Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Khodiyar Jyot Parcha
Parcha for Khodiyar Jyot January – 2011    << Back to Archive Home


શ્રીમતિ ભારતીબેન એમ. પ્રજાપતિ; રામોલ (જિ.આણંદ)થી લખે છે: તેમના ભાભીના લગ્નજીવનને ઘણાં વર્ષો થયા હોવા છતાં તે સંતાનસુખથી વંચિત હતા. તેના ઘરે પારણું ઝૂલતું થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને હૃદયપૂર્વક પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની મ્હેરથી તેમના ભાભીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. સાથે નાના ભાભીને પણ પુત્રપ્રાપ્તિ થઈ. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રી રંજનબેન એસ. શાહ; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: તેમની પૌત્રી એસ.એસ.સી.ની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. મુશ્કેલીના સમયમાં પણ મા ખોડિયાર સ્મર્યે સહાયરૂપ બન્યા છે.

શ્રી વૈશાલીબેન ત્રિવેદી; અમદાવાદથી લખે છે: તેમના દીકરાને આયુવૈદિક ડૉકટરના અભ્યાસક્રમમાં ગુજરાતમાં એડમીસન મળી જાય દીકરી ધો.10માં સારા માર્કસ સાથે પાસ થાય તેમજ માસીની દીકરીના લગ્ન સારી જગ્યાએ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ.

શ્રી મધુકરભાઈ પી. પટેલ; જામનગરથી લખે છે: તેમને ગળામાં તેમજ પેટમાં દુ:ખાવો થતો હતો. દવાઓથી સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને સ્મરી પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની દયાથી તેમનું દર્દ દૂર થયું. જીવનમાં આવેલી નાની - મોટી અનેક મુશ્કેલીઓમાંથી મા ખોડલે જ તેમને ઊગાર્યા છે.

શ્રીમતિ મધુબેન કે. પારેખ; જાફરાબાદ (જિ. અમરેલી)થી લખે છે: તેમના પુત્રવધૂની તબિયત સારી રહેતી ન હતી. તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલની દયાથી તેમના પુત્રવધૂ બિલકુલ સ્વસ્થ થઈ ગયા. આ ઉપરાંત, માના શુભાશિષથી તેમના પૌત્ર- પૌત્રીઓ પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા. મા ખોડલના નામ - સ્મરણ માત્રથી અનેક કાર્યો સિધ્ધ થયા છે.

શ્રી કાંતિલાલ વી. શ્રીમાળી; બસુ (જિ.બનાસકાંઠા)થી લખે છે: તેમની દીકરીને આંખોની તકલીફ હોવાથી તેમણે ઘણાં સ્પેશ્યાલીસ્ટને બતાવેલ છતાં નંબર વધતા જતા હતા. દવાઓની સાથે - તેમણે મા ખોડલને પણ પ્રાર્થ્યા અને દીકરીની આંખોની તકલીફ દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેની આંખોના નંબર નહિવત થઈ ગયા. કોઈ પણ શુભ કાર્યના આરંભે મા ખોડલનું નામ સ્મરણ કરવાથી કાર્યસફળતા અચૂક મળે છે.

શ્રી જામસંહિ જી. વાઘેલા; ગોધાવી (જિ. અમદાવાદ)થી લખે છે: તેમના પત્ની અમરનાથ યાત્રાએ ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ બસમાંથી ઊતરતી વેળાએ તેમનો થેલો ગુમ થઈ ગયો. ઘણું શોધવા છતાં ન મળ્યો. આથી તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો, જે ફળ્યો. પ્રવાસના આયોજકે થેલો શોધાવી અઠવાડિયામાં પરત મેળવી આપ્યો.

શ્રી નારણભાઈ એસ. પરમાર; ગોધરા (જિ. પંચમહાલ)થી લખે છે: તેઓ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટમાં રાઉન્ડ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા હતા. નિવૃત્તિની તારીખ ખૂબ જ નજીક હતી. વય નિવૃત્તિ નિર્વિઘ્ને થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલની કૃપા થકી તેઓએ નિર્વિઘ્ને નિવૃત્તિ મેળવી.

શ્રી જયાબેન એચ. મહેતા; નવસારીથી લખે છે: તેમના પુત્રને સ્વાદુપિંડ પર સોજો આવવાથી પચાસ ટકા ડેમેજ થઈ ગયું હતું. તેને લીધે કમ્મર -પેટ તથા બરડામાં અસહ્ય દર્દ રહેતું. રાજકોટ - હૈદ્રાબાદ વગેરે સ્થળે હોસ્પિટલની સારવાર ચાલુ કરી. સાથે આઈ શ્રી ખોડિયાર પાસે પણ પુત્રના સારા સ્વાસ્થ્ય માટે દુઆ માંગી અને પરચો માન્યો. મા ખોડલની દયા થતા દવાઓ અસરકારક નીવડી અને દર્દ દૂર થયું. ધીરે ધીરે તે કામધંધા શરૂ કરી શકશે તેવી તેમને મા ખોડલ ઉપર દ્રઢ શ્રદ્ધા છે.

શ્રી કારીબેન એ. સગારકા; શાપુર (જિ.જૂનાગઢ)થી લખે છે: તેમને લાંબા સમયથી રહેતો ગળાનો દુ:ખાવો દૂર થાય તેમજ તેમનો પુત્ર આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની દયાથી તેમના ગળાનું દર્દ દૂર થયું અને પુત્ર પણ સારા માર્કસ મેળવી પાસ થયો.

શ્રીમતિ પુષ્પાબેન એ. પટેલ; આણંદથી લખે છે: તેમની દીકરીને મનપસંદ મકાન મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો હતો. મા ખોડલની કૃપા થકી તેમની દીકરીને મનપસંદ મકાન મળી ગયું. આઈ શ્રી ખોડલના ચરણોમાં શત્ શત્ વંદન.

શ્રીમતિ કોકિલાબેન એ. પ્રજાપતિ; દેવરાસણ (જિ. મહેસાણા)થી લખે છે: તેમના પતિ તથા પુત્રને 15 દિવસથી સખત તાવ આવતો હતો. ઘણા ઉપચારો - દવાઓ કરવા છતાં તાવ ઊતરતો ન હતો. બંનેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણ લીધું અને પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી બંનેને બિલકુલ સારું થઈ ગયું.

શ્રીમતિ ભારતીબેન એમ. ડામોર; ગુલતોરા (જિ. દાહોદ)થી લખે છે: તેમના પુત્રને પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી જાય તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. આઈ શ્રી ખોડિયારના આશીર્વાદથી તેમના પુત્રને નોકરી મળી ગઈ. શાળા પસંદગી વખતે જગ્યાઓ ઝાલોદ તાલુકામાં પૂર્ણ થવા આવી હતી. પરંતુ માની કૃપાથી તેને વતનમાં જ સારી શાળામાં નોકરી મળી.

શ્રી પુરૂષોત્તમભાઈ આઈ. પરમાર; નડિયાદ (જિ. ખેડા)થી લખે છે: તેઓ તેમના પુત્ર સાથે ચેક જમા કરાવવા બેન્કમાં ગયા હતા. જ્યાં તેમનો પુત્ર પોતાનું પાકીટ સોફા પર ભૂલી ગયો. ઘરે આવ્યા બાદ પર્સ શોધ્યું પણ મળ્યું નહિ. જેમાં રોકડ રકમ, એટીએમ કાર્ડ, લાયસન્સ વિગેરે હતા. પુત્રનું પર્સ મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. ત્યાર બાદ ફરી બેન્કમાં જઈ તપાસ કરતા મેનેજર પાસેથી તેમને પાકીટ પરત મળ્યું. તેમાંની બધી જ ચીજો સહીસલામત હતી.

શ્રીમતિ મંજુલાબેન બી. દરજી; પલોલ (જિ.આણંદ)થી લખે છે: તેમની દીકરી ઘણાં સમયથી ભાડાના મકાનમાં રહેતી હતી. તેની માલિકીનું મકાન થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો. મા ખોડલની મ્હેરથી તેમની દીકરીને 'ઘરનું ઘર' થયું. તેની હરસની તકલીફ અને પગની પીડા પણ મા ખોડલે દૂર કરી. તેમના પુત્રને સંતાનસુખ ન હતું, પરંતુ મા ખોડલના પરચાની ટેકના પ્રતાપે તેના ઘરે પુત્રનું પારણું ઝૂલતું થયું. આ ઉપરાંત, મા ખોડલની દયાથી તેમની દીકરીના સંતાનો અભ્યાસમાં હોંશિયાર બની સારા ટકાએ પાસ થયા તેમજ તેમના શરીરે નીકળેલ ગરમી પણ મટી ગઈ.

શ્રી સોમાભાઈ બી. પટેલ; ભાડોળ (જિ. મહેસાણા)થી લખે છે: તેમના ખેતરમાં બટાટાનો પાક વાવ્યો હતો. સારું ઉત્પાદન મળે અને ખેતરે બેઠાં જ પાક સારા ભાવમાં વેચાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલે તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. બીજું, તેમની ભેંસના ગાભણ અંગે તથા અન્ય મનોકામનાની પૂર્તિ અર્થે માનેલ મા ખોડિયારનો પરચો પણ ફળ્યો.

શ્રી અશ્વિનભાઈ આર. પઢિયાર; ધનાવસી (જિ. આણંદ)થી લખે છે: તેમને આંખમાં કાંકરી પડવાથી દુ:ખાવો થતો હતો તથા જોવામાં પણ તકલીફ પડતી હતી. તેમને ઓપરેશન કરાવવું પડશે તેવી શંકા હતી. પરંતુ મા ખોડિયાર ઉપર શ્રદ્ધા રાખી આંખમાં સારું થઈ જાય તે માટે પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમને આંખમાં બીજે જ દિવસે તદ્દન સારું થઈ ગયું. આ ઉપરાંત, તેમના સ્વજન શ્રી મીનલબહેનની દાઢની પીડા પણ મા ખોડલે દૂર કરી તેમજ તેનું ધાર્યું કાર્ય પણ પાર પડ્યું.

શ્રી મધુબેન કે. દવે; સોમપુરા (જિ. સુરેન્દ્રનગર)થી લખે છે: તેમનું મકાન વેચાતું ન હતું. મકાન નબળું પડી ગયું હોવાથી તૂટી પડવાની બીકે પડોશી તે વેચી નાંખવા દબાણ કરતા હતા. આ સંકટ સમયે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લઈ મદદ માટે યાચના કરી અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલે તેમનો પોકાર સાંભળ્યો ને તેમનું મકાન તુરત જ વેચાઈ ગયું.

શ્રી જયાબેન જી. શિરોયા; માલપુર (જિ.આણંદ)થી લખે છે: તેમને માથામાં ખૂબ જ દુ:ખાવો રહેતો હતો. ચક્કર પણ આવતા હતા. ઘણી દવાઓ કરાવી, પણ સારું ન થયું. છેવટે, મા ખોડિયારને પ્રાર્થ્યા અને માથાનું દર્દ શમી જાય તે માટે પરચો માન્યો. મા ખોડિયારની અપાર દયા થકી તેમના માથાનું દર્દ દૂર થયું. આઈ શ્રી ખોડલને શત્ શત્ પ્રણામ.

શ્રીમતિ જામબા એમ. વાધરોલા; મોટી દેવલી (જિ.અમદાવાદ)થી લખે છે: તેમની મોટી દીકરીને અવાર-નવાર પેટનો દુ:ખાવો રહેતો. તેને સારું થઈ જાય તેમજ તેમની શારીરિક તકલીફ દૂર થાય અને દોહિત્ર ધો.10ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો હતો. માની કૃપાથી તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ.

શ્રી કોકિલાબેન એ. પટેલ; કરચીયા (જિ. વડોદરા)થી લખે છે: તેમની પૌત્રીએ મસા કઢાવ્યા હતા. તેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમની પૌત્રીને બિલકુલ સારું થઈ ગયું. આ ઉપરાંત, મા ખોડલે તેમની અને તેમની બહેનોની મનોકામના પણ પૂર્ણ કરી.

શ્રીમતિ અમીતાબેન બી. પટેલ; ડભાણ (જિ.ખેડા)થી લખે છે: તેમના દિયરને ઓપરેશન બાદ પણ પગનો દુ:ખાવો ચાલુ રહેતા ડૉક્ટરે ફરી ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. તેને બીજું ઓપરેશન કરાવવું ન પડે અને પગનું દર્દ મટી જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેના પગનું દર્દ ઓછું થઈ ગયું અને બીજા ઓપરેશનની જરૂર ન રહી. તેમની દીકરીને પણ માથામાં સખત દુ:ખાવો રહેતો, ઉલ્ટીઓ થતી. મા ખોડલની દયાથી તેનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો.

શ્રી કેશવભાઈ કે. પરમાર; મુબેર (જિ.ભરૂચ)થી લખે છે: તેમની પોસ્ટબુક ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતી ન હતી. પરંતુ આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખતા પોસ્ટબુક અચાનક જ મળી આવી. મા ખોડલના ચરણોમાં ભાવપૂર્વક નમન.

શ્રી રસિકલાલ વાઘજીભાઈ; બુરહાર (મધ્યપ્રદેશ)થી લખે છે: તેમને છેલ્લા દોઢ વર્ષથી જમણા પગમાં દુ:ખાવો થતો હતો અને સોજા પણ ચઢી આવતા. ડૉક્ટરોની દવાઓ કરી પણ કોઈ જ ફેર ન પડ્યો. અંતે, આ બાબતે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પગની પીડા શમી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમને પગમાં આરામ થઈ ગયો અને હવે હાલચાલ પણ થઈ શકે છે.

શ્રીમતિ પુષ્પાબેન આર. પરમાર; ઓથવાડ (જિ.ખેડા)થી લખે છે: મા ખોડલ ઉપરની અતૂટ શ્રદ્ધા થકી તેમને સંતાનસુખ મળ્યંુ. લગ્નજીવનના 9 વર્ષે તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અને ડીલેવરી પણ હેમખેમ પાર પડી. તેમના શરીરે સતત ખંજવાળ આવતી હતી, જેથી ઊંઘ પણ બિલકુલ થઈ શકતી ન હતી. પરંતુ મા ખોડલને પ્રાર્થી પરચાની ટેક રાખતા તેમને ખંજવાળ આવતી બંધ થઈ ગઈ. આ ઉપરાંત, તેમના સ્નેહી શ્રી લલીતાબેન પરમારની શારીરિક - માનસિક બીમારી પણ મા ખોડલે દૂર કરી. માની દયાથી તેના માતા- પિતાની તબિયત સારી રહે છે.

શ્રી જેસાભાઈ ડી. કોળી; માનગઢટિંબા (જિ.કચ્છ-ભુજ)થી લખે છે: તેમના પૌત્રને વીંછીએ ડંખ મારતા ઝેર ચઢી ગયું હતું. બે ડૉક્ટરોની દવાથી પણ ઝેર ઊતર્યું નહિ. આથી તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પૌત્રના જીવનની રક્ષા કાજે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. અને ત્રીજા દવાખાને લઈ ગયા. ત્યાં થયેલી સારવાર અસરકારક નીવડતા તેને ઝેર ઊતરી ગયું અને 24 કલાક બાદ તે હસતો - રમતો થઈ ગયો. તેમને યુરીનમાં અચાનક લોહી આવતા ચિંતા થતી હતી. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરવાથી રાત સુધીમાં બિલકુલ સારું થઈ ગયું.

શ્રી બળવંતભાઈ સી. બ્રહ્મભટ્ટ; જલસણ (જિ. આણંદ)થી લખે છે: તેમનો પુત્ર ધો.12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી તેમનો પુત્ર 76 ટકા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયો.

શ્રી રાજુભાઈ એસ. રાણપરા; ઉત્તરસંડા (જિ.ખેડા)થી લખે છે: તેઓ રાજકોટ ફરવા ગયા હતા. ત્યાં અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કર્યા અને ઓપરેશન થયું ત્યારે ખબર પડી કે એપેન્ડીક્ષ ફાટી ગયેલું. ત્યાર બાદ પણ પંદર દિવસ સુધી દર્દ ચાલુ રહેતા તેમણે મા ખોડિયારને યાદ કર્યા અને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમનું દર્દ ઘણું ઓછું થઈ ગયું.

શ્રી એ. કે. ચાવડા; બાબાપુર (જિ.અમરેલી)થી લખે છે: તેમના ભાઈનો દીકરો પડી જવાથી થયેલ ઈજાને કારણે ચાલી શકતો ન હતો. તેને પગમાં સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરીને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની દયા થકી તેમના ભત્રીજાને પગમાં તદ્દન સારું થઈ ગયું અને તે રાબેતા મુજબ ચાલતો થઈ ગયો.

શ્રીમતિ હેતલબેન એચ. વ્યાસ; અમદાવાદથી લખે છે: તેમની અંગત જિંદગીમાં ખૂબ જ નાજુક ક્ષણ આવી હતી. જેનો આધાર તેમના સુખી દામ્પત્ય જીવન પર હતો. તેમના સુખને બરબાદ કરી શકે એવું સંકટ આવી પડ્યું હતું. પરંતુ તેમની મા ખોડિયાર ઉપરની શ્રદ્ધા અતૂટ હતી. એ સંકટ જલ્દીથી ટળી જાય અને સુખી સંસારને ઊની આંચ પણ ન આવે તે માટે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી પ્રાર્થના કરી પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સ્વીકારી અને તેમના જીવનમાં મોટું તોફાન આવતા અટકી ગયું. મા ખોડલના ચરણોમાં કોટિ કોટિ વંદન.

શ્રી ડાહ્યાભાઈ એ. પટેલ; સરાલ (જિ. બનાસકાંઠા)થી લખે છે: તેમના ભાભીને પેટમાં દુ:ખાવો રહેતો હતો. દવાઓ કરાવતા છતા પણ સારું પરિણામ મળતું ન હતું. છેવટે, આઈ શ્રી ખોડલનું શરણું લઈ ભાભીને પેટનો દુ:ખાવો દૂર થાય તે માટે પ્રાર્થના કરી પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી દવા અસર કરતા તેના પેટની પીડા શમી ગઈ.

શ્રી કુરાઈબેન કે. ગોહિલ; પીપળી (જિ. જૂનાગઢ)થી લખે છે: તેમણે તેમની જમીન ગિરવે મૂકી હતી. તે છૂટી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અપાર કૃપાથી તેમની જમીન છૂટી થઈ ગઈ. આ ઉપરાંત, આઈ શ્રી ખોડિયારના આશીર્વાદથી તેમના પુત્ર ચિ. વિજયને સારી નોકરી મળી ગઈ.

શ્રી પૂનમભાઈ એસ. સોલંકી; રામોલ (જિ. ખેડા)થી લખે છે: તેમના મોટા પુત્રને ચક્કર આવવા સાથે માથાનો દુ:ખાવો પણ રહેતો, તેમના પત્નીને પણ કાનમાં સણકા આવતા અને માથામાં દર્દ રહેતું. બંનેને ડૉક્ટરોની દવાથી આરામ ન થયો. પરંતુ મા ખોડલને આ બાબતે પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખતા બંનેને બિલકુલ સારું થઈ ગયું.

શ્રી પીનલબેન પી. પટેલ; કરચીયા (જિ.વડોદરા)થી લખે છે: તેમના ભાઈને વિદેશમાં સારી જોબ મળે અને તે ત્યાં વ્યવસ્થિત સ્થાયી થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલે કૃપા વરસાવતા તેમના ભાઈને વિદેશમાં સારી જોબ મળી અને તે ત્યાં વ્યવસ્થિત સ્થાયી થઈ ગયો. તેમની બીજી મનોકામનાઓ પણ મા ખોડલે પૂર્ણ કરી.

શ્રી જયંતભાઈ પી. સુતરીયા; વાઘરોટા (જિ.સાબરકાંઠા)થી લખે છે: આઈ શ્રી ખોડિયારને કરેલી શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના અને પરચો માન્યાના ફળ સ્વરૂપ તેમના સર્વે કાર્યો- મનોકામનાઓ સિદ્ધ થયા છે. માના શુભાશિષથી તેમના પુત્રએ ધો.12 વિજ્ઞાન પ્રવાહ સારા માર્કસ સાથે પાસ કરી, વતનની નજીકની એન્જી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેમજ તેમની મોટી દીકરી પણ બી.એચ.એસ.ના પ્રથમ વર્ષમાં ઉત્તીર્ણ થઈ.

શ્રી મધુબેન એમ. ગોહેલ; દાવોલ (જિ. આણંદ)થી લખે છે: તેમની વાડીમાં રોગ આવ્યો હતો. વાડી સુકાઈ જવા લાગી ત્યારે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને વાડીમાં થયેલો રોગ દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી તેમની વાડી પહેલાં જેવી જ થઈ ગઈ. મા ખોડિયારનું શ્રદ્ધાપૂર્વક નામ - સ્મરણ દરેક કાર્યમાં સફળતા અપાવે છે.

શ્રી પંકજભાઈ કે. પટેલ; રામોલ (જિ.આણંદ)થી લખે છે: તેમનો નાનો ભાઈ આફ્રિકા ગયો હતો. ત્યાં તેને કોઈ આશરો કે નોકરી ન મળતા હતાશ થઈ 15 દિવસમાં જ તે અહીં પરત આવવા તૈયાર થયો. તેમને આ સમાચાર મળતા તુરત જ આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી નાના ભાઈના બે દિવસમાં સારા સમાચાર મળે તે માટે અરજ કરી. પરચો માન્યો... ને બીજે જ દિવસે તેમના નાના ભાઈને ત્યાં નોકરી મળી ગઈ હોવાનો ફોન આવ્યો. ખરેખર, મા ખોડલે હાજરાહજૂર પરચો પૂર્યો. બીજું, તેમનાં સ્નેહી શ્રી ઈન્દિરાબહેનના પતિને દાઢનું ઓપરેશન કરાવવાનું હતું તેમજ તેની દીકરીને પથરી અને તાવની તકલીફ હતી. મા ખોડલને હૃદયપૂર્વક પ્રાર્થના કરવાથી તે બંનેને પણ સારું થઈ ગયું.

શ્રી કેથાબેન બી. વ્યાસ; અમદાવાદથી લખે છે: તેમણે ધો.12ની પરીક્ષા આપી હતી. પરંતુ શાળાની ભૂલને કારણે વિષય બદલાઈ ગયા હોવાથી પાસ થયા અંગે ચિંતા હતી. આથી તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને ધો.12માં પાસ થઈ જવાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેઓ પાસ થઈ ગયા.

શ્રી જાનકીબેન પી. પરમાર; વલસાડથી લખે છે: તેમના દવાખાનામાં એક કૂવો છે. તેમાં દર વર્ષે ઉનાળામાં પાણી સુકાઈ જતું હતું. કૂવાના તળ બારે માસ સાજા રહે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલે મ્હેર કરતા હવે કૂવામાંથી ક્યારેય પાણી ખૂટતું નથી. આઈ શ્રી ખોડલના પાવન ચરણોમાં અગણિત નમસ્કાર.

શ્રીમતિ નંદાબેન ડી. વોરા; ઉમરખાડી (મુંબઈ)થી લખે છે: તેમનો અકસ્માત થવાથી છેલ્લા મણકામાં અને તેની બાજુના હાડકામાં તિરાડ પડી ગઈ. ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું પણ તે ખૂબ જ ખર્ચાળ હતું. આથી તેમણે મા ખોડલનું શરણું લીધું. અને ઓપરેશન વિના ફક્ત દવાથી જ સારું થઈ જાય તેમજ પહેલાંની જેમ જ હરતા-ફરતા થઈ જવાય તે માટે પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની દયા દ્રષ્ટિથી તેમને ફક્ત દવાથી જ સારું થઈ ગયું. અને હવે પહેલાંની જેમ જ ઊઠ-બેસ થઈ શકે છે. મા ખોડલે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે.

શ્રી સોમાભાઈ આર. આહિર; ધામડોદ (જિ.સુરત)થી લખે છે: જગન્નાથપુરીની યાત્રા કરવાની તેમની ખૂબ જ ઈચ્છા હતી. તે પૂર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તુરત જ ટીકીટનું બુકીંગ થઈ ગયું અને તેમની યાત્રા સુખરૂપ સંપન્ન થઈ. બીજું, તેમને ઓછું સંભળાતું હતું તેમજ ઘૂંટણમાં દુ:ખાવો રહેતો. મા ખોડલના નામ સ્મરણથી તેમની આ તકલીફો દૂર થઈ.

શ્રી લત્તાબેન સી. પટેલ; ભુવેલ (જિ.આણંદ)થી લખે છે: તેમના દીકરાને લંડનમાં સારી જોબ મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણપૂર્વક પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના શુભાશિષથી તેમના દીકરાને સારી જોબ મળી ગઈ. બીજું, તેમને કમ્મરમાં સખત દુ:ખાવો રહેતો હતો અને સ્વાસ્થ્ય પણ સારું રહેતું ન હતું. પરંતુ મા ખોડિયારની દયા દ્રષ્ટિથી તેમને બિલકુલ સારું થઈ ગયું.

શ્રી સુમિત્રાબેન આર. પરમાર; વડોદરાથી લખે છે: તેમના ભાઈને એક વ્યક્તિએ નોકરીની લાલચ આપી રૂા. વીસ હજાર લઈ લીધા હતા. આ રકમ તેમના માતા-પિતાએ દેણું કરીને આપી હતી. આ વાતનો લાંબો સમય થયો હોવા છતાં તે વ્યક્તિ નોકરી માટે બહાના બતાવતો હતો અને પૈસા પણ પરત કરતો ન હતો. આથી તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને ભાઈના ફસાયેલા નાણા પરત મળી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી તેમના ભાઈને ફસાયેલા નાણાં તો પરત મળી ગયા પણ સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ.

શ્રી રસીલાબેન કે. પરમાર; જોગેશ્વરી (મુંબઈ)થી લખે છે: તેમના ભાઈના લગ્ન સારી જગ્યાએ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના કૃપા આશિષથી ભાઈના લગ્ન સારી જગ્યાએ નિર્વિઘ્ને અને આનંદ મંગલથી થયા. બીજું, મા ખોડલે કૃપા વરસાવતા તેમને ખૂબ જ સારી જગ્યાએ નવું મકાન મળ્યું.

શ્રી પલ્લવીબેન મહેતા; લેમિંગ્ટન રોડ (મુંબઈ)થી લખે છે: તેમના માતુશ્રીને ડાયાબીટીસની બીમારી હોવાથી લોહીમાં સાકર ઘટી જવાથી વારંવાર બેભાન થઈ જતા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ખોરાક ન લઈ શકવાને કારણે ખૂબ જ અશક્ત થઈ ગયા હતા. આ વેળાએ માતુશ્રીના સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અપાર દયાથી તેમના માતુશ્રીની તબિયત સુધારા પર આવી ગઈ. માની કૃપાથી તેમની દીકરીની તબિયત પણ પહેલાં કરતાં સારી રહે છે.

શ્રીમતિ રેખાબેન એન. પટેલ; ખંભાત (જિ.આણંદ)થી લખે છે: તેમનો પુત્ર અને પુત્રી ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં હતા. બંનેનું પરિણામ સારું આવે અને મનપસંદ અભ્યાસક્રમમાં તેઓને એડમીશન મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો હતો. આઈ શ્રી ખોડિયારના શુભાશિષથી તેમના બંને સંતાનો સારા માર્કસ મેળવી પાસ થયા અને બંનેને મનપસંદ અભ્યાસક્રમમાં ડોનેશન વગર એડમીશન મળી ગયું.

શ્રી તારાબેન બી. રામી; અમદાવાદથી લખે છે: તેમને પેટમાં અને પડખામાં દુ:ખાવો થતો હતો. આ દર્દ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમનું દર્દ દૂર થયું અને સંપૂર્ણ આરામ થઈ ગયો. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રી મગનભાઈ કે. ઠેસિયા; ઈંગોરાળા (જિ. અમરેલી)થી લખે છે: તેમને દાઢમાં અસહ્ય દુ:ખાવો રહેતો. ઘણી દવા - સારવાર કરાવવા છતાં કોઈ જ ફેર પડતો ન હતો. અંતે, મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો... ને મા ખોડલની દયાથી તેમને દાઢનો દુ:ખાવો સદંતર બંધ થઈ ગયો. આ ઉપરાંત, મા ખોડલની પરમ કૃપાથી તેમના બોરમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું તેમજ તેમનો પુત્ર ગત પરીક્ષામાં ધાર્યા મુજબની ટકાવરી સાથે ઉત્તીર્ણ થયો.

શ્રી નીરૂબેન ડી. ટંડેલ; નૂતનનગર (જિ. વલસાડ)થી લખે છે: તેમના દીકરાને સર્ટીફિકેટ મળવા બાબત ખૂબ જ તકલીફ પડતી હતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની અસીમ કૃપાથી તેને સર્ટીફિકેટ મળી ગયું. તેમના પગની તકલીફ પણ મા ખોડિયારે દૂર કરી.

શ્રીમતિ ભારતીબેન એ. શાસ્ત્રી; અમદાવાદથી લખે છે: તેમના ભાણાને એક અકસ્માતમાં મણકાની તકલીફ થઈ ગયેલી. જેથી તે ચાલી શકતો ન હતો. તેને સારું થઈ જાય તે માટે આઈ શ્રી ખોડિયારને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેની આ તકલીફ દૂર થઈ. બીજું, તેમની બહેનને બીમારી વખતે ભાણા સાથે મનદુ:ખ થયેલું. માની કૃપાથી તે બાબતે પણ મનમેળ થઈ ગયો અને બહેન ભાણાના ઘરે રહેવા આવી ગયા. આ ઉપરાંત, આઈ શ્રી ખોડિયારની પરમ કૃપાથી તેમની પુત્રવધૂને વિદેશના વિઝા મળી ગયા.

શ્રી ભગવાનજીભાઈ વી. બુટાણી; સુપેડી (જિ.રાજકોટ)થી લખે છે: મા ખોડલ ઉપરની શ્રદ્ધા અને પરચાની ટેક થકી દરેક કાર્ય વિના વિઘ્ને પાર પડી જાય છે. તેમની બંને દીકરીઓને સ્વતંત્ર મકાન થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલે પ્રાર્થના સ્વીકારતા બંને દીકરીઓને 'ઘરનું ઘર' થઈ ગયું. આઈ શ્રી ખોડલ તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.

શ્રી શિવાભાઈ કે. પ્રજાપતિ; દેદિયાસણા (જિ.મહેસાણા)થી લખે છે: વર્ષો પહેલાં તેમનાં ભાભીને ખભાનો અસહ્ય દુ:ખાવો થતા સર્જન ડૉક્ટરે રીપોર્ટ કરાવી પાંસળીનું હાડકું વધતું હોવાનું નિદાન કર્યું અને અમદાવાદથી સ્પેશ્યાલિસ્ટને બોલાવી બે પાંસળી કઢાવવાનું તથા ઓપેશનનો મોટો ખર્ચ થશે તેવું જણાવી હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું. ખર્ચાળ ઓપરેશન કરાવવાની તેમની સ્થિતી ન હતી. તેથી થોડું વિચારવા માટે ફરી ઘરે ગયા. દરમ્યાન અચાનક તેમને 'ખોડિયાર જ્યોત'માંના પરચા વાંચેલા તે યાદ આવ્યા. અને તેમની આસ્થા મા ખોડિયારમાં પરોવાઈ ગઈ. ભાભીને ઓપરેશન વિના સારું થઈ જાય તે માટે તેમણે પણ મા ખોડલનો પરચો માન્યો. ત્યાર બાદ તેમના ફેમિલી ડૉક્ટરની સલાહ લેતા તેમણે ઓપરેશનની જરૂર ન હોવાનું કહી ત્રણ માસની દવાનો કોર્ષ ચાલુ કરાવ્યો... ને ત્યારથી આજ સુધી તેમનાં ભાભીને કોઈ જ દુ:ખાવો કે તકલીફ થઈ નથી. આઈ શ્રી ખોડિયારે તેમને મોટી આફતમાંથી હેમખેમ બચાવી લીધા.

શ્રીમતિ સ્મિતાબેન ટાંક; જેતપુર (જિ. રાજકોટ)થી લખે છે: તેમની પુત્રીને ડિપ્લોમા એન્જિ.માં પ્રવેશ મળી જાય, બીજી પુત્રી ધો.10માં સારા ટકા મેળવી પાસ થાય તેમજ એક અગત્યના કાગળની ચિંતા દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલે તેમના બધા જ ધાર્યા કાર્યો સિધ્ધ કર્યા.

શ્રીમતિ નવિંતાબેન એ. સોલંકી; કલોલ (જિ. પંચમહાલ)થી લખે છે: પ્રેગનન્સી દરમ્યાન તેમણે આઈ શ્રી ખોડિયાર ઉપર આસ્થા રાખી આવનાર બાળક સુંદર, સ્વસ્થ અને ખોડ-ખાંપણ વિનાનું હોય તે માટે પ્રાર્થના કરી પરચો માન્યો હતો. આઈ શ્રી ખોડિયારે તેમની આ મહેચ્છા પૂર્ણ કરી. તેમને સ્વસ્થ, સુદંર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.

શ્રી બાબુભાઈ દ્વારકાદાસ; તિરૂનેલવેલી (તામિલનાડુ)થી લખે છે: આઈ શ્રી ખોડિયારે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. વિકટ પરિસ્થિતીમાં પણ મા ખોડલ નામ - સ્મરણ માત્રથી સહાયરૂપ બને છે. એક રાત્રે તેમને તાવ તથા ચીકનગુનીયાને કારણે પગ જકડાઈ જવા લાગ્યા. તે વેળા આરામ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમને તુરત જ આરામ થઈ ગયો અને ઊંઘ પણ આવી ગઈ. ત્યાર બાદ તબિયત પણ ધીરે ધીરે સારી થઈ ગઈ.

શ્રી કામીનીબેન પટેલ; હેટફીલ્ડ-પનામાથી લખે છે: તેમના માતુશ્રીને ગળામાં અને ડોકમાં ગૂમડા જેવું થયું હતું. તે દિવસે દિવસે મોટું થતું હતું. દવાથી ફેર ન પડતા ડૉક્ટરે બાયોપ્સી સહિતના ટેસ્ટ કરાવવાનું કહ્યું. બધા જ રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની દયાથી તેમના માતુશ્રીના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા. ત્યાર બાદ તેઓનું બી.પી. લો થઈ જવાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે વેળાએ પણ મા ખોડિયારને પ્રાર્થવાથી તેઓનું બી.પી. નોર્મલ થઈ ગયું અને તબિયત પણ સુધારા પર આવી ગઈ. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં અગણિત વંદન.

શ્રી નીલાબેન કે. પારેખ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલની કૃપાથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં ભાવપૂર્વક નમન.

શ્રી કામિનીબેન જી. પટેલ; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની જોબ છૂટી ગઈ હતી. બીજી જોબ માટે ઘણા પ્રયત્નો કર્યા પણ ક્યાંય મેળ ન પડ્યો. છેવટે, આ કાર્યમાં સફળતા મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલે મ્હેર કરતા તેમને બીજી જોબ ટુંક સમયમાં જ મળી ગઈ.

શ્રી બી. પટેલ; હેરો (યુ.કે.)થી લખે છે: તેમણે નવું મકાન લીધું ત્યારે તેમના પિતા અને ભાઈ વચ્ચે મનદુ:ખ સજાર્તા તેમના માતુશ્રી ચિંતામાં હતા. તેમને ડર હતો કે નવા મકાનમાં બાળકોના પિતા આ મકાનમાં નહીં જ આવે. આ બાબતે ચિંતા દૂર થાય અને પિતા - પુત્ર વચ્ચે મનમેળ થઈ બંને સંપીને ઘરમાં રહે તે માટે તેમના માતુશ્રીએ મા ખોડલનું સ્મરણ કરી પરચો માન્યો હતો. આઈ શ્રી ખોડિયારે કૃપા કરતા બંને વચ્ચે સુમેળ થઈ ગયો અને હવે નવા મકાનમાં સૌ સુખ-શાંતિથી રહે છે.

શ્રી મુકતાબેન વાજા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને યુરીનમાં ખૂબ જ તકલીફ થઈ ગઈ હતી. દવા ઘણી કરી. પણ દવા ચાલુ હોય ત્યાં સુધી સારું રહે, બંધ કરીએ એટલે ફરી એજ સ્થિતી થઈ જતી. આખરે, તેમણે મા ખોડલનું શરણું લીધું અને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમને બિલકુલ સારું થઈ ગયું. દવાઓ બંધ કરી હોવા છતાં કોઈ જ તકલીફ નથી. મા ખોડલના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions