Parcha for Khodiyar Jyot April – 2011 << Back to Archive Home
શ્રી રેણુકાબેન પટેલ; કરમસદ (જિ. આણંદ)થી લખે છે: તેમના પૌત્રને
જન્મ બાદ ઘણી તકલીફો હતી. દવાઓ ચાલુ હતી પણ ખાસ ફેર પડતો ન હતો.
એ સમયમાં અચાનક તેમના હાથમાં 'ખોડિયાર જ્યોત' આવ્યું. તેમાંના
પરચા વાંચી પ્રેરણા થતા તેમણે પણ આઈ શ્રી ખોડિયારને યાદ કરી
પૌત્રના સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે પરચો માન્યો. મા
ખોડલની અમી દ્રષ્ટિથી તેમના પૌત્રને ધીરે ધીરે બિલકુલ સારું થઈ
ગયું. તે દૂધ પીતો થઈ ગયો અને તંદુરસ્ત પણ થઈ ગયો. આઈ શ્રી
ખોડિયારને શત્ શત્ પ્રણામ.
શ્રી ટીનાબેન આર. પંચાલ; અમદાવાદથી લખે છે: તેમને પડખામાં અસહ્ય
દુ:ખાવો થતો હતો. ડૉક્ટરે પથરીની શંકા દર્શાવી સોનોગ્રાફી
કરવાનું કહ્યું. પરંતુ તેમણે આઈ શ્રી ખોડલ ઉપર શ્રદ્ધા રાખી
પડખાનું દર્દ વગર દવાએ જ દૂર થઈ જાય તે માટે પરચો માન્યો. મા
ખોડલની કૃપા થકી તેમને થોડા જ દિવસોમાં પડખાનું દર્દ શમી ગયું.
શ્રી પ્રભાબેન એમ. માલવિયા; વિશળ હડમતીયા (જૂનાગઢ)થી લખે છે:
તેમનો પૌત્ર છ વર્ષનો થયો હોવા છતાં બોલી શકતો ન હતો. ઘણા
ડૉક્ટરોની સારવાર કરાવી પણ નિષ્ફળ નીવડી. છેવટે, તેમણે મા
ખોડલનું શરણું લીધું. અને પૌત્રને વાચા મળે તે માટે પરચો
છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની પરમ કૃપાથી ટુંક સમયમાં જ તે
થોડું થોડું બોલતો થઈ ગયો. હાલ તે ઘણું સારું બોલી શકે છે.
શ્રી સુમિત્રાબેન એફ. સોલંકી; અલારસા (જિ. આણંદ)થી લખે છે:
તેમને ગળામાં દુ:ખાવો થતો હોવાથી ખાવા-પીવામાં તથા બોલવામાં
તકલીફ પડતી હતી. સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને
સ્મર્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાથી તેમના ગળાનું દર્દ
દૂર થયું. ખરેખર, પૂ. મા ખોડલની કૃપા અપાર છે.
શ્રી કિશોરભાઈ રૂપેરા; કલકત્તા (પ.બંગાળ)થી લખે છે: તેમની મોટી
પુત્રવધૂની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમણે આઈ શ્રી
ખોડિયારને યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલની કૃપાથી તેમની
પુત્રવધૂની ડીલેવરી હેમખેમ પાર પડી તથા તંદુરસ્ત બાળકનો જન્મ
થયો. મા ખોડિયારની દયા હંમેશા તેમના પર વહેતી રહે તેવી
અભ્યર્થના.
શ્રીમતિ રમીલાબેન ડી. પટેલ; ભુવેલ (જિ. આણંદ)થી લખે છે: તેમના
નાના પુત્રના લગ્ન થઈ ગયા હતા. પણ મોટા પુત્રના બાકી હતા. આ
કાર્ય જલ્દીથી પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા
અને પરચો માન્યો. મા ખોડલના આશીર્વાદથી તેમના મોટા પુત્રના લગ્ન
સારી જગ્યાએ થઈ ગયા. તેમની ખોવાયેલી ઘરની ચાવી પણ માની કૃપાથી
મળી આવી. આ ઉપરાંત, તેમના સ્નેહી શ્રીમતિ નીરૂબેન જે. પટેલે મા
ખોડલને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમનો દોહિત્ર પરીક્ષામાં
સારા માર્કસ મેળવી પાસ થયો તેમજ તેને સારી સ્કૂલમાં એડમીશન મળી
ગયું.
શ્રી મોહનભાઈ બી. ભાલીયા; કંબોલા (જિ.વડોદરા)થી લખે છે: થોડા
દિવસો પહેલાં તેઓ સંકટમાં મુકાઈ ગયા હતા. તેમાંથી ઊગરવા માટે
તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણું લીધું અને પરચો છપાવવાની ટેક
રાખી. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી, સંકટના સમયમાં મદદરૂપ
થયા. આઈ શ્રી ખોડિયારને વારંવાર વંદન.
શ્રીમતિ લાભુબેન સી. મુંજાણી; સચીન (જિ.સુરત)થી લખે છે: તેમની
દીકરીનું ઓપરેશન કરાવ્યું હતું. તે સમયે તેમની દોહિત્રી તથા
પૌત્રની તબિયત સારી ન હતી. તેમજ તેમને પણ કમ્મરમાં પીડા થતી
હતી. સૌ પરિવારજનોને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને
પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની અમીમય નજરથી બધાને
બિલકુલ સારું થઈ ગયું. આમ, પૂ.માએ તેમની દરેક મનોકામના પૂર્ણ
કરી છે.
શ્રીમતિ વનિતાબેન જી. પટેલ; ખંભોળજ (જિ. આણંદ)થી લખે છે: તેમની
પુત્રવધૂની ડીલેવરી સુખરૂપ પાર પડે તે માટે તેમણે આઈ શ્રી
ખોડલને સ્મરી પરચો માન્યો હતો. મા ખોડલની કૃપાથી પુત્રવધૂની
ડીલેવરી સુખરૂપ પાર પડી અને જોડિયા પુત્રોનો જન્મ થયો. દયાના
દેવી આઈ શ્રી ખોડિયારને વારંવાર પ્રણામ.
શ્રીમતિ ચંપાબેન બી. પટેલ; અતુલ (જિ.વલસાડ)થી લખે છે: તેમનો
દીકરો ધો.10ની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થાય તેમજ
તેને સારી ઈજનેરી કોલેજમાં એડમીશન મળે તથા દીકરી પણ સારા
માર્કસે પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલના આશીર્વાદ માંગી
પરચો માન્યો હતો. મા ખોડલે કૃપા આશિષ વરસાવતા તેમની આ મનોકામના
પૂર્ણ થઈ.
શ્રીમતિ પુષ્પાબેન આર. પરમાર; ઓથવાડ (જિ.ખેડા)થી લખે છે: તેમને
લગ્નજીવનના 10 વર્ષ સુધી સંતાનસુખ ન હતું. ઘરમાં પારણું ઝૂલતું
થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને પરચો
છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની પરમ કૃપાથી તેમને પુત્રરત્નની
પ્રાપ્તિ થઈ. થોડા દિવસો બાદ તેમનો પુત્ર તથા ભેંસ બીમાર થઈ ગયા
હતા. ત્યારે પણ માને પ્રાર્થના કરવાથી બંનેને સારું થઈ ગયું.
તેમના પતિને સરકારી નોકરી મળશે અને બધી જ મુશ્કેલીઓ દૂર થશે
તેવી તેમને આઈ શ્રી ખોડલ ઉપર શ્રદ્ધા છે.
શ્રીમતિ પલ્લવીબેન એમ. રાઠોડ; ભરૂચથી લખે છે: તેમના પતિને જમણા
ખભા પર સખત દુ:ખાવો થતો હતો. દવાઓ કરાવી, એમ.આર.આઈ. ટેસ્ટ
કરાવ્યો. પણ દર્દમાં રાહત ન થઈ. છેવટે, તેમણે મા ખોડલને
પ્રાર્થી પરચો માન્યો. માની કૃપાથી ધીમે ધીમે તેઓને બિલકુલ
સારું થઈ ગયું. તેમની ઉધરસની તકલીફ દવાઓથી દૂર ન થઈ પરંતુ મા
ખોડલના નામ - સ્મરણ માત્રથી દૂર થઈ ગઈ.
શ્રીમતિ પન્નાબેન વી. મહેતા; ભરૂચથી લખે છે: તેમના પતિને
પંદર-વીસ દિવસથી પેટમાં અસહ્ય દુ:ખાવો થતો હતો. દવાઓ-રીપોર્ટ
કરાવવા છતાં કોઈ જ ફેર ન પડ્યો. 'ખોડિયાર જ્યોત'માંના પરચા
વાંચી તેમને પણ પ્રેરણા થઈ ને પતિના પેટની પીડા શમી જાય તે માટે
તેમણે માને પ્રાર્થના કરી પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી
ધીરે ધીરે તેનું દર્દ ગાયબ થઈ ગયું. તે દરમ્યાન તેમની સોનાની
વીંટી ઘરમાં જ ખોવાઈ ગઈ હતી. ઘરમાં લોકોની અવર- જવર પણ ઘણી
રહેતી. બહુ જ શોધવા છતાં પણ વીંટી ન મળતા તેમણે મા ખોડલને યાદ
કર્યા... ને માની કૃપાથી વીંટી બીજે જ દિવસે ઘરમાંથી મળી આવી.
શ્રી જયંતિભાઈ પી. બુહા; ચલાલા (જિ. અમરેલી)થી લખે છે: તેમને
જમણા પગની આંગળીઓમાં ખાલી ચડી ગઈ હતી. તેમજ પુત્રને ડોક પર
ખરજવા જેવું થયું હતું. બંનેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ
શ્રી ખોડિયારને સ્મર્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાથી તેઓ
પિતા - પુત્ર બંનેને સારું થઈ ગયું. પૂ. માના ચરણકમળમાં કોટિ
કોટિ પ્રણામ.
શ્રી કોમલબેન પી. પટેલ; અમદાવાદથી લખે છે: મા ખોડલ પરની અતૂટ
શ્રદ્ધા થકી તેમણે ધો.12ની પરીક્ષા સારા ટકા મેળવી પાસ કરી.
પરંતુ ત્યાર બાદ એફ.વાય.બી.કોમ.માં અંગ્રેજી માધ્યમમાં એડમીશન
મેળવવામાં તકલીફ પડતી હતી. સારી અને મનપસંદ કોલેજમાં એડમીશન મળે
તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની
દયાથી તેમની એ ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. એડમીશનની દોડધામ કરવામાં
તેમનો કિંમતી ફોન પાણીમાં પડી ગયો હતો. ત્યારે પણ મા ખોડલનું
સ્મરણ કરવાથી ફોન પહેલાં જેવો જ બરાબર કામ કરતો થઈ ગયો.
શ્રી પૂજાબેન આર. ગજેરા; ધોરાજી (જિ. રાજકોટ)થી લખે છે: તેમના
ચહેરા પર થયેલી ફોલ્લીઓ મટી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને
શ્રદ્ધાપૂર્વક પ્રાર્થ્યા અને પરચો માન્યો. માની દયાથી તેમને
ફોલ્લીઓ મટી ગઈ. આ ઉપરાંત, માના આશીર્વાદથી તેઓ પરીક્ષામાં સારા
ટકા મેળવી ઉત્તીર્ણ થયા. મા ખોડલના ચરણોમાં વંદન.
શ્રી શારદાબેન પટેલ; અમદાવાદથી લખે છે: તેમને દાઢમાં સખત
દુ:ખાવો થતો હતો. દાઢ તાત્કાલિક કાઢવી પડે તેમ હતી પણ હલતી ન
હતી. આથી તેમણે મા ખોડિયારને યાદ કર્યા અને દાઢનું દર્દ દૂર થાય
તે માટે પરચો માન્યો. મા ખોડલની દયાથી વગર દવાએ દાઢનું દર્દ દૂર
થયું. બીજું, અમુક કારણોસર તેમનો દીકરો કોલેજથી ઘરે તાત્કાલિક
આવી જાય તે માટે મા ખોડલને કરેલી પ્રાર્થના પણ ફળી. માની કૃપાથી
તેમના ધંધાકીય કામકાજમાં ઝડપ આવી. મા ખોડલ સ્મર્યે સહાય કરે છે.
શ્રી સુશીલાબા કે. જાડેજા; તરઘડી દેવરીયા (જિ. જામનગર)થી લખે
છે: તેમને માથામાં સખત દુ:ખાવો થતો હતો. દવા લેવા છતાં રાહત થતી
ન હતી. પરંતુ આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચાની ટેક રાખતા
તેમના માથાનું દર્દ દૂર થઈ ગયું. મા ખોડલને શત્ શત્ પ્રણામ.
શ્રી મૃદુલાબેન બી. જોશી; અમદાવાદથી લખે છે: તેમનો મોબાઈલ
રસ્તામાં તેમના ધ્યાન બહાર ક્યાંક પડી ગયો હતો. તેમજ સોનાની
નાની કિંમતી વસ્તુ ક્યાંક મુકાઈ ગઈ હતી. બંને વસ્તુઓ મળી જાય તે
માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થના કરી પરચો માન્યો. માની
કૃપાથી તેમનો મોબાઈલ એક સજ્જન ઘરે આવીને આપી ગયા તેમજ સોનાની
વસ્તુ પણ મળી આવી. મા ખોડલને શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના
જરૂર ફળે જ છે.
શ્રી નંદાબેન ડી. વોરા; ઉમરખાડી (મુંબઈ)થી લખે છે: તેમને બંને
ઘૂંટણમાં ખૂબ જ ખંજવાળ આવતી હતી. તેથી કાળા ધાબા થઈ ગયા હતા.
તેમજ ઘરમાં લપસી જવાથી કમ્મરમાં ઈજા થઈ હતી. આ બંને તકલીફોમાંથી
સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો
માન્યો. મા ખોડલની દયાથી તેમને સારું થઈ ગયું. મા ખોડલના
ચરણોમાં આદર નમન.
શ્રી જીજ્ઞેશભાઈ ઝવેરી; અમદાવાદથી લખે છે: તેમના મોટા ભાઈના
લગ્ન યોગ્ય જગ્યાએ થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને
અંત:કરણથી પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલના
શુભાશિષથી તેમના મોટા ભાઈના લગ્ન યોગ્ય જગ્યાએ ટુંક સમયમાં જ થઈ
ગયા.
શ્રી દીનુબા એ. સરવૈયા; દાઠા (જિ. ભાવનગર)થી લખે છે: તેમને
ગળામાં ઘણાં સમયથી તકલીફ થયેલ હતી. આ તકલીફ દૂર થાય તે માટે
તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની અપાર
દયાથી તેમને ગળામાં તદ્ન સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના પાવન
ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી કેશાબેન જે. પટેલ; બાહિયલ (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમણે
માલિકી જગ્યામાં મંદિર નજીક વરંડો બનાવેલ. જેનો પંચાયત અને
આસપાસના રહીશોએ વિરોધ કરી બે વખત તોડી પાડેલ. પરંતુ તેમણે ફરીથી
વરંડો બાંધી, કોર્ટમાં કેસ કરી, આ બાબતે સુખદ સમાધાન થાય તે
માટે આઈ શ્રી ખોડલને સ્મરી પરચો માન્યો. માની પરમ કૃપા થતા આ
બાબતે સુખદ સમાધાન થઈ ગયું. આ ઉપરાંત, મા ખોડલના આશીર્વાદથી
તેમના બંને પુત્રો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેમના એક
ખેતરનો કેસ વર્ષોથી ચાલતો હતો. આ માટે પણ મા ખોડલને પ્રાર્થના
કરતા ખેતરની સારી કિંમત આવી ને વિવાદ સાથે બીજાને આપી તેઓ છૂટા
થઈ ગયા. માની દયાથી તેમના બંને પુત્રો સ્વભાવે શાંત થઈ ગયા.
શ્રી મુકેશભાઈ ડી. બારોટ; ચેલા (જિ.જામનગર)થી લખે છે: તેમના
મોટા પુત્રને કારખાનામાં કામ કરતી વખતે હાથના અંગૂઠામાં ઈજા થઈ
હતી. અને તેમાં પાક થઈ ગયો. તેમનાં પત્નીને પણ ગૂંમડું થયું
હતું. માતા - પુત્ર બંનેને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી
ખોડિયારને સ્મરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની દયા
દ્રષ્ટિથી બંનેને સારું થઈ ગયું.
શ્રી હેતલબેન વ્યાસ; અમદાવાદથી લખે છે: આઈ શ્રી ખોડલ ઉપર તેમને
અનન્ય શ્રદ્ધા - ભક્તિભાવ છે. માની કૃપાથી તેમને દરેક
મુશ્કેલીમાંથી માર્ગ મળ્યો છે. એક સારી પ્રવૃત્તિ માટે તેઓ સફળ
રીતે દેખાવ કરી શકે તે માટે માને કરેલી પ્રાર્થના પણ ફળી અને
તેમની મનોકામના પૂર્ણ થઈ.
શ્રી નટુભાઈ પી. પટેલ; નવાગામ (જિ.ખેડા)થી લખે છે: વિદેશ સ્થિત
તેમના ભત્રીજાના પુત્રને પેટની તકલીફના કારણે મળ માર્ગેથી લોહી
પડતું હતું. તેને સારું થઈ જાય તે માટે તેમણે તેમજ પૌત્રના દાદી
શ્રીમતિ ઉષાબહેને આઈ શ્રી ખોડલને સ્મરી પરચો માનેલ. માની દયાથી
પૌત્રને બિલકુલ સારું થઈ ગયું અને રીપોર્ટ પણ નોર્મલ આવ્યા.
દયાના સાગર પૂ. મા ખોડલને શત કોટિ પ્રણામ.
શ્રી છત્રસંગ બી. સિંધા; ઉબેર (જિ. ભરૂચ)થી લખે છે: તેમને
પેટમાં દુ:ખાવો થતો હતો. સોનાગ્રાફી રીપોર્ટમાં એપેન્ડીક્ષ
હોવાનું નિદાન થતા ઓપરેશન કરાવવાની સલાહ મળી. પરંતુ તેમણે આઈ
શ્રી ખોડિયારને પ્રાર્થ્યા અને ઓપરેશન વિના પેટનું દર્દ દૂર થાય
તે માટે પરચો માન્યો... ને ખરેખર બન્યું એવું જ. ઓપરેશન માટે
દાખલ તો થયા, તૈયારી પણ થઈ ગઈ. પણ ત્યારે જ ડૉક્ટરે ઓપરેશનની
જરૂર ન હોવાનું જણાવ્યું. માની કૃપાથી તેમને ફક્ત દવાથી જ
પેટનું દર્દ શમી ગયું.
શ્રી ભારતીબેન પી. દેસાઈ; વલસાડથી લખે છે: તેમના ભાઈને તાવ આવતો
હતો. દવાથી ફેર પડતો ન હતો. પરંતુ મા ખોડલને પ્રાર્થી પરચાની
ટેક રાખતા ભાઈને તાવ ઊતરી ગયો. થોડા દિવસો બાદ દવાની આડઅસરથી
તેના પગમાં સોજા આવી ગયા અને દાંતમાંથી પણ લોહી નીકળતું હતું. આ
સમયે પણ આઈ શ્રી ખોડિયારનો પરચો માનતા તેને તુરત જ સારું થઈ
ગયું. એક રાત્રે તેમની તબિયત પણ અચાનક બગડી જતા મૂંઝવણ થતી હતી.
પરંતુ મા ખોડલનું સ્મરણ કરવાથી થોડી જ વારમાં સારું થઈ ગયું.
તેમની નાની - મોટી શારીરિક તકલીફો તેમજ તેમના માતુશ્રી, નાની
અને મોટી બહેન, ભત્રીજી, બા અને ભાભીની નાની-મોટી બીમારી મા
ખોડલે દૂર કરી સૌને સારું સ્વાસ્થ્ય આપ્યું. તેમની મનોકામના પણ
પૂર્ણ થઈ. વધુમાં, મા ખોડલના આશીર્વાદથી તેમના બનેવીને ઈચ્છા
મુજબ પગારવધારો મળ્યો તેમજ ભાઈને સારી કંપનીમાં નોકરી મળી તથા
તેમની માલિકીની જમીન તેમના નામે થઈ ગઈ.
શ્રી ધનબેન એન. પટેલ; દાદર (મુંબઈ)થી લખે છે: એર્લજીના કારણે
તેમની તબિયત બગડી ગઈ હતી. સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી
ખોડલને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની કૃપા
દ્રષ્ટિથી તેમને તદ્ન સારું થઈ ગયું. પરમ વંદનીય આઈ શ્રી
ખોડિયારને વારંવાર વંદન.
શ્રી રમેશભાઈ ડી. દુધાત; સુરતથી લખે છે: તેમની પાસે કોઈ કામધંધો
ન હતો. સારું કામકાજ મળી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને
સ્મરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલના આશીર્વાદથી તેમને
યોગ્ય કામધંધો મળ્યો અને આવક પણ સારી મળતી થઈ ગઈ. દયાના સાગર
પૂ. મા ખોડલને શત કોટિ કોટિ પ્રણામ.
શ્રી ગિરીશભાઈ સી. સોની; બારીયા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમને
પીઠમાં તથા છાતીમાં દુ:ખાવો રહેતો હતો. આ દર્દ શમી જાય તે માટે
તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કર્યા અને પરચો માન્યો. મા ખોડલની
દયાદ્રષ્ટિથી તેમનું દર્દ શમી ગયું. આ ઉપરાંત, એક મુશ્કેલીમાંથી
પણ મા ખોડલે તેમને હેમખેમ ઉગારી લીધા. આઈ શ્રી ખોડિયારના પાવન
ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રીમતિ શારદાબેન કે. લખતરીયા; ધાંગધ્રા (જિ. સુરેન્દ્રનગર)થી
લખે છે: તેમના પુત્રના ઘરે બે દીકરી છે. પુત્રપ્રાપ્તિની તેની
ઈચ્છા પૂર્ણ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી
પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અપાર કૃપાથી તેમના પુત્રના
ઘરે પુત્રનું પારણું ઝુલતું થયું. વધુમાં, માના શુભાશિષથી તેમનો
નાનો પુત્ર બોર્ડની પરીક્ષામાં પાસ થયો તેમજ તેને શિક્ષકની
નોકરીનો ઓર્ડર પણ મળી ગયો.
શ્રી જ્યોતિબેન કે. મહેતા; વડોદરાથી લખે છે: તેમની દીકરી
ઓસ્ટ્રેલિયાથી સ્વદેશ આવે ત્યારે તેમના ઘરે રહેવા આવે તે માટે
તેમણે આઈ શ્રી ખોડલને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા
ખોડલની કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. ખરેખર, પૂ. મા ખોડલની
લીલા અપરંપાર છે.
શ્રી મહેશભાઈ ચારણ; જોટાણા (જિ. મહેસાણા)થી લખે છે: અહીંના શ્રી
ખોડિયાર ધામમાં દર્શનાર્થે આવેલ એક માઈભક્તને ભગંદરના ઓપરેશન
બાદ પણ ખૂબ જ દર્દ રહેતું. પરંતુ તેઓએ મા ખોડલને પ્રાર્થી
પરચાની ટેક રાખતા તેઓનું દર્દ ગાયબ થઈ ગયું અને રીપોર્ટ પણ
નોર્મલ આવ્યા. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રી દક્ષાબેન જે. વરિયા; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: તેઓ અનેક
મુસીબતોથી ઘેરાયેલ હતા. પુત્રને પગમાં થયેલ ઈજા મટતી ન હતી.
પરિવારજનોને સફેદ ડાઘ થઈ ગયા હતા. સાસુમાને ગળામાંથી લોહી પડતું
હતું તેમજ દિયરનું સગપણ વિલંબમાં પડયું હતું. તેમના તથા તેમની
સખીના પુત્રો અભ્યાસમાં બિલકુલ ધ્યાન આપતા ન હતા. આવા સમયે આઈ
શ્રી ખોડિયારનું શરણ લઈ પરચો માનતા પંદર દિવસમાં જ સૌ
સારાંવાનાં થયાં અને તેમની મૂંઝવણ દૂર થઈ.
શ્રીમતિ મીનાબા એ. ઝાલા; સીતાપુર (જિ.અમદાવાદ)થી લખે છે:
ડીલીવરી સમયે તેમને વધુ પડતી શારીરિક તકલીફ થતા તેમણે આઈ શ્રી
ખોડિયારને યાદ કર્યા અને સારું થાય તે માટે પરચો માન્યો. મા
ખોડલની દયાથી તેમને રાહત થઈ ગઈ. તેમનાં માતુશ્રીને પણ મસાની
તકલીફ થતા તેને પણ રાહત થાય તે માટે મા ખોડલને કરેલી પ્રાર્થના
ફળી. તેમના માતુશ્રીને પણ આરામ થઈ ગયો.
શ્રી નયનાબેન સી. ભોઈ; ભોઈપુરા (જિ. આણંદ)થી લખે છે: તેમણે
ખેતીના કામકાજ અંગે કરેલી વાતમાં પાછળથી કોઈ ફેરફાર થાય તેવું
લાગતું હતું. આમાં કોઈ ફેરફાર ન થાય તે માટે તેમણે આઈ શ્રી
ખોડિયારને યાદ કર્યા અને પરચો માન્યો. મા ખોડલના આશિષથી તેમનું
કામ સફળ થયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં કોટિ કોટિ વંદન.
શ્રીમતિ મંજુલાબેન વી. પટેલ; ઊંડેરા (જિ. વડોદરા)થી લખે છે:
તેમને હાથ-પગમાં વાની તકલીફ હતી તથા પેટમાં પથરી પણ હતી.
પુત્રવધૂને બી.પી. વધતું હતું. તેમજ મોટી પુત્રીને ઢીંચણમાં અને
નાની દીકરીને કમ્મરની તકલીફ હતી. સૌને સારું થાય તે માટે તેમણે
આઈ શ્રી ખોડલને પ્રાર્થી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની
અમી કૃપાથી સૌને સારું થઈ ગયું. આ ઉપરાંત, માની મહેરથી તેમની
બંને પૌત્રીઓ પરીક્ષામાં પાસ થઈ તથા પૌત્રને સારી નોકરી મળી.
માની કૃપાથી તેમના ઘરમાં સુખ-શાંતિ છે. પૂ.માએ તેમની દરેક
મનોકામના પૂર્ણ કરી છે.
શ્રી રવજીભાઈ એમ. માદળીયા; જેતપુર (જિ.રાજકોટ)થી લખે છે: તેમની
દીકરી અચાનક બીમાર પડી ગઈ હતી. તેના રીપોર્ટ નોર્મલ આવે અને
સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું
સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. આઈ શ્રી ખોડિયારની દયા
દ્રષ્ટિથી દીકરીનું સ્વાસ્થ્ય બિલકુલ સારું થઈ ગયું તેમજ
રીપોર્ટ પણ નોર્મલ આવ્યા. તેમના પૌત્રને આંખમાં થયેલી ઈજા પણ
માની કૃપાથી મટી ગઈ. માના આશીર્વાદથી તેમના ત્રણેય પૌત્રો
પરીક્ષામાં પાસ થયા.
શ્રી મધુબેન ડી. જાની; મહુવા (જિ.ભાવનગર)થી લખે છે: તેઓની
યાત્રા દરમ્યાન પાછળથી ઘરના તાળા તૂટ્યા હોવાના સમાચાર મળતા
ચિંતામાં મુકાઈ ગયા. પરંતુ આ બાબતે મા ખોડિયારને અંત:કરણથી
કરેલી પ્રાર્થના અને પરચાની ટેકના ફળસ્વરૂપ ઘરે આવીને તપાસતા
બધું જ સલામત હતું. એક વખત તેમના ઘરમાંથી ચાંદીના સિક્કા ગુમ થઈ
ગયા હતા. મા ખોડલને પ્રાર્થના કરવાથી તે પણ મળી આવ્યા. તેમનો
પેટનો અસહ્ય દુ:ખાવો પણ મા ખોડલે મટાડ્યો. પરમ કૃપાળુ આઈ શ્રી
ખોડિયારના ચરણોમાં વારંવાર વંદન.
શ્રી હંસાબેન એચ. વ્યાસ; મહુવા (જિ. ભાવનગર)થી લખે છે: તેમને
કમ્મરમાં અસહ્ય દર્દ થતું હતું. હલન - ચલન થઈ શકતું ન હતું. તથા
રાત્રે ઊંઘ પણ થઈ શકતી ન હતી. દવા અસર કરતી ન હતી. અને ઓપરેશનની
હિંમત ન હતી. સહારો એક માત્ર આઈ શ્રી ખોડિયારનો જ હતો. કમ્મરની
પીડા દૂર થાય તે માટે તેમણે મા ખોડલને વિનંતી કરી પરચો માન્યો.
માએ દયા દ્રષ્ટિ કરતા તેમનું દર્દ દૂર થઈ ગયું.
શ્રી કંચનબેન બી. વાઘાણી; મહુવા (જિ. ભાવનગર)થી લખે છે: સુરતમાં
રહેતા તેમના બહેનના ઘરે માંકડનો ખૂબ જ ત્રાસ હતો. દવા છંટાવી
રંગરોગાન કરાવ્યું પણ આ ત્રાસ ઓછો થયો નહિ. છેવટે, તેમણે મા
ખોડલને અરજ કરી પરચો માન્યો. માની કૃપાથી થોડા જ દિવસોમાં
માંકડનો ત્રાસ સંપૂર્ણપણે દૂર થઈ ગયો.
શ્રી રૂપસંગભાઈ ડી. ચૌહાણ; નારી (જિ. ભાવનગર)થી લખે છે: તેઓ
ઘણાં સમયથી ભાડાના મકાનમાં રહેતા હતા. પોતાની માલિકીનું મકાન
થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાનો
સંકલ્પ કર્યો. માની મ્હેરથી ટૂંક સમયમાં જ તેમના ઘરના ઘરનું
સ્વપ્ન સાકાર થયું. માની દયાથી તેમને શારીરિક - માનસિક તકલીફમાં
પણ રાહત થઈ ગઈ.
શ્રી જયાબેન એમ. ચૌહાણ; જામનગરથી લખે છે: તેમની સહેલીના
પુત્રનું સગપણ તૂટી ગયું હતું. તેનો સબંધ બીજી સારી જગ્યાએ થઈ
જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો માન્યો
હતો. મા ખોડલના શુભાશિર્વાદથી તેનું સગપણ સારી જગ્યાએ થઈ ગયું.
તેમની ખોવાયેલી બુટી પણ માનું સ્મરણ કરવાથી તુરત જ મળી આવી. આ
ઉપરાંત, મા ખોડિયારે તેમના પગની પીડા પણ દૂર કરી.
શ્રી રશ્મિતાબેન પી. સોનેજી; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: મા
ખોડિયારે તેમના ધાર્યા કાર્યો પાર પાડ્યા છે. તેમને અભ્યાસમાં
મનપસંદ કોર્ષમાં આગળ વધવું હતું. માની દયાથી તેમને તેમાં જ
સરળતાથી એડમીશન મળી ગયું. ત્યાર બાદ માના આશીર્વાદ વરસતા તેમના
લગ્ન મનપસંદ પાત્ર સાથે થયા. લગ્ન ધામધૂમથી સંપન્ન થાય તે માટે
તેમના માતા - પિતાએ મા ખોડલને કરેલી પ્રાર્થના પણ ફળી. તેમનું
દામ્પત્યજીવન સુંદર કન્યારત્ન સાથે આનંદથી વીતી રહ્યું છે. તે
મા ખોડલની કૃપાનું જ પરિણામ છે.
શ્રી જ્યોત્સનાબેન એન. નાગડા; જામનગરથી લખે છે: તેમનો નાનો ભાઈ
લગ્નજીવનના સાત વર્ષ બાદ પણ સંતાન સુખથી વંચિત હતો. તેના ઘરે
પારણું બંધાય તે માટે તેમણે મા ખોડલને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થી
પરચો છપાવવાનો નિર્ણય કર્યો. મા ખોડલે તેમની પ્રાર્થના
સ્વીકારી. નાના ભાઈના ઘરે સુંદર કન્યાનું પારણું ઝૂલતું થયું.
આઈ શ્રી ખોડિયારના ચરણોમાં વારંવાર વંદન.
શ્રીમતિ મીનાબેન બી. રોહિત; વડોદરાથી લખે છે: તેમના દીકરાના
નોકરી મેળવવા માટેના અથાગ પ્રયત્નો નિષ્ફળ નીવડતા હતા. તે નોકરી
મેળવવામાં સફળ થાય અને જીવનમાં ઠરીઠામ થાય તે માટે તેમણે આઈ
શ્રી ખોડલનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલના
આશીર્વાદથી દીકરાને નોકરી મળી ગઈ.
શ્રી રઈજીભાઈ બી. સિંધા; ઉકાઈ ડેમ (જિ. તાપી)થી લખે છે: તેમને
સરકારી નોકરીમાં નિમણૂં૱ક બાબતે ઘણી જ અડચણો ઊભી થયેલી. જે દૂર
થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થી પરચો માન્યો. મા
ખોડલની પરમ કૃપાથી તમામ અડચણો દૂર થઈ. વધુમાં, તેમનાં પત્નીને
પણ પથરી તથા ગળામાં થાઈરોઈડ ગ્રંથીની તકલીફમાંથી મા ખોડલે ઉગારી
લીધા.
શ્રી જીવતીબેન પી. સુદાણી; પીપળવા-ગીર (જિ. અમરેલી)થી લખે છે:
તેમને હૃદયમાં દુ:ખાવો થતો હતો. હૃદયનો દુખાવો મટી જાય અને
તેમની શંકા દૂર થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી
પરચો માન્યો. મા ખોડલની અમી દ્રષ્ટિથી તેમને હૃદયનું દર્દ શમી
ગયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં ભાવપૂર્વક વંદન.
શ્રીમતિ ધારિણીબેન આર. પારેખ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમની
દીકરીને ધો.9ની યુનીટ ટેસ્ટમાં બે વિષયમાં ઓછા માર્કસ આવવાનો ડર
હતો. તે બે વિષયમાં તેને સારા માર્કસ આવે તે માટે તેમણે મા
ખોડલને સ્મરી પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમની દીકરી
બધા જ વિષયમાં સારા માર્કસ મેળવી પાસ થઈ. પૂ. માના ચરણમાં કોટિ
કોટિ પ્રણામ.
શ્રી મનસુખભાઈ એમ. મોરડીયા; ગણેશગઢ (જિ. ભાવનગર)થી લખે છે:
તેમને આઈ શ્રી ખોડિયાર ઉપર અતૂટ શ્રદ્ધા છે. માએ તેમના જીવનમાં
અનેક પરચા પૂર્યા છે. આઈ શ્રી ખોડિયારને કરેલી પ્રાર્થનાના ફળ
સ્વરૂપ તેમના ત્રણેય દીકરાને કામધંધામાં સારા પ્રમાણમાં લાભ
થયો. નાના પુત્રના સગપણ - લગ્નું કાર્ય નિર્વિઘ્ને પાર પડ્યું.
તેમજ તેમના સ્નેહી શ્રી સંજયભાઈને ગળામાં થયેલ ગાંઠો માની
કૃપાથી મટી ગઈ. તેમની જમીનમાં પણ પુષ્કળ પાક થયો. પરમ વંદનીય આઈ
શ્રી ખોડિયારને શત્ શત્ પ્રણામ.
શ્રી નરેશભાઈ એન. દવે; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમના મોટા
બહેનને કાનમાંથી રસી નીકળતા હતા. ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપી
હતી. દરમ્યાન તેમને 'ખોડિયાર જ્યોત'માં વાંચેલા પરચાનું સ્મરણ
થયું ને તેમણે પણ બહેનને કાનમાં ઓપરેશન વિના સારું થઈ જાય તે
માટે પરચો માન્યો. મા ખોડલે કૃપા કરતા બહેનને તદ્ન સારું થઈ
ગયું.
શ્રી બાબાભાઈ ડી. રંગપરીયા; નાગધ્રા (જિ. અમરેલી)થી લખે છે: આઈ
શ્રી ખોડિયારને શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના હંમેશા ફળે છે.
મા ખોડલ તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. આઈ શ્રી ખોડલની
મ્હેરથી તેમના ધાર્યા કાર્યો સાંગોપાંગ પાર પડ્યા છે અને
મનોકામનાઓ પૂર્ણ થઈ છે. દયાના દેવી મા ખોડલના પાવન ચરણોમાં
અગણિત નમસ્કાર.
શ્રી ભાવનાબેન આર. ગોહેલ; સુરેન્દ્રનગરથી લખે છે: તેમની મોટી
દિકરીનો પુત્ર તેની બાલમંદિરની સ્કૂલ બદલી હોવાથી સ્કૂલે જવામાં
ખૂબજ રડતો હતો. આથી તેમણે તથા તેમની પુત્રીએ ખોડિયાર જ્યોતમાં
પરચો છપાવવાની માનતા માની. પૂ. મા ખોડલની દયાથી તેમનો ભાણીયો
ચાર-પાંચ દિવસમાં જ શાંતિથી સ્કૂલે જતો થઈ ગયો. પૂ. માને કોટિ
કોટિ વંદન.
શ્રી કાંતાબેન કૃષ્ણલાલ; રોટોરૂવા (ન્યુઝીલેન્ડ)થી લખે છે: મા
ખોડિયારની તેમના ઉપર અસીમ કૃપા રહી છે. સંકટના સમયમાં આઈ શ્રી
ખોડલ હાજરાહજૂર રહી પરચા પૂરે છે. તેમની તબિયત નરમગરમ રહે છે.
શ્વાસ લેવાની તકલીફ, બી.પી. વધી જવું, યુરીનની તકલીફ આ બધી
બીમારીઓ વચ્ચે પણ ક્યારેક ફ્રીજી કે ઓસ્ટ્રેલીયા જવાનું થાય
ત્યારે આઈ શ્રી ખોડિયાર જ તેમને સહાયરૂપ બને છે. દરેક પ્રવાસ
સુખરૂપ પૂર્ણ થઈ હેમખેમ ઘરે આવી જવાય છે. અને તબિયત પણ ધીરે
ધીરે સારી થતી જાય છે. દયાની દેવી મા ખોડલને ભક્તિભાવપૂર્વક
વંદન.