Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Khodiyar Jyot Parcha
Parcha for Khodiyar Jyot February – 2011    << Back to Archive Home


શ્રીમતિ ઉષાબેન મહેતા; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: તેમના પુત્ર - પુત્રવધૂ વચ્ચે અવારનવાર ઝઘડો થતો. બંને વચ્ચેના આ ઝઘડાનો અંત આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી આ બાબતે શાંતિ થઈ ગઈ. બીજું, અમરનાથની યાત્રા દરમ્યાન તેમનો પુત્ર ફસાઈ ગયો હતો. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરવાથી તે સહીસલામત ઘરે આવી ગયો. તેમને પગમાં થયેલ ઈજા પણ મા ખોડલે મટાડી. દયાના દેવી આઈ શ્રી ખોડિયારને વારંવાર નમન.

શ્રીમતિ ભારતીબેન શાસ્ત્રી; અમદાવાદથી લખે છે: તેમની પુત્રવધૂએ વિદેશ જવા માટેની આઈ.ઈ.એલ.ટી.એસ.ની પરીક્ષા આપી હતી. તેમાં તે સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. આ ખોડલના આશીર્વાદથી તેમની પુત્રવધૂ સારા માર્કસથી પાસ થઈ.

શ્રી પ્રીતિબેન આર. પટેલ; વનોડા (જિ.ખેડા)થી લખે છે: તેમનું સગપણ સારી જગ્યાએ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તેમનું સગપણ સારી જગ્યાએ થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રી કિશનસિંહ આર. પઢિયાર; ધનાવસી (જિ.આણંદ)થી લખે છે: તેમની ભેંસ ત્રણ વર્ષથી વિયાણ થતી નહોતી. આ માટે તેમણે આઈ શ્રી ખોડિયારને હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ફળી. તેમના સ્નેહી શ્રી અશ્વિનભાઈની ભેંસની બીમારી પણ મા ખોડલે દૂર કરી. આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ પ્રણામ.

શ્રી હરેશભાઈ એમ. કાવઠિયા; નવા ઉજળા (જિ. અમરેલી)થી લખે છે: તેમના ભાઈ-ભાભી વચ્ચે અવારનવાર કલેશ થતા ઘરનું વાતાવરણ ડહોળાયેલું રહેતું. બંને વચ્ચેનો અણબનાવ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની કૃપાથી બંને વચ્ચે શાંતિથી સમાધાન થઈ ગયું.

શ્રી રાજુભાઈ ટી. પંચાલ; અમદાવાદથી લખે છે: તેમને કમ્મરમાં અને બંને ઢીંચણમાં દુ:ખાવો રહેતો હતો. જેથી કામકાજ કરવામાં ખૂબ જ તકલીફ પડતી. આ પીડા દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડિયારની દયા દ્રષ્ટિથી તેમનો કમ્મરનો અને ઢીંચણનો દુ:ખાવો દૂર થયો તેમજ હવે કામકાજ પણ સરળતાથી થઈ શકે છે.

શ્રી ભાવનાબેન વી. પ્રજાપતિ; કુંવારદ (જિ.પાટણ)થી લખે છે: તેમને ચહેરા પર ખૂબ જ ખીલ થયા હતા. દવાઓ કરવા છતાં કોઈ ફેર પડતો ન હતો. પરંતુ આ બાબતે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચાની ટેક રાખતા ખીલ દૂર થઈ ગયા. મા ખોડિયારે તેમના ધાર્યા કાર્યો પાર પાડ્યા છે અને ઘરની દરેક મુશ્કેલી દૂર કરી છે.

શ્રીમતિ ગીતાબેન એમ. તન્ના; વાઈ (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમને પગની એડીમાં દુ:ખાવો રહેતો હતો. તેમજ જમાઈનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું ન હતું. તેઓ બંનેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની કૃપાદ્રષ્ટિથી બંનેને સારું થઈ ગયું. આ ઉપરાંત, તેમના ભાઈની મસાની તકલીફ માની કૃપાથી ઓપરેશન વિના દૂર થઈ.

શ્રીમતિ દેહીબેન ડી. ચૌહાણ; સાયન (મુંબઈ)થી લખે છે: તેમની બંને દીકરીના સંસારમાં થોડો અણબનાવ થતાં બંને પીયર આવી હતી. બંનેના ઘરમાં મનદુ:ખ દૂર થાય અને સાસરે જતી રહે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલની કૃપાથી બંનેના મનનું સમાધાન થઈ ગયું અને સાસરે જતી રહી. માના આશીર્વાદથી બંને દીકરીઓ સુખી છે. આ ઉપરાંત મા ખોડલની દયાથી તેમના પતિ અને દીકરાની બીમારી દૂર થઈ.

શ્રી ભાવનાબેન ડી. નાગોરી; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: તેમની પર એક મુશ્કેલી આવી પડી હતી. તે દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લીધું અને પરચો માન્યો. મા ખોડિયારની પરમ કૃપાથી તેમની મુશ્કેલી દૂર થઈ. આઈ શ્રી ખોડલના ચરણોમાં ભાવપૂર્વક નમન.
શ્રી ધર્મિષ્ઠાબેન વી. પટેલ; અમદાવાદથી લખે છે: તેમને પગમાં દુ:ખાવો થતો હતો. સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમના પગની પીડા દૂર થઈ. પરમ કૃપાળુ મા ખોડલને શત્ શત્ વંદન.

શ્રી રમણભાઈ એસ. પટેલ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની દીકરીના નવા મકાનનું વાસ્તુપૂજન નિર્વિઘ્ને થઈ જાય અને ત્યાં જવા માટે તેમને ટ્રેનની ટીકીટ મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો માન્યો હતો. મા ખોડલની અપાર કૃપાથી તેમને ટ્રેનની ટીકીટ મળી ગઈ અને વાસ્તુપૂજનનો પ્રસંગ પણ આનંદથી સંપન્ન કરી અહીં હેમખેમ આવી ગયા. માની કૃપાથી તેમની બીજી દીકરીના નણંદ-નણદોઈ તેમજ બાળકોને અમેરિકાના વિઝા મળી ગયા. બીજું, તેમની પુત્રવધૂને અચાનક લોહી ઘટી ગયું. માને પ્રાર્થના કરવાથી તેની સારવાર પણ હેમખેમ થઈ ગઈ. તેમના પરિવારના દરેક સભ્યોની નાની-મોટી બીમારી મા ખોડલે દૂર કરી છે.

શ્રી બચુભાઈ પી. નાયક; પરબડી (જિ.અમદાવાદ)થી લખે છે: તેમને જીભમાં મોટું ચાંદુ પડ્યું હતું. તે મટી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયાથી તેમને વગર દવાએ સારું થઈ ગયું.

શ્રી કાશીરામ કે. શાસ્ત્રી; પાટણ (જિ. મહેસાણા)થી લખે છે: મા ખોડિયારના નામ-સ્મરણ માત્રથી તેમના સર્વે કાર્યો સિધ્ધ થઈ જાય છે. તેમના ત્રણેય દીકરાઓને સરકારી નોકરી મળે તેવી પ્રાર્થના તેમણે મા ખોડલને કરી પરચો માન્યો હતો. મા ખોડલના શુભાશિર્વાદથી તેમના બે દીકરાઓને સરકારી નોકરી મળી. તેમજ એક દીકરાના લગ્ન પણ સુખરૂપ પાર પડ્યા.

શ્રી મણીભાઈ એન. પટેલ; રાજપુર (જિ.ખેડા)થી લખે છે: તેમનું એક અગત્યનું કાર્ય અટવાયું હતું. તે પાર પાડવાનો કોઈ માર્ગ સૂઝતો ન હતો. છેવટે, આ બાબતે તેમણે મા ખોડલને સ્મર્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની અસીમ કૃપાથી તેમનું કાર્ય ટૂંકા સમયગાળામાં જ સરળતાથી પાર પડી ગયું.

શ્રી કિરીટભાઈ એસ. પટેલ; અમદાવાદથી લખે છે: તેમનાં પત્નીને ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અપાર દયાથી ઓપરેશન હેમખેમ પાર પડ્યું. આ ઉપરાંત, મા ખોડલના કૃપા આશિષથી તેમની દીકરી ધો.10ની પરીક્ષામાં ખૂબ જ સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થઈ.

શ્રીમતિ કાંતાબેન જે. મિસ્ત્રી; મરોલી બજાર (જિ. નવસારી)થી લખે છે: તેમની પુત્રીના મકાનનું કામ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેમજ તેમના પતિને કાન અને અંગૂઠાની તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અપાર કૃપાથી તેમના પતિને સારું થઈ ગયું અને પુત્રીના મકાનનું કામ પણ નિર્વિઘ્ને પૂર્ણ થયું. મા ખોડલે તેમના નાના-મોટા અનેક કાર્યો સિધ્ધ કર્યા છે.

શ્રીમતિ હસુબેન આર. મીસ્ત્રી; કોસંબા (જિ. સુરત)થી લખે છે: તેમની દોહિત્રીનું સગપણ ધારેલી જગ્યાએ નક્કી થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડિયારે મ્હેર કરતા તેમની દોહિત્રીનું સગપણ ધારેલી જગ્યાએ યોગ્ય પાત્ર સાથે થયું.

શ્રીમતિ હીરાબેન એચ. ચૌધરી; મહેસાણાથી લખે છે: તેમની દીકરી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. તે દરમ્યાન હોસ્ટેલનું વાતાવરણ તંગ રહેતું હોવાથી દીકરીની રક્ષા કાજે તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલે તેમની દીકરીની રક્ષા કરી. તેમના પડોશીને લાંબા સમયથી કિડનીની બીમારી હતી. તેમના પતિને પણ ચક્કર આવવા સાથે ઉલ્ટીઓ થવાની તકલીફ હતી. બંનેના સારા સ્વાસ્થ્ય માટે મા ખોડલને અરજ કરતા ટૂંક સમયમાં જ તેઓને સારું થઈ ગયું.

શ્રી ચંપાબેન સોમાભાઈ; ડેમલી (જિ. પંચમહાલ)થી લખે છે: તેમના ભાઈને પગમાં તકલીફ હોવાથી બિલકુલ ચાલી શકતા ન હતા. તેઓની આ તકલીફ દૂર થઈ, ચાલતા થઈ જાય તે માટે તેમણે મા ખોડિયારનું શરણું લઈ પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. આઈ શ્રી ખોડિયારની અમી દ્રષ્ટિથી ભાઈની પગની તકલીફ દૂર થઈ અને પહેલાંની જેમ જ તેઓ ચાલતા થઈ ગયા.

શ્રી હંસાબેન ડી. સેજપાલ; પાર્લા (મુંબઈ)થી લખે છે: તેમનો ભાઈ સ્કુટર પરથી પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેનું બોલવા-ચાલવાનું મંદ પડી ગયું હતું. લગભગ બંધ જેવું થઈ ગયું હતું. તેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લીધું અને પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમના ભાઈને ધીરે ધીરે સારું થવા લાગ્યું છે. સમયાંતરે તેને બિલકુલ સારું થઈ જશે તેમજ દિયરને પણ સારું થઈ જશે તેવી તેમને મા ખોડિયાર ઉપર દ્રઢ શ્રદ્ધા છે.

શ્રી બુધાભાઈ એમ. પ્રજાપતિ; પલાણા (જિ.ખેડા)થી લખે છે: તેઓ નજીકના ગામે જઈ રહ્યા હતા ત્યારે થેલીમાંથી રેશનીંગ કાર્ડ તથા ગેસ કનેકશનનાં અગત્યના કાગળ રસ્તામાં પડી ગયા. ઘણું શોધવા છતાં તે ન મળ્યા. છેવટે, તેમણે આ કાર્ય મા ખોડિયારને સોંપ્યું અને પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી 12 જ દિવસમાં એક દૂરના ગામના સજ્જન તેમના ઘરે આવીને બધા જ અગત્યના કાગળો આપી ગયા. ખરેખર, મા ખોડલે હાજરાહજૂર પરચો પૂર્યો.

શ્રી કાળુભાઈ બી. બારીઆ; ખાંડા (જિ. પંચમહાલ)થી લખે છે: તેમની દીકરી બીમાર રહેતી હતી. અનેક ઉપચારો કરાવવા છતાં તેની બીમારીનો અંત આવતો ન હતો. ઘરના સૌ ચિંતામાં હતા. એવામાં એકાએક મા ખોડિયારનું સ્મરણ થયું અને માને આર્તહૃદયે પ્રાર્થના કરી. દીકરીની બીમારી દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમની દીકરી બીમારીમાંથી મુક્ત થઈ. આ ઉપરાંત, આઈ શ્રી ખોડિયારના શુભાશિષથી તેમના ભત્રીજાના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થયા.

શ્રીમતિ ચંદનબેન બી. પટેલ; આમળા (જિ. વડોદરા)થી લખે છે: તેમની જમીન વેચાતી ન હતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો. મા ખોડલની અપાર કૃપાથી જમીન સારી કિંમતે વેચાઈ ગઈ. આ ઉપરાંત, મા ખોડલના પરચાની ટેકના પ્રતાપે તેમનાં પુત્રનો લગ્ન પ્રસંગ આનંદમંગલથી પાર પડ્યો.

શ્રીમતિ કાંતાબેન જે. મોઢા; પોરબંદરથી લખે છે: તેમના પૌત્ર-પૌત્રી પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. માના કૃપા આશિષથી બંને બાળકો ઊંચી ટકાવારી મેળવી પાસ થયા. પરમ કૃપાળુ આઈ શ્રી ખોડિયારના ચરણોમાં ભાવપૂર્વક નમન.

શ્રી વૈશાલીબેન આર. ત્રિવેદી; અમદાવાદથી લખે છે: તેમના માતુશ્રીનું મંગલસૂત્ર ખોવાઈ ગયું હતું. ઘણું શોધ્યા પછી તે ન મળતાં તેમણે મા ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની પરમ કૃપાથી તેમના માતુશ્રીનું મંગલસુત્ર મળી આવ્યું. મા ખોડલે તેમને દરેક કાર્યમાં સફળતા અપાવી છે.

શ્રી રમીલાબેન જે. ઘેડિયા; ઘોઘલા (દીવ)થી લખે છે: મા ખોડિયાર ઉપરના શ્રદ્ધા-ભક્તિભાવ થકી તેમના બધા જ કાર્યો સફળ થાય છે. છેલ્લા એક વર્ષથી તેમના પગમાં ખરજવું થયું હતું. તે મટી જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો... ને માની દયાદ્રષ્ટિ થતાં અઠવાડિયામાં જ ખરજવું દવા વગર મટી ગયું. તેમના ખોવાઈ ગયેલા દાગીના પણ મા ખોડિયારની કૃપાથી મળી આવ્યા. તે ઉપરાંત, એક પ્રવાસ દરમ્યાન બસમાં ભુલાઈ ગયેલી તેમની સૂટકેસ પણ હેમખેમ મળી આવી.

શ્રીમતિ હંસાબેન ડી. પટેલ; સુરતથી લખે છે. તેમના પુત્રને યુરીનની તકલીફ હોવાથી ડૉક્ટરે ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. આ સમયે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પુત્રને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમના પુત્રને સારું થઈ ગયું. બીજું, માના આશીર્વાદથી તેમના પતિને વ્યાપાર-ધંધામાં બરકત થઈ.

શ્રી જોરાવરસિંહ કે. વાઘેલા; અમદાવાદથી લખે છે: તેમના મામા અચાનક બીમાર થઈ જતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે સમયે તેના ગામમાંથી ખબરઅંતર પૂછવા આવતા સંબંધીઓનું કહેવું હતું કે, મામા ભાણાનું કામ વધુ કરતા હોવાથી બીમાર પડ્યા છે. આવું સાંભળીને તેમને ઘણું દુ:ખ થયું. તુરત જ તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને મામા સ્વસ્થ થઈ વતન પરત ફરે તે માટે પરચો માન્યો. મા ખોડિયારની અમીમય નજરથી તેમના મામા થોડા સમયમાં જ બિલકુલ સ્વસ્થ થઈ વતન પરત ફર્યા અને આ રીતે તેમના માથે લાગેલી કાળીટીલી દૂર થઈ. બીજું, તેમને પણ છાતીમાં દુ:ખાવો થતા ડૉક્ટરે હાર્ટ એટેકની શંકા દર્શાવી રીપોર્ટ કરાવવાનું કહ્યું. આ વેળાએ પણ મા ખોડલનું સ્મરણ કરી પરચો માનતા રીપોર્ટ નોર્મલ આવ્યા.

શ્રીમતિ પરિતાબેન ભાવિન; પાંઢુરના (મધ્યપ્રદેશ)થી લખે છે: તેમનું સોનાનું મંગલસૂત્ર ખોવાઈ ગયું હતું. તે મળી આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કર્યા અને પરચો માન્યો. આ ખોડલની અસીમ કૃપાથી મંગલસૂત્ર બે જ દિવસમાં તેમના ઘરમાંથી જ મળી આવ્યું.

શ્રી બી. એન. પટેલ; અમદાવાદથી લખે છે: તેમને પાણી પ્રશ્ને એક વ્યક્તિ સાથે ઝઘડો થતા ખોટી હેરાનગતિ થાય તેમ હતી. આ બાબતે આગળ કોઈ કાર્યવાહી ન થાય અને ખોટી હેરાનગતિ ન થાય તેમજ આ પ્રશ્ન શાંતિથી ઉકલી જાય અને પાણીની સમસ્યા ન રહે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. પાણી પ્રશ્નનું શાંતિથી નિરાકરણ થઈ ગયું. આ ઉપરાંત, ઘણી વખત નાદુરસ્ત તબિયત હોય ત્યારે મા ખોડલની દયા અને દવાથી બિલકુલ સારું થઈ જાય છે.

શ્રી ફકીરભાઈ બી. પટેલ; કુશલી (જિ. વડોદરા)થી લખે છે: મા ખોડલ ઉપરની અનન્ય શ્રદ્ધા થકી તેમનું બાયપાસનું ઓપરેશન સફળ થયું. પરંતુ પાંચ માસ બાદ ફરીથી ત્યાં દુ:ખાવો થતા સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને સ્મરી પરચો માન્યો હતો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમનું દર્દ દૂર થયું.

શ્રીમતિ નિર્મળાબેન એન. પટેલ; પલસાણા (જિ. સુરત)થી લખે છે: તાજેતરમાં યોજાયેલ તાલુકા - જિલ્લા - પંચાયતની ચૂંટણીમાં તેમના વિભાગમાં ભાજપ દ્વારા પસંદગી પામેલ ઉમેદવાર વિજયી બને તે માટે તેમણે આઈ શ્રી ખોડલ પાસે આશીર્વાદ માંગી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. માની મહેરથી તેમની ઈચ્છા મુજબ ભાજપના ઉમેદવાર વિજયી બન્યા.

શ્રી લખમણભાઈ આર. સોંદરવા; ખડાધાર (જિ.અમરેલી)થી લખે છે: તેમના પત્નીની બીમારી દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમના પત્નીની બીમારી દૂર થઈ. મા ખોડલના ચરણોમાં શત્ શત્ પ્રણામ.

શ્રી ભગાભાઈ બી. પ્રજાપતિ; દેવરાસણ (જિ. મહેસાણા)થી લખે છે: તેમના જમણા પગમાં ચાર-પાંચ વર્ષથી નસની તકલીફ હતી. ઘણી દવાઓ લીધી પણ કોઈ જ ફેર ન પડ્યો. છેવટે, ઓપરેશન કરાવવાનું નક્કી થયું. ઓપરેશન સફળ થાય અને ત્યાર પછી કોઈ તકલીફ ન રહે તે માટે તેમણે મા ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા ખોડિયારની અપાર દયાથી તેમને ખૂબ જ સારું થઈ ગયું અને હવે ચાલવામાં પણ તકલીફ પડતી નથી. મા ખોડલના નામ સ્મરણ માત્રથી કાર્યો સિધ્ધ થાય છે અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

શ્રી પારૂલબેન જે. પારેખ; નડિયાદથી લખે છે: લગ્નજીવનના ચાર વર્ષ બાદ જ તેમના પતિનું બીમારીમાં અવસાન થયું. તેમને એક પુત્ર છે. આવા કપરા સંજોગોમાં તેઓ તેમના પિયરે જતા રહ્યા. જ્યાં સૌને તેમના જીવનની ચિંતા રહેતી. તેઓ આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. ત્યાંના એક વર્કર બહેને તેમને પુન:લગ્ન બાબતે મા ખોડલનું શરણું લેવા કહ્યું. તે મુજબ તેમણે માનું શરણ લઈ યોગ્ય જીવનસાથી મળે તે માટે પરચો માન્યો. મા ખોડલે તેમનો પોકાર સાંભળ્યો. યોગ્ય જીવનસાથી સાથે તેમના પુન:લગ્ન થયા. અને તેમનું જીવન સુખમય વીતે છે. બીજું, તેમના માતૃશ્રીએ તેમના મામાને મોટી રકમ ઉધાર આપી હતી. જે પરત મળતી ન હતી. પરંતુ માતૃશ્રીએ પણ આ બાબતે મા ખોડલનો પરચો માનતા થોડા થોડા પૈસા મળતા થયા છે.

શ્રી પંકજભાઈ ડી. પટેલ; સુરતથી લખે છે: તેઓ પતિ-પત્ની બંને આઈ શ્રી ખોડિયાર ઉપર અતૂટ આસ્થા ધરાવે છે. માએ તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ કરી છે. માના આશીર્વાદથી તેમની મોટી પુત્રી એન્જીનીયર - એમ.બી.એ. થઈ ગઈ. સારી સામાજિક - આર્થિક સ્થિતી, દીકરીની સારી શૈક્ષણિક કારકિર્દી હોવા છતાં તેના સગપણ માટેના ઉત્તમ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા. ફરી મા ખોડલનું શરણું લીધું અને આ બાબતે પરચો માન્યો. મા ખોડલે તેમની ટહેલ સાંભળી. તેમની દીકરીને મનપસંદ જીવનસાથી મળ્યો. તેમના ઘરની બિલકુલ નજીક, એન્જીનીયર અને નોકરી પણ સીંગાપુરમાં. મા ખોડિયાર તેના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.

શ્રી મનીષભાઈ કે. પટેલ; ઝાંખરીયા (જિ. આણંદ)થી લખે છે: તેમની ભેંસ દૂધ દેતી ન હતી. તે દૂધ દેતી થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયાથી તેમની ભેંસ બીજા દિવસથી જ દૂધ દેતી થઈ ગઈ. માના આશીર્વાદથી તેમની ખેતીવાડી પણ સારી છે અને પરિવારમાં પણ સુખ-શાંતિ છે.

શ્રીમતિ લલિતાબેન પટેલ; સેવાલીયા (જિ.ખેડા)થી લખે છે: તેમની પુત્રવધૂને પુત્રપ્રાપ્તિ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અસીમ કૃપાથી તેમની પુત્રવધૂને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.

શ્રી ગુગાભાઈ દેવીપૂજક; બારડોલી (જિ.સુરત)થી લખે છે: તેમની પુત્રીના સગપણમાં વિલંબ થતો હતો. એક વખત 'ખોડિયાર જ્યોત' પુસ્તિકા તેમને મળી. તેમાંના પરચા વાંચી તેમને પણ પ્રેરણા થઈ અને દીકરીનું સગપણ વ્હેલી તકે થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલના આશિષથી દીકરીનું સગપણ સારી જગ્યાએ થઈ ગયું અને ટુંક સમયમાં લગ્ન પણ થઈ ગયા. હાલ તે સાસરિયામાં ખૂબ સુખી છે.

શ્રી પ્રવિણભાઈ એન. પંચાલ; વડોદરાથી લખે છે: તેમને પેટમાં અસહ્ય દુ:ખાવો રહેતો હતો. આ દર્દ શમી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને વિનંતી કરી પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમના પેટનું દર્દ દૂર થયું. દયાના દેવી મા ખોડિયારના ચરણોમાં વંદન.

શ્રીમતિ શારદાબેન એમ. વાટલીયા; ધોળકા (જિ.અમદાવાદ)થી લખે છે: તેમના પતિની બંને આંખોના મોતિયાનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમના પતિની આંખોનું મોતીયાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. આ ઉપરાંત, માની દયાથી તેમને પણ માથાના દુ:ખાવામાં રાહત થઈ ગઈ.

શ્રી વિષ્ણુભાઈ ડી. બ્રહ્મભટ્ટ; ફાંગણી (જિ. આણંદ)થી લખે છે: તેમના પુત્રએ ધો.12ની અને પુત્રીએ ધો.10ની પરીક્ષા આપી હતી. બંને સંતાનો બોર્ડની આ પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયાર પાસે આશીર્વાદ માંગી પરચો માન્યો હતો. મા ખોડલની કૃપાથી બંને સંતાનો ર્ફસ્ટ કલાસ પાસ થયા. તેમજ પુત્રને ગવર્મેન્ટ એન્જિ. કોલેજમાં એડમીશન પણ મળી ગયું.

શ્રીમતિ દિવ્યાબેન કે. બ્રહ્મભટ્ટ; નડિયાદ (જિ.ખેડા)થી લખે છે: તેમના નણંદના સગપણમાં વિલંબ થતો હતો. આ શુભ કાર્ય પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અરજ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના શુભાશિષથી તેમના નણંદનું સગપણ - લગ્ન ટૂંક સમયમાં જ સારી જગ્યાએ થઈ ગયું. બીજું, મા ખોડલને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમના પતિને સારી કંપનીમાં ઊંચા પગારવાળી નોકરી મળી. તેમજ તેમની ખોવાયેલી પી.પી.એફ.ની પાસબુક પણ મળી આવી.

શ્રી રસીલાબેન વી. અઘેરા; રાજકોટથી લખે છે: તેમના પગમાં સખત દુ:ખાવો થતો હતો. દવાઓથી બિલકુલ રાહત થતી ન હતી. 'ખોડિયાર જ્યોત'માંના પરચા વાંચી તેમને પણ પ્રેરણા મળી. પગનું દર્દ દૂર થાય તે માટે તેમણે પણ આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલે દયા દ્રષ્ટિ કરતા તેમને પગની પીડામાં ઘણી જ રાહત થઈ ગઈ.

શ્રી ધીરજલાલ એમ. પ્રજાપતિ; રાજકોટથી લખે છે: તેમને હરસ - મસાની તકલીફમાંથી સારું થઈ જાય તે માટે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલની કૃપાથી તેમને બિલકુલ સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારને શત્ શત્ પ્રણામ.

શ્રી રાજુભાઈ બી. પ્રજાપતિ; અમદાવાદથી લખે છે: તેમનો સમગ્ર પરિવાર આઈ શ્રી ખોડિયાર ઉપર અનન્ય શ્રદ્ધા - ભક્તિભાવ ધરાવે છે. મા ખોડલે તેમના જીવનમાં સુખ-શાંતિ આપ્યા છે. વ્યાપાર-ધંધો, ઘર, સંતાન બધી બાબતનું સુખ છે. માના આશીર્વાદથી તેમના પુત્રોનો અભ્યાસ પણ વ્યવસ્થિત ચાલી રહ્યો છે. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં વારંવાર પ્રણામ.

શ્રી હંસાબેન વી. શાહ; અમદાવાદથી લખે છે: તેમની બહેનને અચાનક કોઈ એવું કામકાજ આવી પડ્યું કે જેનાથી તેને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે તેમ હતી. તેમની બહેન આ તકલીફમાંથી હેમખેમ ઉગરી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલની અપાર કૃપાથી તેમની બહેન હેમખેમ ઉગરી ગઈ અને તેનું કામ પણ થઈ ગયું. આ હિતથાય તેમના અનેક કાર્યો મા ખોડલે સફળતાપૂર્વક પાર પાડ્યા છે.

શ્રી સરોજબેન આર. જોશી; ઈન્દોર (મધ્યપ્રદેશ)થી લખે છે: તેઓ નાના ફ્લેટમાં રહેતા હતા. મોટો ફ્લેટ લેવાની ઈચ્છા ઘણાં સમયથી હતી પણ નાણાકીય સગવડના અભાવે આ કાર્ય અટકતું હતું. આ બાબતે મા ખોડિયારને અરજ કરી પરચો છપાવવાની ટેક રાખતા તેમને તે જ બિલ્ડીંગમાં મોટો મનપસંદ ફ્લેટ મળી ગયો. તેમજ દુકાન પણ મળી ગઈ. બીજું, તેમના પતિને હાર્ટ-એટેક આવ્યો હતો. ત્યારે પણ માને પ્રાર્થના કરવાથી તેઓને સારું થઈ ગયું.

શ્રીમતિ લક્ષ્મીબેન એ. મકવાણા; નડિયાદ (જિ.ખેડા)થી લખે છે: તેમનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે. તેને ડીગ્રી મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલની મહેરથી તેમનો દીકરો પરીક્ષામાં પાસ થયો અને ડીગ્રી મળી ગઈ. આઈ શ્રી ખોડિયારની કૃપા તેમના પર વરસી તેમ સૌ પર વરસો તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.

શ્રી શાંતિબેન ડી. પરમાર; આદિપુર (જિ.કચ્છ)થી લખે છે: તેમના પતિને ત્રણ વર્ષથી ભગંદર રોગ લાગુ પડ્યો હતો. કચ્છના તમામ ડૉક્ટરોની સારવાર કરાવી પણ સ્હેજ ફેર પડ્યો નહિ. ત્યાર બાદ એક ડૉક્ટરે આ માટેના બે ઓપરેશન કરાવવાનું કહ્યું પરંતુ તેમાં પણ રોગ મટવાની શક્યતા ઓછી હતી. ને વળી, 60 થી 70 હજારનો ખર્ચ થાય તેમ હતો. આથી તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લીધું અને તેમના પતિને ભગંદર રોગમાંથી સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમના પતિને સારું થઈ ગયું.

શ્રી વિજયભાઈ એલ. પરમાર; અમદાવાદથી લખે છે: તેમના પિતાશ્રીના પગનું ઓપરેશન તકલીફ વિના થઈ જાય અને ટાંકા પાકે નહિ તે માટે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો હતો. મા ખોડલની દયાથી પિતાશ્રીના પગનું ઓપરેશન સફળ થયું અને ધીમે ધીમે સારું પણ થઈ ગયું.

શ્રી ધીરજલાલ એમ. સનુરા; રાજકોટથી લખે છે: તેમના નાના ભાઈને દિવાળી વખતે ફટાકડા ફોડતા હાથમાં જ ફટાકડો ફુટી જતા 3 આંગળી ખુબ જ દાઝી ગઈ હતી. તેમના ભાઈને સારું થઈ જાય તે માટે તેમણે પૂ. મા ખોડિયારને મનોમન યાદ કરી માનતા રાખી. પૂ. માની અસીમ કૃપાથી 15 દિવસમાં તેમના ભાઈના હાથની આંગળીઓ એકદમ સારી થઈ ગઈ. મા ખોડલના ચરણોમાં વારંવાર વંદન.

શ્રી મંજુલાબેન ડી. બારોટ; ચેલા (જિ.જામનગર)થી લખે છે: તેમની પૌત્રીના લગ્ન વિનાવિઘ્ને થઈ જાય તેમજ તેમના બંન્ને પુત્રની તબીયત તેમજ પુત્રવધૂની તબિયત સારી રહે તે માટે તેમણે પૂ.મા ખોડિયારને હૃદયપૂર્વક પ્રાર્થના કરી ટેક રાખી. પૂ.મા ખોડલની અપાર દયાથી તેમની પૌત્રીના લગ્ન સારી રીતે નિર્વિઘ્ને થઈ ગયા અને તેમના કુટુંબના બધા વ્યક્તિની તબીયત પણ પૂ.માની દયાથી સારી રહે છે. ખરેખર, પૂ.માની લીલા અપરંપાર છે.

શ્રી કુંદનબેન એમ. રૂપારેલ; મોટી વેરાવળ (જિ. જામનગર)થી લખે છે: તેમના કાનમાં જીવડું ઘુસી ગયું હતું. તે જીવડું નીકળી જાય તે માટે તેમણે પૂ. મા ખોડીયારની માનતા રાખી. પૂ.માની કૃપાથી થોડા જ દિવસો જીવડું તેની જાતે નીકળી ગયું. ઉપરાંત, તેમની પુત્રીને પૂ.માની દયાથી હોસ્ટેલમાં જ એમ.કોમ. એકસ્ટર્નલનું એડમીશન મળી ગયું.

શ્રી મનુભાઈ શનાભાઈ પટેલ; નિઝામાબાદથી લખે છે: તેમનો પુત્ર તથા પુત્રી પી.ટી.સી. અને ધોરણ-10માં સારા ટકાએ પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.મા ખોડિયારની માનતા રાખી. પૂ. માની અસીમકૃપાથી તેમનો પુત્ર તથા પુત્રી બન્ને સારા ટકાએ પાસ થઈ ગયા.

શ્રીમતિ ઈલાબેન પટેલ; શિકાગો (યુ.એસ.એ.)થી લખે છે: તેમનું પર્સ અને મંગલસૂત્ર ઘરમાં જ ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતા ન હતા. પરંતુ આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કરતા બંને વસ્તુ તુરત જ મળી આવી. માની દયાથી તેમને પગની પીડામાં પણ રાહત થઈ ગઈ.

શ્રી પાયલબેન પંડ્યા; ફ્લોરીડા (યુ.એસ.એ.)થી લખે છે: તેમની એક સહેલીના પતિનું ઓપરેશન ખૂબ જ મુશ્કેલ હતું. તે સફળતાપૂર્વક પાર પડે તે માટે તેમણે તેમજ તેમની સહેલી શ્રી અંગનાબહેન પટેલે (પોતાના પતિ માટે) આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલની અમી કૃપાથી સહેલીના પતિનું મુશ્કેલ ઓપરેશન સફળ થયું અને હવે તેનું સ્વાસ્થ્ય પણ સારું છે. આઈ શ્રી ખોડિયારને ભાવપૂર્વક વંદન.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions