
શ્રી નીલમબેન ખાંટ; સુરતથી લખે છે: તેમને ફોલ્લી થઈ તેમાં ખૂબ જ ખંજવાળ આવતી અને દુ:ખાવો પણ થતો. સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને યાદ કર્યા અને પરચો માન્યો. મા ખોડિયારની અમીમય નજરથી તેમને ફોલ્લી બે જ દિવસમાં દવા વગર મટી ગઈ. બીજું, તેમની જરૂરી ડાયરી ખોવાઈ ગઈ હતી. ઘણું શોધવા છતાં ન મળી. પણ મા ખોડલના પરચાના પ્રતાપે બીજે જ દિવસે ડાયરી મળી ગઈ.
શ્રી જીવનભાઈ એન. વેગડ; રાણાવાવ (જિ. પોરબંદર)થી લખે છે: તેમના ઘરે ઉજવાયેલ ધાર્મિક ઉત્સવની વિડિયો કેસેટ તેમણે તેમની પુત્રીને વિદેશ (કેન્યા) પોસ્ટ મારફત મોકલાવેલ. જે તેને સહીસલામત મળી જાય તે માટે તેમણે મા ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલની કૃપાથી કેસેટ સહીસલામત કેન્યા પહોંચી ગઈ. બીજું, તેમની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત રહેતી હતી. પણ માને પ્રાર્થના કરવાથી તેમને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ. માના આશીર્વાદથી તેમના બંને પુત્રો વ્યાપાર- ધંધામાં સેટ થઈ ગયા.
શ્રીમતિ ભાવનાબેન પટેલ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: મા ખોડલે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. માના આશીર્વાદથી તેમનો મોટો પુત્ર ધો. 12ની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયો અને તેને પૂનામાં એડમીશન મળી ગયું, નાનો પુત્ર પણ ધો. 10માં ઉચ્ચ ક્રમાંકે પાસ થયો. તેમના ભાઈની દુકાનમાં વ્યાપાર- ધંધો સારો ચાલે તે માટે મા ખોડલને કરેલ પ્રાર્થના પણ ફળી. તેમની બહેનની ખોવાયેલી સોનાની બુટ્ટી મા ખોડલનું સ્મરણ કરવાથી મળી આવી. આઈ શ્રી ખોડિયારે તેમના દરેક કાર્યો પાર પાડ્યા છે.
શ્રીમતિ ઈન્દિરાબેન કે. પટેલ; નડિયાદ (જિ. ખેડા)થી લખે છે: તેમનો પુત્ર અમેરીકા ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો. તેણે માસ્ટર ડીગ્રી મેળવી તો લીધી, પરંતુ ડીસે. 09 સુધીમાં તેને તેના ફીલ્ડમાં જોબ ન મળે તો ભારત પરત આવવું પડે તેવી સ્થિતી હતી. જેને કારણે સૌ પરિવારજનો ખૂબ જ ચિંતાતુર રહેતા. એવામાં મા ખોડિયારનું સ્મરણ થયું અને પુત્રને ડીસેમ્બર મહિના પહેલા જોબ મળી જાય તે માટે પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડિયારના આશીર્વાદથી તેમના પુત્રને નિર્ધારીત સમયની અંદર જોબ મળી ગઈ. ખરેખર, માની કૃપા અપરંપાર છે.
શ્રીમતિ અમીતાબેન પટેલ; ડભાણ (જિ. ખેડા)થી લખે છે: તેમના પતિને હ્રદયરોગના હુમલાના કારણે મગજની નસ 70 ટકા બ્લોકેજ થવાથી લોહી ઓછું પહોંચતું હતું. યાદશક્તિ ઘટી ગઈ હતી. તેઓનું ઓપરેશન કરાવવાનું હોવાથી સૌ ચિંતિત હતા. તેમણે આઈ શ્રી ખોડિયારને આર્તહ્રદયે પ્રાર્થના કરી અને પરિસ્થિતી સંભાળી લેવા વિનવ્યા... માએ ખરેખર પરચો પૂર્યો. તેમના પતિને ઓપરેશન થિયેટરમાં લઈને પરત મોકલી આપ્યા. ડૉક્ટરે 30 ટકા જ બ્લોકેજ હોવાનું અને ઓપરેશનની જરૂર નહિ હોવાનું જણાવ્યું. માની દયાથી તેઓને તુરત જ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. આઈ શ્રી ખોડલની કૃપાથી સૌ સારાંવાનાં થયા. માના ચરણોમાં લાખ લાખ પ્રણામ.
શ્રીમતિ લલિતાબેન આર. ચાવડા; બાકરોલ કોલોની (જિ. આણંદ)થી લખે છે: તેમને તેમના શ્વસુરપક્ષેથી થોડી તકલીફ હતી. મનદુ:ખને કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. તેમનું દામ્પત્ય જીવન અતૂટ રહે તે માટે તેમણે મા ખોડલનું શરણું સ્વીકાર્યું અને માને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી. આઈ શ્રી ખોડલે તેમની વિનંતી સ્વીકારી. માની દયાથી તેમનું દામ્પત્ય જીવન તૂટતું બચી ગયું. હાલ તેઓ તેમના સંતાનો સાથે સુખી છે. માની કૃપાથી તેઓએ જુદું મકાન પણ ખરીદી લીધું છે. માના ચરણોમાં અગણિત નમસ્કાર.
શ્રી કોકિલાબેન એલ. પારેખ; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: મા ખોડલ ઉપર તેમને અખૂટ શ્રદ્ધા છે. માને યાદ કરવાથી તેમની નાની-મોટી અનેક મુશ્કેલીઓ દૂર થઈ છે. એક વખત તેઓ બહારગામ યાત્રા કરવા ગયા હતા. જ્યાં તેમના રૂા. 6000 ભરેલી થેલી ગુમ થઈ ગઈ. ઘણું શોધ્યું પણ થેલી ન મળતા તેઓ મુંઝાઈ ગયા. છેવટે, મા ખોડલનું સ્મરણ કર્યું અને પૈસાની થેલી મળી જાય તે માટે પરચો માન્યો. ....ને બીજે જ દિવસે સવારે થેલી તેમની બેગમાં કોઈ મૂકી ગયું. મા ખોડલનો આ ચમત્કાર જોઈ તેમની આંખો હર્ષાશ્રુથી ભરાઈ આવી.
શ્રીમતિ ભાવિતાબેન ડી. પટેલ; ગોરવા (જિ. વડોદરા)થી લખે છે: તેમના પુત્રને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હતા. તેને સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. માની દયા દ્રષ્ટિથી તેમના પુત્રની તબિયત સારી થઈ ગઈ. બીજું, મા ખોડલના પરચાના પ્રતાપે તેમની મનોકામના પણ પૂર્ણ થઈ.
શ્રી અંકિતાબેન આર. પટેલ; ગોરવા (જિ. વડોદરા)થી લખે છે: તેમના માતૃશ્રીનું મણકાનું ઓપરેશન સફળ થાય તેમજ તેમના નણંદને નોર્મલ ડીલેવરી થાય તે માટે તેમણે મા ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની કૃપાથી તેમના માતૃશ્રીનું મણકાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને તેઓ હરતા - ફરતા પણ થઈ ગયા. તેમજ તેમના નણંદને નોર્મલ ડીલેવરી થઈ અને પુત્રપ્રાપ્તિ થઈ. મા ખોડલે તેમની મનોકામના પણ પૂર્ણ કરી.
શ્રી શક્તિદાન જે. ગઢવી; વલ્લભીપુર (જિ. ભાવનગર)થી લખે છે: તેમના દીકરાને પડી જવાથી માથામાં ઈજા થતા ડૉક્ટરે સીટી સ્કેન કરાવવાનું કહ્યું તેમજ તેને ઉલ્ટી પણ થતી હતી. તેનો રીપોર્ટ નોર્મલ આવે તેમજ ઉલ્ટી બંધ થઈ જાય તે માટે તેમણે આઈશ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની અમીમય નજરથી તેમના પુત્રનો સીટી સ્કેનમાં રીપોર્ટ નોર્મલ આવ્યો અને ઉલ્ટી પણ બંધ થઈ ગઈ. મા ખોડલે તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ કરી છે.
શ્રીમતિ ઉષાબેન કે. પટેલ; અમદાવાદથી લખે છે: યુ.કે. સ્થિત તેમની પુત્રીને પ્રથમ ખોળે જ પુત્ર રત્નની પ્રાપ્તિ થાય તેમજ ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો હતો. માની દયાથી તેમની પુત્રીને સ્વસ્થ, સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અને ડીલેવરી પણ હેમખેમ પાર પડી.
શ્રી રામજીભાઈ જે. બામણીયા; વણાંકબારા (દીવ)થી લખે છે: તેમની દીકરીને શ્વાસની તકલીફ હતી. તેને સારૂં થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અમી કૃપાથી તેમની દીકરીને શ્વાસની તકલીફમાંથી સારું થઈ ગયું. મા ખોડિયારને વારંવાર વંદન.
શ્રીમતિ પ્રભાબેન એચ. ભટ્ટ; અમદાવાદથી લખે છે: તેમની બંન્ને દીકરીઓએ કોલેજના પ્રથમ વર્ષની અને બીજા વર્ષની પરીક્ષા આપી હતી. બંને સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થના કરી પરચો માન્યો. મા ખોડલના શુભાશિષથી તેમની બંને દીકરીઓ સારા ટકા મેળવી પાસ થઈ. આઈ શ્રી ખોડિયારે તેમના પરિવાર ઉપર અનેક વાર કૃપા વરસાવી છે. દયાના સાગર મા ખોડલને શત્ કોટિ પ્રણામ.
શ્રી પ્રદ્યુમનભાઈ ડી. પંડ્યા; સતલાસણા (જિ. મહેસાણા)થી લખે છે: તેમનું એક અત્યંત મહત્ત્વનું કાર્ય પાર પડે તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલની અપાર કૃપાથી તેમનું એ કાર્ય પાર પડ્યું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં ભાવભરી વંદના.
શ્રીમતિ નંદાબેન ડી. વોરા; ઉમરખાડી (મુંબઈ)થી લખે છે: તેમના ભાઈના પુત્રના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે તેમણે મા ખોડલને સ્મરી પરચો માન્યો હતો. મા ખોડલના શુભાશિષથી તેમના ભત્રીજાના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. બીજું, તેમના ઘરમાં વંદા ખૂબજ થઈ ગયા હતા. માનો પરચો માનતા તે પણ ઓછા થઈ ગયા. તેમના માતૃશ્રી કર્જમાં ડુબેલા છે. મા ખોડલ યોગ્ય સગવડ કરશે અને સમયાંતરે તેઓનું કર્જ ભરપાઈ થઈ જશે તેવી તેમને શ્રદ્ધા છે.
શ્રી અનિલભાઈ પી. ખડાયતા; કપડવંજ (જિ. ખેડા)થી લખે છે: તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમનું અઠવાડિયા અગાઉનું ધો. 5નું શૈક્ષણિક આયોજન શાળામાં મળતું ન હતું. ઘણું શોધ્યું છતાં ન મળ્યું. છેવટે, આ કાર્ય તેમણે મા ખોડલને સોંપ્યું અને પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી બીજે જ દિવસે તે આયોજન મળી ગયું.
શ્રીમતિ નીલાબેન વી. પટેલ; ગોરવા (જિ. વડોદરા)થી લખે છે: તેમની પૌત્રી શાળાએ જવા બાબતે ખૂબ જ રડતી હતી. તે રાજી- ખુશીથી નિયમિત શાળાએ જતી થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી અને પરચો પણ માન્યો. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમની પૌત્રી રાજી-ખુશીથી નિયમિત શાળાએ જતી થઈ ગઈ.
શ્રીમતિ ફાલ્ગુનીબેન એચ. પટેલ; અમદાવાદથી લખે છે: તેમના લગ્નજીવનને નવ વર્ષ થયા હતા પણ સંતાનસુખથી તેઓ વંચિત હતા. તેમના ઘરે પારણું ઝુંલતું થાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. આઈ શ્રી ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. માની દયાથી તેમને સારા દિવસો રહ્યા છે. સમયાંતરે ડીલેવરી પણ હેમખેમ પાર પડશે તેવી તેમને મા ઉપર શ્રદ્ધા છે.
શ્રી વિષ્ણુભાઈ એમ. પટેલ; કડી (જિ. મહેસાણા)થી લખે છે: તેમને મસાની ખૂબ જ તકલીફ હતી. ત્રણ ચાર ડૉક્ટરોની દવા લીધી પણ કોઈ ફેર ન પડ્યો. છેવટે, ઓપરેશનની સલાહ મળી. આથી તેમણે મા ખોડલનું સ્મરણ કર્યું અને ઓપરેશન વિના મસા મટી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમને કોઈપણ દવા વગર મસા મટી ગયા.
શ્રી દિનેશભાઈ એમ. પંડ્યા; જૂનાગઢની લખે છે: તેમને પસંદગીનું મકાન મળી જાય તેમજ તેમની દીકરીની સગાઈ સારા પરિવારમાં થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી તેમને મનપસંદ મકાન મળ્યું અને પુત્રીનું સગપણ સારા પરિવારમાં થયું. ખરેખર, મા ખોડલ હાજરાહજૂર છે.
શ્રી સોનલબેન એ. નંદાણીયા; ચૌટા (જિ. પોરબંદર)થી લખે છે: મા ખોડલની કૃપાથી તેમના નાના - મોટા અનેક કાર્યો પાર પડ્યા છે. માના આશીર્વાદથી તેઓ ધો. 10 અને ધો. 12ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા. માના પરચાના પ્રતાપે તેમનો ભાઈ પણ નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. તેમના ભાણેજને નવોદયમાં એડમીશન મળી ગયું. આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ નમસ્કાર.
શ્રીમતિ નીતાબેન આર. સોળીયા; રાજકોટથી લખે છે:તેમની સહેલીને એક દીકરી બાદ 11 વર્ષ સુધી બીજું સંતાન ન હતું. તેને પુત્રરત્નની પ્રાપ્તિ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કર્યા અને પરચો માન્યો. માની કૃપાથી તેમની સહેલીને બીજા વર્ષે જ પુત્રપ્રાપ્તિ થઈ. તેમની બહેનને કામ - ધંધામાં સેટીંગ થતું ન હતું. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરવાથી તેનો કામધંધો સારો ચાલવા લાગ્યો. તેમનો વ્યાપાર - ધંધા પણ સારો ચાલે છે. આ ઉપરાંત, મા ખોડલની દયાથી તેમની શ્વાસનળીની તેમજ ઝાડા - ઉલ્ટીની તકલીફ દૂર થઈ. માના આશીર્વાદથી તેમના દીકરાને સારી શાળામાં એડમીશન મળી ગયું. વધુમાં, એક વખત તેઓ બહારગામ ગયા હતા. ત્યાં તેમની તબિયત બગડી ગઈ. પરંતુ માને યાદ કરવાથી તુરત જ સારું થઈ ગયું. તેમના દીકરાનો હાથનો દુ:ખાવો તેમજ શરદી - ઉધરસ પણ મા ખોડલે મટાડ્યા.
શ્રી વિજયભાઈ વી. પરમાર; મોગર (જિ. આણંદ)થી લખે છે: તેમના ખેતરમાં કપાસના પાકમાં રોગ આવ્યો હતો. તે નાબૂદ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની કૃપાથી રોગ નાબૂદ થઈ ગયો. તેમના ઘરની ખોવાયેલી ચાવી પણ માના નામ-સ્મરણ માત્રથી મળી આવી. તેમને બીજા સંતાનમાં પુત્રપ્રાપ્તિની ઈચ્છા પણ મા ખોડલે પૂર્ણ કરી. તેમની ભેંસ વિયાંણી હતી ત્યાર બાદ દૂધ આપતી ન હતી. પરંતુ મા ખોડલનો પરચો માનતા ભેંસ દૂધ આપતી થઈ ગઈ.
શ્રી સુરેશભાઈ એન. દામાણી; તારદેય (મુંબઈ)થી લખે છે: તેમનો દોહિત્ર ધો. 10ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો માન્યો હતો. માના શુભાશિષથી તેમનો દોહિત્ર 76 ટકા સાથે ઉત્તીર્ણ થયો. તેમના પુત્રનો ધંધો સારો ચાલે તે માટે કરેલી પ્રાર્થના પણ જરૂર ફળશે તેવી તેમને મા ઉપર શ્રદ્ધા છે.
શ્રી વિજયભાઈ એલ. પરમાર; અમદાવાદથી લખે છે: તેમના પિતાશ્રીનું અગત્યનું કવર ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતું ન હતું. તે મળી જાય તે માટે તેમણે મા ખોડલને યાદ કર્યા અને પરચો માન્યો. મા ખોડિયારની અપાર કૃપાથી થોડી જ વારમાં તે કવર મળી આવ્યું. આઈ શ્રી ખોડિયારને વારંવાર વંદન.
શ્રી વસંતભાઈ કે. પટેલ; ચાણસ્મા (જિ. મહેસાણા)થી લખે છે: તેમના જમણા હાથમાં અવારનવાર ખાલી ચડતી. દવા લેવા છતાં કોઈ ફેર પડતો ન હતો. આ તકલીફના નિવારણ માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની અમી કૃપાથી બીજા જ દિવસથી રાહત થવા લાગી અને ધીમે ધીમે તદ્ન સારું થઈ ગયું. બીજું તેમના દોહિત્રને ખૂબ જ ઉધરસ સાથે તાવ રહેતો. દવાઓથી સારું ન થયું પણ મા ખોડલના પરચાના પ્રતાપે તેનું સ્વાસ્થ્ય તદ્ન સારું થઈ ગયું.
શ્રી સૂરસંગભાઈ પી. રાઠોડ; મઘરોલ (જિ. આણંદ)થી લખે છે: તેમને છાતીમાં તથા બંને હાથમાં અતિશય કળતર થતી હતી. ડૉક્ટરની દવા લેવા છતાં આરામ થતો ન હતો. પરંતુ 'આઈ શ્રી ખોડિયાર જ્યોત'માંના પરચા વાંચી તેમને પણ પ્રેરણા થઈ અને શારીરિક તકલીફ દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમને આરામ થઈ ગયો.
શ્રી દિલિપસિંહ એ. પરમાર; મીટપલ્લી (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેનાં પત્નીને શારીરિક તકલીફ હોવાથી તેની સારવાર અર્થે અનેક ડૉક્ટરોની દવા લીધી પણ કોઈ જ ફેર પડ્યો નહિ. ઓપરેશન જરૂરી હોવાનો રીપોર્ટ આવતા તેમની મૂંઝવણનો પાર ન રહ્યો. એક વખત તેઓ મા ખોડલનું સ્મરણ કરી પરચો માની તેમનાં પત્નીને દવાખાને લઈ ગયા. જ્યાં ચમત્કાર રીતે તેણીનો રીપોર્ટ નોર્મલ આવ્યો અને ઓપરેશનની જરૂર ન હોવાનું નિદાન થયું. માની દયાથી સાધારણ દવાથી તેણીની તબિયતમાં સુધારો થવા લાગ્યો. તેમના પરપુત્રની બીમારી પણ મા ખોડલે મટાડી. બીજું, તેઓ એક કેસમાં ખોટી રીતે ફસાઈ જતા બદનામ થવાની સંભાવના હતી. પરંતુ મા ખોડલે તેમની લાજ રાખી. તેમનો વાળ વાંકો ન થયો. વધુમાં એક વ્રતની ઉજવણી પહેલાં આવેલ મુશ્કેલી પણ મા ખોડલે દૂર કરી અને વ્રત ધામધૂમથી ઉજવાયું.
શ્રી રાઘવભાઈ એલ. પટેલ; નાના વડાલા (જિ. જામનગર)થી લખે છે: મા ખોડલ ઉપર તેમને અખૂટ શ્રદ્ધા છે. માની દ્રષ્ટિથી તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ છે અને અનેક કાર્યો સિદ્ધ થયા છે. મા ખોડલના નામ - સ્મરણ માત્રથી મુશ્કેલી દૂર થઈ જાય છે. માના ચરણોમાં ભાવભર્યા વંદન.
શ્રીમતિ પુષ્પાબેન એ. પટેલ; આણંદથી લખે છે: તેમને પેટમાં દુ:ખાવો થતો હતો. ડોક્ટરે અલ્સર હોવાનું નિદાન કરી ઓપરેશનની સલાહ આપી. ઓપરેશન વગર સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને હૃદયપૂર્વક પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તેમને ઓપરેશન વિના ફક્ત દવાથી જ અલ્સર મટી ગયું.
શ્રી મંજુલાબેન બી. રાવલ; કલોલ (જિ. મહેસાણા)થી લખે છે: તેમને પગમાં તથા જીભમાં તકલીફ હતી. વળી અસ્થમાની બીમારીની પીડા પણ સતાવતી હતી. તમામ દર્દમાંથી મુક્તિ મળે તે માટે તેમણે મા ખોડલને અંત:કરણથી યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેઓ દર્દમુક્ત થયા.
શ્રીમતિ દક્ષાબેન ડી. બારડ; જૂનાગઢથી લખે છે: તેમના પતિને માથામાં દુ:ખાવો થતો હતો. સાથે ચક્કર પણ આવતા હતા. ડૉક્ટરે રીપોર્ટ કરાવવાની સલાહ આપતા તેઓ મુંઝાઈ ગયા. તેઓને ફક્ત દવાથી જ સારું થઈ જાય અને રીપોર્ટ ન કરાવવો પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની અમીકૃપાથી તેમના પતિને ફક્ત દવાથી સારું થઈ ગયું. વધુમાં મા ખોડલના આશીર્વાદથી તેમના ભાઈનું સગપણ થઈ ગયું.
શ્રી જ્યોત્સનાબેન એન. નાગડા; બેંગ્લોર (કર્ણાટક)થી લખે છે: તેઓને થાનગઢથી બેંગ્લોર રહેવા જવાનું થયું. તે વેળાએ નવા શહેરમાં રહેણાંક તેમજ તેમના પતિના વ્યાપાર ધંધાનું વ્યવસ્થિત સેટીંગ થઈ જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડિયારના કૃપા આશિષથી તેઓ બેંગ્લોરમાં બધી રીતે વ્યવસ્થિત સ્થાયી થઈ ગયા. બીજું, તેમના પુત્રને બી.સી.જી.નું ઈન્જેક્શન પાક્યું હતું. મા ખોડલનો પરચો માનતા થોડા જ દિવસોમાં તેને રસી મટી ગયા. આ ઉપરાંત, મા ખોડલના શુભાશિષથી તેમના ભત્રીજાનું વેવિશાળ થઈ ગયું તેમજ લાંબા સમયથી સંતાન સુખથી વંચિત તેમના સંબંધીના ઘરે પુત્રનું પારણું ઝુલતું થયું.
શ્રી મધુબેન એન. દવે; વડોદરાથી લખે છે: તેમની બંને આંખોમાં મોતીયો આવવાથી ઓપરેશન કરાવવાનું હતું. ઓપરેશન સફળ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. ખોડલની અમી દ્રષ્ટિથી તેમની બંને આંખોના ઓપરેશન સફળ થયા. આઈ શ્રી ખોડલના નામ-સ્મરણ માત્રથી દરેક કાર્ય પાર પડી જાય છે.
શ્રી રમેશભાઈ ડી. પટેલ; વડોદ (જિ. આણંદ)થી લખે છે: મા ખોડલ ઉપરની અતૂટ શ્રદ્ધા થકી તેમની મનોકામનાઓ અને ધાર્યા કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થયા છે. તેમના પુત્રએ લંડનના વિઝા મેળવવા માટે અરજી કરી હતી. તેને સમયસર વિઝા મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી તેમના પુત્રને વિઝા મળી ગયા અને તે સુખરૂપ લંડન પહોંચી ગયો.
શ્રી પોપટલાલ કે. સમી; ખેડાથી લખે છે: તેમને ઘણાં સમયથી એસીડીટી, શરદી, પગમાં દુ:ખાવો વિગેરે નાની - મોટી શારીરિક તકલીફો રહેતી. સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડલને યાદ કરી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમની બધી જ શારીરિક તકલીફો ધીરે ધીરે દૂર થઈ ગઈ. ક્યારેક કયાંક મુકાઈ ગયેલી વસ્તુ ઘણું શોધવા છતાં નથી મળતી ત્યારે મા ખોડલને યાદ કરવાથી તે વસ્તુ તુરત જ મળી આવે છે.
શ્રી સુરેશભાઈ સી. પટેલ; ખાંધા (જિ. વડોદરા)થી લખે છે: તેઓ અમેરીકા ગયા ત્યારે અચાનક તેમના મોટા પુત્રને જોબમાંથી લે ઓફ મળ્યો. આવા સમયે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પુત્રને તુરત જ જોબ મળી જાય તે માટે પરચો છપાવવાનું મનથી નક્કી કર્યું... ને મા ખોડલ પ્રત્યેની શ્રદ્ધા ફળીભૂત થઈ. તેમના પુત્રને તુરત જ સારી જોબ મળી ગઈ. ખરેખર, મુશ્કેલીના સમયમાં મા ખોડલ ઉગારી લે છે, તે વાતની પ્રતિતિ તેમને આ બનાવથી થઈ. તેમનું દાંતનું દર્દ પણ મા ખોડલે મટાડ્યું.
શ્રીમતિ જયાબેન ડી. કથીરીયા; રાજસ્થળી (જિ. અમેરલી)થી લખે છે: તેમના પુત્ર - પુત્રીનું સગપણ અને લગ્ન નિર્વિઘ્ને થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો હતો. મા ખોડલના કૃપા આશિષથી તેમના બંને સંતાનોના સગપણ- લગ્નના પ્રસંગો આનંદ - મંગલથી સંપન્ન થઈ ગયા. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં શત્ કોટિ પ્રણામ.
શ્રીમતિ પુષ્પાબેન પી. પરમાર; ચાંદખેડા (જિ. અમદાવાદ)થી લખે છે: તેમની પૌત્રીએ ધો. 12 (સાયન્સ)માં ડ્રોપ લીધો હતો. ત્યાર બાદ ફરી પરીક્ષાની વેળાએ પેપર્સ આપ્યા બાદ નિરાશ થઈ ગઈ હતી. તે સારા ટકા મેળવી ઉત્તીર્ણ થાય તેમજ તેને પસંદગીની ફેકલ્ટીમાં એડમીશન મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થના કરી પરચો માન્યો. મા ખોડલની પરમ કૃપાથી તેમની પૌત્રી સારા ટકા મેળવી ઉત્તીર્ણ થઈ અને તેને ડેન્ટલમાં એડમીશન પણ મળી ગયું.
શ્રી વિનુભાઈ એમ. ઠાકોર; મંજોલા (જિ.ભરૂચ)થી લખે છે: તેમણે દુકાન માટે બેંકલોન મેળવવા અરજી કરી હતી. પરંતુ કોઈ કારણસર તે લોકોએ લોન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો. આથી તેમણે મા ખોડલનું શરણું લીધું અને બેન્કમાંથી લોન મળી જાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો... મા ખોડલે ચમત્કાર કર્યો. થોડા જ દિવસોમાં તેમને લોન મળી ગઈ. મા ખોડિયાર અશક્ય કાર્યો પણ પાર પાડે છે.
શ્રી આર. જે. બાબરીયા; બગસરા (જિ. અમેરલી)થી લખે છે: તેમની બહેનને ઘણાં સમયથી વિચારવાયુ થઈ ગયું હતું. તે સતત વિચાર જ કરતી. તેમના પુત્રને પણ બાથરૂમ જવામાં તકલીફ પડતી હતી. બંનેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને વિનંતી કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમની બહેનને તેમજ પુત્રને તદ્દન સારું થઈ ગયું.
શ્રીમતિ નયનાબેન જે. પટેલ; ઊંઝા (જિ. મહેસાણા)થી લખે છે: તેમના વ્યાપાર - ધંધામાં લેણી રકમના પૈસાનું વ્યાજ મળી જાય તે માટે તેમણે મા ખોડલનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. માની દયાથી તેમને વ્યાજની રકમ મળી ગઈ. આ ઉપરાંત, માનો પરચો માનવાથી તેમનો પુત્ર ધો. 5 અને 6ની પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થયો. મા ખોડલે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરી છે.
શ્રી ભાવનાબેન પી. યાદવ; અમદાવાદથી લખ છે: તેમને હાથ - પગમાં સખત દુ:ખાવો થતો હતો. દવાઓથી બિલકુલ રાહત થતી ન હતી. એક દિવસ ખોડિયાર જ્યોત તેમના હાથમાં આવ્યું. ને તેમાં પ્રગટ થતા માના પરચા વાંચી તેમને પણ પ્રેરણા થઈ. હાથ- પગની પીડા મટી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમને દર્દમાં ઘણી જ રાહત થઈ ગઈ.
શ્રી છગનભાઈ એસ. પરમાર; રામનગર (જિ. આણંદ)થી લખે છે: તેમનું એક અગત્યનું કાર્ય પાર પડવું અશક્ય જણાતું હતું. આથી તેમણે આ બાબતે મા ખોડલને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલે તેમનું કાર્ય માનવામાં ન આવે તે રીતે ખૂબ જ સરળતાથી પાર પાડ્યું. આઈશ્રી ખોડલના ચરણોમાં અગણિત નમન.
શ્રીમતિ મીતાબેન કે. પટેલ; રૂદેલ (જિ. આણંદ)થી લખે છે: તેમને એક દીકરી બાદ આઠ વર્ષ સુધી બીજું સંતાન ન હતું. આ બાબતે મા ખોડિયારને અંત:કરણથી પ્રાર્થી પરચો માનતા તેમને તુરત જ સારા દિવસો રહ્યા અને સમયાંતરે સુંદર, સ્વસ્થ કન્યારત્ન પ્રાપ્ત થયું. નાની બાળકી જન્મ બાદ પગ પેટમાં રાખતી હતી. માની દયાથી ધીરે ધીરે તે પગ સીધા રાખતી થઈ ગઈ. આઈ શ્રી ખોડલે તેમની અનેક આશાઓ પૂર્ણ કરી.
શ્રી ઉત્તમભાઈ ડી. રાઠોડ; રાજકોટથી લખે છે: તેમના માતૃશ્રીની તબિયત અચાનક બગડી ગઈ. વાયુની તકલીફ સાથે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હતી. ચિંતાજનક સ્થિતીમાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા હતા તે દરમ્યાન તબિયત વધુ લથડી. આવા સમયે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને માતૃશ્રીના સ્વાસ્થ્યની રક્ષા કાજે પ્રાર્થના કરી પરચો છપાવવાનું નક્કી કર્યું. મા ખોડલે કૃપા કરી. ઈમરજન્સીમાં સારવાર મળતા સાંજ સુધીમાં તેમના માતૃશ્રી તદ્દન સ્વસ્થ થઈ ગયા. સાચા ભાવથી યાદ કરો તો મા ખોડલ ભક્તોની વ્હારે ચોક્કસ આવે છે.
શ્રીમતિ મધુબેન કે. પારેખ; જાફરાબાદ (જિ. અમેરલી)થી લખે છે: તેમની પુત્રવધૂએ હ્રદયના વાલ્વનું ઓપરેશન કરાવ્યા બાદ તેને હેમરેજના બે હુમલા આવેલ તેથી ઓપરેશન કરાવવાની તાત્કાલિક જરૂર પડી. આ સમયે તેમણે મા ખોડલનું શરણું લીધું અને પુત્રવધૂના જીવનની રક્ષા માટે માને આર્ત હ્રદયે પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલે તેમના પુત્રવધૂની રક્ષા કરી. હેમરેજનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. આઈ શ્રી ખોડલના પાવન ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રી અરજણભાઈ જે. વાઢેર; લાખાપરા (જિ. જૂનાગઢ)થી લખે છે: તેમના પુત્રને પથરીનો અસહ્ય દુ:ખાવો રહેતો. અનેક ડૉક્ટરોની દવાઓ લીધી. પણ દવા ચાલુ હોય ત્યાં સુધી સારું રહે, દવા બંધ કર્યા પછી ફરી એ જ સ્થિતી થઈ જતી. ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપતા તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને તેમના પુત્રને પથરીનું દર્દ ઓપરેશન વિના દુર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તેમના પુત્રને પથરીનું દર્દ દૂર થયું. હાલ તે મહેનતવાળું કામ કરે છે તો પણ કોઈ જ તકલીફ થતી નથી.
શ્રી અશ્વિનભાઈ પ્રાગજી; મેલબોર્ન (ઓસ્ટ્રેલીયા)થી લખે છે: તેમનાં પિતરાઈ બહેનને કેન્સરની બીમારી હોવાની શંકા હતી. તેનો રીપોર્ટ નોર્મલ આવે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. આઈ શ્રી ખોડલની દયાથી તેમનાં બહેનના રીપોર્ટ નોર્મલ આવ્યા અને તબિયતમાં પણ સુધારો થયો. આઈ શ્રી ખોડિયાર તારણહાર છે અને ભક્તોની હંમેશા સહાય કરે છે.