Jalaram Bapa Magazines and Books
Quick Contact: +91-281-2465616, E-Mail: sales@jalaramjyot.in
Jalaram Jyot Parcha
Parcha for Khodiyar Jyot August – 2011    << Back to Archive Home

શ્રી ગીતાબેન વિનોદભાઈ સોની; બોટાદથી લખે છે: તેમના બાળકો ખુબ જ બિમાર થઈ જતા તેમણે પૂ.મા ખોડલનું શરણું લઈ પરચો છપાવની માનતા રાખી. પૂ. માની કૃપાથી તેમના બાળકો સ્વસ્થ થઈ ગયા. પરમ કૃપાળુ મા ખોડલને શત્ શત્ વંદન.

શ્રીમતિ મધુબેન એચ. પંચાલ; અમદાવાદથી લખે છે: તેમના પુત્રને પરપ્રાંતિય કન્યા સાથે સ્નેહ સંબંધ હતો. બંનેના લગ્ન રાજીખુશીથી નિર્વિઘ્ને થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા ખોડલની મ્હેરથી પુત્રના લગ્ન આનંદ-મંગલથી થઈ ગયા. પ્રસંગનું કામકાજ માની દયાથી ખૂબ જ સારી રીતે અને સરળતાથી પાર પડ્યું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં વારંવાર વંદન.

શ્રીમતિ સોહિણીબેન જી. ભટ્ટ; નડિયાદ (જિ.ખેડા)થી લખે છે: તેમની પુત્રવધૂને માથામાં સોરાયસીસની તકલીફ થયેલી. તેને સારું થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. આઈ શ્રી ખોડલની દયા દ્રષ્ટિથી તેને થોડા જ સમયમાં બિલકુલ સારું થઈ ગયું. મા ખોડલના નામ સ્મરણ માત્રથી દરેક કાર્ય સફળ થાય છે.

શ્રીમતિ લક્ષ્મીબેન સી. પટેલ; નવસારીથી લખે છે: તેમના પુત્રની પાચન શક્તિ નબળી પડી ગઈ હતી. તેમજ તેમના બાને મણકાની તકલીફ હતી. બંનેને સારું થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની અમી કૃપાથી તેમના પુત્રને અને બાને ધીરે ધીરે તદ્ન સારું થઈ ગયું. પરમકૃપાળુ દેવી આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ પ્રણામ.

શ્રી અરૂણભાઈ જે. બારોટ; ભાવનગરથી લખે છે: તેમણે પી.ટી.સી.ના બીજા વર્ષની પરીક્ષા આપી હતી. પરિણામ જાહેર થયું ત્યારે માર્કસના સરવાળાની ભૂલને કારણે તેમની માર્કશીટ ન આવી. તે ભૂલ સુધારાઈને ફરી ગમે ત્યારે આવશે તેવું જણાવવામાં આવ્યું. તેમને માર્કશીટ ન મળતા ખૂબ જ ચિંતા થઈ. તુરત જ આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને માર્કશીટ ઝડપથી આવી જાય તે માટે પરચો માન્યો... ને માની કૃપાથી થોડા જ દિવસોમાં તેમની માર્કશીટ આવી ગઈ. માના આશીર્વાદથી તેઓ ઉચ્ચ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયા. સાચી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના મા ખોડલે સ્વીકારી અને કૃપાવૃષ્ટિ કરી.

શ્રી દિલીપસિંહ જાડેજા; ગાંધીધામ (જિ. કચ્છ)થી લખે છે: આર્થિક મુશ્કેલીને કારણે તેમના ભાઈના લગ્ન પ્રસંગ બાબતે ચિંતા રહેતી. તેથી મા ખોડલને અરજ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની પરમ કૃપાથી સમયે સગવડ થઈ ગઈ અને ભાઈના લગ્નનો પ્રસંગ આનંદથી પાર પડ્યો. ખરેખર, આઈ શ્રી ખોડિયાર હાજરાહજૂર છે.

શ્રી કરૂણાબેન મકવાણા; વડોદરાથી લખે છે: બોર્ડની ધો.10 ની અને ધો.12ની બંને પરીક્ષાઓ વખતે તેમણે સારા પરિણામની આશા સાથે મા ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની કૃપા થકી તેઓ બંને પરીક્ષાઓમાં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા. તેમની બીજી મનોકામના પણ મા ખોડલે પૂર્ણ કરી. પૂ.માને સાદર પ્રણામ.

શ્રી જ્યોત્સનાબેન મડિયા; ચંદ્રપુર (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમને સખત તાવ આવતો હતો. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરવાથી તુરત જ તાવ ઊતરી ગયો. ત્યાર બાદ એક વખત અસહ્ય શારીરિક પીડા થતા મા ખોડલને પ્રાર્થી પરચો માનતા પીડા શમી ગઈ. સામાન્ય દવાથી જ સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં શત્ શત્ નમન.

શ્રી કમુબેન જે. પટેલ; તડકેશ્વર (જિ. સુરત)થી લખે છે: તેમની ભેંસ બીમાર પડી ગઈ હતી. બે ડૉક્ટરોની સારવાર કરાવવા છતાં તેની બીમારી દૂર ન થઈ. છેવટે, તેના સારા સ્વાસ્થ્ય માટે તેમણે આઈ શ્રી ખોડિયારને વિનંતી કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયાથી તેમની ભેંસની બીમારી દૂર થતા તે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ અને દૂધ આપતી થઈ ગઈ. આ ઉપરાંત, મા ખોડલના આશીર્વાદથી તેમના દીકરાના લગ્ન ધામધૂમથી થઈ ગયા. તેમના નાના-મોટા અનેક કાર્યોમાં આઈ શ્રી ખોડિયાર સહાયરૂપ બન્યા છે.

શ્રી દક્ષાબેન આર. લીંબાસીયા; અમદાવાદથી લખે છે: તેમનું જૂનું મકાન વર્ષોથી વેચાતું ન હતું. તેથી આ કાર્ય માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલે કૃપા કરતા તેમનું મકાન ટૂંક સમયમાં જ વેચાઈ ગયું અને ત્યાર બાદ બીજી જગ્યાએ સારું મનપસંદ મકાન મળી પણ ગયું. મા ખોડલે તેમની આ મનોકામના પૂર્ણ કરી. આઈ શ્રી ખોડિયારને ભાવપૂપર્વક નમન.

શ્રા મીનાબેન વી. રાઠોડ; ભુજ-કચ્છથી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અટલ શ્રદ્ધા ભક્તિભાવ છે. તેમની નાની-મોટી ઈચ્છાઓની પૂર્તિ માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની પ્રાર્થના સ્વીકારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. મા ખોડલ સ્મર્યે સહાય કરે છે.

શ્રી વસંતભાઈ સી. પઢારીયા; ગાંધીનગર (જિ. અમદાવાદ)થી લખે છે: તેમની દીકરીના સગપણ માટે બે વર્ષથી પ્રયત્નો ચાલતા હતા. પણ કોઈ ને કોઈ વિઘ્ન આવવાથી આ કાર્ય વિલંબમાં પડતું હતું. છેવટે, તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો... ને માની મ્હેર થતા દીકરીનું સગપણ બે જ મહિનાની અંદર સારા પરિવારમાં થયું. ખરેખર, માની કૃપા અપરંપાર છે.

શ્રીમતિ વસુમતીબેન જી. મોદી; વલસાડથી લખે છે: તેમની પૌત્રી નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેને ગણિત અને વિજ્ઞાનના વિષયોની પરીક્ષાના પેપર નબળા જવાની બીક હતી. જેને કારણે નાપાસ થવાની સંભાવનાથી હતાશ રહેતી. તેના પેપર્સ સારા લખાય અને પાસ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને અરજ કરી પરચો માન્યો. મા ખોડલની પરમ કૃપાથી તેના બંને પેપર્સ સારા લખાયા અને પાસ પણ થઈ ગઈ.

શ્રી તરૂણભાઈ જી. જરૂ; માલેતા (જિ. જામનગર)થી લખે છે: તેમણે બી.એસ.સી. બી.એડ. સારા માર્કસ સાથે પાસ કરેલ હોવા છતાં નોકરી મેળવવાના પ્રયત્નો નિષ્ફળ જતા હતા. સારી નોકરી જલ્દીથી મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલના શુભાશિષથી તેમને ખૂબ જ અલ્પ સમયમાં શિક્ષક તરીકેની સારી નોકરી મળી ગઈ. આ ઉપરાંત પણ મા ખોડલે તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે.

શ્રી જગદીશભાઈ એચ. ચૌહાણ; ઘોઘલા (દીવ)થી લખે છે: તેમને છ મહિનાથી પેટનો દુ:ખાવો તથા બળતરા રહેતી હતી. આ તકલીફ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી દવા અસરકારક નીવડતા તેમને તદ્ન સારું થઈ ગયું. વધુમાં, મા ખોડલના આશિષથી તેમના ત્રણેય બાળકો પરીક્ષામાં પાસ થયા.

શ્રી ભરતભાઈ જે. લક્કડ; જેતપુર (જિ. રાજકોટ)થી લખે છે: તેમના ભાણેજના વેવિશાળમાં વિલંબ થતો હતો. આ શુભ કાર્ય સમયસર પાર પડી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અરજ કરી પરચો માન્યો હતો. મા ખોડલના આશીર્વાદથી ભાણેજનું સગપણ ટૂંક સમયમાં જ થયું અને લગ્ન પણ નર્વિઘ્ને પાર પડ્યા. બીજું, તેમની પુત્રી ચિ.ધારા ધો. 12 માં વિજ્ઞાન પ્રવાહમાં સારા માર્કસ મેળવી પાસ થાય તેમજ તેને મેડીકલમાં એડમીશન મળે તે માટે મા ખોડલને કરેલી પ્રાર્થના પણ ફળી.

શ્રી નીતિનભાઈ એલ. પરમાર; અમદાવાદથી લખે છે: તેમને યાત્રાએ જવાનું હતું. તેની આગલી રાત્રે કમ્મરમાં સખત દુ:ખાવો ઉપડતાં યાત્રા પ્રવાસ કેન્સલ થાય તેમ હતું. કમ્મરની પીડા શમી જાય તે માટે તેમણે મા ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો હોય તેમ બે જ કલાકમાં દર્દ શમી ગયું અને તેઓ યાત્રાએ જઈ શક્યા. માની કૃપાથી તેમની યાત્રા હેમખેમ પૂર્ણ થઈ. બીજું, તેમના પુત્રનું નામ કોમ્પ્યુટર કલાસીસમાંથી કમી થાય તેમ હતું. આ બાબતે પણ આઈ શ્રી ખોડલને અરજ કરતા તેનું નામ કમી ન થયું અને તેને સ્કોલરશીપ પણ મળી.

શ્રી અર્ચનાબેન એન. ત્રિવેદી; માણાવદર (જિ. જૂનાગઢ)થી લખે છે: તેમને ઘણાં સમયથી છાતીમાં દુ:ખાવો થતો હતો. આ દર્દ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અમી કૃપાથી તેમને છાતીનું દર્દ દૂર થયું. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં વારંવાર પ્રણામ.

શ્રીમતિ હીનાબેન ડી. પાઠક; અમદાવાદથી લખે છે: આઈ શ્રી ખોડિયારની કૃપા થકી તેમના બધાં જ કાર્યો સરળ અને સફળ બન્યા છે. માની દયા થકી તેમના દાંતની સર્જરી દુ:ખાવા રહિત મટી ગઈ. તેમને અને તેમના જેઠને મનપસંદ મકાન મળી ગયું. જેઠનું મકાન ભાડુઆત જલ્દીથી ખાલી કરે તેમ ન હતાં. પરંતુ માની કૃપાથી 6 મહિનામાં જ મકાન ખાલી થઈ ગયું. અનેક ઉઘરાણીઓ આવતી થઈ ગઈ. તેમને મનપસંદ ફ્લેટ મળી ગયો. તેમના પતિને ચાંદા પડ્યા હતા તે પણ માની દયાથી મટી ગયા.

શ્રી ઉમિયાશંકર જે. જોષી; અંબાજી (જિ. બનાસકાંઠા)થી લખે છે: તેમનું ધાર્યું કાર્ય પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલે કૃપા કરતા તેમનું ધાર્યું કાર્ય તુરત જ પાર પડી ગયું. મા ખોડલ ભક્તોની આશા પૂર્ણ કરે છે.

શ્રી ચંદ્રિકાબેન વી. પટેલ; પાટણ (જિ.મહેસાણા)થી લખે છે: તેમના પૌત્રને ઊંઘમાં બોલવાની અને ઊભો થઈ ચાલવાની તકલીફ હતી. જે દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયાથી તેમના પૌત્રની આ તકલીફ દૂર થઈ. આ ઉપરાંત, બીજા ઘણાં કાર્યોમાં મા ખોડલની કૃપા વરસી છે.

શ્રી પ્રવિણભાઈ એચ. શિરોયા; માલપુર (જિ. આણંદ)થી લખે છે: તેમના પુત્રને મોં નીચે દાઢીના ભાગે સોજો આવી ગયો હતો. ડૉક્ટરને બતાવતા તેણે દાંતનું ઓપરેશન કરાવવાનું કહ્યું. ચિંતાતુર મનથી તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પુત્રને ઓપરેશન વિના સારું થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમના પુત્રને ઓપરેશન વિના જ સારું થઈ ગયું. વધુમાં, તેમના પિતાશ્રીને ઘૂંટણમાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. ઘણી દવાઓ કરાવવા છતાં સારું થતું ન હતું. પરંતુ મા ખોડલને પ્રાર્થી પરચો માનતા તેઓનો ઘૂંટણનો દુ:ખાવો અઠવાડિયામાં જ દૂર થયો અને ચાલતા થઈ ગયા.

શ્રીમતિ આરતીબેન કે. મહેતા; કોલ્હાપુર (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમને છાતી પર ગૂમડું થયું હતું. ખૂબ જ બળતરા થતી હતી. કેન્સરની ગાંઠ હોવાની શંકાથી તેઓ ડરતા હતા. દવાથી સારું ન થતા ડૉક્ટરે સોનોગ્રાફી કરાવવાનું કહ્યું. પરંતુ તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી, પરચો માની, સાદી દવા લગાવી... ને માની કૃપાથી બે જ દિવસમાં ગૂમડું મટી ગયું. મા ખોડલે તેમના જીવનમાં ડગલે ને પગલે સહાય કરી છે.

શ્રી મોહનભાઈ બી. ભાલીયા; કંબોલા (જિ. વડોદરા)થી લખે છે: તેમની શાળાના પ્રમાણપત્રો ભૂલથી ક્યાંક મૂકાઈ ગયા હતા. ઘણું શોધવા છતાં તે ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. તુરત જ તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને તમામ પ્રમાણપત્રો મળી આવે તે માટે પરચો માન્યો. દયાના દેવી મા ખોડલની પરમ કૃપાથી પ્રમાણપત્રો તુરત જ મળી આવ્યા.

શ્રી લવજીભાઈ બી. પરમાર; અમદાવાદથી લખે છે: આઈ શ્રી ખોડિયાર પરની શ્રદ્ધા અને પરચાની ટેક થકી તેમને બ વખત નવી જિંદગી મળી. એક વખત તેમને આંચકી સાથે લકવાની અસર થઈ ગઈ હતી. તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ત્યારે તેમનાં પત્નીએ આઈ શ્રી ખોડલને પ્રાર્થી પતિના સારા સ્વાસ્થ્ય માટે (તેમના માટે) પરચો માન્યો હતો. માની કૃપાથી તેઓ બચી ગયા હતા. ત્યાર બાદ થોડા સમય પછી એકાએક તેમના અંગો જકડાઈ ગયા ત્યારે પણ માની કૃપા થઈ. ટૂંક સમયમાં જ તેમને સારું થઈ ગયું. આમ, મા ખોડલે તેમને બે વખત મોતના મુખમાંથી બચાવ્યા.

શ્રી રામુભાઈ બી. પરમાર; સુરતથી લખે છે: તેમણે મીની લેપટોપ મુંબઈથી ફોન કરીને મંગાવ્યું હતું. પરંતુ તે ખામીવાળું નીકળ્યું. આ બાબતે અનેક ફોન કરવા છતાં કોઈ દાદ મળતી ન હતી. ફરી ફોન કરતી વખતે તેમણે મા ખોડલનું સ્મરણ કર્યું અને પરચો માન્યો. ત્યાર બાદ થોડા જ દિવસોમાં તેમને નવું લેપટોપ કોઈપણ વધારાના ખર્ચ વગર કુરિયર દ્વારા મળી ગયું. બીજું, તેમના સ્નેહી શ્રી હેતલબેન પરમારના માતુશ્રી શ્વાસની તકલીફથી અઠવાડિયાથી પિડાતા હતા. દવાઓથી કોઈ ફેર ન પડ્યો પણ મા ખોડલનો પરચો માનવાથી તેઓની આ તકલીફ દૂર થઈ ગઈ.

શ્રી વિજયભાઈ એમ. દામાણી; વેરાવળ (જિ. જુનાગઢ)થી લખે છે: તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલની કૃપાથી તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થઈ તેમજ માતા-બાળકી બંનેની તબિયત પણ સારી છે. આ ઉપરાંત, મા ખોડલની દયાથી તેમનાં પત્નીને શરદીની તકલીફમાં રાહત થઈ ગઈ તેમજ તેમનો અંગત પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો.

શ્રી કાંતાબા ડી. ચાવડા; અમદાવાદથી લખે છે: એક સવારે તેમના પતિ ઊઠી જ ન શક્યા. દવાખાને દાખલ કર્યા. ત્યાં તેઓ ચાર દિવસ બેભાન રહ્યા. સારવાર દરમ્યાન તેમણે મા ખોડલનું સ્મરણ સતત ચાલુ રહ્યું અને પતિના જીવનની રક્ષા કાજે પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમના પતિ ભાનમાં આવી ગયા અને ધીરે ધીરે તેઓની તબિયત સુધારા પર આવી ગઈ. બીજું, મા ખોડલને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમની દીકરીના ભાણાના લગ્ન નિર્વિઘ્ને આનંદથી પાર પડ્યા.

શ્રી રમેશભાઈ એમ. પટેલ; મુંદ્રા (જિ.કચ્છ)થી લખે છે: તેમનો પૌત્ર પરીક્ષા સમયે ટેન્શનમાં આવી ગયો હતો. તેને ઓછા માર્કસ આવવાનો કે ફેઈલ થવાનો ડર હતો. આથી તેમણે મા ખોડલને સ્મર્યા અને પૌત્ર સારા માર્કસ સાથે પાસ થાય તે માટે પરચો માન્યો. માના આશીર્વાદથી તે 80 ટકા સાથે ઉત્તીર્ણ થયો. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં ભાવપૂર્વક પ્રણામ.

શ્રી સંગીતાબેન એ. ચૌહાણ; જેતપુર (જિ. રાજકોટ)થી લખે છે: તેઓ શાળામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક તરીકે ફરજ બજાવે છે. થોડા દિવસોથી તેમને શાળાના આચાર્ય સાથે મનદુ:ખ થતા તેમનો અને કર્મચારીગણનો પગાર રોકવામાં આવ્યો હતો. તેઓ ખૂબ જ ચિંતામાં હતા. આવા સમયે તેમને એકાએક 'ખોડિયાર જ્યોત'ના પરચાનું સ્મરણ થયું. તેમણે આ સમસ્યાના ઉકેલ માટે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સ્વીકારી. તેઓ સૌના પગાર આચાર્યશ્રીએ મંજૂર કરી આપ્યા.

શ્રી જડીબેન પનારા; જામદૂધઈ (જિ. જામનગર)થી લખે છે: તેમની પુત્રવધૂને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો હતો. તેનું આ દર્દ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી પુત્રવધૂને પેટનું દર્દ થયું. વધુમાં, તેમની ગાય વિયાણી ત્યારથી દૂધ દોહવા દેતી ન હતી. આ બાબતે પણ માને પ્રાર્થવાથી હવે તે દૂધ દોહવા આપે છે.

શ્રીમતિ લીલાબેન પી. સોઢા; ખાત્રજ (જિ. ખેડા)થી લખે છે: તેમની દીકરીને ખૂબ જ તાવ આવતો હતો. તેના સારા સ્વાસ્થ્ય માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અરજ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમની દીકરીને તાવ ઊતરી ગયો અને ધીરે ધીરે તેનું સ્વાસ્થ્ય બિલકુલ સારું થઈ ગયું. દયાળુ દેવી આઈ શ્રી ખોડિયારને અગણિત નમસ્કાર.

શ્રી મૃદુલાબેન બી. જોશી; અમદાવાદથી લખે છે: તેમનું મકાન તથા સામાન સરળતાથી વેચાઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમનું આ કાર્ય સફળ થયું. મકાન-સામાન સરળતાથી વેચાઈ ગયા. તેમનો ફોન અને ઘડિયાળ ક્યાંક મુકાઈ જવાથી મળતા ન હતાં. પરંતુ મા ખોડલને યાદ કરવાથી બંને વસ્તુઓ તુરત જ મળી આવી.

શ્રી મધુબેન જે. રાવલ; સાઠંબા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી મનથી નક્કી કરેલા કાર્યો જેવા કે, દેવદર્શન, પુત્રવધૂના શુભ સમાચાર, પરીક્ષાના પરિણામ બાબત તથા ખોવાયેલી વસ્તુ મળવા બાબતની સફળતા માટે પરચો છપાવવાનો નિર્ધાર કર્યો હતો. મા ખોડલે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી. પૂ.માના પાવન ચરણોમાં વંદન.

શ્રી રમાબેન આર. પટેલ; અમદાવાદથી લખે છે: તેમના શરીરમાં ધ્રુજારી આવતા ખૂબ જ ડર લાગતો હતો. તુરત જ તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને તબિયત સારી થાય તે માટે પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલે કૃપા દ્રષ્ટિ કરતા તેમની તબિયત સારી થઈ ગઈ અને ડર પણ દૂર થતા શાંતિ મળી.

શ્રી કાભઈભાઈ વી. રાઠોડ; દાદાના મુવાડા (જિ.ખેડા)થી લખે છે: તેમનાં પત્નીને ઢીંચણમાં અસહ્ય દુ:ખાવો થતો હતો. જેના લીધે ઉઠવા-બેસવા તથા ચાલવામાં તકલીફ પડતી હતી. અનેક ઉપચારો કરાવવા છતાં બિલકુલ આરામ થતો ન હતો. છેવટે, તેને સારું થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અરજ કરી પરચો માન્યો. મા ખોડલની અમીમય નજરથી પત્નીના ઢીંચણનો દુ:ખાવો થોડા જ દિવસોમાં દૂર થયો. મા ખોડલને વારંવાર વંદન.

શ્રી કિશોરભાઈ જે. પટેલ; અમદાવાદથી લખે છે: તેમના દીકરી-જમાઈ અને દોહિત્ર કેનેડા સ્થાયી થયા છે. તેઓને નોકરી મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તેઓને ફક્ત 15 દિવસમાં જ સારી નોકરી મળી ગઈ અને બે મહિનામાં સ્વતંત્ર મકાનમાં રહેવા જતા રહ્યા. આ ઉપરાંત, મા ખોડલે તેમની અનેક મનોકામનાઓ પૂર્ણ કરેલ છે.

શ્રી નયનાબેન રાણા; અમદાવાદથી લખે છે: તેમની પુત્રી ઘણાં સમયથી સંતાનસુખથી વંચિત હતી. તેને સારા દિવસો રહે અને સંતાનસુખ મળે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો હતો. મા ખોડલની કૃપાથી તેમની પુત્રીને પુત્રપ્રાપ્તિ થઈ. તેની ડીલેવરી પણ નોર્મલ થઈ. બીજું, તેમના પુત્રને સ્કુટર રાખવા બાબતે પડોશી સાથે બોલાચાલી થતા વાત વધુ બગડી ગઈ. આ સમયે મા ખોડલનું સ્મરણ કરતા તુરત જ સમાધાન થઈ ગયું. વધુમાં, તેમની દોહિત્રીને સારી શાળામાં એડમીશન અપાવવા માટેના પ્રયત્નો નિષ્ફળ જતા હતા. પરંતુ મા ખોડલની પરચાની ટેકના પ્રતાપે તેને અઠવાડિયામાં જ સારી સ્કૂલમાં એડમીશન મળી ગયું.

શ્રીમતિ નીરૂબેન ડી. ટંડેલ; વલસાડથી લખે છે: તેમનો દીકરો નોકરી મેળવવા માટે અનેક કોશિષ કરતો હતો પણ ઘણાં લાંબા સમય સુધી તેને નોકરી ન મળી. છેવટે, તેમણે આ બાબતે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલના આશીર્વાદથી તેને થોડા જ દિવસોમાં સારી નોકરી મળી ગઈ. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં ભાવપૂર્વક નમન.

શ્રી ભાવિતાબેન ડી. પટેલ; વડોદરાથી લખે છે: તેમણે મનોકામનાની પૂર્તિ માટે આઈ શ્રી ખોડિયારને શ્રદ્ધાપૂર્વક સ્મરી પરચો છપાવવાનો નિર્ધાર કર્યો હતો. મા ખોડલે તેમની પ્રાર્થના સ્વીકારી, મનોકામના પૂર્ણ કરી. પરમ કૃપાળુ પરમેશ્વરી આઈ શ્રી ખોડિયારને વારંવાર વંદન.

શ્રી ભરતભાઈ પટેલ; મહેસાણાથી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અનન્ય શ્રદ્ધા - ભક્તિભાવ છે. મા ખોડલે તેમના પર કૃપાવૃષ્ટિ કરી અનેક પરચા પૂર્યા છે. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમના હાથનો દુ:ખાવો દૂર થતા આરામ થઈ ગયો, ઘરમાં પણ શાંતિ થઈ. તેમની જમીન અંગેનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો તેમજ બીજી દુકાન પણ વેચાતી મળી ગઈ. ખરેખર, મા ખોડિયાર હાજરાહજૂર દેવી છે.

શ્રી કારાભાઈ ડી. જમોડ; પીખોર (જિ. જુનાગઢ)થી લખે છે: તેમના સ્નેહી શ્રી દિલીપભાઈનાં પત્નીને તાવ આવતો હતો. સ્થાનિક ડૉક્ટરની દવાઓથી સારું ન થતા તેને બહારગામ લઈ ગયા. ત્યાંની સારવારથી પણ આરામ ન થયો. આથી તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને દિલીપભાઈનાં પત્નીને તાવની બીમારીમાંથી સારું થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું.

શ્રી પરસોત્તમભાઈ એસ. બારોટ; ફાંગણી (જિ. આણંદ)થી લખે છે: તેમણે પુત્રરત્નની પ્રાપ્તિ અર્થે આઈ શ્રી ખોડિયારને અરજ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલે તેમની અરજ સાંભળી. તેમના ઘરે પુત્રનું પારણું ઝૂલતું થયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં કોટિ કોટિ વંદન.

શ્રી હરેશભાઈ બી. જાદવ; જેતપુર (જિ. રાજકોટ)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપરની અતૂટ શ્રદ્ધા થકી તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે. મા ખોડલને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમની બંને દીકરીઓ ઘો.11 અને ધો.9માં સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થઈ. ભક્તોના પરચા પૂરનારી મા ખોડલને શત્ શત્ પ્રણામ.

શ્રીમતિ કલાવતીબેન એમ. પરમાર; પ્રભાસપાટણ (જિ. જૂનાગઢ)થી લખે છે: તેઓ બીમાર રહેતા હતા. નબળી આર્થિક પરિસ્થિતીને કારણે ઓપરેશન બાબત ચિંતા રહેતી હતી. તેમ છતાં આઈ શ્રી ખોડિયાર ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખી હોસ્પિટલમાં દાખલ કર્યા. ઓપરેશનની સફળતા અને ઓછા ખર્ચે બધું પાર પડે તે માટે તેમના પતિએ મા ખોડલને સ્મરી પરચો માન્યો. આઈ શ્રી ખોડિયારની દયાથી તેમને નાના ઓપરેશનથી જ સારું થઈ ગયું અને મોટા ખર્ચમાંથી ઉગરી ગયા.

શ્રી બી. કે. રાવલ; અમદાવાદથી લખે છે: મા ખોડિયારે તેમના અનેક કાર્યો પૂર્ણ કર્યા છે અને સર્વ પ્રકારના ભયને નાબૂદ કરી જીવનમાં શાંતિ આપી છે. માના આશીર્વાદથી અમેરિકા સ્થિત તેમની પૌત્રી ચિ. નિરાલીને મેડીકલ લાઈનમાં પ્રવેશ મળી ગયો. તે અભ્યાસમાં પણ હંમેશા આગળ રહે છે. કેનેડા ખાતે રહેતા તેમના બીજા પુત્ર ચિ. વિશાલ અને પુત્રવધૂ તથા પૌત્રને હાઈ-વે પરના મહાભયંકર અકસ્માતમાંથી મા ખોડલે જ હેમખેમ ઉગારી લીધા. માની મહેરથી તેઓને મનપસંદ નોકરી પણ મળી. ખરેખર, આઈ શ્રી ખોડિયાર હાજરાહજૂર છે.

શ્રી રમણભાઈ એસ. પટેલ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમના મોટાભાઈની મોટી દીકરીને કેન્સર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડૉક્ટરે તેને ઓક્સિજન પર રાખી 48 કલાકની મુદત આપી હતી. આ વેળા તેમણે મા ખોડલને આર્તહૃદયે પ્રાર્થ્યા, ભત્રીજીના જીવનની રક્ષા કાજે પરચો માન્યો. મા ખોડલની અમી કૃપાથી તેને સારું થઈ જતા ઘરે પણ આવી ગઈ. તેમના મોટા જમાઈ લપસી જવાથી કોણીમાં ફ્રેક્ચર થયું. મા ખોડલને પ્રાર્થના કરવાથી તેને પણ ઓપરેશન વિના સારું થઈ ગયું. ત્યાર બાદ, તેમની નાની દીકરી, મોટા ભાઈ, પત્નીનાં બહેન, પૌત્રી તથા પુત્રને નાની મોટી શારીરિક પીડા થતા મા ખોડલના પરચાની ટેકના પ્રતાપે સૌનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. એક વખત તેમને વતન જવાનું થયું. ગિરદી જોઈને ચિંતા થઈ. પરંતુ આઈ શ્રી ખોડિયારને યાદ કરવાથી તેઓ વિના તકલીફે પહોંચી ગયા. આ ઉપરાંત, તેમની પૌત્રીનું ખોવાયેલું પાકીટ માની કૃપાથી ઘરમાંથી જ મળી આવ્યું. તેમજ મા ખોડલના આશીર્વાદથી તેમના દોહિત્રને યુ.કે.ના વિઝા મળી ગયા. મા ખોડલે તેમના બધા જ કાર્યો ઈચ્છાઓ પૂર્ણ કરી છે.

શ્રી કિશોરસિંહ કે. રાયજાદા; ગોંડલ (જિ. રાજકોટ)થી લખે છે: તેમના શરીરમાં લોહીના ટકા ઘટી ગયા હતા. અને ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી. લોહીના ટકા વધી જાય અને અશક્તિ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો હતો. મા ખોડલની અમી કૃપાથી તેમના શરીરમાં લોહીના ટકા વધી ગયા અને શક્તિ આવી ગઈ. મા ખોડલે તેમની મનોકામના તેમજ ધાર્યા કાર્યો પૂર્ણ કર્યા છે.

શ્રી ભીખાલાલ કે. જોષી; ધરપલ્લી (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેમને તેમજ પરિવારના સભ્યોને નાની-મોટી શારીરિક તકલીફો રહેતી હતી. તેમને સતત વિચારો આવતા હતા. તેમજ બંને પગમાં ઓપરેશન કરાવેલ હોવાથી ચાલવામાં તકલીફ પડતી હતી. તેમનાં પત્નીને ઘૂંટણમાં દુ:ખાવો રહેતો તથા પગમાં ગોટલા ચડી જતા. મોટો દીકરો અચાનક પડી જઈ બેભાન થઈ જતો. તેઓ સૌની શારીરિક પીડાઓ દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો. મા ખોડલની અપાર કૃપાથી સૌને સારું થઈ ગયું. આ ઉપરાંત, માના આશીર્વાદથી તેમના નાના દીકરાને સારી કંપનીમાં નોકરી મળી.

શ્રી મનીષાબેન એન. વાઘેલા; મુંબઈ સેન્ટ્રલથી લખે છે: તેઓ એક મુસીબતમાં ફસાઈ ગયા હતા. જેમાંથી ઉગરવાનો કોઈ માર્ગ સૂઝતો ન હતો. પરંતુ આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માનતા તેઓ મુસીબતમાંથી ઉગરી ગયા. બીજું, મા ખોડલને કરેલી પ્રાર્થનાના ફલ સ્વરૂપ તેમના દીકરાને લંડનમાં સારી જોબ મળી. નાનો દીકરો ધો.10ની પરીક્ષામાં ખૂબ જ સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયો તેમજ તેમના સસરાના મેડીકલ રીપોર્ટ નોર્મલ આવ્યા.

શ્રી જે. બી. મહેતા; અમદાવાદથી લખે છે: તેમનાં પત્નીને શરીરે સોજા ચડી ગયા હતા તથા ખાંસી પણ આવતી હતી. તેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમનાં પત્નીને તદ્ન સારું થઈ ગયું. પરમ કૃપાળુ આઈ શ્રી ખોડિયારને કોટિ કોટિ પ્રણામ.

શ્રી મણીભાઈ એસ. પ્રજાપતિ; મહેસાણાથી લખે છે: તેમની મોટી પુત્રીને અકસ્માતમાં ઢીંચણમાં ઈજા થઈ હોવાથી ખૂબ જ દુ:ખાવો થતો હતો. તેનું આ દર્દ શમી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની દયાથી પુત્રીનો ઢીંચણનો દુ:ખાવો દૂર થયો. બીજું, તેમની મોટી પુત્રીને ઘણા સમયથી સંતાનસુખ ન હતું. તેની પ્રાર્થના પણ મા ખોડલે સાંભળી. તેને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. મા ખોડલના આશીર્વાદથી મુશ્કેલ કાર્યો પણ સરળ બની સિદ્ધ થઈ જાય છે.

શ્રી નયનાબેન આર. પટેલ; લાઠી (જિ. અમરેલી)થી લખે છે: તેમના ભત્રીજાને પરીક્ષામાં સારા માર્કસ આવે અને ડિપ્લોમામાં એડમીશન મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો હતો. મા ખોડલના શુભાશિષથી તેને એડમીશન મળી ગયું. તેમને વારંવાર ડીપ્રેશન થઈ જતા ખૂબ જ તકલીફ થાય છે. એક રાત્રે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. પરંતુ મા ખોડલનું નામ સ્મરણ કરવાથી તુરત જ સારું થઈ જાય છે. તેમના પિતાશ્રીના હાથનું દર્દ પણ મા ખોડલે મટાડ્યું.

શ્રી રાયસંગભાઈ બી. લીલાપરા; મોઢવાણા (જિ.સુરેન્દ્રનગર)થી લખે છે: તેઓ પડી જવાથી પગમાં મોટી ઈજા થઈ હતી. દુ:ખાવો અસહ્ય હતો. પરંતુ મા ખોડલને પ્રાર્થના કરી પરચો માનવાથી દુ:ખદર્દ સહન કરવાની હિંમત મળી અને ધીરે ધીરે કોઈપણ દવા વગર અને ખર્ચ વગર પગમાં બિલકુલ સારું થઈ ગયું અને દર્દ પણ દૂર થયું. તેમના મોટા દીકરાને પણ તાવની બીમારીમાંથી સારું થઈ ગયું. ખરેખર, મા ખોડિયાર હાજરાહજૂર છે.

શ્રીમતિ હીનાબેન નાંઢા; ફીજી (આઈલેન્ડ)થી લખે છે: બીજા શહેરમાં આવેલું તેમનું મકાન વેચવા મૂક્યું હતું. ચાર વર્ષ સુધી કોઈ પરિણામ ન આવ્યું. આથી આ કાર્યની સફળતા માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની કૃપાથી ટૂંક સમયમાં જ મકાન વેચાઈ ગયું. વધુમાં, તેમના પુત્રને શરીરે લાલ ફોલ્લીઓ નીકળી. ખૂબ જ ખંજવાળ આવતી. ક્યારેક ગૂંમડાં થઈ પરૂ નીકળતા તેના માટે પણ મા ખોડલને પ્રાર્થના કરતા તેને ઘણી જ રાહત થઈ ગઈ.

શ્રીમતિ તરૂબેન પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના પતિની તબિયત સારી રહેતી ન હતી. તેઓને સારું રહે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમના પતિની તબિયત સારી થઈ ગઈ. મા ખોડિયાર તેમના જીવનમાં હાજરાહજૂર હોય તેવી અનુભૂતિ સતત થયા કરે છે. મા ખોડલના પાવન ચરણોમાં અગણિત વંદન.
 
Copyright @ Jalaram Jyot Publications   |  Web Development by Solminds Technologies| Terms And Conditions