
શ્રીમતિ સુભદ્રાબેન પી. લિમ્બચીયા; કલ્યાણ (જિ. થાણા)થી લખે છે: તેમના દીકરાની એક મહત્વની ઓફિસ ફાઈલ ટ્રેનમાં ભુલાઈ ગઈ હતી. તે મળી જાય તે માટે તેમણે મા ખોડલનું અંત:કરણથી સ્મરણ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. ...ને પરચો માન્યાના બીજા દિવસે કોઈ સજ્જને ફાઈલ તેને મળી હોવાનું અને તેની પાસેથી મેળવી લેવાનું ફોન દ્વારા જણાવ્યું. ફાઈલ મળી જતા તેમના દીકરાની ચિંતા દૂર થઈ.
શ્રીમતિ કૈલાસબેન સોની; અમરનગર (જિ. રાજકોટ)થી લખે છે: તેમની પુત્રી પરીક્ષામાં પાસ થઈ જાય તેમજ તેમના બનેવીને હરસની તકલીફ દુર થાય તે માટે તેમણે મા ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલની પરમ કૃપાથી તેમની દીકરી પરીક્ષામાં પાસ થઈ અને બનેવીને પણ હરસની તકલીફ દૂર થઈ. સંકટના સમયમાં વ્હારે આવનાર આઈ શ્રી ખોડલને વારંવાર વંદન.
શ્રી પુષ્પાબેન એ. રાઠોડ; રાજકોટથી લખે છે: એક દિવસ 'આઈશ્રી ખોડિયાર જ્યોત' વાંચતા તેમણે સંકલ્પ કર્યો કે તેમના પુત્રને મનગમતું યોગ્ય ઠેકાણે સગપણ થઈ જશે તો તેઓ માનો પરચો છપાવશે. મા ખોડલના આશીર્વાદથી તેમના પુત્રનું ટૂંક સમયમાં જ સગપણ થઈ ગયું અને ત્યારબાદ લગ્ન પણ આનંદથી પાર પડ્યા અને પૂ. માની દયાથી તેમના ઘેર પુત્રજન્મ પણ થયો. આઈ શ્રી ખોડિયારની કૃપા અપરંપાર છે.
શ્રી ભરતભાઈ એસ. સેવક; પાદરા (રાજસ્થાન)થી લખે છે: તેમના મોંમાં જીભની જમણી બાજુ ચાઠું પડ્યું હતું. તે દવા વગર મટી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને પ્રાર્થ્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અમીકૃપાથી તેમને જીભનું ચાઠું દવા વગર મટી ગયું. નાની-નાની શારીરિક પીડાઓ મા ખોડલના નામ-સ્મરણ માત્રથી દૂર થઈ જાય છે. આઈ શ્રી ખોડલના ચરણોમાં કોટી કોટી વંદન.
શ્રીમતિ કંચનબેન એમ. ચોટલીયા; જેતપુર (રાજકોટ)થી લખે છે: 'આઈશ્રી ખોડિયાર જ્યોત'માં પ્રસિધ્ધ થતા પરચા વાંચી પ્રેરણા લઈ જ્યારે પણ તેમણે માને પ્રાર્થી પરચો માન્યો છે તે અચુક ફળ્યો છે. તેમની શાળાનો સમય સવારમાંથી અચાનક બપોરનો થઈ જતા તેઓને મુશ્કેલી પડતી હતી પરંતુ મા ખોડલનો પરચો માનતા શાળાનો સમય ફરી સવારનો થઈ ગયો. તેમની મકાન લેવાની મનોકામના પણ મા ખોડલે પૂર્ણ કરી. આ ઉપરાંત, તેમની પુત્રીનો પેટનો દું:ખાવો તથા પગનો સાયટીકાનો દુ:ખાવો પણ મા ખોડલે મટાડ્યો.
શ્રી હરકિશનભાઈ એમ. સંઘવી; વીલાપાર્લે (મુંબઈ)થી લખે છે : તેમના અગત્યના દસ્તાવેજો ઘરમાં ક્યાંક મુકાઈ ગયા હતા કે ગુમ થઈ ગયા હતા. જે ઘણું શોધવા છતાં મળતા ન હતા. અઠવાડિયા સુધી ઘર ફંફોળ્યું પણ દસ્તાવેજ ન મળતા તેઓ મુંઝવણમાં મુકાઈ ગયા. છેવટે, તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો માન્યો... ને હાજરા હજુર મા ખોડલની કૃપાથી બે દિવસમાં જ તમામ દસ્તાવેજો ઘરમાંથી જ મળી આવ્યા. આ બનાવથી મા ખોડલ પ્રત્યેની તેમની શ્રધ્ધા વધુ દ્રઢ બની છે.
શ્રી ટપુભાઈ કે. લુહાર; અમદાવાદથી લખે છે: તેમને શ્વાસની તકલીફ રહેતી. સાથે ઉધરસ પણ ખૂબ થઈ હતી. અનેક ઉપચારો કરવા છતાં સ્હેજ પણ ફેર પડતો ન હતો. આથી તેમણે આઈ શ્રી ખોડિયારનું શરણુ લીધું અને શ્વાસ ઉધરસની તકલીફ દૂર થાય તે માટે પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલની દયાદ્રષ્ટીથી તેમને ઉધરસ બિલકુલ મટી ગઈ અને શ્વાસની તકલીફમાં ઘણી જ રાહત થઈ ગઈ.
શ્રીમતી મીનાબેન એમ. મારવાડી; કરમસદ (જિ.આણંદ)થી લખે છે: તેમની દીકરીને મોં પર સફેદ ડાઘ થયા હતા. દવાઓ લેવા છતાં કોઈ ફેર ન પડતો હોવાથી સૌ ચિંતામાં રહેતા હતા. આઈ શ્રી ખોડિયાર જ્યોતમાંના પરચા વાંચી તેમાંથી પ્રેરણા લઈ પરચો માનતા તેમની દીકરીના મોં પરના સફેદ ડાઘ આપમેળે ગાયબ થઈ ગયા. દયાની દેવી મા ખોડલને અગણિત નમસ્કાર.
શ્રી યામિનીબેન એચ. પાઠક; થાનગઢ (જિ. સુરેન્દ્રનગર)થી લખે છે: તેમને નવું મકાન લેવાની વાતચીત ચાલતી હતી. આ કાર્ય પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડલને અંત:કરણથી અરજ કરી અને પરચો મન્યો. મા ખોડલની અસીમ કૃપાથી તેમની મકાન લેવાની ઈચ્છા પૂર્ણ થઈ. આઈ શ્રી ખોડલને વારંવાર વંદન.
શ્રી મીનલબેન એ. પઢિયાર; ધનાવસી (આણંદ)થી લખે છે: તેમના હાથના અંગુઠાનું દર્દ દૂર થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની કૃપાથી તેમને તદન સારું થઈ ગયુ. આ ઉપરાંત તેમનું ધાર્યું કાર્ય પણ મા ખોડિયારે પાર પાડ્યું.
શ્રીમતિ મનીષાબેન એન. વાઘેલા; મુંબઈ સેન્ટ્રલ (મુંબઈ)થી લખે છે: તેમના પુત્રએ વિદેશ જવા માટેની પરીક્ષા આપી હતી તેમાં તે પ્રથમ પ્રયત્ને પાસ થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને સ્મરી પરચો માન્યો હતો. મા ખોડલના આશીર્વાદથી તેમનો દીકરો પ્રથમ પ્રયાસે જ સારા માર્કસ મેળવી પાસ થયો.
શ્રીમતિ શારદાબેન ડી. પંચાલ; વડોદરાથી લખે છે: મા ખોડલની અસીમ કૃપા તેમના પર કાયમ રહી છે. તેમના મોટા પુત્રને કમ્મર દર્દમાં સંપૂર્ણ સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને યાદ કરી પરચો છપાવવાનો નિશ્્્ચય કર્યો હતો. મા ખોડિયારની અપાર દયાથી તેમના પુત્રને તદ્ન સારું થઈ ગયું. માના સ્મરણ માત્રથી મુસ્કેલીઓ ટળી જાય છે.
શ્રીમતી કંચનબેન સોની; અમરનગર (જિ.રાજકોટ)થી લખે છે: એમની દીકરીને હાથમાં ચીરા પડ્યા હતા. ઘણી દવા કરાવી પણ ફેર ન પડ્યો. પરંતુ આ બાબતે આઈ શ્રી ખોડલને શરણે જઈ પરચો છપાવવાની ટેક રાખતા તેને બિલકુલ સારું થઈ ગયું. મા ખોડિયારના પાવન ચરણોમાં શત પ્રણામ.
શ્રીમતિ પ્રફુલ્લાબેન પી. લાખાણી; પોરબંદરથી લખે છે: તેમની દીકરીની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણપૂર્વક સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલની અપાર દયાથી તેમની દીકરીની ડિલેવરીનું કાર્ય શાંતિથી પાર પડ્યું. તેમજ તેને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
શ્રી કિશોરભાઈ જી. ડોબરીયા; રાજકોટથી લખે છે: તેમના નાણાં એક જગ્યાએ અટવાઈ ગયા હતા. તે છુટા થાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડિયારે તેમની પ્રાર્થના સાંભળી. તેમના અટવાયેલા નાણાં થોડા જ સમયમાં પરત મળી ગયા. બીજુ, માના આશીર્વાદથી તેમના પુત્ર-પુત્રી બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયા. આ ઉપરાંત, મા ખોડિયારની અમી નજરથી તેમની દીકરીને ચેહરા પરના ખીલ અને ડાઘા મટી ગયા.
શ્રી હરજીવનભાઈ ડી. રત્નોતર; સાણંદ (જિ. અમદાવાદ)થી લખે છે: તેમના નાના પુત્રવધૂ પ્રસૂતિ માટે પિયર ગયા હતા. ત્યાંના ડોક્ટરે સીઝરીયનની શક્યતા દર્શાવતા મોટો ખર્ચ થાય તેમ હતો. આ વાતની જાણ થતા તેમણે તુરત જ આઈ શ્રી ખોડીયારને યાદ કર્યા અને પુત્રવધૂની ડીલેવરી હેમખેમ પાર પડે તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમની પુત્રવધૂની ડીલેવરી હેમખેમ પાર પડી. તેમના પોત્ર-પોત્રીને ગાલપચોળીયા થયા હતા. દવાઓથી ન મટ્યા પણ મા ખોડલના પરચાના પ્રતાપે બંનેને સારું થઈ ગયું. તેમનાં પત્નીનું શરીર ખુબ જ ભારે થઈ ગયું હતું. ચાલવામાં પણ હાંફ ચઢતી. પરંતુ મા ખોડિયારની કૃપાથી તેને પણ રાહત થઈ ગઈ. ક્યારેક કોઈ વસ્તુ ક્યાંક મુકાઈ જવાથી મળતી નથી ત્યારે માનું સ્મરણ કરવાથી તુરત જ મળી આવે છે.
શ્રી ગીતાબેન એન. મહેતા; વાપી (જિ. વલસાડ)થી લખે છે: તેમના પતિને ઢીંચણમાં ખૂબ જ દર્દ થતું હતું. તેઓને સારું થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડલને યાદ કર્યા અને પરચો માન્યો. મા ખોડીયારની દયા દ્રષ્ટિથી તેમના પતિનું ઢીંચણનું દર્દ દૂર થયું. આ ઉપરાંત, મા ખોડલના કૃપા આશિષથી તેમનો પુત્ર બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉતીર્ણ થયો. આઈ શ્રી ખોડિયારને ભાવપૂર્વક નમન.
શ્રીમતી ગોમતીબેન એલ. મીસ્ત્રી; અમદાવાદથી લખે છે: તેમની દીકરીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેના સારા સ્વાસ્થ્ય માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયા દ્રષ્ટિથી તેમની સ્વાસ્થ્ય સારું થઈ ગયું.
શ્રી પ્રજ્ઞાબેન એચ. ગાલા; સાયન (મુંબઈ)થી લખે છે: આઈ શ્રી ખોડલ ઉપર તેમને અતુટ શ્રધ્ધા છે. કપરા સંજોગોમાં મા સહાયરૂપ બને છે અને સૂડીનો ઘા સોયથી ટાળે છે. ઘરમાં લગ્ન પ્રસંગે તેમની સોનાની ચાર બંગડી ક્યાંક મુકાઈ જવાથી ઘણું શોધવા છતાં મળતી ન હતી. પરંતુ મા ખોડલનું સ્મરણ કરી પરચો માનતા બીજે દિવસે સવારે નોકરને બંગડીઓ મળી આવી. જે તેણે પરત કરી. ખરેખર, મા ખોડિયાર હાજરાહજૂર છે. તેમના મકાન તેમજ ખેતર અને ધંધાનું કામકાજ પણ મા ખોડલ જરૂર પાર પાડશે તેવી તેમની શ્રધ્ધા અટલ છે.
શ્રી ભગવાનદાસ જી. પરમાર; પિંડાયાથી લખે છે: તેમને જીભ પર ફોલ્લી થઈ હતી. દુ:ખાવો થતો હોવાથી તેમને કોઈ મોટી બીમારીની શંકા હતી. ફોલ્લી મટી જાય તે માટે તેમણે મા ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની દયાથી તેમને જીભ પરની ફોલ્લી થોડા જ દીવસોમાં મટી ગઈ. મા ખોડલના પાવન ચરણોમાં વારંવાર વદન.
શ્રી વિસાભાઈ જે. ચૌધરી; બોરીઆવી (જિ. મહેસાણા)થી લખે છે: તેમની દીકરીને બંને વાલ્વનું ઓપરેશન કરાવવાનું હતું. પરિવારજનો સૌ ચિંતિત હતા. પરંતુ મા ખોડલ ઉપર શ્રધ્ધા રાખી પરચો છપાવવાનો સંકલ્પ કરતા ઓપરેશન સફળ થયું અને તેનું સ્વાસ્થય પણ સારું રહે છે. વધુમાં, કેટલાક વિઘ્નસંતોષીઓએ તેમની ઉપર ખોટી રીતે કોર્ટ કેસ કર્યો હતો. પરંતુ તેમણે મા ખોડિયારનું શરણું સ્વીકારતા ન્યાય તેમની તરફેણેમાં આવ્યો. મા ખોડલની કૃપા થકી તેમના ઘરમાં સુખ-શાંતી પ્રવર્તે છે. માએ તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે.
શ્રી ભીખુભાઈ કે. ડાભી; કોઠ (જિ.અમદાવાદ)થી લખે છે: તેમની દીકરી એકાએક બીમાર પડી ગઈ હતી. દવાઓ લેવા છતાં બિલકુલ રાહત થતી ન હતી. આથી તેમણે મા ખોડલને સ્મર્યા અને દીકરીની બીમારી દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અપાર દયાથી તેમની દીકરીની બીમારી દૂર થઈ અને બીલકુલ સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં શત્ કોટિ પ્રણામ.
શ્રી અમૃતલાલ એન. નાયક; આટ (જિ.નવસારી)થી લખે છે: મા ખોડિયારના સાંનિધ્યમાં કલ્પના બહારનું સુખ મળ્યું છે. માએ તેમને ત્રણ-ત્રણ વખત નવજીવન આપ્યું છે. માએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે, અણધાર્યા કાર્યો પણ સફળ કર્યા છે. તેમના જમણા પગના ઘૂંટણમાં દુ:ખાવો થતો હતો. લાકડીનો સહારો લેવો પડ્યો. મા ખોડિયારને પ્રાર્થી પરચો માનતા તેમના ઘૂંટણનું દર્દ દૂર થયું.
શ્રીમતી નંદુબેન એચ. દુધાગરા; વાગડીયા (જિ.જામનગર)થી લખે છે: તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થાય તે માટે તેમણે મા ખોડિયારને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અપાર કૃપાથી તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થઈ.
શ્રીમતી હસુમતીબેન એચ. સોલંકી; મહેસાણાથી લખે છે: તેમની પૌત્રી જન્મ બાદ તુરત જ બીમાર પડી જતા તેની સ્થિતી ગંભીર હતી. આવા સમયે તેમણે મા ખેડિયારને હૃદયથી પોકાર્યા અને નવજાત બાળકીની રક્ષા કાજે પરચો માન્યો. મા ખોડલની અમીદ્રષ્ટિથી તેમની પૌત્રીને તદન સારું થઈ ગયું અને સમયાંતરે તે ખુબ જ તંદુરસ્ત થઈ ગઈ. આ ઉપરાંત, માના શુભાશીષથી તેમના બંને દીકરાઓ પરીક્ષામાં સફળતા મેળવી એન્જી. બની ગયા. તેમના પુત્રના સગપણ આડેના વિઘ્નો દૂર થયા અને ધામધૂમથી તેના લગ્ન થઈ ગયા. તેમના નાના ભાઈ-બહેનના વેવિશાળમાં પણ વિલંબ થતો હતો પરંતુ માની દયાથી તેઓના લગ્ન પણ થઈ ગયા. મા ખોડલની કૃપાથી તેમના જીવનના બધા જ પ્રશ્ર્નો ઉકેલાઈ ગયા.
શ્રીમતી શારદાબેન સોનારા; મેમકા (જિ. સુરેન્દ્રનગર)થી લખે છે: સુરેન્દ્રનગરમાં તેમનું પોતાનું મકાન ન હતું. તેમના પતિ ગામડાના મકાનથી ચલાવી લેવાનું કહેતા હતા. તેઓ માની જાય અને સુરેન્દ્રનગરમાં ઘરનું મકાન થાય તે માટે તેમણે માને અરજ કરી પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ અને તેઓ નવા મકાનમાં રહેવા પણ આવી ગયા. માની દયાથી તેમના ઘરમાંથી કલેશ દૂર થયો અને શાંતિ થઈ ગઈ. આ ઉપરાંત મા ખોડિયારના આશીર્વાદથી તેમની દીકરીના લગ્ન સારી જગ્યાએ થયા. સૌએ સંપીને પ્રસંગ દીપાવ્યો. માની દયા દ્રષ્ટિથી તેમના પિતાશ્રીની આંખનું ઓપરેશન સફળ થયું, તેમની આંખમાં પડેલું કણું પણ મટી ગયું અને તેમની પગની પીડા-કળતર પણ દૂર થયા.
શ્રી પ્રવિણસિંહ નહારસિંહ; મણીયોર (જિ.સાબરકાંઠા)થી લખે છે: તેમને પેટમાં કાયમી તકલીફ રહેતી હતી. ડોક્ટરે દવા આપી અને જો સારું ન થાય તો અમદાવાદ સારવાર લેવાનું કહ્યું હતું. મા ખોડિયાર ઉપર તેમને અપાર શ્રદ્ધા હોય, તેમની દયાથી સારું થઈ જાય અને અમદાવાદ જવું ન પડે તે માટે પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી તેમને સ્થાનિક ડોક્ટરની દવાથી જ સારું થઈ ગયું. બીજું, તેમને કૂવા પર નવો બોર કરાવવો હતો. પરંતુ આસપાસ 800 થી 900 ફૂટ સુધી થયેલા બોરમાં પાણી આવ્યું ન હતું. આથી ચિંતા હતી. આ માટે પણ મા ખોડલને પ્રાર્થના કરી બોર કરાવતા 325 ફૂટે પાણી મળી આવ્યું.
શ્રીમતિ નયનાબેન રાણા; અમદાવાદથી લખે છે: મા ખોડલના આશીર્વાદથી તેમની દીકરીના લગ્ન મનપસંદ જીવનસાથી સાથે આનંદ-મંગલથી સંપન્ન થયા. લગ્ન બાદ તે નવી જગ્યાએ રહેવા જવાની હોવાથી તે મકાન તેઓ બંનેને અનૂકુળ આવે તે માટે માનેલ મા ખોડલનો પરચો પણ ફળ્યો. વધુમાં, તેમના બીજા જમાઈને નવી નોકરીમાં ટ્રેનીંગ પર રાખ્યા હતા. તેની નોકરી કાયમી થઈ જાય તે માટે મા ખોડિયારને પ્રાર્થના કરતા નોકરી કાયમી થઈ ગઈ અને પગાર પણ સારો થઈ ગયો.
શ્રી નીતલબેન ગરાસિયા; નાનાપોંઢા (જિ.વલસાડ)થી લખે છે: તેમની દીકરી બે વર્ષની થઈ હોવા છતાં ઉપરનું દૂધ પીતી ન હતી. તે દૂધ પીતી થઈ જાય તે માટે તેમણે મા ખોડિયારનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની અમી નજરથી તેમની દીકરી ઉપરનું દૂધ પીતી થઈ ગઈ. આઈશ્રી ખોડલને કોટી કોટી વંદન.
શ્રીમતી ભારતીબેન એ. શાસ્ત્રી; અમદાવાદથી લખે છે: તેમની પુત્રવધૂ કોઈપણ તકલીફ વિના શાંતિથી લંડન પહોંચી જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો માન્યો. મા ખોડલની કૃપાથી તેમની પુત્રવધૂ લંડન સુખરૂપ પહોંચી ગઈ. બીજું, તેમના મોટા પુત્રના વિદ્યાર્થીને અકસ્માત થતા તે કોમામાં જતો રહ્યો હતો. તેના જીવનની રક્ષા કાજે મા ખોડિયારનો પરચો માનતા તે કોમામાંથી બહાર આવી ગયો અને ધીરે ધીરે તેને સારું થઈ ગયું.
શ્રી ઈન્દિરાબેન મીસ્ત્રી; મહેસાણાથી લખે છે: મા ખોડિયારનું સ્મરણ કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. એક વખત તેમને શારીરિક તકલીફ ઊભી થતા મા ખોડિયારને યાદ કર્યા અને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની કૃપા દ્રષ્ટિથી તેમને સારું થઈ ગયું. આઈ શ્રી ખોડિયારના ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રી રમીલાબેન જે. પટેલ; બારેજા (તા. દસ્કોઈ)થી લખે છે: તેમની દીકરીને અમેરીકાના વિઝા મળી જાય તેમજ દીકરો ડીગ્રી એન્જિ.માં પાસ થઈ જાય અને તેના લગ્ન આનંદથી થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલની અપાર કૃપાથી તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ.
શ્રી દક્ષેશભાઈ ડી. પંડ્યા; સતલાસણા (જિ. મહેસાણા)થી લખે છે: તેમની પરીક્ષા કોઈપણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થાય અને પેપર્સ સારા લખાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણથી પ્રાર્થના કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. મા ખોડલે તેમની ઈચ્છા પૂર્ણ કરી.
શ્રી ધીરજસિંહ કે. જાડેજા; મોટી તુંબડી (જિ. કચ્છ)થી લખે છે: તેમને પીઠમાં દુ:ખાવો થતો હતો. આ દર્દ શમી જાય તે માટે તેમણે મા ખોડલને યાદ કર્યા અને પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. મા ખોડલે તેમની પ્રાર્થના સાંભળી. તેમને પીઠના દુ:ખાવામાં ઘણી જ રાહત થઈ ગઈ. દયાની દેવી મા ખોડલના ચરણોમાં વારંવાર નમન.
શ્રી લાલજીભાઈ પી. કણસાગરા; સુરતથી લખે છે: તેમને સ્નાયુનો દુ:ખાવો રહેતો. ડૉક્ટરની દવા લેવા છતાં કોઈ જ ફેર પડતો ન હતો. આથી તેમણે મા ખોડિયારનું શરણું લીધું અને સ્નાયુનું દર્દ દૂર થાય તે માટે પરચો માન્યો. મા ખોડિયારની અમીદ્રષ્ટિથી તેમને સ્નાયુનો દુ:ખાવો અઠવાડિયામાં જ દૂર થયો. આ ઉપરાંત, તેઓ 11મા પગથિયેથી પડી ગયા હતા. તે સમયે પણ મા ખોડલે તેમને બચાવી લીધા. કોઈ મોટી ઈજા ન થઈ. કેવળ મૂઢમાર લાગ્યો અને તે પણ વગર દવાએ મટી ગયો.
શ્રી રમેશભાઈ એસ. પટેલ; ખેડાથી લખે છે: તેમના પુત્ર ચિ. ધર્મેશને યુ.એસ.એ.ના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે ફાઈલ મૂકી હતી. આ કાર્યની સફળતા માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડિયારના શુભાશિષથી તેમના પુત્રને યુ.એસ.એ.ના સ્ટુડન્ટ વિઝા મળી ગયા અને તે ત્યાં સુખરૂપ પહોંચી પણ ગયો.
શ્રીમતિ ઉર્વશીબા એમ. જાડેજા; ખેડોઈ (જિ. કચ્છ)થી લખે છે: તેમને નોર્મલ ડીલેવરી થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારનું સ્મરણ કરી પરચો માન્યો હતો. મા ખોડિયારની અપાર દયા થકી તેમને નોર્મલ ડીલેવરી થઈ અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આશા પૂર્ણ કરનારી મા ખોડિયારને ભાવપૂર્વક વંદન.
શ્રી પીનલબેન જી. માતરીયા; લાલાવદર (જિ. અમરેલી)થી લખે છે: તેઓ ધો. 12ની પરીક્ષામાં તેમજ તેમની બહેન ધો. 10ની પરીક્ષામાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થાય તે માટે તેમણે મા ખોડલનું હૃદયપૂર્વક સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલના આશીર્વાદથી તેઓ બંને બહેનો સારા ટકાએ ઉત્તીર્ણ થઈ. આઈ શ્રી ખોડલે તેમની અનેક મનોકામના પૂર્ણ કરી છે.
શ્રીમતિ રામકુંવરબેન કે. રાઠોડ; અમદાવાદથી લખે છે: તેમની તબિયત પંદર દિવસથી નરમગરમ રહેતી હતી. બી.પી. ને સુગર વધી ગયા હતા. તબિયત સારી થઈ જાય તે માટે તેમણે મા ખોડલને પ્રાર્થ્યા અને પરચો માન્યો. મા ખોડલની દયાદ્રષ્ટિથી બે અઠવાડિયામાં જ નોર્મલ થઈ ગયા.
શ્રી રામજીભાઈ બી. વસાવા; મેડીયાસણ (જિ. નર્મદા)થી લખે છે: તેમની જમીનના પેપર્સમાં વારસાઈમાં તેમનું નામ અધિકારીની શરતચૂકથી લખાયું ન હતું. અનેક ધક્કા ખાવા છતાં કામ પાર પડતું ન હતું. ત્યારે તેમણે મા ખોડલને યાદ કર્યા અને તેમનું નામ વારસાઈમાં આવી જાય તે માટે પરચો માન્યો. મા ખોડલની અસીમ કૃપાથી થોડા જ સમયમાં તેમનું કામ પાર પડી ગયું.
શ્રી ગિરીશભાઈ સી. સોની; બારીયા (જિ. ગાંધીનગર)થી લખે છે: તેમને ડાબા પગમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હતો. પગની પિડા દૂર થાય તે માટે તેમણે મા ખોડલને સ્મર્યા અને પરચો છપાવવાની ટેક રાખી. આઈ શ્રી ખોડલે દયા કરી. તેમના પગની પિડા દૂર થઈ ગઈ.
શ્રીમતિ રમીલાબેન જે. ઘેડિયા; ઘોઘલા (દીવ)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અખૂટ આસ્થા છે. શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના મા જરૂર સ્વીકારે છે. તેમના પુત્રનું સગપણ એને યોગ્ય કન્યા સાથે થાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત: કરણથી યાદ કરી પરચો માન્યો હતો. મા ખોડલે તેમની પ્રાર્થના સ્વીકારી. 'ખોડિયાર જયંતિ'ને દિવસે જ માના આશિષથી તેમના પુત્રનું સગપણ યોગ્ય કન્યા સાથે નક્કી થયું.
શ્રી વસુબેન કે. જયસ્વાલ; વડોદરાથી લખે છે: તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. કમ્મરની ગાદીમાં નસ દબાઈ જવાથી લોહી પહોંચતું ન હતું, ડાબા પગમાં સોજો આવ્યો હોવાથી પગ ઉપડતો ન હતો. આ તકલીફમાંથી સારું થઈ જાય તે માટે તેમણે મા ખોડિયારને સ્મર્યા અને પરચો છપાવવાની ટેક રાખી. મા ખોડલની મહેરથી તેમને બિલકુલ સારું થઈ ગયું. માએ તેમની અનેક ઈચ્છાઓ પૂર્ણ કરી છે.
શ્રી રૂપાબેન રાણીંગા; બ્રીસબેન (ઓસ્ટ્રેલીયા)થી લખે છે: તેમના વ્યાપાર-ધંધા માટે દુકાન ખરીદવી હતી. અનેક જગ્યાએ પ્રયત્ન કર્યા પણ કોઈ વિસ્તારમાં મન માનતું ન હતું. છેવટે, તેમણે ખોડલને યાદ કર્યા અને સારી દુકાન મળી જાય તે માટે પરચો માન્યો... ને ખરેખર માની કૃપા વરસી. તેમને સારી દુકાન મળી ગઈ અને ધીરે ધીરે વ્યાપાર પણ ચાલુ થઈ ગયો. મુસીબતના સમયમાં મા ખોડિયાર જ મદદરૂપ બને છે. આઈ શ્રી ખોડિયારના પાવન ચરણોમાં અગણીત વંદન.
શ્રી સરસ્વતીબેન કાનજીભાઈ; ટોરેન્ટો (કેનેડા)થી લખે છે: તેમન ભત્રીજાની તબિયત સારી રહેતી ન હતી. તેના સારા સ્વાસ્થ્ય માટે આઈ શ્રી ખોડિયારને પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ તેમણે કર્યો. માએ તેમની પ્રાર્થના સાંભળી. તેમના ભત્રીજાને થોડા જ સમયમાં સારું થઈ ગયું. આઈ શ્રી ખોડલને વારંવાર વંદન.
શ્રીમતિ શીતલબેન રાજાણી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના ઉપર આવેલી આફત દૂર થાય અને નાદુરસ્ત તબિયત સારી થઈ જાય તે માટે તેમણે આઈ શ્રી ખોડિયારને અંત:કરણપૂર્વક યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. મા ખોડલે તેમના ઉપર આવેલ આફત દૂર કરી અને માની દયાથી તેમની તબિયત પણ નોર્મલ થઈ ગઈ. આઈ શ્રી ખોડિયારના પરચા માનવાથી જે ચમત્કાર થાય છે તે અનુભવી આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઊઠે છે.
શ્રી તરૂબેન પી. પોપટ; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: આઈ શ્રી ખોડિયાર ઉપર તેમને અનન્ય શ્રદ્ધા છે. ડગલે ને પગલે માનું નામ- સ્મરણ નવી શક્તિ આપે છે, હિંમત આપે છે. તેમાના જીવનનો મોટામાં મોટો પ્રશ્ન મા ખોડલે હલ કર્યો અને મોટી મુશ્કેલીમાંથી બચાવી લઈ તેમને ચિંતામુક્ત કર્યા. સંકટના સમયમાં સહાય કરનારા આઈ શ્રી ખોડિયારને ભક્તિભાવપૂર્વક પ્રણામ.