક અકસ્માતમાં મણકામાં ગંભીર ઈજા થવાથી તેઓ પથારીવશ હતા. ખોરાક-પ્રવાહી પણ બંધ થઈ ગયા હતા. આવા સમયે તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને મોટાભાઈને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમના મોટાભાઈને ધીરે ધીરે સારું થવા લાગ્યું. હવે તેઓ ખોરાક-પ્રવાહી પણ લઈ શકે છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે તેવી તેમની શ્રદ્ધા અટલ છે.
શ્રી સોમાભાઈ આર. આહીર; ધામડોદ (જિ. સુરત)થી લખે છે: તેમના કુટુંબની જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલતો હતો. ચુકાદો તેમની તરફેણમાં આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલની પરમ કૃપાથી ચૂકાદો તેમની તરફેણમાં આવ્યો. વધુમાં તેમના નાનાભાઈને પ્રેશર વધી જતા માનસિક અસર થઈ ગઈ હતી. હાથ-પગમાં લકવા થઈ ગયો હતો. તેના માટે પણ મા ખોડલને પ્રાર્થના કરતા તેને સારું થઈ ગયું.
શ્રી કોકિલાબેન એ. પટેલ; કરચીયા (જિ.વડોદરા)થી લખે છે: તેમના પિતાશ્રી તથા બનેવીનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું. તેમજ તેમના સ્વજન શ્રી પિનલબહેનના માસાજીની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી. બંનેએ મા ખોડલને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખતા સૌનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. મા ખોડલના પાવન ચરણોમાં વારંવાર વંદન.
શ્રી ગાડાભાઈ આર. ઠાકોર; વસાઈ (જિ. મહેસાણા)થી લખે છે: તેમની દીકરી લાકડા વીણવા ગઈ હતી. ત્યાંથી ખોવાઈ ગઈ હતી. ઘણી જગ્યાએ તપાસ કરી પણ ક્યાંયથી તેનો પત્તો ન લાગ્યો. છેવટે, તેમણે મા ખોડલનું સ્મરણ કર્યું અને દીકરી હેમખેમ મળી આવે તે માટે પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની અપાર કૃપાથી તેમની દીકરી હેમખેમ મળી આવી.
શ્રીમતિ ગંગાબેન કે. આહિર; અમદાવાદથી લખે છે: તેમના પૌત્ર ચિ. આયુષને પગમાં ઈજા થવાથી ખૂબ જ દુ:ખાવો થતો હતો. તેમને પણ બંને પગમાં દુ:ખાવો થતો હતો. બંનેને સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાથી બંનેને પગની પિડા શમી ગઈ. આઈ શ્રી ખોડલને શત્ શત્ વંદન.
શ્રી મંગળદાસ કે. પ્રજાપતિ; અમદાવાદથી લખે છે: તેમને માટેલ ધામમાં મા ખોડિયારના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ જરૂરી નાણાંના અભાવે મુંઝવણમાં હતા. મા ખોડલ ઉપરની શ્રદ્ધા ભક્તિ થકી અચાનક જ નાણાંની વ્યવસ્થા થઈ ગઈ અને માટેલ દર્શન કરવાની ઈચ્છા પૂર્ણ થઈ. આ ઉપરાંત, માની દયાથી તેમનો દાંતનો દુ:ખાવો દૂર થયો અને બી.પી. પણ નોર્મલ થઈ ગયું.
શ્રી કાંતાબેન એમ. પટેલ; પ્રેમપુરા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમના બનેવીને પેટમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવવાનું હતું. ઓપરેશન ગંભીર હોવાથી તેઓ સૌ ગભરાઈ ગયા હતા. આવા સમયે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને બનેવીનું ઓપરેશન સફળ થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી ઓપરેશન સફળ થયું અને ત્યાર બાદ રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. તેઓની નળીનું ઓપરેશન પણ હેમખેમ પર પડ્યું. બીજું, તેમના બહેનને હાર્ટ એટેક આવતા તેને પણ ઓપરેશન જરૂરી હોવાનું ડૉક્ટરે જણાવેલ. પરંતુ મા ખોડલના પરચાની ટેક રાખતા બહેનને ઓપરેશન વિના સારું થઈ ગયું અને તેને વારંવાર થતા ગૂમડાં પણ બિલકુલ મટી ગયા. માની દયાથી તેમનું બી.પી. પણ નોર્મલ થઈ ગયું.
શ્રી જગદીશભાઈ એચ. ચૌહાણ; ઘોઘલા (દીવ)થી લખે છે: તેઓ શીપમાં નોકરી ઉપર હતા ત્યારે ગરદન તથા હાથમાં દુ:ખાવો રહેતો હતો. તેમના પત્નીને માસિક ધર્મમાં અનિયમિતતા રહેતી તથા ત્રણેય બાળકોને ગૂમડાં થતા હતા. તેઓ સૌની આ શારીરિક તકલીફો દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલે તેમની પ્રાર્થના સ્વીકારી, સૌની શારીરિક તકલીફો દૂર કરી.
શ્રી સુનિતાબેન એચ. પટેલ; બોરસદ (જિ.ખેડા)થી લખે છે: તેમના પતિને ધાર્યા મુજબના પગારની કાયમી નોકરી મળે તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. આઈ શ્રી ખોડલના શુભાશિષથી તેમની આ મનોકામના પૂર્ણ થઈ. તેમના પતિને મનપસંદ પગારની કાયમી નોકરી ટૂંક સમયમાં જ મળી ગઈ. આ ઉપરાંત, મા ખોડલે તેમનો કમ્મરનો દુ:ખાવો પણ મટાડ્યો. મુશ્કેલીના સમયમાં મા ખોડલ તેમને હંમેશા સહાયરૂપ બન્યા છે.
શ્રી રમણભાઈ એમ. પટેલ; બોરસદ (જિ.ખેડા)થી લખે છે: તેમને ઢીંચણમાં અસહ્ય દર્દ થતું જેને કારણે ચાલવામાં મુશ્કેલી પડતી હતી. તેમજ તેમનો ભત્રીજો બે વર્ષનો થયો હોવા છતાં બોલતાં શીખ્યો ન હતો. આ બંને બાબતે મા ખોડલને અરજ કરી પરચો માનતા તેમના ઢીંચણનું દર્દ દૂર થયું અને ભત્રીજો પણ બોલતા શીખી ગયો. વધુમાં, મા ખોડલના કૃપા આશિષથી તેમના પુત્રને સરકારી નોકરી મળી.
શ્રીમતિ રીટાબેન બી. પટેલ; નવા બબલપુરા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમના પતિને હૃદયમાં વાલ્વની તકલીફ હોવાથી તેઓનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલની અમી નજરથી તેમના પતિનું ઓપરેશન સફળ થયું. તેમનો છાતીનો દુ:ખાવો પણ મા ખોડિયારે મટાડ્યો. આ ઉપરાંત, મા ખોડલની મહેરથી તેમનો દીકરો ધો. 10માં ઉત્તીર્ણ થયો અને તેમની આર્થિક પરીસ્થિતીમાં પણ સુધારો થયો.
શ્રી અમૃતભાઈ એસ. પ્રજાપતિ; ખેરાલુ (જિ. મહેસાણા)થી લખે છે: તેમનાં પત્નીને કમ્મરથી પગ સુધી અસહ્ય દુ:ખાવો થતો હતો. દરેક ડૉક્ટરે ઓપરેશન કરાવવાની સલાહ આપી. પણ ઓપરેશન જોખમી હોવાથી તેઓ ચિંતિત હતા. છેવટે, તેમણે મા ખોડિયારનું શરણું લીધું. અને પત્નીને ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમનાં પત્નીને ઓપરેશન વિના જ સારું થઈ ગયું.
શ્રી રાયસીંગભાઈ બી. લીલાપરા; મોઢવાણા (જિ.સુરેન્દ્રનગર)થી લખે છે: તેમના પૌત્રને પેટમાં ખૂબ જ દુ:ખાવો રહેતો હતો. તેમજ મોટી દીકરી વારંવાર બીમાર પડતી હતી. બંનેની શારીરિક તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમના પૌત્ર અને દીકરીને બિલકુલ સારું થઈ ગયું. આઈશ્રી ખોડિયારના ચરણોમાં વંદન.
શ્રીમતિ રમીલાબેન બી. પરમાર; ગાંધીનગરથી લખે છે: તેમના દીકરા ચિ. ધવલે ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. તેને ઓછા ટકા આવે કે ફેઈલ થાય તેવી સંભાવનાથી તેઓ સતત ચિંતિત હતા. 'ખોડિયાર જ્યોત'માં પ્રગટ થતા માના પરચામાંથી પ્રેરણા લઈ તેમણે પણ મા ખોડલનું સ્મરણ કરી પુત્ર પાસ થઈ જાય તે માટે પરચો માન્યો. માના આશીર્વાદથી તેમનો પુત્ર સારા ટકા મેળવી પાસ થયો.
શ્રી વિજ્યાબેન એલ. વિરડીયા; ફરેણી (જિ. રાજકોટ)થી લખે છે: તેમના દીકરા - દીકરીનું સગપણ સારી જગ્યાએ થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. માના આશિષથી તેમના સંતાનોના સગપણ સારી જગ્યાએ થયા. આ ઉપરાંત, મા ખોડલના પરચાના પ્રતાપે તેમના દીકરાના પેટનું દર્દ શમી ગયું. મા ખોડલ ઉપરની અતૂટ શ્રદ્ધા- ભક્તિથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.
શ્રી પ્રતાપભાઈ મજેઠીયા; કૂચ બેહાર (જિ. પ.બંગાળ)થી લખે છે: તેઓ ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં ગયા. પરંતુ રીપોર્ટમાં સુગર વધુ આવતાં આઠ દિવસ બાદ ઓપરેશન કરાવવાનું નક્કી થયું. દરમ્યાન તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી પ્રાર્થ્યા અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પરચો માન્યો. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમને ઓપરેશન વિના જ બિલકુલ સારું થઈ ગયું.
શ્રી ભરતભાઈ એલ. પરમાર; ગોંડલ (જિ. રાજકોટ)થી લખે છે: તેમના ઉપર ઘણું દેવું થઈ ગયું હતું. જે ભરપાઈ થવાની કોઈ શક્યતા દર્શાતી ન હતી. વ્યાજ ચડત થતું હતું. મૂંઝવણ એટલી કે કશું સૂઝતું જ ન હતું. આવા સમયમાં એક માત્ર મા ખોડલનો સહારો હતો. તેમણે માને આર્તહૃદયે પ્રાર્થ્યા અને દેવું ભરપાઈ થઈ જાય તે માટે પરચો માન્યો... ને થોડા જ દિવસોમાં તેમને અણધારી નાણાકીય મદદ મળી. જે થકી તેમનું દેવું વ્યાજ સહિત ભરપાઈ થઈ ગયું. ખરેખર, આઈ શ્રી ખોડિયાર હાજરાહજૂર છે.
શ્રીમતિ ગીતાબેન એમ. તન્ના; વાઈ (જિ. સતારા)થી લખે છે: તેમના પૌત્રનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું. ડૉક્ટરની દવા અસર કરતી ન હતી. આથી તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પૌત્રની તબિયત સારી થઈ જાય તે માટે પરચો માન્યો... ત્યાર બાદ બીજા ડૉક્ટરની સારવાર કરાવતા તેણે ઓપરેશનની જરૂર ન હોવાનું જણાવ્યું અને તેની દવાથી પૌત્રની તબિયતમાં સુધારો થયો છે. ધીરે ધીરે બિલકુલ સારું થઈ જશે તેની તેમને મા ખોડલ ઉપર શ્રદ્ધા છે.
શ્રી જયાબેન એમ. પટેલ; ગોધરા (જિ. પંચમહાલ)થી લખે છે: તેમની માસિકધર્મને લગતી તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલની દયાથી તેમની એ તકલીફ દૂર થઈ. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી રાવજીભાઈ સી. સોલંકી; મોગર (જિ. આણંદ)થી લખે છે: સરકારી યોજનાના એક ભાગરૂપ બી.પી.એલ કાર્ડ અંતર્ગત તેમને મકાન મંજૂર થયું હતું. પરંતુ નાણાની ખૂબ જ તંગી હતી. અમુક રકમ ભરવાની હતી. આવા કપરા સંજોગોમાં તેમણે આઈ શ્રી ખોડિયારનો આશરો લીધો અને મકાન માટે જરૂરી નાણાંની વ્યાવસ્થા થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની મહેરથી નાણાંની સગવડ થઈ ગઈ અને તેમનું ઘરનું મકાન થઈ ગયું. બીજું, તેમનો પુત્ર ખોટી સોબતે ચઢી ગયો હતો. પરંતુ મા ખોડલે તેને સવળે માર્ગે વાળ્યો.
શ્રી કાંતિભાઈ સી. પટેલ; વડોદરાથી લખે છે: તેમના ડાબા પગના ઘૂંટણમાં સોજો આવવાથી ચાલી શકાતું ન હતું. દવાઓથી ફેર પડતો ન હતો. દર્દ અસહ્ય બનતું જતું હતું. ઘૂંટણની પીડા શમી જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલે દયા કરી. તેમના ઘૂંટણનું દર્દ - સોજો ઓછા થયા. ચાલવાની શક્તિ આવી. એ જ પ્રમાણે તેમની એસીડીટીની તકલીફ પણ મા ખોડિયારે દૂર કરી.
શ્રી અશોકભાઈ આર. સોલંકી; સિસવા (જિ. વડોદરા)થી લખે છે: તેમની આર્થિક પરિસ્થિતી ખૂબ જ નબળી હતી. ગરીબીમાંથી ઉગરવા તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લીધું અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલે તેમની વિનંતી સાંભળી. તેમની ખેતીવાડીમાં લીલોતરી થઈ. આર્થિક પરિસ્થિતી સુધરતા ગરીબીમાંથી મુક્તિ મળી અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ સજાર્યું. ખરેખર, મા ખોડલની લીલા અપરંપાર છે.
શ્રીમતિ શારદાબેન એમ. પટેલ; ગડત (જિ. નવસારી)થી લખે છે: તેમની દીકરી બી.ઈ. સીવીલની પરીક્ષા સારા માર્કસથી ઉત્તીર્ણ કરે તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલના કૃપા આશિષથી તેમની દીકરી સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થઈ.
શ્રી રામાભાઈ એસ. સોલંકી; મહુડી (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમની દીકરીને રાત્રે પથારી પલાળવાની તકલીફ હતી. તે દૂર થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમની દીકરીની તે તકલીફ દૂર થઈ ગઈ. પરચો માનવાની પ્રેરણા તેમને 'ખોડિયાર જ્યોત'માંથી મળી ગઈ. આ ઉપરાંત, માના શુભાશિષથી તેમનો પુત્ર બી.એડ.માં સારા ટકા મેળવી પાસ થયો. આઈ શ્રી ખોડિયારે તેમના બધા જ કાર્યો સિદ્ધ કર્યા છે.
શ્રી સંધ્યાબેન એમ. પટેલ; બોરીઆવી (જિ. આણંદ)થી લખે છે: તેમના પતિને હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહેતા તેમને ચિંતા થઈ. ઓપરેશન વિના તેઓને સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને અરજ કરી પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમના પતિને હાથમાં ઓપરેશન વિના સારું થઈ ગયું. બીજું, તેમને કાનમાંથી રસી નીકળતા હતા. અવાજ આવતો અને માથામાં પણ દર્દ રહેતું. સાથે હરસ અને પગમાં ખરજવાની તકલીફ પણ હતી. પરંતુ મા ખોડલને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેમની બધી જ તકલીફો દૂર થઈ. મા ખોડલે તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરી છે.
શ્રી ગિરધરભાઈ પટેલ; બાંટવાદેવળી (જિ. અમરેલી)થી લખે છે: તેમને આંખમાં ઓપરેશન કરાવ્યા પછી પણ સતત દુ:ખાવો રહેતો. દવા લેવા છતાં સ્હેજે રાહત થતી ન હતી. 'ખોડિયાર જ્યોત'માં પ્રગટ થતાં માના પરચા વાંચી તેમને પણ પ્રેરણા મળી. આંખનું દર્દ દૂર થાય તે માટે તેમણે પણ માને પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની અમીદ્રષ્ટિથી તેમની આંખનું દર્દ દૂર થયું.
શ્રીમતિ જ્યોતિબેન મહેતા; વડોદરાથી લખે છે: ઓસ્ટ્રેલિયા સ્થિત તેમની પુત્રીએ સી.એ.ની પરીક્ષા આપી હતી. તેમાં તે સફળતા મેળવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના કૃપા આશિષથી તેમની દીકરી પરીક્ષામાં સફળ થઈ. તેની પી.આર.ની ફાઈલ અંગેનું કાર્ય પણ માની દયાથી પાર પડ્યું. વધુમાં, મા ખોડલને પ્રાર્થના કરવાની તેમના મકાન માટે સારા ભાડુઆત મળી ગયા.
શ્રી નટુભાઈ પી. પટેલ; નવાગામ (જિ. ખેડા)થી લખે છે: તેમના ભત્રીજા ચિ. મિત્તલના ડોક્યુમેન્ટ બાબતે તેમજ બીજા અન્ય કામકાજમાં વિલંબ થવાથી તેમણે મા ખોડલને પ્રાર્થી કાર્યો સમયસર પાર પડે તે માટે પરચો માન્યો. મા ખોડલની પરમ કૃપાથી તેમના કાર્યો સમયસર પરિપૂર્ણ થયા. આઈ શ્રી ખોડલના ચરણોમાં ભાવપૂર્વક પ્રણામ.
શ્રી પ્રદ્યુમનભાઈ એસ. પટેલ; અમદાવાદથી લખે છે: તેઓ વૃદ્ધાવસ્થાની નજીક હોય અનેક શારીરિક તકલીફોથી ઘેરાયા છે. તેમનું પ્રોસ્ટેટ ગ્રંથિનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો માન્યો હતો. માની દયાથી ઓપરેશન સફળ થયું અને ત્યાર બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો. બી.પી. અને અપૂરતી ઊંઘને કારણે તેમને જમણા અંગમાં લકવો થયો છે. પરંતુ મા ખોડલના સતત નામ સ્મરણથી તેમની હાલતમાં સુધારો થતો જાય છે. આઈ શ્રી ખોડિયારનો કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ સવિતાબેન જી. મકવાણા; નડિયાદ (જિ. ખેડા)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અનન્ય શ્રદ્ધા છે. તેમનો મોટો દીકરો ધો. 10ની પરીક્ષામાં સારા ટકાએ ઉત્તીર્ણ થાય તે માટે તેમણે મા ખોડલને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. માના આશીર્વાદથી તેમનો દીકરો સારા ટકા મેળવી પાસ થયો.
શ્રીમતિ જયશ્રીબેન આર. રૂઘાણી; દુબઈ (યુ.એ.ઈ.)થી લખે છે: તેઓ ઘણાં સમયથી સંતાનસુખથી વંચિત હતા. ઘરે પારણું ઝુલે તે માટે તેઓ ચિંતિત હોઈ, તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની પરમ કૃપાથી તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આ ઉપરાંત, માના આશીર્વાદથી તેમની ભત્રીજી પરીક્ષામાં સારા ટકા મેળવી પાસ થઈ.
શ્રીમતિ ઈન્દુમતીબેન એન. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: અમેરીકા સ્થિત તેમની પુત્રવધૂ બીમાર રહેતી હોવાથી ડોક્ટરને કોઈ મોટી બીમારીની શંકા હતી. તેનો લોહીનો રીપોર્ટ નોર્મલ આપે તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મો ખોડલની દયાથી તેમની પુત્રવધૂનો લોહીનો રીપોર્ટ નોર્મલ આવ્યો. અને તેની તબિયતમાં પણ સુધારો થયો. દયાના સાગર મા ખોડિયારને અગણિત નમસ્કાર.