
શ્રીમતિ શારદાબેન પી. પટેલ, અમદાવાદથી લખે છે; તેમની આર્થિક પરિસ્થિતી ખૂબ જ નબળી હતી. તેમજ એક જગ્યાએ નાણાં અટવાઈ ગયા હતા. નાણાંકીય મુશ્કેલી દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને હ્રદયપૂર્વક પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી તેમના ફસાયેલા નાણાં તુરત જ ઘર બેઠા મળી ગયા તેમજ વ્યાપાર - ધંધામાં પ્રગતિ થતા આર્થિક સંકડામણ પણ દૂર થઈ ગઈ. આ ઉપરાંત, માની દયાથી તેમનું ખોવાયેલું અગત્યનું બિલ મળી આવ્યું, બાળકોના પરિણામ પણ સારા આવ્યા અને તેમને આખા શરીરે ખંજવાળ આવવાની તકલીફ પણ દૂર થઈ. સંકટના સમયમાં સહાય કરનારા આઈ શ્રી ખોડિયારને અગણિત નમસ્કાર.
શ્રી રમણલાલ નાનાલાલ, ક્લોલ (જિ. ગાંધીનગર)થી લખે છે; તેમના મકાનનો દસ્તાવેજ ઘણાં સમયથી ખોવાઈ ગયો હતો. અનેક જગ્યાએ શોધવા છતાં તે ન મળ્યો. છેવટે, તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી દસ્તાવેજ મળી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલના ચમત્કારથી 24 કલાકમાં જ દસ્તાવેજ મળી આવ્યો.
શ્રી રેવાબેન જી. પરમાર, સરસાવ (જિ. મહેસાણા)થી લખે છે; તેમના ભાઈ - ભાભી વચ્ચે અણબનાવ રહેતો હતો. તે દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને વિનવ્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની પરમ કૃપાથી તેઓ બંન્ને વચ્ચે સુલેહ થઈ ગઈ. આ ઉપરાંત તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. પરંતુ માને પ્રાર્થના કરતા સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ. આઈ શ્રી ખોડલને પ્રણામ.
શ્રી કિશોરભાઈ જે. પટેલ, અમદાવાદથી લખે છે; યુ.કે. સ્થિત તેમની દીકરીને પ્રેગનન્સી દરમ્યાન પગમાં ખૂબ જ સોજા રહેતા હતા. તેને સોજા દુર થાય તેમજ તકલીફમાં રાહત થાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થના કરી પરચો માનતા તેને તદ્ન સારું થઈ ગયું. તેની ડીલેવરી પણ હેમખેમ પાર પડશે તેવી તેમને મા ઉપર શ્રદ્ધા છે. તેમના સસરાનું આંખનું ઓપરેશન માની દયાથી સફળતાપૂર્વક પાર પડ્યું. વધુમાં, તેમના પુત્રને ધો. 10માં સારા માર્કસ આવે તે માટે તેમનાં પત્નીએ માનેલ પરચો પણ ફળ્યો. તેમનો પુત્ર 89 ટકા મેળવી ઉત્તીર્ણ થયો.
શ્રીમતિ વસુબા કે. જેઠવા, ખંભરા (જિ. કચ્છ)થી લખે છે; તેમના મોટા દીકરાના લગ્નજીવનને ચાર વર્ષ થયા હોવા છતાં સંતાનસુખ ન હતું. તેના ઘરે પારણું બંધાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. આઈ શ્રી ખોડલની કૃપા વરસી. તેમના દીકરાને ઘરે પુત્રજન્મ થયો અને પરિવારમાં ખુશી છવાઈ ગઈ.
શ્રીમતિ રંજનબેન એ. પટેલ, ભુવેલ (જિ. આણંદ)થી લખે છે; તેમના અમેરીકા જવા માટેના પાસપોર્ટ પરમીટના પેપર્સ જલ્દીથી મળી જાય તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અસીમ કૃપાથી પાસપોર્ટ પેપર્સ તુરજ જ આવી ગયા. પરમ કૃપાળુ મા ખોડલના ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી શાંતિલાલ પી. પરમાર, પાળજ (જિ. આણંદ)થી લખે છે; તેમનાં પત્નીને ઘણાં સમયથી માથાનો સતત દુ:ખાવો રહેતો હતો. તેનું આ દર્દ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમનાં પત્નીનું માથાનું દર્દ દૂર થયું. દયાની દેવી મા ખોડિયારને અગણિત નમસ્કાર.
શ્રી નાનજીભાઈ પટેલ, કલકત્તા (પ. બંગાળ)થી લખે છે; તેમની દીકરીની સગાઈ સારી જગ્યાએ થાય તેમજ તેને મનપસંદ જીવનસાથી મળે તે માટે તેમણે તેમજ તેમના પુત્રવધૂએ મા ખોડલને અરજ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી તેમની દીકરીનું સગપણ મનપસંદ પાત્ર સાથે સારી જગ્યાએ થયું.
શ્રી સવિતાબેન એમ. પરમાર, દહેવાણ (જિ. આણંદ)થી લખે છે; તેમના ભાઈને સંતાન બાબતે ઘણું દુ:ખ હતું. તેનો એક પુત્ર અવસાન પામ્યો હતો. આઈ શ્રી 'ખોડિયાર જ્યોત'નું તેઓ નિયમિત વાંચન કરતા હોય તેમાંના પ્રગટ પરચામાંથી પ્રેરણા લઈ તેમણે પણ ભાઈને સંતાનસુખની પ્રાપ્તિ અર્થે મા ખોડિયારને વિનંતી કરી અને પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમના ભાઈ બે પુત્રો અને પુત્રી સાથે સુખી છે. માના આશીર્વાદથી તેમની પુત્રીના લગ્ન પણ આનંદથી સંપન્ન થયા.
શ્રી મનુભાઈ એસ. પટેલ, નિઝામાબાદ (આંધ્રપ્રદેશ)થી લખે છે; તેમનાં પત્ની તથા પુત્ર અચાનક બીમાર પડી જતા તેના સારા સ્વાસ્થ્યની કામના અર્થે તેમજ પુત્ર ધો. 12 પાસ થઈ પી.ટી.સી.માં એડમીશન મેળવે તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમના પત્ની - પુત્રની તબિયત સારી થઈ ગઈ અને પુત્રને પી.ટી.સી.માં એડમીશન પણ મળી ગયું.
શ્રી જયાબેન જે. પટેલ, ગોંડલ (જિ. રાજકોટ)થી લખે છે; તેમના ઉપર થયેલ કોર્ટ કેસમાં ચૂકાદો તેમની તરફેણમાં આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલના આશીર્વાદથી ચુકાદો તેમની તરફેણમાં આવ્યો. આઈ શ્રી ખોડલના પાવન ચરણોમાં વારંવાર વંદન.
શ્રી ખીમજીભાઈ કે. આહિર, મોટા વડીયા (જિ. જામનગર)થી લખે છે; તેમનો દીકરો ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો. તેમજ તેમની પુત્રવધૂ પણ પિયરે જતા રહ્યા હતા. બંને ઘરે સુખરૂપ પાછા ફરે તે માટે તેમણે આઈ શ્રી ખોડલનું શરણું લઈ પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમનો દીકરો હેમખેમ ઘરે આવી ગયો અને પુત્રવધૂ પણ સુખરૂપ આવી ગયા. દયાના સાગર મા ખોડલને ભાવભરી વંદના.
શ્રીમતિ જાગૃતિબેન એન. પટેલ, ત્રાજ (જિ.ખેડા)થી લખે છે; તેમની દીકરીના ધો. 10માં પેપર્સ નબળા ગયા હતા. તે સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડિયારના શુભાશિષથી તેમની પુત્રી બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉતીર્ણ થઈ તેમજ બીજા સંતાનો પણ સારા ટકાએ પાસ થયા. મા ખોડલે તેમની અનેક મુશ્કેલીઓ દૂર કરી છે.
શ્રીમતિ ઉષાબેન એચ. મહેતા, ઘાટકોપર (મુંબઈ)થી લખે છે; તેમના પુત્ર પુત્રવધૂ વચ્ચે બે મહિનાથી અણબનાવ રહેતો હતો. અનેક સમજાવટ છતાં પરિણામ શૂન્ય હતું. છેવટે, થાકીને તેમણે મા ખોડલનું શરણું લીધું અને બંને વચ્ચે સુખદ સમાધાન થઈ જાય તે માટે પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારના આશિષથી સૌ સારાંવાનાં થયા. ખરેખર, મા ખોડિયાર હાજરાહજુર છે.
શ્રી દશરથભાઈ એમ. વાઘેલા, સાસ્તાપુર (જિ. ખેડા)થી લખે છે; તેમને યુરીનમાં લોહી પડતું હતું. આ તકલીફમાંથી સારું થાય તે માટે તેમણે મા ખોડિયારને સ્મર્યા અને પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની અમી કૃપાથી તેમને તુરત જ સારું થઈ ગયું.
શ્રીમતિ વિજ્યાબેન એચ. ખૂંટ, અમરેલીથી લખે છે; તેમની નાની દીકરી. બી.એડ.માં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થાય તેમજ મોટી દીકરીને પુત્રરત્નની પ્રાપ્તિ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની બંને મનોકામના પૂર્ણ કરી. બીજું, તેમની તબિયત સારી રહેતી ન હતી. પરંતુ માના પરચાના પ્રતાપે તેમને તંદુરસ્તી મળી.
શ્રીમતિ શિલાબા એચ. ગોહિલ, પાંચવડા (જિ. ભાવનગર)થી લખે છે; તેમની દીકરી ચિ. કુમકુમબા શાળામાં એડમીશન મેળવ્યા પછી જતી જ નહિ. અનેક પ્રયત્નો કરવા છતાં તે શાળાએ જવા તૈયાર જ ન હતી. છેવટે, તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને તેમની દીકરી નિયમિત રીતે રાજીખુશીથી શાળાએ જતી થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલના આશીર્વાદથી ચિ. કુમકુમબા બીજા જ દિવસથી રાજીખુશીથી શાળાએ જતી થઈ ગઈ.
શ્રી હિતેશભાઈ વી. ખીમશીયા, ભીવંડી (જિ. થાણા)થી લખે છે; તેમના બંને સંતાનો ખોરાક લેવામાં ખૂબ જ હેરાન કરતા હતા. બંને વ્યવસ્થિત રીતે ખોરાક લેતા થઈ જાય તે માટે તેમણે મા ખોડલને વિનંતી કરી અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમના બંને સંતાનો વ્યવસ્થિત ખોરાક લેતા થઈ ગયા. મા ખોડલના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રી અસ્મિતાબેન એ. પટેલ, સુરતથી લખે છે; તેમની તબિયત અવાર-નવાર બગડી જતી હતી. દવાઓથી ખાસ રાહત થતી ન હતી. આથી તેમણે દયાના સાગર મા ખોડિયારનું શરણું લીધું અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલે તેમની પ્રાર્થના સ્વીકારી. તેમને અઠવાડિયામાં જ બિલકુલ સારું થઈ ગયું. મા ખોડલે તેમની અનેક ઈચ્છાઓ પૂર્ણ કરી છે.
શ્રી નયનાબેન બી. દોઢિયા, ભીવંડી (જિ. થાણા)થી લખે છે; તેમના ભાઈ અને બનેવી જે દુકાન ભાડેથી ચલાવતા હતા તે શેઠને વેચવાની હતી. આ દુકાન તેમના ભાઈને જ ખરીદવી હતી પણ તેમના જ બીજા સગાએ વચ્ચે પડી વધુ ભાવની ઓફર કરતા દુકાન હાથમાંથી જતી રહે તેવી સ્થિતી સજાર્ઈ હતી. આ બાબતે તેમણે મા ખોડલને હ્રદયપૂર્વક પ્રાર્થ્યા અને પરચો માન્યો... ને ખરેખર, માની કૃપા વરસી તે દુકાન તેમના ભાઈ અને બનેવીને જ મળી ગઈ. ખરેખર, મા ખોડલ તેના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.
શ્રી જગદીશભાઈ રાઠોડ, અડવાળ (જિ. અમદાવાદ)થી લખે છે; તેમને પગમાં સતત દુ:ખાવો રહેતો હતો. તેમના સ્વજન શ્રીમતિ જયાબેન રાઠોડને પણ ખભ્ભા અને પગમાં દર્દ રહેતું હતું. બંનેએ પોતાના શારીરિક દર્દ દુર થાય તે માટે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની દયાથી બંનેના દર્દ દૂર થયા. આઈ શ્રી ખોડિયારને વારંવાર વંદન.
શ્રી હરેશભાઈ બી. લાલવાણી, વણાંકબોરી થર્મલ પાવન સ્ટેશન (જિ. ખેડા)થી લખે છે; આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અટલ શ્રદ્ધા છે. માની કૃપાથી તેમના કાર્યો પાર પડ્યા છે. તેમના પ્રમોશન પછીનું કન્ફર્મેશન અટકાવવાના પ્રયત્નો થયા હતા. પરંતુ મા ખોડલ વ્હારે આવતા, પછીથી જે તે તારીખથી જ તે અમલમાં આવ્યું. બીજું, તેમનાં પત્નીને અસહ્ય એસીડીટી થઈ ગઈ હતી. માની દયાથી તેનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું. ખરેખર, મા ખોડલની કૃપા અપરંપાર છે.
શ્રી જયંતિલાલ જી. પ્રજાપતિ, ભરૂચથી લખે છે; તેમની દીકરી ચિ. ચાર્મી ઘણાં જ સમયથી ખૂબ જ બીમાર રહેતી હતી. દવાઓથી કોઈ જ ફેર પડતો ન હતો. આથી તેમણે મા ખોડલનું સ્મરણ કર્યું અને દીકરીની બીમારી દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમની દીકરીની બધી જ બીમારીઓ દૂર થઈ અને તે હસતી - રમતી થઈ ગઈ. બીજું, તેને માથામાં પણ ખૂબ જ ખંજવાળ આવતી હતી. દવાઓ બિનઅસરકારક નીવડતી હતી. તેથી દવાઓ બંધ કરી અને મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમને નવો ઉપાય મળ્યો. અને તે ઉપચારથી તેમની દીકરીના માથાની ખંજવાળ ત્રણ જ દિવસમાં સદંતર દૂર થઈ ગઈ.
શ્રીમતિ ઉર્વિશાબેન એમ. કોઠારી, રાજકોટથી લખે છે; તેમનો પુત્ર ધો. 10ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉતીર્ણ થાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના શુભાશિષથી તેમનો દીકરો સારા ટકા મેળવી ઉતીર્ણ થયો. આઈ શ્રી ખોડિયારને ભાવભર્યા નમન.
શ્રી વાસંતીબેન પટેલ, મોરબી (જિ. રાજકોટ)થી લખે છે; મા ખોડિયાર ઉપર તેમને અખૂટ શ્રદ્ધા છે. માની કૃપાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ છે અને બધાં જ કાર્યો સફળતાપૂર્વક પાર પડ્યા છે. હાજરાહજૂર પરચો પૂરનારા મા ખોડિયારના ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રી સરોજબેન પંડ્યા, ગાંધીનગરથી લખે છે; 'આઈ ખોડિયાર જ્યોત' તેઓ નિયમિત વાંચે છે. તેમાં પ્રસિદ્ધ થતા પરચા પ્રેરણારૂપ છે. તેમને કમ્મરમાં દુ:ખાવો થતો હતો. ઘણી દવાઓ કરાવવા છતાં રાહત થતી ન હતી. ત્યાર બાદ પગમાં પણ દર્દ શરૂ થયું. બંને પીડા મટી જાય તે માટે તેમણે પણ મા ખોડલને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો... ને તેમના આશ્્્ચર્ય વચ્ચે તેમનો ક્મ્મર તથા પગનો દુ:ખાવો થોડા જ સમયમાં સંપૂર્ણપણે દૂર થયો.
શ્રીમતિ હંસાબેન એન. પટેલ, અમદાવાદથી લખે છે; લંડન સ્થિત તેમના પુત્રની સાથે ફોન દ્વારા વાતચીત કરવા માટે ઘણી મહેનત કરી પણ ફોન લાગતો જ ન હતો. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરી પરચો માન્તા એક જ કલાકની અંદર તેમના પુત્રનો સામેથી ફોન આવ્યો. આમ, ખોડેલે તેમની ઈચ્છા પૂર્ણ કરી.
શ્રી અનસુયાબેન મુકેશભાઈ, ગાંધીધામ (જિ. કચ્છ)થી લખે છે; તેમને માથામાં અસહ્ય સબાકા આવતા હતા. માથાનું દર્દ શમી જાય તે માટે તેમણે મા ખોડલને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની દયાથી તેમના માથાનું દર્દ ધીમે ધીમે ઓછું થઈ ગયું અને બે દિવસમાં બિલકુલ સારું થઈ ગયું. બીજું, તેમના પડોશી શ્રી સંગીતાબેનનું સેલ્સટેક્ષ નંબરનું કાર્ય પણ ઘણા સમયથી અટક્યું હતું. પરંતુ માને અરજ કરતા આ કાર્ય પંદર દિવસમાં જ પાર પડ્યું.
શ્રી ચંપકભાઈ સી. કાનાણી, રતનપર (જિ. સુરેન્દ્રનગર)થી લખે છે; તેમના જીવનમાં ઘણા જ ઉતાર - ચઢાવ આવ્યા. પણ દરેક સમયે મા ખોડલે તેમની રક્ષા કરી છે. જીવનમાં સદાય દુ:ખની છાયા રહેતી હતી. તેમની સગાઈ થયા પછી બંને વચ્ચે ખટરાગ રહેતો. નોકરી પણ મેળવવાની હતી. જીવનમાં કૌટુંબિક, સામાજિક તથા આર્થિક રીતે શાંતિ મળે અને સાથે સારી નોકરી પણ મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને વિનવ્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલના આશીર્વાદથી તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ અને કાર્યસફળતા મળી.
શ્રી દિપીકાબેન એસ. વાળંદ, ઝાંઝરવા (જિ. અમદાવાદ)થી લખે છે; મા ખોડલે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. માના આશીર્વાદથી તેઓ ધો. 12માં અને પી.ટી.સી.માં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયા. તેમના દાદા ને લોહી પડતું હતું. તે પણ મા ખોડલે મટાડ્યું. માના કૃપા આશિષથી તેમનું સગપણ સારી જગ્યાએ થયું. આ ઉપરાંત, તેમના સ્નેહી શ્રી ચેતનાબેનની દીકરીનું સગપણ પણ માની કૃપાથી સારા પરિવારમાં થયું. આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ વંદન.
શ્રી પુરૂષોત્તમભાઈ પટેલ, કલકત્તા (પં. બંગાળ)થી લખે છે; તેમની જમીન સારી કિંમતે વેચાઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો હતો. મા ખોડિયારની અપાર કૃપાથી તેમની જમીન સારી કિંમતે વેચાઈ ગઈ.
શ્રી જગદીશભાઈ બી. પટેલ, અમદાવાદથી લખે છે; તેમણે ફ્લેટ લેવા માટે રૂા. અગિયાર લાખ બિલ્ડર પાસે જમા કરાવ્યા હતા. પણ પાછળથી ફ્લેટ કેન્સલ કરાવતા આ રકમ પરત કરવા અંગે બિલ્ડરે લાંબી મુદત નાંખી, તેમને પૈસાની જરૂર હતી. આથી તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લીધું અને પૂરેપૂરાં નાણાં સમયસર પરત મળી જાય તે માટે પરચો માન્યો. માની કૃપાથી તેમના નાણાં સમયસર પરત મળી ગયા. બીજું, તેમનો ભાણો ચાર મહિનાનો હતો ત્યારે વારંવાર ખૂબ જ રડતો હતો. દવાઓથી ફેર પડતો ન હતો. પરંતુ મા ખોડલનો પરચો માનતા તે વારંવાર અકારણ રડતો બંધ થઈ ગયો અને તેનું આરોગ્ય સારું થઈ ગયું.
શ્રી હસમુખભાઈ એમ. રાઠવા, છોટા ઉદેપુર (જિ. વડોદરા)થી લખે છે; તેમની મોટી દીકરીને પી.ટી.સી. કોલેજમાં એડમીશન મળ્યા બાદ રહેવા માટે હોસ્ટેલની સગવડ થતી ન હતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે મા ખોડલને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની દયાથી તેમની દીકરીને ટુંક સમયમાં જ હોસ્ટેલની વ્યવસ્થા થઈ ગઈ.
શ્રી ઉદેસિંહ એફ. ડાભી, છીપીયાલ (તા. કઠલાલ)થી લખે છે; તેમનો પુત્ર ચિ. રમેશ તથા પુત્રી ચિ. ગીતાના લગ્નનો પ્રસંગ નિર્વિઘ્ને આનંદ - મંગલથી પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડિયારના શુભાશિર્વાદથી ભાઈ - બહેન બંનેના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. આ ઉપરાંત, માની દયાથી તેમના મકાન આગળ એક રૂમ પણ બની ગયો. મા ખોડલના પાવન ચરણોમાં લાખ લાખ વંદન.
શ્રીમતિ હીરલબેન એ. ભુવા, ભાવનગરથી લખે છે; તેમના માતૃશ્રી તથા નાની બહેનને પગના તળિયે ખૂબ જ ચીરા પડતા અને દર્દ પણ થતું. તેની તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણપૂર્વક પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની અમીમય નજરથી તેમના બંને સ્વજનને પગમાં પડેલ ચીરા મટી ગયા. મુશ્કેલીના સમયમાં મા ખોડિયાર નામ - સ્મરણ માત્રથી સહાયરૂપ બને છે.
શ્રીમતિ કાન્તાબેન જે. મીસ્ત્રી, મરોલી બજાર (જિ. નવસારી)થી લખે છે; તેમના જન્મનું પ્રમાણપત્ર મેળવવામાં છેલ્લા એક વર્ષથી વિલંબ થતો હતો. એક દિવસ કાર્ય સફળતા માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો, ને કચેરીમાં ગયા. તો તે જ દિવસે જન્મનું પ્રમાણપત્ર વિના વિઘ્ને મળી ગયું. બીજું, તેમના પતિએ કાનનું ઓપરેશન કરાવ્યા છતાં બે-ચાર માસ બાદ ફરીથી રસી નીકળતા ત્યારે પણ મા ખોડલને પ્રાર્થના કરી. માની દયાથી તેઓને દવા વગર સારું થઈ ગયું. વધુમાં, તેમની પુત્રીએ કાર્યસિદ્ધિ અર્થે માનેલ મા ખોડલનો પરચો પણ ફળ્યો.
શ્રી મધુબેન ડી. જાની, મહુવા બંદર (જિ. ભાવનગર)થી લખે છે; મા ખોડલ ઉપરની અટલ શ્રદ્ધા વિશ્વાસને કારણે તેમના સર્વે કાર્યો પાર પડ્યા છે. માના પરચાના પ્રતાપે તેમના નાનાભાઈના ઘરે પુત્રરત્નનો જન્મ થયો. માની કૃપાથી તેઓના પરિવારમાં ખુશીની લ્હેર છવાઈ ગઈ.
શ્રી અલ્કાબેન એ. પંચોલી, સુરતથી લખે છે; તેમના ઘરમાં છેલ્લા છ માસથી માંદગી તેમજ અન્ય મુસીબતો આવતી હતી. શું કરવું ન કરવું? કાંઈ સૂઝતું ન હતું. છેવટે, તેમણે આઈ શ્રી ખોડલનો આશરો લીધો ને સૌ સારાંવાનાં થાય તે માટે પરચો માન્યો. મા ખોડિયારે તેમની પ્રાર્થના સ્વીકારી. તેમના ઘરમાં સૌ સારાંવાનાં થયા.
શ્રી બિન્દુબેન ગોસ્વામી, વાંકાનેર (જિ. સાબરકાંઠા)થી લખે છે; તેમને આખા શરીરે ફોલ્લીઓ નીકળી હતી અને ખંજવાળ આવતી હતી. અનેક ઉપચારો કરવા છતાં કોઈ જ ફેર પડતો ન હતો. તેમના પુત્ર ચિ. સાગરને પણ તાવ ઊતરતો ન હતો. બંનેની શારીરિક તકલીફો દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેઓ માતા - પુત્ર બંનેને બિલકુલ સારું થઈ ગયું.
શ્રી આશાબેન આર. ગોસ્વામી, વાંકાનેર (જિ. સાબરકાંઠા)થી લખે છે; તેમને નોકરી મળી જાય તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડિયારના કૃપા આશિષથી તેમને સારી નોકરી મળી ગઈ. બીજું, તેમની દીકરી ચિ. સીમરનને ઝાડા - ઉલ્ટી થતા દવાઓથી આરામ થતો ન હતો. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરતા તેની તબિયત બિલકુલ સારી થઈ ગઈ.
શ્રી હંસાબેન ગોસ્વામી, વાંકાનેર (જિ. સાબરકાંઠા)થી લખે છે; તેમના ઘર આંગણે લીમડાનું ઝાડ છે. બાળકોએ ત્યાં કચરો ભેગો કરી અગ્નિ પ્રગટાવતા જ્વાળાઓ ધીરે ધીરે લીમડાના મુખમાં દાખલ થઈ ગઈ અને લીમડો સળગવા લાગ્યો. આવા સમયે તેમણે મા ખોડિયારને યાદ કરી પરચો માની આગ ઓલવવાના પ્રયત્નો કર્યા અને માની દયાથી થોડા પાણીથી જ આગ ઓલવાઈ ગઈ અને લીમડો બચી ગયો. બાદમાં થોડા સમય પછી ઝાડના મુખમાં લીમડાના ચાર નવા છોડ ઊગી નીકળ્યા છે ને મા ખોડલનો ચમત્કાર....!
શ્રીમતિ હીનાબેન આર. પટેલ, વિજાપુર (જિ. પંચમહાલ)થી લખે છે; તેમની પ્રથમ પ્રેગનન્સી દરમ્યાન તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પુત્રરત્નની પ્રાપ્તિ અર્થે તેમજ નોર્મલ ડીલેવરી થાય તે માટે પરચો માન્યો. મા ખોડિયારે તેમની અરજ સ્વીકારી. તેમને નોર્મલ ડીલેવરીથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આઈ શ્રી ખોડિયારના પુનિત ચરણોમાં ભાવભરી વંદના...
શ્રીમતિ વસુબેન એમ. ઓગાયતા, મલાવી ( )થી લખે છે; તેમનો પૌત્ર ચિ. પ્રણવ શારીરિક રીતે કમજોર હોવાથી અભ્યાસમાં પણ નબળો હતો. ખાવા પીવામાં પણ ખૂબ જ ધાંધિયા કરતો. તેની શારીરિક સુખાકારી માટે તેમજ અભ્યાસમાં પણ ધ્યાન દઈને ભણે તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો માન્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમનો પૌત્ર વ્યવસ્થિત ખોરાક લેતો થઈ ગયો. તેનું સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું અને હવે અભ્યાસમાં પણ બરાબર ધ્યાન આપે છે.
શ્રીમતિ શાંતાબેન આર. પટેલ, ટેક્સાસ (યુ.એસ.એ.)થી લખે છે; તેમના પુત્રની શારીરિક તથા માનસિક તકલીફ દૂર થાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની દયાથી તેમના પુત્રને સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના ચરણાર્વિંદમાં લાખો પ્રણામ.
શ્રીમતિ પુષ્પાબેન એમ. પટેલ, વેસ્ટ મીડલેન્ડસ (યુ.કે.)થી લખે છે; તેમના પુત્રને ધંધામાં ખોટ આવી હતી. તેમજ એક કોર્ટ કેસ અંગે પણ ચિંતા સતાવતી હતી. આ બંને બાબતે વધું સમુંનમું પાર ઊતરે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણ લઈ પરચો માન્યો. મા ખોડલની કૃપાથી બધી રીતે સુપેરે પાર પડ્યું. આ ઉપરાંત, માની દયાથી તેમના પતિનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. તેમજ તેમની અને તેમના પુત્રની બીમારી પણ દૂર થઈ.
શ્રીમતિ ઉષાબેન સી. જોષી, લંડન (યુ.કે.)થી લખે છે; તેમના પતિને ઘણાં સમયથી પગમાં સખત દુ:ખાવો રહેતો હતો. ડૉકટરે ગોઠણનું ઓપરેશન કરાવવાનું કહેતા તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પતિના ગોઠણનું ઓપરેશન સફળ થાય તે માટે પરચો માન્યો. મા ખોડિયારની દયા દ્રષ્ટિથી ઓપરેશન સફળ થતા તેમના પતિને પગમાં સારું થઈ ગયું.
શ્રીમતિ મમતાબેન એમ. વ્યાસ, બારકીંગ એસેક્સ (યુ.કે.)થી લખે છે; તેમના પુત્રને પડી જવાથી પગનું હાડકું ભાંગી ગયું હતું. તેનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમના પુત્રનું પગનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. તેમનું માથાનું દર્દ પણ મા ખોડલે મટાડ્યું. હાજરાહજૂર દેવી આઈ શ્રી ખોડિયારના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ મીનાક્ષીબેન એસ. બ્રહ્મભટ્ટ, બોડેલી (જિ. વડોદરા)થી લખે છે; તેમને લંડનની ફ્લાઈટ પકડવા માટે બોડેલીથી અમદાવાદ જવાનું હતું. પરંતુ તે દિવસે કુદરતી વાવઝોડું ફ્યાન ત્રાટકવાની આશંકાએ મુશ્કેલી સજાર્ય તેવી સંભાવના હતી. અમદાવાદ પહોંચી સમયસર ફલાઈટ પકડી શકાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દિવ્ય કૃપાથી તોફાન ગુજરાત પર ન આવતા અન્ય સ્થળે ફંટાઈ ગયું. અને તેઓ સુખરૂપ અમદાવાદ પહોંચી, સમયસર ફલાઈટ પકડી નિર્વિઘ્ને લંડન પહોંચી ગયા.
શ્રીમતિ મનુબા એલ. ગોહિલ, બોડેલી (જિ. વડોદરા)થી લખે છે; તેમના એકના એક દીકરાને ઘૂંટણની તકલીફ હતી. દવાની સાથે તેમણે મા ખોડલને પણ પ્રાર્થ્યા અને પુત્રને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. આઈ શ્રી ખોડલની દયાદ્રષ્ટિથી તેમના પુત્રની ઘૂંટણની તકલીફ દૂર થઈ. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી નટુભાઈ પી. પટેલ, નવાગામ (જિ. ખેડા)થી લખે છે. તેમની બંને પુત્રવધૂ લંડનમાં વસે છે. બંનેને ત્યાં સારી જોબ મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી તેમની બંને પુત્રવધૂને લંડનમાં સારી જોબ મળી ગઈ. ખરેખર, મા ખોડિયાર હાજરાહજૂર છે.
શ્રી મધુકરભાઈ વસાણી, બોરીવલી (મુંબઈ)થી લખે છે; એક રાત્રે અચાનક તેમને હ્રદયમાં તકલીફ થતા હોસ્પિટલમાં ગયા. જ્યાં હ્રદયને જોડતી નસમાં બ્લોકેજ હોવાનો રીપોર્ટ આવ્યો. બાદમાં એન્જ્યોગ્રાફી, જરૂર પડ્યે એન્જ્યોપ્લાસ્ટી અથવા વધુ તકલીફ હોય તો બાયપાસ ઓપરેશન કરાવવાની સલાહ મળી. આવા સમયે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને મોટી તકલીફમાંથી ઉગારવા પ્રાર્થના કરી પરચો માન્યો. ત્યારબાદ એન્જયોગ્રાફી કરાવી. જેમાં બે નસમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું. માની દયાથી એન્જ્યોપ્લાસ્ટી સારવારથી તેમને સારું થઈ ગયું. બાયપાસમાંથી ઊગરી ગયા.
શ્રી કાનજીભાઈ બી. પાઘડલ, અમદાવાદથી લખે છે; આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અનન્ય શ્રદ્ધા છે. માને પ્રાર્થના કરવાથી તેમના ધાર્યા કાર્યો સફળ થયા છે. તેમના પરિવારજનો ઉપર પણ માની કૃપા સદા વરસતી રહી છે. આઈ શ્રી ખોડલના નામ - સ્મરણ માત્રથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શાંતિ મળે છે.
શ્રી રૂચિ રવિ મંગળદાસ, લેમિંગ્ટન રોડ (મુંબઈ)થી લખે છે; તેમના દીકરાને તાવ આવતો હોવાથી તેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમના દીકરાને બિલકુલ સારું થઈ ગયું. મા ખોડલે તેમના નાના મોટા અનેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
શ્રી સરોજબેન વી. ચૌહાણ, ભુરાવાવ (જિ. પંચમહાલ)થી લખે છે; નોકરી માટેનો ઈન્ટરવ્યૂ આપવા જતી વેળાએ તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને સફળતા મળે તે માટે પરચો માન્યો. આઈ શ્રી ખોડલે કૃપા કરી. ઈન્ટરવ્યૂમાં પાસ થયા અને નોકરી પણ મળી ગઈ. મા ખોડલના પાવન ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી દેવરામભાઈ પટેલ, રાણાઘાટ (પ.બંગાળ)થી લખે છે; દિવાળી પર તેમણે લીધેલો નવો ડીજીટલ કેમેરો ખોવાઈ ગયો. ઘણું શોધવા છતાં ક્યાંયથી ન મળ્યો. છેવટે, થાકીને તેમણે આઈ શ્રી ખોડલનું સ્મરણ કર્યું અને કેમેરો મળી આવે તે માટે પરચો માન્યો. મા ખોડલના ચમત્કારથી ઘરના સામાનમાંથી જ કેમેરો મળી આવ્યો.
શ્રીમતિ પિનલબેન પી. પટેલ, કરચીયા (જિ. વડોદરા)થી લખે છે; તેમના પતિનો એક્સ-રે રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડિયારની દયાથી તેમના પતિનો રીપોર્ટ નોર્મલ આવ્યો. ઉપરાંત, તેમના સ્નેહી શ્રી કોકિલાબેન પટેલની ભાણીના પુત્રની તબિયત સારી થઈ જાય તે માટે તેઓએ મા ખોડલને કરેલ પ્રાર્થના પણ ફળી.
શ્રી કાનજીભાઈ એ. જાદવ, વાળંદાપુરા (જિ. આણંદ)થી લખે છે; તેમની ભેંસ બે દિવસથી આપમેળે ઊભી થઈ શકતી ન હતી. તેને ટેકો આપવો પડતો. તેની આ તકલીફ દૂર થાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની કૃપા થકી ભેંસ હવે ટેકા વગર આપમેળે ઊભી થાય છે. મા ખોડલ તો અબોલ પશુઓ પર પણ દયાદ્રષ્ટિ રાખે છે.
શ્રી જગદીશભાઈ બી. માલવિયા, નેત્રંગ (જિ. ભરૂચ)થી લખે છે; તેમના ભાભીને મગજની બીમારી હતી. અનેક દવાઓ કરાવવા છતાં સારું થતું ન હતું. પરંતુ મા ખોડલને હ્રદયપૂર્વક પ્રાર્થી પરચો માનતા તેમના ભાભીની માનસિક બીમારી દૂર થઈ. હાજરાહજુર દેવી મા ખોડિયારના પાવન ચરણોમાં શત્ કોટિ પ્રણામ.
શ્રી પુષ્પાબેન પી. સદાફલ, ઉમલ્લા (જિ. ભરૂચ)થી લખે છે; તેમના લગ્નનો પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલના આશીર્વાદ તેમના પર ઊતર્યા. તેમના લગ્નનો પ્રસંગ આનંદ-મંગલથી સંપન્ન થયો. પરમ કૃપાળુ મા ખોડિયારને વારંવાર વંદન.